Pravach Ratno Part 1 (Gujarati). Date: 05-01-1979; Pravachan: 161.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 15 of 24

 

Page 130 of 225
PDF/HTML Page 143 of 238
single page version

૧૩૦ શ્રી પ્રવચન રત્નો-૧

પ્રવચન ક્રમાંક–૧૬૧ દિનાંકઃ પ–૧–૭૯

સમયસાર! પંચોત્તેર ગાથા. ‘હવે પૂછે છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ અર્થાત્ જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય? આંહી જ્ઞાની તો થયો છે, એને પુદ્ગલકર્મના સંયોગથી રાગાદિ થાય, તેનો પણ ‘જાણનાર’ છે. એવો જ્ઞાની કહ્યો છે ને...! અનાદિનો તો અજ્ઞાની હતો, આંહી તો જ્ઞાનીપણું કહેવું છે ને..! સમ્યગ્જ્ઞાન થયું છે, આત્મા પરથી ભિન્ન છે અને વર્તમાન પર્યાય જ્ઞાનની, અને રાગથી ભિન્ન કરીને, એ પર્યાયને દ્રવ્યમાં વાળી છે અને જેને અંતર સમ્યગ્જ્ઞાન થયું છે- જ્ઞાનનીપર્યાયમાં પૂરણજ્ઞેય જ્ઞાનમાં જણાણું છે, એને આંહી જ્ઞાની કહેવામાં આવે છે. સમજાણું...?

એટલે, આંહી નિર્વિકલ્પ સમાધિમાં હોય, ત્યારે જ જ્ઞાની કહેવાય, અને વિકલ્પ ઊઠે (એ જ્ઞાની ન કહેવાય) (શ્રોતાઃ) જ્ઞાની, સાધકને અધૂરી દશા છે! (ઉત્તરઃ) છતાંય એને રાગ હોય જ નહીં, એમ એ કહે છે, અબુદ્ધિપૂર્વક હોય, બુદ્ધિપૂર્વક હોય નહીં, એને જ્ઞાની કહેવો-એમ એણે કહ્યું છે, (પરંતુ) એમ નથી અહીંયા!

તેથી તો, પહેલો પ્રશ્ન આ છે (શિષ્યનો) કે આત્મા જ્ઞાનસ્વરૂપ-જ્ઞાની થયો-ધર્મી થયો એમ કેમ ઓળખાય? એનાં ચિન્હ શું? એનાં એંધાણ શું? એનું લક્ષણ શું? ‘તેનું ચિન્હ કહો’ તેનાં લક્ષણ કહો, એમ પૂછે છે. અમૃતચંદ્ર આચાર્ય કહે છે હો! ‘कथम् अयमात्मा ज्ञानिभूतो लक्ष्यत ईति चेत्’ – સંસ્કૃત (માં) છે. એ જયચંદ પંડિતનું નથી. ઝીણી વાત છે!

‘જ્ઞાની થયો થકો’ કેમ ઓળખાય? તેનું લક્ષણ શું? એટલે, ચોથાગુણ-સ્થાનથી જ્ઞાની ગણવામાં આવ્યો છે, ઈ વાત પાઠ સિદ્ધ કરે છે.

कम्मस्स य परिणामं णोकम्मस्स य तहेव परिणामं।
ण करेइ एयमादा जो जाणदि सो हवदि णाणी।। ७५।।

થાય છે ખરા રાગાદિ! ‘जाणदि सो हवदि णाणी’ શું કીધું સમજાણું? રાગ આદિ થાય છે, નિર્વિકલ્પમાં જ પડયો છે તો એને જે જ્ઞાની કહેવો એમ નહીં. (જ્ઞાનીને) રાગઆદિ થાય છે, પણ તે રાગનો ‘જાણનાર’ રહે છે. રાગ મારો સ્વભાવ નથી. હું એનાથી ભિન્ન છું. એમ ‘જાણનાર’ રહે છે, અને રાગ હોય છે.

તેથી... રાગનો ‘જાણનાર’ ને ‘રાગનુંજ્ઞાન’ છે ને તે આત્માનું જ્ઞાન છે (જ્ઞાનીને) એમ આવ્યું ને...! (પાઠમાં) તો.. આંહી તો રાગ છે બુદ્ધિપૂર્વક! રુચિપૂર્વક નહીં.

આહા... હા! ધર્મી-સમ્યગ્દ્રષ્ટિ, એટલે કે જ્ઞાની થાય, એને કેમ ઓઈખાય? તેનું લક્ષણ શું? એમ પૂછયું છે. સમજાણું કાંઈ...? આ તો ફરીવાર લીધું છે.

પરિણામ કર્મ તણું અને નોકર્મનું પરિણામ જે-તે નવ કરે જે, માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે. ૭પ.

આહા... હા! હવે, ટીકા!


Page 131 of 225
PDF/HTML Page 144 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૧૩૧

‘નિશ્ચયથી’ - ખરેખર ‘મોહ’ એટલે કે પર તરફની જરી રાગની દશા હોય, પહેલું ‘સમુચ્ચય’ મોહ લીધો છે, પણ મિથ્યાત્વ ન લેવું. કે પર તરફનો હજી ભાવ હોય છે. એ ‘મોહ’ સમુચ્ચય કહીએ ચારિત્રમોહની વાત છે. દર્શનમોહની વાત નથી આંહી. ઈ અંદર પરિણામમાં પણ તરફના વલણવાળો રાગ હોય છે એ ‘મોહ’ એના પેટાભેદ, રાગઅને દ્વેષ અને સુખ, દુઃખ - કલપના થાય છે સુખ દુઃઅની, એ ‘આદિરૂપે’ અંતરંગમાં ઉત્પન્ન થતું, જે કર્મનું પરિણામ’ -દ્રવ્યકર્મને ભાવકર્મ બેય ભેગાં લીધાં. જડકર્મ જે છે એ દ્રવ્યકર્મ છે અને એનાં નિમિત્તથી થતાં પર્યાયમાં મોહ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ છે, એ અંતરંગપરિણામ એ કર્મના પરિણામ છે, એ પુદ્ગના પરિણામ છે! આહા... હા! આવી વાતું! અને, તમારો પ્રશ્ન હતો કે દ્રવ્યકર્મ આમાં ક્યાં આવ્યું? પણ દ્રવ્યકર્મ-ભાવકર્મ બેય આવી ગયું આમાં.

આહા...! ભગવાન આત્મ, જ્યાં પોતે રાગથી તો ભિન્ન પડીને ને પર્યાયને-જ્ઞાન પર્યાયને, અંતરમાં-સામાન્યમાં પર્યાયને વાળી છે, એટલે આમાં વિશેષ પણ આવી ગ્યું ને સામાન્ય પણ આવી ગયું. શું કીધું? રાગ નો આવ્યો. રાગથી ભિન્ન પડી અને જ્ઞાનની પર્યાય-વિશેષ જે છે એ વિશેષ- ગુણની વિશેષ એ પર્યાયને, આમ વાળી સામાન્યમાં, એટલે વિશેષ નેસામાન્ય બેય આવી ગયું. રાગ ભિન્ન રહી ગ્યો!! આહા... હા! સમજાય છે, ઝીણી વાત છે ભાઈ..?

વિશેષ જે જ્ઞાનપર્યાય છે, એને રાગથી તો ભિન્ન છે પર્યાય! એથી રાગથી તો ભિન્ન કરીને જ્ઞાનપર્યાય ઉપર લક્ષ કરી, એ પર્યાયને વાળી ધ્રુવમાં!! ઉત્પાદ થયેલી પર્યાય જ્ઞાનની છે, એને- ધ્રુવમાં-વાળી! એટલે કે ધ્રુવ સામાન્ય છે, પર્યાયને-વિશેષને એમાં વળી એટલે વિશેષને સામાન્ય બેય થઈ ગયું!

એટલે, ઓલા વેદાંતી, એમ કહે કે વિશેષ છે જ નહીં. (આત્મા) એકલો કૂટસ્થ છે. તો કૂટસ્થનો નિર્ણય કરનાર કોણ? આહાહા! સમજાણું કાંઈ...?

વેદાંત, સર્વવ્યાપકનો.. મોટો ભાગ અત્યારે છે ને..! પણ એ ‘નિશ્ચયાભાસૃ’ છે. કેમ... કે વસ્તુ છે એકસમયમાં ત્રિકાળ! એનો નિર્ણય કરનાર ધ્રુવ ક્યાં છેલ્ એનો નિર્ણય કરનાર વિશેષ પર્યાય છે. આહા... હા! એ અનિત્ય છે, પર્યાય છે ઈ અનિત્ય છે, એ અનિત્ય છે એ નિત્યને જાણે છે. ‘અનિત્ય છે તે નિત્યનો નિર્ણય કરે છે!’

આહા...હા...હા...! છે ને...? આહા..! એટલે કહે છે કે ‘ખરેખર’ , આગળ ૮૭ ગાથામાં કહેશે. કે મિથ્યાત્વના બે ભેદ છે. આંહી પરિણામ મિથ્યાત્વના! (અને) દર્શનમોહના રજકણ. એવી રીતે મિથ્યાત્વના બે ભેદ, અવ્રતના બે ભેદ, અજ્ઞાનના બે ભેદ, ક્રોધનાદિના બે ભેદ, એમ લેશે. ત્યાં તો ફકત બેની ભિન્નતા સિદ્ધ કરવી છે.

આંહી તો હવે રાગની ભિન્નતા કરીને જ્ઞાન થયું છે તે જ્ઞાન કેવું હોય? એને આંહી સિદ્ધિ કરવું છે! સમજાણું કાંઈ...? (સમયસાર) ૮૭ ગાથા છે ને...! સમજાણું કાંઈ..?

(સમયસાર ગાથા ૮૭) ‘मिच्छतं पुणं दुविहं जीवमजीवं तहेव अणणाणं’ છે ને...! બે પ્રકારના મિથ્યાત્વ, એક આત્માના પરિણામ મિથ્યાત્વ (અને બીજું) દર્શનમોહ-જડના પરિણામ મિથ્યાત્વ! જડના-અજીવના ને જીવના - એમ બેય ભિન્ન પાડીને, ભિન્ન સિદ્ધ કરવું છે.

આંહીયાં તો... ભિન્ન પડેલું જેને જ્ઞાન થયું છે, રાગથી ભિન્ન પડેલી જ્ઞાનપર્યાય અને એ પર્યાયને


Page 132 of 225
PDF/HTML Page 145 of 238
single page version

૧૩૨ શ્રી પ્રવચન રત્નો-૧ જેણે, આમ-સામાન્યમાં વાળી છે- જેને જ્ઞાન થયું છે એ જ્ઞાનનું લક્ષણ-એંધાણ શું? સમજાણું કાંઈ?

આહા.. હા! ગાથા બહુ ઊંચી છે! ભાઈએ ફરીવાર લેવાનું કહ્યું તે... ઈનું ઈ આવે એવું કાંઈ છે?!

છે તો ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, એથી આંહી આ પ્રત્યક્ષને સિદ્ધ કરે છે. કે રાગ આદિ હોય છે. અને તે સંબંધીનું જ્ઞાન, આંહી જ્ઞાન કરે છે. /ઈ છે તો પોતાનું જ્ઞાન, એ સંબંધીનું એ નિમિત્તથી કથન છે. છતાં ત્યાં રાગ છે તેને ઈ જાણે છે, એટલે કે બુદ્ધિપૂર્વક રાગ છે તેને ઈ જાણે છે–એટલે કે ખ્યાલમાં આવે છે કે રાગ છે એમ. આ સદ્ભૂત ઉપચારથી/ખ્યાલમાં આવે છે કે રાગ, છતાં જ્ઞાની, ધર્મજીવ, એ રાગને ‘જાણનારો’ રહે છે.

કેમકે આત્મા જ્ઞાનસ્વરૂપ છે એવું જ્યાં અંતર ભાન થયું તેથી તેની પર્યાયમાં જ્ઞેય જે પૂરણજ્ઞાયક છે તેનું જ્ઞાન થયું. એ જ્ઞાનનીપર્યાયના કાળમાં, રાગ જે હોય છે એનું પણ ઈ સ્વપરપંકાશક પર્યાય હોવાથી, ઈ જ્ઞાનની પર્યાય ષટ્કારકરૂપે પરિણમતી ઉત્પન્ન થાય છે! અરે... આવું છે! ઝીણો મારગ ભાઈ...!

ક્યાં.. ય.. રાગથી પાર ને એકસમયની પર્યાયથી પાર... ભિન્ન અંદર? ૭૩ માં આવ્યું ને...! અનુભૂતિ ભિન્ન છે!

આહા.. હા! ખરેખર તો અહીંયા જ્ઞાની-ભાન થયું આત્માનું- જેને રાગથી ભિન્ન પડી અને પર્યાયને જ્ઞાયકત્રિકાળી! જ્ઞાયકસ્વભાવ! ધ્રુવ સ્વભાવ! ત્રિકાળી એકરૂપ-જ્ઞાયકસ્વભાવ!! એનું જેને વર્તમાન પર્યાયમાં તે તરફ વાળીને જ્ઞાન થયું છે તેને અહીંયા જ્ઞાની કહેવામાં આવે છે. આંહી કોઈ આત્મા ડરી જાય તો જ જ્ઞાની છે, એમ છે નહીં.

વસ્તુ જ એવી ઈ તો કહે છે અજ્ઞાન છે, બારમા સુધી અજ્ઞાન છે ને..! પણ ઈ તો અજાણપણેઓછું જ્ઞાન છે એમ છે, ત્યાં કોઈ વિપરીણજ્ઞાન છે એમ નથી. સમજાણું કાંઈ...? બારમા (ગુણસ્થાન) સુધી અજ્ઞાન કહ્યું છે ઈ તો ઓછું જ્ઞાન છે એમ કીધું છે, વિપરીત જ્ઞાન નથી.

આંહી ચોથે, સમ્યગ્દર્શન (થયું) આંહી તો જ્ઞાની કેમ ઓળખાય? એમ પ્રશ્ન કર્યો છે ને.. નિર્વિકલ્પસમાધિમાં રહેલો વીતરાગ કેમ ઓળખાય એમ નથી પૂછયું અહા...! જેને આત્મધરમ! વસ્તુ શુદ્ધ ચૈતન્યધન! એવું જેને રાગથી ભિન્ન પડી અને પર્યયને અંતરમાં વાળી છે. એ... પણ પર્યાય છે ને વાળું છું એવો ભેદ ત્યાં નથી પણ સમજાવવામાં શું આવે? .. સમજાણું કાંઈ...? પર્યાય... જે પરલક્ષમાં છે એ પર્યાયતો ત્યાં રહી ગઈ, પછીતી પર્યાય દ્રવ્યમાંથી થાય ને દ્રવ્ય તરફ ઢળે એ સમય એક જ છે! આહા.. આરે... આરે... આવી વાતું છે.! વીતરાગ મારગ બાપા, અલૌકિક છે ભાઈ...!

આહા...! કહે છે, એ પરિણામ જે કર્મનું છે, પુણ્ય ને પાપ, દયા ને દાન, વ્રતને ભક્તિ આદિના પરિણામ થયાં. પણ એ પરિણામ કર્મનું પરિણામ છે, જીવનું નહીં. કેમકે જીવ જે છે એ અનંતગુણનો પિંડ સ્વભાવ શુદ્ધ છે, તો જે અનંતગુણ છે એ શુદ્ધ છે, તો શુદ્ધના પરિણામ શુદ્ધ હોય- એમ આંહી સિદ્ધ કરવું છે ને...! પર્યાયમાં અશુદ્ધતા છે ઈ પછી સિદ્ધ કરશે... સમજાણું કાંઈ...? એનામાં-પર્યાયમાં અશુદ્ધિ પછી સિદ્ધ કરશે.

આહા...! આંહી તો જે વસ્તુ છે એ શુદ્ધ છે, અનંત, અનંત, અનંત ગુણનો પિંડ સાગર પ્રભુ!


Page 133 of 225
PDF/HTML Page 146 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૧૩૩ એ બધા-અનંતગુણો શુદ્ધ છે અને તેથી તેનું પરિણમન પણ શુદ્ધ છે. આહા...! એ ગુણનું પરિણમન કોઈ વિકૃત છે એમ હોઈ શકે નહીં.

એથી વિકૃત જે છે એ નિમિત્તને આધીન થઈને થાય છે. એનું જ એ હોવા છતાં અજ્ઞાની ઈ મારાં છે એમ માને છે. અને જ્ઞાની નિમિત્તને આધીન થયેલ હોવા છતાં, એને તેનામાં રાખીને, પોતે તેનું જ્ઞાન/એની હયાતિ છે માટે કરે છે એમેય નહીં. તેનું જ્ઞાન એની જ્ઞાનની પર્યાયમાં–સ્વનું અને પરનું જ્ઞાન પોતાથી પોતામાં થયું છે... તેને તે જાણે છે!

આહા...! રાગને જાણે છે એમ કહેશે.. પણ ખરેખર તો એને આમ જાણે છે. (શ્રોતાઃ) એના થયેલા જ્ઞાનને જાણે છે! (ઉત્તરઃ) જ્ઞાનને જાણે છે. (શ્રોતાઃ) અટપટું છે! (ઉત્તરઃ) સમજાય એટલું સમજવું બાપુ! આ તો વીતરાગ ત્રિલોકનાથ! તીર્થંકર દેવ! જિનેશ્વરની સાક્ષાત્ વાણી છે!!

(કહે છે કેઃ) ‘નિશ્ચયથી-ખરેખર મોહ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિરૂપે અંતરંગમાં-’ અંતરંગમાં (કહ્યું) જોયું? ઈ કહેતા ‘તા ને કાલ... કે ખંડવામાં સનાવદનો ભાઈ છે, ઈ કહે આ પરિણામ છે ઈ જડના લેવાં, જીવના વિકારી પરિણામ નો’ લેવા... કીધું એમ નહીં, એમ નથી! આહા... હા... હા! આ તો ‘અંતરંગ ઉત્પન્ન થતું’ (કહ્યું છે) એ જીવના પરિણામ વિકારી છે, મોહ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિ, એ કર્મનું પરિણામ છે. જીવનું નહીં, એ જીવના પરિણામ નહીં.

(શ્રોતાઃ) જીવ તો શુદ્ધ પરિણમે! (ઉત્તરઃ) જીવ તો શુદ્ધ છે માટે એના શુદ્ધ પરિણામ હોય. એ આંહી સિદ્ધ કરવું છે. કર્ત્તાકર્મ, સિદ્ધ કરવું છે ને...! તો આત્મા કર્ત્તા થઈને કર્મ થાય, એ તો શુદ્ધ થાય. કારણ શુદ્ધ! એનાં ગુણો શુદ્ધ, પવિત્ર, આનંદકંદ છે એ તો. (આત્મા) તો અનંત-અનંત ગુણોનો પાર નથી, એવો ભંડાર છે! છતાં અનંત ગુણમાં એક્કેય ગુણ અનંતા- અનંતા-અનંતા- અનંતા-અનંતા... ગુણમાંથી એક્કેય ગુણ રાગપણે થાય એવો કોઈ ગુણ જ નથી.

(શ્રોતાઃ) ગુણ રાગપણે થાય તો મટે જ નહીં! (ઉત્તરઃ) મટે જ નહીં, ગુણ કોઈ રાગપણે થાય તો, ઈ મટે જ નહીં. અશુદ્ધ જો દ્રવ્ય થાય તો કોઈ દિ ‘મટે નહીં. પર્યાયની અશુદ્ધતા હોય તો મટે છે. ધ્રુવ (આત્મદ્રવ્ય) અશુદ્ધ હોય તો (અશુદ્ધતા) મટે જ નહીં, તો તો (આત્મા) અશુદ્ધ કાયમ રહે!

આહા...હા! ધીમે.. થી... સમજવાની વાત છે બાપુ આ તો! વીતરાગ મારગ છે ભાઈ...! પરમેશ્વર ત્રિલોકનાથ! જિનેશ્વરની વાણી સીધી છે ‘આ’! સંતો દ્વારા, બહાર આવી છે.

આહા..! એ કર્મનું પરિણામ કીધું, કોને? જીવમાં થતાં જ્ઞાનીને રાગ-દયા-દાન-વ્રત-ભક્તિ- પરમાત્માની સ્તુતિ, એ બધાં રાગ અંતરંગકર્મના પરિણામ છે. આ.. હા.. હા.. !

આંહી દ્રવ્યકર્મ, ભાવકર્મ બેય ભેગું! ઈ તો ભાઈએ પ્રશ્ન કર્યો’ તો ને પહેલાં (કે) જીવ, દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી રહિત છે, તો પછી આમાં ભાવકર્મ-નોકર્મથી રહિત આવ્યું, દ્રવ્યકર્મ ક્યાં આવ્યું? પણ... ઈ દ્રવ્યકર્મ જ અહીં ભાવકર્મપણે પરિણમે છે એમ લેવું છે આંહી, એટલે દ્રવ્ય, ભાવ, નોકર્મ ત્રણેય આવી ગયાં. આહા... હા..! અરે... રે! આવી વાત! લોકોને મળવી મુશ્કેલ પડે! સમજવી તો... આહાહા ભગવાન આત્મા, રાગથી ભિન્ન પડી અને પર્યાયને દ્રવ્યમાં વાળી છે! જેની જ્ઞાનની પર્યાયમાં, આખું-પૂરણ જ્ઞેયનુ જ્ઞાન થયું છે, એ જ્ઞાનીને જ્ઞાનનું લક્ષણ શું હોય? એમ પૂછયું છે.


Page 134 of 225
PDF/HTML Page 147 of 238
single page version

૧૩૪ શ્રી પ્રવચન રત્નો-૧

આહા...હા! તો... કહે છે કે સાંભળ પ્રભુ! એ કર્મ જડ છે. અને એનાં નિમિત્તથી થયેલાં ઉપાદાન/અશુદ્ધઉપાદાનથી પર્યાયમાં-આત્મામાં છે, પણ આંહી અશુદ્ધઉપાદાનનું કાર્ય, કર્મના નિમિત્તથી થતાં, કર્મમાં નાખી દેવું છે.

અને આંહી શુદ્ધ ઉપાદાન ભગવાન આત્મા! એમાં તો શુદ્ધ-વીતરાગી પરિણામ હોય. આહાહા.. હા! એનો ય કર્તા કહેશે ઈ ઉપચારથી છે. તો... વિકારનો, પરિણામનો કર્તા તો ઉપચારથી પણ નહીં.. સમજાણું કાંઈ...?

આહા.. હા! આ તો... ગંભીર વાણી છે પ્રભુ!! એ કર્મ પરિણામ કીધું. (હવે, કહે છે) ‘અને સ્પર્શ-આ શરીરમાં છે. સ્પર્શ, રસ, ગંધ, રંગ અને શબ્દવાણી, બંધ- અંદર, સંસ્થાન, સ્થૂલતા, સુક્ષ્મતા એટલે પરમાણુઓ, આદિરૂપે બહાર ઉત્પન્ન થતું- કર્મરૂપે પર્યાય જે થાય, શરીરરૂપે પર્યાય જે થાય, મનના પરમાણુંરૂપે પર્યાય થાય, વાણીના-શબ્દરૂપે પરમાણુરૂપે પર્યાય થાય, એ બધું બહાર ઉત્પન્ન થતું/ ઓલું અંતરંગ પરિણામમાં, આ બહારમાં- જે નોકર્મનું પરિણામ, શરીર આદિ, વાણીના પર્યાય, ‘તે બધું ય પુદ્ગલપરિણામ છે’ - બેય! પહેલાં કર્મના પરિણામ કીધાં ને આ નોકર્મના પરિણામ, એ પુદ્ગલનાપરિણામ છે. આત્માના નહી!

આહી..! જ્ઞાનની વ્યાખ્યા છે ને આંહી..! અહા.. આહા.. હા! જ્ઞાની તો જ્ઞાનસ્વભાવને જાણ્યો છે તે રાગથી તો ભિન્ન જાણ્યો છે, ભિન્ન જાણ્યું છે એટલે રાગનો પરિણામ તે જીવના પરિણામ છે એમ આંહી નથી.

આહા... હા! એ બહાર થતું નોકર્મનું પરિણામ ‘તે બધુંય’ એટલે કર્મપરિણમ અને નોકર્મનું પરિણામ ‘તે બધું ય પુદ્ગલપરિણામ છે’ પુદ્ગલના પરિણામ છે, જડના પરિણામ છે! આહા.. હા!

(કહે છે) ‘પરમાર્થે-ખરેખર,’ નિશ્ચયથી લીધું’ તું ને પહેલું એનાં પ્રશ્ન, પરનાં છે એમ, એમ ‘પરમાર્થે, જેમ ઘડાને અને માટીને જ વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી’ શું કહે છે? માટી છે તે પોતે કર્તા છે -વ્યાપક છે અને ધડો છે તે તેનું વ્યાપ્ય છે -કર્મ છે-તેનું કાર્ય છે. સમજાણું કાંઈ...? માટી છે એ વ્યાપક છે-પ્રસરે છે, /એમ આંહી અત્યારે તો એમ કહેવું છે ને, બાકધી તો પર્યાય પર્યાયથી થાય છે.

તો માટી વ્યાપક છે એટલે કર્તા છે એટલે કે બદલનાર છે એવી જે માટી ઈ વ્યાક છે, અને ઘડો તેનું વ્યાપય-કાર્ય-કર્મ એની દશા છે, ધડો એ માટીની દશા છે, એ કુંભારની દશા નહીં, કુંભારનું કાર્ય નહીં. આહા.. હા! સમજાય છે?

કાલ આવ્યું ‘તું એ જ આવે, એવું કાંઈ છે! આહાહા.. આહા.. હા! ‘જેમ ઘડાને અને માટીને વ્યાપ્ય/દેખો વ્યાપ્ય પહેલું લીધું છે. વ્યાપ્ય- વ્યાપકભાવનો’ દેખો! ધડો છે તે વ્યાપ્ય છે/ એ શબ્દ પહેલો લીધો છે. ધડો વ્યાપ્ય છે વ્યાપ્ય એટલે કાર્ય, કાર્ય એટલે કે પર્યાય છે. કોની...? માટીની, વ્યાપક એટલે માટી. માટી કર્ત્તા અને માટી વ્યાપક, એનો ધડો વ્યાપ્ય, અને કાર્ય એનું છે ઈ માટીનું! ધડો ઈ માટીનું કાર્ય છે, ઘડો ઈ કુંભારનું કાર્ય નથી.

આહા... હા! આવો મારગ છે!


Page 135 of 225
PDF/HTML Page 148 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૧૩પ

(શ્રોતાઃ) પણ કુંભાર પરિણામ કરતો દેખાય છે ને...! (ઉત્તરઃ) કુંભારના પરિણામનો તે એ કર્તા. ઘડના પરિણામનો કર્તા, એ ક્યાંથી આવે? પર્યાયને અડતો ય નથી ને કુંભાર તો ઈ ઘડાની પર્યાયને અડતો ય નથી! એક બીજામાં તો અભાવ છે! આહાહા...! આહા.. !! ઈ તો ખરેખર તો કર્મનો ઉદય છે એને રાગ અડતો નથી, તેમ રાગ ઉદયને અડતો નથી. એમ રાગ સ્વભાવને ય અડતો નથી માટે વિભાવની ઉત્પત્તિ કર્મથી થઈ છે એમ કીધું છે. બાકી તો કર્મનો ઉદય થ્યોને આંહી રાગ થ્યો એવું કાંઈ નથી, રાગ છે તે ઉદય-જડના ઉદયને અડતો નથી.

છતાં... સ્વભાવનું એ કાર્ય નથી, માટે તે વિભાવનું કાર્ય, એ કર્મનું કાર્ય છે એમ કહીને કર્મના પરિણામ કીધાં છે! આહા.. હા! સમજાણું કાંઈ...?

છે ને સામે પુસ્તક? આ સાંભળવાનું મળ્‌યું! કાલે કહેવાય ગયું હતું ને..! ફરીથી લીધું. ‘આ’ આહા... હા! આ શરીરની જે ચેષ્ટાઓ ને શરીરની જે આકૃતિ છે, એ બધાં પરમાણુઓનાં પરિણામ છે. નોકર્મ જે શરીર છે તેનાં પરિણામ છે. આહા..! આ સુંદરતા દેખાય ને આકર્ષિત દેખાય, ઈ બધાં પરિણામ-પર્યાય-કાર્ય, તે શરીરના રજકણો છે તેનું એ કાર્ય છે. (શ્રોતાઃ) પુદ્ગલના પરિણામ છે! (ઉત્તરઃ) હા, એનું કાર્ય છે, ઈ એને આકર્ષે છે! સુંદર છે શરીરને આ છે, આ છે.. રૂપાળું છે, સુંદર છે ને નમણું છે! પણ એ તો જડની પર્યાય છે ને પ્રભુ! એ તો પુદગલ-જડ-નોકર્મની પર્યાય છે. આહા.. હા! અને રાગ દ્વેષ દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ, એ કર્મના પરિણામ છે! કે પર્યાયમાં ઉત્પન્ન થયેલાં, ગુણમાં ને દ્રવ્યમાં એ નથી. તો એ પર્યાયમાં ઉત્પન્ન થાય છે, તે નિમિત્તને આધીન થયેલાં છે તે નિમિત્તના છે એમ કહેવામાં આવ્યું છે. આહા..! શુદ્ધ ઉપાદાનને આધીન થયેલાં એ નથી.

આહા...હા! શુદ્ધ જે જ્ઞાતા-દ્રષ્ટા, અનંત ગુણનો પિંડ પવિત્ર પ્રભુ! એને આધીન થયેલાં તો શુદ્ધ હોય એવી... અશુદ્ધતાના પરિણામ જે છે અશુદ્ધનિશ્ચયનયે તેને આંહી વ્યવહાર કહીને, તેને નિમિત્ત આધીન થયેલાં કહીને, પરમાં નાખી દીધા છે.

આહા.. હા! ભાઈ.. આવું છે! આહા.. હા! આ તો ઓગાળવા જેવું છે બાપુ! આ તો.. અનંતકાળમાં એણે કર્યું નથી, અરે.. રે! આવો મનુષ્યભવ અનંતકાળે મળે, એની કિંમતું કરીને કરવા જેવું તો ‘આ’ છે આહા..! બાકી તો બધી અજ્ઞાનદશા!! કર્તાકર્મ માને બહારમાં રખડશે. આહા..!

આહા.. હા! ‘પરમાર્થે, જેમ ઘડાને અને માટીને જ’ -ધડો તે વ્યાપ્ય એટલે કામ છે, કાર્ય છે. માટી કારણ છે તે વ્યાપક છે. એ કાર્ય-કારણ ભવનો ‘સદ્ભાવ હોવાથી’ -ધડો તે કાર્ય છે ને માટી તે કારણ છે. એ સદ્ભાવ હોવાથી ‘કર્તાકર્મપણું છે’ - માટી કર્તા ને ધડો તેનું કાર્ય, કુંભાર કર્તાને ધડો તેનું કાર્ય, એમ નથી. આવી વાતું હવે! બેસારવી! રોટલી થાય છે આ રોટલી, એ રોટલીના પરિણામ, જે લોટ છે તેના છે. એ વેલણું છે, તેનાથી એ રોટલીના પરિણામ થયા નથી. કારણ કે વેલણું છે તે લોટને અડતું’ ય નથી.

કેમકે લોટના પરમાણુઓ વેલણાંના પરમાણુઓ-બેય વચ્ચે અભાવ છે. અભાવ છે તેથી તેને અડતા નથી. આહા.. હા! તેથી તે રોટલીના પરિણામ, રોટલી પર્યાય છે ને...! એ પરિણામનો કર્તા લોટ, આ (રોટલી) લોટના પરમાણુઓ છે. આ સ્ત્રી કર્તા નહીં. તાવડી કર્તા નહીં, અગ્નિ કર્તા નહીં, વેલણું કર્તા નહીં..


Page 136 of 225
PDF/HTML Page 149 of 238
single page version

૧૩૬ શ્રી પ્રવચન રત્નો-૧

આહા... હા! આવી વાત! આવી છે! વીતરાગ મારગ બાપા! આ તો સર્વજ્ઞમાં છે, બીજે ક્યાંય છે નહીં. વીતરાગ સર્વજ્ઞ સિવાય, અન્યમતમાં એ વાતની ગંધે’ ય નથી! આહા...! (અત્યારે તો) જેના મતમાં છે, ઈ ઊપજ્યા છે એને ય ખબર નથી, કે શું છે ‘આ માર્ગ’!

આહા...! ‘ઘડાને અને માટીને વ્યાપ્ય-વ્યાપકભાવનો વ્યાપય-વ્યાપકપણાનો એમ લીધું છે સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે.

‘તેને-પુદ્ગલપરિણામને’-એટલે દયા-દાન-પુણ્ય-પાપ-વ્રત-ભક્તિ આદિ રાગાદિના પરિણામ... ને અને શરીરના પરિણામને. ‘અને પુદ્ગલને જ વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી’ આહા.. હા!

જેમ માટીને અને ઘડાને કર્તાકર્મપણું છે એમ રાગ-દ્વેષના, પુણ્ય-પાપના ભાવને અને ‘પુદ્ગલને કર્તાકર્મપણું છે’ -પુદ્ગલકર્તા અને રાગદ્વેષ એનું કાર્ય! પુદ્ગલ વ્યાપક અને પુણ્ય-પાપના, દયા-દાનના, વ્રત-ભક્તિના વિકલ્પ એ વ્યાપ્ય, એ એનું પુદ્ગલનું કાર્ય છે!!

આહા. હા... હા..! આંહી તો રાગથી ભિન્ન પડયું એવું જે જ્ઞાન, એ જ્ઞાનીનું લક્ષણ શું? એમ પૂછયું છે ને...! આહા..! ધર્મી જે થયો-સમ્યગ્દ્રષ્ટિ થયો, એનું શું લક્ષણ જ્ઞાનનું? આને જ્ઞાન થયું, એનું એંધાણ શું?

કે જે રાગાદિના પરિણામ થાય અને શરીરના પરિણામ થાય-એ બધાં પુદ્ગલના પરિણામ છે તેને જ્ઞાની જ્ઞાનમાં રહીને રાગને અડયા વિના ‘સ્વપરપ્રકાશકપણે પરિણમે છે, તે જ્ઞાનનું પરિણામ તે જ્ઞાનીનું કાર્ય છે, જ્ઞાનીનું રાગ કાર્ય છે’ -એમ નથી. આહા.. હા!

આહા...! ‘તેમ પુદ્ગલપરિણામને’ એટલે પુણ્ય-પાપના ભાવને અને શરીરના પરિણામને- બેયને પુદ્ગલપરિણામ કહ્યા છે. ‘અને પુદ્ગલને’ (એટલે) કર્મના પરમાણુને અને આ શરીરના પરમાણુને ‘વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે’ -પુદ્ગલ-કર્મ જે જડ છે તે કર્તા છે અને દયા-દાન-રાગાદિ ભક્તિના પરિણામ તે કર્તાનું કાર્ય છે. (શ્રોતાઃ) રાગ-દ્વેષ આદિને રૂપી કહ્યા છે?! (ઉત્તરઃ) રૂપી શું? જડ કહ્યા છે, એ તો ‘પુદ્ગલ’ આંહી કહેશે. આંહી હજી તો પુદ્ગલપરિણામ કીધાં, પછી તો ‘પુદ્ગલ’ કહેશે.

આહા.. જીવદ્રવ્ય જુદો! પર્યાય નિર્મળ થઈ તે જુદું! રાગાદિભાવ જુદાં! એ પુદ્ગલ છે, એવી વાતું બાપા! વીતરાગ.. ભાગ્યશાળીને તો કાને પડે તેવી વાત છે! બાપા!! આ.. વસ્તુસ્થિતિ છે બાપા! (શ્રોતાઃ) બીજે ક્યાંય નથી... (ઉત્તરઃ) સાચી વાત છે બાપા!

આહા.. હા! ‘પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર (પણે)’ એ કર્મ જે પુદ્ગલ છે, શરીર જે પુદ્ગલ છે એ સ્વતંત્રપણે વ્યાપક હોવાથી - એ કર્મ પુદ્ગલ છે ને શરીરના પરમણુ પુદ્ગલ છે-બેય સ્વતંત્રપણે વ્યાપક હોવાથી, પુદ્ગલપરિણામના કર્તા છે’ આત્મામાં જ્ઞાનીને જે રાગ-દ્વેષ થાય, એ જ્ઞાનીને થતાં નથી, એ પુદ્ગલ પરિણામ છે તે પુદ્ગલથી થયેલાં છે! આહાહા! છે? એ પુદ્ગલ સ્વતંત્રપણે-કર્તા લેવું છે.. ને!

કર્ત્તા એને કહીએ કે જે સ્વતંત્રપણે કરે (તે કર્તા) તો કર્મના પુદ્ગલ, સ્વતંત્રપણે પુણ્ય-પાપને દાય-દાન, વ્રત-ભક્તિના પરિણામ કરે છે, આહા.. હા! સમજાણું કાંઈ...?

અરે! દેહ છૂટી જશે, એકલો ચાલ્યો જશે. આ વાત સાચી નહીં સમજે સમ્યગ્જ્ઞાન નહીં થાય તે


Page 137 of 225
PDF/HTML Page 150 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૧૩૭ ક્યાં રહેશે ભવિષ્યમાં!! ચોરાશીના અવતારમાં, અજાણ્યા ધરે, અજાણ્યા ક્ષેત્રે અવતરશે!!

માટે કહે છે કે ‘એકવાર જાણ, તું તારા આત્માને’ આહા.. હા.. હા! ભગવાન આત્મા, શુદ્ધગુણ સંપન્ન પ્રભુ છે ને ભાઈ..! એ શુદ્ધગુણ સંપન્નનું વિકારી કાર્ય શી રીતે હોય? વિકારી કાર્ય જે છે એ વ્યવહારનેય ને અશુદ્ધનયે છે ને એનામાં...! એ વ્યહારનયનો વિષય જે છે એ કર્મથી થયો છે એમ આંહી સિદ્ધ કરવું છે. આત્માના શુદ્ધગુણોથી વિકાર શી રીતે થાય?

એટલે ‘પુદ્ગલ સ્વતંત્રપણે’ (કરે છે) એમ કીધું પાછું. કર્મના પુદ્ગલો સ્વતંત્રપણે કર્તા થઈને એ દયા-દાન ને ભક્તિ-વ્રતના (આદિ) ભાવ થાય છે! સમજાણું કાંઈ...? કર્તા સિદ્ધ કરવું છે ને...! આ સ્વતંત્રપણે કરે તે કર્ત્તા અને કર્ત્તાનું ઇષ્ટ તે કર્મ! કર્તાનું ઇષ્ટ-પ્રિય તે તેનું કાર્ય!! તો કર્મ, કર્તા સ્વતંત્રપણે છે, તેનું પુણ્ય-પાપના ભાવ વિકાર તેનું ઇષ્ટ કાર્ય છે.

આહા.. હા! આત્માને પુણ્ય-પાપના ભાવ ઇષ્ટ નથી. ધર્મીને પુણ્ય-પાપ ઇષ્ટ નથી. એથી ધર્મીને તે ઇષ્ટકાર્ય જે કર્મનું તેનો તે ‘જાણનાર’ કહેવો, એ પણ વ્યવહારથી છે. (ધર્મી-જ્ઞાની) એનાં જ્ઞાનનાં પરિણામને તે જાણે છે, રાગને નહીં. આહા... હા.! આવું સ્વરૂપ છે!

થોડું પણ એને સત્ય હોવું જોઈએ ને બાપુ! પરમાત્મા ત્રિલોકનાથ, જિનેશ્વરદેવ, પરમેશ્વરનું આ વચન છે!!

આહા.. હા! ઈંદ્રો ને ગણધરોની સમક્ષમાં, ભગવાન બિરાજે છે, તે વાણી આ રીતે કરી રહ્યા છે! આહા..! કુંદકુંદાચાર્ય (ત્યાં) ગયા, ‘આ’ બધું સાંભળ્‌યું, જ્ઞાની તો હતા, વિશેષ સ્પષ્ટ થયું!! આવીને ‘આ’ શાસ્ત્ર બનાવ્યાં! આહા...! ભગવાનનો ‘આ’ સંદેશ છે. ત્રણલોકના નાથ, તીર્થંકરદેવ, સર્વજ્ઞપ્રભુ! એનો ‘આ’ સંદેશ છે.. કે જે કોઈ ધર્મી અને જ્ઞાની થાય, તેને જે રાગના પરિણામ થાય, તે રાગના પરિણામનો કર્ત્તા, પુદ્ગલ છે! અને તે પણ.. આત્માની કંઈ પણ અપેક્ષા રાખ્યા વિના, પુદ્ગલ સ્વતંત્રપણે કર્ત્તા થઈને, તે ભગવાનની સ્તુતિનો ભાવ, ભક્તિનો ભાવ, રાગનો ભાવ સ્વતંત્રપણે કરે છે. સમજાણું કાંઈ...?

આહા..! એ’ પુદ્ગલપરિણામ!! (કહે છે કેઃ) ‘પુદ્ગલદ્રવ્ય સ્વતંત્રપણે વ્યાપક હોવાથી પુદ્ગલપરિણામનો કર્તા છે સ્વતંત્ર કીધો ને...! ‘અને પુદ્ગલપરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી આહા.. હા!

એ દયા-દાન-વ્રતના-ભક્તિના, ભગવાનની ભક્તિનો, જે સ્તુતિનો જે રાગ, એ પુદ્ગલ પરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી - એ પુદ્ગલ પરિણામ-રાગભાવ વ્યાપક એવો જે એનાથી સ્વયં વ્યપાતું હોવાથી સ્વયં કાર્ય થતું હોવાથી-પુદ્ગલમાં સ્વયં કાર્ય થતું હોવાથી, આહા.. હા... હા આ કાલ તો આવી ગયું છે.

શું કહ્યું..? કે જ્ઞાની.. ધર્મી.. એને કહીએ, કે જેને રાગાદિના પરિણામ, દયા-દાન-ભક્તિ (આદિના) આવે તે પરિણામને સ્વતંત્રપણે કર્મ કર્તા હોવાથી, (એટલે) તે પુણ્ય-પાપના ભાવકર્મનું કાર્ય કર્મનું છે એ ધર્મીનું કાર્ય નહીં, એ સમ્યગ્દ્રષ્ટિ જીવનું એ કાર્ય નહીં. આહા.. હા.

એક બાજુ એમ કહેવું કે ‘પંચાસ્તિકાયમાં’ (કહ્યું છે કે) જેટલા દયા-દાન-વ્રત-ભક્તિ, કામ- ક્રોધનાં


Page 138 of 225
PDF/HTML Page 151 of 238
single page version

૧૩૮ શ્રી પ્રવચન રત્નો-૧ પરિણામ થાય, તે ષટ્કારકપણે જીવની પર્યાયમાં પર્યાયથી થાય છે. ત્યાં અસ્તિકાય એનું સ્વતંત્રપણું સિદ્ધ કરવું છે -પરથી ભિન્નપણું સિદ્ધ કરવું છે. ૬૨ ગાથા. વિકારના પરિણામ ષટ્કારકપણે (ઊભા થાય છે) દ્રવ્યગુણની અપેક્ષા વિના, નિમિત્તની અપેક્ષા પણ નહીં, એ વિકારના પરિણામ ષટ્કારકપણે પર્યાયમાં સ્વતંત્રપણે (ઉપન્ન થાય છે) વિકારપરિણામ કર્તા, વિકારપરિણામ કાર્ય, વિકાર (પોતે જ) સાધન, વિકાર અપાદાન (સંપ્રદાન) વિકાર એનાથી, પોતે રાખ્યું, વિકારના આધારે વિકાર એ ષટ્કારક, એવા ષટ્કારક છે ‘પંચાસ્તિકાય-૬૨ ગાથા’

મોટી ચર્ચા, વર્ણીજીની હારે થઈ’ તી. બાવીસ વર્ષ પહેલાં, ઈસરી. કીધુંઃ આ પ્રમાણે છે, તો તે કહે નહીં, નહીં, નહીં, એ તો અભિન્નની વાત છે. અભિન્નની એટલે શું કીધું. એ વિકારી પરિણામ એક સમયમાં મિથ્યાત્વના થાય છે એ પણ રાગ-દ્વેષના પરિણામ (ઉત્પન્ન થાય છે) એ ષટ્કારકનું પરિણમન પર્યાયનું પર્યાયમાં છે એ પર્યાયને દ્રવ્યગુણની અપેક્ષા નથી, એ વિકારને કર્મના નિમિત્તની અપેક્ષા નથી. આહા.. હા! એટલું ત્યાં સિદ્ધ કરવું છે, એનામાં છે. એક!

(બીજું) ‘પ્રવચનસારની ૧૦૨ ગાથામાં’ એ વિકારી પરિણામ થાય, તે.. તે, તે સમયે તેનો ઉત્પન્ન થવાનો કાળ છે, જીવમાં જે સમયે જે કાંઈ મિથ્યાત્વ-રાગાદિ થાય, તે સમયે તે ઉત્પન્ન થવાનો તે જન્મક્ષણ છે, ઉત્પત્તિનો તે કાળ છે, એમ સિદ્ધ કર્યું છે. બે!

ત્રીજું, એ કાળલબ્ધિને કારણે જીવને તે, તે પ્રકારના રાગ ના પરિણામ થાય, તે કાળે જ થાય, તે કાળલબ્ધિ છે એમ કીધું છે. ત્રણ!

ચોથું ‘આ’ તેતો તેનું અસ્તિત્વ તેનામાં છે એમ સિદ્ધ કર્યું. હવે જ્ઞાની જે થયો, તે જ્ઞાની છે તે રાગના પરિણામથી ભિન્ન પડીને પોતાની જ્ઞાનની પર્યાયને જ્ઞાયકમાં વાળીને.... આહા... હા! એ કાંઈ ઓછો પુરુષાર્થ છે! (શ્રોતાઃ) અનંતો પુરુષાર્થ છે! (ઉત્તરઃ) આહા.. હા! જેની દશાની દિશા ફરી ગઈ, જેની જ્ઞાનપર્યાયની દશાની દિશા ફરી ગઈ, અંદર ગઈ!!!

આહાહા! એવા જ્ઞાનીને જે કંઈ રાગ એના પરિણામમાં દેખાય છે-દયા... દાનના... ભક્તિના.. વ્રતના... સ્તુતિના... પૂજાના એ પરિણામને, પુદ્ગલકર્મ સ્વતંત્રપણે વ્યાપક હોવાથી, પરની એને કોઈ અપેક્ષા નથી/નબળાઈ કર્મની છે આત્માની માટે આંહી થયા એ આંહીં અપેક્ષા નથી. (એ પરિણામને પુદ્ગલકર્મ સ્વતંત્રપણે કરે છે)

આહા.. હા! એ પણ આંહી જ્ઞાનીથી વાત લીધી છે, આંહી કાંઈ નિર્વિકલ્પ સમાધિવાળો છે એની આંહી વાત લીધી જ નથી, આંહી ગાથા! ‘કર્ત્તા-કમ’ માં એ બધો અધિકાર છે કોઈ એમ કહે છે નિર્વિકલ્પ સમાધિમાંથી ખસ્યો એટલે જ્ઞાન નહીં અજ્ઞાન!

ભાઈ...! મારગડા અંદર જુદા!! આહા.. હા.. હા! આહા.. હા! ‘અને પુદ્ગલપરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી’ -શું કીધું? પહેલું કર્તા કહ્યું કે પુદ્ગલદ્રવ્ય જે કર્મ છે તે સ્વતંત્ર વ્યાપક થઈને પુદ્ગલપરિણામ ઊભા થાય છે તો (હવે) કર્મ સિદ્ધ કરવું છે. ‘અને પુદ્ગલપરિણામ તે વ્યાપક વડે’ એટલે કર્મના-પુદ્ગલના પ્રસરવા વડે-કર્તા વડે ‘સ્વયં વ્યપાતું હોવાથી’ - એ રાગ આદિ પુણ્ય-દયા-દાન આદિના ભાવ એ સ્વયં પોતે પોતાનું કાર્ય થયું હોવાથી-


Page 139 of 225
PDF/HTML Page 152 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૧૩૯ વ્યાપ્યરૂપ થતું હોવાથી કર્મ છે. આહા.. હા... હા! (શ્રોતાઃ) પુદ્ગલનું કાર્ય કહ્યું? (ઉત્તરઃ) એ પુદ્ગલનું કાર્ય છે. ભગવાનની સ્તુતિ કરવી કહે છે. પર છે ને...! એનો રાગ.. એ કર્મનું કાર્ય છે! કર્મ સ્વતંત્રપણે કરીને કર્તા થયેલો છે, ઈ એની (જીવની) નબળાઈ છે માટે થયેલો છે એમ નથી.

અહીંયાં તો જ્ઞાનીને જ્ઞાનની સબળાઈ છે. ‘જાણનાર-દેખનાર’ ઊભો થયો છે એથી તે રાગના પરિણામને કર્મનું કાર્ય ગણી, રાગનું જ્ઞાન કરનારો જ્ઞાની છે એમ કહેવું ઈ પણ વ્યવહાર છે (અને) એ જ્ઞાનના પરિણામને કરે છે એમ કહેવું હજી એ ય વ્યવહાર છે. ‘જ્ઞાનપરિણામ જ્ઞાન કરે છે’ તે નિશ્ચય છે.

આહા... હા! આવો છે બાપુ મારગ! બહુ ઊંડો મારગ છે! આહા..! ઊંડો ને ગંભીર!! આહાહા! (અજ્ઞાની કહે) વ્યવહારથી નિશ્ચય થાય, અરે બાપુ! આ શું કહે છે? એવું હોય! નિરૂપણ કરે, જગતમાં બધું હોય છે અનેક મત, સંપ્રદાય છે! એ હોય છે એનું કાંઈ નહીં! આહા.. હા!

આંહી તો... પરમાત્મા! ત્રણલોકના નાથ! એની વાણીમાં આવ્યું, એ સંતો આડતિયા થઈને જગતને જાહેર કરે છે! ‘માલ’ ભગવાનના ધરનો છે, તીર્થંકરદેવ પરમેશ્વરનો, ઈ સંતોએ એ ‘માલને’ કેટલો’ ક લીધો છે અને એ અનુભવી થઈને વાત કરે છે, પૂરણ તો સર્વજ્ઞ છે!

આહા... હા! ‘અને પુદ્ગલદ્રવ્ય વડે સ્વયં વ્યપાતું થકું’ જોયું? એ વિકારના પરિણામ સ્વયં કાર્ય કર્મનું થાય છે. ઓહોહો! ચોવીસ તીર્થંકરની સ્તુતિ કરી છે ‘સ્વયંભૂસ્તોત્ર’ માં સમંતભદ્રઆચાર્યે, પણ કહે છે કે પરની સ્તુતિ છે તે વિકલ્પ છે. ત્યાં લખ્યું છે પાછું. આહા..! એ... રાગના પરિણામનું વ્યાપ્ય થવાથી, વ્યાપક પુદ્ગલનું તે કાર્ય છે. આહા...! અરે..! આ મારગ એવો બાપા શું થાય? ભાઈ...? સમજાય છે ‘આ’ એ મુંબઈ-મુંબઈમાં ક્યાંય ન મળે! તમારા વેપાર ધંધામાં, પૈસા- બૈસામાં! કરોડપતિ કહેવાય, કરોડોપતિને આ બધું લાંબુલપસીંદર... કરોડપતિ! લોકો કહે, પતિ.. ને પણ એ કરોડનો ને...! જડનો.. ને! જડનો પતિ તો જડ હોય, ભેંસનો ધણી પાડો હોય!! (શ્રોતાઃ) દુનિયામાં એને ડાહ્યા કહે છે! (ઉત્તરઃ) દુનિયામાં ગાંડા બધા! તો એમાં તો બોલ બોલા જ હાલે ને...!

આહા... હા! ‘સ્વયં વ્યપાતું હોવાથી’ વ્યાપ્યરૂપ થતું હોવાથી કર્મ છે’ ‘તેથી પુદ્ગલદ્રવ્ય વડે કર્તા થઈને’ , - એ કર્મ વડે કર્તા થઈને, શરીર વડે કર્તા થઈને, ‘કર્મપણે કરવામાં આવતું’ (અર્થાત્) કાર્યપણે જે કરવામાં આવતું સમસ્ત કર્મનોકર્મરૂપ પુદ્ગલપરિણામ’ -સમસ્ત રાગાદિના પરિણામ ઈ કર્મના અને શરીરના પરિણામ ઈ નોકર્મના એ પુદ્ગલપરિણામ ‘તેને જે આત્મમા, - આહા...! તેને જે આત્મા! પુદ્ગલપરિણામને અને આત્માને’ આહા.. હા! બાકી બહેશે થોડું ‘ક, પરમદિ’ પાછા આવવાના છે. કાલ તો આઠમ છે ને...! એ આવવાના છે ને બધા, એના સાટુ બાકી છે ને કાલ!

આહા...! શું કીધું? ‘કર્મનોકર્મરૂપ પુદ્ગલ પરિણામ’ એટલે રાગના દયાના, ભક્તિના, સ્તુતિના પરિણામ, એ કર્મના પરિણામ, આત્માના નહીં. અને શરીરની હાલવા-ચાલવાની પર્યાય, બોલવાની પર્યાય એનો કર્તા પરમાણું એનાં (શરીરના-નોકર્મના) એ પુદગલપરિણામ, તેને જે આત્મા પુદ્ગલપરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યપકભાવનો અભાવ (હોવાથી)’ જોયું? પહેલા સદ્ભાવ કહ્યો પછે પાછું અભાવ કહ્યો!


Page 140 of 225
PDF/HTML Page 153 of 238
single page version

૧૪૦ શ્રી પ્રવચન રત્નો-૧

જેમ માટીને અને ઘડાને સદ્ભાવ સંબંધ છે, એમ આત્માને અને રાગને કર્તાકર્મપણાનો સદ્ભાવ સંબંધ નથી. આહા.. હા!

એ વાતે વાતે ફેર! આવો મારગ! મનુષ્યપણું હાલ્યું જશે! બાપા! એની સ્થિતિ પૂરી થશે કે ખલાસ! પછી તેં શું કર્યું? એ પરિણામ તારા તારી હારે રહેશે! આહા..! આંહી તો પાંચ, પચીસ, પચાસ વરસ છે ધૂળમાં...! અનંતકાળ ભવિષ્યમાં છે! ઈ આ રાગના પરિણામ મારું કાર્ય છે ને શું કર્તા એ અજ્ઞાનભાવ છે!

કેમકે પ્રભુ (આત્મદ્રવ્ય) શુદ્ધ છે, ત્યાં કર્તાકર્મપણું ક્યાંથી આવે (વિકારનું) ? શુદ્ધ છે તો શુદ્ધનું કાર્ય અશુદ્ધતા હોય શી રીતે? એ અપેક્ષાએ અશુદ્ધનું કાર્ય અશુદ્ધનિશ્ચનયે કહી, વ્યવહાર કહીને નિમિત્ત પુદ્ગલ છે તે પુદ્ગલ રાગ કરે છે એમ કહ્યું!

આહા.. હા! ‘ઘટ અને કુંભારની જેમ’ ઈ પુદ્ગલપરિણામને અને આત્માને, એ દયા-દાન- વ્રત-ભક્તિ-સ્તુતિ આદિના પરિણામને અને આત્માને, ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી, આહા.. હા! એ વ્યાપ્ય નામ કાર્ય, જેમ ઘટ વ્યાપ્ય અને કુંભાર વ્યાપક નથી, એમ પુદ્ગલપરિણામ એ વ્યાપ્ય અને આત્મા વ્યાપક એમ નથી.

એ.. પુદ્ગલ વ્યાપક અને રાગાદિ તેનું વ્યાપ્ય છે. સમજાણું કાંઈ..? આહા.. હા! હવે આવે છે! ‘કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી’ -કર્તાકર્મપણાની અસિદ્ધિ, તો પરમાર્થે આત્મા કરતો નથી. આહા.. હા! એ દયા-દાન ને ભક્તિને સ્તુતિના પરિણામનો પરમાર્થે- સાચીદ્રષ્ટિથી આત્મા કર્તા નથી.

વિશેષ કહેવાશે... (પ્રમાણ વચન ગુરુદેવ!)

* * *