Page 7 of 225
PDF/HTML Page 20 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૭
‘જીવ ચરિત-દર્શન-જ્ઞાનસ્થિત’ એ તો પદ્યની રચના માટે ચારિત્ર પહેલું આવ્યું છે. ખરેખર તો દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત રહ્યો છે. તેને નિશ્ચયથી સ્વસમય જાણ. અહીંયાં તો ત્રણ બોલ લીધાં છે. દર્શન, જ્ઞાન ને ચારિત્ર! છે તો અનંતગુણની પર્યાય! દર્શન-જ્ઞાન-ચારિત્રની સાથે. નિર્મળપણે થઈ છે (બધી પર્યાયો) પણ મુખ્યપણે અહીં દર્શન-જ્ઞાન-ચારિત્ર-મોક્ષનો મારગ જે દુઃખથી મુક્ત થવાનો, એને મુખ્યપણે કહ્યું છે.
એટલે કે... દર્શન, જ્ઞાન, ચારિત્ર! આત્મા અનંત ગુણસ્વરૂપ, તો અહીંયાં અનંત અનંત ગુણની વર્તમાન પર્યાય પણે-વ્યક્તપણે સ્થિત થાય, તેને અહીંયાં સ્વસમય નામ આત્મા કહ્યો છે. આત્મા તો આત્મા છે! પણ જેને શ્રદ્ધાજ્ઞાનને ચારિત્રમાં એ આવ્યો આત્માધ્રુવ, પરિણમન થયું, તેના ખ્યાલમાં આવ્યો એને આત્મા સ્વસમય કહેવામાં આવે છે. આત્મા તો આત્મા જ છે. પણ આંહીયાં દર્શનજ્ઞાનચારિત્રમાં (જે સ્થિત થયો તે આત્મા છે)
ઝીણી વાત છે ભાઈ..! એના-આત્મામાં ગુણ તો અનંત છે. રાતે કહ્યું’ તું. જેમ આ આકાશ છે એના આંહીના પ્રદેશથી શરૂ કરીએ, આંહીના આકાશથી.. શરૂઆત કરીએ તો અંત નથી, શરૂઆત આંહીથી લેવાય પણ ઈ પ્રદેશનો અંત નથી. અનંત.. અનંત.. અનંત.. અનંત.. અનંત.. અનંત.. અનંત.. અનંત.. અનંત એમ આંહીથી શરૂઆત કરીને આમ લઈ જાય તોય અનંત અનંત અને બેયનું ભેગું કરીએ તોય અનંત.
એક સમયના એક શ્રેણીના પ્રદેશ, એવીતો અનંતી શ્રેણી છે. એવો એક પ્રદેશ, એક પ્રદેશમાં શ્રેણી, એનો આદિ અને અંત નથી. એવી અનંતી શ્રેણીઓ છે. હવે આંહી તો એમ કહેવું છે કે જેના અનંત-અનંત પ્રદેશ આકાશના, જેનો અંત નથી, જેનો છેડો શું? છેડો શું? પછી શું? એમ કાળની પણ આદિ નથી. વર્તમાન એનો અંત આવે! અનાદિ-અનંત! આદિ નહીં ને અંત આવે. ભવિષ્યનો અંત નહીં. પણ શરૂઆત આંહીથી કહેવાય તો સાદિ-અનંત છે! અને સમુચિત કહેવાય તો અનાદિ-અનંત કહેવાય.
આહા.. હહા! એમ આત્મામાં અને પરમાણુઓમાં એટલા ગુણો છે, એ આકાશના પ્રદેશથી પણ અનંતગુણ. એનો અર્થ શું થયો! આહા..! ગંભીર ગજબ વાત છે? આત્મામાં અનંત સંખ્યાએ ગુણ છે. એમાં આંહી ત્રણમાં સ્થિત કહ્યું પણ છે તો અનંતગુણમાં (સ્થિત) એ અનંતગુણ છે એમાં પહેલો પછી નથી. પણ ઈ અનંતગુણા છે... એમાં ગણત્રી કરવા જાય કે આ એક, બે, ત્રણ, ચાર, પાંચ તો એનો છેલ્લો ક્યો ગુણ? એ આવે નહીં એમાં આહાહા! ક્ષેત્ર ભલે શરીર પ્રમાણે! અને ક્ષેત્ર એટલે પોતાનું ક્ષેત્ર (આત્માનું) અસંખ્ય પ્રદેશ પ્રમાણે! પણ એના જે ગુણોની સંખ્યા... અનંત! એમાં પહેલો-પછી એવું નહીં. પહેલું જ્ઞાનને પછી દર્શનને એવું નહીં, (બધાં ગુણો) એક સાથે! પણ એકસાથે હોવા છતાં એને ગણતરીથી ગણવા માંડે... કે આ એક, બે, ત્રણ, ચાર આ તો છેલ્લો ગુણ ક્યો? આહા.. હા! છેલ્લો છે જ નહીં! આહા..! આ તે કાંઈ વાત કહે છે એ શું કહે છે!
Page 8 of 225
PDF/HTML Page 21 of 238
single page version
૮ શ્રી પ્રવચન રત્નો-૧
અનંત જે સંખ્યાએ આત્મામાં ગુણ છે. એગુણ પહેલો, પછી નથી. એક હારે... છે! પણ એક હારેમાં આ એક-બે-ત્રણ-ચાર એમ છેલ્લો ક્યો? આહા... હા! ગણતરીમાં છેલ્લો આવતા નથી. શું કહે છે આ?
અરે! એણે નિજ તત્ત્વ કેવું, કેવડું છે? એવું એણે અંતરથી સાંભળ્યું નથી. આહા..! એના ગુણો... તે ભાવ.. એની સંખ્યા અપાર! તો ગુણ.. ગુણ.. ગુણ.. જ્ઞાન.. જ્ઞાન.. જ્ઞાન.. દર્શન.. ચારિત્ર.. આનંદ.. અસ્તિત્વ.. વસ્તુત્વ.. એમ કરતાં ક્યાંય છેલ્લો ગુણ આવે એવો અંત નથી! આહા.. હા! જેમાં અંત વિનાના, છેલ્લો નહીં એવા અનંતગુણ! આ તે શું કહે છે! આહા... હા! અરે! એણે નિજતત્ત્વને જાણવાનો પ્રયત્ન કર્યો જ નથી. બાકી બધું આ સંસારના.. ઘોર પાપ! આખો દિ’ એણે કર્યાં!
અહીંયાં તો કહે છે જીવ ચરિત્તદંસણણાણ-चरित्तदंसणणाण ठिदो’ तं हि स्वसमय जाण। એમાં તો જેટલા ગુણો છે. એ ગુણોની સંખ્યાનો છેડો, કોઈ અંત નથી. એટલી સંખ્યા.. એટલી સંખ્યા.. એટલી સંખ્યા અનંત.. અનંત.. અનંત.. અનંત.. અનંત.. અનંત.. અનંત.. અનંત.. અનંત, એને અનંતને અનંતગુણા વર્ગ કરો તોપણ છેલ્લો આ ગુણ જેમાં નથી. આહા.. હા!
એવડું આ અસ્તિત્વ એના જેટલા ગુણો છે તેટલી જ એની પર્યાય છે. એકસમયમાં અનંતી પર્યાય છે! એમાં પહેલી-પછી ઈ શબ્દ નથી. કારણ કે એકસમયમાં જ અનંતી સાથે છે.
છતાં એ પર્યાયની ગણતરીથી ગણવા માંડો એક, બે, ત્રણ, ચાર, સંખ્ય, અસંખ્ય, અનંત.. અનંત... અનંત ઈ અનંતી પર્યાયમાં છેલ્લી કઈ પર્યાય? ઈ નહીં આવે એમાં! ઝીણું તત્ત્વ બહુ બાપુ! આહા.. હા! આ ગંભીર! સર્વજ્ઞ સિવાય કોઈએ જોયું નથી, જાણ્યું નથી કહ્યું નથી.
આહા.. હા! એના અનંતા ગુણોની સંખ્યા! આકાશ તો ક્ષેત્રથી અંત નહીં. આકાશ.. આકાશ.. આકાશ દશેય દિશામાં.. પછી શું? ... પછી શું? ક્યાંય આકાશનો અંત નથી. એટલા બધા આકાશના પ્રદેશોથી અનંત ગુણા આંહી (આત્મામાં) ગુણ છે. જેનો-આકાશના પ્રદેશનો અંત નથી! આહા.. હા! એથી અનંતગુણા ગુણ, સંખ્યાએ અનંતગુણા ગુણ, એ રહ્યા અસંખ્ય પ્રદેશમાં, રહ્યા એકસમયમાં! રહ્યા અસંખ્ય પ્રદેશમાં રહ્યા એકસમયમાં! રહ્યા અનંત.. તો અનંતનો આ છેલ્લો ગુણ ‘આ’ .. આ તે કાંઈ વાત છે! શું છે! એ છેલ્લો ઈ શબ્દ જ નથી ત્યાં! અને ઈ ભાવમાં ઈ નથી. આહા.. હા! એવા અનંત.. અનંત ભાવરૂપ ગુણ એ આંહી કહેશે નીચે!
‘એ અનંતધર્મોમાં રહેલું એક ધર્મીપણું તે દ્રવ્ય છે.’ -એમ આવશે નીચે. ભાષા સાધારણ છે એમ જાણીને એની ગંભીરતા ન બેસે તો, ભાષા-ભાષા તો જડ છે. એ અનંતગુણ જે છે, એનો કોઈ છેડો નહીં. છેડો નહીં એટલે? આ છેલ્લો ગુણ... છેલ્લો ગુણ.. છેલ્લો ગુણ અનંત.. અનંત ગણતાં કે આ છેલ્લો, ઈ એમાં છે જ નહીં. આ શું કહે છે આ..!? આ વાત પહેલીવહેલી છે! કોઈ દિ’ કહેવામાં આવી નથી. સમજાણું કાંઈ..? અનંત છે ને એ બધું ઘણીવાર કહ્યું! પણ અનંત છે.. ઈ અનંતનો.. અનંતનો.. છેલ્લો, છેલ્લો ક્યો? આહાહા..!
અસંખ્યપ્રદેશમાં એક સમયમાં અનંતની સંખ્યામાં આ છેલ્લો, ઈ છેલ્લો આવતો જ નથી! છેલ્લાનો
Page 9 of 225
PDF/HTML Page 22 of 238
single page version
શ્રી પ્રવચનો રત્નો-૧ ૯ છેડો જ નથી. આહાહા.. હા! આ તે વાત!!
(શ્રોતાઃ) વ્યાખ્યાનમાં નહોતી થઈ આપે રાતે વાત કરી હતી! (ઉત્તરઃ) હા, બહેનોને કાને પડે ને..! આ થઈ તે પહેલાં વહેલી કરી છે. આટલા વર્ષમાં પહેલીવાર આ કરી છે કે અનંત ભાવમાં, એ અનંતની સંખ્યામાં છેલ્લો ગુણ ક્યો? કે છે જ નહીં એમાં (છેલ્લો!) આહા.. હા! એમ.. અનંતગુણની એકસમય કાળમાં એકસમય અને અસંખ્યપ્રદેશનો છેલ્લો અંશ, ક્ષેત્રનો એમાં થતી અનંતી પર્યાય/ગુણમાં તો અસંખ્યપ્રદેશ છે, આખા! આમ એક પર્યાય છે એનો છેલ્લો/અસંખ્ય પ્રદેશનો છેલ્લો અંશ એમાં ઉત્પન્ન થતી અનંતી પર્યાય, ક્ષેત્ર એટલું અંશ, કાળ એક સમય, એ પર્યાયની સંખ્યા એટલી અનંતી.. આહા.. હા! કે આ પર્યાય છેલ્લી! એમ ગણતરીની ગણતરામાં છેલ્લી પર્યાય હોય નહીં. આહા.. હા!
આમ.. અનંત-અનંત તો કહે છે પણ અનંત એ કઈ રીતે એમ. આહા.. હા! ક્ષે્રત્રનો અંત તો તો હજી એમ કહે હશે! પણ આ એટલામાં ભાવનો અંત નહીં, ભાવની સંખ્યા જેટલી છે એટલી સંખ્યાનો ક્યાંય અંત નહીં, સમય એક, ક્ષેત્ર અસંખ્યપ્રદેશ અને ભાવની સંખ્યાનો છેડો નહીં, છેલ્લો ‘આ’ એવો છેડો નહીં! આહા.. હા! એવી જ અનંતી પર્યાય, પ્રદેશનો એક અંશ, સમયનો એક સમય અને સંખ્યામાં અનંત! પર્યાય. એમાંય પહેલી-પછી તો નથી ક્યાંય! એકસાથે છે અનંત, છતાં અનંતમાં આ, આ, આ, આ, આ... અનંત.. અનંત છેલ્લી આ.. આવું તત્ત્વ ભગવાન સર્વજ્ઞ સિવાય ક્યાંય કોઈએ જોયું નથી અને કોઈએ કહ્યું નથી.
એક સમયની અનંતી પર્યાય, એમાં હવે એક પર્યાય લેવો. જ્ઞાનની એક પર્યાય. અનંતી પર્યાયની સંખ્યામાં છેલ્લી પર્યાય નહીં, છેડો નહીં એટલી પર્યાય, આહા.. હા! કેમ? આકાશના પ્રદેશની સંખ્યાનો અંત નથી આંહી પર્યાયની સંખ્યાનો અંત નથી. ભાવ.. આહા.. હા! હવે એક-એક પર્યાયમાં, જ્ઞાનની એક પર્યાય, એક જ્ઞેયપ્રમાણે. જ્ઞાનની એક પર્યાય ઈ જ્ઞેય પ્રમાણે. જ્ઞેય કેટલાં? કે અનંત આત્મા, અનંતા પરમાણુઓ એ જ્ઞેય! જ્ઞાન જ્ઞેય પ્રમાણે! જ્ઞેય કેટલાં? કે લોકાલોક પ્રમાણે. આહા.. હા!
એક સમયની પર્યાયમાં પ્રમેય લોકાલોક! જેના ભાવનો અંત નથી તે તે પરમાણુના ગુણનો તેની પર્યાયોનો! એ બધુ અહીંયાં એક સમયની પર્યાયમાં જણાય જાય! શ્રુતજ્ઞાનની પર્યાયમાં ય હો! કેવળ જ્ઞાનની તો વાત શું કરવી!
આહા.. હા! એવી એક સમયની પર્યાયમાં પણ અનંતા અવિભાગપ્રતિચ્છેદ! જ્ઞાનની એકસમયની પર્યાયમાં અનંતા દ્રવ્યો ને એક દ્રવ્યના અનંતા ગુણો, જેની સંખ્યાનો પાર નહીં અને એક-એક ગુણની પર્યાય, જેનો પાર નહીં-એને આ શ્રુતજ્ઞાનની પર્યાયે જાણી લીધું.
આહા.. હા! એ જ્ઞાનની એકસમયની પર્યાયમાં આવા અનંતા લોકાલોક જાણ્યા, દ્રવ્ય ગુણોને પર્યાયો! તો એટલા ભાગ પડી ગયા એક પર્યાયમાં, અંશો એટલા અંશો કે ઈ અંશોનો છેડો નહીં. આહા.. હા! અનંત ને એમ નહીં. (શ્રોતાઃ) છેડો નહીં (ઉત્તરઃ) એમ ભાષા કરો એમ કામ ન આવે! અનંત... અનંત... અનંતતો દ્રવ્યે ય છે અનંત! પણ એનો અંત આવી જાય છે. ક્ષેત્ર અનંત, કાળ અનંત, ભાવ અનંત, પર્યાય અનંત એનો કોઈ પાર નથી! આહા.. હા! એની સંખ્યામાં કેટલી છે? અને એનો છેડો છેલ્લો ક્યો? એટલી સંખ્યાએ એની પર્યાય અને એક-એક પર્યાયમાં, અનંત દ્રવ્યો અને અનંત
Page 10 of 225
PDF/HTML Page 23 of 238
single page version
૧૦ શ્રી પ્રવચનો રત્નો-૧ એના ગુણો-જેના ગુણનો અંત નહીં, પર્યાયનો અંત નહીં.. એટલી સંખ્યાએ... કાળે અનંત એમ નહીં, કાળે ભલે એકસમય હો! પણ એકસયમનું તેનું ગુણને પર્યાય, એકસમયની પર્યાયમાં જણાય જાય (તો) એક સમયની પર્યાયના ભાગ કેટલા? એના ભાગ.. કટકાં કરતાં, કરતાં, કરતાં અવિભાગ, જેનો બીજો વિભાગ ન થઈ શકે (તે અવિભાગ!) ઓહો!
એવા એકસમયની પર્યાયમાં અનંતા અવિભાગપ્રતિચ્છેદ! એના-અવિભાગ પ્રતિચ્છેદનો છેશ્નો ક્યો? અંત નથી.
હવે, આંહી તો એમ કહેવું છે કે જેટલા ગુણો છે એટલા જ્યાં દર્શનજ્ઞાનચારિત્રમાં સ્થિત થાય છે-ત્યારેવાત ત્રણની લીધી છે આંહી ભાઈ..! પણ અનંતા ગુણોની પર્યાય વ્યક્ત થઈને સ્થિર થાય છે ત્યાં! શુદ્ધિમાં કેટલીક શુદ્ધિ થાય ને કેટલીક ન થાય એમ નહીં.
પણ અહીંયાં દર્શનજ્ઞાનચારિત્રની મુખ્યતા ગણીને, તેમાં જીવ જે આખો, અંનતગુણનો પિંડ છે તેસ્થિર થાય છે આમ! રાગમાં સ્થિર થાય છે, એ પછી કહેશે. આહા..! અને પોતાના અનંતા જે ગુણો છે, એનું એકરૂપ જે દ્રવ્ય છે. અનંત ધર્મ એ ગુણો એનું ધરનાર એક તત્ત્વ!
એ (આત્મ) તત્ત્વ જ્યારે પોતાની નિર્મળપર્યામાં સ્થિત થાય છે ત્યારે તેના જેટલા ગુણો છે, તેટલા ગુણોનું વ્યક્તતામાં અંશો બધા ગુણોના પ્રગટ થાય છે. છતાં આંહી ત્રણ કહ્યા છે ઈ મુખ્યપણે મોક્ષમાર્ગની અપેક્ષાએ... સમજાણું કાંઈ...?
ગંભીર છે ભાઈ..! ગંભીર દરિયો છે! બીજાં ઘણાં વિચારો આવ્યા છે! પાર પડે એમાં એવું નથી!
આહા... હા! ‘અને જે જીવ (કર્મ) પુદ્ગલર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે. હવે આંહી કર્મ- પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત શબ્દ એમ વાપર્યો છે. વાત ઈ છે કે પુદ્ગલના નિમિત્તે થતી વિકારી અવસ્થા, તેમાં સ્થિત છે. એ સ્થિતમાં... અનંતગુણો વિકારપણે નથી. અનંતાગુણો નિર્મળપણે હતાં! સમજાણું કાંઈ...?
પહેલાના જે દર્શનજ્ઞાન ચારિત્ર (ગુણ) ત્રણ મુખ્ય લીધાં, પણ તેમાં જેટલી સંખ્યામાં ગુણ (આત્મામાં) છે, જેનો છેડો નહીં! એ બધા ગુણોની અંશે વ્યક્તતા પ્રગટમાં સ્થિત છે. તેને અહીં સ્વસમય આત્મા કહે છે.
આહા.. હા! આ તો ઓગણીસ (મી) વાર વંચાય છે ‘આ’ ... તે ઈનુંઈ આવે કાંઇ...? આહાહા! હવે આમાં બીજું કહેવું છે. કે ‘જે જીવ પુદ્ગલકર્મોના પ્રદેશોમાં’ એ પુદગ્લકર્મોના પ્રદેશોમાં’ એ પુદ્ગલકર્મ જડ-અજીવ છે. પણ તેના અનુભવમાં એ એકાગ્ર થાય છે. એમાં જેટલા ગુણો છે ઈ બધા ગુણો, કર્મના પ્રદેશમાં સ્થિત થતા નથી. કેટલાય ગુણોની પર્યાય નિર્મળ સદાય રહે છે. સમજાણું કાંઈ...?
એ એક વાત! બીજું, કર્મપણે પરિણમેલા જે પરમાણુ છે એમાંય કર્મ-પરમાણુમાં જેટલા ગુણો છે એ બધા ગુણો કર્મપણે પરિણમે છે એમ નથી આહા..! ક્યાં નવરાશ! જગતના પાપ આડે! એકલું પાપ, પોટલા બાંધી, હાલ્યા જવાના ચાર ગતિમાં રખડવા..!
Page 11 of 225
PDF/HTML Page 24 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૧૧
આહા... હા! હજી પહેલી શું ચીજ છે, ઈ સમજવાને પણ વખત લ્યે નહીં! આહા.. હા! આવો જે અપાર સ્વભાવને પર્યાય, એનો પત્તો અંદર લાગે, જે જ્ઞાનને શ્રદ્ધા એનો પત્તો લ્યે, એને રાગમાં રસ ઊડી જાય. રાગ ઊડી જાય એમ નહીં, રાગ રહે. સમજાણું કાંઈ..?
આહા..! આવા જે અનંતા ગુણો અને અનંતી પર્યાયો, છેડા વિનાની, છેલ્લા વિનાની, અવી ‘દ્રવ્યની દ્રષ્ટિ’ જેને થાય, એના અસ્તિત્વનો સ્વીકાર થાય, એના રસ આડે એને રાગમાં રસ રહે નહીં.
રાગ તો એ અમુકગુણની પર્યાય છે અને આંહી તો અનંતા.. અનંતા.. છેડો નહીં જેનો (એટલા ગુણો) આહા.. હા! ઝીણું બહુ બાપુ!
વીતરાગ મારગની પ્રથમ સમ્યગ્દર્શન જ શું ચીજ છે ઈ.. ગજબ વાત છે. આહાહા! એના વિના રખડી મર્યો છે ચોરાશીના અવતારમાં! આહા.. હા.. એ અબજોપતિ, શેઠિયા કહેવાય! એ મરીને ગધેડાં થાય! કૂતરાં થાય! કેમકે ધર્મ શું ચીજ છે ઈ અંતરમાં ખબર નથી. અને માંસ આદિ ખાતા ન હોય તો ઈ નર્કમાં તો ન જાય. સિદ્ધાંતમાં ઈ લેખ છે અંદર કે બધાં જવાના ઢોર-તિર્યંચમાં! આહા...! જેવું સ્વરૂપ છે, એવું જેણે જાણ્યું નથી, માન્યું નથી, ઓળખ્યું નથી, એના વિરોધી ભાવો.. જે આડાં, વિકારીભાવો ને આડોડાઈ કરીને કર્યાં છે એ આડોડાઈ એટલે ટેઢાઈ થઈ ગઈ છે. એ મરીને આડોડાઈ, તીર્યંચના શરીરમાં જવાના.. કારણ કે તીર્યંચના શરીર આમ આડાં છે! મનુષ્યનાં આમ ઊભાં છે. ગાય, ભેંસ ખીસકોલી આદિના આમ આડા છે. આહા..! ઈ મોટી સંખ્યા ઈ છે!! એની સંખ્યા ત્યાં પૂરવાના છે.
આહા.. હા! આંહી બીજું કહેવું છે કે કર્મના પ્રદેશમાં સ્થિત છે તે બધા ગુણો તો વિકારી પર્યાયમાં સ્થિત નથી. એકવાત! અને કર્મ જે છે પરમાણુઓ, ઈ તો વિભાવરૂપે પરિણમેલ છે. એક પરમાણુ સ્વભાવરૂપે છે. અને આ તો વિભાવ રૂપે પરિણમેલ છે. વિભાવરૂપે પરિણમનમાં કર્મરૂપે બધા ગુણો (પરમાણુના) પરિણમ્યા છે એમ નથી. સમજાણું કાંઈ..?
જેમ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની પર્યાયના પરિણમનમાં સર્વગુણો અશંતઃપણે પરિણમ્યા છે. એમ વિકારપણે બઘા ગુણો પરિણમ્યા છે પરમાણુમાં એમ નથી, આત્મામાં પણ એમ છે. આત્મામાં પણ અશુદ્ધપણું જે છે, બધા ગુણો અશુદ્ધપણે થાય છે એમ નથી. કેટલાક ગુણો અશુદ્ધ થાય બાકી તો શુદ્ધ રહે. કેટલાક ગુણો અભવીને પણ શુદ્ધ રહે છે પર્યાયમાં. જેમ અસ્તિત્વ ગુણ! અસ્તિત્વનું અશુદ્ધ શું થવું? ‘હોવું’ ઓછું થઈ જવું? વાત સમજાય છે?
આહા.. હા! ઈ તો આમાં એક પ્રદેશત્વ નામનો ગુણ છે સામાન્યમાં એ વિકારરૂપે પરિણમે ઈ એ તે બે પરમાણુ, ચાર પરમાણુરૂપે થાય ત્યારે એકલો નહીં. આહા.. હા.. હા! તે કર્મપણે પરિણમેલા પર્યાયો, એમાં પણ પરમાણુમાં જેટલા ગુણો છે એ બધા કર્મપણે પરિણમ્યા નથી. અમુક જ ગુણની પર્યાયો કર્મપણે થઈ છે.
આહા..! એમાં જે રોકાયેલો છે જીવ! આમ અનંતગુણોમાં ન આવતાં અનંતા પર્યાયો કર્મના રસની છે ત્યાં અટકયો છે તે પરસમય એટલે અણાત્મા છે.
આડાઈ કરે! વિરોધ અર્થ કરે, વિરુદ્ધ શ્રદ્ધા કરે! આત્માથી વિરોધ, વિકારના ભાવ કરે..!
Page 12 of 225
PDF/HTML Page 25 of 238
single page version
૧૨ શ્રી પ્રવચન રત્નો-૧ ‘ગોમટ્ટસાર’ માં પાઠ છે. તિર્યંચ કેમ થાય? ‘તિર્યંચ’ છે ને શબ્દ!! તિર્યંચ એટલે તીરછું, તીરછું એટલે આડું! ઘણી સંખ્યા તો ઈ જ છે.
આહા... હા! પણ કોને પડી આ! આ બહારમાં થોડી અનુકૂળતા રહે! મરી જઈને પછી ક્યાં જઈએ, કોણ જાણે? એ કાંઈ (ખબર) નહીં, ગોલણ ગાડાં ભરે!
અહીંયાં કહે છે. એક શ્લોકમાં કેટલું સમાડી દીધું છે! અને તે કર્મના પ્રદેશ કીધાં છે. તે.. કર્મના પ્રદેશ તો પરમાણુ, જડ છે. પણ એનો અનુભાગ જે છે એનો-પ્રદેશનો ભાગ કહેવાય! એના તરફના લક્ષમાં જઈને, જે વિકારપણે પરિણમ્યો છે તે અણાત્મા-પરસમય કહેવામાં આવે છે.
આહા... હા! આવી વાત છે! કર્મપણે પણ પરમાણુના અનંતગુણો પરિણમ્યા નથી. આહા... હા! એમ ભગવાન આત્માના અનંતા ગુણો, મિથ્યાત્વ, અવ્રત, કષાય આદિમાં–એમાં અનંત ગુણો પરિણમ્યા નથી. કેટલા’ ક ગુણો... બહુ વિચાર કરીને કાઢયાં’તા ઘણાં વરસ પહેલાં! તો ય વધારે ન નીકળ્યા એકવીસ ગુણ કાઢયા’ તા વીપરીતપણાના. કાઢયાં’તા... ઘણાં વરસ પહેલાં, ગામડામાં હોય ને એકાંત..! વિપરીત આત્મામાં... મિથ્યાત્વ, ચારિત્ર, આનંદ, પ્રદેશત્વ એવા એવા કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન (અધિકરણ) એવાં એવાં ગુણો વિકારપણે થયા છે. બધાં ગુણો નથી થયાં સમજાણું?
વિચાર તો બધા આવ્યા હોય ને એક્કેએક ઘણાં! આહા.. હા! આંહી કહે છે કે ‘જે જીવ પુદ્ગલકર્મના પ્રદેશોમાં’ એટલે કે, એ કર્મનો જ ભાવ છે વિકાર, આત્માનો સ્વભાવ નથી. વિભાવ-પુણ્યને પાપ, દયા ને દાન, વ્રત ને ભક્તિ, કામ ને ક્રોધ, રળવું- કમાવું, એ બધું પાપ આહા..! એમાં જે સ્થિત છે? ‘તેને પરસમય જાણ’ તેને અણાત્મા જાણ!
આહા.. હા! કેમકે એની પર્યાયમાં વિકારપણે થવું, એ વિકાર આત્મા નથી. વિકાર એ આત્માનો કોઈ સ્વભાવ નથી. વિકારપણે પરિણમ્યો છે-થયો છે, તે અણાત્મા છે.
આહા.. હા! એ તો શબ્દાર્થ થયો! હવે એની ટીકા. (ટીકાઃ) ‘સમય’ પહેલો સમય ઉપાડયો! ‘સયમ’ શબ્દનો અર્થ આ પ્રમાણે છે’ ‘सम्’ તો ઉપસર્ગ છે- વ્યાકરણના નિયમ પ્રમાણે ‘સમ્’ ઉપસર્ગ છે. તેનો એક અર્થ ‘એકપણું’ એવો છે’ - તેનો અર્થ ‘એકપણું’ એવો છે.’
‘सम्’ એકપણું! (અને) ‘अय गतौ’ સમય છે ને...! सम् ને अय બે શબ્દ ભેગાં છે. સમ્ નો અર્થ એકપણું! ‘अयगतौ’ ધાતુ છે ધાતુ. પરિણમન કરવું એ. આહા..! એ अय ધાતુનો ગમન અર્થ પણ છે.
‘अय’ એટલે ગમન કરવું - પરિણમવું, ગમન કરવું’ અને જ્ઞાન અર્થ પણ છે.’
આહા..! ગમન કરવું અને પરિણમવું, જ્ઞાનરૂપે હો! ‘ગમન અર્થ પણ છે અને જ્ઞાન અર્થ પણ છે.’ ‘તેથી એકસાથે જ યુગપદ્ જાણવું અને પરિણમવું એ બે ક્રિયાઓ, જે એકત્વપૂર્વક કરે... તે ક્રિયાઓ એકસમયમાં, એકત્વપૂર્વક કરે-પરિણમે અને જાણે! પરિણમે અને જાણે... એવી એક સમયમાં બે ક્રિયાને
Page 13 of 225
PDF/HTML Page 26 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૧૩ એકપણે કરે આહાહાહા! છે? ‘તે સમય છે’
અહા... હા! એ સમયની વ્યાખ્યા કરી. ફરીને...!
કરવું પરિણમવું અને જાણવું, એવી બે ક્રિયા એકસમયમાં જે કરે તેને સમય’ કહેવામાં આવે છે.
‘સમય’ કેમ ઓળખ્યો? પૂછયું તું તે દિ’ દિલ્હી! ‘સમય’ કેમ કહ્યો? અરે.. કીધુંઃ વસ્તુનું સ્વરૂપ છે ‘સમય’ = सम् + अय, સમય કીધું. આહા.. હા! આત્માને ‘સમય’ કેમ કહ્યો? કે એકપણે.. પરિણમે અને જાણે, એકસમયમાં એક પણે બે ક્રિયા કરે તેને ‘સમય’ કહેવામાં આવે છે. એ ‘સમય’ તે આત્મા છે. એ આત્મા જ પરિણમે અને જાણે! બીજા પદાર્થોમાં પરિણમન-ગમન છે પણ ‘જાણવું’ નથી. ગમનની અપેક્ષાએ બીજાને ‘સમય’ કહેવાય.
પણ, આંહી તો ‘જાણવું ને ગમન કરવું’ બે અર્થમાં જે હોય તેને ‘સમય’ કહીએ. આહા.. હા! પછી સ્વસમય લેશે. આ ‘સમય’ કોને કહીએ (તે વ્યાખ્યા કરી) આહા..! ‘આ જીવ નામનો પદાર્થ એ સમયનો અર્થ કર્યો હવે જીવની હારે મેળવે છે. ‘આ જીવ નામનો પદાર્થ એકત્વપૂર્વક / એકત્વપૂર્વક સુધાર્યું છે. ‘એક જ વખતે’ - એકત્વપૂર્વક એક જ કાળે ‘પરિણમે પણ છે અને જાણે પણ છે તેથી તે સમય છે’ - તેથી તેને ‘સમય’ આત્માને કહેવામાં આવે છે.
જાણવાનું કાર્ય પણ કરે અને પરિણમે, એકી સાથે બે કરે! આહા.. હા! સમય એક! બે ક્રિયા! પરિણમવાની ને જાણવાની...!! ‘એકસાથે’ કેમ કહ્યું કે પરિણમે પહેલો ને જાણે પછી, એમ નહીં. પરિણમવું ને જાણવું એક જ સમયે છે. આહા.. હા! એકત્વપૂર્વક જ કરે! બે ને એકપણે કરીને કરે! આહા.. હા!
આવી ઝીણી વાત છે. સમયસાર સમજવું-સાંભળવું બાપુ! આકરું કામ છે. બાકી તો બધુ દુનિયા કરે છે આખી! ઢોરની જેમ મેહનતું કરે છે ઢોરની જેમ બધાં! આખો દિ રાગને આ ને આ ને..! ઢોર થવાના ને ઢોર જેવી મહેનતું કરે છે.
(શ્રોતાઃ) પૈસાવાળા એમાં આવી જાય? (ઉત્તરઃ) પૈસાના બાપ હોય, અબજોપતિ બધાં ઢોર થવાનાં! પશુ! કાગડાનાં કાગડી થવાનાં, બકરાના બચ્ચાં થવાનાં, ઢેઢગરોળીની કૂંખે ઢેઢગરોળી થાશે! બાપુ! વસ્તુસ્વરૂપ એવું છે.
આહા.. હા! અરે એણે જાણ્યું ને જોયું છે ક્યાં? એને દરકાર ક્યાં છે? આહા..! અનંતકાળ વીતી ગયો પ્રભુ! તેં આ રીતે ઊંધાઈ કરી છે. આહા... હા! ભગવાન આત્મા! અનંતગુણનું પરિણમન એકસમયે અને જ્ઞાન-જાણવું એકસમયે! બીજાં અનંતાગુણો પરિણમે છે પણ જાણતાં નથી.
આહા.. હા! એક સમયમાં એટલે કે સૂક્ષ્મકાળમાં ભગવાન આત્માના જે અનંતગુણો જે છેડા વિનાના ને છેલ્લા વિનાના કીધાં, એબધા ગુણોનું એક સમયમાં પરિણમન, બદલવું, હલચલ થવી, ધ્રુવ છે એમાં હલચલ નથી. ઉત્પાદ-વ્યયમાં હલચલ છે. એટલે ઈ ધ્રુવ, ધ્રુવપણે રહી અને અનંતાગુણોનું હલચલ નામ પરિણમન થાય અને તે જ વખતે જ્ઞાન જાણવાનું કામ કરે એને આત્મા કહીએ!
અરે! પ્રભુ, આવું ક્યાં છે ભાઈ...! અનંત કાળના, અસંખ્ય ક્ષેત્રમાં, અનંત વાર ઊપજ્યો!
Page 14 of 225
PDF/HTML Page 27 of 238
single page version
૧૪ શ્રી પ્રવચનો રત્નો-૧
આહાહા... હા! એવો આત્મા... કેટલો-કેવડો છે અને ઈ કેવડો આત્મા? એક સમયમાં અનંતા ગુણોનો છેડો નહીં. છેલ્લો નહીં, એનું પરિણમન કરે અને તે જ સમયે જ્ઞાન કરે! એકત્વપૂર્વક બેની ક્રિયા કરે! કાળભેદ નહીં.
આહા.. હા! (પ્રશ્ન) ભઈ! જે વખતે પરિણમે છે એ વખતે જાણે એને? અને જ્ઞાનપણ જે વખતે પરિણમે છે તે વખતે એને જાણે?
(ઉત્તરઃ) કે હા. જ્ઞાન પોતે પરિણમે પણ છે, પરિણમનનું તો જ્ઞાનનું આવી ગયું ને..! બધાં ગુણો પરિણમે છે તો આ જ્ઞાન પણ પરિણમે એમ આવી ગયું. અને સાથે જાણે પણ છે. પરિણમે છે ને જાણે છે!! જે સમયે પરિણમે છે તે સમયે જાણે છે! તેથી એકત્વપૂર્વક કરે છે એમ કીધું ને..!
આહા.. હા! આવી વાત છે બાપા.. ઝીણી! સર્વજ્ઞ ત્રિલોકનાથની પ્રમાણથી વાત નીકળી છે. આહા..! ગણધરો! સંતો, કેવળીના નિકટવાસીઓ! નજીકમાં રહીને સાંભળેલા. અને અનુભવેલા! આહા.. હા! એનું કહેલું ‘આ’ શાસ્ત્ર છે. તેથી એ ‘પ્રમાણભૂત’ છે.
આહા.. હા.. હા! સમજાણું કાંઈ...? આહા..! ‘એક જ વખતે પરિણમે પણ છે પરિણમે એમાં જ્ઞાનપણ ભેગું પરિણમે, ઈ આવી ગ્યું ને.. આહાહા..! એક જ સમયે જ્ઞાન પરિણમે છે ને અનંતગુણો પરિણમે છે. પણ એક જ સમયે જ્ઞાન પરિણમતું જ્ઞાનને જાણે છે અને બધાંને જાણે છે? આહા.. હા!
એક જ સમયે પરિણમે અને જાણે! અને એકત્વપૂર્વક જાણે પણ છે પણ બધાને હો?! જે સમયે પરિણમન થાય છે પોતાનું ને બધાં ગુણોનું, તે જ સમયે તેને જાણે છે. આહાહા..! હજી તો.. આત્મા કહેવો કોને...? ખબરું ન મળે ને... એને ધરમ થઈ જાય ને! આહા...! રખડપટ્ટી કરી-કરીને મરી ગયો ચોરાશીના અવતારમાં! એવાં તો અનંતવાર અવતાર કર્યાં શાસ્ત્રો પણ જાણ્યાં– વાંચ્યાં! પણ આ ભાવ... આ રીતે છે એ અંદર પરિણમ્યો નહીં. એમ કીધું આંહી.
આંહી ‘પરિણમન કીધું ને..! આહા.. હા! ‘એકત્વપૂર્વક એક જ સમયમાં પોતાનું જ્ઞાનનું ને અનંતગુણનું પરિણમન એક સમયમાં, તે જ સમયે તે બધાનું જ્ઞાન પણ તે સમયે કરે. આહા.. હા! પરિણમવું ને જ્ઞાન કરવું એક જ સમયમાં છે. પરિણમે છે ને પછી જાણે છે એમ નથી. આહાહા.. હા! સમજાણું કાંઈ...?
આવી વાત છે! જૈન ધર્મ!! આ જૈન ધરમ! આહા.. ‘એકત્વપૂર્વક એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે ‘તેથીતે સમય છે’ આહા.. હા!
‘આ જીવ-પદાર્થ કેવો છે? સદાય પરિણામસ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી’ .. આહા.. સદાય પરિણમનસ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી- તે તેનો સ્વભાવ છે, અને તે સ્વભાવમાં રહેલો છે. ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એકતારૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિત છે.’ ત્રણ લીધાં (લક્ષણ)
‘સદાય પરિણમન સ્વરૂપ સ્વભાવમાં રહેલો’ પરિણમન છે ઈ ઉત્પાદ-વ્યય-સ્વભાવમાં છે એ ધ્રુવ! આહા..! છે? ‘સદાય પરિણમન સ્વરૂપ’ બાપુ! આ તો મંત્રો છે. આ કાંઈ વારતા નથી. આ
Page 15 of 225
PDF/HTML Page 28 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૧પ તો.. સર્વજ્ઞ ત્રિલોકનાથ, જેમની પાસે એકભવમાં મોક્ષ જનારાં ઈદ્રો સાંભળે છે. એ ગલૂડિયાંની જેમ સભામાં બેઠાં હોય છે આહા..! હા! એ કોઈ વારતા નથી. કથા નથી એ ચૈતન્ય હીરલાની વાતું ચૈતન્યમણીની વાતું છે પ્રભુ!
આહા..! એ ચૈતન્ય હીરો! કેવો છે? આહાહા! કહે છે.. ‘સદાય પરિણમન’ એની પર્યાયનું બદલવું સદાય છે. આહા.. હા! એક ધારાવાહી સદાય પરિણમે છે! પરિણમે.. પર્યાય.. પર્યાય.. પર્યાય.. ઉત્પાદ... વ્યય.. ઉત્પાદ.. વ્યય થયા જ કરે. નવી ઉત્પાદ થાય, જૂની વ્યય થાય.. બીજે સમયે નવી ઉત્પન્ન થાય... વ્યય થાય એમ પરિણમન સદાય.. ક્રમસર! આહા.. જુઓ આમાં કમસર પણ નીકળે છે!
આહા..! ‘સદાય પરિણમનસ્વરૂપ, સ્વભાવમાં રહેલો-ધ્રુવ! આહાહા! એ પરિણમનસ્વરૂપ ઉત્પાદ-વ્યય અને સ્વભાવમાં રહેલો એ ધ્રુવ! આહાહા! એ ઉત્પાદ-વ્યય ને ધ્રુવ સ્વરૂપમાં રહેલો છે એટલે કે પરિણમનમાં રહ્યો છે એ ઉત્પાદ-વ્યય અને ધ્રુવમાં રહ્યો છે ઈ કાયમનું નિત્ય સ્વરૂપ આહા.. હા!
ટકતું ને બદલતું, બે સ્વરૂપે છે. નિત્ય પરિણામી! ધ્રુવઉત્પાદવ્યય! આહા.. હા! અરે! એણે પોતાની ચીજને અને તે સર્વજ્ઞ પરમેશ્વરે, કેવળી પરમેશ્વરે કહી છે એ વાત એણે સાંભળવા દરકાર કરી નથી. આહા..! અને આવું સ્વરૂપ, દિગંબર સંત સિવાય ક્યાંય છે નહીં. બધે ઊંધું જ માર્યું છે લોકોએ એક્કેએકે!
આહા.. હા! પરીક્ષા નથી ત્યાં ગોળ ને ખોળ સરખું! હેં? આહા.. હા! જેની એક એક કડીને એક-એક લીટી, પાર પામે નહીં એટલી વસ્તુ છે એમાં.
આહા.. હા! કહે કે સમયસાર અમે વાંચી ગ્યા! વાંચ્યા બાપા!! (શ્રોતાઃ) શબ્દો વાંચ્યા, ભાવ સમજ્યા વિના (ઉત્તરઃ) શબ્દો વાંચ્યાની શું થ્યું ભાઈ, અંદર ભાવ શું છે એ ખ્યાલમાં ન આવે, એ વાંચ્યા ઈ વાંચ્યું શું? ગડિયો ગોખ્યે ગ્યો! એ ગડિયાની ભાષા બીજી કહેશે (હિન્દી શ્રોતાઃ) પાડા. (ઉત્તરઃ) પાડા. (ચંદુભાઈ રાત્રે નહોતાને અત્યારેય નથી) બેયમાં નહોતા આવી વાત જિંદગીમાં પહેલી કહેવાણી છે. ભાવ અને છેડાવિનાના ભાવ, છેડાં વિનાની પર્યાય/કાર્ય એકહારે ભલે હો! છેડા વિનાના અવિભાગ પ્રતિચ્છેદ! છતાં તે જ્ઞાનની પર્યાય એનો અંત લઈ લ્યે છે, ‘જાણે છે’ એમ કીધું ને..!
અનંતા દ્રવ્યોનું ધ્રુવપણું અને અનંતા દ્રવ્યોનું ઉત્પાદ-વ્યયપણું, આંહી આત્માની વાત કરે છે પણ આત્માની પર્યાયમાં, અનંતા દ્રવ્યોના ગુણપર્યાયો પરિણમનમાં જણાઈ જાય છે. એ જ્ઞાનનાપરિણમનમાં જણાઈ જાય છે.
આહા..! એના પોતાના અસ્તિત્વમાં જ અનંતા દ્રવ્યગુણપર્યાયો, એ જ્ઞાનની પર્યાયનું પરિણમન થતાં તેમાં જણાઈ જાય છે.
આહા... હા! ‘સદાય પરિણમનસ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એકતારૂપ અનુભૂતિ’ શું કીધું જોયું? પરિણમન છે ઉત્પાદ વ્યયનું-ઉત્પાદ-વ્યય ઉત્પાદ-વ્યય એકસમયમાં, ધ્રુવપણ એક સમયમાં. એ ત્રણની એકતારૂપ અનુભૂતિ-ત્રણનું એકપણે થવું, ત્રણનું એકપણે થવું જેનું
Page 16 of 225
PDF/HTML Page 29 of 238
single page version
૧૬ શ્રી પ્રવચન રત્નો-૧ લક્ષણ છે એમ.
અનુસરીને થવું. ઉત્પાદ-વ્યયને ધ્રુવને અનુસરીને થવું એમ. આહા.. હા! આહા.. હા.. હા! સદાય પરિણમનસ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એકતારૂપ ત્રણની એકતા એક સમયમાં! સમયમાં ભેદ નથી. જે સમયે ધ્રુવ છે તે સમયે ઉત્પાદ-વ્યય છે. જે સમયે ઉત્પાદ-વ્યયરૂપે પરિણમે છે તે સમય ધ્રુવ અપરિણમન પણે પડયું જ છે’
આહા.. હા.. હા! ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એકતારૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે ‘એવી સત્તાથી જીવ સહિત છે’. આ જીવપદાર્થ કેવો છે? ન્યાથી શરૂ કર્યું! તો શરૂ કરીને આંહી લઈ લીધું ‘સદાય પરિણમન સ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એકતારૂપ-એકસમયમાં અનુભૂતિ- એ રૂપે થવું ‘જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિત છે.
ઉત્પાદ-વ્યય ને ધ્રુવ ત્રણેય સત્ છે. ઈ સત્તા છે, ત્રણે ય સત્તા! તે ત્રણ સત્તાથી તે જીવ સહિત છે. તે જીવનું કહી, કેવો જીવ? એની વ્યાખ્યા કરી. આહા..! સમજાણું?
‘આ વિશેષણથી જીવની સત્તા નહિ માનનાર નાસ્તિકવાદીઓનો મત ખંડિત થયો’ ‘તથા પુરુષને (જીવને) અપરિણામી માનનાર સાંખ્યવાદીઓનો વ્યવચ્છેદ. આત્મા છે તે બદલતો નથી કાયમ એકરૂપ રહે છે. એવા મતનો વ્યવચ્છેદ થયો. છે ને..? પરિણમનસ્વભાવ કહેવાથી થયો.
‘નૈયાયિકો અને વૈશેષિકો સત્તાને નિત્ય જ માને છે’ - સત્ છે એને એક જ રૂપે માને. ‘બૌદ્ધો સત્તાને ક્ષણિક જ માને છે’ - એકસમયની સત્તાવાળું જ દ્રવ્ય માને.
‘તેમનું નિરાકરણ સત્તાને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ કહેવાથી થયું.’ અર્થ આ પંડિતે કર્યો છે! ઉત્પાદ-વ્યય સાંખ્ય માનતા નથી. બૌદ્ધ ધ્રુવ માનતા નથી. ઈ બેયનો નિષેધ થયો! ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ જ વસ્તુ છે. એકસમયમાં જ ઈ ઉત્પાદવ્યયધ્રુવ છે એવો ઈ જીવ નામનો પદાર્થ છે.
વિશેષ કહેશે... પ્રમાણ વચન ગુરુદેવ!
પરને જાણવાનો સ્વભાવ જ અંદર જાણવામાં આવ્યો-પ્રસર્યો છે. (પ્રવ. રત્ના.
ભાગ-૮, પાનું-૧૯પ)
છે તો પણ તેને જ્ઞેયકૃત જ્ઞાન થયું છે તેમ નથી પણ તેને જ્ઞાનકૃત જ્ઞાન છે...
સ્વપરપ્રકાશક શક્તિને લઈને જ્ઞાન જ્ઞાનને જાણે છે, જ્ઞેયને જાણે છે તેમ કહેવું એ
તો વ્યવહાર છે. રાગને જાણતાં જે જ્ઞેયાકારે જણાયો તે આત્મા જણાયો છે, રાગ
જણાયો નથી. (આત્મધર્મ અંક-૬૩૬)