Pravachansar (Gujarati). Gatha: 101-107.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 12 of 28

 

Page 190 of 513
PDF/HTML Page 221 of 544
single page version

न खलु सर्गः संहारमन्तरेण, न संहारो वा सर्गमन्तरेण, न सृष्टिसंहारौ स्थिति-
मन्तरेण, न स्थितिः सर्गसंहारमन्तरेण य एव हि सर्गः स एव संहारः, य एव संहारः स
एव सर्गः, यावेव सर्गसंहारौ सैव स्थितिः, यैव स्थितिस्तावेव सर्गसंहाराविति तथाहि
एव कुम्भस्य सर्गः स एव मृत्पिण्डस्य संहारः, भावस्य भावान्तराभावस्वभावेनावभासनात
य एव च मृत्पिण्डस्य संहारः स एव कुम्भस्य सर्गः, अभावस्य भावान्तरभावस्वभावेनाव-
भासनात
यौ च कुम्भपिण्डयोः सर्गसंहारौ सैव मृत्तिकायाः स्थितिः, व्यतिरेकाणामन्वया-
ટીકાઃખરેખર સર્ગ સંહાર વિના હોતો નથી અને સંહાર સર્ગ વિના હોતો
નથી; સૃષ્ટિ અને સંહાર સ્થિતિ વિના હોતાં નથી, સ્થિતિ સર્ગ અને સંહાર વિના હોતી
નથી.
જે સર્ગ છે તે જ સંહાર છે, જે સંહાર છે તે જ સર્ગ છે; જે સર્ગ ને સંહાર
છે તે જ સ્થિતિ છે, જે સ્થિતિ છે તે જ સર્ગ ને સંહાર છે. તે આ પ્રમાણેઃ જે કુંભનો
સર્ગ છે તે જ
મૃત્તિકાપિંડનો સંહાર છે, કારણ કે ભાવનું ભાવાન્તરના અભાવસ્વભાવે
અવભાસન છે (અર્થાત્ ભાવ અન્યભાવના અભાવરૂપ સ્વભાવે પ્રકાશે છેદેખાય છે). વળી
જે મૃત્તિકાપિંડનો સંહાર છે તે જ કુંભનો સર્ગ છે, કારણ કે અભાવનું ભાવાન્તરના
ભાવસ્વભાવે અવભાસન છે (અર્થાત
્ નાશ અન્યભાવના ઉત્પાદરૂપ સ્વભાવે પ્રકાશે છે).
વળી જે કુંભનો સર્ગ અને પિંડનો સંહાર છે તે જ મૃત્તિકાની સ્થિતિ છે, કારણ કે વ્યતિરેકો
सत्तालक्षणविवरणमुख्यतया द्वितीयस्थलं गतम् अथोत्पादव्ययध्रौव्याणां परस्परसापेक्षत्वं दर्शयति
ण भवो भंगविहीणो निर्दोषपरमात्मरुचिरूपसम्यक्त्वपर्यायस्य भव उत्पादः तद्विपरीतमिथ्यात्वपर्यायस्य
भङ्गं विना न भवति कस्मात् उपादानकारणाभावात्, मृत्पिण्डभङ्गाभावे घटोत्पाद इव द्वितीयं च
कारणं मिथ्यात्वपर्यायभङ्गस्य सम्यक्त्वपर्यायरूपेण प्रतिभासनात् तदपि कस्मात् ‘‘भावान्तर-
स्वभावरूपो भवत्यभाव’’ इति वचनात् घटोत्पादरूपेण मृत्पिण्डभङ्ग इव यदि पुनर्मिथ्यात्वपर्याय-
भङ्गस्य सम्यक्त्वोपादानकारणभूतस्याभावेऽपि शुद्धात्मानुभूतिरुचिरूपसम्यक्त्वस्योत्पादो भवति,
तर्ह्युपादानकारणरहितानां खपुष्पादीनामप्युत्पादो भवतु
न च तथा भंगो वा णत्थि संभवविहीणो
૧. સર્ગ = ઉત્પાદ; ઉત્પત્તિ.
૨. સંહાર = વ્યય; નાશ.
૩. સૃષ્ટિ = ઉત્પત્તિ.
૪. સ્થિતિ = ટકવું તે; ધ્રુવ રહેવું તે; ધ્રૌવ્ય.
૫. મૃત્તિકાપિંડ = માટીનો પિંડ; માટીનો પિંડો.
૬. વ્યતિરેક = ભેદ; એકનું બીજારૂપ નહિ હોવું તે; ‘આ તે નથી’ એવા જ્ઞાનના નિમિત્તભૂત ભિન્નરૂપપણું.

Page 191 of 513
PDF/HTML Page 222 of 544
single page version

नतिक्रमणात यैव च मृत्तिकायाः स्थितिस्तावेव कुम्भपिण्डयोः सर्गसंहारौ, व्यतिरेक -
मुखेनैवान्वयस्य प्रकाशनात यदि पुनर्नेदमेवमिष्येत तदान्यः सर्गोऽन्यः संहारः अन्या
स्थितिरित्यायाति तथा सति हि केवलं सर्गं मृगयमाणस्य कुम्भस्योत्पादनकारणाभावाद-
भवनिरेव भवेत्, असदुत्पाद एव वा तत्र कुम्भस्याभवनौ सर्वेषामेव भावानामभवनिरेव
भवेत्; असदुत्पादे वा व्योमप्रसवादीनामप्युत्पादः स्यात तथा के वलं संहारमारभमाणस्य
मृत्पिण्डस्य संहारकारणाभावादसंहरणिरेव भवेत्, सदुच्छेद एव वा तत्र मृत्पिण्डस्यासंहरणौ
અન્વયને અતિક્રમતા (ઓળંગતા, છોડતા) નથી. વળી જે મૃત્તિકાની સ્થિતિ છે તે જ કુંભનો
સર્ગ અને પિંડનો સંહાર છે, કારણ કે વ્યતિરેકો દ્વારા જ
અન્વય પ્રકાશે છે.
અને જો આમ જ (ઉપર સમજાવ્યું તેમ જ) ન માનવામાં આવે તો ‘અન્ય સર્ગ
છે, અન્ય સંહાર છે, અન્ય સ્થિતિ છે’ એવું આવે છે (અર્થાત્ ત્રણે જુદાં છે એવું માનવાનો
પ્રસંગ આવે છે). એમ થતાં (શા દોષો આવે તે સમજાવવામાં આવે છે)ઃ
કેવળ સર્ગ શોધનાર કુંભની (વ્યય અને ધ્રૌવ્યથી જુદો એકલો ઉત્પાદ કરવા જનાર
ઘડાની), ઉત્પાદનકારણના અભાવને લીધે, ઉત્પત્તિ જ ન થાય; અથવા તો અસત્નો જ
ઉત્પાદ થાય. ત્યાં, (૧) જો કુંભની ઉત્પત્તિ ન થાય તો બધાય ભાવોની ઉત્પત્તિ જ ન
થાય (અર્થાત
્ જેમ કુંભની ઉત્પત્તિ ન થાય તેમ વિશ્વના કોઈ પણ દ્રવ્યમાં કોઈ પણ ભાવનો
ઉત્પાદ જ ન થાય એ દોષ આવે); અથવા (૨) જો અસત્નો ઉત્પાદ થાય તો વ્યોમપુષ્પ
વગેરેનો પણ ઉત્પાદ થાય (અર્થાત્ શૂન્યમાંથી પણ પદાર્થો ઉત્પન્ન થવા માંડે એ દોષ આવે).
વળી કેવળ સંહાર આરંભનાર મૃત્તિકાપિંડનો (ઉત્પાદ અને ધ્રૌવ્ય રહિત એકલો
વ્યય કરવા જનાર મૃત્તિકાપિંડનો), સંહારકારણના અભાવને લીધે, સંહાર જ ન થાય;
અથવા તો સત્નો જ ઉચ્છેદ થાય. ત્યાં, (૧) જો મૃતિકાપિંડનો સંહાર ન થાય તો બધાય
परद्रव्योपादेयरुचिरूपमिथ्यात्वस्य भङ्गो नास्ति कथंभूतः पूर्वोक्तसम्यक्त्वपर्यायसंभवरहितः
कस्मादिति चेत् भङ्गकारणाभावात्, घटोत्पादाभावे मृत्पिण्डस्येव द्वितीयं च कारणं
सम्यक्त्वपर्यायोत्पादस्य मिथ्यात्वपर्यायाभावरूपेण दर्शनात् तदपि कस्मात् पर्यायस्य
पर्यायान्तराभावरूपत्वात्, घटपर्यायस्य मृत्पिण्डाभावरूपेणेव यदि पुनः सम्यक्त्वोत्पादनिरपेक्षो भवति
मिथ्यात्वपर्यायाभावस्तर्ह्यभाव एव न स्यात् कस्मात् अभावकारणाभावादिति, घटोत्पादाभावे
૧. અન્વય = એકરૂપતા; સદ્રશતા; ‘આ તે જ છે’ એવા જ્ઞાનના કારણભૂત એકરૂપપણું.
૨. ઉત્પાદનકારણ = ઉત્પત્તિનું કારણ
૩. વ્યોમપુષ્પ = આકાશનાં ફૂલ
૪. સંહારકારણ = સંહારનું કારણ

Page 192 of 513
PDF/HTML Page 223 of 544
single page version

सर्वेषामेव भावानामसंहरणिरेव भवेत्; सदुच्छेदे वा संविदादीनामप्युच्छेदः स्यात तथा केवलां
स्थितिमुपगच्छन्त्या मृत्तिकाया व्यतिरेकाक्रान्तस्थित्यन्वयाभावादस्थानिरेव भवेत्, क्षणिक-
नित्यत्वमेव वा तत्र मृत्तिकाया अस्थानौ सर्वेषामेव भावानामस्थानिरेव भवेत्;
क्षणिकनित्यत्वे वा चित्तक्षणानामपि नित्यत्वं स्यात तत उत्तरोत्तरव्यतिरेकाणां सर्गेण
पूर्वपूर्वव्यतिरेकाणां संहारेणान्वयस्यावस्थानेनाविनाभूतमुद्योतमाननिर्विघ्नत्रैलक्षण्यलाञ्छनं द्रव्य-
मवश्यमनुमन्तव्यम्
।।१००।।
ભાવોનો સંહાર જ ન થાય (અર્થાત્ જેમ મૃત્તિકાપિંડનો વ્યય ન થાય તેમ વિશ્વના કોઈ
પણ દ્રવ્યમાં કોઈ પણ ભાવનો વ્યય જ ન થાય એ દોષ આવે); અથવા (૨) જો સત્નો
ઉચ્છેદ થાય તો ચૈતન્ય વગેરેનો પણ ઉચ્છેદ થાય (અર્થાત્ સર્વ દ્રવ્યોનો સમૂળગો વિનાશ
થાય એ દોષ આવે).
વળી કેવળ સ્થિતિ પ્રાપ્ત કરવા જનારી મૃત્તિકાની, વ્યતિરેકો સહિત સ્થિતિનો
અન્વયનોતેને અભાવ થવાને લીધે, સ્થિતિ જ ન થાય; અથવા તો ક્ષણિકનું જ નિત્યપણું
થાય. ત્યાં, (૧) જો મૃત્તિકાની સ્થિતિ ન થાય તો બધાય ભાવોની સ્થિતિ જ ન થાય
(અર્થાત
્ જો માટી ધ્રુવ ન રહેન ટકે, તો માટીની જેમ વિશ્વનું કોઈ પણ દ્રવ્ય ધ્રુવ જ
ન રહેટકે જ નહિ એ દોષ આવે); અથવા (૨) જો ક્ષણિકનું નિત્યપણું થાય તો ચિત્તના
ક્ષણિક ભાવોનું પણ નિત્યપણું થાય (અર્થાત્ મનનો દરેક વિકલ્પ પણ ત્રિકાળિક ધ્રુવ બને
એ દોષ આવે).
માટે દ્રવ્યને ઉત્તર ઉત્તર વ્યતિરેકોના સર્ગ સાથે, પૂર્વ પૂર્વ વ્યતિરેકોના સંહાર સાથે
અને અન્વયના અવસ્થાન સાથે અવિનાભાવવાળું, જેને નિર્વિઘ્ન (અબાધિત) ત્રિલક્ષણ-
પણારૂપ લાંછન પ્રકાશમાન છે એવું, અવશ્ય સંમત કરવું. ૧૦૦.
मृत्पिण्डाभावस्य इव उप्पादो वि य भंगो ण विणा दव्वेण अत्थेण परमात्मरुचिरूपसम्यक्त्व-
स्योत्पादस्तद्विपरीतमिथ्यात्वस्य भङ्गो वा नास्ति कं विना तदुभयाधारभूतपरमात्मरूपद्रव्यपदार्थं
विना कस्मात् द्रव्याभावे व्ययोत्पादाभावान्मृत्तिकाद्रव्याभावे घटोत्पादमृत्पिण्डभङ्गाभाववदिति यथा
सम्यक्त्वमिथ्यात्वपर्यायद्वये परस्परसापेक्षमुत्पादादित्रयं दर्शितं तथा सर्वद्रव्यपर्यायेषु द्रष्टव्य-
૧. કેવળ સ્થિતિ = (ઉત્પાદ અને વ્યય વિનાનું) એકલું ધ્રુવપણું; એકલું ટકવાપણું; એકલું અવસ્થાન.
[અન્વય વ્યતિરેકો સહિત જ હોય છે તેથી ધ્રૌવ્ય ઉત્પાદવ્યયસહિત જ હોય, એકલું હોઈ શકે
નહિ. જેમ ઉત્પાદ (અથવા વ્યય) દ્રવ્યનો અંશ છે
સમગ્ર દ્રવ્ય નથી, તેમ ધ્રૌવ્ય પણ દ્રવ્યનો અંશ
છેસમગ્ર દ્રવ્ય નથી.]
૨. ઉત્તર ઉત્તર = પછી પછીના
૩. અવસ્થાન = ટકવું તે; ધ્રુવ રહેવું તે.
૪.લાંછન = ચિહ્ન

Page 193 of 513
PDF/HTML Page 224 of 544
single page version

अथोत्पादादीनां द्रव्यादर्थान्तरत्वं संहरति
उप्पादट्ठिदिभंगा विज्जंते पज्जएसु पज्जाया
दव्वम्हि संति णियदं तम्हा दव्वं हवदि सव्वं ।।१०१।।
उत्पादस्थितिभङ्गा विद्यन्ते पर्यायेषु पर्यायाः
द्रव्ये हि सन्ति नियतं तस्माद्द्रव्यं भवति सर्वम् ।।१०१।।
उत्पादव्ययध्रौव्याणि हि पर्यायानालम्बन्ते, ते पुनः पर्याया द्रव्यमालम्बन्ते ततः
समस्तमप्येतदेकमेव द्रव्यं, न पुनर्द्रव्यान्तरम् द्रव्यं हि तावत्पर्यायैरालम्ब्यते, समुदायिनः
समुदायात्मकत्वात्; पादपवत यथा हि समुदायी पादपः स्कन्धमूलशाखासमुदायात्मकः
मित्यर्थंः ।।१००।। अथोत्पादव्ययध्रौव्याणि द्रव्येण सह परस्पराधाराधेयभावत्वादन्वयद्रव्यार्थिकनयेन
द्रव्यमेव भवतीत्युपदिशतिउप्पादट्ठिदिभंगा विशुद्धज्ञानदर्शनस्वभावात्मतत्त्वनिर्विकारस्वसंवेदनज्ञान-
रूपेणोत्पादस्तस्मिन्नेव क्षणे स्वसंवेदनज्ञानविलक्षणाज्ञानपर्यायरूपेण भङ्ग, तदुभयाधारात्मद्रव्यत्वा-
वस्थारूपेण स्थितिरित्युक्तलक्षणास्त्रयो भङ्गाः कर्तारः
विज्जंते विद्यन्ते तिष्ठन्ति केषु पज्जएसु
હવે ઉત્પાદાદિકનું દ્રવ્યથી અર્થાંતરપણું નષ્ટ કરે છે (અર્થાત્ ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય
દ્રવ્યથી જુદા પદાર્થો નથી એમ સિદ્ધ કરે છે)ઃ
ઉત્પાદ તેમ જ ધ્રૌવ્ય ને સંહાર વર્તે પર્યયે,
ને પર્યયો દ્રવ્યે નિયમથી, સર્વ તેથી દ્રવ્ય છે.૧૦૧.
અન્વયાર્થઃ[उत्पादस्थितिभङ्गाः] ઉત્પાદ, સ્થિતિ અને ભંગ [पर्यायेषु] પર્યાયોમાં
[विद्यन्ते] વર્તે છે; [पर्यायाः] પર્યાયો [नियतं] નિયમથી [द्रव्ये हि सन्ति] દ્રવ્યમાં હોય છે,
[तस्मात्] તેથી [सर्वं ] (તે) બધુંય [द्रव्यं भवति] દ્રવ્ય છે.
ટીકાઃઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ખરેખર પર્યાયોને આલંબે છે અને તે પર્યાયો
દ્રવ્યને આલંબે છે (અર્થાત્ ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય પર્યાયોના આશ્રયે છે અને પર્યાયો દ્રવ્યના
આશ્રયે છે); તેથી આ બધુંય એક જ દ્રવ્ય છે, દ્રવ્યાંતર નથી.
પ્રથમ તો દ્રવ્ય પર્યાયો વડે આલંબાય છે (અર્થાત્ પર્યાયો દ્રવ્યને આશ્રિત છે) કારણ
કે *સમુદાયી સમુદાયસ્વરૂપ હોય છે; વૃક્ષની માફક. જેમ સમુદાયી વૃક્ષ સ્કંધ, મૂળ અને
*સમુદાયી = સમુદાયવાળું, સમુદાયનું (જથ્થાનું) બનેલું. (દ્રવ્ય સમુદાયી છે કારણ કે પર્યાયોના
સમુદાયસ્વરૂપ છે.)
પ્ર. ૨૫

Page 194 of 513
PDF/HTML Page 225 of 544
single page version

स्कन्धमूलशाखाभिरालम्बित एव प्रतिभाति, तथा समुदायि द्रव्यं पर्यायसमुदायात्मकं
पर्यायैरालम्बितमेव प्रतिभाति
पर्यायास्तूत्पादव्ययध्रौव्यैरालम्ब्यन्ते, उत्पादव्ययध्रौव्याणामंश-
धर्मत्वात्; बीजाङ्कुरपादपत्ववत यथा किलांशिनः पादपस्य बीजाङ्कुरपादपत्व-
लक्षणास्त्रयोंऽशा भङ्गोत्पादध्रौव्यलक्षणैरात्मधर्मैरालम्बिताः सममेव प्रतिभान्ति, तथांशिनो
द्रव्यस्योच्छिद्यमानोत्पद्यमानावतिष्ठमानभावलक्षणास्त्रयोंऽशा भङ्गोत्पादध्रौव्यलक्षणैरात्मधर्मैरा-
लम्बिताः सममेव प्रतिभान्ति
यदि पुनर्भङ्गोत्पादध्रौव्याणि द्रव्यस्यैवेष्यन्ते तदा समग्रमेव
विप्लवते तथाहिभङ्गे तावत् क्षणभङ्गकटाक्षितानामेकक्षण एव सर्वद्रव्याणां संहरणाद्-
द्रव्यशून्यतावतारः सदुच्छेदो वा उत्पादे तु प्रतिसमयोत्पादमुद्रितानां प्रत्येकं द्रव्याणा-
શાખાઓના સમુદાયસ્વરૂપ હોવાથી સ્કંધ, મૂળ અને શાખાઓથી આલંબિત જ ભાસે છે
(જોવામાં આવે છે), તેમ સમુદાયી દ્રવ્ય પર્યાયોના સમુદાયસ્વરૂપ હોવાથી પર્યાયો વડે
આલંબિત જ ભાસે છે (અર્થાત
્ જેમ થડ, મૂળ અને ડાળીઓ વૃક્ષના આશ્રયે જ છેવૃક્ષથી
ભિન્નપદાર્થરૂપ નથી, તેમ પર્યાયો દ્રવ્યના આશ્રયે જ છેદ્રવ્યથી ભિન્નપદાર્થરૂપ નથી).
અને પર્યાયો ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય વડે આલંબાય છે (અર્થાત્ ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય
પર્યાયોને આશ્રિત છે) કારણ કે ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય અંશોના ધર્મો છે (અંશીના ધર્મો
નથી); બીજ, અંકુર અને વૃક્ષત્વની માફક. જેમ અંશી એવા વૃક્ષના બીજ -અંકુર -વૃક્ષત્વસ્વરૂપ
ત્રણ અંશો ભંગ -ઉત્પાદ -ધ્રૌવ્યસ્વરૂપ નિજ ધર્મો વડે આલંબિત એકીસાથે જ ભાસે છે, તેમ
અંશી એવા દ્રવ્યના, નષ્ટ થતો ભાવ, ઊપજતો ભાવ અને અવસ્થિત રહેતો ભાવ એ ત્રણ
અંશો ભંગ -ઉત્પાદ -ધ્રૌવ્યસ્વરૂપ નિજ ધર્મો વડે આલંબિત એકીસાથે જ ભાસે છે. પરંતુ જો
(ભંગ -ઉત્પાદ -ધ્રૌવ્ય અંશોનાં નહિ માનતાં) (૧) ભંગ, (૨) ઉત્પાદ અને (૩) ધ્રૌવ્ય દ્રવ્યનાં
જ માનવામાં આવે, તો બધુંય
વિપ્લવ પામે. તે આ પ્રમાણેઃ (૧) પ્રથમ, જો દ્રવ્યનો
જ ભંગ માનવામાં આવે તો ક્ષણભંગથી લક્ષિત સર્વ દ્રવ્યોનો એક ક્ષણમાં જ સંહાર થવાથી
દ્રવ્યશૂન્યતા આવે અથવા સત્નો ઉચ્છેદ થાય. (૨) જો દ્રવ્યનો જ ઉત્પાદ માનવામાં આવે
તો સમયે સમયે થતા ઉત્પાદ વડે ચિહ્નિત એવાં દ્રવ્યોને પ્રત્યેકને અનંતપણું આવે (અર્થાત
सम्यक्त्वपूर्वकनिर्विकारस्वसंवेदनज्ञानपर्याये तावदुत्पादस्तिष्ठति स्वसंवेदनज्ञानविलक्षणाज्ञानपर्यायरूपेण
भङ्गस्तदुभयाधारात्मद्रव्यत्वावस्थारूपपर्यायेण ध्रौव्यं चेत्युक्तलक्षणस्वकीयस्वकीयपर्यायेषु
पज्जाया
दव्वम्हि संति ते चोक्तलक्षणज्ञानाज्ञानतदुभयाधारात्मद्रव्यत्वावस्थारूपपर्याया हि स्फु टं द्रव्यं सन्ति णियदं
૧. અંશી = અંશોવાળું; અંશોનું બનેલું. (દ્રવ્ય અંશી છે.)
૨. વિપ્લવ = અંધાધૂંધી; ઊથલપાથલ; ગોટાળો; વિરોધ.
૩. ક્ષણભંગથી લક્ષિત = ક્ષણવિનાશ જેમનું લક્ષણ હોય એવાં

Page 195 of 513
PDF/HTML Page 226 of 544
single page version

मानन्त्यमसदुत्पादो वा ध्रौव्ये तु क्रमभुवां भावानामभावाद्द्रव्यस्याभावः क्षणिकत्वं वा अत
उत्पादव्ययध्रौव्यैरालम्ब्यन्तां पर्यायाः पर्यायैश्च द्रव्यमालम्ब्यन्तां, येन समस्तमप्येतदेकमेव द्रव्यं
भवति
।।१०१।।
अथोत्पादादीनां क्षणभेदमुदस्य द्रव्यत्वं द्योतयति
समवेदं खलु दव्वं संभवठिदिणाससण्णिदट्ठेहिं
एक्कम्मि चेव समये तम्हा दव्वं खु तत्तिदयं ।।१०२।।
સમયે સમયે થતો ઉત્પાદ જેનું ચિહ્ન હોય એવું દરેક દ્રવ્ય અનંતદ્રવ્યપણું પામે) અથવા
અસત
્નો ઉત્પાદ થાય. (૩) જો દ્રવ્યનું જ ધ્રૌવ્ય માનવામાં આવે તો ક્રમે થતા ભાવોના
અભાવને લીધે દ્રવ્યનો અભાવ આવે અથવા ક્ષણિકપણું થાય.
માટે ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય વડે પર્યાયો આલંબિત હો અને પર્યાયો વડે દ્રવ્ય આલંબિત
હો કે જેથી આ બધુંય એક જ દ્રવ્ય હોય.
ભાવાર્થઃબીજ, અંકુર અને વૃક્ષત્વ એ વૃક્ષના અંશો છે. બીજનો નાશ, અંકુરનો
ઉત્પાદ અને વૃક્ષત્વનું ધ્રૌવ્ય (ધ્રુવપણું) ત્રણે એકીસાથે છે. આ રીતે નાશ બીજને આશ્રિત
છે, ઉત્પાદ અંકુરને આશ્રિત છે અને ધ્રૌવ્ય વૃક્ષત્વને આશ્રિત છે; નાશ -ઉત્પાદ -ધ્રૌવ્ય બીજ-
અંકુર -વૃક્ષત્વથી ભિન્ન પદાર્થરૂપ નથી. વળી બીજ -અંકુર -વૃક્ષત્વ પણ વૃક્ષથી ભિન્ન પદાર્થરૂપ
નથી. માટે આ બધાંય, એક વૃક્ષ જ છે. એ જ પ્રમાણે નષ્ટ થતો ભાવ, ઊપજતો ભાવ
અને ટકતો ભાવ એ દ્રવ્યના અંશો છે. નષ્ટ થતા ભાવનો નાશ, ઊપજતા ભાવનો ઉત્પાદ
અને ટકતા ભાવનું ધ્રૌવ્ય એકીસાથે છે. આ રીતે નાશ નષ્ટ થતા ભાવને આશ્રિત છે, ઉત્પાદ
ઊપજતા ભાવને આશ્રિત છે અને ધ્રૌવ્ય ટકતા ભાવને આશ્રિત છે; નાશ -ઉત્પાદ -ધ્રૌવ્ય તે
ભાવોથી ભિન્ન પદાર્થરૂપ નથી. વળી તે ભાવો પણ દ્રવ્યથી ભિન્ન પદાર્થરૂપ નથી. માટે
આ બધાંય, એક દ્રવ્ય જ છે. ૧૦૧.
હવે ઉત્પાદાદિકનો ક્ષણભેદ નિરસ્ત કરીને તેઓ દ્રવ્ય છે એમ સમજાવે છેઃ
ઉત્પાદ -ધ્રૌવ્ય -વિનાશસંજ્ઞિત અર્થ સહ સમવેત છે
એક જ સમયમાં દ્રવ્ય નિશ્ચય, તેથી એ ત્રિક દ્રવ્ય છે.૧૦૨.
निश्चितं प्रदेशाभेदेऽपि स्वकीयस्वकीयसंज्ञालक्षणप्रयोजनादिभेदेन तम्हा दव्वं हवदि सव्वं यतो
निश्चयाधाराधेयभावेन तिष्ठन्त्युत्पादादयस्तस्मात्कारणादुत्पादादित्रयं स्वसंवेदनज्ञानादिपर्यायत्रयं चान्वय-
૧. નિરસ્ત કરીને = દૂર કરીને; નષ્ટ કરીને; ખંડિત કરીને; નિરાકૃત કરીને.

Page 196 of 513
PDF/HTML Page 227 of 544
single page version

समवेतं खलु द्रव्यं संभवस्थितिनाशसंज्ञितार्थैः
एकस्मिन् चैव समये तस्माद्द्रव्यं खलु तत्त्रितयम् ।।१०२।।
इह हि यो नाम वस्तुनो जन्मक्षणः स जन्मनैव व्याप्तत्वात् स्थितिक्षणो नाशक्षणश्च
न भवति यश्च स्थितिक्षणः स खलूभयोरन्तरालदुर्ललितत्वाज्जन्मक्षणो नाशक्षणश्च न भवति
यश्च नाशक्षणः स तूत्पद्यावस्थाय च नश्यतो जन्मक्षणः स्थितिक्षणश्च न भवति
इत्युत्पादादीनां वितर्क्यमाणः क्षणभेदो हृदयभूमिमवतरति अवतरत्येवं यदि द्रव्यमात्म-
नैवोत्पद्यते आत्मनैवावतिष्ठते आत्मनैव नश्यतीत्यभ्युपगम्यते तत्तु नाभ्युपगतम् पर्यायाणा-
અન્વયાર્થઃ[द्रव्यं] દ્રવ્ય [एकस्मिन् च एव समये] એક જ સમયમાં [संभव-
स्थितिनाशसंज्ञितैः अर्थैः] ઉત્પાદ, સ્થિતિ અને નાશ નામના અર્થો સાથે [ खलु ] ખરેખર
[समवेतं] સમવેત (એકમેક) છે; [तस्मात्] તેથી [तत् त्रितयं]ત્રિક [ खलु ] ખરેખર
[द्रव्यं] દ્રવ્ય છે.
ટીકાઃ(પ્રથમ શંકા ઉપસ્થિત કરવામાં આવે છેઃ) અહીં (વિશ્વમાં), વસ્તુની
જે જન્મક્ષણ હોય તે, જન્મથી જ વ્યાપ્ત હોવાથી, સ્થિતિક્ષણ અને નાશક્ષણ ન હોય
(
જુદી હોય); જે સ્થિતિક્ષણ હોય તે, બન્નેના અંતરાળમાં (અર્થાત્ ઉત્પાદક્ષણ અને
નાશક્ષણની વચ્ચે) દ્રઢપણે રહેતી હોવાથી, જન્મક્ષણ અને નાશક્ષણ ન હોય; અને જે
નાશક્ષણ હોય તે, વસ્તુ ઊપજીને અને ટકીને પછી નાશ પામતી હોવાથી, જન્મક્ષણ અને
સ્થિતિક્ષણ ન હોય.
આમ દલીલથી વિચારતાં ઉત્પાદાદિકનો ક્ષણભેદ હૃદયભૂમિમાં
ઊતરે છે (અર્થાત્ ઉત્પાદનો સમય, સ્થિતિનો સમય અને નાશનો સમય ભિન્નભિન્ન
હોય, એક ન હોયએમ વાત હૃદયમાં બેસે છે).
द्रव्यार्थिकनयेन सर्वं द्रव्यं भवति पूर्वोक्तोत्पादादित्रयस्य तथैव स्वसंवेदनज्ञानादिपर्यायत्रयस्य
चानुगताकारेणान्वयरूपेण यदाधारभूतं तदन्वयद्रव्यं भण्यते, तद्विषयो यस्यस भवत्यन्वयद्रव्यार्थिकनयः
यथेदं ज्ञानाज्ञानपर्यायद्वये भङ्गत्रयं व्याख्यातं तथापि सर्वद्रव्यपर्यायेषु यथासंभवं ज्ञातव्यमित्य-
भिप्रायः
।।१०१।। अथोत्पादादीनां पुनरपि प्रकारान्तरेण द्रव्येण सहाभेदं समर्थयति समयभेदं च
निराकरोतिसमवेदं खलु दव्वं समवेतमेकीभूतमभिन्नं भवति खलु स्फु टम् किम् आत्मद्रव्यम् कैः
सह संभवठिदिणाससण्णिदट्ठेहिं सम्यक्त्वज्ञानपूर्वकनिश्चलनिर्विकारनिजात्मानुभूतिलक्षणवीतरागचारित्र-
पर्यायेणोत्पादः तथैव रागादिपरद्रव्यैकत्वपरिणतिरूपचारित्रपर्यायेण नाशस्तदुभयाधारात्मद्रव्यत्वावस्था-
૧. અર્થો = પદાર્થો. (૮૭મી ગાથામાં સમજાવ્યા પ્રમાણે પર્યાય પણ અર્થ છે.)
૨. સમવેત = સમવાયવાળું; તાદાત્મ્યપૂર્વક જોડાયેલું; એકમેક.
૩. ત્રિક = ત્રણનો સમુદાય. (ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણનો સમુદાય ખરેખર દ્રવ્ય જ છે.)

Page 197 of 513
PDF/HTML Page 228 of 544
single page version

मेवोत्पादादयः, कुतः क्षणभेदः तथाहियथा कुलालदण्डचक्रचीवरारोप्यमाणसंस्कारसन्निधौ
य एव वर्धमानस्य जन्मक्षणः स एव मृत्पिण्डस्य नाशक्षणः स एव च कोटिद्वयाधि-
रूढस्य मृत्तिकात्वस्य स्थितिक्षणः, तथा अन्तरङ्गबहिरङ्गसाधनारोप्यमाणसंस्कारसन्निधौ य
एवोत्तरपर्यायस्य जन्मक्षणः स एव प्राक्तनपर्यायस्य नाशक्षणः स एव च कोटिद्वयाधिरूढस्य
द्रव्यत्वस्य स्थितिक्षणः
यथा च वर्धमानमृत्पिण्डमृत्तिकात्वेषु प्रत्येकवर्तीन्यप्युत्पादव्ययध्रौव्याणि
त्रिस्वभावस्पर्शिन्यां मृत्तिकायां सामस्त्येनैकसमय एवावलोक्यन्ते, तथा उत्तरप्राक्तन-
(હવે ઉપરની શંકાનું સમાધાન કરવામાં આવે છેઃ) એ પ્રમાણે ઉત્પાદાદિકનો
ક્ષણભેદ હૃદયભૂમિમાં તો જ ઊતરે, ‘જો દ્રવ્ય પોતે જ ઊપજે છે, પોતે જ અવસ્થિત
રહે છે (-ટકે છે) અને પોતે જ નાશ પામે છે’ એમ સ્વીકારવામાં આવતું હોય. પરંતુ
તે તો સ્વીકારવામાં આવ્યું નથી. પર્યાયોનાં જ ઉત્પાદાદિક છે (એમ સ્વીકારવામાં અને
સિદ્ધ કરવામાં આવ્યું છે); ત્યાં ક્ષણભેદ ક્યાંથી હોય? (ન જ હોય.) તે સમજાવવામાં
આવે છેઃ
જેમ કુંભાર, દંડ, ચક્ર (ચાકડો) અને દોરી વડે કરવામાં આવતા સંસ્કારની
હાજરીમાં, જે રામપાત્રની જન્મક્ષણ હોય છે, તે જ મૃત્તિકાપિંડની નાશક્ષણ હોય છે અને
તે જ બન્ને
કોટિમાં રહેલા માટીપણાની સ્થિતિક્ષણ હોય છે; તેમ અંતરંગ અને બહિરંગ
સાધનો વડે કરવામાં આવતા સંસ્કારની હાજરીમાં, જે ઉત્તર પર્યાયની જન્મક્ષણ હોય
છે, તે જ પૂર્વ પર્યાયની નાશક્ષણ હોય છે અને તે જ બન્ને કોટિમાં રહેલા દ્રવ્યપણાની
સ્થિતિક્ષણ હોય છે.
વળી જેમ રામપાત્રમાં, મૃત્તિકાપિંડમાં અને માટીપણામાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય
પ્રત્યેકપણે (એકેક છૂટાંછૂટાં) વર્તતાં હોવા છતાં ત્રિસ્વભાવસ્પર્શી માટીમાં તેઓ
સમસ્તપણે (બધાંય ભેગાં) એક સમયમાં જ જોવામાં આવે છે; તેમ ઉત્તર પર્યાયમાં,
પૂર્વ પર્યાયમાં અને દ્રવ્યપણામાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય પ્રત્યેકપણે (એકેક) વર્તતાં હોવા
रूपपर्यायेण स्थितिरित्युक्तलक्षणसंज्ञित्वोत्पादव्ययध्रौव्यैः सह तर्हि किं बौद्धमतवद्भिन्नभिन्नसमये त्रयं
भविष्यति नैवम् एक्कम्मि चेव समये अङ्गुलिद्रव्यस्य वक्रपर्यायवत्संसारिजीवस्य मरणकाले ऋजुगतिवत्
क्षीणकषायचरमसमये केवलज्ञानोत्पत्तिवदयोगिचरमसमये मोक्षवच्चेत्येकस्मिन्समय एव तम्हा दव्वं खु
तत्तिदयं यस्मात्पूर्वोक्तप्रकारेणैकसमये भङ्गत्रयेण परिणमति तस्मात्संज्ञालक्षणप्रयोजनादिभेदेऽपि प्रदेशा-
नामभेदात्त्रयमपि खु स्फु टं द्रव्यं भवति यथेदं चारित्राचारित्रपर्यायद्वये भङ्गत्रयमभेदेन दर्शितं तथा
૧. કોટિ = પ્રકાર. (માટીપણું તો પિંડરૂપ પ્રકારમાં તેમ જ રામપાત્રરૂપ પ્રકારમાંબન્ને પ્રકારમાં
રહેલું છે.)

Page 198 of 513
PDF/HTML Page 229 of 544
single page version

पर्यायद्रव्यत्वेषु प्रत्येकवर्तीन्यप्युत्पादव्ययध्रौव्याणि त्रिस्वभावस्पर्शिनि द्रव्ये सामस्त्येनैक-
समय एवावलोक्यन्ते
यथैव च वर्धमानपिण्डमृत्तिकात्ववर्तीन्युत्पादव्ययध्रौव्याणि मृत्तिकैव,
न वस्त्वन्तरं; तथैवोत्तरप्राक्तनपर्यायद्रव्यत्ववर्तीन्यप्युत्पादव्ययध्रौव्याणि द्रव्यमेव, न खल्व-
र्थान्तरम्
।।१०२।।
अथ द्रव्यस्योत्पादव्ययध्रौव्याण्यनेकद्रव्यपर्यायद्वारेण चिन्तयति
पाडुब्भवदि य अण्णो पज्जाओ पज्जओ वयदि अण्णो
दव्वस्स तं पि दव्वं णेव पणट्ठं ण उप्पण्णं ।।१०३।।
प्रादुर्भवति चान्यः पर्यायः पर्यायो व्येति अन्यः
द्रव्यस्य तदपि द्रव्यं नैव प्रणष्टं नोत्पन्नम् ।।१०३।।
છતાં ત્રિસ્વભાવસ્પર્શી દ્રવ્યમાં તેઓ સમસ્તપણે (ત્રણે ભેગાં) એક સમયમાં જ જોવામાં
આવે છે.
વળી જેવી રીતે રામપાત્ર, મૃત્તિકાપિંડ અને માટીપણામાં વર્તનારાં ઉત્પાદ, વ્યય અને
ધ્રૌવ્ય માટી જ છે, અન્ય વસ્તુ નથી; તેવી જ રીતે ઉત્તર પર્યાય, પૂર્વ પર્યાય અને દ્રવ્યપણામાં
વર્તનારાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય દ્રવ્ય જ છે, અન્ય પદાર્થ નથી. ૧૦૨.
હવે દ્રવ્યનાં ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય અનેકદ્રવ્યપર્યાય દ્વારા વિચારે છેઃ
ઊપજે દરવનો અન્ય પર્યય, અન્ય કો વિણસે વળી,
પણ દ્રવ્ય તો નથી નષ્ટ કે ઉત્પન્ન દ્રવ્ય નથી તહીં.૧૦૩.
અન્વયાર્થઃ[द्रव्यस्य] દ્રવ્યનો [अन्यः पर्यायः] અન્ય પર્યાય [प्रादुर्भवति] ઉત્પન્ન
થાય છે [च] અને [अन्यः पर्यायः] કોઈ અન્ય પર્યાય [व्येति] નષ્ટ થાય છે; [तद् अपि]
પરંતુ [द्रव्यं] દ્રવ્ય તો [प्रणष्टं न एव] નષ્ટ પણ નથી, [उत्पन्नं न] ઉત્પન્ન પણ નથી
(ધ્રુવ છે).
सर्वद्रव्यपर्यायेष्ववबोद्धव्यमित्यर्थः ।।१०२।। एवमुत्पादव्ययध्रौव्यरूपलक्षणव्याख्यानमुख्यतया गाथा-
त्रयेण तृतीयस्थलं गतम् अथ द्रव्यपर्यायेणोत्पादव्ययध्रौव्याणि दर्शयतिपाडुब्भवदि य प्रादुर्भवति च
जायते अण्णो अन्यः कश्चिदपूर्वानन्तज्ञानसुखादिगुणास्पदभूतः शाश्वतिकः स कः पज्जाओ
૧. ત્રિસ્વભાવસ્પર્શી = ત્રણે સ્વભાવને સ્પર્શનારું. (દ્રવ્ય ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે સ્વભાવને ધારે છે.)
૨. અનેકદ્રવ્યપર્યાય = એકથી વધારે દ્રવ્યોના સંયોગથી થતો પર્યાય

Page 199 of 513
PDF/HTML Page 230 of 544
single page version

इह हि यथा किलैकस्त्र्यणुकः समानजातीयोऽनेकद्रव्यपर्यायो विनश्यत्यन्यश्चतुरणुकः
प्रजायते, ते तु त्रयश्चत्वारो वा पुद्गला अविनष्टानुत्पन्ना एवावतिष्ठन्ते; तथा सर्वेऽपि
समानजातीया द्रव्यपर्याया विनश्यन्ति प्रजायन्ते च, समानजातीनि द्रव्याणि त्वविनष्टानु-
त्पन्नान्येवावतिष्ठन्ते
यथा चैको मनुष्यत्वलक्षणोऽसमानजातीयो द्रव्यपर्यायो विनश्यत्यन्य-
स्त्रिदशत्वलक्षणः प्रजायते, तौ च जीवपुद्गलौ अविनष्टानुत्पन्नावेवावतिष्ठेते; तथा
सर्वेऽप्यसमानजातीया द्रव्यपर्याया विनश्यन्ति प्रजायन्ते च, असमानजातीनि द्रव्याणि
त्वविनष्टानुत्पन्नान्येवावतिष्ठन्ते
एवमात्मना ध्रुवाणि द्रव्यपर्यायद्वारेणोत्पादव्ययीभूतान्युत्पाद-
व्ययध्रौव्याणि द्रव्याणि भवन्ति ।।१०३।।
ટીકાઃઅહીં (વિશ્વમાં) જેમ એક ત્રિ -અણુક સમાનજાતીય અનેકદ્રવ્યપર્યાય
વિનષ્ટ થાય છે અને બીજો *ચતુરણુક (સમાનજાતીય અનેકદ્રવ્યપર્યાય) ઉત્પન્ન થાય છે
પરંતુ તે ત્રણ કે ચાર પુદ્ગલો (પરમાણુઓ) તો અવિનષ્ટ અને અનુત્પન્ન જ રહે છે (ધ્રુવ
છે), તેમ બધાય સમાનજાતીય દ્રવ્યપર્યાયો વિનષ્ટ થાય છે અને ઉત્પન્ન થાય છે પરંતુ
સમાનજાતિ દ્રવ્યો તો અવિનષ્ટ અને અનુત્પન્ન જ રહે છે (
ધ્રુવ છે).
વળી જેમ એક મનુષ્યત્વસ્વરૂપ અસમાનજાતીય દ્રવ્યપર્યાય વિનષ્ટ થાય છે અને
બીજો દેવત્વસ્વરૂપ (અસમાનજાતીય દ્રવ્યપર્યાય) ઉત્પન્ન થાય છે પરંતુ તે જીવ ને પુદ્ગલ
તો અવિનષ્ટ અને અનુત્પન્ન જ રહે છે, તેમ બધાય અસમાનજાતીય દ્રવ્યપર્યાયો વિનષ્ટ થાય
છે અને ઉત્પન્ન થાય છે પરંતુ અસમાનજાતિ દ્રવ્યો તો અવિનષ્ટ અને અનુત્પન્ન જ રહે છે.
આ પ્રમાણે પોતાથી (અર્થાતદ્રવ્યપણે) ધ્રુવ અને દ્રવ્યપર્યાયો દ્વારા ઉત્પાદવ્યયરૂપ
એવાં દ્રવ્યો ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય છે. ૧૦૩.
परमात्मावाप्तिरूपः स्वभावद्रव्यपर्यायः पज्जओ वयदि अण्णो पर्यायो व्येति विनश्यति कथंभूतः अन्यः
पूर्वोक्तमोक्षपर्यायाद्भिन्नो निश्चयरत्नत्रयात्मकनिर्विकल्पसमाधिरूपस्यैव मोक्षपर्यायस्योपादानकारणभूतः
कस्य संबन्धी पर्यायः दव्वस्स परमात्मद्रव्यस्य तं पि दव्वं तदपि परमात्मद्रव्यं णेव पणट्ठं ण उप्पण्णं
शुद्धद्रव्यार्थिकनयेन नैव नष्टं न चोत्पन्नम् अथवा संसारिजीवापेक्षया देवादिरूपो विभावद्रव्यपर्यायो
जायते मनुष्यादिरूपो विनश्यति तदेव जीवद्रव्यं निश्चयेन न चोत्पन्नं न च विनष्टं, पुद्गलद्रव्यं वा
द्वयणुकादिस्क न्धरूपस्वजातीयविभावद्रव्यपर्यायाणां विनाशोत्पादेऽपि निश्चयेन न चोत्पन्नं न च

विनष्टमिति
ततः स्थितं यतः कारणादुत्पादव्ययध्रौव्यरूपेण द्रव्यपर्यायाणां विनाशोत्पादेऽपि द्रव्यस्य
*ચતુરણુક = ચાર અણુઓનો (પરમાણુઓનો) બનેલો સ્કંધ
૧. ‘દ્રવ્ય’ શબ્દ મુખ્યપણે બે અર્થમાં વપરાય છેઃ (૧) એક તો, સામાન્યવિશેષના પિંડને અર્થાત
વસ્તુને દ્રવ્ય કહેવામાં આવે છે; જેમ કે‘દ્રવ્ય ઉત્પાદવ્યયધ્રૌવ્યસ્વરૂપ છે.’ (૨) બીજું, વસ્તુના સામાન્ય
અંશને પણ દ્રવ્ય કહેવામાં આવે છે; જેમ કે‘દ્રવ્યાર્થિક નય’ અર્થાત્ સામાન્યઅંશગ્રાહી નય.
જ્યાં જે અર્થ ઘટતો હોય ત્યાં તે અર્થ સમજવો.

Page 200 of 513
PDF/HTML Page 231 of 544
single page version

अथ द्रव्यस्योत्पादव्ययध्रौव्याण्येकद्रव्यपर्यायद्वारेण चिन्तयति
परिणमदि सयं दव्वं गुणदो य गुणंतरं सदविसिट्ठं
तम्हा गुणपज्जाया भणिया पुण दव्वमेव त्ति ।।१०४।।
परिणमति स्वयं द्रव्यं गुणतश्च गुणान्तरं सदविशिष्टम्
तस्माद्गुणपर्याया भणिताः पुनः द्रव्यमेवेति ।।१०४।।
एकद्रव्यपर्याया हि गुणपर्यायाः, गुणपर्यायाणामेकद्रव्यत्वात एकद्रव्यत्वं हि
तेषां सहकारफलवत यथा किल सहकारफलं स्वयमेव हरितभावात् पाण्डुभावं परिणम-
त्पूर्वोत्तरप्रवृत्तहरितापाण्डुभावाभ्यामनुभूतात्मसत्ताकं हरितपाण्डुभावाभ्यां सममविशिष्टसत्ताक-
હવે દ્રવ્યનાં ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય એકદ્રવ્યપર્યાય દ્વારા વિચારે છેઃ
અવિશિષ્ટસત્ત્વ સ્વયં દરવ ગુણથી ગુણાંતર પરિણમે,
તેથી વળી દ્રવ્ય જ કહ્યા છે સર્વગુણપર્યાયને.૧૦૪.
અન્વયાર્થઃ[सदविशिष्टं] સત્તા -અપેક્ષાએ અવિશિષ્ટપણે, [द्रव्यं स्वयं] દ્રવ્ય પોતે
[गुणतः च गुणान्तरं] ગુણમાંથી ગુણાંતરે [परिणमति] પરિણમે છે (અર્થાત્ દ્રવ્ય પોતે જ
એક ગુણપર્યાયમાંથી અન્ય ગુણપર્યાયે પરિણમે છે અને તેની સત્તા ગુણપર્યાયોની સત્તા
સાથે અવિશિષ્ટ
અભિન્નએક જ રહે છે), [तस्मात् पुनः] તેથી વળી [गुणपर्यायाः]
ગુણપર્યાયો [द्रव्यम् एव इति भणिताः] દ્રવ્ય જ કહેવામાં આવ્યા છે.
ટીકાઃગુણપર્યાયો એકદ્રવ્યપર્યાયો છે, કારણ કે ગુણપર્યાયોને એકદ્રવ્યપણું છે
(અર્થાત્ ગુણપર્યાયો એક દ્રવ્યના પર્યાયો છે કારણ કે તેઓ એક જ દ્રવ્ય છેભિન્ન ભિન્ન
દ્રવ્યો નથી). તેમનું એક દ્રવ્યપણું આમ્રફળની માફક છે. (તે આ પ્રમાણેઃ) જેમ આમ્રફળ
પોતે જ હરિતભાવમાંથી પીતભાવે પરિણમતું થકું, પહેલાં અને પછી પ્રવર્તતા એવા
હરિતભાવ અને પીતભાવ વડે પોતાની સત્તા અનુભવતું હોવાને લીધે, હરિતભાવ અને
विनाशो नास्ति, ततः कारणाद्द्रव्यपर्याया अपि द्रव्यलक्षणं भवन्तीत्यभिप्रायः ।।१०३।। अथ
द्रव्यस्योत्पादव्ययध्रौव्याणि गुणपर्यायमुख्यत्वेन प्रतिपादयतिपरिणमदि सयं दव्वं परिणमति स्वयं
स्वयमेवोपादानकारणभूतं जीवद्रव्यं कर्तृ कं परिणमति गुणदो य गुणंतरं निरुपरागस्वसंवेदनज्ञान-
૧. હરિતભાવ = લીલો ભાવ; લીલી અવસ્થા; લીલાપણું.
૨. પીતભાવ = પીળો ભાવ; પીળી દશા; પીળાપણું. (પહેલાં કેરીની લીલી અવસ્થા હોય છે, પછી
પીળી થાય છે.)

Page 201 of 513
PDF/HTML Page 232 of 544
single page version

પીતભાવની સાથે અવિશિષ્ટસત્તાવાળું હોવાથી એક જ વસ્તુ છે, અન્ય વસ્તુ નથી; તેમ
દ્રવ્ય પોતે જ પૂર્વ અવસ્થાએ અવસ્થિત ગુણમાંથી ઉત્તર અવસ્થાએ અવસ્થિત ગુણે
પરિણમતું થકું, પૂર્વ અને ઉત્તર અવસ્થાએ અવસ્થિત તે ગુણો વડે પોતાની સત્તા અનુભવતું
હોવાને લીધે, પૂર્વ અને ઉત્તર અવસ્થાએ અવસ્થિત ગુણો સાથે અવિશિષ્ટસત્તાવાળું હોવાથી
એક જ દ્રવ્ય છે, દ્રવ્યાંતર નથી. (કેરીના દ્રષ્ટાંતની જેમ, દ્રવ્ય પોતે જ ગુણના પૂર્વ
પર્યાયમાંથી ઉત્તર પર્યાયે પરિણમતું થકું, પૂર્વ અને ઉત્તર ગુણપર્યાયો વડે પોતાની હયાતી
અનુભવતું હોવાને લીધે, પૂર્વ અને ઉત્તર ગુણપર્યાયો સાથે અભિન્ન હયાતી હોવાથી એક
જ દ્રવ્ય છે, દ્રવ્યાંતર નથી; અર્થાત
્ તે તે ગુણપર્યાયો અને દ્રવ્ય એક જ દ્રવ્યરૂપ છે,
ભિન્નભિન્ન દ્રવ્યો નથી.)
વળી જેમ પીતભાવે ઊપજતું, હરિતભાવથી નષ્ટ થતું અને આમ્રફળપણે ટકતું
હોવાથી, આમ્રફળ એક વસ્તુના પર્યાય દ્વારા ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય છે, તેમ ઉત્તર અવસ્થાએ
અવસ્થિત ગુણે ઊપજતું, પૂર્વ અવસ્થાએ અવસ્થિત ગુણથી નષ્ટ થતું અને દ્રવ્યત્વગુણે ટકતું
હોવાથી, દ્રવ્ય એકદ્રવ્યપર્યાય દ્વારા ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય છે.
ભાવાર્થઃઆના પહેલાંની ગાથામાં દ્રવ્યપર્યાય દ્વારા (અનેકદ્રવ્યપર્યાય દ્વારા)
દ્રવ્યનાં ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય બતાવવામાં આવ્યાં હતાં. આ ગાથામાં ગુણપર્યાય દ્વારા (એકદ્રવ્ય-
પર્યાય દ્વારા) દ્રવ્યનાં ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય બતાવ્યાં છે. ૧૦૪.
तयैकमेव वस्तु, न वस्त्वन्तरं; तथा द्रव्यं स्वयमेव पूर्वावस्थावस्थितगुणादुत्तरावस्थावस्थित-
गुणं परिणमत्पूर्वोत्तरावस्थावस्थितगुणाभ्यां ताभ्यामनुभूतात्मसत्ताकं पूर्वोत्तरावस्थावस्थित-
गुणाभ्यां सममविशिष्टसत्ताकतयैकमेव द्रव्यं, न द्रव्यान्तरम्
यथैव चोत्पद्यमानं पाण्डुभावेन
व्ययमानं हरितभावेनावतिष्ठमानं सहकारफलत्वेनोत्पादव्ययध्रौव्याण्येकवस्तुपर्यायद्वारेण
सहकारफलं, तथैवोत्पद्यमानमुत्तरावस्थावस्थितगुणेन व्ययमानं पूर्वावस्थावस्थितगुणेनावतिष्ठमानं
द्रव्यत्वगुणेनोत्पादव्ययध्रौव्याण्येकद्रव्यपर्यायद्वारेण द्रव्यं भवति
।।१०४।।
गुणात् केवलज्ञानोत्पत्तिबीजभूतात्सकाशात्सकलविमलकेवलज्ञानगुणान्तरम् कथंभूतं सत्परिणमति
सदविसिट्ठं स्वकीयस्वरूपत्वाच्चिद्रूपास्तित्वादविशिष्टमभिन्नम् तम्हा गुणपज्जाया भणिया पुण दव्वमेव त्ति
तस्मात् कारणान्न केवलं पूर्वसूत्रोदिताः द्रव्यपर्यायाः द्रव्यं भवन्ति, गुणरूपपर्याया गुणपर्याया भण्यन्ते
तेऽपि द्रव्यमेव भवन्ति
अथवा संसारिजीवद्रव्यं मतिस्मृत्यादिविभावगुणं त्यक्त्वा श्रुतज्ञानादि-
૧. અવિશિષ્ટસત્તાવાળું = અભિન્ન સત્તાવાળું; એક જ સત્તાવાળું. (કેરીની સત્તા લીલા તથા પીળા ભાવની
સત્તાથી અભિન્ન છે, તેથી કેરી અને લીલો ભાવ તથા પીળો ભાવ એક જ વસ્તુઓ છે, ભિન્ન
વસ્તુઓ નથી.
૨. પૂર્વ અવસ્થાએ અવસ્થિત ગુણ = પહેલાંની અવસ્થામાં રહેલો ગુણ; ગુણનો પૂર્વ પર્યાય; પૂર્વ ગુણપર્યાય.
પ્ર. ૨૬

Page 202 of 513
PDF/HTML Page 233 of 544
single page version

હવે સત્તા અને દ્રવ્ય અર્થાંતરો (ભિન્ન પદાર્થો, અન્ય પદાર્થો) નહિ હોવા વિષે યુક્તિ
રજૂ કરે છેઃ
જો દ્રવ્ય હોય ન સત્, ઠરે જ અસત્, બને ક્યમ દ્રવ્ય એ?
વા ભિન્ન ઠરતું સત્ત્વથી! તેથી સ્વયં તે સત્ત્વ છે.૧૦૫.
અન્વયાર્થઃ[यदि] જો [द्रव्यं] દ્રવ્ય [सत् न भवति] (સ્વરૂપથી જ) સત્ ન હોય
તો(૧) [ध्रुवं असत् भवति] નક્કી તે અસત્ હોય; [तत् कथं द्रव्यं] જે અસત્ હોય તે
દ્રવ્ય કેમ હોઈ શકે? [पुनः वा] અથવા (જો અસત્ ન હોય) તો (૨) [अन्यत् भवति]
તે સત્તાથી અન્ય (જુદું) હોય! (તે પણ કેમ બને?) [तस्मात्] માટે [द्रव्यं स्वयं] દ્રવ્ય પોતે
[सत्ता] સત્તા છે.
ટીકાઃજો દ્રવ્ય સ્વરૂપથી જ સત્ ન હોય, તો બીજી ગતિ એ થાય કે
(૧) તે અસત્ હોય, અથવા (૨) સત્તાથી પૃથક્ હોય. ત્યાં, (૧) જો અસત્ હોય તો,
ધ્રૌવ્યના અસંભવને લીધે પોતે નહિ ટકતું થકું, દ્રવ્ય જ અસ્ત થાય; અને (૨) જો સત્તાથી
अथ सत्ताद्रव्ययोरनर्थान्तरत्वे युक्तिमुपन्यस्यति
ण हवदि जदि सद्दव्वं असद्धुव्वं हवदि तं कधं दव्वं
हवदि पुणो अण्णं वा तम्हा दव्वं सयं सत्ता ।।१०५।।
न भवति यदि सद्द्रव्यमसद्ध्रुवं भवति तत्कथं द्रव्यम्
भवति पुनरन्यद्वा तस्माद्द्रव्यं स्वयं सत्ता ।।१०५।।
यदि हि द्रव्यं स्वरूपत एव सन्न स्यात्तदा द्वितयी गतिः असद्वा भवति, सत्तातः
पृथग्वा भवति तत्रासद्भवद्ध्र्रौव्यस्यासंभवादात्मानमधारयद्द्रव्यमेवास्तं गच्छेत्; सत्तातः
विभावगुणान्तरं परिणमति, पुद्गलद्रव्यं वा पूर्वोक्तशुक्लवर्णादिगुणं त्यक्त्वा रक्तादिगुणान्तरं परिणमति,
हरितगुणं त्यक्त्वा पाण्डुरगुणान्तरमाम्रफलमिवेति भावार्थः
।।१०४।। एवं स्वभावविभावरूपा द्रव्यपर्याया
गुणपर्यायाश्च नयविभागेन द्रव्यलक्षणं भवन्ति इति कथनमुख्यतया गाथाद्वयेन चतुर्थस्थलं गतम् अथ
૧. સત્ = હયાત.
૨. અસત્ = નહિ હયાત એવું
૩. અસ્ત = નષ્ટ. [જે અસત્ હોય તેનું ટકવું --હયાત રહેવું કેવું? માટે દ્રવ્યને અસત્ માનતાં, દ્રવ્યના
અભાવનો પ્રસંગ આવે અર્થાત્ દ્રવ્ય જ સિદ્ધ ન થાય.]

Page 203 of 513
PDF/HTML Page 234 of 544
single page version

પૃથક્ હોય તો સત્તા સિવાય પણ પોતે ટકતું (હયાત રહેતું) થકું, એટલું જ માત્ર જેનું
પ્રયોજન છે એવી સત્તાને જ અસ્ત કરે.
પરંતુ જો દ્રવ્ય સ્વરૂપથી જ સત્ હોય તો(૧) ધ્રૌવ્યના સદ્ભાવને લીધે પોતે
ટકતું થકું, દ્રવ્ય ઉદિત થાય છે (અર્થાત્ સિદ્ધ થાય છે); અને (૨) સત્તાથી અપૃથક્ રહીને
પોતે ટકતું (હયાત રહેતું) થકું, એટલું જ માત્ર જેનું પ્રયોજન છે એવી સત્તાને ઉદિત કરે
છે (અર્થાત્ સિદ્ધ કરે છે).
માટે દ્રવ્ય પોતે જ સત્ત્વ (સત્તા) છે એમ સ્વીકારવું, કારણ કે ભાવ અને
ભાવવાનનું અપૃથક્પણા વડે અનન્યપણું છે. ૧૦૫.
पृथग्भवत् सत्तामन्तरेणात्मानं धारयत्तावन्मात्रप्रयोजनां सत्तामेवास्तं गमयेत स्वरूपतस्तु-
सद्भवद्ध्र्रौव्यस्य संभवादात्मानं धारयद्द्रव्यमुद्गच्छेत्; सत्तातोऽपृथग्भूत्वा चात्मानं धारयत्ता-
वन्मात्रप्रयोजनां सत्तामुद्गमयेत ततः स्वयमेव द्रव्यं सत्त्वेनाभ्युपगन्तव्यं, भावभाव-
वतोरपृथक्त्वेनानन्यत्वात।।१०५।।
सत्ताद्रव्ययोरभेदविषये पुनरपि प्रकारान्तरेण युक्तिं दर्शयतिण हवदि जदि सद्दव्वं परमचैतन्यप्रकाशरूपेण
स्वरूपेण स्वरूपसत्तास्तित्वगुणेन यदि चेत् सन्न भवति किं कर्तृ परमात्मद्रव्यं तदा असद्धुवं होदि
असदविद्यमानं भवति ध्रुवं निश्चितम् अविद्यमानं सत् तं कधं दव्वं तत्परमात्मद्रव्यं कथं भवति, किंतु
नैव स च प्रत्यक्षविरोधः कस्मात् स्वसंवेदनज्ञानेन गम्यमानत्वात् अथाविचारितरमणीयन्यायेन
सत्तागुणाभावेऽप्यस्तीति चेत्, तत्र विचार्यतेयदि केवलज्ञानदर्शनगुणाविनाभूतस्वकीयस्वरूपास्ति-
त्वात्पृथग्भूता तिष्ठति तदा स्वरूपास्तित्वं नास्ति, स्वरूपास्तित्वाभावे द्रव्यमपि नास्ति अथवा
स्वकीयस्वरूपास्तित्वात्संज्ञालक्षणप्रयोजनादिभेदेऽपि प्रदेशरूपेणाभिन्नं तिष्ठति तदा संमतमेव अत्रावसरे
सौगतमतानुसारी कश्चिदाहसिद्धपर्यायसत्तारूपेण शुद्धात्मद्रव्यमुपचारेणास्ति, न च मुख्यवृत्त्येति
परिहारमाहसिद्धपर्यायोपादानकारणभूतपरमात्मद्रव्याभावे सिद्धपर्यायसत्तैव न संभवति, वृक्षाभावे
फलमिव अत्र प्रस्तावे नैयायिकमतानुसारी कश्चिदाहहवदि पुणो अण्णं वा तत्परमात्मद्रव्यं भवति
पुनः किंतु सत्तायाः सकाशादन्यद्भिन्नं भवति पश्चात्सत्तासमवायात्सद्भवति आचार्याः परिहारमाहुः
सत्तासमवायात्पूर्वं द्रव्यं सदसद्वा, यदि सत्तदा सत्तासमवायो वृथा, पूर्वमेवास्तित्वं तिष्ठति; अथासत्तर्हि
૧. સત્તાનું કાર્ય એટલું જ છે કે તે દ્રવ્યને હયાત રાખે. જો દ્રવ્ય સત્તાથી ભિન્ન રહીને પણ હયાત
રહેટકે, તો પછી સત્તાનું પ્રયોજન જ રહેતું નથી અર્થાત્ સત્તાના અભાવનો પ્રસંગ આવે છે.
૨. ભાવવાન = ભાવવાળું. [દ્રવ્ય ભાવવાળું છે અને સત્તા તેનો ભાવ છે. તેઓ અપૃથક્ છે (પૃથક્
નથી) તે અપેક્ષાએ અનન્ય છે (અન્ય નથી). પૃથક્ત્વ અને અન્યત્વનો ભેદ જે અપેક્ષાએ છે
તે અપેક્ષા લઈને તેમના ખાસ (જુદા) અર્થો હવેની ગાથામાં કહેશે તે અર્થો અહીં લાગુ ન પાડવા.
અહીં તો અનન્યપણાને અપૃથક્પણાના અર્થમાં જ સમજવું.]

Page 204 of 513
PDF/HTML Page 235 of 544
single page version

હવે પૃથક્ત્વનું અને અન્યત્વનું લક્ષણ ખુલ્લું કરે છેઃ
જિન વીરનો ઉપદેશ એમપૃથક્ત્વ ભિન્નપ્રદેશતા,
અન્યત્વ જાણ અતત્પણું; નહિ તે -પણે તે એક ક્યાં?૧૦૬.
અન્વયાર્થઃ[प्रविभक्तप्रदेशत्वं] વિભક્તપ્રદેશત્વ તે [पृथक्त्वं] પૃથક્ત્વ છે [इति
हि] એમ [वीरस्य शासनं] વીરનો ઉપદેશ છે. [अतद्भावः] અતદ્ભાવ (અતત્પણું અર્થાત
તે -પણે નહિ હોવું) તે [अन्यत्वं] અન્યત્વ છે. [न तत् भवत्] જે તે -પણે ન હોય [कथं
एकम् भवति] તે એક કેમ હોય? (કથંચિત્ સત્તા દ્રવ્યપણે નથી અને દ્રવ્ય સત્તાપણે નથી
માટે તેઓ એક નથી.)
ટીકાઃવિભક્તપ્રદેશત્વ (ભિન્નપ્રદેશત્વ) પૃથક્ત્વનું લક્ષણ છે. તે તો સત્તા અને
દ્રવ્યને સંભવતું નથી, કારણ કે ગુણ અને ગુણીને વિભક્તપ્રદેશત્વનો અભાવ હોય છે
શુક્લત્વ અને વસ્ત્રની માફક. તે આ પ્રમાણેઃ જેમ જે શુક્લત્વનાગુણનાપ્રદેશો છે તે
अथ पृथक्त्वान्यत्वलक्षणमुन्मुद्रयति
पविभत्तपदेसत्तं पुधत्तमिदि सासणं हि वीरस्स
अण्णत्तमतब्भावो ण तब्भवं होदि कधमेगं ।।१०६।।
प्रविभक्तप्रदेशत्वं पृथक्त्वमिति शासनं हि वीरस्य
अन्यत्वमतद्भावो न तद्भवत् भवति कथमेकम् ।।१०६।।
प्रविभक्तप्रदेशत्वं हि पृथक्त्वस्य लक्षणम् तत्तु सत्ताद्रव्ययोर्न संभाव्यते, गुणगुणिनोः
प्रविभक्तप्रदेशत्वाभावात्, शुक्लोत्तरीयवत तथाहियथा य एव शुक्लस्य गुणस्य प्रदेशास्त
खपुष्पवदविद्यमानद्रव्येण सह कथं सत्ता समवायं करोति, करोतीति चेत्तर्हि खपुष्पेणापि सह सत्ता कर्तृ
समवायं करोतु, न च तथा
तम्हा दव्वं सयं सत्ता तस्मादभेदनयेन शुद्धचैतन्यस्वरूपसत्तैव परमात्मद्रव्यं
भवतीति यथेदं परमात्मद्रव्येण सह शुद्धचेतनासत्ताया अभेदव्याख्यानं कृतं तथा सर्वेषां
चेतनाचेतनद्रव्याणां स्वकीयस्वकीयसत्तया सहाभेदव्याख्यानं कर्तव्यमित्यभिप्रायः ।।१०५।।
अथ पृथक्त्वलक्षणं किमन्यत्वलक्षणं च किमिति पृष्टे प्रत्युत्तरं ददातिपविभत्तपदेसत्तं
पुधत्तं पृथक्त्वं भवति पृथक्त्वाभिधानो भेदो भवति किंविशिष्टम् प्रकर्षेण विभक्तप्रदेशत्वं
भिन्नप्रदेशत्वम् किंवत् दण्डदण्डिवत् इत्थंभूतं पृथक्त्वं शुद्धात्मद्रव्यशुद्धसत्तागुणयोर्न घटते

Page 205 of 513
PDF/HTML Page 236 of 544
single page version

જ વસ્ત્રનાગુણીનાછે તેથી તેમને પ્રદેશવિભાગ (પ્રદેશભેદ) નથી, તેમ જે સત્તાના
ગુણનાપ્રદેશો છે તે જ દ્રવ્યનાગુણીનાછે તેથી તેમને પ્રદેશવિભાગ નથી.
આમ હોવા છતાં તેમને (સત્તા અને દ્રવ્યને) અન્યત્વ છે, કારણ કે (તેમને)
અન્યત્વના લક્ષણનો સદ્ભાવ છે. અતદ્ભાવ અન્યત્વનું લક્ષણ છે. તે તો સત્તા અને
દ્રવ્યને છે જ, કારણ કે ગુણ અને ગુણીને તદ્ભાવનો અભાવ હોય છેશુક્લત્વ અને
વસ્ત્રની માફક. તે આ પ્રમાણેઃ જેવી રીતે એક ચક્ષુ -ઇન્દ્રિયના વિષયમાં આવતો, બીજી
બધી ઇન્દ્રિયોના સમૂહને ગોચર નહિ થતો એવો જે શુક્લત્વગુણ છે તે સમસ્તઇન્દ્રિય-
સમૂહને ગોચર થતું એવું વસ્ત્ર નથી, તથા જે સમસ્તઇન્દ્રિયસમૂહને ગોચર થતું એવું વસ્ત્ર
છે તે એક ચક્ષુ -ઇન્દ્રિયના વિષયમાં આવતો, બીજી બધી ઇન્દ્રિયોના સમૂહને ગોચર નહિ
થતો એવો શુક્લત્વગુણ નથી, તેથી તેમને તદ્ભાવનો અભાવ છે; તેવી રીતે
કોઈના
एवोत्तरीयस्य गुणिन इति तयोर्न प्रदेशविभागः, तथा य एव सत्ताया गुणस्य प्रदेशास्त एव
द्रव्यस्य गुणिन इति तयोर्न प्रदेशविभागः
एवमपि तयोरन्यत्वमस्ति तल्लक्षणसद्भावात
अतद्भावो ह्यन्यत्वस्य लक्षणं, तत्तु सत्ताद्रव्ययोर्विद्यत एव, गुणगुणिनोस्तद्भावस्याभावात्,
शुक्लोत्तरीयवदेव तथाहियथा यः किलैकचक्षुरिन्द्रियविषयमापद्यमानः समस्तेतरेन्द्रिय-
ग्रामगोचरमतिक्रान्तः शुक्लो गुणो भवति, न खलु तदखिलेन्द्रियग्रामगोचरीभूतमुत्तरीयं भवति,
यच्च किलाखिलेन्द्रियग्रामगोचरीभूतमुत्तरीयं भवति, न खलु स एकचक्षुरिन्द्रियविषयमापद्यमानः
समस्तेतरेन्द्रियग्रामगोचरमतिक्रान्तः शुक्लो गुणो भवतीति तयोस्तद्भावस्याभावः
तथा या
कस्माद्धेतोः भिन्नप्रदेशाभावात् क योरिव शुक्लवस्त्रशुक्लगुणयोरिव इदि सासणं हि वीरस्स इति
शासनमुपदेश आज्ञेति कस्य वीरस्य वीराभिधानान्तिमतीर्थंकरपरमदेवस्य अण्णत्तं तथापि
प्रदेशाभेदेऽपि मुक्तात्मद्रव्यशुद्धसत्तागुणयोरन्यत्वं भिन्नत्वं भवति कथंभूतम् अतब्भावो अतद्भावरूपं
संज्ञालक्षणप्रयोजनादिभेदस्वभावम् यथा प्रदेशरूपेणाभेदस्तथा संज्ञादिलक्षणरूपेणाप्यभेदो भवतु, को
दोष इति चेत् नैवम् ण तब्भवं होदि तन्मुक्तात्मद्रव्यं शुद्धात्मसत्तागुणेन सह प्रदेशाभेदेऽपि
૧. અતદ્ભાવ = (કથંચિત્) ‘તે’ નહિ હોવું તે; (કથંચિત્) તે -પણે નહિ હોવું તે; (કથંચિત્)
અતત્પણું. [દ્રવ્ય (કથંચિત્) સત્તાપણે નથી અને સત્તા (કથંચિત્) દ્રવ્યપણે નથી માટે તેમને
અતદ્ભાવ છે.]
૨. તદ્ભાવ = ‘તે’ હોવું તે; તે -પણે હોવું તે; તે -પણું; તત્પણું.
૩. સત્તા દ્રવ્યના આશ્રયે રહે છે. દ્રવ્યને કોઈનો આશ્રય નથી. [જેમ વાસણમાં ઘી રહે છે તેમ દ્રવ્યમાં
સત્તા રહેતી નથી (કારણ કે વાસણને અને ઘીને તો પ્રદેશભેદ છે); પરંતુ જેમ કેરીમાં વર્ણ, ગંધ
વગેરે છે તેમ દ્રવ્યમાં સત્તા છે.]

Page 206 of 513
PDF/HTML Page 237 of 544
single page version

किलाश्रित्य वर्तिनी निर्गुणैकगुणसमुदिता विशेषणं विधायिका वृत्तिस्वरूपा च सत्ता भवति,
न खलु तदनाश्रित्य वर्ति गुणवदनेकगुणसमुदितं विशेष्यं विधीयमानं वृत्तिमत्स्वरूपं च द्रव्यं
भवति; यत्तु किलानाश्रित्य वर्ति गुणवदनेकगुणसमुदितं विशेष्यं विधीयमानं वृत्तिमत्स्वरूपं च
द्रव्यं भवति, न खलु साश्रित्य वर्तिनी निर्गुणैकगुणसमुदिता विशेषणं विधायिका वृत्तिस्वरूपा
च सत्ता भवतीति तयोस्तद्भावस्याभावः
अत एव च सत्ताद्रव्ययोः कथंचिदनर्थान्तरत्वेऽपि
આશ્રયે રહેતી, નિર્ગુણ, એક ગુણની બનેલી, વિશેષણ, વિધાયક (-રચનારી) અને
વૃત્તિસ્વરૂપ એવી જે સત્તા છે તે કોઈના આશ્રય વિના રહેતું, ગુણવાળું, અનેક ગુણોનું
બનેલું, વિશેષ્ય, વિધીયમાન (-રચાનારું) અને વૃત્તિમાનસ્વરૂપ એવું દ્રવ્ય નથી, તથા
જે કોઈના આશ્રય વિના રહેતું, ગુણવાળું, અનેક ગુણોનું બનેલું, વિશેષ્ય, વિધીયમાન અને
વૃત્તિમાનસ્વરૂપ એવું દ્રવ્ય છે તે કોઈના આશ્રયે રહેતી, નિર્ગુણ, એક ગુણની બનેલી,
વિશેષણ, વિધાયક અને વૃત્તિસ્વરૂપ એવી સત્તા નથી, તેથી તેમને તદ્ભાવનો અભાવ
છે. આમ હોવાથી જ, જોકે સત્તા અને દ્રવ્યને કંથચિત
્ અનર્થાંતરપણું (-અભિન્ન-
પદાર્થપણું, અનન્યપદાર્થપણું) છે તોપણ, તેમને સર્વથા એકત્વ હશે એમ શંકા ન કરવી;
संज्ञादिरूपेण तन्मयं न भवति कधमेगं तन्मयत्वं हि किलैकत्वलक्षणं संज्ञादिरूपेण तन्मयत्वाभावे
कथमेकत्वं, किंतु नानात्वमेव यथेदं मुक्तात्मद्रव्ये प्रदेशाभेदेऽपि संज्ञादिरूपेण नानात्वं कथितं तथैव
૧. નિર્ગુણ = ગુણ વિનાની. [સત્તા નિર્ગુણ છે, દ્રવ્ય ગુણવાળું છે. જેમ કેરી વર્ણગુણવાળી, ગંધગુણવાળી,
સ્પર્શગુણવાળી વગેરે છે, પરંતુ વર્ણગુણ કોઈ ગંધગુણવાળો, સ્પર્શગુણવાળો કે અન્ય કોઈ ગુણવાળો નથી
(કારણ કે વર્ણ કાંઈ સૂંઘાતો કે સ્પર્શાતો નથી); વળી જેમ આત્મા જ્ઞાનગુણવાળો, વીર્યગુણવાળો વગેરે
છે, પરંતુ જ્ઞાનગુણ કાંઈ વીર્યગુણવાળો કે અન્ય કોઈ ગુણવાળો નથી; તેમ દ્રવ્ય અનંત ગુણોવાળું છે,
પરંતુ સત્તા ગુણવાળી નથી. (અહીં, જેમ દંડી દંડવાળો છે, તેમ દ્રવ્યને ગુણવાળું ન સમજવું; કારણ કે
દંડી અને દંડને તો પ્રદેશભેદ છે, દ્રવ્ય ને ગુણ તો અભિન્નપ્રદેશી છે.)]
૨. વિશેષણ = ખાસિયત; લક્ષણ; ભેદક ધર્મ.
૩. વિધાયક = વિધાન કરનાર; રચનાર.
૪. વૃત્તિ = વર્તવું તે; હોવું તે; હયાતી; ઉત્પાદવ્યયધ્રૌવ્ય.
૫. વિશેષ્ય = ખાસિયતોનો ધરનાર પદાર્થ; લક્ષ્ય; ભેદ્ય પદાર્થ
ધર્મી. [જેમ ગળપણ, સફેદપણું, સુંવાળપ
વગેરે સાકરનાં વિશેષણો છે અને સાકર તે વિશેષણોથી વિશેષિત થતો (તે તે ખાસિયતોથી ઓળખાતો,
તે તે ભેદોથી ભેદાતો) પદાર્થ છે, વળી જેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય વગેરે આત્માનાં વિશેષણો છે
અને આત્મા તે વિશેષણોથી વિશેષિત થતો (ઓળખાતો, લક્ષિત થતો, ભેદાતો) પદાર્થ છે, તેમ સત્તા
વિશેષણ છે અને દ્રવ્ય વિશેષ્ય છે. (વિશેષ્ય અને વિશેષણોને પ્રદેશભેદ નથી એ ખ્યાલ ન ચૂકવો.)]
૬. વિધીયમાન = રચાનારું; જે રચાતું હોય તે. (સત્તા વગેરે ગુણો દ્રવ્યના રચનારા છે અને દ્રવ્ય તેમનાથી
રચાતો પદાર્થ છે.)
૭. વૃત્તિમાન = વૃત્તિવાળું; હયાતીવાળું; હયાત રહેનાર. (સત્તા વૃત્તિસ્વરૂપ અર્થાત્ હયાતીસ્વરૂપ છે અને
દ્રવ્ય હયાત રહેનારસ્વરૂપ છે.)

Page 207 of 513
PDF/HTML Page 238 of 544
single page version

सर्वथैकत्वं न शङ्कनीयं; तद्भावो ह्येकत्वस्य लक्षणम् यत्तु न तद्भवद्विभाव्यते तत्कथमेकं
स्यात अपि तु गुणगुणिरूपेणानेकमेवेत्यर्थः ।।१०६।।
अथातद्भावमुदाहृत्य प्रथयति
सद्दव्वं सच्च गुणो सच्चेव य पज्जओ त्ति वित्थारो
जो खलु तस्स अभावो सो तदभावो अतब्भावो ।।१०७।।
કારણ કે તદ્ભાવ એકત્વનું લક્ષણ છે. જે ‘તે’-પણે જણાતું નથી તે (સર્વથા) એક કેમ
હોય? નથી જ; પરંતુ ગુણ -ગુણીરૂપે અનેક જ છે એમ અર્થ છે.
ભાવાર્થઃભિન્નપ્રદેશત્વ તે પૃથક્પણાનું લક્ષણ છે અને અતદ્ભાવ તે અન્ય-
પણાનું લક્ષણ છે. દ્રવ્યને અન ગુણને પૃથક્પણું નથી છતાં અન્યપણું છે.
પ્રશ્નઃજેઓ અપૃથક્ હોય તેમનામાં અન્યપણું કેમ હોઇ શકે?
ઉત્તરઃવસ્ત્ર અને સફેદપણાની માફક તેમનામાં અન્યપણું હોઈ શકે છે. વસ્ત્રના
અને તેના સફેદપણાના પ્રદેશો જુદા નથી તેથી તેમને પૃથક્પણું તો નથી. આમ હોવા છતાં
સફેદપણું તો માત્ર આંખથી જ જણાય છે, જીભ, નાક વગેરે બાકીની ચાર ઇન્દ્રિયોથી જણાતું
નથી, અને વસ્ત્ર તો પાંચે ઇન્દ્રિયોથી જણાય છે. માટે (કથંચિત
્) વસ્ત્ર તે સફેદપણું નથી
અને સફેદપણું તે વસ્ત્ર નથી. જો એમ ન હોય તો વસ્ત્રની માફક સફેદપણું પણ જીભ,
નાક વગેરે સર્વ ઇન્દ્રિયોથી જણાવું જોઈએ; પણ એમ તો બનતું નથી. માટે વસ્ત્ર અને
સફેદપણાને અપૃથક્પણું હોવા છતાં અન્યપણું છે એમ સિદ્ધ થાય છે.
એ જ પ્રમાણે દ્રવ્યને અને સત્તાદિગુણોને અપૃથક્ત્વ હોવા છતાં અન્યત્વ છે; કારણ
કે દ્રવ્યના અને ગુણના પ્રદેશો અભિન્ન હોવા છતાં દ્રવ્યમાં અને ગુણમાં સંજ્ઞાસંખ્યા
લક્ષણાદિ ભેદ હોવાથી (કથંચિત) દ્રવ્ય તે ગુણપણે નથી અને ગુણ તે દ્રવ્યપણે નથી. ૧૦૬.
હવે અતદ્ભાવને ઉદાહરણપૂર્વક વિસ્તારે છેઃ
‘સત્ દ્રવ્ય’, ‘સત્ પર્યાય,’ ‘સત્ ગુણ’સત્ત્વનો વિસ્તાર છે;
નથી તે -પણે અન્યોન્ય તેહ અતત્પણું જ્ઞાતવ્ય છે.૧૦૭.
सर्वद्रव्याणां स्वकीयस्वकीयस्वरूपास्तित्वगुणेन सह ज्ञातव्यमित्यर्थः ।।१०६।। अथातद्भावं विशेषेण
विस्तार्य कथयतिसद्दव्वं सच्च गुणो सच्चेव य पज्जओ त्ति वित्थारो सद्द्रव्यं संश्च गुणः संश्चैव
पर्याय इति सत्तागुणस्य द्रव्यगुणपर्यायेषु विस्तारः
तथाहियथा मुक्ताफलहारे सत्तागुण-

Page 208 of 513
PDF/HTML Page 239 of 544
single page version

सद्द्रव्यं संश्च गुणः संश्चैव च पर्याय इति विस्तारः
यः खलु तस्याभावः स तदभावोऽतद्भावः ।।१०७।।
यथा खल्वेकं मुक्ताफलस्रग्दाम हार इति सूत्रमिति मुक्ताफलमिति त्रेधा विस्तार्यते,
तथैकं द्रव्यं द्रव्यमिति गुण इति पर्याय इति त्रेधा विस्तार्यते यथा चैकस्य
मुक्ताफलस्रग्दाम्नः शुक्लो गुणः शुक्लो हारः शुक्लं सूत्रं शुक्लं मुक्ताफलमिति त्रेधा
विस्तार्यते, तथैकस्य द्रव्यस्य सत्तागुणः सद्द्रव्यं सद्गुणः सत्पर्याय इति त्रेधा विस्तार्यते
यथा चैकस्मिन् मुक्ताफलस्रग्दाम्नि यः शुक्लो गुणः स न हारो न सूत्रं न मुक्ताफलं
यश्च हारः सूत्रं मुक्ताफलं वा स न शुक्लो गुण इतीतरेतरस्य यस्तस्याभावः स तदभाव-
लक्षणोऽतद्भावोऽन्यत्वनिबन्धनभूतः, तथैकस्मिन् द्रव्ये यः सत्तागुणस्तन्न द्रव्यं नान्यो गुणो
અન્વયાર્થઃ[सत् द्रव्यं] ‘સત્ દ્રવ્ય’ [सत् च गुणः] ‘સત્ ગુણ’ [च] અને [सत
च एव पर्यायः] ‘સત્ પર્યાય’ [इति] એમ [विस्तारः] (સત્તાગુણનો) વિસ્તાર છે. [यः
खलु] (તેમને પરસ્પર) જે [तस्य अभावः] ‘તેનો અભાવ’ અર્થાત્ ‘તે -પણે હોવાનો અભાવ’
છે [सः] તે [तदभावः] ‘તદ્ -અભાવ’ [अतद्भावः] એટલે કે ‘અતદ્ભાવ’ છે.
ટીકાઃજેમ એક *મૌક્તિકમાળા, ‘હાર’ તરીકે, ‘દોરા’ તરીકે, અને ‘મોતી’
તરીકેએમ ત્રિધા (ત્રણ પ્રકારે) વિસ્તારવામાં આવે છે, તેમ એક દ્રવ્ય, ‘દ્રવ્ય’ તરીકે,
‘ગુણ’ તરીકે અને ‘પર્યાય’ તરીકેએમ ત્રિધા વિસ્તારવામાં આવે છે.
વળી જેમ એક મૌક્તિકમાળાનો શુક્લત્વગુણ, ‘શુક્લ હાર,’ ‘શુક્લ દોરો’ અને
‘શુક્લ મોતી’એમ ત્રિધા વિસ્તારવામાં આવે છે, તેમ એક દ્રવ્યનો સત્તાગુણ, ‘સત
દ્રવ્ય’, ‘સત્ ગુણ’ અને ‘સત્ પર્યાય’એમ ત્રિધા વિસ્તારવામાં આવે છે.
વળી જેવી રીતે એક મૌક્તિકમાળામાં જે શુક્લત્વગુણ છે તે હાર નથી, દોરો
નથી કે મોતી નથી, અને જે હાર, દોરો કે મોતી છે તે શુક્લત્વગુણ નથીએમ
એકબીજાને જે ‘તેનો અભાવ’ અર્થાત્ ‘તે -પણે હોવાનો અભાવ’ છે તે ‘તદ્ -અભાવ’
લક્ષણ ‘અતદ્ભાવ’ છે કે જે (અતદ્ભાવ) અન્યત્વનું કારણ છે; તેવી રીતે એક દ્રવ્યમાં
स्थानीयो योऽसौ शुक्लगुणः स प्रदेशाभेदेन किं किं भण्यते शुक्लो हार इति शुक्लं सूत्रमिति
शुक्लं मुक्ताफलमिति भण्यते, यश्च हारः सूत्रं मुक्ताफलं वा तैस्त्रिभिः प्रदेशाभेदेन शुक्लो गुणो
भण्यत इति तद्भावस्य लक्षणमिदम्
तद्भावस्येति कोऽर्थः हारसूत्रमुक्ताफलानां शुक्लगुणेन सह
तन्मयत्वं प्रदेशाभिन्नत्वमिति तथा मुक्तात्मपदार्थे योऽसौ शुद्धसत्तागुणः स प्रदेशाभेदेन किं किं
भण्यते सत्तालक्षणः परमात्मपदार्थ इति सत्तालक्षणः केवलज्ञानादिगुण इति सत्तालक्षणः सिद्धपर्याय
*મૌક્તિકમાળા = મોતીની માળા; મોતીનો હાર.

Page 209 of 513
PDF/HTML Page 240 of 544
single page version

न पर्यायो यच्च द्रव्यमन्यो गुणः पर्यायो वा स न सत्तागुण इतीतरेतरस्य यस्तस्याभावः
स तदभावलक्षणोऽतद्भावोऽन्यत्वनिबन्धनभूतः
।।१०७।।
જે સત્તાગુણ છે તે દ્રવ્ય નથી, અન્ય ગુણ નથી કે પર્યાય નથી, અને જે દ્રવ્ય, અન્ય
ગુણ કે પર્યાય છે તે સત્તાગુણ નથીએમ એકબીજાને જે ‘તેનો અભાવ’ અર્થાત
‘તે -પણે હોવાનો અભાવ છે’ તે ‘તદ્અભાવ’લક્ષણ ‘અતદ્ભાવ’ છે કે જે અન્યત્વનું
કારણ છે.
ભાવાર્થઃએક આત્માને વિસ્તારકથનમાં ‘આત્મદ્રવ્ય’ તરીકે, ‘જ્ઞાનાદિગુણ’
તરીકે અને ‘સિદ્ધત્વાદિપર્યાય’ તરીકેએમ ત્રણ પ્રકારે વર્ણવવામાં આવે છે. એ જ પ્રમાણે
સર્વ દ્રવ્યો વિષે સમજવું.
વળી એક આત્માના હયાતીગુણને ‘હયાત આત્મદ્રવ્ય,’ ‘હયાત જ્ઞાનાદિગુણ’ અને
‘હયાત સિદ્ધત્વાદિપર્યાય’એમ ત્રણ પ્રકારે વિસ્તારવામાં આવે છે. એ જ પ્રમાણે સર્વ દ્રવ્યો
વિષે સમજવું.
વળી એક આત્માનો જે હયાતીગુણ છે તે આત્મદ્રવ્ય નથી, (હયાતીગુણ સિવાયનો)
જ્ઞાનાદિગુણ નથી કે સિદ્ધત્વાદિપર્યાય નથી, અને જે આત્મદ્રવ્ય છે, (હયાતી સિવાયનો)
જ્ઞાનાદિગુણ છે કે સિદ્ધત્વાદિપર્યાય છે તે હયાતીગુણ નથી
એમ પરસ્પર તેમને અતદ્ભાવ
છે કે જે અતદ્ભાવને લીધે તેમને અન્યત્વ છે. આ જ પ્રમાણે સર્વ દ્રવ્યો વિષે સમજવું.
इति भण्यते यश्च परमात्मपदार्थः केवलज्ञानादिगुणः सिद्धत्वपर्याय इति तैश्च त्रिभिः (प्रदेशाभेदेन ?)
शुद्धसत्तागुणो भण्यत इति तद्भावस्य लक्षणमिदम् तद्भावस्येति कोऽर्थः परमात्मपदार्थ-
केवलज्ञानादिगुणसिद्धत्वपर्यायाणां शुद्धसत्तागुणेन सह संज्ञादिभेदेऽपि प्रदेशैस्तन्मयत्वमिति जो खलु
तस्स अभावो यस्तस्य पूर्वोक्तलक्षणतद्भावस्य खलु स्फु टं संज्ञादिभेदविवक्षायामभावः सो तदभावो
पूर्वोक्तलक्षणस्तदभावो भण्यते स च तदभावः किं भण्यते अतब्भावो न तद्भावस्तन्मयत्वम् किंच
अतद्भावः संज्ञालक्षणप्रयोजनादिभेदः इत्यर्थः तद्यथायथा मुक्ताफलहारे योऽसौ शुक्लगुणस्तद्वाचके न
शुक्लमित्यक्षरद्वयेन हारो वाच्यो न भवति सूत्रं वा मुक्ताफलं वा, हारसूत्रमुक्ताफलशब्दैश्च शुक्लगुणो
वाच्यो न भवति
एवं परस्परं प्रदेशाभेदेऽपि योऽसौ संज्ञादिभेदः स तस्य पूर्वोक्त लक्षण-
तद्भावस्याभावस्तदभावो भण्यते स च तदभावः पुनरपि किं भण्यते अतद्भावः संज्ञा-
लक्षणप्रयोजनादिभेद इति तथा मुक्तजीवे योऽसौ शुद्धसत्तागुणस्तद्वाचकेन सत्ताशब्देन मुक्तजीवो
૧. અન્ય ગુણ = સત્તા સિવાયનો બીજો કોઈ પણ ગુણ
૨. તદ્ -અભાવ = તેનો અભાવ.
[ तद् -अभावः ===== तस्य अभावः।]
[તદ્ -અભાવ અતદ્ભાવનું લક્ષણ (અથવા સ્વરૂપ) છે. અતદ્ભાવ અન્યત્વનું કારણ છે.]
પ્ર. ૨૭