Page 41 of 256
PDF/HTML Page 81 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
चित्रकिर्मीरतान्वयाभावात्सुविशुद्धत्वं, तथैव च क्वचिज्जीवद्रव्ये ज्ञानावरणादिकर्मकिर्मीरता- न्वयाभावादाप्तागमसम्यगनुमानातीन्द्रियज्ञानपरिच्छिन्नात्सिद्धत्वमिति ।।२०।। ચિત્રવિચિત્રપણાનો અન્વય ( – સંતતિ, પ્રવાહ) છે, તેમ તે જીવદ્રવ્યમાં વ્યાપ્તિ- જ્ઞાનાભાસનું કારણ (નીચેના ખુલ્લા ભાગમાં) જ્ઞાનાવરણાદિ કર્મથી થયેલા ચિત્ર- વિચિત્રપણાનો અન્વય છે. વળી જેમ તે વાંસમાં (ઉપરના ભાગમાં) સુવિશુદ્ધપણું છે કારણ કે (ત્યાં) વિચિત્ર ચિત્રોથી થયેલા ચિત્રવિચિત્રપણાના અન્વયનો અભાવ છે, તેમ તે જીવદ્રવ્યમાં (ઉપરના ભાગમાં) સિદ્ધપણું છે કારણ કે (ત્યાં) જ્ઞાનાવરણાદિ કર્મથી થયેલા ચિત્રવિચિત્રપણાના અન્વયનો અભાવ છે — કે જે અભાવ આપ્ત-આગમના જ્ઞાનથી, સમ્યક્ અનુમાનજ્ઞાનથી અને અતીન્દ્રિય જ્ઞાનથી જણાય છે.
ભાવાર્થઃ — સંસારી જીવની પ્રગટ સંસારી દશા જોઈને અજ્ઞાની જીવને ભ્રમ ઊપજે છે કે — ‘જીવ સદા સંસારી જ રહે, સિદ્ધ થઈ શકે જ નહિ; જો સિદ્ધ થાય તો સર્વથા અસત્-ઉત્પાદનો પ્રસંગ આવે.’ પરંતુ અજ્ઞાનીની આ વાત યોગ્ય નથી.
જેવી રીતે જીવને દેવાદિરૂપ એક પર્યાયના કારણનો નાશ થતાં તે પર્યાયનો નાશ થઈ અન્ય પર્યાય ઉત્પન્ન થાય છે, જીવદ્રવ્ય તો તેનું તે જ રહે છે, તેવી રીતે જીવને સંસારપર્યાયના કારણભૂત મોહરાગદ્વેષાદિનો નાશ થતાં સંસારપર્યાયનો નાશ થઈ સિદ્ધપર્યાય ઉત્પન્ન થાય છે, જીવદ્રવ્ય તો તેનું તે જ રહે છે. સંસારપર્યાય અને સિદ્ધપર્યાય બન્ને એક જ જીવદ્રવ્યના પર્યાયો છે.
વળી અન્ય પ્રકારે સમજાવવામાં આવે છેઃ — ધારો કે એક લાંબો વાંસ ઊભો રાખવામાં આવ્યો છે; તેનો નીચેનો કેટલોક ભાગ રંગબેરંગી કરવામાં આવ્યો છે અને બાકીનો ઉપરનો ભાગ અરંગી ( – સ્વાભાવિક શુદ્ધ) છે. આ વાંસના રંગબેરંગી ભાગમાંનો કેટલોક ભાગ ખુલ્લો રાખવામાં આવ્યો છે અને બાકીનો બધો રંગબેરંગી ભાગ અને આખોય અરંગી ભાગ ઢાંકી દીધેલો છે. આ વાંસનો ખુલ્લો ભાગ રંગબેરંગી જોઈને અવિચારી જીવ ‘જ્યાં જ્યાં વાંસ હોય ત્યાં ત્યાં રંગબેરંગીપણું હોય’ એવી વ્યાપ્તિ ( – નિયમ, અવિનાભાવસંબંધ) કલ્પી લે છે અને આવા ખોટા વ્યાપ્તિજ્ઞાન દ્વારા એવું અનુમાન તારવે છે કે ‘નીચેથી છેક ઉપર સુધી આખો વાંસ રંગબેરંગી છે’. આ અનુમાન મિથ્યા છે; કારણ કે ખરેખર તો આ વાંસનો ઉપરનો ભાગ રંગબેરંગીપણાના અભાવવાળો છે, અરંગી છે. વાંસના દ્રષ્ટાંતની માફક — કોઈ એક ભવ્ય જીવ છે; તેનો નીચેનો કેટલોક ભાગ (અર્થાત્ અનાદિ કાળથી વર્તમાન કાળ પં. ૬
Page 42 of 256
PDF/HTML Page 82 of 296
single page version
૪૨
जीवस्योत्पादव्ययसदुच्छेदासदुत्पादकर्तृत्वोपपत्त्युपसंहारोऽयम् । સુધીનો અને અમુક ભવિષ્ય કાળ સુધીનો ભાગ) સંસારી છે અને બાકીનો ઉપરનો અનંત ભાગ સિદ્ધરૂપ ( – સ્વાભાવિક શુદ્ધ) છે. આ જીવના સંસારી ભાગમાંનો કેટલોક ભાગ ખુલ્લો (પ્રગટ) છે અને બાકીનો બધો સંસારી ભાગ અને આખોય સિદ્ધરૂપ ભાગ ઢંકાયેલો (અપ્રગટ) છે. આ જીવનો ખુલ્લો (પ્રગટ) ભાગ સંસારી જોઈને અજ્ઞાની જીવ ‘જ્યાં જ્યાં જીવ હોય ત્યાં ત્યાં સંસારીપણું હોય’ એવી વ્યાપ્તિ કલ્પી લે છે અને આવા ખોટા વ્યાપ્તિજ્ઞાન દ્વારા એવું અનુમાન તારવે છે કે ‘અનાદિ-અનંત આખો જીવ સંસારી છે’. આ અનુમાન મિથ્યા છે; કારણ કે આ જીવનો ઉપરનો ભાગ ( – અમુક ભવિષ્ય કાળ પછીનો બાકીનો અનંત ભાગ) સંસારીપણાના અભાવવાળો છે, સિદ્ધરૂપ છે — એમ સર્વજ્ઞપ્રણીત આગમના જ્ઞાનથી, સમ્યક્ અનુમાનજ્ઞાનથી અને અતીન્દ્રિય જ્ઞાનથી સ્પષ્ટ જણાય છે.
આમ અનેક પ્રકારે નક્કી થાય છે કે જીવ સંસારપર્યાય નષ્ટ કરી સિદ્ધપર્યાયે પરિણમે ત્યાં સર્વથા અસત્નો ઉત્પાદ થતો નથી. ૨૦.
અન્વયાર્થઃ — [एवम्] એ રીતે [गुणपर्ययैः सहितः] ગુણપર્યાયો સહિત [जीवः] જીવ [संसरन्] સંસરણ કરતો થકો [भावम्] ભાવ, [अभावम्] અભાવ, [भावाभावम्] ભાવાભાવ [च] અને [अभावभावम्] અભાવભાવને [करोति] કરે છે.
ટીકાઃ — આ, જીવને ઉત્પાદ, વ્યય, સત્-વિનાશ અને અસત્-ઉત્પાદનું કર્તાપણું હોવાની સિદ્ધિરૂપ ઉપસંહાર છે.
Page 43 of 256
PDF/HTML Page 83 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
द्रव्यं हि सर्वदाऽविनष्टानुत्पन्नमाम्नातम् । ततो जीवद्रव्यस्य द्रव्यरूपेण नित्यत्वमुपन्यस्तम् । तस्यैव देवादिपर्यायरूपेण प्रादुर्भवतो भावकर्तृत्वमुक्तं ; तस्यैव च मनुष्यादिपर्यायरूपेण व्ययतोऽभावकर्तृत्वमाख्यातं; तस्यैव च सतो देवादिपर्याय- स्योच्छेदमारभमाणस्य भावाभावकर्तृत्वमुदितं; तस्यैव चासतः पुनर्मनुष्यादिपर्यायस्योत्पाद- मारभमाणस्याभावभावकर्तृत्वमभिहितम् । सर्वमिदमनवद्यं द्रव्यपर्यायाणामन्यतरगुणमुख्यत्वेन व्याख्यानात् । तथाहि — यदा जीवः पर्यायगुणत्वेन द्रव्यमुख्यत्वेन विवक्ष्यते तदा नोत्पद्यते, न विनश्यति, न च क्रमवृत्त्यावर्तमानत्वात् सत्पर्यायजातमुच्छिनत्ति, नासदुत्पादयति । यदा तु द्रव्यगुणत्वेन पर्यायमुख्यत्वेन विवक्ष्यते तदा प्रादुर्भवति, विनश्यति, सत्पर्यायजातमतिवाहितस्वकालमुच्छिनत्ति, असदुपस्थितस्वकालमुत्पादयति चेति ।
દ્રવ્ય ખરેખર સર્વદા અવિનષ્ટ અને અનુત્પન્ન આગમમાં કહ્યું છે; તેથી જીવદ્રવ્યને દ્રવ્યરૂપે નિત્યપણું કહેવામાં આવ્યું. (૧) દેવાદિપર્યાયરૂપે ઊપજતું હોવાથી તેને જ ( – જીવદ્રવ્યને જ) ભાવનું ( – ઉત્પાદનું) કર્તાપણું કહેવામાં આવ્યું છે; (૨) મનુષ્યાદિ- પર્યાયરૂપે નાશ પામતું હોવાથી તેને જ અભાવનું ( – વ્યયનું) કર્તાપણું કહેવામાં આવ્યું છે; (૩) સત્ ( – વિદ્યમાન) દેવાદિપર્યાયનો નાશ કરતું હોવાથી તેને જ ભાવાભાવનું ( – સત્ના વિનાશનું) કર્તાપણું કહેવામાં આવ્યું છે; અને (૪) ફરીને અસત્ ( – અવિદ્યમાન) મનુષ્યાદિપર્યાયનો ઉત્પાદ કરતું હોવાથી તેને જ અભાવભાવનું ( – અસત્ના ઉત્પાદનું) કર્તાપણું કહેવામાં આવ્યું છે.
— આ બધું નિરવદ્ય (નિર્દોષ, નિર્બાધ, અવિરુદ્ધ) છે, કારણ કે દ્રવ્ય અને પર્યાયોમાંથી એકની ગૌણતાથી અને અન્યની મુખ્યતાથી કથન કરવામાં આવે છે. તે આ પ્રમાણેઃ —
જ્યારે જીવ પર્યાયની ગૌણતાથી અને દ્રવ્યની મુખ્યતાથી વિવક્ષિત હોય છે ત્યારે તે (૧) ઊપજતો નથી, (૨) વિનાશ પામતો નથી, (૩) ક્રમવૃત્તિએ નહિ વર્તતો હોવાથી સત્ ( – વિદ્યમાન) પર્યાયસમૂહને વિનષ્ટ કરતો નથી અને (૪) અસત્ને ( – અવિદ્યમાન પર્યાયસમૂહને) ઉત્પન્ન કરતો નથી; અને જ્યારે જીવ દ્રવ્યની ગૌણતાથી અને પર્યાયની મુખ્યતાથી વિવક્ષિત હોય છે ત્યારે તે (૧) ઊપજે છે, (૨) વિનાશ પામે છે, (૩) જેનો સ્વકાળ વીતી ગયો છે એવા સત્ ( – વિદ્યમાન) પર્યાયસમૂહને વિનષ્ટ કરે છે અને (૪) જેનો સ્વકાળ ઉપસ્થિત થયો છે ( – આવી પહોંચ્યો છે) એવા અસત્ને ( – અવિદ્યમાન પર્યાયસમૂહને) ઉત્પન્ન કરે છે.
Page 44 of 256
PDF/HTML Page 84 of 296
single page version
૪૪
स खल्वयं प्रसादोऽनेकान्तवादस्य यदीद्रशोऽपि विरोधो न विरोधः ।।२१।।
अत्र सामान्येनोक्त लक्षणानां षण्णां द्रव्याणां मध्यात् पंचानामस्तिकायत्वं व्यवस्थापितम् ।
તે આ પ્રસાદ ખરેખર અનેકાંતવાદનો છે કે આવો વિરોધ પણ (ખરેખર) વિરોધ નથી. ૨૧.
અન્વયાર્થઃ — [जीवाः] જીવો, [पुद्गलकायाः] પુદ્ગલકાયો, [आकाशम्] આકાશ અને [शेषौ अस्तिकायौ] બાકીના બે અસ્તિકાયો [अमयाः] અકૃત છે, [अस्तित्वमयाः] અસ્તિત્વમય છે અને [हि] ખરેખર [लोकस्य कारणभूताः] લોકના કારણભૂત છે.
ટીકાઃ — અહીં (આ ગાથામાં), સામાન્યપણે જેમનું સ્વરૂપ (પૂર્વે) કહેવામાં આવ્યું છે એવાં છ દ્રવ્યોમાંથી પાંચને અસ્તિકાયપણું સ્થાપિત કરવામાં આવ્યું છે.
અકૃત હોવાથી, અસ્તિત્વમય હોવાથી અને અનેક પ્રકારની *પોતાની પરિણતિરૂપ લોકનાં કારણ હોવાથી જેઓ સ્વીકારવામાં ( – સંમત કરવામાં) આવ્યાં ૧. લોક છ દ્રવ્યોના અનેકવિધ પરિણામરૂપ ( – ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ) છે; તેથી છ દ્રવ્યો ખરેખર લોકનાં
Page 45 of 256
PDF/HTML Page 85 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
पगम्यमानेषु षट्सु द्रव्येषु जीवपुद्गलाकाशधर्माधर्माः प्रदेशप्रचयात्मकत्वात् पञ्चास्तिकायाः । न खलु कालस्तदभावादस्तिकाय इति सामर्थ्यादवसीयत इति ।।२२।।
वृत्तिरूपः परिणामः । स खलु सहकारिकारणसद्भावे द्रष्टः, गतिस्थित्यवगाहपरिणामवत् । છે એવાં છ દ્રવ્યોમાં જીવ, પુદ્ગલ, આકાશ, ધર્મ ને અધર્મ પ્રદેશપ્રચયાત્મક ( – પ્રદેશોના સમૂહમય) હોવાથી એ પાંચ અસ્તિકાયો છે. કાળને પ્રદેશપ્રચયાત્મકપણાનો અભાવ હોવાથી તે ખરેખર અસ્તિકાય નથી એમ (વગર-કહ્યે પણ) સામર્થ્યથી નક્કી થાય છે. ૨૨.
અન્વયાર્થઃ — [सद्भावस्वभावानाम्] સત્તાસ્વભાવવાળાં [जीवानाम् तथा एव पुद्गलानाम् च] જીવો અને પુદ્ગલોના [परिवर्तनसम्भूतः] પરિવર્તનથી સિદ્ધ થતો [कालः] એવો કાળ [नियमेन प्रज्ञप्तः] (સર્વજ્ઞો દ્વારા) નિયમથી (નિશ્ચયથી) ઉપદેશવામાં આવ્યો છે.
ટીકાઃ — કાળ અસ્તિકાયપણે અનુક્ત ( – નહિ કહેવામાં આવેલો) હોવા છતાં તેને અર્થપણું ( – પદાર્થપણું) સિદ્ધ થાય છે એમ અહીં દર્શાવ્યું છે.
આ જગતમાં ખરેખર જીવોને અને પુદ્ગલોને સત્તાસ્વભાવને લીધે પ્રતિક્ષણ ઉત્પાદવ્યયધ્રૌવ્યની એકવૃત્તિરૂપ પરિણામ વર્તે છે. તે ( – પરિણામ) ખરેખર સહકારી કારણના સદ્ભાવમાં જોવામાં આવે છે, ગતિ-સ્થિતિ-અવગાહપરિણામની માફક. (જેમ
Page 46 of 256
PDF/HTML Page 86 of 296
single page version
૪૬
यस्तु सहकारिकारणं स कालः । तत्परिणामान्यथानुपपत्तिगम्यमानत्वादनुक्तोऽपि निश्चय- कालोऽस्तीति निश्चीयते । यस्तु निश्चयकालपर्यायरूपो व्यवहारकालः स जीवपुद्गल- परिणामेनाभिव्यज्यमानत्वात्तदायत्त एवाभिगम्यत एवेति ।।२३।।
ગતિ, સ્થિતિ અને અવગાહરૂપ પરિણામો ધર્મ, અધર્મ અને આકાશરૂપ સહકારી કારણોના સદ્ભાવમાં હોય છે, તેમ ઉત્પાદવ્યયધ્રૌવ્યની એકતારૂપ પરિણામ સહકારી કારણના સદ્ભાવમાં હોય છે.) આ જે સહકારી કારણ તે કાળ છે. ૧જીવ-પુદ્ગલના પરિણામની ૨અન્યથા અનુપપત્તિ દ્વારા જણાતો હોવાથી, નિશ્ચયકાળ — (અસ્તિકાયપણે) અનુક્ત હોવા છતાં પણ — (દ્રવ્યપણે) વિદ્યમાન છે એમ નક્કી થાય છે. અને જે નિશ્ચયકાળના પર્યાયરૂપ વ્યવહારકાળ તે, જીવ-પુદ્ગલોના પરિણામથી વ્યક્ત ( – ગમ્ય) થતો હોવાથી જરૂર તદાશ્રિત જ ( – જીવ અને પુદ્ગલના પરિણામને આશ્રિત જ) ગણવામાં આવે છે. ૨૩.
છે તોપણ જીવ-પુદ્ગલોના પરિણામ સ્પષ્ટ ખ્યાલમાં આવતા હોવાથી કાળદ્રવ્યને સિદ્ધ કરવામાં માત્ર તે બેના પરિણામની જ વાત લેવામાં આવી છે. ૨. અન્યથા અનુપપત્તિ=બીજી કોઈ રીતે નહિ બની શકવું તે. [જીવ-પુદ્ગલોના ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક
પદાર્થ વિના ( – નિશ્ચયકાળ વિના) હોઈ શકે નહિ. જેમ આકાશ વિના દ્રવ્યો અવગાહ પામી
Page 47 of 256
PDF/HTML Page 87 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
અન્વયાર્થઃ — [कालः इति] કાળ (નિશ્ચયકાળ) [व्यपगतपञ्चवर्णरसः] પાંચ વર્ણ ને પાંચ રસ રહિત, [व्यपगतद्विगन्धाष्टस्पर्शः च] બે ગંધ ને આઠ સ્પર્શ રહિત, [अगुरुलघुकः] અગુરુલઘુ, [अमूर्तः] અમૂર્ત [च] અને [वर्तनलक्षणः] વર્તના- લક્ષણવાળો છે.
લોકાકાશના એકેક પ્રદેશે એકેક કાળાણુ (કાળદ્રવ્ય) સ્થિત છે. આ કાળાણુ (કાળદ્રવ્ય) તે નિશ્ચયકાળ છે. અલોકાકાશમાં કાળાણુ (કાળદ્રવ્ય) નથી.
આ કાળ (નિશ્ચયકાળ) વર્ણ-ગંધ-રસ-સ્પર્શ રહિત છે, વર્ણાદિ રહિત હોવાથી અમૂર્ત છે અને અમૂર્ત હોવાથી સૂક્ષ્મ, અતીંદ્રિયજ્ઞાનગ્રાહ્ય છે. વળી તે ષટ્ગુણ- હાનિવૃદ્ધિસહિત અગુરુલઘુત્વસ્વભાવવાળો છે. કાળનું લક્ષણ વર્તનાહેતુત્વ છે; એટલે કે, જેમ શિયાળામાં સ્વયં અધ્યયનક્રિયા કરતા પુરુષને અગ્નિ સહકારી ( – બહિરંગ નિમિત્ત) છે અને જેમ સ્વયં ફરવાની ક્રિયા કરતા કુંભારના ચાકને નીચેની ખીલી સહકારી છે તેમ નિશ્ચયથી સ્વયમેવ પરિણામ પામતાં જીવ-પુદ્ગલાદિ દ્રવ્યોને (વ્યવહારથી) કાળાણુરૂપ નિશ્ચયકાળ બહિરંગ નિમિત્ત છે.
પ્રશ્નઃ — અલોકમાં કાળદ્રવ્ય નથી તો ત્યાં આકાશની પરિણતિ કઈ રીતે થઈ શકે?
ઉત્તરઃ — જેમ લટકતી મોટી દોરીને, મોટા વાંસને કે કુંભારના ચાકને એક જ જગ્યાએ સ્પર્શવા છતાં સર્વત્ર ચલન થાય છે, જેમ મનોજ્ઞ સ્પર્શનેન્દ્રિયવિષયનો કે રસનેન્દ્રિયવિષયનો શરીરના એક જ ભાગમાં સ્પર્શ થવા છતાં આખા આત્મામાં સુખાનુભવ થાય છે અને જેમ સર્પદંશ કે વ્રણ (જખમ) વગેરે શરીરના એક જ ભાગમાં થવા છતાં આખા આત્મામાં દુઃખવેદના થાય છે, તેમ કાળદ્રવ્ય લોકાકાશમાં જ હોવા છતાં આખા આકાશમાં પરિણતિ થાય છે કારણ કે આકાશ અખંડ એક દ્રવ્ય છે. *શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે આ ૨૪મી ગાથાની ટીકા લખી નથી તેથી ગુજરાતી અનુવાદમાં અન્વયાર્થ
Page 48 of 256
PDF/HTML Page 88 of 296
single page version
૪૮
परमाणुप्रचलनायत्तः समयः । नयनपुटघटनायत्तो निमिषः । तत्संख्याविशेषतः काष्ठा कला नाली च । गगनमणिगमनायत्तो दिवारात्रः । तत्संख्याविशेषतः मासः, ऋतुः, अयनं, संवत्सरः इति । एवंविधो हि व्यवहारकालः केवलकालपर्यायमात्रत्वेनावधारयितुमशक्यत्वात् परायत्त इत्युपमीयत इति ।।२५।।
અહીં એ ખાસ ધ્યાનમાં રાખવું કે કાળ કોઈ દ્રવ્યને પરિણમાવતો નથી, સંપૂર્ણ સ્વતંત્રતાથી સ્વયમેવ પરિણમતાં દ્રવ્યોને તે બાહ્યનિમિત્તમાત્ર છે.
અન્વયાર્થઃ — [समयः] સમય, [निमिषः] નિમેષ, [काष्ठा] કાષ્ઠા, [कला च] કળા, [नाली] ઘડી, [ततः दिवारात्रः] અહોરાત્ર ( – દિવસ), [मासर्त्वयनसंवत्सरम्] માસ, તુ, અયન અને વર્ષ — [इति कालः] એવો જે કાળ (અર્થાત્ વ્યવહારકાળ) [परायत्तः] તે પરાશ્રિત છે.
પરમાણુના ગમનને આશ્રિત સમય છે; આંખના વીંચાવાને આશ્રિત નિમેષ છે; તેની ( – નિમેષની) અમુક સંખ્યાથી કાષ્ઠા, કળા અને ઘડી હોય છે; સૂર્યના ગમનને આશ્રિત અહોરાત્ર હોય છે; અને તેની ( – અહોરાત્રની) અમુક સંખ્યાથી માસ, તુ, અયન ને વર્ષ હોય છે. — આવો વ્યવહારકાળ કેવળ કાળના પર્યાયમાત્રપણે અવધારવો અશક્ય હોવાથી (અર્થાત્ પરની અપેક્ષા વિના — પરમાણુ, આંખ, સૂર્ય વગેરે પર પદાર્થોની અપેક્ષા વિના — વ્યવહારકાળનું માપ નક્કી કરવું અશક્ય હોવાથી) તેને ‘પરાશ્રિત’ એવી ઉપમા આપવામાં આવે છે.
Page 49 of 256
PDF/HTML Page 89 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ભાવાર્થઃ — ‘સમય’ નિમિત્તભૂત એવા મંદ ગતિએ પરિણત પુદ્ગલ-પરમાણુ વડે પ્રગટ થાય છે — મપાય છે (અર્થાત્ પરમાણુને એક આકાશપ્રદેશેથી બીજા અનંતર આકાશપ્રદેશે મંદ ગતિથી જતાં જે વખત લાગે તેને સમય કહેવામાં આવે છે). ‘નિમેષ’ આંખના વીંચાવાથી પ્રગટ થાય છે (અર્થાત્ ખુલ્લી આંખને વીંચાતાં જે વખત લાગે તેને નિમેષ કહેવામાં આવે છે અને તે એક નિમેષ અસંખ્યાત સમયોનો હોય છે). પંદર નિમેષની એક ‘કાષ્ઠા’, ત્રીશ કાષ્ઠાની એક ‘કળા’, વીશથી કાંઈક અધિક કળાની એક ‘ઘડી’ અને બે ઘડીનું એક ‘મુહૂર્ત’ બને છે. ‘અહોરાત્ર’ સૂર્યના ગમનથી પ્રગટ થાય છે (અને તે એક અહોરાત્ર ત્રીશ મુહૂર્તનું હોય છે). ત્રીશ અહોરાત્રનો એક ‘માસ’, બે માસની એક ‘ૠતુ’, ત્રણ ૠતુનું એક ‘અયન’ અને બે અયનનું એક ‘વર્ષ’ બને છે. — આ બધો વ્યવહારકાળ છે. ‘પલ્યોપમ’, ‘સાગરોપમ’ વગેરે પણ વ્યવહારકાળના ભેદો છે.
ઉપરોક્ત સમય-નિમેષાદિ બધાય ખરેખર કેવળ નિશ્ચયકાળના જ ( – કાળદ્રવ્યના જ) પર્યાયો છે પરંતુ તેઓ પરમાણુ વગેરે દ્વારા પ્રગટ થતા હોવાથી (અર્થાત્ પર પદાર્થો દ્વારા માપી શકાતા હોવાથી) તેમને ઉપચારથી પરાશ્રિત કહેવામાં આવે છે. ૨૫.
અન્વયાર્થઃ — [ चिरं वा क्षिप्रं ] ‘ચિર’ અથવા ‘ક્ષિપ્ર’ એવું જ્ઞાન ( – બહુ કાળ અથવા થોડો કાળ એવું જ્ઞાન) [मात्रारहितं तु] પરિમાણ વિના ( – કાળના માપ વિના) [न अस्ति] હોય નહિ; [सा मात्रा अपि] અને તે પરિમાણ [खलु] ખરેખર [पुद्गलद्रव्येण विना] પુદ્ગલદ્રવ્ય વિના થતું નથી; [तस्मात्] તેથી [कालः प्रतीत्यभवः] કાળ આશ્રિતપણે ઊપજનારો છે (અથાત્ વ્યવહારકાળ પરનો આશ્રય કરીને ઊપજે છે એમ ઊપચારથી કહેવાય છે). પં. ૭
Page 50 of 256
PDF/HTML Page 90 of 296
single page version
૫૦
सम्प्रत्ययः । स खलु दीर्घह्रस्वकालनिबन्धनं प्रमाणमन्तरेण न सम्भाव्यते । तदपि प्रमाणं पुद्गलद्रव्यपरिणाममन्तरेण नावधार्यते । ततः परपरिणामद्योतमानत्वाद्वयवहारकालो निश्चये- नानन्याश्रितोऽपि प्रतीत्यभव इत्यभिधीयते । तदत्रास्तिकायसामान्यप्ररूपणायामस्तिकायत्वा- भावात्साक्षादनुपन्यस्यमानोऽपि जीवपुद्गलपरिणामान्यथानुपपत्त्या निश्चयरूपस्तत्परिणामा- यत्ततया व्यवहाररूपः कालोऽस्तिकायपञ्चकवल्लोकरूपेण परिणत इति खरतर ऊष्टयाभ्युप गम्यत इति ।।२६।।
ટીકાઃ — અહીં વ્યવહારકાળના કથંચિત્ પરાશ્રિતપણા વિષે સત્ય યુક્તિ કહેવામાં આવી છે.
પ્રથમ તો, નિમેષ-સમયાદિ વ્યવહારકાળમાં ‘ચિર’ અને ‘ક્ષિપ્ર’ એવું જ્ઞાન ( – લાંબો કાળ અને ટૂંકો કાળ એવું જ્ઞાન) થાય છે. તે જ્ઞાન ખરેખર લાંબા અને ટૂંકા કાળ સાથે સંબંધ રાખનારા પ્રમાણ ( – કાળપરિમાણ) વિના સંભવતું નથી; અને તે પ્રમાણ પુદ્ગલદ્રવ્યના પરિણામ વિના નક્કી થતું નથી. તેથી, વ્યવહારકાળ પરના પરિણામ દ્વારા જણાતો હોવાથી — જોકે નિશ્ચયથી તે અન્યને આશ્રિત નથી તોપણ - આશ્રિતપણે ઊપજનારો ( – પરને અવલંબીને ઊપજતો) કહેવામાં આવે છે.
માટે, જોકે કાળને અસ્તિકાયપણાના અભાવને લીધે અહીં અસ્તિકાયની સામાન્ય પ્રરૂપણામાં તેનું *સાક્ષાત્ કથન નથી તોપણ, જીવ-પુદ્ગલના પરિણામની અન્યથા અનુપપત્તિ વડે સિદ્ધ થતો નિશ્ચયરૂપ કાળ અને તેમના પરિણામને આશ્રિત નક્કી થતો વ્યવહારરૂપ કાળ પંચાસ્તિકાયની માફક લોકરૂપે પરિણત છે — એમ, અતિ તીક્ષ્ણ દ્રષ્ટિથી જાણી શકાય છે.
ભાવાર્થઃ — ‘સમય’ ટૂંકો છે, ‘નિમેષ’ લાંબો છે અને મુહૂર્ત’ તેનાથી પણ લાંબું છે એવું જે જ્ઞાન થાય છે તે ‘સમય’, ‘નિમેષ’ વગેરેનું પરિમાણ જાણવાથી થાય છે; અને તે કાળપરિમાણ પુદ્ગલો દ્વારા નક્કી થાય છે. તેથી વ્યવહારકાળની ઉત્પત્તિ પુદ્ગલો દ્વારા થતી (ઉપચારથી) કહેવામાં આવે છે. *સાક્ષાત્=સીધું. [કાળનું વિસ્તૃત સીધું કથન શ્રી પ્રવચનસારના દ્વિતીય શ્રુતસ્કંધમાં કરવામાં
જાણી લેવું.]
Page 51 of 256
PDF/HTML Page 91 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
इति समयव्याख्यायामन्तर्नीतषड्द्रव्यपञ्चास्तिकायसामान्यव्याख्यानरूपः पीठबन्धः समाप्तः ।।
એ રીતે જોકે વ્યવહારકાળનું માપ પુદ્ગલ દ્વારા થતું હોવાથી તેને ઉપચારથી પુદ્ગલાશ્રિત કહેવામાં આવે છે તોપણ નિશ્ચયથી તે કેવળ કાળદ્રવ્યના જ પર્યાયરૂપ છે, પુદ્ગલથી સર્વથા ભિન્ન છે — એમ સમજવું. જેમ દસ શેર પાણીના માટીમય ઘડાનું માપ પાણી દ્વારા થતું હોવા છતાં ઘડો માટીના જ પર્યાયરૂપ છે, પાણીના પર્યાયરૂપ નથી, તેમ સમય-નિમેષાદિ વ્યવહારકાળનું માપ પુદ્ગલ દ્વારા થતું હોવા છતાં વ્યવહારકાળ કાળદ્રવ્યના જ પર્યાયરૂપ છે, પુદ્ગલના પર્યાયરૂપ નથી.
કાળસંબંધી ગાથાસૂત્રોના કથનનો સંક્ષેપ આ પ્રમાણે છેઃ — જીવપુદ્ગલોના પરિણામમાં (સમયવિશિષ્ટ વૃત્તિમાં) વ્યવહારે સમયની અપેક્ષા આવે છે; તેથી સમયને ઉત્પન્ન કરનારો કોઈ પદાર્થ અવશ્ય હોવો જોઈએ. આ પદાર્થ તે કાળદ્રવ્ય છે. કાળદ્રવ્ય પરિણમવાથી વ્યવહારકાળ થાય છે અને તે વ્યવહારકાળ પુદ્ગલ દ્વારા મપાતો હોવાથી તેને ઉપચારથી પરાશ્રિત કહેવામાં આવે છે. પંચાસ્તિકાયની માફક નિશ્ચયવ્યવહારરૂપ કાળ પણ લોકરૂપે પરિણત છે એમ સર્વજ્ઞોએ જોયું છે અને અતિ તીક્ષ્ણ દ્રષ્ટિ વડે સ્પષ્ટ સમ્યક્ અનુમાન પણ થઈ શકે છે.
કાળસંબંધી કથનનો તાત્પર્યાર્થ નીચે પ્રમાણે ગ્રહવાયોગ્ય છેઃ — અતીત અનંત કાળમાં જીવને એક ચિદાનંદરૂપ કાળ જ (સ્વકાળ જ) જેનો સ્વભાવ છે એવા જીવાસ્તિકાયની ઉપલબ્ધિ થઈ નથી; તે જીવાસ્તિકાયનું જ સમ્યક્ શ્રદ્ધાન, તેનું જ રાગાદિથી ભિન્નરૂપે ભેદજ્ઞાન અને તેમાં જ રાગાદિવિભાવરૂપ સમસ્ત સંકલ્પ- વિકલ્પજાળના ત્યાગ વડે સ્થિર પરિણતિ કર્તવ્ય છે. ૨૬.
આ રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી પંચાસ્તિકાયસંગ્રહ શાસ્ત્રની શ્રી અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત) સમયવ્યાખ્યા નામની ટીકામાં ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયના સામાન્ય વ્યાખ્યાનરૂપ પીઠિકા સમાપ્ત થઈ.
હવે તેમનું જ ( – ષડ્દ્રવ્ય અને પંચાસ્તિકાયનું જ) વિશેષ વ્યાખ્યાન કરવામાં આવે છે. તેમાં પ્રથમ, જીવદ્રવ્યાસ્તિકાયનું વ્યાખ્યાન છે.
Page 52 of 256
PDF/HTML Page 92 of 296
single page version
૫૨
चिदात्मकत्वात्, व्यवहारेण चिच्छक्ति युक्त त्वाच्चेतयिता । निश्चयेनापृथग्भूतेन, व्यवहारेण पृथग्भूतेन चैतन्यपरिणामलक्षणेनोपयोगेनोपलक्षितत्वादुपयोगविशेषितः । निश्चयेन भावकर्मणां,
અન્વયાર્થઃ — [जीवः इति भवति] (સંસારસ્થિત) આત્મા જીવ છે, [चेतयिता] ચેતયિતા (ચેતનારો) છે, [उपयोगविशेषितः] ઉપયોગલક્ષિત છે, [प्रभुः] પ્રભુ છે, [कर्ता] કર્તા છે, [भोक्ता] ભોક્તા છે, [देहमात्रः] દેહપ્રમાણ છે, [न हि मूर्तः] અમૂર્ત છે [च] અને [कर्मसंयुक्तः] કર્મસંયુક્ત છે.
ટીકાઃ — અહીં (આ ગાથામાં) સંસાર-અવસ્થાવાળા આત્માનું ૧સોપાધિ અને નિરુપાધિ સ્વરૂપ કહ્યું છે.
આત્મા નિશ્ચયે ભાવપ્રાણના ધારણને લીધે ‘જીવ’ છે, વ્યવહારે (અસદ્ભૂત વ્યવહારનયે) દ્રવ્યપ્રાણના ધારણને લીધે ‘જીવ’ છે; નિશ્ચયે ૨ચિત્સ્વરૂપ હોવાથી ‘ચેતયિતા’ (ચેતનારો) છે, વ્યવહારે (સદ્ભૂત વ્યવહારનયે) ચિત્શક્તિયુક્ત હોવાથી ‘ચેતયિતા’ છે; નિશ્ચયે ૩અપૃથગ્ભૂત એવા ચૈતન્યપરિણામસ્વરૂપ ઉપયોગ વડે લક્ષિત હોવાથી ‘ઉપયોગલક્ષિત’ છે, વ્યવહારે (સદ્ભૂત વ્યવહારનયે) પૃથગ્ભૂત એવા ૧. સોપાધિ=ઉપાધિ સહિત; જેમાં પરની અપેક્ષા આવતી હોય એવું. ૨. નિશ્ચયે ચિત્શક્તિને આત્મા સાથે અભેદ છે અને વ્યવહારે ભેદ છે; તેથી નિશ્ચયે આત્મા ચિત્શક્તિ-
સ્વરૂપ છે અને વ્યવહારે ચિત્શક્તિવાન છે. ૩. અપૃથગ્ભૂત=અપૃથક્; અભિન્ન. (નિશ્ચયે ઉપયોગ આત્માથી અપૃથક્ છે અને વ્યવહારે પૃથક્ છે.)
Page 53 of 256
PDF/HTML Page 93 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
व्यवहारेण द्रव्यकर्मणामास्रवणबन्धनसंवरणनिर्जरणमोक्षणेषु स्वयमीशत्वात् प्रभुः । निश्चयेन पौद्गलिककर्मनिमित्तात्मपरिणामानां, व्यवहारेणात्मपरिणामनिमित्तपौद्गलिककर्मणां कर्तृत्वात्कर्ता । निश्चयेन शुभाशुभकर्मनिमित्तसुखदुःखपरिणामानां, व्यवहारेण शुभाशुभ- कर्मसंपादितेष्टानिष्टविषयाणां भोक्तृ त्वाद्भोक्ता । निश्चयेन लोकमात्रोऽपि विशिष्टावगाह- परिणामशक्ति युक्त त्वान्नामकर्मनिर्वृत्तमणु महच्च शरीरमधितिष्ठन् व्यवहारेण देहमात्रः । व्यवहारेण कर्मभिः सहैकत्वपरिणामान्मूर्तोऽपि निश्चयेन नीरूपस्वभावत्वान्न हि मूर्तः । निश्चयेन पुद्गलपरिणामानुरूपचैतन्यपरिणामात्मभिः, व्यवहारेण चैतन्यपरिणामानुरूपपुद्गल- परिणामात्मभिः कर्मभिः संयुक्त त्वात्कर्मसंयुक्त इति ।।२७।। ચૈતન્યપરિણામસ્વરૂપ ઉપયોગ વડે લક્ષિત હોવાથી ‘ઉપયોગલક્ષિત’ છે; નિશ્ચયે ભાવકર્મોનાં આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ કરવામાં સ્વયં ઈશ (સમર્થ) હોવાથી ‘પ્રભુ’ છે, વ્યવહારે (અસદ્ભૂત વ્યવહારનયે) દ્રવ્યકર્મોનાં આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ કરવામાં સ્વયં ઈશ હોવાથી ‘પ્રભુ’ છે; નિશ્ચયે પૌદ્ગલિક કર્મો જેમનું નિમિત્ત છે એવા આત્મપરિણામોનું કર્તૃત્વ હોવાથી ‘કર્તા’ છે, વ્યવહારે (અસદ્ભૂત વ્યવહારનયે) આત્મપરિણામો જેમનું નિમિત્ત છે એવાં પૌદ્ગલિક કર્મોનું કર્તૃત્વ હોવાથી ‘કર્તા’ છે; નિશ્ચયે શુભાશુભ કર્મો જેમનું નિમિત્ત છે એવા સુખદુઃખ- પરિણામોનું ભોક્તૃત્વ હોવાથી ‘ભોક્તા’ છે, વ્યવહારે (અસદ્ભૂત વ્યવહારનયે) શુભાશુભ કર્મોથી સંપાદિત (પ્રાપ્ત) ઇષ્ટાનિષ્ટ વિષયોનું ભોક્તૃત્વ હોવાથી ‘ભોક્તા’ છે; નિશ્ચયે લોકપ્રમાણ હોવા છતાં, વિશિષ્ટ અવગાહપરિણામની શક્તિવાળો હોવાથી નામકર્મથી રચાતા નાના – મોટા શરીરમાં રહેતો થકો વ્યવહારે (સદ્ભૂત વ્યવહારનયે) ‘દેહપ્રમાણ’ છે; વ્યવહારે (અસદ્ભૂત વ્યવહારનયે) કર્મો સાથે એકત્વપરિણામને લીધે મૂર્ત હોવા છતાં, નિશ્ચયે અરૂપી-સ્વભાવવાળો હોવાને લીધે ‘અમૂર્ત’ છે; *નિશ્ચયે પુદ્ગલપરિણામને અનુરૂપ ચૈતન્યપરિણામાત્મક કર્મો સાથે સંયુક્ત હોવાથી ‘કર્મસંયુક્ત’ છે; વ્યવહારે (અસદ્ભૂત વ્યવહારનયે) ચૈતન્યપરિણામને અનુરૂપ પુદ્ગલપરિણામાત્મક કર્મો સાથે સંયુક્ત હોવાથી ‘કર્મસંયુક્ત’ છે.
ભાવાર્થઃ — પહેલી ૨૬ ગાથાઓમાં ષડ્દ્રવ્ય અને પંચાસ્તિકાયનું સામાન્ય *સંસારી આત્મા નિશ્ચયે નિમિત્તભૂત પુદ્ગલકર્મોને અનુરૂપ એવા નૈમિત્તિક આત્મપરિણામો સાથે (અર્થાત્ ભાવકર્મો સાથે) સંયુક્ત હોવાથી કર્મસંયુક્ત છે અને વ્યવહારે નિમિત્તભૂત આત્મપરિણામોને
Page 54 of 256
PDF/HTML Page 94 of 296
single page version
૫૪
र्ध्वगमनस्वभावत्वाल्लोकान्तमधिगम्य परतो गतिहेतोरभावादवस्थितः केवलज्ञानदर्शनाभ्यां स्वरूपभूतत्वादमुक्तोऽनन्तमतीन्द्रियं सुखमनुभवति । मुक्त स्य चास्य भावप्राणधारणलक्षणं નિરૂપણ કરીને, હવે આ ૨૭મી ગાથાથી તેમનું વિશેષ નિરૂપણ શરૂ કરવામાં આવ્યું છે. તેમાં પ્રથમ, જીવનું (આત્માનું) નિરૂપણ શરૂ કરતાં આ ગાથામાં સંસારસ્થિત આત્માને જીવ (અર્થાત્ જીવત્વવાળો), ચેતયિતા, ઉપયોગલક્ષણવાળો, પ્રભુ, કર્તા ઇત્યાદિ કહ્યો છે. જીવત્વ, ચેતયિતૃત્વ, ઉપયોગ, પ્રભુત્વ, કર્તૃત્વ ઇત્યાદિનું વિવરણ આગળની ગાથાઓમાં આવશે. ૨૭.
અન્વયાર્થઃ — [कर्ममलविप्रमुक्तः] કર્મમળથી મુક્ત આત્મા [ऊर्ध्वं] ઊંચે [लोकस्य अन्तम्] લોકના અંતને [अधिगम्य] પામીને [सः सर्वज्ञानदर्शी] તે સર્વજ્ઞ-સર્વદર્શી [अनंतम्] અનંત [अनिन्द्रियम्] અનિંદ્રિય [सुखम्] સુખને [लभते] અનુભવે છે.
આત્મા (કર્મરજના) પરદ્રવ્યપણાને લીધે કર્મરજથી સંપૂર્ણપણે જે ક્ષણે મુકાય છે ( – મુક્ત થાય છે), તે જ ક્ષણે (પોતાના) ઊર્ધ્વગમનસ્વભાવને લીધે લોકના અંતને પામીને આગળ ગતિહેતુનો અભાવ હોવાથી (ત્યાં) સ્થિર રહેતો થકો, કેવળજ્ઞાન અને કેવળદર્શન (નિજ) સ્વરૂપભૂત હોવાને લીધે તેમનાથી નહિ મુકાતો થકો અનંત અતીંદ્રિય સુખને અનુભવે છે. તે મુક્ત આત્માને, ભાવપ્રાણધારણ જેનું લક્ષણ ( – સ્વરૂપ) છે એવું
Page 55 of 256
PDF/HTML Page 95 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
जीवत्वं, चिद्रूपलक्षणं चेतयितृत्वं, चित्परिणामलक्षण उपयोगः, निर्वर्तितसमस्ताधिकार- शक्ति मात्रं प्रभुत्वं, समस्तवस्त्वसाधारणस्वरूपनिर्वर्तनमात्रं कर्तृत्वं, स्वरूपभूतस्वातन्त्र्य- लक्षणसुखोपलम्भरूपं भोक्तृ त्वं, अतीतानन्तरशरीरपरिमाणावगाहपरिणामरूपं देहमात्रत्वं, उपाधिसम्बन्धविविक्त मात्यन्तिकममूर्तत्वम् । कर्मसंयुक्त त्वं तु द्रव्यभावकर्मविप्रमोक्षान्न भवत्येव । द्रव्यकर्माणि हि पुद्गलस्कन्धा भावकर्माणि तु चिद्विवर्ताः । विवर्तते हि चिच्छक्ति रनादिज्ञानावरणादिकर्मसम्पर्ककूणितप्रचारा परिच्छेद्यस्य विश्वस्यैकदेशेषु क्रमेण व्याप्रियमाणा । यदा तु ज्ञानावरणादिकर्मसम्पर्कः प्रणश्यति तदा परिच्छेद्यस्य विश्वस्य ‘જીવત્વ’ હોય છે; ચિદ્રૂપ જેનું લક્ષણ ( – સ્વરૂપ) છે એવું ‘ચેતયિતૃત્વ’ હોય છે; ચિત્પરિણામ જેનું લક્ષણ ( – સ્વરૂપ) છે એવો ‘ઉપયોગ’ હોય છે; પ્રાપ્ત કરેલા સમસ્ત (આત્મિક) અધિકારોની *શક્તિમાત્રરૂપ ‘પ્રભુત્વ’ હોય છે; સમસ્ત વસ્તુઓથી અસાધારણ એવા સ્વરૂપની નિષ્પત્તિમાત્રરૂપ ( – નિજ સ્વરૂપને રચવારૂપ) ‘કર્તૃત્વ’ હોય છે; સ્વરૂપભૂત સ્વાતંત્ર્ય જેનું લક્ષણ ( – સ્વરૂપ) છે એવા સુખની ઉપલબ્ધિરૂપ ‘ભોક્તૃત્વ’ હોય છે; અતીત અનંતર ( – છેલ્લા) શરીર પ્રમાણે અવગાહપરિણામરૂપ ‘૧દેહપ્રમાણપણું’ હોય છે; અને ઉપાધિના સંબંધથી ૨વિવિક્ત એવું આત્યંતિક (સર્વથા) ‘અમૂર્તપણું’ હોય છે. (મુક્ત આત્માને) ‘૩કર્મસંયુક્તપણું’ તો નથી જ હોતું, કારણ કે દ્રવ્યકર્મો અને ભાવકર્મોથી વિમુક્તિ થઈ છે. દ્રવ્યકર્મો તે પુદ્ગલસ્કંધો છે અને ભાવકર્મો તે ૪ચિદ્દવિવર્તો છે. ચિત્શક્તિ અનાદિ જ્ઞાનાવરણાદિકર્મોના સંપર્કથી (સંબંધથી) સંકુચિત વ્યાપારવાળી હોવાને લીધે જ્ઞેયભૂત વિશ્વના ( – સમસ્ત પદાર્થોના) એક એક દેશમાં ક્રમે વ્યાપાર કરતી થકી વિવર્તન પામે છે. પરંતુ જ્યારે જ્ઞાનાવરણાદિકર્મોનો સંપર્ક *શક્તિ=સામર્થ્ય; ઈશત્વ. (મુક્ત આત્મા સમસ્ત આત્મિક અધિકારોને ભોગવવામાં અર્થાત્ તેમનો
અમલ કરવામાં સ્વયં સમર્થ છે તેથી તે પ્રભુ છે.) ૧. મુક્ત આત્માની અવગાહના ચરમશરીરપ્રમાણ હોય છે તેથી તે છેલ્લા દેહની અપેક્ષા લઈને તેમને
‘દેહપ્રમાણપણું’ કહી શકાય છે. ૨. વિવિક્ત=ભિન્ન; રહિત. ૩. પૂર્વ સૂત્રમાં કહેલા ‘જીવત્વ’ આદિ નવ વિશેષોમાંથી પ્રથમના આઠ વિશેષો મુક્તાત્માને પણ
યથાસંભવ હોય છે, માત્ર એક ‘કર્મસંયુક્તપણું’ હોતું નથી. ૪. ચિદ્દવિવર્ત=ચૈતન્યનો પલટો અર્થાત્ ચૈતન્યનું એક વિષયને છોડી અન્ય વિષયને જાણવારૂપે
Page 56 of 256
PDF/HTML Page 96 of 296
single page version
૫૬
सर्वदेशेषु युगपद्वयापृता कथञ्चित्कौटस्थ्यमवाप्य विषयान्तरमनाप्नुवन्ती न विवर्तते । स खल्वेष निश्चितः सर्वज्ञसर्वदर्शित्वोपलम्भः । अयमेव द्रव्यकर्मनिबन्धनभूतानां भाव- कर्मणां कर्तृत्वोच्छेदः । अयमेव च विकारपूर्वकानुभवाभावादौपाधिकसुखदुःखपरिणामानां भोक्तृ त्वोच्छेदः । इदमेव चानादिविवर्तखेदविच्छित्तिसुस्थितानन्तचैतन्यस्यात्मनः स्वतन्त्र- स्वरूपानुभूतिलक्षणसुखस्य भोक्तृ त्वमिति ।।२८।।
વિનાશ પામે છે, ત્યારે તે જ્ઞેયભૂત વિશ્વના સર્વ દેશોમાં યુગપદ્ વ્યાપાર કરતી થકી કથંચિત્ ૧કૂટસ્થ થઈને, અન્ય વિષયને નહિ પામતી થકી વિવર્તન કરતી નથી. તે આ (ચિત્શક્તિના વિવર્તનનો અભાવ), ખરેખર નિશ્ચિત ( – નિયત, અચળ) સર્વજ્ઞપણાની અને સર્વદર્શીપણાની ઉપલબ્ધિ છે. આ જ, દ્રવ્યકર્મોના નિમિત્તભૂત ભાવકર્મોના કર્તૃત્વનો વિનાશ છે; આ જ, વિકારપૂર્વક અનુભવના અભાવને લીધે ૨ઔપાધિક સુખદુઃખ- પરિણામોના ભોક્તૃત્વનો વિનાશ છે; અને આ જ, અનાદિ વિવર્તનના ખેદના વિનાશથી જેનું અનંત ચૈતન્ય સુસ્થિત થયું છે એવા આત્માને સ્વતંત્રસ્વરૂપાનુભૂતિલક્ષણ સુખનું ( – સ્વતંત્ર સ્વરૂપની અનુભૂતિ જેનું લક્ષણ છે એવા સુખનું) ભોક્તૃત્વ છે. ૨૮.
અન્વયાર્થઃ — [सः चेतयिता] તે ચેતયિતા (ચેતનારો આત્મા) [सर्वज्ञः] સર્વજ્ઞ [च] અને [सर्वलोकदर्शी] સર્વલોકદર્શી [स्वयं जातः] સ્વયં થયો થકો, [स्वकम्] સ્વકીય ૧. કૂટસ્થ=સર્વકાળે એક રૂપે રહેનારી; અચળ. [જ્ઞાનાવરણાદિકર્મોનો સંબંધ નષ્ટ થતાં કાંઈ ચિત્શક્તિ
— સર્વદા ત્રણે કાળના સમસ્ત જ્ઞેયોને જાણ્યા કરે છે, તેથી તેને કથંચિત્ કૂટસ્થ કહી છે.] ૨. ઔપાધિક=દ્રવ્યકર્મરૂપ ઉપાધિ સાથે સંબંધવાળા; દ્રવ્યકર્મરૂપ ઉપાધિ જેમાં નિમિત્ત હોય છે એવા;
Page 57 of 256
PDF/HTML Page 97 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
परद्रव्यसम्पर्केण क्रमेण किञ्चित् किञ्चिज्जानाति पश्यति, परप्रत्ययं मूर्तसम्बद्धं सव्याबाधं सान्तं सुखमनुभवति च । यदा त्वस्य कर्मक्लेशाः सामस्त्येन प्रणश्यन्ति, तदाऽनर्गला- सङ्कु चितात्मशक्ति रसहायः स्वयमेव युगपत्समग्रं जानाति पश्यति, स्वप्रत्ययममूर्तसम्बद्धम- व्याबाधमनन्तं सुखमनुभवति च । ततः सिद्धस्य समस्तं स्वयमेव जानतः पश्यतः, सुखमनुभवतश्च स्वं, न परेण प्रयोजनमिति ।।२९।। [अमूर्तम्] અમૂર્ત [अव्याबाधम्] અવ્યાબાધ [अनन्तम्] અનંત [सुखम्] સુખને [प्राप्नोति] ઉપલબ્ધ કરે છે.
ખરેખર જ્ઞાન, દર્શન અને સુખ જેનો સ્વભાવ છે એવો આત્મા સંસાર- અવસ્થામાં, અનાદિ કર્મક્લેશ વડે આત્મશક્તિ સંકુચિત કરવામાં આવી હોવાથી, પરદ્રવ્યના સંપર્ક વડે ( – ઇન્દ્રિયાદિના સંબંધ વડે) ક્રમથી કાંઈક કાંઈક જાણે છે અને દેખે છે તથા પરાશ્રિત, મૂર્ત (ઇન્દ્રિયાદિ) સાથે સંબંધવાળું, સવ્યાબાધ ( – બાધા સહિત) ને સાન્ત સુખ અનુભવે છે; પરંતુ જ્યારે તેને કર્મક્લેશો સમસ્તપણે વિનાશ પામે છે ત્યારે, આત્મશક્તિ અનર્ગલ ( – નિરંકુશ) અને અસંકુચિત હોવાથી, તે અસહાયપણે ( – કોઈની સહાય વિના) સ્વયમેવ યુગપદ્ બધું ( – સર્વ દ્રવ્યક્ષેત્રકાળભાવ) જાણે છે અને દેખે છે તથા સ્વાશ્રિત, મૂર્ત (ઇન્દ્રિયાદિ) સાથે સંબંધ વિનાનું, અવ્યાબાધ ને અનંત સુખ અનુભવે છે. માટે બધું સ્વયમેવ જાણનારા અને દેખનારા તથા સ્વકીય સુખને અનુભવનારા સિદ્ધને પરથી (કાંઈ) પ્રયોજન નથી.
ભાવાર્થઃ — સિદ્ધભગવાન (તેમ જ કેવળીભગવાન) સ્વયમેવ સર્વજ્ઞત્વાદિરૂપે પરિણમે છે; તેમના એ પરિણમનમાં લેશમાત્ર પણ (ઇન્દ્રિયાદિ) પરનું આલંબન નથી.
અહીં કોઈ સર્વજ્ઞનો નિષેધ કરનાર જીવ કહે છે કે ‘સર્વજ્ઞ છે જ નહિ, કારણ કે જોવામાં આવતા નથી’, તો તેને નીચે પ્રમાણે સમજાવવામાં આવે છેઃ —
હે ભાઈ! જો તમે કહો છો કે ‘સર્વજ્ઞ નથી’, તો અમે પૂછીએ છીએ કે ક્યાં સર્વજ્ઞ નથી? આ ક્ષેત્રમાં અને આ કાળમાં કે ત્રણે લોકમાં અને ત્રણે કાળમાં? જો ‘આ ક્ષેત્રમાં અને આ કાળમાં સર્વજ્ઞ નથી’ એમ કહો, તો તે તો સંમત જ છે. પરંતુ જો ‘ત્રણે લોકમાં અને ત્રણે કાળમાં સર્વજ્ઞ નથી’ એમ કહો તો અમે પૂછીએ છીએ કે તે તમે કઈ રીતે પં. ૮
Page 58 of 256
PDF/HTML Page 98 of 296
single page version
૫૮
जीवत्वगुणव्याख्येयम् । જાણ્યું? જો ત્રણે લોકને અને ત્રણે કાળને સર્વજ્ઞ વિનાના તમે જોઈ-જાણી લીધા તો તમે જ સર્વજ્ઞ થયા, કારણ કે જે ત્રણ લોકને અને ત્રણ કાળને જાણે તે જ સર્વજ્ઞ છે. અને જો સર્વજ્ઞ વિનાના ત્રણે લોકને અને ત્રણે કાળને તમે નથી જોઈ-જાણી લીધા તો પછી ‘ત્રણે લોકમાં અને ત્રણે કાળમાં સર્વજ્ઞ નથી’ એમ તમે કઈ રીતે કહી શકો? આ રીતે સિદ્ધ થાય છે કે તમે કરેલો સર્વજ્ઞનો નિષેધ યોગ્ય નથી.
હે ભાઈ! આત્મા એક પદાર્થ છે અને જ્ઞાન તેનો સ્વભાવ છે; તેથી તે જ્ઞાનનો સંપૂર્ણ વિકાસ થતાં એવું કાંઈ રહેતું નથી કે જે તે જ્ઞાનમાં અજ્ઞાત રહે. જેમ પરિપૂર્ણ ઉષ્ણતાએ પરિણમેલો અગ્નિ સમસ્ત દાહ્યને બાળે છે, તેમ પરિપૂર્ણ જ્ઞાને પરિણમેલો આત્મા સમસ્ત જ્ઞેયને જાણે છે. આવી સર્વજ્ઞદશા આ ક્ષેત્રે આ કાળે (અર્થાત્ આ ક્ષેત્રે આ કાળમાં જન્મેલા જીવને) પ્રાપ્ત નહિ થતી હોવા છતાં સર્વજ્ઞત્વશક્તિવાળા નિજ આત્માનો સ્પષ્ટ અનુભવ આ ક્ષેત્રે આ કાળે પણ થઈ શકે છે.
આ શાસ્ત્ર અધ્યાત્મશાસ્ત્ર હોવાથી અહીં સર્વજ્ઞસિદ્ધિનો વિસ્તાર કરવામાં આવ્યો નથી; જિજ્ઞાસુએ તે અન્ય શાસ્ત્રોમાંથી જોઈ લેવો. ૨૯.
અન્વયાર્થઃ — [ यः खलु ] જે [ चतुर्भिः प्राणैः ] ચાર પ્રાણોથી [ जीवति ] જીવે છે, [ जीविष्यति ] જીવશે અને [ जीवितः पूर्वम् ] પૂર્વે જીવતો હતો, [ सः जीवः ] તે જીવ છે; [ पुनः प्राणाः ] અને પ્રાણો [ इन्द्रियम् ] ઇન્દ્રિય, [ बलम् ] બળ, [ आयुः ] આયુ તથા [ उच्छ्वासः ] ઉચ્છ્વાસ છે.
Page 59 of 256
PDF/HTML Page 99 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
इन्द्रियबलायुरुच्छ्वासलक्षणा हि प्राणाः । तेषु चित्सामान्यान्वयिनो भावप्राणाः, पुद्गल- सामान्यान्वयिनो द्रव्यप्राणाः । तेषामुभयेषामपि त्रिष्वपि कालेष्वनवच्छिन्नसन्तानत्वेन धारणा- त्संसारिणो जीवत्वम् । मुक्त स्य तु केवलानामेव भावप्राणानां धारणात्तदवसेयमिति ।।३०।।
પ્રાણો ઇન્દ્રિય, બળ, આયુ અને ઉચ્છ્વાસસ્વરૂપ છે. તેમનામાં ( – પ્રાણોમાં), *ચિત્સામાન્યરૂપ અન્વયવાળા તે ભાવપ્રાણો છે અને પુદ્ગલસામાન્યરૂપ અન્વયવાળા તે દ્રવ્યપ્રાણો છે. તે બન્ને પ્રાણોને ત્રણે કાળે અચ્છિન્ન-સંતાનપણે (અતૂટ ધારાએ) ધારતો હોવાથી સંસારીને જીવત્વ છે. મુક્તને (સિદ્ધને) તો કેવળ ભાવપ્રાણોનું જ ધારણ હોવાથી જીવત્વ છે એમ સમજવું. ૩૦.
અન્વયાર્થઃ — [ अनन्ताः अगुरुलघुकाः ] અનંત એવા જે અગુરુલઘુ (ગુણો, *જે પ્રાણોમાં ચિત્સામાન્યરૂપ અન્વય હોય છે તે ભાવપ્રાણો છે અર્થાત્ જે પ્રાણોમાં સદા ‘ચિત્સામાન્ય,
Page 60 of 256
PDF/HTML Page 100 of 296
single page version
૬૦
लघुत्वाभिधानस्य स्वरूपप्रतिष्ठत्वनिबन्धनस्य स्वभावस्याविभागपरिच्छेदाः प्रतिसमय- અંશો) [ तैः अनंतैः ] તે અનંત અગુરુલઘુ(ગુણ)રૂપે [ सर्वे ] સર્વ જીવો [ परिणताः ] પરિણત છે; [ देशैः असंख्याताः ] તેઓ અસંખ્યાત પ્રદેશવાળા છે. [ स्यात् सर्वम् लोकम् आपन्नाः ] કેટલાક કથંચિત્ આખા લોકને પ્રાપ્ત હોય છે [ केचित् तु ] અને કેટલાક [ अनापन्नाः ] અપ્રાપ્ત હોય છે. [ बहवः जीवाः ] ઘણા ( – અનંત) જીવો [ मिथ्या- दर्शनकषाययोगयुताः ] મિથ્યાદર્શન-કષાય-યોગસહિત [ संसारिणः ] સંસારી છે [ च ] અને ઘણા ( – અનંત જીવો) [ तैः वियुताः ] મિથ્યાદર્શન-કષાય-યોગરહિત [ सिद्धाः ] સિદ્ધ છે.
ટીકાઃ — અહીં જીવોનું સ્વાભાવિક ૧પ્રમાણ તથા તેમનો મુક્ત ને અમુક્ત એવો વિભાગ કહ્યો છે.
જીવો ખરેખર અવિભાગી-એકદ્રવ્યપણાને લીધે લોકપ્રમાણ-એકપ્રદેશવાળા છે. તેમના ( – જીવોના) અગુરુલઘુ ૨ગુણો — અગુરુલઘુત્વ નામનો જે સ્વરૂપપ્રતિષ્ઠત્વના કારણભૂત સ્વભાવ તેના ૩અવિભાગ પરિચ્છેદો — પ્રતિસમય થતી ૪ષટ્સ્થાનપતિત વૃદ્ધિ- ૧. પ્રમાણ=માપ; પરિમાણ. [જીવના અગુરુલઘુત્વસ્વભાવના નાનામાં નાના અંશો (અવિભાગ
પાડતાં સ્વભાવથી જ સદાય અસંખ્ય અંશો પડે છે, તેથી જીવ સદાય આવા અસંખ્ય અંશો જેવડો છે.] ૨. ગુણ=અંશ; અવિભાગ પરિચ્છેદ. [જીવમાં અગુરુલઘુત્વ નામનો સ્વભાવ છે. તે સ્વભાવ જીવને
૩. કોઈ ગુણમાં (એટલે કે ગુણના પર્યાયમાં) અંશકલ્પના કરવામાં આવતાં, તેનો જે નાનામાં નાનો
૪. ષટ્સ્થાનપતિત વૃદ્ધિહાનિ=છ સ્થાનમાં સમાવેશ પામતી વૃદ્ધિહાનિ; ષટ્ગુણ વૃદ્ધિહાનિ.