Pravachansar (Gujarati). Gatha: 137-145 ; Gnan Gney VibhAg Adhikar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 16 of 28

 

Page 270 of 513
PDF/HTML Page 301 of 544
single page version

धर्मत्वाच्च तदेकदेशसर्वलोकनियमो नास्ति कालजीवपुद्गलानामित्येकद्रव्यापेक्षया एकदेश
अनेकद्रव्यापेक्षया पुनरञ्जनचूर्णपूर्णसमुद्गकन्यायेन सर्वलोक एवेति ।।१३६।।
अथ प्रदेशवत्त्वाप्रदेशवत्त्वसंभवप्रकारमासूत्रयति
जध ते णभप्पदेसा तधप्पदेसा हवंति सेसाणं
अपदेसो परमाणू तेण पदेसुब्भवो भणिदो ।।१३७।।
यथा ते नभःप्रदेशास्तथा प्रदेशा भवन्ति शेषाणाम्
अप्रदेशः परमाणुस्तेन प्रदेशोद्भवो भणितः ।।१३७।।
જીવ અને પુદ્ગલને આખા લોકમાં કે તેના એક દેશમાં રહેવાનો નિયમ નથી. (વળી) કાળ,
જીવ અને પુદ્ગલ એક દ્રવ્યની અપેક્ષાએ લોકના એક દેશમાં રહે છે અને અનેક દ્રવ્યોની
અપેક્ષાએ અંજનચૂર્ણથી (આંજણના ઝીણા ભૂકાથી) ભરેલી ડાબલીના ન્યાયે આખા લોકમાં
જ છે. ૧૩૬.
હવે પ્રદેશવત્ત્વ અને અપ્રદેશવત્ત્વ કયા પ્રકારે સંભવે છેઉદ્ભવે છે તે કહે છેઃ
જે રીત આભ -પ્રદેશ, તે રીત શેષદ્રવ્ય -પ્રદેશ છે;
અપ્રદેશ પરમાણુ વડે ઉદ્ભવ પ્રદેશ તણો બને.૧૩૭.
અન્વયાર્થઃ[यथा] જે રીતે [ते नभःप्रदेशाः] તે આકાશપ્રદેશો છે, [तथा] તે જ
રીતે [शेषाणां] બાકીનાં દ્રવ્યોના [प्रदेशाः भवन्ति] પ્રદેશ છે (અર્થાત્ જેમ આકાશના પ્રદેશો
પરમાણુરૂપી ગજથી મપાય છે તેમ બાકીનાં દ્રવ્યોના પ્રદેશ પણ એ જ રીતે મપાય છે).
[परमाणुः अप्रदेशः] પરમાણુ અપ્રદેશી છે; [तेन] તેના વડે [प्रदेशोद्भवः भणितः] પ્રદેશોદ્ભવ
કહ્યો છે.
स्वकीयस्वकीयस्वरूपे तिष्ठन्ति तथापि व्यवहारेण लोकाकाशे तिष्ठन्तीति अत्र यद्यप्यनन्तजीव-
द्रव्येभ्योऽनन्तगुणपुद्गलास्तिष्ठन्ति तथाप्येकदीपप्रकाशे बहुदीपप्रकाशवद्विशिष्टावगाहशक्तियोगेना-
संख्येयप्रदेशेऽपि लोकेऽवस्थानं न विरुध्यते
।।१३६।। अथ यदेवाकाशस्य परमाणुव्याप्तक्षेत्रं प्रदेश-
लक्षणमुक्तं शेषद्रव्यप्रदेशानां तदेवेति सूचयतिजध ते णभप्पदेसा यथा ते प्रसिद्धाः परमाणु-
व्याप्तक्षेत्रप्रमाणाकाशप्रदेशाः तधप्पदेसा हवंति सेसाणं तेनैवाकाशप्रदेशप्रमाणेन प्रदेशा भवन्ति केषाम्
शुद्धबुद्धैकस्वभावं यत्परमात्मद्रव्यं तत्प्रभृतिशेषद्रव्याणाम् अपदेसो परमाणू अप्रदेशो द्वितीयादि-
प्रदेशरहितो योऽसौ पुद्गलपरमाणुः तेण पदेसुब्भवो भणिदो तेन परमाणुना प्रदेशस्योद्भव

Page 271 of 513
PDF/HTML Page 302 of 544
single page version

ટીકાઃ(ભગવાન કુંદકુંદાચાર્યદેવ) પોતે જ (૧૪૦મા) સૂત્ર દ્વારા કહેશે કે
આકાશના પ્રદેશનું લક્ષણ એકાણુવ્યાપ્યત્વ છે (અર્થાત્ એક પરમાણુથી વ્યાપ્યપણું તે પ્રદેશનું
લક્ષણ છે); અને અહીં (આ સૂત્રમાં, આ ગાથામાં) ‘જે રીતે આકાશના પ્રદેશો છે તે જ
રીતે બાકીનાં દ્રવ્યોના પ્રદેશો છે’ એમ પ્રદેશના લક્ષણની એકપ્રકારતા કહેવામાં આવે છે.
માટે, જેમ એકાણુવ્યાપ્ય (એક પરમાણુથી વ્યાપ્ય હોય એવડા) અંશ વડે ગણતાં
આકાશના અનંત અંશો હોવાથી આકાશ અનંતપ્રદેશી છે, તેમ એકાણુવ્યાપ્ય (એક
પરમાણુથી વ્યપાવાયોગ્ય) અંશ વડે ગણતાં ધર્મ, અધર્મ અને એક જીવના અસંખ્યાત અંશો
હોવાથી તે દરેક અસંખ્યાતપ્રદેશી છે. વળી જેમ
અવસ્થિત પ્રમાણવાળાં ધર્મ તથા અધર્મ
અસંખ્યાતપ્રદેશી છે, તેમ સંકોચવિસ્તારને લીધે અનવસ્થિત પ્રમાણવાળા જીવનેસૂકા-
ભીના ચામડાની માફકનિજ અંશોનું અલ્પબહુત્વ નહિ થતું હોવાથી અસંખ્યાતપ્રદેશીપણું
જ છે. (અહીં એ પ્રશ્ન થાય છે કે અમૂર્ત એવા જીવના સંકોચવિસ્તાર કેમ સંભવે? તેનું
સમાધાન કરવામાં આવે છેઃ) અમૂર્તના સંકોચવિસ્તારની સિદ્ધિ તો પોતાના અનુભવથી જ
સાધ્ય છે, કારણ કે (સર્વને સ્વાનુભવથી પ્રગટ છે કે) જીવ સ્થૂલ તેમ જ કૃશ શરીરમાં,
તથા બાળક તેમ જ કુમારના શરીરમાં વ્યાપે છે.
પુદ્ગલ તો દ્રવ્યે એકપ્રદેશમાત્ર હોવાથી યથોક્ત રીતે (પૂર્વે જેમ કહ્યું તેમ) અપ્રદેશી
सूत्रयिष्यते हि स्वयमाकाशस्य प्रदेशलक्षणमेकाणुव्याप्यत्वमिति इह तु यथाकाशस्य
प्रदेशास्तथा शेषद्रव्याणामिति प्रदेशलक्षणप्रकारैकत्वमासूत्र्यते ततो यथैकाणुव्याप्येनांशेन
गण्यमानस्याकाशस्यानन्तांशत्वादनन्तप्रदेशत्वं तथैकाणुव्याप्येनांशेन गण्यमानानां धर्माधर्मैक-
जीवानामसंख्येयांशत्वात
् प्रत्येकमसंख्येयप्रदेशत्वम् यथा चावस्थितप्रमाणयोर्धर्माधर्मयोस्तथा
संवर्तविस्ताराभ्यामनवस्थितप्रमाणस्यापि शुष्कार्द्रत्वाभ्यां चर्मण इव जीवस्य स्वांशाल्प-
बहुत्वाभावादसंख्येयप्रदेशत्वमेव
अमूर्तसंवर्तविस्तारसिद्धिश्च स्थूलकृशशिशुकुमारशरीरव्यापि-
त्वादस्ति स्वसंवेदनसाध्यैव पुद्गलस्य तु द्रव्येणैकप्रदेशमात्रत्वादप्रदेशत्वे यथोदिते सत्यपि
उत्पत्तिर्भणिता परमाणुव्याप्तक्षेत्रं प्रदेशो भवति तदग्रे विस्तरेण कथयति इह तु सूचितमेव ।।१३७।।
एवं पञ्चमस्थले स्वतन्त्रगाथाद्वयं गतम् अथ कालद्रव्यस्य द्वितीयादिप्रदेशरहितत्वेनाप्रदेशत्वं
व्यवस्थापयतिसमओ समयपर्यायस्योपादानकारणत्वात्समयः कालाणुः दु पुनः स च कथंभूतः
૧. અવસ્થિત પ્રમાણ = નિયત પરિમાણ; નિશ્ચિત માપ. (ધર્મદ્રવ્ય તથા અધર્મદ્રવ્યનું માપ લોક જેટલું
નિયત છે.)
૨. અનવસ્થિત = અનિશ્ચિત. (સૂકા -ભીના ચામડાની માફક જીવ પરક્ષેત્રની અપેક્ષાએ સંકોચવિસ્તાર
પામતો હોવાથી અનિશ્ચિત માપવાળો છે. આમ હોવા છતાં, જેમ ચામડાના સ્વ -અંશો ઘટતા -વધતા
નથી, તેમ જીવના સ્વ -અંશો ઘટતા -વધતા નથી; તેથી તે સદાય નિયત અસંખ્યપ્રદેશી જ છે.)

Page 272 of 513
PDF/HTML Page 303 of 544
single page version

છે તોપણ *બે પ્રદેશો વગેરેના ઉદ્ભવના હેતુભૂત તથાવિધ (તે પ્રકારના) સ્નિગ્ધ -રૂક્ષગુણરૂપે
પરિણમવાની શક્તિરૂપ સ્વભાવને લીધે તેને પ્રદેશોનો ઉદ્ભવ છે; તેથી પર્યાયે અનેક-
પ્રદેશીપણાનો પણ સંભવ હોવાથી પુદ્ગલને દ્વિપ્રદેશીપણાથી માંડીને સંખ્યાત, અસંખ્યાત
અને અનંતપ્રદેશીપણું પણ ન્યાયયુક્ત છે. ૧૩૭.
હવે ‘કાળાણુ અપ્રદેશી જ છે’ એવો નિયમ કરે છે (અર્થાત્ દર્શાવે છે)ઃ
છે કાળ તો અપ્રદેશ; એકપ્રદેશ પરમાણુ યદા
આકાશદ્રવ્ય તણો પ્રદેશ અતિક્રમે, વર્તે તદા.૧૩૮.
અન્વયાર્થઃ[समयः तु] કાળ તો [अप्रदेशः] અપ્રદેશી છે. [प्रदेशमात्रस्य
द्रव्यजातस्य] પ્રદેશમાત્ર પુદ્ગલ -પરમાણુ [आकाशद्रव्यस्य प्रदेशं ] આકાશ દ્રવ્યના પ્રદેશને
[व्यतिपततः] મંદ ગતિથી ઓળંગતો હોય ત્યારે [सः वर्तते] તે વર્તે છે અર્થાત્ નિમિત્તભૂતપણે
પરિણમે છે.
द्विप्रदेशाद्युद्भवहेतुभूततथाविधस्निग्धरूक्षगुणपरिणामशक्तिस्वभावात्प्रदेशोद्भवत्वमस्ति ततः
पर्यायेणानेकप्रदेशत्वस्यापि संभवात् द्वयादिसंख्येयासंख्येयानन्तप्रदेशत्वमपि न्याय्यं
पुद्गलस्य ।।१३७।।
अथ कालाणोरप्रदेशत्वमेवेति नियमयति
समओ दु अप्पदेसो पदेसमेत्तस्स दव्वजादस्स
वदिवददो सो वट्टदि पदेसमागासदव्वस्स ।।१३८।।
समयस्त्वप्रदेशः प्रदेशमात्रस्य द्रव्यजातस्य
व्यतिपततः स वर्तते प्रदेशमाकाशद्रव्यस्य ।।१३८।।
अप्पदेसो अप्रदेशो द्वितीयादिप्रदेशरहितो भवति च किं करोति सो वट्टदि स पूर्वोक्तकालाणुः
परमाणोर्गतिपरिणतेः सहकारित्वेन वर्तते कस्य संबन्धी योऽसौ परमाणुः पदेसमेत्तस्स दव्वजादस्स
प्रदेशमात्रपुद्गलजातिरूपपरमाणुद्रव्यस्य किं कुर्वतः वदिवददो व्यतिपततो मन्दगत्या गच्छतः कं
प्रति पदेसं कालाणुव्याप्तमेकप्रदेशम् कस्य संबन्धिनम् आगासदव्वस्स आकाशद्रव्यस्येति तथाहि
कालाणुरप्रदेशो भवति कस्मात् द्रव्येणैकप्रदेशत्वात् अथवा यथा स्नेहगुणेन पुद्गलानां
*દ્વિપ્રદેશી વગેરે સ્કંધોની ઉત્પત્તિના કારણભૂત જે સ્નિગ્ધ -રૂક્ષ ગુણો તે -રૂપે પરિણમવાની શક્તિ
પુદ્ગલનો સ્વભાવ છે.

Page 273 of 513
PDF/HTML Page 304 of 544
single page version

अप्रदेश एव समयो द्रव्येण प्रदेशमात्रत्वात न च तस्य पुद्गलस्येव पर्यायेणाप्य-
नेकप्रदेशत्वं, यतस्तस्य निरन्तरं प्रस्तारविस्तृतप्रदेशमात्रासंख्येयद्रव्यत्वेऽपि परस्परसंपर्का-
संभवादेकैकमाकाशप्रदेशमभिव्याप्य तस्थुषः प्रदेशमात्रस्य परमाणोस्तदभिव्याप्तमेकमाकाशप्रदेशं
मन्दगत्या व्यतिपतत एव वृत्तिः
।।१३८।।
अथ कालपदार्थस्य द्रव्यपर्यायौ प्रज्ञापयति
परस्परबन्धो भवति तथाविधबन्धाभावात्पर्यायेणापि अयमत्रार्थःयस्मात्पुद्गलपरमाणोरेकप्रदेश-
गमनपर्यन्तं सहकारित्वं क रोति न चाधिकं तस्मादेव ज्ञायते सोऽप्येकप्रदेश इति ।।१३८।। अथ
पूर्वोक्तकालपदार्थस्य पर्यायस्वरूपं द्रव्यस्वरूपं च प्रतिपादयतिवदिवददो तस्य पूर्वसूत्रोदित-
ટીકાઃકાળ, દ્રવ્યે પ્રદેશમાત્ર હોવાથી, અપ્રદેશી જ છે. વળી તેને પુદ્ગલની
માફક પર્યાયે પણ અનેકપ્રદેશીપણું નથી; કારણ કે પરસ્પર અંતર વિના પ્રસ્તારરૂપ
વિસ્તરેલાં પ્રદેશમાત્ર અસંખ્યાત કાળદ્રવ્યો હોવા છતાં પરસ્પર સંપર્ક નહિ હોવાથી એક એક
આકાશપ્રદેશને વ્યાપીને રહેલા કાળદ્રવ્યની વૃત્તિ ત્યારે જ થાય છે (અર્થાત
્ કાળાણુની
પરિણતિ ત્યારે જ નિમિત્તભૂત થાય છે) કે જ્યારે પ્રદેશમાત્ર પરમાણુ તેનાથી (તે
કાળાણુથી) વ્યાપ્ત એક આકાશપ્રદેશને મંદ ગતિથી ઓળંગતો હોય.
ભાવાર્થઃલોકાકાશના અસંખ્યાત પ્રદેશો છે. એક એક પ્રદેશમાં એક એક
કાળાણુ રહેલો છે. તે કાળાણુઓ સ્નિગ્ધ -રૂક્ષગુણના અભાવને લીધે રત્નરાશિની માફક છૂટા
છૂટા જ રહે છે, પુદ્ગલ -પરમાણુઓની માફક પરસ્પર મળતા નથી.
જ્યારે પુદ્ગલપરમાણુ આકાશના એક પ્રદેશને મંદ ગતિથી ઓળંગે છે (અર્થાત્ એક
પ્રદેશથી બીજા અનંતર પ્રદેશે મંદ ગતિથી જાય છે) ત્યારે તે (ઓળંગવામાં આવતા) પ્રદેશે
રહેલો કાળાણુ તેને નિમિત્તભૂતપણે વર્તે છે. આ રીતે દરેક કાળાણુ પુદ્ગલપરમાણુને એક
પ્રદેશ સુધીના ગમન પર્યંત જ સહકારીપણે વર્તે છે, વધારે નહિ; તેથી સ્પષ્ટ થાય છે કે
કાળદ્રવ્ય પર્યાયે પણ અનેકપ્રદેશી નથી. ૧૩૮.
હવે કાળપદાર્થનાં દ્રવ્ય અને પર્યાય જણાવે છેઃ
૧. પ્રસ્તાર = પથારો; ફેલાવો; વિસ્તાર. (અસંખ્યાત કાળદ્રવ્યો આખા લોકાકાશમાં પથરાયેલાં છે. તેમને
પરસ્પર અંતર નથી, કારણ કે દરેક આકાશપ્રદેશમાં એક એક કાળદ્રવ્ય રહેલું છે.)
૨. પ્રદેશમાત્ર = એકપ્રદેશી. (એકપ્રદેશી એવો પરમાણુ કોઇ એક આકાશપ્રદેશને મંદ ગતિથી ઓળંગતો
હોય ત્યારે જ તે આકાશપ્રદેશે રહેલા કાળદ્રવ્યની પરિણતિ તેને નિમિત્તભૂતપણે વર્તે છે.)
પ્ર. ૩૫

Page 274 of 513
PDF/HTML Page 305 of 544
single page version

वदिवददो तं देसं तस्सम समओ तदो परो पुव्वो
जो अत्थो सो कालो समओ उप्पण्णपद्धंसी ।।१३९।।
व्यतिपततस्तं देशं तत्समः समयस्ततः परः पूर्वः
योऽर्थः स कालः समय उत्पन्नप्रध्वंसी ।।१३९।।
यो हि येन प्रदेशमात्रेण कालपदार्थेनाकाशस्य प्रदेशोऽभिव्याप्तस्तं प्रदेशं मन्द-
गत्यातिक्रमतः परमाणोस्तत्प्रदेशमात्रातिक्रमणपरिमाणेन तेन समो यः कालपदार्थ-
सूक्ष्मवृत्तिरूपसमयः स तस्य कालपदार्थस्य पर्यायस्ततः एवंविधात्पर्यायात्पूर्वोत्तरवृत्तिवृत्तत्वेन-
पुद्गलपरमाणोर्व्यतिपततो मन्दगत्या गच्छतः कं कर्मतापन्नम् तं देसं तं पूर्वगाथोदितं
कालाणुव्याप्तमाकाशप्रदेशम् तस्सम तेन कालाणुव्याप्तैकप्रदेशपुद्गलपरमाणुमन्दगतिगमनेन समः
समानः सदृशस्तत्समः समओ कालाणुद्रव्यस्य सूक्ष्मपर्यायभूतः समयो व्यवहारकालो भवतीति
पर्यायव्याख्यानं गतम् तदो परो पुव्वो तस्मात्पूर्वोक्तसमयरूपकालपर्यायात्परो भाविकाले पूर्वमतीतकाले
जो अत्थो यः पूर्वापरपर्यायेष्वन्वयरूपेण दत्तपदार्थो द्रव्यं सो कालो स कालः कालपदार्थो भवतीति
द्रव्यव्याख्यानम् समओ उप्पण्णपद्धंसी स पूर्वोक्तसमयपर्यायो यद्यपि पूर्वापरसमयसन्तानापेक्षया
તે દેશના અતિક્રમણ સમ છે ‘સમય’, તત્પૂર્વાપરે
જે અર્થ છે તે કાળ છે, ઉત્પન્નધ્વંસી ‘સમય’ છે.૧૩૯.
અન્વયાર્થઃ[तं देशं व्यतिपततः] પરમાણુ એક આકાશપ્રદેશને (મંદ ગતિથી)
ઓળંગે ત્યારે [तत्समः] તેના બરાબર જે વખત તે [समयः] ‘સમય’ છે; [ततः पूर्वः परः]
‘સમય’ની પૂર્વે તેમ જ પછી એવો (નિત્ય) [यः अर्थः] જે પદાર્થ છે [सः कालः] તે કાળદ્રવ્ય
છે; [समयः उत्पन्नप्रध्वंसी] ‘સમય’ ઉત્પન્નધ્વંસી છે.
ટીકાઃકોઈ પ્રદેશમાત્ર કાળપદાર્થ વડે આકાશનો જે પ્રદેશ વ્યાપ્ત હોય તે
પ્રદેશને જ્યારે પરમાણુ મંદ ગતિથી અતિક્રમે (ઓળંગે) ત્યારે તે પ્રદેશમાત્ર -અતિક્રમણના
પરિમાણના બરાબર જે કાળપદાર્થની સૂક્ષ્મવૃત્તિરૂપ ‘સમય’ તે, તે કાળપદાર્થનો પર્યાય છે;
અને આવા તે પર્યાયના પહેલાંની તેમ જ પછીની વૃત્તિરૂપે વર્તતો હોવાને લીધે જેનું નિત્યત્વ
૧. અતિક્રમણ = ઓળંગવું તે
૨. પરિમાણ = માપ
૩. વૃત્તિ = વર્તવું તે; પરિણતિ. (કાળપદાર્થ વર્તમાન સમય પહેલાંની પરિણતિરૂપે તેમ જ તેના પછીની
પરિણતિરૂપે વર્તતો -પરિણમતો હોવાથી તેનું નિત્યપણું પ્રગટ છે.)

Page 275 of 513
PDF/HTML Page 306 of 544
single page version

व्यञ्जितनित्यत्वे योऽर्थः तत्तु द्रव्यम् एवमनुत्पन्नाविध्वस्तो द्रव्यसमयः, उत्पन्नप्रध्वंसी पर्याय-
समयः अनंशः समयोऽयमाकाशप्रदेशस्यानंशत्वान्यथानुपपत्तेः न चैकसमयेन परमाणोरा-
लोकान्तगमनेऽपि समयस्य सांशत्वं, विशिष्टगतिपरिणामाद्विशिष्टावगाहपरिणामवत तथाहि
यथा विशिष्टावगाहपरिणामादेकपरमाणुपरिमाणोऽनन्तपरमाणुस्कन्धः परमाणोरनंशत्वात
पुनरप्यनन्तांशत्वं न साधयति, तथा विशिष्टगतिपरिणामादेककालाणुव्याप्तैकाकाशप्रदेशाति-
संख्येयासंख्येयानन्तसमयो भवति, तथापि वर्तमानसमयं प्रत्युत्पन्नप्रध्वंसी यस्तु पूर्वोक्तद्रव्यकालः स
त्रिकालस्थायित्वेन नित्य इति एवं कालस्य पर्यायस्वरूपं द्रव्यस्वरूपं च ज्ञातव्यम् ।। अथवानेन
गाथाद्वयेन समयरूपव्यवहारकालव्याख्यानं क्रियते निश्चयकालव्याख्यानं तु ‘उप्पादो पद्धंसो’ इत्यादि
गाथात्रयेणाग्रे करोति तद्यथासमओ परमार्थकालस्य पर्यायभूतसमयः अवप्पदेसो अपगतप्रदेशो
द्वितीयादिप्रदेशरहितो निरंश इत्यर्थः कथं निरंश इति चेत् पदेसमेत्तस्स दवियजादस्स
प्रदेशमात्रपुद्गलद्रव्यस्य संबन्धी योऽसौ परमाणुः वदिवादादो वट्टदि व्यतिपातात् मन्दगति-
गमनात्सकाशात्स परमाणुस्तावद्गमनरूपेण वर्तते कं प्रति पदेसमागासदवियस्स विवक्षितै-
काकाशप्रदेशं प्रति इति प्रथमगाथाव्याख्यानम् वदिवददो तं देसं स परमाणुस्तमाकाशप्रदेशं यदा
व्यतिपतितोऽतिक्रान्तो भवति तस्सम समओ तेन पुद्गलपरमाणुमन्दगतिगमनेन समः समानः समयो
भवतीति निरंशत्वमिति वर्तमानसमयो व्याख्यातः इदानीं पूर्वापरसमयौ कथयतितदो परो पुव्वो
तस्मात्पूर्वोक्तवर्तमानसमयात्परो भावी कोऽपि समयो भविष्यति पूर्वमपि कोऽपि गतः अत्थो जो एवं
यः समयत्रयरूपोर्थः सो कालो सोऽतीतानागतवर्तमानरूपेण त्रिविधव्यवहारकालो भण्यते समओ
उप्पण्णपद्धंसी तेषु त्रिषु मध्ये योऽसौ वर्तमानः स उत्पन्नप्रध्वंसी अतीतानागतौ तु संख्येयासंख्ये-
પ્રગટ થાય છે એવો પદાર્થ તે દ્રવ્ય છે. આ રીતે દ્રવ્યસમય (અર્થાત્ કાળદ્રવ્ય) અનુત્પન્ન-
અવિનષ્ટ છે અને પર્યાયસમય ઉત્પન્ન -ધ્વંસી છે (અર્થાત્ ‘સમય’પર્યાય ઉત્પત્તિવિનાશવાળો
છે). આ ‘સમય’ નિરંશ છે, કારણ કે જો એમ ન હોય તો આકાશના પ્રદેશનું નિરંશપણું
બને નહિ.
વળી એક સમયમાં પરમાણુ લોકના અંત સુધી જતો હોવા છતાં ‘સમય’ના અંશો
પડતા નથી; કારણ કે જેમ (પરમાણુને) વિશિષ્ટ (ખાસ પ્રકારના) અવગાહપરિણામ હોય
છે તેમ (પરમાણુને) વિશિષ્ટ ગતિપરિણામ હોય છે. તે સમજાવવામાં આવે છેઃ
જેમ
વિશિષ્ટ અવગાહપરિણામને લીધે એક પરમાણુના કદ જેવડો અનંત પરમાણુઓનો સ્કંધ
બને છે તોપણ તે સ્કંધ પરમાણુના અનંત અંશો સિદ્ધ કરતો નથી, કારણ કે પરમાણુ નિરંશ
છે; તેમ જ્યારે એક કાળાણુથી વ્યાપ્ત એક આકાશપ્રદેશના અતિક્રમણના માપ જેવડા એક

Page 276 of 513
PDF/HTML Page 307 of 544
single page version

क्रमणपरिमाणावच्छिन्नेनैकसमयेनैकस्माल्लोकान्ताद्द्वितीयं लोकान्तमाक्रामतः परमाणोर-
संख्येयाः कालाणवः समयस्यानंशत्वादसंख्येयांशत्वं न साधयन्ति
।।१३९।।
यानन्तसमयावित्यर्थः एवमुक्तलक्षणे काले विद्यमानेऽपि परमात्मतत्त्वमलभमानोऽतीतानन्तकाले
संसारसागरे भ्रमितोऽयं जीवो यतस्ततः कारणात्तदेव निजपरमात्मतत्त्वं सर्वप्रकारोपादेयरूपेण
श्रद्धेयं, स्वसंवेदनज्ञानरूपेण ज्ञातव्यमाहारभयमैथुनपरिग्रहसंज्ञास्वरूपप्रभृतिसमस्तरागादिविभावत्यागेन

ध्येयमिति तात्पर्यम्
।।१३९।। एवं कालव्याख्यानमुख्यत्वेन षष्ठस्थले गाथाद्वयं गतम् अथ पूर्वं
‘સમય’માં પરમાણુ વિશિષ્ટ ગતિપરિણામને લીધે લોકના એક છેડેથી બીજા છેડા સુધી જાય
છે ત્યારે (તે પરમાણુ વડે ઓળંગાતા) અસંખ્ય કાળાણુઓ ‘સમય’ના અસંખ્ય અંશો સિદ્ધ
કરતા નથી, કારણ કે ‘સમય’ નિરંશ છે.
ભાવાર્થઃપરમાણુને એક આકાશપ્રદેશેથી બીજા અનંતર આકાશપ્રદેશે મંદ
ગતિથી જતાં જે વખત લાગે તેને ‘સમય’ કહેવામાં આવે છે. તે ‘સમય’ કાળદ્રવ્યનો સૂક્ષ્મમાં
સૂક્ષ્મ પર્યાય છે. કાળદ્રવ્ય નિત્ય છે; ‘સમય’ ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે. જેમ
આકાશપ્રદેશ આકાશદ્રવ્યનો નાનામાં નાનો અંશ છે, તેના ભાગ પડતા નથી, તેમ ‘સમય’
કાળદ્રવ્યનો નાનામાં નાનો નિરંશ પર્યાય છે, તેના ભાગ પડતા નથી. જો ‘સમય’ના ભાગ પડે
તો તો પરમાણુ વડે એક ‘સમય’માં ઓળંગાતો જે આકાશપ્રદેશ તેના પણ તેટલા જ ભાગ
પડવા જોઈએ. પરંતુ આકાશપ્રદેશ તો નિરંશ છે; તેથી ‘સમય’ પણ નિરંશ જ છે.
અહીં પ્રશ્ન થાય છે કે જ્યારે પુદ્ગલ -પરમાણુ શીઘ્ર ગતિ વડે એક ‘સમય’માં
લોકના એક છેડેથી બીજે છેડે પહોંચી જાય છે ત્યારે તે ચૌદ રાજુ સુધી આકાશપ્રદેશોમાં
શ્રેણીબદ્ધ જેટલા કાળાણુઓ છે તે સર્વને સ્પર્શે છે, માટે અસંખ્ય કાળાણુઓને સ્પર્શતો
હોવાથી ‘સમય’ના અસંખ્ય અંશો પડવા જોઈએ. તેનું સમાધાનઃ
જેવી રીતે અનંત
પરમાણુઓનો કોઈ સ્કંધ આકાશના એક પ્રદેશમાં સમાઈ જઈને કદમાં એક પરમાણુ
જેવડો જ હોય છે, તે પરમાણુઓના ખાસ પ્રકારના અવગાહપરિણામને લીધે જ છે;
(
*પરમાણુઓમાં એવી જ કોઈ વિશિષ્ટ પ્રકારના અવગાહપરિણામની શક્તિ છે તેને લીધે
આમ બને છે;) તેથી કાંઈ પરમાણુના અનંત અંશ પડતા નથી; તેવી રીતે કોઈ પરમાણુ
એક સમયમાં અસંખ્ય કાળાણુઓને ઓળંગીને લોકના એક છેડેથી બીજે છેડે પહોંચી જાય
છે, તે પરમાણુના ખાસ પ્રકારના ગતિપરિણામને લીધે જ છે; (પરમાણુમાં એવી જ કોઈ
વિશિષ્ટ પ્રકારના ગતિપરિણામની શક્તિ છે તેને લીધે આમ બને છે;) તેથી કાંઈ
‘સમય’ના અસંખ્ય અંશ પડતા નથી. ૧૩૯.
*આકાશમાં પણ અવગાહહેતુત્વગુણને લીધે એવી શક્તિ છે કે તેનો એક પ્રદેશ પણ અનંત
પરમાણુઓને અવકાશ દેવાને સમર્થ છે.

Page 277 of 513
PDF/HTML Page 308 of 544
single page version

अथाकाशस्य प्रदेशलक्षणं सूत्रयति
आगासमणुणिविट्ठं आगासपदेससण्णया भणिदं
सव्वेसिं च अणूणं सक्कदि तं देदुमवगासं ।।१४०।।
आकाशमणुनिविष्टमाकाशप्रदेशसंज्ञया भणितम्
सर्वेषां चाणूनां शक्नोति तद्दातुमवकाशम् ।।१४०।।
आकाशस्यैकाणुव्याप्योंऽशः किलाकाशप्रदेशः, स खल्वेकोऽपि शेषपञ्चद्रव्यप्रदेशानां
परमसौक्ष्म्यपरिणतानन्तपरमाणुस्कंधानां चावकाशदानसमर्थः अस्ति चाविभागैकद्रव्यत्वेऽप्यंश-
कल्पनमाकाशस्य, सर्वेषामणूनामवकाशदानस्यान्यथानुपपत्तेः यदि पुनराकाशस्यांशा न
स्युरिति मतिस्तदाङ्गुलीयुगलं नभसि प्रसार्य निरूप्यतां किमेकं क्षेत्रं किमनेकम् एकं
यत्सूचितं प्रदेशस्वरूपं तदिदानीं विवृणोतिआगासमणुणिविट्ठं आकाशं अणुनिविष्टं पुद्गल-
परमाणुव्याप्तम् आगासपदेससण्णया भणिदं आकाशप्रदेशसंज्ञया भणितं कथितम् सव्वेसिं च अणूणं
હવે આકાશના પ્રદેશનું લક્ષણ સૂત્ર દ્વારા કહે છેઃ
આકાશ જે અણુવ્યાપ્ય, ‘આભપ્રદેશ’ સંજ્ઞા તેહને;
તે એક સૌ પરમાણુને અવકાશદાનસમર્થ છે.૧૪૦.
અન્વયાર્થઃ[अणुनिविष्टम् आकाशं] એક પરમાણુ જેટલા આકાશમાં રહે તેટલા
આકાશને [आकाशप्रदेशसंज्ञया] ‘આકાશપ્રદેશ’ એવા નામથી [भणितम्] કહેવામાં આવ્યું છે;
[च] અને [तत्] તે [सर्वेषाम् अणूनां] સર્વ પરમાણુઓને [अवकाशं दातुम् शक्नोति] અવકાશ
દેવાને સમર્થ છે.
ટીકાઃઆકાશનો એક પરમાણુથી વ્યાપ્ય અંશ તે આકાશપ્રદેશ છે; અને તે એક
(આકાશપ્રદેશ) પણ બાકીનાં પાંચ દ્રવ્યોના પ્રદેશોને તથા પરમ સૂક્ષ્મતારૂપે પરિણમેલા અનંત
પરમાણુઓના સ્કંધોને અવકાશ દેવાને સમર્થ છે. આકાશ અવિભાગ (અખંડ) એક દ્રવ્ય
હોવા છતાં તેમાં (પ્રદેશોરૂપ) અંશકલ્પના થઈ શકે છે, કારણ કે જો એમ ન હોય તો
સર્વ પરમાણુઓને અવકાશ દેવાનું બને નહિ.
આમ છતાં જો ‘આકાશના અંશો ન હોય (અર્થાત્ અંશકલ્પના ન કરાય)’ એવી
(કોઈની) માન્યતા હોય, તો બે આંગળી આકાશમાં પ્રસારીને ‘બે આંગળીનું એક ક્ષેત્ર છે
કે અનેક’ તે કહો.

Page 278 of 513
PDF/HTML Page 309 of 544
single page version

चेत्किमभिन्नांशाविभागैकद्रव्यत्वेन किं वा भिन्नांशाविभागैकद्रव्यत्वेन अभिन्नांशा-
विभागैकद्रव्यत्वेन चेत् येनांशेनैकस्या अङ्गुलेः क्षेत्रं तेनांशेनेतरस्या इत्यन्यतरांशाभावः एवं
द्वयाद्यंशानामभावादाकाशस्य परमाणोरिव प्रदेशमात्रत्वम् भिन्नांशाविभागैकद्रव्यत्वेन चेत
अविभागैकद्रव्यस्यांशकल्पनमायातम् अनेकं चेत् किं सविभागानेकद्रव्यत्वेन किं वाऽविभागै-
कद्रव्यत्वेन सविभागानेकद्रव्यत्वेन चेत् एकद्रव्यस्याकाशस्यानन्तद्रव्यत्वं, अविभागैकद्रव्यत्वेन
चेत् अविभागैकद्रव्यस्यांशकल्पनमायातम् ।।१४०।।
सर्वेषामणूनां चकारात्सूक्ष्मस्कन्धानां च सक्कदि तं देदुमवगासं शक्नोति स आकाशप्रदेशो दातुम-
वकाशम् तस्याकाशप्रदेशस्य यदीत्थंभूतमवकाशदानसामर्थ्यं न भवति तदानन्तानन्तो जीवराशिस्त-
स्मादप्यनन्तगुणपुद्गलराशिश्चासंख्येयप्रदेशलोके कथमवकाशं लभते तच्च विस्तरेण पूर्वं भणितमेव
अथ मतम्अखण्डाकाशद्रव्यस्य प्रदेशविभागः कथं घटते परिहारमाहचिदानन्दैकस्वभावनिजात्म-
तत्त्वपरमैकाग्रयलक्षणसमाधिसंजातनिर्विकाराह्लादैकरूपसुखसुधारसास्वादतृप्तमुनियुगलस्यावस्थितक्षेत्रं
किमेकमनेकं वा
यद्येकं तर्हि द्वयोरप्येकत्वं प्राप्नोति न च तथा भिन्नं चेत्तदा अखण्डस्या-
प्याकाशद्रव्यस्य प्रदेशविभागो न विरुध्यत इत्यर्थः ।।१४०।। अथ तिर्यक्प्रचयोर्ध्वप्रचयौ
જો ‘બે આંગળીનું એક ક્ષેત્ર છે’ એમ કહેવામાં આવે તો (પૂછીએ છીએ કે),
(૧) આકાશ અભિન્ન અંશોવાળું અવિભાગ એક દ્રવ્ય છે તેથી બે આંગળીનું એક ક્ષેત્ર છે
કે (૨) ભિન્ન અંશોવાળું અવિભાગ એક દ્રવ્ય છે તેથી? (૧) ‘આકાશ અભિન્ન અંશોવાળું
અવિભાગ એક દ્રવ્ય છે તેથી બે આંગળીનું એક ક્ષેત્ર છે’ એમ કહેવામાં આવે તો, જે
અંશ એક આંગળીનું ક્ષેત્ર છે તે જ અંશ બીજી આંગળીનું ક્ષેત્ર છે તેથી બેમાંથી એક અંશનો
અભાવ થયો. એ રીતે બે વગેરે (અર્થાત
્ એકથી વધારે) અંશોનો અભાવ થવાથી આકાશ
પરમાણુની માફક પ્રદેશમાત્ર ઠર્યું! (માટે તે તો ઘટતું નથી.) (૨) ‘આકાશ ભિન્ન અંશોવાળું
અવિભાગ એક દ્રવ્ય છે તેથી બે આંગળીનું એક ક્ષેત્ર છે’ એમ કહેવામાં આવે તો (તે
યોગ્ય જ છે કારણ કે) અવિભાગ એક દ્રવ્યમાં અંશકલ્પના ફલિત થઈ.
જો ‘બે આંગળીનાં અનેક ક્ષેત્ર છે (અર્થાત્ એકથી વધારે ક્ષેત્ર છે, એક નથી)’
એમ કહેવામાં આવે તો (પૂછીએ છીએ કે) (૧) ‘આકાશ સવિભાગ (ખંડખંડરૂપ) અનેક
દ્રવ્ય છે તેથી બે આંગળીનાં અનેક (એકથી વધારે) ક્ષેત્ર છે કે (૨) આકાશ અવિભાગ
એક દ્રવ્ય હોવા છતાં બે આંગળીનાં અનેક ક્ષેત્ર છે? (૧) ‘આકાશ સવિભાગ અનેક દ્રવ્ય
છે તેથી બે આંગળીનાં અનેક ક્ષેત્ર છે’ એમ કહેવામાં આવે તો, આકાશ કે જે એક દ્રવ્ય
છે તેને અનંતદ્રવ્યપણું ઠરે! (માટે તે તો ઘટતું નથી.) (૨) ‘આકાશ અવિભાગ એક દ્રવ્ય
હોવા છતાં બે આંગળીનાં અનેક ક્ષેત્ર છે’ એમ કહેવામાં આવે તો (તે યોગ્ય જ છે કારણ
કે) અવિભાગ એક દ્રવ્યમાં અંશકલ્પના ફલિત થઈ. ૧૪૦.

Page 279 of 513
PDF/HTML Page 310 of 544
single page version

अथ तिर्यगूर्ध्वप्रचयावावेदयति
एक्को व दुगे बहुगा संखातीदा तदो अणंता य
दव्वाणं च पदेसा संति हि समय त्ति कालस्स ।।१४१।।
एको वा द्वौ बहवः संख्यातीतास्ततोऽनन्ताश्च
द्रव्याणां च प्रदेशाः सन्ति हि समया इति कालस्य ।।१४१।।
प्रदेशप्रचयो हि तिर्यक्प्रचयः समयविशिष्टवृत्तिप्रचयस्तदूर्ध्वप्रचयः तत्राकाशस्या-
वस्थितानन्तप्रदेशत्वाद्धर्माधर्मयोरवस्थितासंख्येयप्रदेशत्वाज्जीवस्यानवस्थितासंख्येयप्रदेशत्वात्पुद्गलस्य
निरूपयतिएक्को व दुगे बहुगा संखातीदा तदो अणंता य एको वा द्वौ बहवः संख्यातीतास्ततोऽनन्ताश्च
दव्वाणं च पदेसा संति हि कालद्रव्यं विहाय पञ्चद्रव्याणां संबन्धिन एते प्रदेशा यथासंभवं सन्ति हि
स्फु टम् समय त्ति कालस्स कालस्य पुनः पूर्वोक्तसंख्योपेताः समयाः सन्तीति तद्यथाएकाकारपरम-
समरसीभावपरिणतपरमानन्दैकलक्षणसुखामृतभरितावस्थानां केवलज्ञानादिव्यक्तिरूपानन्तगुणाधारभूतानां
लोकाकाशप्रमितशुद्धासंख्येयप्रदेशानां मुक्तात्मपदार्थे योऽसौ प्रचयः समूहः समुदायो राशिः स
किं
किं भण्यते तिर्यक्प्रचय इति तिर्यक्सामान्यमिति विस्तारसामान्यमिति अक्रमानेकान्त इति च
હવે, તિર્યક્પ્રચય તથા ઊર્ધ્વપ્રચય જણાવે છેઃ
વર્તે પ્રદેશો દ્રવ્યને, જે એક અથવા બે અને
બહુ વા અસંખ્ય, અનંત છે; વળી હોય સમયો કાળને.૧૪૧.
અન્વયાર્થઃ[द्रव्याणां च] દ્રવ્યોને [एकः] એક, [द्वौ] બે, [बहवः] ઘણા,
[संख्यातीताः] અસંખ્ય [वा] અથવા [ततः अनन्ताः च] અનંત [प्रदेशाः] પ્રદેશો [सन्ति हि]
છે. [कालस्य] કાળને [समयाः इति] ‘સમયો’ છે.
ટીકાઃપ્રદેશોનો પ્રચય (સમૂહ) તે તિર્યક્પ્રચય અને સમયવિશિષ્ટ વૃત્તિઓનો
પ્રચય તે ઊર્ધ્વપ્રચય.
ત્યાં આકાશ અવસ્થિત (નિશ્ચળ, સ્થિર) અનંત પ્રદેશોવાળું હોવાથી, ધર્મ તથા
અધર્મ અવસ્થિત અસંખ્ય પ્રદેશોવાળાં હોવાથી, જીવ અનવસ્થિત (અસ્થિર) અસંખ્ય
૧. તિર્યક્ = તીરછો; આડો; ક્ષેત્ર -અપેક્ષિત.
૨. ઊર્ધ્વ = ઊંચો; કાળ -અપેક્ષિત.
૩. વૃત્તિ = વર્તવું તે; પરિણતિ; પર્યાય; ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય; અસ્તિત્વ.

Page 280 of 513
PDF/HTML Page 311 of 544
single page version

द्रव्येणानेकप्रदेशत्वशक्तियुक्तैकप्रदेशत्वात्पर्यायेण द्विबहुप्रदेशत्वाच्चास्ति तिर्यक्प्रचयः न पुनः
कालस्य, शक्त्या व्यक्त्या चैकप्रदेशत्वात ऊर्ध्वप्रचयस्तु त्रिकोटिस्पर्शित्वेन सांशत्वाद्द्रव्यवृत्तेः
सर्वद्रव्याणामनिवारित एव अयं तु विशेषः समयविशिष्टवृत्तिप्रचयः शेषद्रव्याणामूर्ध्वप्रचयः,
समयप्रचयः एव कालस्योर्ध्वप्रचयः शेषद्रव्याणां वृत्तेर्हि समयादर्थान्तरभूतत्वादस्ति समय-
विशिष्टत्वम् कालवृत्तेस्तु स्वतः समयभूतत्वात्तन्नास्ति ।।१४१।।
अथ कालपदार्थोर्ध्वप्रचयनिरन्वयत्वमुपहन्ति
भण्यते स च प्रदेशप्रचयलक्षणस्तिर्यक्प्रचयो यथा मुक्तात्मद्रव्ये भणितस्तथा कालं विहाय स्वकीय-
स्वकीयप्रदेशसंख्यानुसारेण शेषद्रव्याणां स भवतीति तिर्यक्प्रचयो व्याख्यातः प्रतिसमयवर्तिनां
पूर्वोत्तरपर्यायाणां मुक्ताफलमालावत्सन्तान ऊर्द्ध्वप्रचय इत्यूर्ध्वसामान्यमित्यायतसामान्यमिति
क्रमानेकान्त इति च भण्यते
स च सर्वद्रव्याणां भवति किंतु पञ्चद्रव्याणां संबन्धी
पूर्वापरपर्यायसन्तानरूपो योऽसावूर्ध्वताप्रचयस्तस्य स्वकीयस्वकीयद्रव्यमुपादानकारणम् कालस्तु
प्रतिसमयं सहकारिकारणं भवति यस्तु कालस्य समयसन्तानरूप ऊर्ध्वताप्रचयस्तस्य काल
एवोपादानकारणं सहकारिकारणं च कस्मात् कालस्य भिन्नसमयाभावात्पर्याया एव समया
પ્રદેશોવાળો હોવાથી અને પુદ્ગલ દ્રવ્યે અનેકપ્રદેશીપણાની શક્તિ સહિત એક પ્રદેશવાળું તથા
પર્યાયે બે અથવા ઘણા (
સંખ્યાત, અસંખ્યાત ને અનંત) પ્રદેશોવાળું હોવાથી, તેમને
તિર્યક્પ્રચય છે. પરંતુ કાળને તિર્યક્પ્રચય નથી, કારણ કે તે શક્તિએ તેમ જ વ્યક્તિએ એક
પ્રદેશવાળો છે.
ઊર્ધ્વપ્રચય તો સર્વ દ્રવ્યોને અનિવાર્ય જ છે , કારણ કે દ્રવ્યની વૃત્તિ ત્રણ કોટિને
(ભૂત, વર્તમાન અને ભવિષ્ય એવા ત્રણે કાળને) સ્પર્શતી હોવાથી અંશો સહિત છે.
પરંતુ, આટલો ફેર છે કે *સમયવિશિષ્ટ વૃત્તિઓનો પ્રચય તે (કાળ સિવાય) બાકીનાં
દ્રવ્યોને ઊર્ધ્વપ્રચય છે અને સમયોનો પ્રચય તે જ કાળદ્રવ્યને ઊર્ધ્વપ્રચય છે; કારણ કે
બાકીનાં દ્રવ્યોની વૃત્તિ સમયથી અર્થાંતરભૂત (-અન્ય) હોવાથી તે (વૃત્તિ) સમયવિશિષ્ટ
છે અને કાળદ્રવ્યની વૃત્તિ તો સ્વતઃ સમયભૂત હોવાથી તે (વૃત્તિ) સમયવિશિષ્ટ
નથી. ૧૪૧.
હવે કાળપદાર્થનો ઊર્ધ્વપ્રચય +નિરન્વય હોવાની વાતનું ખંડન કરે છેઃ
*સમયવિશિષ્ટ = સમયથી વિશિષ્ટ; સમય નિમિત્તભૂત હોવાથી વ્યવહારે જેમાં સમયની અપેક્ષા આવે
છે એવી.
+
નિરન્વય = અન્વય રહિત; એકપ્રવાહપણે ન હોય એવો; ખંડિત; એકરૂપતાસદ્રશતા રહિત.

Page 281 of 513
PDF/HTML Page 312 of 544
single page version

उप्पादो पद्धंसो विज्जदि जदि जस्स एगसमयम्हि
समयस्स सो वि समओ सभावसमवट्ठिदो हवदि ।।१४२।।
उत्पादः प्रध्वंसो विद्यते यदि यस्यैकसमये
समयस्य सोऽपि समयः स्वभावसमवस्थितो भवति ।।१४२।।
समयो हि समयपदार्थस्य वृत्त्यंशः तस्मिन् कस्याप्यवश्यमुत्पादप्रध्वंसौ संभवतः,
परमाणोर्व्यतिपातोत्पद्यमानत्वेन कारणपूर्वत्वात तौ यदि वृत्त्यंशस्यैव, किं यौगपद्येन किं
भवन्तीत्यभिप्रायः ।।१४१।। एवं सप्तमस्थले स्वतन्त्रगाथाद्वयं गतम् अथ समयसन्तानरूपस्योर्ध्व-
प्रचयस्यान्वयिरूपेणाधारभूतं कालद्रव्यं व्यवस्थापयतिउप्पादो पद्धंसो विज्जदि जदि उत्पादः प्रध्वंसो
विद्यते यदि चेत् कस्य जस्स यस्य कालाणोः क्व एगसमयम्हि एकसमये वर्तमानसमये समयस्स
समयोत्पादकत्वात्समयः कालाणुस्तस्य सो वि समओ सोऽपि कालाणुः सभावसमवट्ठिदो हवदि
स्वभावसमवस्थितो भवति पूर्वोक्तमुत्पादप्रध्वंसद्वयं तदाधारभूतं कालाणुद्रव्यरूपं ध्रौव्यमिति
એક જ સમયમાં ધ્વંસ ને ઉત્પાદનો સદ્ભાવ છે
જો કાળને, તો કાળ તેહ સ્વભાવ -સમવસ્થિત છે.૧૪૨.
અન્વયાર્થઃ[यदि यस्य समयस्य] જો કાળને [एकसमये] એક સમયમાં [उत्पादः
प्रध्वंसः] ઉત્પાદ અને ધ્વંસ [विद्यते] વર્તે છે, [सः अपि समयः] તો તે કાળ [स्वभावसमवस्थितः]
સ્વભાવે અવસ્થિત અર્થાત્ ધ્રુવ [भवति] (ઠરે) છે.
ટીકાઃસમય કાળપદાર્થનો *વૃત્ત્યંશ છે; તેમાં (તે વૃત્ત્યંશમાં) કોઈને પણ
અવશ્ય ઉત્પાદ તથા વિનાશ સંભવે છે, કેમ કે પરમાણુના અતિક્રમણ દ્વારા (સમયરૂપી
વૃત્ત્યંશ) ઉત્પન્ન થતો હોવાથી કારણપૂર્વક છે. (પરમાણુ વડે જે એક આકાશપ્રદેશનું મંદ
ગતિથી ઓળંગવું તે કારણ છે અને સમયરૂપી વૃત્ત્યંશ તે કારણનું કાર્ય છે તેથી તેમાં કોઈ
પદાર્થને ઉત્પાદ તથા વિનાશ થતા હોવા જોઈએ.)
(‘કોઈ પદાર્થને ઉત્પાદ -વિનાશ થવાની શી જરૂર છે? તેને બદલે તે વૃત્ત્યંશને
જ ઉત્પાદ -વિનાશ થતા માની લઈએ તો શી હરકત?’ એવા તર્કનું સમાધાન કરવામાં
આવે છેઃ)
ઉત્પાદ અને વિનાશ જો વૃત્ત્યંશના જ માનવામાં આવે તો, (પૂછીએ છીએ કે)
*વૃત્ત્યંશ = વૃત્તિનો અંશ; સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરિણતિ અર્થાત્ પર્યાય.
પ્ર. ૩૬

Page 282 of 513
PDF/HTML Page 313 of 544
single page version

क्रमेण यौगपद्येन चेत्, नास्ति यौगपद्यं, सममेकस्य विरुद्धधर्मयोरनवतारात क्रमेण चेत्,
नास्ति क्रमः, वृत्त्यंशस्य सूक्ष्मत्वेन विभागाभावात ततो वृत्तिमान् कोऽप्यवश्यमनुसर्तव्यः
स च समयपदार्थ एव तस्य खल्वेकस्मिन्नपि वृत्त्यंशे समुत्पादप्रध्वंसौ संभवतः यो हि यस्य
वृत्तिमतो यस्मिन् वृत्त्यंशे तद्वृत्यंशविशिष्टत्वेनोत्पादः, स एव तस्यैव वृत्तिमतस्तस्मिन्नेव वृत्त्यंशे
पूर्ववृत्त्यंशविशिष्टत्वेन प्रध्वंसः
यद्येवमुत्पादव्ययावेकस्मिन्नपि वृत्त्यंशे संभवतः समयपदार्थस्य
कथं नाम निरन्वयत्वं, यतः पूर्वोत्तरवृत्त्यंशविशिष्टत्वाभ्यां युगपदुपात्तप्रध्वंसोत्पादस्यापि
स्वभावेनाप्रध्वस्तानुत्पन्नत्वादवस्थितत्वमेव न भवेत
एवमेकस्मिन् वृत्त्यंशे समयपदार्थ-
त्रयात्मकः स्वभावः सत्तास्तित्वमिति यावत् तत्र सम्यगवस्थितः स्वभावसमवस्थितो भवति तथाहितथाहि
यथाङ्गुलिद्रव्ये यस्मिन्नेव वर्तमानक्षणे वक्रपर्यायस्योत्पादस्तस्मिन्नेव क्षणे तस्यैवाङ्गुलिद्रव्यस्य
पूर्वर्जुपर्यायेण प्रध्वंसस्तदाधारभूताङ्गुलिद्रव्यत्वेन ध्रौव्यमिति द्रव्यसिद्धिः
अथवा स्वस्वभावरूप-
सुखेनोत्पादस्तस्मिन्नेव क्षणे तस्यैवात्मद्रव्यस्य पूर्वानुभूताकुलत्वदुःखरूपेण प्रध्वंसस्तदुभयाधारभूत-
परमात्मद्रव्यत्वेन ध्रौव्यमिति द्रव्यसिद्धिः
अथवा मोक्षपर्यायरूपेणोत्पादस्तस्मिन्नेव क्षणे रत्नत्रयात्मक-
निश्चयमोक्षमार्गपर्यायरूपेण प्रध्वंसस्तदुभयाधारपरमात्मद्रव्यत्वेन ध्रौव्यमिति द्रव्यसिद्धिः तथा
वर्तमानसमयरूपपर्यायेणोत्पादस्तस्मिन्नेव क्षणे तस्यैव कालाणुद्रव्यस्य पूर्वसमयरूपपर्यायेण प्रध्वंसस्त-
(૧) તેઓ (ઉત્પાદ તથા વિનાશ) યુગપદ્ છે કે (૨) ક્રમે છે? (૧) જો ‘યુગપદ્ છે’ એમ
કહેવામાં આવે તો, યુગપદ્પણું (ઘટતું) નથી કારણ કે એકીવખતે એકને બે વિરુદ્ધ ધર્મો
ન હોય (અર્થાત
્ એકીવખતે એક વૃત્ત્યંશને પ્રકાશ અને અંધકારની માફક ઉત્પાદ અને
વિનાશ એવા બે વિરુદ્ધ ધર્મો ન હોય.) (૨) જો ‘ક્રમે છે’ એમ કહેવામાં આવે તો, ક્રમ
નથી (અર્થાત
્ ક્રમ પણ ઘટતો નથી) કારણ તે વૃત્ત્યંશ સૂક્ષ્મ હોવાથી તેમાં વિભાગનો અભાવ
છે. માટે (આ રીતે સમયરૂપી વૃત્ત્યંશને ઉત્પાદ તથા વિનાશ થવા અશક્ય હોવાથી) કોઈ
*વૃત્તિમાન અવશ્ય શોધવો જોઈએ. અને તે (વૃત્તિમાન) કાળપદાર્થ જ છે. તેને (તે
કાળપદાર્થને) ખરેખર એક વૃત્ત્યંશમાં પણ ઉત્પાદ અને વિનાશ સંભવે છે; કારણ કે જે
વૃત્તિમાનને જે વૃત્ત્યંશમાં તે વૃત્ત્યંશની અપેક્ષાએ જે ઉત્પાદ છે, તે જ (ઉત્પાદ) તે જ
વૃત્તિમાનને તે જ વૃત્ત્યંશમાં પૂર્વ વૃત્ત્યંશની અપેક્ષાએ વિનાશ છે (અર્થાત
્ કાળપદાર્થને જે
વર્તમાન પર્યાયની અપેક્ષાએ ઉત્પાદ છે, તે જ પૂર્વ પર્યાયની અપેક્ષાએ વિનાશ છે.)
જો આમ ઉત્પાદ અને વિનાશ એક વૃત્ત્યંશમાં પણ સંભવે છે, તો કાળપદાર્થ
નિરન્વય કઈ રીતે હોય, કે જેથી પહેલાંના અને પછીના વૃત્ત્યંશની અપેક્ષાએ યુગપદ્ વિનાશ
અને ઉત્પાદ પામતો હોવા છતાં પણ સ્વભાવે અવિનષ્ટ અને અનુત્પન્ન હોવાથી તે
*વૃત્તિમાન = વૃત્તિવાળો; વૃત્તિને ધરનાર પદાર્થ.

Page 283 of 513
PDF/HTML Page 314 of 544
single page version

स्योत्पादव्ययध्रौव्यवत्त्वं सिद्धम् ।।१४२।।
अथ सर्ववृत्त्यंशेषु समयपदार्थस्योत्पादव्ययध्रौव्यवत्त्वं साधयति
एगम्हि संति समये संभवठिदिणाससण्णिदा अट्ठा
समयस्स सव्वकालं एस हि कालाणुसब्भावो ।।१४३।।
एकस्मिन् सन्ति समये संभवस्थितिनाशसंज्ञिता अर्थाः
समयस्य सर्वकालं एष हि कालाणुसद्भावः ।।१४३।।
अस्ति हि समस्तेष्वपि वृत्त्यंशेषु समयपदार्थस्योत्पादव्ययध्रौव्यत्वमेकस्मिन् वृत्त्यंशे तस्य
दर्शनात उपपत्तिमच्चैतत्, विशेषास्तित्वस्य सामान्यास्तित्वमन्तरेणानुपपत्तेः अयमेव च
दुभयाधारभूताङ्गुलिद्रव्यस्थानीयेन कालाणुद्रव्यरूपेण ध्रौव्यमिति कालद्रव्यसिद्धिरित्यर्थः ।।१४२।।
अथ पूर्वोक्तप्रकारेण यथा वर्तमानसमये कालद्रव्यस्योत्पादव्ययध्रौव्यत्वं स्थापितं तथा सर्वसमयेष्व-
स्तीति निश्चिनोति
एगम्हि संति समये संभवठिदिणाससण्णिदा अट्ठा एकस्मिन्समये सन्ति विद्यन्ते के
(કાળપદાર્થ) અવસ્થિત ન હોય? (કાળપદાર્થને એક વૃત્ત્યંશમાં પણ ઉત્પાદ અને વિનાશ
યુગપદ્ થતા હોવાથી તે નિરન્વય અર્થાત
્ ખંડિત નથી માટે સ્વભાવે અવશ્ય ધ્રુવ છે.)
આ પ્રમાણે એક વૃત્ત્યંશમાં કાળપદાર્થ ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યવાળો છે એમ સિદ્ધ
થયું. ૧૪૨.
હવે (જેમ એક વૃત્ત્યંશમાં કાળપદાર્થ ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળો સિદ્ધ કર્યો તેમ) સર્વ
વૃત્ત્યંશોમાં કાળપદાર્થ ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળો છે એમ સિદ્ધ કરે છેઃ
પ્રત્યેક સમયે જન્મ -ધ્રૌવ્ય -વિનાશ અર્થો કાળને
વર્તે સરવદા; આ જ બસ કાળાણુનો સદ્ભાવ છે.૧૪૩.
અન્વયાર્થઃ[एकस्मिन् समये] એક એક સમયમાં [संभवस्थितिनाशसंज्ञिताः अर्थाः]
ઉત્પાદ, ધ્રૌવ્ય અને વ્યય નામના અર્થો [समयस्य] કાળને [सर्वकालं] સદાય [सन्ति] હોય
છે. [एषः हि] આ જ [कालाणुसद्भावः] કાળાણુનો સદ્ભાવ છે (અર્થાત્ આ જ કાળાણુના
અસ્તિત્વની સિદ્ધિ છે).
ટીકાઃકાળપદાર્થને બધાય વૃત્ત્યંશોમાં ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય હોય છે, કારણ કે
(૧૪૨મી ગાથામાં સિદ્ધ થયું તેમ) એક વૃત્ત્યંશમાં તેઓ (ઉત્પાદવ્યયધ્રૌવ્ય) જોવામાં આવે
છે. અને આ યોગ્ય જ છે, કારણ કે વિશેષ અસ્તિત્વ સામાન્ય અસ્તિત્વ વિના બની શકે

Page 284 of 513
PDF/HTML Page 315 of 544
single page version

समयपदार्थस्य सिद्धयति सद्भावः यदि विशेषसामान्यास्तित्वे सिद्धयतस्तदा त अस्तित्व-
मन्तरेण न सिद्धयतः कथंचिदपि ।।१४३।।
अथ कालपदार्थस्यास्तित्वान्यथानुपपत्त्या प्रदेशमात्रत्वं साधयति
जस्स ण संति पदेसा पदेसमेत्तं व तच्चदो णादुं
सुण्णं जाण तमत्थं अत्थंतरभूदमत्थीदो ।।१४४।।
यस्य न सन्ति प्रदेशाः प्रदेशमात्रं वा तत्त्वतो ज्ञातुम्
शून्यं जानीहि तमर्थमर्थान्तरभूतमस्तित्वात।।१४४।।
संभवस्थितिनाशसंज्ञिता अर्थाः धर्माः स्वभावा इति यावत् कस्य संबन्धिनः समयस्स
समयरूपपर्यायस्योत्पादकत्वात् समयः कालाणुस्तस्य सव्वकालं यद्येकस्मिन् वर्तमानसमये सर्वदा
तथैव एस हि कालाणुसब्भावो एषः प्रत्यक्षीभूतो हि स्फु टमुत्पादव्ययध्रौव्यात्मककालाणुसद्भाव इति
तद्यथायथा पूर्वमेकसमयोत्पादप्रध्वंसाधारेणाङ्गुलिद्रव्यादिदृष्टान्तेन वर्तमानसमये कालद्रव्यस्यो-
त्पादव्ययध्रौव्यत्वं स्थापितं तथा सर्वसमयेषु ज्ञातव्यमिति अत्र यद्यप्यतीतानन्तकाले दुर्लभायाः
सर्वप्रकारोपादेयभूतायाः सिद्धगतेः काललब्धिरूपेण बहिरङ्गसहकारी भवति कालस्तथापि निश्चयनयेन
निजशुद्धात्मतत्त्वसम्यक्श्रद्धानज्ञानानुष्ठानसमस्तपरद्रव्येच्छानिरोधलक्षणतपश्चरणरूपा या तु निश्चयचतु-

र्विधाराधना सैव तत्रोपादानकारणं, न च कालस्तेन कारणेन स हेय इति भावार्थः
।।१४३।।
નહિ. આ જ કાળપદાર્થના સદ્ભાવની (અસ્તિત્વની) સિદ્ધિ છે; (કારણ કે) જો વિશેષ
અસ્તિત્વ અને સામાન્ય અસ્તિત્વ સિદ્ધ થાય છે તો તેઓ અસ્તિત્વ વિના કોઈ પણ રીતે
સિદ્ધ થતા નથી. ૧૪૩.
હવે કાળપદાર્થના અસ્તિત્વની અન્યથા અનુપપત્તિ હોવાથી (અર્થાત્ કાળપદાર્થનું
અસ્તિત્વ બીજી કોઈ રીતે નહિ બની શકતું હોવાથી) તેનું પ્રદેશમાત્રપણું સિદ્ધ કરે છેઃ
જે અર્થને ન બહુ પ્રદેશ, ન એક વા પરમાર્થથી,
તે અર્થ જાણો શૂન્ય કેવળઅન્ય જે અસ્તિત્વથી.૧૪૪.
અન્વયાર્થઃ[यस्य] જે પદાર્થને [प्रदेशाः] પ્રદેશો [प्रदेशमात्रं वा] અથવા એક
પ્રદેશ પણ [तत्त्वतः ज्ञातुम् न सन्ति] પરમાર્થે જણાતો નથી, [तम् अर्थम्] તે પદાર્થને
[शून्यं जानीहि]
શૂન્ય જાણ[अस्तित्वात् अर्थान्तरभूतम्] કે જે અસ્તિત્વથી અર્થાન્તરભૂત
(અન્ય) છે.

Page 285 of 513
PDF/HTML Page 316 of 544
single page version

अथोत्पादव्ययध्रौव्यात्मकास्तित्वावष्टम्भेन कालस्यैकप्रदेशत्वं साधयतिजस्स ण संति यस्य पदार्थस्य
न सन्ति न विद्यन्ते के पदेसा प्रदेशाः पदेसमेत्तं तु प्रदेशमात्रमेकप्रदेशप्रमाणं पुनस्तद्वस्तु तच्चदो णादुं
तत्त्वतः परमार्थतो ज्ञातुं शक्यते सुण्णं जाण तमत्थं यस्यैकोऽपि प्रदेशो नास्ति तमर्थं पदार्थं शून्यं
अस्तित्वं हि तावदुत्पादव्ययध्रौव्यैक्यात्मिका वृत्तिः न खलु सा प्रदेशमन्तरेण
सूत्र्यमाणा कालस्य संभवति, यतः प्रदेशाभावे वृत्तिमदभावः स तु शून्य एव,
अस्तित्वसंज्ञाया वृत्तेरर्थान्तरभूतत्वात न च वृत्तिरेव केवला कालो भवितुमर्हति, वृत्तेर्हि
वृत्तिमन्तमन्तरेणानुपपत्तेः उपपत्तौ वा कथमुत्पादव्ययध्रौव्यैक्यात्मकत्वम् अनाद्यन्त-
निरन्तरानेकांशवशीकृतैकात्मकत्वेन पूर्वपूर्वांशप्रध्वंसादुत्तरोत्तरांशोत्पादादेकात्मध्रौव्यादिति चेत्;
नैवम् यस्मिन्नंशे प्रध्वंसो यस्मिंश्चोत्पादस्तयोः सहप्रवृत्त्यभावात् कुतस्त्यमैक्यम् तथा
प्रध्वस्तांशस्य सर्वथास्तमितत्वादुत्पद्यमानांशस्य वासम्भवितात्मलाभत्वात्प्रध्वंसोत्पादैक्य-
ટીકાઃપ્રથમ તો અસ્તિત્વ તે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યના ઐક્યસ્વરૂપ વૃત્તિ છે.
તે (વૃત્તિ અર્થાત્ હયાતી) કાળને પ્રદેશ વિના હોય છે એમ કહેવામાં આવે તો તે સંભવતું
નથી; કારણ કે પ્રદેશના અભાવે વૃત્તિમાનનો અભાવ હોય છે. તે તો શૂન્ય જ છે, કેમ
કે અસ્તિત્વ નામની વૃત્તિથી અર્થાન્તરભૂત છે
અન્ય છે.
વળી (અહીં એમ તર્ક કરવામાં આવે કે ‘એકલી સમયપર્યાયરૂપ વૃત્તિ જ માનો;
વૃત્તિમાન કાળાણુપદાર્થની શી જરૂર છે?’ તેનું સમાધાન કરવામાં આવે છેઃ) એકલી વૃત્તિ
(સમયરૂપ પરિણતિ) તે જ કાળ હોય એ ઘટતું નથી; કારણ કે વૃત્તિ વૃત્તિમાન વિના બની
શકે નહિ. ‘વૃત્તિ વૃત્તિમાન વિના બની શકે છે’ એમ કહેવામાં આવે તો, (પૂછીએ છીએ
કે વૃત્તિ તો ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યની એકતાસ્વરૂપ હોવી જોઈએ;) એકલી વૃત્તિ ઉત્પાદ -વ્યય-
ધ્રૌવ્યની એકતાસ્વરૂપ કઇ રીતે હોઈ શકે? ‘અનાદિ -અનંત, અનંતર (
પરસ્પર અંતર પડ્યા
વિના એક પછી એક પ્રવર્તતા) અનેક અંશોને લીધે *એકાત્મકતા થતી હોવાથી, પહેલા
પહેલાના અંશોનો નાશ થાય છે, પછીપછીના અંશોનો ઉત્પાદ થાય છે અને એકાત્મકતારૂપ
ધ્રૌવ્ય રહે છે
એ રીતે એકલી વૃત્તિ પણ ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યની એકતાસ્વરૂપ હોઈ શકે છે’
એમ કહેવામાં આવે તો, એમ નથી. (તે એકલી વૃત્તિમાં તો) જે અંશમાં નાશ છે અને
જે અંશમાં ઉત્પાદ છે તે બે અંશો સાથે નહિ પ્રવર્તતા હોવાથી (ઉત્પાદ અને વ્યયનું) ઐક્ય
ક્યાંથી? તથા નષ્ટ અંશ સર્વથા અસ્ત થયો હોવાથી અને ઉત્પન્ન થતો અંશ પોતાના
સ્વરૂપને પામ્યો નહિ હોવાથી (અર્થાત
્ ઊપજ્યો નહિ હોવાથી) નાશ અને ઉત્પાદની
*
એકાત્મકતા = એકસ્વરૂપતા. (કાળદ્રવ્ય વિના પણ અનાદિ કાળથી અનંત કાળ સુધી સમયો એક
પછી એક પરસ્પર અંતર પડ્યા વિના પ્રવર્તે છે તેથી એકપ્રવાહરૂપ બની જવાથી તેમાં એકસ્વરૂપપણું
આવે છે
એમ શંકાકાર તરફથી તર્ક છે.)

Page 286 of 513
PDF/HTML Page 317 of 544
single page version

जानीहि हे शिष्य कस्माच्छून्यमिति चेत् अत्थंतरभूदं एकप्रदेशाभावे सत्यर्थान्तरभूतं भिन्नं भवति
यतः कारणात् कस्याः सकाशाद्भिन्नम् अत्थीदो उत्पादव्ययध्रौव्यात्मकसत्ताया इति तथाहिकाल-
पदार्थस्य तावत्पूर्वसूत्रोदितप्रकारेणोत्पादव्ययध्रौव्यात्मकमस्तित्वं विद्यते; तच्चास्तित्वं प्रदेशं विना न
એકતામાં વર્તનારું ધ્રૌવ્ય જ ક્યાંથી? આમ હોતાં, ત્રિલક્ષણપણું (ઉત્પાદવ્યયધ્રૌવ્યપણું) નષ્ટ
થાય છે, ક્ષણભંગ (અર્થાત
્ બૌદ્ધોને માન્ય ક્ષણવિનાશ) ઉલ્લસે છે, નિત્ય દ્રવ્ય અસ્ત પામે
છે અને ક્ષણમાં નાશ પામતા ભાવો ઉત્પન્ન થાય છે. માટે *તત્ત્વવિપ્લવના ભયથી અવશ્ય
વૃત્તિના આશ્રયભૂત કોઈ વૃત્તિમાન શોધવોસ્વીકારવોયોગ્ય છે. તે તો પ્રદેશ જ છે
(અર્થાત્ તે વૃત્તિમાન સપ્રદેશ જ હોય છે), કારણ કે અપ્રદેશને અન્વય તથા વ્યતિરેકનું
અનુવિધાયિત્વ અસિદ્ધ છે (અપ્રદેશ હોય તે અન્વય તથા વ્યતિરેકોને અનુસરી શકે નહિ
અર્થાત્ તેમાં ધ્રૌવ્ય તથા ઉત્પાદ -વ્યય હોઈ શકે નહિ).
[પ્રશ્નઃ] આ પ્રમાણે કાળ સપ્રદેશ છે તો તેને એક દ્રવ્યના કારણભૂત લોકાકાશ
તુલ્ય અસંખ્ય પ્રદેશો કેમ ન માનવા જોઈએ?
[ઉત્તરઃ] એમ હોય તો પર્યાયસમય પ્રસિદ્ધ થતો નથી તેથી અસંખ્ય પ્રદેશો
માનવા યોગ્ય નથી. પરમાણુ વડે પ્રદેશમાત્ર દ્રવ્યસમય ઓળંગાતાં (અર્થાત્ પરમાણુ વડે
એક પ્રદેશમાત્ર કાળાણુથી નિકટના બીજા પ્રદેશમાત્ર કાળાણુ સુધી મંદ ગતિએ ગમન કરતાં)
પર્યાયસમય પ્રસિદ્ધ થાય છે. જો દ્રવ્યસમય લોકાકાશ તુલ્ય અસંખ્ય પ્રદેશોવાળો હોય તો
પર્યાયસમયની સિદ્ધિ ક્યાંથી થાય?
‘જો દ્રવ્યસમય અર્થાત્ કાળપદાર્થ લોકાકાશ જેટલા અસંખ્ય પ્રદેશોવાળું એક દ્રવ્ય
હોય તોપણ પરમાણુ વડે તેનો એક પ્રદેશ ઓળંગાતાં પર્યાયસમયની સિદ્ધિ થાય’ એમ
કહેવામાં આવે તો, એમ નથી; કારણ કે (તેમાં બે દોષ આવે છે)
वर्तिध्रौव्यमेव कुतस्त्यम् एवं सति नश्यति त्रैलक्षण्यं, उल्लसति क्षणभङ्गः, अस्तमुपैति नित्यं
द्रव्यं, उदीयन्ते क्षणक्षयिणो भावाः ततस्तत्त्वविप्लवभयात्कश्चिदवश्यमाश्रयभूतो वृत्तेर्वृत्ति-
माननुसर्तव्यः स तु प्रदेश एवाप्रदेशस्यान्वयव्यतिरेकानुविधायित्वासिद्धेः एवं सप्रदेशत्वे हि
कालस्य कुत एकद्रव्यनिबन्धनं लोकाकाशतुल्यासंख्येयप्रदेशत्वं नाभ्युपगम्येत पर्याय-
समयाप्रसिद्धेः प्रदेशमात्रं हि द्रव्यसमयमतिक्रामतः परमाणोः पर्यायसमयः प्रसिद्धयति
लोकाकाशतुल्यासंख्येयप्रदेशत्वे तु द्रव्यसमयस्य कुतस्त्या तत्सिद्धिः लोकाकाशतुल्या-
संख्येयप्रदेशैकद्रव्यत्वेऽपि तस्यैकं प्रदेशमतिक्रामतः परमाणोस्तत्सिद्धिरिति चेन्नैवं; एकदेशवृत्तेः
*તત્ત્વવિપ્લવ = વસ્તુસ્વરૂપમાં અંધાધૂંધી. [તત્ત્વ = વસ્તુસ્વરૂપ. વિપ્લવ = અંધાધૂંધી; ગોટાળો; વિરોધ;
વિનાશ.]

Page 287 of 513
PDF/HTML Page 318 of 544
single page version

घटते यश्च प्रदेशवान् स कालपदार्थ इति अथ मतं कालद्रव्याभावेऽप्युत्पादव्ययध्रौव्यत्वं घटते
नैवम् अङ्गुलिद्रव्याभावे वर्तमानवक्रपर्यायोत्पादो भूतर्जुपर्यायस्य विनाशस्तदुभयाधारभूतं ध्रौव्यं
कस्य भविष्यति न कस्यापि तथा कालद्रव्याभावे वर्तमानसमयरूपोत्पादो भूतसमयरूपो
विनाशस्तदुभयाधारभूतं ध्रौव्यं क स्य भविष्यति न क स्यापि एवं सत्येतदायातिअन्यस्य भङ्गोऽन्य-
स्योत्पादोऽन्यस्य ध्रौव्यमिति सर्वं वस्तुस्वरूपं विप्लवते तस्माद्वस्तुविप्लवभयादुत्पादव्ययध्रौव्याणां
कोऽप्येक आधारभूतोऽस्तीत्यभ्युपगन्तव्यम् स चैकप्रदेशरूपः कालाणुपदार्थ एवेति अत्रातीता-
नन्तकाले ये केचन सिद्धसुखभाजनं जाताः, भाविकाले च ‘आत्मोपादानसिद्धं स्वयमतिशयवद्’
इत्यादिविशेषणविशिष्टसिद्धसुखस्य भाजनं भविष्यन्ति ते सर्वेऽपि काललब्धिवशेनैव
तथापि तत्र
निजपरमात्मोपादेयरुचिरूपं वीतरागचारित्राविनाभूतं यन्निश्चयसम्यक्त्वं तस्यैव मुख्यत्वं, न च कालस्य,
तेन स हेय इति
तथा चोक्तम्‘‘किं पलविएण बहुणा जे सिद्धा णरवरा गये काले सिज्झहहि जे
सर्ववृत्तित्वविरोधात सर्वस्यापि हि कालपदार्थस्य यः सूक्ष्मो वृत्त्यंशः स समयो, न
तु तदेकदेशस्य तिर्यक्प्रचयस्योर्ध्वप्रचयत्वप्रसंगाच्च तथाहिप्रथममेकेन प्रदेशेन
वर्तते, ततोऽन्येन, ततोऽप्यन्यतरेणेति तिर्यक्प्रचयोऽप्यूर्ध्वप्रचयीभूय प्रदेशमात्रं द्रव्यम-
वस्थापयति
ततस्तिर्यक्प्रचयस्योर्ध्वप्रचयत्वमनिच्छता प्रथममेव प्रदेशमात्रं कालद्रव्यं
व्यवस्थापयितव्यम् ।।१४४।।
अथैवं ज्ञेयतत्त्वमुक्त्वा ज्ञानज्ञेयविभागेनात्मानं निश्चिन्वन्नात्मनोऽत्यन्तविभक्तत्वाय
व्यवहारजीवत्वहेतुमालोचयति
(૧) [દ્રવ્યના એક દેશની પરિણતિને આખા દ્રવ્યની પરિણતિ માનવાનો પ્રસંગ આવે
છે.] એક દેશની વૃત્તિ તે આખા દ્રવ્યની વૃત્તિ માનવામાં વિરોધ છે. આખાય કાળપદાર્થનો
જે સૂક્ષ્મ વૃત્ત્યંશ તે સમય છે, પરંતુ તેના એક દેશનો વૃત્ત્યંશ તે સમય નથી.
વળી, (૨) તિર્યક્પ્રચયને ઊર્ધ્વપ્રચયપણાનો પ્રસંગ આવે છે. તે આ પ્રમાણેઃ પ્રથમ
કાળદ્રવ્ય એક પ્રદેશે વર્તે, પછી બીજા પ્રદેશે વર્તે, પછી વળી અન્ય પ્રદેશે વર્તે (આવો પ્રસંગ
આવે છે). આમ તિર્યક્પ્રચય ઊર્ધ્વપ્રચય બનીને દ્રવ્યને પ્રદેશમાત્ર સ્થાપિત કરે છે (અર્થાત
તિર્યક્પ્રચય તે જ ઊર્ધ્વપ્રચય છે એમ માનવાનો પ્રસંગ આવતો હોવાથી દ્રવ્ય પ્રદેશમાત્ર
જ સિદ્ધ થાય છે). માટે તિર્યક્પ્રચયને ઊર્ધ્વપ્રચયપણું નહિ ઇચ્છનારે પ્રથમ જ કાળદ્રવ્યને
પ્રદેશમાત્ર નક્કી કરવું.
(આમ જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપનને વિષે દ્રવ્યવિશેષપ્રજ્ઞાપન સમાપ્ત થયું.) ૧૪૪.
હવે, એ રીતે જ્ઞેયતત્ત્વ કહીને, જ્ઞાન અને જ્ઞેયના વિભાગ વડે આત્માને નક્કી કરતા
થકા, આત્માને અત્યંત વિભક્ત (ભિન્ન) કરવા માટે વ્યવહારજીવત્વનો હેતુ વિચારે છેઃ

Page 288 of 513
PDF/HTML Page 319 of 544
single page version

वि भविया तं जाणह सम्ममाहप्पं’’ ।।१४४।। एवं निश्चयकालव्याख्यानमुख्यत्वेनाष्टमस्थले गाथात्रयं
गतम् इति पूर्वोक्तप्रकारेण ‘दव्वं जीवमजीवं’ इत्याद्येकोनविंशतिगाथाभिः स्थलाष्टकेन विशेष-
ज्ञेयाधिकारः समाप्तः ।। अतः परं शुद्धजीवस्य द्रव्यभावप्राणैः सह भेदनिमित्तं ‘सपदेसेहिं समग्गो’
सपदेसेहिं समग्गो लोगो अट्ठेहिं णिट्ठिदो णिच्चो
जो तं जाणदि जीवो पाणचदुक्काभिसंबद्धो ।।१४५।।
सप्रदेशैः समग्रो लोकोऽर्थैर्निष्ठितो नित्यः
यस्तं जानाति जीवः प्राणचतुष्काभिसम्बद्धः ।।१४५।।
एवमाकाशपदार्थादाकालपदार्थाच्च समस्तैरेव संभावितप्रदेशसद्भावैः पदार्थैः समग्र
एव यः समाप्तिं नीतो लोकस्तं खलु तदन्तःपातित्वेऽप्यचिन्त्यस्वपरपरिच्छेदशक्तिसंपदा जीव
एव जानीते, नत्वितरः
एवं शेषद्रव्याणि ज्ञेयमेव, जीवद्रव्यं तु ज्ञेयं ज्ञानं चेति ज्ञान-
ज्ञेयविभागः अथास्य जीवस्य सहजविजृम्भितानन्तज्ञानशक्तिहेतुके त्रिसमयावस्थायित्वलक्षणे
સપ્રદેશ અર્થોથી સમાપ્ત સમગ્ર લોક સુનિત્ય છે;
તસુ જાણનારો જીવ, પ્રાણચતુષ્કથી સંયુક્ત જે.૧૪૫.
અન્વયાર્થઃ[सप्रदेशैः अर्थैः] સપ્રદેશ પદાર્થો વડે [निष्ठितः] સમાપ્તિ પામેલો
[समग्रः लोकः] આખો લોક [नित्यः] નિત્ય છે. [तं] તેને [यः जानाति] જે જાણે છે [जीवः]
તે જીવ છે[प्राणचतुष्काभिसंबद्धः] કે જે (સંસારદશામાં) ચાર પ્રાણોથી સંયુક્ત છે.
ટીકાઃએ પ્રમાણે, પ્રદેશનો સદ્ભાવ જેમને ફલિત થયો છે એવા જે
આકાશપદાર્થથી માંડીને કાળપદાર્થ સુધીના બધાય પદાર્થો તેમના વડે સમાપ્તિ પામેલો જે
આખોય લોક, તેને ખરેખર તેમાં
અંતઃપાતી હોવા છતાં અચિંત્ય એવી સ્વ -પરને
જાણવાની શક્તિરૂપ સંપદા વડે જીવ જ જાણે છે, પરંતુ બીજું કોઈ જાણતું નથી. એ રીતે
બાકીનાં દ્રવ્યો જ્ઞેય જ છે અને જીવદ્રવ્ય તો જ્ઞેય તેમ જ જ્ઞાન છે;
આમ જ્ઞાન અને
જ્ઞેયનો વિભાગ છે.
હવે આ જીવને, સહજપણે પ્રગટ (સ્વભાવથી જ પ્રગટ) એવી અનંતજ્ઞાનશક્તિ જેનો
હેતુ છે અને ત્રણે કાળે અવસ્થાયીપણું (ટકવાપણું) જેનું લક્ષણ છે એવું, વસ્તુના સ્વરૂપભૂત
૧. છ દ્રવ્યોથી જ આખો લોક સમાપ્ત થાય છે અર્થાત્ તે દ્રવ્યો ઉપરાન્ત બીજું કાંઈ લોકમાં નથી.
૨. અંતઃપાતી = અંદર આવી જતો; અંદર સમાઈ જતો. (જીવ લોકની અંદર આવી જાય છે.)

Page 289 of 513
PDF/HTML Page 320 of 544
single page version

वस्तुस्वरूपभूततया सर्वदानपायिनि निश्चयजीवत्वे सत्यपि संसारावस्थायामनादि-
प्रवाहप्रवृत्तपुद्गलसंश्लेषदूषितात्मतया प्राणचतुष्काभिसंबद्धत्वं व्यवहारजीवत्वहेतुर्विभक्त-
व्योऽस्ति
।।१४५।।
अथ के प्राणा इत्यावेदयति
इत्यादि यथाक्रमेण गाथाष्टकपर्यन्तं सामान्यभेदभावनाव्याख्यानं करोति तद्यथा अथ
ज्ञानज्ञेयज्ञापनार्थं तथैवात्मनः प्राणचतुष्केन सह भेदभावनार्थं वा सूत्रमिदं प्रतिपादयतिलोगो लोको
भवति कथंभूतः णिट्ठिदो निष्ठितः समाप्तिं नीतो भृतो वा कैः कर्तृभूतैः अट्ठेहिं
सहजशुद्धबुद्धैकस्वभावो योऽसौ परमात्मपदार्थस्तत्प्रभृतयो येऽर्थास्तैः पुनरपि किंविशिष्टः सपदेसेहिं
समग्गो स्वकीयप्रदेशैः समग्रः परिपूर्णः अथवा पदार्थैः कथंभूतैः सप्रदेशैः प्रदेशसहितैः पुनरपि
किंविशिष्टो लोकः णिच्चो द्रव्यार्थिकनयेन नित्यः लोकाकाशापेक्षया वा अथवा नित्यो, न केनापि
पुरुषविशेषेण कृतः जो तं जाणदि यः कर्ता तं ज्ञेयभूतं लोकं जानाति जीवो स जीवपदार्थो भवति
एतावता किमुक्तं भवति योऽसौ विशुद्धज्ञानदर्शनस्वभावो जीवः स ज्ञानं ज्ञेयश्च भण्यते
शेषपदार्थास्तु ज्ञेया एवेति ज्ञातृज्ञेयविभागः पुनरपि किंविशिष्टो जीवः पाणचदुक्के ण संबद्धो यद्यपि
निश्चयेन स्वतःसिद्धपरमचैतन्यस्वभावेन निश्चयप्राणेन जीवति तथापि व्यवहारेणानादिकर्मबन्धवशादा-
युराद्यशुद्धप्राणचतुष्केनापि संबद्धः सन् जीवति
तच्च शुद्धनयेन जीवस्वरूपं न भवतीति भेदभावना
ज्ञातव्येत्यभिप्रायः ।।१४५।। अथेन्द्रियादिप्राणचतुष्कस्वरूपं प्रतिपादयतिअतीन्द्रियानन्तसुखस्व-
भावात्मनो विलक्षण इन्द्रियप्राणः, मनोवाक्कायव्यापाररहितात्परमात्मद्रव्याद्विसदृशो बलप्राणः,
હોવાથી સર્વદા અવિનાશી નિશ્ચયજીવત્વ હોવા છતાં, સંસાર -અવસ્થામાં અનાદિપ્રવાહરૂપે
પ્રવર્તતા પુદ્ગલસંશ્લેષ વડે પોતે દૂષિત હોવાથી તેને ચાર પ્રાણોથી સંયુક્તપણું છે
કે જે
(સંયુક્તપણું) વ્યવહારજીવત્વનો હેતુ છે અને વિભક્ત કરવાયોગ્ય છે.
ભાવાર્થઃષટ્ દ્રવ્યનો સમુદાય તે લોક છે. જીવ અચિંત્ય જ્ઞાનશક્તિથી તેને
જાણે છે; તેથી જીવ સિવાય બાકીનાં દ્રવ્યો જ્ઞેય છે અને જીવ જ્ઞાન તેમ જ જ્ઞેય છે.
તે જીવને, વસ્તુના સ્વરૂપભૂત હોવાથી જે કદી નાશ પામતું નથી એવું
નિશ્ચયજીવત્વ સદાય છે. તે નિશ્ચયજીવત્વનું કારણ સ્વાભાવિક એવી અનંતજ્ઞાનશક્તિ છે.
આવું નિશ્ચયજીવત્વ જીવને સદાય હોવા છતાં, સંસારદશામાં પોતે પુદ્ગલના સંબંધથી
દૂષિત હોવાને લીધે ચાર પ્રાણોથી સંયુક્ત છે અને તેથી તેને વ્યવહારજીવત્વ પણ છે. તે
વ્યવહારજીવત્વના કારણરૂપ જે ચાર પ્રાણોથી સંયુક્તપણું તેનાથી જીવને ભિન્ન કરવાયોગ્ય
છે. ૧૪૫.
હવે પ્રાણો કયા છે તે કહે છેઃ
પ્ર. ૩૭