Panchastikay Sangrah (Gujarati). Gatha: 9-20.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 4 of 15

 

Page 21 of 256
PDF/HTML Page 61 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૨૧
वान्तरसत्ता च तत्र सर्वपदार्थसार्थव्यापिनी साद्रश्यास्तित्वसूचिका महासत्ता प्रोक्तै व
अन्या तु प्रतिनियतवस्तुवर्तिनी स्वरूपास्तित्वसूचिकाऽवान्तरसत्ता तत्र महासत्ता-
ऽवान्तरसत्तारूपेणाऽसत्ताऽवान्तरसत्ता च महासत्तारूपेणाऽसत्तेत्यसत्ता सत्तायाः येन
स्वरूपेणोत्पादस्तत्तथोत्पादैकलक्षणमेव, येन स्वरूपेणोच्छेदस्तत्तथोच्छेदैकलक्षणमेव, येन
स्वरूपेण ध्रौव्यं तत्तथा ध्रौव्यैकलक्षणमेव, तत उत्पद्यमानोच्छिद्यमानावतिष्ठमानानां
वस्तुनः स्वरूपाणां प्रत्येकं त्रैलक्षण्याभावादत्रिलक्षणत्वं त्रिलक्षणायाः
एकस्य वस्तुनः
स्वरूपसत्ता नान्यस्य वस्तुनः स्वरूपसत्ता भवतीत्यनेकत्वमेकस्याः प्रतिनियतपदार्थ-
स्थिताभिरेव सत्ताभिः पदार्थानां प्रतिनियमो भवतीत्येकपदार्थस्थितत्वं सर्वपदार्थ-
स्थितायाः
प्रतिनियतैकरूपाभिरेव सत्ताभिः प्रतिनियतैकरूपत्वं वस्तूनां भवतीत्येक-
સૂચવનારી મહાસત્તા (સામાન્યસત્તા) તો કહેવાઈ જ ગઈ. બીજી, પ્રતિનિશ્ચિત (-એકેક
નિશ્ચિત) વસ્તુમાં રહેનારી, સ્વરૂપ-અસ્તિત્વને સૂચવનારી અવાન્તરસત્તા (વિશેષસત્તા) છે.
(૧) ત્યાં મહાસત્તા અવાન્તરસત્તારૂપે અસત્તા છે અને અવાન્તરસત્તા મહાસત્તારૂપે અસત્તા
છે તેથી સત્તાને અસત્તા છે (
અર્થાત્ જે સામાન્યવિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ હોવાથી
‘સત્તા’ છે તે જ અવાન્તરસત્તારૂપ પણ હોવાથી ‘અસત્તા’ પણ છે). (૨) જે સ્વરૂપે
ઉત્પાદ છે તેનું (
-તે સ્વરૂપનું) તે રીતે ઉત્પાદ એક જ લક્ષણ છે, જે સ્વરૂપે વ્યય છે
તેનું (-તે સ્વરૂપનું) તે રીતે વ્યય એક જ લક્ષણ છે અને જે સ્વરૂપે ધ્રૌવ્ય છે તેનું (તે
સ્વરૂપનું) તે રીતે ધ્રૌવ્ય એક જ લક્ષણ છે તેથી વસ્તુના ઊપજતા, નષ્ટ થતા અને ધ્રુવ
રહેતા સ્વરૂપોમાંના પ્રત્યેકને ત્રિલક્ષણનો અભાવ હોવાથી ત્રિલક્ષણા(સત્તા)ને
અત્રિલક્ષણપણું છે. (અર્થાત્ જે સામાન્યવિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ હોવાથી
ત્રિલક્ષણા’ છે તે જ અહીં કહેલી અવાન્તરસત્તારૂપ પણ હોવાથી ‘અત્રિલક્ષણા’ પણ
છે). (૩) એક વસ્તુની સ્વરૂપસત્તા અન્ય વસ્તુની સ્વરૂપસત્તા નથી તેથી એક (સત્તા)ને
અનેકપણું છે (
અર્થાત્ જે સામાન્યવિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ હોવાથી ‘એક’ છે તે
જ અહીં કહેલી અવાન્તરસત્તારૂપ પણ હોવાથી ‘અનેક’ પણ છે). (૪) પ્રતિનિશ્ચિત
(-વ્યક્તિગત નિશ્ચિત) પદાર્થમાં સ્થિત સત્તાઓ વડે જ પદાર્થોનું પ્રતિનિશ્ચિતપણું (-ભિન્ન-
ભિન્ન નિશ્ચિત વ્યક્તિત્વ) હોય છે તેથી સર્વપદાર્થસ્થિત(સત્તા)ને એકપદાર્થસ્થિતપણું છે
(અર્થાત્ જે સામાન્યવિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ હોવાથી ‘સર્વપદાર્થસ્થિત’ છે તે જ
અહીં કહેલી અવાન્તરસત્તારૂપ પણ હોવાથી ‘એકપદાર્થસ્થિત’ પણ છે.) (૫) પ્રતિનિશ્ચિત
એક એક રૂપવાળી સત્તાઓ વડે જ વસ્તુઓનું પ્રતિનિશ્ચિત એક એક રૂપ હોય છે તેથી

Page 22 of 256
PDF/HTML Page 62 of 296
single page version

૨૨
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
रूपत्वं सविश्वरूपायाः प्रतिपर्यायनियताभिरेव सत्ताभिः प्रतिनियतैकपर्यायाणामानन्त्यं
भवतीत्येकपर्यायत्वमनन्तपर्यायायाः इति सर्वमनवद्यं सामान्यविशेषप्ररूपणप्रवणनय-
द्वयायत्तत्वात्तद्देशनायाः ।।।।
સવિશ્વરૂપ(સત્તા)ને એકરૂપપણું છે (અર્થાત્ જે સામાન્યવિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ
હોવાથી ‘સવિશ્વરૂપ’ છે તે જ અહીં કહેલી અવાન્તરસત્તારૂપ પણ હોવાથી ‘એકરૂપ
પણ છે). (૬) પ્રત્યેક પર્યાયમાં રહેલી (વ્યક્તિગત ભિન્નભિન્ન) સત્તાઓ વડે જ
પ્રતિનિશ્ચિત એક એક પર્યાયોનું અનંતપણું થાય છે તેથી અનંતપર્યાયમય(સત્તા)ને
એકપર્યાયમયપણું છે (અર્થાત
્ જે સામાન્યવિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ હોવાથી
‘અનંતપર્યાયમય’ છે તે જ અહીં કહેલી અવાન્તરસત્તારૂપ પણ હોવાથી ‘એકપર્યાયમય’
પણ છે).
આ રીતે બધું નિરવદ્ય છે (અર્થાત્ ઉપર કહેલું સર્વ સ્વરૂપ નિર્દોષ છે, નિર્બાધ
છે, કિંચિત્ વિરોધવાળું નથી) કારણ કે તેનું (-સત્તાના સ્વરૂપનું) કથન સામાન્ય અને
વિશેષના પ્રરૂપણ પ્રત્યે ઢળતા બે નયોને આધીન છે.
ભાવાર્થસામાન્યવિશેષાત્મક સત્તાનાં બે પડખાં છેએક પડખું તે મહાસત્તા
અને બીજું પડખું તે અવાન્તરસત્તા. (૧) મહાસત્તા અવાન્તરસત્તારૂપે અસત્તા છે અને
અવાન્તરસત્તા મહાસત્તારૂપે અસત્તા છે; તેથી જો મહાસત્તાને ‘
સત્તા’ કહીએ તો
અવાન્તરસત્તાને ‘અસત્તા’ કહેવાય. (૨) મહાસત્તા ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એવાં ત્રણ
લક્ષણવાળી છે તેથી તે ‘
ત્રિલક્ષણા’ છે. વસ્તુના ઊપજતા સ્વરૂપનું ઉત્પાદ જ એક લક્ષણ
છે, નષ્ટ થતા સ્વરૂપનું વ્યય જ એક લક્ષણ છે અને ધ્રુવ રહેતા સ્વરૂપનું ધ્રૌવ્ય જ
એક લક્ષણ છે તેથી તે ત્રણ સ્વરૂપોમાંના પ્રત્યેકની અવાન્તરસત્તા એક જ લક્ષણવાળી
હોવાથી ‘
અત્રિલક્ષણા’ છે. (૩) મહાસત્તા સમસ્ત પદાર્થસમૂહમાં ‘સત, સત, સત્’
એવું સમાનપણું દર્શાવતી હોવાથી એક છે. એક વસ્તુની સ્વરૂપસત્તા બીજી કોઈ વસ્તુની
સ્વરૂપસત્તા નથી, તેથી જેટલી વસ્તુઓ તેટલી સ્વરૂપસત્તાઓ; માટે આવી સ્વરૂપસત્તાઓ
અથવા અવાન્તરસત્તાઓ ‘
અનેક’ છે. (૪) સર્વ પદાર્થો સત્ છે તેથી મહાસત્તા ‘સર્વ
પદાર્થોમાં રહેલી’ છે. વ્યક્તિગત પદાર્થોમાં રહેલી ભિન્નભિન્ન વ્યક્તિગત સત્તાઓ વડે
જ પદાર્થોનું ભિન્નભિન્ન નિશ્ચિત વ્યક્તિત્વ રહી શકે, તેથી તે તે પદાર્થની અવાન્તરસત્તા
તે તે ‘
એક પદાર્થમાં જ સ્થિત’ છે. (૫) મહાસત્તા સમસ્ત વસ્તુસમૂહનાં રૂપો
(સ્વભાવો) સહિત છે તેથી તે ‘સવિશ્વરૂપ’ (સર્વરૂપવાળી) છે. વસ્તુની સત્તાનું
(કથંચિત્) એક રૂપ હોય તો જ તે વસ્તુનું નિશ્ચિત એક રૂપ (-ચોક્કસ એક સ્વભાવ)

Page 23 of 256
PDF/HTML Page 63 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૨૩
दवियदि गच्छदि ताइं ताइं सब्भावपज्जयाइं जं
दवियं तं भण्णंते अणण्णभूदं तु सत्तादो ।।।।
द्रवति गच्छति तांस्तान् सद्भावपर्यायान् यत
द्रव्यं तत् भणन्ति अनन्यभूतं तु सत्तातः ।।।।
अत्र सत्ताद्रव्ययोरर्थान्तरत्वं प्रत्याख्यातम्
द्रवति गच्छति सामान्यरूपेण स्वरूपेण व्याप्नोति तांस्तान् क्रमभुवः सहभुवश्च
રહી શકે, તેથી પ્રત્યેક વસ્તુની અવાન્તરસત્તા નિશ્ચિત ‘એક રૂપવાળી’ જ છે.
(૬) મહાસત્તા સર્વ પર્યાયોમાં રહેલી છે તેથી તે ‘
અનંતપર્યાયમય’ છે. ભિન્નભિન્ન
પર્યાયોમાં (કથંચિત) ભિન્નભિન્ન સત્તાઓ હોય તો જ એક એક પર્યાય ભિન્નભિન્ન
રહીને અનંત પર્યાયો સિદ્ધ થાય, નહિ તો પર્યાયોનું અનંતપણું જ ન રહેએકપણું
થઈ જાય; માટે પ્રત્યેક પર્યાયની અવાન્તરસત્તા તે તે ‘એક પર્યાયમય’ જ છે.
આ રીતે સામાન્યવિશેષાત્મક સત્તા, મહાસત્તારૂપ તેમ જ અવાન્તરસત્તારૂપ
હોવાથી, (૧) સત્તા પણ છે અને અસત્તા પણ છે, (૨) ત્રિલક્ષણા પણ છે અને
અત્રિલક્ષણા પણ છે, (૩) એક પણ છે અને અનેક પણ છે, (૪) સર્વપદાર્થસ્થિત પણ
છે અને એકપદાર્થસ્થિત પણ છે. (૫) સવિશ્વરૂપ પણ છે અને એકરૂપ પણ છે,
(૬) અનંતપર્યાયમય પણ છે અને એકપર્યાયમય પણ છે. ૮.
તે તે વિવિધ સદ્ભાવપર્યયને દ્રવેવ્યાપેલહે
તેને કહે છે દ્રવ્ય, જે સત્તા થકી નહિ અન્ય છે. ૯.
અન્વયાર્થ[तान् तान् सद्भावपर्यायान्] તે તે સદ્ભાવપર્યાયોને [यत] જે
[द्रवति] દ્રવે છે[गच्छति] પામે છે, [तत] તેને [द्रव्यं भणन्ति] (સર્વજ્ઞો) દ્રવ્ય કહે
છે[सत्तातः अनन्यभूतं तु] કે જે સત્તાથી અનન્યભૂત છે.
ટીકાઅહીં સત્તાને અને દ્રવ્યને અર્થાંતરપણું (ભિન્નપદાર્થપણું, અન્ય-
પદાર્થપણું) હોવાનું ખંડન કર્યું છે.
તે તે ક્રમભાવી અને સહભાવી સદ્ભાવપર્યાયોને અર્થાત્ સ્વભાવવિશેષોને જે

Page 24 of 256
PDF/HTML Page 64 of 296
single page version

૨૪
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
सद्भावपर्यायान् स्वभावविशेषानित्यनुगतार्थया निरुक्त्या द्रव्यं व्याख्यातम् द्रव्यं च
लक्ष्यलक्षणभावादिभ्यः कथञ्चिद्भेदेऽपि वस्तुतः सत्ताया अपृथग्भूतमेवेति मन्तव्यम्
ततो यत्पूर्वं सत्त्वमसत्त्वं त्रिलक्षणत्वमत्रिलक्षणत्वमेकत्वमनेकत्वं सर्वपदार्थस्थितत्वमेक-
पदार्थस्थितत्वं विश्वरूपत्वमेकरूपत्वमनन्तपर्यायत्वमेकपर्यायत्वं च प्रतिपादितं सत्ताया-
स्तत्सर्वं तदनर्थान्तरभूतस्य द्रव्यस्यैव द्रष्टव्यम्
ततो न कश्चिदपि तेषु सत्ता-
विशेषोऽवशिष्येत यः सत्तां वस्तुतो द्रव्यात्पृथक् व्यवस्थापयेदिति ।।।।
दव्वं सल्लक्खणियं उप्पादव्वयधुवत्तसंजुत्तं
गुणपज्जयासयं वा जं तं भण्णंति सव्वण्हू ।।१०।।
દ્રવે છેપામે છેસામાન્યરૂપ સ્વરૂપે વ્યાપે છે તે દ્રવ્ય છે’એમ અનુગત
અર્થવાળી નિરુક્તિથી દ્રવ્યની વ્યાખ્યા કરવામાં આવી. વળી જોકે લક્ષ્યલક્ષણભાવાદિક
દ્વારા દ્રવ્યને સત્તાથી કથંચિત્ ભેદ છે તોપણ વસ્તુતઃ (પરમાર્થે) દ્રવ્ય સત્તાથી અપૃથક્
જ છે એમ માનવું. માટે પૂર્વે (મી ગાથામાં) સત્તાને જે સત્પણું, અસત્પણું,
ત્રિલક્ષણપણું, અત્રિલક્ષણપણું, એકપણું, અનેકપણું, સર્વપદાર્થસ્થિતપણું, એકપદાર્થસ્થિતપણું,
વિશ્વરૂપપણું, એકરૂપપણું, અનંતપર્યાયમયપણું અને એકપર્યાયમયપણું કહેવામાં આવ્યું તે
બધું સત્તાથી અનર્થાંતરભૂત (
અભિન્નપદાર્થભૂત, અનન્યપદાર્થભૂત) દ્રવ્યને જ દેખવું
(અર્થાત્ સત્પણું, અસત્પણું, ત્રિલક્ષણપણું, અત્રિલક્ષણપણું વગેરે બધા સત્તાના વિશેષો
દ્રવ્યના જ છે એમ માનવું). તેથી તેમનામાં (તે સત્તાના વિશેષોમાં) કોઈ સત્તાવિશેષ
બાકી રહેતો નથી કે જે સત્તાને વસ્તુતઃ (પરમાર્થે) દ્રવ્યથી પૃથક્ સ્થાપે. ૯.
છે સત્ત્વ લક્ષણ જેહનું, ઉત્પાદવ્યયધ્રુવયુક્ત જે,
ગુણપર્યયાશ્રય જેહ, તેને દ્રવ્ય સર્વજ્ઞો કહે. ૧૦.
૧. શ્રી જયસેનાચાર્યદેવની ટીકામાં પણ અહીંની માફક જ ‘द्रवति गच्छति’નો એક અર્થ તો
‘દ્રવે છે અર્થાત્ પામે છે’ એમ કરવામાં આવ્યો છે; તે ઉપરાંત ‘द्रवति એટલે સ્વભાવ-
પર્યાયોને દ્રવે છે અને गच्छति એટલે વિભાવપર્યાયોને પામે છે’ એવો બીજો અર્થ પણ ત્યાં
કરવામાં આવ્યો છે.
૨. અહીં દ્રવ્યની જે નિરુક્તિ કરવામાં આવી છે તે ‘द्रु’ ધાતુને અનુસરતા (મળતા) અર્થવાળી છે.
૩. સત્તા લક્ષણ છે અને દ્રવ્ય લક્ષ્ય છે.

Page 25 of 256
PDF/HTML Page 65 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૨૫
द्रव्यं सल्लक्षणकं उत्पादव्ययध्रुवत्वसंयुक्त म्
गुणपर्यायाश्रयं वा यत्तद्भणन्ति सर्वज्ञाः ।।१०।।
अत्र त्रेधा द्रव्यलक्षणमुक्त म्
सद्द्रव्यलक्षणम् उक्त लक्षणायाः सत्ताया अविशेषाद्द्रव्यस्य सत्स्वरूपमेव
लक्षणम् न चानेकान्तात्मकस्य द्रव्यस्य सन्मात्रमेव स्वं रूपं यतो लक्ष्यलक्षण-
विभागाभाव इति उत्पादव्ययध्रौव्याणि वा द्रव्यलक्षणम् एकजात्यविरोधिनि क्रमभुवां
भावानां संताने पूर्वभावविनाशः समुच्छेदः, उत्तरभावप्रादुर्भावश्च समुत्पादः,
पूर्वोत्तरभावोच्छेदोत्पादयोरपि स्वजातेरपरित्यागो ध्रौव्यम्
तानि सामान्यादेशाद-
અન્વયાર્થ[यत] જે [सल्लक्षणकम्] સત્’લક્ષણવાળું છે, [उत्पादव्यय-
ध्रुवत्वसंयुक्तम्] જે ઉત્પાદવ્યયધ્રૌવ્યસંયુક્ત છે [वा] અથવા [गुणपर्यायाश्रयम्] જે
ગુણપર્યાયોનો આશ્રય છે, [तद्] તેને [ सर्वज्ञाः ] સર્વજ્ઞો [द्रव्यं] દ્રવ્ય [भणन्ति] કહે છે.
ટીકાઅહીં ત્રણ પ્રકારે દ્રવ્યનું લક્ષણ કહ્યું છે.
સત્’ દ્રવ્યનું લક્ષણ છે. પૂર્વોક્ત લક્ષણવાળી સત્તાથી દ્રવ્ય અભિન્ન હોવાને લીધે
‘સત્’સ્વરૂપ જ દ્રવ્યનું લક્ષણ છે. વળી અનેકાંતાત્મક દ્રવ્યનું સત્માત્ર જ સ્વરૂપ નથી
કે જેથી લક્ષ્યલક્ષણના વિભાગનો અભાવ થાય. (સત્તાથી દ્રવ્ય અભિન્ન છે તેથી દ્રવ્યનું
જે સત્તારૂપ સ્વરૂપ તે જ દ્રવ્યનું લક્ષણ છે. પ્રશ્નજો સત્તા ને દ્રવ્ય અભિન્ન છે
સત્તા દ્રવ્યનું સ્વરૂપ જ છે, તો ‘સત્તા લક્ષણ છે અને દ્રવ્ય લક્ષ્ય છે’ એવો વિભાગ
કઈ રીતે ઘટે છે? ઉત્તરઅનેકાંતાત્મક દ્રવ્યનાં અનંત સ્વરૂપો છે, તેમાંથી સત્તા પણ
તેનું એક સ્વરૂપ છે; તેથી અનંતસ્વરૂપવાળું દ્રવ્ય લક્ષ્ય છે અને તેનું સત્તા નામનું સ્વરૂપ
લક્ષણ છે
એવો લક્ષ્યલક્ષણવિભાગ અવશ્ય ઘટે છે. આ રીતે અબાધિતપણે સત્ દ્રવ્યનું
લક્ષણ છે.)
અથવા, ઉત્પાદવ્યયધ્રૌવ્ય દ્રવ્યનું લક્ષણ છે. *એક જાતિનો અવિરોધક એવો જે
ક્રમભાવી ભાવોનો પ્રવાહ તેમાં પૂર્વ ભાવનો વિનાશ તે વ્યય છે, ઉત્તર ભાવનો પ્રાદુર્ભાવ
(
પછીના ભાવની એટલે કે વર્તમાન ભાવની ઉત્પત્તિ) તે ઉત્પાદ છે અને પૂર્વ-ઉત્તર
ભાવોના વ્યય-ઉત્પાદ થતાં પણ સ્વજાતિનો અત્યાગ તે ધ્રૌવ્ય છે. તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય
*દ્રવ્યમાં ક્રમભાવી ભાવોનો પ્રવાહ એક જાતિને ખંડતોતોડતો નથી અર્થાત્ જાતિ-અપેક્ષાએ સદા
એકપણું જ રાખે છે.
પં. ૪

Page 26 of 256
PDF/HTML Page 66 of 296
single page version

૨૬
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
भिन्नानि विशेषादेशाद्भिन्नानि युगपद्भावीनि स्वभावभूतानि द्रव्यस्य लक्षणं
भवन्तीति
गुणपर्याया वा द्रव्यलक्षणम् अनेकान्तात्मकस्य वस्तुनोऽन्वयिनो विशेषा
गुणा व्यतिरेकिणः पर्यायास्ते द्रव्ये यौगपद्येन क्रमेण च प्रवर्तमानाः कथञ्चिद्भिन्नाः
कथञ्चिदभिन्नाः स्वभावभूताः द्रव्यलक्षणतामापद्यन्ते
त्रयाणामप्यमीषां द्रव्यलक्षणा-
नामेकस्मिन्नभिहितेऽन्यदुभयमर्थादेवापद्यते सच्चेदुत्पादव्ययध्रौव्यवच्च गुणपर्यायवच्च उत्पाद-
व्ययध्रौव्यवच्चेत्सच्च गुणपर्यायवच्च गुणपर्यायवच्चेत्सच्चोत्पादव्ययतध्रौव्यवच्चेति सद्धि नित्या-
नित्यस्वभावत्वाद्ध्रुवत्वमुत्पादव्ययात्मकतांच प्रथयति, ध्रुवत्वात्मकैर्गुणैरुत्पादव्ययात्मकैः
पर्यायैश्च सहैकत्वञ्चाख्याति
उत्पादव्ययध्रौव्याणि तु नित्यानित्यस्वरूपं परमार्थं
કે જેઓ સામાન્ય આદેશે અભિન્ન છે (અર્થાત્ સામાન્ય કથને દ્રવ્યથી અભિન્ન છે),
વિશેષ આદેશે (દ્રવ્યથી) ભિન્ન છે, યુગપદ્ વર્તે છે અને સ્વભાવભૂત છે તેઓદ્રવ્યનું
લક્ષણ છે.
અથવા, ગુણપર્યાયો દ્રવ્યનું લક્ષણ છે. અનેકાંતાત્મક વસ્તુના +અન્વયી વિશેષો તે
ગુણો છે અને વ્યતિરેકી વિશેષો તે પર્યાયો છે. તે ગુણપર્યાયો (ગુણો અને પર્યાયો)
કે જેઓ દ્રવ્યમાં એકીસાથે અને ક્રમે પ્રવર્તે છે, (દ્રવ્યથી) કથંચિત્ ભિન્ન ને કથંચિત
અભિન્ન છે તથા સ્વભાવભૂત છે તેઓદ્રવ્યનું લક્ષણ છે.
દ્રવ્યનાં આ ત્રણે લક્ષણોમાંથી (સત્, ઉત્પાદવ્યયધ્રૌવ્ય અને ગુણપર્યાયો એ
ત્રણ લક્ષણોમાંથી) એક કહેતાં બાકીનાં બંને (વગરકહ્યે) અર્થથી જ આવી જાય
છે. જો દ્રવ્ય સત્ હોય, તો તે (૧) ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળું અને (૨) ગુણપર્યાયવાળું
હોય; જો ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળું હોય, તો તે (૧) સત્ અને (૨) ગુણપર્યાયવાળું
હોય; જો ગુણપર્યાયવાળું હોય, તો તે (૧) સત્ અને (૨) ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળું હોય.
તે આ પ્રમાણેસત્ નિત્યાનિત્યસ્વભાવવાળું હોવાથી (૧) ધ્રૌવ્યને અને ઉત્પાદ-
વ્યયાત્મકતાને જાહેર કરે છે તથા (૨) ધ્રૌવ્યાત્મક ગુણો અને ઉત્પાદવ્યયાત્મક પર્યાયો
સાથે એકત્વ દર્શાવે છે. ઉત્પાદવ્યયધ્રૌવ્ય (૧) નિત્યાનિત્યસ્વરૂપ પારમાર્થિક સત
્ને
+અન્વય ને વ્યતિરેકના અર્થ માટે ૧૩મા પાને પદટિપ્પણ જુઓ.
૧. પારમાર્થિક=વાસ્તવિક; યથાર્થ; ખરું. (વાસ્તવિક સત્ નિત્યાનિત્યસ્વરૂપ હોય છે. ઉત્પાદવ્યય
અનિત્યતાને અને ધ્રૌવ્ય નિત્યતાને જણાવે છે તેથી ઉત્પાદવ્યયધ્રૌવ્ય નિત્યાનિત્યસ્વરૂપ વાસ્તવિક
સત
્ને જણાવે છે. આ રીતે ‘દ્રવ્ય ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળું છે’ એમ કહેતાં ‘તે સત્ છે’ એમ પણ
વગરકહ્યે જ આવી જાય છે).

Page 27 of 256
PDF/HTML Page 67 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૨૭
सदावेदयन्ति, गुणपर्यायांश्चात्मलाभनिबन्धनभूतान् प्रथयन्ति गुणपर्यायास्त्वन्वयव्यतिरेकि-
त्वाद्ध्रौव्योत्पत्तिविनाशान् सूचयन्ति, नित्यानित्यस्वभावं परमार्थं सच्चोपलक्षयन्तीति ।।१०।।
उप्पत्ती व विणासो दव्वस्स य णत्थि अत्थि सब्भावो
विगमुप्पादधुवत्तं करेंति तस्सेव पज्जाया ।।११।।
उत्पत्तिर्वा विनाशो द्रव्यस्य च नास्त्यस्ति सद्भावः
विगमोत्पादध्रुवत्वं कुर्वन्ति तस्यैव पर्यायाः ।।११।।
अत्रोभयनयाभ्यां द्रव्यलक्षणं प्रविभक्त म्
જણાવે છે તથા (૨) પોતાના સ્વરૂપની પ્રાપ્તિના કારણભૂત ગુણપર્યાયોને જાહેર કરે
છે, ગુણપર્યાયો અન્વય અને વ્યતિરેકવાળા હોવાથી (૧) ધ્રૌવ્યને અને ઉત્પાદવ્યયને
સૂચવે છે તથા (૨) નિત્યાનિત્યસ્વભાવવાળા પારમાર્થિક સત્ને જણાવે છે.
ભાવાર્થદ્રવ્યનાં ત્રણ લક્ષણો છેસત્, ઉત્પાદવ્યયધ્રૌવ્ય અને ગુણપર્યાયો.
આ ત્રણે લક્ષણો પરસ્પર અવિનાભાવી છે; જ્યાં એક હોય ત્યાં બાકીનાં બંને નિયમથી
હોય છે. ૧૦.
નહિ દ્રવ્યનો ઉત્પાદ અથવા નાશ નહિ, સદ્ભાવ છે;
તેના જ જે પર્યાય તે ઉત્પાદ-લય-ધ્રુવતા કરે. ૧૧.
અન્વયાર્થ[द्रव्यस्य च] દ્રવ્યનો [उत्पत्तिः] ઉત્પાદ [वा] કે [विनाशः] વિનાશ
[न अस्ति] નથી, [सद्भावः अस्ति] સદ્ભાવ છે. [तस्य एव पर्यायाः] તેના જ પર્યાયો
[विगमोत्पादध्रुवत्वं] વિનાશ, ઉત્પાદ અને ધ્રુવતા [कुर्वन्ति] કરે છે.
ટીકાઃઅહીં બન્ને નયો વડે દ્રવ્યનું લક્ષણ વિભક્ત કર્યું છે (અર્થાત) બે નયોની
૧. પોતાના=ઉત્પાદવ્યયધ્રૌવ્યના. (જો ગુણ હોય તો જ ધ્રૌવ્ય હોય અને જો પર્યાયો હોય તો જ
ઉત્પાદવ્યય હોય; માટે જો ગુણપર્યાયો ન હોય તો ઉત્પાદવ્યયધ્રૌવ્ય પોતાના સ્વરૂપને પામી શકે
જ નહિ. આ રીતે ‘દ્રવ્ય ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળું છે’ એમ કહેતા તે ગુણપર્યાયવાળું પણ જાહેર થઈ
જાય છે.)
૨. પ્રથમ તો, ગુણપર્યાયો અન્વય દ્વારા ધ્રૌવ્યને સૂચવે છે અને વ્યતિરેક દ્વારા ઉત્પાદવ્યયને સૂચવે છે;
આ રીતે તેઓ ઉત્પાદવ્યયધ્રૌવ્યને સૂચવે છે. બીજું, ગુણપર્યાયો અન્વય દ્વારા નિત્યતાને જણાવે છે
અને વ્યતિરેક દ્વારા અનિત્યતાને જણાવે છે; આ રીતે તેઓ નિત્યાનિત્યસ્વરૂપ સત
્ને જણાવે છે.

Page 28 of 256
PDF/HTML Page 68 of 296
single page version

૨૮
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
द्रव्यस्य हि सहक्रमप्रवृत्तगुणपर्यायसद्भावरूपस्य त्रिकालावस्थायिनोऽनादि-
निधनस्य न समुच्छेदसमुदयौ युक्तौ अथ तस्यैव पर्यायाणां सहप्रवृत्तिभाजां
केषांचित् ध्रौव्यसंभवेऽप्यपरेषां क्रमप्रवृत्तिभाजां विनाशसंभवसंभावनमुपपन्नम् ततो
द्रव्यार्थार्पणायामनुत्पादमनुच्छेदं सत्स्वभावमेव द्रव्यं, तदेव पर्यायार्थार्पणायां सोत्पादं
सोच्छेदं चावबोद्धव्यम्
सर्वमिदमनवद्यञ्च द्रव्यपर्यायाणामभेदात।।११।।
पज्जयविजुदं दव्वं दव्वविजुत्ता य पज्जया णत्थि
दोण्हं अणण्णभूदं भावं समणा परूवेंति ।।१२।।
पर्ययवियुतं द्रव्यं द्रव्यवियुक्ताश्च पर्याया न सन्ति
द्वयोरनन्यभूतं भावं श्रमणाः प्ररूपयन्ति ।।१२।।
अत्र द्रव्यपर्यायाणामभेदो निर्दिष्टः
અપેક્ષાથી દ્રવ્યના લક્ષણના બે વિભાગ પાડવામાં આવ્યા છે).
સહવર્તી ગુણો અને ક્રમવર્તી પર્યાયોના સદ્ભાવરૂપ, ત્રિકાળ-અવસ્થાયી (ત્રણે કાળે
ટકનારા), અનાદિ-અનંત દ્રવ્યના વિનાશ ને ઉત્પાદ ઉચિત નથી. પરંતુ તેના જ પર્યાયોના
સહવર્તી કેટલાક(પર્યાયો)નું ધ્રૌવ્ય હોવા છતાં પણ બીજા ક્રમવર્તી(પર્યાયો)નાવિનાશ ને
ઉત્પાદ થવા ઘટે છે. માટે દ્રવ્ય દ્રવ્યાર્થિક આદેશથી (-કથનથી) ઉત્પાદ વિનાનું, વિનાશ
વિનાનું, સત
્સ્વભાવવાળું જ જાણવું અને તે જ (દ્રવ્ય) પર્યાયાર્થિક આદેશથી ઉત્પાદવાળું
અને વિનાશવાળું જાણવું.
આ બધું નિરવદ્ય (નિર્દોષ, નિર્બાધ, અવિરુદ્ધ) છે, કારણ કે દ્રવ્ય અને
પર્યાયોનો અભેદ (-અભિન્નપણું) છે. ૧૧.
પર્યાયવિરહિત દ્રવ્ય નહિ, નહિ દ્રવ્યહીન પર્યાય છે,
પર્યાય તેમ જ દ્રવ્ય કેરી અનન્યતા શ્રમણો કહે. ૧૨.
અન્વયાર્થ[पर्ययवियुतं] પર્યાયો રહિત [द्रव्यं] દ્રવ્ય [] અને [द्रव्यवियुक्ताः]
દ્રવ્ય રહિત
[पर्यायाः] પર્યાયો [न सन्ति] હોતાં નથી; [द्वयोः] બન્નેનો [अनन्यभूतं भावं]
અનન્યભાવ (-અનન્યપણું) [श्रमणाः] શ્રમણો [प्ररूपयन्ति] પ્રરૂપે છે.
ટીકાઅહીં દ્રવ્ય અને પર્યાયોનો અભેદ દર્શાવ્યો છે.

Page 29 of 256
PDF/HTML Page 69 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૨૯
दुग्धदधिनवनीतघृतादिवियुतगोरसवत्पर्यायवियुतं द्रव्यं नास्ति गोरसवियुक्त दुग्धदधि-
नवनीतघृतादिवद्द्रव्यवियुक्ताः पर्याया न सन्ति ततो द्रव्यस्य पर्यायाणां चादेशवशात्कथंचिद्-
भेदेऽप्येकास्तित्वनियतत्वादन्योन्याजहद्वृत्तीनां वस्तुत्वेनाभेद इति ।।१२।।
दव्वेण विणा ण गुणा गुणेहिं दव्वं विणा ण संभवदि
अव्वदिरित्तो भावो दव्वगुणाणं हवदि तम्हा ।।१३।।
द्रव्येण विना न गुणा गुणैर्द्रव्यं विना न सम्भवति
अव्यतिरिक्तो भावो द्रव्यगुणानां भवति तस्मात् ।।१३।।
अत्र द्रव्यगुणानामभेदो निर्दिष्टः
पुद्गलपृथग्भूतस्पर्शरसगन्धवर्णवद्द्रव्येण विना न गुणाः सम्भवन्ति स्पर्शरस-
જેમ દૂધ, દહીં, માખણ, ઘી ઇત્યાદિથી રહિત ગોરસ હોતું નથી તેમ પર્યાયોથી
રહિત દ્રવ્ય હોતું નથી; જેમ ગોરસથી રહિત દૂધ, દહીં, માખણ, ઘી ઇત્યાદિ હોતાં
નથી તેમ દ્રવ્યથી રહિત પર્યાયો હોતા નથી. તેથી, જોકે દ્રવ્ય અને પર્યાયોનો
આદેશવશાત
્ (-કથનને વશ) કથંચિત્ ભેદ છે તોપણ, તેઓ એક અસ્તિત્વમાં નિયત
(-દ્રઢપણે રહેલાં) હોવાને લીધે *અન્યોન્યવૃત્તિ નહિ છોડતાં હોવાથી વસ્તુપણે તેમનો
અભેદ છે. ૧૨.
નહિ દ્રવ્ય વિણ ગુણ હોય, ગુણ વિણ દ્રવ્ય પણ નહિ હોય છે;
તેથી ગુણો ને દ્રવ્ય કેરી અભિન્નતા નિર્દિષ્ટ છે. ૧૩.
અન્વયાર્થ[द्रव्येण विना] દ્રવ્ય વિના [गुणाः न] ગુણો હોતા નથી, [गुणैः
विना] ગુણો વિના [द्रव्यं न सम्भवति] દ્રવ્ય હોતું નથી; [तस्मात] તેથી [द्रव्यगुणानाम्]
દ્રવ્ય અને ગુણોનો [अव्यतिरिक्तः भावः] અવ્યતિરિક્તભાવ (-અભિન્નપણું) [भवति] છે.
ટીકાઅહીં દ્રવ્ય અને ગુણોનો અભેદ દર્શાવ્યો છે.
જેમ પુદ્ગલથી પૃથક્ સ્પર્શ-રસ-ગંધ-વર્ણ હોતાં નથી તેમ દ્રવ્ય વિના ગુણો હોતા
નથી; જેમ સ્પર્શ-રસ-ગંધ-વર્ણથી પૃથક્ પુદ્ગલ હોતું નથી તેમ ગુણો વિના દ્રવ્ય હોતું
*અન્યોન્યવૃત્તિ=એકબીજાના આશ્રયે નભવું તે; એકબીજાના આધારે ટકવું તે; એકબીજાને લીધે હયાત
રહેવું તે.

Page 30 of 256
PDF/HTML Page 70 of 296
single page version

૩૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
गंधवर्णपृथग्भूतपुद्गलवद्ग̄ुणैर्विना द्रव्यं न सम्भवति ततो द्रव्यगुणानामप्यादेशवशात् कथंचिद्-
भेदेऽप्येकास्तित्वनियतत्वादन्योन्याजहद्वृत्तीनां वस्तुत्वेनाभेद इति ।।१३।।
सिय अत्थि णत्थि उहयं अव्वत्तव्वं पुणो य तत्तिदयं
दव्वं खु सत्तभंगं आदेसवसेण संभवदि ।।१४।।
स्यादस्ति नास्त्युभयमवक्त व्यं पुनश्च तत्त्रितयम्
द्रव्यं खलु सप्तभङ्गमादेशवशेन सम्भवति ।।१४।।
अत्र द्रव्यस्यादेशवशेनोक्ता सप्तभङ्गी
स्यादस्ति द्रव्यं, स्यान्नास्ति द्रव्यं, स्यादस्ति च नास्ति च द्रव्यं, स्यादवक्त व्यं द्रव्यं,
स्यादस्ति चावक्त व्यं च द्रव्यं, स्यान्नास्ति चावक्त व्यं च द्रव्यं, स्यादस्ति च नास्ति चावक्त व्यं
નથી. તેથી, જોકે દ્રવ્ય અને ગુણોનો આદેશવશાત્ કથંચિત્ ભેદ છે તોપણ, તેઓ એક
અસ્તિત્વમાં નિયત હોવાને લીધે અન્યોન્યવૃત્તિ નહિ છોડતાં હોવાથી વસ્તુપણે તેમનો પણ
અભેદ છે (
અર્થાત્ દ્રવ્ય અને પર્યાયોની માફક દ્રવ્ય અને ગુણોનો પણ વસ્તુપણે અભેદ
છે). ૧૩.
છે અસ્તિ, નાસ્તિ, ઉભય તેમ અવાચ્ય આદિક ભંગ જે,
આદેશવશ તે સાત ભંગે યુક્ત સર્વે દ્રવ્ય છે. ૧૪.
અન્વયાર્થ[द्रव्यं] દ્રવ્ય [आदेशवशेन] આદેશવશાત્ (-કથનને વશ) [खलु]
ખરેખર [स्यात् अस्ति] સ્યાત્ અસ્તિ, [नास्ति] સ્યાત્ નાસ્તિ, [उभयम्] સ્યાત્ અસ્તિ-
નાસ્તિ,
[अवक्तव्यम्] સ્યાત્ અવક્તવ્ય [पुनः च] અને વળી [तत्त्रितयम्] અવક્તવ્યતાયુક્ત
ત્રણ ભંગવાળું (સ્યાત્ અસ્તિ-અવક્તવ્ય, સ્યાત્ નાસ્તિ-અવક્તવ્ય અને સ્યાત્ અસ્તિ-
નાસ્તિ-અવક્તવ્ય)[सप्तभङ्गम्] એમ સાત ભંગવાળું [सम्भवति] છે.
ટીકાઅહીં દ્રવ્યના આદેશને વશ સપ્તભંગી કહી છે.
(૧) દ્રવ્ય ‘સ્યાત્ અસ્તિ’ છે; (૨) દ્રવ્ય ‘સ્યાત્ નાસ્તિ’ છે; (૩) દ્રવ્ય ‘સ્યાત
અસ્તિ અને નાસ્તિ’ છે; (૪) દ્રવ્ય ‘સ્યાત્ અવક્તવ્ય’ છે; (૫) દ્રવ્ય ‘સ્યાત્ અસ્તિ
અને અવક્તવ્ય’ છે; (૬) દ્રવ્ય ‘સ્યાત્ નાસ્તિ અને અવક્તવ્ય’ છે; (૭) દ્રવ્ય ‘સ્યાત
અસ્તિ, નાસ્તિ અને અવક્તવ્ય’ છે.

Page 31 of 256
PDF/HTML Page 71 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૩૧
च द्रव्यमिति अत्र सर्वथात्वनिषेधकोऽनेकान्तद्योतकः कथंचिदर्थे स्याच्छब्दो निपातः तत्र
स्वद्रव्यक्षेत्रकालभावैरादिष्टमस्ति द्रव्यं, परद्रव्यक्षेत्रकालभावैरादिष्टं नास्ति द्रव्यं, स्वद्रव्य-
क्षेत्रकालभावैः परद्रव्यक्षेत्रकालभावैश्च क्रमेणादिष्टमस्ति च नास्ति च द्रव्यं, स्वद्रव्य-
क्षेत्रकालभावैः परद्रव्यक्षेत्रकालभावैश्च युगपदादिष्टमवक्त व्यं द्रव्यं, स्वद्रव्यक्षेत्रकालभावै-
र्युगपत्स्वपरद्रव्यक्षेत्रकालभावैश्चादिष्टमस्ति चावक्त व्यं च द्रव्यं, परद्रव्यक्षेत्रकालभावैर्युगपत्स्व-
परद्रव्यक्षेत्रकालभावैश्चादिष्टं नास्ति चावक्त व्यं च द्रव्यं, स्वद्रव्यक्षेत्रकालभावैः परद्रव्यक्षेत्रकाल-
भावैश्च युगपत्स्वपरद्रव्यक्षेत्रकालभावैश्चादिष्टमस्ति च नास्ति चावक्त व्यं च द्रव्यमिति
न चैतदनुपपन्नम्, सर्वस्य वस्तुनः स्वरूपादिना अशून्यत्वात्, पररूपादिना शून्यत्वात्,
અહીં (સપ્તભંગીમાં) સર્વથાપણાનો નિષેધક, અનેકાંતનો દ્યોતક ‘*સ્યાત્’ શબ્દ
કથંચિત’ એવા અર્થમાં અવ્યયરૂપે વપરાયો છે. ત્યાં(૧) દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે
કહેવામાં આવતાં ‘અસ્તિ’ છે; (૨) દ્રવ્ય પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે કહેવામાં આવતાં ‘નાસ્તિ
છે; (૩) દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે ક્રમથી કહેવામાં આવતાં
અસ્તિ અને નાસ્તિ’ છે; (૪) દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે
યુગપદ્ કહેવામાં આવતાં ‘અવક્તવ્ય’ છે; (૫) દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અને યુગપદ્
સ્વપરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે કહેવામાં આવતાં ‘અસ્તિ અને અવક્તવ્ય’ છે; (૬) દ્રવ્ય
પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અને યુગપદ્ સ્વપરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે કહેવામાં આવતાં ‘નાસ્તિ
અને અવક્તવ્ય’ છે; (૭) દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે, પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અને
યુગપદ્ સ્વપરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે કહેવામાં આવતાં ‘અસ્તિ, નાસ્તિ અને અવક્તવ્ય
છે.આ (ઉપરોક્ત વાત) અયોગ્ય નથી, કારણ કે સર્વ વસ્તુ (૧) સ્વરૂપાદિથી
અશૂન્ય’ છે, (૨) પરરૂપાદિથી ‘શૂન્ય’ છે, (૩) બન્નેથી (સ્વરૂપાદિથી અને
પરરૂપાદિથી) ‘અશૂન્ય અને શૂન્ય’ છે, (૪) બન્નેથી (સ્વરૂપાદિથી અને પરરૂપાદિથી)
એકીસાથે ‘અવાચ્ય’ છે, ભંગોના સંયોગથી કથન કરતાં (૫) ‘અશૂન્ય અને અવાચ્ય
*
સ્યાત=કથંચિત્; કોઈ પ્રકારે; કોઈ અપેક્ષાએ. (‘સ્યાત્’ શબ્દ સર્વથાપણાને નિષેધે છે અને અનેકાંતને
પ્રકાશે છેદર્શાવે છે.)
૧. અવક્તવ્ય=કહી શકાય નહિ એવું; અવાચ્ય. (એકીસાથે સ્વચતુષ્ટય તેમ જ પરચતુષ્ટયની અપેક્ષાથી
દ્રવ્ય કથનમાં આવી શકતું નથી તેથી ‘અવક્તવ્ય’ છે.)
૨. અશૂન્ય=શૂન્ય નહિ એવું; હયાત; સત્.
૩. શૂન્ય=નહિ હયાત એવું; અસત્.

Page 32 of 256
PDF/HTML Page 72 of 296
single page version

૩૨
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
उभाभ्यामशून्यशून्यत्वात्, सहावाच्यत्वात्, भङ्गसंयोगार्पणायामशून्यावाच्यत्वात्, शून्यावाच्य-
त्वात्, अशून्यशून्यावाच्यत्वाच्चेति ।।१४।।
भावस्स णत्थि णासो णत्थि अभावस्स चेव उप्पादो
गुणपज्जएसु भावा उप्पादवए पकुव्वंति ।।१५।।
भावस्य नास्ति नाशो नास्ति अभावस्य चैव उत्पादः
गुणपर्यायेषु भावा उत्पादव्ययान् प्रकुर्वन्ति ।।१५।।
अत्रासत्प्रादुर्भावत्वमुत्पादस्य सदुच्छेदत्वं विगमस्य निषिद्धम्
છે, (૬) ‘શૂન્ય અને અવાચ્ય’ છે, (૭) ‘અશૂન્ય, શૂન્ય અને અવાચ્ય’ છે.
ભાવાર્થ(૧) દ્રવ્ય *સ્વચતુષ્ટયની અપેક્ષાથી ‘છે’. (૨) દ્રવ્ય પરચતુષ્ટયની
અપેક્ષાથી ‘નથી’. (૩) દ્રવ્ય ક્રમશઃ સ્વચતુષ્ટયની અને પરચતુષ્ટયની અપેક્ષાથી ‘છે અને
નથી’. (૪) દ્રવ્ય યુગપદ્ સ્વચતુષ્ટયની અને પરચતુષ્ટયની અપેક્ષાથી ‘અવક્તવ્ય છે.’
(૫) દ્રવ્ય સ્વચતુષ્ટયની અને યુગપદ્ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી ‘છે અને અવક્તવ્ય છે.’
(૬) દ્રવ્ય પરચતુષ્ટયની અને યુગપદ્ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી ‘નથી અને અવક્તવ્ય છે.’
(૭) દ્રવ્ય સ્વચતુષ્ટયની, પરચતુષ્ટયની અને યુગપદ્ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી ‘છે, નથી
અને અવક્તવ્ય છે’.એ પ્રમાણે અહીં સપ્તભંગી કહેવામાં આવી. ૧૪.
નહિ ‘ભાવ’ કેરો નાશ હોય, ‘અભાવ’નો ઉત્પાદ ના;
‘ભાવો’ કરે છે નાશ ને ઉત્પાદ ગુણપર્યાયમાં. ૧૫.
અન્વયાર્થ[भावस्य] ભાવનો (સત્નો) [नाशः] નાશ [न अस्ति] નથી [
एव] તેમ જ [अभावस्य] અભાવનો (અસત્નો) [उत्पादः] ઉત્પાદ [न अस्ति] નથી;
[भावाः] ભાવો (સત્ દ્રવ્યો) [गुणपर्यायेषु] ગુણપર્યાયોમાં [उत्पादव्ययान्] ઉત્પાદવ્યય
[प्रकुर्वन्ति] કરે છે.
ટીકાઅહીં ઉત્પાદને વિષે અસત્નો પ્રાદુર્ભાવ હોવાનું અને વ્યયને વિષે
*
સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવને સ્વચતુષ્ટય કહેવામાં આવે છે. સ્વદ્રવ્ય એટલે નિજ
ગુણપર્યાયોના આધારભૂત વસ્તુ પોતે; સ્વક્ષેત્ર એટલે વસ્તુનો નિજ વિસ્તાર અર્થાત
્ સ્વપ્રદેશસમૂહ;
સ્વકાળ એટલે વસ્તુનો પોતાનો વર્તમાન પર્યાય; સ્વભાવ એટલે નિજગુણસ્વશક્તિ.

Page 33 of 256
PDF/HTML Page 73 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૩૩
भावस्य सतो हि द्रव्यस्य न द्रव्यत्वेन विनाशः, अभावस्यासतोऽन्यद्रव्यस्य न
द्रव्यत्वेनोत्पादः किन्तु भावाः सन्ति द्रव्याणि सदुच्छेदमसदुत्पादं चान्तरेणैव गुणपर्यायेषु
विनाशमुत्पादं चारभन्ते यथा हि घृतोत्पत्तौ गोरसस्य सतो न विनाशः न चापि
गोरसव्यतिरिक्त स्यार्थान्तरस्यासतः उत्पादः किन्तु गोरसस्यैव सदुच्छेदमसदुत्पादं चानुपलभ-
मानस्य स्पर्शरसगन्धवर्णादिषु परिणामिषु गुणेषु पूर्वावस्थया विनश्यत्सूत्तरावस्थया प्रादुर्भवत्सु
नश्यति च नवनीतपर्यायो घृतपर्याय उत्पद्यते, तथा सर्वभावानामपीति
।।१५।।
भावा जीवादीया जीवगुणा चेदणा य उवओगो
सुरणरणारयतिरिया जीवस्स य पज्जया बहुगा ।।१६।।
સત્નો વિનાશ હોવાનું નિષેધ્યું છે (અર્થાત્ ઉત્પાદ થતાં કાંઈ અસત્ની ઉત્પત્તિ થતી
નથી અને વ્યય થતાં કાંઈ સત્નો વિનાશ થતો નથી એમ આ ગાથામાં કહ્યું છે).
ભાવનોસત્ દ્રવ્યનોદ્રવ્યપણે વિનાશ નથી, અભાવનોઅસત્ અન્ય-
દ્રવ્યનોદ્રવ્યપણે ઉત્પાદ નથી; પરંતુ ભાવોસત્ દ્રવ્યો, સત્ના વિનાશ અને અસત્ના
ઉત્પાદ વિના જ, ગુણપર્યાયોમાં વિનાશ અને ઉત્પાદ કરે છે. જેવી રીતે ઘીની ઉત્પત્તિને
વિષે ગોરસનો
સત્નોવિનાશ નથી તેમ જ ગોરસથી ભિન્ન પદાર્થાંતરનોઅસત્નો
ઉત્પાદ નથી, પરંતુ ગોરસને જ, સત્નો વિનાશ અને અસત્નો ઉત્પાદ કર્યા વિના જ,
પૂર્વ અવસ્થાથી વિનાશ પામતા અને ઉત્તર અવસ્થાથી ઉત્પન્ન થતા સ્પર્શ-રસ-ગંધ-
વર્ણાદિક પરિણામી ગુણોમાં માખણપર્યાય વિનાશ પામે છે અને ઘીપર્યાય ઉત્પન્ન થાય
છે; તેવી રીતે સર્વ ભાવોનું પણ તેમ જ છે [
અર્થાત્ બધાં દ્રવ્યોને નવીન પર્યાયની
ઉત્પત્તિને વિષે સત્નો વિનાશ નથી તેમ જ અસત્નો ઉત્પાદ નથી, પરંતુ સત્નો વિનાશ
અને અસત્નો ઉત્પાદ કર્યા વિના જ, પહેલાંની (જૂની) અવસ્થાથી વિનાશ પામતા અને
પછીની (નવીન) અવસ્થાથી ઉત્પન્ન થતા *પરિણામી ગુણોમાં પહેલાંનો પર્યાય વિનાશ
પામે છે અને પછીનો પર્યાય ઉત્પન્ન થાય છે]. ૧૫.
જીવાદિ સૌ છે ‘ભાવ’, જીવગુણ ચેતના ઉપયોગ છે;
જીવપર્યયો તિર્યંચ-નારક-દેવ-મનુજ અનેક છે. ૧૬.
*પરિણામી=પરિણમનારા; પરિણામવાળા. (પર્યાયાર્થિક નયે ગુણો પરિણામી છે અર્થાત્ પરિણમે છે.)
પં. ૫

Page 34 of 256
PDF/HTML Page 74 of 296
single page version

૩૪
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
भावा जीवाद्या जीवगुणाश्चेतना चोपयोगः
सुरनरनारकतिर्यञ्चो जीवस्य च पर्यायाः बहवः ।।१६।।
अत्र भावगुणपर्यायाः प्रज्ञापिताः
भावा हि जीवादयः षट् पदार्थाः तेषां गुणाः पर्यायाश्च प्रसिद्धाः तथापि जीवस्य
वक्ष्यमाणोदाहरणप्रसिद्धयर्थमभिधीयन्ते गुणा हि जीवस्य ज्ञानानुभूतिलक्षणा शुद्धचेतना,
कार्यानुभूतिलक्षणा कर्मफलानुभूतिलक्षणा चाशुद्धचेतना, चैतन्यानुविधायिपरिणामलक्षणः
सविकल्पनिर्विकल्परूपः शुद्धाशुद्धतया सकलविकलतां दधानो द्वेधोपयोगश्च
पर्याया-
અન્વયાર્થ[जीवाद्याः] જીવાદિ (દ્રવ્યો) તે [भावाः] ‘ભાવો’ છે. [जीवगुणाः]
જીવના ગુણો [चेतना च उपयोगः] ચેતના તથા ઉપયોગ છે [] અને [जीवस्य पर्यायाः]
જીવના પર્યાયો [सुरनरनारकतिर्यञ्चः] દેવ-મનુષ્ય-નારક-તિર્યંચરૂપ [बहवः] ઘણા છે.
ટીકાઅહીં ભાવો (દ્રવ્યો), ગુણો અને પર્યાયો જણાવ્યા છે.
જીવાદિ છ પદાર્થો તે ‘ભાવો’ છે. તેમના ગુણો અને પર્યાયો પ્રસિદ્ધ છે, તોપણ
આગળ (હવેની ગાથામાં) જે ઉદાહરણ કહેવાનું છે તેની પ્રસિદ્ધિ અર્થે જીવના ગુણો
અને પર્યાયો કહેવામાં આવે છે
જીવના ગુણો જ્ઞાનાનુભૂતિસ્વરૂપ શુદ્ધચેતના તથા કાર્યાનુભૂતિસ્વરૂપ ને કર્મ-
ફળાનુભૂતિસ્વરૂપ અશુદ્ધચેતના છે અને ચૈતન્યાનુવિધાયી-પરિણામસ્વરૂપ, સવિકલ્પ-
નિર્વિકલ્પરૂપ, શુદ્ધતા-અશુદ્ધતાને લીધે સકળતા-વિકળતા ધરતો, બે પ્રકારનો ઉપયોગ છે
૧. હવેની ગાથામાં જીવની વાત ઉદાહરણ તરીકે લેવાની છે; માટે તે ઉદાહરણને પ્રસિદ્ધ (જાણીતું)
કરવા માટે અહીં જીવના ગુણો અને પર્યાયો કહેવામાં આવ્યા છે.
૨. શુદ્ધચેતના જ્ઞાનની અનુભૂતિસ્વરૂપ છે અને અશુદ્ધચેતના કર્મની તેમ જ કર્મફળની અનુભૂતિ-
સ્વરૂપ છે.
૩. ચૈતન્ય-અનુવિધાયી પરિણામ અર્થાત્ ચૈતન્યને અનુસરતો પરિણામ તે ઉપયોગ છે. સવિકલ્પ ઉપયોગને
જ્ઞાન અને નિર્વિકલ્પ ઉપયોગને દર્શન કહેવામાં આવે છે. જ્ઞાનોપયોગના ભેદોમાંથી માત્ર કેવળજ્ઞાન
જ શુદ્ધ હોવાથી સકળ (
અખંડ, પરિપૂર્ણ) છે અને બીજા બધા અશુદ્ધ હોવાથી વિકળ (ખંડિત,
અપૂર્ણ) છે; દર્શનોપયોગના ભેદોમાંથી માત્ર કેવળદર્શન જ શુદ્ધ હોવાથી સકળ છે અને બીજા
બધા અશુદ્ધ હોવાથી વિકળ છે.

Page 35 of 256
PDF/HTML Page 75 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૩૫
स्त्वगुरुलघुगुणहानिवृद्धिनिर्वृत्ताः शुद्धाः, सूत्रोपात्तास्तु सुरनारकतिर्यङ्मनुष्यलक्षणाः परद्रव्य-
सम्बन्धनिर्वृत्तत्वादशुद्धाश्चेति
।।१६।।
मणुसत्तणेण णट्ठो देही देवो हवेदि इदरो वा
उभयत्थ जीवभावो ण णस्सदि ण जायदे अण्णो ।।१७।।
मनुष्यत्वेन नष्टो देही देवो भवतीतरो वा
उभयत्र जीवभावो न नश्यति न जायतेऽन्यः ।।१७।।
इदं भावनाशाभावोत्पादनिषेधोदाहरणम्
प्रतिसमयसम्भवदगुरुलघुगुणहानिवृद्धिनिर्वृत्तस्वभावपर्यायसन्तत्यविच्छेदकेनैकेन सोपा-
धिना मनुष्यत्वलक्षणेन पर्यायेण विनश्यति जीवः, तथाविधेन देवत्वलक्षणेन
(અર્થાત્ જીવના *ગુણો શુદ્ધ-અશુદ્ધ ચેતના તથા બે પ્રકારનો ઉપયોગ છે).
જીવના પર્યાયો આ પ્રમાણે છેઃ અગુરુલઘુગુણની હાનિવૃદ્ધિથી રચાતા પર્યાયો
શુદ્ધ પર્યાયો છે અને સૂત્રમાં (આ ગાથામાં) કહેલા, દેવ-નારક-તિર્યંચ-મનુષ્યસ્વરૂપ
પર્યાયો પરદ્રવ્યના સંબંધથી રચાતા હોવાથી અશુદ્ધ પર્યાયો છે. ૧૬.
મનુજત્વથી વ્યય પામીને દેવાદિ દેહી થાય છે;
ત્યાં જીવભાવ ન નાશ પામે, અન્ય નહિ ઉદ્ભવ લહે. ૧૭.
અન્વયાર્થ[मनुष्यत्वेन] મનુષ્યપણાથી [नष्टः] નષ્ટ થયેલો [देही] દેહી
(જીવ) [देवः वा इतरः] દેવ અથવા અન્ય [भवति] થાય છે; [उभयत्र] તે બન્નેમાં
[जीवभावः] જીવભાવ [न नश्यति] નષ્ટ થતો નથી અને [अन्यः] બીજો જીવભાવ
[न जायते] ઉત્પન્ન થતો નથી.
ટીકા‘ભાવનો નાશ થતો નથી અને અભાવનો ઉત્પાદ થતો નથી’ તેનું આ
ઉદાહરણ છે.
પ્રત્યેક સમયે થતી અગુરુલઘુગુણની હાનિવૃદ્ધિથી રચાતા સ્વભાવપર્યાયોની
સંતતિનો વિચ્છેદ નહિ કરનારા એક સોપાધિક મનુષ્યત્વસ્વરૂપ પર્યાયથી જીવ વિનાશ
પામે છે અને તથાવિધ (
સ્વભાવપર્યાયોના પ્રવાહને નહિ તોડનારા સોપાધિક)
*
પર્યાયાર્થિક નયે ગુણો પણ પરિણામી છે. (૧૫મી ગાથાની ટીકા જુઓ.)

Page 36 of 256
PDF/HTML Page 76 of 296
single page version

૩૬
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
नारकतिर्यक्त्वलक्षणेन वान्येन पर्यायेणोत्पद्यते न च मनुष्यत्वेन नाशे जीवत्वेनापि
नश्यति, देवत्वादिनोत्पादे जीवत्वेनाप्युत्पद्यते; किन्तु सदुच्छेदमसदुत्पादमन्तरेणैव तथा
विवर्तत इति
।।१७।।
सो चेव जादि मरणं जादि ण णट्ठो ण चेव उप्पण्णो
उप्पण्णो य विणट्ठो देवो मणुसो त्ति पज्जाओ ।।१८।।
स च एव याति मरणं याति न नष्टो न चैवोत्पन्नः
उत्पन्नश्च विनष्टो देवो मनुष्य इति पर्यायः ।।१८।।
अत्र कथंचिद्वययोत्पादवत्त्वेऽपि द्रव्यस्य सदाविनष्टानुत्पन्नत्वं ख्यापितम्
यदेव पूर्वोत्तरपर्यायविवेकसंपर्कापादितामुभयीमवस्थामात्मसात्कुर्वाणमुच्छिद्यमानमुत्पद्य-
मानं च द्रव्यमालक्ष्यते, तदेव तथाविधोभयावस्थाव्यापिना प्रतिनियतैकवस्तुत्वनिबन्धनभूतेन
દેવત્વસ્વરૂપ, નારકત્વસ્વરૂપ કે તિર્યંચત્વસ્વરૂપ અન્ય પર્યાયથી ઊપજે છે. ત્યાં એમ નથી
કે મનુષ્યપણાથી નાશ થતાં જીવપણાથી પણ નષ્ટ થાય છે અને દેવપણા વગેરેથી ઉત્પાદ
થતાં જીવપણાથી પણ ઉત્પન્ન થાય છે, પરંતુ સત
્ના ઉચ્છેદ અને અસત્ના ઉત્પાદ
વિના જ તે પ્રમાણે વિવર્તન (પરિવર્તન, પરિણમન) કરે છે. ૧૭.
જન્મે મરે છે તે જ, તોપણ નાશ-ઉદ્ભવ નવ લહે;
સુર-માનવાદિક પર્યયો ઉત્પન્ન ને લય થાય છે. ૧૮.
અન્વયાર્થ[सः च एव] તે જ [याति] જન્મે છે અને [मरणं याति] મરણ
પામે છે છતાં [न एव उत्पन्नः] તે ઉત્પન્ન થતો નથી [] અને [न नष्टः] નષ્ટ થતો
નથી; [देवः मनुष्यः] દેવ, મનુષ્ય [इति पर्यायः] એવો પર્યાય [उत्पन्नः] ઉત્પન્ન થાય
છે [] અને [विनष्टः] વિનષ્ટ થાય છે.
ટીકાઅહીં, દ્રવ્ય કથંચિત્ વ્યય અને ઉત્પાદવાળું હોવા છતાં તેનું સદા
અવિનષ્ટપણું અને અનુત્પન્નપણું કહ્યું છે.
જે દ્રવ્ય પૂર્વ પર્યાયના વિયોગથી અને ઉત્તર પર્યાયના સંયોગથી થતી ઉભય
અવસ્થાને આત્મસાત્ (પોતારૂપ) કરતું થકું વિનાશ પામતું અને ઊપજતું જોવામાં આવે
૧. પૂર્વ=પહેલાંના ૨.ઉત્તર=પછીના

Page 37 of 256
PDF/HTML Page 77 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૩૭
स्वभावेनाविनष्टमनुत्पन्नं वा वेद्यते पर्यायास्तु तस्य पूर्वपूर्वपरिणामोपमर्दोत्तरोत्तरपरिणामो-
त्पादरूपाः प्रणाशसम्भवधर्माणोऽभिधीयन्ते ते च वस्तुत्वेन द्रव्यादपृथग्भूता एवोक्ताः ततः
पर्यायैः सहैकवस्तुत्वाज्जायमानं म्रियमाणमपि जीवद्रव्यं सर्वदानुत्पन्नाविनष्टं द्रष्टव्यम् देव-
मनुष्यादिपर्यायास्तु क्रमवर्तित्वादुपस्थितातिवाहितस्वसमया उत्पद्यन्ते विनश्यन्ति चेति ।।१८।।
एवं सदो विणासो असदो जीवस्स णत्थि उप्पादो
तावदिओ जीवाणं देवो मणुसो त्ति गदिणामो ।।१९।।
एवं सतो विनाशोऽसतो जीवस्य नास्त्युत्पादः
तावज्जीवानां देवो मनुष्य इति गतिनाम ।।१९।।
अत्र सदसतोरविनाशानुत्पादौ स्थितिपक्षत्वेनोपन्यस्तौ
છે, તે જ (દ્રવ્ય) તેવી ઉભય અવસ્થામાં વ્યાપનારો જે પ્રતિનિયત-એક-વસ્તુત્વના
કારણભૂત સ્વભાવ તેના વડે (
તે સ્વભાવની અપેક્ષાએ) અવિનષ્ટ અને અનુત્પન્ન
જણાય છે; તેના પર્યાયો પૂર્વ પૂર્વ પરિણામના નાશરૂપ અને ઉત્તર ઉત્તર પરિણામના
ઉત્પાદરૂપ હોવાથી વિનાશ
ઉત્પાદધર્મવાળા (વિનાશ ને ઉત્પાદરૂપ ધર્મવાળા) કહેવામાં
આવે છે, અને તેઓ (પર્યાયો) વસ્તુપણે દ્રવ્યથી અપૃથગ્ભૂત જ કહેવામાં આવ્યા છે.
તેથી, પર્યાયો સાથે એકવસ્તુપણાને લીધે જન્મતું અને મરતું હોવા છતાં જીવદ્રવ્ય સર્વદા
અનુત્પન્ન અને અવિનષ્ટ જ દેખવું (
શ્રદ્ધવું); દેવ-મનુષ્યાદિ પર્યાયો ઊપજે છે અને
વિનાશ પામે છે કારણ કે તેઓ ક્રમવર્તી હોવાથી તેમનો સ્વસમય ઉપસ્થિત થાય છે
અને વીતી જાય છે. ૧૮.
એ રીત સત્-વ્યય ને અસત્-ઉત્પાદ હોય ન જીવને;
સુરનરપ્રમુખ ગતિનામનો હદયુક્ત કાળ જ હોય છે. ૧૯.
અન્વયાર્થ[एवं] એ રીતે [जीवस्य] જીવને [ सतः विनाशः ] સત્નો વિનાશ
અને [असतः उत्पादः] અસત્નો ઉત્પાદ [न अस्ति] નથી; (દેવ જન્મે છે ને મનુષ્ય
મરે છે’ એમ કહેવાય છે તેનું એ કારણ છે કે) [जीवानाम्] જીવોને [देवः मनुष्यः]
દેવ, મનુષ્ય
[इति गतिनाम] એવું ગતિનામકર્મ [तावत] તેટલા જ કાળનું હોય છે.
ટીકાઅહીં સત્નો અવિનાશ અને અસત્નો અનુત્પાદ ધ્રુવતાના પક્ષથી કહ્યો

Page 38 of 256
PDF/HTML Page 78 of 296
single page version

૩૮
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
यदि हि जीवो य एव म्रियते स एव जायते, य एव जायते स एव म्रियते,
तदैवं सतो विनाशोऽसत उत्पादश्च नास्तीति व्यवतिष्ठते यत्तु देवो जायते मनुष्यो
म्रियते इति व्यपदिश्यते तदवधृतकालदेवमनुष्यत्वपर्यायनिर्वर्तकस्य देवमनुष्यगतिनाम्न-
स्तन्मात्रत्वादविरुद्धम्
यथा हि महतो वेणुदण्डस्यैकस्य क्रमवृत्तीन्यनेकानि पर्वाण्यात्मी-
यात्मीयप्रमाणावच्छिन्नत्वात् पर्वान्तरमगच्छन्ति स्वस्थानेषु भावभाञ्जि परस्थानेष्वभावभाञ्जि
भवन्ति, वेणुदण्डस्तु सर्वेष्वपि पर्वस्थानेषु भावभागपि पर्वान्तरसम्बन्धेन पर्वान्तर-
सम्बन्धाभावादभावभाग्भवति; तथा निरवधित्रिकालावस्थायिनो जीवद्रव्यस्यैकस्य क्रमवृत्तयो-
ऽनेके मनुष्यत्वादिपर्याया आत्मीयात्मीयप्रमाणावच्छिन्नत्वात
् पर्यायान्तरमगच्छन्तः स्वस्थानेषु
भावभाजः परस्थानेष्वभावभाजो भवन्ति, जीवद्रव्यं तु सर्वपर्यायस्थानेषु भावभागपि
पर्यायान्तरसम्बन्धेन पर्यायान्तरसम्बन्धाभावादभावभाग्भवति
।।१९।।
છે (અર્થાત્ ધ્રુવતાની અપેક્ષાએ સત્નો વિનાશ કે અસત્નો ઉત્પાદ થતો નથી એમ
આ ગાથામાં કહ્યું છે).
જો ખરેખર જે જીવ મરે છે તે જ જન્મે છે, જે જીવ જન્મે છે તે જ મરે
છે, તો એ રીતે સત્નો વિનાશ અને અસત્નો ઉત્પાદ નથી એમ નક્કી થાય છે. અને
દેવ જન્મે છે ને મનુષ્ય મરે છે’ એમ જે કહેવામાં આવે છે તે (પણ) અવિરુદ્ધ
છે કારણ કે મર્યાદિત કાળના દેવત્વપર્યાય અને મનુષ્યત્વપર્યાયને રચનારાં
દેવગતિનામકર્મ અને મનુષ્યગતિનામકર્મ માત્ર તેટલા કાળ પૂરતાં જ હોય છે. જેવી
રીતે મોટા એક વાંસનાં ક્રમવર્તી અનેક પર્વો પોતપોતાના માપમાં મર્યાદિત હોવાથી
અન્ય પર્વમાં નહિ જતાં થકાં પોતપોતાનાં સ્થાનોમાં ભાવવાળાં (વિદ્યમાન) છે અને
પર સ્થાનોમાં અભાવવાળાં (અવિદ્યમાન) છે તથા વાંસ તો બધાંય પર્વસ્થાનોમાં
ભાવવાળો હોવા છતાં અન્ય પર્વના સંબંધ વડે અન્ય પર્વના સંબંધનો અભાવ હોવાથી
અભાવવાળો (પણ) છે; તેવી રીતે નિરવધિ ત્રણે કાળે ટકનારા એક જીવદ્રવ્યના ક્રમવર્તી
અનેક મનુષ્યત્વાદિપર્યાયો પોતપોતાના માપમાં મર્યાદિત હોવાથી અન્ય પર્યાયમાં નહિ
જતા થકા પોતપોતાનાં સ્થાનોમાં ભાવવાળા છે અને પર સ્થાનોમાં અભાવવાળા છે
તથા જીવદ્રવ્ય તો સર્વપર્યાયસ્થાનોમાં ભાવવાળું હોવા છતાં અન્ય પર્યાયના સંબંધ વડે
અન્ય પર્યાયના સંબંધનો અભાવ હોવાથી અભાવવાળું (પણ) છે.
૧. પર્વ=એક ગાંઠથી બીજી ગાંઠ સુધીનો ભાગ; કાતળી.

Page 39 of 256
PDF/HTML Page 79 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૩૯
णाणावरणादीया भावा जीवेण सुट्ठु अणुबद्धा
तेसिमभावं किच्चा अभूदपुव्वो हवदि सिद्धो ।।२०।।
ज्ञानावरणाद्या भावा जीवेन सुष्ठु अनुबद्धाः
तेषामभावं कृत्वाऽभूतपूर्वो भवति सिद्धः ।।२०।।
अत्रात्यन्तासदुत्पादत्वं सिद्धस्य निषिद्धम्
यथा स्तोककालान्वयिषु नामकर्मविशेषोदयनिर्वृत्तेषु जीवस्य देवादिपर्यायेष्वेकस्मिन्
स्वकारणनिवृत्तौ निवृत्तेऽभूतपूर्व एव चान्यस्मिन्नुत्पन्ने नासदुत्पत्तिः, तथा दीर्घकालान्वयिनि
ભાવાર્થજીવને ધ્રૌવ્ય અપેક્ષાએ સત્નો વિનાશ અને અસત્નો ઉત્પાદ
નથી. ‘મનુષ્ય મરે છે ને દેવ જન્મે છે’ એમ જે કહેવામાં આવે છે તે વાત પણ
ઉપરોક્ત હકીકત સાથે વિરોધ પામતી નથી. જેમ મોટા એક વાંસની અનેક કાતળીઓ
પોતપોતાનાં સ્થાનોમાં વિદ્યમાન છે અને બીજી કાતળીઓનાં સ્થાનોમાં અવિદ્યમાન છે
તથા વાંસ તો સર્વ કાતળીઓનાં સ્થાનોમાં અન્વયરૂપે વિદ્યમાન હોવા છતાં પ્રથમાદિ
કાતળીરૂપે દ્વિતીયાદિ કાતળીમાં નહિ હોવાથી અવિદ્યમાન પણ કહેવાય છે, તેમ
ત્રિકાળ-અવસ્થાયી એક જીવના નરનારકાદિ અનેક પર્યાયો પોતપોતાના કાળમાં
વિદ્યમાન છે અને બીજા પર્યાયોના કાળમાં અવિદ્યમાન છે તથા જીવ તો સર્વ
પર્યાયોમાં અન્વયરૂપે વિદ્યમાન હોવા છતાં મનુષ્યાદિપર્યાયરૂપે દેવાદિપર્યાયમાં નહિ
હોવાથી અવિદ્યમાન પણ કહેવાય છે. ૧૯.
જ્ઞાનાવરણ ઇત્યાદિ ભાવો જીવ સહ અનુબદ્ધ છે;
તેનો કરીને નાશ, પામે જીવ સિદ્ધિ અપૂર્વને. ૨૦.
અન્વયાર્થ[ज्ञानावरणाद्याः भावाः] જ્ઞાનાવરણાદિ ભાવો [जीवेन] જીવ સાથે
[सुष्ठु] સારી રીતે [अनुबद्धाः] અનુબદ્ધ છે; [तेषाम् अभावं कृत्वा] તેમનો અભાવ કરીને
તે
[अभूतपूर्वः सिद्धः] અભૂતપૂર્વ સિદ્ધ [भवति] થાય છે.
ટીકાઅહીં સિદ્ધને અત્યંત અસત્-ઉત્પાદનો નિષેધ કર્યો છે (અર્થાત્ સિદ્ધપણું
થતાં સર્વથા અસત્નો ઉત્પાદ થતો નથી એમ કહ્યું છે).
જેમ થોડા કાળ સુધી અન્વયરૂપે (સાથે સાથે) રહેનારા, નામકર્મવિશેષના

Page 40 of 256
PDF/HTML Page 80 of 296
single page version

૪૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ज्ञानावरणादिकर्मसामान्योदयनिर्वृत्तसंसारित्वपर्याये भव्यस्य स्वकारणनिवृत्तौ निवृत्ते
समुत्पन्ने चाभूतपूर्वे सिद्धत्वपर्याये नासदुत्पत्तिरिति
किञ्चयथा द्राघीयसि
वेणुदण्डे व्यवहिताव्यवहितविचित्रचित्रकिर्मीरताखचिताधस्तनार्धभागे एकान्तव्यवहित-
सुविशुद्धोर्ध्वार्धभागेऽवतारिता
द्रष्टिः समन्ततो विचित्रचित्रकिर्मीरताव्याप्तिं पश्यन्ती सम-
नुमिनोति तस्य सर्वत्राविशुद्धत्वं, तथा क्वचिदपि जीवद्रव्ये व्यवहिताव्यवहितज्ञाना-
वरणादिकर्मकिर्मीरताखचितबहुतराधस्तनभागे एकान्तव्यवहितसुविशुद्धबहुतरोर्ध्वभागेऽवतारिता
बुद्धिः समन्ततो ज्ञानावरणादिकर्मकिर्मीरताव्याप्तिं व्यवस्यन्ती समनुमिनोति तस्य सर्वत्रा-
विशुद्धत्वम्
यथाच तत्र वेणुदण्डे व्याप्तिज्ञानाभासनिबन्धनविचित्रचित्रकिर्मीरतान्वयः,
तथाच क्वचिज्जीवद्रव्ये ज्ञानावरणादिकर्मकिर्मीरतान्वयः यथैव च तत्र वेणुदण्डे विचित्र-
ઉદયથી રચાતા જે દેવાદિપર્યાયો તેમાંથી જીવને એક પર્યાય સ્વકારણની નિવૃત્તિ થતાં
નિવૃત્ત થાય અને બીજો કોઈ અભૂતપૂર્વ પર્યાય જ ઉત્પન્ન થાય, ત્યાં અસત
્ની
ઉત્પત્તિ નથી; તેમ દીર્ઘ કાળ સુધી અન્વયરૂપે રહેનારો, જ્ઞાનાવરણાદિકર્મસામાન્યના
ઉદયથી રચાતો સંસારિત્વપર્યાય ભવ્યને સ્વકારણની નિવૃત્તિ થતાં નિવૃત્ત થાય અને
અભૂતપૂર્વ (
પૂર્વે નહિ થયેલો એવો) સિદ્ધત્વપર્યાય ઉત્પન્ન થાય, ત્યાં અસત્ની
ઉત્પત્તિ નથી.
વળી (વિશેષ સમજાવવામાં આવે છે)
જેવી રીતે જેનો વિચિત્ર ચિત્રોથી ચિત્રવિચિત્ર નીચેનો અર્ધ ભાગ કેટલોક
ઢંકાયેલો અને કેટલોક અણઢંકાયેલો હોય તથા સુવિશુદ્ધ (અચિત્રિત) ઊંચેનો અર્ધ
ભાગ એકલો ઢંકાયેલો જ હોય એવા બહુ લાંબા વાંસ પર દ્રષ્ટિ મૂકતાં, તે દ્રષ્ટિ
સર્વત્ર વિચિત્ર ચિત્રોથી થયેલા ચિત્રવિચિત્રપણાની વ્યાપ્તિનો નિર્ણય કરતી થકી ‘તે
વાંસ સર્વત્ર અવિશુદ્ધ છે (અર્થાત
્ આખોય રંગબેરંગી છે)’ એમ અનુમાન કરે છે,
તેવી રીતે જેનો જ્ઞાનાવરણાદિ કર્મથી થયેલ ચિત્રવિચિત્રતાયુક્ત (વિવિધ
વિભાવપર્યાયવાળો) ઘણો મોટો નીચેનો ભાગ કેટલોક ઢંકાયેલો અને કેટલોક
અણઢંકાયેલો છે તથા સુવિશુદ્ધ (સિદ્ધપર્યાયવાળો), ઘણો મોટો ઊંચેનો ભાગ એકલો
ઢંકાયેલો જ છે એવા કોઈ જીવદ્રવ્યમાં બુદ્ધિ લગાડતાં, તે બુદ્ધિ સર્વત્ર જ્ઞાનાવરણાદિ
કર્મથી થયેલા ચિત્રવિચિત્રપણાની વ્યાપ્તિનો નિર્ણય કરતી થકી ‘તે જીવ સર્વત્ર અવિશુદ્ધ
છે (અર્થાત
્ આખોય સંસારપર્યાયવાળો છે)’ એમ અનુમાન કરે છે. વળી જેમ તે
વાંસમાં વ્યાપ્તિજ્ઞાનાભાસનું કારણ (નીચેના ખુલ્લા ભાગમાં) વિચિત્ર ચિત્રોથી થયેલા