Pravach Ratno Part 1 (Gujarati). Pravachan: 12 ; Date: 19-06-1978.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 6 of 24

 

Page 38 of 225
PDF/HTML Page 51 of 238
single page version

૩૮ શ્રી પ્રવચન રત્નો-૧

(સમયસાર ગાથા–૨) પ્રવચન ક્રમાંક–૧૨ દિનાંકઃ ૧૯–૬–૭૮

‘જ્યારે આ જીવ સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી’ આત્મામાં રાગ ઊઠયો, વિકલ્પ ઊઠયો/ ‘ભેદજ્ઞાનજ્યોતિ’ એમ શબ્દ વાપર્યો છે. એ રાગને શરીરને કર્મથી જુદો પણ અસ્તિત્વ એનું ચૈતન્યજ્યોત-ભેદજ્ઞાનજ્યોતિ, એવા ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થાય છે પ્રગટ થાય છે, ભેદજ્ઞાનજ્યોતિથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. આહા... હા! આત્માની પૂરણ મોક્ષદશા એટલે પૂરણ દુઃખથી રહિત દશા અને પૂરણ અતીન્દ્રિયઆનંદને જ્ઞાનની દશા, એ ભેદજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. વ્યવહારના રાગના સંબંધથી સ્વતઃસિદ્ધ કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી.

આહા... હા! ધીરાની વાતું છે ભઈ આ તો એ ‘ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી’ , જુઓ આ ભેદજ્ઞાનજ્યોતિ શુદ્ધાત્મ (દશા), ‘સર્વ પરદ્રવ્યોથી છૂટી’ - રાગાદિ બધાં પરદ્રવ્યો એનાથી છૂટી ‘દર્શનજ્ઞાનસ્વભાવમાં’ -દર્શન જ્ઞાન... એનો સ્વભાવ, એવું જેનું નિત્ય અસ્તિત્વ, દર્શનને જ્ઞાન એવું જેનું અસ્તિત્વ હોવાથી ભગવાન આત્મા દ્રષ્ટાને જ્ઞાતા, એવી જેની હયાતિ છે, મૌજુદગી દર્શન ને જ્ઞાનની છે. આવું આત્મતત્ત્વ એની સાથે ‘એકત્વગતપણે વર્તે’ -એકત્વપરિણમનપણે અંદર વર્તે આહાહા! રાગથી ને વિકલ્પથી ભેદજ્ઞાનજ્યોતિ વડે જુદું પાડી, અને કેવળજ્ઞાન ઉત્પન્ન કરનારી તો એ ચીજ છે. એક જ આહા...! વ્યવહાર રત્નયત્ર કેવળજ્ઞાન ઉત્પન્ન કરવાનું કારણ નથી. ક્યાં’ ય કહ્યું હોય તો ઉપચારથી કથન (છે). નિશ્ચય સાથે વ્યવહારનો સહચર દેખીને સાથે દેખીને, એનો એનામાં ઉપચાર કર્યો હોય છે. વસ્તુસ્થિતિ ‘આ’ છે.

આહા... હા! ‘ત્યારે એ દર્શનજ્ઞાનચારિત્રમાં સ્થિત હોવાથી’ આત્મતત્ત્વ જે દર્શન ને જ્ઞાનના અસ્તિત્વવાળું તત્ત્વ છે, જ્ઞાતા ને દ્રષ્ટા એ સ્વભાવવાળું જે અસ્તિત્વ-મૌજુદગીચીજ તત્ત્વ છે. એમાં જે... છે ને! ‘એકત્વગતપણે વર્તે’...‘ત્યારે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત હોવાથી’ સ્વરૂપ ચૈતન્ય જ્ઞાનને આનંદ એની હયાતિવાળું તત્ત્વ-મૌજુદગી ચીજ એમાં એકપણે જ્યારે વર્તે ત્યારે તે દર્શનજ્ઞાન ચારિત્રમાં સ્થિત હોવાથી-ત્યારે તે સમ્યગ્દર્શનજ્ઞાન ને ચારિત્રમાં સ્થિત છે. સમજાય છે કાંઈ...? આ વાતું આવી ઝીણી છે!

આહા...! ‘ત્યારે એ દર્શનજ્ઞાનચારિત્રમાં સ્થિત હોવાથી’ આત્મતત્ત્વ જે દર્શન ને જ્ઞાનના અસ્તિત્વવાળું તત્ત્વ છે, જ્ઞાતા ને દ્રષ્ટા એ સ્વભાવવાળું જે અસ્તિત્વ-મૌજુદગીચીજ તત્ત્વ છે. એમાં જે... છે ને? ‘એકત્વગતપણે વર્તે’... ‘ત્યારે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત હોવાથી’ સ્વરૂપ ચૈતન્ય જ્ઞાનને આનંદ એની હયાતિવાળું તત્ત્વ-મૌજુદગી ચીજ એમાં એકપણે જ્યારે વર્તે ત્યારે તે દર્શનજ્ઞાન ચારિત્રમાં સ્થિત હોવાથી-ત્યારે તે સમ્યગ્દર્શનજ્ઞાન ને ચારિત્રમાં સ્થિત છે. સમજાય છે કાંઈ...?

આ વાતું ઝીણી છે! આહા...! જેને કેવળજ્ઞાન એટલે મુક્તિ, મોક્ષ જેને ઉત્પન્ન કરવો છે એને ભેદજ્ઞાનજ્યોતિથી તે ઉત્પન્ન થાય છે. એ રાગના.., શ્રદ્ધાજ્ઞાનચારિત્રના વ્યવહાર ભાવ, એનાથી ભેદ પાડે, ત્યારે તે ભેદજ્ઞાનજ્યોતિ વડે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય, તેથી તે આત્મામાં દર્શન, જ્ઞાનને ચારિત્રમાં સ્થિત થાય છે.

આહા... હા! ઝીણી વાતો બહુ! ધરમ બહુ સૂક્ષ્મ ભાઈ! આહા... હા! ‘દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત હોવાથી’ જુઓ...! પાઠમાં ‘चरित्तदंसणणाण’ હતું. પણ... તે પદ્યમાં રચના કરવા માટે. એ મૂળ હતું એ પદ્યમાં એમ આવ્યું અને ટીકાકારે દર્શન-જ્ઞાન-ચારિત્ર લીધું. અમૃતચંદ્ર આચાર્યે પણ એમ


Page 39 of 225
PDF/HTML Page 52 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૩૯ લીધું! આંહી એમ ન લીધું ચારિત્ર-દર્શન-જ્ઞાન.

શું કીધું? ‘जीवो चरित्तदंसणणाण ठिदो’ એમ આવ્યું ને (મૂળ) પાઠમાં! એનો અર્થ એવો કર્યો. ‘જીવ જ્યારે પોતામાં એકત્વપણે દર્શનજ્ઞાનચારિત્રમાં સ્થિત થઈને વર્તે ત્યારે તેને આત્મા, સ્વસમય આત્મા કહેવામાં આવે છે. તો જેવું જેનું રૂપ હતું તેમાં ઈ આવ્યો!

આહા... હા! ભગવાન આત્મા દર્શન-જ્ઞાન એનું રૂપ, એની હયાતિ એ છે. એ બહારના રાગાદિના વિકલ્પના ભેદ પાડી, અને પોતાના આત્મતત્ત્વમાં એકત્વપણે આવ્યો! રાગઆદિમાં જતો તો એને બગડતું, ‘એકડે એક ને બગડે બે’ ઈ આત્મતત્ત્વ વસ્તુ છે એમાં એકત્વગતપણે, દર્શનજ્ઞાનચારિત્રમાં સ્થિત ઈ એકત્વ! પુણ્યને દયા-દાના રાગમાં સ્થિત, એ તો બેપણું-બગડવાપણું છે. ઈ કર્મમાં સ્થિત છે. કર્મના રસમાં-રાગમાં એ સ્થિત છે.

આત્મામાં દર્શન-જ્ઞાન જેનો રસ છે જેનો સ્વભાવ છે તેમાં તે સ્થિત નથી. આવી વાત છે! આહા... હા! ‘ત્યારે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત હોવાથી ‘યુગપદ્ સ્વને એકત્વપૂર્વક જાણતો’ એકસાથે આત્માને એકત્વપણે જાણતો અને ‘સ્વ-સ્વરૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે’ જોયું? જ્યારે એકત્વગતપણે વર્તે પ્રભુ આત્મામાં, ત્યારે તે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત હોવાથી’ જીવ દર્શનજ્ઞાનચારિત્રમાં સ્થિત હોવાથી યુગપદ્ અને એકત્વપૂર્વક જાણતો’ એક સાથે પોતાને જાણતો અને સ્વસ્વરૂપે એકત્વપૂર્વક પરિણમતો, ‘જાણતો ને પરિણમતો’ સમયનો અર્થ કરવો છે ને...! એકસમયે જાણે ને એકસમયે પરિણમે, એવી ચીજ હોય તે આત્મા છે. બીજીચીજ પરિણમે છે પણ જાણતી નથી. એટલે ખરેખર ‘સમય’ એને કહીએ કે પોતે પોતાના સ્વરૂપને જાણતો પરિણમે અને પરિણમતો જાણે! એ બેય એકહારે હોય એને આત્મા કહેવામાં આવે છે.

આહા.. હા નિશ્ચયચારિત્ર છે એ વ્યવહારચારિત્રથી પ્રાપ્ત થાય છે (શ્રોતાઃ) એ પહોંચાડે છે! (ઉત્તરઃ) પહોંચાડે, એ કાલ આવ્યું’ તું ને...! (શ્રોતાઃ) વ્યવહાર ચારિત્રથી નિશ્ચય ચારિત્ર છે! (ઉત્તરઃ) એમ છે નહીં. (વ્યવહાર) આવે છે. સ્વરૂપની-એકત્વગતની, દર્શનજ્ઞાનચારિત્રની સ્થિતિમાં અપૂર્ણ દશામાં વ્યવહારના એવા પંચમહાવ્રતના આદિ વિકલ્પો હોય છે પણ એનાથી નિશ્ચયની પ્રાપ્તિ થાય છે એમ નહીં અને એમ ક્યાંય કહ્યું હોય તો એ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે છે. એનાથી થાય છે એમ કહેવા માટે નહીં.

આહા... હા! આંહી... ક્યાંય કેટલે પહોંચવું એને! આહા... ‘સ્વ-રૂપે એકત્વપૂર્વક પરિણમતો’ છે ને...? અહીં સમયનો અર્થ કર્યો, જાણવું ને પરિણમવું ઇ. પહેલો કર્યો’ તો ને...! ‘अय गतौ’ ધાતુ છે એનો ગમન અર્થપણ છે તેથી એકસાથે જ (યુગપદ્) જાણવું તથા પરિણમન કરવું’ એ અર્થ કર્યો તો ને..! એ પહેલાં અર્થ આવી ગયો. એનો સરવાળો લીધો આંહી.

આહા... હા! જાણતો... જે સમયે પરિણમે છે તે સમયે તેને જાણતો! આહા... હા! અથવા જે સમયે જ્ઞાન થાય છે તે સમયે જ તેને જાણતો. આહા... હા! ગાથા ઓ તો પહેલી ‘બાર’ મુદની છે ને...! બહુ ટૂંકામાં... એકદમ ભર્યું છે! પછી વિસ્તાર કરશે.


Page 40 of 225
PDF/HTML Page 53 of 238
single page version

૪૦ શ્રી પ્રવચન રત્નો-૧

આહા...! આત્મા દર્શનજ્ઞાનમાં હોવાપણે ટક્યો છે તેમાં જે એકત્વપણે, પરથી ભિન્ન થઈને એકત્વપણે દર્શનજ્ઞાનમાં સ્થિત થાય, એ જીવ તે જ સમયે દર્શનજ્ઞાનચારિત્રપણે પરિણમતો અને તે જ સમયે તેને જાણતો! સમજાણું કાંઈ...? છે ને સામે? આ તો ઓગણસમી વાર વંચાય છે.

(શ્રોતાઃ) બધા માટે ઓગણસમી વાર કે આપના માટે? (ઉત્તરઃ) તો આંહી હશે કે નહીં કેટલા’ ક! કેટલાય નવા હોય! વારતહેવારે આવે ઈ ન હોય. આંહી રહેનારા હોય તે હોય.

આહા... હા! ‘એવો તે ‘સ્વસમય’ એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે’ આહા...! ભગવાન... આત્મા! દર્શનને જ્ઞાનની હયાતિવાળું તત્ત્વ જેમાં વિકારની હયાતિ ત્રણકાળમાં છે નહીં. એવો જે ભગવાન સ્વભાવ! ઈ દર્શનજ્ઞાનમાં- જેવું તત્ત્વ છે તેમાં એકત્વપણે એટલે રાગનો સાથ લઈને નહીં, રાગથી ભિન્ન પડીને એકત્વપણે આહાહા! ત્યાં આ રાગનું એકલાપણું લઈને અહીંયાં/રાગમંદ છે તેને લઈને અહીંયાં એકત્વ થાય છે, એમ નથી. તો તો બેકલાપણું/બેપણું થઈ ગયું.

આહા... હા! આંહી તો રાગના વિકલ્પની ગમે તેવી વૃત્તિ હોય-દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાની વૃત્તિ હો, કે શાસ્ત્રના જ્ઞાનનો વિકલ્પ હો, એ બધાંથી ભિન્નપણે... એમ છે ને...? એકત્વપૂર્વક જાણતો યુગપદ્ પરિણમતો દર્શનજ્ઞાનચારિત્રરૂપે અને તે સમયે તેને જાણતો-સ્વરૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે ‘સ્વસમય’ એમ પ્રતીત કરવામાં આવે છે. એમ શ્રદ્ધામાં લેવામાં આવે છે, એ વસ્તુ પોતે દર્શનજ્ઞાનવસ્તુ એમાં એકત્વ થઈને શ્રદ્ધાજ્ઞાનને ચારિત્રમાં સ્થિત થાય એને ‘સ્વસમય’ એમ પ્રતીત કરવામાં આવે છે. એવો આત્મા ઈ સ્વસમય થયો- જેવો હતો તેવો થયો. દર્શનજ્ઞાનપણે હતો એવી જ પર્યાયમાં દર્શનજ્ઞાનની પ્રતીતી દર્શનજ્ઞાનનું જ્ઞાન દર્શનજ્ઞાનમાં સ્થિરતા.

આહા... હા! ‘યુગપદ્ સ્વને એકત્વપૂર્વક જાણતો તથા સ્વ-રૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે ‘સ્વસમય’ એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે’ પાઠમાં છે ને ઈ ‘ससमयं जाणं’ પાઠ એમ છે ને...! ‘स्वसमय जाण’ એમ કીધું ને..! કુંદકુંદાચાર્યનો શબ્દાર્થ અહીં લીધો છે તેને સ્વસમય જાણ!

આવો સ્વરૂપ તે ભગવાન, એમાં જે એકત્વપણે દર્શનજ્ઞાનચારિત્રમાં, પરના સાથ અને મદદ વિના, સ્વરૂપમાં દર્શનજ્ઞાનચારિત્રમાં, પોતાના અસ્તિત્વમાં-દર્શનજ્ઞાનચારિત્રમાં વર્તે તેને તું સ્વસમય જાણ એનો આંહી અર્થ કર્યો કે ‘એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે’ એ આત્મા આવો છે એ સ્વસમય એમ જાણવામાં-પ્રતીતરૂપ કરવામાં આવે છે’

આહા... હા! હવે આવું! ક્યાં પહોંચવું એને! વ્યવહારની વાતું આખો દિ’ કરે! વ્યવહાર... વ્યવહાર! (સાધકદશામાં) વ્યવહાર વચ્ચે આવે!

પણ ઈ વ્યવહાર પણ જેને નિશ્ચયની ભાવના છે, વ્યવહાર નિશ્ચયમાં પહોંચાડે એમ. પણ ભાવના શું એનો અર્થ? આહા...! ઝીણી વાતું બહુ ભાઈ...!

ભૂમિકાને યોગ્ય વિકાર આવે છે, હોય તો ખરું ને... ન હોય એમ નહીં. પણ નિશ્ચયને પહોંચાડે છે ઈ? એકત્વપણે હોય ઈ પહોંચાડે છે. બેકલાપણું હારે લઈને ઈ પહોંચાડે છે? આહા...! વ્યવહાર આવે છે વચ્ચે ઈ બંધનું કારણ છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, પંચમહાવ્રતદશા આદિનો ભાવ, શાસ્ત્રનું-શાસ્ત્રતરફનો ભણવાનો વિકલ્પ એ બધો આવે! પણ છે ઈ બંધનું કારણ, બંધના કારણને હારે


Page 41 of 225
PDF/HTML Page 54 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૪૧ લઈને નિશ્ચય પમાય એમ નથી. એનાથી ભેદ પાડીને, જુદો પાડીને નિશ્ચય પમાય. એનાથીનપમાય! છતાં એ વ્યવહાર આવ્યા વિના રહે નહીં. પૂરણ વસ્તુ ન હોય ત્યાં વ્યવહાર આવે, હોય પણ ‘સ્વસમય’ તો આને કહીએ.

આહા... હા! પોતાનું પરિણમન દર્શનજ્ઞાન સ્વરૂપના અસ્તિત્વમાં, શ્રદ્ધાજ્ઞાનને ચારિત્ર રૂપે થયું તેને ‘સ્વસમય’ જાણ એમ કીધું.

આહા..! ‘એવો તે ‘સ્વસમય’ પ્રતીત કરવામાં આવે છે.’ એવા જીવને મોક્ષમાર્ગ છે એમ શ્રદ્ધવામાં આવે છે. આહાહા! ઈ એક વાત થઈ.

(ગાથામાં) ‘जीवो चरित्त’ જીવો કહી ‘दंसणणाण ठिदो’ એટલે દર્શનજ્ઞાનચારિત્રમાં સ્થિત तं हि ससमयं जाण’ તે ‘स्वसमय’ જાણ એટલાનો અર્થ થયો! બે પદનો હવે ત્રીજા પદની (વ્યાખ્યા)

‘પણ જ્યારે તે અનાદિ અવિદ્યારૂપી જે કેળ’ આહા... હા! પોતાના પુરણ દર્શનજ્ઞાનસ્વરૂપી પ્રભુ (આત્મા) જ્ઞાતાદ્રષ્ટાથી હયાતિવાળો ભગવાન, એના અજ્ઞાનને લઈને, એ સ્વરૂપના ભાન વિના, ‘અનાદિ અવિદ્યારૂપી કેળ’ કેળ આ જેમાં કેળાં થાય છે ને...! ‘તેના મૂળની ગાંઠ જેવો’ કેળની મૂળની ગાંઠ! એમાંથી કેળ બહુ પાકે, ફાલ્યા જ કરે! છે ને કેળની (ગાંઠમાંથી બચલાં ફૂટયાંજ કરે) આહા...!

અજ્ઞાનરૂપી તે કેળ તેના મૂળની ગાંઠ જેવો મોહ. જેમ કેળની ગાંઠમાંથી અનેક કેળું (કેળના બચલાં) થાય, કેળની ગાંઠ હોયને મોટી ગાંઠ, એમાં અનેક કેળ પાકે. કેળની વાત છે કેળાંની વાત નથી. કેળું (પાકે) એમ મોહરૂપી ગાંઠ!

આહા... હા! ‘અનાદિ અવિદ્યારૂપી અજ્ઞાનરૂપી જે કેળ, એ કેળની ગાંઠ જેવો મોહ પુષ્ટ થયેલો આહા! ‘મોહ.. તેના ઉદય અનુસાર’ એને કર્મનો જે ઉદય છે એને ‘અનુસારે પોતે પ્રવર્તે આધીનપણાથી’ એ ઉદય તેને પ્રવર્તાવે છે એમ નહીં પણ ઉદયના અનુસારે પોતે પ્રવર્તીને આધીનપણાથી.

જે આંહી સ્વભાવના આધીનપણે દર્શનજ્ઞાનને ચારિત્રમાં સ્થિત થવું જોઈએ એમ ન કરતાં, નિમિત્ત જે કર્મનો ઉદય એને અનુસારે પ્રવૃત્તિના આધીનપણાથી આહા.. હા! કર્મના અનુભાગના- નિમિત્તના અનુસારે પ્રવૃત્તિના આધીનપણાથી-પોતે કરે છે. કર્મ કરાવતું નથી એને કાંઈ...! આહાહા! ‘તેના ઉદય અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી, દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ ત્યાં કીધું’ તું ને ‘નિયતવૃત્તિરૂપ અસ્તિત્વ’ ઓલામાં પ્રવૃત્તિ કીધી. આહા.. ‘નિયત વૃત્તિરૂપ આત્મતત્ત્વથી’ દર્શનજ્ઞાન સ્વભાવમાં નિશ્ચય અસ્તિત્વરૂપ આત્મતત્ત્વ, આત્મતત્ત્વ એને કહીએ જે જ્ઞાનદર્શનમાં અસ્તિપણે રહે છે. દર્શનજ્ઞાન એવું જે નિશ્ચય-એનું જે ટકવું, એવું જે આત્મતત્ત્વ.’ એ દર્શનજ્ઞાનમાં ટકેલું આત્મતત્ત્વ છે. સમજાણું કાંઈ...?

આહા.. હા! દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયત નિશ્ચય હોવાપણારૂપ આત્મતત્ત્વ-દર્શનજ્ઞાનસ્વભાવમાં નિશ્ચયપણે રહેલું-હોવારૂપે રહેલું આત્મતત્ત્વ, એનાથી છૂટી મોહ તેના ઉદય અનુસાર તેના આધીનપણાથી-નિમિત્તના ઉદયના આધીનપણાથી આત્મતત્ત્વથી છૂટી, ઈ કરમના ઉદયના આધીન તે પ્રવર્તતો તે આતમતત્ત્વથી છૂટયો આહા.. હા! સ્વરૂપ જે દર્શનજ્ઞાનસ્વરૂપ છે. દ્રષ્ટાને જ્ઞાતા જે આત્મતત્ત્વ છે. એનાથી છૂટયો, અને મોહ જે કેળની ગાંઠ જેવો મોહ એને અનુસારે પ્રવર્તતો, મિથ્યા દર્શન


Page 42 of 225
PDF/HTML Page 55 of 238
single page version

૪૨ શ્રી પ્રવચન રત્નો-૧ જ્ઞાનને ચારિત્રરૂપ પરિણમ્યો-મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાનને મિથ્યાચારિત્ર-રાગ (રૂપે વર્ત્યો).

આ તો અંતરની વાતું છે બાપુ ક્યાંય અત્યારે તો બહારમાં તો મળે એવું નથી અને બહારમાં એ છે એમ કીધું ને..! ઈ તો દર્શનજ્ઞાનસ્વભાવના અસ્તિત્વમાં આત્મતત્ત્વ છે. ભગવાન આત્મ દર્શનજ્ઞાનની હયાતિવાળું તત્ત્વ આત્મા છે. એ હયાતિવાળાને છોડી દઈને મોહનાઅનુસારે, આધીનપણાની જેની પ્રવૃત્તિ છે તે સ્વદ્રવ્યથી ચ્યૂત થઈ જાય છે. સમજાણું કાંઈ...?

આહા... હા! ‘પરદ્રવ્યના નિમિત્તથી સ્વદ્રવ્યથી છૂટી નિમિત્તથી હો? ‘ઉત્પન્ન મોહરાગદ્વેષાદિ’ નિમિત્તથી નો અર્થઃ નિમિત્ત એને (મોહરાગ દ્વેષ) ઉત્પન્ન કરાવતું નથી પણ આંહી આ બાજુમાં (સ્વદ્રવ્યમાં) એકાગ્ર નથી, તેથી નિમિત્ત તરફ એકાગ્ર છે. આહા... હા! ‘પરદ્રવ્યના નિમિત્તથી’ આંહી જો અમારે બધાં (કહેવા લાગે કે) પરદ્રવ્યના નિમિત્તથી થાય છે જુઓ નિમિત્તથી (આંહી કહ્યું!) એનો અર્થ શું? પરદ્રવ્ય છે એના તરફના ઝૂકાવથી, સ્વદ્રવ્યથી ચ્યૂત થવાથી, અને પરદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન મોહરાગદ્વેષાદિ ભાવ/એ આંહી ટીકામાં તો ત્રણ (ભાવ) છે. ઓલામાં દર્શન-જ્ઞાન-ચારિત્ર (ત્રિપુટી) અને આંહી મોહ-રાગ-દ્વેષ (ત્રિપુટી), આત્મતત્ત્વથી છૂટી-દર્શન જ્ઞાનનું હયાતિવાળું પ્રભુત્વ! એના આસ્થા, શ્રદ્ધાજ્ઞાનથી છૂટી અને મોહ જે છે તેને અનુસારે આધીનપણે પ્રવર્તતા- ‘નિમિત્તથી ઉત્પન્ન થતાં મોહરાગદ્વેષાદિ ભાવો સાથે મિથ્યાત્વ, રાગ અને દ્વેષ, રતિ વાસના વગેરે સાથે એકત્વગતપણે-એની સાથે એકપણું માનીને આંહી એકત્વગતપણેનો અર્થ એકપણું માનીને અર્થ કર્યો-એકપણું માનીને વર્તે છે.

આત્મા, વ્યવહાર તે મારી ચીજ છે એમ મિથ્યાત્વમાં એકપણે વર્તે છે. અને રાગમાં એકપણે વર્તે છે. દ્વેષમાં એકપણે વર્તે છે. જે આત્મા જ્ઞાનદર્શનમય, એનાથી ભિન્ન હોવા છતાં રાગદ્વેષમોહ થતાં તેમાં એકપણે વર્તે છે. એનું નામ મિથ્યાત્વને મોહ ને રાગ-દ્વેષાદિ છે.

આહા... હા! ત્યારે... એકપણે વર્તે છે’ ત્યારે... પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી’ જોયું? ઓલા મોહરાગ દ્વેષમાં વર્તે છે એ પુદ્ગલપ્રદેશોમાં સ્થિત કહેવામાં આવે છે. આંહી ભગવાન આત્મામાં સ્થિત હતા જે દર્શનજ્ઞાન ચારિત્રમાં તે છૂટીને નિમિત્તને આધીન થઈને મોહ-રાગ-દ્વેષના પ્રદેશમાંએ પુદ્ગલકર્મનાપ્રદેશ કહેવાય. એ મોહ-રાગ-દ્વેષ એ કર્મનો જ ભાગ છે, કર્મ તરફના વલણવાળી ઉપાધી છે. એ મિથ્યાત્વ અને રાગદ્વેષ/ ભગવાન (આત્મા) તો નિરુપાધિ તત્વ છે, એ તો દર્શનજ્ઞાનમય નિરુપાધિ તત્ત્વ છે એ નિમિત્તને આધિન ઉપાધિ તત્ત્વ સાથે એકત્વપણે વર્તે છે એને અણાત્મા કહેવામાં આવે છે. એને પરસમય કહેવામાં આવે છે. આહા... હા!

‘ત્યારે પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી યુગપદ્ પરને એકત્વપૂર્વક જાણતો આંહી ‘જાણતો’ તો લીધો પણ મોહ ને રાગદ્વેષાદિને એકત્ત્વપણે જાણતો અને પરિણમતો. ઓલો ભિન્નપણે જાણતો ને પરિણમતો.

આહા.. હા! એક એક શ્લોકની વાત! છે ક્યાં? મધ્યસ્થ થઈ. જુએ, ધીરજથી.. સત્યનો શોધક બનીને..? તો આચીજ છે એ બીજે ક્યાંય છે નહિ. યુગપદ્ આહા..! એકત્વપૂર્વક જાણતો તથા પરરૂપે એકત્વપૂર્વક પરિણમતો’ સમયનો અર્થ આપ્યો ને..! ‘એકસાથે જાણે ને પરિણમે’

તો જ્યારે સ્વસમયમાં એકાગ્ર છે. ત્યારે તે જ સમયે જાણે ને પરિણમે. અને આંહી રાગની


Page 43 of 225
PDF/HTML Page 56 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૪૩ સાથે-મિથ્યાત્વ સાથે એકાગ્ર છે તે તે જ સમયે જાણતો ને રાગ મારાં છે એમ જાણતો અને એરૂપે એકત્વપણે પરિણમતો. આહા... હા! જાણતો’ તો રાખ્યું પણએ જાણવામાં વિશેષણ આ આપ્યું આ ‘એકત્વપણે જાણતો’ મોહને રાગદ્વેષનો પરિણામને સ્વભાવમાં-આત્મામાં એકત્વપણે જાણતો. આહા...! સમજાણું?

ઓલું યુગપદ્ સ્વને એકત્વપણે જાણતો એમ હતું પહેલામાં દર્શનજ્ઞાનચારિત્રમાં સ્થિત હોવાથી યુગપદ્સ્વને એકત્વપણે જાણતો, આ પરને એકત્વપૂર્વક જાણતો. બસ આમ અસ્તિ, નાસ્તિ કરી છે.

આહા... હા! યુગપદ્ અને એકત્વપૂર્વક જાણતો તથા સ્વરૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે સ્વસમય એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે એમ પહેલાં કહ્યું હતું હવે આંહી ‘યુગપદ્ પરને એકત્વપૂર્વક જાણતો તથા પરરૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે ‘પરસમય’ એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે.’ એને નહીં, બીજાને... એ આત્મા અજ્ઞાની છે, પરસમય છે, અણાત્મા છે, અણાત્મામાં એકત્વપણે વર્તે છે માટે તે પરસમય છે, એમ જાણવામાં આવે છે. છે ને...? ‘पोग्गलकम्मदेस छिदं चतं जानीहि’ છે ને...! બેયમાં જાણવું-જાણવું બેયમાં ‘પ્રતીત કરવામાં આવે છે’ એનો અર્થ કર્યો છે. એટલે કે જાણવામાં એમ આવે છે.

આહા... હા! ‘એકત્વપૂર્વક પરિણમતો એવો તે ‘પરસમય’ એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે’ એટલે કે જાણવામાં આ આત્મા, અણાત્મા થયો એમ જાણવામાં આવે છે. આહાહા! રાગના વિકલ્પ સાથે એકત્વપણે પરિણમતો અને એકત્વપણે જાણતો, જાણતો તો રાખ્યું, પણ એકપણે જાણતો તેને પરસમય એમ જાણવામાં આવે છે એ પરસમય છે. એ અણાત્મા છે. એ સ્વરૂપથી ચ્યૂત થઈને જે એનામાં નથી તેમાં ઈ રહેલો છે માટે પરસમય કહેવામાં આવે છે.

આહા... હા... હા! આ વાત વાદવિવાદે કાંઈ પાર પડે એવું નથી! વસ્તુની સ્થિતિ જ આવી છે જ્યાં! પછી ગમે તેટલાં લખાણ શાસ્ત્રમાં આવે! કોઈ વ્યવહાર નયે આવે એ તો નિમિત્તના જ્ઞાન કરવા માટે આવે છે. વસ્તુસ્થિતિ તો આંહીથી ઉપાડી છે, એનો જ પછી બધો વિસ્તાર છે.

આહા...! ‘આ રીતે જીવ નામના પદાર્થને’ જીવ નામનો પદાર્થ તો કહ્યો પહેલો! ગુણ પર્યાયવાળો, ઉત્પાદવ્યયધ્રુવવાળો, જ્ઞાનદર્શનવાળો, એવા ‘જીવ પદાર્થને સ્વસમય અને પરસમય-એવું દ્વિવિધપણું પ્રગટ થાય છે.’

આહા... હા! સ્વસમયપણું, એકત્વમાં હોય તો સ્વસમય પ્રગટ થાય છે. રાગમાં એકત્વ હોય તો પરસમયપણું પ્રગટ થાય છે. એકમાં બે-પણું આમ ઊભું થાય છે. આહા..! વસ્તુ એમ દર્શનજ્ઞાનમય પ્રભુમાં આવું પરમાં-રાગમાં એકતા થવાથી પરસમયપણું -દ્વિવિધપણું, સ્વસમયપણું ને પરસમયપણું દ્વિવિધપણું ઉત્પન્ન થાય છે. એકમાં બેપણું ઉત્પન્ન થવું એ જ નુકસાન કારક છે.

આહા... હા! સ્વમાં એકત્વપણે પ્રગટ થવું તે આત્માને લાભદાયક છે. એ ભગવાન આત્મા, દર્શનજ્ઞાનમાં હયાતિવાળો પ્રભુ! એ રાગને પુણ્ય-પાપની હયાતિમાં એકત્વપણે સ્વીકારતો એ એકમાં બીજાપણું-દ્વિવિધપણું ઉભું થયું. સ્વસમયપણું ને પરસમયપણું એકમાં બેપણું ઊભું થયું! આહા.. હા! આમાં ક્યાંય એમ કહ્યું નથી કે કર્મના ઉદયનું જોર છે તે પ્રમાણે આંહી વર્તે છે રાગમાં-દ્વેષમાં એવું તો કાંઈ


Page 44 of 225
PDF/HTML Page 57 of 238
single page version

૪૪ શ્રી પ્રવચન રત્નો-૧ છે નહીં. પરને તો નિમિત્ત કીધું છે. નિમિત્તને આધીન થઈને પ્રવર્તે છે એ મોહને રાગદ્વેષમાં પ્રવર્તતાં પરસમયમાં ગયો છે ઈ સ્વસમયમાં રહ્યો નથી, એમ જાણવામાં આવે છે.

આહા... હા...! આવું સ્વરૂપ છે! આવું છે ઈ સોનગઢનું છે એમ કેટલા’ ક કહે છે. કોનું છે આ? વસ્તુનું સ્વરૂપજ આવું છે ત્યાં...! કહે પ્રભુ કહે, તું પણ પ્રભુ છે! જેથી દર્શનજ્ઞાનવાળું તત્ત્વ એમાં જ રહે તો તો તે સમયે સ્વને એકત્વપણે જાણતો અને સ્વને એકત્વપણે પરિણમતો એ જે સમયે જાણે તે સમયે પરિણમે, જે સમયે પરિણમે તે સમયે જાણે. આહા.. હા.. હા!

અને બીજો આત્મા, અવિદ્યારૂપી કેળ (ની ગાંઠ જેવો જે) મોહ, મોહકર્મ-જડ એના અનુભાગને અનુસારે પ્રવર્તતો, એ જેટલું કર્મ ઉદય આવ્યું તે પ્રમાણે પ્રવર્તતો એમ નથી કહ્યું. તેને અનુસારે પોતે પ્રવર્તતો (એમ કહ્યું છે) પોતાનો જે ચૈતન્યસ્વભાવ છે, દર્શનજ્ઞાનસ્વભાવ છે એમ આવ્યું ને...! એના-પણે ન પ્રવર્તતો. પ્રવર્તતો તે એ ય પ્રવર્તે ને ઓલો ય પ્રવર્તે! ઓલો નિમિત્તને અનુસરીને થતાં પોતાના પરિણામ તેમાં સ્થિત થયો થકો-સ્વરૂપથી ભ્રષ્ટ થયો થકો, એને ‘પરસમય’ જાણ. એમ કહ્યું છે ને...? એમ કહ્યું, પરસમય પ્રતીત કરવામાં આવે છે. જાણવામાં (છે) એને પરસમય કહી એને જાણવામાં આવે છે.

આહા... હા... હા! ‘આ રીતે જીવ નામના પદાર્થને સ્વસમય અને પરસમય એવું દ્વિવિધપણું- દ્વિ+વિધ = બે પ્રકારપણું પ્રગટ થાય છે.

આ ટીકાનો અર્થ કર્યો! સંસ્કૃત ભાષા હતી, બહુ ગંભીર! અમૃતચંદ્રાચાર્યની ટીકા ઘણી ગંભીર! જેમ મૂળ શ્લોક (ગાથા) ગંભીર છે! એવી ટીકા ગંભીર છે! એને સમજવા માટે ઘણો જ પક્ષપાત છોડીને મધ્યસ્થથી તેને જે કહેવું છે એ રીતે એને સમજવું. જે રીતે કહેવું છે તે રીતે સમજવું એનું નામ યથાર્થ સમજણ કહેવામાં આવે છે.

આહા...! પોતાની કલ્પનાથી એના અર્થ કાઢવા... એ તો વિપરીતતા બધી છે. કેટલું લીધું છે આમાં! એ ભાવાર્થમાં કહેવાય છે.

ભાવાર્થઃ ‘જીવની નામની વસ્તુને પદાર્થ કહેલ છે.’ વસ્તુ, વસ્તુ છે એ. ‘જીવ એવો અક્ષરોનો સમૂહ તે ‘પદ’ છે’ - પદાર્થ છે ને...! પદાર્થની વ્યાખ્યા કરી પદાર્થ! ‘જીવ’ એ અક્ષર છે એનો વસ્તુ છે ઈ પદાર્થ છે, પદા... ર્થ! ‘જીવ’ બે અક્ષરનું પદ છે ‘જીવ’ , એ પદ છે. જીવવસ્તુ છે ઈ એનો અર્થ પદાર્થ છે. વસ્તુ છે. પદનો અર્થ એ વસ્તુ છે! પદ’ એને બતાવે છે આહા... હા! ‘જીવ’ એવો અક્ષરોનો’ એમ કેમકે બે અક્ષર થયાને... ‘જીવ’ એટલે બે અક્ષર છે એટલે બહુવચન છે. ‘જીવ એવો અક્ષરોનો સમૂહ, બે અક્ષરનો સમૂહ માટે તે પદ છે. ‘અને તે પદથી જે દ્રવ્યપર્યાયરૂપ અનેકાંતસ્વરૂપપણું’ જોયું? આવ્યું’ તું ને અંદર (ટીકામાં) ઉત્પાદવ્યયને ધ્રૌવ્ય, ગુણપર્યાય જેણે અંગીકાર કર્યા છે (વગેરે વિશેષણો છે)

તે પદથી જે દ્રવ્યપર્યાયરૂપ-વસ્તુ અને અવસ્થાસ્વરૂપ ‘અનેકાંતસ્વરૂપપણું’ અનેકાંત છે. દ્રવ્યે ય છે ને પર્યાયે ય છે. પર્યાય નથી એમ નહિ. એ ૧૧મી ગાથામાં પર્યાયને અસત્ કીધી છે તે પર્યાયને ગૌણ કરીને, તેનું લક્ષ છોડાવવા એમ કીધું છે. (જો પર્યાય નથી તો કાર્ય શું? પર્યાય સિદ્ધ એ ય પર્યાય છે,


Page 45 of 225
PDF/HTML Page 58 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૪પ મોક્ષમાર્ગ પર્યાય, મોક્ષ એ પર્યાય સંસાર પર્યાય-બંધમાર્ગ એ પર્યાય છે. અને વેદન પર્યાયનું છે. સંસારીને દુઃખનું વેદન પર્યાયમાં છે. મોક્ષમાર્ગનું-આનંદનું વેદન પર્યાયમાં છે. સિદ્ધને પૂર્ણ આનંદનું વેદન પર્યાયમાં છે.

પર્યાય નથી એમ જે કીધું છે એનો અર્થઃ ગૌણ કરીને, એ ઉપરથી લક્ષ છોડાવવા ત્રિકાળીને મુખ્ય કરીને, નિશ્ચય કહીને - નિશ્ચયકહીને, મુખ્ય કરીને એમ નહીં. ગૌણ કરીને વ્યવહાર, વ્યવહાર કરીને ગૌણ કર્યું એમ નહીં. એમ નિશ્ચય તે મુખ્ય એમ નહીં. મુખ્ય તે નિશ્ચય. કેમકે નિશ્ચય તો ત્રણેય નિશ્ચય છે દ્રવ્ય, ગુણ, ને પર્યાય-ત્રણેય પોતાના માટે નિશ્ચય છે. ‘સ્વઆશ્રય તે નિશ્ચય ને પરાશ્રય તે વ્યવહાર’ પણ આંહીયાં હવે ત્રણ પોતાના હોવા છતાં મુખ્યને-દ્રવ્યને કરવું છે તેથી મુખ્યને નિશ્ચય કહ્યો અને પર્યાયને ગૌણ કરવું છે માટે તેને વ્યવહાર કહ્યો.

આહા... હા! એવું દ્રવ્યને પર્યાય જોડલું છે. વસ્તુ! સ્વતંત્ર વસ્તુ એને પરના સંબંધની કોઈ અપેક્ષા નહીં. આહા...! એ દ્રવ્ય, પર્યાયરૂપ અનેકાંત, અનેકધર્મસ્વરૂપપણું છે. દ્રવ્યધર્મ પણ એનો, પર્યાયધર્મ પણ એનો-બેય એને ટકાવી રાખ્યું છે. ધર્મ એટલે... ભાવ. દ્રવ્યપણું અને પર્યાયપણું એવું અનેકધર્મપણું, અનેક ધર્મ એટલે ગુણો અથવા અનેકપણું તે ‘નિશ્ચિત કરવામાં આવે તે પદાર્થ છે’ દ્રવ્યને પર્યાય-બેપણે નિશ્ચિત કરવામાં આવે તે પદાર્થ છે. એકલા દ્રવ્યને નિશ્ચિત કરવામાં આવે છે ને એકલી પર્યાયને એમ નહીં.

આહા... હા! ‘એ જીવપદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમયી સત્તાસ્વરૂપ છે’ આંહીથી ઉપાડયું જીવપદાર્થ ઉત્પાદવ્યય ને ધ્રુવ સ્વરૂપ છે. એકલું ધ્રુવસ્વરૂપ છે એમ નથી અને એકલું ઉત્પાદવ્યય પર્યાયસ્વરૂપ છે એમ નથી. આહા... હા! ઉત્પાદવ્યય/ઉત્પાદ પહેલો લીધો છે. વ્યય પછી, ધ્રુવ પછી. પણ એવી એક સત્તા છે હોવાવાળી વસ્તુ છે. ઉત્પાદવ્યયધ્રુવનું હોવાવાળું એ પદાર્થ છે. ‘દર્શનજ્ઞાનમયી ચેતનાસ્વરૂપ છે’ - દર્શનજ્ઞાનમય તે ચેતના પોતે વસ્તુ-જ્ઞાતાદ્રષ્ટામય તે વસ્તુ સ્વરૂપ છે, ચેતન પદાર્થ!

‘અનંતધર્મસ્વરૂપ દ્રવ્ય છે.’ આવી ગ્યું છે ને ભાઈ પહેલું એમાં! (ટીકામાં) અનંતધર્મસ્વરૂપ વસ્તુ એક છે. અનંતધર્મ-ગુણપર્યાય અનંતા હોવા છતાં, વસ્તુ તરીકે દ્રવ્ય એક છે. આહા... હા! આવું ભણતર!

‘અનંત ધર્મસ્વરૂપ દ્રવ્ય છે’ અનંત શક્તિસ્વરૂપ પદાર્થ છે. એક જ શક્તિ છે સંખ્યાત- અસંખ્યાત શક્તિ છે એમ નહીં, અનંત શક્તિસ્વરૂપ તે દ્રવ્ય છે.

‘દ્રવ્ય હોવાથી વસ્તુ છે.’ દ્રવ્ય હોવાથી વસ્તુ, વસ્તુ છે. આ એ વસ્તુની એક ફેરે મોટી ચર્ચા હાલી હતી. રાજકોટ નેવાસીની સાલમાં એક વિશાશ્રીમાળી શ્વેતાંબર એક (માણસ) રાણપરનો આવ્યો હતો. અધ્યાત્મનું થોડું વાંચ્યું હશે પછી... આત્મા, વસ્તુ ન કહેવાય આત્માને એ કહે. નેવાસીની સાલ!

એ આવ્યો’ તો, કાંઈ ઠેકાણાં વિનાનાં. આત્માને વસ્તુ ન કહેવાય કહે. મોટી ચર્ચા ચાલી હતી. કીધું વસ્તુ કહેવાય. વસ્તુ છે. આવતો વ્યાખ્યાનમાં બેસતો! દેરાવાસી હતો શ્વેતાંબર જુવાન! જાણે કે કંઈક જાણું છું આત્માને એવો એને ડોળ હતો.


Page 46 of 225
PDF/HTML Page 59 of 238
single page version

૪૬ શ્રી પ્રવચન રત્નો-૧

‘દ્રવ્યહોવાથી વસ્તુ’ વસ્તુ કેમ? અંતર શક્તિઓ અંદર વસેલી છે માટે વસ્તુ કહેવામાં આવે છે. એક જ ચીજ છે ને એક જ ગુણ છે ને એક જ પર્યાય છે એમ નથી. અનંતગુણ ને અનંતીપર્યાય એમાં વસેલી છે. માટે તેને દ્રવ્ય અને વસ્તુ કહેવામાં આવે છે.

આહા... હા! ‘ગુણપર્યાયવાળો છે’ ‘અંગીકાર કર્યા છે’ એ આવ્યું ‘તું ને...! ગુણપર્યાય જેણે અંગીકાર કર્યા છે. આત્મામાં ત્રિકાળી ગુણ પણ છે ને વર્તમાન પર્યાય પણ છે. ગુણપર્યાયવાળું એ તત્ત્વ છે. એના પર્યાય માટે - હયાતિને માટે બીજાં તત્ત્વોને લઈને આ પર્યાય છે એમ નથી. ચાહે અવિકારી કે વિકારી હો! પણ એ ગુણપર્યાયવાળું પદાર્થ પોતે એ રૂપે રહેલું છે. પરને લઈને નથી.

આહા... હા! ‘ગુણપર્યાયવાળો છે’ ‘તેનું સ્વપરપ્રકાશક જ્ઞાન’ આત્માનું સ્વપરપ્રકાશક જ્ઞાન છે? ‘અનેકાકારરૂપ એક છે’ એ જ્ઞાન... અનેક જ્ઞેયોને જાણે, છતાં અનેકપણે કટકા-ખંડ થતા નથી. અનેકને જાણે છતાં એકરૂપજ્ઞાનરૂપે રહે છે.

આહા... હા! આવી ગ્યું છે એમાં (ટીકામાં) આ આત્મા જે છે એ જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે. પ્રજ્ઞાસ્વરૂપ-જ્ઞાનસ્વરૂપ પ્રભુ! ચૈતન્યપ્રકાશનો પુંજ પ્રભુ! એ ચૈતન્ય પરને-અનેક-અનંતપદાર્થને જાણે છતાં તે પરપદાર્થ રૂપે તે જ્ઞાન થતું નથી. એ પરપદાર્થ-અનંતને જાણે તેથી તે જ્ઞાનમાં અનંત ખંડ પડી જાય છે અનંત જ્ઞેયોને જાણતા એ જ્ઞેયાકારોરૂપ અનંત ખંડ થાય છે એમ નથી, જ્ઞાન તો એકરૂપે જ રહે છે એ અનંત જાણવામાં એકરૂપે રહે છે. આહા... હા!

‘સ્વપરપ્રકાશકજ્ઞાન અનેકાકારરૂપ એક છે’ પર આવ્યું ને એમાં? પરને, અનેક જાણવા છતાં સ્વરૂપ તો એકજ છે. પર્યાયનો ધર્મ જ સ્વપરપ્રકાશક! અનંત પરને... અનંતપોતાના ગુણ હોવાથી, બેયને પ્રકાશે છતાં તે એકરૂપ રહેનાર છે. જ્ઞાનના ખંડ ને ભેદ થતાં નથી ત્યાં! આહા... હા! આ ‘જીવ’ નામના પદાર્થની વ્યાખ્યા કરે છે.

‘વળી તે જીવપદાર્થ આકાશાદિથી ભિન્ન’ આકાશ, પરમાણુ જેમ ભિન્ન ચીજ છે જુદી એવો પ્રભુ (આત્મા) ‘અસાધારણ ચૈતન્યગુણસ્વરૂપ છે’ જેનામાં ચૈતન્યગુણ અસાધારણ (છે) એટલે કે બીજાં દ્રવ્યોમાં તો નથી... પણ બીજો એવો ગુણ નથી. એવો અસાધારણ ચૈતન્યગુણ સ્વરૂપ છે. એની સાથે અનંતાગુણો બીજાં ભેગાં છે. પણ ચૈતન્યની મુખ્યતામાં કારણકે ચૈતન્ય પોતાને જાણે, બીજાં ગુણોની હયાતિને જાણે! બીજાં ગુણોની હયાતિ બીજાં ગુણો ન જાણે! જડની હયાતિ જડ ન જાણે! તે જ્ઞાન પરની હયાતિને જાણે અને પરના-પોતાના જ્ઞાન સિવાય બીજા અનંતા ગુણને જાણે! તેથી તેને મુખ્ય ચૈતન્યગુણ સ્વરૂપ કહેવામાં અસાધારણ (ગુણ સ્વરૂપ છે) બીજો કોઈ એના જેવો છે નહીં ગુણ!

આહા... હા! આ તો જીવ કેવો? કે ત્રસની દયા પાળે ને પરને સુખ આપે ને દુઃખ આપે ને મારે ને... જીવાડે ને... એ જીવ! આ ધંધો કરે ધ્યાન રાખીને એ જીવ! મારી નાખ્યા અજ્ઞાનીએ... આહા... હા! ધંધાના પ્રવીણ થઈને... હુશિયારી કરીને ધંધા કરે, દુકાનમાં થડો સાચવે, પાંચ પચાસ નોકરો હોય તો બધાને કબજામાં રાખે! એ જીવ!

એ તારી બધી વાત ખોટી. આહાહા! જીવ તો સ્વને પરને જાણનારો જીવ છે. પરનું કાંઈ કરે ને


Page 47 of 225
PDF/HTML Page 60 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૪૭ પરની કાંઈ વ્યવસ્થા કરે એ જીવ છે જ નહીં..

આંહી કહે છે કે પરદ્રવ્ય છે એને પ્રકાશે! એને કરી શકે નહીં એનું! આહાહા... હા! આત્મા સિવાય અનંતપદાર્થ છે એનું કાંઈ કરી શકે નહીં પણ એને સ્વમાં રહીને પોતાની સત્તાથી અનેકને જાણતાં છતાં જ્ઞાન એકરૂપ રહે અનેક- ખંડ-ખંડ ન થાય! એવો એનો સ્વભાવ છે.

આહા... હા! આવી વાત છે! આહા...! ‘અને અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી’ ક્ષેત્ર ભલે એક છે. આ શરીર શરીરમાં ને આત્મા આત્મામાં જુદો! આ (શરીર) તો માટી-જડ-ધૂળ છે. આહાહા...!

અરે...! એને ક્યાં ખબર છે? હું કોણ છું! એમાં ઓઘે-ઓઘે, આંધળે આંધળા... જન્મ્યા ને પછી બાળકે ને યુવાનને ને વૃદ્ધ પછી મરી જાય ને બીજો ભવ, થઈ રહ્યું! પછી ત્યાં જનમની કતાર હાલી... એકપછી એક, એક પછી એક જન્મ-મરણ, જનમમરણ કતાર લાગી ગઈ છે અનાદિથી...!

આહા... હા! વસ્તુની ખબર નથી! એક ક્ષેત્રે રહ્યાં છતાં પોતામાં સ્થિત છે. આહા...! ‘આવો જીવ નામનો પદાર્થ સમય છે જ્યારે તે પોતાના સ્વભાવમાં સ્થિત હોય ત્યારે તો સ્વસમય છે’ પહેલાનું (ટીકાનું) ટૂંકું કરી નાખ્યું છે. ‘અને પરસ્વભાવ-રાગદ્વેષમોહરૂપ થઈને રહે ત્યારે’ કર્મના પ્રદેશ કીધાં’ તા એનો અર્થ જ રાગદ્વેષમોહ કર્યો! ટીકામાં એ જ લીધું છે. આહા...! ‘પરસ્વભાવ- રાગદ્વેષમોહરૂપ થઈને રહે ત્યારે પરસમય છે.

એ પ્રમાણે જીવને દ્વિવિધપણું આવે છે. એકવસ્તુને બે-પણું આવું આવે છે. તે બેપણું શોભાયમાન છે નહીં.

વિશેષ કહેશે... (પ્રમાણવચન ગુરુદેવ)

* * *

-પરદ્રવ્ય જ્ઞેય છે ને આત્મા એનો જ્ઞાયક છે એમ માને એ ભ્રાંતિ છે એમ કહે

છે. ભાઈ! જે પરજ્ઞેય છે તે તો વ્યવહારે જ્ઞેય છે, વાસ્તવમાં નિશ્ચયથી તો પોતાની જ્ઞાનની દશામાં જે છ દ્રવ્યનું જ્ઞાન થાય છે તે જ પોતાનું જ્ઞેય છે, તે જ પોતાનું જ્ઞાન છે અને પોતે આત્મા જ જ્ઞાતા છે. (અધ્યાત્મ પ્રવચન રત્નત્રય પાનું-૧૬૬)

-છ દ્રવ્યો જે જ્ઞાનમાં પ્રતિભાસે છે તે જ્ઞાનની પર્યાય તે - તે જ્ઞેયના કારણે

થઈ નથી પણ સ્વપરને પ્રકશતી થકી પોતાથી-પોતાના સામર્થ્યથી પ્રગટ થઈ છે. માટે પોતાની જ્ઞાનની પર્યાય જ પોતાનું જ્ઞેય છે. લ્યો; આવી ખૂબ ગંભીર વાત! (અધ્યાત્મ પ્રવચન રત્નત્રય પાનું-૧૬૮)