Page 58 of 225
PDF/HTML Page 71 of 238
single page version
પ૮ શ્રી પ્રવચન રત્નો-૧
શિષ્યનો પ્રશ્ન એમ હતો કે ‘શુદ્ધ આત્મા’ જે તમે કહ્યો, તે છે કોણ? કેવો છે? કે જેનું ‘સ્વરૂપ’ જાણવું જોઈએ, જેને જાણવાથી હિત થાય અને અહિત ટળે. ઈ શું ચીજ છે?
કેમ કે (આપશ્રીએ તો કહ્યું) એ આત્મા અનાદિ-અનંત, નિત્ય ઉદ્યોતરૂપ, સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. એ સંસાર અવસ્થામાં પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર, એવું જે દુરંત કષાયચક્ર (અર્થાત્) શુભ-અશુભરૂપ ભાવો થાય છે, પણ એ શુભાશુભ ભાવરૂપે જ્ઞાયક થયો નથી. (એતો) એની અવસ્થામાં (પર્યાય) માં થાય છે.
જ્ઞાયકભાવ (કે) જે વસ્તુ છે, એ શુભાશુભપણે થતી જ નથી. જો એ-પણે થાય તો... વસ્તુ છે જે જ્ઞાનરસ સ્વભાવરૂપ અને શુભાશુભ છે અચેતન-અંધારા (સ્વરૂપ) છે. એ સ્વરૂપે જો આત્મા થાય તો (આત્મા) જડ થઈ જાય! આહા.. હા..! તેથી એ જ્ઞાયકભાવ-વસ્તુ જે છે પદાર્થ, તે શુભાશુભ ભાવરૂપે નહિ થવાથી- શુભાશુભરૂપે નહિ પરિણમવાથી, એમાં પ્રમત્ત-અપ્રમત્તના પર્યાયના ભેદો નથી. આહા... હા..! મૂળ ગાથા છે! છઠ્ઠીના લેખ કહે છે ને..! આહા.. હા..! જ્ઞાયકવસ્તુ-ચૈતન્ય! એ એકલો જ્ઞાનરસ! આનંદ રસ! શાંત રસ! વીતરાગ રસ- સ્વરૂપે જ બિરાજમાન. એ રાગરૂપે કેમ થાય? આત્મા જિનસ્વરૂપી- શાંત સ્વરૂપી- વીતરાગ સ્વરૂપી (એવો) જે જ્ઞાયકભાવ એ રાગરૂપે કેમ થાય? આહા...!
(શ્રોતાઃ) રાગ તો છે ને...! (ઉત્તરઃ) પર્યાયમાં રાગ થાય, વસ્તુમાં રાગ ન થાય! અહા... હા...! ચૈતન્યપ્રકાશનો ચંદ્ર!! શીતળ.. શીતળ... શીતળ..!! એ ચૈતન્યપ્રકાશનો પુંજ પ્રભુ!! એ અશીતળ એવા વિકાર ને આકુળતા (રૂપ) ભાવો, એ રૂપે કેમ થાય?
આહા.. હા! ભગવાન જિનચંદ્રસ્વરૂપ પ્રભુ! ચૈતન્યના રસથી ભરેલો પ્રભુ! (અભેદજ્ઞાયક) એ અચેતન એવા શુભાશુભ પરિણામરૂપે, એ જ્ઞાયક ભાવ-ચેતનભાવ કેમ થાય?
તેથી, તે પ્રમત્ત-અપ્રમત્ત નથી. અહીં સુધી તો (ગઈકાલે) આવ્યું હતું હવે, છેલ્લી એક લીટી રહી છે, મુદની વાત છે!!
એને (જ્ઞાયકભાવને) શુદ્ધ કેમ કીધો? જ્ઞાયકભાવ, એ શુભાશુભ ભાવે પરિણમતો નથી- એ ચીજને તમે શુદ્ધ કેમ કીધી?
તો કહે છે, તે શુદ્ધ તો છે જ. (પણ કોને?) કે ભિન્ન-પણે ઉપાસવામાં આવતાં- શુદ્ધસ્વભાવમાં આવતાં, એને શુદ્ધ જણાય છે. શું કહ્યું ઈ? વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ છે જ. એ તો છે, પણ છે કોને?
અહા.. હા... હા...! ‘તે જ સમસ્ત અન્યદ્રવ્યોના ભાવોથી’ (એટલે) અન્ય દ્રવ્યોના ભાવ (અર્થાત્) કર્મનો રસ આદિ આહા...! વિકાર આમાં ન લેવો. આંહી તો અન્યદ્રવ્યોના ભાવ લેવા. ઈ અન્યદ્રવ્યોના ભાવથી ભિન્ન પડતાં, વિકારથી ભિન્ન પડી જાય છે. ‘ભાવ’ એમ કહેવું છે ને...! અન્ય દ્રવ્યોના ‘ભાવ’ એટલે પુણ્ય-પાપના ભાવ ઈ આંહી નહીં. અન્ય દ્રવ્યોનો જે ‘ભાવ’ અન્યભાવ, એની શક્તિ, ‘ભાવ’ - એનાથી ભિન્ન, એનું લક્ષ છોડીને, એનાથી ભિન્ન જ્યાં એનું લક્ષ છોડે ત્યાં વિકારનું
Page 59 of 225
PDF/HTML Page 72 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ પ૯ લક્ષ છૂટી જાય છે હારે!! આહા.. હા..! આવો મારગ..!!
(કહે છે કેઃ) ‘તે જ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી’ - અન્ય- દ્રવ્યના ભાવથી, એ છે સંસાર, ‘મોક્ષમાર્ગ-પ્રકાશક’ માં છે, ભિન્નપણે ઉપાસવામાં આવતાં- પોતે કર્યો છે આ અર્થ. શું કીધું? અહીંયા આત્મા-જ્ઞાયક ભાવ- શુદ્ધ ચૈતન્ય સ્વભાવભાવ-ત્રિકાળ (છે) એ પોતે શુભાશુભપણે થયો નથી, એવા શુદ્ધ સ્વભાવને ‘શુદ્ધ’ કહ્યો કેમ? છે તો શુદ્ધ ત્રિકાળ! પણ કોને? જેણે અન્ય દ્રવ્યના ભાવનું લક્ષ છોડી અને સ્વદ્રવ્યનું પર્યાયમાં, એનું (સ્વદ્રવ્ય સ્વભાવનું) સેવન કરે, એનો અર્થ એ થયો કે અન્ય દ્રવ્યના ભાવથી (એનું) લક્ષ છૂટયું, પોતે સ્વદ્રવ્યના લક્ષે સ્વભાવની ઉપાસના થઈ એટલે વિકારનું (પર્યાય) નું લક્ષ પણ એમાં ભેગું છૂટી ગ્યું! આહા.. હા..!
મારગ એવો છે ભાઈ! મૂળ ‘દર્શનશુદ્ધિ’ - એની વ્યાખ્યા છે. મૂળ રકમ છે ઈ પવિત્ર ને શુદ્ધ જ્ઞાયક છે. પણ ‘છે’ ઈ કોને ખ્યાલ (જ્ઞાનમાં) આવે છે? ‘છે’ - એની પ્રતીત કોને આવે? ‘છે’ - એનું જ્ઞાન કોને થાય? ‘છે તો છે’ આહા.. હા..!
(કહે છે) અન્યદ્રવ્યો ને દ્રવ્યના ભાવનું લક્ષ છોડી, એ અન્યદ્રવ્યના ‘ભાવ’ માં અસ્તિપણું જે છે, એ છોડી દઈ અને એનાથી થોડે અંતર- (પાસે જ પાછળ) જ્ઞાયકભાવ છે, એ તરફ એની પર્યાય ગઈ એ પર્યાયે એનું સેવન કર્યુ!! આહા.. હા..! એ પર્યાય જે વર્તમાન જ્ઞાનને શ્રદ્ધાની પર્યાય છે, એ પરના લક્ષને છોડીને, સ્વના-ચૈતન્યના- જ્ઞાયક ભાવના લક્ષમાં જ્યાં આવી ત્યારે એની પર્યાયમાં શુદ્ધતાનું સ્ફુરણ થયું, એટલે કે શુદ્ધતામાં એકાગ્રતા થઈ, આ એકાગ્રતા (લીનતા) થઈ... એમાં જણાણું કે ‘આ’ શુદ્ધ છે.
ઝીણી વાત છે બહુ બાપુ! આહા... હા..! ચૈતન્યધામ-પ્રભુ! ‘સ્વયં જ્યોતિ સુખધામ’ - એનું સેવન એટલે પરના આશ્રયનું લક્ષ છોડી દઈ, અને સ્વ-ચૈતન્યજ્ઞાયકભાવ (જે છે) તેનું લક્ષ કરતાં- એ લક્ષ કયારે થાય? કે એની પર્યાયમાં તેના તરફનું વલણ થાય ત્યારે. તો, એ પર્યાયમાં દ્રવ્યનું સેવન થયું છે? ‘જે સમસ્ત દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતાં’ - વસ્તુ તો શુદ્ધ છે, પણ ભિન્નપણે ઉપાસવામાં આવતાં ‘શુદ્ધ’ કહેવાય છે, એને શુદ્ધપણું જણાણું છે. પર્યાયમાં શુદ્ધ દશામાં ‘આ શુદ્ધ છે’ એમ જણાણું, એને ‘શુદ્ધ’ કહેવાય છે. આહા.. હા..! સમજાય છે? સામે (શાસ્ત્ર પાઠ?)
(જુઓ! કહે છે) એક કોર ભગવાન જ્ઞાયકભાવ અને એકકોર અનંતા દ્રવ્યો બીજાં બધાં પડયાં છે. (તેમાં) કર્મનું (દ્રવ્ય કર્મનું) મુખ્યપણું છે, એનાં તરફનું જે લક્ષ છે, આંહીથી (ત્રિકાળીથી) લક્ષ તો અનાદિથી છૂટી ગયું છે એથી એને પર્યાયમાં, ‘આ શુદ્ધ છે’ એવી દ્રષ્ટિ તો થઈ નહીં, તેથી, ‘ભિન્નપણે સેવતાં’ (ઉપાસવામાં આવતાં)’ - અન્ય દ્રવ્યોનાં ને દ્રવ્યના ‘ભાવથી’ ભેદ પાડતાં- જૂદું પડતાં પાડતાં (તો તેનો) અર્થ એ કે (સ્વ) દ્રવ્ય ઉપર લક્ષ જતાં, ઈ લક્ષ ગયું ઈ વર્તમાન પર્યાયમાં શુદ્ધતા થઈ, એ શુદ્ધતા દ્વારા ‘આ શુદ્ધ છે’ એમ જણાણું, એને શુદ્ધ છે.
આહા.. હા..! જેને શુદ્ધ છે ઈ પર્યાયમાં અશુદ્ધતા જણાય છે અને ઈ અશુદ્ધતા ઉપર જ (પર્યાય ઉપર જ) પર્યાયબુદ્ધિ ઉપર જ જેની રુચિ-દ્રષ્ટિ છે, એને તો (શુદ્ધ હોવા છતાં) શુદ્ધ છે નહીં. વસ્તુ ભલે શુદ્ધ છે, પણ એને શુદ્ધ છે નહીં, આહા... હા..! ગજબ વાત છે! સમયસાર! એની એક- એક ગાથા, એક-એક પદ! સર્વજ્ઞ અનુસારીણિ ભાષા છે. ત્રિલોકનાથ, સર્વજ્ઞ પરમેશ્વર એમણે કહેલી ચીજ જ આ
Page 60 of 225
PDF/HTML Page 73 of 238
single page version
૬૦ શ્રી પ્રવચન રત્નો-૧ પ્રમાણેની છે. આહા... હા..! અને તે ન્યાયથી, તેના ખ્યાલમાં આવી શકે છે. ‘ન્યાયથી ખ્યાલમાં આવે ને પછી અંદરમાં જાય તો અનુભવ થાય. આહા... હા..! એક પદ હતું ને બાકી કાલનું આહા..! (તેનું સ્પષ્ટીકરણ થાય છે.)
(કહે છે) એ જ જ્ઞાયક છે, તે જ. એ રીતે એટલે તે જ. (અર્થાત્) જ્ઞાયક છે તે જ. તેજ (અજવાળું) નહીં. પરંતુ તે જ. એ ત્રિકાળજ્ઞાયક સ્વરૂપ, જેમાં પર્યાય નથી. જેમાં શુભાશુભ ભાવ નથી. જેમાં પ્રમત્ત-અપ્રમત્ત ભેદ નથી. આહા.. હા..! એવી (અભેદ) ચીજને...! ‘સમસ્ત અન્યદ્રવ્યોના ભાવોથી- અનેરા- અનેક આંહી તો નોકર્મ છે અને કર્મ જે છે અંદર, એમના તરફનો ઉદયભાવ જે છે- એમના તરફનું લક્ષ છોડી દઈને, પોતે જ્ઞાયક ચૈતન્યમૂર્તિ પ્રભુ છે- ચૈતન્યચંદ્ર છે પ્રભુ જ્ઞાયક! આહા.. હા..! વસ્તુ ભિન્ન!! ‘ઘટ ઘટ અંતર જિન બસે, ઘટ ઘટ અંતર જૈન, મત મદિરા કે પાન સૌ મતવાલા સમજૈ ન’ જેનો અભિપ્રાય રાગનો, રુચિ પરની ને એવા રુચિવાળાને આ વસ્તુ છે તો શુદ્ધ સ્વરૂપ- છે તો શુદ્ધ (એને) શુદ્ધ કહો, જિનસ્વરૂપ કહો, જ્ઞાયક કહો, ધ્રુવરૂપ અભેદ કહો, સામાન્ય કહો (એકરૂપ કહો) એવી ચીજ (આત્મવસ્તુ) હોવા છતાં - અજ્ઞાનીનું અન્યદ્રવ્ય ઉપર લક્ષ છે તેથી તેની સમીપમાં ઈ દ્રવ્ય પડયું છે, એની એને ખબર પડતી નથી. આહા.. હા. હા.. હા.! પર્યાય, એક સમયની સમીપમાં પ્રભુ (ધ્રુવ) પડયો છે, ભગવાન અનાકુળ આનંદનો નાથ! આહા...! એક સમયની પર્યાય જે છે- જ્ઞાનની- જાણવાની, એ પર્યાયની સમીપ જ પ્રભુ છે. આખું (પરિપૂર્ણ) દ્રવ્ય ચિદાનંદ ધ્રુવ સમીપ જ પડયો છે, પણ તેની ઉપર તેની નજર ન હોવાથી (તેને ‘શુદ્ધધ્રુવ’ દેખાતો નથી) ‘સમયસાર’ ૧૭-૧૮ ગાથામાં તો એમ કહ્યું કે એની વર્તમાન જ્ઞાનપર્યાયમાં જ્યારે આવો અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ...) ઝીણી વાત છે બાપા! આહા..! પ્રભુ તારી પ્રભુતાનો પાર ન મળે! જેની પ્રભુતાની પૂરણતાનું કથન કરવું કઠણ પડે! એવો તું સર્વોત્કૃષ્ટ નાથ અંદર બિરાજે છે. (છતાં પણ) એને, એક સમયની પર્યાયમાં પડેલો (એટલે પર્યાયને જ જાણતો) એને ઈ સમીપમાં છે ઈ નજરમાં આવતો નથી.
શું કહ્યું? જ્ઞાનની એક સમયની પર્યાયનો સ્વભાવ તો એવો છે કે આખું દ્રવ્ય જે જાણે છે સ્વભાવ સહિત!! સમજાણું કાંઈ..? આહા... હા..! એક સમયની પર્યાય જે છે જ્ઞાનની ઉઘડેલી વર્તમાન, એમાં એ દ્રવ્ય જ જણાય છે.
પણ, અજ્ઞાનીની દ્રષ્ટિ ત્યાં નથી, અનાદિથી અજ્ઞાનીની દ્રષ્ટિ દયા-દાન-વ્રત-કામ-ક્રોધનાં પરિણામ ને કાં એને જાણનારી એક સમયની પર્યાય ત્યાં એ રહી ગ્યો છે. બાપુ! મિથ્યાદ્રષ્ટિ છે, સત્યદ્રષ્ટિથી વિરુદ્ધ દ્રષ્ટિ છે.
આહા..! સત્ય જે પ્રભુ જ્ઞાયક ભાવ (એને) સત્યાર્થ કહો, ભૂતાર્થ કહો, સત્સાહેબ પૂર્ણાનંદનો પ્રભુ એની ઉપર એની નજર નથી, છે તો પર્યાયમાં જણાય એવી ચીજ, જણાય જ છે!! શું કહ્યું? જ્ઞાનની પર્યાયમાં જણાય છે તો એ જ પરમાત્મા, કહે છે પર્યાય એમ કહે છે!
અહા..! ત્રિલોકનાથ જિનેશ્વરદેવ, એના કેડાય તો સંતો, ઈ એમ કહે છે કે પ્રભુ એમ કહે છે. પ્રભુ! તું એક વાર સાંભળ, તારી વર્તમાન જે જ્ઞાનની એક સમયની દશા, એનો સ્વપર પ્રકાશક સ્વભાવ હોવાથી,
Page 61 of 225
PDF/HTML Page 74 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૬૧ ભલે તું ત્યાં નજર (કરતો) ન હોય, પણ પર્યાયમાં દ્રવ્ય જ જણાય છે. આહા... હા..! અરે... રે! ક્યાં વાત ગઈ!! ક્યાં જાવું છે ને કોણ છે, એની ખબર ન મળે!
આહા... હા..! ભગવાન આત્મા! ત્રિલોકનાથ એમ કહે, પ્રભુ! તું જેવડો મોટો પ્રભુ છો, એ તારી એક સમયની પર્યાયમાં, અજ્ઞાનમાં પણ પર્યાયમાં જણાય છે. કેમ કે (જ્ઞાન) પર્યાયનો સ્વભાવ છે સ્વપર પ્રકાશક, તો ઈ પર્યાયમાં સ્વ પ્રકાશક તો છે, પણ તારી નજર (તારું લક્ષ) ત્યાં નથી. તારી નજર, આ કાં દયા કરીને.. ભક્તિ કરીને.. વ્રત પાળ્યાં ને.. પૂજાઓ કરી એવો જે રાગ, એના ઉપરથી તારી નજર છે. એ નજરને લઈને, રાગની આગળ જે જ્ઞાનપર્યાય છે-રાગને જાણનારી છે એ જ પર્યાય તને જાણનારી છે, પણ તેમાં તારી નજર નહી હોવાથી, તને રાગ ને પર્યાય જણાય છે (પણ વસ્તુ ઉપર નજર જતી નથી) તેથી તે મિથ્યાદ્રષ્ટિ છે-મિથ્યાદ્રષ્ટિ જ છે. આહા... હા..! સમજાણું કાંઈ..?
(કહે છે કે મિથ્યાદ્રષ્ટિ હોવા છતાં) પણ, જેની દ્રષ્ટિ પરદ્રવ્યના ‘ભાવ’ ઉપરથી છૂટી ગઈ. અને ભેદ, પર્યાયના પર્યાયમાં નથી, એથી પર્યાયલક્ષ (પર્યાયદ્રષ્ટિ) જ્યાંથી છૂટી ગઈ. આહા.. હા..! અન્યદ્રવ્યના ભાવથી લક્ષ છૂટી, એનો અર્થ (આ છે કે) આંહીથી જ્યાં અંદરમાં લક્ષ છૂટયું, તો રાગથી પણ લક્ષ છૂટયું ને રાગથી છૂટયું ને પર્યાયથી પણ લક્ષ છૂટયું! આહા... હા...! આવી વાત બાપુ! સમ્યગ્દર્શનની પહેલી-ધર્મની સીડી! એવી ચીજ છે!! લોકો તો એમ ને એમ જિંદગી ગાળીને ચાલ્યા જશે. તત્ત્વની દ્રષ્ટિ કર્યા વિના! ઈ તો ચોરાશીના અવતાર કર્યા બાપા! ચોરાશીના અવતાર અરે! પ્રભુ! ત્યાં નથી તારું, કાંઈ નથી, તું ત્યાં નથી. આહા... હા..! ત્યાં જઈને અ.. વ.. ત.. ર.. શે!!
આહા.. હા..! તો, એકવાર જ્યાં પ્રભુ (આત્મા) છે ત્યાં નજર કર.. ને..! જ્યાં ભગવાન ચૈતન્યસ્વરૂપ છે પ્રભુ! એકલો-અખંડ-આનંદનોકંદ-પૂર્ણાનંદ-ચૈતન્યરસથી ભરેલો-જિનસ્વરૂપ આત્મા છે. એ ત્રિકાળ જિન સ્વરૂપી જ છે. ત્રિકાળ જિનસ્વરૂપ જ છે! વીતરાગ છે. એને (લક્ષગત કરવા) પરનું લક્ષ છોડી, રાગનું લક્ષ છોડી, રાગને જાણનાર (જ્ઞાનપર્યાય નું) લક્ષ છૂટયું-એની પર્યાયે સ્વલક્ષ થ્યું કે આમ છૂટતાં, એનાથી પણ લક્ષ છૂટી ગ્યું છે આહા.. હા..! એનું લક્ષ જ્યાં આત્મા ઉપર ગયું ત્યારે પર્યાયમાં શુદ્ધતા પ્રગટી!! બહુ... છઠ્ઠી ગાથા! મુદની રકમ છે.
આહા... હા..! ‘અન્ય દ્રવ્યોના સમસ્ત’ -સમસ્ત લીધું ને..! (તેમાં) તીર્થંકરો આવ્યા, તીર્થંકર વાણી આવી-એના ઉપરથી પણ લક્ષ છોડી દે! આહા.. હા..! ‘સમસ્ત અન્ય દ્રવ્ય’ અને એના ‘ભાવ’ આહા.. હા..! ભગવાનનો ‘ભાવ’ તે કેવળ કેવળજ્ઞાન, કર્મનો ‘ભાવ’ તે પુણ્ય-પાપનો રસ, એ બધાથી લક્ષ છોડી દે!! અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે સેવવામાં આવતાં (એટલે) એનાથી જુદો રાગથી-વાણીથી જુદો, આત્માજ્ઞાયક ભગવાન પૂર્ણ સ્વભાવથી ભરેલો જિનચંદ્ર છે એ તો વીતરાગી શીતળ સ્વભાવથી પૂરણ ભરેલો ભગવાન! એની ઉપર લક્ષ જતાં એટલે કે પર્યાયમાં તેનું લક્ષ થતાં, પોતે દ્રવ્યમાં લક્ષ કર્યું એ સેવા છે આહા.. હા..! દ્રવ્યની સેવા!! કેટલું ભર્યું છે એમાં!! હેં? આહા.. હા..! અરે.. રે..! જગત ક્યાં પડયું છે! ને ક્યાં ચાલ્યું જાય છે અનાદિથી, રખડે! ચોરાશીના અવતાર કરી-કરીને... કાગડાનાં કૂતરાનાં, નિગોદનાં ભવ કરી મિથ્યાત્વથી રખડી મર્યો છે! સાધુ થ્યો અનંતવાર દિગંબર સાધુ અનંતવાર થ્યો, પણ દ્રષ્ટિ રાગ અને પર્યાય ઉપર છે. જ્યાં ભગવાન પૂરણ સ્વરૂપ છે, તેની ઉપાસના એનો અર્થ
Page 62 of 225
PDF/HTML Page 75 of 238
single page version
૬૨ શ્રી પ્રવચન રત્નો-૧ (કે) એનો સ્વીકાર-એનો સત્કાર એટલે કે એનો આશ્રય.
(કહે છે) ‘એ ભિન્નપણે ઉપાસવામાં આવતો ‘શુદ્ધ કહેવાય છે’. (એટલે) એ રાગને પર્યાયનું લક્ષ છોડી, એની સેવા કરનાર (અર્થાત્) સ્વરૂપનું લક્ષ થતાં તેની પર્યાયમાં શુદ્ધતા જે થાય, એ શુદ્ધતા ઈ દ્રવ્યની સેવા-શુદ્ધતા એ (શુદ્ધ) દ્રવ્યનો સ્વીકાર કર્યો છે. એ શુદ્ધતાની પર્યાયે, શુદ્ધદ્રવ્યનો સ્વીકાર કર્યો એથી શુદ્ધની પર્યાયમાં શુદ્ધ જણાયો, એને શુદ્ધ કહેવામાં આવે છે. આહા.. હા..! ગંભીર ભાષા છે ભાઈ!
આ તો- આ તો ઓગણીસમી વાર વંચાય છે. સમયસાર!! પહેલેથી છેલ્લે સુધી કોઈ વાર દોઢ વરસ, કોઈ વાર બે વરસ, કોઈ વાર અઢી વરસ, એમ અઢાર વાર ચાલ્યું છે. આ ઓગણીસમી વાર છે. આહા.. હા..! ગજબ વાત છે.
વીતરાગ ત્રણલોકના નાથ! એની વાણી, એ સંતો આડતીયા થઈને જાહેર કરે છે. પ્રભુ! તું કોણ છો? તને ક્યારે ખબર પડે? તું છો જ્ઞાયક! જેમાં શુભાશુભ ભાવ છે જ નહી તેથી એમાં પર્યાયભેદ છે નહી. પણ.., એની ક્યારે તને ખબર પડે? ‘છે તો છે શુદ્ધ’ .
તું... જ્યારે પરનું લક્ષ છોડી દઈ અને સ્વદ્રવ્યને ધ્યેય બનાવી અને ધ્યેયનો પર્યાયમાં સત્કાર થયો, ઉપાસના થઈ, શુદ્ધતા પ્રગટી એ સમ્યગ્દર્શન જ્ઞાનની પર્યાયમાં ‘આ શુદ્ધ છે’ એમ જણાય છે. સમજાણું કાંઈ...? આવી વાત છે!! કઠણ વાત છે બાપુ!! વીતરાગ મારગ મળ્યો નથી લોકોને ભાઈ..! લોકો બહારની પ્રવૃત્તિમાં-રાગમાર્ગ-સંસાર માર્ગ છે એમાં રચ્યા-પચ્યા છે, અત્યારે તો પૂજા, ભક્તિ, વ્રત ને તપ, અપવાસ એ બધો રાગમાર્ગ છે અન્ય માર્ગ છે એ જૈનમાર્ગ નહીં!
આહા.. હા..! આંહી પ્રભુ એમ કહે છે, તારી પ્રભુતા જેમ છે તેમ તે પૂછયું’ તું! અને તેનું ‘સ્વરૂપ’ જાણવું જોઈએ તે તેં પૂછયું તો એનો ઉત્તર આ છે કે પરદ્રવ્ય ઉપરનું બિલકુલ લક્ષ-પરદ્રવ્ય ઉપરનું સંપૂર્ણ લક્ષ છોડી દઈ એ ‘જ્ઞાયકભાવ’ -શુદ્ધભાવ પર લક્ષ જતાં, જે પર્યાયમાં શુદ્ધતા થાય, સમ્યગ્દર્શન થાય, તે જીવને શુદ્ધ કહેવામાં આવે છે. પર્યાયની શુદ્ધતાનું ભાન થયું-સમ્યગ્દર્શન થયું, એ અંતરમાં લક્ષને લઈને અંતરનો આશ્રય લઈને-અંતરમાં સત્કાર ને સ્વીકાર શ્રદ્ધાને સ્વભાવમાં ભગવાનને લઈને, ત્યારે તે જીવને ‘આ શુદ્ધ છે’ એમ કહેવામાં આવે છે. આકરી વાત છે બાપા! શું થાય!
આ અનંતકાળ વયો ગયો, જૈનમાં અનંતવાર જન્મ્યો! ભગવાનના સમવસરણમાં પણ અનંતવાર ગયો, પણ આંહી આને જ્યાં જાવું છે ત્યાં ન ગયો, અને એની રીત શું છે? એની પણ ખબર ન પડી! આહા.. હા..! એક લીટીમાં આવો ‘ભાવ’ ભર્યો છે!! ઈ તો પાર પડે એવું નથી બાપા! એ ભગવાનની વાણી ને એનાં ભાવ વાણીમાં પાર આવે? ઈ અંતરમાં ભાસે એ ભાષામાં આવે નહી, ભાસે એટલું ભાષણમાં નો આવે!! આહા..! સાક્ષાત્ આવી વાણી પડી છે જીવંત! (એ વાણીમાં આવ્યું છે કે) એ (જ્ઞાયકભાવ) પુણ્ય-પાપ પણે થયો નથી. એટલે પુણ્ય-પાપનાં થનારાં, એના કારણ એવાં એ શુભાશુભ ભાવ એ પણે પ્રભુ! જ્ઞાયકભાવ થયો જ નથી. તેથી તે પ્રમત્ત-અપ્રમત્ત પર્યાયે, એને લઈને નથી. પર્યાયભેદ તેમાં નથી. આહા...! ચૌદગુણ સ્થાનના ભેદો પણ આમાં નથી.
એવો જે અભેદ ભગવાન જ્ઞાયક શુદ્ધ, એકરૂપ, ભગવાન પ્રભુ છે. (પ્રશ્નઃ) કોને શુદ્ધ કહેવાય? કોને શુદ્ધ છે? (ઉત્તરઃ) કે જેણે શુદ્ધ (આત્મદ્રવ્ય) તરફનો સત્કાર
Page 63 of 225
PDF/HTML Page 76 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૬૩ (સ્વીકાર) પર્યાયમાં કરી અને પરદ્રવ્યનો જેને આશ્રય અને સત્કાર છૂટી ગયો છે. ભગવાન પૂર્ણાનંદ સિવાય, પરચીજની એકપણે અધિકતા, વિશેષતા, અચિંત્યતા, ચમત્કાર (દ્રષ્ટિમાંથી) છૂટી ગ્યો છે બધો!! અધિક હોય તો ય હું, શુદ્ધ હોય તો ય હું, ચમત્કારી ચીજ હોય તો ય હું, પ્રભુ હોય તો ય હું, સમજાણું કાંઈ..?
આહા.. હા..! આવું છે! અરેરે! જિંદગિયું!! જગતમાં મજુરી કરીને હાલી જશે.. મજુર છે બધા.. બાયડી, છોકરાને ધંધા! મજુર મોટા રાગના છે! આહા.. હા..! અને કદાચિત શુભભાવમાં આવે ને શુભ કરે, તો ઈ રાગની મજુરી છે. મજુર.. મજુર!! આહા.. હા..! શુભરાગ એ મજુરી છે, તારી ચીજ નહીં ઈ પ્રભુ! તારી ચીજમાં તો પર્યાયે ય નથી. એવી ચીજને પકડતાં જે પર્યાય થાય, એ પર્યાયશુદ્ધતામાં ‘આ શુદ્ધ છે’ એમ જણાય છે.
આહા.. હા..! એ (આત્મા) દયા, દાનના વિકલ્પ કે વ્રતાદિના ભાવથી એ જણાય એવો નથી. કારણ કે એ તો રાગ છે. એ તો દુઃખ છે. વ્રત-તપ ભક્તિ-પૂજાના ભાવ એ તો રાગ છે, દુઃખ છે તું તો રાગરહિત જ છો!! આહા.. હા..! આ ભગવાન તો આનંદસ્વરૂપ છે, અતીન્દ્રિય આનંદનો ગાંઠડો છે!! આહા.. હા.! એની સેવા એટલે એનો સત્કાર, એનો આદર, એનું જ અધિકપણું બીજી બધી વસ્તુથી, એ અધિકપણું ભાસતાં પર્યાયમાં નિર્મળપણું પ્રગટ થાય, એને ‘આ શુદ્ધ છે’ એમ કહેવામાં આવે છે. આહા... હા..! ગજબ વાત છે ને..! આ પ્રભુનાં વચનો છે બાપા! બાકી બધાં થોથાં છે. આહા.. હા..!
સમજાણું કાંઈ..? કાંઈ એટલે? સમજાય તો તો પ્રભુ અલૌકિક વાત છે. પણ, સમજાણું કાંઈ? એટલે કઈ પદ્ધતિએથી કહેવાય છે? કઈ રીતથી કહેવાય છે એની ગંધ આવે છે?
આહા... હા..! અરે! એણે મૂળ વાત મૂકીને બીજે બેઠો છે અનાદિનો. આહા.. હા..! ઘરે ભગવાન પડયો છે ત્યાં જાતો નથી!! હેં? રાંકો અનાદિનો રાંકા-પામર પુણ્ય-પાપનાં ભાવ ભિખારા- રાંકા પામર છે, પામરને પકડીને બેઠો! એક સમયની પર્યાય પણ પામર છે!!
આહા.. હા..! સમ્યગ્દ્રષ્ટિ જીવને પૂર્ણતાની પ્રાપ્તિ પર્યાયમાં જણાય.. છતાં એ પર્યાય, કેવળ જ્ઞાનની પાસે પણ પામર છે. તો એ અજ્ઞાની, પર્યાયમાં સ્થિત, પર્યાય જણાય માટે પરને જાણીને પર્યાયમાં બેઠો (એકત્વબુદ્ધિ) કરી છે ઈ તો ભિખારીમાં ભિખારી પર્યાય છે-રાંક પર્યાય છે, એમાં ભગવાન (આત્મા) આવ્યો નથી, એ પર્યાયમાં પામર-પુણ્યને પાપ, દયા ને દાન વ્રતને ભક્તિ, રાગ- પામર જેમાં આવે છે, એ પર્યાય રાંક ભિખારા છે.
(કહે છે કેઃ) આંહી તો આવી પર્યાયમાં, જેણે શુદ્ધ દ્રવ્યની, અંદરમાં સેવા કરી અને શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ (આત્મા)! એનો આદર થયો ને પર્યાયમાં એનો સત્કાર થયો, ત્યારે પર્યાયમાં સમ્યગ્દર્શન થયું, એ સમ્યગ્દર્શને ‘આ શુદ્ધ છે’ એમ જાણ્યું, એ સમ્યગ્દર્શન પણ કેવળજ્ઞાનની આગળ પામર છે અને ત્રિકાળી વસ્તુ પાસે પણ એ પામર છે!!
આહા.. હા..! નિત્યપ્રભુ! શુદ્ધ ચૈતન્ય-ધાતુ-ચૈતન્યધાતુ (કે જેણે) ચૈતન્યપણું જે ધારી રાખ્યું છે, જેમાં પુણ્ય-પાપ, દયા-દાન, વ્રત-ભક્તિના વિકલ્પની ગંધ નથી. પર્યાય-ચૌદગુણ સ્થાનની જેમાં ગંધ નથી. અરે..! તેરમું ગુણસ્થાન ‘સયોગી કેવળી’ એ પણ જેમાં-વસ્તુમાં નથી, કારણ કે ઈ પર્યાય છે.
Page 64 of 225
PDF/HTML Page 77 of 238
single page version
૬૪ શ્રી પ્રવચન રત્નો-૧
આહા.. હા..! ભગવાન (આત્મા), ભગવાનને જેણે શોધ્યો સાધ્યો અને શુદ્ધ છે તેમ પર્યાયમાં અનુભવ થયો, તેને હવે, આત્મા જ્ઞાયક શુદ્ધ છે, ભૂતાર્થ છે એમ કહેવામાં આવે છે. આહા.. હા..! આવી વાત છે ભાઈ! અત્યારે તો મુશ્કેલ પડે એવું છે! અત્યારે શ્રદ્ધાને નામે ગોટા, મોટા ગોટા છે. વ્રત પાળોને.. ભક્તિ કરોને.. વ્રત કરોને.. કરોડો ખર્ચો મંદિરોમાં ને..! એ બધા ગોટા છે. (શ્રોતાઃ) ધર્મને નામે ફોફાં ખાંડે છે! (ઉત્તરઃ) ફોફાં છે. રાગની કદાચ મંદતા હોય તો પુણ્ય છે, પણ ફોફાં છે. એમાં જનમ-મરણનો અંત નથી પ્રભુ! એ તો (પુણ્યના ભાવ) જનમ-મરણનાં બીજડાં છે, બધાં!!
આહા.. હા..! એ શુભભાવ પણ મારો છે ને હું કરું છું (એ માન્યતા) મિથ્યાત્વભાવ છે. એ માન્યતાં આ અનંતા ચોરાશીના અવતારનો ગરભ છે! એનાથી અનંતા અવતાર નિગોદને, નરકને, પશુના ને ઢોરના અવતારો થશે. આહા.. હા..! ન્યાં કોઈની સફારીશ કામ નહીં આવે! અમે ઘણાંને સમજાવ્યાં’ તા ને.. ઘણાંને વાડામાં જૈનમાં (સંપ્રદાયમાં) ભેયાં કર્યા’ તા ને..! બાપુ એ વસ્તુ જુદી છે આહા..! આંહી તો બોલવાનો વિકલ્પ પણ જ્યાં મારો નથી.
આહા.. હા..! ભગવાન ત્રણલોકના નાથ પરમાત્માને એની વાણી પણ મારી નથી. એના લક્ષમાં જાઉ તો મને રાગ થાય. (તેથી) એ લક્ષ છડીને ચૈતન્ય ભગવાન-જ્ઞાયકભાવ-પરમપિંડ નિજપ્રભુ શુદ્ધ પડયો છે, એક સમયની પર્યાયમાં પાસે જ પડયો છે, ત્યાં નજર કરતાં, જે નજરમાં સમ્યગ્દર્શન થાય, સમ્યગ્જ્ઞાન થાય, એને ‘આ આત્મા શુદ્ધ છે’ એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ...?
આહા..! છઠ્ઠી ને અગિયારમી ગાથા તો અલૌકિક છે. આ તો છેલ્લા એક પદની (વાક્યની) વ્યાખ્યા ચાલે છે. આહા. હા..! પાર.. નથી એનો!! આહા..! સમ્યગ્દ્રષ્ટિ-જ્ઞાની સંતો, આત્માના આનંદના અનુભવીઓ! આહા.. હા..! એવા સંતની વાણીનું શું કહેવું!!
‘તે જ’ એટલે જ્ઞાયક, તે પુણ્ય-પાપપણે થયો નથી તે.. કેમ કે પુણ્ય-પાપપણે, અપ્રમત્ત- અપ્રમત્તપણે થયું નથી (આત્મ) દ્રવ્ય! ‘તે જ’ (એટલે) તે જ વસ્તુ એમ’ . ‘સમસ્ત અન્યદ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતા’ એમ છે ને..? એની સેવા કરે તો-ઉપાસવામાં એટલે એની સેવા, સત્કાર ને આદર કરે દ્રષ્ટિમાં તો એને દ્રવ્ય શુદ્ધ છે. આહા... હા! જ્ઞાયકનું આવ્યું (અર્થાત્) (જ્ઞાયક ભાવનું સ્પષ્ટીકરણ આવ્યું)
હવે, ચોથા પદની વ્યાખ્યા. ઝીણું છે પ્રભુ! શું થાય! ‘હરિનો મારગ છે શૂરાનો, કાયરનાં કામ નથી ત્યાં’ -એ પુણ્ય-પાપમાં પુણ્યને ધરમ માનનારાં ને પાપમાં અધર્મ માનનારાં પામરો-મિથ્યાદ્રષ્ટિ, એવા જીવોનું કામ નથી કહે છે.
અહીંયાં તો પુરુષાર્થી અંતરમાં આહા.. હા..! અંતર સ્વરૂપમાં સ્વીકાર કરનારો પુરુષાર્થ છે તેવા પુરુષાર્થી છે, એવા પુરુષાર્થવાળાની વાતું છે આ તો!! આહા..! હવે, ચોથા પદની વ્યાખ્યા ચાલે છે.
(કહે છે કેઃ) ‘વળી દાહ્યના (-બળવાયોગ્ય પદાર્થના) આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે’ શું કહે છે? અગ્નિને ‘બાળનારી’ કહેવાય છે. એ બળવાયોગ્ય પદાર્થના આકારે થવાથી (એટલે કે) એ લાકડાને, છાણાને બાળે ત્યારે, આકાર તો એવો (અગ્નિનો) થાય ને..! જેવા છાણા, લાકડાં (હોય) એવો જ આકાર થાય ને..?! એ આકાર (અગ્નિ) નો કાંઈ એને લઈને થયો નથી, ઈ તો અગ્નિનો આકાર
Page 65 of 225
PDF/HTML Page 78 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૬પ છે. (જેમ) અડાયું સળગતું હોય તે આકારે (અગ્નિ દેખાય છે) ‘અડાયું’ સમજ્યા? વગડામાં અમથું છાણ પડયું હોય, તે સૂકાઈ ગયું હોય. અને આમ છાણ ભેગુ કરીને છાણાં કરે-થાપે તે છાણું અને અડાયું તે છાણ પડયું હોય ને સૂકાઈ ગયું હોય, એને આપણે કાઠિયાવાડમાં ‘અડાયું’ કહે છે. તો ઈ (અડાયાની) આંહી જેવી સ્થતિ હોય, એને અગ્નિ બાળે તો એવો આકાર (અગ્નિ) નો થાય. પણ એ આકાર અગ્નિનો છે. એનો (અડાયા) નો નથી. બળવાયોગ્ય વસ્તુને આકારે (અગ્નિ) થઈ માટે દાહ્યને આકારે પરાધીન અગ્નિ થઈ ગઈ-ઈ બળવા યોગ્યને આકારે થઈ કહેવાય છે (છતાં) એમ નથી. આહા.. હા..! હજી તો આ દ્રષ્ટાંત છે હો? આત્મામાં તો પછી ઊતરશે! આહા.. હા..! અરે.. રે!
(કહે છે) ‘દાહ્યના બળવા યોગ્ય પદાર્થના આકારે’ એટલે? છાણાં-લાકડાં કોલસા તેના આકારે અગ્નિ.. થવાથી.. દહન.. બાળનાર કહેવાય છે. છે ને દહન એટલે ‘બાળનાર’ . ‘તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી’ -બળવા-યોગ્ય-પદાર્થનોજેવો આકાર થયો, માટે તેની અપેક્ષાથી ત્યાં (અગ્નિનો) આકાર થયો છે, એવી અશુદ્ધતા-પરાધિનતા તેને (અગ્નિ) ને નથી. એ અગ્નિનો આકાર થયો છે એ પોતાથી થયો છે. એવે આકારે અગ્નિ પોતાથી થઈ છે. એ છાણાં-લાકડાં-કોલસો એ આકારે અગ્નિ થઈ તો એ બળવાયોગ્યને આકારે (અગ્નિ) થઈ, તો બળવાયોગ્ય ને (આધીન) થઈ પરની પરાધીનતા (અગ્નિ) ને છે એમ નથી. આહા.. હા.. હા..! છે?
(કહે છે) ‘બળવાયોગ્ય પદાર્થના આકારે થવાથી’ અગ્નિને ‘બાળનાર’ કહેવાય છે’ તો.. ‘બાળનાર’ તેમાં અવાજ એવો આવ્યો (કે) બળવાયોગ્ય છે તેને બાળે છે (એટલે કે) એને આાકારે (અગ્નિ) થઈ છે, એમ નથી. એ વખતે પણ અગ્નિ પોતાને આકારે થયેલી છે. આહા..હા..! બળવા યોગ્ય પદાર્થને આકારે અગ્નિ થઈ (દેખાય છે) એ અગ્નિ પોતાને આકારે સ્વયં પોતાથી થઈ છે. સમજાણું કાંઈ...?
હજી તો દ્રષ્ટાંત છે. પછી, સિદ્ધાંત તો અંદર (આત્મામાં) ઊતરશે. (કહે છે કેઃ) તો આ દાહ્યકૃત-બળવાયોગ્ય પદાર્થને આકારે થયેલી હોવાથી, અશુદ્ધતા (પરાધીનતા) અગ્નિની નથી, એ અશુદ્ધતા અગ્નિની, એને લઈને નથી. ઈ તો અગ્નિ (સ્વયં) પોતાને આકારે થયેલી છે, જે આકાર છે એ અગ્નિનોજ આકાર છે, બળવાયોગ્ય પદાર્થન ઈ.. આકાર નથી. ‘તેવી રીતે જ્ઞેયાકાર થવાથી’ -જ્ઞાનસ્વરૂપી પ્રભુ (આત્મા)! જ્ઞેય-જણાવા યોગ્ય પદાર્થને આકારે થવાથી, એ જાણે કે જ્ઞેયકૃત આકાર છે, એમ નથી! ઈ તો જ્ઞાનનો પોતાનો જ આકાર ઈ રીતે પરિણમ્યો છે. આહા.. હા..!
ફરીને.. એકદમ સમજાય એવું નથી આ, (કહે છે) જેમ બળવાયોગ્યને આકારે અગ્નિ થવાથી, અગ્નિ બળવાયોગ્ય પદાર્થને આકારે થવાથી, એ (આકારરૂપી) અશુદ્ધતા અગ્નિને નથી, અગ્નિ પોતે જ (સ્વયં) એ આકારે થઈ છે. ‘તેવી રીતે જ્ઞેયાકાર જ્ઞાનમાં, શરીર વાણી-મન- મકાન-પૈસા આમ દેખાય.. આકાર, એને (જ્ઞેયને) આકારે આંહી જ્ઞાન થયું માટે તે જ્ઞેયાકારની અપેક્ષાથી થયું.. એવી જ્ઞાનના આકારને પરાધીનતા નથી. જ્ઞાન સ્વયં-પોતે તે રૂપે-આકારે થયું છે (એટલે કે) પરને જાણવા કાળે, પરચીજ જેવી છે તે આકારે જ્ઞાન થયું છે તે જ્ઞાન (આકાર) જાણવાલાયક (જ્ઞેયપદાર્થ) છે એને કારણે થયું છે, એમ નથી. એ જ્ઞાન જ તે આકારે (સ્વયં) પોતે પરિણમ્યું છે પોતાથી સ્વતંત્ર!!
Page 66 of 225
PDF/HTML Page 79 of 238
single page version
૬૬ શ્રી પ્રવચન રત્નો-૧
(કહે છે કેઃ) ‘જ્ઞેયાકાર થવાથી’ એ હવે શું? કે જરી સૂક્ષ્મ લઈએ. જે રાગ થાય છે ને સમકિતીને-જ્ઞાનીને! રાગ થાય, તો રાગ જેવું જ્ઞેયાકાર (જ્ઞાન) થાય! રાગના જેવી આંહી જ્ઞાનની પર્યાય થાય, પણ એથી જ્ઞાનની પર્યાય રાગને લઈને થઈ છે, એમ નથી. આહા.. હા! એ જ્ઞાનની પર્યાય જ તે આકારે પરિણમીને સ્વયં-સ્વતંત્ર પોતાથી થઈ છે. આહા.. હા..! ધર્મી જીવને આત્મજ્ઞાન થયું છે એને હજી રાગ આવે, તો રાગ આકારે આંહી જ્ઞાન થાય, પર્યાયમાં જેવો રાગ છે, તેવું (જ) જ્ઞાન થાય-પણ, તેથી તે જ્ઞાન-આકાર, જ્ઞેયાકાર થયું માટે પરાધીન છે, એમ નથી. એ જ્ઞાનાકાર, રાગનું જ્ઞાન થઈને, જ્ઞાનાકાર જ્ઞાન પોતે પોતાથી જ પરિણમ્યું છે. એ જ્ઞેય-રાગને લઈને નહીં. અહા.. હા. હા!
કોને ‘આ’ પડી છે!! આખી દુનિયા, બાવીસ કલાક, ત્રેવીસ કલાક બાયડી-છોકરાં-ધંધા! પાપ એકલાં પાપ!! કલાક વખત મળે સાંભળવા જાય ત્યારે, ત્યાં બધું ઊંધું મારે બધું! આનો કલાક લૂંટી લ્યે! તમને આમ ધરમ થાશે ને... તમને આમ થાશે.. તમને આનાથી થાશે ને..! આહા.. હા..! અરે.. રે! જિંદગિયું ચાલી જાય છે!
પરમાત્માનો પોકાર છે પ્રભુ! તેં તારા સ્વભાવનો, સ્વીકાર કરી શુદ્ધતા જાણી, હવે એ શુદ્ધતા જે પર્યાયમાં આવી- થઈ, એ જ્ઞાની તેનામાં હજી રાગ થાય છે એ રાગનું જ્ઞાન આહીં થાય છે. એ તે રાગ જેવો છે તેવું જ્ઞાન આંહી થાય, માટે જ્ઞેયકૃત અશુદ્ધતા આંહી થઈ-જ્ઞાન એ આકારે થયું માટે જ્ઞેયકૃત અશુદ્ધતા થઈ જ નથી.
એ જ્ઞાનનો સ્વભાવ જ એવો છે, તે પ્રકારે રાગસંબંધીનું જ્ઞાન, પોતાનું, પોતાથી થયેલું છે એવી એની (જ્ઞાનની) સ્વાધીનતા છે. આહા.. હા..! મારગ વીતરાગનો ઝીણો બાપુ! અરે, અત્યારે તો ક્યાંય મળતો નથી ભાઈ! શું કહીએ..! સાંભળવા મળતો નથી પ્રયોગ કરે તો ક્યાંથી?
આહા... હા! શું કહે છે? કે સમ્યગ્દ્રષ્ટિને, પોતાની પર્યાયમાં, શુદ્ધત્રિકાળ (દ્રવ્ય) છે, એવું જણાણું, એથી એને શુદ્ધ કહીએ. હવે, આ બાજુમાં-આ બાજુમાં જતાં શુદ્ધની પર્યાય પ્રગટી એમાં શુદ્ધ જણાણો, માટે એને શુદ્ધ કહીએ. હવે, આ બાજુમાં બાકી રાગ છે, રાગઆદિ જણાય છે, તે છે. એ રાગ જણાય છે માટે તે ‘રાગનો જાણનારો છે તેનું જ્ઞાન છે?’ તો, કહે ના.
એ રાગસંબંધીનું જ્ઞાન, રાગઆકારે થયું ઈજ્ઞાન, પોતાને આકારે (જ્ઞાનાકાર) થયું છે. એ રાગને કારણે થયું નથી, એનો (જ્ઞાનપર્યાયના) સ્વપરપ્રકાશક સ્વભાવને કારણે એ પરપ્રકાશપણે જ્ઞાન થયું છે. સમજાણું કાંઈ? ભાષા સમજાય છે ને..! આવો મારગ છે ભાઈ...! શું કહીએ!!
આહા.. હા! આંહી તો સમકિતીને-જ્ઞાનીને આત્માનું જ્ઞાન થયું કે (આત્મા) ત્રિકાળ શુદ્ધ છે. એવું પર્યાયમાં જ્ઞાન થયું, એથી એને શુદ્ધ કહેવામાં આવે છે. હવે, એની પર્યાયમાં-રાગ થાય છે અને એની પર્યાયમાં આ શરીર, આ મકાન આદિ (પરચીજ) જણાય છે. તો તેમનું જ્ઞાન, જેવું જ્ઞેય છે તે આકારે આંહી જ્ઞાન થાય છે, તેથી તે જ્ઞાનની પર્યાય જ્ઞેયને (આકારે જણાય તો) જ્ઞેયને કારણે તેને પરાધીનતા-અશુદ્ધતા છે? તો કહે, ના. (કારણ) એ જ્ઞેયકૃતથી (જ્ઞાન) થયું નથી, એ જ્ઞાનનો પોતાનો સ્વભાવ જ પરપ્રકાશનો-તે પ્રકારનો છે તે પ્રકારથી તે રીતે થયું છે!! ગહન વિષય છે બાપુ!
અરે! આ સત્ય હાથમાં ન આવે તો મરી જવાના છે બિચારાં! ચોરાશીના અવતારમાં
Page 67 of 225
PDF/HTML Page 80 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૬૭ રખડી-રખડીને, સોથા નીકળી ગ્યા છે બાપુ! પ્રભુ તો કહે છે કે તારા દુઃખનાં, એકક્ષણ-તારા એકક્ષણનાં દુઃખ નર્કનાં પ્રભુ! કરોડો ભવથી ને કરોડો જીભથી ન કહી શકાય. એવા તે દુઃખો તેં એકક્ષણમાં વેઠયાં છે. એવાં-એવાં તેત્રીસ સાગર ને એવાં અનંતકાળ! એ મિથ્યાત્વને લઈને બધું (દુઃખ) છે બાપુ! આહા.. હા! તો, સમ્યગ્દર્શન વિના, એ ચોરાશીના અવતારમાં મરી જઈશ બાપા! રખડીને, ક્યાંય અંત નહિ આવે ક્યાંય ભાઈ..!
(ભવના અંત લાવે) એવું જે સમ્યગ્દર્શન!! આહા..! જેણે ત્રિકાળી શુદ્ધને પકડયો અને જ્ઞાનની પર્યાયમાં શુદ્ધતાનો-આનંદનો સ્વાદ આવ્યો અને ‘સ્વપ્રકાશક’ પર્યાય જ્ઞાનની થઈ, હવે એને પણ હજી થોડું’ ક-પૂરણ કેવળ જ્ઞાન નથી એથી એને રાગ આવે છે, તો એ રાગનું જ્ઞાન આંહી થાય છે. રાગ જેવું જ, મંદરાગ હોય તો મંદનું, તીવ્ર હોય તો તીવ્રનું-તો એ રાગ છે, તો રાગકૃત- રાગઆકારે જ્ઞાન થયું છે? (ના) ઈ તો જ્ઞાનની પોતાની જ્ઞાનકૃતજ્ઞાન, પોતાને (સ્વયંને) આકારે થવાથી થયું છે. આહા.. હા!
અરે...! આવું બધું (સમજવું), વાણિયાને ધંધા આડે! આહા...! વાણિયાને જૈન ધરમ મળ્યો!! આહા! મારગ ઝીણો ભાઈ..! આહા... હા... હા ગજબ વાત કહે છે ને..!
પ્રભુ! ... તને કહે છે કે આત્માનું જ્ઞાન થયું, પણ હવે એ શુદ્ધચૈતન્યનું જ્ઞાન થયું પર્યાયમાં, પણ તારી પર્યાયમાં જે હજી રાગ થાય છે. અને તે પર્યાયનું જ્ઞાન હજી છે! એમાં પરનું જ્ઞાન (એટલે કે) શરીરનું, સ્ત્રીનું, કુટુંબનું-જેવા ભાવ થાય એવી રીતે આંહી જ્ઞાન થાય છે. તો ઈ જ્ઞેય છે એની અપેક્ષાથી (આંહી) જ્ઞાન થયું છે. તો ઈ જ્ઞાનનો પરપ્રકાશનો સ્વતઃસ્વભાવ હોવાથી, પરની અપેક્ષા વિના, તે જ્ઞાનકૃત, પરનું જાણવાનું (જ્ઞાન) પર્યાય થયો એ જ્ઞાતાનું કાર્ય છે. આહા.. હા! સમજાણું કાંઈ..?
ફરીને.. આ તો જણાણો શુદ્ધ (આત્મા) એને પર જણાય છે શું? એની વાત હાલે છે. જેને આત્માનું જ્ઞાન નથી, એની તો વાત છે જ નહીં. એ તો પરાધીન થઈને, મિથ્યાત્વને લઈને રખડી મરવાના છે. આહા.. હા! જેને, ઈ આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ! (નો અનુભવ થયો) એ જિન સ્વરૂપી વસ્તુ! એ જિનના પરિણામમાં જિનસ્વરૂપી વસ્તુ જણાણી, શુદ્ધ પરિણામમાં, શુદ્ધવસ્તુ જણાણી એને શુદ્ધ કીધું છે.
હવે, આ બાજુમાં કે આ બાજુમાં (પરપ્રકાશકમાં) જ્ઞાનની પર્યાય, હજી જેવો રાગ થાય, દ્વેષ થાય તે પ્રકારે તે જ્ઞાન (પર્યાય) તેવું જાણે! તેથી તે જ્ઞાન, તે જ્ઞેયકૃતના કારણે તે અશુદ્ધ છે? કે પરાધીન છે? ના. એ જ્ઞાનનો તે વખતનો સ્વભાવ જ, એને પ્રકાશવાના કાળમાં પરને પ્રકાશવાનો સ્વભાવ સ્વતઃ છે, સ્વતઃપણે જ્ઞાન, રાગને જાણતું પરિણમે છે. આહા.. હા! “તે જ્ઞાયકનું જ્ઞાન છે, તે રાગનું જ્ઞાન નહીં” એમ કહે છે અરે.. રે! આ તે મળે નહીં ત્યાં શું કરે?! આહા..! અરે, અનંતભવ થયાં! જૈનસાધુ થયો, દિગંબર સાધુ અનંતવાર થયો! પણ, આ રાગની એકતા તોડીને સ્વભાવનું જ્ઞાન કર્યું નહીં અને સ્વભાવનું જ્ઞાન થવામાં પરની કોઈ અપેક્ષા.. છે નહીં!
હવે, આંહી તો ‘પરનું જ્ઞાન’ કરવામાં પણ પરની અપેક્ષા નથી. આહા.. હા! સમજાણું કાંઈ...? સમજાય એટલું સમજવું પ્રભુ! આ તો.. ત્રણલોકના નાથની વાતું છે બાપા! જેને ઈંદ્રો ને ગણધરો સાંભળે, એ વાત બાપા કાંઈ સાધારણ વાત હશે!!
આહા... હા! ‘જ્ઞેયાકાર થવાથી તે ભાવને’ તે ભાવને એટલે જ્ઞેયાકાર થયેલું જે જ્ઞાન, તે ભાવને
Page 68 of 225
PDF/HTML Page 81 of 238
single page version
૬૮ શ્રી પ્રવચન રત્નો-૧ ‘જ્ઞાયકપણું’ પ્રસિદ્ધ છે-ઈ ‘જાણનારો’ છે એમ પ્રસિદ્ધ છે.
પણ, ‘જાણનારો’ છે એ શું? ‘તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી’ (કહે છે કેઃ) રાગ જણાય છે ને તેનું જ્ઞાન આંહી થાય છે માટે રાગની અપેક્ષા રાખીને જ્ઞાન થયું છે અહીંયાં, એમ નથી. આહા... હા!
વિશેષ કહેવાશે...
છે. વાસ્તવમાં તો તે પોતાની પર્યાયને જાણે છે તેમાં તે
જણાઈ જાય છે. આવી વાત છે. ભગવાન કેવળી
લોકાલોકને જાણે છે એમ આવે છે ને? હા. પણ એ
તો અસદ્ભુત વ્યવહારનય છે. ખરેખર તો ભગવાન
જેમાં લોકાલોક પ્રકાશે છે એવી પોતાની પર્યાયને જ
જાણે છે. તેમ જ્ઞાની રાગને જાણે છે એમ ઉપચારથી-
વ્યવહારથી કથન છે.