Pravach Ratno Part 1 (Gujarati). Date: 01-07-1978; Pravachan: 22.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 9 of 24

 

Page 69 of 225
PDF/HTML Page 82 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૬૯

પ્રવચન ક્રમાંક – ૨૨ દિનાંક ૧–૭–૭૮

(કહે છે કે) ‘વળી દાહ્યના, બળવાયોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન-બાળનાર કહેવાય છે’ - અગ્નિ, બળવાયોગ્ય પદાર્થને આકારે થવાથી, તે અગ્નિને ‘બાળનાર’ એમ કહેવામાં આવે છે, જાણે કે પરને બાળતો હોય! એમ કહેવામાં આવે, કહેવામાં આવે! તોપણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી’ - જે અગ્નિ, બળવાલાયક (પદાર્થ) રૂપે થઈ, તેથી તે બળવાલાયક પદાર્થને કારણે, અગ્નિ એ (ના આકારે થઈ, એમ નથી.

એ અગ્નિ, પોતે જ પોતાના સ્વભાવથી, પોતાને પ્રકાશતી અને પરને પ્રકાશતી (તે) પોતે જ પરિણમે છે અગ્નિરૂપે, અગ્નિરૂપે એ બાળે છે એને આકારે એ (અગ્નિ) થયો, માટે એટલી પરાધીનતા (અગ્નિને) થઈ, એમ નથી. (ત્યાં તો) અગ્નિ, પોતે જ પોતે પોતાના આકારે પરિણમેલી છે.

‘જ્ઞેયાકાર થયો, એ જ્ઞાનાકાર પોતાનો છે.’ આવું છે! છે ને? (શ્રોતાઃ) હા, જી. ‘તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી’ તેવી રીતે જ્ઞેયાકાર થવાથી જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી’ - જ્ઞાયક, જેનો જાણક સ્વભાવ (એટલે કે) પોતાને જાણવું. અને ઈ બીજી ચીજના આકારે જ્ઞાન પરિણમ્યું-જ્ઞેયાકાર થયેલ જ્ઞાન, તે જ્ઞાયકભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે (એટલે) ‘જાણનાર’ છે એવું પ્રસિદ્ધ છે. ‘તોપણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી.’ ‘જાણનાર’ જણાવાયોગ્યને આકારે થયું જ્ઞાન, છતાં તેને જણાવાયોગ્યને કારણે, ઈ (જ્ઞાનની) પર્યાય થઈ, એમ નથી.

આહા.. હા! એ તો જ્ઞાનાકારરૂપે પરિણમન જ પોતાનું (જ્ઞાયકનું) એ જાતનું છે. (એમાં) પરનું જાણવું છે અને પરને જાણવાનો પર્યાય થયો ઈ (જ્ઞાનપર્યાય) પોતાનો, પોતાથી થયો છે, પરવસ્તુ છે ઈ રાગાદિ તેથી અહીંયાં રાગ ને પરનું જ્ઞાન થયું, એમ નથી.

આહા.. હા! ત્યાં સુધી તો આવ્યું’ તું! (કહે છે) ‘કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં’ - ‘જે જ્ઞાન છે’ જ્ઞેય જણાય એ જણાવાલાયક પદાર્થ, તે પદાર્થને આકારે, અવસ્થામાં-એ જ્ઞેયાકાર અવસ્થામાં, જ્ઞાયકપણે જે જણાયો, એ તો જ્ઞાયકપણે જણાયો છે, પરપણે જણાયો છે, એમ છે નહીં..! આહા.. હા! જાણવાના પ્રકાશ કાળે, જ્ઞેયને-રાગને જાણતાં છતાં, એ રાગને આકારે જ્ઞાન થયું એમ નથી. એને કારણે (એ આકાર) નથી. એ પોતાનો સ્વપરપ્રકાશ સ્વભાવ છે, સ્વને પ્રકાશે છે ને રાગને પ્રકાશે છે, એ સ્વનીપ્રકાશશક્તિને કારણે પ્રકાશે છે!! એ રાગને કારણે પરને પ્રકાશે છે (કે) જ્ઞેયાકાર. જ્ઞેયને કારણે અશુદ્ધતા- પરાધીનતા થઈ એમ નથી. આહા..! આવું છે!

ન્યાયનું તત્ત્વ ઝીણું બહું! આહા.. હા! છે? (કહે છે કેઃ) ‘જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો’ જોયું? ત્યાં રાગનું જ્ઞાન થયું એમ કહેવું તે વ્યવહાર છે. એ રાગસંબંધીનું જ્ઞાન (કહેવાય તે) જ્ઞાનનું જ્ઞાન અહીંયાં પોતાનું થયું છે આહા... હા!


Page 70 of 225
PDF/HTML Page 83 of 238
single page version

૭૦ શ્રી પ્રવચન રત્નો-૧

(શ્રોતાઃ) પોતાનું જ્ઞાન કહેવું એ ભેદ થયો ને? (ઉત્તરઃ) ભેદ છે ને..! એટલું કર્ત્તા-કર્મપણું સિદ્ધ કરવું છે ને..! કેમ કે આંહી તો કર્તા પર્યાયને સિદ્ધ કરવી છે. સ્વને જાણનારું જ્ઞાનને પરનું જાણનારું જ્ઞાન, એ સ્વ-પરપ્રકાશક જ્ઞાન, તે આ જ્ઞાયકનું કાર્ય છે, કર્મ છે, ને આત્મા તેનો કર્ત્તા છે. અહા..! રાગ છે.. એનું જ્ઞાન આંહી થયું માટે રાગ કર્તા છે ને જ્ઞેયાકાર-રાગને આકારે જ્ઞાન થયું તે રાગનું કાર્ય છે, એમ નથી! ઝીણી વાત છે બાપુ! બહુ.. આહા.. હા!

આહા.. હા.! આચાર્યે એમ કહ્યું હતું ને..! મારો અને પરનો મોહ હણાવા માટે હું કહીશ’ એ અમૃતચંદ્રાચાર્યે એમાંથી કાઢયું, જ્યાં પોતે કાઢયું ત્રીજા શ્લોકમાં. કે હું આ ટીકા કરું છું તેમાં મારી શુદ્ધતા થજો, કેમકે અનાદિની મને અશુદ્ધતા છે, મુનિ છું-આચાર્ય છું પણ હજી અશુદ્ધતાનો અંશ અનાદિનો છે એ આ ટીકાના કાળમાં-પાઠ એવો છે કે ટીકાથી.. -પણ, એનો અર્થ એ છે કે ટીકાના કાળમાં મારું લક્ષ ધ્રુવ ધ્યેય ઉપર છે, એનાં જોરમાં અશુદ્ધતા ટળજો,! , એમ આચાર્ય પોતે કહે છે, કે ‘હું જે આ સમયસાર કહીશ, એ મારા ભાવ અને દ્રવ્યશ્રુતિથી કહીશ’ અને ભાવવચન અને દ્રવ્યવચનથી કહીશ. આહા..! સામાના (સાંભળનારાના) દ્રવ્યવચન અને દ્રવ્યશ્રુતિ નથી કીધી. (જો કે) સામામાં તો અનંત સિદ્ધને સ્થાપ્યા છે, એ સ્થાપ્યા છે એટલે કે જે સ્થાપે છે, તેને સ્થાપ્યા છે- એમ કહેવામાં આવે છે.

આહા.. હા! અહીંયાં તો કહે છે જે આ ‘વંદિતુ સવ્વસિદ્ધે’ -સર્વ સિદ્ધોને સ્થાપ્યા છે મેં મારી પર્યાયમાં, એનું નામ ‘વંદિતું સવ્વસિદ્ધે’! કેમકે ધ્યેય જે-સાધ્ય જે આત્મા!! એના ધ્યેયના સ્થાને સિદ્ધ છે, માટે સિદ્ધને હું નમસ્કાર કરું છું, એટલે કે સિદ્ધને હું મારી પર્યાયમાં સ્થાપુ છું. એ મારી પર્યાય, પોતે સિદ્ધપણાને પામશે! અને પર્યાય, સિદ્ધ એવી મારી થઈ, તે તરફ જશે જ માટે હું એને વંદન કરું છું, માટે મેં મારી પર્યાયમાં એને સ્થાપ્યા છે!

આહા..? અને શ્રોતાઓ પણ.. બધા શ્રોતાઓ એમ નહીં (પરંતુ) જે શ્રોતાઓ! જેમણે પોતાની જ્ઞાનની પર્યાયમાં અનંતા સિદ્ધને સ્થાપ્યા એમ મેં કહ્યું પણ એ (શ્રોતા પોતે) સ્થાપે જ્યારે, એની એકસમયની અલ્પજ્ઞ અવસ્થા, એને એણે (શ્રોતાએ) જ્ઞેય કરીને સાંભળ્‌યું, સાંભળીને પર્યાયમાં લીન થઈ (પર્યાયને એકાગ્ર કરીને) સિદ્ધને એ સ્થાપે, એટલે કે રાગથી પૃથક થઈને, જ્ઞાનની પર્યાયમાં સ્થાપે (અર્થાત્) એનું લક્ષ, જેમ ‘અરિહંતના દ્રવ્યગુણપર્યાયનો જાણનારો પોતાને જાણે’ - એમ કહ્યું, એમ અનંતા સિદ્ધોને જેણે (પોતાની) પર્યાયમાં સ્થાપ્યા, એને અનંતા સિદ્ધોને પર્યાયમાં જાણ્યા!!

આહા.. હા! એકસમયની જ્ઞાનની પર્યાયે અનંતા સિદ્ધોને જાણ્યા!! ઈ તો એક અરિહંતને જાણ્યા કહો કે અનંત અરિહંતને જાણ્યા કહો-એમ એક સિદ્ધને જાણ્યા કહો કે અનંત સિદ્ધને જાણ્યા કહો, બધું એક જ છે. એ અનંતા સિદ્ધ જે અલ્પજ્ઞ અવસ્થામાં જાણ્યા, અનંત જે સર્વજ્ઞો છે એને સ્થાપ્યા આંહી મારામાં, એ તો મારી વાત રહી (આચાર્યે કહ્યું પણ) મેં પરમાં સ્થાપ્યા (કહ્યું) પણ એ સ્થાપે ત્યારે (મેં) પરમાં સ્થાપ્યા એમ વ્યવહાર કહેવામાં આવે છે.

આહા... હા! એની અલ્પજ્ઞ દશામાં, અનંતા સર્વજ્ઞોને ‘वंदितुं’ – વંદે છે એટલે કે સ્થાપે છે આહા.. હા! એ અનંતા સિદ્ધોને જે પર્યાય જાણે-સ્થાપે એ પર્યાય, વિવેક કરીને દ્રવ્ય તરફ ઢળ્‌યા વિના રહે નહીં, આહા.. હા! આવી વાતું છે! ઘણી ગંભીર!! ગાથામાં જેમ જેમ ઊંડું જાશે ને... એનાં


Page 71 of 225
PDF/HTML Page 84 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૭૧ તળિયાં ઝીણાં બહુ!

એવા શ્રોતાઓ જે છે કે જેણે પર્યાયમાં અનંતા સિદ્ધોને પોતામાં પોતે પોતાથી સ્થાપ્યા છે. ‘મેં સ્થાપ્યા છે’ - (એમ) આચાર્યે કહ્યું, એ તો નિમિત્તથી (કથન) છે.

આહા.. હા! એવા શ્રોતાઓને, સિદ્ધપણું પોતાનું સ્વરૂપ છે, તેની દ્રષ્ટિ થાય છે. અને તે (સ્વરૂપ) શ્રુતકેવળી અને કેવળીએ કહેલું છે. તો ઈ (પોતામાં સિદ્ધોને સ્થાપનાર શ્રોતા) પણ શ્રુતકેવળી થશે જ, શ્રુતકેવળી એટલે સમકિતી! જેણે અનંતા સિદ્ધોને પોતાની અલ્પજ્ઞ પર્યાયમાં સ્થાપ્યા છે..!! અરે, બાપુ! એ કંઈ વાત છે!

આહા..! જેનો પર્યાય અલ્પજ્ઞ-એક સમયનો (અનુભવમાં) ભલે અસંખ્ય સમય થાય-અનંતા સિદ્ધોનું જ્ઞાન કરે અને પર્યાયમાં સ્થાપે કે રાખે! (એટલે કે) જેની પર્યાયમાં અનંતા સિદ્ધો રહે આહા.. હા! એવું જેણે પોતે કર્યું, એવા શ્રોતા (અહીંયાં) લીધા છે. આહા.. હા.. હા..! બાકી તો આમ... અનંતવાર ભગવાન (અરિહંતદેવ) પાસે ગયો ને વાત- (દિવ્યધ્વનિમાં) સાંભળ્‌યું છે, અનંતવાર ગયો! આમ અનંતવાર ભગવાન પાસે તો સાંભળ્‌યું છે! પણ, જે શ્રોતા, પોતાની એકસમયની અલ્પજ્ઞઅવસ્થા હોવા છતાં.. અનંતા સર્વજ્ઞો-સિદ્ધોને અલ્પજ્ઞમાં સ્થાપે છે-રાખે છે, એનું લક્ષ અને દ્રષ્ટિ (નિજ) દ્રવ્ય ઉપર જશે. અને તેના લક્ષે સાંભળશે એ સાંભળતાં, તેની અશુદ્ધતા ટળી જશે. એ લક્ષને કારણે, સાંભળવાના કારણે નહીં. સમજાણું કાંઈ..?

(ટીકાકાર આચાર્યદેવ કહે છે) અને મારો મોહ પણ ટળી જશે, મારો મોહ અનાદિનો છે, ત્રીજા શ્લોકમાં (કળશમાં) એમ કહ્યું કે મારામાં મોહ-અનાદિનાં કલુષિત પરિણામ મારામાં છે. (अविरतम् अनुभाव्य–व्याप्ति–कल्माषिताया] આહા.. હા! આચાર્ય છે! સંત છે!!

આહા.. હા.! એક બાજુ એમ કહેવું કે સમ્યગ્દ્રષ્ટિને રાગ છે જ નહીં, દુઃખ છે જ નહીં-ઈ તો કઈ અપેક્ષાએ?

અનંતાનુબંધી અને મિથ્યાત્વની અપેક્ષાએ સમ્યગ્દ્રષ્ટિને રાગ અને દુઃખ નથી. (પરંતુ) આહા...! અહીંયાં તો આચાર્ય પોતે કહે છે, અરે! કુંદકુંદાચાર્ય! આ ગાથાના અર્થની ટીકાં કરતાં (અમૃતચંદ્રાચાર્ય) પોતે કહે છે કે મારામાં મોહ છે. એ મોહ ક્યારનો છે? અનાદિનો છે. પહેલી ગાથામાં કહ્યું છે કે મારો મોહ અનાદિનો છે. આહા.. હા! એ જ વાત ત્રીજા કળશમાં અમૃતચંદ્રચાર્યે લીધી છે. એ મોહ મારામાં, અસ્થિરતાનો હો? સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર તો છે, મુનિ છે ને! આનંદનો અનુભવ છે. તેની સાથે થોડો રાગ, અનાદિનો છે. ગયો છે ને થયો છે, એમ નથી. આહા... હા... હા! આવી રીતે શ્રી કુંદકુંદાચાર્યની ગાથાની ટીકા કરનાર શ્રીઅમૃતચંદ્રાચાર્ય કહેછે, કે શ્રી કુંદકુંદાચાર્ય આમ કહેવા માગે છે. પણ પ્રભુ! તમે ક્યાં એમના જ્ઞાનમાં-હૃદયમાં વયા ગ્યા!! તમે? કે ભઈ.. જેમ વસ્તુની સ્થિતિ છે એમ અમે કહીએ છીએ.

આહા.. હા! પોતાનો ભગવાન અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે!! એ જાણનારો (પોતાના) આત્માને જાણે-એમ કહ્યું.

તો, આ તો અનંતા સિદ્ધના પર્યાયને જે જાણે એટલે કે સ્થાપે. આહા.. હા! એને સમ્યગ્દર્શન, સ્વના


Page 72 of 225
PDF/HTML Page 85 of 238
single page version

૭૨ શ્રી પ્રવચન રત્નો-૧ લક્ષે, થયા વિના રહે નહીં. અને તે શ્રુતકેવળી એટલે સમકિતી. -શ્રુતકેવળી એટલે બાર અંગ ને ચૌદ પૂર્વના વિશેષ જ્ઞાનવાળો એનું કાંઈ નહીં-એ શ્રુતકેવળી થાય, અને પછી કેવળી થશે! આહા.. હા.. હા! ગજબ વાત છે ને..!!

લ્યો! આ સિદ્ધાંત કહેવાય, એક-એક શ્લોકનો પાર આવે નહીં, એની ગંભીરતા! સંતોની! દિગંબર મુનિઓ!! એની વાણી! એ વાણીમાં ગંભીરતા ન ઊંડપનો.. પાર ન મળે!!

એ અહીંયાં કહે છે, કે જ્યારે આત્માને અમે ‘જ્ઞાયક’ કહ્યો અને જ્ઞાયકપણે’ ‘જ્ઞાયક’ જણાયો, તો ‘જાણનારને તો જાણ્યો’ પણ ‘જાણનાર’ છે એમ કહેવાય છે તો પરને પણ જાણે છે એમ થયું! .. કે પરને જાણે છે ભલે એમ કહ્યું; પણ ખરેખર તો પર છે એને જાણે છે, એમ નથી.

પર-રાગાદિ છે, તેને (જાણનારો) જાણે છે, એ રાગને લઈને જાણે છે એમ નથી! પણ ઈ જ્ઞાનની પર્યાયનું સ્વ–પરપ્રકાશક સામર્થ્ય જ એવું છે પોતે, પોતાને જાણે છે, જ્ઞાયક ભાવપર્યાયની વાત છે હો! દ્રવ્યને તો જાણે છે. આહા.. હા! ગજબ વાત છે!! વસ્તુસ્વરૂપચિદાનંદપ્રભુ! ‘જ્ઞાયકપણે તે જણાયો’ લક્ષમાં આવ્યો, દ્રષ્ટિમાં આવ્યો. પણ એને ‘જાણનારો’ કહીએ છીએ તે સ્વ-પરપ્રકાશક, તો પરનો ‘જાણનારો’ એમ આવ્યું? કે સ્વને જાણ્યો અને પરનું જાણવું પણ એમાં આવ્યું?! ત્યારે કહે છે ‘પરનું જાણવું એમાં નથી આવ્યું’ પરસંબંધીનું જ્ઞાન પોતાનું પોતાથી (પોતાને) થયું છે. તે આકારે તે ‘જ્ઞાયકનું જ્ઞાન’ જ્ઞાનના પર્યાયે, જ્ઞાનને જાણ્યું, એ જાણવાના પર્યાયને એણે જાણ્યો. (અર્થાત્ પર-રાગને એણે જાણ્યો નથી) આહા.. હા! સમજાણું કાંઈ...? આકરું કામ બહુ બાપુ! મારગ એવો છે વીતરાગ સર્વજ્ઞનો! સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી;

અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય સ્હાશે. (શ્રીમદ્રાજચંદ્ર) આહા.. હા! મુનિ મહારાજ કહે છે મારા અને તારા મોહના નાશ માટે, ઓહોહો! ‘કોલકરાર!’ એટલો બધો પ્રભુ! પોતાના મોહના નાશ માટે તો ભલે તમે કહો, પણ.. શ્રોતાને માટે! પર કહ્યા ને...! અનંતા સિદ્ધોને એમણે પરના પર્યાયમાં સ્થાપ્યા છે. મોહના નાશ માટે. મેં સ્થાપ્યા છે એ તો (મુનિમહારાજે પોતે) વાત કરી છે. આહા... હા! એકસયમની અલ્પજ્ઞ પર્યાયમાં અનંતા સિદ્ધોને સ્થાપ્યા છે.

(સાંભળનાર શ્રોતાની) એ પર્યાય, અંદર ઝૂકીને (આત્મ) દ્રવ્ય તરફ જ જાય. એટલી એ પર્યાયમાં (તાકાત) છે કે તેણે અનંત સર્વજ્ઞને રાખ્યા, એ પર્યાય, સર્વજ્ઞસ્વભાવી પ્રભુ (આત્મદ્રવ્ય) એની ઉપર જ, એનું લક્ષ જાય. જેણે, એકસમયની પર્યાયમાં, અનંતા સર્વજ્ઞોને, સ્થાપ્યા.. રાખ્યા.. આદર્યા સત્કાર કર્યો... સ્વીકાર કર્યો અને તે એકસમયની પર્યાયમાં, અનંતા સર્વજ્ઞને જાણ્યા.. તે સમયની પર્યાયને જાણીને, એ જાણે છે ને..!

આહા.. હા! તેનો આત્મા જ્ઞાયકપણે તે જણાણો! પણ ઈ ‘જ્ઞાયક’ છે એટલે કે ‘જાણનારો’ છે એમ કહ્યું, તો તેમાં પરને ‘જાણે છે’ એવું જે આવે છે તો (તે તો) પરને આકારે જ્ઞાન થયું, તે પરને લઈને થયું એમ નથી. ધર્મીને પણ હજી રાગ આવે ને રાગનું જ્ઞાન થાય સ. સાર બારમી ગાથામાં કહ્યું છે ને...


Page 73 of 225
PDF/HTML Page 86 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૭૩ (વ્યવહાર) જાણેલો પ્રયોજનવાન ભાષા તો ચારેકોર એક, અવિરોધ વાતને સિદ્ધ કરે છે.

આહા. હા! એ... ‘જ્ઞાયકપણામાં’ જે રાગ-વ્યવહાર આવ્યો તે જણાણો તે રાગ છે તેને જાણે છે, તે રાગ છે માટે અહીંયાં રાગનું જ્ઞાન, જ્ઞેયાકારે જ્ઞાન થયું એમ નથી. આહા.. હા! આવો મારગ એટલે સાધારણ માણસ બિચારો શું કરે? વીતરાગ! સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ! ત્રણલોક જેણે જાણ્યા, એ પરમેશ્વરનું આ બધું કથન છે. એક સિદ્ધનું કહોકે અનંતા સિદ્ધનું કહો, એક તીર્થંકર નું કહો કે અનંતા સંતોનું કહો!!

આહા.. હા! અને મુનિ તો છે, એની પર્યાયમાં ત્રણ કષાયનો અભાવ છે જિનદશા જેમને પ્રગટી છે!! એને મુનિ કહીએ. એ મુનિ કહે છે કે ‘હું આ સમયસાર ને કહીશ’ આ ‘કહીશ’ (કીધું) તો વિકલ્પ છે ને...! (મુનિમહારાજ કહે છે) વિકલ્પ છે પણ મારું જોર ત્યાં નથી. (મેં કહીશ એમ કહ્યું) તો હું ત્યાં ‘સ્વભાવ’ તરફના જોરમાં, લક્ષની વાત ત્યાં કરીશ, મારું જોર તો ત્યાં છે. ગજબ છે ને...!! તેથી અશુદ્ધતા ટળી જશે, એમ સાંભળનારને પણ અનંતા સિદ્ધોને પોતે જ્યાં પર્યાયમાં અનંતા સિદ્ધોને જેણે સ્થાપ્યાં, તેણે સાંભળતાં... સ્વલક્ષે સાંભળે છે, અમારી પૂરણ વાત આવશે, એથી અમને અને તમને સ્વલક્ષથી મોહ ટળશે. ઈ અસ્થિરતા (અમારી) એમાં ટળી જશે અને શ્રુતકેવળી થશે એટલે સમકિતી થશે જ. શ્રુત કેવળીએ કહેલું છે, ઈ (અનુભવીને) શ્રુતકેવળી પોતે થશે જ એટલે સમકિતી થશે જ. પછી કેવળી થશે. આહા.. હા! (ભાઈ!) આ ગાથાનો આવો અર્થ છે. પાર પડે તેવું નથી, દિગંબર સંતો એટલે કેવળીના કેડાયતો! બાકી બધાએ કલ્પનાની વાતું કરી છે સૌંએ, આહા...! આમાંતો એક-એક શબ્દની પાછળ કેટલી ગંભીરતા છે, ભાઈ!

એ કહે છે કે ભલે! અમે ‘જ્ઞાયક’ કહીએ છીએ, અને ‘જ્ઞાયક’ ને જાણ્યો!! અને ‘જાણનારે’ પણ જાણ્યો!! હવે ઈ ‘જાણનારો’ છે તો પરનો “જાણનારો”છે ઈ ભેગું આવ્યું’ સ્વ-પરપ્રકાશક છે ને?!

તો, પરનો ‘જાણનારો’ છે માટે પરને જાણે છે (એટલે કે) પર છે તેને આકારે જ્ઞાન અહીંયાં થયું! (તો,) પર છે તે સ્વરૂપે જ્ઞાન થયું તો...., એટલી તો જ્ઞેયકૃત અશુદ્ધતા આવી કે નહીં? અહા..! એટલી જ્ઞેયકૃત-પ્રમેયકૃત પરાધીનતા આવી કે નહીં?

ના, એતો, રાગના જ્ઞાનકાળે કે શરીરના જ્ઞાનકાળે જ્ઞાન-જ્ઞાયકપણાની પર્યાયપણે જ જણાયો છે, તેણે (સાધકે) રાગની પર્યાય તરીકે ન રાગથી જ્ઞાન થયું છે, એમ જાણ્યું નથી. આહા.. હા! કો ‘ભાઈ! બીજે છે આવી વાતું?! અરે, પ્રભુ! તને ખબર નથી, ભાઈ! આહા..! તારું દ્રવ્ય ને તારી પર્યાય, એનું સામર્થ્ય કેવું છે!!

આહા.. હા! અહીં તો કહેછે કે રાગ ને શરીરને કે જે કંઈ દેખાય, તે કાળે તેને આકારે જ્ઞાન થયું, માટે એને કારણે થયું એમ નથી. અમારો જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે સ્વને જાણતાં, પરનું જાણવાનો પર્યાય મારો પોતાથી પોતાનો થયો છે, એને અમે જાણીએ છીએ. આહા.. હા!

અરે, પ્રભુની વાણી તો જુઓ! આહા..! એવા સંતોની સાક્ષાત્ મળે એવી વાણી! આહા.. હા! ગજબ વાતુ છે ને...!

(કહે છે કે) એ ‘જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો-જ્ઞાનની પર્યાય તરીકે એ જણાયો છે.


Page 74 of 225
PDF/HTML Page 87 of 238
single page version

૭૪ શ્રી પ્રવચન રત્નો-૧ એ પરની પર્યાય તરીકે જણાયો, એમ છે.. નહીં. આહા.. હા! છે ને સામે પુસ્તક છે! ભાઈ! મારગ બહુ ઝીણો બાપુ! જેને અનંત સંસારનો અંત અને અનંત ગુણની પર્યાય આદિ અનંત પ્રગટે. બાપુ! એ મારગડા કોઈ અલૌકિક છે એ જ્ઞાનાકાર અવસ્થામાં એ હોય. રાગને જાણવાની અવસ્થામાં જ્ઞાયકપૂર્ણ જે જણાયો છે. એ જ્ઞાયકની પર્યાયપણે જે જણાયો છે અન્યની પર્યાયપણે તે જણાયો છે એમ છે નહીં.

આહા...! ‘જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી’ એટલે? રાગની એ વખતે શરીરની ક્રિયા તે વખતે થાય, તે રીતે જ્ઞાન પોતે પરિણમે-જાણે, છતાં તે જ્ઞેયકૃતની અશુદ્ધતા-પરાધીનતા જ્ઞાનના પરિણમનને નથી. આહા.. હા! જે જ્ઞાનનું પરિણમન થયું, તે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે થયું છે ‘તે જાણનારો જણાયો છે’ પણ જણાય એવી ચીજ જણાતી નથી. જે જણાય છે એ ચીજ (રાગ-શરીરાદિ) એમાં જણાઈ નથી. ‘જાણનારો જણાયો છે ત્યાં’ ગૂઢ વાતું છે ભાઈ! અલૌકિક ચેતનસ્વરૂપ જ અલૌકિક છે બાપુ!

આહા..! એકસમયની પર્યાયમાં સર્વજ્ઞને સ્થાપીને ગજબ કામ કર્યાં છે ને! ઉપાડી લીધા છે!! જેણે સ્થાપ્યા પોતાની પર્યાયમાં અનંતા સિદ્ધોને, એને સંસારથી ઉપાડી લીધા છે, એને જ હો? એકલા શ્રોતા તરીકેને નહીં.

આહા.. હા! જેણે... અનંતા... સિદ્ધોને... પોતાની... પર્યાયમાં સ્થાપ્યાં અને જેને જ્ઞાનનું- જ્ઞાયકનું જ્ઞાન થયું તે જ્ઞાન, રાગ ને પરને જાણે તેથી તેને જ્ઞેયકૃત-પ્રમેયકૃત અશુદ્ધતા ન થઈ (કારણ કે) એ તો જ્ઞાયકની પર્યાય થઈ, એને એ જાણે છે. એ રાગને જાણવા કાળે રાગઆકારે જ્ઞાન થયું, એ રાગને કારણે જ્ઞાન તે આકારે થયું એમ નથી. તે કાળે જ્ઞાન જ પોતાના જ્ઞાનાકારે થવાનો પર્યાયનો સ્વભાવ છે તે રીતે થયું. ‘તો તે વખતે રાગ જણાયો નથી’ ‘જાણનારો’ જાણનારની પર્યાય તેને તે જાણે છે. સમજાણું કાંઈ...?

આહા... હા! ‘તે’ .... ‘જ્ઞાનાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો’ ‘તે’ ..... ‘સ્વરૂપ પ્રકાશનની (સ્વરૂપને જાણવાની) અવસ્થામાં પણ પોતે જણાયો છે’ શું કીધું ઈ?

કે, આ જ્ઞાયકપ્રભુ! પોતાને જ્ઞાયક તરીકે જ્યાં જાણ્યો! સમ્યગ્દર્શન-જ્ઞાનમાં જણાયો, એ વખતે જે જ્ઞાનમાં, રાગાદિ પર (પદાર્થ) જણાય, એ કાળે પણ તેણે તે રાગને (પરને) જાણ્યો છે એમ નહીં. (પરંતુ) રાગસંબંધીનું પોતાનું જ્ઞાન, પોતાથી થયું છે તેને તે જાણે છે, ‘જ્ઞેયાકાર અવસ્થાના કાળમાં, પણ (સાધક) પોતાની અવસ્થાને જાણે છે. અને સ્વરૂપ-પ્રકાશનની અવસ્થામાં પણ (પોતે જણાયો છે) બેય વાત લીધીને....!!

શું કીધું? ‘જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો... ‘તે’ ‘સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ પોતે જણાણો છે’ આહા.... હા! સ્વરૂપપ્રકાશનની અવસ્થામાં પણ, તે ‘જ્ઞેયાકાર જ્ઞાનના’ કાળે પણ, જ્ઞાયકની પર્યાયમાં, ‘જાણનારો છે’ તેની પર્યાય જણાણી છે, અને સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ ‘જાણનારો છે’ તેની પર્યાય જણાણી છે. દ્રષ્ટાંત આપે છે. ‘દીવાની જેમ’; કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી... જ્ઞાયક જ છે.

આહા...! પોતે જાણનારો માટે પોતે ‘કર્તા’ , પોતાને જાણ્યો માટે પોતે ‘કર્મ’ , આ પર્યાયની વાત છે હો!! ‘જાણનાર’ ને જાણ્યો અને પર્યાયને જાણી-એ જાણવાનું પર્યાયનું કાર્ય, કર્તા જ્ઞાયક, એનું તે


Page 75 of 225
PDF/HTML Page 88 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૭પ કાર્ય છે. એ રાગ-વ્યવહાર જાણ્યો માટે વ્યવહારકર્તા અને જાણવાની પર્યાય કાર્ય એમ નથી. આહાહાહા! કેટલું સમાડયું છે!!

અજ્ઞાની કહે કે મેં પંદર દિવસમાં (સમયસાર) વાંચી નાખ્યું! બાપા, ભાઈ! તારો પ્રભુ (આત્મા) કોણ છે? (કેવો છે) ઐને જાણવા માટે આવી વાણી! ભાઈ, અરે! અનંતકાળના પરિભ્રમણના અંત આવે, એનો સાચો પ્રયત્ન તેં કર્યો નથી. ઊંધો પ્રયત્ન કરી ને માન્યું છે કે અમે કંઈક કરીએ છીએ, ધર્મ કરીએ છીએ, હેરાન થઈને ચારગતિમાં રખડે છે!

આહા.. હા! આંહી કહે છે, કે ભગવાન આત્માને જ્યારે સર્વજ્ઞપણે સ્થાપ્યો ને જ્યારે સર્વજ્ઞસ્વભાવનું ભાન થયું, ત્યારે તેણે સ્વ-જ્ઞાનને-જાણનારને તો જાણ્યો, પણ તે વખતે પરને જાણ્યું છે તે વખતે પણ, જાણનારની પર્યાયને જ એ જાણે છે. ‘જાણનારની પર્યાય તરીકે જણાયો છે’ -તે વખતે પણ રાગની પર્યાય તરીકે જણાયો, માટે જાણે છે એમ નથી. આહા.. હા..!

આ તો પુસ્તક સામે છે, ક્યા શબ્દનો અર્થ થાય છે! આહા..! ભગવાન પરમાત્મા, એની વાણી અને મુનિની વાણીમાં ફેર નથી. મુનિઓ આડતિયા થઈને આ સર્વજ્ઞની વાણી જ કહે છે. ભાઈ! તમે સાંભળી નથી, તે વાત! આહા.. હા..!

તું કોણ છો..? અને તું કોણ (કોને) જાણનારો છો? કે હું જ્ઞાયક છું અને હું મારી પર્યાયને જાણનારો છું. એ જ્ઞાનની પર્યાય એ મારું કાર્ય છે- ‘કર્મ’ છે અને ‘કર્તા’ હું છું.

ખરેખર તો, પર્યાય ‘કર્તા’ ને પર્યાય જ ‘કર્મ’ છે. પણ, અહીં જ્ઞાયકભાવને કર્તા તરીકે સિદ્ધ કરીને, જ્ઞાનપર્યાય તેનું કાર્ય છે-એમ સિદ્ધ કર્યું છે. ખરેખર તો, તે જ્ઞાનની પર્યાય તેનું ‘કાર્ય’ છે અને તે વખતનો જે પર્યાય છે તે જ એ પર્યાયનો ‘કર્તા’ છે.

આખું, દ્રવ્ય છે એ તો ધ્રુવ છે એ તો ધ્રુવ છે, એ તો કર્તા છે નહીં, કર્તા કહેવો એ તો ઉપચાર છે. અને ધ્રુવ છે એ તો પરિણમતો નથી, બદલાતો નથી. બદલનારી પર્યાય જે જ્ઞાયકને જાણનારી થઈ, એ પરને જાણવાકાળે પણ, પોતાના જ્ઞાનપણે પરિણમી, માટે તે પોતે જ ‘કર્તા’ ને પોતે જ પોતાનું ‘કર્મ’ છે. રાગ ‘કર્તા’ ને જ્ઞાનની પર્યાય તેનું ‘કાર્ય’ છે એમ નથી. આહા. હા..! જેના એક પદમાંથી બહાર નીકળવું કઠણ પડે, એટલી તો ગંભીરતા છે!!

આહા.. હા! બાપુ! પ્રભુ! તું મહાપ્રભુ છો ભાઈ! તું મહાપ્રભુ છો.. ને તારી પર્યાય પણ મહાપ્રભુની છે!! જે જણાયો છે એની એ પર્યાય છે આહા.. હા! એ પ્રભુની પર્યાય છે, એ રાગની નહીં આહા.. હા!

આ જ્ઞાનમાં સ્વને જ્યાં જાણ્યો, તે વખતે આ પરનું જાણવું ત્યાં થાય છે ને...! એ પરનું જાણવું થયું ઈ પરને લઈને જાણવું થયું એમ નથી. એ જાણવાનો પર્યાય જ પોતે, પોતાના સ્વપર પ્રકાશક સ્વભાવની પરિણમવાની તાકાતથી પોતે પરિણમ્યો છે. તેથી તે પર્યાય ‘કાર્ય’ છે ને તે જ પર્યાય ‘કર્તા’ છે ને દ્રવ્ય ભલે કર્તા કહેવામાં આવે છે આહા.. હા!


Page 76 of 225
PDF/HTML Page 89 of 238
single page version

૭૬ શ્રી પ્રવચન રત્નો-૧

ખરેખર, ષટ્કારકનું પરિણમન પર્યાયમાં છે, દ્રવ્યમાં ષટ્કારકની શક્તિ છે, પણ પરિણમન નથી. સમજાણું કાંઈ...?

તેથી જ... જે જ્ઞાનની પર્યાયે પોતાને જાણ્યો, તે જ પર્યાયે, રાગસંબંધીના પોતાના જ્ઞાનની પર્યાયને તેણે જાણી. (સાધકને) વિકલ્પ જે ઊઠે છે તેનું જે જ્ઞાન થાય છે, તે જ્ઞાનની પર્યાયને, જ્ઞાનપર્યાય પોતે પોતાથી જાણે છે અને તે (જ્ઞાનપર્યાય) પોતાથી થઈ છે. વ્યવહારથી થઈ નથી.

પર્યાય, વ્યવહારને જાણનારી પર્યાય (સાધકદશામાં) વ્યવહાર આવ્યો રાગાદિ અને તે જ્ઞાનની પર્યાય, એનાથી (વ્યવહારથી) થઈ છે એમ નથી. એમાં ક્યાં જ્ઞાન હતું? રાગમાં ક્યાં જ્ઞાન હતું કે રાગ જાણે! જેમાં જ્ઞાયકનું જ્ઞાન ભરેલું છે જ્ઞાયકમાં (તે જાણે છે) આહા... હા! જ્યાં અંદરમાં જ્ઞાન થતાં, જાણનારો જાણે છે, તો તે જાણનારો પોતે પોતાને જાણે છે અને જાણનારો પોતાની પર્યાયને જાણે છે.

‘રાગને જાણે છે’ એમ કહેવું તે પણ વ્યવહારથી કથન છે. આહા.. હા! સમજાણું કાંઈ...? લ્યો! ‘દીવાની જેમ’ - ‘કર્ત્તા-કર્મનું અનન્યપણું છે’ અનેરાપણું નથી. કર્તા છે તે જ કર્મ છે ને કર્મ છે તેનો તે જ કર્તા છે. સમજાણું કાંઈ...? એટલે કે ‘થનારો’ અને ‘થયું’ તે બે અનન્ય છે. જુદા જુદા નથી. કર્તા=થનારો; કર્મ=થયું, તે બે અનન્ય છે, તે બેય એક જ વસ્તુ છે.

આહા... હા! ‘અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે.’ પોતે જાણનારો એ ‘કર્ત્તા’ માટે પોતે કર્ત્તા, રાગસંબંધીનું જ્ઞાન થયું છે તે જ્ઞાનની પર્યાયનો કર્ત્તા પોતે છે અને તેનું ‘કર્મ’ પણ એનામાં છે.

એ જ્ઞાનમાં, રાગને જાણે છે એમ નથી ને રાગને લઈને જાણે છે એમ નથી. આહા.. હા! હવે આવી વ્યાખ્યા! સાધારણ બિચારા જીવો કે જે સંપ્રદાયમાં પડયા હોય અને આખો દિ’ ક્યારેય વખત મળતો ન હોય, જિંદગી જાય. આહા...! એમાં બે ધડી સાંભળવા જાય ને... મળે એવું સત્યથી વિરુદ્ધની વાતું મળે!!

(કહે છે) ‘એ જ્ઞેયાકાર અવસ્થામાં પણ જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપપ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક પણે જણાયો, જ્ઞાયક જ છે. છે ને છેલ્લો શબ્દ! વચ્ચેનું લખાણ મૂકી દ્યો. (અને પછી વાંચો) ‘દીવાની જેમ’ - કર્ત્તા-કર્મનું અનન્યપણું હોવાથી, તે સ્વરૂપપ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે’ એમ છે ને...? ઓલું તો (દીવાની જેમ) દ્રષ્ટાંત છે.

આહા.. હા! કોઈ એમ જાણે કે, આપણે સમયસાર સાંભળ્‌યું છે, માટે એમાં કાંઈ નવીનતા ન હોય, એમ નથી પ્રભુ! આહા..! એ... નવી વસ્તુ છે બાપુ! ભગવાન!

શું કીધું? ‘પોતે જાણનારો માટે પોતે કર્ત્તા’ -રાગની, શરીરની ક્રિયા થઈ, એનું આંહી જ્ઞાન થયું, એ જ્ઞાનનું કાર્ય પોતાનું છે. એ કાર્ય, રાગનું શરીરનું નથી, તેથી તે કાર્ય પોતે-જ્ઞાનની પર્યાય જાણે છે તે કર્ત્તા અને પોતાને જાણ્યો માટે. પોતે કર્મ પર્યાયની વાત છે હો! અહીંયાં. જણાય છે પર્યાય, એ પર્યાય એનું ‘કાર્ય’ જણાય છે રાગ એમ નથી, તેમ રાગથી અહીં જાણવું થયું-કાર્ય થયું એમ નથી. એ રાગનું કાર્ય નથી, એ જ્ઞાયકનું કાર્ય છે. સમજાનું કાંઈ?

આહા.. હા! એ સરકારના કાયદા ગહન હોય સાધારણ! આ તો ત્રણ લોકના નાથના


Page 77 of 225
PDF/HTML Page 90 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૭૭ કાયદા!! (ગહનમાં ગહન!) આહા... હા! સર્વજ્ઞસ્વરૂપ, તો તેના કાયદા કેવા હોય બાપા! એક-એક ગાથામાં કેટલી ગંભીરતા છે!!

આહા.. હા! ‘પોતે જાણનારો માટે પોતે કર્તા’ -કોનો જાણનારો? પોતાની પર્યાયનો આહા.. હા.. હા! કેવળી, લોકાલોકને જાણે છે, એ પણ નહીં. કેવળી પોતાની પર્યાયને જાણે છે. આહા.. હા! પર્યાય તેનું કાર્ય છે ને કર્ત્તા તેનું દ્રવ્ય, એટલે જ્ઞાન (પર્યાય) છે. આહા.. હા! લોકાલોક છે માટે આંહી (તેનું) જ્ઞાન થયું છે પરનું-એમ નથી. અહા! સમજાણું કાંઈ આમાં?

આ પ્રશ્ન તો ત્ર્યાસીની સાલમાં ઊઠેલો, સંવત ૧૯૮૩, કેટલાં વરસ થયાં? એકાવન. એકાવન વરસ પહેલાં (આ) પ્રશ્ન ઉઠયો’ તો કે આ લોકાલોક છે માટે કેવળજ્ઞાન છે કે લોકાલોકનું જ્ઞાન છે કે જ્ઞાન પોતાથી છે લોકાલોકનું છે નહીં. આ એક પ્રશ્ન હતો. શેઠે એમ કહ્યું કે લોકાલોક છે તો તેનું આહીં જ્ઞાન થયું છે. જ્યારે વીરજીભાઈએ ના પાડી કે એમ નથી. પછી બન્ને ઠઠે આવ્યા, અને મને પૂછયું. કીધું બાપુ! એમ નથી. કેવળજ્ઞાન તો પોતાથી થાય છે. કેવળજ્ઞાનના કાર્યનો કર્તા આત્મા કર્મ કેવળજ્ઞાન લોકાલોક કર્તા ને કેવળજ્ઞાન ‘કર્મ’ એટલા બધા શબ્દો ત્યાં ત્યારે નહોતા એ વખતે, પણ લોકાલોક છે માટે જ્ઞાનપર્યાય થઈ છે એમ નથી. આહા.. હા! સમજાણું કાંઈ...?

અરે રે! એક પણ વાતને... સર્વજ્ઞના ન્યાયથી બરાબર જાણે, તો એક ‘ભાવ’ જાણે એમાં બધા ‘ભાવ’ જાણે એમાં બધા ‘ભાવ’ (યથાર્થ) જણાય જાય પણ એકકેય ભાવના ઠેકાણાં ન મળે! આહા... હા! અરે રે! જિંદગી પૂરી થવા આવી તો પણ જે કરવાનું હતું તે રહી ગ્યું!! કર્યા.. ધુમાડા એકલા પાપના! અરે! પુણ્યનાં પણ ઠેકાણાં ન મળે! એને માટે ચાર-ચાર કલાક સાચો સત્સમાગમ કરવો જોઈએ.

આહા...! સત્સમાગમ પણ કોને કહેવો તેની પણ હજી સમજણ નથી કરી અને સત્શાસ્ત્રનું ચાર-ચાર કલાક વાંચન કરે હંમેશા, તો પુણ્ય તો બંધાય, એનાં ય ઠેકાણાં ન મળે! ધરમ તો ન મળે, પણ પુણ્યનાં ય ઠેકાણાં ન મળે!! સત્શાસ્ત્ર, સત્સમાગમ, એ બેનો પરિચય, ચોવીસ કલાકમાં ચાર કલાક રહે તે પુણ્ય બાંધે, ધરમ નહીં. ધરમ તો રાગથી પૃથક્ પડીને સર્વજ્ઞપણાનું સ્વરૂપ મારું સ્વરૂપ છે, એવો અંતરમાં અનુભવ કરે, દ્રષ્ટિ કરીને ત્યારે તેને સમ્યગ્દર્શન થાય. સમજાણું કાંઈ... ?

તો કહે છે કે ‘જેમ દીપક ઘટપટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાં ય દીપક છે’ દીવો જે છે ને...! એ ઘટને, પટને-પટ એટલે વસ્ત્ર, અને પ્રકાશવાકાળે તો દીવો તો દીવો જ છે. એ દીવો, ઘટ- પટને પ્રકાશે એટલે એ-રૂપે થયો છે? ના, ‘દીપક ઘટ-પટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાં ય દીપકજ છે’ શું કીધું? દીવો, ઘટ-પટાદિની અવસ્થાને પ્રકાશવાકાળે દીવો તો દીવારૂપે છે. એ ઘટ-પટને પ્રકાશવા કાળે, ઘટપટની અવસ્થાપણે એ દીવો થયો નથી, ઘટપટને લઈને પ્રકાશે છે એમ નથી. દીવાના પ્રકાશને લઈને પ્રકાશે છે. એમ ઘટ-પટને જ્ઞાન પ્રકાશે છે, એ જ્ઞાન એનું નથી, એ પોતાના (જ્ઞાન) પ્રકાશને લઈને પ્રકાશે છે. આહા.. હા!’ જેમ દીપક ઘટ-પટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાંય દીપક જ છે.’ ‘અને પોતાને, પોતાની જ્યોતિરૂપ શિખાને, પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે. એમ, ‘જ્ઞાયક’ રાગને-પરને જાણવા કાળે પણ, જ્ઞાયકની પર્યાયનું જ્ઞાન છે અને પોતાને પ્રકાશવા કાળે પણ જ્ઞાનની


Page 78 of 225
PDF/HTML Page 91 of 238
single page version

૭૮ શ્રી પ્રવચન રત્નો-૧ પર્યાય જ છે. આહા... હા! પરને જાણવા કાળે, એની પર્યાય પરને લઈને થઈ છે, એમ નથી.

આહા..! ઘટપટને પ્રકાશવા કાળે દીવો, ઘટપટને લઈને પ્રકાશે છે એમ નથી. દીવાનો પોતાનો જ પ્રકાશક સ્વભાવ છે, ઘટપટને પ્રકાશવાનો. ઘટપટને પ્રકાશવા કાળે પણ દીવો તો દીવો જ છે! પોતાની જ્યોતિને પ્રકાશવા કાળે પણ દીવો તો દીવો જ છે.

આવું ઝીણું બાપુ! એક કલાકમાં કેટલું આવ્યું! (સમજવાની) નવરાશ ન મળે, ફુરસદ નથી, આખો’ દિ પાપ આડે અને શરીરના રક્ષણ માટે હોય તો આખો દિ’ સલવાય જાય! આનું આમ કર્યું ને.. આનું આમ કર્યું ને.. છતાંય શરીરનું જે થવાનું હોય તે થાય, એનાથી કાંઈ ન થાય. આ તો, પુરુષાર્થથી થાય જ.

આહા.. હા.. હા! દીવો, ઘટ એટલે ઘડો ને પટ-વસ્ત્રાદિ, કોયલા કે નાગને પ્રકાશવા કાળે પણ દીવો તો દીવારૂપે રહીને જ પ્રકાશે છે. શું પરરૂપે થઈને તે પ્રકાશે છે? અને પરને પ્રકાશે છે? ના. દીવો, દીવાને પ્રકાશે છે. તેમજ પોતાને પ્રકાશવાના કાળે પણ દીવો દીવાને જ પ્રકાશે છે.

એમ, ભગવાન આત્મા-જાણનારો, જણાય છે તે અવસ્થામાં પણ જ્ઞાયકપણે જ પોતે રહ્યો છે. પરપણે થયો નથી ને પરને લઈને થઈ નથી અવસ્થા! અને પોતાને જાણવાકાળે પણ પોતે છે, પોતાની પર્યાય છે. હવે! આવું બધું યાદ રાખવું! આવો મારગ છે પ્રભુનો (આત્માનો) બાપુ! ત્રણલોકના નાથ તીર્થંકરદેવ સિવાય એ તત્ત્વ ક્યાંય છે નહીં.

ત્રણલોકનો નાથ! તીર્થંકરદેવ!! આહા.. હા! પણ એ વાતું કર્યે (હાથમાં ન આવે!) બહુ સૂક્ષ્મ છે પ્રભુ! એ કોઈ પૈસા ખર્ચી નાખે કરોડ- બેકરોડ માટે ધરમ થઈ જાય, એમ નથી. આહા.. હા! શરીરની ક્રિયા કરી નાખે અપવાસાદિ કરે! શરીરનો બળુકો અપવાસાદિ કરે અને જાણપણાના-એકલી બુદ્ધિનો પ્રકાશ કરવાવાળા બુદ્ધિની વાતો કર્યા કરે, પણ અંતર શું ચીજ છે, એને કેળવવા જતો નથી!

અહીં કહે છે કે ‘અન્ય કાંઈ નથી’ તેમ ‘જ્ઞાયકનું સમજવું’ એટલે? ‘જાણનારો’ ભગવાન આત્મા, સ્વને જાણતાં-પર્યાયમાં સ્વને જાણ્યો, તે જ પર્યાયમાં પરને પણ જાણ્યું એ પરને જાણવાની પર્યાય પોતાની છે ને પોતાથી જ થઈ છે, એટલે (પરને જાણ્યું કહ્યું તો પણ) ખરેખર, તો પોતાની પર્યાયને એણે જાણી છે. કારણ કે પર્યાયમાં કાંઈ જ્ઞેય આવ્યા નથી. જેમ ઘટપટને દીવો પ્રકાશે છે એટલે કાંઈ દીવાના પ્રકાશમાં ઘટપટ કાંઈ આવી ગયા નથી કે દીવાના પ્રકાશમાં તેઓ કાંઈ પેઠા નથી. આહા.. હા! સમજાણું કાંઈ...? એમ, ભગવાન ચૈતન્યદીવો ચૈતન્યચંદ્રપ્રભુ! એનું જેને અંતરમાં જ્ઞાન થયું, રાગથી ભિન્ન પડીને, સર્વજ્ઞસ્વભાવી આત્મા છે એમ એનું જેનુ અંતરમાં જ્ઞાન થયું, રાગથી ભિન્ન પડીને, સર્વજ્ઞસ્વભાવી આત્મા છે એમ જ્યાં ભાન થયું, ત્યાં અલ્પજ્ઞપર્યાયમાં સર્વજ્ઞસ્વભાવનું ભાન થયું, તો એ જે અલ્પજ્ઞપર્યાય થઈ તે સર્વજ્ઞસ્વભાવીની છે, એ જ્ઞાયકની પર્યાય છે. સ્વને જાણે તે અને તે જ પર્યાય પરને જાણે, તે પર્યાય પણ જ્ઞાયકની પર્યાય છે. એ પરની પર્યાય છે ને પરને લઈને થઈ છે.. એમ છે નહીં.

આહા.. હા! એક વાર મધ્યસ્થ થઈને સાંભળે ને..! ન્યાં આગ્રહ રાખીને પડયા હોય કે ‘આનાથી આમ થાય ને આનાથી આમ થાય’ વ્રત કરવાથી સંવર થાય ને તપસ્યા કરવાથી નિર્જરા થાય! વ્રત,


Page 79 of 225
PDF/HTML Page 92 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૭૯ નિશ્ચયવ્રત કોને કહેવું, એની ખબર ન મળે! વ્રત કરીએ તો સંવર થાય ને અપવાસ કરીએ તો નિર્જરા થાય! અરે, ભગવાન! એ વ્રતના વિકલ્પો જે વ્યવહારના છે એ પુણ્યબંધનું કારણ છે. એ અપવાસના જે વિકલ્પો છે વ્યવહારના એ પણ પુણ્યબંધનું કારણ છે, જો રાગમંદ કર્યો હોય તો! ત્યાં સંવર, નિર્જરા નથી. આહા.. હા!

(આહોહો!) ત્યાં તો એમે ય કહ્યું છે ને..! ૩૨૦ ગાથા. તે ઉદયને જાણવાકાળે પણ જ્ઞાનની પર્યાયને જાણે, નિર્જરા કાળે પણ નિર્જરાની પર્યાયને જાણે છે તે નિર્જરાને કરતો નથી. ઉદયને જાણવું કહેવું પણ (સાધકને) પોતાને રાગને જાણે છે તે જ્ઞાનની પર્યાય તરીકે એને જાણે છે. નિર્જરાને કાળે જાણે છે એ પણ નિર્જરાની પર્યાય નથી એટલે કે નિર્જરાની જે પર્યાય જ્ઞાનરૂપ થઈ છે એ એ જાણે છે. બંધને જાણે એટલે બંધનું જ્ઞાન થયું છે એ જાણે, તે જ્ઞાનની પર્યાયને જાણે છે. મોક્ષને જાણે, ઉદયને જાણે, અવિપાક-સવિપાક, સકામ-અકામ નિર્જરાને જાણે-એ ચાર બોલ લીધા છે ને...! સવિપાક, અવિપાક, સકામ, અકામના આહા.. હા!

દિગંબર સંતોએ તો ગજબ કામ કર્યાં છે! તેને સમજનારા.. વિરલ પાકે! બાકી આવી વાત બીજે ક્યાંય છે નહીં ભાઈ! એની ઊંડપની વાતુ અમે શું કહીએ!!

આહા...! અને કર્તા-કર્મનું અનન્યપણું છે, એમ કહ્યું. એટલે શું? કે ‘કર્તા’ અન્યને ‘કાર્ય’ અન્ય, એમ હોઈ શકે નહીં. ‘કર્તા’ જ્ઞાનની પર્યાયનો આત્મા અને પર્યાયનું ‘કાર્ય’ રાગાદિ જાણવું એ એનું ‘કાર્ય’ એમ નથી. કર્તા-કર્મ અનન્ય જ હોય છે. અનન્યપણું એટલે? તે જ કર્તા ને તે જ ‘કર્મ’! આહા.. હા! તેજ કર્તા ને તે જ કાર્ય, એમ કહે છે. આહા.. હા! રાગને જાણવાકાળે જ્ઞાન, જ્ઞાનરૂપે જ થયું છે તેથી તેનું ‘કર્તા’ જ્ઞાન અને ‘કર્મ’ પણ જ્ઞાન!!

એ રાગનું જ્ઞાન (કહેવાય છે છતાં) રાગ કર્તા ને રાગનું જ્ઞાન કર્મ એમ નથી. આહા.. હા! વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ ઊઠયો, અને એનું જે જ્ઞાન થયું, તે એને લઈને જ્ઞાન થયું છે ને? (ઉત્તરઃ અરે, એમાં ક્યાં જ્ઞાન હતું કે તેનાથી જ્ઞાન થાય, જ્ઞાન તો આહીં છે, આત્મામાં!!

સ્વપરપ્રકાશક જ્ઞાન આવે છે ને..! સમયસાર નાટકમાં આવે છે (સાધ્ય-સાધક ‘સ્વપરપ્રકાશક શક્તિ હમારી, તા તૈં વચન ભેદ-ભ્રમ ભારી’ -સ્વપ્રકાશ જ્ઞેય અને પરપ્રકાશ જ્ઞેય-બેય વસ્તુ જ્ઞેય, જ્ઞેય સ્વને પર બેય, છતાં પણ પરને જાણવાકાળે પર્યાય, પોતે પોતાથી જાણે છે (પોતાને) અહીંયાં એ સિદ્ધ કરવું છે. વિશેષ કહેશે.

* * *
પ્રશ્નઃ સ્વ-પર પ્રકાશક સ્વભાવમાં બે પણું આવ્યું છે કે
એકપણું?
ઉત્તરઃ શક્તિ એક છે. એક પર્યાયમાં અખંડપણું છે, બે પણું
નથી. સ્વ-પર પ્રકાશનું સામર્થ્યપણું એક છે. ભેદ પાડીને બે પણું
કહેવાય છે.
(પરમાગમ સાર બોલ-૮૭૦)