Panchastikay Sangrah (Gujarati). Gatha: 33-46.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 6 of 15

 

Page 61 of 256
PDF/HTML Page 101 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૬૧
હાનિવાળા અનંત છે; અને (તેમના અર્થાત્ જીવોના) પ્રદેશોકે જેઓ અવિભાગ
પરમાણુ જેવડા માપવાળા સૂક્ષ્મ અંશરૂપ છે તેઓઅસંખ્ય છે. આવા તે જીવોમાં
કેટલાક કથંચિત્ (કેવળસમુદ્ઘાતના કારણે) લોકપૂરણ-અવસ્થાના પ્રકાર વડે આખા
લોકમાં વ્યાપ્ત હોય છે અને કેટલાક આખા લોકમાં અવ્યાપ્ત હોય છે. વળી તે જીવોમાં
જેઓ અનાદિ પ્રવાહરૂપે પ્રવર્તતા મિથ્યાદર્શન-કષાય-યોગથી સહિત છે તેઓ સંસારી છે,
જેઓ તેમનાથી વિમુક્ત છે (
અર્થાત્ મિથ્યાદર્શન-કષાય-યોગથી રહિત છે) તેઓ સિદ્ધ
છે; અને તે દરેક પ્રકારના જીવો ઘણા છે (અર્થાત્ સંસારી તેમ જ સિદ્ધ જીવોમાંના
દરેક પ્રકારના જીવો અનંત છે). ૩૧૩૨.
જ્યમ દૂધમાં સ્થિત પદ્મરાગમણિ પ્રકાશે દૂધને,
ત્યમ દેહમાં સ્થિત દેહી દેહપ્રમાણ વ્યાપકતા લહે. ૩૩.
અન્વયાર્થ[ यथा ] જેમ [ पद्मरागरत्नं ] પદ્મરાગરત્ન [ क्षीरे क्षिप्तं ] દૂધમાં
નાખવામાં આવ્યું થકું [ क्षीरम् प्रभासयति ] દૂધને પ્રકાશે છે, [ तथा ] તેમ [ देही ] દેહી
(જીવ) [ देहस्थः ] દેહમાં રહ્યો થકો [ स्वदेहमात्रं प्रभासयति ] સ્વદેહપ્રમાણ પ્રકાશે છે.
ટીકાઆ, દેહપ્રમાણપણાના *દ્રષ્ટાંતનું કથન છે (અર્થાત્ અહીં જીવનું
सम्भवत्षट्स्थानपतितवृद्धिहानयोऽनन्ताः प्रदेशास्तु अविभागपरमाणुपरिच्छिन्नसूक्ष्मांशरूपा
असंख्येयाः एवंविधेषु तेषु केचित्कथञ्चिल्लोकपूरणावस्थाप्रकारेण सर्वलोकव्यापिनः, केचित्तु
तदव्यापिन इति अथ ये तेषु मिथ्यादर्शनकषाययोगैरनादिसंततिप्रवृत्तैर्युक्तास्ते संसारिणः, ये
विमुक्तास्ते सिद्धाः, ते च प्रत्येकं बहव इति ।।३१३२।।
जह पउमरायरयणं खित्तं खीरे पभासयदि खीरं
तह देही देहत्थो सदेहमेत्तं पभासयदि ।।३३।।
यथा पद्मरागरत्नं क्षिप्तं क्षीरे प्रभासयति क्षीरम्
तथा देही देहस्थः स्वदेहमात्रं प्रभासयति ।।३३।।
एष देहमात्रत्वद्रष्टान्तोपन्यासः
*અહીં એ ખ્યાલમાં રાખવું કે દ્રષ્ટાંત અને દાર્ષ્ટાંત અમુક અંશોમાં જ એકબીજા સાથે મળતાં
(
`
સમાનતાવાળાં) હોય છે, સર્વ અંશોમાં નહિ.

Page 62 of 256
PDF/HTML Page 102 of 296
single page version

૬૨
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
દેહપ્રમાણપણું સમજાવવા દ્રષ્ટાંત કહ્યું છે).
જેવી રીતે પદ્મરાગરત્ન દૂધમાં નાખવામાં આવ્યું થકું પોતાથી *અવ્યતિરિક્ત
પ્રભાસમૂહ વડે તે દૂધમાં વ્યાપે છે, તેવી જ રીતે જીવ અનાદિ કાળથી કષાય
વડે મલિનપણું હોવાને કારણે શરીરમાં રહ્યો થકો સ્વપ્રદેશો વડે તે શરીરમાં
વ્યાપે છે. વળી જેવી રીતે અગ્નિના સંયોગથી તે દૂધમાં ઊભરો આવતાં તે
પદ્મરાગરત્નના પ્રભાસમૂહમાં ઊભરો આવે છે (અર્થાત
્ તે વિસ્તાર પામે છે)
અને દૂધ પાછું બેસી જતાં પ્રભાસમૂહ બેસી જાય છે, તેવી જ રીતે વિશિષ્ટ
આહારાદિના વશે તે શરીર વધતાં તે જીવના પ્રદેશો વિસ્તાર પામે છે અને
શરીર પાછું ઘટી જતાં પ્રદેશો સંકોચાઈ જાય છે. વળી જેવી રીતે તે પદ્મરાગરત્ન
બીજા વધારે દૂધમાં નાખવામાં આવ્યું થકું સ્વપ્રભાસમૂહના વિસ્તાર વડે તે
વધારે દૂધમાં વ્યાપે છે, તેવી જ રીતે જીવ બીજા મોટા શરીરમાં સ્થિતિ પામ્યો
થકો સ્વપ્રદેશોના વિસ્તાર વડે તે મોટા શરીરમાં વ્યાપે છે. વળી જેવી રીતે
તે પદ્મરાગરત્ન બીજા થોડા દૂધમાં નાખવામાં આવ્યું થકું સ્વપ્રભાસમૂહના સંકોચ
વડે તે થોડા દૂધમાં વ્યાપે છે, તેવી જ રીતે જીવ બીજા નાના શરીરમાં સ્થિતિ
यथैव हि पद्मरागरत्नं क्षीरे क्षिप्तं स्वतोऽव्यतिरिक्त प्रभास्कन्धेन तद्वयाप्नोति क्षीरं,
तथैव हि जीवः अनादिकषायमलीमसत्वमूले शरीरेऽवतिष्ठमानः स्वप्रदेशैस्तदभिव्याप्नोति
शरीरम्
यथैव च तत्र क्षीरेऽग्निसंयोगादुद्वलमाने तस्य पद्मरागरत्नस्य प्रभास्कन्ध उद्वलते
पुनर्निविशमाने निविशते च, तथैव च तत्र शरीरे विशिष्टाहारादिवशादुत्सर्पति तस्य जीवस्य
प्रदेशाः उत्सर्पन्ति पुनरपसर्पति अपसर्पन्ति च
यथैव च तत्पद्मरागरत्नमन्यत्र प्रभूतक्षीरे
क्षिप्तं स्वप्रभास्कन्धविस्तारेण तद्वयाप्नोति प्रभूतक्षीरं, तथैव च जीवोऽन्यत्र महति शरीरे-
ऽवतिष्ठमानः स्वप्रदेशविस्तारेण तद्वयाप्नोति महच्छरीरम्
यथैव च तत्पद्मरागरत्नमन्यत्र
स्तोकक्षीरे निक्षिप्तं स्वप्रभास्कन्धोपसंहारेण तद्वयाप्नोति स्तोकक्षीरं, तथैव च जीवोऽन्यत्राणु-
*
અવ્યતિરિક્ત=અભિન્ન. [જેમ ‘સાકર એક દ્રવ્ય છે અને ગળપણ તેનો ગુણ છે’ એવું કોઈ સ્થળે
દ્રષ્ટાંતમાં કહ્યું હોય તો તે સિદ્ધાંત તરીકે ન સમજવું જોઈએ, તેમ અહીં પણ જીવના સંકોચવિસ્તારરૂપ
દાર્ષ્ટાંતને સમજાવવા માટે રત્ન અને (
દૂધમાં ફેલાયેલી) તેની પ્રભાને જે અવ્યતિરિક્તપણું કહ્યું
છે તે સિદ્ધાંત તરીકે ન સમજવું. પુદ્ગલાત્મક રત્નને દ્રષ્ટાંત બનાવીને અસંખ્યપ્રદેશી જીવદ્રવ્યના
સંકોચવિસ્તારનો કોઈ રીતે ખ્યાલ કરાવવાના હેતુથી અહીં રત્નની પ્રભાને રત્નથી અભિન્ન કહી
છે (
અર્થાત્ રત્નની પ્રભા સંકોચવિસ્તાર પામતાં જાણે કે રત્નના અંશો જરત્ન જસંકોચવિસ્તાર
પામેલ હોય એમ ખ્યાલમાં લેવાનું કહ્યું છે).]

Page 63 of 256
PDF/HTML Page 103 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૬૩
शरीरेऽवतिष्ठमानः स्वप्रदेशोपसंहारेण तद्वयाप्नोत्यणुशरीरमिति ।।३३।।
सव्वत्थ अत्थि जीवो ण य एक्को एक्ककाय एक्कट्ठो
अज्झवसाणविसिट्ठो चिट्ठदि मलिणो रजमलेहिं ।।३४।।
सर्वत्रास्ति जीवो न चैक एककाये ऐक्यस्थः
अध्यवसानविशिष्टश्चेष्टते मलिनो रजोमलैः ।।३४।।
अत्र जीवस्य देहाद्देहांतरेऽस्तित्वं, देहात्पृथग्भूतत्वं, देहांतरसञ्चरणकारणं चोपन्यस्तम्
પામ્યો થકો સ્વપ્રદેશોના સંકોચ વડે તે નાના શરીરમાં વ્યાપે છે.
ભાવાર્થત્રણ લોક અને ત્રણ કાળનાં સમસ્ત દ્રવ્ય-ગુણ-પર્યાયોને એક
સમયે પ્રકાશવામાં સમર્થ એવા વિશુદ્ધ-દર્શનજ્ઞાનસ્વભાવવાળા ચૈતન્યચમત્કારમાત્ર
શુદ્ધજીવાસ્તિકાયથી વિલક્ષણ મિથ્યાત્વરાગાદિ વિકલ્પો વડે ઉપાર્જિત જે શરીરનામકર્મ
તેનાથી જનિત (અર્થાત
્ તે શરીરનામકર્મનો ઉદય જેમાં નિમિત્ત છે એવા) સંકોચ-
વિસ્તારના આધીનપણે જીવ સર્વોત્કૃષ્ટ અવગાહે પરિણમતો થકો સહસ્રયોજનપ્રમાણ
મહામચ્છના શરીરમાં વ્યાપે છે, જઘન્ય અવગાહે પરિણમતો થકો ઉત્સેધ ઘનાંગુલના
અસંખ્યમા ભાગ જેવડા લબ્ધ્યપર્યાપ્ત સૂક્ષ્મનિગોદના શરીરમાં વ્યાપે છે અને મધ્યમ
અવગાહે પરિણમતો થકો મધ્યમ શરીરોમાં વ્યાપે છે. ૩૩.
તન તન ધરે જીવ, તન મહીં ઐક્યસ્થ પણ નહિ એક છે,
જીવ વિવિધ અધ્યવસાયયુત, રજમળમલિન થઈને ભમે. ૩૪.
અન્વયાર્થ[ जीवः ] જીવ [ सर्वत्र ] સર્વત્ર (ક્રમવર્તી સર્વ શરીરોમાં) [ अस्ति ]
છે [ च ] અને [ एककाये ] કોઈ એક શરીરમાં [ ऐक्यस्थः ] (ક્ષીરનીરવત) એકપણે
રહ્યો હોવા છતાં [ न एकः ] તેની સાથે એક નથી; [ अध्यवसानविशिष्टः ] અધ્યવસાય-
વિશિષ્ટ વર્તતો થકો [ रजोमलैः मलिनः ] રજમળ (કર્મમળ) વડે મલિન હોવાથી [ चेष्टते ]
તે ભમે છે.
ટીકાઅહીં જીવનું દેહથી દેહાંતરમાં (એક શરીરથી અન્ય શરીરમાં)
અસ્તિત્વ, દેહથી પૃથક્પણું અને દેહાંતરમાં ગમનનું કારણ કહેલ છે.

Page 64 of 256
PDF/HTML Page 104 of 296
single page version

૬૪
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
आत्मा हि संसारावस्थायां क्रमवर्तिन्यनवच्छिन्नशरीरसन्ताने यथैकस्मिन् शरीरे वृत्तः
तथा क्रमेणान्येष्वपि शरीरेषु वर्तत इति तस्य सर्वत्रास्तित्वम् न चैकस्मिन् शरीरे नीरे
क्षीरमिवैक्येन स्थितोऽपि भिन्नस्वभावत्वात्तेन सहैक इति तस्य देहात्पृथग्भूतत्वम् अनादि-
बन्धनोपाधिविवर्तितविविधाध्यवसायविशिष्टत्वात्तन्मूलकर्मजालमलीमसत्वाच्च चेष्टमानस्यात्मन-
स्तथाविधाध्यवसायकर्मनिर्वर्तितेतरशरीरप्रवेशो भवतीति तस्य देहान्तरसञ्चरणकारणोपन्यास
इति
।।३४।।
जेसिं जीवसहावो णत्थि अभावो य सव्वहा तस्स
ते होंति भिण्णदेहा सिद्धा वचिगोयरमदीदा ।।३५।।
येषां जीवस्वभावो नास्त्यभावश्च सर्वथा तस्य
ते भवन्ति भिन्नदेहाः सिद्धा वाग्गोचरमतीताः ।।३५।।
આત્મા સંસાર-અવસ્થામાં ક્રમવર્તી અચ્છિન્ન (અતૂટક) શરીરપ્રવાહને વિષે
જેમ એક શરીરમાં વર્તે છે તેમ ક્રમથી અન્ય શરીરોમાં પણ વર્તે છે; એ રીતે તેને
સર્વત્ર (
સર્વ શરીરોમાં) અસ્તિત્વ છે. વળી કોઈ એક શરીરમાં, પાણીમાં દૂધની
માફક એકપણે રહ્યો હોવા છતાં, ભિન્ન સ્વભાવને લીધે તેની સાથે એક (તદ્રૂપ) નથી;
એ રીતે તેને દેહથી પૃથક્પણું છે. અનાદિ બંધનરૂપ ઉપાધિથી વિવર્તન (પરિવર્તન)
પામતા વિવિધ અધ્યવસાયોથી વિશિષ્ટ હોવાને લીધે (અનેક પ્રકારના અધ્યવસાયવાળો
હોવાને લીધે) તથા તે અધ્યવસાયો જેનું નિમિત્ત છે એવા કર્મસમૂહથી મલિન હોવાને
લીધે ભમતા આત્માને તથાવિધ અધ્યવસાયો અને કર્મોથી રચાતા (તે પ્રકારનાં
મિથ્યાત્વરાગાદિરૂપ ભાવકર્મો અને દ્રવ્યકર્મોથી રચાતા) અન્ય શરીરમાં પ્રવેશ થાય છે;
એ રીતે તેને દેહાંતરમાં ગમન થવાનું કારણ કહેવામાં આવ્યું. ૩૪.
જીવત્વ નહિ ને સર્વથા તદભાવ પણ નહિ જેમને,
તે સિદ્ધ છેજે દેહવિરહિત વચનવિષયાતીત છે. ૩૫.
અન્વયાર્થ[ येषां ] જેમને [ जीवस्वभावः ] જીવસ્વભાવ (પ્રાણધારણરૂપ
જીવત્વ) [ न अस्ति ] નથી અને [ सर्वथा ] સર્વથા [ तस्य अभावः च ] તેનો અભાવ પણ નથી,
[ ते ] તે [ भिन्नदेहाः ] દેહરહિત [ वाग्गोचरम् अतीताः ] વચનગોચરાતીત [ सिद्धाः भवन्ति ]
સિદ્ધો (સિદ્ધભગવંતો) છે.

Page 65 of 256
PDF/HTML Page 105 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૬૫
सिद्धानां जीवत्वदेहमात्रत्वव्यवस्थेयम्
सिद्धानां हि द्रव्यप्राणधारणात्मको मुख्यत्वेन जीवस्वभावो नास्ति न च जीव-
स्वभावस्य सर्वथाभावोऽस्ति भावप्राणधारणात्मकस्य जीवस्वभावस्य मुख्यत्वेन सद्भावात्
च तेषां शरीरेण सह नीरक्षीरयोरिवैक्येन वृत्तिः, यतस्ते तत्सम्पर्कहेतुभूतकषाययोगविप्रयोगाद-
तीतानन्तरशरीरमात्रावगाहपरिणतत्वेऽप्यत्यन्तभिन्नदेहाः
वाचां गोचरमतीतश्च तन्महिमा,
यतस्ते लौकिकप्राणधारणमन्तरेण शरीरसम्बन्धमन्तरेण च परिप्राप्तनिरुपाधिस्वरूपाः सततं
प्रतपन्तीति
।।३५।।
ण कुदोचि वि उप्पण्णो जम्हा कज्जं ण तेण सो सिद्धो
उप्पादेदि ण किंचि वि कारणमवि तेण ण स होदि ।।३६।।
ટીકાઆ, સિદ્ધોનાં (સિદ્ધભગવંતોનાં) જીવત્વ અને દેહપ્રમાણત્વની વ્યવસ્થા
છે.
સિદ્ધોને ખરેખર દ્રવ્યપ્રાણના ધારણસ્વરૂપ જીવસ્વભાવ મુખ્યપણે નથી; (તેમને)
જીવસ્વભાવનો સર્વથા અભાવ પણ નથી, કારણ કે ભાવપ્રાણના ધારણસ્વરૂપ
જીવસ્વભાવનો મુખ્યપણે સદ્ભાવ છે. વળી તેમને શરીરની સાથે, નીરક્ષીરની માફક,
એકપણે
વૃત્તિ નથી; કારણ કે શરીરસંયોગના હેતુભૂત કષાય અને યોગનો વિયોગ
થયો હોવાથી તેઓ અતીત અનંતર શરીરપ્રમાણ અવગાહે પરિણત હોવા છતાં અત્યંત
દેહરહિત છે. વળી વચનગોચરાતીત તેમનો મહિમા છે; કારણ કે લૌકિક પ્રાણના
ધારણ વિના અને શરીરના સંબંધ વિના, સંપૂર્ણપણે પ્રાપ્ત કરેલા નિરુપાધિ સ્વરૂપ વડે
તેઓ સતત પ્રતપે છે (
પ્રતાપવંત વર્તે છે). ૩૫.
ઊપજે નહીં કો કારણે તે સિદ્ધ તેથી ન કાર્ય છે,
ઉપજાવતા નથી કાંઈ પણ તેથી ન કારણ પણ ઠરે. ૩૬.
૧. વૃત્તિ=વર્તવું તે; હયાતી.
૨. અતીત અનંતર=ભૂત કાળનું સૌથી છેલ્લું; ચરમ. (સિદ્ધભગવંતોની અવગાહના ચરમશરીરપ્રમાણ
હોવાને લીધે તે છેલ્લા દેહની અપેક્ષા લઈને તેમને ‘દેહપ્રમાણપણું’ કહી શકાતું હોવા છતાં, ખરેખર
તેઓ અત્યંત દેહરહિત છે.)
૩. વચનગોચરાતીત=વચનગોચરપણાને અતિક્રમી ગયેલ; વચનવિષયાતીત; વચન-અગોચર.
પં. ૯

Page 66 of 256
PDF/HTML Page 106 of 296
single page version

૬૬
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
न कुतश्चिदप्युत्पन्नो यस्मात् कार्यं न तेन सः सिद्धः
उत्पादयति न किञ्चिदपि कारणमपि तेन न स भवति ।।३६।।
सिद्धस्य कार्यकारणभावनिरासोऽयम्
यथा संसारी जीवो भावकर्मरूपयात्मपरिणामसन्तत्या द्रव्यकर्मरूपया च पुद्गलपरिणाम-
सन्तत्या कारणभूतया तेन तेन देवमनुष्यतिर्यग्नारकरूपेण कार्यभूत उत्पद्यते, न तथा सिद्ध-
रूपेणापीति
सिद्धो ह्युभयकर्मक्षये स्वयमुत्पद्यमानो नान्यतः कुतश्चिदुत्पद्यत इति यथैव च
स एव संसारी भावकर्मरूपामात्मपरिणामसन्ततिं द्रव्यकर्मरूपां च पुद्गलपरिणामसन्ततिं कार्यभूतां
कारणभूतत्वेन निर्वर्तयन् तानि तानि देवमनुष्यतिर्यग्नारकरूपाणि कार्याण्युत्पादयत्यात्मनो, न
तथा सिद्धरूपमपीति
सिद्धो ह्युभयकर्मक्षये स्वयमात्मानमुत्पादयन्नान्यत्किञ्चिदुत्पादयति ३६
અન્વયાર્થ[ यस्मात् सः सिद्धः ] તે સિદ્ધ [ कु तश्चित् अपि ] કોઈ (અન્ય)
કારણથી [ न उत्पन्नः ] ઊપજતા નથી [ तेन ] તેથી [ कार्यं न ] કાર્ય નથી, અને
[ किञ्चित् अपि ] કાંઈ પણ (અન્ય કાર્યને) [ न उत्पादयति ] ઊપજાવતા નથી [ तेन ]
તેથી [ सः ] તે [ कारणम् अपि ] કારણ પણ [ न भवति ] નથી.
ટીકાઆ, સિદ્ધને કાર્યકારણભાવ હોવાનો નિરાસ છે (અર્થાત્ સિદ્ધ-
ભગવાનને કાર્યપણું અને કારણપણું હોવાનું નિરાકરણખંડન છે).
જેમ સંસારી જીવ કારણભૂત એવી ભાવકર્મરૂપ *આત્મપરિણામસંતતિ અને
દ્રવ્યકર્મરૂપ પુદ્ગલપરિણામસંતતિ વડે તે તે દેવ-મનુષ્ય-તિર્યંચ-નારકના રૂપે કાર્યભૂતપણે
ઊપજે છે, તેમ સિદ્ધરૂપે પણ ઊપજે છે એમ નથી; (અને) સિદ્ધ (
સિદ્ધભગવાન)
ખરેખર, બંને કર્મનો ક્ષય હોતાં, સ્વયં (સિદ્ધપણે) ઊપજતા થકા અન્ય કોઈ કારણથી
(
ભાવકર્મથી કે દ્રવ્યકર્મથી) ઊપજતા નથી.
વળી જેમ તે જ સંસારી (જીવ) કારણભૂત થઈને કાર્યભૂત એવી ભાવકર્મરૂપ
આત્મપરિણામસંતતિ અને દ્રવ્યકર્મરૂપ પુદ્ગલપરિણામસંતતિ રચતો થકો કાર્યભૂત એવાં
તે તે દેવ-મનુષ્ય-તિર્યંચ-નારકનાં રૂપો પોતાને વિષે ઉપજાવે છે, તેમ સિદ્ધનું રૂપ પણ
(પોતાને વિષે) ઉપજાવે છે એમ નથી; (અને) સિદ્ધ ખરેખર, બન્ને કર્મનો ક્ષય હોતાં,
સ્વયં પોતાને (સિદ્ધપણે) ઉપજાવતા થકા અન્ય કાંઈ પણ (ભાવદ્રવ્યકર્મસ્વરૂપ કે
દેવાદિસ્વરૂપ કાર્ય) ઉપજાવતા નથી. ૩૬.
*
આત્મપરિણામસંતતિ=આત્માના પરિણામોની પરંપરા

Page 67 of 256
PDF/HTML Page 107 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૬૭
सस्सदमध उच्छेदं भव्वमभव्वं च सुण्णमिदरं च
विण्णाणमविण्णाणं ण वि जुज्जदि असदि सब्भावे ।।३७।।
शाश्वतमथोच्छेदो भव्यमभव्यं च शून्यमितरच्च
विज्ञानमविज्ञानं नापि युज्यते असति सद्भावे ।।३७।।
अत्र जीवाभावो मुक्ति रिति निरस्तम्
द्रव्यं द्रव्यतया शाश्वतमिति, नित्ये द्रव्ये पर्यायाणां प्रतिसमयमुच्छेद इति,
द्रव्यस्य सर्वदा अभूतपर्यायैः भाव्यमिति, द्रव्यस्य सर्वदा भूतपर्यायैरभाव्यमिति, द्रव्यमन्य-
द्रव्यैः सदा शून्यमिति, द्रव्यं स्वद्रव्येण सदाऽशून्यमिति, क्वचिज्जीवद्रव्येऽनन्तं ज्ञानं
क्वचित्सान्तं ज्ञानमिति, क्वचिज्जीवद्रव्येऽनन्तं क्वचित्सान्तमज्ञानमिति
एतदन्यथानुपपद्यमानं
સદ્ભાવ જો નહિ હોય તો ધ્રુવ, નાશ, ભવ્ય, અભવ્ય ને
વિજ્ઞાન, અણવિજ્ઞાન, શૂન્ય, અશૂન્યએ કંઈ નવ ઘટે. ૩૭.
અન્વયાર્થ[ सद्भावे असति ] જો (મોક્ષમાં જીવનો) સદ્ભાવ ન હોય તો
[ शाश्वतम् ] શાશ્વત, [ अथ उच्छेदः ] નાશવંત, [ भव्यम् ] ભવ્ય (થવાયોગ્ય), [ अभव्यम्
च ] અભવ્ય (નહિ થવાયોગ્ય), [ शून्यम् ] શૂન્ય, [ इतरत् च ] અશૂન્ય, [ विज्ञानम् ]
વિજ્ઞાન અને [ अविज्ञानम् ] અવિજ્ઞાન [ न अपि युज्यते ] (જીવદ્રવ્યને વિષે ) ન જ ઘટે.
(માટે મોક્ષમાં જીવનો સદ્ભાવ છે જ.)
ટીકાઅહીં, ‘જીવનો અભાવ તે મુક્તિ છે’ એ વાતનું ખંડન કર્યું છે.
(૧) દ્રવ્ય દ્રવ્યપણે શાશ્વત છે, (૨) નિત્ય દ્રવ્યમાં પર્યાયોનો પ્રત્યેક સમયે નાશ
થાય છે, (૩) દ્રવ્ય સર્વદા અભૂત પર્યાયોરૂપે ભાવ્ય (થવાયોગ્ય, પરિણમવાયોગ્ય) છે,
(૪) દ્રવ્ય સર્વદા ભૂત પર્યાયોરૂપે અભાવ્ય (નહિ થવાયોગ્ય) છે, (૫) દ્રવ્ય અન્ય
દ્રવ્યોથી સદા શૂન્ય છે, (૬) દ્રવ્ય સ્વદ્રવ્યથી સદા અશૂન્ય છે, (૭) કોઈક જીવદ્રવ્યમાં
અનંત જ્ઞાન અને કોઈકમાં સાંત જ્ઞાન છે, (૮) કોઈક જીવદ્રવ્યમાં અનંત અજ્ઞાન અને
૧. જે સમ્યક્ત્વથી ચ્યુત થવાનો ન હોય એવા સમ્યક્ત્વી જીવને અનંત જ્ઞાન છે અને જે ચ્યુત થવાનો
હોય એવા સમ્યક્ત્વી જીવને સાંત જ્ઞાન છે.
૨. અભવ્ય જીવને અનંત અજ્ઞાન છે અને જેને કોઈ કાળે પણ જ્ઞાન થવાનું છે એવા અજ્ઞાની ભવ્ય
જીવને સાંત અજ્ઞાન છે.

Page 68 of 256
PDF/HTML Page 108 of 296
single page version

૬૮
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
मुक्तौ जीवस्य सद्भावमावेदयतीति ।।३७।।
कम्माणं फलमेक्को एक्को कज्जं तु णाणमध एक्को
चेदयदि जीवरासी चेदगभावेण तिविहेण ।।३८।।
कर्मणां फलमेकः एकः कार्यं तु ज्ञानमथैकः
चेतयति जीवराशिश्चेतकभावेन त्रिविधेन ।।३८।।
चेतयितृत्वगुणव्याख्येयम्
एके हि चेतयितारः प्रकृष्टतरमोहमलीमसेन प्रकृष्टतरज्ञानावरणमुद्रितानुभावेन
કોઈકમાં સાંત અજ્ઞાન છેઆ બધું, અન્યથા નહિ ઘટતું થકું, મોક્ષમાં જીવના
સદ્ભાવને જાહેર કરે છે. ૩૭.
ત્રણવિધ ચેતકભાવથી કો જીવરાશિ ‘કાર્ય’ને,
કો જીવરાશિ ‘કર્મફળ’ને, કોઈ ચેતે ‘જ્ઞાન’ને. ૩૮.
અન્વયાર્થ[ त्रिविधेन चेतकभावेन ] ત્રિવિધ ચેતકભાવ વડે [ एकः जीवराशिः ]
એક જીવરાશિ [ कर्मणां फलम् ] કર્મોના ફળને, [ एकः तु ] એક જીવરાશિ [ कार्यं ] કાર્યને
[ अथ ] અને [ एकः ] એક જીવરાશિ [ ज्ञानम् ] જ્ઞાનને [ चेतयति ] ચેતે (વેદે) છે.
ટીકાઆ, ચેતયિતૃત્વગુણની વ્યાખ્યા છે.
કોઈ ચેતયિતાઓ અર્થાત્ આત્માઓ તો, જે અતિ પ્રકૃષ્ટ મોહથી મલિન
છે અને જેનો પ્રભાવ (શક્તિ) અતિ પ્રકૃષ્ટ જ્ઞાનાવરણથી બિડાઈ ગયો છે
૧. અન્યથા=અન્ય પ્રકારે; બીજી રીતે. [મોક્ષમાં જીવની હયાતી જ ન રહેતી હોય તો ઉક્ત આઠ
ભાવો ઘટે જ નહિ. જો મોક્ષમાં જીવનો અભાવ જ થઈ જતો હોય તો, (૧) દરેક દ્રવ્ય દ્રવ્યપણે
શાશ્વત છે
એ વાત કેમ ઘટે? (૨) દરેક દ્રવ્ય નિત્ય રહીને તેમાં પર્યાયોનો નાશ થયા કરે
છેએ વાત કેમ ઘટે? (૩૬) દરેક દ્રવ્ય સર્વદા અનાગત પર્યાયે ભાવ્ય, સર્વદા અતીત પર્યાયે
અભાવ્ય, સર્વદા પરથી શૂન્ય અને સર્વદા સ્વથી અશૂન્ય છેએ વાતો કેમ ઘટે? (૭) કોઈક
જીવદ્રવ્યમાં અનંત જ્ઞાન છેએ વાત કેમ ઘટે? અને (૮) કોઈક જીવદ્રવ્યમાં સાંત અજ્ઞાન છે
(અર્થાત્ જીવદ્રવ્ય નિત્ય રહીને તેમાં અજ્ઞાનપરિણામનો અંત આવે છે)એ વાત કેમ ઘટે?
માટે આ આઠ ભાવો દ્વારા મોક્ષમાં જીવની હયાતી સિદ્ધ થાય છે.]
૨. ચેતયિતૃત્વ=ચેતયિતાપણું; ચેતનારપણું; ચેતકપણું.

Page 69 of 256
PDF/HTML Page 109 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૬૯
चेतकस्वभावेन प्रकृष्टतरवीर्यान्तरायावसादितकार्यकारणसामर्थ्याः सुखदुःखरूपं कर्मफलमेव
प्राधान्येन चेतयन्ते
अन्ये तु प्रकृष्टतरमोहमलीमसेनापि प्रकृष्टज्ञानावरणमुद्रितानुभावेन
चेतकस्वभावेन मनाग्वीर्यान्तरायक्षयोपशमासादितकार्यकारणसामर्थ्याः सुखदुःखरूपकर्मफलानु-
भवनसंवलितमपि कार्यमेव प्राधान्येन चेतयन्ते
अन्यतरे तु प्रक्षालितसकलमोहकलङ्केन
समुच्छिन्नकृत्स्नज्ञानावरणतयात्यन्तमुन्मुद्रितसमस्तानुभावेन चेतकस्वभावेन समस्तवीर्यान्तराय-
क्षयासादितानन्तवीर्या अपि निर्जीर्णकर्मफलत्वादत्यन्तकृतकृत्यवाच्च स्वतोऽव्यतिरिक्त स्वाभाविक-
એવા ચેતકસ્વભાવ વડે સુખદુઃખરૂપ ‘કર્મફળ’ને જ પ્રધાનપણે ચેતે છે, કારણ કે
તેમને અતિ પ્રકૃષ્ટ વીર્યાંતરાયથી કાર્ય કરવાનું (કર્મચેતનારૂપે પરિણમવાનું) સામર્થ્ય
નષ્ટ થયું છે.
બીજા ચેતયિતાઓ અર્થાત્ આત્માઓ, જે અતિ પ્રકૃષ્ટ મોહથી મલિન છે
અને જેનો પ્રભાવ પ્રકૃષ્ટ જ્ઞાનાવરણથી બિડાઈ ગયો છે એવા ચેતકસ્વભાવ વડે
ભલે સુખદુઃખરૂપ કર્મફળના અનુભવથી મિશ્રિતપણે પણકાર્ય’ને જ પ્રધાનપણે ચેતે
છે, કારણ કે તેમણે થોડા વીર્યાંતરાયના ક્ષયોપશમથી કાર્ય કરવાનું સામર્થ્ય પ્રાપ્ત
કર્યું છે.
વળી બીજા ચેતયિતાઓ અર્થાત્ આત્માઓ, જેમાંથી સકળ મોહકલંક ધોવાઈ
ગયું છે અને સમસ્ત જ્ઞાનાવરણના વિનાશને લીધે જેનો સમસ્ત પ્રભાવ અત્યંત ખીલી
ગયો છે એવા ચેતકસ્વભાવ વડે ‘
જ્ઞાન’ને જકે જે જ્ઞાન પોતાથી અવ્યતિરિક્ત
સ્વાભાવિક સુખવાળું છે તેને જચેતે છે, કારણ કે તેમણે સમસ્ત વીર્યાન્તરાયના
ક્ષયથી અનંત વીર્યને પ્રાપ્ત કર્યું હોવા છતાં તેમને (વિકારી સુખદુઃખરૂપ) કર્મફળ
૧. કર્મચેતનાવાળા જીવને જ્ઞાનાવરણ ‘પ્રકૃષ્ટ’ હોય છે અને કર્મફળચેતનાવાળાને ‘અતિ પ્રકૃષ્ટ’ હોય
છે.
૨. કાર્ય=(જીવ વડે) કરવામાં આવતું હોય તે; ઇચ્છાપૂર્વક ઇષ્ટાનિષ્ટ વિકલ્પરૂપ કર્મ.
[જે જીવોને વીર્યનો કાંઈક વિકાસ થયો છે તેમને કર્મચેતનારૂપે પરિણમવાનું સામર્થ્ય પ્રગટ્યું
છે તેથી તેઓ મુખ્યપણે કર્મચેતનારૂપે પરિણમે છે. આ કર્મચેતના કર્મફળચેતનાથી મિશ્રિત
હોય છે.
]
૩. અવ્યતિરિક્ત=અભિન્ન. (સ્વાભાવિક સુખ જ્ઞાનથી અભિન્ન છે તેથી જ્ઞાનચેતના સ્વાભાવિક
સુખના સંચેતનઅનુભવનસહિત જ હોય છે.)

Page 70 of 256
PDF/HTML Page 110 of 296
single page version

૭૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
सुखं ज्ञानमेव चेतयन्त इति ।।३८।।
सव्वे खलु कम्मफलं थावरकाया तसा हि कज्जजुदं
पाणित्तमदिक्कंता णाणं विंदंति ते जीवा ।।३९।।
सर्वे खलु कर्मफलं स्थावरकायास्त्रसा हि कार्ययुतम्
प्राणित्वमतिक्रान्ताः ज्ञानं विन्दन्ति ते जीवाः ।।३९।।
अत्र कः किं चेतयत इत्युक्त म्
चेतयन्ते अनुभवन्ति उपलभन्ते विन्दन्तीत्येकार्थाश्चेतनानुभूत्युपलब्धिवेदनानामे-
कार्थत्वात् तत्र स्थावराः कर्मफलं चेतयन्ते, त्रसाः कार्यं चेतयन्ते, केवलज्ञानिनो
નિર્જરી ગયું છે અને અત્યંત કૃતકૃત્યપણું થયું છે (અર્થાત્ કાંઈ કરવાનું લેશમાત્ર
પણ રહ્યું નથી). ૩૮.
વેદે કરમફળ સ્થાવરો, ત્રસ કાર્યયુત ફળ અનુભવે,
પ્રાણિત્વથી અતિક્રાંત જે તે જીવ વેદે જ્ઞાનને. ૩૯.
અન્વયાર્થ[ सर्वे स्थावरकायाः ] સર્વ સ્થાવર જીવસમૂહો [ खलु ] ખરેખર
[ कर्मफलं ] કર્મફળને વેદે છે, [ त्रसाः ] ત્રસો [ हि ] ખરેખર [ कार्ययुतम् ] કાર્યસહિત
કર્મફળને વેદે છે અને [ प्राणित्वम् अतिक्रान्ताः ] જે પ્રાણિત્વને (પ્રાણોને) અતિક્રમી
ગયા છે [ ते जीवाः ] તે જીવો [ ज्ञानं ] જ્ઞાનને [ विन्दन्ति ] વેદે છે.
ટીકાઅહીં, કોણ શું ચેતે છે (અર્થાત્ કયા જીવને કઈ ચેતના હોય છે)
તે કહ્યું છે.
ચેતે છે, અનુભવે છે, ઉપલબ્ધ કરે છે અને વેદે છેએ એકાર્થ છે (અર્થાત
એ બધા શબ્દો એક અર્થવાળા છે), કારણ કે ચેતના, અનુભૂતિ, ઉપલબ્ધિ અને
વેદનાનો એક અર્થ છે. ત્યાં, સ્થાવરો કર્મફળને ચેતે છે, ત્રસો કાર્યને ચેતે છે,
૧. કૃતકૃત્ય=કૃતકાર્ય. [પરિપૂર્ણ જ્ઞાનવાળા આત્માઓ અત્યંત કૃતકાર્ય છે તેથી, જોકે તેમને અનંત વીર્ય
પ્રગટ થયું છે તોપણ, તેમનું વીર્ય કાર્યચેતનાને (કર્મચેતનાને) રચતું નથી, (વળી વિકારી સુખદુઃખ
વિનષ્ટ થયાં હોવાથી તેમનું વીર્ય કર્મફળચેતનાને પણ રચતું નથી,) જ્ઞાનચેતનાને જ રચે છે.]

Page 71 of 256
PDF/HTML Page 111 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૭૧
ज्ञानं चेतयन्त इति ।।३९।।
अथोपयोगगुणव्याख्यानम्
उवओगो खलु दुविहो णाणेण य दंसणेण संजुत्तो
जीवस्स सव्वकालं अणण्णभूदं वियाणीहि ।।४०।।
उपयोगः खलु द्विविधो ज्ञानेन च दर्शनेन संयुक्त :
जीवस्य सर्वकालमनन्यभूतं विजानीहि ।।४०।।
आत्मनश्चैतन्यानुविधायी परिणाम उपयोगः सोऽपि द्विविध :ज्ञानोपयोगो
दर्शनोपयोगश्च तत्र विशेषग्राहि ज्ञानं, सामान्यग्राहि दर्शनम् उपयोगश्च सर्वदा
કેવળજ્ઞાનીઓ જ્ઞાનને ચેતે છે.
ભાવાર્થપાંચ પ્રકારના સ્થાવર જીવો અવ્યક્ત સુખદુઃખાનુભવરૂપ શુભાશુભ-
કર્મફળને ચેતે છે. દ્વીંદ્રિય આદિ ત્રસ જીવો તે જ કર્મફળને ઇચ્છાપૂર્વક ઇષ્ટાનિષ્ટ
વિકલ્પરૂપ કાર્ય સહિત ચેતે છે.
*પરિપૂર્ણ જ્ઞાનવંત ભગવંતો (અનંત સૌખ્ય સહિત)
જ્ઞાનને જ ચેતે છે. ૩૯.
હવે ઉપયોગગુણનું વ્યાખ્યાન છે.
છે જ્ઞાન ને દર્શન સહિત ઉપયોગ યુગલ પ્રકારનો;
જીવદ્રવ્યને તે સર્વ કાળ અનન્યરૂપે જાણવો. ૪૦.
અન્વયાર્થ[ ज्ञानेन च दर्शनेन संयुक्तः ] જ્ઞાનથી અને દર્શનથી સંયુક્ત એવો
[ खलु द्विविधः ] ખરેખર બે પ્રકારનો [ उपयोगः ] ઉપયોગ [ जीवस्य ] જીવને [ सर्वकालम् ]
સર્વ કાળ [ अनन्यभूतं ] અનન્યપણે [ विजानीहि ] જાણો.
ટીકાઆત્માનો ચૈતન્ય-અનુવિધાયી (અર્થાત્ ચૈતન્યને અનુસરનારો) પરિણામ
તે ઉપયોગ છે. તે પણ બે પ્રકારનો છેજ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ. ત્યાં, વિશેષને
ગ્રહનારું જ્ઞાન છે અને સામાન્યને ગ્રહનારું દર્શન છે (અર્થાત્ વિશેષ જેમાં પ્રતિભાસે તે
*અહીં પરિપૂર્ણ જ્ઞાનચેતનાની વિવક્ષા હોવાથી, કેવળીભગવંતો અને સિદ્ધભગવંતોને જ જ્ઞાનચેતના
કહેવામાં આવી છે. આંશિક જ્ઞાનચેતનાની વિવક્ષાથી તો મુનિઓ, શ્રાવકો અને અવિરત સમ્યગ્દ્રષ્ટિઓને
પણ જ્ઞાનચેતના કહી શકાય છે; તેનો અહીં નિષેધ ન સમજવો, માત્ર વિવક્ષાભેદ છે એમ સમજવું.

Page 72 of 256
PDF/HTML Page 112 of 296
single page version

૭૨
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
जीवादपृथग्भूत एव, एकास्तित्वनिर्वृत्तत्वादिति ।।४०।।
आभिणिसुदोधिमणकेवलाणि णाणाणि पंचभेयाणि
कुमदिसुदविभंगाणि य तिण्णि वि णाणेहिं संजुत्ते ।।४१।।
आभिनिबोधिकश्रुतावधिमनःपर्ययकेवलानि ज्ञानानि पञ्चभेदानि
कुमतिश्रुतविभङ्गानि च त्रीण्यपि ज्ञानैः संयुक्तानि ।।४१।।
ज्ञानोपयोगविशेषाणां नामस्वरूपाभिधानमेतत
तत्राभिनिबोधिकज्ञानं श्रुतज्ञानमवधिज्ञानं मनःपर्ययज्ञानं केवलज्ञानं कुमतिज्ञानं
कुश्रुतज्ञानं विभङ्गज्ञानमिति नामाभिधानम् आत्मा ह्यनन्तसर्वात्मप्रदेशव्यापिविशुद्ध-
જ્ઞાન છે અને સામાન્ય જેમાં પ્રતિભાસે તે દર્શન છે). વળી ઉપયોગ સર્વદા જીવથી
*અપૃથગ્ભૂત જ છે, કારણ કે એક અસ્તિત્વથી રચાયેલ છે. ૪૦.
મતિ, શ્રુત, અવધિ, મનઃ, કેવળપાંચ ભેદો જ્ઞાનના;
કુમતિ, કુશ્રુત, વિભંગત્રણ પણ જ્ઞાન સાથે જોડવાં. ૪૧.
અન્વયાર્થ[ आभिनिबोधिकश्रुतावधिमनःपर्ययकेवलानि ] આભિનિબોધિક (મતિ),
શ્રુત, અવધિ, મનઃપર્યય અને કેવળ[ ज्ञानानि पञ्चभेदानि ] એમ જ્ઞાનના પાંચ ભેદ છે;
[ कुमतिश्रुतविभङ्गानि च ] વળી કુમતિ, કુશ્રુત અને વિભંગ[ त्रीणि अपि ] એ ત્રણ
(અજ્ઞાનો) પણ [ ज्ञानैः ] (પાંચ) જ્ઞાનો સાથે [ संयुक्तानि ] જોડવામાં આવ્યાં છે. (
પ્રમાણે જ્ઞાનોપયોગના આઠ ભેદ છે.)
ટીકાઆ, જ્ઞાનોપયોગના ભેદોનાં નામ અને સ્વરૂપનું કથન છે.
ત્યાં, (૧) આભિનિબોધિકજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મનઃ-
પર્યયજ્ઞાન, (૫) કેવળજ્ઞાન, (૬) કુમતિજ્ઞાન, (૭) કુશ્રુતજ્ઞાન અને (૮) વિભંગજ્ઞાન
એ પ્રમાણે (જ્ઞાનોપયોગના ભેદોનાં) નામનું કથન છે.
(હવે તેમનાં સ્વરૂપનું કથન કરવામાં આવે છે) આત્મા ખરેખર અનંત, સર્વ
આત્મપ્રદેશોમાં વ્યાપક, વિશુદ્ધ જ્ઞાનસામાન્યસ્વરૂપ છે. તે (આત્મા) ખરેખર અનાદિ
*
અપૃથગ્ભૂત=અભિન્ન. (ઉપયોગ સદા જીવથી અભિન્ન જ છે, કારણ કે તેઓ એક અસ્તિત્વથી
નિષ્પન્ન છે.)

Page 73 of 256
PDF/HTML Page 113 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૭૩
ज्ञानसामान्यात्मा स खल्वनादिज्ञानावरणकर्मावच्छन्नप्रदेशः सन्, यत्तदावरणक्षयोप-
शमादिन्द्रियानिन्द्रियावलम्बाच्च मूर्तामूर्तद्रव्यं विकलं विशेषेणावबुध्यते तदाभिनि-
बोधिकज्ञानम्, यत्तदावरणक्षयोपशमादनिन्द्रियावलम्बाच्च मूर्तामूर्तद्रव्यं विकलं विशेषेणाव-
बुध्यते तत
् श्रुतज्ञानम्, यत्तदावरणक्षयोपशमादेव मूर्तद्रव्यं विकलं विशेषेणावबुध्यते
तदवधिज्ञानम्, यत्तदावरणक्षयोपशमादेव परमनोगतं मूर्तद्रव्यं विकलं विशेषेणावबुध्यते
तन्मनःपर्ययज्ञानम्, यत्सकलावरणात्यन्तक्षये केवल एव मूर्तामूर्तद्रव्यं सकलं विशेषेणाव-
बुध्यते तत्स्वाभाविकं केवलज्ञानम्
मिथ्यादर्शनोदयसहचरितमाभिनिबोधिकज्ञानमेव
कुमतिज्ञानम्, मिथ्यादर्शनोदयसहचरितं श्रुतज्ञानमेव कुश्रुतज्ञानम्, मिथ्यादर्शनोदयसह-
જ્ઞાનાવરણકર્મથી આચ્છાદિત પ્રદેશોવાળો વર્તતો થકો, (૧) તે પ્રકારના (અર્થાત
મતિજ્ઞાનના) આવરણના ક્ષયોપશમથી અને ઇન્દ્રિય-મનના અવલંબનથી મૂર્ત-અમૂર્ત દ્રવ્યને
વિકળપણે વિશેષતઃ અવબોધે છે તે આભિનિબોધિકજ્ઞાન છે, (૨) તે પ્રકારના (અર્થાત
શ્રુતજ્ઞાનના) આવરણના ક્ષયોપશમથી અને મનના અવલંબનથી મૂર્ત-અમૂર્ત દ્રવ્યને વિકળપણે
વિશેષતઃ અવબોધે છે તે શ્રુતજ્ઞાન છે, (૩) તે પ્રકારના આવરણના ક્ષયોપશમથી જ મૂર્ત
દ્રવ્યને વિકળપણે વિશેષતઃ અવબોધે છે તે અવધિજ્ઞાન છે, (૪) તે પ્રકારના આવરણના
ક્ષયોપશમથી જ પરમનોગત (
પારકાના મન સાથે સંબંધવાળા) મૂર્ત દ્રવ્યને વિકળપણે
વિશેષતઃ અવબોધે છે તે મનઃપર્યયજ્ઞાન છે, (૫) સમસ્ત આવરણના અત્યંત ક્ષયે, કેવળ
જ (
આત્મા એકલો જ), મૂર્ત-અમૂર્ત દ્રવ્યને સકળપણે વિશેષતઃ અવબોધે છે તે સ્વાભાવિક
કેવળજ્ઞાન છે. (૬) મિથ્યાદર્શનના ઉદય સાથેનું આભિનિબોધિકજ્ઞાન જ કુમતિજ્ઞાન છે,
(૭) મિથ્યાદર્શનના ઉદય સાથેનું શ્રુતજ્ઞાન જ કુશ્રુતજ્ઞાન છે, (૮) મિથ્યાદર્શનના ઉદય
સાથેનું અવધિજ્ઞાન જ વિભંગજ્ઞાન છે.
આ પ્રમાણે (જ્ઞાનોપયોગના ભેદોનાં) સ્વરૂપનું
કથન છે.
એ રીતે મતિજ્ઞાનાદિ આઠ જ્ઞાનોપયોગોનું વ્યાખ્યાન કરવામાં આવ્યું.
ભાવાર્થપ્રથમ તો, નીચે પ્રમાણે પાંચ જ્ઞાનોનું સ્વરૂપ છે
નિશ્ચયનયે અખંડ-એક-વિશુદ્ધજ્ઞાનમય એવો આ આત્મા વ્યવહારનયે
સંસારાવસ્થામાં કર્માવૃત વર્તતો થકો, મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોતાં, પાંચ ઇન્દ્રિયો
૧. વિકળપણે=અપૂર્ણપણે; અંશે.
૨. વિશેષતઃ અવબોધવું=જાણવું. (વિશેષ અવબોધ અર્થાત્ વિશેષ પ્રતિભાસ તે જ્ઞાન છે.)
પં. ૧૦

Page 74 of 256
PDF/HTML Page 114 of 296
single page version

૭૪
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
અને મનથી મૂર્ત-અમૂર્ત વસ્તુને વિકલ્પરૂપે જે જાણે છે તે મતિજ્ઞાન છે. તે ત્રણ પ્રકારનું
છેઃ ઉપલબ્ધિરૂપ, ભાવનારૂપ અને ઉપયોગરૂપ. મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી જનિત
અર્થગ્રહણશક્તિ (
પદાર્થને જાણવાની શક્તિ) તે ઉપલબ્ધિ છે, જાણેલા પદાર્થનું પુનઃ
પુનઃ ચિંતન તે ભાવના છે અને ‘આ કાળું છે’, ‘આ પીળું છે’ ઇત્યાદિરૂપે
અર્થગ્રહણવ્યાપાર (પદાર્થને જાણવાનો વ્યાપાર) તે ઉપયોગ છે. એવી જ રીતે તે
(મતિજ્ઞાન) અવગ્રહ, ઈહા, અવાય અને ધારણારૂપ ભેદો વડે અથવા કોષ્ઠબુદ્ધિ,
બીજબુદ્ધિ, પદાનુસારીબુદ્ધિ અને સંભિન્નશ્રોતૃતાબુદ્ધિ એવા ભેદો વડે ચાર પ્રકારનું છે.
(
અહીં, એમ તાત્પર્ય ગ્રહણ કરવું કે નિર્વિકાર શુદ્ધ અનુભૂતિ પ્રત્યે અભિમુખ જે
મતિજ્ઞાન તે જ ઉપાદેયભૂત અનંત સુખનું સાધક હોવાથી નિશ્ચયથી ઉપાદેય છે, તેના
સાધનભૂત બહિરંગ મતિજ્ઞાન તો વ્યવહારથી ઉપાદેય છે.
)
તે જ પૂર્વોક્ત આત્મા, શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોતાં, મૂર્ત-અમૂર્ત વસ્તુને
પરોક્ષરૂપે જે જાણે છે તેને જ્ઞાનીઓ શ્રુતજ્ઞાન કહે છે. તે લબ્ધિરૂપ અને ભાવનારૂપ
છે તેમ જ ઉપયોગરૂપ અને નયરૂપ છે. ‘
ઉપયોગ’ શબ્દથી અહીં વસ્તુને ગ્રહનારું
પ્રમાણ સમજવું અર્થાત્ આખી વસ્તુને જાણનારું જ્ઞાન સમજવું અને ‘નયશબ્દથી
વસ્તુના (ગુણપર્યાયરૂપ) એક દેશને ગ્રહનારો એવો જ્ઞાતાનો અભિપ્રાય સમજવો. (અહીં
એમ તાત્પર્ય ગ્રહણ કરવું કે વિશુદ્ધજ્ઞાનદર્શન જેનો સ્વભાવ છે એવા શુદ્ધ આત્મતત્ત્વનાં
સમ્યક્ શ્રદ્ધાન-જ્ઞાન-અનુચરણરૂપ અભેદરત્નત્રયાત્મક જે ભાવશ્રુત તે જ ઉપાદેયભૂત
પરમાત્મતત્ત્વનું સાધક હોવાથી નિશ્ચયથી ઉપાદેય છે પરંતુ તેના સાધનભૂત બહિરંગ
શ્રુતજ્ઞાન તો વ્યવહારથી ઉપાદેય છે.
)
આ આત્મા, અવધિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોતાં, મૂર્ત વસ્તુને જે પ્રત્યક્ષપણે
જાણે છે તે અવધિજ્ઞાન છે. તે અવધિજ્ઞાન લબ્ધિરૂપ અને ઉપયોગરૂપ એમ બે પ્રકારે
જાણવું. અથવા અવધિજ્ઞાન દેશાવધિ, પરમાવધિ અને સર્વાવધિ એવા ભેદો વડે ત્રણ
પ્રકારે છે. તેમાં, પરમાવધિ અને સર્વાવધિ ચૈતન્યના ઊછળવાથી ભરપૂર આનંદરૂપ
પરમસુખામૃતના રસાસ્વાદરૂપ સમરસીભાવે પરિણત ચરમદેહી તપોધનોને હોય છે. ત્રણે
પ્રકારનાં અવધિજ્ઞાનો વિશિષ્ટ સમ્યક્ત્વાદિ ગુણથી નિશ્ચયે થાય છે. દેવો અને નારકોને
થતું ભવપ્રત્યયી જે અવધિજ્ઞાન તે નિયમથી દેશાવધિ જ હોય છે.
चरितमवधिज्ञानमेव विभङ्गज्ञानमिति स्वरूपाभिधानम्

Page 75 of 256
PDF/HTML Page 115 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૭૫
આ આત્મા, મનઃપર્યયજ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોતાં, પરમનોગત મૂર્ત વસ્તુને જે
પ્રત્યક્ષપણે જાણે છે તે મનઃપર્યયજ્ઞાન છે. ૠજુમતિ અને વિપુલમતિ એવા ભેદો વડે
મનઃપર્યયજ્ઞાન બે પ્રકારનું છે. ત્યાં, વિપુલમતિ મનઃપર્યયજ્ઞાન પરના મનવચનકાય સંબંધી
પદાર્થને, વક્ર તેમ જ અવક્ર બન્નેને, જાણે છે અને ૠજુમતિ મનઃપર્યયજ્ઞાન તો ૠજુને
(અવક્રને) જ જાણે છે. નિર્વિકાર આત્માની ઉપલબ્ધિ અને ભાવના સહિત ચરમદેહી
મુનિઓને વિપુલમતિ મનઃપર્યયજ્ઞાન હોય છે. આ બન્ને મનઃપર્યયજ્ઞાનો વીતરાગ
આત્મતત્ત્વનાં સમ્યક્ શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનની ભાવના સહિત, પંદર પ્રમાદ રહિત અપ્રમત્ત
મુનિને ઉપયોગમાં
વિશુદ્ધ પરિણામમાં
ઉત્પન્ન થાય છે. અહીં મનઃપર્યયજ્ઞાનના
ઉત્પાદકાળે જ અપ્રમત્તપણાનો નિયમ છે, પછી પ્રમત્તપણામાં પણ તે સંભવે છે.
જે જ્ઞાન ઘટપટાદિ જ્ઞેય પદાર્થોને અવલંબીને ઊપજતું નથી તે કેવળજ્ઞાન છે.
તે શ્રુતજ્ઞાનસ્વરૂપ પણ નથી. જોકે દિવ્યધ્વનિકાળે તેના આધારે ગણધરદેવ વગેરેને
શ્રુતજ્ઞાન પરિણમે છે તોપણ તે શ્રુતજ્ઞાન ગણધરદેવ વગેરેને જ હોય છે, કેવળીભગવંતોને
તો કેવળજ્ઞાન જ હોય છે. વળી, કેવળીભગવંતોને શ્રુતજ્ઞાન નથી એટલું જ નહિ, પણ
તેમને જ્ઞાન-અજ્ઞાન પણ નથી અર્થાત
્ તેમને કોઈ વિષયનું જ્ઞાન અને કોઈ વિષયનું
અજ્ઞાન હોય એમ પણ નથીસર્વ વિષયોનું જ્ઞાન જ હોય છે; અથવા, તેમને
મતિજ્ઞાનાદિ અનેક ભેદવાળું જ્ઞાન નથીકેવળજ્ઞાન એક જ છે.
અહીં જે પાંચ જ્ઞાનો વર્ણવવામાં આવ્યાં તે વ્યવહારથી વર્ણવવામાં આવ્યાં
છે. નિશ્ચયથી તો વાદળાં વિનાના સૂર્યની માફક આત્મા અખંડ-એક-જ્ઞાનપ્રતિભાસમય
જ છે.
હવે અજ્ઞાનત્રય વિષે કહેવામાં આવે છે
મિથ્યાત્વ દ્વારા અર્થાત્ ભાવ-આવરણ દ્વારા અજ્ઞાન (કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન
તથા વિભંગજ્ઞાન) અને અવિરતિભાવ હોય છે તથા જ્ઞેયને અવલંબતાં (જ્ઞેય સંબંધી
વિચાર અથવા જ્ઞાન કરતાં) તે તે કાળે દુઃનય અને દુઃપ્રમાણ હોય છે. (મિથ્યાદર્શનના
સદ્ભાવમાં વર્તતું મતિજ્ઞાન તે કુમતિજ્ઞાન છે, શ્રુતજ્ઞાન તે કુશ્રુતજ્ઞાન છે, અવધિજ્ઞાન
તે વિભંગજ્ઞાન છે; તેના સદ્ભાવમાં વર્તતા નયો તે દુઃનયો છે અને પ્રમાણ તે દુઃપ્રમાણ
છે.
) માટે એમ ભાવાર્થ સમજવો કે નિર્વિકાર શુદ્ધ આત્માની અનુભૂતિસ્વરૂપ નિશ્ચય
સમ્યક્ત્વ ઉપાદેય છે.
इत्थं मतिज्ञानादिज्ञानोपयोगाष्टकं व्याख्यातम् ।।४१।।

Page 76 of 256
PDF/HTML Page 116 of 296
single page version

૭૬
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
दंसणमवि चक्खुजुदं अचक्खुजुदमवि य ओहिणा सहियं
अणिधणमणंतविसयं केवलियं चावि पण्णत्तं ।।४२।।
दर्शनमपि चक्षुर्युतमचक्षुर्युतमपि चावधिना सहितम्
अनिधनमनन्तविषयं कैवल्यं चापि प्रज्ञप्तम् ।।४२।।
दर्शनोपयोगविशेषाणां नामस्वरूपाभिधानमेतत
चक्षुर्दर्शनमचक्षुर्दर्शनमवधिदर्शनं केवलदर्शनमिति नामाभिधानम् आत्मा ह्यनन्त-
सर्वात्मप्रदेशव्यापिविशुद्धदर्शनसामान्यात्मा स खल्वनादिदर्शनावरणकर्मावच्छन्नप्रदेशः
सन्, यत्तदावरणक्षयोपशमाच्चक्षुरिन्द्रियावलम्बाच्च मूर्तद्रव्यं विकलं सामान्येनावबुध्यते
એ પ્રમાણે જ્ઞાનોપયોગોનું વર્ણન કરવામાં આવ્યું. ૪૧.
દર્શન તણા ચક્ષુ-અચક્ષુરૂપ, અવધિરૂપ ને
નિઃસીમવિષય અનિધન કેવળરૂપ ભેદ કહેલ છે. ૪૨.
અન્વયાર્થ[ दर्शनम् अपि ] દર્શન પણ [ चक्षुर्युतम् ] ચક્ષુદર્શન, [ अचक्षुर्युतम् अपि
च ] અચક્ષુદર્શન, [ अवधिना सहितम् ] અવધિદર્શન [ च अपि ] અને [ अनंतविषयम् ] અનંત
જેનો વિષય છે એવું [ अनिधनम् ] અવિનાશી [ कैवल्यं ] કેવળદર્શન [ प्रज्ञप्तम् ]એમ ચાર
ભેદવાળું કહ્યું છે.
ટીકાઆ, દર્શનોપયોગના ભેદોનાં નામ અને સ્વરૂપનું કથન છે.
(૧) ચક્ષુદર્શન, (૨) અચક્ષુદર્શન, (૩) અવધિદર્શન અને (૪) કેવળદર્શન
પ્રમાણે (દર્શનોપયોગના ભેદોનાં) નામનું કથન છે.
(હવે તેમનાં સ્વરૂપનું કથન કરવામાં આવે છે) આત્મા ખરેખર અનંત,
સર્વ આત્મપ્રદેશોમાં વ્યાપક, વિશુદ્ધ દર્શનસામાન્યસ્વરૂપ છે. તે (આત્મા) ખરેખર
અનાદિ દર્શનાવરણકર્મથી આચ્છાદિત પ્રદેશોવાળો વર્તતો થકો, (૧) તે પ્રકારના (અર્થાત
ચક્ષુદર્શનના) આવરણના ક્ષયોપશમથી અને ચક્ષુ-ઇન્દ્રિયના અવલંબનથી મૂર્ત દ્રવ્યને
વિકળપણે *સામાન્યતઃ અવબોધે છે તે ચક્ષુદર્શન છે, (૨) તે પ્રકારના આવરણના
*
સામાન્યતઃ અવબોધવું=દેખવું. (સામાન્ય અવબોધ અર્થાત્ સામાન્ય પ્રતિભાસ તે દર્શન છે.)

Page 77 of 256
PDF/HTML Page 117 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૭૭
तच्चक्षुर्दर्शनम्, यत्तदावरणक्षयोपशमाच्चक्षुर्वर्जितेतरचतुरिन्द्रियानिन्द्रियावलम्बाच्च मूर्तामूर्तद्रव्यं
विकलं सामान्येनावबुध्यते तदचक्षुर्दर्शनम्, यत्तदावरणक्षयोपशमादेव मूर्तद्रव्यं विकलं
सामान्येनावबुध्यते तदवधिदर्शनम्, यत्सकलावरणात्यन्तक्षये केवल एव मूर्तामूर्तद्रव्यं
सकलं सामान्येनावबुध्यते तत्स्वाभाविकं केवलदर्शनमिति स्वरूपाभिधानम्
।।४२।।
ण वियप्पदि णाणादो णाणी णाणाणि होंति णेगाणि
तम्हा दु विस्सरूवं भणियं दवियं ति णाणीहिं ।।४३।।
न विकल्प्यते ज्ञानात् ज्ञानी ज्ञानानि भवन्त्यनेकानि
तस्मात्तु विश्वरूपं भणितं द्रव्यमिति ज्ञानिभिः ।।४३।।
एकस्यात्मनोऽनेकज्ञानात्मकत्वसमर्थनमेतत
न तावज्ज्ञानी ज्ञानात्पृथग्भवति, द्वयोरप्येकास्तित्वनिर्वृत्तत्वेनैकद्रव्यत्वात्,
ક્ષયોપશમથી અને ચક્ષુ સિવાય બાકીની ચાર ઇન્દ્રિયો તથા મનના અવલંબનથી મૂર્ત-
અમૂર્ત દ્રવ્યને વિકળપણે સામાન્યતઃ અવબોધે છે તે અચક્ષુદર્શન છે, (૩) તે પ્રકારના
આવરણના ક્ષયોપશમથી જ મૂર્ત દ્રવ્યને વિકળપણે સામાન્યતઃ અવબોધે છે તે
અવધિદર્શન છે, (૪) સમસ્ત આવરણના અત્યંત ક્ષયે, કેવળ જ (
આત્મા એકલો જ),
મૂર્ત-અમૂર્ત દ્રવ્યને સકળપણે સામાન્યતઃ અવબોધે છે તે સ્વાભાવિક કેવળદર્શન છે.
આ પ્રમાણે (દર્શનોપયોગના ભેદોનાં) સ્વરૂપનું કથન છે. ૪૨.
છે જ્ઞાનથી નહિ ભિન્ન જ્ઞાની, જ્ઞાન તોય અનેક છે;
તે કારણે તો વિશ્વરૂપ કહ્યું દરવને જ્ઞાનીએ. ૪૩.
અન્વયાર્થ[ ज्ञानात् ] જ્ઞાનથી [ ज्ञानी न विकल्प्यते ] જ્ઞાનીનો (આત્માનો)
ભેદ પાડવામાં આવતો નથી; [ ज्ञानानि अनेकानि भवन्ति ] તોપણ જ્ઞાનો અનેક છે.
[ तस्मात् तु ] તેથી તો [ ज्ञानिभिः ] જ્ઞાનીઓએ [ द्रव्यं ] દ્રવ્યને [ विश्वरूपम् इति भणितम् ]
વિશ્વરૂપ (અનેકરૂપ) કહ્યું છે.
ટીકાએક આત્મા અનેક જ્ઞાનાત્મક હોવાનું આ સમર્થન છે.
પ્રથમ તો જ્ઞાની (આત્મા) જ્ઞાનથી પૃથક્ નથી; કારણ કે બન્ને એક
અસ્તિત્વથી રચાયાં હોવાથી બન્નેને એકદ્રવ્યપણું છે, બન્નેના અભિન્ન પ્રદેશો હોવાથી

Page 78 of 256
PDF/HTML Page 118 of 296
single page version

૭૮
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
द्वयोरप्यभिन्नप्रदेशत्वेनैकक्षेत्रत्वात्, द्वयोरप्येकसमयनिर्वृत्तत्वेनैककालत्वात्, द्वयोरप्येकस्व-
भावत्वेनैकभावत्वात न चैवमुच्यमानेप्येकस्मिन्नात्मन्याभिनिबोधिकादीन्यनेकानि ज्ञानानि
विरुध्यन्ते, द्रव्यस्य विश्वरूपत्वात द्रव्यं हि सहक्रमप्रवृत्तानन्तगुणपर्यायाधारतयानन्त-
रूपत्वादेकमपि विश्वरूपमभिधीयत इति ।।४३।।
जदि हवदि दव्वमण्णं गुणदो य गुणा य दव्वदो अण्णे
दव्वाणंतियमधवा दव्वाभावं पकुव्वंति ।।४४।।
यदि भवति द्रव्यमन्यद्गुणतश्च गुणाश्च द्रव्यतोऽन्ये
द्रव्यानन्त्यमथवा द्रव्याभावं प्रकुर्वन्ति ।।४४।।
द्रव्यस्य गुणेभ्यो भेदे, गुणानां च द्रव्याद्भेदे दोषोपन्यासोऽयम्
બન્નેને એકક્ષેત્રપણું છે, બન્ને એક સમયે રચાતાં હોવાથી બન્નેને એકકાળપણું છે,
બન્નેનો એક સ્વભાવ હોવાથી બન્નેને એકભાવપણું છે. પરંતુ આમ કહેવામાં આવતું
હોવા છતાં, એક આત્મામાં આભિનિબોધિક (
મતિ) આદિ અનેક જ્ઞાનો વિરોધ
પામતાં નથી, કારણ કે દ્રવ્ય વિશ્વરૂપ છે. દ્રવ્ય ખરેખર સહવર્તી અને ક્રમવર્તી એવા
અનંત ગુણો અને પર્યાયોનો આધાર હોવાને લીધે અનંતરૂપવાળું હોવાથી, એક હોવા
છતાં પણ,
*વિશ્વરૂપ કહેવાય છે. ૪૩.
જો દ્રવ્ય ગુણથી અન્ય ને ગુણ અન્ય માનો દ્રવ્યથી,
તો થાય દ્રવ્ય-અનંતતા વા થાય નાસ્તિ દ્રવ્યની. ૪૪.
અન્વયાર્થ[ यदि ] જો [ द्रव्यं ] દ્રવ્ય [ गुणतः ] ગુણથી [ अन्यत् च भवति ] અન્ય
(ભિન્ન) હોય [ गुणाः च ] અને ગુણો [ द्रव्यतः अन्ये ] દ્રવ્યથી અન્ય હોય તો [ द्रव्यानन्त्यम् ]
દ્રવ્યની અનંતતા થાય [ अथवा ] અથવા [ द्रव्याभावं ] દ્રવ્યનો અભાવ [ प्रकुर्वन्ति ] થાય.
ટીકાદ્રવ્યનું ગુણોથી ભિન્નપણું હોય અને ગુણોનું દ્રવ્યથી ભિન્નપણું હોય
તો દોષ આવે છે તેનું આ કથન છે.
*
વિશ્વરૂપ=અનેકરૂપ. [એક દ્રવ્ય સહવર્તી અનંત ગુણોનો અને ક્રમવર્તી અનંત પર્યાયોનો આધાર
હોવાને લીધે અનંતરૂપવાળું પણ છે તેથી તેને વિશ્વરૂપ (અનેકરૂપ) પણ કહેવામાં આવે છે. માટે
એક આત્મા અનેક જ્ઞાનાત્મક હોવામાં વિરોધ નથી.]

Page 79 of 256
PDF/HTML Page 119 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૭૯
गुणा हि क्वचिदाश्रिताः यत्राश्रितास्तद्द्̄रव्यम् तच्चेदन्यद्गुणेभ्यः पुनरपि गुणाः
क्वचिदाश्रिताः यत्राश्रितास्तद्द्̄रव्यम् तदपि अन्यच्चेद्गुणेभ्यः पुनरपि गुणाः क्वचिदाश्रिताः
यत्राश्रिताः तद्द्̄रव्यम् तदप्यन्यदेव गुणेभ्यः एवं द्रव्यस्य गुणेभ्यो भेदे भवति द्रव्यानन्त्यम्
द्रव्यं हि गुणानां समुदायः गुणाश्चेदन्ये समुदायात्, को नाम समुदायः एवं गुणानां
द्रव्याद्भेदे भवति द्रव्याभाव इति ।।४४।।
अविभत्तमणण्णत्तं दव्वगुणाणं विभत्तमण्णत्तं
णिच्छंति णिच्चयण्हू तव्विवरीदं हि वा तेसिं ।।४५।।
अविभक्त मनन्यत्वं द्रव्यगुणानां विभक्त मन्यत्वम्
नेच्छन्ति निश्चयज्ञास्तद्विपरीतं हि वा तेषाम् ।।४५।।
द्रव्यगुणानां स्वोचितानन्यत्वोक्ति रियम्
ગુણો ખરેખર કોઈકના આશ્રયે હોય; (તેઓ) જેના આશ્રયે હોય તે દ્રવ્ય હોય.
તે (દ્રવ્ય) જો ગુણોથી અન્ય (ભિન્ન) હોય તોફરીને પણ, ગુણો કોઈકના આશ્રયે
હોય; (તેઓ) જેના આશ્રયે હોય તે દ્રવ્ય હોય. તે જો ગુણોથી અન્ય હોય તોફરીને પણ,
ગુણો કોઈકના આશ્રયે હોય; (તેઓ) જેના આશ્રયે હોય તે દ્રવ્ય હોય. તે પણ ગુણોથી
અન્ય જ હોય...એ પ્રમાણે, જો દ્રવ્યનું ગુણોથી ભિન્નપણું હોય તો, દ્રવ્યનું અનંતપણું થાય.
ખરેખર દ્રવ્ય એટલે ગુણોનો સમુદાય. ગુણો જો સમુદાયથી અન્ય હોય તો
સમુદાય કેવો? (અર્થાત્ જો ગુણોને સમુદાયથી ભિન્ન માનવામાં આવે તો સમુદાય
ક્યાંથી ઘટે? એટલે કે દ્રવ્ય જ ક્યાંથી ઘટે?) એ પ્રમાણે, જો ગુણોનું દ્રવ્યથી ભિન્નપણું
હોય તો, દ્રવ્યનો અભાવ થાય. ૪૪.
ગુણ-દ્રવ્યને અવિભક્તરૂપ અનન્યતા બુધમાન્ય છે;
પણ ત્યાં વિભક્ત અનન્યતા વા અન્યતા નહિ માન્ય છે. ૪૫.
અન્વયાર્થ[ द्रव्यगुणानाम् ] દ્રવ્ય અને ગુણોને [ अविभक्तम् अनन्यत्वम् ]
અવિભક્તપણારૂપ અનન્યપણું છે; [ निश्चयज्ञाः हि ] નિશ્ચયના જાણનારાઓ [ तेषाम् ] તેમને
[ विभक्तम् अन्यत्वम् ] વિભક્તપણારૂપ અન્યપણું [ वा ] કે [ तद्विपरीतं ] (વિભક્તપણારૂપ)
અનન્યપણું [ न इच्छन्ति ] માનતા નથી.
ટીકા
આ, દ્રવ્ય અને ગુણોના સ્વોચિત અનન્યપણાનું કથન છે (અર્થાત્ દ્રવ્ય

Page 80 of 256
PDF/HTML Page 120 of 296
single page version

૮૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अविभक्त प्रदेशत्वलक्षणं द्रव्यगुणानामनन्यत्वमभ्युपगम्यते विभक्त प्रदेशत्वलक्षणं
त्वन्यत्वमनन्यत्वं च नाभ्युपगम्यते तथाहियथैकस्य परमाणोरेकेनात्मप्रदेशेन सहाविभक्त -
त्वादनन्यत्वं, तथैकस्य परमाणोस्तद्वर्तिनां स्पर्शरसगन्धवर्णादिगुणानां चाविभक्त प्रदेशत्वाद-
नन्यत्वम्
यथा त्वत्यन्तविप्रकृष्टयोः सह्यविन्ध्ययोरत्यन्तसन्निकृष्टयोश्च मिश्रितयोस्तोयपयसो-
र्विभक्त प्रदेशत्वलक्षणमन्यत्वमनन्यत्वं च, न तथा द्रव्यगुणानां विभक्त प्रदेशत्वाभावादन्यत्व-
मनन्यत्वं चेति
।।४५।।
ववदेसा संठाणा संखा विसया य होंति ते बहुगा
ते तेसिमणण्णत्ते अण्णत्ते चावि विज्जंते ।।४६।।
અને ગુણોને કેવું અનન્યપણું ઘટે છે તે અહીં કહ્યું છે).
દ્રવ્ય અને ગુણોને *અવિભક્તપ્રદેશત્વસ્વરૂપ અનન્યપણું સ્વીકારવામાં આવે
છે; પરંતુ વિભક્તપ્રદેશત્વસ્વરૂપ અન્યપણું તથા (વિભક્તપ્રદેશત્વસ્વરૂપ) અનન્યપણું
સ્વીકારવામાં આવતું નથી. તે સ્પષ્ટ સમજાવવામાં આવે છેજેમ એક પરમાણુને
એક સ્વપ્રદેશ સાથે અવિભક્તપણું હોવાથી અનન્યપણું છે, તેમ એક પરમાણુને અને
તેમાં રહેલા સ્પર્શ-રસ-ગંધ-વર્ણ વગેરે ગુણોને અવિભક્ત પ્રદેશો હોવાથી (
અવિભક્ત-
પ્રદેશત્વસ્વરૂપ) અનન્યપણું છે; પરંતુ જેમ અત્યંત દૂર એવા સહ્ય અને વિંધ્યને
વિભક્તપ્રદેશત્વસ્વરૂપ અન્યપણું છે તથા અત્યંત નિકટ એવાં મિશ્રિત ક્ષીર-નીરને
વિભક્તપ્રદેશત્વસ્વરૂપ અનન્યપણું છે, તેમ દ્રવ્ય અને ગુણોને વિભક્ત પ્રદેશો નહિ
હોવાથી (
વિભક્તપ્રદેશત્વસ્વરૂપ) અન્યપણું તથા (વિભક્તપ્રદેશત્વસ્વરૂપ) અનન્યપણું
નથી. ૪૫.
વ્યપદેશ ને સંસ્થાન, સંખ્યા, વિષય બહુ યે હોય છે;
તે તેમના અન્યત્વ તેમ અનન્યતામાં પણ ઘટે. ૪૬.
*અવિભક્ત=અભિન્ન. (દ્રવ્ય અને ગુણોના પ્રદેશો અભિન્ન છે તેથી દ્રવ્ય અને ગુણોને
અભિન્નપ્રદેશત્વસ્વરૂપ અનન્યપણું છે.)
૧. અત્યંત દૂર રહેલા સહ્ય અને વિંધ્ય નામના પર્વતોને ભિન્નપ્રદેશત્વસ્વરૂપ અન્યપણું છે.
૨. અત્યંત નજીક રહેલાં મિશ્રિત દૂધ-જળને ભિન્નપ્રદેશત્વસ્વરૂપ અનન્યપણું છે. દ્રવ્ય અને ગુણોને
એવું અનન્યપણું નથી, પરંતુ અભિન્નપ્રદેશત્વસ્વરૂપ અનન્યપણું છે.