Page 330 of 513
PDF/HTML Page 361 of 544
single page version
यथोदितस्निग्धरूक्षत्वस्पर्शविशेषासंभावनया चैकाङ्गविकलत्वात् ।।१७३।।
येन प्रकारेण रूपादिरहितो रूपीणि द्रव्याणि तद्गुणांश्च पश्यति जानाति च, तेनैव प्रकारेण रूपादिरहितो रूपिभिः कर्मपुद्गलैः किल बध्यते; अन्यथा कथममूर्तो मूर्तं पश्यति पौद्गलं कर्म कथं बध्नाति, न कथमपीति पूर्वपक्षः ।।१७३।। अथैवममूर्तस्याप्यात्मनो नयविभागेन बन्धो भवतीति प्रत्युत्तरं ददाति ---रूवादिएहिं रहिदो अमूर्तपरमचिज्ज्योतिःपरिणतत्वेन तावदयमात्मा रूपादिरहितः । तथाविधः सन् किं करोति । पेच्छदि जाणादि मुक्तावस्थायां युगपत्परिच्छित्तिरूप- सामान्यविशेषग्राहककेवलदर्शनज्ञानोपयोगेन यद्यपि तादात्म्यसंबन्धो नास्ति तथापि ग्राह्यग्राहकलक्षण- संबन्धेन पश्यति जानाति । कानि कर्मतापन्नानि । रूवमादीणि दव्वाणि रूपरसगन्धस्पर्शसहितानि मूर्तद्रव्याणि । न केवलं द्रव्याणि गुणे य जधा तद्गुणांश्च यथा । अथवा यथा कश्चित्संसारी વિશેષનો અસંભવ હોવાને લીધે એક અંગ વિકળ છે (અર્થાત્ બંધયોગ્ય બે અંગોમાંથી એક અંગ ખામીવાળું છે — સ્પર્શગુણ વિનાનું હોવાથી બંધની યોગ્યતાવાળું નથી). ૧૭૩.
હવે આત્મા અમૂર્ત હોવા છતાં તેને આ પ્રમાણે બંધ થાય છે એવો સિદ્ધાંત નક્કી કરે છેઃ —
અન્વયાર્થઃ — [यथा] જે રીતે [रूपादिकैः रहितः] રૂપાદિરહિત (જીવ) [रूपादीनि] રૂપાદિકને — [द्रव्याणि गुणान् च] દ્રવ્યોને તથા ગુણોને (રૂપી દ્રવ્યોને તથા તેમના ગુણોને) — [पश्यति जानाति] દેખે છે અને જાણે છે, [तथा] તે રીતે [तेन] તેની સાથે (-અરૂપીને રૂપી સાથે) [बंधः जानीहि] બંધ જાણ.
ટીકાઃ — જે પ્રકારે રૂપાદિરહિત (જીવ) રૂપી દ્રવ્યોને તથા તેમના ગુણોને દેખે છે અને જાણે છે, તે જ પ્રકારે રૂપાદિરહિત (જીવ) રૂપી કર્મપુદ્ગલો સાથે બંધાય છે; કારણ
Page 331 of 513
PDF/HTML Page 362 of 544
single page version
जानाति चेत्यत्रापि पर्यनुयोगस्यानिवार्यत्वात् । न चैतदत्यन्तदुर्घटत्वाद्दार्ष्टान्तिकीकृ तं, किं तु दृष्टान्तद्वारेणाबालगोपालप्रक टितम् । तथाहि — यथा बालकस्य गोपालकस्य वा पृथगवस्थितं मृद्बलीवर्दं बलीवर्दं वा पश्यतो जानतश्च न बलीवर्देन सहास्ति संबन्धः, विषय- भावावस्थितबलीवर्दनिमित्तोपयोगाधिरूढबलीवर्दाकारदर्शनज्ञानसंबन्धो बलीवर्दसंबन्धव्यवहार- साधकस्त्वस्त्येव, तथा किलात्मनो नीरूपत्वेन स्पर्शशून्यत्वान्न कर्मपुद्गलैः सहास्ति संबन्धः, एकावगाहभावावस्थितकर्मपुद्गलनिमित्तोपयोगाधिरूढरागद्वेषादिभावसंबन्धः कर्मपुद्गलबन्ध- व्यवहारसाधकस्त्वस्त्येव ।।१७४।। जीवो विशेषभेदज्ञानरहितः सन् काष्ठपाषाणाद्यचेतनजिनप्रतिमां दृष्टवा मदीयाराध्योऽयमिति मन्यते । यद्यपि तत्र सत्तावलोकदर्शनेन सह प्रतिमायास्तादात्म्यसंबन्धो नास्ति तथापि परिच्छेद्यपरिच्छेदक- लक्षणसंबन्धोऽस्ति । यथा वा समवसरणे प्रत्यक्षजिनेश्वरं दृष्टवा विशेषभेदज्ञानी मन्यते मदीयाराध्योऽयमिति । तत्रापि यद्यप्यवलोक नज्ञानस्य जिनेश्वरेण सह तादात्म्यसंबन्धो नास्ति तथाप्या- राध्याराधकसंबन्धोऽस्ति । तह बंधो तेण जाणीहि तथा बन्धं तेनैव दृष्टान्तेन जानीहि । अयमत्रार्थः — यद्यप्ययमात्मा निश्चयेनामूर्तस्तथाप्यनादिकर्मबन्धवशाद्व्यवहारेण मूर्तः सन् द्रव्यबन्धनिमित्तभूतं रागादि- विकल्परूपं भावबन्धोपयोगं करोति । तस्मिन्सति मूर्तद्रव्यकर्मणा सह यद्यपि तादात्म्यसंबन्धो नास्ति કે જો એમ ન હોય તો અહીં પણ (દેખવા -જાણવાની બાબતમાં પણ) એ પ્રશ્ન અનિવાર્ય છે કે અમૂર્ત મૂર્તને કઈ રીતે દેખે છે અને જાણે છે?
વળી એમ નથી કે આ વાત (અરૂપીનો રૂપી સાથે બંધ થવાની વાત) અત્યંત દુર્ઘટ છે તેથી તેને દાર્ષ્ટાંતરૂપ બનાવી છે ( – દ્રષ્ટાંતથી સમજાવી છે), પરંતુ દ્રષ્ટાંત દ્વારા આબાલગોપાલ સૌને પ્રગટ થાય તેથી દ્રષ્ટાંત વડે સમજાવવામાં આવી છે. તે આ પ્રમાણેઃ જેવી રીતે બાળને અથવા ગોપાળને પૃથક્ રહેલા માટીના વૃષભને અથવા (સાચા) વૃષભને દેખતાં અને જાણતાં વૃષભ સાથે સંબંધ નથી, તોપણ *વિષયપણે રહેલો વૃષભ જેમનું નિમિત્ત છે એવાં જે ઉપયોગમાં આરૂઢ વૃષભાકાર દર્શન -જ્ઞાન તેમની સાથેનો સંબંધ વૃષભ સાથેના સંબંધરૂપ વ્યવહારનો સાધક જરૂર છે; તેવી રીતે આત્મા અરૂપીપણાને લીધે સ્પર્શશૂન્ય હોવાથી તેને કર્મપુદ્ગલો સાથે સંબંધ નથી, તોપણ એકાવગાહપણે રહેલાં કર્મપુદ્ગલો જેમનું નિમિત્ત છે એવા જે ઉપયોગમાં આરૂઢ રાગદ્વેષાદિભાવો તેમની સાથેનો સંબંધ કર્મપુદ્ગલો સાથેના બંધરૂપ વ્યવહારનો સાધક જરૂર છે.
ભાવાર્થઃ — ‘આત્મા અમૂર્તિક હોવા છતાં મૂર્તિક કર્મપુદ્ગલો સાથે કેમ બંધાય છે?’ એવા પ્રશ્નનો આચાર્ય ભગવાને ઉત્તર આપ્યો છે કે — આત્મા અમૂર્તિક હોવા છતાં *વૃષભ અર્થાત્ બળદ વૃષભાકાર દર્શન -જ્ઞાનનું નિમિત્ત છે.
Page 332 of 513
PDF/HTML Page 363 of 544
single page version
तथापि पूर्वोक्तदृष्टान्तेन संश्लेषसंबन्धोऽस्तीति नास्ति दोषः ।।१७४।। एवं शुद्धबुद्धैकस्वभाव- जीवकथनमुख्यत्वेन प्रथमगाथा, मूर्तिरहितजीवस्य मूर्तकर्मणा सह कथं बन्धो भवतीति पूर्वपक्षरूपेण મૂર્તિક પદાર્થોને કેમ જાણે છે? જે રીતે તે મૂર્તિક પદાર્થોને જાણે છે તે જ રીતે મૂર્તિક કર્મપુદ્ગલો સાથે બંધાય છે.
ખરેખર અરૂપી આત્માને રૂપી પદાર્થો સાથે કાંઈ સંબંધ નહિ હોવા છતાં અરૂપીને રૂપી સાથે સંબંધ હોવાનો વ્યવહાર પણ વિરોધ પામતો નથી. ‘આત્મા મૂર્તિક પદાર્થને જાણે છે’ એમ કહેવામાં આવે છે ત્યાં પરમાર્થે અમૂર્તિક આત્માને મૂર્તિક પદાર્થ સાથે કાંઈ સંબંધ નથી; આત્માને તો માત્ર મૂર્તિક પદાર્થના આકારે થતું જે જ્ઞાન તેની સાથે જ સંબંધ છે અને તે પદાર્થાકાર જ્ઞાન સાથેના સંબંધને લીધે જ ‘અમૂર્તિક આત્મા મૂર્તિક પદાર્થને જાણે છે’ એવો અમૂર્તિક -મૂર્તિકના સંબંધરૂપ વ્યવહાર સિદ્ધ થાય છે. એવી જ રીતે, ‘અમુક આત્માને મૂર્તિક કર્મપુદ્ગલો સાથે બંધ છે’ એમ કહેવામાં આવે છે ત્યાં પરમાર્થે અમૂર્તિક આત્માને મૂર્તિક કર્મપુદ્ગલો સાથે કાંઈ સંબંધ નથી; આત્માને તો કર્મપુદ્ગલો જેમાં નિમિત્ત છે એવા રાગદ્વેષાદિભાવો સાથે જ સંબંધ (બંધ) છે અને તે કર્મનિમિત્તક રાગદ્વેષાદિભાવો સાથે સંબંધ (બંધ) હોવાને લીધે જ ‘આ આત્માને મૂર્તિક કર્મપુદ્ગલો સાથે બંધ છે’ એવો અમૂર્તિક -મૂર્તિકના બંધરૂપ વ્યવહાર સિદ્ધ થાય છે.
જોકે મનુષ્યને સ્ત્રી -પુત્ર -ધનાદિક સાથે ખરેખર કાંઈ સંબંધ નથી, તેઓ તે મનુષ્યથી તદ્દન ભિન્ન છે, તોપણ સ્ત્રી -પુત્ર -ધનાદિક પ્રત્યે રાગ કરનારા મનુષ્યને રાગનું બંધન હોવાથી અને તે રાગમાં સ્ત્રી -પુત્ર -ધનાદિક નિમિત્ત હોવાથી ‘આ મનુષ્યને સ્ત્રી -પુત્ર -ધનાદિકનું બંધન છે’ એમ વ્યવહારથી જરૂર કહેવામાં આવે છે; તેવી જ રીતે, જોકે આત્માને કર્મપુદ્ગલો સાથે ખરેખર કાંઈ સંબંધ નથી, તેઓ આત્માથી તદ્દન ભિન્ન છે, તોપણ રાગદ્વેષાદિભાવો કરનારા આત્માને રાગદ્વેષાદિભાવોનું બંધન હોવાથી અને તે ભાવોમાં કર્મપુદ્ગલો નિમિત્ત હોવાથી ‘આ આત્માને કર્મપુદ્ગલોનું બંધન છે’ એમ વ્યવહારથી જરૂર કહી શકાય છે. ૧૭૪.
Page 333 of 513
PDF/HTML Page 364 of 544
single page version
अयमात्मा सर्व एव तावत्सविकल्पनिर्विकल्पपरिच्छेदात्मकत्वादुपयोगमयः । तत्र यो हि नाम नानाकारान् परिच्छेद्यानर्थानासाद्य मोहं वा रागं वा द्वेषं वा समुपैति स नाम तैः परप्रत्ययैरपि मोहरागद्वेषैरुपरक्तात्मस्वभावत्वान्नीलपीतरक्तोपाश्रयप्रत्ययनीलपीतरक्तत्वैरुपरक्त- स्वभावः स्फ टिकमणिरिव स्वयमेक एव तद्भावद्वितीयत्वाद्बन्धो भवति ।।१७५।। द्वितीया, तत्परिहाररूपेण तृतीया चेति गाथात्रयेण प्रथमस्थलं गतम् । अथ रागद्वेषमोहलक्षणं भावबन्ध- स्वरूपमाख्याति — उवओगमओ जीवो उपयोगमयो जीवः, अयं जीवो निश्चयनयेन विशुद्धज्ञान- दर्शनोपयोगमयस्तावत्तथाभूतोऽप्यनादिबन्धवशात्सोपाधिस्फ टिकवत् परोपाधिभावेन परिणतः सन् । किं करोति । मुज्झदि रज्जेदि वा पदुस्सेदि मुह्यति रज्यति वा प्रद्वेष्टि द्वेषं करोति । किं कृत्वा पूर्वं । पप्पा प्राप्य । कान् । विविधे विसये निर्विषयपरमात्मस्वरूपभावनाविपक्षभूतान्विविधपञ्चेन्द्रियविषयान् । जो हि पुणो यः पुनरित्थंभूतोऽस्ति जीवो हि स्फु टं, तेहिं संबंधो तैः संबद्धो भवति, तैः पूर्वोक्तराग- द्वेषमोहैः कर्तृभूतैर्मोहरागद्वेषरहितजीवस्य शुद्धपरिणामलक्षणं परमधर्ममलभमानः सन् स जीवो बद्धो भवतीति । अत्र योऽसौ रागद्वेषमोहपरिणामः स एव भावबन्ध इत्यर्थः ।।१७५।। अथ भावबन्ध-
અન્વયાર્થઃ — [यः हि पुनः] જે [उपयोगमयः जीवः] ઉપયોગમય જીવ [विविधान् विषयान्] વિવિધ વિષયો [प्राप्य] પામીને [मुह्यति] મોહ કરે છે, [रज्यति] રાગ કરે છે [वा] અથવા [प्रद्वेष्टि] દ્વેષ કરે છે, [सः] તે જીવ [तैः] તેમના વડે (-મોહરાગદ્વેષ વડે) [बन्धः] બંધરૂપ છે.
ટીકાઃ — પ્રથમ તો આ આત્મા આખોય ઉપયોગમય છે, કારણ કે તે સવિકલ્પ અને નિર્વિકલ્પ પ્રતિભાસસ્વરૂપ છે (અર્થાત્ જ્ઞાન અને દર્શનસ્વરૂપ છે). તેમાં જે આત્મા વિવિધાકાર પ્રતિભાસ્ય (વિવિધ આકારવાળા પ્રતિભાસવાયોગ્ય) પદાર્થોને પામીને મોહ, રાગ અથવા દ્વેષ કરે છે, તે આત્મા — કાળો, પીળો અને રાતો ૧આશ્રય જેમનું નિમિત્ત છે એવા કાળાપણા, પીળાપણા અને રાતાપણા વડે ઉપરક્ત સ્વભાવવાળા સ્ફટિકમણિની માફક — પર જેમનું નિમિત્ત છે એવા મોહ, રાગ અને દ્વેષ વડે ૨ઉપરક્ત આત્મસ્વભાવવાળો હોવાથી, પોતે એકલો જ બંધ (-બંધરૂપ) છે, કારણ કે મોહરાગદ્વેષાદિભાવ તેનું ૩દ્વિતીય છે. ૧૭૫. ૧. આશ્રય = જેમાં સ્ફટિકમણિ મૂકેલો હોય તે વસ્તુ. ૨. ઉપરક્ત = વિકારી; મલિન; કલુષિત. ૩. દ્વિતીય = બીજુ. [‘બંધ તો બે વચ્ચે હોય, એકલો આત્મા બંધસ્વરૂપ કેમ હોઈ શકે?’ એવા પ્રશ્નનો
Page 334 of 513
PDF/HTML Page 365 of 544
single page version
अयमात्मा साकारनिराकारपरिच्छेदात्मकत्वात्परिच्छेद्यतामापद्यमानमर्थजातं येनैव मोहरूपेण रागरूपेण द्वेषरूपेण वा भावेन पश्यति जानाति च तेनैवोपरज्यत एव । योऽयमुपरागः स खलु स्निग्धरूक्षत्वस्थानीयो भावबन्धः । अथ पुनस्तेनैव पौद्गलिकं कर्म युक्तिं द्रव्यबन्धस्वरूपं च प्रतिपादयति — भावेण जेण भावेन परिणामेन येन जीवो जीवः कर्ता पेच्छदि जाणादि निर्विकल्पदर्शनपरिणामेन पश्यति सविकल्पज्ञानपरिणामेन जानाति । किं कर्मतापन्नं, आगदं विसये आगतं प्राप्तं किमपीष्टानिष्टं वस्तु पञ्चेन्द्रियविषये । रज्जदि तेणेव पुणो रज्यते तेनैव पुनः आदिमध्यान्तवर्जितं रागादिदोषरहितं चिज्ज्योतिःस्वरूपं निजात्मद्रव्यमरोचमानस्तथैवाजानन् सन् समस्तरागादिविकल्पपरिहारेणाभावयंश्च तेनैव पूर्वोक्तज्ञानदर्शनोपयोगेन रज्यते रागं करोति इति भावबन्धयुक्तिः । बज्झदि कम्म त्ति उवदेसो तेन भावबन्धेन नवतरद्रव्यकर्म बध्नातीति
અન્વયાર્થઃ — [जीवः] જીવ [येन भावेन] જે ભાવથી [विषये आगतं] વિષયમાં આવેલ પદાર્થને [पश्यति जानाति] દેખે છે અને જાણે છે, [तेन एव] તેનાથી જ [रज्यति] ઉપરક્ત થાય છે; [पुनः] વળી તેનાથી જ [कर्म बध्यते] કર્મ બંધાય છે; — [इति] એમ [उपदेशः] ઉપદેશ છે.
ટીકાઃ — આ આત્મા સાકાર અને નિરાકાર પ્રતિભાસસ્વરૂપ ( – જ્ઞાન અને દર્શન- સ્વરૂપ) હોવાથી પ્રતિભાસ્ય (-પ્રતિભાસવાયોગ્ય) પદાર્થ સમૂહને જે મોહરૂપ, રાગરૂપ કે દ્વેષરૂપ ભાવથી દેખે છે અને જાણે છે, તેનાથી જ ઉપરક્ત થાય છે. જે આ ઉપરાગ (-મલિનતા, વિકાર) છે તે ખરેખર *સ્નિગ્ધ -રૂક્ષત્વસ્થાનીય ભાવબંધ છે. વળી તેનાથી જ *સ્નિગ્ધ -રૂક્ષત્વસ્થાનીય = સ્નિગ્ધતા અને રૂક્ષતા સમાન. (જેમ પુદ્ગલમાં વિશિષ્ટ સ્નિગ્ધતા -રૂક્ષતા તે બંધ છે, તેમ જીવમાં રાગદ્વેષરૂપ વિકાર તે ભાવબંધ છે.)
Page 335 of 513
PDF/HTML Page 366 of 544
single page version
बध्यत एव । इत्येष भावबन्धप्रत्ययो द्रव्यबन्धः ।।१७६।।
यस्तावदत्र कर्मणां स्निग्धरूक्षत्वस्पर्शविशेषैरेकत्वपरिणामः स केवलपुद्गलबन्धः । यस्तु जीवस्यौपाधिकमोहरागद्वेषपर्यायैरेकत्वपरिणामः स केवलजीवबन्धः । यः पुनः जीव- द्रव्यबन्धस्वरूपं चेत्युपदेशः ।।१७६।। एवं भावबन्धकथनमुख्यतया गाथाद्वयेन द्वितीयस्थलं गतम् । अथ पूर्वनवतरपुद्गलद्रव्यकर्मणोः परस्परबन्धो, जीवस्य तु रागादिभावेन सह बन्धो, जीवस्यैव नवतर- द्रव्यकर्मणा सह चेति त्रिविधबन्धस्वरूपं प्रज्ञापयति ---फासेहिं पोग्गलाणं बंधो स्पर्शैः पुद्गलानां बन्धः । पूर्वनवतरपुद्गलद्रव्यकर्मणोर्जीवगतरागादिभावनिमित्तेन स्वकीयस्निग्धरूक्षोपादानकारणेन च परस्पर- स्पर्शसंयोगेन योऽसौ बन्धः स पुद्गलबन्धः । जीवस्स रागमादीहिं जीवस्य रागादिभिः । निरुपराग- परमचैतन्यरूपनिजात्मतत्त्वभावनाच्युतस्य जीवस्य यद्रागादिभिः सह परिणमनं स जीवबन्ध इति । अण्णोण्णमवगाहो पोग्गलजीवप्पगो भणिदो अन्योन्यस्यावगाहः पुद्गलजीवात्मको भणितः । निर्विकार- જરૂર પૌદ્ગલિક કર્મ બંધાય છે. આમ આ દ્રવ્યબંધનું નિમિત્ત ભાવબંધ છે. ૧૭૬.
હવે પુદ્ગલબંધનું સ્વરૂપ, જીવબંધનું સ્વરૂપ અને તે બન્નેના બંધનું સ્વરૂપ જણાવે છેઃ —
અન્વયાર્થઃ — [स्पर्शैः] સ્પર્શો સાથે [पुद्गलानां बन्धः] પુદ્ગલોનો બંધ, [रागादिभिः जीवस्य] રાગાદિક સાથે જીવનો બંધ અને [अन्योन्यम् अवगाह्ः] અન્યોન્ય અવગાહ તે [पुद्गलजीवात्मकः भणितः] પુદ્ગલજીવાત્મક બંધ કહેવામાં આવ્યો છે.
ટીકાઃ — પ્રથમ તો અહીં, કર્મને જે સ્નિગ્ધતા -રૂક્ષતારૂપ સ્પર્શવિશેષો (-ખાસ સ્પર્શો) સાથે એકત્વપરિણામ તે કેવળ પુદ્ગલબંધ છે; અને જીવને જે ઔપાધિક મોહ -રાગ- દ્વેષરૂપ પર્યાયો સાથે એકત્વપરિણામ તે કેવળ જીવબંધ છે; વળી જીવ અને કર્મપુદ્ગલને
Page 336 of 513
PDF/HTML Page 367 of 544
single page version
कर्मपुद्गलयोः परस्परपरिणामनिमित्तमात्रत्वेन विशिष्टतरः परस्परमवगाहः स तदुभय- बन्धः ।।१७७।।
अयमात्मा लोकाकाशतुल्यासंख्येयप्रदेशत्वात्सप्रदेशः । अथ तेषु तस्य प्रदेशेषु कायवाङ्मनोवर्गणालम्बनः परिस्पन्दो यथा भवति तथा कर्मपुद्गलकायाः स्वयमेव परिस्पन्द- स्वसंवेदनज्ञानरहितत्वेन स्निग्धरूक्षस्थानीयरागद्वेषपरिणतजीवस्य बन्धयोग्यस्निग्धरूक्षपरिणामपरिणत- पुद्गलस्य च योऽसौ परस्परावगाहलक्षणः स इत्थंभूतबन्धो जीवपुद्गलबन्ध इति त्रिविधबन्धलक्षणं ज्ञातव्यम् ।।१७७।। अथ ‘बन्धो जीवस्स रागमादीहिं’ पूर्वसूत्रे यदुक्तं तदेव रागत्वं द्रव्यबन्धस्य कारणमिति विशेषेण समर्थयति — सपदेसो सो अप्पा स प्रसिद्धात्मा लोकाकाशप्रमितासंख्येयप्रदेश- त्वात्तावत्सप्रदेशः । तेसु पदेसेसु पोग्गला काया तेषु प्रदेशेषु कर्मवर्गणायोग्यपुद्गलकायाः कर्तारः पविसंति प्रविशन्ति । कथम् । जहाजोग्गं मनोवचनकायवर्गणालम्बनवीर्यान्तरायक्षयोपशमजनितात्मप्रदेशपरिस्पन्द- જે પરસ્પર પરિણામના નિમિત્તમાત્રપણે વિશિષ્ટતર પરસ્પર અવગાહ તે ઉભયબંધ છે [અર્થાત્ જીવ અને કર્મપુદ્ગલ એકબીજાને પરિણામમાં નિમિત્તમાત્ર થાય એવો (ખાસ પ્રકારનો) જે તેમનો એકક્ષેત્રાવગાહસંબંધ તે પુદ્ગલજીવાત્મક બંધ છે]. ૧૭૭.
અન્વયાર્થઃ — [सः आत्मा] તે આત્મા [सप्रदेशः] સપ્રદેશ છે; [तेषु प्रदेशेषु] એ પ્રદેશોમાં [पुद्गलाः कायाः] પુદ્ગલસમુહો [प्रविशन्ति] પ્રવેશે છે, [यथायोग्यं तिष्ठन्ति] યથાયોગ્ય રહે છે, [यान्ति] જાય છે [च] અને [बध्यन्ते] બંધાય છે.
ટીકાઃ — આ આત્મા લોકાકાશતુલ્ય અસંખ્ય પ્રદેશવાળો હોવાથી સપ્રદેશ છે. તેના એ પ્રદેશોમાં કાયવર્ગણા, વચનવર્ગણા અને મનોવર્ગણાના આલંબનવાળો પરિસ્પંદ (કંપ)
Page 337 of 513
PDF/HTML Page 368 of 544
single page version
वन्तः प्रविशन्त्यपि तिष्ठन्त्यपि गच्छन्त्यपि च । अस्ति चेज्जीवस्य मोहरागद्वेषरूपो भावो बध्यन्तेऽपि च । ततोऽवधार्यते द्रव्यबन्धस्य भावबन्धो हेतुः ।।१७८।।
यतो रागपरिणत एवाभिनवेन द्रव्यकर्मणा बध्यते, न वैराग्यपरिणतः; अभिनवेन लक्षणयोगानुसारेण यथायोग्यम् । न केवलं प्रविशन्ति चिट्ठंति हि प्रवेशानन्तरं स्वकीयस्थितिकालपर्यन्तं तिष्ठन्ति हि स्फु टम् । न केवलं तिष्ठन्ति जंति स्वकीयोदयकालं प्राप्य फलं दत्वा गच्छन्ति, बज्झंति केवलज्ञानाद्यनन्तचतुष्टयव्यक्तिरूपमोक्षप्रतिपक्षभूतबन्धस्य कारणं रागादिकं लब्ध्वा पुनरपि द्रव्यबन्ध- रूपेण बध्यन्ते च । अत एतदायातं रागादिपरिणाम एव द्रव्यबन्धकारणमिति । अथवा द्वितीय- व्याख्यानम् — प्रविशन्ति प्रदेशबन्धास्तिष्ठन्ति स्थितिबन्धाः फलं दत्वा गच्छन्त्यनुभागबन्धा बध्यन्ते प्रकृ तिबन्धा इति ।।१७८।। एवं त्रिविधबन्धमुख्यतया सूत्रद्वयेन तृतीयस्थलं गतम् । अथ द्रव्य- बन्धकारणत्वान्निश्चयेन रागादिविकल्परूपो भावबन्ध एव बन्ध इति प्रज्ञापयति — रत्तो बंधदि कम्मं रक्तो જે પ્રકારે થાય છે, તે પ્રકારે કર્મપુદ્ગલના સમૂહો સ્વયમેવ પરિસ્પંદવાળા વર્તતા થકા પ્રવેશે પણ છે, રહે પણ છે અને જાય પણ છે; અને જો જીવને મોહ -રાગ -દ્વેષરૂપ ભાવ હોય તો બંધાય પણ છે. માટે નક્કી થાય છે કે દ્રવ્યબંધનો હેતુ ભાવબંધ છે. ૧૭૮.
હવે, રાગપરિણામમાત્ર એવો જે ભાવબંધ તે દ્રવ્યબંધનો હેતુ હોવાથી તે જ નિશ્ચયબંધ છે એમ સિદ્ધ કરે છેઃ —
— આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચય જાણજે.૧૭૯.
અન્વયાર્થઃ — [रक्तः] રાગી આત્મા [कर्म बध्नाति] કર્મ બાંધે છે, [रागरहितात्मा] રાગ રહિત આત્મા [कर्मभिः मुच्यते] કર્મથી મુકાય છે; — [एषः] આ, [जीवानां] જીવોના [बन्धसमासः] બંધનો સંક્ષેપ [निश्चयतः] નિશ્ચયથી [जानीहि] જાણ.
ટીકાઃ — રાગપરિણત જીવ જ નવા દ્રવ્યકર્મથી બંધાય છે, વૈરાગ્યપરિણત બંધાતો પ્ર. ૪૩
Page 338 of 513
PDF/HTML Page 369 of 544
single page version
द्रव्यकर्मणा रागपरिणतो न मुच्यते, वैराग्यपरिणत एव; बध्यत एव संस्पृशतैवाभिनवेन द्रव्यकर्मणा चिरसञ्चितेन पुराणेन च न मुच्यते रागपरिणतः; मुच्यत एव संस्पृशतैवाभिनवेन द्रव्यकर्मणा चिरसञ्चितेन पुराणेन च वैराग्यपरिणतो न बध्यते; ततोऽवधार्यते द्रव्यबन्धस्य साधकतमत्वाद्रागपरिणाम एव निश्चयेन बन्धः ।।१७९।।
बध्नाति कर्म । रक्त एव कर्म बध्नाति, न च वैराग्यपरिणतः । मुच्चदि कम्मेहिं रागरहिदप्पा मुच्यते कर्मभ्यां रागरहितात्मा । मुच्यत एव शुभाशुभकर्मभ्यां रागरहितात्मा, न च बध्यते । एसो बंधसमासो एष प्रत्यक्षीभूतो बन्धसंक्षेपः । जीवाणं जीवानां सम्बन्धी । जाण णिच्छयदो जानीहि त्वं हे शिष्य, निश्चयतो निश्चयनयाभिप्रायेणेति । एवं रागपरिणाम एव बन्धकारणं ज्ञात्वा समस्तरागादिविकल्पजालत्यागेन विशुद्धज्ञानदर्शनस्वभावनिजात्मतत्त्वे निरन्तरं भावना कर्तव्येति ।।१७९।। अथ जीवपरिणामस्य નથી; રાગપરિણત જીવ નવા દ્રવ્યકર્મથી મુકાતો નથી, વૈરાગ્યપરિણત જ મુકાય છે; રાગ- પરિણત જીવ સંસ્પર્શ કરતા (-સંબંધમાં આવતા) એવા નવા દ્રવ્યકર્મથી અને ચિરસંચિત (લાંબા કાળથી સંચય પામેલા) એવા જૂના દ્રવ્યકર્મથી બંધાય જ છે, મુકાતો નથી; વૈરાગ્યપરિણત જીવ સંસ્પર્શ કરતા (-સંબંધમાં આવતા) એવા નવા દ્રવ્યકર્મથી અને ચિરસંચિત એવા જૂના દ્રવ્યકર્મથી મુકાય જ છે, બંધાતો નથી; માટે નક્કી થાય છે કે દ્રવ્યબંધનો સાધકતમ (-ઉત્કૃષ્ટ હેતુ) હોવાથી રાગપરિણામ જ નિશ્ચયથી બંધ છે. ૧૭૯.
હવે પરિણામનું દ્રવ્યબંધના સાધકતમ રાગથી વિશિષ્ટપણું સવિશેષ પ્રગટ કરે છે (અર્થાત્ પરિણામ દ્રવ્યબંધના ઉત્કૃષ્ટ હેતુભૂત રાગથી વિશેષતાવાળો હોય છે એમ ભેદો સહિત પ્રગટ કરે છે)ઃ —
અન્વયાર્થઃ — [परिणामात् बन्धः] પરિણામથી બંધ છે, [परिणामः रागद्वेषमोहयुतः] (જે) પરિણામ રાગ -દ્વેષ -મોહયુક્ત છે. [मोहप्रद्वेषौ अशुभौ] (તેમાં) મોહ અને દ્વેષ અશુભ
Page 339 of 513
PDF/HTML Page 370 of 544
single page version
द्रव्यबन्धोऽस्ति तावद्विशिष्टपरिणामात् । विशिष्टत्वं तु परिणामस्य रागद्वेषमोहमय- त्वेन । तच्च शुभाशुभत्वेन द्वैतानुवर्ति । तत्र मोहद्वेषमयत्वेनाशुभत्वं, रागमयत्वेन तु शुभत्वं चाशुभत्वं च । विशुद्धिसंक्लेशाङ्गत्वेन रागस्य द्वैविध्यात् भवति ।।१८०।।
अथ विशिष्टपरिणामविशेषमविशिष्टपरिणामं च कारणे कार्यमुपचर्य कार्यत्वेन निर्दिशति —
द्रव्यबन्धसाधकं रागाद्युपाधिजनितभेदं दर्शयति — परिणामादो बंधो परिणामात्सकाशाद्बन्धो भवति । स च परिणामः किंविशिष्टः । परिणामो रागदोसमोहजुदो वीतरागपरमात्मनो विलक्षणत्वेन परिणामो रागद्वेष- मोहोपाधित्रयेण संयुक्तः । असुहो मोहपदोसो अशुभौ मोहप्रद्वेषौ । परोपाधिजनितपरिणामत्रयमध्ये मोह- प्रद्वेषद्वयमशुभम् । सुहो व असुहो हवदि रागो शुभोऽशुभो वा भवति रागः । पञ्चपरमेष्ठयादिभक्तिरूपः शुभराग उच्यते, विषयकषायरूपश्चाशुभ इति । अयं परिणामः सर्वोऽपि सोपाधित्वात् बन्धहेतुरिति ज्ञात्वाबन्धे शुभाशुभसमस्तरागद्वेषविनाशार्थं समस्तरागाद्युपाधिरहिते सहजानन्दैकलक्षणसुखामृतस्वभावे निजात्मद्रव्ये भावना कर्तव्येति तात्पर्यम् ।।१८०।। अथ द्रव्यरूपपुण्यपापबन्धकारणत्वाच्छुभाशुभपरिणामयोः पुण्यपापसंज्ञां शुभाशुभरहितशुद्धोपयोगपरिणामस्य मोक्षकारणत्वं च कथयति — सुहपरिणामो पुण्णं છે, [रागः] રાગ [शुभः वा अशुभः] શુભ અથવા અશુભ [भवति] હોય છે.
ટીકાઃ — પ્રથમ તો દ્રવ્યબંધ વિશિષ્ટ પરિણામથી હોય છે. પરિણામનું વિશિષ્ટપણું રાગ -દ્વેષ -મોહમયપણાને લીધે છે. તે શુભ અને અશુભપણાને લીધે દ્વૈતને અનુસરે છે. ત્યાં, ૧મોહ -દ્વેષમયપણા વડે અશુભપણું હોય છે, અને રાગમયપણા વડે શુભપણું તેમ જ અશુભપણું હોય છે કારણ કે રાગ ૨વિશુદ્ધિ તેમ જ સંક્લેશવાળો હોવાથી દ્વિવિધ હોય છે. ૧૮૦.
હવે વિશિષ્ટ પરિણામના ભેદને તથા અવિશિષ્ટ પરિણામને, કારણમાં કાર્યનો ઉપચાર કરીને કાર્યપણે દર્શાવે છેઃ —
૨. ધર્માનુરાગ વિશુદ્ધિવાળો હોવાથી ધર્માનુરાગમય પરિણામ શુભ છે; વિષયાનુરાગ સંકલેશવાળો હોવાથી
Page 340 of 513
PDF/HTML Page 371 of 544
single page version
द्विविधस्तावत्परिणामः, परद्रव्यप्रवृत्तः स्वद्रव्यप्रवृत्तश्च । तत्र परद्रव्यप्रवृत्तः परोप- रक्तत्वाद्विशिष्टपरिणामः, स्वद्रव्यप्रवृत्तस्तु परानुपरक्तत्वादविशिष्टपरिणामः । तत्रोक्तौ द्वौ विशिष्टपरिणामस्य विशेषौ, शुभपरिणामोऽशुभपरिणामश्च । तत्र पुण्यपुद्गलबन्धकारणात्वात् शुभपरिणामः पुण्यं, पापपुद्गलबन्धकारणत्वादशुभपरिणामः पापम् । अविशिष्टपरिणामस्य तु शुद्धत्वेनैकत्वान्नास्ति विशेषः । स काले संसारदुःखहेतुकर्मपुद्गलक्षयकारणत्वात्संसार- दुःखहेतुकर्मपुद्गलक्षयात्मको मोक्ष एव ।।१८१।। द्रव्यपुण्यबन्धकारणत्वाच्छुभपरिणामः पुण्यं भण्यते । असुहो पावं ति भणिदं द्रव्यपापबन्धकारणत्वाद- शुभपरिणामः पापं भण्यते । केषु विषयेषु योऽसौ शुभाशुभपरिणामः । अण्णेसु निजशुद्धात्मनः सकाशादन्येषु शुभाशुभबहिर्द्रव्येषु । परिणामो णण्णगदो परिणामो नान्यगतोऽनन्यगतः स्वस्वरूपस्थ इत्यर्थंः । स इत्थंभूतः शुद्धपयोगलक्षणः परिणामः दुक्खक्खयकारणं दुःखक्षयकारणं दुःखक्षयाभिधान- मोक्षस्य कारणं भणिदो भणितः । क्व भणितः । समये परमागमे लब्धिकाले वा । किंच, मिथ्यादृष्टिसासादनमिश्रगुणस्थानत्रये तारतम्येनाशुभपरिणामो भवतीति पूर्वं भणितमास्ते, अविरत- देशविरतप्रमत्तसंयतसंज्ञगुणस्थानत्रये तारतम्येन शुभपरिणामश्च भणितः, अप्रमत्तादिक्षीणकषायान्तगुण- स्थानेषु तारतम्येन शुद्धोपयोगोऽपि भणितः । नयविवक्षायां मिथ्यादृष्टयादिक्षीणक षायान्तगुणस्थानेषु
અન્વયાર્થઃ — [अन्येषु] પર પ્રત્યે [शुभपरिणामः] શુભ પરિણામ [पुण्यम्] પુણ્ય છે અને [अशुभः] (પર પ્રત્યે) અશુભ પરિણામ [पापम्] પાપ છે [इति भणितम्] એમ કહ્યું છે; [अनन्यगतः परिणामः] પર પ્રત્યે નહિ પ્રવર્તતો એવો પરિણામ [समये] સમયે [दुःखक्षयकारणम्] દુઃખક્ષયનું કારણ છે.
ટીકાઃ — પ્રથમ તો પરિણામ દ્વિવિધ છે — પરદ્રવ્યપ્રવૃત્ત (પરદ્રવ્ય પ્રત્યે પ્રવર્તતો) અને સ્વદ્રવ્યપ્રવૃત્ત. તેમાં પરદ્રવ્યપ્રવૃત્ત પરિણામ પર વડે ઉપરક્ત (-પરના નિમિત્તે વિકારી) હોવાથી વિશિષ્ટ પરિણામ છે અને સ્વદ્રવ્યપ્રવૃત્ત પરિણામ પર વડે ઉપરક્ત નહિ હોવાથી અવિશિષ્ટ પરિણામ છે. ત્યાં વિશિષ્ટ પરિણામના પૂર્વોક્ત બે ભેદ છેઃ શુભ પરિણામ અને અશુભ પરિણામ. તેમાં, પુણ્યરૂપ પુદ્ગલના બંધનું કારણ હોવાથી શુભ પરિણામ પુણ્ય છે અને પાપરૂપ પુદ્ગલના બંધનું કારણ હોવાથી અશુભ પરિણામ પાપ છે. અવિશિષ્ટ પરિણામ તો શુદ્ધ હોવાથી એક છે તેથી તેના ભેદ નથી. તે (અવિશિષ્ટ પરિણામ), કાળે સંસારદુઃખના હેતુભૂત કર્મપુદ્ગલના ક્ષયનું કારણ હોવાથી, સંસાર -દુઃખના હેતુભૂત કર્મપુદ્ગલના ક્ષયસ્વરૂપ મોક્ષ જ છે.
Page 341 of 513
PDF/HTML Page 372 of 544
single page version
शुद्धोपयोगपरिणामो लभ्यत इति नयलक्षणमुपयोगलक्षणं च यथासंभवं सर्वत्र ज्ञातव्यम् । अत्र योऽसौ
लक्षणाद्धयेयभूताच्छुद्धपारिणामिकभावादभेदप्रधानद्रव्यार्थिकनयेनाभिन्नोऽपि भेदप्रधानपर्यायार्थिकनयेन
भिन्नः । कस्मादिति चेत् । अयमेकदेशनिरावरणत्वेन क्षायोपशमिकखण्डज्ञानव्यक्तिरूपः, स च
अनाद्यनन्तत्वेनाविनश्वरः । यदि पुनरेकान्तेनाभेदो भवति तर्हि घटोत्पत्तौ मृत्पिण्डविनाशवत्
ભાવાર્થઃ — પર પ્રત્યે પ્રવર્તતો એવો શુભ પરિણામ તે પુણ્યનું કારણ છે અને અશુભ પરિણામ તે પાપનું કારણ છે તેથી, કારણમાં કાર્યનો ઉપચાર કરીએ તો, શુભ પરિણામ તે પુણ્ય છે અને અશુભ પરિણામ તે પાપ છે. સ્વાત્મદ્રવ્યમાં પ્રવર્તતો એવો શુદ્ધ પરિણામ તે મોક્ષનું કારણ છે તેથી, કારણમાં કાર્યનો ઉપચાર કરીએ તો, શુદ્ધ પરિણામ તે મોક્ષ છે. ૧૮૧.
હવે જીવને સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિ અને પરદ્રવ્યથી નિવૃત્તિની સિદ્ધિને માટે સ્વપરનો વિભાગ દર્શાવે છેઃ —
અન્વયાર્થઃ — [अथ] હવે [स्थावराः च त्रसाः] સ્થાવર અને ત્રસ એવા જે [पृथिवीप्रमुखाः] પૃથ્વીઆદિક [जीवनिकायाः] જીવનિકાયો [भणिताः] કહેવામાં આવ્યા છે, [ते] તે [जीवात् अन्ये] જીવથી અન્ય છે [च] અને [जीवः अपि] જીવ પણ [तेभ्यः अन्यः] તેમનાથી અન્ય છે.
Page 342 of 513
PDF/HTML Page 373 of 544
single page version
य एते पृथिवीप्रभृतयः षड्जीवनिकायास्त्रसस्थावरभेदेनाभ्युपगम्यन्ते ते खल्व- चेतनत्वादन्ये जीवात्, जीवोऽपि च चेतनत्वादन्यस्तेभ्यः । अत्र षड्जीवनिकाया आत्मनः परद्रव्यमेक एवात्मा स्वद्रव्यम् ।।१८२।।
बन्ध इति कथनमुख्यतया गाथात्रयेण चतुर्थस्थलं गतम् । अथ जीवस्य स्वद्रव्यप्रवृत्तिपरद्रव्य- निवृत्तिनिमित्तं षड्जीवनिकायैः सह भेदविज्ञानं दर्शयति --भणिदा पुढविप्पमुहा भणिताः परमागमे कथिताः पृथिवीप्रमुखाः । ते के । जीवणिकाया जीवसमूहाः । अध अथ । कथंभूताः । थावरा य तसा स्थावराश्च त्रसाः । ते च किंविशिष्टाः । अण्णा ते अन्ये भिन्नास्ते । कस्मात् । जीवादो शुद्धबुद्धैकजीवस्वभावात् । जीवो वि य तेहिंदो अण्णो जीवोऽपि च तेभ्योऽन्य इति । तथाहि – टङ्कोत्कीर्णज्ञायकैक स्वभावपरमात्म- तत्त्वभावनारहितेन जीवेन यदुपार्जितं त्रसस्थावरनामकर्म तदुदयजनितत्वादचेतनत्वाच्च त्रसस्थावर- जीवनिकायाः शुद्धचैतन्यस्वभावजीवाद्भिन्नाः । जीवोऽपि च तेभ्यो विलक्षणत्वाद्भिन्न इति । अत्रैवं भेदविज्ञाने जाते सति मोक्षार्थी जीवः स्वद्रव्ये प्रवृत्तिं परद्रव्ये निवृत्तिं च करोतीति भावार्थः ।।१८२।।
ટીકાઃ — જે આ પૃથ્વી વગેરે ષટ્ જીવનિકાયો ત્રસ અને સ્થાવર એવા ભેદપૂર્વક માનવામાં આવે છે, તે ખરેખર અચેતનપણાને લીધે જીવથી અન્ય છે અને જીવ પણ ચેતનપણાને લીધે તેમનાથી અન્ય છે. અહીં (એમ કહ્યું કે), ષટ્ જીવનિકાય આત્માને પરદ્રવ્ય છે, આત્મા એક જ સ્વદ્રવ્ય છે. ૧૮૨.
હવે જીવને સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિનું નિમિત્ત સ્વપરના વિભાગનું જ્ઞાન છે અને પરદ્રવ્યમાં પ્રવૃત્તિનું નિમિત્ત સ્વ -પરના વિભાગનું અજ્ઞાન છે એમ નક્કી કરે છેઃ —
અન્વયાર્થઃ — [यः] જે [एवं] એ રીતે [स्वभावम् आसाद्य] સ્વભાવને પામીને (જીવપુદ્ગલના સ્વભાવને નક્કી કરીને) [परम् आत्मानं] પરને અને સ્વને [न एव जानाति] જાણતો નથી, [मोहात्] તે મોહથી ‘[अहम्] આ હું છું, [इदं मम] આ મારું છે’ [इति] એમ [अध्यवसानं] અધ્યવસાન [कुरुते] કરે છે.
Page 343 of 513
PDF/HTML Page 374 of 544
single page version
यो हि नाम नैवं प्रतिनियतचेतनाचेतनत्वस्वभावेन जीवपुद्गलयोः स्वपरविभागं पश्यति स एवाहमिदं ममेदमित्यात्मात्मीयत्वेन परद्रव्यमध्यवस्यति मोहान्नान्यः । अतो जीवस्य परद्रव्य- प्रवृत्तिनिमित्तं स्वपरपरिच्छेदाभावमात्रमेव, सामर्थ्यात्स्वद्रव्यप्रवृत्तिनिमित्तं तदभावः ।।१८३।।
अथैतदेव भेदविज्ञानं प्रकारान्तरेण द्रढयति – जो णवि जाणदि एवं यः कर्ता नैव जानात्येवं पूर्वोक्तप्रकारेण । कम् । परं षड्जीवनिकायादिपरद्रव्यं, अप्पाणं निर्दोषिपरमात्मद्रव्यरूपं निजात्मानम् । किं कृत्वा । सहावमासेज्ज शुद्धोपयोगलक्षणनिजशुद्धस्वभावमाश्रित्य । कीरदि अज्झवसाणं स पुरुषः करोत्यध्यवसानं परिणामम् । केन रूपेण । अहं ममेदं ति अहं ममेदमिति । ममकाराहंकारादिरहित- परमात्मभावनाच्युतो भूत्वा परद्रव्यं रागादिकमहमिति देहादिकं ममेतिरूपेण । कस्मात् । मोहादो मोहाधीनत्वादिति । ततः स्थितमेतत्स्वपरभेदविज्ञानबलेन स्वसंवेदनज्ञानी जीवः स्वद्रव्ये रतिं परद्रव्ये
ટીકાઃ — જે આત્મા એ રીતે જીવ અને પુદ્ગલના (પોતપોતાના) નિશ્ચિત ચેતનત્વ અને અચેતનત્વરૂપ સ્વભાવ વડે સ્વ -પરનો વિભાગ દેખતો નથી, તે જ આત્મા ‘આ હું છું, આ મારું છે’ એમ મોહથી પરદ્રવ્યમાં પોતાપણાનું અધ્યવસાન કરે છે, બીજો નહિ. આથી (એમ નક્કી થયું કે) જીવને પરદ્રવ્યમાં પ્રવૃત્તિનું નિમિત્ત સ્વપરના જ્ઞાનનો અભાવમાત્ર જ છે અને (કહ્યા વિના પણ) સામર્થ્યથી (એમ નક્કી થયું કે) સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિનું નિમિત્ત *તેનો અભાવ છે.
ભાવાર્થઃ — જેને સ્વપરનું ભેદવિજ્ઞાન નથી તે જ પરદ્રવ્યમાં અહંકાર મમકાર કરે છે, ભેદવિજ્ઞાની નહિ. માટે પરદ્રવ્યમાં પ્રવૃત્તિનું કારણ ભેદવિજ્ઞાનનો અભાવ જ છે અને સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિનું કારણ ભેદવિજ્ઞાન જ છે. ૧૮૩.
Page 344 of 513
PDF/HTML Page 375 of 544
single page version
आत्मा हि तावत्स्वं भावं करोति, तस्य स्वधर्मत्वादात्मनस्तथाभवनशक्ति- सम्भवेनावश्यमेव कार्यत्वात् । स तं च स्वतन्त्रः कुर्वाणस्तस्य कर्तावश्यं स्यात्, क्रियमाण- श्चात्मना स्वो भावस्तेनाप्यत्वात्तस्य कर्मावश्यं स्यात् । एवमात्मनः स्वपरिणामः कर्म । न त्वात्मा पुद्गलस्य भावान् करोति, तेषां परधर्मत्वादात्मनस्तथाभवनशक्त्यसम्भवेना- कार्यत्वात् । स तानकुर्वाणो न तेषां कर्ता स्यात्, अक्रियमाणाश्चात्मना ते न तस्य कर्म स्युः । एवमात्मनः पुद्गलपरिणामो न कर्म ।।१८४।।
निवृत्तिं करोतीति ।।१८३।। एवं भेदभावनाकथनमुख्यतया सूत्रद्वयेन पञ्चमस्थलं गतम् । अथात्मनो निश्चयेन रागादिस्वपरिणाम एव कर्म, न च द्रव्यकर्मेति प्ररूपयति — कुव्वं सभावं कुर्वन्स्वभावम् । अत्र स्वभावशब्देन यद्यपि शुद्धनिश्चयेन शुद्धबुद्धैकस्वभावो भण्यते, तथापि कर्मबन्धप्रस्तावे रागादि- परिणामोऽप्यशुद्धनिश्चयेन स्वभावो भण्यते । तं स्वभावं कुर्वन् । स कः । आदा आत्मा । हवदि हि कत्ता कर्ता भवति हि स्फु टम् । कस्य । सगस्स भावस्स स्वकीयचिद्रूपस्वभावस्य रागादिपरिणामस्य । तदेव तस्य
અન્વયાર્થઃ — [स्वभावं कुर्वन्] પોતાના ભાવને કરતો થકો [आत्मा] આત્મા [हि] ખરેખર [स्वकस्य भावस्य] પોતાના ભાવનો [कर्ता भवति] કર્તા છે; [तु] પરંતુ [पुद्गलद्रव्यमयानां सर्वभावानां] પુદ્ગલદ્રવ્યમય સર્વ ભાવોનો [कर्ता न] કર્તા નથી.
ટીકાઃ — પ્રથમ તો આત્મા ખરેખર સ્વ ભાવને કરે છે કારણ કે તે (ભાવ) તેનો સ્વ ધર્મ હોવાથી આત્માને તે -રૂપે થવાની (પરિણમવાની) શક્તિનો સંભવ હોવાને લીધે તે (ભાવ) અવશ્યમેવ આત્માનું કાર્ય છે. (આમ) તે (આત્મા) તેને (-સ્વ ભાવને) સ્વતંત્રપણે કરતો થકો તેનો કર્તા અવશ્ય છે અને સ્વ ભાવ આત્મા વડે કરાતો થકો આત્મા વડે પ્રાપ્ય હોવાથી આત્માનું કર્મ અવશ્ય છે. આ રીતે સ્વ પરિણામ આત્માનું કર્મ છે.
પરંતુ, આત્મા પુદ્ગલના ભાવોને કરતો નથી કારણ કે તેઓ પરના ધર્મો હોવાથી આત્માને તે -રૂપે થવાની શક્તિનો અસંભવ હોવાને લીધે તેઓ આત્માનું કાર્ય નથી. (આમ) તે (આત્મા) તેમને નહિ કરતો થકો તેમનો કર્તા નથી અને તેઓ આત્મા વડે નહિ કરાતા થકા તેઓ તેનું કર્મ નથી. આ રીતે પુદ્ગલપરિણામ આત્માનું કર્મ નથી. ૧૮૪.
Page 345 of 513
PDF/HTML Page 376 of 544
single page version
न खल्वात्मनः पुद्गलपरिणामः कर्म, परद्रव्योपादानहानशून्यत्वात् । यो हि यस्य परिणमयिता दृष्टः स न तदुपादानहानशून्यो दृष्टः, यथाग्निरयःपिण्डस्य । आत्मा तु तुल्यक्षेत्रवर्तित्वेऽपि परद्रव्योपादानहानशून्य एव । ततो न स पुद्गलानां कर्मभावेन परिणमयिता स्यात् ।।१८५।।
અન્વયાર્થઃ — [जीवः] જીવ [सर्वकालेषु] સર્વ કાળે [पुद्गलमध्ये वर्तमानः अपि] પુદ્ગલની મધ્યમાં રહેતો હોવા છતાં પણ [पुद्गलानि कर्माणि] પૌદ્ગલિક કર્મોને [हि] ખરેખર [गृह्णाति न एव] ગ્રહતો નથી, [मुञ्चति न] છોડતો નથી, [करोति न] કરતો નથી.
ટીકાઃ — ખરેખર પુદ્ગલપરિણામ આત્માનું કર્મ નથી, કારણ કે તે પરદ્રવ્યનાં ગ્રહણત્યાગ વિનાનો છે; જે જેનો પરિણમાવનાર જોવામાં આવે છે, તે — જેમ અગ્નિ લોખંડના ગોળાનાં ગ્રહણત્યાગ વિનાનો છે તેમ — તેનાં ગ્રહણત્યાગ વિનાનો જોવામાં આવતો નથી. આત્મા તો તુલ્ય ક્ષેત્રે વર્તતો હોવા છતાં પણ ( – પરદ્રવ્ય સાથે એકક્ષેત્રાવગાહી હોવા છતાં પણ) પરદ્રવ્યનાં ગ્રહણત્યાગ વિનાનો જ છે. તેથી તે પુદ્ગલોને કર્મભાવે પરિણમાવનાર નથી. ૧૮૫.
ત્યારે (જો આત્મા પુદ્ગલોને કર્મપણે પરિણમાવતો નથી તો પછી) આત્મા કઈ રીતે પુદ્ગલકર્મો વડે ગ્રહાય છે અને મુકાય છે તેનું હવે નિરૂપણ કરે છેઃ —
Page 346 of 513
PDF/HTML Page 377 of 544
single page version
सोऽयमात्मा परद्रव्योपादानहानशून्योऽपि साम्प्रतं संसारावस्थायां निमित्तमात्रीकृत- परद्रव्यपरिणामस्य स्वपरिणाममात्रस्य द्रव्यत्वभूतत्वात्केवलस्य कलयन् कर्तृत्वं, तदेव तस्य स्वपरिणामं निमित्तमात्रीकृत्योपात्तकर्मपरिणामाभिः पुद्गलधूलीभिर्विशिष्टावगाहरूपेणोपादीयते कदाचिन्मुच्यते च ।।१८६।। परभावं न गृह्णाति न मुञ्चति न च करोत्युपादानरूपेण लोहपिण्डो वाग्निं तथायमात्मा न च गृह्णाति न च मुञ्चति न च करोत्युपादानरूपेण पुद्गलकर्माणीति । किं कुर्वन्नपि । पोग्गलमज्झे वट्टण्णवि सव्वकालेसु क्षीरनीरन्यायेन पुद्गलमध्ये वर्त्तमानोऽपि सर्वकालेषु । अनेन कि मुक्तं भवति । यथा सिद्धो भगवान् पुद्गलमध्ये वर्त्तमानोऽपि परद्रव्यग्रहणमोचनकरणरहितस्तथा शुद्धनिश्चयेन शक्तिरूपेण संसारी जीवोऽपीति भावार्थः ।।१८५।। अथ यद्ययमात्मा पुद्गलकर्म न करोति न च मुञ्चति तर्हि बन्धः कथं, तर्हि मोक्षोऽपि कथमिति प्रश्ने प्रत्युत्तरं ददाति --स इदाणिं कत्ता सं स इदानीं कर्ता सन् । स पूर्वोक्तलक्षण आत्मा, इदानीं कोऽर्थः एवं पूर्वोक्त नयविभागेन, कर्ता सन् । कस्य । सगपरिणामस्स निर्विकारनित्या-
અન્વયાર્થઃ — [सः] તે [इदानीं] હમણાં (સંસારાવસ્થામાં) [द्रव्यजातस्य] દ્રવ્યથી (આત્મદ્રવ્યથી) ઉત્પન્ન થતા [स्वकपरिणामस्य] (અશુદ્ધ) સ્વપરિણામનો [कर्ता सन्] કર્તા થતો થકો [कर्मधूलिभिः] કર્મરજ વડે [आदीयते] ગ્રહાય છે અને [कदाचित् विमुच्यते] કદાચિત્ મુકાય છે.
ટીકાઃ — તે આ આત્મા પરદ્રવ્યનાં ગ્રહણત્યાગ વિનાનો હોવા છતાં પણ હમણાં સંસાર -અવસ્થામાં, પરદ્રવ્યપરિણામને નિમિત્તમાત્ર કરતા એવા કેવળ સ્વપરિણામમાત્રનું — તે સ્વપરિણામ દ્રવ્યત્વભૂત હોવાથી — કર્તાપણું અનુભવતો થકો, તેના એ જ સ્વપરિણામને નિમિત્તમાત્ર કરીને કર્મપરિણામને પામતી એવી પુદ્ગલરજ વડે વિશિષ્ટ અવગાહરૂપે ગ્રહાય છે અને કદાચિત્ મુકાય છે.
ભાવાર્થઃ — હમણાં સંસારદશામાં જીવ પૌદ્ગલિક કર્મપરિણામને નિમિત્તમાત્ર કરીને પોતાના અશુદ્ધ પરિણામનો જ કર્તા થાય છે (કારણ કે તે અશુદ્ધ પરિણામ સ્વદ્રવ્યથી ઉત્પન્ન થાય છે), પરદ્રવ્યનો કર્તા થતો નથી. આમ જીવ પોતાના અશુદ્ધ પરિણામનો કર્તા થતાં, જીવના તે જ અશુદ્ધ પરિણામને નિમિત્તમાત્ર કરીને કર્મરૂપે પરિણમતી પુદ્ગલરજ ખાસ અવગાહરૂપે જીવને *ગ્રહે છે અને ક્યારેક (સ્થિતિ અનુસાર રહીને અથવા જીવના શુદ્ધ પરિણામને નિમિત્તમાત્ર કરીને) છોડે છે. ૧૮૬. *કર્મપરિણત પુદ્ગલોનું જીવ સાથે ખાસ અવગાહરૂપે રહેવું તેને જ અહીં કર્મપુદ્ગલો વડે જીવનું ‘ગ્રહાવું’ કહ્યું છે.
Page 347 of 513
PDF/HTML Page 378 of 544
single page version
अस्ति खल्वात्मनः शुभाशुभपरिणामकाले स्वयमेव समुपात्तवैचित्र्यकर्मपुद्गलपरिणामः, नवघनाम्बुनो भूमिसंयोगपरिणामकाले समुपात्तवैचित्र्यान्यपुद्गलपरिणामवत् । तथाहि — यथा यदा नवघनाम्बु भूमिसंयोगेन परिणमति तदान्ये पुद्गलाः स्वयमेव समुपात्तवैचित्र्यैः नन्दैकलक्षणपरमसुखामृतव्यक्तिरूपकार्यसमयसारसाधकनिश्चयरत्नत्रयात्मककारणसमयसारविलक्षणस्य मिथ्यात्वरागादिविभावरूपस्य स्वकीयपरिणामस्य । पुनरपि किंविशिष्टस्य । दव्वजादस्स स्वकीयात्म- द्रव्योपादानकारणजातस्य । आदीयदे कदाई कम्मधूलीहिं आदीयते बध्यते । काभिः । कर्मधूलीभिः कर्तृ- भूताभिः कदाचित्पूर्वोक्तविभावपरिणामकाले । न केवलमादीयते, विमुच्चदे विशेषेण मुच्यते त्यज्यते ताभिः कर्मधूलीभिः कदाचित्पूर्वोक्तकारणसमयसारपरिणतिकाले । एतावता किमुक्तं भवति । अशुद्ध- परिणामेन बध्यते शुद्धपरिणामेन मुच्यत इति ।।१८६।। अथ यथा द्रव्यकर्माणि निश्चयेन स्वयमेवोत्पद्यन्ते तथा ज्ञानावरणादिविचित्रभेदरूपेणापि स्वयमेव परिणमन्तीति कथयति ---परिणमदि जदा अप्पा परिणमति यदात्मा । समस्तशुभाशुभपरद्रव्यविषये परमोपेक्षालक्षणं शुद्धोपयोगपरिणामं मुक्त्वा यदायमात्मा परिणमति । क्व । सुहम्हि असुहम्हि शुभेऽशुभे वा परिणामे । कथंभूतः सन् । रागदोसजुदो
હવે પુદ્ગલકર્મોના વૈચિત્ર્યને ( – જ્ઞાનાવરણ, દર્શનાવરણ ઇત્યાદિ અનેકપ્રકારતાને) કોણ કરે છે તેનું નિરૂપણ કરે છેઃ —
અન્વયાર્થઃ — [यदा] જ્યારે [आत्मा] આત્મા [रागद्वेषयुतः] રાગદ્વેષયુક્ત થયો થકો [शुभे अशुभे] શુભ અને અશુભમાં [परिणमति] પરિણમે છે, ત્યારે [कर्मरजः] કર્મરજ [ज्ञानावरणादिभावैः] જ્ઞાનાવરણાદિભાવે [तं] તેનામાં [प्रविशति] પ્રવેશે છે.
ટીકાઃ — જેમ નવા મેઘજળના ભૂમિસંયોગરૂપ પરિણામના કાળે સ્વયમેવ વૈચિત્ર્યને પામેલા અન્યપુદ્ગલપરિણામ (અન્ય પુદ્ગલના પરિણામ) હોય છે, તેમ આત્માના શુભાશુભ પરિણામના કાળે સ્વયમેવ વૈચિત્ર્યને પામેલા કર્મપુદ્ગલપરિણામ (કર્મપુદ્ગલના પરિણામ) ખરેખર હોય છે. તે આ પ્રમાણેઃ જેમ જ્યારે નવું મેઘજળ ભૂમિસંયોગરૂપે
Page 348 of 513
PDF/HTML Page 379 of 544
single page version
शाद्वलशिलीन्ध्रशक्रगोपादिभावैः परिणमन्ते, तथा यदायमात्मा रागद्वेषवशीकृतः शुभाशुभ- भावेन परिणमति तदा अन्ये योगद्वारेण प्रविशन्तः कर्मपुद्गलाः स्वयमेव समुपात्तवैचित्र्यै- र्ज्ञानावरणादिभावैः परिणमन्ते । अतः स्वभावकृतं कर्मणां वैचित्र्यं, न पुनरात्मकृतम् ।।१८७।।
પામેલા જ્ઞાનાવરણાદિભાવે પરિણમે છે.
આથી (એમ નક્કી થયું કે) કર્મોનું વૈચિત્ર્ય ૪સ્વભાવકૃત છે, પરંતુ આત્મકૃત નથી. ૧૮૭.
અન્વયાર્થઃ — [सप्रदेशः] સપ્રદેશ એવો [सः आत्मा] તે આત્મા [समये] સમયે [मोहरागद्वेषैः] મોહ -રાગ -દ્વેષ વડે [कषायितः] કષાયિત થવાથી [कर्मरजोभिः श्लिष्टः] કર્મરજ વડે શ્લિષ્ટ થયો થકો (અર્થાત્ જેને કર્મરજ વળગી છે એવો થયો થકો) [बन्धः इति प्ररूपितः] ‘બંધ’ કહેવામાં આવ્યો છે. ૧. શાદ્વલ = લીલું મેદાન ૨. શિલીંધ્ર = ટોપ; બિલાડીનો ટોપ. ૩. ઇંદ્રગોપ = ચોમાસામાં થતું એક જીવડું ૪. સ્વભાવકૃત = કર્મોના પોતાના સ્વભાવથી કરાયેલું
Page 349 of 513
PDF/HTML Page 380 of 544
single page version
यथात्र सप्रदेशत्वे सति लोध्रादिभिः कषायितत्वात् मञ्जिष्ठरङ्गादिभिरुपश्लिष्टमेकं रक्तं दृष्टं वासः, तथात्मापि सप्रदेशत्वे सति काले मोहरागद्वेषैः कषायितत्वात् कर्मरजोभि- रुपश्लिष्ट एको बन्धो दृष्टव्यः, शुद्धद्रव्यविषयत्वान्निश्चयस्य ।।१८८।।
अणुभागो अनुभागः फलदानशक्तिविशेषः भवतीति क्रियाध्याहारः । कथम्भूतो भवति । तिव्वो तीव्रः प्रकृष्टः परमामृतसमानः । कासां संबन्धी । सुहपयडीणं सद्वेद्यादिशुभप्रकृतीनाम् । कया कारण- भूतया । विसोही तीव्रधर्मानुरागरूपविशुद्धया । असुहाण संकिलेसम्मि असद्वेद्याद्यशुभप्रकृतीनां तु मिथ्या- त्वादिरूपतीव्रसंक्लेशे सति तीव्रो हालाहलविषसदृशो भवति । विवरीदो दु जहण्णो विपरीतस्तु जघन्यो गुडनिम्बरूपो भवति । जघन्यविशुद्धया जघन्यसंक्लेशेन च मध्यमविशुद्धया मध्यमसंक्लेशेन तु शुभा- शुभप्रकृतीनां खण्डशर्करारूपः काञ्जीरविषरूपश्चेति । एवंविधो जघन्यमध्यमोत्कृष्टरूपोऽनुभागः कासां संबन्धी भवति । सव्वपयडीणं मूलोत्तरप्रकृतिरहितनिजपरमानन्दैकस्वभावलक्षणसर्वप्रकारोपादेयभूतपरमात्म- द्रव्याद्भिन्नानां हेयभूतानां सर्वमूलोत्तरकर्मप्रकृतीनामिति कर्मशक्तिस्वरूपं ज्ञातव्यम् ।।“ “ “ “ “
नयेन बन्धकारणभूतरागादिपरिणतात्मैव बन्धो भण्यत इत्यावेदयति — सपदेसो लोकाकाशप्रमितासंख्येय- प्रदेशत्वात्सप्रदेशस्तावद्भवति सो अप्पा स पूर्वोक्तलक्षण आत्मा । पुनरपि किंविशिष्टः । कसायिदो
ટીકાઃ — જેમ જગતમાં વસ્ત્ર સપ્રદેશ હોતાં લોધર વગેરે વડે કષાયિત થવાથી મજીઠ વગેરેના રંગ વડે શ્લિષ્ટ થયું થકું એકલું જ રંગિત જોવામાં આવે છે, તેમ આત્મા પણ સપ્રદેશ હોતાં કાળે મોહ -રાગ -દ્વેષ વડે *કષાયિત થવાથી કર્મરજ વડે શ્લિષ્ટ થયો થકો એકલો જ બંધ છે એમ દેખવું (-માનવું), કારણ કે નિશ્ચયનો વિષય શુદ્ધ દ્રવ્ય છે. ૧૮૮.