Pravach Ratno Part 1 (Gujarati). Kalash - 192 ; Kalash: Tika ; Date: 24-01-1978; Pravachan: 213.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 18 of 24

 

Page 163 of 225
PDF/HTML Page 176 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૧૬૩

પરિશિષ્ટઃ કળશ ટીકાઃકળશઃ ૧૯૨ પ્રવચન ક્રમાંક – ૨૧૩ દિનાંકઃ ૨૪–૧–૭૮

આ કળશ ટીકા ચાલે છે. મોક્ષ અધિકારનો આ છેલ્લો કળશ છે. મોક્ષની વ્યાખ્યા કરશે.

કળશ ૧૯૨
बन्धच्छेदात्कलयदतुलं मोक्षमक्षय्यमेत–
न्नित्योधोतस्फुटितसहजावस्थमेकान्त शुद्धम्।
एकाकारस्वरसभरतोडत्यन्तगम्भीरधीरं
पूर्ण ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि।। १३–१९२।।
एतत् पुर्ण ज्ञानं ज्वलितम्

શું કહે છે? કે આ આત્મા જે છે અંદર તે જ્ઞાનાનંદ સહજાનંદ સ્વરૂપ છે... એનું મૂળ અસલી સ્વરૂપ જ્ઞાન અને અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ છે. એ જેની પ્રગટ દશામાં પૂર્ણ અતીન્દ્રિય જ્ઞાન, પૂર્ણ અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય તે ચાર ગતિના ભ્રમણથી રહિત થાય છે, તેને મોક્ષ કહે છે.

મોક્ષ એ આત્માનું અતીન્દ્રિય શુદ્ધ પરિણામ છે; તો પછી એનું કારણ પણ અતીન્દ્રિય શુદ્ધ પરિણામ હોવું જોઈએ. સમજાય છે?

મોક્ષ શું છે? ... આવ્યું ને!
एतत् पूर्ण ज्ञानं ज्वलितम्.....

એ પ્રમાણે જે કહ્યું છે તે સમસ્ત કર્મમલકલંકનો વિનાશ થતાં જીવ દ્રવ્ય જેવું હતું... છે? આમાં સૂક્ષ્મ વાતો કહેલ છે. જે જીવ અંદર આત્મા છે તે જવો હતો તેવો પ્રગટ થયો. કેવો હતો આનંત આનંદ, અનંતજ્ઞાન, અનંત અતીન્દ્રિય શાંતિ, સ્વચ્છતાનો પિંડ-પૂંજ છે આત્મા! એ આત્મા જેવો હતો... જેમ લીંડીપીપરમાં ચોસાઠપોરી તીખાશ હતી તો ધૂંટવાથી બહાર આવી... પ્રગટ, એ પ્રાપ્તની પ્રાપ્તિ-એમ જેવો હતો-જેમ ચોસાઠપોરી તીખાશ હતી... લીંડીપીપરમાં તો ધૂંટવાથી ચોસાઠપોરી કહો કે રૂપીયા કહો બહાર પ્રગટ થઈ... એમ જીવ દ્રવ્ય જેવો હતો; આહાહા! આ મોક્ષની વ્યાખ્યા કરે છે. આ ભગવાન આત્મા.. આ દેહ તો જડ છે... માટી... ધૂળ-એને જાણવાવાળો નિશ્ચયથી તો આમ છે. જરા સૂક્ષ્મ પડશે પોતાની વર્તમાન પર્યાય જે જ્ઞાનીન છે તે જ્ઞાનની પર્યાય પરને જાણે છે એ તો અસદ્ભુતનયથી કહેવામાં આવ્યું છે. ખરેખર તો પોતાના જ્ઞાનની પર્યાયને પર જાણવામાં આવે છે એ વ્યવહાર છે પણ પર્યાયને પોતાનું જ્ઞાન થાય છે એ નિશ્ચય છે. આ બધું જે જાણવામાં આવે છે જેની સત્તામાં સત્તા એટલે જેની પર્યાય-હાલત-વર્તમાનમાં જે જ્ઞાનની અવસ્થા છે તે પર્યાય એમાં આ જે જાણવામાં આવે છે એ ખરેખર આ (પર) જાણવામાં નથી આવતું. પણ પોણાના જ્ઞાનની વર્તમાન અવસ્થાની તાકાત જાણવામાં આવે છે આ હા... હા... હા!

સૂક્ષ્મ છે ભાઈ! ધર્મ ઘણો સૂક્ષ્મ છે. લોકોએ બહારથી કલ્પના કરીને આ દયા, દાન, વ્રત અને

ભક્તિ એ બધા કોઈ ધર્મ બર્મ નથી. ધમૃ તો અંતરની કોઈ અપૂર્વ ચીજ છે.


Page 164 of 225
PDF/HTML Page 177 of 238
single page version

૧૬૪ શ્રી પ્રવચન રત્નો-૧

તો હવે કહે છે કે એક સમયમાં જે વર્તમાન દશા પ્રગટ છે એ દશામાં આ.. આ.. વગેરે જે જાણવામાં આવે છે એમ કહેવું એ તો વ્યવહાર છે. નિશ્ચયથી તો પોતાની જ્ઞાનની પર્યાય પોતાથી જાણતી પ્રગટ થાય છે તે જણાય છે.. આહા!

કેમકે જેમાં તન્મય થઈને જાણવું થાય તેને જાણવું કહેવાય છે... તો પરમાં કંઈ તન્મય થઈને જ્ઞાન જાણતું નથી.

જીણી વાતુ છે બધી. આહાહા! એમ કહે છે ને કે અંદર જેવું આત્મદ્રવ્ય હતું એવું પ્રગટ થાય છે ને! તો અહીં એમ કહેવું છે કે તેની વર્તમાન પર્યાયમાં જ્ઞાનની દશા પરને જાણતી હતી એ ખરેખર નથી. કેમકે એ પરમાં તન્મય નથી. માટે ખરેખર પરને જાણતી નથી, પરંતુ પર સંબંધી જ્ઞાન પોતાની પર્યાયમાં પોતાથી થાય છે એને જાણે છે... અહાહાહા!

આવું જીણું છે! હવે તો બીજું કહેવું છે... ભાઈ! જીવની એક સમયની જ્ઞાનની વર્તમાન દશા પરને જાણે છે એમ તો છે નહીં; કેમકે તે એમાં તન્મય કે એકમેક તો છે નહીં તેમાં એકમેક થયા વગર તેને જાણે છે એમ કેમ કહી શકાય? ...

જીણી વાત છે, પ્રભુ! અહીં તો ભગવાન કહીને જ બોલાવવામાં આવે છે... અંદર આત્મા ભગવાન સ્વરૂપે જ છે, એની એને ખબર નથી. અહીં તો વર્તમાન એક સમયની જાણન દશા છે. એ પ્રગટ દશા એમાં ખરેખર તો જ્ઞાનની પર્યાય જ જ્ઞાનની પર્યયને જાણે છે. આહાહાહા! એ પણ હજી પર્યાય બુદ્ધિ છે. જીણી વાત છે, ભાઈ!

સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ થયા, એ ક્યાંથી થયા? એ અંદરમાં છે એમાંથી થયા છે. જેવા હતા એ થયા. અંદરમાં એની શક્તિ અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિનો આદિ સાગર ભગવાન અંદર છે.

જેવો હતો તેને -પ્રથમ પોતાની પર્યાયમાં પરને જાણતો નથી પણ પોતાને જાણે છે. આ પણ એક સમયની પર્યાય બુદ્ધિ છે, આહા! એ એક સમયની અવસ્થા જેવો હતો એવું જ જાણે... જીણી વાત છે, ભાઈ! આતો ધર્મની વાત છે.

વર્તમાનમાં એક સમયની દશા જે ચાલી રહી છે એ પરને જાણતી નથી. ખરેખર તો એ પોતાની પર્યાય પોતામાં તન્મય છે તો તે પોતાને જાણે છે. પરમાં તન્મય નથી.

હવે એક સમયનીએ પર્યાય પોતાને જાણે છે ત્યાં સુધી તો તેની પર્યાય બુદ્ધિ અંશબુદ્ધિ એ વર્તમાન બુદ્ધિ થઈ... આ હા... હા... હા... હા!

આમ જાણે ત્યારે.... પરને જાણે એ વાત તો ક્યાંય રહી ગઈ. આહા! સમજાય છે? ધર્મની આવી વાત છે. સર્વજ્ઞ પરમાત્મા-ત્રિલોકનાથ-જિનેન્દ્રદેવ-વીતરાગ પરમેશ્વરે ધર્મ કહ્યો છે એ અલૌકિક ચીજ છે. એ વગર જન્મ મરણનો અંત કદી નહીં આવે. જન્મ મરણ કરતાં કરતાં આ જીવ


Page 165 of 225
PDF/HTML Page 178 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૧૬પ અનંતકાળથી પરિભ્રમણ કરે છે... આહા!

શું કહે છે? આ મોક્ષની વાત ચાલે છે. પહેલાં આ વર્તમાન પર્યાય-મુક્ત સ્વરૂપ જીવ દ્રવ્ય જેવું છે એવું-આ વર્તમાન પર્યાયમાં જયારે જાણવામાં આવે છે ત્યારે તો તેને સમ્યગ્દર્શન્ પ્રગટ થાય છે. સમજાય છે?

આ આવી વાત છે, ત્યાં રૂપીયા પૈસામાં ક્યાંય આ મળે એમ નથી. કરોડો હોય... એ ધૂળમાં નહીં મળે... ધૂળ છે પૈસા... પાંચ કરોડ અને દસ કરોડને અબજ એ ધૂળ છે. આ પણ (શરીર) માટી છે. મસાણમાં રાખ થશે. આ... અંદર ભગવાન જે આત્મા છે. એ તો છે આનંદ સ્વરૂપ પ્રભુ- સચ્ચિદાનંદ સત્શાશ્વત જ્ઞાન અને આનંદનો ભંડાર છે. એને પર્યાયમાં એવો જણાયો... પહેલાં જાણવામાં આવ્યો... ‘બરાબર’ .... આહા!

શું કહેવા માગે છે? કે મોક્ષ છે... પૂર્ણ... એકાંત શુદ્ધ... સર્વથાપ્રકારે શુદ્ધ... મોક્ષ છે એ તો અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિયજ્ઞાન, અતીન્દ્રિયશાંતિ આદિથી પૂર્ણ શુદ્ધ છે. એ મોક્ષ! અને સંસાર છે એ વિકારદશા છે. એ પરિપૂર્ણ વિકાર છે. પ્રાણી દુઃખી છે. એ પછી ભલે રાજા હો કે અબજપતિ હો! એ રૂપીયાના ધણી માલિક હોય છે તો તે દુઃઅી છે... અજ્ઞાની છે... મૂર્ખ છે. આહા!

તો જેવો આત્મા હતો એવો મોક્ષમાં પ્રગટ થયો, એનો અર્થ એ થયો કે વર્તમાન પર્યાયમાં જેવો હતો તેવો અંતર અનુભવમાં પ્રતીત થયો, ત્યારે તો મોક્ષ પરિપૂર્ણ શુદ્ધ છે. તેનો ઉપાય અપૂર્ણ શુદ્ધ પર્યાય પૂગટ થઈ.. શરુઆત થઈ... આહા! ઝીણીવાત, ભગવાન!

અનંતકાળથી ચોરાસીના અવતાર કરી કરીને રખડીને મરી ગયો છે. કીડા, કાગડા, કૂતરા એવા અનંત ભવ કર્યા... ચોરાસી લાખ યોનિ! એક એક યોનિમાં એણે અનંત ભવ કર્યા છે પ્રભુ! એને થાક નથી લાગ્યો એને આહા! અંદર જોતો નથી કે હું કોણ છું? આહાહાહા!

અહીં તો એક સમયની વર્તમાન દશામાં પરને જાણતો નથી... એતો પોતાને જાણે છે; કેમકે પરમાં તન્મય નથી... કેવળજ્ઞાની લોકાલોકને જાણે છે એમ કહેવું એ તો અસદ્ભૂત વ્યવહારનયથી છે. આહા! કેમકે એમાં તન્મય નથી... તે રૂપે થતો નથી... જો પર્યાયરૂપે તે રૂપ થાય તો તેને તે જાણે.

આહીં અજ્ઞાની કે જ્ઞાની વર્તમાન દશામાં પરને તન્મય થઈને જાણતા નથી માટે તે સંબંધીનું પોતાનું જ્ઞાન પોતામાં તન્મય થઈને જાણે છે તો એનું નામ પર્યાયમાં પર્યાય જણાય છે એમ કહેવામાં આવ્યું.

અહીં તો એનાથી પણ આગળ લઈ જવા છે.... આવી વતો છે, ભાઈ! આહા! આવું મનુષ્યપણું મળ્‌યું ને જો આ તત્ત્વ-આત્મજ્ઞાન શું ચીજ છે એની ખબર ન પડી તો ચાર ગતિમાં દુઃખી થઈને રઝળશે.

અહીં તો કહે છે કે ‘જેવો હતો તેવો પ્રગટ થયો.’ આ મોક્ષની વ્યાખ્યા કરી. અંદરમાં જેવો હતો... અનંત આનંદ.. અનંત શાંતિ... શાંતિ... શાંતિ-શક્તિએ જેવો હતો એવો વર્તમાન દશામાં તેવો પૂર્ણ દશાએ પર્યાયમાં પ્રગટ થયો. એનુ નામ મોક્ષ હવે અહીં તો મોક્ષનું કારણ પહેલું બતાવવું છે આહા..


Page 166 of 225
PDF/HTML Page 179 of 238
single page version

૧૬૬ શ્રી પ્રવચન રત્નો-૧ હા... હા..! જેવો છે. અનંત જ્ઞાન... અનંત આનંદ એમાં છે, પ્રભુ! આહા! જેમ લીંડીપીપરના દાણામાં ચોસઠપોરી તીખાશ અંદર ભરી પડી છે. અંદર પૂર્ણ ભરી છે ચોસઠપોરી-પૂરેપૂરો રૂપીયો! એ જેવી હતી એવી ચોસાઠપોરી પીપર પ્રગટ થઈ. એ ધૂંટવાથી થઈ.. એ જેવો હતો.. આહા! કેવો હતો? કે પૂર્ણ જ્ઞાન-પૂર્ણ આનંદ-પૂર્ણ શાંતિ-પૂર્ણ સ્વચ્છતાથી ભરપુર ભગવાન જેવો હતો એવો પ્રગટ થાય છે.

વર્તમાન પર્યાયમાં પરને જાણે છે એવી પર્યાયની તાકાત માની છે એને હવે સ્વને જાણવાની તાકાત માની-એમ જાણીને એ પર્યાય સ્વને-ત્રિકાળીને જાણે ત્યારે તેને મોક્ષ માર્ગની પર્યાય પ્રગટી.. ઉત્પન્ન થઈ.

પૂર્ણ શુદ્ધ પર્યાય એ આત્માની પૂર્ણ શુદ્ધ દશા છે. તો પછી પૂર્ણ શુદ્ધ પરિણામનું કારણ પણ આત્માનું શુદ્ધ પરિણામ હોવું જોઈએ સમજાય છે?

આહા! ઝીણી વાત છે ભગવાન! એણે આ વાત કદી સાંભળી નથી... કદી કરી નથી. આહાહા! બચપન ખેલામાં ખોયા.. રમતુમાં, યુવાની ગઈ સ્ત્રીના મોહમાં, વૃદ્ધાવસ્થા દેખીને રોયાં.. પણ તત્ત્વ...? અંદર ભગવાન આત્મા.. સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ! સર્વજ્ઞ પરમેશ્વર જેવો હતો એવો પ્રગટ થયો એનું નામ મોક્ષ.

હવે બીજી વાત. પૂર્ણ શુદ્ધ દશા એનું નામ મોક્ષ.. તો એનું કારણ પણ આત્માનું શુદ્ધ પરિણામ હોવું જોઈએ. શુદ્ધ વસ્તુ જેવી છે.... આહા! પરિપૂર્ણ! પરિપૂર્ણ!! વસ્તુ ભરી (પડી) છે; તેની વર્તમાન પર્યાય- દશામાં અંદરમાં જેવી છે એવી પ્રતીત અનુભવમાં આવી... ત્યારે તો તેને મોક્ષનો માર્ગ પ્રગટ થયો. મોક્ષ જે પૂર્ણ શુદ્ધ પર્યાય છે... પૂર્ણ પવિત્ર-અનંત આનંદની દશા છે તેના અપૂર્ણ શુદ્ધ પરિણામ શુદ્ધ સ્વભાવના ભાનમાં જે ઉત્પન્ન થયા તે પૂર્ણ શુદ્ધ પરિણામનું કારણ છે...

અહો... આવી આ વાતો...! આવો આ માર્ગ છે ભાઈ! અત્યારે સાંભળવો પણ મુશ્કેલ પડે છે. આહા! બહારમાં ધમાધમ.. જાણે બહારથી ધર્મ થઈ જશે. ધર્મ તો અંદર સ્વભાવમાં પડયો છે. આહા!

કહે છે કે ‘જેવો હતો’ અહીં શબ્દ આવ્યો છે ને! ‘જિસ પ્રકાર કહા સમસ્ત કર્મોકા વિનાશ હોનેસે’ શબ્દ તો પૂર્ણ જ્ઞાન છે પણ કર્મ તરફથી કથન કર્યું. કેમકે પહેલાં કંઈક મલીનતા હતી એ બતાવવા માટે... ‘સમસ્ત કર્મોકા વિનાશ હોનેસે’ મોક્ષમાં એક રાગ પણ રહેતો નથી કે જેથી ફરીને અવતાર કરવો પડે. ચણો હોય છે તેને શેકવાથી તે ફરીને ઉગતો નથી. કાચો હોય તો ઉગે છે. વાવે તો. એમ ભગવાન આત્મા પાકો થઈ ગયો... પોતાના આત્માને અજ્ઞાનને શેકવાથી અને પૂર્ણ પર્યાયની દશા પ્રગટ તો ફરીને સંસારમાં હવે અવતાર ધારણ કરશે નહીં. આહાહા! અવતાર ધારણ કરવા એ તો કલંક છે. ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાનનો સાગર અંદર પડયો છે. આહા! ક્યાં જૂએ? કદી જોયું નથી.... વર્તમાનમાં ત્રિકાળ વસ્તુ જેવી છે એવી પ્રતીતમાં જ્ઞાનમાં- અનુભવમાં આવે તે શુદ્ધ પરિણામ છે.... એ શુદ્ધ પરિણામ પૂર્ણશુદ્ધનું કારણ છે. સમજમાં આવે છે?

એક તો સમજવું કઠણ પડે..... તો પછી કરે કે’ દિ! આહા!


Page 167 of 225
PDF/HTML Page 180 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૧૬૭

શ્રોતા- આપ સહેલું કરી આપો. સહેલામાં સહેલી ભાષાથી તો આવે છે. કરવું તો એને પડશે ને? કોઈ કરી દયે? કોઈ મદદ કરી દયે એ પણ ખોટી વાત છે.

જીવ દ્રવ્ય, એટલે વસ્તુ, અને ભગવાન આત્મ તત્ત્વ.. તત્ત્વ કહો- દ્રવ્ય કહો વસ્તુ કહો- પદાર્થ કહો- એ આત્મદ્રવ્ય - આત્મપદાર્થ -આત્મ વસ્તુ - આત્મ તત્ત્વ - જે ત્રિકાળી વસ્તુ અવિનાશી - કદી નવી ઉત્પન્ન થઈ નથી કદી તેનો નાશ નથી. એવી અંતર વસ્તુ જે છે ‘જેવો હતો’ ... આહાહાહાહા..! ‘જેવો હતો..! કેવો હતો તો અનંત ગુણે બિરાજમાન! એ અનંત ગુણે બિરાજમાન છે! આહા! સૂક્ષ્મવાત છે પ્રભુ... અનંત શક્તિઓ અંદરમાં છે. અનંત જ્ઞાન અનંત દર્શન એવા અનંત ગુણોથી બિરાજમાન છે. ‘જેવો હતો’ એવો પ્રગટ થયો.. એવો પરિણમનમાં પ્રગટ થયો બહારમાં. શક્તિ હતી.. એ પ્રાપ્તની પ્રાપ્તિ થઈ.. પર્યાયમાં.. પહેલાં કહ્યું હતું ને! કે પર્યાયને દ્રવ્યની પ્રતીત અનુભવ કરવાથી થાય છે.. એને મોક્ષનો માર્ગ શરુ થાય છે. ત્રિકાળનો પૂર્ણ આશ્રય થયો તો કેવળજ્ઞાન અને મોક્ષની દશા થાય છે. તો એ મોક્ષ દશાનું કારણ.. પહેલાં તો એમ કહ્યું હતું કે ‘કર્મોનો નાશ થવાથી’ ... એમ કહ્યું હતું ને? કલંકનો નાશ કરીને.. જીવ દ્રવ્ય જેવો હતો- અનંત ગુણે બિરાજમાન જેવો તે પ્રગટ થયો. કેવો પ્રગટ થયો?

मोक्षम् कलयत्..’ મોક્ષની વ્યાખ્યા... જીવની નિષ્કર્મરૂપ અવસ્થા.. આ મોક્ષની વ્યાખ્યા. જે રાગવાળી અને કર્મવાળી દશા છે એ તો સંસારમાં રખડવાની ચીજ છે. કર્મ અને રાગ વગરની નિષ્કર્મ અવસ્થા- પૂર્ણ નિષ્કર્મ અવસ્થા આ નાસ્તિથી વાત કરે છે. રાગ અને કર્મથી રહિત અવસ્થા એનું નામ મોક્ષ અને કર્મ અને રાગની અવસ્થા એનું નામ સંસાર.. આહા!

જીવની જે નિષ્કર્મરૂપ અવસ્થા આ મોક્ષની વ્યાખ્યા કરેછે. कलयत्.. એ રીતે પરિણમી ગયા.. कलयत् છે ને! અનુભવ થઈ ગયો. પરિણમન થઈ ગયું. કેવી છે મોક્ષ અવસ્થા? પૂર્ણ કર્મ કલંક રહિતપૂર્ણ અશુદ્ધતાથી રહિત જેવો પૂર્ણ શુદ્ધ હતો તેવું પરિણમન થયું. આ દશા પર્યાયમાં થઈ એને મોક્ષ કહે છે. આહા! સમજાણું કાંઈ?

આ આવી વાત! ભાઈ, મારગ તો આવો છે, આહા! અત્યારે તો જુઓને નાની ઉંમરના કેટલાકને હાર્ટફેઈલ થઈ જાય છે. દસ દસ વર્ષની ઉંમર-પચ્ચીસ-પચ્ચીસ વર્ષની ઉંમર ખ્યાલ ન હોય કોઈને એક સેકન્ડમાં હાર્ટ બેસી જાય! ફટ, સ્થિતિ પૂરી થઈ.. બસ ફડાક.. હાર્ટ બેસી જાય. એ સંયોગી ચીજ છે. આ તો સંયોગી ચીજ એટલે એની સ્થિતિ પૂરી થાય કે છૂટી જાય.

પોતાનું આ તો જેવું સ્વરૂપ હતું એવું પ્રગટ થયું તો રાગ અને કર્મને શરીર એને કારણે છૂટી જાય છે. આહાહાહા! એનું નામ મોક્ષ કહેવામાં આવે છે. જેમાં અતીન્દ્રિય આનંદ છે... જેમાં અતીન્દ્રિય અનંત જ્ઞાન છે.. કેમ? કેમકે ‘અનંત ગુણ સહિત બિરાજમાન’ એમ કહ્યું હતું ને? એ પ્રગટ થયું. આહા! નિષ્કર્મ અવસ્થા... જેવો બિરાજમાન હતો એ પ્રગટ થયો, શું પ્રગટ થયું? જીવની જે નિષ્કર્મ અવસ્થા-એવું પરિણમન થયું... અરે! આવા શબ્દો છે.

પૂર્ણ દશા.. અનંત અનંત આનંદ! સિદ્ધની દશાનું વર્ણન છે ને! બહેન કહે છે ને? સિદ્ધની વ્યાખ્યા


Page 168 of 225
PDF/HTML Page 181 of 238
single page version

૧૬૮ શ્રી પ્રવચન રત્નો-૧ શાંતિ- શાંતિ - શાંતિ! ૐ શાંતિ! આહાહા! બેનનું વાંચન વાંચીને તો પાગલ થઈ જવાય એવું છે. દુનિયાના લોકોમાં કોઈ પાગલ થઈ જાય છે એ નહીં. આ તો અંદરના પાગલ... બીજું કાંઈ સૂઝે નહીં આત્મા.. આત્મા.. આત્મા! આનંદ..! આનંદ..! આનંદ..! શાંતિ. બેને લખ્યું છે ને કે વિભાવથી ભિન્ન તારી ચીજ છે ને! વિભાવ એટલે વિકાર... વિકાર એટલે પુણ્ય અને પાપના ભાવ, આ બધા વિભાવ અને વિકાર છે, એનાથી અંદર ભગવાન આત્મા ભિન્ન છે. આહાહાહા!

એ જેવી શક્તિ હતી એવી નિષ્કર્મ અવસ્થારૂપ પરિણમન થયું.. જોયું? कलयत् શબ્દ હતો ને એનો અર્થ પરિણમન કહો - અનુભવ કહો - અવસ્થા કહો - અભ્યાસ કહો - બધા એક જ અર્થ છે.

कलयत् - અવસ્થામાં પરિણમન થયું. શું કહ્યું? જેમ ચોસઠપોરી લીંડીપીપરમાં અંદર શક્તિ છે તેને ઘૂંટવાથી બહાર આવે છે. ચોસઠપોરી એટલે પૂર્ણ તીખાશ એ બહાર પ્રગટ થઈ. એમ ભગવાન આત્મામાં એક જડ ચીજ એવી લીંડીપીપરમાં પૂર્ણ તીખાશ ભરી છે ને બહાર પ્રગટ થાય છે તો પછી આ તો ચૈતન્યનો નાથ ભગવાન અંદરમાં પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન ચોંસઠ પોરી-પૂરો રૂપીયો - ચોસઠ પૈસા - ભર્યો પડયો હતો એ પર્યાયમાં - દશામાં -અનુભવમાં આવ્યો.

ત્યાં પૈસામાં ક્યાંય આ સાંભળવા મળે એમ નથી.. પૈસાવાળા બધા દુઃખી છે બિચારા. શાસ્ત્રમાં તો પૈસાવાળાને ભિખારી કહ્યા છે, ।। ભીખ માગે છે! ભગવાન થઈને ભીખ માગે છે, “ પૈસા લાવો” “પૈસા લાવો” “પૈસા લાવો” “બાયડી લાવો” “છોકરાં લાવો” “આબરૂ લાવો” અરે! ભિખારી છો તું? અનંત અનંત અંદર શાંતિ અને આનંદ પડયા છે. તારી લક્ષ્મી તો અંદર પડી છે. સચ્ચિદાનંદ પ્રભુ, એ લક્ષ્મીનો અંદર ધણી થાય ને! એનો સ્વામી થાને! આહાહા! સમજમાં આવે છે? આકરી વાત છે. દુનિયાથી વિરુદ્ધ છે. પણ આ તારા આત્માના ઘરની વાત છે તારા આત્માની વાત છે નાથ! પ્રભુ! તું અંદર કોણ છો? આ દેહ તો માટી છે... હાડકાં છે મસાણમાં રાખ થઈને ઉડી જશે. આહાહાહા! તું ઉડે અને નાશ થાય એવો નથી. તું તો અવિનાશી છો. અનાદિ અનંત છો.. ‘છે’ એની ઉત્પત્તિ નહીં, ‘છે’ એનો નાશ નહીં, ‘છે’ એ તો પ્રગટ છે...! આહા! છે?

કેવો છે મોક્ષ? “अक्षय्यम्” આગામી અનંત કાળ પર્યંત અવિનશ્વર છે. આહાહા! જેવી વસ્તુ છે.. આત્મ તત્ત્વ અનંત આનંદ અવિનશ્વર જેવી મોક્ષ અવસ્થા... પર્યાય થઈ... દશા થઈ હવે એ પણ અવિનશ્વર થઈ કેમકે અવિનશ્વર આત્મા છે. એની દશામાંથી અનંત આનંદ આદિ પૂર્ણ પ્રગટ થયો મોક્ષ... (તો) પર્યાય (પણ) અવિનશ્વર છે, એ પણ અનંતકાળ રહેશે. આહાહાહા!

મોક્ષ થાય પછી અવતાર ધારણ કરવો પડે.. (એમ નથી)... (શ્રોતા) - ભક્ત ભીડમાં આવે ત્યારે.. ભગવાન આવે? જવાબ - એ વાત બધી ખોટી... ભગવાનને ભીડ શું? પોતાના સ્વરૂપમાં પૂર્ણ આનંદ દશા થઈ ગઈ. એનું જ્ઞાન પણ કરતા નથી.. એ જ્ઞાન તો પોતાની પર્યાયનું કરે છે એ અવતાર લે? બાપુ મારગડા જુદા, પ્રભુ! આહા! અત્યારે તો પ્રાણીઓ બિચારા દુઃખી... એક તો મોંઘવારી... ગરીબ આધાર-માણસને મળવું મુશ્કેલ પડે.. પૈસાવાળાને ઘણું દેખાય.. બેય દુઃખી.. રાંક દુઃખી-શેઠ દુઃખી- રાજા દુઃખી - દેવ દુઃખી! સુખી એક સંત કે જેને આત્માનું ભાન થયું. હું તો અનંત આનંદ કરું છું... સચ્ચિદાનંદ


Page 169 of 225
PDF/HTML Page 182 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૧૬૯ પ્રભુ એનું જેને ભાન થયું એ જગતમાં સુખી છે. સુખિયા જગતમેં સંત દુરિજન દુઃખીયા.. આહા.. હા.. હા..! આ બધા દુઃખિયા ફરે છે જગતમાં સાચી વાત હશે?

અહીં તો કહે છે મોક્ષ અવસ્થા કોને કહીએ કે આગામી અનંતકાળ સુધી રહેનારી અને જે અતુલ-ઉપમા રહિત છે. આહા! એ અતીન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન છે અંદર એ જયારે પર્યાયમાં અનુભવ કરી અંતરમાં-દશામાં પૂર્ણ આનંદ થયો એની ઉપમા કેમ દેવી? કોની ઉપમા દેવી શું એમ કહેવું કે ઇન્દ્રના સુખ કરતા અનંતગણું સુખ મોક્ષમાં? ઇન્દ્રના સુખ તો ઝેરના સુખ છે, આ આત્માનું સુખ તો અતીન્દ્રિય સુખ છે, તો અતીન્દ્રિય સુખને કોઈ ઉપમા છે? નહીં... સમજાય છે કાંઈ? આહા!

અતુલ અને ઉપમા રહિત છે. કયા કારણથી? “बन्धच्छेदात्” બન્ધને મૂળ સત્તામાંથી નાશ કરી નાખે એવા. લ્યો! જેમ એ ચણાના ઉપરના ફોતરા નાશ થાય છે અને ચણો (શેકાયને) પાકો થાય છે અને પછી તે ઉગતો નથી અને મીઠાશ આપે છે... એ મીઠાશ આવી ક્યાંથી?

કાચા ચણામાં મીઠાશ ન હતી. તુરાશ હતી- અને પાકા ચણામાં મીઠાશ આવી એ ક્યાંથી આવી? એ શું બહારથી આવી છે? ... અંદરમાં મીઠાશ પડી હતી તે બહાર આવી છે... શેકવાથી આવી છે? તો (કોઈ) લાકડાને શેકે, કોલસાને શેકે તો મીઠાશ બહાર આવવી જોઈએને? ચાણામાં (તો) મીઠાશ પડી છે. એ શેકવાથી બહાર આવી. એ મીઠાશ જેમ છે એમ આત્મામાં અતીન્દ્રિય આનંદની મીઠાશ છે. ચણો તો એ (પોતાની) મીઠાશને જાણતો નથી... અને ચણાની મીઠાશનું જ્ઞાન થયું એ ચણાની મીઠાશનું નથી. આહાહાહાહા!

એ સમયે એ પર્યાયમાં જે જ્ઞાન થયું એ પોતાના કારણે થયું છે... ‘ચણામાં મીઠાશ છે’ એવું જ્ઞાન હોં! એ જ્ઞાનમાં પોતાનું જ્ઞાન તન્મય છે... તો જે જ્ઞાનમાં મીઠાશનું જ્ઞાન છે એવું એ જ્ઞાન જો અનંતજ્ઞાનની મીઠાશમાં લાગી જાય... આહા! અનંત આનંદ અંદર ભર્યો છે. એમાં મીઠાશ લાગી જાય અંદરમાં તો પર્યાયમાં પૂર્ણ આનંદ થઈ જાય છે. આગામી કાળમાં પછી એનો કોઈ નાશ નથી છે? કેમકે આઠ કર્મ છે... અને રાગ-દ્વેષ-પુન્ય-પાપ એ ભાવ કર્મ છે... જડ કર્મ આઠ છે એ બધાનો નાશ થાય છે.

કયા કારણથી? મૂળ સત્તાનો (કર્મની) નાશ થવાથી. કેવું છે શુદ્ધ જ્ઞાન? “

नित्योद्योतस्फुटित्तसहजावस्थम्” શાશ્વત પ્રકાશથી પ્રગટ થયું છે. આત્મા જેવો શાશ્વત

અવિનાશી છે એની શક્તિઓ અનંત આનંદાદિ શાશ્વત છે. એવો પર્યાયમાં શાશ્વત અતીન્દ્રિય આનંદ પ્રગટ થઈ ગયો.. આહાહા! વસ્તુ શાશ્વત ગુણ શાશ્વત- પર્યાય અવસ્થા શાશ્વત! દ્રવ્ય ગુણ શાશ્વત, અને પર્યાય જે અસ્થિરતાની અશાશ્વત હતી સંસારની, રાગ-દ્વેષની તો હવે જેવું દ્રવ્ય શાશ્વત, વસ્તુ! એની શક્તિ ગુણ આનંદ આદિ શાશ્વત, એવી પર્યાય શાશ્વત થઈ ગઈ. આહાહાહા!

આવો આ ઉપદેશ કઈ જાતનો હશે? દયા પાળવી, વ્રત કરવા, દેશની સેવા કરવી. કોણ કરે? ભગવાન! આહા! તારા શરીરમાં રોગ આવે છે તો એને મટાડવાની શક્તિ તને નથી... શરીર જડ છે... તો પરને તું મટાડી શકીશ? અભિમાન છે.. અજ્ઞાનમાં અહીં તો કહે છે પોતાને મટાડી શકે છે નિત્ય


Page 170 of 225
PDF/HTML Page 183 of 238
single page version

૧૭૦ શ્રી પ્રવચન રત્નો-૧ ઉદ્યોત-શાશ્વત પ્રકાશ - સ્ફુટિત. કાલ આવ્યું હતું ને? જુઓ અહીં આવ્યું.. સ્ફુટ... સ્ફુટિત હું એટલે પ્રગટ થયો. જેવો અંદરમાં આનંદ હતો તેવો પ્રગટ થયો. આહા!

કેવું છે જ્ઞાન? નિત્ય પ્રગટ થયું. सहजावस्थम् અનંત ગુણ બિરાજમાન શુદ્ધ જીવ દ્રવ્ય.. એવું. सहज्अवस्थम्” આ પર્યાય દશાની વાત છે. જેવો ત્રિકાળ શક્તિરૂપ પ્રભુ છે, એવો અનુભવ કરીને આનંદનું વેદન કરીને - આત્મજ્ઞાન કરતાં કરતાં - સ્થિર કરતાં કરતાં - પૂર્ણ દશા પ્રગટ થઈ ગઈ, એ પૂર્ણ શાશ્વત દશા છે.

અનંત ગુણે બિરાજમાન શુદ્ધ જીવ દ્રવ્ય જેમ છે એવી પર્યાય પણ અનંત શુદ્ધ અનંત કાળ રહેશે. આહા! સંસારનો નાશ અને મોક્ષની ઉત્પત્તિ. આમ દ્રવ્ય તો ત્રિકાળી ધ્રુવ. શું કહે છે આ? આ તો વિજ્ઞાનનું પણ વિજ્ઞાન છે. આ અંતર આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન વગર કદી જન્મ મરણનો અંત થશે નહીં. ચોરાશીના અવતારમાં રખડી રખડી - ઘાંચીની ઘાણીની જેમ પીલાઈને મરી ગયો છે. બાપા!

અહીં કહે છે કે પોતે નિત્ય પ્રગટ થયો. સહજ અનંત ગુણોથી બિરાજમાન “सहजअवस्थम् એ શબ્દ છે... अवस्थ એટલે નિશ્ચયથી સહજ અનંત ગુણ છે બસ! એમ લેવું. અવસ્થા નહીં. अवस्थ એટલે ચોક્કસપણે છે.

કેવો છે? “एकान्तशुद्धम्” હવે આવ્યું. ઓહોહોહો! આત્મા અનંત એકાન્ત શુદ્ધ હતો અંદર એનો અનુભવ કરતાં કરતાં એવી અંદર દશા પ્રગટ થઈ... આત્મ જ્ઞાનમાં લીન થતાં તો... એ પર્યાય પણ એવી એકાન્તશુદ્ધ - સર્વથા શુદ્ધ કથંચિત્ શુદ્ધ અને કથંચિત્ અશુદ્ધ એમ નહીં... આહા! એ સિદ્ધને કોઈ દુઃખી કહે તો એ દુઃખી છે નહીં, પૂર્ણ આનંદસ્વરૂપ છે.

જેને પૂર્ણ આનંદ પ્રગટ થયો પછી તેને જન્મ મરણ છે નહીં एकान्तशुद्धम्- સર્વથા પ્રકારે શુદ્ધ છે.

‘પરમાત્મ પ્રકાશ’ માં તો કહ્યું છે કે ઇન્દ્રિયોનું સુખ ભગવાનને નથી. ‘પરમાત્મ પ્રકાશ’ નો ન્યાય. ઇન્દ્રિયોનું સુખ શું...? એ તો કલ્પના માત્ર છે પર જડની.

અહીં તો કહે છે એકાન્તશુદ્ધ - એકાન્ત પરિપૂર્ણ સુખી. અતીન્દ્રિય આનંદનો નાથ ભગવાન અંદર અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો નાથ સાગર અંદર બિરાજમાન.. એનો અંતરમાં અનુભવ કરતાં કરતાં એનું અનુસરણ કરતાં કરતાં દશામાં જ્યાં પૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ.. એ નિત્ય એકાન્ત શુદ્ધ છે.

કેવો છે? અત્યંત ગંભીર ધીર અનંત ગુણે બિરાજમાન ગંભીર. શું કહે છે? ગૂમડું હોય છે ને? ગંભીર ગૂમડું... બહુ પાકી ગયેલું.. વાટ પણ અંદર જઈ ન શકે. એમ આત્માનો આનંદ જ્યાં પ્રગટ થયો... એ અત્યંત ગંભીર એટલે? એટલે કે આનંદની એટલી ગંભીરતા કે જેનો પાર નહીં! આહા! એવો આનંદ અંદર પડયો જ છે. એની દ્રષ્ટિ અને સમ્યગ્દર્શનને જ્ઞાનનો અનુભવ કરતાં કરતાં એ પ્રગટ થાય છે. અનંત અનંત ગંભીર જેની એક સમયની દશા પૂર્ણ મોક્ષ એનો પાર નહીં.. અક્ષય અનંત ગંભીર છે. આહા! અક્ષય અનંત.. એ ચારિત્રને (પણ) અક્ષય અનંત કહ્યું. કારણ કે અક્ષય અનંતની મર્યાદા શું? અત્યંત ગંભીર છે, ભાઈ!

એ મોક્ષનો માર્ગ એ ધર્મ. ધર્મ તો કોઈ અલૌકિક ચીજ છે.. એ કોઈ બહારથી પ્રાપ્ત થતી નથી. અંતર આત્મામાં છે, એનું ધ્યાન કરવાથી - અંતરના આનંદનું ધ્યાન કરવાથી આનંદ અને ધર્મ થાય છે.


Page 171 of 225
PDF/HTML Page 184 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૧૭૧

આંહીં તો થોડી દયા પાળે અને થોડા પૈસા ખર્ચે તો કહે કે ધર્મ થઈ ગયો, લ્યો! ધૂળમાં ધર્મ નથી. તારા કરોડ બે કરોડ ખર્ચી નાખને અબજ ખર્ચી નાખને! એ તો ધૂળ છે માટી. માટીમાં ધર્મ ક્યાંથી આવ્યો?

અહીં તો કહે છે અત્યંત ગંભીર અને ધીર એમ બે અર્થ (શબ્દ) વાપર્યા. અનંત ગુણે બિરાજમાન એવો ધી.. ર... એટલે સરલતાથી રહેનાર છે. શાશ્વત રહેનાર છે. સંસારનો નાશને મોક્ષ થયો આત્માનો.. પોતાનો અનુભવ કરતાં કરતાં કેવળજ્ઞાન થયું.. શાશ્વતસુખ.. આહા! (જુઓ) છે?

કયા કારણથી? “

एकाकारस्वरसभरतः” એકરૂપ થયું. અનંતની એકરૂપ દશા થઈ ગઈ.. જ્યારે વિકારી

દશાહતી તે અનેકરૂપ હતી. જ્યાં અંતરમાં મોક્ષ દશા થઈ તો એકરૂપ પૂર્ણ આનંદ પ્રગટ થયો. એકરૂપાં આનંદ છે; અનેકપણાનો નાશ થયો એવો એકરાર આહા! અનંત જ્ઞાન-અનંત દર્શન- અનંત સુખઅને અનંત વીર્ય એના અતિશયથી-વિશેષ કારણથી સુખી છે.

કેવો છે? “

स्वस्थ अचले महिम्नि लीनं

પોતાના નિષ્કંપ પ્રતાપમાં મગ્ન છે. આ રીતે સકળ કર્મોનો ક્ષય કરી મોક્ષમાં આત્મદ્રવ્ય સ્વાધીન છે અને ચાર ગતિમાં પરાધીન છે. ચાહે તો નરકમાં - મનુષ્યમાં પશુમાં કે દેવમાં બધા પરાધીન છે.

આમ મોક્ષનું સ્વરૂપ કહ્યું. મોક્ષનું વર્ણન પૂરું થયું.

* * *