Pravach Ratno Part 1 (Gujarati). Date: 03-01-1979; Pravachan: 159.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 13 of 24

 

Page 115 of 225
PDF/HTML Page 128 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૧૧પ

ગાથા–૭પ પ્રવચન ક્રમાંક–૧પ૯ દિનાંક ૩–૧–૭૯

‘હવે પૂછે છે’ જુઓ! શિષ્યની શૈલી! શિષ્યે આવું સાંભળ્‌યું ત્યારે પૂછે છે’ કે આત્મા જ્ઞાનસ્વરૂપ અર્થાત્ જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય? જણાય શી રીતે? એનાં લક્ષણ શું? એનાં ચિન્હ શું? એનાં એંધાણ શું?

આહા... હા! એનાં (જ્ઞાનીનાં) લક્ષણ, ચિન્હ, એંધાણ શું? એમ શિષ્યનો પ્રશ્ન છે, અને ઉત્તર દેવામાં આવે છે.

આહા... હા! ચોથે ગુણસ્થાનેથી જગતનો સાક્ષી થાય છે. ટીકાઃ ‘નિશ્ચયથી મોહ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિરૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ’ -આ (કહ્યું) છે ઈ કર્મ, જડકર્મના પરિણામ છે એમ એ લોકો કહે છે. આંહી તો નિશ્ચયથી અંદર જે મોહના પરિણામ થાય (ભાવકર્મ છે)

(શ્રોતાઃ) જડકર્મના એ (લોકો) કહે છે? (ઉત્તરઃ) હા, ઈ કરમ-કરમ એ જડના લેવા. અરે! બાપુ તું અરે ભાઈ! (શ્રોતાઃ) ભાવકર્મની વાત છે? (ઉત્તરઃ) અંદરમાં થતો જે મોહ - મિથ્યાત્વ ન લેવું અહીંયાં (પરંતુ) પરતરફનો સાવધાનીનો ભાવ લેવો. ‘રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિરૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું મોહ એટલે મિથ્યાત્વ ન લેવું પરતરફની જરી સાવધાની થાય છે અસ્થિરતાની (જ્ઞાનીને) એનો જ્ઞાની સાક્ષી છે.

આહા... હા! ‘નિશ્ચયથી મોહ, રાગ એટલે પર તરફના પરિણામ-એનો વિસ્તાર... રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિરૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ....

આહા...! લોકો કંઈક! કંઈક! પોતાની કલ્પનાથી... અર્થ કરે! વસ્તુસ્થિતિ કાંઈક રહી જાય છે!! (શ્રોતાઃ) એને - ભાવકર્મને જડ કિધાં? (ઉત્તરઃ) ભાવકર્મને જડ લેવાં (સમજવાં) ‘જે કર્મનું પરિણામ’ કહ્યું છે ને...! અને નોકર્મ શરીરાદિ એમ.

(શ્રોતાઃ) મારે તો એમ કહેવું છે કે ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ-બધાં કીધાં છે ને? (ઉત્તરઃ) નોકર્મ પછી આવશે, આમાં આવી ગ્યું ને...! બધું આવી ગ્યું! દ્રવ્યકર્મને કર્મના પરિણામ એ બધું કર્મમાં જાય છે. એ ભાવકર્મનું પરિણામ છે- એ જડનું પરિણામ છે ઈ જડમાં જાય છે, એથી કર્મ ય આવી ગ્યું ને આ એ આવી ગયું!

આહા.. હા.. હા! ભગવાન આત્મા જ્યારથી જગતનો સાક્ષી થાય છે, એમ કહેવું છે ને... !! હવે, કર્મ (માં) ભાવકર્મ, નોકર્મ (દ્રવ્યકર્મ) ત્રણેય આવી ગયાં એમાં કર્મ છે ને કર્મના નિમિત્તથી થતાં મોહાદિન પરિણામ છે- એ બેયનો ઈ (જ્ઞાની) સાક્ષી છે!

આહાહાહા! ઝીણું છે ભાઈ! અંતરંગ મારગ અલૌકિક છે! આહા..! એમાં આ સમયસાર!! આહા...! આ વાત થઈ’ તી ત્યાં સનાવદમાં! (તે કહે) આ કર્મ છે જડ છે અજીવ લેવા અહીં પરિણામ જીવના ન લેવા.

(અહીં કહે છે) આંહી તો જીવના પરિણામ છે ઈ કર્મના જ પરિણામ છે! જીવ તો આત્મા


Page 116 of 225
PDF/HTML Page 129 of 238
single page version

૧૧૬ શ્રી પ્રવચન રત્નો-૧ જ્ઞાયકસ્વરૂપ છે એના એ પરિણામ નથી. આહા... હા! ગાથા-૭પ એણે અર્થ કર્યો છે ત્યાં સનાવદવાળાએ....

અરે! કંઈક-કંઈક અર્થ પોતાની કલ્પનાથી કરે ને... સમયસારને ફેરવી નાખે! આહા..! સમયસાર એટલે બાપુ! શું ચીજ છે!! અહીંયાં તો (કહે છે) ભગવાન આત્મામાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું છે ને અજ્ઞાનસ્વરૂપ રાગાદિ જે છે, તેનાથી જ્ઞાનસ્વરૂપ થયો થકો- વસ્તુ તો વસ્તુ જ્ઞાનસ્વરૂપ છે, પણ જ્ઞાનસ્વરૂપ પર્યાયમાં થયો થકો, એનાથી નિવર્તે છે અને પોતે સ્વયં જ્ઞાનરૂપ, જ્ઞાનસ્વરૂપ પર્યાયમાં થાય છે. સમજાણું કાંઈ...?

આવી વાત છે! આહા... હા! આફ્રિકામાં મળે એવું નથી ક્યાંય, કાલ કહેતા’ તા ભાગ્યશાળી ને મળે... એમ કાલ કહેતા’ તા!

વાત સાચી છે. ભગવાનની ધારા... ‘આ’ ભગવાન સર્વજ્ઞે કહેલું તત્ત્વ છે ભાઈ! આહા.. હા! ‘જે કર્મનું પરિણામ છે’ - ભાવકર્મને દ્રવ્યકર્મ બેય આવી ગયાં એમાં. ‘અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ... જોયું? ‘શબ્દ’ આવ્યો! બંધ, સંસ્થાન, સ્થૂલતા, સૂક્ષ્મતા આદિરૂપે બહાર ઉત્પન્ન થતું? જોયું? બહાર ઉત્પન્ન થતું (કહ્યું). ‘જે નોકર્મનું પરિણામ’ આહા...! ‘તે બધુંય પુદ્ગલપરિણામ છે’ આંહી વાંધો છે. વિકાર છે ઈ બધા પુદ્ગલપરિણામ છે એમ કહેવું છે.

આહા.. હા! ભગવાન વિજ્ઞાનઘનના ‘આ’ પરિણામ કયાં છે? અજ્ઞાનપણે માન્યાં હતાં ત્યાં સુધી એનાં હતાં. માન્યા’ તા ઈ, છતાં ઈ (પોતાના) માન્યાં પણ ઈ કાંઈ સ્વરૂપમાં નથી. આહા.. હા... હા! ઈ તો માન્યતા ઊભી કરી હતી.

આહા.. હા! એ અજ્ઞાનપણાનું સ્વરૂપ વિજ્ઞાનઘન ભગવાનમાં (એટલે કે) જ્ઞાનસ્વભાવને પકડયો, અનાદિથી રાગને પકડયો’ તો, એથી ભગવાન જ્ઞાન-સ્વભાવ રહી ગ્યો તો! એ જ્ઞાનસ્વભાવને પકડયો અને રાગસ્વભાવને છોડી દીધો.

આવો મારગ છે બાપા! વાદ-વિવાદે આમાં પાર આવે એવું નથી. અગિયારમી ગાથામાં કહ્યું છે ને...! ‘જિનવાણીમાં પણ નિમિત્તનો-વ્યવહારનો ઉપદેશ શુદ્ધ નયનો હસ્તાવલંબ (સહાયક) જાણીને બહુ કર્યો છે પણ એનું ફળ સંસાર જ છે’ આવું, આવું વ્રત કરવાં વ્રત પાળવાં ને (વિકારભાવ) ટાળવા એવી વાતું આવે ને બધી... આ જોઈને ચાલવું, વિચારીને બોલવું ને... આહા...! એવા કથનો જિનવાણીમાં આવે પણ એનું ફળ સંસાર છે.

આહા.. હા! ‘તે બધુંય પુદ્ગલ પરિણામ છે’ એ દયા-દાન, વ્રત પરિણામ આવે! પણ એ બધાં પુદ્ગલપરિણામ છે. આંહી તો કર્તા-કર્મ પ્રવૃત્તિનો નિષેઘ કરવો છે ને અજ્ઞાનપણાનો!!

આહા..! ‘એ રાગ મારું કાર્ય છે ને એનો શું કર્તા છું’ - એ તો અજ્ઞાનભાવ છે. સ્વરૂપ છે જ્ઞાનસ્વરૂપ ભગવાન જ્ઞાન! ઈ શું કરે? ઈ તો જાણવા-દેખવાનું કરે! એ (પણ) ભેદથી કથન છે. (શ્રોતાઃ) જ્ઞાન કરે એ પણ નહીં? (ઉત્તરઃ) રાગને કરે, એ આત્મા નહીં આહા..! જડને કરે, ઈ ચૈતન્ય ક્યાં રહ્યો? રાગ તો અજીવ છે, જીવ નથી.


Page 117 of 225
PDF/HTML Page 130 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૧૧૭

આહા... હા! પણ... માણસને આકરું પડે ને....!! (કહે છે કેઃ) ‘પરમાર્થે જેમ ઘડાને અને માટીને જોયું? માટીને ‘જ’ વ્યાપ્ય-વ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી’ - માટી વ્યાપક છે, ધડો તેનું વ્યાપ્ય છે. માટી કર્ત્તા છે, ધડો તેનું કાર્ય છે. આહા.. (શું તે) કુંભારનું કાર્ય છે? ‘ઘડાને અને માટીને વ્યાપ્ય-વ્યાપકનો સદ્ભાવ હોવાથી’ - ધડો છે ને તે વ્યાપ્ય છે, માટી છે તે વ્યાપક છે.

આહા.. હા! ‘વ્યાપ્યવ્યાપકભાવનો (વ્યાપ્યવ્યાપકપણાનો) સદ્ભાવ હોવાથી’ માટી તે કર્ત્તા છે, ધડો તે તેનું કાર્ય છે. વ્યાપક માટી તે કર્ત્તા છે, ધડો તેનું કાર્ય છે અત્યારે (અહીં) એટલું સિદ્ધ કરવું છે.

નહિતર તો... ઘડાની પર્યાય (પોતાના) ષટ્કારરૂપે પરિણમે છે. આહા..! આકરી વાત બાપા! પણ... સમજાવવું છે પરથી ભિન્ન પાડીને... એટલે આ રીતે કહ્યું છે. બાકી માટી છે ઈ, ઈ ઘડાની પર્યાયને કરે, ઈ પર્યાયને અશુદ્ધનય (કહી છે) પ્રવચનસારમાં લીધું છે ને ભાઈ...! માટી શુદ્ધનય ને માટીની પર્યાયો થાય, તે અશુદ્ધ (નય) વ્યવહાર, વ્યવહારનય છે ને...!

આહા... હા! એમ દ્રવ્ય છે જે આખી વસ્તુ તે શુદ્ધ છે, પર્યાયના ભેદો પાડવા તે અશુદ્ધ છે. ભલે! નિર્મળ પર્યાયનો ભેદો પાડો! આહા...! રાગ છે ને... એ ‘મેચક’ કહ્યું છે ને...! આહા...! ‘મેચક’ એટલે રાગ એમ કહ્યું નથી પણ ભેદ છે એ જ મેલ છે મેચક છે એમ કથન કરવામાં વ્યવહારથી એમ આવે છે ને કળશટીકામાં આવે છે.

આહા... હા! ‘પરમાર્થે તે કાંઈ વસ્તુ નથી વ્યવહારે ભલે કુંભાર કર્ત્તા અને ધડો કર્મ એમ કહેવામાં આવે પણ જેમ ઘડાને... અને માટીને ‘જ’ - ઘડાને અને માટીને જ (એટલે) માટી વ્યાપક છે, ધડો તેનું વ્યાપ્ય-કાર્ય છે. માટી કર્ત્તા છે અને ધડો તેનું કાર્ય છે. આહા...! આંહી એટલું પરથી ભિન્ન પાડવું છે ને... !

ઓહોહોહોહો! ગંભીરતા! સમયસારનો એક-એક ‘લોક! એક-એક ટીકા! બાપુ! (જેનું બીજું) દ્રસ્ટાંત નહીં!!

(શ્રોતાઃ) સાહેબ! ‘પરમાર્થે’ કેમ કીધું? (ઉત્તરઃ) કીધું ને...! વ્યવહારે કહેવાય છે ને વાત આવી ગઈ. વ્યવહારે કહેવાય આ ધડો કાર્યને કુંભાર કર્તા (પરમાર્થે) એ નહીં. એ તો કથનમાત્ર છે. આ તો (અહીં કહ્યું તે) પરમાર્થ છે.

(શ્રોતાઃ) પરમાર્થે છે (એટલે તે સાચી વાત છે? (ઉત્તરઃ) હા, પરમાર્થે કહે તે સત્ય છે. ધડો કુંભારે કર્યો ઈ વાત અસત્ય છે. રોટલી લોટે કરી ઈ બરાબર છે, પણ રોટલી સ્ત્રી એ કરી, તાવડીએ કરી, અગ્નિએ કરી ઈ અસત્ છે. આ શરીરના પરિણામ જે આમ-આમ થાય છે, એ શરીરપરમાણુએ કર્યાં એ કર્તા-કર્મ ખરું, પણ એ પરિણામ જીવે કર્યાં એવો વ્યવહાર છે એ કથન જૂઠું છે!

આહા... હા! ભાષાની પર્યાય જીવ બોલે છે એમ કહેવું ઈ તો કથનમાત્ર છે. પણ ભાષાની પર્યાય એનું કાર્ય તેની ભાષાવર્ગણા કર્તા છે ઈ ભાષાની પર્યાય તેનું કાર્ય છે ઈ પરમાર્થ છે. આહા... હા... હા! ‘મેં ટીકા કરી નથી હો?! આચાર્ય અમૃતચંદ્રાચાર્ય કહે છે, ‘મેં ટીકા કરી નથી હો! હું તો સાક્ષી છઉં...!! હુંતો જ્ઞાનસ્વરૂપમાં ગુપ્ત છું આવે છે ને....! પ્રભુ (જ્ઞાયક) ગુપ્ત છે. તે ટીકા કરવા કયાં જાય?! (શ્રોતાઃ) ઈ એમાં વ્યાપે તો કરી શકે! (ઉત્તરઃ) વ્યાપેેતો... વ્યાપે જ નહીં પછી કરી શકે (ની વાત જ કયાં છે!)


Page 118 of 225
PDF/HTML Page 131 of 238
single page version

૧૧૮ શ્રી પ્રવચન રત્નો-૧ વ્યાપક તો દ્રવ્ય છે ને વ્યાપ્ય તો તેની પર્યાય-કાર્ય છે, વ્યાપ્ય-વ્યાપકમાં બીજો વ્યાપક આવે ક્યાંથી ત્યાં?!

આહા.. હા! ‘પરમાર્થે જેમ ઘડાને અને માટીને’ .. આહા..! દ્રષ્ટાંતે ય કેવું આપ્યું છે! એ અમૃતચંદ્રાચાર્યે આપ્યું છે. ‘આમ તો (મૂળપાઠ તો) कम्मस्स य परिणामं णोकम्मस्स य तहेव परिणामं ‘ण करेइ’ આવે जो जाणदि सो हवदि णाणी’ એ સિદ્ધ કર્યું છે.

આહા...હા! ‘પરમાર્થે જેમ ઘડાને અને માટીને ‘જ’ (સંસ્કૃતટીકામાં છે). ‘घटमृत्तिकायोरिव’ છે ને? घटमृत्तिकायोरिव व्याप्यव्यापकभाव सद्भावात्पुद्गलद्रव्येण कर्त्ता स्वतन्त्रव्यापकेन स्वयं’ આહા! જુઓ ઈ કહે છે. ‘તેમ પુદ્ગલપરિણામને...’ આહા! ઓલું (પહેલાં કહ્યું) કર્મનું પરિણામ તે કહ્યું હતું ને... બધું પુદ્ગલ પરિણામ-રાગાદિને પુદ્ગલપરિણામ (કહ્યાં), શરીરને પુદ્ગલપરિણામ કહ્યાં એ.

‘તેમ પુદ્ગલપરિણામને અને પુદ્ગલને જ વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે ‘આ હા.. હા... હા.. હા! એ રાગ પુદ્ગલના પરિણામ અને એનો પુદ્ગલ કર્ત્તા છે!

ત્યારે, એ ‘ના’ કહે કે જુઓ! ઉપાદન-આત્માથી જ થાય છે ને નિમિત્તથી થતું નથી ઈ તમારું ખોટું પડે છે, એ બીજી વાત છે બાપુ! એ વાત તો સિદ્ધ રાખીને છે.

આહા...! જે સમયે જે પરિણામ જે દ્રવ્યના તે સમયે તે કાર્યરૂપે પરિણમીને થાય, થવાના તેજ થાય એ ષટ્કારકરૂપે, એ વાત સિદ્ધ રાખીને હવે સ્વભાવની દ્રષ્ટિ બતાવવી છે ને આંહી તો...! ઓલી વાતતો કરી... કે છએ દ્રવ્ય જ્ઞેય છે, એ દર્શનનો અધિકાર છે (જ્ઞેયઅધિકાર) પ્રવચનસાર છતાં તે તે જ્ઞેયના તે સમયના તે તે પરિણામ તે જ સમયના ક્રમબદ્ધમાં થવાના તે થાય. આહા.. હા! ભલે નિમિત્ત હો! પણ તે તે સમયના તે પરિણામ થાય તે વાત રાખીને હવે, અહીંયાં પુદ્ગલકર્ત્તા અને રાગાદિપરિણામ તેનું કાર્ય - સ્વભાવની દ્રષ્ટિ સિદ્ધ કરવી છે. આહા.. હા! (અને) ત્યાં તો જ્ઞેયપણું - જગતના પદાર્થ આવા છે એમ સિદ્ધ કર્યું છે. આહા.. હા!

હવે, (વિશ્વના) ઈ પદાર્થમાં પણ વાસ્તવિક સ્વરૂપ એનું છે ચૈતન્યનું (કે) ઈ વિજ્ઞાનઘન છે! એ વિજ્ઞાનઘન વ્યાપક ને વિજ્ઞાનઘનની પર્યાય તેનું વ્યાપ્ય-કાર્ય છે. આહા... હા... હા! પણ રાગ- દ્વેષના પરિણામ (જે) દયા-દાન-વ્રત-ભક્તિનાં પરિણામ, અરે! ભગવાનની ભક્તિ- સ્તુતિના પરિણામ આહા... હા! પુદ્ગલપરિણામને... રાગ, ભક્તિ ભગવાનની જે સ્તુતિનો રાગ, આહા... હા! એ પુદ્ગલપરિણામનો પુદ્ગલકર્તા છે, પુદ્ગલ વ્યાપક થઈને ઈ વ્યાપ્ય થયું છે!!

(શ્રોતાઃ) પુદ્ગલ એટલે દ્રવ્યકર્મ? (ઉત્તરઃ) દ્રવ્યકર્મ, જડ! આહા... હા! આ શરીર ને પુદ્ગલકર્મ જડ-બેય છે ને આંહી તો. બેયનાં પરિણામ લીધાં છે ને...! (શ્રોતાઃ) ઈ વિકાર ભેગો છે? (ઉત્તરઃ) ઈ વિકાર પુદ્ગલ જ છે! પુદ્ગલના પરિણામ આહીં તો કહ્યા પણ આગળ પુદ્ગલ જ કહેશે, આમાં ને આમાં કહેશે, આગળ (ટીકામાં) સમજાણું...?

આ કહેશે... જુઓ! ‘જ્ઞાનને અને પુદ્ગલને ઘટ-કુંભારની જેમ’ ત્યાં પુદ્ગલ કીધું છે, આંહી પરિણામ લીધા છે ત્યાં પછી અને પુદ્ગલ કીધાં છે!

આહા... હા! ‘પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી’ આહાહાહા! જ્યાં રાગનો કર્ત્તા કીધો! ૬૨


Page 119 of 225
PDF/HTML Page 132 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૧૧૯ ગાથા પંચાસ્તિકાય ત્યાં તો કાર્ય’ સિદ્ધ કરવું છે ને...! તો કહે છે કે રાગના પરિણામ અને દ્વેષના પરિણામવિકારી પરિણામ, ઈ સ્વતંત્ર ષટ્કારકથી જીવની પર્યાયમાં થાય છે. કર્મે ય કર્ત્તા નહીં ને એનાં (જીવનાં) દ્રવ્યગુણે ય કર્ત્તા નહીં. અ. ચર્ચા થઈ’ તી ન તે દિ’ વર્ણીજી હારે, તેરની સાલ! બાવીસ વરસ થયાં!

આકરું કામ!! આહા... હા! એ વિકારી પરિણામ તેનો કર્ત્તા કર્મે ય નહીં ને તેનો કર્ત્તા દ્રવ્યગુણે ય નહીં, આંહી કહે છે કે વિકારીપરિણામનો કર્ત્તા પુદ્ગલ! એ ‘સ્વભાવની દ્રષ્ટિ’ અહીં બતાવવી છે.

આહા...! પરનું કર્તાકર્મપણું-વિકારનું (કર્તાકર્મપણું) છૂટીને... જ્ઞાન થવું, એ સ્વરૂપ જે છે તે વિજ્ઞાનઘન છે એનું જ્ઞાન થયું ત્યાં, એના પરિણામ (માં) વિકારીકાર્ય છે નહીં, એથી વિકારીપરિણામનો કર્ત્તા પુદ્ગલને નાખી (કહી) અને એ પુદ્ગલનું કાર્ય છે, સ્વતંત્રપણે પુદ્ગલ કરે છે એમ કહ્યું ‘કર્ત્તા એને કહીએ કે સ્વતંત્ર પણે કરે.

આહા... હા ત્યારે રાગ જે થા દયા-દાન-વ્રત-ભક્તિ ભગવાનની ને સ્તુતિનો (રાગ) એ રાગ... પુદ્ગલ સ્વતંત્ર થઈને એ રાગપરિણામને કરે છે. (શ્રોતાઃ) જીવ નથી કરતો એમ બતાવવું છે! (ઉત્તરઃ) જીવસ્વભાવ નથી એમ બતાવવું છે. આહા... હા... હા હા

આવી વાત આકરી પડે માણસને...! લોકોએ... અરે! વાદ-વિવાદ ઝઘડા ઊભા કરે! બાપુ! જેમ છે એમ છે ભાઈ...! આંહી તો, ભગવાનની સ્તુતિ છે તે રાગ છે અને રાગ.. પુદ્ગલવ્યાપક સ્વતંત્રપણે થઈને રાગ કરે છે. આવું છે! રાડ... નાખે એવું છે!!

શું કીધું? ‘પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી’ -શરીરનો પુદ્ગલનો ને કર્મ, બેય.. સ્વતંત્ર વ્યાપક હોવાથી ‘પુદ્ગલપરિણામનો કર્ત્તા છે’ એટલે... કે કર્મ પોતે સ્વતંત્ર રાગનો કર્તા છે, શરીરની પર્યાયનો કર્તા, શરીરના પરમાણું સ્વતંત્ર છે!

આહા..! આ.. તો ધીરા થઈને વિચારે તો બેસે! વાત આવી છે! વિદ્વતાની ચીજ નથી ‘આ’.. આહા... હા! એ પુદ્ગલ પરિણામ સ્વતંત્ર વ્યાપક હોવાથી પુદ્ગલ, પુદ્લપરિણામનો કર્તા છે. એટલે કે દયા-દાન-વ્રતના પરિણામનો પુદ્ગલ સ્વતંત્ર થઈને તે પરિણામને કરે છે!

(શ્રોતાઃ) નિશ્ચયે-પરમાર્થે કહે છે? (ઉતરઃ) પરમાર્થે, વસ્તુ છે ને એ. (શ્રોતાઃ) અશુદ્ધનિશ્ચયનયો! (ઉત્તરઃ) અશુદ્ધનિશ્ચયનયે છે પણ એ વ્યવહાર અને વ્યવહારનો કર્તા કર્મ છે પરમાર્થે આત્મા નહીં.

આહા.. હા! “આંહી તો જગતનો સાક્ષી સિદ્ધ કરવો છે ને હવે તો” જ્ઞાતા-દ્રષ્ટા છે. એ એનાં રાગના પરિણામનો કર્તા નથી. ત્યરે પુદ્ગલસ્વતંત્ર થઈને, દ્રવ્ય પોતે સ્વતંત્ર થઈને રાગને કરે એવું નથી. (આત્મ) દ્રવ્ય સ્વતંત્ર થઈને તો નિર્મળપરિણામને કરે એમ કહેવાય વ્યવહારે!

આહા... હા! બાકી, દ્રવ્ય નિર્મળ પરિણામને કરે એય ક્યાં છે? ! આહા... હા! ‘અને પુદ્ગલપરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યાપાતું હોવાથી (વ્યાપ્યરૂપ થતું હોવાથી) કર્મ છે’

વિશેષ કહેશે... (પ્રમાણવચન! ગુરુદેવ!!