Page 91 of 225
PDF/HTML Page 104 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૯૧
આહા.. હા! ‘અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી આવે છે. ભાવાર્થ છે, શું કહે છે? જુઓ! જે આ આત્મા છે ને! આત્મા વસ્તુ, તે તો શુદ્ધ ચૈતન્ય આનંદઘન છે. અતીન્દ્રિય આનંદ ને જ્ઞાનની અતીન્દ્રિયપ આનંદની મૂર્તિ છે. એની પર્યાયમાં-અવસ્થામાં-હાલતમાં-વર્તમાન દશામાં અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી આવે છે.
એ અશુદ્ધતા નામ પર્યાયના ભેદ, પરદ્રવ્યના સંયોગથી એની (પર્યાય) ની પોતાની યોગ્યતાથી થાય છે. એ અશુદ્ધતા- વિકાર અથવા પુણ્ય-પાપના ભાવ, પોતાની ચીજ જે દ્રવ્ય છે એની પર્યાયમાં મલિનતા, પરદ્રવ્યના સંયોગથી આવે છે. એ અશુદ્ધતા પરદ્રવ્યને લઈને થતી નથી, પણ અન્યદ્રવ્ય નિમિત્ત (તરીકે) હોય છે.
શું કહે છે? વસ્તુ છે સચ્ચિદાનંદ-જ્ઞાનનંદ ધ્રુવ વસ્તુ આત્મા, નિત્ય ધ્રુવ વસ્તુ! એ કાંઈ પુણ્ય- પાપના મેલને અન્યદ્રવ્યોથી અશુદ્ધ થતો નથી. સમજાણું કાંઈ...? બાપુ, ધરમ શું ચીજ છે! સુક્ષ્મ ધણું છે!!
આહા.. એ જ્ઞાયકદ્રવ્ય જે વસ્તુ છે, વસ્તુ આત્મા! જ્ઞાનસ્વરૂપ, જ્ઞાયકભાવ, એ અન્યદ્રવ્યોના ભાવ જે ભેદ, પુણ્ય-પાપ એ રૂપે કદી થતો નથી. સમજાણું...? માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. પર-કર્મનું નિમિત્ત, એના સંબંધે, આત્માની અવસ્થામાં-પર્યાયમાં-હાલતમાં મલિનતા થઈ જાય છે, વસ્તુમાં મલિનતા નથી. વસ્તુ તો ત્રિકાળ નિર્મળાનંદ છે.
આહા.. હા! ‘દ્રવ્યદ્રષ્ટિથી દ્રવ્ય તો જે છે તે જ છે’ - વસ્તુ જે છે વસ્તુ!! સચ્ચિદાનંદ પ્રભુ! શુદ્ધ અખંડ આત્મદ્રવ્ય, એ તો જે છે તે જ છે. એમાં કંઈપણ ફેરફાર થતો નથી. પર્યાયમાં ફેરફાર (દેખાય છે) ઈ સંયોગજનિત મલિનતા એ વસ્તુમાં છે નહીં. દશામાં, પર્યાયમાં ભેદ છે, વસ્તુમાં ભેદ નથી. વસ્તુ આ ને પર્યાય (આ)! (શ્રોતાઃ) એ મલિનતા થાય છે તે પર્યાયમાં જ છે? (ઉત્તરઃ) મલિનતા પર્યાયમાં છે, વસ્તુમાં નહીં. વસ્તુ તો એકરૂપ દ્રવ્ય છે આહા..! વસ્તુ તો છે તે, તે જ છે.
આહા..! પર્યાયમાં-અવસ્થામાં મલિનતા છે તો મલિનતા ચાલી જાય છે, વસ્તુમાં મલિનતા હોય તો, વસ્તુ (દ્રવ્ય) ચાલ્યું જાય (નાશ) થાય. વસ્તુ અશુદ્ધ થઈ જાય? થાય તો, મલિનતાનો નાશ કરવાનું આવે તો તો એ વસ્તુ જ નાશ થઈ જાય. ઝીણી વાત છે ભાઈ! તત્ત્વ ઝીણું!!
આહા.. હા...! ‘દ્રવ્યદ્રષ્ટિથી... દ્રવ્ય નામ વસ્તુ! ત્રિકાળ શુદ્ધ દ્રષ્ટિથી દેખો, તો દ્રવ્ય જે છે તે જ છે, જે તત્ત્વ છે તે એવું ને એવું અનાદિ-અનંત છે, અને પર્યાયદ્રષ્ટિથી... દેખો તો મલિન જ દેખાય છે. વર્તમાન એની દશા... એની હાલત... એની પર્યાય જુઓ તો મલિન છે, પર્યાયદ્રષ્ટિથી દેખો તો મલિન છે. દ્રવ્યદ્રષ્ટિથી દેખો તો નિર્મળ છે. આહા.. હા!
હવે, આવું સમજવું?! અહા.. મારગ અનાદિ ખ્યાલમાં નહીં (તેથી..) જન્મ-મરણ કરી કરી ચોરાશીનાં અવતાર....!
(કહે છે) એ.. પર્યાયદ્રષ્ટિથી જુઓ તો મલિન દેખાય છે-એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકભાવ માત્ર છે, જ્ઞાયકસ્વરૂપ-જાણનાર, જાણનાર, જાણનાર, જાણનાર, એવો, જ્ઞાયકસ્વભાવી જ ત્રિકાળી
Page 92 of 225
PDF/HTML Page 105 of 238
single page version
૯૨ શ્રી પ્રવચન રત્નો-૧ આત્મા છે, એ મલિન થયો નથી.
આહા...! ‘અને તેની અવસ્થા પુદ્ગલકર્મના નિમિત્તથી રાગાદિરૂપ મલિન છે’ વર્તમાન એની દશા, ત્રિકાળ દ્રવ્યને છોડીને વર્તમાન અવસ્થામાં, પુદ્ગલકર્મના નિમિત્તથી, રાગદ્વેષાદિ મલિન છે, તે પર્યાય છે, એ તો અવસ્થા છે!
આહા...! (જેમ) મનુષ્યપણું, મનુષ્યપણું જ કાયમ છે. બાળ-યુવાન-વૃદ્ધાવસ્થા એ તો પર્યાયના ભેદ છે. મનુષ્યપણું તો મનુષ્યપણે કાયમ છે, એમ જ સોનું સોનાપણે કાયમ છે પણ સોનાની અવસ્થા કુંડળ-કડાં આદિ પર્યાય છે, એ અવસ્થા છે, તે ભેદ છે, તે વસ્તુમાં નથી. (વસ્તુ અભેદ છે)!
આહા...! (જેમ) મનુષ્યપણું, મનુષ્યપણું જ કાયમ છે. બાળ-યુવાન-વૃદ્ધાવસ્થા એ તો પર્યાયના ભેદ છે. મનુષ્યપણું તો મનુષ્યપણે કાયમ છે. એમ જ સોનું સોનાપણે કાયમ છે પણ સોનાની અવસ્થા કુંડલ-કડાં આદિ પર્યાય છે, એ અવસ્થા છે, તે ભેદ છે, તે વસ્તુમાં નથી. (વસ્તુ અભેદ છે)!
આહા... હા...! આવું સમજવું બાપુ! (કહે છે કે) ‘દ્રવ્યદ્રષ્ટિથી જોવામાં આવે, તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે’ વસ્તુ... વસ્તુ... વસ્તુ ત્રિકાળી વસ્તુ-દ્રવ્ય-તત્ત્વ, દ્રવ્યદ્રષ્ટિથી જુઓ તો તો દ્રવ્ય જે છે તે જ છે. જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે. ‘તે કાંઈ જડપણે થયું નથી’ આહા...! જ્ઞાયકભાવ જે જાણન્સ્વભાવ! તે તો જ્ઞાયક સ્વભાવે ત્રિકાળ છે. અને એ પુણ્ય-પાપ ભાવ જે જડ છે, તે-રૂપ (જ્ઞાયકભાવ) થયો નથી. પુણ્યને પાપ, દયા ને દાન, વ્રત-ભક્તિ, કામ-ક્રોધના ભાવ, તેમાં જ્ઞાયકભાવનો અંશ નથી. તેમાં જ્ઞાયકભાવ તો નથી જ, પણ જ્ઞાયકભાવનો અંશ - કિરણ (એટલે) નિર્મળપર્યાય પણ તેમાં નથી. શેમાં નથી? પુણ્ય-પાપ આદિ ભાવમાં. શુભ-અશુભ ભાવ જે છે, મલિન છે, એ જડ છે.
આહા.. હા! (આ) શરીર જડ છે, એ તો વર્ણ, રસ, ગંધએ, સ્પર્શવાળા જડ છે અને પુણ્ય- પાપના ભાવ જડ છે (એતો) એમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે, તે અપેક્ષાએ તે જડ છે. આહા... હા! ‘જડ થયો નથી’ (જ્ઞાયકભાવ) ‘અહીં દ્રવ્યદ્રષ્ટિને પ્રધાન કરી કહ્યું છે’ -આ ગાથામાં વસ્તુની દ્રષ્ટિ બતાવવી છે. તેને, વસ્તુ શુદ્ધ છે, એ દ્રષ્ટિએ બતાવવો છે. વસ્તુની દ્રષ્ટિ કરાવવી છે (તેથી) સમ્યગ્દર્શન થાય છે, સત્યદર્શન થાય છે - આવી ચીજ (આત્મવસ્તુ) છે, આવી દ્રષ્ટિ કરાવવા, દ્રવ્યદ્રષ્ટિને પ્રધાન-મુખ્ય કરી કહ્યું છે. જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે’ - ગુણસ્થાન ચૌદ છે. એ ‘ભેદ છે તે તો પરદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે’ શુભ-અશુભ ભાવ પર્યાયમાં, કર્મના સંયોગના નિમિત્તથી, પોતાના ઉપાદાનની યોગ્યતાથી, ઉત્પન્ન થાય છે પણ, છે એ જડ! એ કારણ પ્રમત્ત- અપ્રમત્તના ભેદ છે, એ પરદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે.
જેમ, શુભાશુભ ભાવ પરદ્રવ્ય જનિત વિકારી-જડ કહ્યા, તેમ, પ્રમત્ત-અપ્રમત્તના ભેદ પણ- પહેલે ગુણસ્થાનથી છ સુધી પ્રમત્ત, સાતમેથી ચૌદ સુધી અપ્રમત્ત, ભેદ છે એ સંયોગજનિતની અપેક્ષાએ ભેદ છે. વસ્તુમાં (ત્રિકાળી) માં ભેદ નથી.
આવી ચીજ છે! (વ્યાખ્યાન) હિન્દીમાં કરીએ... તો પણ ભાવ તો જે છે! અત્યારે તો ચાલતું નથી. અત્યારે તો... ગરબડ બધે છે. દયા કરો ને... વ્રત કરો ને... ભક્તિ કરો ને.... પૂજા કરો ને તેથી ધર્મ થઈ જશે, ધૂળમાંય ધરમ નહીં થાય ભાઈ...! તને ખબર નથી.
આહા....! એ વિકારીભાવ, પર્યાયદ્રષ્ટિમાં સંયોગજનિત ભેદ છે. એ વસ્તુમાં છે નહીં. અને, વસ્તુની દ્રષ્ટિ થયા વિના... સમ્યગ્દર્શન થતું નથી. આહા.. હા..! સમજાણું કાંઈ...?
અહીંયાં દ્રવ્યદ્રષ્ટિને પ્રધાન કરીને કહું છે. જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે એ પરદ્રવ્યના
Page 93 of 225
PDF/HTML Page 106 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૯૩ સંયોગજનિત પર્યાય છે. અશુદ્ધતા દ્રવ્યદ્રષ્ટિમાં ગૌણ છે, એ અશુદ્ધતા (જે છે તે) વસ્તુ દ્રષ્ટિ કરાવવા માટે, એ અશુદ્ધતા પેટામાં-ગૌણ કરીને- ‘એમાં છે નહીં’-એ પર્યાયમાં પણ છે નહીં, ગૌણ કરીને (કહ્યું) છે.
પર્યાય (સર્વથા) છે નહીં એવું છે નહિ, પણ એ (અશુદ્ધ) પર્યાયને, ગૌણ કરીને અર્થાત્ એની મુખ્યતા લક્ષમાં ન લઈને, ત્રિકાળ દ્રવ્યને લક્ષ્માં, મુખ્ય લેવાને માટે, જે કારણથી સમ્યગ્દર્શન થાય છે-ધર્મની પહેલી સીડી! તે કારણ અશુદ્ધતાને ગૌણ કરીને - દ્રવ્યદ્રષ્ટિમાં એ ગૌણ છે!!
આહા...! વસ્તુ જે ચૈતન્યપ્રભુ નિત્યાનંદ ચૈતન્યધ્રુવ છે એ આત્મદ્રવ્યની દ્રષ્ટિમાં, એ પર્યાયના ભેદો-ગુણસ્થાન ભેદો-પુણ્ય, પાપ આદિ-પ્રમત્ત અપ્રમત્તના ભેદો, એ બધું ગૌણ છે, વ્યવહાર છે. ત્રિકાળ જ્ઞાયક ભાવ તે મુખ્ય છે.
અને, પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે તે ગૌણ છે, ત્રિકાળજ્ઞાયક ભાવ છે તે ‘નિશ્ચય’ છે અને પર્યાયના ભેદ તે ‘વ્યવહાર’ છે.
ભાઈ...! આવું ઝીણું છે! અહા.. એ તો દરકાર કરી નથી કોઈ દિ’ સંસારના પાપ! આખો દિ’ કરે, અને એમાં કાંઈક ધરમ સાંભળવા જાય તો કલાક! મળે એવું-દયા કરો ને.. વ્રત કરો ને... ભક્તિ કરો ને... અપવાસ કરો ને... પૂજા કરો ને.. ધર્મ થશે!!
અરે! એ તો મિથ્યાત્વ છે. આહા.. હા.! વસ્તુ, જે દ્રષ્ટિ છે (અનાદિ પર્યાય) ની, ત્રિકાળી જે કાયમી, અસલી ચીજ (આત્મવસ્તુ) છે એની દ્રષ્ટિ કરાવવા માટે, દ્રવ્યદ્રષ્ટિની મુખ્યતાથી, એ પર્યાય ગૌણ છે.
ત્રિકાળ છે એ નિશ્ચય છે અને પર્યાય છે તે વ્યવહાર છે. ત્રિકાળ છે તે સત્યાર્થ છે અને પર્યાય, અપેક્ષાએ અભૂતાર્થ છે. ત્રિકાળ સત્યાર્થ છે તો એ અપેક્ષાએ પર્યાય અસત્યાર્થ છે. ત્રિકાળ વાસ્તવિક છે તો ભેદ ઉપચાર છે. વસ્તુ એવી ઝીણી છે બાપુ! અહીં સુધી તો આવ્યું’ તું કાલ, આવી ગયું હતું ને? આ તો ફરીને લીધું. આહા.... હા..! દ્રવ્યદ્રષ્ટિ શુદ્ધ છે. વસ્તુ જે ત્રિકાળી સચ્ચિદાનંદ, ધ્રુવ! ધ્રુવ! જેમાં પલટો- અવસ્થા પણ નથી. આવી ચીજ છે એ શુદ્ધ છે!
પર્યાય, મલિન ને ભેદ એ અશુદ્ધતા છે. તેને ગૌણ કરીને, વ્યવહાર કરીને, અસત્યાર્થ કરીને ‘છે નહી’ એવું કહેવામાં આવેલ છે. સમજાણું કાંઈ...?
આહા...! આ ત્રિકાળી ભગવાન આત્મા, એક સમયમાં ધ્રુવ.. ધ્રુવ.. ધ્રુવ, ચિદાનંદ પ્રભુ વસ્તુ છે. એની જે દ્રષ્ટિ, જે છે તે શુદ્ધ છે. દ્રવ્યદ્રષ્ટિ શુદ્ધ છે. તે તો, ત્રિકાળી ચીજ છે (દ્રવ્યપ્રભુ!) સત્યાર્થ છે, ભૂતાર્થ છે, છતી ચીજ છે, ત્રિકાળી! એની દ્રષ્ટિ શુદ્ધ છે. સંયોગનનિત અશુદ્ધપર્યાયની દ્રષ્ટિ તો અશુદ્ધ છે. (એ તો) પર્યાય છે ને વ્યવહાર છે. સમજાણું...?
આહા... હા! દ્રવ્યદ્રષ્ટિ શુદ્ધ છે. વસ્તુ છે... એની દ્રષ્ટિ કરાવવા... એ દ્રવ્યદ્રષ્ટિ જ શુદ્ધ છે. પર્યાયદ્રષ્ટિ કરવી, તો પર્યાય તો અશુદ્ધ છે સંયોગજનિત (છે) એને (એ પર્યાયને) ગૌણ કરીને-વ્યવહાર
Page 94 of 225
PDF/HTML Page 107 of 238
single page version
૯૪ શ્રી પ્રવચન રત્નો-૧ કરીને અને વસ્તુને (દ્રવ્ય) ને મુખ્ય કરીને-નિશ્ચય કહીને, એની (દ્રવ્યની) દ્રષ્ટિ કરાવી છે.
આહા.. હા..! દિગંબર સંતોની વાણી ગંભીર બહુ! ધણી ગંભીર બાપુ!! આવી ચીજ બીજે ક્યાંય નથી. શ્વેતાંબર ને સ્થાનકવાસીમાં ને અન્યમતમાં, ક્યાંય આવું (વસ્તુ સ્વરૂપનું નિરૂપણ-વાત) છે નહીં, આવી ચીજ (અલૌકિક) !
તો, કહે છે કે ‘દ્રવ્યદ્રષ્ટિ શુદ્ધ છે’ -ત્રિકાળીવસ્તુની દ્રષ્ટિ શુદ્ધ છે અને ત્રિકાળીદ્રષ્ટિ નિશ્ચય છે, એ ત્રિકાળી દ્રવ્ય જે છે એ જ નિશ્ચય છે. અને તેની દ્રષ્ટિ તે નિશ્ચય છે.
આહા...! ‘ભૂતાર્થ છે’ ત્રિકાળી ચીજ છે ઈ ભૂત (નામ) છતો પદાર્થ છે. પર્યાય તો, પ્રગટતી ક્ષણિક અવસ્થા, સંયગોજનિત, ભેદ, અભૂત મલિનતા છે. આ તો... સ્વાભાવિક વસ્તુ છે ત્રિકાળી! જેને સંયોગની કંઈપણ અપેક્ષા નથી, સંયોગના અભાવની પણ અપેક્ષા નથી. (એ તો નિરપેક્ષ છે) આહા.. હા.. !
સમજાય એટલું સમજો બાપુ! આ તો, પરમાત્મા-જિનેશ્વરદેવ-તીર્થંકર ત્રિલોકના નાથ!! એની આ વાણી છે. અત્યારે તો બધી ગરબડ થઈ ગઈ છે બધે! જ્યાં જુઓ ત્યાં આ કરો ને... અપવાસ કરો ને... એમાં જરી શુભ વિકલ્પ છે તો તે પણ અશુદ્ધ છે.
આહો.. હા..! એ અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગે ઉત્પન્ન થાય છે, એ સ્વાભાવિક ચીજ નથી, સ્વાભાવિક ચીજ તો જે ત્રિકાળી ચીજ છે એ સ્વાભાવિક છે-સહજ છે. એની દ્રષ્ટિ,... દ્રવ્ય શુદ્ધ છે. તો એની દ્રષ્ટિ પણ શુદ્ધ છે.
આહા...! ‘દ્રવ્ય અભેદ છે’ હવે પર્યાય અભેદ થઈ ગઈ. દ્રવ્ય, નિશ્ચય છે તો પર્યાયને પણ નિશ્ચય કહેવામાં આવે છે, વસ્તુ ભૂતાર્થ છે, ભૂત નામ છતી, છતી-હયાતિ-ત્રિકાળમૌજુદ ચીજ (આત્મવસ્તુ) છે, પર્યાય છે એનો ક્ષણિક વિકાર-અશુદ્ધતા, એ તો સંયોગથી (સંયોગજનિત) ઉત્પન્ન થાય છે.
‘આ’ વસ્તુ સત્ય છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે (એટલે) સત્ય, સત્ય, કાયમી ચીજ સત્ય પદાર્થ છે, આહા.. હા.! “આ જ સમ્યગ્દર્શનનો વિષય” સમજાણું કાંઈ...?
અભ્યાસ ન મળે! કાંઈ ખબર ન મળે! જગતના પાપના અભ્યાસ બધાં! આખો દિ’ ધંધા!! આ દુકાને બેસીને ધરાક સાચવવા ને માલ ને... નોકરી હોય તો બે-પાંચ હજારનો પગાર મળે! પાપ એકલું આખો દિ’!! ધરમ તો નથી પણ પુણ્યે ય નથી!
આહા.. હા! આહીંયાં તો ધરમ.. અનંતો ધારે! પર્યાયદ્રષ્ટિને, મલિનતાને-ભેદ-અશુદ્ધતાને, દ્રવ્યદ્રષ્ટિમાં ગૌણ કરીને... (તે ધરમ પ્રગટાવવા) ત્રિકાળીની દ્રષ્ટિ કરાવવા માટે-તે સત્યદ્રષ્ટિ છે કેમ કે વસ્તુ સત્ય છે, ત્રિકાળી મૌજુદ ચીજ છે (આવી) મૌજુદ ચીજ ભગવાન ત્રિકાળી ધ્રુવ (આત્મદ્રવ્ય), એની દ્રષ્ટિ કરવી એ નિશ્ચય સમ્યગ્દર્શન છે. એનું નામ ધરમની પહેલી સીડી છે! ચારિત્ર તો ક્યાંય રહી ગયું, એ તો બહુ આકરી વાત છે! સમજાણું કાંઈ..?
આહા...! ‘પરમાર્થ છે’ પરમપદાર્થ, પરમાર્થ એ વસ્તુ પરમાર્થ! આ દુનિયાનો (કહેવાય) છે તે પરમાર્થ ને એ વસ્તુ નહીં. એ બધું મિથ્યા છે. કોઈનું, કોઈ કાંઈ કરી શકતું નથી (તો બીજાનું ભલું કર્યું
Page 95 of 225
PDF/HTML Page 108 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૯પ તેને પરમાર્થ કહે છે એ મિથ્યા છે) પરમપદાર્થ-પરમાર્થ તો પ્રભુ (આત્મા) પોતે છે, ત્રિકાળી પરમપદાર્થ પરમાર્થ છે એની દ્રષ્ટિ કરવાથી, જનમ-મરણના અંત લાવનારું સમયગ્દર્શન થાય છે. સમજાણું કાંઈ...?
આહા...હા! ‘માટે આત્મા જ્ઞાયક જ છે’ (કહે છે) વસ્તે છે એ તો, ત્રિકાળી જ્ઞાયક.. જ્ઞાયક.. જ્ઞાયક.. જ્ઞાનરસ... જ્ઞાનસ્વભાવ.. જ્ઞાયક.. સ્વભાવ!! સર્વજ્ઞ સ્વભાવ!! જ્ઞાયક ભાવ એ તો ત્રિકાળી જ્ઞાયક-સ્વરૂપ છે.
આહા...હા..! આવી ભાષા.. ને આવું બધું બાપુ! મારગ ઝીણો બહુ! આહા.. છે? એ કારણે.. આત્મા જ્ઞાયક જ છે એ.. ક! જાણક્સ્વભાવ માત્ર!! કાયમી ત્રિકાળી જ્ઞાયકસ્વભાવ માત્ર!! જાણક્સ્વભાવ માત્ર આત્મા છે. એમાં કોઈ મલિનતા કે ભેદ છે નહીં.
આહા...હા...! ‘તેમાં ભેદ નથી’ - ઈ પ્રમત્ત- અપ્રમત્ત અને પુણ્ય-પાપના ભાવ, એ વસ્તુના સ્વરૂપમાં છે નહીં... ભેદ નથી, આહા...! તેથી તે પ્રમત્ત-અપ્રમત્ત નથી. એ કારણે, એ ગુણસ્થાનના ભેદ જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ- જેમ સીડી ચડીએ ને પગથિયાં હોય છે ને - તો ઈ ભેદ છે (એમ) ચૌદગુણસ્થાન પર્યાયમાં, તે એમાં (જ્ઞાયકમાં) છે નહીં..
આહા...! ‘જ્ઞાયક, એવું નામ પણ તેને જ્ઞેયને જાણવાથી આપવામાં આવે છે’ આહા.. હા! ‘જાણવાવાળો’..‘જાણવાવાળોહ (જાણનાર, જાણનાર) એવું કહેવામાં આવે છે તો એ ‘જાતનારો’ પરને જાણે છે માટે ‘જાણનારો’ છે?
કહે કે ના. એ તો પરને જાણવા કાળે પોતાની જ્ઞાનની વિકાસ શક્તિ પ્રગટ થઈ એ પોતાથી થઈ છે પરનું જાણવું ને સ્વનું જાણવું! એ પર્યાયમાં, (જ્ઞાન) પર્યાયના વિકાસમાં વ્યક્ત-પ્રગટ થઈ, એ પોતાનાથી (પોતાના સ્વભાવથી) થઈ છે, પરથી નહીં. આહા.. હા! સમજાણું કાંઈ...?
‘જ્ઞાયક’ નામ પણ એને જ્ઞેયને જાણવાથી દેવામાં આવે છે’ કેમ...? ‘જ્ઞેયનું પ્રતિબિંબ જેમ ઝળકે છે જ્ઞાનની પર્યાયમાં’ એમ એ પર્યાયમાં- પર્યાયની વાત ચાલે છે-એની (સાધકની) પર્યાયમાં રાગ જાણવામાં આવે છે. શરીર છે એ જાણવામાં આવે છે, ‘જ્ઞાનની પર્યાયમાં એની (સ્વ-પરજ્ઞેય) ની ‘ઝલક નામ જાણવામાં આવે છે’ .
‘આહા..! જ્ઞેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે જ્ઞાનની પર્યાયમાં’ સ્વપર પ્રકાશક પર્યાયનું સામર્થ્ય છે તે વિકસિત થયું, એમાં (વિકસિતજ્ઞાન-પર્યાયમાં) શરીરાદિ, રાગને દેખવામાં- જાણવામાં આવે છે. એ તો જ્ઞાનમાં એવો અનુભવ થાય છે જ્ઞાનમાં આવો અનુભવ થાય છે કે હું તો જ્ઞાનની પર્યાય છું ‘તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી’ . શું કહે છે? ત્રિકાળી જ્ઞાયકભાવ તો શુદ્ધ છે પણ એનું જ્ઞાન થયું પર્યાયમાં તો જ્ઞાન એનું (ત્રિકાળી) નું થયું એ જ્ઞાનની પર્યાયમાં, ‘સ્વ’ તો જાણવામાં આવ્યો, પણ એ જ્ઞાનની પર્યાયમાં-અવસ્થામા્રં પર જાણવામાં આવ્યું તો? પર જાણવામાં આવ્યું તો એ જ્ઞેયકૃત-પરકૃત-અશુદ્ધતા એમાં આવી? પરાધીનતા એમાં આવી (કે નહીં) ?
એવું છે નહીં. એ પરજ્ઞેયકૃત ભાવ, જે જાણવામાં આવ્યો તે તો પોતાની (જ્ઞાન) પર્યાયનો ભાવ છે. એ જ્ઞાનપર્યાય પોતાનો જ્ઞાનપર્યાય ભાવ છે. એ જ્ઞેયકૃતથી (જ્ઞાન) થયું છે એવું છે નહીં.
આરે...! આવી વાતું હવે!! ભાષા તો સાદી છે પણ હવે ભાવ તો જે પ્રમાણે હોય તે પ્રમાણે હોય
Page 96 of 225
PDF/HTML Page 109 of 238
single page version
૯૬ શ્રી પ્રવચન રત્નો-૧ ને...!
આહા..! શું કહ્યું? કે જે ‘જાણવાવાળો’ એમ કહેવામાં આવ્યું, તો ‘જાણવાવાળા’ એ પોતાને તો જાણ્યો!
પણ, એ પરને જાણવાકાળે, પર જેવી ચીજ છે તેવું અહીંયાં જ્ઞાન હોય છે. તો પરને કારણે એવી પર્યાય થઈ છે?
એમ છે નહીં. એ પરના જાણવાકાળે પણ પર્યાય પોતાની જ્ઞાનની છે, પોતની શક્તિનો વિકાસ થયો છે, સ્વ પર પ્રકાશનો વિકાસ થયો છે. પ્રગટ થઈ છે તે પોતાની પર્યાય છે. પોતાથી પ્રગટ થઈ છે, પરથી (પ્રગટ) થઈ નથી. સમજાણું?
આહા...! આવો ઉપદેશ સાંભળવો... કાંઈ સાંભળ્યું ન હોય, દ્રવ્ય શું ને પર્યાય શું? અભેદ શું ને ભેદ શું?
આહા.. હા.! અનાદિ કાળથી અજ્ઞાન! ભવનાં કર્યા છે પરિભ્રમણ! આહા..! કાગડા, કૂતરાં, કંથવાના ભવ તો થયાં અનંતવાર!
અને, આંહી (મનુષ્યભવમાં) નહિ સમજે તો મરીને ત્યાં અ.. વ.. ત.. ર.. શે! આહા... હા! ભલે, અહીંયાં કરોડોપતિ હો-માંસને દારૂ આદિ ખાપાંપીતાં ન હોય પણ ભાન નથી વસ્તુનું ને માયા- કપટ-લોભ આદિના ભાવ કર્યા હોય તત્ત્વનું જ્ઞાન નથી એ પશુમાં જશે!! પુણ્યનાં ય ઠેકાણાં નથી! ધરમ તો કઠણ પણ મનુષ્યપણું મળવું કઠણ થઈ જશે!
આ ચીજ! જેવી છે તેવી, તારી ચીજ છે, તને સમજણમાં-જ્ઞાનમાં ન આવે ત્યાં સુધી પરિભ્રમણનાં ભાવ છે!
આહા...હા! ‘જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે’ જ્ઞાનમાં એવો અનુભવ આવે છે. -તો એ રાગને શરીર (આદિ) ને જાણ્યા (તો ખરેખર) તો ઈ જ્ઞાનની પર્યાય જાણવામાં આવી છે. એ રાગનું જ્ઞાન થયું માટે રાગને જાણ્યો (અથવા) રાગથી જ્ઞાન થયું એ તો છે નહીં. એ જ્ઞાનપર્યાયે પોતે પોતાને જાણી! એ પર્યાયે પર (જ્ઞેય) ને જાણ્યું કે પરના કારણે (જ્ઞાને) પરને જાણ્યું, પરનું જ્ઞાન થયું એમ છે નહીં. પોતાનામાં ઈ સ્વપર પ્રકાશકનો પ્રકાશ ૧થયો, વિકાસ થયો, પ્રગટતા થઈ એ રાગથી પ્રગટતા થઈ નથી. શરીરને જાણ્યું તો શરીરથી એ જાણવાની પર્યાય ઉત્પન્ન થઈ એવું છે નહીં. આહા.. હા..! સમજાણું કાંઈ..?
આહા.. હા ‘તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા એને નથી’ -કેમકે જેવું, જ્ઞાનમાં પ્રતિભાસિત થયું (ઝળકયું-પ્રતિભાસ્યું) એવું જ શરીર ને રાગ છે તેવું જ પોતાની (જ્ઞાન) પર્યાયમાં (ઝળકયું) -સ્વજ્ઞેય (તો) જાણવામાં આવ્યું એ પર્યાયમાં પરનું જાણવું આવ્યું (અર્થાત્) ) એ પ્રતિભાસિત થયું ‘એવો જ્ઞાયકનો અનુભવ કરવાથી જ્ઞાયક જ છે’ એતો જાણવાની પર્યાય, જ્ઞાયકની છે, એ રાગની પર્યાય નથી.
આ... રે! આવી વાતું હવે! પાઠ ખૂબ સારો છે ભાઈ? છઠ્ઠી ગાથા!! આ.. તો ભાવાર્થ છે, ટીકા તો ચાલી. આ તો ઓગણીસમી વાર ચાલે છે, અઢાર વાર તો સમયસાર પુરેપુરું સભામાં ચાલી ગયું, પહેલી (ગાથા) થી ઠેઠ આખિર સુધી અઢાર વાર (વ્યાખ્યાન) થયાં આ ઓગણીસમી વાર ચાલે છે.
વસ્તુ ગહન!! ક્યારે ય સાંભળ્યું નહીં... વિચારમાં આવ્યું નહીં શું ચીજ છે? અને એની દશામાં
Page 97 of 225
PDF/HTML Page 110 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૯૭ શું ચાલે છે?
તો પહેલાં તો આ કહ્યુંઃ કે વસ્તુ છે ત્રિકાળી (આત્મદ્રવ્ય) શુદ્ધ, એની દ્રષ્ટિ કરવી શુદ્ધ છે. અને પર્યાયમાં અશુદ્ધતા આવે છે એ સંયોગજનિત છે માટે મલિનતા ને ભેદ હોય છે.
આહા...! હવે, આંહી જે પર્યાય થઈ એ બીજી વાત છે. છતાં એ પર્યાય, દ્રવ્યમાં નથી. ‘સ્વજ્ઞેયને જાણ્યો, પરજ્ઞેયને જાણ્યા’ તો પર્યાય, સ્વપર પ્રકાશક એ પોતાની, પોતાથી થઈ છે. છતાં એ પર્યાય, દ્રવ્યમાં છે નહીં. પર્યાય ભિન્ન છે.
આહા..હા..! આવું મુંબઈવાળાને ક્યાં.. નવરાશ મળે! આવું સમજવાની! ધંધા.. આખો દિ’ પાપ! સવારે ઊઠે કે આ કરો ને.. આ કરોને..!! ધંધા..ધંધા..ધંધા પાપના! આહા..હા.! ધરમ તો નહીં પણ પુણ્યે ય ન મળે. જો બે-ચાર કલાક સત્ સાંભળવામાં આવતું હોય, તો પુણ્યે ય બંધાય, પણ ધરમ નહીં. ધરમ તો..., એ પુણ્યભાવના રાગભાવથી ભિન્ન ભગવાન (આત્મા) છે, એની નજર એક જ્ઞાયકભાવ પર છે- એની દ્રષ્ટિ કરવી એટલે કે દ્રષ્ટિમાં એ ‘જ્ઞાયક’ લેવો! જે દ્રષ્ટિમાં, પર્યાય આદિ રાગ આદિ છે, એ દ્રષ્ટિમાં જ્ઞાયક ત્રિકાળી લેવો એનું નામ સમ્યગ્દર્શન છે. આહાહા...!
(કહે છે) ‘કારણ કે જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું’- પર્યાયની અહીં વાત છે હો!! ‘તેવો જ્ઞાયકનો અનુભવ કરતાં જ્ઞાયક જ છે’ - એ ‘જાણે’ ઈ પર્યાય જ્ઞાયકની છે પોતાની, (એટલે કે) સ્વનું જાણવું-પરનું જાણવું, એ પર્યાય જ્ઞાયકની જ છે, અથવા ‘જ્ઞાયક જ જાણવામાં આવ્યો’ પર્યાયમાં, ‘પર જાણવામાં આવ્યું એવું છે નહીં’ (એટલે કે પરને જાણતો જ નથી ને...!)
આહા...હા.! પોતાનો, જ્ઞાયક ચૈતન્ય પ્રભુ! નિત્યાનંદ ધ્રુવ!! એનું જે જ્ઞાન સમ્યક્, દ્રષ્ટિ (સમ્યક્) થઈને-આશ્રય લઈને થયું, એ જ્ઞાનની પર્યાયમાં, આ રાગ આદિ, શરીર આદિ, બાહ્ય ચીજ (જે) જાણવામાં આવે છે એ કહે છે, પરના કારણથી જાણવામાં આવે છે, એવું નથી. (પરંતુ) એ પર્યાયનો સ્વભાવ સ્વપરપ્રકાશક પ્રગટ થઈને, પર્યાય, પોતાની જ પર્યાય છે એવું જાણે છે.
એવું છે!! ભાઈ, મારગ બહુ સૂક્ષ્મ ભાઈ! અત્યારે સંપ્રદાયમાં તો ગોટા ઊઠયા છે બધા! એનું શું કરવું?! એને બિચારાને ખબર નથી. અરે..! આ ચીજ જે અંદર રહી જાય છે આખી સચ્ચિદાનંદ પ્રભુ! નિત્યાનંદ! સહજાત્મ સ્વરૂપ! સહજ્ સ્વભાવી! જેમાં પલટન-પર્યાય, એ પણ નથી, એવો સ્વભાવ (તે) વસ્તુ છે!!
તો...., પર ઉપરથી દ્રષ્ટિ ઊઠાવીને, અંદર ત્રિકાળીમાં દ્રષ્ટિ લગાવવી, એ દ્રષ્ટિ શુદ્ધ છે ને વસ્તુ (આત્મા) શુદ્ધ છે!!
અને.... દ્રષ્ટિ શુદ્ધ થઈ... અને સ્વનું જ્ઞાન થયું, એ જ્ઞાનની પર્યાયમાં, પર્યાયનો સ્વપર પ્રકાશક સ્વભાવ હોવાથી, પર જાણવામાં આવ્યું, તો પરના કારણથી પરનું જ્ઞાન થયું. અહીંયા (જ્ઞાનપર્યાય)માં એવું નથી. એ તો પોતાના સ્વપર પ્રકાશ સામાર્થ્યથી પોતાનાં જ્ઞાનનો વિકાસ થયો છે. આહા..! આવી વાત છે!!
અરે..! જનમ-મરણના અંત લાવ્યા નહીં. અત્યારે તો સાંભળ્યુ જાય નહીં તેવું છે! જુવાન- જુવાન માણસ હાર્ટફેઈલ! આ બેઠાં બેઠાં, વાત કરતાં હાર્ટફેઈલ. દીકરીયુંને હાર્ટફેઈલ!! આહા.. હા! ક્યાં..ય
Page 98 of 225
PDF/HTML Page 111 of 238
single page version
૯૮ શ્રી પ્રવચન રત્નો-૧ રખડવા ઢોરમાં-પશુમાં.. ને! તેનાં બંગલાં ને પૈસા બધાં પડાં રહે અહીંયાં!
આહા.. હા! પ્રભુ! તારે ઊગરવાના આરા હોય તો.. એ ઊગરવાનો આરો કહેવા છે ને... તો ઈ ચૈતન્યદ્રવ્ય છે!!
આહા... હા! એ ત્રિકાળી જ્ઞાયકભાવ! ધ્રુવભાવ! સ્વભાવ ભાવ, કાયમી ભાવ! અસલી ભાવ! નિત્યભાવ!! (એવો આત્મસ્વભાવ) એની દ્રષ્ટિ કરવાથી એટલે એમાં પ્રવેશ કરવાથી (એકાગ્ર થવાથી) સમયગ્દર્શન થાય છે! એ સમયગ્દર્શનથી ભવનો અંત થશે, એ અંત કરવાવાળું છે બાકી, કોઈ દયા-દાન-વ્રત-ભક્તિ (ના ભાવ) એ તો સંસાર છે.
આહા..હા..! ‘કારણ કે જેવું જ્ઞેયપર જ્ઞાનમાં પ્રતિભાસિત થયું’ ‘પ્રતિભાસિત’ એટલે? જેવું જ્ઞેય છે એવું અહીં જ્ઞાન થયું. ‘તેવો જ્ઞાયકનો અનુભવ કરતાં જ્ઞાયક જ છે’ – એ તો જ્ઞાયકની પર્યાય છે, અને જ્ઞાયકથી ઉત્પન્ન થઈ છે. ‘પરથી નહીં, પરની નહી’ .
આહા..હા! ‘આ હું જાણનારો છું તે હું જ છું’ જુઓ! શું કહે છે? એ જ્ઞાનની પર્યાયમાં, રાગ- શરીર આદિ જાણવામાં આવ્યું, તો જે ‘જાણવાની પર્યાય છે તે તો હું છું’ છે? .. ‘આ જણનારો છું તે હું જ છું’ - એ જાણવાવાળી જે ચીજ-પર્યાય તે હું છું. એ રાગને જાણવાવાળી પર્યાય, રાગ છે એવ્રું તો છે નહીં. આહા.. હા! ક્યાં... લઈ જવો છે...! આવો મારગ! એની ખબરું વિના, ચોરાશીમાં રખડી મરે છે... કાગડાં ને કૂતરાં ને સિંહ, વાધ, વરૂના અવતાર!! વાણિયા મરીને ત્યાં જાશે ધણાં! ધરમની ખબર ન મળે! સાચો સત્સમાગમ બે-ચાર કલાક જોઈએ તેની ખબર ન મળે!! પાપનો અસત્સમાગમ... આ ધંધો! અસત્સમાગમે છે. અને તે દિ’ (સાંભળવા) આ મળે તો સત્સમાગમ છે!!
અહીં કહે છે કે... પર જે જાણવામાં આવ્યા, એ હું છું, એ મારી (જ્ઞાન) પર્યાય છે, મારાથી ઉત્પન્ન થઈ છે. રાગનું જ્ઞાન, શરીરનું જ્ઞાન- એ જ્ઞાન, શરીર કે રાગને કારણે થયું નથી, મારી પર્યાયના સામર્થ્યથી એ જ્ઞાન થયું છે. હું ત્રિકાળી તો જ્ઞાયક જ છું પણ... એની જે (જ્ઞાન) પર્યાયે જ્ઞાયકને જાણ્યો, પરને જાણ્યા, એ તો મારી પર્યાય છે. હું તો જાણવાવાળાપણે પરિણમું છું, રાગ (વાળાપણે) પરિણમું છું એમ નથી. (અર્થાત્) રાગનું જ્ઞાન થયું, આ શરીરનું જ્ઞાન થયું એ રાગપરિણમન થઈને આવ્યું છે, એ રાગના કારણથી પરને-પર્યાયને જાણવાની (જ્ઞાન) પર્યાય આવી છે, એવું છે નહીં.
આહા..! બાપુ! મારગડા જુદા ભાઈ! અરેરે...! સત્ય સાંભળવામાંય આવે નહીં-એ સત્ય શું ચીજ છે!! એની પ્રાપ્તિ મહાદુર્લભ છે!!
અહીંયા કહે છે કે ‘આ હું જાણનારો છું તે હું જ છું’-રાગ અને શરીર આદિની ક્રિયા જે થાય છે જડની, તેનું અહીંયા જ્ઞાન થાય છે, તે તો હું જ છું. એ જ્ઞાનની પર્યાય મારી છે. મારાથી ઉત્પન્ન થઈ છે. પરથી ઉત્પન્ન થઈ નથી.
આહા...હા! ‘અન્ય કોઈ નથી’-આવો, પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો! એવો ભગવાન સ્વરૂપ ચૈતન્ય પ્રભુ! પોતાને પોતાનું જ્ઞાન થયું, પરના જ્ઞાનમાં પણ પોતાનું જ્ઞાન થયું’-એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો, ત્યારે જાણનક્રિયાનો કર્ત્તા સ્વયં (આત્મા) છે. શું કીધું? જાણક્સ્વરૂપ જે ભગવાન આત્મા ત્રિકાળ છે, એની જાણનશીલ પર્યાય, એ સમયે જે રાગને, શરીરને,
Page 99 of 225
PDF/HTML Page 112 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૯૯ પરને જાણે છે એ પર્યાય (થઈ) એ પર્યાયનો કર્ત્તા આત્મા છે. આહા.. હા! છે? .. એ જાણનક્રિયાનો કર્ત્તા એમ કહ્યું અહીંયાં આહા.. હા! પર્યાય છે ને! ક્રિયા છે ને પર્યાય!! ત્રિકાળીજ્ઞાયક ચૈતન્ય હું છું એવું જે જ્ઞાન થયું અને જે જ્ઞેય થયું, એ જ્ઞાનનું લક્ષ, શરીરાદિ પર ઉપર જાય છે, તો એનું એને જ્ઞાન થાય છે- તો એનું જ્ઞાન થયું, તો ઈ જ્ઞાનની પર્યાય મારી જ્ઞાનકૃત છે- એ જાણવાની ક્રિયાનો કર્ત્તા સ્વયં (જ્ઞાયક) જ છે. એ રાગનું જ્ઞાન થયું તો રાગ કર્ત્તા ને જાણવાન્રું કાર્ય-જ્ઞાનપર્યાય, એવું કર્ત્તા-કર્મ છે નહીં. આવો વીતરાગનો મારગ!!
આહા..હા! ‘એ જાણવાની ક્રિયાનો કર્ત્તા સ્વયં જ છે’-સ્વને જાણવું ને પરને જાણવું-એ જાણવાની ક્રિયાનો કર્ત્તા તો સ્વયં આત્મા છે. એ જાણવાની ક્રિયા (માં) પરનું જાણવું થયું તો પર કર્ત્તા છે અને આ જ્ઞાનની ક્રિયા કાર્ય છે, એવું છે નહીં. ‘અને જેને જાણ્યું તે કર્મ પણ સ્વયં (પોતે) જ છે’ આહા.. હા! એ ‘કર્ત્તા’ પણ પોતે જ છે પોતાની જ્ઞાનની પર્યાયનો અને ‘કર્મ’ પણ સ્વયં જ છે, કાર્ય થયું ઈ સ્વયંપર્યય છે પોતાની.
આહા..! ‘આવો એક જ્ઞાયકપણામાત્ર પોતે શુદ્ધ છે’-એવો જ એક જ્ઞાયકસ્વભાવ સ્વયં શુદ્ધ છે. આ તો... ત્રિલોકનાથ! સર્વજ્ઞ પરમાત્મા જિનેશ્વરની વાણી છે! આહા...! પ્રભુ! તું કોણ? શું છે? અને કેટલા કાળથી છે? ‘હું તો જ્ઞાયક છું’ કેટલા કાળથી છો? હું તો ત્રિકાળ છું તો એમાં કોઈ પર્યાયના ભેદ છે કે નહીં? (એટલે કે) જે પરના જાણવાવાળી પર્યાય છે, અશુદ્ધ છે, રાગ છે એ એમાં છે કે નહીં?’ ના. (અભેદમાં ભેદ નથી)!
(અભેદનો અનુભવ થયો) ત્યારે અશુદ્ધતા-ભેદ છે જ નહીં એવું જ્ઞાન થયું, તો ઈ થાનની પર્યાય થઈ-એ પર્યાય તો સ્વને જાણે છે ને પરને જાણે છે, તો ઈ પર્યાય છે કે નહીં અંદરમાં? તો... અંદરમાં નથી, પણ પર્યાય જાણવામાં આવી તે મારામાં છે. પર્યાયમાં, સ્વનું જાણવું ને પરનું જાણવું એ પર્યાયમાં છે. સમજાણું કાંઈ...?
ચૈતન્ય જ્ઞાનનો પૂંજ છે અંદર!! જેમ ધોકળા હોય છે ને..! બોરા-બોરા! રૂ ના ભરેલા બોરા (ધોકળા) હોય છે ને પચીસ-પચીસ મણના!! (એમ) આ (આત્મા) અનંત-અનંત ગુણના જ્ઞાનના બોરા છે. એમાંથી થોડા નમૂનો બહાર કાઢે છે. આ ‘આખા’ બોરા આવો છે, એમ આ જ્ઞાયકચીજ પ્રભુ (આત્મા) એનું જ્ઞાન કરવાથી, એના નમૂનારૂપ જ્ઞાનની પર્યાય બશાર આવે છે કે.. આ જ્ઞાનની પર્યાય જે આવી, તો ‘આખું’ સ્વરૂપ જ્ઞાનમય છે!!
અને, જે (સ્વાનુભવ)માં જ્ઞાનની પર્યાય-અવસ્થા થઈ, એ છે તો ભેદ-ત્રિકાળની અપેક્ષાએ- પણ, (જ્ઞાનપર્યાય)નો રાગ તરફનો ઝૂકાવ નથી. ‘રાગનું જ્ઞાન, પરના ઝૂકાવ વિના થયું છે’ -એ કારણ પર્યાય જે થઈ, તે અભેદ થઈ. કેમ કે સ્વના આશ્રયથી થઈ-અભેદ થઈ એમ તેને કહેવામાં આવે છે. પર્યાય કાંઈ દ્રવ્યમાં ઘુસી જતી નથી, પર્યાય તો પર્યાયમાં રહે છે. ભલે! જ્ઞાયકનું જ્ઞાન થયું, એ રાગનું જ્ઞાન તે પોતાની પર્યાય જ છે, પણ ઈ પર્યાય, ત્રિકાળીમાં ઘુસી જાય છે એવું તો નથી. પર્યાય, પર્યાયમાં રહે છે, દ્રવ્ય, દ્રવ્યમાં રહે છે!! છતાં.. દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં આવે છે. આ પૂર્ણાનંદ પ્રભુ છે એવું જ્ઞાન પર્યાયમાં આવે છે, એ વસ્તુ (દ્રવ્ય) પર્યાયમાં આવી જાય છે એવું નથી. સમજાણું કાંઈ...?
Page 100 of 225
PDF/HTML Page 113 of 238
single page version
૧૦૦ શ્રી પ્રવચન રત્નો-૧
હળવે.. હળવે તો ભઈ કહેવાય છે, આ તો પ્રભુનો મારગ... છે, અનંત સર્વજ્ઞો, અનંત તીર્થકારો, આ વાત કરતા આવ્યા છે. એણે (જીવો) એ અનંતવાર સાંભળી છે, પણ એને રુચિ નથી, એણે અંતરમાં આશ્રય કરીને શરણ લીધું નથી એનું આહા.. હા! શરણ લીધું નહીં!
અહીંયાં કહ્યું ને...! ‘આવો એક જ્ઞાયકપણામાત્ર પોતે શુદ્ધ છે’ ત્રિકાળી!! આહા...! ‘આ શુદ્ધનયનો વિષય છે’ શું કીધું? જે વસ્તુ છે ત્રિકાળી, પણ એનું જ્ઞાન (જેને) થયું એને શુદ્ધ છે. તો ઈ પર્યાય (સ્વાનુભવ) ની જ્ઞાનની જ્ઞઈ એને શુદ્ધ કહેવામાં આવેલ છે. અભેદ થઈ ગઈ ને...!! શુદ્ધ ચૈતન્યવસ્તુ પૂર્ણ છે એનું જ્ઞાન થઈને, સ્વના આશ્રયે શુદ્ધ થઈ ગઈ, એ અભેદ કહેવામાં આવી. એટલે કે શુદ્ધ કહેવામાં આવ્યું એ અપેક્ષાએ અભેદ! બાકી, પર્યાય છે તે તો વ્યવહાર નયનો વિષય, ચાહે તો કેવળજ્ઞાન હો! તે પણ વ્યવહારનયનો વિષય છે!!
આવી ફુરસદ ક્યાં મળે! ધંધા આડે.. એક અંધો હોય પહેલાં કારખાનાનો, બીજું કર્યુ ને ત્રીજું કારખાનાનું કર્યુ એમાં નવરાશ ક્યાં છે? (આત્મતત્ત્વ સમજવાની) આહા.. હા! પ્રભુ! તું...
(શ્રોતાઃ) એમાં રૂપિયા મળે, સુખ છે ને એમાં? (ઉત્તરઃ) ધૂળમાંય એને મળતાં નથી રૂપિયા ક્યાં’ય! રૂપિયા તો રૂપિયામાં રહે છે ને...! મળ્યા છે એવી મમતા મળે છે એને. કારણ કે પૈસા તો પૈસામાં છે. શું તે આત્મામાં આવે છે? ‘મને મળ્યા’ - એવી મમતા એની પાસે આવી છે આહા.. હા! પૈસા તો પૈસામાં રહ્યા છે.
આહા.. હા! આ પર્યાય જ્ઞાનની થઈ, તો એમાં રહી એમ કહેવામાં આવે છે. પ્રભુ! જે ચૈતન્યમૂર્તિ! ચૈતન્યના પ્રકાશનું પૂર.. પૂર!! ધ્રુવ પૂર! ત્રિકાળી, એનું જેણે સેવન કર્યુ, એ જ્ઞાનની પર્યાય અભેદ થઈ, કેમ કે એના આશ્રયથી-એના અવલંબનથી અથવા ઈ સ્વપર્યાયથી જ થઈ છે.
આહા... હા! આકરું કામ બાપુ! અરે..! આ ક્યાં? નવરાશ ન મળે! બાળ અવસ્થા રમતુંમાં જાય, જુવાની બાયડીના મોહમાં જાય, વૃદ્ધાવસ્થા જાય ઈન્દ્રિયોની નબળાઈમાં, થઈ રહ્યું!! જીવન પરાધીન થઈ ગયું!! આહા.. હા! ‘એમાં પહેલેથી કામ ન લીધું તો પછી હારી જઈશ મનુષ્યપણું!” શાસ્ત્રમાં પણ એવું આવે છે, શરીરની જરા-જીર્ણતા ન આવે, શરીરની ઈન્દ્રિયો હીન ન થાય, શરીરમાં રોગ ન આવે તે પહેલાં કામ કરી લે! પછી નહીં થાય (ભાવપાહૂડ ગાથા. ૧૩૨) આ તો અષ્ટપાહૂડમાં છે આપણા દિગમ્બરમાં.
આહા...! વૃદ્ધાવસ્થા ન આવે, રોગ શરીરમાં ન દેખાય, શરીરની જીર્ણતા ન થાય- કરી લે કામ આત્માનું, પછી નહીં થઈ શકે, ચાલ્યો જાઈશ જિંદગી ખોઈને...! નિષ્ફળ!!
નિષ્ફળ નહીં, ધરમને માટે નિષ્ફળ રખડવા માટે સફળ, દુઃખ ભોગવવા માટે સફળ!! આહા.. હા. હા. હા.! આવું સત્યસ્વરૂપ છે. (કહે છે) ‘આવો એક જ્ઞાયકપણામાત્ર પોતે શુદ્ધ છે’ - ‘આ શુદ્ધનયનો વિષય છે’ - શુદ્ધનયનો વિષય તો ત્રિકાળ (જ્ઞાયકભાવ) છે, અહીં વિષયને જાણ્યો, ત્યારે તેને શુદ્ધ કહેવામાં આવે ને...! તો તે અપેક્ષાએ પર્યાયને પણ શુદ્ધનયનો વિષય કહેવામાં આવેલ છે. છે તો (નિશ્ચય) થી વિષય ત્રિકાળી શુદ્ધ!! પણ એનો વિષય કરનારી પર્યાય નિર્મળ જે પ્રગટ થઈ, એ પણ એ બાજુ ઢળી ગયેલી છે ને...! એટલે એને પણ એક ન્યાયે - સમયસાર ચૌદ ગાથામાં કહ્યું છે ને... ‘આત્મા કહો કે એને શુદ્ધનય કહો કે અનુભૂતિ
Page 101 of 225
PDF/HTML Page 114 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૧૦૧ કહો’ - એ અપેક્ષાએ, આને- પર્યાયને શુદ્ધનય કહેવામાં આવેલ છે.
અહીં તો ત્રિકાળીને શુદ્ધનયનો વિષય કીધો છે. (કહે છે કે) ‘અન્ય પરસંયોગજનિત ભેદો છે તે બધા ભેદરૂપ અશુદ્ધ દ્રવ્યાર્થિકનયનો વિષય છે’- જુઓ..! હવે આવ્યું! ‘તે બધા ભેદરૂપ અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય છે. આહા...હા..! ‘અન્ય પરસંયોગજનિત ભેદો છે’ એ ભેદ, પ્રમત્ત-અપ્રમત્ત. તે બધા ભેદરૂપ અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય છે’ - એમ શા માટે કહ્યું? (એ ભેદો) દ્રવ્યની પર્યાય છે, એ અપેક્ષાથી અશુદ્ધ દ્રવ્યાર્થિક કહેલ છે.
મલિન પર્યાય, પ્રમત્ત-અપ્રમત્તપણે પરિણમે છે ને...! એ અપેક્ષાએ ‘દ્રવ્યની પર્યાય ગણીને’ એને અશુદ્ધદ્રવ્યાર્થિક કહેલ છે. (છતાં) ઈ અશુદ્ધદ્રવ્યાર્થિકની પર્યાય પણ શુદ્ધદ્રવ્યની અપેક્ષાએ પર્યાયાર્થિક જ છે.
આ અશુદ્ધ (દ્રવ્યાર્થિક) કેમ કહી? કે દ્રવ્ય, પોતે-પોતાની પર્યાય છે અશુદ્ધરૂપે પરિણમે છે, એ કારણે એને અહીં અશુદ્ધ દ્રવ્યાર્થિક કહેલ છે. એ અશુદ્ધ દ્રવ્યાર્થિક, શુદ્ધદ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાયાર્થિક જ છે એ તો પર્યાય જ છે. પ્રમત્ત-અપ્રમત્ત પણ અને એટલા માટે વ્યવહારનય જ છે.
આહા.. હા! શું કીધું? ત્રિકાળી વસ્તુ જે ચૈતન્યશુદ્ધ ભગવાન (આત્મદ્રવ્ય) એ શુદ્ધનયનો વિષય અને પર્યાય શુદ્ધ-અશુદ્ધ!! પણ પર્યાય (જે છે) મલિનર્યાયના ભેદ સંયોગજનિત - ચૌદગુણસ્થાનના ભેદ કહ્યા છે ને...! તે તો અશુદ્ધદ્રવ્યાર્થિક (કહ્યા). દ્રવ્ય પોતે ભેદરૂપે પર્યાયમાં અશુદ્ધ થયેલ છે એ અપેક્ષાએ (-પર્યાયદ્રવ્યની ગણીને) એ અશુદ્ધ દ્રવ્યાર્થિક કહ્યું પણ ઈ અશુદ્ધદ્રવ્યાર્થિક એ પર્યાયાર્થિક જ છે કેમ કે પર્યાયાર્થિક છે એ જ વ્યવહાર છે આહા.. હા.. !
કેટલું યાદ રાખે આમાં?! એક કલાકમાં!! આ તો બાપુ! જગતથી જુદી જાત છે, બાપુ! ધર્મની જાત!! સર્વજ્ઞ જિનેશ્વરદેવ ત્રણલોકના નાથ પરમેશ્વર કહે છે. એ વાતું આખા જગતથી જુદી છે. આહા..! દુનિયામાં ક્યાંય મેળ ખાય તેમ નથી!!
આહા.. હા! શું કહ્યું? કે બે ભેદ-એક ત્રિકાળી દ્રવ્ય વસ્તુ જ્ઞાયકભાવ, એ શુદ્ધનયનો વિષય- ધ્યેય! અને પર્યાયના જે ભેદ છે, (ચૌદ) ગુણસ્થાન, શુભાશુભ ભાવ એ અશુદ્ધ (નયનો વિષય) અશુદ્ધ દ્રવ્ય! દ્રવ્ય પોતે (પર્યાયમાં) અશુદ્ધતાપણે પરિણમ્યું છે-પર્યાય તરીકે હો?! એથી એને અશુદ્ધદ્રવ્યાર્થિક કહ્યું (એટલે કે) એની પર્યાય છે ને એમ લેવું-સમજવું.
અશુદ્ધ દ્રવ્યાર્થિક (એટલે કે) અશુદ્ધ દ્રવ્ય જેનું પ્રયોજન (તે) અશુદ્ધ દ્રવ્યાર્થિક છે એને પર્યાયાથિક કહે છે અને એને વ્યવહાર કહે છે.
એનાં બધાં પલાખાં આકરાં! અરે! અનંતકાળના અજાણ્યો મારગ બાપુ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, એની ભાષામાં, એ દિવ્યધ્વનિમાં પ્રભુની વાણીમાં ‘આ’ આવ્યું છે. એ આચાર્યે આ રીતે ગાથામાં રચના કરી છે. આહા.. હા!
એનો ભાવર્થ પંડિતે-જયચંદ પંડિત થઈ ગ્યા છે. એવા આ (ભાવાર્થ) ભર્યા છે. આહા.. હા! શું કહેવા માગે છે. એની સ્પષ્ટતા ભાવર્થમાં લીધી છે. સમજાણું કાંઈ...? ‘અશુદ્ધ દ્રવ્યાર્થિકનય પણ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાયાર્થિક જ છે તેથી વ્યવહારનય જ છે’ આહા... હા! એ જ્ઞાયકભાવમાં, પર્યાયના ભેદ-ચૌદ ગુણસ્થાનના ભેદ દેખાય છે એ વ્યવહારનય જ છે.
Page 102 of 225
PDF/HTML Page 115 of 238
single page version
૧૦૨ શ્રી પ્રવચન રત્નો-૧ પર્યાય (માત્ર) વ્યવહારનય છે.
દ્રવ્ય, નિશ્ચયનયનો વિષય છે પણ જેને નિશ્ચય વસ્તુનું જ્ઞાન થાય છે એને ભેદનું-રાગનું જ્ઞાન, પોતાને પોતાના કારણે થાય છે, ‘એવો આશય જાણવો જોઈએ’.
‘અશુદ્ધદ્રવ્યાર્થિકનય પણ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાયાર્થિક જ છે તેથી વ્યવહારનય જ છે- એમ આશય જાણવો’ .
‘છે’ વ્યવહારનય જ છે એમ આશય (જાણવો) સમજવો જોઈએ. વિશેષ કહેશે...