Page 172 of 225
PDF/HTML Page 185 of 238
single page version
૧૭૨ શ્રી પ્રવચન રત્નો-૧
કળશ ટીકા ૨૧પ કળશ ફરીને (લેવામાં આવે છે)
नैकद्रव्यगतं चकास्ति किमपि द्रव्यान्तरं जातुचित्।
ज्ञानं ज्ञेयमवैति यतु तदयं शुद्धस्वभावोदयः
किंद्रव्यान्तरचुम्बनाकुलधियस्तत्त्वाच्चयवन्त जनाः।। २३–२१५।।
“जनाः तत्त्चात् किं च्यवन्ते”
“હે! સંસારી જીવો’ - આચાર્ય કરુણા કરીને કહે છે, ‘હે જીવો!’ આહા! ‘જીવવસ્તુ ત્રણકાળ શુદ્ધ સ્વરૂપે છે.’ શું કહે છે? ભગવાન આત્મા તો શુદ્ધ સ્વરૂપ જ છે. પરને કરે નહિ દયા દાનના ભાવને કરે એમેય નથી.
પરને કરે તો નહીં, દયા દાનના ભાવને કરે એવો નથી એ તો શુદ્ધ જીવવસ્તુ છે, સમસ્ત જ્ઞેયને જાણે છે, એટલે? અંદર રાગ આવે એને સ્પર્શ કર્યા વગર જ્ઞાન જાણે એવો એનો સ્વભાવ છે. શું કહ્યું સમજાણું? આહા! ભગવાન જ્ઞાન સ્વરૂપ આત્મા, એને કોઈ દયા, દાનાદિનો રાગ આવે પણ એથી પરની દયા કરી શકે એ તો પ્રશ્ન છે જ નહીં. આહા! આવી ચીજ છે. પણ એ ભાવ આવ્યો એને જ્ઞાન સ્વભાવ સ્પર્શતો નથી. શું કહ્યું? જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા તો ચૈતન્ય જ્યોત ચેતના, એ રાગાદિ અચેતન સ્વભાવને સ્પર્શતો નથી. આહા!
એ તો શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે એમ જેના જ્ઞાનમાં જણાયએ આત્માને અંદર રાગ થાય તે રાગને સ્પર્શ કર્યા વગર રાગને જાણે છે. સમજાણું કાંઈ? પરની દયા પાળવી આદિ તો કરી શકતો નથી. કેમ કે પરને અડી શકતો નથી. પણ અંદરમાં રાગ આવે એ પણ શુદ્ધ જીવના સ્વભાવમાં રાગનું અડવું અને ચુંબન કરવું એટલે સ્પર્શવું એ ચૈતન્ય ઘન ભગવાન આત્માની સત્તા જાણવા દેખવાની છે એ જાણવા દેખવામાં જે રાગ આવે એને પણ સ્પશર્યા વિના તે પોતાના ક્ષેત્રમાં - ભાવમાં રહી એને જાણી લ્યે છે. છે? કેમ ભ્રષ્ટ થાય છે... એવા અનુભવથી કેમ ભ્રષ્ટ થાય છે? એટલે રાગને જાણતાં એને એમ થઈ જાય છે કે અરે હું રાગ રૂપ થઈ ગયો.. અથવા રાગ મારા સ્વરૂપે થઈ ગયો એમ જીવ કેમ ભ્રષ્ટ થાય છે? આહા!
બહુ ઝીણી વાતો છે, બાપુ! જૈન ધર્મ બહુ સૂક્ષ્મ છે.. લોકોએ કલ્પનાઓ કરી છે એ બધી બહારની વાતો.
અહીં તો જીવ શુદ્ધ સ્વરૂપ છે એ રાગને જાણતાં રાગને અડતો નથી. એ પર જ્ઞેય છે અને ખરેખર એ રાગ છે તે ચેતનથી ભિન્ન જાત છે માટે અચેતન છે. એ અચેતનને ચેતન અડતો નથી. આહા!
શ્રોતા- ‘અડે તો શું વાંધો આવે?” ઉત્તરઃ અડે તો વાંધો એ આવે કે મલિન માને. મિથ્યાદ્રષ્ટિ એમ માને. અડે શું? સ્પર્શી શકતો નથી. કેમકે રાગ અને જ્ઞાયક ભાવની વચ્ચે અત્યંત અભાવ છે. રાગ તત્ત્વ એ પર તત્ત્વ છે. મલિન તત્ત્વ
Page 173 of 225
PDF/HTML Page 186 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૧૭૩ છે. અચેતન તત્ત્વ છે. ભગવાન ચેતન તત્ત્વ છે. નિર્મળ તત્ત્વ છે... જ્ઞાયક સ્વભાવથી ભરેલ તત્ત્વ છે. એ રાગને અડયા વિના જ્ઞાન પોતાના ભાવમાં રહી સ્વક્ષેત્રમાં રહીને રાગને જાણે છે. પણ લોકો રાગને જાણતાં તેને જાણું છું. એટલે સ્પર્શ કરું છું એમ ભ્રષ્ટ કેમ થઈ જાય છે? આહાહાહા! છેલ્લી ગાથાઓ..
બે વસ્તુ તદ્ન ભિન્ન છે. ભિન્નને ભિન્ન અડી શકતો નથી... “બહિર લોટન્તિ” એ આવી ગયું છે... આહા! એ રાગથી ભગવાન આત્મા “બહિર લોટન્તિ” .. બહાર ફરે છે, અને આત્માના સ્વભાવથી પણ રાગ “બહિર લોટન્તિ” ..
એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. આવી ચોખ્ખી વાત છે. જમીનને અડતો નથી.. એ દાખલો આપ્યો હતો ને ચાલવાનો.. આ શરીર ચાલે (ત્યારે) પગ જમીનને અડતો નથી. અરેરે! આ વાત ક્યાં છે? .. કેમકે જમીનની પર્યાય અને આત્માની પર્યાય વચ્ચે અત્યંત અભાવ છે... અત્યંત અભાવમાં ભાવ એ સ્પર્શ-રૂપે કેમ હોય શકે?
આવું છે...! વીતરાગ માર્ગ.. સત્ય.. કોઈ અલૌકિક છે. સાંભળવા મળે નહીં બચારા ક્યાં જાય? રખડપટ્ટી ચોરાશીની.. કાગડા કૂતરાના અવતાર કરી કરીને મરી ગયો.. જન્મ.. મરણ. અહીંઆ તો આચાર્ય, મહારાજ એમ કહે છે કે ‘વસ્તુનું સ્વરૂપ તો પ્રગટ છે. શું પ્રગટ છે? રાગને સ્પર્શ્યા વિના પર દ્રવ્યને અડયા વિના જ્ઞાન એને જાણે એવું વસ્તુનું સ્વરૂપ તો પ્રગટ છે. આહાહાહા! સમજાય છે? ભાષા તો સાદી છે.. ભાવ ઊંડા છે. આહા!
આ બીડી પીવે છે એને કહે છે કે બીડીને હાથ અડતો નથી. એમ હોઠને આત્મા અડતો નથી. એમ રાગ થયો તેને આત્મા અડતો નથી. આહા! આવું છે!! જુઓ તો ખરા! દ્રષ્ટાંત દીધું બીડીનું દાખલો.. દાખલા વગર સમજાય કેવી રીતે? આહા!
શ્રોતા- આત્મા અડતો નથી તો પછી પીવામાં શું વાંધો? જવાબઃ પીવું ક્યાં રહ્યું ત્યાં? બીડીને અડતો નથી.. હોઠ અડતો નથી. આત્મા હોઠને અડતો નથી. આવી વાત છે, ભાઈ!
જિનેન્દ્ર દેવ ત્રિલોકનાથ! પરમાત્માનો માર્ગ કોઈ અલૌકિક છે. અત્યારે તો સાંભળવા પણ મળતો નથી એવી ચીજ થઈ ગઈ છે... શું.. થાય?
લ્યો હવે આવે છે. ‘જીવ વસ્તુ સર્વકાળ શુદ્ધ સ્વરૂપ છે, સમસ્ત જ્ઞેયને જાણે છે’ એવા અનુભવથી કેમ ભ્રષ્ટ થાય છે? જોયું? આહાહાહા! હું રાગને રાગમાં પેઠા વિના મારામાં રહીને રાગને જાણું આવા સ્વભાવનો અનુભવ એનાથી જીવ કેમ ભ્રષ્ટ થાય છે? કે હું રાગને અડું છું, રાગને સ્પર્શુ છું. શરીરને સ્પર્શું છું. એમ રાગને જાણનારો ભિન્ન છે એવા અનુભવથી (જીવ) કેમ ભ્રષ્ટ થાય છે...? સમજાણું કાંઈ?
કેવા છે જનો? અરે કેવા છે એ જીવો જગત ના? “द्रव्यान्तरचुम्बनाकुलधियः” પોતાના દ્રવ્યથી અનેરી જ્ઞેય વસ્તુને જાણે છે તેથી “चुम्बन” જાણે એટલે સ્પર્શ કર્યો? એટલે અશુદ્ધ થઈ ગયું? એમ જીવ દ્રવ્ય જાણીને આહાહા! શરીરને, વાણીને જ્ઞાન જાણે છતાં જ્ઞાન શરીર કે વાણીને સ્પર્શ નહીં એવો તો જ્ઞાનનો સ્વભાવ છે એનાથી જનો અનુભવથી ભ્રષ્ટ કેમ થાય છે? કે હું આ શરીરને અડું છું...
Page 174 of 225
PDF/HTML Page 187 of 238
single page version
૧૭૪ શ્રી પ્રવચન રત્નો-૧ આહા! આ શરીરની ઇન્દ્રિયો જે છે એને આત્મા અડતો નથી આહા! છતાં અનુભવમાં તો એમ આવે છે કે જ્ઞાન શરીરને કે રાગને સ્પર્શતું પણ નથી.. પણ એને ઠેકાણે હું શરીરને સ્પર્શુ છું... આ શરીર સુંવાળું છે એને હું ચાહું છું એવી રીતે જીવને પર દ્રવ્ય સાથે ચુમ્બન સ્પર્શ કેમ માને છે? ઝીણી વાત છે પ્રભુ, આહા! આ તો જન્મ મરણના અંત લાવવાની વાતુ છે બાપુ એના ફળ પણ કેટલા? અનંત આનંદ આનંદ! આહા!
જીવ તત્ત્વ જ્ઞાન સ્વરૂપે શુદ્ધ.. એ પર તત્ત્વ છે જે જડ શરીર, વાણી, કુટુંબ, સ્ત્રી પરિવાર આદિ પોતામાં રહીને બધાને જાણવાનો સ્વભાવ છે છતાં પણ હું આને અડું છું, આને સ્પર્શું છું એમ જ્ઞાનમાં સ્વરૂપથી ભ્રષ્ટ કેમ થઈ જાય છે? આહાહાહા! સમજાણું કાંઈ?
ચુંબનનો અર્થ અહીં અશુદ્ધ કર્યો; ચુંબનનો અર્થ સ્પર્શ થાય છે. આ યુવાન નથી લેતાં? શરીરને બાળકને.. એ હોઠ પણ અડતો નથી ત્યાં એમ કહે છે. આહાહાહા! આત્માનું જ્ઞાન તો હોઠને શું અડે? પણ હોઠ એના બાળકને પણ અડતાં નથી.. આ આવી વાત કેમકે પ્રત્યેક તત્ત્વ ભિન્ન છે. શરીર, વાણી, મન એ અજીવ તત્ત્વ છે; દયા-દાન, વ્રતના ભાવ એ આસ્રવ તત્ત્વ અથવા પૂન્યતત્ત્વ છે; ભગાન છે તે જ્ઞાયક તત્ત્વ છે. આહા! આ આવી વાત છે!
એ જ્ઞાયક તત્ત્વનું સ્વરૂપ જ એવું છે કે એ પરને અડયા વગર જાણે છે. છતાં જુઓ! જગતના પ્રાણીઓ શું શું કરે છે? આહા! અમે આ રાગને જાણતા રાગને સ્પર્શીએ છીએ તેથી અમે અશુદ્ધ થઈ જઈએ છીએ. આવી આ ભ્રમણા કેમ થઈ ગઈ? સમજાણું કાંઈ?
એક તત્ત્વ ભિન્ન તત્ત્વને સ્પર્શે તો બે તત્ત્વ એક થઈ જાય... ભિન્ન રહે નહીં.. આ તો ધીરાના કામ છે, ભાઈ! આ તો બહારથી કોઈ વ્રત કરે ઉપવાસ અને તપ કરે અને માને કે ધર્મ થઈ ગયો તો એ ત્રણ કાળમાં એમ નથી. પણ વ્રતના એ વિકલ્પ ઊઠે એને પણ સ્પર્શ્યા વગર જ્ઞાનસ્વરૂપી ભગવાન પોતામાં રહી જાણે છતાં આને હું સ્પર્શુ છું અડું છું અને તેથી હું અશુદ્ધ થઈ જઉં છું પરને જાણતાં એવો ભ્રમ અજ્ઞાનીને કેમ થઈ જાય છે?
બહુ સૂક્ષ્મ વાત છે. સમજાય છે કાંઈ “द्रव्यान्तरचुम्बनाकुन्ताधियः” .. आकुलाधयः શું કીધું? પરને સ્પર્શીને જ્ઞેય વસ્તુનું જાણપણું કઈ રીતે છૂટે? પરને હું અડું છું એ કેમ છૂટે? અથવા પરનું જાણવું મને થાય છે તો પરનું જાણવું થયું એ અશુદ્ધતા થઈ માટે પરનું જાણવું કેમ છૂટે? એમ અજ્ઞાની ભ્રમ કરે છે. આહા..! સમજાણું કાંઈ?
એને ઘણે ઠેકાણેથી પાછો વાળવો પડશે. આહા..! આ કાંઈ વાતોથી વડા થાય એમ નથી..! વડામાં જેમ અનાજ-તેલ-ઘી જોઈએ એમ આ માલ છે અંદરનો.
ચેતન તત્ત્વ છે એ અચેતન તત્ત્વને કેમ અડે? અચેતન એ તો જડ તો ઠીક પણ રાગ એ પણ અચેતન છે એને કેમ અડે? આહાહા! એટલે કે એને કેમ સ્પર્શ? એટલે કે જ્ઞાનને એમ થઈ જાય કે રાગ ને જાણું છું. એટલે હું એને સ્પર્શું છું. એટલે એનું જ્ઞાન મને થાય એટલે અશુદ્ધ છું એટલે એનું જ્ઞાન છૂટે તો હું શુદ્ધ થાઉં.. એ ભ્રમ છે. સમજાય છે કાંઈ?
અહીં તો હજુ પરની દયા પાળું તો ધર્મ થાય.. અરર! કાળા કેર કરે છે ને! આત્માને હણી નાખે
Page 175 of 225
PDF/HTML Page 188 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૧૭પ છે.. મરણ તુલ્ય કરે છે, કળશ ટીકામાં આવ્યું હતું.
જગત હણાય છે એમ આવ્યું હતું. અહીં તો પોતે મરણ તુલ્ય થઈ જાય છે. પોતે પોતાને મરણ તુલ્ય કરી નાખે છે. એટલે કે જાણે હું જ્ઞાન દર્શન આનંદ સ્વભાવવાળી ચૈતન્ય જાગતી જ્યોત છું એમ નથી માનતો. એ તો જાણે હું રાગને કરું છું ને રાગને સ્પર્શુ છું. એણે જીવના સ્વરૂપને મરણતુલ્ય કરી નાખ્યું.. જાણનાર દેખનાર (એવો) સ્વભાવને એણે હણી નાખ્યો. આહાહાહા!
પરને તો હણી શકતો નથી.. આહા! પણ પોતાને વ્યવહાર રત્નત્રયનો રાગ આવે એને હું અડું છું. એ તો ઠીક પણ વળી એમ માને કે વ્યવહાર રત્નત્રયથી મને નિશ્ચયનો લાભ થાય છે.. અરે પ્રભુ! તું જ્ઞાન અને આનંદનો ધણી છો... (એવો) તને રાગના વિકારથી અવિકારનો લાભ થાય? અવિકારી તું છો તો એમાંથી અવિકારીનો લાભ થાય આહા! સમજાણું કાંઈ? આવો આ ધર્મ!
આહીં તો એથી આગળ જઈને એને જાણવું કહે એ (માને છે કે) જાણું એટલે હું અશુદ્ધ થઈ જઉં છું.. પોતાનું જાણવું એ તો પોતાનો સ્વભાવ છે. પોતામાં રહીને જાણી શકાય એ તો એનો સ્વભાવ છે. પરનું જાણવું થયું માટે અશુદ્ધ થઈ ગયો. પર વસ્તુ છે ને? એને જાણ્યું માટે અશુદ્ધ થઈ ગયો. માટે સ્વને જાણું તો શુદ્ધ! અને પરને છોડી દઉં.. પરને જાણવું એ તો પોતાનો સ્વ-પર પ્રકાશક સ્વભાવ છે. એને છોડવા જઈશ તો તારી વસ્તુ છૂટી જશે. આહાહાહા!
અરે! ચોરાશીના અવતારમાં રખડી મર્યો છે અનંતકાળ! આવી ભ્રમણા ક્યાંક ક્યાંક અટકવાનાં સ્થાન અનંત છૂટવાનું સાધન એક સ્વસ્વરૂપ! સમજાણું કાંઈ?
એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અભાવ છે. અડે કોને? અત્યંત અભાવ છે. આહાહાહા! આકરું કામ! આ શરીરનો પગ જમીનને અડે નહીં છતાં ત્યાં જો કાંકરી હોય અને લાગે તો એમ દેખાય આહા! લાગ્યું પણ નથી. કાંકરી શરીરને અડી નથી. એ શરીરમાં કંઈક થયું એને જ્ઞાન અડયું નથી. આહાહાહા! એના તરફનો અણગમાનો જરા વિકલ્પ આવ્યો એને જ્યાં (જ્ઞાન) અડયું નથી!
જ્ઞાનનો સ્વભાવ એવો છે જ નહીં કે પરને અડવું! આહા! એ તો ભગવાન પોતાના સ્વભાવમાં રહી અને તેનું જ્ઞાન કરે એમ કહેવું એ પણ વ્યવહાર છે. એ સંબંધી પોતાનું જ્ઞાન એને એ જાણે છે; એને સ્પર્શીને જાણે છે. રાગને સ્પર્શીને રાગને જાણતો નથી. આહાહાહા!
અરેરે મારું શું થશે? હું ક્યાં જઈશ? અને શું છું હું? એ તો જ્ઞાન સ્વરૂપી ભગવાન છે... એ ક્યાં જાય? ... આહાહાહા!
બેનનો શબ્દ આવે છે ને? જાગતો જીવ ઊભો છે ને એ ક્યાં જાય? એ જાણક સ્વભાવી ભગવાન ધ્રુવ છે ને! એ પરિણમે તો જાણવારૂપે પરિણમે પર છે માટે પરને જાણવા માટે પરિણમે છે એમ પણ નથી. આહા!
એ તો પોતાનો સ્વભાવ જ સ્વ પર પરિણતિ જાણવાનો સ્વભાવ છે. એ આત્મજ્ઞપણું છે. એ સ્વપણું છે. પણ અજ્ઞાનીને ભ્રમ થઈ જાય છે કે હું પરને જાણું છું તો બહાર વયો ગયો... પરને જાણું છું તો.. હું બહાર ગયો એમ એને થઈ જાય છે.
ભારે વાત છે, ભાઈ! પરને જાણું છું એમ કહેવું એ પણ ઉપચાર છે, વ્યવહાર છે, આહા!
Page 176 of 225
PDF/HTML Page 189 of 238
single page version
૧૭૬ શ્રી પ્રવચન રત્નો-૧
આ આવી વાત છે, ભાઈ! ચૈતન્યસ્વરૂપી ભગવાન! સ્વ-પર પ્રકાશક શક્તિ હમારી તાતૈ વચન ભેદ ભ્રમ ભારી જ્ઞેય શક્તિ દુવિધા પ્રકાશી નિજરૂપા પરરૂપા ભાસી એ રાગ અને શરીર વાણી એ તો પર જ્ઞેય એને જ્ઞાનમાં પોતામાં રહીને તેને જાણવું એમ કહેવાય વ્યવહારથી. પણ એને અડે છે અથવા એને જાણે છે માટે અશુદ્ધ થઈ ગયું. જ્ઞાન... એ જ્ઞાન બહારમાં વહી ગયું.. (એમ નથી) આહાહાહા!
બહારને જાણે છે માટે જ્ઞાન પોતાના સ્થાનથી ભાવથી છૂટીને બહારમાં ગયું. એવો અજ્ઞાનીને ભ્રમ થઈ જાય છે. આહાહા!
શ્રોતા- જ્ઞાન સર્વગત છે ને? જવાબ- સર્વગત નહીં એ તો વ્યવહારથી કહ્યું છે. શ્રી પ્રવચનસારમાં કહ્યું છે. “અર્થો જ્ઞાનમાં છે” એટલે કે એનું જ્ઞાન છે ત્યાં એવો ત્યાં અર્થ છે.
શ્રોતા - અર્થો જ્ઞાનમાં છે. જવાબ- અર્થો જ્ઞાનમાંછે એમ કહ્યું હોય તો તે અર્થ સંબંધીનું જ્ઞાન જ્ઞાનમાં છે.. એમ કહે છે. અર્થ તો અર્થમાં છે.. આહા! પંચાધ્યાયીમાંતો કહ્યું છે કે (જ્ઞાનને) સર્વગત માને તે મિથ્યાભાવ છે. સર્વગત તો સ્વભાવ છે ૪૭ નયમાં કઈ અપેક્ષાએ છે.. પોતાને અને પરને સર્વને જાણવાનું સ્વરૂપ છે માટે સર્વગત પણ પરને જાણવું... એક રીતે પરને જાણતાં જ્ઞાન પોતાના અસ્તિત્વમાંથી બહાર ચાલ્યું ગયું છે એમ નથી. એક પ્રદેશ પણ ભિન્ન થઈ શકે નહીં આહા! પોતાના ઘરમાં રહીને કોઈ ચાલ્યા જતાં લશ્કરને જુએ તો એ લશ્કરમાં આંખ ગઈ નથી અને લશ્કર આંખમાં આવ્યું નથી. ઘરમાં ઊભો ઊભો જુએ કે આ બધું નીકળ્યું છે... વરઘોડો... હાથી.. આહાહાહા!
એમ ભગવાન જ્ઞાન સ્વરૂપી છે ને પોતામાં બેઠો છે... એમાં આ બધા પ્રકારો જડના રાગના લશ્કરો નીકળે એ વખતે તેનો તે સંબંધીનો સ્વભાવ તે કાળે એવું જ્ઞાન થવાનો સ્વભાવ પોતાનો પોતાથી છે. એ અશુદ્ધતા નથી. પરને જાણ્યું માટે જ્ઞાન બહારમાં વયું ગયું નથી. અંદરમાં પેઠા વગર (જ્ઞાન) આ બધું એ કઈ રીતે જાણે?
ભાઈ...! આ અગ્નિને જ્ઞાન જાણે છે તે જ્ઞાન શું અગ્નિમાં પેઠું છે? આ અગ્નિ છે એમ જણાય છે કે નહીં? આ ૮૪ની સાલની વાત છે. કેટલા વર્ષ થયા? .. પ૦ વર્ષ થયા. રાણપુરમાં ચોમાસું હતું. બધા માણસો ઘણા આવે... નામ પ્રસિદ્ધ ખરૂં ને! અન્યમતિઓ પણ આવે.. દેરાવાસી આવે સાંભળવા.. પણ અંદરથી પોતાનો પક્ષ મૂકવો કઠણ પડે. આહા! વાડામાં જે પક્ષ લઈને એ બેઠા હોય એમાંથી ખસવું એને આકરું પડે.. આહા!
અહીં કહે છે.. જ્ઞેય વસ્તુનું જાણપણું કઈ રીતે છૂટે એમ અજ્ઞાની માને છે.. જેના છૂટવાથી જીવ
Page 177 of 225
PDF/HTML Page 190 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૧૭૭ દ્રવ્ય શુદ્ધ થાય એવી થઈ છે. જેમની બુદ્ધિ આવે છે, તેનું સમાધાન આમ છે કે- “યત્ જ્ઞાનં જ્ઞેયમ્ અવૈતિ તત્ अयं शुद्धस्वभावोदयः” જો એમ છે કે જ્ઞાન જ્ઞેયને જાણે છે એવું પ્રગટ છે.
જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા, શરીર વાણી કુટુંબ વગેરે બધા પર જ્ઞેય છે, દેવ-ગુરુ-શાસ્ત્ર પણ પર જ્ઞેય છે અને અંદરમાં રાગ આવે દયા-દાન એ પણ પર જ્ઞેય છે. ‘જ્ઞાન જ્ઞેયને જાણે છે એવું પ્રગટ છે. તે આ શુદ્ધ જીવ વસ્તુનું સ્વરૂપ છે. शुद्धस्वभावोदयः એ તો શુદ્ધ જીવ સ્વભાવનું પ્રગટપણું છે. સ્વ-પર પ્રકાશક પણું એ તો શુદ્ધ જીવનો સ્વભાવ પ્રગટ છે આહાહાહા! ભારે કામ આકરૂં! આ તો આખો દિવસ ધંધામાં પડયો હોય જાણે આ કરું ને આ કર્યું ને... આહા! મારી નાખ્યો જીવને, મરણતુલ્ય કરી નાખ્યો છે.
ચૈતન્ય જાગતી જ્યોત સ્વ-પર પ્રકાશક સ્વરૂપમાં બિરાજમાન છે એને પરના જ્ઞેયને જાણવું એ તો એનું સ્વરૂપ જ છે.. એ તો શુદ્ધ જીવનો ઉદય થયેલો સ્વભાવ જ છે. પરનું જાણવું એ અશુદ્ધતા છે અને પરને અડે છે તો પરને જાણે છે એમ નથી.
શ્રોતા- પર સામું જોઈને જાણે છે..? જવાબ- પર સામુ જોઈને જાણે છે એ પોતામાં પોતાથી. શ્રોતા- ત્યારે ઉપયોગ ક્યાં હોય છે? જવાબ- ઉપયોગ ભલે.. છે તો પર તરફ પણ જાણે છે તે તો પોતાથી પોતામાં રહીને. શ્રોતા- ઉપયોગને પરનો આશ્રય લેવો પડે છે ને? જવાબ- આશ્રય ફાશ્રય કંઈ ન મળે. શ્રોતા- પરમાં છે ને? જવાબ- પર માં નથી. પરને જાણવામાં છે. ઝીણી વાત છે. આહાહાહા! ઉપયોગ ભલે વિકલ્પમાં આવ્યો છતાં પણ વિકલ્પને ઉપયોગ જાણે છે. એવું એનું સ્વરૂપ છે.
શ્રોતા- ઉપયોગ પરમાં જાય એવો નિયમ નહીં? જવાબ - ના. ના. શ્રોતા- ઉપયોગ બહારમાં.. હોય.. જવાબ- બહારમાં નથી એ અંદરમાં પોતામાં છે. શ્રોતા- અંદરમાં છે. તો મોઢું બહાર છે? જવાબ- ના મોઢું પણ બહાર નથી. મોઢું અંદર છે. શ્રોતા- સ્વ સન્મુખ અને પરસન્મુખ.. જવાબ- એ સ્વસન્મુખ.. દ્રષ્ટિ ધ્રુવ જ્ઞાયક ઉપર જ પડી છે. શ્રોતા- ઉપયોગ તો અંદરમાં છે. જવાબ- અંદર જ છે એ ભલે રાગાદિ વિષય કષાયમાં હોય છતાં એ પોતે જાણનારમાં છે. રાગમાં નથી. આવું કામ છે આકરું... આહા!
અરે! જીંદગીઓ ચાલી જાય છે... મરણને તુલ્ય થઈ જશે... મરણનો એક સમય આવશે ત્યાં..
Page 178 of 225
PDF/HTML Page 191 of 238
single page version
૧૭૮ શ્રી પ્રવચન રત્નો-૧ આમ... છૂટી જશે.. જુવાન અવસ્થા હશે તોય છૂટી જશે. આહા! આહા! એ છૂટું જ તત્ત્વ છે એની સાથે એક ક્યાં રહેલો છે. એક ક્ષેત્રે પણ ભેગું નથી.. પોતાના અને પરના ક્ષેત્ર.. આકાશની અપેક્ષાએ (એકક્ષેત્રાવગાહ) કહેવાય. શરીર અને કર્મ... અરે! અહીં તો રાગનું ક્ષેત્ર પણ ભિન્ન ગણ્યું છે.. એવું છે.. “સંવર અધિકાર” દયા-દાન-ભક્તિના પરિણામ થાય... ભાઈ! એ વિકલ્પ છે. એનું ક્ષેત્ર એટલું ભિન્ન ગણ્યું છે. એ ભિન્ન ક્ષેત્રને ભિન્ન ભાવને જ્ઞાનમાં રહીને સ્વમાં રહીને જાણવું એ તો સ્વપર પ્રકાશક જીવનો શુદ્ધ ઉદય ભાવ છે. સ્વ પર પ્રકાશક જીવનો સ્વભાવ છે. એ પોતાનું પ્રગટપણું છે. પોતાનો એ સ્વભાવ છે એ ઉદય તો સ્વભાવ જ છે એમ કહે છે.
એ શુદ્ધ સ્વભાવનું જ પ્રગટપણું છે. હવે આવી વાતો...! પકડાય નહીં.. બિચારાં શું કરે? પછી હાલ્યા જાય છે... ક્રિયાકાંડમાં જોડાઈ જાય છે. વ્રત કરો ને અપવાસ કરો ને આયંબિલ કરો.. ધર્મ થઈ જશે.. અરેરે! જીવને ક્યાંય રખડાવી માર્યો છે... ભ્રમણામાં ને ભ્રમણામાં.
અહીં તો એ સિદ્ધ કરે છે કે શુદ્ધ જીવનો સ્વભાવ તો સ્વ-પર ને જાણવું એ અપેક્ષાએ પરનું કહેવું છે... જ્ઞાન જ્ઞાનને જાણે અને જ્ઞાનમાં પર વસ્તુ જણાય છે. એ તો જ્ઞાન છે... અને જ્ઞાન સિવાય પોતાના બીજા અનંતગણને જાણે.. એ પણ પર-પ્રકાશક છે. આહાહાહા! છતાં તે જ્ઞાન અનંતગુણને જાણે છતાં તે ગુણો જ્ઞાનમાં આવી નથી ગયા. આહા! આવું છે...
શ્રોતા- તાદાત્મ્ય સંબંધ હોવા છતાં જુદોને જુદો રહે છે? જવાબ- તાદાત્મ્ય સંબંધ જ્ઞાન અને આત્મા સાથે છે.. રાગ.. એ સંયોગી સંબંધ નથી એમ કહ્યુંને એ સંયોગી ભાવ છે. એ સંયોગી ભાવને અડતો પણ નથી.
શ્રોતા- રાગને ક્ષણિક તાદાત્મ્ય કહેવાય? જવાબ- એ અપેક્ષાથી એની પર્યાયમાં છે ને એ અપેક્ષાથી બાકી પરમાર્થે એ સંયોગી ભાવ છે; એની સાથે સંબંધ છે જ નહીં. તાદાત્મ્ય સંબંધ નથી એટલે સંબંધ નથી.. એમ.. ત્રિકાળની સાથે સંબંધ નથી. પર્યાયની સત્તા.. પર્યાયમાં છે એને જાણતાં જ્ઞાન રાગને અડીને જાણે છે એમ નહીં એ તો એની પર્યાયમાં છે તે અશુદ્ધતા બતાવવી હોય એ માટે.
અહીં તો એની પર્યાયમાં છે. તેની પર્યાય તે કાળે તેને અને પરને જાણે એવો પોતામાં રહીને રાગને જાણે એવો સ્વભાવ છે. જ્ઞાન તે વખતે પણ રાગરૂપ થયું જ નથી. આહાહાહા! સમજાણું કાંઈ?
એ તો શુદ્ધ સ્વભાવોદયઃ શુદ્ધ જીવ સ્વભાવ ઉદય એટલે સ્વરૂપ જ છે એમ કહેવું છે. આહા! ભાવાર્થ- જેમ અગ્નિનો દાહક સ્વભાવ છે. સમસ્ત દાહ્ય વસ્તુને બાળે છે. દ્રષ્ટાંત આપે છે. અગ્નિનો દાહક સ્વભાવ છે. એ બધી વસ્તુને બાળે છે. છતાં બાળતો થકો અગ્નિ પોતાના શુદ્ધ સ્વરૂપે છે. અગ્નિનો એ વો જ સ્વભાવ છે બધાને અગ્નિ કાંઈ પરરૂપે લાકડારૂપે કે છાણા રૂપે થઈ બાળ્યું નથી.. આહા..! બાળે છે એ પણ વ્યવહાર છે કહ્યું ને!
‘બાળતો થકો અગ્નિ પોતાના શુદ્ધસ્વરૂપે છે અગ્નિનો એવો જ સ્વભાવ છે.’ સમજાવવું તે શી રીતે સમજાવવું? આહાહાહા! લાકડાં-અડાયા છાણા- અગ્નિ એ રૂપે થાય છે... એ અગ્નિ પોતાના સ્વરૂપે થઈ છે.. એ છાણાના આકારે છાણાના સ્વરૂપે નથી થઈ.
Page 179 of 225
PDF/HTML Page 192 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૧૭૯
પોતાનું અસ્તિત્વ કેવડું છે. કેટલું છે અને ક્યાં છે એમ આંહી સિદ્ધ કરવું છે. અગ્નિ પણ પોતાના અસ્તિત્વમાં રહીને બાળે છે એમ કહેવું પણ એ અગ્નિરૂપ થઈને છે એતો.
એમ પરને જાણે છે એ પોતાના સ્વરૂપે થઈને જાણે છે.. પરરૂપે થઈને જાણે છે એમ છે.. નહીં.. આહાહાહા!
‘અગ્નિ પોતાના શુદ્ધ સ્વરૂપે છે’ ... જોયું? શુદ્ધ સ્વરૂપે એમ ભાષા લીધી છે. ‘અગ્નિનો એવો સ્વભાવ છે.’ ... એ દ્રષ્ટાંત.. હવે સિદ્ધાંત.. એમ જીવ જ્ઞાનસ્વરૂપ છે’ ... છે? જેમ અગ્નિનો દાહક સ્વભાવ છે એમ જીવનો જ્ઞાનસ્વભાવ છે. અગ્નિ જેમ બધાને બાળે છે એમ સમસ્ત જ્ઞેયને જાણે છે.. ઓલામાં બાળતો થકો અગ્નિ પોતાના શુદ્ધ સ્વરૂપે છે એમ જાણતો થકો (જીવ) પોતાના સ્વરૂપે છે. આહાહાહા!
સર્વજ્ઞ અને સર્વદ્રર્શિત્ત્વ (શક્તિ) માં એ લીધું નથી? શક્તિમાં! સર્વજ્ઞ એ આત્મજ્ઞપણું છે.. આત્મજ્ઞ એ સર્વજ્ઞપણું છે. સર્વને જાણે છે એમ નહીં... આત્માનો સ્વભાવ જ સર્વજ્ઞ છે.. એ પોતે પોતાને જાણે છે.. સર્વજ્ઞ કહ્યું છતાં એ આત્મજ્ઞ છે.. આહાહા!
ઝીણું છે, ભાઈ! શું થાય? અનંતકાળથી જન્મ મરણ થાય છે એને મટાડવાનો ઉપાય અલૌકિક છે.. આહા!
ચૈતન્ય સત્તા એટલે કે જેનું હોવાપણું એકલું ચૈતન્યથી જ છે. જેનું હોવાપણું એકલું ચૈતન્યથી છે એને પકડીને અનુભવ કરવો એનું નામ પ્રથમ ધર્મની શરૂઆત છે. સત્તા એટલે જેનું હોવાપણું જ્ઞાનપણે જેનું હોવાપણું છે. એ રાગપણે કે શરીરપણે જેનું હોવાપણું નથી.
એથી એ જ્ઞાન બધાંને જાણતો થકો છતાં પોતાના જ્ઞાન સ્વરૂપે જ થઈને એ રહ્યો છે. પરને જાણતાં પરસ્વરૂપે થઈને રહ્યો છે એમ નથી.
આહા! ‘એવો વસ્તુનો સ્વભાવ છે. જ્ઞેયના જાણપણાથી જીવને અશુદ્ધપણું માને છે તે ન માનો.’
આહા! પર સંબંધીનું જ્ઞાન થતાં હું પરને અડી ગયો છું અથવા પર મારામાં આવી ગયું છે એમ ન માનો.
હવે આવી વ્યાખ્યા! ઝીણી! હેં! બહુ આકરું પડે... સંપ્રદાયમાં તો બસ જાણે વ્રત અને તપ- ભક્તિ, પૂજા... યાત્રા બાત્રાને જાણે ધર્મ, આ વળી પોષા અને સામાયિક... દયા... પડિક્રમણાં.. બધી રાગની ક્રિયાઓ છે.
એ વખતે રાગ થયો પણ કહે છે કે જીવનો સ્વભાવતો જાણવું જ છે, એ રાગ કાળે પણ જીવ રાગને અને પોતાને જાણે છે... આ તો જીવનો સ્વભાવ છે. એ તો શુદ્ધજીવનું સ્વરૂપ જ છે. આહાહાહા!
પરનું કરવું એ તો ન મળે; પણ રાગનું કરવું એ પણ ન મળે; પણ રાગનું જાણવું એ પણ રાગમાં જઈને જાણે એમ પણ નથી. આહાહાહા!
આવો આ માર્ગ! વીતરાગ પરમેશ્વર! જિનેન્દ્ર દેવ... ગણધરો અને ઇન્દ્રોની વચ્ચેનો આ ત્રિલોકનાથનો પોકાર છે. આહા! માર્ગ આ છે. ભાઈ! તે સાંભળ્યું ન હોય માટે કાંઈ બીજી ચીજ થઈ જાય?
Page 180 of 225
PDF/HTML Page 193 of 238
single page version
૧૮૦ શ્રી પ્રવચન રત્નો-૧
શ્રોતા- જ્ઞાન રાગને તો ન જાણે પણ જ્ઞાન નિર્મલ પર્યાયને પણ ન જાણે? જવાબ- પર્યાય પોતાને જાણે છે એ તો સ્વની છે ને! શ્રોતા- પર્યાય દ્રવ્યને ક્યાં અડે છે? જવાબ-પોતાને જાણે છે. પર્યાય પર્યાયને જાણે છે. અનંતી પર્યાયોને જાણે છે. પણ એ અનંતી પર્યાયોને અડીને જાણતો નથી.
ઝીણું બહુ! આહા! જ્ઞાનની એક જ પર્યાય એટલી તાકાતવાળી છે કે એક જ પર્યાયમાં છ દ્રવ્યના ગુણ પર્યાય જણાય અને પોતાના ત્રિકાળી દ્રવ્ય ગુણ પર્યાય જણાય એવી એક સમયની પર્યાયની તાકાત છે; તે પર્યાય પરને તો અડતી નથી... આહાહાહા! .. એથી આગળ અહીં નથી કહેવું... પણ એ પર્યાય દ્રવ્યને પણ અડતી નથી. અહીં તો પરની અપેક્ષાની વાત છે. પર્યાય જો દ્રવ્યરૂપે થઈ જાય તો એ એક સમયની છે.. ને વસ્તુ ત્રિકાળ છે. આહા! ત્રિકાળને અડીને પર્યાય કામ કરતી નથી કેમકે બે વચ્ચે પણ અભાવ છે; અતત્ ભાવ! પ્રવચનસારમાં છે. જે પર્યાય ભાવ છે તે દ્રવ્યમાં અતત્ ભાવ છે; દ્રવ્યભાવ છે તે પર્યાયમાં અતત્ભાવ છે. પર્યાયમાં સ્વપર જાણવાનો સ્વભાવ સ્વતઃ છે.. એમાં રાગને અને શરીરને જાણવું એથી મારું જ્ઞાન ભ્રષ્ટ થઈ ગયું કે પરમાં વયું ગયું એમ.. ન.. થી.. એ અજ્ઞાનીની અનાદિની ભ્રમણા છે. જીવનો જ્ઞાન સ્વભાવ છે તે દયા વિકલ્પનું કરવું એવું એનું સ્વરૂપ નથી. પણ તેને જાણવું અડીને એવું પણ એનું સ્વરૂપ નથી. એનાથી ભિન્ન રહીને પોતાને જાણતાં એ જણાય જાય છે, એ તો જીવનો સ્વ-પરનો જ્ઞાનનો ઉદય છે.. જીવનો.. આહાહાહા...! સમજાણું કાં... ઈ...?
એ તો સ્વ-પર પ્રકાશમય જ્ઞાનનું અસ્તિત્વ છે. એ જ્ઞાનનું અસ્તિત્વ છે.. એ રાગનું અસ્તિત્વ નથી. સમજાણું કાંઈ?
શ્રોતા- જ્ઞાનમાં પરનો પ્રતિભાસ.. થાય.. જવાબ- પ્રતિભાસ થાય એ ભાષા વ્યવહાર છે. શ્રોતા- જ્ઞાનને કારણે એ થાય છે...? જવાબ- નહીં! નહીં! પ્રતિભાસ થાય એ ભાષા વ્યવહાર છે. પણ જેવું ત્યાં સ્વરૂપ છે એવું જ્ઞાનનું તે કાળે પોતાથી જાણવું થઈ જાય એવું એનું સ્વરૂપ છે.
શ્રોતા- ત્યારે સ્વચ્છત્ત્વ શક્તિનું કેવું... જવાબ- એ પણ એવું જ એ પણ પોતે પોતાને પૂર્ણ જાણે છે. દ્રષ્ટાંત પણ શું કરે? દર્પણનો દાખલો આપીને કહ્યું છે. સ્વચ્છત્ત્વ શક્તિમાં છે. પણ દર્પણમાં જે કોઈ ચીજ જણાય છે... એ દર્પણની થઈ નથી. અહીં અગ્નિ છે... એ દર્પણમાં જણાય છે તો દર્પણમાં જણાય છે એ શું અગ્નિ છે? એ તો અરીસાની સ્વચ્છતા છે. અગ્નિને હાથ લગાડતા ઉષ્ણ લાગે છે.. એવી અગ્નિ છે શું ત્યાં? એ તો અરીસાની અવસ્થા છે... (અરીસાને) હાથ લગાડતાં ત્યાં શું ઉષ્ણ લાગે છે? આહા! આવું ઝીણું છે.. આ બધું અંદર જાણવું પડશે હોં! .. એ ચોરાશીના અવતાર કરી કરીને મરી ગયો છે. આ જાણવાની એ. બી. સી. ડી. છે... કકકો છે... આ
Page 181 of 225
PDF/HTML Page 194 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૧૮૧
શું કહ્યું? જોયું? ‘જાણતો થકો પોતાના સ્વરૂપે છે- એવો વસ્તુનો સ્વભાવ છે. જ્ઞેયના જાણપણાથી જીવને અશુદ્ધપણું માને છે. તે ન માનો’ જ્ઞેયના જાણપણાથી જીવને અશુદ્ધપણું માને છે તે ન માનો’ ... આહાહા! ‘જીવ શુદ્ધ છે.’
વિશેષ સમાધાન કરે છે. કારણ કે “किम् अपि द्रव्यान्तरं एक द्रव्यगतं न चकास्ति।” જુઓ “કોઈ જ્ઞેયરૂપ પુદ્ગલ દ્રવ્ય અથવા ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, આકાશદ્રવ્ય, કાળદ્રવ્ય શુદ્ધજીવ વસ્તુમાં એક દ્રવ્યરૂપે પરિણમે છે એમ શોભતું નથી.”
આહાહા! બીજાં છ દ્રવ્યો શુદ્ધ જીવ વસ્તુમાં એક દ્રવ્યરૂપે આવે છે એમ નથી. જીવ સમસ્ત જ્ઞેયને જાણે છે પણ જ્ઞાન (તો) જ્ઞાનરૂપ છે. આહાહાહા! જ્ઞાન જ્ઞાનરૂપ રહીને જ્ઞાન જાણે છે એમ કહેવું એ જ્ઞાનરૂપ છે એનું! બધાને જાણે છે પણ એ તો જ્ઞાનનું રૂપ છે. એ તો જીવનું સ્વરૂપ છે. સમજાણું કાંઈ? આજ તો ઝીણું બહુ આવ્યું બધું હો! આવું સાંભળવું તો મળે બાપા!
લોકો માને કે ન માને, પણ વસ્તુ સ્થિતિ આ છે. આહા! પરમ સત્યનો પોકાર પ્રભુનો.. તો.. આ છે આહા!
અહીં તો ત્યાં સુધી (કહે છે) કે રાગના અસ્તિત્વમાં તારું જ્ઞાન ગયું માટે.. અસ્તિત્વ અગ્નિમાં જઈને જાણે છે. (એમ નથી)... તારા જ્ઞાનમાં રહીને તે અગ્નિનું સ્વરૂપ આમ છે એવું જણાય છે તે તારા જ્ઞાનમાં રહીને જણાય છે. પોતાના અસ્તિત્વમાં રહીને જણાય છે. પરનું અસ્તિત્વ તો તેમાં કદી આવતું નથી, પર સંબંધીનું જ્ઞાન... એ પણ ખરેખર પોતાનું જ્ઞાન છે, પર સંબંધીનું નથી. આહાહાહા! સમજાણું કાંઈ?
પાછળના આ શ્લોકો બહુ ઝીણા છે. ભાષા સાધારણ છે પણ ભાવ ઘણાં... ઉંડા છે. હવે આમાં ચર્ચા કોની સાથે કરવી? એ આવ્યા હતા ને.. ચંદ્રશેખર... “ચર્ચા કરીએ” ... શ્વેતાંબર... જીવા પ્રતાપનો ભત્રીજો... દીક્ષા લીધી છે શ્વેતાંબરની... કહે “આપણે ચર્ચા કરીએ” કહ્યું કે ભાઈ! અમે તો ચર્ચા કરતાં નથી, બાપુ...! શું કહીએ? આહા! “તમે સિંહ છો, તો અમે સિંહના બચ્ચા છીએ. હું સિંહ છું એવું તો મેં કીધું નથી.. એમ એણે એમ કીધું હતું... પછી છેવટે ઉભાં થતાં બોલ્યા કે “આ ચશ્મા વગર જણાય?”
ચશ્માનું અસ્તિત્વ ભિન્ન છે અને જાણનારનું અસ્તિત્વ ભિન્ન છે... એ ચશ્માથી જાણે છે એમ છે નહીં. એ તો જ્ઞાનના અસ્તિત્વથી જાણે છે જીવા પ્રતાપ, હમણાં ગુજરી ગયા, ક્રોડપતિ શેઠ હતા, આ ભત્રીજાએ દીક્ષા લીધી... લીંબડી આવ્યા હતા. તમે હતા ત્યારે ત્યાં ચર્ચા કરવા આવ્યા હતા. રામવિજયને મોકલ્યા હતા ત્યાં જામનગર ઘણાં માસ પહેલા ચર્ચા... “લોકોનું અહિત થાય છે કે આ વ્રત-તપ અને ભક્તિથી ધર્મ નથી.. મોટી ગલતી ઊભી થાય છે. ભાઈ! માર્ગ તો આ છે, બાપુ! તમને ખોટું લાગતું હોય તો ન માનો તમે, બાકી વસ્તુ તો આ છે.
બાકી આનાથી વિરુદ્ધ માને છે એ જુઠ્ઠો છે માટે અમારે ચર્ચા કોની સાથે કરવી? આહાહાહા.
Page 182 of 225
PDF/HTML Page 195 of 238
single page version
૧૮૨ શ્રી પ્રવચન રત્નો-૧
અહીં તો ત્યાં સુધી લઈ ગયા કે જે કાળે જે પ્રકારનો.. એ તો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન એમ આવ્યું છે ને? એનો અર્થ પછી કરશે. જે કાળે જે રાગ આવે દયા-દાન-વ્રતાદિનો તે પ્રકારનું જ જ્ઞાન અહીં પોતાને સ્વ-પર પ્રકાશકના સામર્થ્ય...
ને લઈને એ રાગ આવ્યો એને કારણે નહીં. એ કાળે આનો સ્વભાવ પર્યાયમાં સ્વ-પર પ્રકાશક આનો અને આનો બન્નેનું જેટલું સ્વરૂપ છે તેવું જાણવાની પર્યાય પ્રગટી.
શ્રોતા- પર સંબંધીનું પોતાનું જ્ઞાન જવાબ- એ પર સંબંધીનું કહેવું એ વ્યવહાર છે. એ પણ નહીં.. એ પોતાનું છે. શ્રોતા- જ્ઞાનમાં આવ્યું તો પરનો સંબંધ ક્યાં ગયો? જવાબ- કોણે કીધું તમને? ખબર નથી...! .. પર છે એટલા સંબંધનું સ્વરૂપ પોતામાં જાણવાની શક્તિ છે તેથી પોતામાં જાણે છે. લોકાલોકને જાણે છે એ લોકાલોકને લઈને નહીં આહાહા!
એ જ્ઞાનની પર્યાયનું એટલું સામર્થ્ય છે કે “સ્વ-પર પ્રકાશક” એ સ્વસ્વરૂપ જ છે.. સ્વ જ્ઞેય એટલું એનું સ્વરૂપ છે. આહા! સમજાણું?
બધું ઝીણું પડયું આજે. કલાક થયો. આ અધિકાર એવો છે... ગાથા એવી છે! સમય સમયનો પર્યાય એવડો છે. ત્રિકાળ તો ધ્રુવ છે... પણ અહીં પોતાની પર્યાય પ્રગટ થાય છે એ જેટલું સામે જ્ઞેયનું પ્રમાણ છે એટલા પ્રમાણમાં જ્ઞાનની પર્યાય પોતામાં પોતાથી પ્રગટ થાય છે. પૂરી પ્રગટે છે ત્યારે આ પ્રશ્ન (રહેતો) નથી. સમજાણું કાંઈ? આહા! જે સમયમાં જે જ્ઞેય સામે છે તેટલા પ્રમાણમાં જ્ઞાનની પર્યાય પોતાથી પોતામાં સ્વ-પર પ્રકાશરૂપ સ્વથી પ્રકાશે છે.
આવું છે આ! એક અક્ષર (જો) ફરે તો બધું ફરી જાય... આહા! આ વાત હતી જ નહીં. એટલે લોકોને નવીન લાગે. આ જાણે બધો નવો ધર્મ કાઢયો? નવો નથી, બાપુ! અનાદિનો તું છો.. તો સ્વપર પ્રકાશનું સામર્થ્ય સ્વથી-પોતાથી-પોતામાં અનાદિનું છે.
એ ચેતન.. ચેતન.. ચેતન.. ચેતન...! એ અચેતનને જાણે એમ કહેવું એ પણ વ્યવહાર છે. અચેતનમાં રાગ અને શરીર બધું અચેતન આવી ગયું. આહા! અને તેના સંબંધીનું તેટલું જ જ્ઞાન એ જ્ઞેય જેટલું છે એટલું જ્ઞાન અહીં સ્વ-પર પ્રકાશન એને લઈને પ્રગટયું છે એમે ય નથી.
તે સમયનો એનો સ્વ-પર પ્રકાશનું જેટલું સામર્થ્ય છે તેથી એ પ્રગટયું છે તે સ્વ છે. આહા! આહાહાહા!
પકડાય એટલું પકડવું, બાપુ! તારી લીલા તો અપાર છે. આ કોઈ પંડિતાઈની ચીજ નથી. આ તો અંતરના સ્વભાવના નાદની ચીજ છે.
Page 183 of 225
PDF/HTML Page 196 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૧૮૩
શ્રોતા- આ ભણતર જુદી જાતનું છે. વાત સાચી છે... આહાહા...! એટલી વાત કાને પડે છે એય ભાગ્યશાળી છે ને! આવી આ વાત! પરમાત્માના શ્રીમુખેથી નીકળેલી વાત છે... સમજાણું કાંઈ? ક્યાંય આ નથી... પ્રભુ! તું કોણ છો? ક્યાં છો? કેવો છો? સમયે સમયે તું કેવડો છો? એ પર જે જ્ઞેય છે એટલું જ અહીં જ્ઞાન થાય.. અને સ્વનું (પણ) જ્ઞાન થાય તેવડો તે સમયે એવડી પર્યાય તારી છે.. (એ) તારાથી આહા!
શ્રોતા- આજે તત્ત્વની બહુ મજા આવી... જવાબ- આ શ્લોક એવો છે. એ વધારે તો અહીં “चुम्बन” માંથી આવ્યું “ચુંબન” છે ને! એનો અર્થ કરી નાખ્યો “અશુદ્ધગુણ” પણ ચુમ્બનનો અર્થ સ્પર્શવું છે. એ ત્રીજી ગાથામાં કર્યો ને! કે પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયને એ સ્પર્શે છે પરને સ્પર્શતો નથી. એનો આ બધો વિસ્તાર છે. આહાહાહા!
આ તો જ્ઞાનસ્વરૂપી ભગવાન... જ્ઞાનમાં ઠરે એની વાતું છે, બાપા! જેવી જેની સત્તા એટલે હોવાપણે છે તેમાં તે ઠરે... આહાહાહા! સમજાણું કાંઈ?
એ વસ્તુ છે. ‘જીવ વસ્તુમાં એક દ્રવ્યરૂપે પરિણમે છે એમ શોભતું નથી.’ રાગરૂપે આત્મા પરિણમે છે કે આત્મા રાગરૂપે થાય છે કે જ્ઞેય આત્માપણે થાય છે એમ શોભતું નથી. આહા! ‘જીવ સમસ્ત જ્ઞેયને જાણે છે, જ્ઞાન જ્ઞાનરૂપ છે, જ્ઞેય વસ્તુ જ્ઞેયરૂપ છે; કોઈ દ્રવ્ય પોતાનું દ્રવ્યત્ત્વ છોડીને અન્ય દ્રવ્યરૂપે તો નથી થયું... એવો અનુભવ કોને છે તે કહે છે. આહાહા! “શુદ્ધદ્રવ્યનિરૂપણાપિત્તમયેઃ” સમસ્ત વિકલ્પથી રહિત શુદ્ધ ચેતનામાત્ર જીવ વસ્તુના પ્રત્યક્ષ અનુભવમાં સ્થાપ્યું છે બુદ્ધિનું સર્વસ્વ જેણે એવા જીવને.
‘નિરૂપણ’ એટલે પ્રત્યક્ષ અનુભવ. આહાહા! જોયું કથન છે એનું વાચ્ય છે એને અહીં લીધું પછી. ‘નિરૂપણ’ વાચ્ય છે એને નિરૂપણ શબ્દથી કહ્યું આહાહા! એવા જીવને આ હોય છે. આવો અનુભવ એને હોય છે એમ કહેવું છે અહીં... આહાહાહા..!
જેણે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી.. એમાં બુદ્ધિને સ્થાપીને જ્ઞાનનો અનુભવ કર્યો એને આ વાત હોય છે. અજ્ઞાનીને એ વાત હોતી નથી. ચાહે તો સાધુ થયો હોય પાંચ મહાવ્રત પાળતો હોય પણ અજ્ઞાની છે એને આ વાત શોભતી નથી... એને હોતી નથી.
‘સત્તા માત્ર શુદ્ધ જીવવસ્તુને પ્રત્યક્ષ આસ્વાદે છે. જોયું? “तत्त्वंसमुत्पश्यतः” સમ્યક્પ્રકારે ઉગ્રપણે પશ્યતઃ આસ્વાદે છે. એવા જીવને આહાહાહા! આવા જીવને આ હોય છે. વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું એને પ્રગટ છે.. કે પરને જાણતાં પરમાં જ્ઞાન ગયું નથી... પરથી જ્ઞાન થયું નથી.
જીવ સમસ્ત જ્ઞેયને જાણે છે,... સમસ્તજ્ઞેયથી ભિન્ન છે એવો સ્વભાવ સમ્યગ્દ્રષ્ટિ જીવ જાણે છે. લ્યો... પ્રમાણ વચન ગુરુદેવ.