Panchastikay Sangrah (Gujarati). Gatha: 173.

< Previous Page  


Combined PDF/HTML Page 15 of 15

 

Page 241 of 256
PDF/HTML Page 281 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]

નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૪૧

त्वायेति द्विविधं किल तात्पर्यम्सूत्रतात्पर्यं शास्त्रतात्पर्यञ्चेति तत्र सूत्रतात्पर्यं प्रतिसूत्रमेव प्रतिपादितम् शास्त्रतात्पर्यं त्विदं प्रतिपाद्यते अस्य खलु पारमेश्वरस्य शास्त्रस्य, सकलपुरुषार्थसारभूतमोक्षतत्त्वप्रतिपत्तिहेतोः पञ्चास्तिकायषड्द्रव्यस्वरूपप्रति- पादनेनोपदर्शितसमस्तवस्तुस्वभावस्य, नवपदार्थप्रपञ्चसूचनाविष्कृतबन्धमोक्षसम्बन्धिबन्ध- मोक्षायतनबन्धमोक्षविकल्पस्य, सम्यगावेदितनिश्चयव्यवहाररूपमोक्षमार्गस्य, साक्षान्मोक्ष- कारणभूतपरमवीतरागत्वविश्रान्तसमस्तहृदयस्य, परमार्थतो वीतरागत्वमेव तात्पर्यमिति तदिदं वीतरागत्वं व्यवहारनिश्चयाविरोधेनैवानुगम्यमानं भवति समीहितसिद्धये,

તાત્પર્ય દ્વિવિધ હોય છેઃ સૂત્રતાત્પર્ય અને શાસ્ત્રતાત્પર્ય. તેમાં, સૂત્રતાત્પર્ય સૂત્રદીઠ (ગાથાદીઠ) પ્રતિપાદિત કરવામાં આવ્યું છે; અને શાસ્ત્રતાત્પર્ય હવે પ્રતિપાદિત કરવામાં આવે છેઃ

સર્વ પુરુષાર્થોમાં સારભૂત એવા મોક્ષતત્ત્વનું પ્રતિપાદન કરવાના હેતુથી જેમાં પંચાસ્તિકાય અને ષડ્દ્રવ્યના સ્વરૂપના પ્રતિપાદન વડે સમસ્ત વસ્તુનો સ્વભાવ દર્શાવવામાં આવેલ છે, નવ પદાર્થના વિસ્તૃત કથન વડે જેમાં બંધ-મોક્ષના સંબંધી (સ્વામી), બંધ- મોક્ષનાં આયતન (સ્થાન) અને બંધ-મોક્ષના વિકલ્પ (ભેદ) પ્રગટ કરવામાં આવ્યાં છે, નિશ્ચય-વ્યવહારરૂપ મોક્ષમાર્ગનું જેમાં સમ્યક્ નિરૂપણ કરવામાં આવ્યું છે તથા સાક્ષાત્ મોક્ષના કારણભૂત પરમવીતરાગપણામાં જેનું સમસ્ત હૃદય રહેલું છેએવા આ ખરેખર પારમેશ્વર શાસ્ત્રનું, પરમાર્થે વીતરાગપણું જ તાત્પર્ય છે.

તે આ વીતરાગપણાને વ્યવહાર-નિશ્ચયના અવિરોધ વડે જ અનુસરવામાં આવે તો ઇષ્ટસિદ્ધિ થાય છે, પરંતુ અન્યથા નહિ (અર્થાત્ વ્યવહાર અને નિશ્ચયની સુસંગતતા રહે એવી રીતે વીતરાગપણાને અનુસરવામાં આવે તો જ ઇચ્છિતની સિદ્ધિ થાય છે, ૧. એકેક ગાથાસૂત્રનું તાત્પર્ય તે સૂત્રતાત્પર્ય છે અને આખા શાસ્ત્રનું તાત્પર્ય તે શાસ્ત્રતાત્પર્ય છે. ૨. પુરુષાર્થ = પુરુષ-અર્થ; પુરુષ-પ્રયોજન. [પુરુષાર્થોના ચાર વિભાગ પાડવામાં આવે છેઃ ધર્મ, અર્થ,

કામ અને મોક્ષ; પરંતુ સર્વ પુરુષ-અર્થોમાં મોક્ષ જ સારભૂત (તાત્ત્વિક) પુરુષ-અર્થ છે.] ૩. પારમેશ્વર = પરમેશ્વરના; જિનભગવાનના; ભાગવત; દૈવી; પવિત્ર. ૪. છઠ્ઠા ગુણસ્થાને મુનિયોગ્ય શુદ્ધપરિણતિ નિરંતર હોવી તેમ જ મહાવ્રતાદિસંબંધી શુભભાવો

યથાયોગ્યપણે હોવા તે નિશ્ચય-વ્યવહારના અવિરોધનું (સુમેળનું) ઉદાહરણ છે. પાંચમા ગુણસ્થાને તે ગુણસ્થાનને યોગ્ય શુદ્ધપરિણતિ નિરંતર હોવી તેમ જ દેશવ્રતાદિસંબંધી શુભભાવો યથાયોગ્યપણે હોવા તે પણ નિશ્ચય-વ્યવહારના અવિરોધનું ઉદાહરણ છે. પં. ૩૧


Page 242 of 256
PDF/HTML Page 282 of 296
single page version

૨૪

પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-

न पुनरन्यथा व्यवहारनयेन भिन्नसाध्यसाधनभावमवलम्ब्यानादिभेदवासितबुद्धयः सुखेनैवावतरन्ति तीर्थं प्राथमिकाः तथाहिइदं श्रद्धेयमिदमश्रद्धेयमयं श्रद्धातेदं श्रद्धानमिदं ज्ञेयमिदमज्ञेयमयं ज्ञातेदं ज्ञानमिदं चरणीयमिदमचरणीयमयं चरितेदं चरणमिति कर्तव्याकर्तव्यकर्तृकर्मविभागावलोकनोल्लसितपेशलोत्साहाः शनैःशनैर्मोह- मल्लमुन्मूलयन्तः, कदाचिदज्ञानान्मदप्रमादतन्त्रतया शिथिलितात्माधिकारस्यात्मनो બીજી રીતે થતી નથી).

(ઉપરોક્ત વાત વિશેષ સમજાવવામાં આવે છેઃ)
અનાદિ કાળથી ભેદવાસિત બુદ્ધિ હોવાને લીધે પ્રાથમિક જીવો વ્યવહારનયે

ભિન્નસાધ્યસાધનભાવને અવલંબીને સુખે કરીને તીર્થની શરૂઆત કરે છે (અર્થાત્ સુગમપણે મોક્ષમાર્ગની પ્રારંભભૂમિકાને સેવે છે). જેમ કેઃ ‘(૧) આ શ્રદ્ધેય (શ્રદ્ધવાયોગ્ય) છે, (૨) આ અશ્રદ્ધેય છે, (૩) આ શ્રદ્ધનાર છે અને (૪) આ શ્રદ્ધાન છે; (૧) આ જ્ઞેય (જાણવાયોગ્ય) છે, (૨) આ અજ્ઞેય છે, (૩) આ જ્ઞાતા છે અને (૪) આ જ્ઞાન છે; (૧) આ આચરણીય (આચરવાયોગ્ય) છે, (૨) આ અનાચરણીય છે, (૩) આ આચરનાર છે અને (૪) આ આચરણ છે;’એમ (૧) કર્તવ્ય (કરવાયોગ્ય), (૨) અકર્તવ્ય, (૩) કર્તા અને (૪) કર્મરૂપ વિભાગોના અવલોકન વડે જેમને કોમળ (મંદ) ઉત્સાહ ઉલ્લસિત થાય છે એવા તેઓ (પ્રાથમિક જીવો) ધીમે ધીમે મોહમલ્લને (રાગાદિને) ઉખેડતા જાય છે; કદાચિત્ અજ્ઞાનને લીધે (સ્વસંવેદનજ્ઞાનના અભાવને લીધે) મદ (કષાય) અને પ્રમાદને વશ થવાથી પોતાનો આત્મ-અધિકાર (આત્માને વિષે અધિકાર) શિથિલ થઈ જતાં પોતાને ન્યાયમાર્ગમાં પ્રવર્તાવવા માટે તેઓ પ્રચંડ દંડનીતિનો પ્રયોગ કરે છે; ફરી ફરીને (પોતાના આત્માને) દોષાનુસાર પ્રાયશ્ચિત્ત દેતા થકા તેઓ સતત ૧. મોક્ષમાર્ગપ્રાપ્ત જ્ઞાની જીવોને પ્રાથમિક ભૂમિકામાં, સાધ્ય તો પરિપૂર્ણ શુદ્ધતાએ પરિણત આત્મા

છે અને તેનું સાધન વ્યવહારનયે (આંશિક શુદ્ધિની સાથે સાથે રહેલ) ભેદરત્નત્રયરૂપ પરાવલંબી વિકલ્પો કહેવામાં આવે છે. આ રીતે તે જીવોને વ્યવહારનયે સાધ્ય અને સાધન ભિન્ન પ્રકારનાં કહેવામાં આવ્યા છે. (નિશ્ચયનયે સાધ્ય અને સાધન અભિન્ન હોય છે.) ૨. સુખે કરીને = સુગમપણે; સહજપણે; કઠિનતા વિના. [જેમણે દ્રવ્યાર્થિકનયના વિષયભૂત

શુદ્ધાત્મસ્વરૂપનાં શ્રદ્ધાનાદિ કરેલ છે એવા સમ્યગ્જ્ઞાની જીવોને તીર્થસેવનની પ્રાથમિક દશામાં
(
મોક્ષમાર્ગસેવનની પ્રારંભિક ભૂમિકામાં) આંશિક શુદ્ધિની સાથે સાથે શ્રદ્ધાનજ્ઞાનચારિત્ર સંબંધી
પરાવલંબી વિકલ્પો (ભેદરત્નત્રય) હોય છે, કારણ કે અનાદિ કાળથી જીવોને જે ભેદવાસનાથી
વાસિત પરિણતિ ચાલી આવે છે તેનો તુરત જ સર્વથા નાશ થવો કઠિન છે.]

Page 243 of 256
PDF/HTML Page 283 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]

નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૪૩

न्यायपथप्रवर्तनाय प्रयुक्तप्रचण्डदण्डनीतयः, पुनः पुनः दोषानुसारेण दत्तप्रायश्चित्ताः सन्ततोद्यताः सन्तोऽथ तस्यैवात्मनो भिन्नविषयश्रद्धानज्ञानचारित्रैरधिरोप्यमाणसंस्कारस्य भिन्नसाध्यसाधनभावस्य रजकशिलातलस्फाल्यमानविमलसलिलाप्लुतविहितोषपरिष्वङ्ग- मलिनवासस इव मनाङ्मनाग्विशुद्धिमधिगम्य निश्चयनयस्य भिन्नसाध्यसाधनभावाभावाद्दर्शन- ज्ञानचारित्रसमाहितत्वरूपे विश्रान्तसकलक्रियाकाण्डाडम्बरनिस्तरङ्गपरमचैतन्यशालिनि निर्भरानन्दमालिनि भगवत्यात्मनि विश्रान्तिमासूत्रयन्तः क्रमेण समुपजातसमरसीभावाः ઉદ્યમવંત વર્તે છે; વળી, ભિન્નવિષયવાળાં શ્રદ્ધાન-જ્ઞાન-ચારિત્ર વડે (આત્માથી ભિન્ન જેના વિષયો છે એવા ભેદરત્નત્રય વડે) જેનામાં સંસ્કાર આરોપાતા જાય છે એવા ભિન્નસાધ્યસાધનભાવવાળા પોતાના આત્માને વિષેધોબી દ્વારા શિલાની સપાટી ઉપર ઝીંકવામાં આવતા, નિર્મળ જળ વડે પલાળવામાં આવતા અને ક્ષાર (સાબુ) લગાડવામાં આવતા મલિન વસ્ત્રની માફકથોડી થોડી વિશુદ્ધિ પ્રાપ્ત કરીને, તે જ પોતાના આત્માને નિશ્ચયનયે ભિન્નસાધ્યસાધનભાવના અભાવને લીધે, દર્શનજ્ઞાનચારિત્રનું સમાહિતપણું (અભેદપણું) જેનું રૂપ છે, સકળ ક્રિયાકાંડના આડંબરની નિવૃત્તિને લીધે (અભાવને લીધે) જે નિસ્તરંગ પરમચૈતન્યશાળી છે તથા જે નિર્ભર આનંદથી સમૃદ્ધ છે એવા ભગવાન આત્મામાં વિશ્રાંતિ રચતા થકા (અર્થાત્ દર્શનજ્ઞાનચારિત્રના ઐક્યસ્વરૂપ, નિર્વિકલ્પ પરમચૈતન્યશાળી તથા ભરપૂર-આનંદયુક્ત એવા ભગવાન આત્મામાં પોતાને ૧. વ્યવહાર-શ્રદ્ધાનજ્ઞાનચારિત્રના વિષયો આત્માથી ભિન્ન છે; કારણ કે વ્યવહારશ્રદ્ધાનનો વિષય નવ

પદાર્થો છે, વ્યવહારજ્ઞાનનો વિષય અંગ-પૂર્વ છે અને વ્યવહારચારિત્રનો વિષય આચારાદિ- સૂત્રકથિત મુનિ-આચારો છે. ૨. જેવી રીતે ધોબી પાષાણશિલા, પાણી અને સાબુ વડે મલિન વસ્ત્રની શુદ્ધિ કરતો જાય છે, તેવી

રીતે પ્રાક્પદવીસ્થિત જ્ઞાની જીવ ભેદરત્નત્રય વડે પોતાના આત્મામાં સંસ્કાર આરોપી તેની થોડી
થોડી શુદ્ધિ કરતો જાય છે એમ વ્યવહારનયે કહેવામાં આવે છે. પરમાર્થ એમ છે કે તે
ભેદરત્નત્રયવાળા જ્ઞાની જીવને શુભ ભાવોની સાથે જે શુદ્ધાત્મસ્વરૂપનું આંશિક આલંબન વર્તતું
હોય છે તે જ ઉગ્ર થતું થતું વિશેષ શુદ્ધિ કરતું જાય છે. માટે ખરેખર તો, શુદ્ધાત્મસ્વરૂપનું
આલંબન કરવું તે જ શુદ્ધિ પ્રગટાવવાનું સાધન છે અને તે આલંબનની ઉગ્રતા કરવી તે જ શુદ્ધિની
વૃદ્ધિ કરવાનું સાધન છે. સાથે રહેલા શુભભાવોને શુદ્ધિની વૃદ્ધિનું સાધન કહેવું તે તો માત્ર
ઉપચારકથન છે. શુદ્ધિની વૃદ્ધિના ઉપચરિતસાધનપણાનો આરોપ પણ તે જ જીવના શુભભાવોમાં
આવી શકે છે કે જે જીવે શુદ્ધિની વૃદ્ધિનું ખરું સાધન (--શુદ્ધાત્મસ્વરૂપનું યથોચિત આલંબન) પ્રગટ
કર્યું હોય.

Page 244 of 256
PDF/HTML Page 284 of 296
single page version

૨૪

પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-

परमवीतरागभावमधिगम्य, साक्षान्मोक्षमनुभवन्तीति

अथ ये तु केवलव्यवहारावलम्बिनस्ते खलु भिन्नसाध्यसाधनभावावलोकनेना- ऽनवरतं नितरां खिद्यमाना मुहुर्मुहुर्धर्मादिश्रद्धानरूपाध्यवसायानुस्यूतचेतसः, प्रभूतश्रुत- संस्काराधिरोपितविचित्रविकल्पजालकल्माषितचैतन्यवृत्तयः, समस्तयतिवृत्तसमुदायरूपतपः- प्रवृत्तिरूपकर्मकाण्डोड्डमराचलिताः, कदाचित्किञ्चिद्रोचमानाः, कदाचित्किञ्चिद्विकल्पयन्तः, कदाचित्किञ्चिदाचरन्तः; दर्शनाचरणाय कदाचित्प्रशाम्यन्तः, कदाचित्संविजमानाः, कदाचिदनुकम्पमानाः, कदाचिदास्तिक्यमुद्वहन्तः, शङ्काकाङ्क्षाविचिकित्सामूढदृष्टितानां व्युत्थापननिरोधाय नित्यबद्धपरिकराः, उपबृंहणस्थितिकरणवात्सल्यप्रभावनां भावयमाना સ્થિર કરતા થકા), ક્રમે સમરસીભાવ સમુત્પન્ન થતો જતો હોવાથી પરમ વીતરાગભાવને પ્રાપ્ત કરી સાક્ષાત્ મોક્ષને અનુભવે છે.

[હવે કેવળવ્યવહારાવલંબી (અજ્ઞાની) જીવોનું પ્રવર્તન અને તેનું ફળ કહેવામાં આવે છેઃ]

પરંતુ જેઓ કેવળવ્યવહારાવલંબી (કેવળ વ્યવહારને અવલંબનારા) છે તેઓ ખરેખર *ભિન્નસાધ્યસાધનભાવના અવલોકન વડે નિરંતર અત્યંત ખેદ પામતા થકા, (૧) ફરીફરીને ધર્માદિના શ્રદ્ધાનરૂપ અધ્યવસાનમાં તેમનું ચિત્ત લાગ્યા કરતું હોવાથી, (૨) પુષ્કળ શ્રુતના (દ્રવ્યશ્રુતના) સંસ્કારથી ઊઠતા વિચિત્ર (અનેક પ્રકારના) વિકલ્પોની જાળ વડે તેમની ચૈતન્યવૃત્તિ ચિત્રવિચિત્ર થતી હોવાથી અને (૩) સમસ્ત યતિ-આચારના સમુદાયરૂપ તપમાં પ્રવર્તનરૂપ કર્મકાંડની ધમાલમાં તેઓ અચલિત રહેતા હોવાથી, (૧) ક્યારેક કાંઈકની (કોઈક બાબતની) રુચિ કરે છે, (૨) ક્યારેક કાંઈકના (કોઈક બાબતના) વિકલ્પ કરે છે અને (૩) ક્યારેક કાંઈક આચરણ કરે છે; દર્શનાચરણ માટેતેઓ કદાચિત્ પ્રશમિત થાય છે, કદાચિત્ સંવેગ પામે છે, કદાચિત્ અનુકંપિત થાય છે, કદાચિત્ આસ્તિક્યને ધારે છે, શંકા, કાંક્ષા, વિચિકિત્સા અને મૂઢદ્રષ્ટિતાના ઉત્થાનને અટકાવવા અર્થે નિત્ય કટિબદ્ધ રહે છે, ઉપબૃંહણ, સ્થિતિકરણ, વાત્સલ્ય અને *ખરેખર સાધ્ય અને સાધન અભિન્ન હોય છે. જ્યાં સાધ્ય અને સાધન ભિન્ન કહેવામાં આવે ત્યાં ‘આ સત્યાર્થ નિરૂપણ નથી પણ વ્યવહારનય દ્વારા ઉપચરિત નિરૂપણ કર્યું છે’ એમ સમજવું જોઈએ. કેવળવ્યવહારાવલંબી જીવો આ વાતને ઊંડાણથી નહિ શ્રદ્ધતા થકા અર્થાત્ ‘ખરેખર

શુભભાવરૂપ સાધનથી જ શુદ્ધભાવરૂપ સાધ્ય પ્રાપ્ત થશે’ એવી શ્રદ્ધા ઊંડાણમાં સેવતા થકા નિરંતર
અત્યંત ખેદ પામે છે. [વિશેષ માટે ૨૨૧ મા પાનાની બીજી તથા પાંચમી ફૂટનોટ જુઓ.]

Page 245 of 256
PDF/HTML Page 285 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]

નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૪૫

वारंवारमभिवर्धितोत्साहा; ज्ञानाचरणाय स्वाध्यायकालमवलोकयन्तो, बहुधा विनयं प्रपञ्चयन्तः, प्रविहितदुर्धरोपधानाः, सुष्ठु बहुमानमातन्वन्तो, निह्नवापत्तिं नितरां निवारयन्तोऽर्थव्यञ्जनतदुभयशुद्धौ नितान्तसावधानाः; चारित्राचरणाय हिंसानृतस्तेया- ब्रह्मपरिग्रहसमस्तविरतिरूपेषु पञ्चमहाव्रतेषु तन्निष्ठवृत्तयः, सम्यग्योगनिग्रहलक्षणासु गुप्तिषु नितान्तं गृहीतोद्योगा, ईर्याभाषैषणादाननिक्षेपोत्सर्गरूपासु समितिष्वत्यन्त- निवेशितप्रयत्नाः; तपआचरणायानशनावमौदर्यवृत्तिपरिसंख्यानरसपरित्यागविविक्त- शय्यासनकायक्लेशेष्वभीक्ष्णमुत्सहमानाः, प्रायश्चित्तविनयवैयावृत्त्यव्युत्सर्गस्वाध्यायध्यान- परिकराङ्कुशितस्वान्ता; वीर्याचरणाय कर्मकाण्डे सर्वशक्त्या व्याप्रियमाणाः; कर्म- चेतनाप्रधानत्वाद्दूरनिवारिताऽशुभकर्मप्रवृत्तयोऽपि समुपात्तशुभकर्मप्रवृत्तयः, सकल- क्रियाकाण्डाडम्बरोत्तीर्णदर्शनज्ञानचारित्रैक्यपरिणतिरूपां ज्ञानचेतनां मनागप्यसम्भावयन्तः, પ્રભાવનાને ભાવતા થકા વારંવાર ઉત્સાહને વધારે છે; જ્ઞાનાચરણ માટેસ્વાધ્યાયકાળને અવલોકે છે, બહુ પ્રકારે વિનયને વિસ્તારે છે, દુર્ધર ઉપધાન કરે છે, સારી રીતે બહુમાનને પ્રસારે છે, નિહ્નવદોષને અત્યંત નિવારે છે, અર્થ, વ્યંજન અને તદુભયની શુદ્ધિમાં અત્યંત સાવધાન રહે છે; ચારિત્રાચરણ માટેહિંસા, અસત્ય, સ્તેય, અબ્રહ્મ અને પરિગ્રહની સર્વવિરતિરૂપ પંચમહાવ્રતોમાં તલ્લીન વૃત્તિવાળા રહે છે, સમ્યક્ યોગનિગ્રહ જેનું લક્ષણ છે (યોગનો બરાબર નિરોધ કરવો તે જેનું લક્ષણ છે) એવી ગુપ્તિઓમાં અત્યંત ઉદ્યોગ રાખે છે, ઈર્યા, ભાષા, એષણા, આદાનનિક્ષેપ અને ઉત્સર્ગરૂપ સમિતિઓમાં પ્રયત્નને અત્યંત જોડે છે; તપાચરણ માટેઅનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્તશય્યાસન અને કાયક્લેશમાં સતત ઉત્સાહિત રહે છે, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત્ય, વ્યુત્સર્ગ, સ્વાધ્યાય અને ધ્યાનરૂપ પરિકર વડે નિજ અંતઃકરણને અંકુશિત રાખે છે; વીર્યાચરણ માટેકર્મકાંડમાં સર્વ શક્તિ વડે વ્યાપૃત રહે છે; આમ કરતા થકા, કર્મચેતનાપ્રધાનપણાને લીધેજોકે અશુભકર્મપ્રવૃત્તિને તેમણે અત્યંત નિવારી છે તોપણશુભકર્મપ્રવૃત્તિને જેમણે બરાબર ગ્રહણ કરી છે એવા તેઓ, સકળ ક્રિયાકાંડના આડંબરથી પાર ઊતરેલી દર્શનજ્ઞાનચારિત્રની ઐક્યપરિણતિરૂપ જ્ઞાનચેતનાને જરા પણ નહિ ઉત્પન્ન કરતા થકા, પુષ્કળ પુણ્યના ૧. તદુભય = તે બંને (અર્થાત્ અર્થ તેમ જ વ્યંજન બંને) ૨. પરિકર = સમૂહ; સામગ્રી. ૩. વ્યાપૃત = રોકાયેલ; ગૂંથાયેલ; મશગૂલ; મગ્ન.


Page 246 of 256
PDF/HTML Page 286 of 296
single page version

૨૪

પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-

प्रभूतपुण्यभारमन्थरितचित्तवृत्तयः, सुरलोकादिक्लेशप्राप्तिपरम्परया सुचिरं संसारसागरे भ्रमन्तीति उक्तञ्च‘‘चरणकरणप्पहाणा ससमयपरमत्थमुक्कवावारा चरणकरणस्स सारं णिच्छयसुद्धं ण जाणंति

’’ ।।

येऽत्र केवलनिश्चयावलम्बिनः सकलक्रियाकर्मकाण्डाडम्बरविरक्तबुद्धयोऽर्धमीलित- ભારથી મંથર થઈ ગયેલી ચિતવૃત્તિવાળા વર્તતા થકા, દેવલોકાદિના ક્લેશની પ્રાપ્તિની પરંપરા વડે ઘણા લાંબા કાળ સુધી સંસારસાગરમાં ભમે છે. કહ્યું પણ છે કેचरण- करणप्पहाणा ससमयपरमत्थमुक्कवावारा चरणकरणस्स सारं णिच्छयसुद्धं ण जाणंति ।। [અર્થાત જેઓ ચરણપરિણામપ્રધાન છે અને સ્વસમયરૂપ પરમાર્થમાં વ્યાપારરહિત છે, તેઓ ચરણપરિણામનો સાર જે નિશ્ચયશુદ્ધ (આત્મા) તેને જાણતા નથી.]

[હવે કેવળનિશ્ચયાવલંબી (અજ્ઞાની) જીવોનું પ્રવર્તન અને તેનું ફળ કહેવામાં આવે છેઃ]

હવે, જેઓ કેવળનિશ્ચયાવલંબી છે, સકળ ક્રિયાકર્મકાંડના આડંબરમાં વિરક્ત બુદ્ધિવાળા વર્તતા થકા, આંખો અર્ધી-વિંચેલી રાખી કાંઇક પણ સ્વબુદ્ધિથી અવલોકીને ૧. મંથર = મંદ; જડ; સુસ્ત. ૨. આ ગાથાની સંસ્કૃત છાયા આ પ્રમાણે છેઃ

चरणकरणप्रधानाः स्वसमयपरमार्थमुक्तव्यापाराः

चरणकरणस्य सारं निश्चयशुद्धं न जानन्ति ।। ૩. શ્રી જયસેનાચાર્યદેવકૃત તાત્પર્યવૃત્તિ-ટીકામાં વ્યવહાર-એકાંતનું નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ કરવામાં

આવ્યું છેઃ
જે કોઈ જીવો વિશુદ્ધજ્ઞાનદર્શનસ્વભાવવાળા શુદ્ધાત્મતત્ત્વના સમ્યક્શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ
નિશ્ચયમોક્ષમાર્ગથી નિરપેક્ષ કેવળશુભાનુષ્ઠાનરૂપ વ્યવહારનયને જ મોક્ષમાર્ગ માને છે, તેઓ
તેના વડે દેવલોકાદિના ક્લેશની પરંપરા પામતા થકા સંસારમાં પરિભ્રમણ કરે છે; પરંતુ
જો શુદ્ધાત્માનુભૂતિલક્ષણ નિશ્ચયમોક્ષમાર્ગને માને અને નિશ્ચયમોક્ષમાર્ગનું અનુષ્ઠાન કરવાની
શક્તિના અભાવને લીધે નિશ્ચયસાધક શુભાનુષ્ઠાન કરે, તો તેઓ સરાગ સમ્યગ્દ્રષ્ટિ છે
અને પરંપરાએ મોક્ષને પામે છે.
આમ વ્યવહાર-એકાંતના નિરાકરણની મુખ્યતાથી બે વાક્ય
કહેવામાં આવ્યાં.
[અહીં જે ‘સરાગ સમ્યગ્દ્રષ્ટિ’ જીવો કહ્યા તે જીવોને સમ્યગ્દર્શન તો યથાર્થ જ પ્રગટ્યું
છે પરંતુ ચારિત્ર-અપેક્ષાએ તેમને મુખ્યપણે રાગ હયાત હોવાથી તેમને ‘સરાગ સમ્યગ્દ્રષ્ટિ’ કહ્યા
છે એમ સમજવું. વળી તેમને જે શુભ અનુષ્ઠાન છે તે માત્ર ઉપચારથી જ ‘નિશ્ચયસાધક
(
નિશ્ચયના સાધનભૂત)’ કહેવામાં આવ્યું છે એમ સમજવું.]

Page 247 of 256
PDF/HTML Page 287 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]

નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૪૭

विलोचनपुटाः किमपि स्वबुद्धयावलोक्य यथासुखमासते, ते खल्ववधीरितभिन्न- साध्यसाधनभावा अभिन्नसाध्यसाधनभावमलभमाना अन्तराल एव प्रमादकादम्बरीमद- भरालसचेतसो मत्ता इव, मूर्च्छिता इव, सुषुप्ता इव, प्रभूतघृतसितोपलपायसासादित- सौहित्या इव, समुल्बणबलसञ्जनितजाडया इव, दारुणमनोभ्रंशविहितमोहा इव, मुद्रितविशिष्टचैतन्या वनस्पतय इव, मौनीन्द्रीं कर्मचेतनां पुण्यबन्धभयेनानवलम्बमाना अनासादितपरमनैष्कर्म्यरूपज्ञानचेतनाविश्रान्तयो व्यक्ताव्यक्तप्रमादतन्त्रा अरमागतकर्मफल- યથાસુખ રહે છે (અર્થાત્ સ્વમતિકલ્પનાથી કાંઈક ભાસ કલ્પી લઈને મરજી મુજબ જેમ સુખ ઊપજે તેમરહે છે), તેઓ ખરેખર ભિન્નસાધ્યસાધનભાવને તિરસ્કારતા થકા, અભિન્નસાધ્યસાધનભાવને નહિ ઉપલબ્ધ કરતા થકા, અંતરાળમાં જ (શુભ તેમ જ શુદ્ધ સિવાયની બાકી રહેલી ત્રીજી અશુભ દશામાં જ), પ્રમાદમદિરાના મદથી ભરેલા આળસુ ચિત્તવાળા વર્તતા થકા, મત્ત (ઉન્મત્ત) જેવા, મૂર્છિત જેવા, સુષુપ્ત જેવા, પુષ્કળ ઘી-સાકર-ખીર ખાઈને તૃપ્તિ પામેલા (ધરાયેલા) હોય એવા, જાડા શરીરને લીધે જડતા (મંદતા, નિષ્ક્રિયતા) ઊપજી હોય એવા, દારુણ બુદ્ધિભ્રંશથી મૂઢતા થઇ ગઈ હોય એવા, જેનું વિશિષ્ટચૈતન્ય બિડાઈ ગયું હોય છે એવી વનસ્પતિ જેવા, મુનીંદ્રની કર્મચેતનાને પુણ્યબંધના ભયથી નહિ અવલંબતા થકા અને પરમ ૧. યથાસુખ = મરજી મુજબ; જેમ સુખ ઊપજે તેમ; યથેચ્છપણે. [જેમને દ્રવ્યાર્થિકનયના (નિશ્ચય-

નયના) વિષયભૂત શુદ્ધાત્મદ્રવ્યનું સમ્યક્ શ્રદ્ધાન કે અનુભવ નથી તેમ જ તેને માટે ઝંખના કે
પ્રયત્ન નથી, આમ હોવા છતાં જેઓ નિજ કલ્પનાથી પોતાને વિષે કાંઈક ભાસ થતો કલ્પી
લઇને નિશ્ચિંતપણે સ્વચ્છંદપૂર્વક વર્તે છે, ‘જ્ઞાની મોક્ષમાર્ગી જીવોને પ્રાથમિક દશામાં આંશિક
શુદ્ધિની સાથે સાથે ભૂમિકાનુસાર શુભ ભાવો પણ હોય છે’
એ વાતને શ્રદ્ધતા નથી, તેમને

અહીં કેવળનિશ્ચયાવલંબી કહ્યા છે.] ૨. મોક્ષમાર્ગી જ્ઞાની જીવોને સવિકલ્પ પ્રાથમિક દશામાં (છઠ્ઠા ગુણસ્થાન સુધી) વ્યવહારનયની

અપેક્ષાએ ભૂમિકાનુસાર ભિન્નસાધ્યસાધનભાવ હોય છે અર્થાત્ ભૂમિકા પ્રમાણે નવ પદાર્થો
સંબંધી, અંગ-પૂર્વ સંબંધી અને શ્રાવક-મુનિના આચારો સંબંધી શુભ ભાવો હોય છે.આ વાત
કેવળનિશ્ચયાવલંબી જીવો માનતા નથી અર્થાત્ (આંશિક શુદ્ધિ સાથેની) શુભભાવવાળી પ્રાથમિક

દશાને તેઓ શ્રદ્ધતા નથી અને પોતે અશુભ ભાવોમાં વર્તતા હોવા છતાં પોતાને વિષે ઊંચી શુદ્ધ દશા કલ્પી લઈ સ્વચ્છંદી રહે છે. ૩. કેવળનિશ્ચયાવલંબી જીવો પુણ્યબંધના ભયથી ડરીને મંદકષાયરૂપ શુભભાવો કરતા નથી અને

પાપબંધના કારણભૂત અશુભભાવોને તો સેવ્યા કરે છે. આ રીતે તેઓ પાપને જ બાંધે છે.

Page 248 of 256
PDF/HTML Page 288 of 296
single page version

૨૪

પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-

चेतनाप्रधानप्रवृत्तयो वनस्पतय इव केवलं पापमेव बध्नन्ति उक्त ञ्च ‘‘ णिच्छयमालंबंता णिच्छयदो णिच्छयं अयाणंता णासंति चरणकरणं बाहरि-चरणालसा केई ।। ’’ નૈષ્કર્મ્યરૂપ જ્ઞાનચેતનામાં વિશ્રાંતિ નહિ પામ્યા થકા, (માત્ર) વ્યક્ત-અવ્યક્ત પ્રમાદને આધીન વર્તતા થકા, પ્રાપ્ત થયેલા હલકા (નિકૃષ્ટ) કર્મફળની ચેતનાના પ્રધાનપણાવાળી પ્રવૃત્તિ જેને વર્તે છે એવી વનસ્પતિની માફક, કેવળ પાપને જ બાંધે છે. કહ્યું પણ છે કે णिच्छयमालंबंता णिच्छयदो णिच्छयं अयाणंता णासंति चरणकरणं बाहरिचरणालसा केई ।। [અર્થાત નિશ્ચયને અવલંબનારા પરંતુ નિશ્ચયથી (ખરેખર) નિશ્ચયને નહિ જાણનારા કેટલાક જીવો બાહ્ય ચરણમાં આળસુ વર્તતા થકા ચરણપરિણામનો નાશ કરે છે.] ૧. આ ગાથાની સંસ્કૃત છાયા આ પ્રમાણે છેઃ निश्चयमालम्बन्तो निश्चयतो निश्चयमजानन्तः नाशयन्ति

चरणकरणं बाह्यचरणालसाः के ऽपि ।। ૨. શ્રી જયસેનાચાર્યદેવરચિત ટીકામાં (વ્યવહાર-એકાંતનું સ્પષ્ટીકરણ કર્યા પછી તુરત જ) નિશ્ચય-

એકાંતનું નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છેઃ
વળી જેઓ કેવળનિશ્ચયાવલંબી વર્તતા થકા રાગાદિવિકલ્પરહિત પરમસમાધિરૂપ શુદ્ધ
આત્માને નહિ ઉપલબ્ધ કરતા હોવા છતાં, મુનિએ (વ્યવહારે) આચરવાયોગ્ય ષડ્-આવશ્યકાદિરૂપ
અનુષ્ઠાનને તથા શ્રાવકે (વ્યવહારે) આચરવાયોગ્ય દાનપૂજાદિરૂપ અનુષ્ઠાનને દૂષણ દે છે, તેઓ
પણ ઉભયભ્રષ્ટ વર્તતા થકા, નિશ્ચયવ્યવહાર-અનુષ્ઠાનયોગ્ય અવસ્થાંતરને નહિ જાણતા થકા
પાપને જ બાંધે છે (
અર્થાત્ કેવળ નિશ્ચય-અનુષ્ઠાનરૂપ શુદ્ધ અવસ્થાથી જુદી એવી જે નિશ્ચય-
અનુષ્ઠાન અને વ્યવહાર-અનુષ્ઠાનવાળી મિશ્ર અવસ્થા તેને નહિ જાણતા થકા પાપને જ બાંધે
છે
); પરંતુ જો શુદ્ધાત્માનુષ્ઠાનરૂપ મોક્ષમાર્ગને અને તેના સાધકભૂત (વ્યવહારસાધનરૂપ)
વ્યવહારમોક્ષમાર્ગને માને, તો ભલે ચારિત્રમોહના ઉદયને લીધે શક્તિનો અભાવ હોવાથી શુભ-
અનુષ્ઠાન રહિત હોય તથાપિ
જોકે તેઓ શુદ્ધાત્મભાવનાસાપેક્ષ શુભ-અનુષ્ઠાનરત પુરુષો જેવા
નથી તોપણસરાગ સમ્યક્ત્વાદિ વડે વ્યવહારસમ્યગ્દ્રષ્ટિ છે અને પરંપરાએ મોક્ષને પામે છે.
આમ નિશ્ચય-એકાંતના નિરાકરણની મુખ્યતાથી બે વાક્ય કહેવામાં આવ્યાં.
[અહીં જે જીવોને ‘વ્યવહારસમ્યગ્દ્રષ્ટિ’ કહ્યા છે તેઓ ઉપચારથી સમ્યગ્દ્રષ્ટિ છે એમ ન
સમજવું પરંતુ તેઓ ખરેખર સમ્યગ્દ્રષ્ટિ છે એમ સમજવું. તેમને ચારિત્ર-અપેક્ષાએ મુખ્યપણે
રાગાદિ હયાત હોવાથી સરાગ સમ્યક્ત્વવાળા કહીને ‘વ્યવહારસમ્યગ્દ્રષ્ટિ’ કહ્યા છે. શ્રી
જયસેનાચાર્યદેવે પોતે જ ૧૫૦
૧૫૧મી ગાથાની ટીકામાં કહ્યું છે કેજ્યારે આ જીવ
આગમભાષાએ કાળાદિલબ્ધિરૂપ અને અધ્યાત્મભાષાએ શુદ્ધાત્માભિમુખ પરિણામરૂપ સ્વસંવેદન-
જ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે પ્રથમ તો તે મિથ્યાત્વાદિ સાત પ્રકૃતિઓના ઉપશમ અને ક્ષયોપશમ
વડે સરાગ-સમ્યગ્દ્રષ્ટિ થાય છે.
]

Page 249 of 256
PDF/HTML Page 289 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]

નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૪૯

ये तु पुनरपुनर्भवाय नित्यविहितोद्योगमहाभागा भगवन्तो निश्चयव्यवहारयो- रन्यतरानवलम्बनेनात्यन्तमध्यस्थीभूताः शुद्धचैतन्यरूपात्मतत्त्वविश्रान्तिविरचनोन्मुखाः प्रमादोदयानुवृत्तिनिवर्तिकां क्रियाकाण्डपरिणतिं माहात्म्यान्निवारयन्तोऽत्यन्त- मुदासीना यथाशक्त्याऽऽत्मानमात्मनाऽऽत्मनि सञ्चेतयमाना नित्योपयुक्ता निवसन्ति, ते खलु स्वतत्त्वविश्रान्त्यनुसारेण क्रमेण कर्माणि सन्न्यसन्तोऽत्यन्तनिष्प्रमादा

[હવે નિશ્ચય-વ્યવહાર બન્નેનો સુમેળ રહે એવી રીતે ભૂમિકાનુસાર પ્રવર્તનારા જ્ઞાની જીવોનું પ્રવર્તન અને તેનું ફળ કહેવામાં આવે છેઃ]

પરંતુ જે, અપુનર્ભવને (મોક્ષને) માટે નિત્ય ઉદ્યોગ કરનારા મહાભાગ ભગવંતો, નિશ્ચય-વ્યવહારમાંથી કોઈ એકને જ નહિ અવલંબતા હોવાથી (કેવળનિશ્ચયાવલંબી કે કેવળવ્યવહારાવલંબી નહિ હોવાથી) અત્યંત મધ્યસ્થ વર્તતા, શુદ્ધચૈતન્યરૂપ આત્મતત્ત્વમાં વિશ્રાંતિના વિરચન પ્રત્યે અભિમુખ વર્તતા, પ્રમાદના ઉદયને અનુસરતી વૃત્તિને નિવર્તાવનારી (ટાળનારી) ક્રિયાકાંડપરિણતિને માહાત્મ્યમાંથી વારતા (શુભ ક્રિયાકાંડપરિણતિ હઠ વિના સહજપણે ભૂમિકાનુસાર વર્તતી હોવા છતાં અંતરંગમાં તેને માહાત્મ્ય નહિ અર્પતા), અત્યંત ઉદાસીન વર્તતા, યથાશક્તિ આત્માને આત્માથી આત્મામાં સંચેતતા (અનુભવતા) થકા નિત્ય-ઉપયુક્ત રહે છે, તેઓ (તે મહાભાગ ભગવંતો), ખરેખર સ્વતત્ત્વમાં વિશ્રાંતિ અનુસાર ક્રમે કર્મનો સંન્યાસ કરતા (સ્વતત્ત્વમાં સ્થિરતા થતી જાય તેના પ્રમાણમાં શુભ ભાવોને છોડતા), અત્યંત નિષ્પ્રમાદ વર્તતા, અત્યંત નિષ્કંપમૂર્તિ હોવાથી જેમને વનસ્પતિની ઉપમા આપવામાં ૧. નિશ્ચયવ્યવહારના સુમેળની સ્પષ્ટતા માટે ૨૪૧મા પાનાની બીજી ફૂટનોટ જુઓ. ૨. મહાભાગ = મહા પવિત્ર; મહા ગુણિયલ; મહા ભાગ્યશાળી. ૩. મોક્ષને માટે નિત્ય ઉદ્યમ કરનારા મહાપવિત્ર ભગવંતોને (મોક્ષમાર્ગી જ્ઞાની જીવોને) નિરંતર

શુદ્ધદ્રવ્યાર્થિકનયના વિષયભૂત શુદ્ધાત્મસ્વરૂપનું સમ્યક્ અવલંબન વર્તતું હોવાથી તે જીવોને તે અવલંબનની તરતમતા પ્રમાણે સવિકલ્પ દશામાં ભૂમિકાનુસાર શુદ્ધપરિણતિ તેમ જ શુભપરિણતિનો યથોચિત સુમેળ (હઠ વિના) હોય છે તેથી તે જીવો આ શાસ્ત્રમાં (૨૪૬મા પાને) જેમને કેવળનિશ્ચયાવલંબી કહ્યા છે એવા કેવળનિશ્ચયાવલંબી નથી તેમ જ (૨૪૫મા પાને) જેમને કેવળવ્યવહારાવલંબી કહ્યા છે એવા કેવળવ્યવહારાવલંબી નથી. ૪.વિરચન = વિશેષપણે રચવું તે; રચના; રચવું તે. પં. ૩૨


Page 250 of 256
PDF/HTML Page 290 of 296
single page version

૨૫૦

પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-

नितान्तनिष्कम्पमूर्तयो वनस्पतिभिरुपमीयमाना अपि दूरनिरस्तकर्मफलानुभूतयः कर्मानुभूति- निरुत्सुकाः केवलज्ञानानुभूतिसमुपजाततात्त्विकानन्दनिर्भरतरास्तरसा संसारसमुद्रमुत्तीर्य शब्दब्रह्मफलस्य शाश्वतस्य भोक्तारो भवन्तीति ।।१७२।।

मग्गप्पभावणट्ठं पवयणभत्तिप्पचोदिदेण मया
भणियं पवयणसारं पंचत्थियसंगहं सुत्तं ।।१७३।।
मार्गप्रभावनार्थं प्रवचनभक्तिप्रचोदितेन मया
भणितं प्रवचनसारं पञ्चास्तिकसङ्ग्रहं सूत्रम् ।।१७३।।
कर्तुः प्रतिज्ञानिर्व्यूढिसूचिका समापनेयम्
मार्गो हि परमवैराग्यकरणप्रवणा पारमेश्वरी परमाज्ञा; तस्याः प्रभावनं

આવતી હોવા છતાં જેમણે કર્મફળાનુભૂતિ અત્યંત નિરસ્ત (નષ્ટ) કરી છે એવા, કર્માનુભૂતિ પ્રત્યે નિરુત્સુક વર્તતા, કેવળ (માત્ર) જ્ઞાનાનુભૂતિથી ઉત્પન્ન થયેલ તાત્ત્વિક આનંદથી અત્યંત ભરપૂર વર્તતા, શીઘ્ર સંસારસમુદ્રને પાર ઊતરી, શબ્દબ્રહ્મના શાશ્વત ફળના (નિર્વાણસુખના) ભોક્તા થાય છે. ૧૭૨.

મેં માર્ગ-ઉદ્યોતાર્થ, પ્રવચનભક્તિથી પ્રેરાઇને,
કહ્યું સર્વપ્રવચન-સારભૂત ‘પંચાસ્તિસંગ્રહ’ સૂત્રને. ૧૭૩.

અન્વયાર્થઃ[ प्रवचनभक्तिप्रचोदितेन मया ] પ્રવચનની ભક્તિથી પ્રેરિત એવાં મેં [ मार्गप्रभावनार्थं ] માર્ગની પ્રભાવના અર્થે [ प्रवचनसारं ] પ્રવચનના સારભૂત [ पञ्चास्तिकसङ्ग्रहं सूत्रम् ] પંચાસ્તિકાયસંગ્રહ’ સૂત્ર [ भणितम् ] કહ્યું.

ટીકાઃઆ, કર્તાની પ્રતિજ્ઞાની પૂર્ણતા સૂચવનારી સમાપ્તિ છે (અર્થાત્ અહીં શાસ્ત્રકર્તા શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવ પોતાની પ્રતિજ્ઞાની પૂર્ણતા સૂચવતાં શાસ્ત્રસમાપ્તિ કરે છે).

માર્ગ એટલે પરમ વૈરાગ્ય કરવા પ્રત્યે ઢળતી પારમેશ્વરી પરમ આજ્ઞા (અર્થાત પરમ વૈરાગ્ય કરવાની પરમેશ્વરની પરમ આજ્ઞા); તેની પ્રભાવના એટલે પ્રખ્યાપન


Page 251 of 256
PDF/HTML Page 291 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]

નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૫૧

प्रख्यापनद्वारेण प्रकृष्टपरिणतिद्वारेण वा समुद्योतनम्; तदर्थमेव परमागमानुराग- वेगप्रचलितमनसा संक्षेपतः समस्तवस्तुतत्त्वसूचकत्वादतिविस्तृतस्यापि प्रवचनस्य सारभूतं पञ्चास्तिकायसंग्रहाभिधानं भगवत्सर्वज्ञोपज्ञत्वात् सूत्रमिदमभिहितं मयेति अथैवं शास्त्रकारः प्रारब्धस्यान्तमुपगम्यात्यन्तं कृतकृत्यो भूत्वा परमनैष्कर्म्यरूपे शुद्धस्वरूपे विश्रान्त इति श्रद्धीयते ।।१७३।।

इति समयव्याख्यायां नवपदार्थपुरस्सरमोक्षमार्गप्रपञ्चवर्णनो द्वितीयः श्रुतस्कन्धः समाप्तः ।। દ્વારા અથવા પ્રકૃષ્ટ પરિણતિ દ્વારા તેનો સમુદ્યોત કરવો તે; [પરમ વૈરાગ્ય કરવાની જિનભગવાનની પરમ આજ્ઞાની પ્રભાવના એટલે (૧) તેની પ્રખ્યાતિ જાહેરાત કરવા દ્વારા અથવા (૨) પરમવૈરાગ્યમય પ્રકૃષ્ટ પરિણમન દ્વારા, તેનો સમ્યક્ પ્રકારે ઉદ્યોત કરવો તે;] તેના અર્થે જ (માર્ગની પ્રભાવના અર્થે જ), પરમાગમ પ્રત્યેના અનુરાગના વેગથી જેનું મન અતિ ચલિત થતું હતું એવા મેં આ ‘પંચાસ્તિકાયસંગ્રહ’ નામનું સૂત્ર કહ્યુંકે જે ભગવાન સર્વજ્ઞ વડે ઉપજ્ઞ હોવાથી (વીતરાગ સર્વજ્ઞ જિનભગવાને સ્વયં જાણીને પ્રણીત કરેલું હોવાથી) ‘સૂત્ર’ છે, અને જે સંક્ષેપથી સમસ્તવસ્તુતત્ત્વનું (સર્વ વસ્તુના યથાર્થ સ્વરૂપનું) પ્રતિપાદન કરનારું હોવાથી, અતિ વિસ્તૃત એવા પણ પ્રવચનના સારભૂત છે (દ્વાદશાંગરૂપે વિસ્તીર્ણ એવા પણ જિનપ્રવચનના સારભૂત છે).

આ રીતે શાસ્ત્રકાર (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવ) પ્રારંભેલા કાર્યના અંતને પામી, અત્યંત કૃતકૃત્ય થઈ, પરમનૈષ્કર્મ્યરૂપ શુદ્ધસ્વરૂપમાં વિશ્રાંત થયા (પરમ નિષ્કર્મપણારૂપ શુદ્ધસ્વરૂપમાં સ્થિર થયા) એમ શ્રદ્ધવામાં આવે છે (અર્થાત્ એમ અમે શ્રદ્ધીએ છીએ). ૧૭૩.

આ રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી પંચાસ્તિકાયસંગ્રહશાસ્ત્રની શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત) સમયવ્યાખ્યા નામની ટીકામાં નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગ- પ્રપંચવર્ણન નામનો દ્વિતીય શ્રુતસ્કંધ સમાપ્ત થયો.

[ હવે, ‘આ ટીકા શબ્દોએ કરી છે, અમૃતચંદ્રસૂરિએ નહિ’ એવા અર્થનો એક છેલ્લો શ્લોક કહીને અમૃતચંદ્રાચાર્યદેવ ટીકાની પૂર્ણાહુતિ કરે છેઃ ]


Page 252 of 256
PDF/HTML Page 292 of 296
single page version

૨૫પંચાસ્તિકાયસંગ્રહ

स्वशक्तिसंसूचितवस्तुतत्त्वै-
र्व्याख्या कृतेयं समयस्य शब्दैः
स्वरूपगुप्तस्य न किञ्चिदस्ति
कर्तव्यमेवामृतचन्द्रसूरेः
।।।।
इति पञ्चास्तिकायसंग्रहाभिधानस्य समयस्य व्याख्या समाप्ता

[શ્લોકાર્થઃ] પોતાની શક્તિથી જેમણે વસ્તુનું તત્ત્વ (યથાર્થ સ્વરૂપ) સારી રીતે કહ્યું છે એવા શબ્દોએ આ સમયની વ્યાખ્યા (અર્થસમયનું વ્યાખ્યાન અથવા પંચાસ્તિકાયસંગ્રહશાસ્ત્રની ટીકા) કરી છે; સ્વરૂપગુપ્ત (અમૂર્તિક જ્ઞાનમાત્ર સ્વરૂપમાં ગુપ્ત) અમૃતચંદ્રસૂરિનું (તેમાં) કાંઈ જ કર્તવ્ય નથી. [ ૮ ]

આમ (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પંચાસ્તિકાયસંગ્રહ નામના સમયની અર્થાત્ શાસ્ત્રની (શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત સમયવ્યાખ્યા નામની) ટીકાનો શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ કૃત ગુજરાતી અનુવાદ સમાપ્ત થયો.

સમાપ્ત

Page 253 of 256
PDF/HTML Page 293 of 296
single page version

૨૫૩
श्री पंचास्तिकायसंग्रहनी वर्णानुक्रम गाथासूची
गाथापृष्ठगाथापृष्ठ
अगुरुलघुगेहिं सया८४१२८
उदयं जह मच्छाणं८५१२९
अगुरुलहुगा अणंता३१५९
उदएण उवसमेण य५६९३
अण्णाणादो णाणी१६५२३१
उद्दंसमसयमक्खिय११६१६६
अण्णोण्णं पविसंता१८
उप्पत्ती व विणासो११२७
अत्ता कुणदि सभावं६५१०३
उवओगो खलु दुविहो४०७१
अभिवंदिऊण सिरसा१०५१५३
उवभोज्जमिंदिएहिं८२१२५
अरसमरूवमगंधं१२७१७७
उवसंतखीणमोहो७०११०
अरहंतसिद्धचेदिय१६६२३२
अरहंतसिद्धचेदिय१७१२३८
एक्को चेव महप्पा७११११
अरहंतसिद्धसाहुसु१३६१८९
एदे कालागासा१०२१४८
अविभत्तमणण्णत्तं४५७९
एदे जीवणिकाया१२०१७०
अंडेसु पवड्ढंता११३१६३
एदे जीवणिकाया११२१६२
एयरसवण्णगंधं८११२४
आगासकालजीवा९७१४२
एवमभिगम्म जीवं१२३१७४
आगासकालपोग्गल१२४१७५
एवं कत्ता भोत्ता६९१०९
आगासं अवगासं९२१३७
एवं पवयणसारं१०३१४९
आदेसमेत्तमुत्तो७८११८
एवं भावमभावं२१४२
आभिणिसुदोधिमण४१७२
एवं सदो विणासो१९३७
आसवदि जेण पुण्णं१५७२१७
एवं सदो विणासो५४९०
इंदसदवंदियाणं
ओगाढगाढणिचिदो६४१०३
इंदियकसायसण्णा१४११९५

Page 254 of 256
PDF/HTML Page 294 of 296
single page version

૨૫પંચાસ્તિકાયસંગ્રહ

गाथापृष्ठगाथापृष्ठ
जम्हा उवरिट्ठाणं९३१३८
जम्हा कम्मस्स फलं१३३१८५

कम्ममलविप्पमुक्को२८५४

जस्स जदा खलु पुण्णं१४३१९७

कम्मस्साभावेण य१५१२०८

जस्स ण विज्जदि रागो१४६२०१

कम्मं कम्मं कुव्वदि६३१०२

जस्स ण विज्जदि रागो१४२१९६

कम्मं पि सगं कु व्वदि६२९९

जस्स हिदएणुमेत्तं१६७२३३

कम्मं वेदयमाणो जीवो५७९४

जह पउमरायरयणं३३६१

कम्माणं फलमेक्को३८६८

जह पोग्गलदव्वाणं६६१०५

कम्मेण विणा उदयं५८९५

जह हवदि धम्मदव्वं८६१३०

कालो त्ति य ववदेसो१०११४७

जं सुहमसुहमुदिण्णं१४७२०४

कालो परिणामभवो१००१४६

जाणदि पस्सदि सव्वं१२२१७२

कुव्वं सगं सहावं६१९९

जादो अलोगलोगो८७१३१

केचित्तु अणावण्णा३२५९

जादो सयं स चेदा२९५६

कोधो व जदा माणो१३८१९१

जायदि जीवस्सेवं१३०१८०
जीवसहावं णाणं१५४२१३

खंधं सयलसमत्थं७५११४

जीवा अणाइणिहणा५३८९

खंधा य खंधदेसा७४११३

जीवाजीवा भावा१०८१५८

खीणे पुव्वणिबद्धे११९१६९

जीवा पोग्गलकाया६७१०६
जीवा पोग्गलकाया२२४४
जीवा पोग्गलकाया१०

गदिमधिगदस्स देहो१२९१८०

जीवा पोग्गलकाया९११३७
जीवा पोग्गलकाया९८१४३

चरियं चरदि सगं१५९२२०

जीवा संसारत्था१०९१६०

चरिया पमादबहुला१३९१९२

जीवो त्ति हवदि चेदा२७५२
जीवो सहावणियदो१५५२१५

छक्कापक्कमजुत्तो७२१११

जूगागुंभीमक्कण११५१६५
जे खलु इन्दियगेज्झा९९१४४
जेण विजाणदि सव्वं१६३२२८

जदि हवदि गमणहेदू९४१३९

जेसिं अत्थि सहाओ१३

जदि हवदि दव्वमण्णं४४७८


Page 255 of 256
PDF/HTML Page 295 of 296
single page version

ગાથાસૂચી૨૫૫
गाथापृष्ठगाथापृष्ठ

जेसिं जीवसहावो३५६४

तिसिदं व भुक्खिदं१३७१९०

जो खलु संसारत्थो१२८१७९

ते चेव अत्थिकाया१६

जोगणिमित्तं गहणं१४८२०५

जो चरदि णादि पेच्छदि१६२२२७

दवियदि गच्छदि२३

जो परदव्वम्हि सुहं१५६२१६

दव्वं सल्लक्खणियं१०२४

जो सव्वसंगमुक्को१५८२१८

दव्वेण विणा ण गुणा१३२९

जो संवरेण जुत्तो१४५१९९

दंसणणाणचरित्ताणि१६४२२९

जो संवरेण जुत्तो१५३२१२

दंसणणाणसमग्गं१५२२१०
दंसणणाणाणि तहा५२८७

ण कुदोचि वि उप्पण्णो३६६५

दंसणमवि चक्खुजुदं४२७६

णत्थि चिरं वा खिप्पं२६४९

देवा चउण्णिकाया११८१६७

ण य गच्छदि धम्मत्थी८८१३२

ण वियप्पदि णाणादो४३७७

धम्मत्थिकायमरसं८३१२७

ण हि इंदियाणि जीवा१२११७१

धम्मादीसद्दहणं१६०२२२

ण हि सो समवायादो४९८५

धम्माधम्मागासा९६१४०

णाणं धणं च कुव्वदि४७८२

धरिदुं जस्स ण सक्कं१६८२३४

णाणावरणादीया भावा२०३९

णाणी णाणं च सदा४८८३

पज्जयविजुदं दव्वं१२२८

णिच्चो णाणवगासो८०१२२

पयडिट्ठिदिअणुभाग७३११२

णिच्छयणएण भणिदो१६१२२४

पाणेहिं चदुहिं जीवदि३०५८

णेरइयतिरियमणुया५५९२

पुढवी य उदगमगणी११०१६१

तम्हा कम्मं कत्ता६८१०८

बादरसुहुमगदाणं७६११६

तम्हा धम्माधम्मा९५१४०

तम्हा णिव्वुदिकामो१६९२३६

भावस्स णत्थि णासो१५३२

तम्हा णिव्वुदिकामो१७२२३९

भावा जीवादीया१६३३

ति त्थावरतणुजोगा११११६२


Page 256 of 256
PDF/HTML Page 296 of 296
single page version

૨૫પંચાસ્તિકાયસંગ્રહ

गाथापृष्ठगाथापृष्ठ

भावो कम्मणिमित्तो६०९८

समओ णिमिसो कट्ठा२५४८
समणमुहुग्गदमट्ठं

भावो जदि कम्मकदो५९९७

समवत्ती समवाओ५०८६
समवाओ पंचण्हं

मग्गप्पभावणट्ठं१७३२५०

सम्मत्तणाणजुत्तं१०६१५४

मणुसत्तणेण णट्ठो१७३५

सम्मत्तं सद्दहणं१०७१५६

मुणिऊण एतदट्ठं१०४१५१

सव्वत्थ अत्थि जीवो३४६३

मुत्तो फासदि मुत्तं१३४१८६

सव्वे खलु कम्मफलं३९७०

मोहो रागो दोसो१३११८३

सव्वेसिं खंधाणं७७११७
सव्वेसिं जीवाणं९०१३६

रागो जस्स पसत्थो१३५१८८

सस्सदमध उच्छेदं३७६७
संठाणा संघादा१२६१७७

वण्णरसगंधफासा५१८७

संबुक्कमादुवाहा११४१६४

ववगदपणवण्णरसो२४४६

संवरजोगेहिं जुदो१४४१९८

ववदेसा संठाणा४६८०

सिय अत्थि णत्थि उहयं१४३०

विज्जदि जेसिं गमणं८९१३४

सुरणरणारयतिरिया११७१६६
सुहदुक्खजाणणा वा१२५१७६
सुहपरिणामो पुण्णं१३२१८४

सण्णाओ य तिलेस्सा१४०१९३

सो चेव जादि मरणं१८३६

सत्ता सव्वपयत्था१८

सद्दो खंधप्पभवो७९१२०

हेदुमभावे णियमा१५०२०८

सपयत्थं तित्थयरं१७०२३७

हेदू चदुव्वियप्पो१४९२०६

सब्भावसभावाणं२३४५