Page 250 of 513
PDF/HTML Page 281 of 544
single page version
परद्रव्यपरिणतिर्न जातु जायते । परमाणुरिव भावितैकत्वश्च परेण नो संपृच्यते । ततः परद्रव्यासंपृक्तत्वात्सुविशुद्धो भवति । कर्तृकरणक र्मकर्मफलानि चात्मत्वेन भावयन् पर्यायैर्न संकीर्यते; ततः पर्यायासंकीर्णत्वाच्च सुविशुद्धो भवतीति ।।१२६।।
लुण्टाक उत्कटविवेकविविक्ततत्त्वः ।।७।।
सूत्रेण पञ्चमस्थलं गतम् । इति सामान्यज्ञेयाधिकारमध्ये स्थलपञ्चकेन भेदभावना गता । इत्युक्त- प्रकारेण ‘तम्हा तस्स णमाइं’ इत्यादिपञ्चत्रिंशत्सूत्रैः सामान्यज्ञेयाधिकारव्याख्यानं समाप्तम् । इत ऊर्ध्वमेकोनविंशतिगाथाभिर्जीवाजीवद्रव्यादिविवरणरूपेण विशेषज्ञेयव्याख्यानं करोति । तत्राष्टस्थलानि भवन्ति । तेष्वादौ जीवाजीवत्वकथनेन प्रथमगाथा, लोकालोकत्वकथनेन द्वितीया, सक्रियनिःक्रियत्व- નથી; અને, પરમાણુની માફક (અર્થાત્ જેમ એકત્વભાવે પરિણમનાર પરમાણુ પર સાથે સંગ પામતો નથી તેમ), એકત્વને ભાવનાર પુરુષ પર સાથે ૧સંપૃક્ત થતો નથી; તેથી પરદ્રવ્ય સાથે અસંપૃક્તપણાને લીધે તે સુવિશુદ્ધ હોય છે. વળી, કર્તા, કરણ, કર્મ અને કર્મફળને ૨આત્માપણે ભાવતો થકો તે પુરુષ પર્યાયોથી સંકીર્ણ ( – ખંડિત) થતો નથી; અને તેથી પર્યાયો વડે સંકીર્ણ નહિ થવાને લીધે સુવિશુદ્ધ હોય છે. ૧૨૬.
[હવે શ્લોક દ્વારા આ જ આશયને વ્યક્ત કરતાં શુદ્ધનયનો મહિમા કરવામાં આવે છેઃ] [અર્થઃ — ] જેણે અન્ય દ્રવ્યથી ભિન્નતા દ્વારા આત્માને એક બાજુ ખસેડ્યો છે (અર્થાત્ પરદ્રવ્યોથી અલગ દર્શાવ્યો છે) તથા જેણે સમસ્ત વિશેષોના સમૂહને સામાન્યની અંદર મગ્ન કર્યો છે (અર્થાત્ સમસ્ત પર્યાયોને દ્રવ્યની અંદર ડૂબી ગયેલા દર્શાવ્યા છે) — એવો જે આ, ઉદ્ધત મોહની લક્ષ્મીને ( – ૠદ્ધિને, શોભાને) લૂંટી લેનારો શુદ્ધનય, તેણે ઉત્કટ વિવેક વડે તત્ત્વને (આત્મસ્વરૂપને) ૩વિવિક્ત કર્યું છે.
[હવે શુદ્ધનય વડે શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરનાર આત્માનો મહિમા શ્લોક દ્વારા કરી, દ્રવ્યસામાન્યના વર્ણનની પૂર્ણાહુતિ કરવામાં આવે છેઃ] +વસંતતિલકા છંદ ૧. સંપૃક્ત = સંપર્કવાળો; સંબંધવાળો; સંગવાળો. ૨. સમ્યગ્દ્રષ્ટિ જીવ ભેદોને નહિ ભાવતાં અભેદ આત્માને જ ભાવે છે — અનુભવે છે. ૩. વિવિક્ત = શુદ્ધ; એકલું; અલગ.
Page 251 of 513
PDF/HTML Page 282 of 544
single page version
स्थास्यत्युद्यत्सहजमहिमा सर्वदा मुक्त एव ।।८।।
इति प्रवचनसारवृत्तौ तत्त्वदीपिकायां श्रीमदमृतचंद्रसूरिविरचितायां ज्ञेयतत्त्वप्रज्ञापने द्रव्यसामान्यप्रज्ञापनं समाप्तम् ।। व्याख्यानेन तृतीया चेति । ‘दव्वं जीवमजीवं’ इत्यादिगाथात्रयेण प्रथमस्थलम् । तदनन्तरं ज्ञानादि- विशेषगुणानां स्वरूपकथनेन ‘लिंगेहिं जेहिं’ इत्यादिगाथाद्वयेन द्वितीयस्थलम् । अथानन्तरं स्वकीय- स्वकीयविशेषगुणोपलक्षितद्रव्याणां निर्णयार्थं ‘वण्णरस’ इत्यादिगाथात्रयेण तृतीयस्थलम् । अथ पञ्चास्तिकायकथनमुख्यत्वेन ‘जीवा पोग्गलकाया’ इत्यादिगाथाद्वयेन चतुर्थस्थलम् । अतः परं द्रव्याणां लोकाकाशमाधार इति कथनेन प्रथमा, यदेवाकाशद्रव्यस्य प्रदेशलक्षणं तदेव शेषाणामिति कथनरूपेण द्वितीया चेति ‘लोगालोगेसु’ इत्यादिसूत्रद्वयेन पञ्चमस्थलम् । तदनन्तरं कालद्रव्यस्याप्रदेशत्वस्थापनरूपेण प्रथमा, समयरूपः पर्यायकालः कालाणुरूपो द्रव्यकाल इति कथनरूपेण द्वितीया चेति ‘समओ दु अप्पदेसो’ इत्यादिगाथाद्वयेन षष्ठस्थलम् । अथ प्रदेशलक्षणकथनेन प्रथमा, तिर्यक्प्रचयोर्ध्वप्रचयस्वरूप-
[અર્થઃ — ] એ રીતે પરપરિણતિના ઉચ્છેદ દ્વારા (અર્થાત્ પરદ્રવ્યરૂપ પરિણમનના નાશ દ્વારા) તેમ જ કર્તા, કર્મ વગેરે ભેદો હોવાની જે ભ્રાંતિ તેના પણ નાશ દ્વારા આખરે જેણે શુદ્ધ આત્મતત્ત્વને ઉપલબ્ધ કર્યું છે — એવો આ આત્મા, ચૈતન્યમાત્રરૂપ વિશદ (નિર્મળ) તેજમાં લીન રહ્યો થકો, પોતાના સહજ (સ્વાભાવિક) મહિમાના પ્રકાશમાનપણે સર્વદા મુક્ત જ રહેશે.
૧પરિજ્ઞાનનો પ્રારંભ કરવામાં આવે છે.
આમ (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસાર શાસ્ત્રની શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત તત્ત્વદીપિકા નામની ટીકામાં જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપનને વિષે દ્રવ્યસામાન્યપ્રજ્ઞાપન સમાપ્ત થયું. *મંદાક્રાંતા છંદ +અનુષ્ટુપ છંદ ૧. પરિજ્ઞાન = પૂરું જ્ઞાન; વિસ્તારપૂર્વક જ્ઞાન.
Page 252 of 513
PDF/HTML Page 283 of 544
single page version
इह हि द्रव्यमेकत्वनिबन्धनभूतं द्रव्यत्वसामान्यमनुज्झदेव तदधिरूढविशेषलक्षण- सद्भावादन्योन्यव्यवच्छेदेन जीवाजीवत्वविशेषमुपढौकते । तत्र जीवस्यात्मद्रव्यमेवैका व्यक्तिः । अजीवस्य पुनः पुद्गलद्रव्यं धर्मद्रव्यमधर्मद्रव्यं कालद्रव्यमाकाशद्रव्यं चेति पञ्च व्यक्तयः । कथनेन द्वितीया चेति ‘आगासमणुणिविट्ठं’ इत्यादिसूत्रद्वयेन सप्तमस्थलम् । तदनन्तरं कालाणुरूपद्रव्यकाल- स्थापनरूपेण ‘उप्पादो पद्धंसो’ इत्यादिगाथात्रयेणाष्टमस्थलमिति विशेषज्ञेयाधिकारे समुदायपातनिका । तद्यथा — अथ जीवाजीवलक्षणमावेदयति — दव्वं जीवमजीवं द्रव्यं जीवाजीवलक्षणं भवति । जीवो पुण चेदणो जीवः पुनश्चेतनः स्वतःसिद्धया बहिरङ्गकारणनिरपेक्षया बहिरन्तश्च प्रकाशमानया नित्यरूपया निश्चयेन परमशुद्धचेतनया, व्यवहारेण पुनरशुद्धचेतनया च युक्तत्वाच्चेतनो भवति । पुनरपि किंविशिष्टः ।
હવે દ્રવ્યવિશેષનું પ્રજ્ઞાપન કરે છે (અર્થાત્ દ્રવ્યવિશેષોને – દ્રવ્યના ભેદોને – જણાવે છે). તેમાં (પ્રથમ), દ્રવ્યના જીવ -અજીવપણારૂપ વિશેષને નક્કી કરે છે (અર્થાત્ દ્રવ્યના, જીવ ને અજીવ એવા બે ભેદો દર્શાવે છે)ઃ —
અન્વયાર્થઃ — [द्रव्यं] દ્રવ્ય [जीवः अजीवः] જીવ અને અજીવ છે. [पुनः] ત્યાં, [चेतनोपयोगमयः] ચેતના -ઉપયોગમય (ચેતનામય તથા ઉપયોગમય) તે [जीवः] જીવ છે [च] અને [पुद्गलद्रव्यप्रमुखः अचेतनः] પુદ્ગલદ્રવ્યાદિક અચેતન દ્રવ્યો તે [अजीवः भवति] અજીવ છે.
ટીકાઃ — અહીં (આ વિશ્વમાં) દ્રવ્ય, એકત્વના કારણભૂત દ્રવ્યત્વસામાન્યને છોડ્યા વિના જ, તેમાં રહેલાં વિશેષલક્ષણોના સદ્ભાવને લીધે એકબીજાથી જુદાં પાડવામાં આવતાં જીવપણારૂપ અને અજીવપણારૂપ વિશેષને પામે છે. ત્યાં જીવનો, આત્મદ્રવ્ય જ એક ભેદ છે; અને અજીવના, પુદ્ગલદ્રવ્ય, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, કાળદ્રવ્ય તથા આકાશદ્રવ્ય — એ પાંચ
Page 253 of 513
PDF/HTML Page 284 of 544
single page version
विशेषलक्षणं जीवस्य चेतनोपयोगमयत्वं; अजीवस्य पुनरचेतनत्वम् । तत्र यत्र स्वधर्मव्यापक- त्वात्स्वरूपत्वेन द्योतमानयानपायिन्या भगवत्या संवित्तिरूपया चेतनया, तत्परिणामलक्षणेन द्रव्यवृत्तिरूपेणोपयोगेन च निर्वृत्तत्वमवतीर्णं प्रतिभाति स जीवः । यत्र पुनरुपयोगसहचरिताया यथोदितलक्षणायाश्चेतनाया अभावाद्बहिरन्तश्चाचेतनत्वमवतीर्णं प्रतिभाति सोऽजीवः ।।१२७।।
उवओगमओ उपयोगमयः अखण्डैकप्रतिभासमयेन सर्वविशुद्धेन केवलज्ञानदर्शनलक्षणेनार्थग्रहणव्यापार- रूपेण निश्चयनयेनेत्थंभूतशुद्धोपयोगेन, व्यवहारेण पुनर्मतिज्ञानाद्यशुद्धोपयोगेन च निर्वृत्तत्वान्निष्पन्न- त्वादुपयोगमयः । पोग्गलदव्वप्पमुहं अचेदणं हवदि अज्जीवं पुद्गलद्रव्यप्रमुखमचेतनं भवत्यजीवद्रव्यं; पुद्गलधर्माधर्माकाशकालसंज्ञं द्रव्यपञ्चकं पूर्वोक्तलक्षणचेतनाया उपयोगस्य चाभावादजीवमचेतनं ભેદ છે. જીવનું વિશેષલક્ષણ ચેતના -ઉપયોગમયપણું (ચેતનામયપણું તથા ઉપયોગમયપણું) છે; અને અજીવનું (વિશેષલક્ષણ) અચેતનપણું છે. ત્યાં, (જીવના) સ્વધર્મોમાં વ્યાપનારી હોવાથી (જીવના) સ્વરૂપપણે પ્રકાશતી, અવિનાશિની, ભગવતી, સંવેદનરૂપ ચેતના વડે તથા ચેતનાપરિણામલક્ષણ, *દ્રવ્યપરિણતિરૂપ ઉપયોગ વડે નિષ્પન્નપણું ( – રચાયેલાપણું, બનેલાપણું) જેમાં ઊતરેલું પ્રતિભાસે છે, તે જીવ છે; અને જેમાં ઉપયોગની સાથે રહેનારી, +યથોક્ત લક્ષણવાળી ચેતનાનો અભાવ હોવાથી બહાર તેમ જ અંદર અચેતનપણું ઊતરેલું પ્રતિભાસે છે, તે અજીવ છે.
ભાવાર્થઃ — દ્રવ્યપણારૂપ સામાન્યની અપેક્ષાએ દ્રવ્યોમાં એકપણું છે તોપણ વિશેષલક્ષણોની અપેક્ષાએ તેમના જીવ ને અજીવ એવા બે ભેદ છે. જે (દ્રવ્ય) ભગવતી ચેતના વડે અને ચેતનાના પરિણામસ્વરૂપ ઉપયોગ વડે રચાયેલ છે તે જીવ છે, અને જે (દ્રવ્ય) ચેતના રહિત હોવાથી અચેતન છે તે અજીવ છે. જીવનો એક જ ભેદ છે; અજીવના પાંચ ભેદ છે. આ બધાંનો વિસ્તાર આગળ આવશે. ૧૨૭.
Page 254 of 513
PDF/HTML Page 285 of 544
single page version
अस्ति हि द्रव्यस्य लोकालोकत्वेन विशेषविशिष्टत्वं स्वलक्षणसद्भावात् । स्वलक्षणं हि लोकस्य षड्द्रव्यसमवायात्मकत्वं, अलोकस्य पुनः केवलाकाशात्मकत्वम् । तत्र सर्वद्रव्य- व्यापिनि परममहत्याकाशे यत्र यावति जीवपुद्गलौ गतिस्थितिधर्माणौ गतिस्थिती आस्कन्दत- स्तद्गतिस्थितिनिबन्धनभूतौ च धर्माऽधर्मावभिव्याप्यावस्थितौ, सर्वद्रव्यवर्तनानिमित्तभूतश्च कालो नित्यदुर्ललितस्तत्तावदाकाशं शेषाण्यशेषाणि द्रव्याणि चेत्यमीषां समवाय आत्मत्वेन भवतीत्यर्थः ।।१२७।। अथ लोकालोकरूपेण पदार्थस्य द्वैविध्यमाख्याति — पोग्गलजीवणिबद्धो अणु- स्कन्धभेदभिन्नाः पुद्गलास्तावत्तथैवामूर्तत्वातीन्द्रियज्ञानमयत्वनिर्विकारपरमानन्दैकसुखमयत्वादिलक्षणा जीवाश्चेत्थंभूतजीवपुद्गलैर्निबद्धः संबद्धो भृतः पुद्गलजीवनिबद्धः । धम्माधम्मत्थिकायकालड्ढो धर्मा- धर्मास्तिकायौ च कालश्च धर्माधर्मास्तिकायकालास्तैराढयो भृतो धर्माधर्मास्तिकायकालाढयः । जो यः एतेषां पञ्चानामित्थंभूतसमुदायो राशिः समूहः । वट्टदि वर्तते । कस्मिन् । आगासे अनन्ता- नन्ताकाशद्रव्यस्य मध्यवर्तिनि लोकाकाशे । सो लोगो स पूर्वोक्तपञ्चानां समुदायस्तदाधारभूतं लोकाकाशं चेति षड्द्रव्यसमूहो लोको भवति । क्व । सव्वकाले दु सर्वकाले तु । तद्बहिर्भूतमनन्तानन्ताकाशमलोक इत्यभिप्रायः ।।१२८।। अथ द्रव्याणां सक्रियनिःक्रियत्वेन भेदं दर्शयतीत्येका पातनिका, द्वितीया तु जीवपुद्गलयोरर्थव्यञ्जनपर्यायौ द्वौ शेषद्रव्याणां तु
અન્વયાર્થઃ — [आकाशे] આકાશમાં [यः] જે ભાગ [पुद्गलजीवनिबद्धः] જીવ ને પુદ્ગલથી સંયુક્ત [धर्माधर्मास्तिकायकालाढयः वर्तते] તથા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય ને કાળથી સમૃદ્ધ છે, [सः] તે [सर्वकाले तु] સર્વ કાળે [लोक :] લોક છે. (બાકીનું એકલું આકાશ તે અલોક છે.)
ટીકાઃ — ખરેખર દ્રવ્ય લોકપણે તથા અલોકપણે વિશેષવાળું (ભેદવાળું) છે, કારણ કે નિજ નિજ (ભિન્ન) લક્ષણોનો સદ્ભાવ છે. લોકનું સ્વલક્ષણ ષટ્દ્રવ્યસમવાયાત્મકપણું ( – છ દ્રવ્યોના સમુદાયસ્વરૂપપણું) છે અને અલોકનું સ્વલક્ષણ કેવળ -આકાશાત્મકપણું ( – એકલા આકાશસ્વરૂપપણું) છે. ત્યાં, સર્વ દ્રવ્યોમાં વ્યાપનારા પરમ મહાન આકાશને વિષે જ્યાં જેટલામાં ગતિસ્થિતિ ધર્મવાળાં જીવ તથા પુદ્ગલ ગતિ -સ્થિતિ પામે છે, (જ્યાં જેટલામાં) તેમને ગતિ -સ્થિતિના નિમિત્તભૂત ધર્મ તથા અધર્મ વ્યાપીને રહેલાં છે અને (જ્યાં જેટલામાં) સર્વ દ્રવ્યોને વર્તનાના નિમિત્તભૂત કાળ સદા વર્ત્યા કરે છે, તે તેટલું આકાશ તથા બાકીનાં અશેષ (સમસ્ત) દ્રવ્યો — આટલાંનો સમુદાય જેનું *સ્વ -પણે સ્વલક્ષણ છે, * સ્વ -પણે = પોતાપણે; સ્વરૂપપણે. (ષટ્દ્રવ્યસમુદાય તે જ લોક છે અર્થાત્ તે જ લોકનું સ્વ -પણું — પોતાપણું — સ્વરૂપ છે; તેથી લોકના સ્વ -પણે – પોતાપણે – સ્વરૂપપણે ષટ્દ્રવ્યસમુદાય લોકનું સ્વલક્ષણ છે.)
Page 255 of 513
PDF/HTML Page 286 of 544
single page version
स्वलक्षणं यस्य स लोकः । यत्र यावति पुनराकाशे जीवपुद्गलयोर्गतिस्थिती न संभवतो, धर्माधर्मौ नावस्थितौ, न कालो दुर्ललितस्तावत्केवलमाकाशमात्मत्वेन स्वलक्षणं यस्य सोऽलोकः ।।१२८।।
તથા અધર્મ રહેલાં નથી અને કાળ વર્તતો નથી, તેટલું કેવળ આકાશ જેનું સ્વ -પણે સ્વલક્ષણ
છે, તે અલોક છે. ૧૨૮.
હવે ‘ક્રિયા’રૂપ અને ‘ભાવ’રૂપ એવા જે દ્રવ્યના ભાવો તેમની અપેક્ષાએ દ્રવ્યનો વિશેષ ( – ભેદ) નક્કી કરે છેઃ —
અન્વયાર્થઃ — [पुद्गलजीवात्मकस्य लोकस्य] પુદ્ગલ -જીવાત્મક લોકને [परिणामात्] પરિણામ દ્વારા અને [संघातात् वा भेदात्] *સંઘાત વા +ભેદ દ્વારા [उत्पादस्थितिभंगाः] ઉત્પાદ, ધ્રૌવ્ય ને વિનાશ [जायन्ते] થાય છે. *સંઘાત = ભેગા મળવું તે; એકઠા થવું તે; મિલન. +ભેદ = છૂટા પડવું તે; વિખૂટા થવું તે.
Page 256 of 513
PDF/HTML Page 287 of 544
single page version
क्रियाभाववत्त्वेन केवलभाववत्त्वेन च द्रव्यस्यास्ति विशेषः । तत्र भाववन्तौ क्रियावन्तौ च पुद्गलजीवौ, परिणामाद्भेदसंघाताभ्यां चोत्पद्यमानावतिष्ठमानभज्यमानत्वात् । शेषद्रव्याणि तु भाववन्त्येव, परिणामादेवोत्पद्यमानावतिष्ठमानभज्यमानत्वादिति निश्चयः । तत्र परिणाम- मात्रलक्षणो भावः, परिस्पन्दनलक्षणा क्रिया । तत्र सर्वाण्यपि द्रव्याणि परिणामस्वभावत्वात् परिणामेनोपात्तान्वयव्यतिरेकाण्यवतिष्ठमानोत्पद्यमानभज्यमानानि भाववन्ति भवन्ति । पुद्गलास्तु परिस्पन्दस्वभावत्वात्परिस्पन्देन भिन्नाः संघातेन, संहताः पुनर्भेदेनोत्पद्यमानाव- तिष्ठमानभज्यमानाः क्रियावन्तश्च भवन्ति । तथा जीवा अपि परिस्पन्दस्वभावत्वात्परिस्पन्देन प्रतिसमयपरिणतिरूपा अर्थपर्याया भण्यन्ते । यदा जीवोऽनेन शरीरेण सह भेदं वियोगं त्यागं कृत्वा भवान्तरशरीरेण सह संघातं मेलापकं करोति तदा विभावव्यञ्जनपर्यायो भवति, तस्मादेव भवान्तरसंक्रमणात्सक्रियत्वं भण्यते । पुद्गलानां तथैव विवक्षितस्कन्धविघटनात्सक्रियत्वेन स्कन्धान्तर- संयोगे सति विभावव्यञ्जनपर्यायो भवति । मुक्तजीवानां तु निश्चयरत्नत्रयलक्षणेन परमकारणसमय- सारसंज्ञेन निश्चयमोक्षमार्गबलेनायोगिचरमसमये नखकेशान्विहाय परमौदारिकशरीरस्य विलीयमान- रूपेण विनाशे सति केवलज्ञानाद्यनन्तचतुष्टयव्यक्तिलक्षणेन परमकार्यसमयसाररूपेण स्वभावव्यञ्जन- पर्यायेण कृत्वा योऽसावुत्पादः स भेदादेव भवति, न संघातात् । कस्मादिति चेत् शरीरान्तरेण सह
ટીકાઃ — કોઈ દ્રવ્યો ‘ભાવ’ તેમ જ ‘ક્રિયા’વાળાં હોવાથી અને કોઈ દ્રવ્યો કેવળ ‘ભાવ’વાળાં હોવાથી તે અપેક્ષાએ દ્રવ્યનો વિશેષ (અર્થાત્ ભેદ) છે. ત્યાં, પુદ્ગલ તથા જીવ (૧) ભાવવાળાં તેમ જ (૨) ક્રિયાવાળાં છે, કારણ કે (૧) પરિણામ દ્વારા તેમ જ (૨) સંઘાત ને ભેદ દ્વારા તેઓ ઊપજે છે, ટકે છે અને નષ્ટ થાય છે. બાકીનાં દ્રવ્યો તો ભાવવાળાં જ છે, કારણ કે પરિણામ દ્વારા જ તેઓ ઊપજે છે, ટકે છે અને નષ્ટ થાય છે. — આમ નિશ્ચય (અર્થાત્ નક્કી) છે.
તેમાં, ‘ભાવ’નું લક્ષણ પરિણામમાત્ર છે; ‘ક્રિયા’નું લક્ષણ પરિસ્પંદ ( – કંપન) છે. ત્યાં, સઘળાંય દ્રવ્યો ભાવવાળાં છે, કારણ કે પરિણામસ્વભાવવાળાં હોવાને લીધે પરિણામ વડે *અન્વય અને વ્યતિરેકોને પામતાં થકાં તેઓ ઊપજે છે, ટકે છે ને નષ્ટ થાય છે. પુદ્ગલો તો (ભાવવાળાં હોવા ઉપરાંત) ક્રિયાવાળાં પણ હોય છે, કારણ કે પરિસ્પંદસ્વભાવવાળાં હોવાને લીધે પરિસ્પંદ વડે +છૂટાં પુદ્ગલો ભેગાં મળતાં હોવાથી અને ભેગાં મેળલાં પુદ્ગલો પાછાં છૂટાં પડતાં હોવાથી (તે અપેક્ષાએ) તેઓ ઊપજે છે, ટકે છે ને નષ્ટ થાય છે. તથા જીવો પણ (ભાવવાળા હોવા ઉપરાંત) ક્રિયાવાળા પણ હોય છે, *અન્વય ટકવાપણું દર્શાવે છે અને વ્યતિરેકો ઊપજવાપણું તથા નષ્ટ થવાપણું દર્શાવે છે. +છૂટાં પુદ્ગલો કંપન વડે ભેગાં મળે છે. ત્યાં, છૂટાપણે તેઓ નષ્ટ થયાં, પુદ્ગલપણે ટક્યાં ને ભેગાપણે ઊપજ્યાં.
Page 257 of 513
PDF/HTML Page 288 of 544
single page version
नूतनकर्मनोकर्मपुद्गलेभ्यो भिन्नास्तैः सह संघातेन, संहताः पुनर्भेदेनोत्पद्यमानाव- तिष्ठमानभज्यमानाः क्रियावन्तश्च भवन्ति ।।१२९।।
भूतेन हवदि विण्णादं विशेषेण ज्ञातं भवति । किं कर्मतापन्नम् । दव्वं द्रव्यम् । कथंभूतम् । जीवमजीवं च
ભિન્ન જીવો તેમની સાથે ભેગા થતા હોવાથી અને ૧કર્મ -નોકર્મરૂપ પુદ્ગલો સાથે ભેગા
થાય છે. ૧૨૯.
હવે, ગુણવિશેષથી દ્રવ્યવિશેષ છે (અર્થાત્ ગુણોના ભેદથી દ્રવ્યોનો ભેદ છે) એમ જણાવે છેઃ —
અન્વયાર્થઃ — [यैः लिडगैः] જે લિંગો વડે [द्रव्यं] દ્રવ્ય [जीवः अजीवः च] જીવ અને અજીવ તરીકે [विज्ञातं भवति] જણાય છે, [ते] તે [अतद्भावविशिष्टाः] અતદ્ભાવવિશિષ્ટ ( – દ્રવ્યથી અતદ્ભાવ વડે ભિન્ન એવા) [मूर्तामूर्ताः] મૂર્ત -અમૂર્ત [गुणाः] ગુણો [ज्ञेयाः] જાણવા. ૧. જ્ઞાનાવરણાદિ કર્મરૂપ અને શરીરાદિ નોકર્મરૂપ પુદ્ગલો સાથે ભેગો થયેલો જીવ કંપન વડે પાછો
છૂટો પડે છે. ત્યાં, (તે પુદ્ગલો સાથે) ભેગાપણે તે નષ્ટ થયો, જીવપણે તે ટક્યો ને (તેમનાથી) છૂટાપણે તે ઊપજ્યો. પ્ર. ૩૩
Page 258 of 513
PDF/HTML Page 289 of 544
single page version
द्रव्यमाश्रित्य परानाश्रयत्वेन वर्तमानैर्लिङ्गयते गम्यते द्रव्यमेतैरिति लिङ्गानि गुणाः । ते च यद्द्रव्यं भवति न तद्गुणा भवन्ति, ये गुणा भवन्ति ते न द्रव्यं भवतीति द्रव्यादतद्भावेन विशिष्टाः सन्तो लिङ्गलिङ्गिप्रसिद्धौ तल्लिङ्गत्वमुपढौकन्ते । अथ ते द्रव्यस्य जीवोऽयम- जीवोऽयमित्यादिविशेषमुत्पादयन्ति, स्वयमपि तद्भावविशिष्टत्वेनोपात्तविशेषत्वात् । यतो हि यस्य यस्य द्रव्यस्य यो यः स्वभावस्तस्य तस्य तेन तेन विशिष्टत्वात्तेषामस्ति विशेषः । अत एव च मूर्तानाममूर्तानां च द्रव्याणां मूर्तत्वेनामूर्तत्वेन च तद्भावेन विशिष्टत्वादिमे मूर्ता गुणा इमे अमूर्ता इति तेषां विशेषो निश्चेयः ।।१३०।।
अथ मूर्तामूर्तगुणानां लक्षणसंबन्धमाख्याति — ज्ञातव्याः । ते च कथंभूताः । अतब्भावविसिट्ठा अतद्भावविशिष्टाः । तद्यथा – शुद्धजीवद्रव्ये ये केवलज्ञानादिगुणास्तेषां शुद्धजीवप्रदेशैः सह यदेकत्वमभिन्नत्वं तन्मयत्वं स तद्भावो भण्यते, तेषामेव गुणानां तैः प्रदेशैः सह यदा संज्ञालक्षणप्रयोजनादिभेदः क्रियते तदा पुनरतद्भावो भण्यते, तेनातद्भावेन संज्ञादिभेदरूपेण स्वकीयस्वकीयद्रव्येण सह विशिष्टा भिन्ना इति, द्वितीयव्याख्यानेन पुनः स्वकीय- द्रव्येण सह तद्भावेन तन्मयत्वेनान्यद्रव्याद्विशिष्टा भिन्ना इत्यभिप्रायः । एवं गुणभेदेन द्रव्यभेदो
ટીકાઃ — દ્રવ્યનો આશ્રય કરીને અને પરનો આશ્રય કર્યા વિના વર્તતાં હોવાથી જેમના વડે દ્રવ્ય ‘લિંગિત’ (-પ્રાપ્ત) થાય છે – ઓળખી શકાય છે, એવાં લિંગો ગુણો છે. તેઓ (ગુણો), ‘જે દ્રવ્ય છે તે ગુણો નથી, જે ગુણો છે તે દ્રવ્ય નથી’ — તે અપેક્ષાએ દ્રવ્યથી ૧અતદ્ભાવ વડે વિશિષ્ટ (-ભિન્ન) વર્તતા થકા, લિંગ અને ૨લિંગી તરીકેની પ્રસિદ્ધિ (ખ્યાતિ, ઓળખાણ) વખતે દ્રવ્યના લિંગપણાને પામે છે. હવે, તેઓ દ્રવ્યમાં ‘આ જીવ છે, આ અજીવ છે’ એવો વિશેષ (-ભેદ) ઉત્પન્ન કરે છે, કારણ કે પોતે પણ ૩તદ્ભાવ વડે ૪વિશિષ્ટ હોવાથી વિશેષને પ્રાપ્ત છે. જે જે દ્રવ્યનો જે જે સ્વભાવ હોય તેનું તેનું તે તે વડે વિશિષ્ટપણું હોવાને લીધે તેમનામાં વિશેષ (અર્થાત્ ભેદ) છે, તેથી જ વળી મૂર્ત અને અમૂર્ત દ્રવ્યોનું મૂર્તત્વ -અમૂર્તત્વરૂપ તદ્ભાવ વડે વિશિષ્ટપણું હોવાને લીધે ‘આ મૂર્ત ગુણો છે, આ અમૂર્ત ગુણો છે’ એમ તેમનામાં વિશેષ (-ભેદ) નક્કી કરવાયોગ્ય છે. ૧૩૦.
હવે મૂર્ત અને અમૂર્ત ગુણોનાં લક્ષણ તથા સંબંધ (અર્થાત્ તેમને કયાં દ્રવ્યો સાથે સંબંધ છે તે) કહે છેઃ — ૧. અતદ્ભાવ = (કથંચિત્) તે -પણે નહિ હોવું તે. ૨. લિંગી = લિંગવાળું. (ખાસ ગુણ તે લિંગ – ચિહ્ન – લક્ષણ છે અને લિંગી તે દ્રવ્ય છે.) ૩. તદ્ભાવ = તે -પણું; તે -પણે હોવું તે; સ્વરૂપ. ૪. વિશિષ્ટ = વિશેષતાવાળું; ખાસ; ભિન્ન.
Page 259 of 513
PDF/HTML Page 290 of 544
single page version
मूर्तानां गुणानामिन्द्रियग्राह्यत्वं लक्षणम् । अमूर्तानां तदेव विपर्यस्तम् । ते च मूर्ताः पुद्गलद्रव्यस्य, तस्यैवैकस्य मूर्तत्वात् । अमूर्ताः शेषद्रव्याणां, पुद्गलादन्येषां सर्वेषामप्य- मूर्तत्वात् ।।१३१।।
ज्ञातव्यः ।।१३०।। अथ मूर्तामूर्तगुणानां लक्षणं संबन्धं च निरूपयति — मुत्ता इंदियगेज्झा मूर्ता गुणा इन्द्रियग्राह्या भवन्ति, अमूर्ताः पुनरिन्द्रियविषया न भवन्ति इति मूर्तामूर्तगुणानामिन्द्रियानिन्द्रयविषयत्वं लक्षणमुक्तम् । इदानीं मूर्तगुणाः कस्य संबन्धिनो भवन्तीति संबन्धं कथयति । पोग्गलदव्वप्पगा अणेगविधा मूर्तगुणाः पुद्गलद्रव्यात्मका अनेकविधा भवन्ति; पुद्गलद्रव्यसंबन्धिनो भवन्तीत्यर्थः । अमूर्तगुणानां
અન્વયાર્થઃ — [इन्द्रियग्राह्याः मूर्ताः] ઇન્દ્રિયગ્રાહ્ય એવા મૂર્ત ગુણો [पुद्गलद्रव्यात्मकाः] પુદ્ગલદ્રવ્યાત્મક [अनेकविधाः] અનેકવિધ છે; [अमूर्तानां द्रव्याणां] અમૂર્ત દ્રવ્યોના [गुणाः] ગુણો [अमूर्ताः ज्ञातव्याः] અમૂર્ત જાણવા.
ટીકાઃ — મૂર્ત ગુણોનું લક્ષણ ઇન્દ્રિયગ્રાહ્યપણું છે; અમૂર્ત ગુણોનું લક્ષણ તેનાથી વિપરીત છે (અર્થાત્ અમૂર્ત ગુણો ઇન્દ્રિયોથી જણાતા નથી). વળી મૂર્ત ગુણો પુદ્ગલદ્રવ્યના છે, કારણ કે તે જ (પુદ્ગલ જ) એક મૂર્ત છે; અમૂર્ત ગુણો બાકીનાં દ્રવ્યોના છે, કારણ કે પુદ્ગલ સિવાય બાકીનાં બધાંય દ્રવ્યો અમૂર્ત છે. ૧૩૧.
Page 260 of 513
PDF/HTML Page 291 of 544
single page version
इन्द्रियग्राह्याः किल स्पर्शरसगन्धवर्णास्तद्विषयत्वात् । ते चेन्द्रियग्राह्यत्वव्यक्तिशक्ति- वशात् गृह्यमाणा अगृह्यमाणाश्च आ -एकद्रव्यात्मकसूक्ष्मपर्यायात्परमाणोः आ -अनेक- द्रव्यात्मकस्थूलपर्यायात्पृथिवीस्कन्धाच्च सकलस्यापि पुद्गलस्याविशेषेण विशेषगुणत्वेन विद्यन्ते । ते च मूर्तत्वादेव शेषद्रव्याणामसंभवन्तः पुद्गलमधिगमयन्ति । शब्दस्यापीन्द्रियग्राह्यत्वाद्गुणत्वं न खल्वाशङ्कनीयं, तस्य वैचित्र्यप्रपञ्चितवैश्वरूपस्याप्यनेकद्रव्यात्मकपुद्गलपर्यायत्वेनाभ्युप- संबन्धं प्रतिपादयति । दव्वाणममुत्ताणं विशुद्धज्ञानदर्शनस्वभावं यत्परमात्मद्रव्यं तत्प्रभृतीनाममूर्तद्रव्याणां संबन्धिनो भवन्ति । ते के । गुणा अमुत्ता अमूर्ताः गुणाः, केवलज्ञानादय इत्यर्थः । इति मूर्तामूर्तगुणानां लक्षणसंबन्धौ ज्ञातव्यौ ।।१३१।। एवं ज्ञानादिविशेषगुणभेदेन द्रव्यभेदो भवतीति कथनरूपेण द्वितीय- स्थले गाथाद्वयं गतम् । अथ मूर्तपुद्गलद्रव्यस्य गुणानावेदयति — वण्णरसगंधफासा विज्जंते पोग्गलस्स वर्णरसगन्धस्पर्शा विद्यन्ते । कस्य । पुद्गलस्य । कथंभूतस्य । सुहुमादो पुढवीपरियंतस्स य ‘‘पुढवी जलं च छाया चउरिंदियविसयकम्मपरमाणू । छव्विहभेयं भणियं पोग्गलदव्वं जिणवरेहिं’’ ।। इति
અન્વયાર્થઃ — [वर्णरसगंधस्पर्शाः] વર્ણ, રસ, ગંધ ને સ્પર્શ ( – એ ગુણો) [सूक्ष्मात्] સૂક્ષ્મથી માંડીને [पृथिवीपर्यन्तस्य च] પૃથ્વી પર્યંતના [पुद्गलस्य] (સર્વ) પુદ્ગલને [विद्यन्ते] હોય છે; [चित्रः शब्दः] જે વિવિધ પ્રકારનો શબ્દ [सः] તે [पुद्गलः] પુદ્ગલ અર્થાત્ પૌદ્ગલિક પર્યાય છે.
ટીકાઃ — સ્પર્શ, રસ, ગંધ ને વર્ણ ઇન્દ્રિયગ્રાહ્ય છે, કારણ કે તેઓ ઇન્દ્રિયોના વિષયો છે. તેઓ ઇન્દ્રિયગ્રાહ્યપણાની ૧વ્યક્તિ અને શક્તિને વશે ઇન્દ્રિયો વડે ભલે ગ્રહાતા હોય કે ન ગ્રહાતા હોય તોપણ તેઓ એકદ્રવ્યાત્મક સૂક્ષ્મપર્યાયરૂપ પરમાણુથી માંડીને અનેકદ્રવ્યાત્મક સ્થૂલપર્યાયરૂપ પૃથ્વીસ્કંધ સુધીના સર્વ પુદ્ગલને અવિશેષપણે વિશેષ ગુણો તરીકે હોય છે; અને તેઓ મૂર્ત હોવાને લીધે (પુદ્ગલ સિવાયનાં) બાકીનાં દ્રવ્યોને નહિ વર્તતા હોવાથી પુદ્ગલને જણાવે છે.
શબ્દ પણ ઇન્દ્રિયગ્રાહ્ય હોવાથી ગુણ હશે એમ શંકા ન કરવી, કારણ કે તે ( શબ્દ) *વિચિત્રતા વડે વિશ્વરૂપપણું (અનેકાનેકપ્રકારપણું) દર્શાવતો હોવા છતાં તેને અનેકદ્રવ્યાત્મક પુદ્ગલપર્યાય તરીકે સ્વીકારવામાં આવે છે. ૧. પરમાણુ, કાર્મણવર્ગણા વગેરેમાં ઇન્દ્રિયગ્રાહ્યપણું વ્યક્ત નથી તોપણ શક્તિરૂપે અવશ્ય હોય છે;
તેથી જ ઘણા પરમાણુઓ સ્કંધરૂપે થઈ સ્થૂલપણું ધારણ કરતાં ઇંદ્રિયો વડે જણાય છે. *વિચિત્રતા = વિવિધતા. (શબ્દ ભાષાત્મક, અભાષાત્મક, પ્રાયોગિક, વૈશ્રસિક – એમ વિવિધ છે.)
Page 261 of 513
PDF/HTML Page 292 of 544
single page version
गम्यमानत्वात् । गुणत्वे वा, न तावदमूर्तद्रव्यगुणः शब्दः, गुणगुणिनोरविभक्तप्रदेशत्वेनैकवेदन- वेद्यत्वादमूर्तद्रव्यस्यापि श्रवणेन्द्रियविषयत्वापत्तेः । पर्यायलक्षणेनोत्खातगुणलक्षणत्वान्मूर्तद्रव्य- गुणोऽपि न भवति । पर्यायलक्षणं हि कादाचित्कत्वं गुणलक्षणं तु नित्यत्वम् । ततः कादाचित्कत्वोत्खातनित्यत्वस्य न शब्दस्यास्ति गुणत्वम् । यत्तु तत्र नित्यत्वं तत्तदारम्भक- पुद्गलानां तद्गुणानां च स्पर्शादीनामेव, न शब्दपर्यायस्येति दृढतरं ग्राह्यम् । न च पुद्गल- गाथाकथितक्रमेण परमाणुलक्षणसूक्ष्मस्वरूपादेः पृथ्वीस्कन्धलक्षणस्थूलस्वरूपपर्यन्तस्य च । तथाहि — यथानन्तज्ञानादिचतुष्टयं विशेषलक्षणभूतं यथासंभवं सर्वजीवेषु साधारणं तथा वर्णादिचतुष्टयं विशेष- लक्षणभूतं यथासंभवं सर्वपुद्गलेषु साधारणम् । यथैव चानन्तज्ञानादिचतुष्टयं मुक्तजीवेऽतीन्द्रियज्ञान- विषयमनुमानगम्यमागमगम्यं च, तथा शुद्धपरमाणुद्रव्ये वर्णादिचतुष्टयमप्यतीन्द्रियज्ञानविषयमनुमान- गम्यमागमगम्यं च । यथा वानन्तचतुष्टयस्य संसारिजीवे रागादिस्नेहनिमित्तेन कर्मबन्धवशादशुद्धत्वं भवति तथा वर्णादिचतुष्टयस्यापि स्निग्धरूक्षगुणनिमित्तेन द्वि -अणुकादिबन्धावस्थायामशुद्धत्वम् । यथा वानन्तज्ञानादिचतुष्टयस्य रागादिस्नेहरहितशुद्धात्मध्यानेन शुद्धत्वं भवति तथा वर्णादिचतुष्टयस्यापि स्निग्धगुणाभावे बन्धनेऽसति परमाणुपुद्गलावस्थायां शुद्धत्वमिति । सद्दो सो पोग्गलो यस्तु शब्दः स
[શબ્દને (પર્યાય નહિ માનતાં) ગુણ માનવામાં આવે તો તે કઈ રીતે યોગ્ય નથી તેનું સમાધાનઃ — ]
પ્રથમ તો, શબ્દ અમૂર્ત દ્રવ્યનો ગુણ નથી કેમ કે ગુણ -ગુણીને અભિન્ન પ્રદેશપણું હોવાને લીધે તેઓ (ગુણ -ગુણી) ૧એક વેદનથી વેદ્ય હોવાથી અમૂર્ત દ્રવ્યને પણ શ્રવણેંદ્રિયના વિષયભૂતપણું આવી પડે.
(બીજું, શબ્દમાં) પર્યાયના લક્ષણ વડે ગુણનું લક્ષણ ઉત્થાપિત થતું હોવાથી શબ્દ મૂર્ત દ્રવ્યનો ગુણ પણ નથી. પર્યાયનું લક્ષણ કાદાચિત્કપણું (અનિત્યપણું) છે અને ગુણનું લક્ષણ નિત્યપણું છે; માટે (શબ્દમાં) કાદાચિત્કપણા વડે નિત્યપણું ઉત્થાપિત થતું હોવાથી (અર્થાત્ શબ્દ કોઇક વાર જ થતો હોવાથી અને નિત્ય નહિ હોવાથી) શબ્દ તે ગુણ નથી. જે ત્યાં નિત્યપણું છે તે તેને (શબ્દને) ઉત્પન્ન કરનારાં પુદ્ગલોનું અને તેમના સ્પર્શાદિક ગુણોનું જ છે, શબ્દપર્યાયનું નહિ — એમ અતિ દ્રઢપણે ગ્રહણ કરવું. ૧. એક વેદનથી વેદ્ય = એક જ્ઞાનથી જણાવાયોગ્ય. (નૈયાયિકો શબ્દને આકાશનો ગુણ માને છે પણ
તે જ ઇન્દ્રિયથી ગુણી પણ જણાવો જોઈએ. શબ્દ કર્ણેન્દ્રિયથી જણાય છે માટે આકાશ પણ કર્ણેન્દ્રિયથી
જણાવું જોઇએ. પણ આકાશ તો કોઇ ઇન્દ્રિયથી જણાતું નથી. માટે શબ્દ આકાશ વગેરે અમૂર્તિક
દ્રવ્યોનો ગુણ નથી.)
Page 262 of 513
PDF/HTML Page 293 of 544
single page version
पर्यायत्वे शब्दस्य पृथिवीस्कन्धस्येव स्पर्शनादीन्द्रियविषयत्वम्; अपां घ्राणेन्द्रियाविषयत्वात्, ज्योतिषो घ्राणरसनेन्द्रियाविषयत्वात्, मरुतो घ्राणरसनचक्षुरिन्द्रियाविषयत्वाच्च । न चागन्धा- गन्धरसागन्धरसवर्णाः एवमप्ज्योतिर्मारुतः, सर्वपुद्गलानां स्पर्शादिचतुष्कोपेतत्वाभ्युपगमात्; व्यक्तस्पर्शादिचतुष्कानां च चन्द्रकान्तारणियवानामारम्भकैरेव पुद्गलैरव्यक्तगन्धाव्यक्तगन्धरसा- व्यक्तगन्धरसवर्णानामप्ज्योतिरुदरमरुतामारम्भदर्शनात् । न च क्वचित्कस्यचित् गुणस्य व्यक्ता- पौद्गलः । यथा जीवस्य नरनारकादिविभावपर्यायाः तथायं शब्दः पुद्गलस्य विभावपर्यायो, न च गुणः । कस्मात् । गुणस्याविनश्वरत्वात्, अयं च विनश्वरो । नैयायिकमतानुसारी कश्चिद्वदत्याकाश- गुणोऽयं शब्दः । परिहारमाह – आकाशगुणत्वे सत्यमूर्तो भवति । अमूर्तश्च श्रवणेन्द्रियविषयो न भवति, दृश्यते च श्रवणेन्द्रियविषयत्वम् । शेषेन्द्रियविषयः कस्मान्न भवतीति चेत् —
વળી ‘જો શબ્દ પુદ્ગલનો પર્યાય હોય તો પૃથ્વીસ્કંધની જેમ તે સ્પર્શનાદિક ઇન્દ્રિયોનો વિષય હોવો જોઈએ અર્થાત્ જેમ પૃથ્વીસ્કંધરૂપ પુદ્ગલપર્યાય સર્વ ઇન્દ્રિયોથી જણાય છે તેમ શબ્દરૂપ પુદ્ગલપર્યાય પણ સર્વ ઇન્દ્રિયોથી જણાવો જોઈએ’ (એમ તર્ક કરવામાં આવે તો) એમ પણ નથી; કારણ કે પાણી (પુદ્ગલપર્યાય હોવા છતાં) ઘ્રાણેંદ્રિયનો વિષય નથી, અગ્નિ (પુદ્ગલપર્યાય હોવા છતાં) ઘ્રાણેંદ્રિય તથા રસનેંદ્રિયનો વિષય નથી અને પવન (પુદ્ગલપર્યાય હોવા છતાં) ઘ્રાણેંદ્રિય, રસનેંદ્રિય તથા ચક્ષુ -ઇન્દ્રિયનો વિષય નથી. વળી એમ નથી કે પાણી ગંધ વિનાનું છે (તેથી નાકથી અગ્રાહ્ય છે), અગ્નિ ગંધ તથા રસ વિનાનો છે (તેથી નાક તથા જીભથી અગ્રાહ્ય છે) અને પવન ગંધ, રસ તથા વર્ણ વિનાનો છે (તેથી નાક, જીભ તથા આંખથી અગ્રાહ્ય છે); કારણ કે સર્વ પુદ્ગલો સ્પર્શાદિ *
(૧) ચંદ્રકાંતને, (૨) અરણિને અને (૩) જવને જે પુદ્ગલો ઉત્પન્ન કરે છે તે જ પુદ્ગલો વડે (૧) જેને ગંધ અવ્યક્ત છે એવા પાણીની, (૨) જેને ગંધ તથા રસ અવ્યક્ત છે એવા અગ્નિની અને (૩) જેને ગંધ, રસ તથા વર્ણ અવ્યક્ત છે એવા ઉદરવાયુની ઉત્પત્તિ થતી જોવામાં આવે છે.
* ચતુષ્ક = ચતુષ્ટય; ચારનો સમૂહ. [સર્વ પુદ્ગલોમાં — પૃથ્વી, પાણી, અગ્નિ, અને વાયુ એ બધાંયમાં — સ્પર્શાદિ ચારે ગુણો હોય છે. માત્ર ફેર એટલો જ છે કે પૃથ્વીમાં ચારે ગુણો વ્યક્ત છે, પાણીમાં ગંધ અવ્યક્ત છે, અગ્નિમાં ગંધ તથા રસ અવ્યક્ત છે અને વાયુમાં ગંધ, રસ તથા વર્ણ અવ્યક્ત છે. આ વાતની સિદ્ધિને માટે યુક્તિ આ પ્રમાણે છેઃ ચંદ્રકાંતમણિરૂપ પૃથ્વીમાંથી પાણી ઝરે છે, અરણિના લાકડામાંથી અગ્નિ થાય છે અને જવ ખાવાથી પેટમાં વાયુ થાય છે; માટે (૧) ચંદ્રકાંતમણિમાં, (૨) અરણિમાં અને (૩) જવમાં રહેલા ચારે ગુણો (૧) પાણીમાં, (૨) અગ્નિમાં અને (૩) વાયુમાં હોવા જોઈએ. માત્ર ફેર એટલો જ છે કે તે ગુણોમાંથી કેટલાક અપ્રગટરૂપે પરિણમ્યા છે. વળી પાછા, પાણીમાંથી મોતીરૂપ પૃથ્વીકાય નીપજતાં અથવા અગ્નિમાંથી કાજળરૂપ પૃથ્વીકાય નીપજતાં ચારે ગુણો પ્રગટ થતા જોવામાં આવે છે.
Page 263 of 513
PDF/HTML Page 294 of 544
single page version
व्यक्तत्वं कादाचित्कपरिणामवैचित्र्यप्रत्ययं नित्यद्रव्यस्वभावप्रतिघाताय । ततोऽस्तु शब्दः पुद्गलपर्याय एवेति ।।१३२।।
अन्येन्द्रियविषयोऽन्येन्द्रियस्य न भवति वस्तुस्वभावादेव, रसादिविषयवत् । पुनरपि कतंभूतः । चित्तो चित्रः भाषात्मकाभाषात्मकरूपेण प्रायोगिकवैश्रसिकरूपेण च नानाप्रकारः । तच्च ‘‘सद्दो खंधप्पभवो’’ इत्यादिगाथायां पञ्चास्तिकाये व्याख्यातं तिष्ठत्यत्रालं प्रसङ्गेन ।।१३२।। अथाकाशाद्यमूर्तद्रव्याणां विशेषगुणान्प्रतिपादयति — आगासस्सवगाहो आकाशस्यावगाहहेतुत्वं, धम्मद्दव्वस्स गमणहेदुत्तं धर्मद्रव्यस्य गमनहेतुत्वं, धम्मेदरदव्वस्स दु गुणो पुणो ठाणकारणदा धर्मेतरद्रव्यस्य तु पुनः स्थानकारणतागुणो भवतीति प्रथमगाथा गता । कालस्स वट्टणा से कालस्य वर्तना स्याद्गुणः, गुणोवओगो त्ति अप्पणो भणिदो ज्ञानदर्शनोपयोगद्वयमित्यात्मनो गुणो भणितः । णेया संखेवादो गुणा हि मुत्तिप्पहीणाणं एवं संक्षेपादमूर्तद्रव्याणां गुणा ज्ञेया इति । तथाहि — सर्वद्रव्याणां साधारणमवगाहहेतुत्वं
વળી ક્યાંક (કોઈ પર્યાયમાં) કોઈ ગુણનું કાદાચિત્ક પરિણામની વિચિત્રતાને કારણે થતું વ્યક્તપણું કે અવ્યક્તપણું નિત્યદ્રવ્યસ્વભાવનો પ્રતિઘાત કરતું નથી (અર્થાત્ અનિત્ય પરિણામને લીધે થતી ગુણની પ્રગટતા અને અપ્રગટતા નિત્ય દ્રવ્યસ્વભાવ સાથે કાંઈ વિરોધ પામતી નથી).
હવે અમૂર્ત એવાં બાકીનાં દ્રવ્યોના ગુણો કહે છેઃ —
Page 264 of 513
PDF/HTML Page 295 of 544
single page version
विशेषगुणो हि युगपत्सर्वद्रव्याणां साधारणावगाहहेतुत्वमाकाशस्य, सकृत्सर्वेषां गमनपरिणामिनां जीवपुद्गलानां गमनहेतुत्वं धर्मस्य, सकृत्सर्वेषां स्थानपरिणामिनां जीवपुद्गलानां स्थानहेतुत्वमधर्मस्य, अशेषशेषद्रव्याणां प्रतिपर्यायं समयवृत्तिहेतुत्वं कालस्य, चैतन्यपरिणामो जीवस्य । एवममूर्तानां विशेषगुणसंक्षेपाधिगमे लिङ्गम् । तत्रैककालमेव विशेषगुणत्वादेवान्यद्रव्याणामसंभवत्सदाकाशं निश्चिनोति । गतिपरिणतसमस्तजीवपुद्गलानामेकसमये साधारणं गमनहेतुत्वं विशेषगुणत्वादेवान्यद्रव्याणामसंभवत्सद्धर्मद्रव्यं निश्चिनोति । तथैव च स्थिति- परिणतसमस्तजीवपुद्गलानामेकसमये साधारणं स्थितिहेतुत्वं विशेषगुणत्वादेवान्यद्रव्याणामसंभवत्सद- धर्मद्रव्यं निश्चिनोति । सर्वद्रव्याणां युगपत्पर्यायपरिणतिहेतुत्वं विशेषगुणत्वादेवान्यद्रव्याणामसंभवत्स- त्कालद्रव्यं निश्चिनोति । सर्वजीवसाधारणं सकलविमलकेवलज्ञानदर्शनद्वयं विशेषगुणत्वादेवान्या- चेतनपञ्चद्रव्याणामसंभवत्सच्छुद्धबुद्धैकस्वभावं परमात्मद्रव्यं निश्चिनोति । अयमत्रार्थः — यद्यपि पञ्च- द्रव्याणि जीवस्योपकारं कुर्वन्ति तथापि तानि दुःखकारणान्येवेति ज्ञात्वाक्षयानन्तसुखादिकारणं
અન્વયાર્થઃ — [आकाशस्य अवगाहः] આકાશનો અવગાહ, [धर्मद्रव्यस्य गमनहेतुत्वं] ધર્મદ્રવ્યનો ગમનહેતુત્વ [तु पुनः] અને વળી [धर्मेतरद्रव्यस्य गुणः] અધર્મદ્રવ્યનો ગુણ [स्थानकारणता] સ્થાનકારણતા છે. [कालस्य] કાળનો ગુણ [वर्तना स्थात्] વર્તના છે, [आत्मनः गुणः] આત્માનો ગુણ [उपयोगः इति भणितः] ઉપયોગ કહ્યો છે. [मूर्तिग्रहीणानां गुणाः हि] આ રીતે અમૂર્ત દ્રવ્યોના ગુણો [संक्षेपात्] સંક્ષેપથી [ज्ञेयाः] જાણવા.
ટીકાઃ — યુગપદ્ સર્વ દ્રવ્યોને સાધારણ અવગાહનું હેતુપણું આકાશનો વિશેષ ગુણ છે. એકીસાથે સર્વ ગમનપરિણામી (ગતિરૂપે પરિણમેલાં) જીવ -પુદ્ગલોને ગમનનું હેતુપણું ધર્મનો વિશેષ ગુણ છે. એકીસાથે સર્વ સ્થાનપરિણામી જીવોને અને પુદ્ગલોને સ્થાનનું હેતુપણું (સ્થિતિનું અર્થાત્ સ્થિરતાનું નિમિત્તપણું) અધર્મનો વિશેષ ગુણ છે. (કાળ સિવાય) બાકીનાં અશેષ દ્રવ્યોને દરેક પર્યાયે સમયવૃત્તિનું હેતુપણું (સમયસમયની પરિણતિનું નિમિત્તપણું) કાળનો વિશેષ ગુણ છે. ચૈતન્યપરિણામ જીવનો વિશેષ ગુણ છે. આ પ્રમાણે અમૂર્ત દ્રવ્યોના વિશેષ ગુણોનું સંક્ષેપ જ્ઞાન થતાં અમૂર્ત દ્રવ્યોને જાણવાનાં લિંગ (ચિહ્ન, લક્ષણ, સાધન) પ્રાપ્ત થાય છે અર્થાત્ તે તે વિશેષ ગુણો વડે તે તે અમૂર્ત દ્રવ્યોનું અસ્તિત્વ જણાય છે — સિદ્ધ થાય છે. (તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છેઃ)
Page 265 of 513
PDF/HTML Page 296 of 544
single page version
सकलद्रव्यसाधारणावगाहसंपादनमसर्वगतत्वादेव शेषद्रव्याणामसंभवदाकाशमधिगमयति । तथैक- वारमेव गतिपरिणतसमस्तजीवपुद्गलानामालोकाद्गमनहेतुत्वमप्रदेशत्वात्कालपुद्गलयोः, समुद्- घातादन्यत्र लोकासंख्येयभागमात्रत्वाज्जीवस्य, लोकालोक सीम्नोऽचलितत्वादाकाशस्य, विरुद्ध- कार्यहेतुत्वादधर्मस्यासंभवद्धर्ममधिगमयति । तथैकवारमेव स्थितिपरिणतसमस्तजीवपुद्गला- नामालोकात्स्थानहेतुत्वमप्रदेशत्वात्कालपुद्गलयोः, समुद्घातादन्यत्र लोकासंख्येयभागमात्रत्वा- ज्जीवस्य, लोकालोकसीम्नोऽचलितत्वादाकाशस्य, विरुद्धकार्यहेतुत्वाद्धर्मस्य चासंभवदधर्ममधि- विशुद्धज्ञानदर्शनोपयोगस्वभावं परमात्मद्रव्यं तदेव मनसा ध्येयं वचसा वक्तव्यं कायेन तत्साधक- मनुष्ठानं च कर्तव्यमिति ।।१३३ । १३४।। एवं कस्य द्रव्यस्य के विशेषगुणा भवन्तीति कथनरूपेण
ત્યાં એક જ કાળે સર્વ દ્રવ્યોને સાધારણ *અવગાહનું સંપાદન ( – અવગાહહેતુત્વરૂપ લિંગ) આકાશને જણાવે છે, કારણ કે બાકીનાં દ્રવ્યો સર્વગત (સર્વવ્યાપક) નહિ હોવાથી તેમને તે સંભવતું નથી.
એવી જ રીતે એક જ કાળે ગતિપરિણત (ગતિરૂપે પરિણમેલાં) સમસ્ત જીવ – પુદ્ગલોને લોક સુધી ગમનનું હેતુપણું ધર્મને જણાવે છે, કારણ કે કાળ ને પુદ્ગલ અપ્રદેશી હોવાથી તેમને તે સંભવતું નથી, જીવ સમુદ્ઘાત સિવાય અન્યત્ર લોકના અસંખ્યમા ભાગમાત્ર હોવાથી તેને તે સંભવતું નથી, લોક ને અલોકની સીમા અચલિત હોવાથી આકાશને તે સંભવતું નથી અને વિરુદ્ધ કાર્યનો હેતુ હોવાથી અધર્મને તે સંભવતું નથી. (કાળ ને પુદ્ગલ એકપ્રદેશી હોવાથી તેઓ લોક સુધી ગમનમાં નિમિત્ત થઈ શકે નહિ; જીવ સમુદ્ઘાત સિવાયના કાળે લોકના અસંખ્યાતમા ભાગમાં જ રહેતો હોવાથી તે પણ લોક સુધી ગમનમાં નિમિત્ત થઈ શકે નહિ; આકાશ ગતિમાં નિમિત્ત હોય તો જીવ -પુદ્ગલોની ગતિ અલોકમાં પણ હોય અને તેથી લોક -અલોકની મર્યાદા રહે નહિ, માટે ગતિહેતુત્વ આકાશનો ગુણ પણ નથી; અધર્મદ્રવ્ય તો ગતિથી વિરુદ્ધ કાર્ય જે સ્થિતિ તેમાં નિમિત્તભૂત છે, માટે તે પણ ગતિમાં નિમિત્ત થઈ શકે નહિ. આ રીતે ગતિહેતુત્વગુણ ધર્મ નામના દ્રવ્યનું અસ્તિત્વ જણાવે છે.)
એવી જ રીતે એક જ કાળે સ્થિતિપરિણત સમસ્ત જીવ -પુદ્ગલોને લોક સુધી સ્થિતિનું હેતુપણું અધર્મને જણાવે છે, કારણ કે કાળ ને પુદ્ગલ અપ્રદેશી હોવાથી તેમને તે સંભવતું નથી, જીવ સમુદ્ઘાત સિવાય અન્યત્ર લોકના અસંખ્યાતમા ભાગમાત્ર હોવાથી તેને તે સંભવતું નથી, લોક ને અલોકની સીમા અચલિત હોવાથી આકાશને તે સંભવતું નથી અને વિરુદ્ધ કાર્યનો હેતુ હોવાથી ધર્મને તે સંભવતું નથી. *અવગાહ = લીન થવું તે; મજ્જિત થવું તે; અવકાશ પામવો તે. (એક જ કાળે સર્વ દ્રવ્યોને સામાન્ય અવકાશની પ્રાપ્તિમાં આકાશદ્રવ્ય નિમિત્તભૂત છે.) પ્ર. ૩૪
Page 266 of 513
PDF/HTML Page 297 of 544
single page version
गमयति । तथा अशेषशेषद्रव्याणां प्रतिपर्यायं समयवृत्तिहेतुत्वं कारणान्तरसाध्यत्वात्समय- विशिष्टाया वृत्तेः स्वतस्तेषामसंभवत्कालमधिगमयति । तथा चैतन्यपरिणामश्चेतनत्वादेव शेष- द्रव्याणामसंभवन् जीवमधिगमयति । एवं गुणविशेषाद्द्रव्यविशेषोऽधिगन्तव्यः ।।१३३ । १३४।।
अथ द्रव्याणां प्रदेशवत्त्वाप्रदेशवत्त्वविशेषं प्रज्ञापयति — तृतीयस्थले गाथात्रयं गतम् । अथ कालद्रव्यं विहाय जीवादिपञ्चद्रव्याणामस्तिकायत्वं व्याख्याति —
એવી જ રીતે (કાળ સિવાય) બાકીનાં સમસ્ત દ્રવ્યોને દરેક પર્યાયે સમયવૃત્તિનું હેતુપણું કાળને જણાવે છે, કારણ કે તેમને *સમયવિશિષ્ટ વૃત્તિ કારણાંતરથી સધાતી હોવાને લીધે (અર્થાત્ તેમને સમયથી વિશિષ્ટ એવી પરિણતિ અન્ય કારણથી થતી હોવાને લીધે) સ્વતઃ તેમને તે (સમયવૃત્તિહેતુત્વ) સંભવતું નથી.
એવી જ રીતે ચૈતન્યપરિણામ જીવને જણાવે છે, કારણ કે તે ચેતન હોવાથી શેષ દ્રવ્યોને તે સંભવતો નથી.
ભાવાર્થઃ — પૂર્વે દર્શાવ્યું તેમ સ્પર્શ -રસ -ગંધ -વર્ણથી પુદ્ગલદ્રવ્યોનું અસ્તિત્વ જણાય છે. અહીં અમૂર્ત દ્રવ્યોનું અસ્તિત્વ તેમનાં વિશેષ લક્ષણોથી પ્રગટ કરવામાં આવ્યું છે.
ચૈતન્યપરિણામરૂપ લક્ષણ અનુભવમાં આવતું હોવાથી અનંત જીવદ્રવ્યોનું અસ્તિત્વ જણાય છે. જીવાદિ સમસ્ત દ્રવ્યો જેના નિમિત્તે અવગાહ (અવકાશ) પામે છે એવું કોઈ દ્રવ્ય હોવું જોઈએ; તે દ્રવ્ય લોકાલોકવ્યાપી આકાશ છે. જીવ -પુદ્ગલો ગતિ કરતાં જણાય છે, તેથી જેમ માછલાંને ગતિમાં નિમિત્તભૂત જળ છે તેમ જીવ -પુદ્ગલોને ગતિમાં નિમિત્તભૂત કોઈ દ્રવ્ય હોવું જોઈએ; તે દ્રવ્ય લોકવ્યાપી ધર્મદ્રવ્ય છે. જેમ મનુષ્યને સ્થિતિમાં નિમિત્તભૂત પૃથ્વી છે તેમ જીવ -પુદ્ગલોને સ્થિતિમાં નિમિત્તભૂત કોઈ દ્રવ્ય હોવું જોઈએ; તે દ્રવ્ય લોકવ્યાપી અધર્મદ્રવ્ય છે. જેમ કુંભારના ચક્રને ફરવામાં ખીલી નિમિત્તભૂત છે તેમ (કાળ સિવાયનાં) સર્વ દ્રવ્યોને પરિણમનમાં નિમિત્તભૂત કોઈ દ્રવ્ય હોવું જોઈએ; તે દ્રવ્ય અસંખ્યાત કાળાણુઓ છે કે જેમના પર્યાયો સમય, ઘડી, દિવસ, વર્ષ ઇત્યાદિરૂપે વ્યક્ત થાય છે.
આ પ્રમાણે ગુણભેદથી દ્રવ્યભેદ નક્કી થયો. ૧૩૩ -૧૩૪. હવે દ્રવ્યોનો +પ્રદેશવત્ત્વ અને અપ્રદેશવત્ત્વરૂપ વિશેષ ( – ભેદ) જણાવે છેઃ — *કાળ સિવાયનાં દ્રવ્યોની પરિણતિ ‘એક સમયમાં આ પરિણતિ થઈ છે’ એમ સમયથી વિશિષ્ટ છે અર્થાત્
વ્યવહારે તેમાં સમયની અપેક્ષા આવે છે માટે તેમાં કોઇ દ્રવ્ય — કાળદ્રવ્ય — નિમિત્ત હોવું જોઈએ. +પ્રદેશવત્ત્વ = પ્રદેશવાળાપણું
Page 267 of 513
PDF/HTML Page 298 of 544
single page version
जीवा पोग्गलकाया धम्माधम्मा पुणो य आगासं । सपदेसेहिं असंखा णत्थि पदेस त्ति कालस्स ।।१३५।।
प्रदेशवन्ति हि जीवपुद्गलधर्माधर्माकाशानि अनेकप्रदेशवत्त्वात् । अप्रदेशः कालाणुः प्रदेशमात्रत्वात् । अस्ति च संवर्तविस्तारयोरपि लोकाकाशतुल्यासंख्येयप्रदेशापरित्यागाज्जीवस्य, द्रव्येण प्रदेशमात्रत्वादप्रदेशत्वेऽपि द्विप्रदेशादिसंख्येयासंख्येयानन्तप्रदेशपर्यायेणानवधारित- प्रदेशत्वात्पुद्गलस्य, सकललोकव्याप्यसंख्येयप्रदेशप्रस्ताररूपत्वात् धर्मस्य, सकललोकव्याप्य- जीवा पोग्गलकाया धम्माधम्मा पुणो य आगासं जीवाः पुद्गलकायाः धर्माधर्मौ पुनश्चाकाशम् । एते पञ्चास्तिकायाः किंविशिष्टाः । सपदेसेहिं असंखा स्वप्रदेशैरसंख्येयाः । अत्रासंख्येयप्रदेशशब्देन प्रदेशबहुत्वं ग्राह्यम् । तच्च यथासंभवं योजनीयम् । जीवस्य तावत्संसारावस्थायां विस्तारोपसंहारयोरपि प्रदीप- वत्प्रदेशानां हानिवृद्धयोरभावाद्वयवहारेण देहमात्रेऽपि निश्चयेन लोकाकाशप्रमितासंख्येयप्रदेशत्वम् ।
અન્વયાર્થઃ — [जीवाः] જીવો, [पुद्गलकायाः] પુદ્ગલકાયો, [धर्माधर्मौ] ધર્મ, અધર્મ [पुनः च] અને વળી [आकाशं] આકાશ [स्वप्रदेशैः] સ્વપ્રદેશોની અપેક્ષાએ [असंख्याताः] અસંખ્યાત અર્થાત્ અનેક છે; [कालस्य] કાળને [प्रदेशाः इति] પ્રદેશો [न सन्ति] નથી.
ટીકાઃ — જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ અનેક પ્રદેશોવાળાં હોવાથી પ્રદેશવંત છે. કાળાણુ પ્રદેશમાત્ર (અર્થાત્ એકપ્રદેશી) હોવાથી અપ્રદેશી છે.
(ઉપર કહેલી વાત સ્પષ્ટ કરવામાં આવે છેઃ – ) સંકોચવિસ્તાર થતો હોવા છતાં જીવ લોકાકાશ તુલ્ય અસંખ્ય પ્રદેશોને નહિ છોડતો હોવાથી જીવ પ્રદેશવાન છે; પુદ્ગલ, જોકે દ્રવ્યે પ્રદેશમાત્ર (-એકપ્રદેશી) હોવાથી અપ્રદેશી છે તોપણ, બે પ્રદેશોથી માંડીને સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશોવાળા પર્યાયની અપેક્ષાએ અનિશ્ચિત પ્રદેશોવાળું હોવાથી પ્રદેશવાન છે; સકળલોકવ્યાપી અસંખ્ય પ્રદેશોના *પ્રસ્તારરૂપ હોવાથી ધર્મ *પ્રસ્તાર = ફેલાવ; વિસ્તાર.
Page 268 of 513
PDF/HTML Page 299 of 544
single page version
संख्येयप्रदेशप्रस्ताररूपत्वादधर्मस्य, सर्वव्याप्यनन्तप्रदेशप्रस्ताररूपत्वादाकाशस्य च प्रदेशवत्त्वम् । कालाणोस्तु द्रव्येण प्रदेशमात्रत्वात्पर्यायेण तु परस्परसंपर्कासंभवादप्रदेशत्वमेवास्ति । ततः कालद्रव्यमप्रदेशं शेषद्रव्याणि प्रदेशवन्ति ।।१३५।।
धर्माधर्मयोः पुनरवस्थितरूपेण लोकाकाशप्रमितासंख्येयप्रदेशत्वम् । स्कन्धाकारपरिणतपुद्गलानां तु संख्येयासंख्येयानन्तप्रदेशत्वम् । किंतु पुद्गलव्याख्याने प्रदेशशब्देन परमाणवो ग्राह्या, न च क्षेत्र- प्रदेशाः । कस्मात् । पुद्गलानामनन्तप्रदेशक्षेत्रेऽवस्थानाभावादिति । परमाणोर्व्यक्तिरूपेणैकप्रदेशत्वं शक्तिरूपेणोपचारेण बहुप्रदेशत्वं च । आकाशस्यानन्ता इति । णत्थि पदेस त्ति कालस्स न सन्ति प्रदेशा इति कालस्य । कस्मात् । द्रव्यरूपेणैकप्रदेशत्वात्, परस्परबन्धाभावात्पर्यायरूपेणापीति ।।१३५।। अथ तमेवार्थं द्रढयति —
પ્રદેશવાન છે; સકળલોકવ્યાપી અસંખ્ય પ્રદેશોના પ્રસ્તારરૂપ હોવાથી અધર્મ પ્રદેશવાન છે; અને સર્વવ્યાપી અનંત પ્રદેશોના પ્રસ્તારરૂપ હોવાથી આકાશ પ્રદેશવાન છે. કાળાણુ તો દ્રવ્યે પ્રદેશમાત્ર હોવાથી અને પર્યાયે પરસ્પર સંપર્ક નહિ હોવાથી અપ્રદેશી જ છે.
હવે પ્રદેશી અને અપ્રદેશી દ્રવ્યો ક્યાં રહેલાં છે તે જણાવે છેઃ —
અન્વયાર્થઃ — [नभः] આકાશ [लोकालोकयोः] લોકાલોકમાં છે, [लोकः] લોક [धर्माधर्माभ्याम् आततः] ધર્મ ને અધર્મથી વ્યાપ્ત છે, [शेषौ प्रतीत्य] બાકીનાં બે દ્રવ્યોનો આશ્રય કરીને [कालः] કાળ છે, [पुनः] અને [शेषौ] તે બાકીનાં બે દ્રવ્યો [जीवाः पुद्गलाः] જીવો ને પુદ્ગલો છે.
Page 269 of 513
PDF/HTML Page 300 of 544
single page version
आकाशं हि तावत् लोकालोकयोरपि, षड्द्रव्यसमवायासमवाययोरविभागेन वृत्तत्वात् । धर्माधर्मौ सर्वत्र लोके, तन्निमित्तगमनस्थानानां जीवपुद्गलानां लोकाद्बहिस्तदेकदेशे च गमनस्थानासंभवात् । कालोऽपि लोके, जीवपुद्गलपरिणामव्यज्यमानसमयादिपर्यायत्वात्, स तु लोकैकप्रदेश एवाप्रदेशत्वात् । जीवपुद्गलौ तु युक्तित एव लोके, षड्द्रव्यसमवायात्मक- त्वाल्लोकस्य । किंतु जीवस्य प्रदेशसंवर्तविस्तारधर्मत्वात्, पुद्गलस्य बन्धहेतुभूतस्निग्धरूक्षगुण-
एदाणि पंचदव्वाणि एतानि पूर्वसूत्रोक्तानि जीवादिषड्द्रव्याण्येव उज्झिय कालं तु कालद्रव्यं विहाय अत्थिकाय त्ति भण्णंते अस्तिकायाः पञ्चास्तिकाया इति भण्यन्ते । काया पुण कायाः कायशब्देन पुनः । किं भण्यते । बहुप्पदेसाण पचयत्तं बहुप्रदेशानां संबन्धि प्रचयत्वं समूह इति । अत्र पञ्चास्ति- कायमध्ये जीवास्तिकाय उपादेयस्तत्रापि पञ्चपरमेष्ठिपर्यायावस्था, तस्यामप्यर्हत्सिद्धावस्था, तत्रापि सिद्धावस्था । वस्तुतस्तु रागादिसमस्तविकल्पजालपरिहारकाले सिद्धजीवसदृशा स्वकीयशुद्धात्मावस्थेति भावार्थः ।।✽११।। एवं पञ्चास्तिकायसंक्षेपसूचनरूपेण चतुर्थस्थले गाथाद्वयं गतम् । अथ द्रव्याणां लोकाकाशेऽवस्थानमाख्याति — लोगालोगेसु णभो लोकालोकयोरधिकरणभूतयोर्णभ आकाशं तिष्ठति । धम्माधम्मेहिं आददो लोगो धर्माधर्मास्तिकायाभ्यामाततो व्याप्तो भृतो लोकः । किं कृत्वा । सेसे पडुच्च शेषौ जीवपुद्गलौ प्रतीत्याश्रित्य । अयमत्रार्थः — जीवपुद्गलौ तावल्लोके तिष्ठतस्तयोर्गतिस्थित्योः कारणभूतौ धर्माधर्मावपि लोके । कालो कालोऽपि शेषौ जीवपुद्गलौ प्रतीत्य लोके । क स्मादिति चेत् । जीवपुद्गलाभ्यां नवजीर्णपरिणत्या व्यज्यमानसमयघटिकादिपर्यायत्वात् । शेषशब्देन किं भण्यते । जीवा पुण पोग्गला सेसा जीवाः पुद्गलाश्च पुनः शेषा भण्यन्त इति । अयमत्र भावः — यथा सिद्धा भगवन्तो यद्यपि निश्चयेन लोकाकाशप्रमितशुद्धासंख्येयप्रदेशे केवलज्ञानादिगुणाधारभूते स्वकीयस्वकीयभावे तिष्ठन्ति तथापि व्यवहारेण मोक्षशिलायां तिष्ठन्तीति भण्यन्ते । तथा सर्वे पदार्था यद्यपि निश्चयेन
ટીકાઃ — પ્રથમ તો આકાશ લોક તેમ જ અલોકમાં છે, કારણ કે છ દ્રવ્યોના સમવાય ને અસમવાયમાં વિભાગ વિના રહેલું છે. ધર્મ ને અધર્મ સર્વત્ર લોકમાં છે, કારણ કે તેમના નિમિત્તે જેમની ગતિ ને સ્થિતિ થાય છે એવાં જીવ ને પુદ્ગલોની ગતિ કે સ્થિતિ લોકની બહાર થતી નથી તેમ જ લોકના એક દેશમાં થતી નથી ( – લોકમાં સર્વત્ર થાય છે). કાળ પણ લોકમાં છે, કારણ કે જીવ અને પુદ્ગલોના પરિણામો દ્વારા (કાળના) સમયાદિ પર્યાયો વ્યક્ત થાય છે; અને તે કાળ લોકના એક પ્રદેશમાં જ છે કારણ કે અપ્રદેશી છે. જીવ અને પુદ્ગલ તો યુક્તિથી જ લોકમાં છે, કારણ કે લોક છ દ્રવ્યોના સમવાયસ્વરૂપ છે.
વળી આ ઉપરાંત (એટલું વિશેષ સમજવું કે), પ્રદેશોનો સંકોચવિસ્તાર થવો તે જીવનો ધર્મ હોવાથી અને બંધના હેતુભૂત *સ્નિગ્ધ -રૂક્ષ ગુણો તે પુદ્ગલનો ધર્મ હોવાથી *સ્નિગ્ધ એટલે ચીકણું, અને રૂક્ષ એટલે લૂખું.