Page 10 of 513
PDF/HTML Page 41 of 544
single page version
सम्पद्यते हि दर्शनज्ञानप्रधानाच्चारित्राद्वीतरागान्मोक्षः; तत एव च सरागाद्देवासुर- मनुजराजविभवक्लेशरूपो बन्धः । अतो मुमुक्षुणेष्टफलत्वाद्वीतरागचारित्रमुपादेयमनिष्टफलत्वा- त्सरागचारित्रं हेयम् ।।६।।
निश्चलशुद्धात्मानुभूतिस्वरूपं वीतरागचारित्रमहमाश्रयामीति भावार्थः । एवं प्रथमस्थले नमस्कारमुख्य- त्वेन गाथापञ्चकं गतम् ।।५।। अथोपादेयभूतस्यातीन्द्रियसुखस्य कारणत्वाद्वीतरागचारित्रमुपादेयम् । अतीन्द्रियसुखापेक्षया हेयस्येन्द्रियसुखस्य कारणत्वात्सरागचारित्रं हेयमित्युपदिशति — संपज्जदि सम्पद्यते । किम् । णिव्वाणं निर्वाणम् । कथम् । सह । कैः । देवासुरमणुयरायविहवेहिं देवासुरमनुष्यराजविभवैः । कस्य । जीवस्स जीवस्य । कस्मात् । चरित्तादो चारित्रात् । कथंभूतात् । दंसणणाणप्पहाणादो सम्यग्दर्शन- ज्ञानप्रधानादिति । तद्यथा ---आत्माधीनज्ञानसुखस्वभावे शुद्धात्मद्रव्ये यन्निश्चलनिर्विकारानुभूतिरूपम-
અન્વયાર્થઃ — [ जीवस्य ] જીવને [ दर्शनज्ञानप्रधानात् ] દર્શનજ્ઞાનપ્રધાન [ चरित्रात् ] ચારિત્રથી [ देवासुरमनुजराजविभवैः ] દેવેન્દ્ર, અસુરેન્દ્ર ને નરેન્દ્રના વૈભવો સહિત [ निर्वाणं ] નિર્વાણ [ सम्पद्यते ] પ્રાપ્ત થાય છે. (જીવને સરાગચારિત્રથી દેવેન્દ્ર વગેરેના વૈભવની અને વીતરાગચારિત્રથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે.)
ટીકાઃ — દર્શનજ્ઞાનપ્રધાન ચારિત્રથી, જો તે (ચારિત્ર) વીતરાગ હોય તો, મોક્ષ પ્રાપ્ત થાય છે; અને તેનાથી જ, જો તે સરાગ હોય તો, દેવેન્દ્ર -અસુરેન્દ્ર -નરેન્દ્રના વૈભવક્લેશરૂપ બંધ પ્રાપ્ત થાય છે. આથી મુમુક્ષુએ ઇષ્ટ ફળવાળું હોવાથી વીતરાગચારિત્ર ગ્રહણ કરવાયોગ્ય (ઉપાદેય) છે, અને અનિષ્ટ ફળવાળું હોવાથી સરાગચારિત્ર છોડવાયોગ્ય (હેય) છે. ૬.
Page 11 of 513
PDF/HTML Page 42 of 544
single page version
स्वरूपे चरणं चारित्रं, स्वसमयप्रवृत्तिरित्यर्थः । तदेव वस्तुस्वभावत्वाद्धर्मः, शुद्ध- चैतन्यप्रकाशनमित्यर्थः । तदेव च यथावस्थितात्मगुणत्वात्साम्यम् । साम्यं तु दर्शनचारित्र – मोहनीयोदयापादितसमस्तमोहक्षोभाभावादत्यन्तनिर्विकारो जीवस्य परिणामः ।।७।। वस्थानं तल्लक्षणनिश्चयचारित्राज्जीवस्य समुत्पद्यते । किम् । पराधीनेन्द्रियजनितज्ञानसुखविलक्षणं, स्वाधीनातीन्द्रियरूपपरमज्ञानसुखलक्षणं निर्वाणम् । सरागचारित्रात्पुनर्देवासुरमनुष्यराजविभूतिजनको मुख्यवृत्त्या विशिष्टपुण्यबन्धो भवति, परम्परया निर्वाणं चेति । असुरेषु मध्ये सम्यग्दृष्टिः कथमुत्पद्यते इति चेत् – निदानबन्धेन सम्यक्त्वविराधनां कृत्वा तत्रोत्पद्यत इति ज्ञातव्यम् । अत्र निश्चयेन वीतरागचारित्रमुपादेयं सरागं हेयमिति भावार्थः ।।६।। अथ निश्चयचारित्रस्य पर्यायनामानि कथयामीत्यभिप्रायं मनसि संप्रधार्य सूत्रमिंद निरूपयति, एवमग्रेऽपि विवक्षितसूत्रार्थं मनसि धृत्वाथवास्य सूत्रस्याग्रे सूत्रमिदमुचितं भवत्येवं निश्चित्य सूत्रमिदं प्रतिपादयतीति पातनिकालक्षणं यथासंभवं सर्वत्र ज्ञातव्यम् --चारित्तं चारित्रं कर्तृ खलु धम्मो खलु स्फु टं धर्मो भवति । धम्मो जो सो समो त्ति णिद्दिट्ठो धर्मो यः स तु शम इति निर्दिष्टः । समो यस्तु शमः सः मोहक्खोहविहीणो परिणामो अप्पणो
અન્વયાર્થઃ — [चारित्रं] ચારિત્ર [खलु] ખરેખર [धर्मः] ધર્મ છે. [यः धर्मः] જે ધર્મ છે [तत् साम्यम्] તે સામ્ય છે [इति निर्दिष्टम्] એમ (શાસ્ત્રમાં) કહ્યું છે. [साम्यं हि] સામ્ય [मोहक्षोभविहीनः] મોહક્ષોભરહિત એવો [आत्मनः परिणामः] આત્માનો પરિણામ (ભાવ) છે.
ટીકાઃ — સ્વરૂપમાં ચરવું (-રમવું) તે ચારિત્ર છે; સ્વસમયમાં પ્રવૃત્તિ (અર્થાત્ પોતાના સ્વભાવમાં પ્રવર્તવું) એવો તેનો અર્થ છે. તે જ વસ્તુનો સ્વભાવ હોવાથી ધર્મ છે; શુદ્ધ ચૈતન્યનું પ્રકાશવું એવો તેનો અર્થ છે. તે જ યથાવસ્થિત આત્મગુણ હોવાથી (અર્થાત્ વિષમતા વિનાનો – સુસ્થિત – આત્માનો ગુણ હોવાથી) સામ્ય છે. અને સામ્ય, દર્શનમોહનીય તથા ચારિત્રમોહનીયના ઉદયથી ઉત્પન્ન થતા સમસ્ત મોહ અને ક્ષોભના અભાવને લીધે અત્યંત નિર્વિકાર એવો જીવનો પરિણામ છે.
ભાવાર્થઃ — શુદ્ધ આત્માની શ્રદ્ધારૂપ સમ્યક્ત્વથી વિરુદ્ધ ભાવ (અર્થાત્ મિથ્યાત્વ) તે મોહ, અને નિર્વિકાર નિશ્ચળ ચૈતન્યપરિણતિરૂપ ચારિત્રથી વિરુદ્ધ ભાવ (અર્થાત્ અસ્થિરતા) તે ક્ષોભ. મોહ અને ક્ષોભ રહિત પરિણામ, સામ્ય, ધર્મ અને ચારિત્ર એ બધાં એકાર્થવાચક છે. ૭.
Page 12 of 513
PDF/HTML Page 43 of 544
single page version
हु मोहक्षोभविहीनः परिणामः । कस्य । आत्मनः । हु स्फु टमिति । तथाहि --शुद्धचित्स्वरूपे चरणं चारित्रं, तदेव चारित्रं मिथ्यात्वरागादिसंसरणरूपे भावसंसारे पतन्तं प्राणिनमुद्धृत्य निर्विकारशुद्धचैतन्ये धरतीति धर्मः । स एव धर्मः स्वात्मभावनोत्थसुखामृतशीतजलेन कामक्रोधादिरूपाग्निजनितस्य संसारदुःख- दाहस्योपशमकत्वात् शम इति । ततश्च शुद्धात्मश्रद्धानरूपसम्यक्त्वस्य विनाशको दर्शनमोहाभिधानो मोह इत्युच्यते । निर्विकारनिश्चलचित्तवृत्तिरूपचारित्रस्य विनाशकश्चारित्रमोहाभिधानः क्षोभ इत्युच्यते । तयोर्विध्वंसकत्वात्स एव शमो मोहक्षोभविहीनः शुद्धात्मपरिणामो भण्यत इत्यभिप्रायः ।।७।। अथाभेदनयेन धर्मपरिणत आत्मैव धर्मो भवतीत्यावेदयति ---परिणमदि जेण दव्वं तक्काले तम्मयं ति पण्णत्तं परिणमति येन पर्यायेण द्रव्यं कर्तृ तत्काले तन्मयं भवतीति प्रज्ञप्तं यतः कारणात्, तम्हा धम्मपरिणदो आदा धम्मो मुणेदव्वो ततः कारणात् धर्मेण परिणत आत्मैव धर्मो मन्तव्य इति । तद्यथा – निजशुद्धात्मपरिणतिरूपो निश्चयधर्मो भवति । पञ्चपरमेष्ठयादिभक्तिपरिणामरूपो व्यवहार- धर्मस्तावदुच्यते । यतस्तेन तेन विवक्षिताविवक्षितपर्यायेण परिणतं द्रव्यं तन्मयं भवति, ततः पूर्वोक्तधर्मद्वयेन परिणतस्तप्तायःपिण्डवदभेदनयेनात्मैव धर्मो भवतीति ज्ञातव्यम् । तदपि कस्मात् । उपादानकारणसद्रशं हि कार्यमिति वचनात् । तच्च पुनरुपादानकारणं शुद्धाशुद्धभेदेन द्विधा । रागादिविकल्परहितस्वसंवेदनज्ञानमागमभाषया शुक्लध्यानं वा केवलज्ञानोत्पत्तौ शुद्धोपादानकारणं भवति । अशुद्धात्मा तु रागादीनामशुद्धनिश्चयेनाशुद्धोपादानकारणं भवतीति सूत्रार्थः । एवं चारित्रस्य
અન્વયાર્થઃ — [द्रव्यं] દ્રવ્ય જે કાળે [येन] જે ભાવરૂપે [परिणमति] પરિણમે છે [तत्कालं] તે કાળે [तन्मयं] તે -મય છે [इति] એમ [प्रज्ञप्तं] (જિનેન્દ્રદેવે) કહ્યું છે; [तस्मात्] તેથી [धर्मपरिणतः आत्मा] ધર્મપરિણત આત્મા [धर्मः मन्तव्यः] ધર્મ જાણવો.
Page 13 of 513
PDF/HTML Page 44 of 544
single page version
यत्खलु द्रव्यं यस्मिन्काले येन भावेन परिणमति तत् तस्मिन् काले किलौष्ण्य- परिणतायःपिण्डवत्तन्मयं भवति । ततोऽयमात्मा धर्मेण परिणतो धर्म एव भवतीति सिद्धमात्मनश्चारित्रत्वम् ।।८।।
ટીકાઃ — ખરેખર જે દ્રવ્ય જે કાળે જે ભાવરૂપે પરિણમે છે તે દ્રવ્ય તે કાળે, ઉષ્ણતારૂપે પરિણમેલા લોખંડના ગોળાની જેમ, તે -મય છે; તેથી આ આત્મા ધર્મે પરિણમ્યો થકો ધર્મ જ છે. આ રીતે આત્માનું ચારિત્રપણું સિદ્ધ થયું.
ભાવાર્થઃ — ચારિત્ર આત્માનો જ ભાવ છે એમ ૭મી ગાથામાં કહ્યું હતું. આ ગાથામાં અભેદનયે એમ કહ્યું કે જેમ ઉષ્ણતાભાવે પરિણમેલો લોખંડનો ગોળો તે પોતે જ ઉષ્ણતા છે — લોખંડનો ગોળો ને ઉષ્ણતા જુદાં નથી, તેમ ચારિત્રભાવે પરિણમેલો આત્મા પોતે જ ચારિત્ર છે. ૮.
હવે જીવનું શુભપણું, અશુભપણું અને શુદ્ધપણું (અર્થાત્ જીવ જ શુભ, અશુભ અને શુદ્ધ છે એમ) નક્કી કરે છેઃ —
અન્વયાર્થઃ — [जीवः] જીવ, [परिणामस्वभावः] પરિણામસ્વભાવી હોવાથી, [यदा] જ્યારે [शुभेन वा अशुभेन] શુભ કે અશુભ ભાવે [परिणमति] પરિણમે છે [शुभः अशुभः] ત્યારે શુભ કે અશુભ (પોતે જ) થાય છે [शुद्धेन] અને જ્યારે શુદ્ધ ભાવે પરિણમે છે [तदा शुद्धः हि भवति] ત્યારે શુદ્ધ થાય છે.
Page 14 of 513
PDF/HTML Page 45 of 544
single page version
यदाऽयमात्मा शुभेनाशुभेन वा रागभावेन परिणमति तदा जपातापिच्छराग- परिणतस्फ टिकवत् परिणामस्वभावः सन् शुभोऽशुभश्च भवति । यदा पुनः शुद्धेनारागभावेन परिणमति तदा शुद्धारागपरिणतस्फ टिकवत्परिणामस्वभावः सन् शुद्धो भवतीति सिद्धं जीवस्य शुभाशुभशुद्धत्वम् ।।९।। परिणामसब्भावो परिणामसद्भावः सन्निति । तद्यथा --यथा स्फ टिकमणिविशेषो निर्मलोऽपि जपापुष्पादि- रक्तकृष्णश्वेतोपाधिवशेन रक्तकृष्णश्वेतवर्णो भवति, तथाऽयं जीवः स्वभावेन शुद्धबुद्धैकस्वरूपोऽपि व्यवहारेण गृहस्थापेक्षया यथासंभवं सरागसम्यक्त्वपूर्वकदानपूजादिशुभानुष्ठानेन, तपोधनापेक्षया तु मूलोत्तरगुणादिशुभानुष्ठानेन परिणतः शुभो ज्ञातव्य इति । मिथ्यात्वाविरतिप्रमादकषाययोगपञ्चप्रत्यय- रूपाशुभोपयोगेनाशुभो विज्ञेयः । निश्चयरत्नत्रयात्मकशुद्धोपयोगेन परिणतः शुद्धो ज्ञातव्य इति । किंच जीवस्यासंख्येयलोकमात्रपरिणामाः सिद्धान्ते मध्यमप्रतिपत्त्या मिथ्यादृष्टयादिचतुर्दशगुणस्थानरूपेण कथिताः । अत्र प्राभृतशास्त्रे तान्येव गुणस्थानानि संक्षेपेणाशुभशुभशुद्धोपयोगरूपेण कथितानि । कथमिति चेत् ---मिथ्यात्वसासादनमिश्रगुणस्थानत्रये तारतम्येनाशुभोपयोगः, तदनन्तरमसंयतसम्यग्द्रष्टि- देशविरतप्रमत्तसंयतगुणस्थानत्रये तारतम्येन शुभोपयोगः, तदनन्तरमप्रमत्तादिक्षीणकषायान्तगुणस्थान- षटके तारतम्येन शुद्धोपयोगः, तदनन्तरं सयोग्ययोगिजिनगुणस्थानद्वये शुद्धोपयोगफलमिति
ટીકાઃ — જ્યારે આ આત્મા શુભ કે અશુભ રાગભાવે પરિણમે છે ત્યારે જાસુદ- પુષ્પના કે તમાલપુષ્પના (લાલ કે કાળા) રંગે પરિણમેલા સ્ફટિકની જેમ, પરિણામસ્વભાવી હોવાથી, શુભ કે અશુભ થાય છે (અર્થાત્ તે વખતે આત્મા પોતે જ શુભ કે અશુભ છે); અને જ્યારે શુદ્ધ અરાગભાવે પરિણમે છે ત્યારે શુદ્ધ અરંગે (રંગરહિતપણે) પરિણમેલા સ્ફટિકની જેમ, પરિણામસ્વભાવી હોવાથી, શુદ્ધ થાય છે. (અર્થાત્ તે વખતે આત્મા પોતે જ શુદ્ધ છે). એ રીતે જીવનું શુભપણું, અશુભપણું અને શુદ્ધપણું સિદ્ધ થયું.
ભાવાર્થઃ — આત્મા સર્વથા કૂટસ્થ નથી, પણ ટકીને પરિણમવું તેનો સ્વભાવ છે; તેથી જેવા જેવા ભાવે તે પરિણમે છે તેવો તેવો તે પોતે થઈ જાય છે. જેમ સ્ફટિકમણિ સ્વભાવે નિર્મળ હોવા છતાં જ્યારે લાલ કે કાળા ફૂલના સંયોગનિમિત્તે પરિણમે છે ત્યારે લાલ કે કાળો પોતે જ થાય છે, તેમ આત્મા સ્વભાવે શુદ્ધબુદ્ધ -એકસ્વરૂપી હોવા છતાં વ્યવહારે જ્યારે ગૃહસ્થદશામાં સમ્યક્ત્વપૂર્વક દાનપૂજાદિ શુભ અનુષ્ઠાનરૂપ શુભોપયોગે અને મુનિદશામાં મૂળ ગુણ તથા ઉત્તર ગુણ વગેરે શુભ અનુષ્ઠાનરૂપ શુભોપયોગે પરિણમે છે ત્યારે પોતે જ શુભ થાય છે, અને મિથ્યાત્વાદિ પાંચ પ્રત્યયરૂપ અશુભોપયોગે પરિણમે છે ત્યારે પોતે જ અશુભ થાય છે. વળી જેમ સ્ફટિકમણિ પોતાના સ્વાભાવિક નિર્મળ રંગે પરિણમે છે ત્યારે પોતે જ શુદ્ધ થાય છે તેમ આત્મા પણ નિશ્ચયરત્નત્રયાત્મક શુદ્ધોપયોગે પરિણમે છે ત્યારે પોતે જ શુદ્ધ થાય છે.
Page 15 of 513
PDF/HTML Page 46 of 544
single page version
न खलु परिणाममन्तरेण वस्तु सत्तामालम्बते । वस्तुनो द्रव्यादिभिः परिणामात् पृथगुपलम्भाभावान्निःपरिणामस्य खरश्रृङ्गकल्पत्वाद् द्रश्यमानगोरसादिपरिणामविरोधाच्च । भावार्थः ।।९।। अथ नित्यैकान्तक्षणिकैकान्तनिषेधार्थं परिणामपरिणामिनोः परस्परं कथंचिदभेदं दर्शयति — णत्थि विणा परिणामं अत्थो मुक्तजीवे तावत्कथ्यते, सिद्धपर्यायरूपशुद्धपरिणामं विना शुद्धजीवपदार्थो नास्ति । कस्मात् । संज्ञालक्षणप्रयोजनादिभेदेऽपि प्रदेशभेदाभावात् । अत्थं विणेह परिणामो मुक्तात्मपदार्थं विना इह जगति शुद्धात्मोपलम्भलक्षणः सिद्धपर्यायरूपः शुद्धपरिणामो नास्ति । कस्मात् । संज्ञादिभेदेऽपि प्रदेशभेदाभावात् । दव्वगुणपज्जयत्थो आत्मस्वरूपं द्रव्यं, तत्रैव केवलज्ञानादयो गुणाः, सिद्धरूपः पर्यायश्च, इत्युक्तलक्षणेषु द्रव्यगुणपर्यायेषु तिष्ठतीति द्रव्यगुणपर्यायस्थो भवति । स
સિદ્ધાંતમાં જીવના અસંખ્ય પરિણામોને મધ્યમ વર્ણનથી ૧૪ ગુણસ્થાનરૂપે કહેવામાં આવ્યા છે. તે ગુણસ્થાનોને સંક્ષેપથી ‘ઉપયોગ’રૂપે વર્ણવતાં, પ્રથમ ત્રણ ગુણસ્થાનોમાં તારતમ્યપૂર્વક ઘટતો ઘટતો અશુભોપયોગ, ચોથાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી તારતમ્યપૂર્વક (વધતો વધતો) શુભોપયોગ, સાતમાથી બારમા ગુણસ્થાન સુધી તારતમ્યપૂર્વક શુદ્ધોપયોગ અને છેલ્લાં બે ગુણસ્થાનોમાં શુદ્ધોપયોગનું ફળ — આવું વર્ણન કથંચિત્ થઈ શકે છે. ૯.
અન્વયાર્થઃ — [इह] આ લોકમાં [परिणामं विना] પરિણામ વિના [अर्थः नास्ति] પદાર્થ નથી, [अर्थं विना] પદાર્થ વિના [परिणामः] પરિણામ નથી; [अर्थः] પદાર્થ [द्रव्यगुणपर्यायस्थः] દ્રવ્ય -ગુણ -પર્યાયમાં રહેલો અને [अस्तित्वनिर्वृत्तः] (ઉત્પાદવ્યય ધ્રૌવ્યમય) અસ્તિત્વથી બનેલો છે.
ટીકાઃ — પરિણામ વિના વસ્તુ હયાતી ધરતી નથી, કારણ કે વસ્તુ દ્રવ્યાદિ વડે (અર્થાત્ દ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવે) પરિણામથી જુદી અનુભવમાં (જોવામાં) આવતી નથી; કેમ
Page 16 of 513
PDF/HTML Page 47 of 544
single page version
अन्तरेण वस्तु परिणामोऽपि न सत्तामालम्बते । स्वाश्रयभूतस्य वस्तुनोऽभावे निराश्रयस्य परिणामस्य शून्यत्वप्रसङ्गात् । वस्तु पुनरूर्ध्वतासामान्यलक्षणे द्रव्ये सहभाविविशेषलक्षणेषु गुणेषु क्रमभाविविशेषलक्षणेषु पर्यायेषु व्यवस्थितमुत्पादव्ययध्रौव्यमयास्तित्वेन निर्वर्तित- निर्वृत्तिमच्च । अतः परिणामस्वभावमेव ।।१०।। कः कर्ता । अत्थो परमात्मपदार्थः, सुवर्णद्रव्यपीतत्वादिगुणकुण्डलादिपर्यायस्थसुवर्णपदार्थवत् । पुनश्च किंरूपः । अत्थित्तणिव्वत्तो शुद्धद्रव्यगुणपर्यायाधारभूतं यच्छुद्धास्तित्वं तेन निर्वृत्तोऽस्तित्वनिर्वृत्तः, सुवर्णद्रव्यगुणपर्यायास्तित्वनिर्वृत्तसुवर्णपदार्थवदिति । अयमत्र तात्पर्यार्थः । यथा ---मुक्तजीवे द्रव्यगुण- पर्यायत्रयं परस्पराविनाभूतं दर्शितं तथा संसारिजीवेऽपि मतिज्ञानादिविभावगुणेषु नरनारकादि- विभावपर्यायेषु नयविभागेन यथासंभवं विज्ञेयम्, तथैव पुद्गलादिष्वपि । एवं शुभाशुभ- शुद्धपरिणामव्याख्यानमुख्यत्वेन तृतीयस्थले गाथाद्वयं गतम् ।।१०।। अथ वीतरागसरागचारित्रसंज्ञयोः કે (૧) પરિણામ વિનાની વસ્તુ ગધેડાનાં શિંગડાં સમાન છે (૨) તથા તેને, જોવામાં આવતા ગોરસ વગેરેના (દૂધ, દહીં આદિ) પરિણામો સાથે ૧વિરોધ આવે છે. (જેમ પરિણામ વિના વસ્તુ હયાતી ધરતી નથી તેમ) વસ્તુ વિના પરિણામ પણ હયાતી ધરતા નથી, કારણ કે સ્વ -આશ્રયભૂત વસ્તુના અભાવમાં (અર્થાત્ પોતાને આશ્રયરૂપ જે વસ્તુ તે ન હોય તો) નિરાશ્રય પરિણામને શૂન્યપણાનો પ્રસંગ આવે છે.
વળી વસ્તુ તો ૨ઊર્ધ્વતાસામાન્યસ્વરૂપ દ્રવ્યમાં, સહભાવી વિશેષસ્વરૂપ (સાથે સાથે રહેનારા વિશેષો – ભેદો જેમનું સ્વરૂપ છે એવા) ગુણોમાં અને ક્રમભાવી વિશેષસ્વરૂપ પર્યાયોમાં રહેલી અને ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યમય અસ્તિત્વથી બનેલી છે; માટે વસ્તુ પરિણામ- સ્વભાવવાળી જ છે.
ભાવાર્થઃ — જ્યાં જ્યાં વસ્તુ જોવામાં આવે છે ત્યાં ત્યાં પરિણામ જોવામાં આવે છે; જેમ કે — ગોરસ તેના દૂધ, દહીં, ઘી, છાશ વગેરે પરિણામ સહિત જ જોવામાં આવે છે. જ્યાં પરિણામ નથી ત્યાં વસ્તુ પણ નથી; જેમ કે — કાળાશ, સુંવાળપ વગેરે પરિણામ નથી તો ગધેડાનાં શિંગડાંરૂપ વસ્તુ પણ નથી. માટે સિદ્ધ થયું કે વસ્તુ પરિણામ વિના હોતી જ નથી. જેમ વસ્તુ પરિણામ વિના હોતી નથી તેમ પરિણામ પણ વસ્તુ વિના હોતા નથી; કારણ કે વસ્તુરૂપ આશ્રય વિના પરિણામ કોના આધારે રહે? ગોરસરૂપ આશ્રય વિના દૂધ, દહીં વગેરે પરિણામ કોના આધારે થાય?
૧. જો વસ્તુને પરિણામ વિનાની માનવામાં આવે તો ગોરસ વગેરે વસ્તુઓના દૂધ, દહીં આદિ પરિણામો પ્રત્યક્ષ દેખાય છે તેની સાથે વિરોધ આવે.
૨. કાળની અપેક્ષાએ ટકવું તેને અર્થાત્ કાળ -અપેક્ષિત પ્રવાહને ઊંચાઈ અથવા ઊર્ધ્વતા કહેવામાં આવે છે. ઊર્ધ્વતાસામાન્ય અર્થાત્ અનાદિ -અનંત ઊંચો (કાળ -અપેક્ષિત) પ્રવાહસામાન્ય તે દ્રવ્ય.
Page 17 of 513
PDF/HTML Page 48 of 544
single page version
अथ चारित्रपरिणामसंपर्कसम्भववतोः शुद्धशुभपरिणामयोरुपादानहानाय फल- मालोचयति —
वस्तुस्वभावश्चेति गृह्यते । स एव धर्मः पर्यायान्तरेण चारित्रं भण्यते । ‘चारित्तं खलु धम्मो’ इति
વળી વસ્તુ તો દ્રવ્ય -ગુણ -પર્યાયમય છે. ત્યાં ત્રૈકાલિક ઊર્ધ્વ પ્રવાહસામાન્ય તે દ્રવ્ય છે, સાથે સાથે રહેનારા ભેદો તે ગુણો છે અને ક્રમે ક્રમે થતા ભેદો તે પર્યાયો છે. આવાં દ્રવ્ય, ગુણ ને પર્યાયની એકતા વિનાની કોઈ વસ્તુ હોતી નથી. બીજી રીતે કહીએ તો, વસ્તુ ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યમય છે અર્થાત્ તે ઊપજે છે, વિણસે છે અને ટકે છે. આમ તે દ્રવ્ય- ગુણ -પર્યાયમય અને ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યમય હોવાથી, તેમાં ક્રિયા (પરિણમન) થયા જ કરે છે. માટે પરિણામ વસ્તુનો સ્વભાવ જ છે. ૧૦.
હવે જેમને ચારિત્રપરિણામ સાથે સંપર્ક (સંબંધ) છે એવા જે શુદ્ધ અને શુભ (બે પ્રકારના) પરિણામો તેમના ગ્રહણ તથા ત્યાગ માટે ( – શુદ્ધ પરિણામને ગ્રહવા અને શુભ પરિણામને છોડવા માટે) તેમનું ફળ વિચારે છેઃ —
અન્વયાર્થઃ — [धर्मेण परिणतात्मा] ધર્મે પરિણમેલા સ્વરૂપવાળો [आत्मा] આત્મા [यदि] જો [शुद्धसंप्रयोगयुतः] શુદ્ધ ઉપયોગમાં જોડાયેલો હોય તો [निर्वाणसुखं] મોક્ષના સુખને [प्राप्नोति] પામે છે [शुभोपयुक्तः वा] અને જો શુભ ઉપયોગવાળો હોય તો [स्वर्गसुखं] સ્વર્ગના સુખને (બંધને) પામે છે. પ્ર. ૩
Page 18 of 513
PDF/HTML Page 49 of 544
single page version
यदायमात्मा धर्मपरिणतस्वभावः शुद्धोपयोगपरिणतिमुद्वहति तदा निःप्रत्यनीकशक्तितया स्वकार्यकरणसमर्थचारित्रः साक्षान्मोक्षमवाप्नोति । यदा तु धर्मपरिणतस्वभावोऽपि शुभोप- योगपरिणत्या संगच्छते तदा सप्रत्यनीकशक्तितया स्वकार्यकरणासमर्थः कथंचिद्विरुद्ध- कार्यकारिचारित्रः शिखितप्तघृतोपसिक्तपुरुषो दाहदुःखमिव स्वर्गसुखबन्धमवाप्नोति । अतः शुद्धोपयोग उपादेयः शुभोपयोगो हेयः ।।११।।
च द्विधा भवति । तत्र यच्छुद्धसंप्रयोगशब्दवाच्यं शुद्धोपयोगस्वरूपं वीतरागचारित्रं तेन निर्वाणं लभते । निर्विकल्पसमाधिरूपशुद्धोपयोगशक्त्यभावे सति यदा शुभोपयोगरूपसरागचारित्रेण परिणमति तदा
ટીકાઃ — જ્યારે આ આત્મા ધર્મપરિણત સ્વભાવવાળો વર્તતો થકો શુદ્ધોપયોગ- પરિણતિને વહન કરે છે — ટકાવી રાખે છે ત્યારે, જે વિરોધી શક્તિ વિનાનું હોવાને લીધે પોતાનું કાર્ય કરવાને સમર્થ છે એવા ચારિત્રવાળો હોવાથી, (તે) સાક્ષાત્ મોક્ષને પામે છે; અને જ્યારે તે ધર્મપરિણત સ્વભાવવાળો હોવા છતાં શુભોપયોગપરિણતિ સાથે જોડાય છે ત્યારે, જે ✽
વિરુદ્ધ કાર્ય કરનારું છે એવા ચારિત્રવાળો હોવાથી, જેમ અગ્નિથી ગરમ થયેલું ઘી જેના ઉપર છાંટવામાં આવ્યું હોય તે પુરુષ દાહદુઃખને પામે છે તેમ, સ્વર્ગસુખના બંધને પામે છે. આથી શુદ્ધોપયોગ ઉપાદેય છે અને શુભોપયોગ હેય છે.
ભાવાર્થઃ — જેમ ઘી સ્વભાવે શીતળતા ઉત્પન્ન કરનારું હોવા છતાં ગરમ ઘીથી દઝાય છે, તેમ ચારિત્ર સ્વભાવે મોક્ષ કરનારું હોવા છતાં સરાગ ચારિત્રથી બંધ થાય છે. જેમ ઠંડું ઘી શીતળતા ઉત્પન્ન કરે છે, તેમ વીતરાગ ચારિત્ર સાક્ષાત્ મોક્ષનું કારણ છે. ૧૧.
હવે ચારિત્રપરિણામ સાથે સંપર્ક વિનાનો હોવાથી જે અત્યંત હેય છે એવા અશુભ પરિણામનું ફળ વિચારે છેઃ —
Page 19 of 513
PDF/HTML Page 50 of 544
single page version
यदायमात्मा मनागपि धर्मपरिणतिमनासादयन्नशुभोपयोगपरिणतिमालम्बते तदा कुमनुष्यतिर्यङ्नारकभ्रमणरूपं दुःखसहस्रबन्धमनुभवति । ततश्चारित्रलवस्याप्यभावादत्यन्तहेय एवायमशुभोपयोग इति ।।१२।।
एवमयमपास्तसमस्तशुभाशुभोपयोगवृत्तिः शुद्धोपयोगवृत्तिमात्मसात्कुर्वाणः शुद्धोपयोगा- धिकारमारभते । तत्र शुद्धोपयोगफलमात्मनः प्रोत्साहनार्थमभिष्टौति — पूर्वमनाकुलत्वलक्षणपारमार्थिकसुखविपरीतमाकुलत्वोत्पादकं स्वर्गसुखं लभते । पश्चात् परम- समाधिसामग्रीसद्भावे मोक्षं च लभते इति सूत्रार्थः ।।११।। अथ चारित्रपरिणामासंभवादत्यन्त- हेयस्याशुभोपयोगस्य फलं दर्शयति ---असुहोदएण अशुभोदयेन आदा आत्मा कुणरो तिरियो भवीय णेरइयो कुनरस्तिर्यङ्नारको भूत्वा । किं करोति । दुक्खसहस्सेहिं सदा अभिद्दुदो भमदि अच्चंतं दुःखसहस्रैः सदा सर्वकालमभिद्रुतः कदर्थितः पीडितः सन् संसारे अत्यन्तं भ्रमतीति । तथाहि ---निर्विकारशुद्धात्म- तत्त्वरुचिरूपनिश्चयसम्यक्त्वस्य तत्रैव शुद्धात्मन्यविक्षिप्तचित्तवृत्तिरूपनिश्चयचारित्रस्य च विलक्षणेन विपरीताभिनिवेशजनकेन द्रष्टश्रुतानुभूतपञ्चेन्द्रियविषयाभिलाषतीव्रसंक्लेशरूपेण चाशुभोपयोगेन यदुपार्जितं पापकर्म तदुदयेनायमात्मा सहजशुद्धात्मानन्दैकलक्षणपारमार्थिकसुखविपरीतेन दुःखेन दुःखितः सन् स्वस्वभावभावनाच्युतो भूत्वा संसारेऽत्यन्तं भ्रमतीति तात्पर्यार्थः । एवमुपयोगत्रय- फलकथनरूपेण चतुर्थस्थले गाथाद्वयं गतम् ।।१२।। अथ शुभाशुभोपयोगद्वयं निश्चयनयेन हेयं ज्ञात्वा शुद्धोपयोगाधिकारं प्रारभमाणः, शुद्धात्मभावनामात्मसात्कुर्वाणः सन् जीवस्य प्रोत्साहनार्थं शुद्धो- पयोगफलं प्रकाशयति । अथवा द्वितीयपातनीका --यद्यपि शुद्धोपयोगफलमग्रे ज्ञानं सुखं च संक्षेपेण
અન્વયાર્થઃ — [अशुभोदयेन] અશુભ ઉદયથી [आत्मा] આત્મા [कुनरः] કુમનુષ્ય (હલકો મનુષ્ય), [तिर्यग्] તિર્યંચ [नैरयिकः] અને નારક [भूत्वा] થઈને [दुःखसहस्रैः] હજારો દુઃખોથી [सदा अभिद्रुतः] સદા પીડિત થતો [अत्यंतं भ्रमति] (સંસારમાં) અત્યંત ભમે છે.
ટીકાઃ — જ્યારે આ આત્મા જરા પણ ધર્મપરિણતિને નહિ પ્રાપ્ત કરતો થકો અશુભોપયોગપરિણતિને અવલંબે છે, ત્યારે તે કુમનુષ્યપણે, તિર્યંચપણે અને નારકપણે પરિભ્રમણરૂપ હજારો દુઃખોના બંધને અનુભવે છે; તેથી ચારિત્રના લેશમાત્રનો પણ અભાવ હોવાથી આ અશુભોપયોગ અત્યંત હેય જ છે. ૧૨.
આ રીતે આ (ભગવાન કુંદકુંદાચાર્યદેવ) સમસ્ત શુભાશુભોપયોગવૃત્તિને (શુભ ઉપયોગરૂપ અને અશુભ ઉપયોગરૂપ પરિણતિને) ✽અપાસ્ત કરીને ( – તિરસ્કારીને)
Page 20 of 513
PDF/HTML Page 51 of 544
single page version
अइसयमादसमुत्थं विसयातीदं अणोवममणंतं । अव्वुच्छिण्णं च सुहं सुद्धुवओगप्पसिद्धाणं ।।१३।।
आसंसारापूर्वपरमाद्भुताह्लादरूपत्वादात्मानमेवाश्रित्य प्रवृत्तत्वात्पराश्रयनिरपेक्षत्वादत्यन्त- विलक्षणत्वात्समस्तायतिनिरपायित्वान्नैरन्तर्यप्रवर्तमानत्वाच्चातिशयवदात्मसमुत्थं विषयातीत- विस्तरेण च कथयति तथाप्यत्रापि पीठिकायां सूचनां करोति । अथवा तृतीयपातनिका ---पूर्वं शुद्धोपयोगफलं निर्वाणं भणितमिदानीं पुनर्निर्वाणस्य फलमनन्तसुखं कथयतीति पातनिकात्रयस्यार्थं मनसि धृत्वा सूत्रमिदं प्रतिपादयति ---अइसयं आसंसाराद्देवेन्द्रादिसुखेभ्योऽप्यपूर्वाद्भुतपरमाह्लादरूपत्वाद- तिशयस्वरूपं, आदसमुत्थं रागादिविकल्परहितस्वशुद्धात्मसंवित्तिसमुत्पन्नत्वादात्मसमुत्थं, विसयातीदं निर्विषयपरमात्मतत्त्वप्रतिपक्षभूतपञ्चेन्द्रियविषयातीतत्वाद्विषयातीतं, अणोवमं निरुपमपरमानन्दैकलक्षण- त्वेनोपमारहितत्वादनुपमं, अणंतं अनन्तागामिकाले विनाशाभावादप्रमितत्वाद्वाऽनन्तं, अव्वुच्छिण्णं च શુદ્ધોપયોગવૃત્તિને આત્મસાત્ (આત્મરૂપ, પોતારૂપ) કરતા થકા શુદ્ધોપયોગ -અધિકાર શરૂ કરે છે. તેમાં (પ્રથમ) શુદ્ધોપયોગના ફળને આત્માના પ્રોત્સાહન માટે પ્રશંસે છેઃ –
અન્વયાર્થઃ — [शुद्धोपयोगप्रसिद्धानां] શુદ્ધોપયોગથી ✽નિષ્પન્ન થયેલા આત્માઓનું (કેવળીભગવંતોનું અને સિદ્ધભગવંતોનું) [सुखं] સુખ [अतिशयं] અતિશય, [आत्मसमुत्थं] આત્મોત્પન્ન, [विषयातीतं] વિષયાતીત (અતીન્દ્રિય), [अनौपम्यं] અનુપમ (ઉપમા વિનાનું), [अनन्तं] અનંત [अव्युच्छिन्नं च] અને અવિચ્છિન્ન (અતૂટક) છે.
ટીકાઃ — (૧) અનાદિ સંસારથી જે આહ્લાદ પૂર્વે કદી અનુભવાયો નથી એવા અપૂર્વ, પરમ અદ્ભુત આહ્લાદરૂપ હોવાથી ‘અતિશય’, (૨) આત્માને જ આશ્રય કરીને (સ્વાશ્રિત) પ્રવર્તતું હોવાથી ‘આત્મોત્પન્ન’, (૩) પરાશ્રયથી નિરપેક્ષ હોવાથી ( – સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દના તથા સંકલ્પ -વિકલ્પના આશ્રયની અપેક્ષા વિનાનું હોવાથી) ‘વિષયાતીત’, (૪) અત્યંત વિલક્ષણ હોવાથી (અર્થાત્ બીજાં સુખોથી તદ્દન ભિન્ન લક્ષણવાળું *નિષ્પન્ન થવું = નીપજવું; ફળરૂપ થવું; સિદ્ધ થવું. (શુદ્ધોપયોગથી નિષ્પન્ન થયેલા એટલે શુદ્ધોપયોગરૂપ કારણથી કાર્યરૂપ થયેલા.)
Page 21 of 513
PDF/HTML Page 52 of 544
single page version
मनौपम्यमनन्तमव्युच्छिन्नं च शुद्धोपयोगनिष्पन्नानां सुखमतस्तत्सर्वथा प्रार्थनीयम् ।।१३।।
प्रतपनाद्विजयनात्तपःसंयुक्तः । विगदरागो वीतरागशुद्धात्मभावनाबलेन समस्तरागादिदोषरहितत्वाद्वि-
અને (૬) અંતર પડ્યા વિના પ્રવર્તતું હોવાથી ‘અવિચ્છિન્ન’ — આવું શુદ્ધોપયોગથી નિષ્પન્ન
અન્વયાર્થઃ — [सुविदितपदार्थ सूत्रः] જેમણે (નિજ શુદ્ધ આત્માદિ) પદાર્થોને અને સૂત્રોને સારી રીતે જાણ્યાં છે, [संयमतपःसंयुतः] જે સંયમ અને તપ સહિત છે, [विगतरागः] જે વીતરાગ અર્થાત્ રાગરહિત છે [समसुखदुःखः] અને જેમને સુખ -દુઃખ સમાન છે, [श्रमणः] એવા શ્રમણને (મુનિવરને) [शुद्धोपयोगः इति भणितः] ‘શુદ્ધોપયોગી’ કહેવામાં આવ્યા છે.
Page 22 of 513
PDF/HTML Page 53 of 544
single page version
सूत्रार्थज्ञानबलेन स्वपरद्रव्यविभागपरिज्ञानश्रद्धानविधानसमर्थत्वात्सुविदितपदार्थसूत्रः । सकलषड्जीवनिकायनिशुम्भनविकल्पात्पंचेन्द्रियाभिलाषविकल्पाच्च व्यावर्त्यात्मनः शुद्धस्वरूपे संयमनात्, स्वरूपविश्रान्तनिस्तरङ्गचैतन्यप्रतपनाच्च संयमतपःसंयुतः । सकलमोहनीयविपाक- विवेकभावनासौष्ठवस्फु टीकृतनिर्विकारात्मस्वरूपत्वाद्विगतरागः । परमकलावलोकनाननुभूयमान- गतरागः । समसुहदुक्खो निर्विकारनिर्विकल्पसमाधेरुद्गता समुत्पन्ना तथैव परमानन्दसुखरसे लीना तल्लया निर्विकारस्वसंवित्तिरूपा या तु परमकला तदवष्टम्भेनेष्टानिष्टेन्द्रियविषयेषु हर्षविषादरहितत्वात्सम- सुखदुःखः । समणो एवंगुणविशिष्टः श्रमणः परममुनिः भणिदो सुद्धोवओगो त्ति शुद्धोपयोगो भणित इत्यभिप्रायः ।।१४।। एवं शुद्धोपयोगफलभूतानन्तसुखस्य शुद्धोपयोगपरिणतपुरुषस्य च कथनरूपेण पञ्चमस्थले गाथाद्वयं गतम् ।।
ટીકાઃ — સૂત્રોના અર્થના જ્ઞાનબળ વડે સ્વદ્રવ્ય અને પરદ્રવ્યના વિભાગના ૧પરિજ્ઞાનમાં, શ્રદ્ધાનમાં અને વિધાનમાં (આચરણમાં) સમર્થ હોવાથી (અર્થાત્ સ્વદ્રવ્ય ને પરદ્રવ્યનું ભિન્નપણું જાણ્યું હોવાથી, શ્રદ્ધ્યું હોવાથી અને અમલમાં મૂક્યું હોવાથી) જે (શ્રમણ) ‘પદાર્થોને અને (પદાર્થોના પ્રતિપાદક) સૂત્રોને જેમણે સારી રીતે જાણ્યાં છે એવા’ છે, સમસ્ત છ જીવનિકાયને હણવાના વિકલ્પથી અને પાંચ ઇન્દ્રિયો સંબંધી અભિલાષાના વિકલ્પથી આત્માને ૨વ્યાવૃત્ત કરીને આત્માનું શુદ્ધ સ્વરૂપમાં સંયમન કર્યું હોવાથી અને ૩સ્વરૂપવિશ્રાંત ૪નિસ્તરંગ ચૈતન્ય ૫પ્રતપતું હોવાથી જે ‘સંયમ અને તપ સહિત’ છે, સકળ મોહનીયના વિપાકથી ભેદની ભાવનાના ઉત્કૃષ્ટપણા વડે (અર્થાત્ સમસ્ત મોહનીયકર્મના ઉદયથી ભિન્નપણાની ઉત્કૃષ્ટ ભાવના વડે) નિર્વિકાર આત્મસ્વરૂપને પ્રગટ કર્યું હોવાથી જે ‘વીતરાગ’ છે, અને પરમ કળાના અવલોકનને લીધે શાતાવેદનીય તથા અશાતાવેદનીયના વિપાકથી નીપજતાં જે સુખ -દુઃખ તે સુખ -દુઃખજનિત પરિણામની વિષમતા નહિ અનુભવાતી હોવાથી (અર્થાત્ પરમ સુખ -રસમાં લીન નિર્વિકાર સ્વસંવેદનરૂપ પરમ કળાના અનુભવને ૧. પરિજ્ઞાન = પૂરું જ્ઞાન; જ્ઞાન. ૨. વ્યાવૃત્ત કરીને = પાછો વાળીને; અટકાવીને; અલગ કરીને. ૩. સ્વરૂપવિશ્રાંત = સ્વરૂપમાં ઠરી ગયેલું. ૪. નિસ્તરંગ = તરંગ વિનાનું; ચંચળતા રહિત; શાંત; વિકલ્પ વગરનું. ૫. પ્રતપવું = પ્રતાપવંત હોવું; ઝળહળવું; દેદીપ્યમાન હોવું.
Page 23 of 513
PDF/HTML Page 54 of 544
single page version
सातासातवेदनीयविपाकनिर्वर्तितसुखदुःखजनितपरिणामवैषम्यत्वात्समसुखदुःखः श्रमणः शुद्धो- पयोग इत्यभिधीयते ।।१४।।
चेति ‘पक्खीणघाइकम्मो’ इति प्रभृति गाथाद्वयम् । एवं द्वितीयान्तराधिकारे स्थलचतुष्टयेन समुदाय-
હવે શુદ્ધોપયોગની પ્રાપ્તિ પછી તુરત જ (અંતર પડ્યા વિના) થતી શુદ્ધ આત્મ- સ્વભાવની (કેવળજ્ઞાનની) પ્રાપ્તિને પ્રશંસે છે.
અન્વયાર્થઃ — [यः] જે [उपयोगविशुद्धः] ઉપયોગવિશુદ્ધ (અર્થાત્ શુદ્ધોપયોગી) છે, [आत्मा] તે આત્મા [विगतावरणान्तरायमोहरजाः] જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય અને મોહરૂપ રજથી રહિત [स्वयमेव भूतः] સ્વયમેવ થયો થકો [ज्ञेयभूतानां] જ્ઞેયભૂત પદાર્થોના [पारं याति] પારને પામે છે. ૧. સમસુખદુઃખ = સુખ અને દુઃખ (અર્થાત્ ઇષ્ટ તેમ જ અનિષ્ટ સંયોગ) બંને જેમને સમાન છે
Page 24 of 513
PDF/HTML Page 55 of 544
single page version
यो हि नाम चैतन्यपरिणामलक्षणेनोपयोगेन यथाशक्ति विशुद्धो भूत्वा वर्तते स खलु प्रतिपदमुद्भिद्यमानविशिष्टविशुद्धिशक्तिरुद्ग्रन्थितासंसारबद्धदृढतरमोहग्रन्थितयात्यन्तनिर्विकारचैतन्यो निरस्तसमस्तज्ञानदर्शनावरणान्तरायतया निःप्रतिघविजृम्भितात्मशक्तिश्च स्वयमेव भूतो ज्ञेयत्वमापन्नानामन्तमवाप्नोति । इह कि लात्मा ज्ञानस्वभावो ज्ञानं तु ज्ञेयमात्रं; ततः समस्त- ज्ञेयान्तर्वर्तिज्ञानस्वभावमात्मानमात्मा शुद्धोपयोगप्रसादादेवासादयति ।।१५।। पातनिका । तद्यथा ---अथ शुद्धोपयोगलाभानन्तरं केवलज्ञानं भवतीति कथयति । अथवा द्वितीयपातनिका ---कुन्दकुन्दाचार्यदेवाः सम्बोधनं कुर्वन्ति, हे शिवकुमारमहाराज, कोऽप्यासन्नभव्यः संक्षेपरुचिः पीठिकाव्याख्यानमेव श्रुत्वात्मकार्यं करोति, अन्यः कोऽपि पुनर्विस्तररुचिः शुद्धोपयोगेन संजातसर्वज्ञस्य ज्ञानसुखादिकं विचार्य पश्चादात्मकार्यं करोतीति व्याख्याति ---उवओगविसुद्धो जो उपयोगेन शुद्धोपयोगेन परिणामेन विशुद्धो भूत्वा वर्तते यः विगदावरणंतरायमोहरओ भूदो विगतावरणान्तरायमोहरजोभूतः सन् । कथम् । सयमेव निश्चयेन स्वयमेव आदा स पूर्वोक्त आत्मा जादि याति गच्छति । किं । परं पारमवसानम् । केषाम् । णेयभूदाणं ज्ञेयभूतपदार्थानाम् । सर्वं जानातीत्यर्थः । अतो विस्तर : — यो निर्मोहशुद्धात्मसंवित्तिलक्षणेन शुद्धोपयोगसंज्ञेनागमभाषया पृथक्त्ववितर्क- वीचारप्रथमशुक्लध्यानेन पूर्वं निरवशेषमोहक्षपणं कृत्वा तदनन्तरं रागादिविकल्पोपाधिरहितस्वसंवित्ति- लक्षणेनैकत्ववितर्कावीचारसंज्ञद्वितीयशुक्लध्यानेन क्षीणकषायगुणस्थानेऽन्तर्मुहूर्तकालं स्थित्वा तस्यै- वान्त्यसमये ज्ञानदर्शनावरणवीर्यान्तरायाभिधानघातिकर्मत्रयं युगपद्विनाशयति, स जगत्त्रयकालत्रय- वर्तिसमस्तवस्तुगतानन्तधर्माणां युगपत्प्रकाशकं केवलज्ञानं प्राप्नोति । ततः स्थितं शुद्धोपयोगात्सर्वज्ञो भवतीति ।।१५।। अथ शुद्धोपयोगजन्यस्य शुद्धात्मस्वभावलाभस्य भिन्नकारक निरपेक्षत्वेनात्माधीनत्वं
ટીકાઃ — જે (આત્મા) ચૈતન્યપરિણામસ્વરૂપ ઉપયોગ વડે યથાશક્તિ વિશુદ્ધ થઈને વર્તે છે તે (આત્મા), જેને પદે પદે ( – પગલે પગલે, પર્યાયે પર્યાયે) *વિશિષ્ટ વિશુદ્ધિશક્તિ પ્રગટ થતી જાય છે એવો હોવાને લીધે, અનાદિ સંસારથી બંધાયેલી દ્રઢતર મોહગ્રંથિ છૂટી જવાથી અત્યંત નિર્વિકાર ચૈતન્યવાળો અને સમસ્ત જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા અંતરાય નષ્ટ થવાથી નિર્વિઘ્ન ખીલેલી આત્મશક્તિવાળો સ્વયમેવ થયો થકો, જ્ઞેયપણાને પામેલા (પદાર્થો)ના અંતને પામે છે.
અહીં (એમ કહ્યું કે), આત્મા જ્ઞાનસ્વભાવ છે અને જ્ઞાન જ્ઞેયપ્રમાણ છે; તેથી સમસ્ત જ્ઞેયોની અંદર પેસનારું (અર્થાત્ તેમને જાણનારું) જ્ઞાન જેનો સ્વભાવ છે એવા આત્માને આત્મા શુદ્ધોપયોગના પ્રસાદથી જ પ્રાપ્ત કરે છે.
Page 25 of 513
PDF/HTML Page 56 of 544
single page version
अथ शुद्धोपयोगजन्यस्य शुद्धात्मस्वभावलाभस्य कारकान्तरनिरपेक्षतयाऽत्यन्त- मात्मायत्तत्वं द्योतयति —
अयं खल्वात्मा शुद्धोपयोगभावनानुभावप्रत्यस्तमितसमस्तघातिकर्मतया समुपलब्ध- शुद्धानन्तशक्तिचित्स्वभावः, शुद्धानन्तशक्तिज्ञायकस्वभावेन स्वतन्त्रत्वाद्गृहीतकर्तृत्वाधिकारः, प्रकाशयति — तह सो लद्धसहावो यथा निश्चयरत्नत्रयलक्षणशुद्धोपयोगप्रसादात्सर्वं जानाति तथैव सः पूर्वोक्तलब्धशुद्धात्मस्वभावः सन् आदा अयमात्मा हवदि सयंभु त्ति णिद्दिट्ठो स्वयम्भूर्भवतीति निर्दिष्टः कथितः । किंविशिष्टो भूतः । सव्वण्हू सव्वलोगपदिमहिदो भूदो सर्वज्ञः सर्वलोकपतिमहितश्च भूतः संजातः । એ રીતે મોહનો ક્ષય કરી નિર્વિકાર ચેતનાવાળો થઈને, બારમા ગુણસ્થાનના છેલ્લા સમયે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો યુગપદ્ ક્ષય કરી સર્વ જ્ઞેયોને જાણનારા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. આ રીતે શુદ્ધોપયોગથી જ શુદ્ધાત્મસ્વભાવનો લાભ થાય છે. ૧૫.
હવે શુદ્ધોપયોગથી થતી શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિ અન્ય કારકોથી નિરપેક્ષ ( – સ્વતંત્ર) હોવાથી અત્યંત આત્માધીન છે ( – લેશમાત્ર પરાધીન નથી) એમ પ્રકાશે છેઃ —
અન્વયાર્થઃ — [तथा] એ રીતે [सः आत्मा] તે આત્મા [लब्धस्वभावः] સ્વભાવને પામેલો, [सर्वज्ञः] સર્વજ્ઞ [सर्वलोकपतिमहितः] અને ૧સર્વ (ત્રણે) લોકના અધિપતિઓથી પૂજિત [स्वयमेव भूतः] સ્વયમેવ થયો હોવાથી [स्वयंभूः भवति] ‘સ્વયંભૂ’ છે [इति निर्दिष्टः] એમ જિનેન્દ્રદેવે કહ્યું છે.
ટીકાઃ — શુદ્ધ ઉપયોગની ભાવનાના પ્રભાવથી સમસ્ત ઘાતિકર્મો નષ્ટ થયાં હોવાથી જેણે શુદ્ધ અનંતશક્તિવાળો ચૈતન્યસ્વભાવ પ્રાપ્ત કર્યો છે એવો આ (પૂર્વોક્ત) આત્મા, (૧) શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાયકસ્વભાવને લીધે સ્વતંત્ર હોવાથી જેણે કર્તાપણાનો અધિકાર ૧. સર્વ લોકના અધિપતિઓ = ત્રણે લોકના સ્વામીઓ — સુરેન્દ્રો, અસુરેન્દ્રો ને ચક્રવર્તીઓ. પ્ર. ૪
Page 26 of 513
PDF/HTML Page 57 of 544
single page version
शुद्धानन्तशक्तिज्ञानविपरिणमनस्वभावेन प्राप्यत्वात् कर्मत्वं कलयन्, शुद्धानन्तशक्तिज्ञान- विपरिणमनस्वभावेन साधकतमत्वात् करणत्वमनुबिभ्राणः, शुद्धानन्तशक्तिज्ञानविपरिणमन- स्वभावेन कर्मणा समाश्रियमाणत्वात् संप्रदानत्वं दधानः, शुद्धानन्तशक्तिज्ञानविपरिणमनसमये पूर्वप्रवृत्तविकलज्ञानस्वभावापगमेऽपि सहजज्ञानस्वभावेन ध्रुवत्वालम्बनादपादानत्वमुपाददानः, शुद्धानन्तशक्तिज्ञानविपरिणमनस्वभावस्याधारभूतत्वादधिकरणत्वमात्मसात्कुर्वाणः, स्वयमेव षटकारकीरूपेणोपजायमानः, उत्पत्तिव्यपेक्षया द्रव्यभावभेदभिन्नघातिकर्माण्यपास्य स्वयमेवा- विर्भूतत्वाद्वा स्वयंभूरिति निर्दिश्यते । अतो न निश्चयतः परेण सहात्मनः कारकत्व- कथम् । सयमेव निश्चयेन स्वयमेवेति । तथाहि — अभिन्नकारकचिदानन्दैकचैतन्यस्वभावेन स्वतन्त्रत्वात् कर्ता भवति । नित्यानन्दैकस्वभावेन स्वयं प्राप्यत्वात् कर्मकारकं भवति । शुद्धचैतन्यस्वभावेन साधकतमत्वात्करणकारकं भवति । निर्विकारपरमानन्दैकपरिणतिलक्षणेन शुद्धात्मभावरूपकर्मणा ગ્રહણ કર્યો છે એવો, (૨) શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવને લીધે પોતે જ પ્રાપ્ય હોવાથી ( – પોતે જ પ્રાપ્ત થતો હોવાથી) કર્મપણાને અનુભવતો, (૩) શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવને લીધે પોતે જ સાધકતમ ( – ઉત્કૃષ્ટ સાધન) હોવાથી કરણપણાને ધરતો, (૪) શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવને લીધે પોતે જ કર્મ વડે સમાશ્રિત થતો હોવાથી (અર્થાત્ કર્મ પોતાને જ દેવામાં આવતું હોવાથી) સંપ્રદાનપણાને ધારણ કરતો, (૫) શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સમયે પૂર્વે પ્રવર્તેલા ૧વિકળજ્ઞાનસ્વભાવનો નાશ થવા છતાં સહજજ્ઞાનસ્વભાવ વડે પોતે જ ધ્રુવપણાને અવલંબતો હોવાથી અપાદાનપણાને ધારણ કરતો, અને (૬) શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવનો પોતે જ આધાર હોવાથી અધિકરણપણાને આત્મસાત્ કરતો — (એ રીતે) સ્વયમેવ છ કારકરૂપ થતો હોવાથી, અથવા ઉત્પત્તિ -અપેક્ષાએ ૨દ્રવ્ય -ભાવભેદે ભિન્ન ઘાતિકર્મોને દૂર કરીને સ્વયમેવ આવિર્ભૂત થયો હોવાથી, ‘સ્વયંભૂ’ કહેવાય છે.
આથી એમ કહ્યું કે — નિશ્ચયથી પરની સાથે આત્માને કારકપણાનો સંબંધ નથી, કે જેથી શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિને માટે સામગ્રી ( – બાહ્ય સાધનો) શોધવાની વ્યગ્રતાથી જીવો (નકામા) પરતંત્ર થાય છે. ૧. વિકળ જ્ઞાન = અપૂર્ણ (મતિ -શ્રુતાદિ) જ્ઞાન ૨. દ્રવ્ય -ભાવભેદે ભિન્ન ઘાતિકર્મો = દ્રવ્ય ને ભાવ — એવા બે ભેદવાળાં ઘાતિકર્મો; દ્રવ્ય ઘાતિકર્મો
Page 27 of 513
PDF/HTML Page 58 of 544
single page version
सम्बन्धोऽस्ति, यतः शुद्धात्मस्वभावलाभाय सामग्रीमार्गणव्यग्रतया परतंत्रैर्भूयते ।।१६।। समाश्रियमाणत्वात्संप्रदानं भवति । तथैव पूर्वमत्यादिज्ञानविकल्पविनाशेऽप्यखण्डितैकचैतन्य- प्रकाशेनाविनश्वरत्वादपादानं भवति । निश्चयशुद्धचैतन्यादिगुणस्वभावात्मनः स्वयमेवाधारत्वादधिकरणं भवतीत्यभेदषट्कारकीरूपेण स्वत एव परिणममाणः सन्नयमात्मा परमात्मस्वभाव-
ભાવાર્થઃ — કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ — એ છ કારકોનાં નામ છે. જે સ્વતંત્રપણે (સ્વાધીનપણે) કરે તે કર્તા; કર્તા જેને પહોંચે — પ્રાપ્ત કરે તે કર્મ; સાધકતમ અર્થાત્ ઉત્કૃષ્ટ સાધન તે કરણ; કર્મ જેને દેવામાં આવે અથવા જેના માટે કરવામાં આવે તે સંપ્રદાન; જેમાંથી કર્મ કરવામાં આવે એવી ધ્રુવ વસ્તુ તે અપાદાન; જેમાં અર્થાત્ જેના આધારે કર્મ કરવામાં આવે તે અધિકરણ. આ છ કારકો વ્યવહાર અને નિશ્ચય એમ બે પ્રકારનાં છે. જ્યાં પરના નિમિત્તથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે ત્યાં વ્યવહાર કારકો છે અને જ્યાં પોતાના જ ઉપાદાન કારણથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે ત્યાં નિશ્ચય કારકો છે.
વ્યવહાર કારકોનું દ્રષ્ટાંત આ પ્રમાણે છેઃ કુંભાર કર્તા છે; ઘડો કર્મ છે; દંડ, ચક્ર, દોરી વગેરે કરણ છે; જળ ભરનાર માટે કુંભાર ઘડો કરે છે તેથી જળ ભરનાર સંપ્રદાન છે; ટોપલામાંથી માટી લઈને ઘડો કરે છે તેથી ટોપલો અપાદાન છે; જમીનના આધારે ઘડો કરે છે તેથી જમીન અધિકરણ છે. આમાં બધાંય કારકો જુદાં જુદાં છે. અન્ય કર્તા છે, અન્ય કર્મ છે, અન્ય કરણ છે, અન્ય સંપ્રદાન, અન્ય અપાદાન અને અન્ય અધિકરણ છે. પરમાર્થે કોઈ દ્રવ્ય કોઈનું કર્તાહર્તા થઈ શક્તું નથી માટે આ વ્યવહાર છ કારકો અસત્ય છે. તેઓ માત્ર ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી કહેવામાં આવે છે. નિશ્ચયથી કોઈ દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે કારકપણાનો સંબંધ છે જ નહિ.
નિશ્ચય કારકોનું દ્રષ્ટાંત આ પ્રમાણે છેઃ માટી સ્વતંત્રપણે ઘડારૂપ કાર્યને પહોંચે છે — પ્રાપ્ત કરે છે તેથી માટી કર્તા છે અને ઘડો કર્મ છે; અથવા, ઘડો માટીથી અભિન્ન હોવાથી માટી પોતે જ કર્મ છે; પોતાના પરિણમનસ્વભાવથી માટીએ ઘડો કર્યો તેથી માટી પોતે જ કરણ છે; માટીએ ઘડારૂપ કર્મ પોતાને જ આપ્યું તેથી માટી પોતે જ સંપ્રદાન છે; માટીએ પોતાનામાંથી પિંડરૂપ અવસ્થા નષ્ટ કરીને ઘડારૂપ કર્મ કર્યું અને પોતે તો ધ્રુવ રહી તેથી પોતે જ અપાદાન છે; માટીએ પોતાના જ આધારે ઘડો કર્યો તેથી પોતે જ અધિકરણ છે. આ રીતે નિશ્ચયથી છ યે કારકો એક જ દ્રવ્યમાં છે. પરમાર્થે એક દ્રવ્ય બીજાને સહાય નહિ કરી શકતું હોવાથી અને દ્રવ્ય પોતે જ, પોતાને, પોતાનાથી, પોતાને માટે, પોતાનામાંથી, પોતાનામાં કરતું હોવાથી આ નિશ્ચય છ કારકો જ પરમ સત્ય છે.
ઉપર્યુક્ત રીતે દ્રવ્ય પોતે જ પોતાની અનંત શક્તિરૂપ સંપદાથી પરિપૂર્ણ હોવાથી પોતે જ છ કારકરૂપ થઈને પોતાનું કાર્ય નિપજાવવાને સમર્થ છે; તેને બાહ્ય સામગ્રી કાંઈ
Page 28 of 513
PDF/HTML Page 59 of 544
single page version
अथ स्वायम्भुवस्यास्य शुद्धात्मस्वभावलाभस्यात्यन्तमनपायित्वं कथंचिदुत्पाद- व्ययध्रौव्ययुक्तत्वं चालोचयति —
केवलज्ञानोत्पत्तिप्रस्तावे यतो भिन्नकारकं नापेक्षते ततः स्वयंभूर्भवतीति भावार्थः ।।१६।। एवं सर्वज्ञमुख्यत्वेन प्रथमगाथा । स्वयंभूमुख्यत्वेन द्वितीया चेति प्रथमस्थले गाथाद्वयं गतम् ।। अथास्य भगवतो द्रव्यार्थिकनयेन नित्यत्वेऽपि पर्यायार्थिकनयेनानित्यत्वमुपदिशति — भंगविहूणो य भवो भङ्ग- विहीनश्च भवः जीवितमरणादिसमताभावलक्षणपरमोपेक्षासंयमरूपशुद्धोपयोगेनोत्पन्नो योऽसौ भवः केवलज्ञानोत्पादः । स किंविशिष्टः । भङ्गविहिनो विनाशरहितः । संभवपरिवज्जिदो विणासो त्ति संभवपरिवर्जितो विनाश इति । योऽसौ मिथ्यात्वरागादिसंसरणरूपसंसारपर्यायस्य विनाशः । स મદદ કરી શકતી નથી. માટે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા ઇચ્છનાર આત્માએ બાહ્ય સામગ્રીની અપેક્ષા રાખી પરતંત્ર થવું નિરર્થક છે. શુદ્ધોપયોગમાં લીન આત્મા પોતે જ છ કારકરૂપ થઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. તે આત્મા પોતે અનંત શક્તિવાળા જ્ઞાયકસ્વભાવ વડે સ્વતંત્ર હોવાથી પોતે જ કર્તા છે; પોતે અનંત શક્તિવાળા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરતો હોવાથી કેવળજ્ઞાન કર્મ છે, અથવા કેવળજ્ઞાનથી પોતે અભિન્ન હોવાથી આત્મા પોતે જ કર્મ છે; પોતાના અનંત શક્તિવાળા પરિણમનસ્વભાવરૂપ ઉત્કૃષ્ટ સાધન વડે કેવળજ્ઞાન કરતો હોવાથી આત્મા પોતે જ કરણ છે; પોતાને જ કેવળજ્ઞાન દેતો હોવાથી આત્મા પોતે જ સંપ્રદાન છે; પોતાનામાંથી મતિ -શ્રુતાદિ અપૂર્ણ જ્ઞાન દૂર કરીને કેવળજ્ઞાન કરતો હોવાથી અને પોતે સહજ જ્ઞાનસ્વભાવ વડે ધ્રુવ રહેતો હોવાથી પોતે જ અપાદાન છે; પોતાનામાં જ અર્થાત્ પોતાના જ આધારે કેવળજ્ઞાન કરતો હોવાથી પોતે જ અધિકરણ છે. આ રીતે સ્વયં (પોતે જ) છ કારકરૂપ થતો હોવાથી તે ‘સ્વયંભૂ’ કહેવાય છે. અથવા, અનાદિ કાળથી અતિ દ્રઢ બંધાયેલાં (જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાયરૂપ) દ્રવ્ય તેમ જ ભાવ ઘાતિકર્મોને નષ્ટ કરીને સ્વયમેવ આવિર્ભૂત થયો અર્થાત્ કોઈની સહાય વિના પોતાની મેળે જ પોતે પ્રગટ થયો તેથી તે ‘સ્વયંભૂ’ કહેવાય છે. ૧૬.
હવે આ સ્વયંભૂને શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિનું અત્યંત અવિનાશીપણું અને કથંચિત્ (કોઈ પ્રકારે) ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યયુક્તપણું વિચારે છેઃ —
Page 29 of 513
PDF/HTML Page 60 of 544
single page version
अस्य खल्वात्मनः शुद्धोपयोगप्रसादात् शुद्धात्मस्वभावेन यो भवः स पुनस्तेन रूपेण प्रलयाभावाद्भङ्गविहीनः । यस्त्वशुद्धात्मस्वभावेन विनाशः स पुनरुत्पादाभावात्संभवपरिवर्जितः । अतोऽस्य सिद्धत्वेनानपायित्वम् । एवमपि स्थितिसंभवनाशसमवायोऽस्य न विप्रतिषिध्यते, भङ्गरहितोत्पादेन संभववर्जितविनाशेन तद्द्वयाधारभूतद्रव्येण च समवेतत्वात् ।।१७।। किंविशिष्टः । संभवविहीनः निर्विकारात्मतत्त्वविलक्षणरागादिपरिणामाभावादुत्पत्तिरहितः । तस्माज्ज्ञायते तस्यैव भगवतः सिद्धस्वरूपतो द्रव्यार्थिकनयेन विनाशो नास्ति । विज्जदि तस्सेव पुणो ठिदिसंभव- णाससमवाओ विद्यते तस्यैव पुनः स्थितिसंभवनाशसमवायः । तस्यैव भगवतः पर्यायार्थिकनयेन
અન્વયાર્થઃ — [भंगविहीनः च भवः] તેને ( – શુદ્ધાત્મસ્વભાવને પામેલા આત્માને) વિનાશ રહિત ઉત્પાદ છે અને [संभवपरिवर्जितः विनाशः हि] ઉત્પાદ રહિત વિનાશ છે. [तस्य एव पुनः] તેને જ વળી [स्थितिसंभवनाशसमवायः विद्यते] સ્થિતિ, ઉત્પાદ અને વિનાશનો સમવાય ( – મેળાપ, એકઠાપણું) છે.
ટીકાઃ — ખરેખર આ (શુદ્ધાત્મસ્વભાવને પામેલા) આત્માને શુદ્ધોપયોગના પ્રસાદથી થયેલો જે શુદ્ધાત્મસ્વભાવે (શુદ્ધાત્મસ્વભાવરૂપે) ઉત્પાદ તે, ફરીને તે રૂપે પ્રલયનો અભાવ હોવાથી, વિનાશરહિત છે; અને (તે આત્માને શુદ્ધોપયોગના પ્રસાદથી થયેલો) જે અશુદ્ધાત્મસ્વભાવે વિનાશ તે, ફરીને ઉત્પત્તિનો અભાવ હોવાથી, ઉત્પાદરહિત છે. આથી (એમ કહ્યું કે) તે આત્માને સિદ્ધપણે અવિનાશીપણું છે. આમ હોવા છતાં તે આત્માને ધ્રૌવ્ય, ઉત્પાદ અને વિનાશનો સમવાય વિરોધ પામતો નથી, કારણ કે તે વિનાશરહિત ઉત્પાદ સાથે, ઉત્પાદરહિત વિનાશ સાથે અને તે બન્નેના આધારભૂત દ્રવ્ય સાથે સમવેત (તન્મયપણે જોડાયેલો – એકમેક) છે.
ભાવાર્થઃ — સ્વયંભૂ સર્વજ્ઞભગવાનને જે શુદ્ધાત્મસ્વભાવ ઉત્પન્ન થયો તે કદી નાશ પામતો નથી તેથી તેમને વિનાશ વિનાનો ઉત્પાદ છે; અને અનાદિ અવિદ્યાજનિત વિભાવપરિણામ એક વાર સર્વથા નાશ પામ્યા પછી ફરીને ઊપજતા નથી તેથી તેમને ઉત્પાદ વિનાનો વિનાશ છે. આ રીતે અહીં એમ કહ્યું કે સિદ્ધપણે તેઓ અવિનાશી છે. આમ અવિનાશી હોવા છતાં તેઓ ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય સહિત છે; કારણ કે શુદ્ધ પર્યાયની અપેક્ષાએ તેમને ઉત્પાદ છે, અશુદ્ધ પર્યાયની અપેક્ષાએ વ્યય છે અને તે બન્નેના આધારભૂત આત્માપણાની અપેક્ષાએ ધ્રૌવ્ય છે. ૧૭.