Pravachansar (Gujarati). Gatha: 190-200.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 20 of 28

 

Page 350 of 513
PDF/HTML Page 381 of 544
single page version

एष बन्धसमासो जीवानां निश्चयेन निर्दिष्टः
अर्हद्भिर्यतीनां व्यवहारोऽन्यथा भणितः ।।१८९।।
रागपरिणाम एवात्मनः कर्म, स एव पुण्यपापद्वैतम् रागपरिणामस्यैवात्मा कर्ता,
तस्यैवोपादाता हाता चेत्येष शुद्धद्रव्यनिरूपणात्मको निश्चयनयः यस्तु पुद्गलपरिणाम आत्मनः
कर्म, स एव पुण्यपापद्वैतं, पुद्गलपरिणामस्यात्मा कर्ता, तस्योपादाता हाता चेति
सोऽशुद्धद्रव्यनिरूपणात्मको व्यवहारनयः
उभावप्येतौ स्तः, शुद्धाशुद्धत्वेनोभयथा द्रव्यस्य
प्रतीयमानत्वात किन्त्वत्र निश्चयनयः साधकतमत्वादुपात्तः, साध्यस्य हि शुद्धत्वेन द्रव्यस्य
અન્વયાર્થઃ[एषः] આ (પૂર્વોક્ત રીતે), [जीवानां] જીવોના [बन्धसमासः] બંધનો
સંક્ષેપ [निश्चयेन] નિશ્ચયથી [अर्हद्भिः] અર્હંતદેવોએ [यतीनां] યતિઓને [निर्दिष्टः] કહ્યો છે;
[व्यवहारः] વ્યવહાર [अन्यथा] અન્ય રીતે [भणितः] કહ્યો છે.
ટીકાઃરાગપરિણામ જ આત્માનું કર્મ છે, તે જ પુણ્યપાપરૂપ દ્વૈત છે,
રાગપરિણામનો જ આત્મા કર્તા છે, તેનો જ ગ્રહનાર અને છોડનાર છે;આ, *શુદ્ધદ્રવ્યના
નિરૂપણસ્વરૂપ નિશ્ચયનય છે. અને, પુદ્ગલપરિણામ આત્માનું કર્મ છે, તે જ પુણ્યપાપરૂપ
દ્વૈત છે, પુદ્ગલપરિણામનો આત્મા કર્તા છે, તેનો ગ્રહનાર અને છોડનાર છે;
આવો જે
નય તે *અશુદ્ધદ્રવ્યના નિરૂપણસ્વરૂપ વ્યવહારનય છે. બન્ને આ (નયો) છે; કારણ કે
શુદ્ધપણે તથા અશુદ્ધપણે બન્ને પ્રકારે દ્રવ્ય પ્રતીત કરાય છે. પરંતુ અહીં નિશ્ચયનય સાધકતમ
कषायितः परिणतो रञ्जितः कैः मोहरागदोसेहिं निर्मोहस्वशुद्धात्मतत्त्वभावनाप्रतिबन्धिभिर्मोह-
रागद्वैषैः पुनश्च किंरूपः कम्मरजेहिं सिलिट्ठो कर्मरजोभिः श्लिष्टः कर्मवर्गणायोग्यपुद्गलरजोभिः
संश्लिष्टो बद्धः बंधो त्ति परूविदो अभेदेनात्मैव बन्ध इति प्ररूपितः क्व समये परमागमे अत्रेदं भणितं
भवतियथा वस्त्रं लोध्रादिद्रव्यैः कषायितं रञ्जितं सन्मञ्जीष्ठादिरङ्गद्रव्येण रञ्जितं सदभेदेन
रक्तमित्युच्यते तथा वस्त्रस्थानीय आत्मा लोध्रादिद्रव्यस्थानीयमोहरागद्वेषैः कषायितो रञ्जितः परिणतो
मञ्जीष्ठस्थानीयकर्मपुद्गलैः संश्लिष्टः संबद्धः सन् भेदेऽप्यभेदोपचारलक्षणेनासद्भूतव्यवहारेण बन्ध

इत्यभिधीयते
कस्मात् अशुद्धद्रव्यनिरूपणार्थविषयत्वादसद्भूतव्यवहारनयस्येति ।।१८८।। अथ
निश्चयव्यवहारयोरविरोधं दर्शयतिएसो बंधसमासो एष बन्धसमासः एष बहुधा पूर्वोक्त-
प्रकारो रागादिपरिणतिरूपो बन्धसंक्षेपः केषां संबन्धी जीवाणं जीवानाम् णिच्छयेण णिद्दिट्ठो
निश्चयनयेन निर्दिष्टः कथितः कैः कर्तृभूतैः अरहंतेहिं अर्हद्भिः निर्दोषिपरमात्मभिः केषाम्
*નિશ્ચયનય કેવળ સ્વદ્રવ્યના પરિણામને દર્શાવતો હોવાથી તેને શુદ્ધદ્રવ્યનું કથન કરનાર કહ્યો છે
અને વ્યવહારનય પરદ્રવ્યના પરિણામને આત્મપરિણામ દર્શાવતો હોવાથી તેને અશુદ્ધદ્રવ્યનું કથન
કરનાર કહ્યો છે. અહીં શુદ્ધદ્રવ્યનું કથન એક દ્રવ્યાશ્રિત પરિણામની અપેક્ષાએ જાણવું અને
અશુદ્ધદ્રવ્યનું કથન એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યમાં આરોપવાની અપેક્ષાએ જાણવું.

Page 351 of 513
PDF/HTML Page 382 of 544
single page version

शुद्धत्वद्योतकत्वान्निश्चयनय एव साधकतमो, न पुनरशुद्धत्वद्योतको व्यवहारनयः ।।१८९।।
अथाशुद्धनयादशुद्धात्मलाभ एवेत्यावेदयति
ण चयदि जो दु ममत्तिं अहं ममेदं ति देहदविणेसु
सो सामण्णं चत्ता पडिवण्णो होदि उम्मग्गं ।।१९०।।
(ઉત્કૃષ્ટ સાધક) હોવાથી *ગ્રહણ કરવામાં આવ્યો છે; (કારણ કે) સાધ્ય શુદ્ધ છે તેથી
દ્રવ્યના શુદ્ધત્વનો દ્યોતક (પ્રકાશક) હોવાને લીધે નિશ્ચયનય જ સાધકતમ છે, પણ
અશુદ્ધત્વનો દ્યોતક વ્યવહારનય સાધકતમ નથી. ૧૮૯.
હવે અશુદ્ધનયથી અશુદ્ધ આત્માની પ્રાપ્તિ જ થાય છે એમ કહે છેઃ
‘હું આ અને આ મારું’ એ મમતા ન દેહ -ધને તજે,
તે છોડી જીવ શ્રામણ્યને ઉન્માર્ગનો આશ્રય કરે.૧૯૦.
जदीणं जितेन्द्रियत्वेन शुद्धात्मस्वरूपे यत्नपराणां गणधरदेवादियतीनाम् ववहारो द्रव्यकर्मरूपव्यहारबन्धः
अण्णहा भणिदो निश्चयनयापेक्षयान्यथा व्यवहारनयेनेति भणितः किंच रागादीनेवात्मा करोति तानेव
भुङ्क्ते चेति निश्चयनयलक्षणमिदम् अयं तु निश्चयनयो द्रव्यकर्मबन्धप्रतिपादकासद्भूतव्यवहार-
नयापेक्षया शुद्धद्रव्यनिरूपणात्मको विवक्षितनिश्चयनयस्तथैवाशुद्धनिश्चयश्च भण्यते द्रव्यकर्माण्यात्मा
*નિશ્ચયનય ઉપાદેય છે અને વ્યવહારનય હેય છે.
પ્રશ્નઃ
દ્રવ્યસામાન્યનું આલંબન જ ઉપાદેય હોવા છતાં, અહીં રાગપરિણામના ગ્રહણત્યાગરૂપ
પર્યાયોનો સ્વીકાર કરનાર નિશ્ચયનયને ઉપાદેય કેમ કહ્યો છે?
ઉત્તરઃ‘રાગપરિણામનો કરનાર પણ આત્મા જ છે અને વીતરાગપરિણામનો કરનાર પણ
આત્મા જ છે, અજ્ઞાનદશા પણ આત્મા સ્વતંત્રપણે કરે છે અને જ્ઞાનદશા પણ આત્મા સ્વતંત્રપણે કરે
છે’
આવા યથાર્થ જ્ઞાનની અંદર દ્રવ્યસામાન્યનું જ્ઞાન ગર્ભિતપણે સમાઈ જ જાય છે. જો વિશેષોનું
બરાબર યથાર્થ જ્ઞાન હોય તો એ વિશેષો જેના વિના હોતા નથી એવા સામાન્યનું જ્ઞાન હોવું જ જોઈએ.
દ્રવ્યસામાન્યના જ્ઞાન વિના પર્યાયોનું યથાર્થ જ્ઞાન હોઈ શકે જ નહિ. માટે ઉપરોક્ત નિશ્ચયનયમાં
દ્રવ્યસામાન્યનું જ્ઞાન ગર્ભિતપણે સમાઈ જ જાય છે. જે જીવ બંધમાર્ગરૂપ પર્યાયમાં તેમ જ મોક્ષમાર્ગરૂપ
પર્યાયમાં આત્મા એકલો જ છે એમ યથાર્થપણે (દ્રવ્યસામાન્યની અપેક્ષા સહિત) જાણે છે, તે જીવ પરદ્રવ્ય
વડે સંપૃક્ત થતો નથી અને દ્રવ્યસામાન્યની અંદર પર્યાયોને ડુબાડી દઈને સુવિશુદ્ધ હોય છે. આ રીતે
પર્યાયોના યથાર્થ જ્ઞાનમાં દ્રવ્યસામાન્યનું જ્ઞાન અપેક્ષિત હોવાથી અને દ્રવ્ય -પર્યાયોના યથાર્થ જ્ઞાનમાં
દ્રવ્યસામાન્યના આલંબનરૂપ અભિપ્રાય અપેક્ષિત હોવાથી ઉપરોક્ત નિશ્ચયનયને ઉપાદેય કહ્યો છે. [
વિશેષ

માટે ૧૨૬મી ગાથાની ટીકા જુઓ.
]

Page 352 of 513
PDF/HTML Page 383 of 544
single page version

न त्यजति यस्तु ममतामहं ममेदमिति देहद्रविणेषु
स श्रामण्यं त्यक्त्वा प्रतिपन्नो भवत्युन्मार्गम् ।।१९०।।
यो हि नाम शुद्धद्रव्यनिरूपणात्मकनिश्चयनयनिरपेक्षोऽशुद्धद्रव्यनिरूपणात्मक-
व्यवहारनयोपजनितमोहः सन् अहमिदं ममेदमित्यात्मात्मीयत्वेन देहद्रविणादौ परद्रव्ये ममत्वं
न जहाति स खलु शुद्धात्मपरिणतिरूपं श्रामण्याख्यं मार्गं दूरादपहायाशुद्धात्मपरिणति-
रूपमुन्मार्गमेव प्रतिपद्यते
अतोऽवधार्यते अशुद्धनयादशुद्धात्मलाभ एव ।।१९०।।
करोति भुङ्क्ते चेत्यशुद्धद्रव्यनिरूपणात्मकासद्भूतव्यवहारनयो भण्यते इदं नयद्वयं तावदस्ति किंत्वत्र
निश्चयनय उपादेयः, न चासद्भूतव्यवहारः ननु रागादीनात्मा करोति भुङ्क्ते चेत्येवंलक्षणो निश्चयनयो
व्याख्यातः स कथमुपादेयो भवति परिहारमाह --रागदीनेवात्मा करोति, न च द्रव्यकर्म, रागादय
एव बन्धकारणमिति यदा जानाति जीवस्तदा रागद्वेषादिविकल्पजालत्यागेन रागादिविनाशार्थं निज-
शुद्धात्मानं भावयति
ततश्च रागादिविनाशो भवति रागादिविनाशे चात्मा शुद्धो भवति ततः
परंपरया शुद्धात्मसाधकत्वादयमशुद्धनयोऽप्युपचारेण शुद्धनयो भण्यते, निश्चयनयो भण्यते, तथैवोपादेयो
भण्यते इत्यभिप्रायः
।।१८९।। एवमात्मा स्वपरिणामानामेव कर्ता, न च द्रव्यकर्मणामिति कथन-
मुख्यतया गाथासप्तकेन षष्ठस्थलं गतम् इति ‘अरसमरूवं’ इत्यादिगाथात्रयेण पूर्वं शुद्धात्मव्याख्याने
कृते सति शिष्येण यदुक्तममूर्तस्यात्मनो मूर्तकर्मणा सह कथं बन्धो भवतीति तत्परिहारार्थं नय-
विभागेन बन्धसमर्थनमुख्यतयैकोनविंशतिगाथाभिः स्थलषट्केन तृतीयविशेषान्तराघिकारः समाप्तः
अतः परं द्वादशगाथापर्यन्तं चतुर्भिः स्थलैः शुद्धात्मानुभूतिलक्षणविशेषभेदभावनारूपचूलिकाव्याख्यानं
અન્વયાર્થઃ[यः तु] જે [देहद्रविणेषु] દેહ -ધનાદિકમાં [अहं मम इदम्] ‘હું આ
છું અને આ મારું છે’ [इति ममतां] એવી મમતા [न त्यजति] છોડતો નથી, [सः] તે [श्रामण्यं
त्यक्त्वा] શ્રામણ્યને છોડીને [उन्मार्गम् प्रतिपन्नः भवति] ઉન્માર્ગનો આશ્રય કરે છે.
ટીકાઃજે આત્મા શુદ્ધદ્રવ્યના નિરૂપણસ્વરૂપ નિશ્ચયનયથી નિરપેક્ષ રહીને
અશુદ્ધદ્રવ્યના નિરૂપણસ્વરૂપ વ્યવહારનયથી જેને મોહ ઊપજ્યો છે એવો વર્તતો થકો ‘હું
આ છું અને આ મારું છે’ એમ
આત્મીયપણે દેહ -ધનાદિક પરદ્રવ્યમાં મમત્વ છોડતો નથી,
તે આત્મા ખરેખર શુદ્ધાત્મપરિણતિરૂપ જે શ્રામણ્ય નામનો માર્ગ તેને દૂરથી છોડીને
અશુદ્ધાત્મપરિણતિરૂપ ઉન્માર્ગનો જ આશ્રય કરે છે. આથી નક્કી થાય છે કે અશુદ્ધનયથી
અશુદ્ધ આત્માની પ્રાપ્તિ જ થાય છે. ૧૯૦.
૧. નિશ્ચયનયથી નિરપેક્ષ = નિશ્ચયનય પ્રત્યે ઉપેક્ષાવાળો; નિશ્ચયનય પ્રત્યે બેદરકાર; નિશ્ચયનયને નહિ ગણતો.
૨. આત્મીયપણે = પોતાપણે. [અજ્ઞાની જીવ દેહ, ધન વગેરે પરદ્રવ્યને પોતાનું માનીને તેમાં મમત્વ કરે
છે.]

Page 353 of 513
PDF/HTML Page 384 of 544
single page version

अथ शुद्धनयात् शुद्धात्मलाभ एवेत्यवधारयति
णाहं होमि परेसिं ण मे परे संति णाणमहमेक्को
इदि जो झायदि झाणे सो अप्पा णं हवदि झादा ।।१९१।।
नाहं भवामि परेषां न मे परे सन्ति ज्ञानमहमेकः
इति यो ध्यायति ध्याने स आत्मा भवति ध्याता ।।१९१।।
यो हि नाम स्वविषयमात्रप्रवृत्ताशुद्धद्रव्यनिरूपणात्मकव्यवहारनयाविरोधमध्यस्थः,
शुद्धद्रव्यनिरूपणात्मकनिश्चयनयापहस्तितमोहः सन्, नाहं परेषामस्मि, न परे मे सन्तीति
स्वपरयोः परस्परस्वस्वामिसम्बन्धमुद्धूय, शुद्धज्ञानमेवैकमहमित्यनात्मानमुत्सृज्यात्मानमेवात्म-
करोति तत्र शुद्धात्मभावनाप्रधानत्वेन ‘ण चयदि जो दु ममत्तिं’ इत्यादिपाठक्रमेण प्रथमस्थले गाथा
चतुष्टयम् तदनन्तरं शुद्धात्मोपलम्भभावनाफलेन दर्शनमोहग्रन्थिविनाशस्तथैव चारित्रमोहग्रन्थिविनाशः
क्रमेण तदुभयविनाशो भवतीति कथनमुख्यत्वेन ‘जो एवं जाणित्ता’ इत्यादि द्वितीयस्थले गाथात्रयम्
ततः परं केवलिध्यानोपचारकथनरूपेण ‘णिहदघणघादिकम्मो’ इत्यादि तृतीयस्थले गाथाद्वयम्
तदनन्तरं दर्शनाधिकारोपसंहारप्रधानत्वेन ‘एवं जिणा जिणिंदा’ इत्यादि चतुर्थस्थले गाथाद्वयम् ततः
परं ‘दंसणसंसुद्धाणं’ इत्यादि नमस्कारगाथा चेति द्वादशगाथाभिश्चतुर्थस्थले विशेषान्तराधिकारे
समुदायपातनिका
अथाशुद्धनयादशुद्धात्मलाभ एव भवतीत्युपदिशतिण चयदि जो दु ममत्तिं
त्यजति यस्तु ममताम् ममकाराहंकारादिसमस्तविभावरहितसकलविमलकेवलज्ञानाद्यनन्तगुणस्वरूप-
निजात्मपदार्थनिश्चलानुभूतिलक्षणनिश्चयनयरहितत्वेन व्यवहारमोहितहृदयः सन् ममतां ममत्वभावं न
હવે શુદ્ધનયથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ જ થાય છે એમ નક્કી કરે છેઃ
હું પર તણો નહિ, પર ન મારાં, જ્ઞાન કેવળ એક હું
જે એમ ધ્યાવે, ધ્યાનકાળે તેહ શુદ્ધાત્મા બને.૧૯૧.
અન્વયાર્થઃ[अहं परेषां न भवामि] હું પરનો નથી, [परे मे न सन्ति] પર મારાં
નથી, [ज्ञानम् अहम् एकः] હું એક જ્ઞાન છું’ [इति यः ध्यायति] એમ જે ધ્યાવે છે, [सः
ध्याता] તે ધ્યાતા [ध्याने] ધ્યાનકાળે [आत्मा भवति] આત્મા અર્થાત્ શુદ્ધાત્મા થાય છે.
ટીકાઃજે આત્મા, માત્ર પોતાના વિષયમાં પ્રવર્તતા અશુદ્ધદ્રવ્યનિરૂપણાત્મક
(અશુદ્ધ દ્રવ્યના નિરૂપણસ્વરૂપ) વ્યવહારનયમાં અવિરોધપણે મધ્યસ્થ રહીને, શુદ્ધદ્રવ્યના
નિરૂપણસ્વરૂપ નિશ્ચયનય વડે જેણે મોહને દૂર કર્યો છે એવો વર્તતો થકો, ‘હું પરનો નથી,
પર મારાં નથી’ એમ સ્વ -પરના પરસ્પર
*સ્વ -સ્વામિસંબંધને ખંખેરી નાખીને, ‘શુદ્ધ જ્ઞાન જ
*માલિકીનો પદાર્થ અને માલિક વચ્ચેના સંબંધને સ્વસ્વામિસંબંધ કહેવામાં આવે છે.
પ્ર. ૪૫

Page 354 of 513
PDF/HTML Page 385 of 544
single page version

એક હું છું’ એમ અનાત્માને છોડીને, આત્માને જ આત્માપણે ગ્રહીને, પરદ્રવ્યથી
વ્યાવૃત્તપણાને લીધે આત્મારૂપી જ એક અગ્રમાં ચિંતાને રોકે છે, તે એકાગ્રચિંતાનિરોધક
(એક વિષયમાં વિચારને રોકનારો આત્મા) તે એકાગ્રચિંતાનિરોધના સમયે ખરેખર
શુદ્ધાત્મા હોય છે. આથી નક્કી થાય છે કે શુદ્ધનયથી જ શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. ૧૯૧.
હવે, ધ્રુવપણાને લીધે શુદ્ધ આત્મા જ ઉપલબ્ધ કરવાયોગ્ય છે એમ ઉપદેશે છેઃ
એ રીત દર્શન -જ્ઞાન છે, ઇન્દ્રિય -અતીત મહાર્થ છે,
માનું હુંઆલંબન રહિત, જીવ શુદ્ધ, નિશ્ચળ, ધ્રુવ છે.૧૯૨.
અન્વયાર્થઃ[अहम्] હું [आत्मकं] આત્માને [एवं] એ રીતે [ज्ञानात्मानं] જ્ઞાનાત્મક,
[दर्शनभूतम्] દર્શનભૂત, [अतीन्द्रियमहार्थं] અતીન્દ્રિય મહા પદાર્થ, [ध्रुवम्] ધ્રુવ, [अचलम्]
અચળ, [अनालम्बं] નિરાલંબ અને [शुद्धं] શુદ્ધ [मन्ये] માનું છું.
त्वेनोपादाय परद्रव्यव्यावृत्तत्वादात्मन्येवैकस्मिन्नग्रे चिन्तां निरुणद्धि, स खल्वेकाग्रचिन्ता-
निरोधक स्तस्मिन्नेकाग्रचिन्तानिरोधसमये शुद्धात्मा स्यात
अतोऽवधार्यते शुद्धनयादेव शुद्धात्म-
लाभः ।।१९१।।
अथ ध्रुवत्वात् शुद्ध आत्मैवोपलम्भनीय इत्युपदिशति
एवं णाणप्पाणं दंसणभूदं अदिंदियमहत्थं
धुवमचलमणालंबं मण्णेऽहं अप्पगं सुद्धं ।।१९२।।
एवं ज्ञानात्मानं दर्शनभूतमतीन्द्रियमहार्थम्
ध्रुवमचलमनालम्बं मन्येऽहमात्मकं शुद्धम् ।।१९२।।
त्यजति यः केन रूपेण अहं ममेदं ति अहं ममेदमिति केषु विषयेषु देहदविणेसु देहद्रव्येषु, देहे
देहोऽहमिति, परद्रव्येषु ममेदमिति सो सामण्णं चत्ता पडिवण्णो होदि उम्मग्गं स श्रामण्यं त्यक्त्वा
प्रतिपन्नो भवत्युन्मार्गम् स पुरुषो जीवितमरणलाभालाभसुखदुःखशत्रुमित्रनिन्दाप्रशंसादिपरम-
माध्यस्थ्यलक्षणं श्रामण्यं यतित्वं चारित्रं दूरादपहाय तत्प्रतिपक्षभूतमुन्मार्गं मिथ्यामार्गं प्रतिपन्नो भवति
उन्मार्गाच्च संसारं परिभ्रमति ततः स्थितं अशुद्धनयादशुद्धात्मलाभ एव ।।१९०।। अथ शुद्ध-----
नयाच्छुद्धात्मलाभो भवतीति निश्चिनोतिणाहं होमि परेसिं, ण मे परे संति नाहं भवामि परेषाम्, न मे
परे सन्तीति समस्तचेतनाचेतनपरद्रव्येषु स्वस्वामिसम्बन्धं मनोवचनकायैः कृतकारितानुमतैश्च
૧. વ્યાવૃત્તપણું = ભિન્નપણું ૨.અગ્ર = વિષય; ધ્યેય; આલંબન.
૩. એકાગ્રચિંતાનિરોધ = એક જ વિષયમાંધ્યેયમાંવિચારને રોકવા તે. (એકાગ્રચિંતાનિરોધ તે ધ્યાન છે.)

Page 355 of 513
PDF/HTML Page 386 of 544
single page version

ટીકાઃશુદ્ધ આત્મા સત્ અને અહેતુક હોવાને લીધે અનાદિ -અનંત અને
સ્વતઃસિદ્ધ છે તેથી આત્માને શુદ્ધ આત્મા જ ધ્રુવ છે, (તેને) બીજું કાંઈ પણ ધ્રુવ નથી.
આત્મા શુદ્ધ એટલા માટે છે કે તેને પરદ્રવ્યથી વિભાગ અને સ્વધર્મથી અવિભાગ હોવાને
લીધે એકપણું છે. તે એકપણું આત્માના (૧) જ્ઞાનાત્મકપણાને લીધે, (૨) દર્શનભૂતપણાને
લીધે, (૩) અતીન્દ્રિય મહા પદાર્થપણાને લીધે, (૪) અચળપણાને લીધે અને
(૫) નિરાલંબપણાને લીધે છે.
ત્યાં, (૧૨) જે જ્ઞાનને જ પોતામાં ધારણ કરી રાખે છે અને જે પોતે દર્શનભૂત
છે એવા આત્માને અતન્મય પરદ્રવ્યથી વિભાગ છે અને સ્વધર્મથી અવિભાગ છે તેથી
તેને એકપણું છે; (૩) વળી જે પ્રતિનિશ્ચિત સ્પર્શ -રસ -ગંધ -વર્ણરૂપ ગુણો અને શબ્દરૂપ
પર્યાયને ગ્રહણ કરનારી અનેક ઇંદ્રિયોને અતિક્રમીને, સર્વ સ્પર્શ -રસ -ગંધ -વર્ણરૂપ ગુણો અને
શબ્દરૂપ પર્યાયને ગ્રહણ કરનારો એક સત્ મહા પદાર્થ છે એવા આત્માને ઇંદ્રિયાત્મક
પરદ્રવ્યથી વિભાગ છે અને સ્પર્શાદિના ગ્રહણસ્વરૂપ સ્વધર્મથી અવિભાગ છે તેથી તેને
आत्मनो हि शुद्ध आत्मैव सदहेतुकत्वेनानाद्यनन्तत्वात् स्वतःसिद्धत्वाच्च ध्रुवो, न
किञ्चनाप्यन्यत शुद्धत्वं चात्मनः परद्रव्यविभागेन स्वधर्माविभागेन चैकत्वात तच्च ज्ञानात्मक-
त्वाद्दर्शनभूतत्वादतीन्द्रियमहार्थत्वादचलत्वादनालम्बत्वाच्च तत्र ज्ञानमेवात्मनि बिभ्रतः स्वयं
दर्शनभूतस्य चातन्मयपरद्रव्यविभागेन स्वधर्माविभागेन चास्त्येकत्वम् तथा प्रतिनियतस्पर्शरस-
गन्धवर्णगुणशब्दपर्यायग्राहीण्यनेकानीन्द्रियाण्यतिक्रम्य सर्वस्पर्शरसगन्धवर्णगुणशब्दपर्यायग्राहक-
स्यैकस्य सतो महतोऽर्थस्येन्द्रियात्मकपरद्रव्यविभागेन स्पर्शादिग्रहणात्मकस्वधर्माविभागेन
स्वात्मानुभूतिलक्षणनिश्चयनयबलेन पूर्वमपहाय निराकृत्य पश्चात् किं करोति णाणमहमेक्को
ज्ञानमहमेकः, सकलविमलकेवलज्ञानमेवाहं भावकर्मद्रव्यकर्मनोकर्मरहितत्वेनैकश्च इदि जो झायदि
इत्यनेन प्रकारेण योऽसौ ध्यायति चिन्तयति भावयति क्क झाणे निजशुद्धात्मध्याने स्थितः सो अप्पाणं
हवदि झादा स आत्मानं भवति ध्याता स चिदानन्दैकस्वभावपरमात्मानं ध्याता भवतीति ततश्च
परमात्मध्यानात्तादृशमेव परमात्मानं लभते तदपि कस्मात् उपादानकारणसद्दशं कार्यमिति वचनात्
ततो ज्ञायते शुद्धनयाच्छुद्धात्मलाभ इति ।।१९१।। अथ ध्रुवत्वाच्छुद्धात्मानमेव भावयेऽहमिति
विचारयति‘मण्णे’ इत्यादिपदखण्डनारूपेण व्याख्यानं क्रियतेमण्णे मन्ये ध्यायामि सर्वप्रकारो-
૧. સત્ = હયાત; હયાતીવાળો; અસ્તિત્વવાળો.
૨. અહેતુક = જેનું કોઈ કારણ નથી એવો; અકારણ.
૩. અતન્મય = જ્ઞાનદર્શનમય નહિ એવું
૪. પ્રતિનિશ્ચિત = પ્રતિનિયત. [દરેક ઇંદ્રિય પોતપોતાના નિયત વિષયને ગ્રહે છે; જેમ કે ચક્ષુ વર્ણને
ગ્રહે છે.]
૫. અતિક્રમીને = ઓળંગી જઈને; છોડીને. ૬. ગ્રહણસ્વરૂપ = જ્ઞાનસ્વરૂપ

Page 356 of 513
PDF/HTML Page 387 of 544
single page version

એકપણું છે; (૪) વળી ક્ષણવિનાશરૂપે પ્રવર્તતા જ્ઞેયપર્યાયોને (ક્ષણે ક્ષણે નાશ પામતા
જણાવાયોગ્ય પર્યાયોને) ગ્રહવા -મૂકવાનો અભાવ હોવાથી જે અચળ છે એવા આત્માને
જ્ઞેયપર્યાયોસ્વરૂપ પરદ્રવ્યથી વિભાગ છે અને
*તન્નિમિત્તક જ્ઞાનસ્વરૂપ સ્વધર્મથી અવિભાગ
છે તેથી તેને એકપણું છે; (૫) વળી નિત્યરૂપે પ્રવર્તતાં (શાશ્વત એવાં) જ્ઞેયદ્રવ્યોના
આલંબનનો અભાવ હોવાથી જે નિરાલંબ છે એવા આત્માને જ્ઞેય પરદ્રવ્યોથી વિભાગ છે
અને તન્નિમિત્તક જ્ઞાનસ્વરૂપ સ્વધર્મથી અવિભાગ છે તેથી તેને એકપણું છે.
આ રીતે આત્મા શુદ્ધ છે કારણ કે ચિન્માત્ર શુદ્ધનય માત્ર તેટલા જ નિરૂપણસ્વરૂપ
છે (અર્થાત્ ચૈતન્યમાત્ર શુદ્ધનય આત્માને માત્ર શુદ્ધ જ નિરૂપે છે). અને આ એક જ (શુદ્ધ
આત્મા એક જ) ધ્રુવપણાને લીધે ઉપલબ્ધ કરવાયોગ્ય છે. (રસ્તે ચાલતા) મુસાફરના અંગ
સાથે સંસર્ગમાં આવતી માર્ગનાં વૃક્ષોની અનેક છાયા સમાન અન્ય જે અધ્રુવ (
બીજા જે
અધ્રુવ પદાર્થો) તેમનાથી શું પ્રયોજન છે?
ભાવાર્થઃઆત્મા (૧) જ્ઞાનાત્મક, (૨) દર્શનરૂપ, (૩) ઇન્દ્રિયો વિના સર્વને
જાણનારો મહા પદાર્થ, (૪) જ્ઞેય પરપર્યાયોને ગ્રહતો -મૂકતો નહિ હોવાથી અચળ અને (૫) જ્ઞેય
પરદ્રવ્યોનું આલંબન નહિ લેતો હોવાથી નિરાલંબ છે; તેથી તે એક છે. આ રીતે એક હોવાથી તે
શુદ્ધ છે. આવો શુદ્ધ આત્મા ધ્રુવ હોવાને લીધે તે જ એક ઉપલબ્ધ કરવાયોગ્ય છે. ૧૯૨.
चास्त्येकत्वम् तथा क्षणक्षयप्रवृत्तपरिच्छेद्यपर्यायग्रहणमोक्षणाभावेनाचलस्य परिच्छेद्यपर्यायात्मक-
परद्रव्यविभागेन तत्प्रत्ययपरिच्छेदात्मक स्वधर्माविभागेन चास्त्येक त्वम् तथा नित्यप्रवृत्तपरिच्छेद्य-
द्रव्यालम्बनाभावेनानालम्बस्य परिच्छेद्यपरद्रव्यविभागेन तत्प्रत्ययपरिच्छेदात्मकस्वधर्माविभागेन
चास्त्येकत्वम्
एवं शुद्ध आत्मा, चिन्मात्रशुद्धनयस्य तावन्मात्रनिरूपणात्मकत्वात अयमेक एव
च ध्रुवत्वादुपलब्धव्यः किमन्यैरध्वनीनाङ्गसङ्गच्छमानानेकमार्गपादपच्छायास्थानीयैरध्रुवैः ।।१९२।।
पादेयत्वेन भावये स कः अहं अहं कर्ता कं कर्मतापन्नम् अप्पगं सहजपरमाह्ना-----
दैकलक्षणनिजात्मानम् किंविशिष्टम् सुद्धं रागादिसमस्तविभावरहितम् पुनरपि किंविशिष्टम् धुवं
टङ्कोत्कीर्णज्ञायकैकस्वभावत्वेन ध्रुवमविनश्वरम् पुनरपि कथंभूतम् एवं णाणप्पाणं दंसणभूदं एवं
बहुविधपूर्वोक्तप्रकारेणाखण्डैकज्ञानदर्शनात्मकम् पुनश्च किंरूपम् अदिंदियं अतीन्द्रियं, मूर्तविनश्वरा-
नेकेन्द्रियरहितत्वेनामूर्ताविनश्वरेकातीन्द्रियस्वभावम् पुनश्च कीद्रशम् महत्थं मोक्षलक्षणमहापुरुषार्थ-
साधकत्वान्महार्थम् पुनरपि किंस्वभावम् अचलं अतिचपलचञ्चलमनोवाक्कायव्यापाररहितत्वेन
स्वस्वरूपे निश्चलं स्थिरम् पुनरपि किंविशिष्टम् अणालंबं स्वाधीनद्रव्यत्वेन सालम्बनं भरितावस्थमपि
समस्तपराधीनपरद्रव्यालम्बनरहितत्वेन निरालम्बनमित्यर्थः ।।१९२।। अथात्मनः पृथग्भूतं देहादिकम-अथात्मनः पृथग्भूतं देहादिकम-
*જ્ઞેય પર્યાયો જેમનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે -સ્વરૂપ સ્વધર્મથી (જ્ઞાનસ્વરૂપ નિજ ધર્મથી) આત્માને
અભિન્નપણું છે.

Page 357 of 513
PDF/HTML Page 388 of 544
single page version

હવે, અધ્રુવપણાને લીધે આત્મા સિવાય બીજું કાંઈ ઉપલબ્ધ કરવાયોગ્ય નથી એમ
ઉપદેશે છેઃ
લક્ષ્મી, શરીર, સુખદુઃખ અથવા શત્રુમિત્ર જનો અરે!
જીવને નથી કંઈ ધ્રુવ, ધ્રુવ ઉપયોગ -આત્મક જીવ છે.૧૯૩.
અન્વયાર્થઃ[देहाः वा] શરીરો, [द्रविणानि वा] ધન, [सुखदुःखे] સુખદુઃખ [वा
अथ] અથવા [शत्रुमित्रजनाः] શત્રુમિત્રજનોએ કાંઈ [जीवस्य] જીવને [ध्रुवाः न सन्ति] ધ્રુવ
નથી, [ध्रुवः] ધ્રુવ તો [उपयोगात्मकः आत्मा] ઉપયોગાત્મક આત્મા છે.
ટીકાઃઆત્માને, જે પરદ્રવ્યથી અભિન્ન હોવાને લીધે અને પરદ્રવ્ય વડે
ઉપરક્ત થતા સ્વધર્મથી ભિન્ન હોવાને લીધે અશુદ્ધપણાનું કારણ છે એવું (આત્મા
સિવાયનું) બીજું કાંઈ પણ ધ્રુવ નથી, કારણ કે તે અસત્ અને હેતુવાળું હોવાને લીધે
આદિઅંતવાળું અને પરતઃસિદ્ધ છે; ધ્રુવ તો ઉપયોગાત્મક શુદ્ધ આત્મા જ છે. આમ હોવાથી
હું અધ્રુવ એવાં શરીરાદિકને
તેઓ ઉપલબ્ધ થતાં હોવા છતાં પણઉપલબ્ધ કરતો નથી,
ધ્રુવ એવા શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું છું. ૧૯૩.
अथाध्रुवत्वादात्मनोऽन्यन्नोपलभनीयमित्युपदिशति
देहा वा दविणा वा सुहदुक्खा वाध सत्तुमित्तजणा
जीवस्स ण संति धुवा धुवोवओगप्पगो अप्पा ।।१९३।।
देहा वा द्रविणानि वा सुखदुःखे वाथ शत्रुमित्रजनाः
जीवस्य न सन्ति ध्रुवा ध्रुव उपयोगात्मक आत्मा ।।१९३।।
आत्मनो हि परद्रव्याविभागेन परद्रव्योपरज्यमानस्वधर्मविभागेन चाशुद्धत्वनिबन्धनं न
किञ्चनाप्यन्यदसद्धेतुमत्त्वेनाद्यन्तवत्त्वात्परतः सिद्धत्वाच्च ध्रुवमस्ति ध्रुव उपयोगात्मा शुद्ध
आत्मैव अतोऽध्रुवं शरीरादिकमुपलभ्यमानमपि नोपलभे, शुद्धात्मानमुपलभे ध्रुवम् ।।१९३।।
ध्रुवत्वान्न भावनीयमित्याख्यातिण संति धुवा ध्रुवा अविनश्वरा नित्या न सन्ति कस्य जीवस्स
जीवस्य के ते देहा वा दविणा वा देहा वा द्रव्याणि वा, सर्वप्रकारशुचिभूताद्देहरहितात्परमात्मनो
૧. ઉપરક્ત = મલિન; વિકારી. [પરદ્રવ્યના નિમિત્તે આત્માનો સ્વધર્મ ઉપરક્ત થાય છે.]
૨. અસત
્ = હયાત ન હોય એવું; અસ્તિત્વ વિનાનું (અર્થાત્ અનિત્ય). [દેહ -ધનાદિક પુદ્ગલપર્યાયો
હોવાને લીધે અસત્ છે તેથી આદિ -અંતવાળાં છે.]
૩. હેતુવાળું = સહેતુક; જેની ઉત્પત્તિમાં કંઈ પણ નિમિત્ત હોય એવું. [દેહ -ધનાદિકની ઉત્પત્તિમાં કંઈ
પણ નિમિત્ત હોય છે તેથી તેઓ પરતઃસિદ્ધ (પરથી સિદ્ધ) છે, સ્વતઃસિદ્ધ નથી.]

Page 358 of 513
PDF/HTML Page 389 of 544
single page version

હવે, એ રીતે શુદ્ધાત્માની ઉપલબ્ધિથી શું થાય છે તે નિરૂપે છેઃ
આ જાણી, શુદ્ધાત્મા બની, ધ્યાવે પરમ નિજ આત્મને,
સાકાર અણ -આકાર હો, તે મોહગ્રંથિ ક્ષય કરે.૧૯૪.
અન્વયાર્થઃ[यः] જે [एवं ज्ञात्वा] આમ જાણીને [विशुद्धात्मा] વિશુદ્ધાત્મા થયો
થકો [परमात्मानं] પરમ આત્માને [ध्यायति] ધ્યાવે છે, [सः] તે [साकारः अनाकारः] સાકાર
હો કે અનાકાર હો[मोहदुर्ग्रन्थिं] મોહદુર્ગ્રંથિને [क्षपयति] ક્ષય કરે છે.
ટીકાઃઆ યથોક્ત વિધિ વડે શુદ્ધાત્માને જે ધ્રુવ જાણે છે, તેને તેમાં જ પ્રવૃત્તિ
દ્વારા શુદ્ધાત્મત્વ હોય છે; તેથી (અર્થાત્ તે શુદ્ધાત્મત્વની પ્રાપ્તિને લીધે) અનંતશક્તિવાળા
ચિન્માત્ર પરમ આત્માનું એકાગ્રસંચેતનલક્ષણ ધ્યાન હોય છે; અને તેથી (અર્થાત્ તે
अथैवं शुद्धात्मोपलम्भात्किं स्यादिति निरूपयति
जो एवं जाणित्ता झादि परं अप्पगं विसुद्धप्पा
सागारोऽणागारो खवेदि सो मोहदुग्गंठिं ।।१९४।।
य एवं ज्ञात्वा ध्यायति परमात्मानं विशुद्धात्मा
साकारोऽनाकारः क्षपयति स मोहदुर्ग्रन्थिम् ।।१९४।।
अमुना यथोदितेन विधिना शुद्धात्मानं ध्रुवमधिगच्छतस्तस्मिन्नेव प्रवृत्तेः शुद्धात्मत्वं
स्यात्; ततोऽनन्तशक्तिचिन्मात्रस्य परमस्यात्मन एकाग्रसञ्चेतनलक्षणं ध्यानं स्यात्; ततः
विलक्षणा औदारिकादिपञ्चदेहास्तथैव च पञ्चेन्द्रियभोगोपभोगसाधकानि परद्रव्याणि च न केवलं
देहादयो ध्रुवा न भवन्ति, सुहदुक्खा वा निर्विकारपरमानन्दैकलक्षणस्वात्मोत्थसुखामृतविलक्षणानि
सांसारिकसुखदुःखानि वा अध अहो भव्याः सत्तुमित्तजणा शत्रुमित्रादिभावरहितादात्मनो भिन्नाः शत्रु-
मित्रादिजनाश्च यद्येतत् सर्वमध्रुवं तर्हि किं ध्रुवमिति चेत् धुवो ध्रुवः शाश्वतः स कः अप्पा
निजात्मा किंविशिष्टः उवओगप्पगो त्रैलोक्योदरविवरवर्तित्रिकालविषयसमस्तद्रव्यगुणपर्याययुगपत्-
परिच्छित्तिसमर्थकेवलज्ञानदर्शनोपयोगात्मक इति एवमध्रुवत्वं ज्ञात्वा ध्रुवस्वभावे स्वात्मनि भावना
कर्तव्येति तात्पर्यम् ।।१९३।। एवमशुद्धनयादशुद्धात्मलाभो भवतीति कथनेन प्रथमगाथा
शुद्धनयाच्छुद्धात्मलाभो भवतीति कथनेन द्वितीया ध्रुवत्वादात्मैव भावनीय इति प्रतिपादनेन तृतीया
आत्मानोऽन्यदध्रुवं न भावनीयमिति कथनेन चतुर्थी चेति शुद्धात्मव्याख्यानमुख्यत्वेन प्रथमस्थले
गाथाचतुष्टयं गतम्
अथैवं पूर्वोक्तप्रकारेण शुद्धात्मोपलम्भे सति किं फलं भवतीति प्रश्ने
प्रत्युत्तरमाहझादि ध्यायति जो यः कर्ता कम् अप्पगं निजात्मानम् कथंभूतम् परं
૧. ચિન્માત્ર = ચૈતન્યમાત્ર. [પરમ આત્મા કેવળ ચૈતન્યમાત્ર છે કે જે ચૈતન્ય અનંત શક્તિવાળું છે.]
૨. એક અગ્રનું (વિષયનું, ધ્યેયનું) સંચેતન અર્થાત
્ અનુભવન તે ધ્યાનનું લક્ષણ છે.

Page 359 of 513
PDF/HTML Page 390 of 544
single page version

ધ્યાનને લીધે) સાકાર ઉપયોગવાળાને કે અનાકાર ઉપયોગવાળાનેબન્નેને અવિશેષપણે
(તફાવત વિના) એકાગ્રસંચેતનની પ્રસિદ્ધિ હોવાથીઅનાદિ સંસારથી બંધાયેલી અતિ દ્રઢ
મોહદુર્ગ્રંથિ (મોહની દુષ્ટ ગાંઠ) છૂટી જાય છે.
આથી (એમ કહ્યું કે) મોહગ્રંથિભેદ (દર્શનમોહરૂપી ગાંઠનું ભેદાવુંતૂટવું) તે
શુદ્ધાત્માની ઉપલબ્ધિનું ફળ છે. ૧૯૪.
હવે, મોહગ્રંથિ ભેદાવાથી શું થાય છે તે કહે છેઃ
હણી મોહગ્રંથિ, ક્ષય કરી રાગાદિ, સમસુખદુઃખ જે
જીવ પરિણમે શ્રામણ્યમાં, તે સૌખ્ય અક્ષયને લહે.૧૯૫.
અન્વયાર્થઃ[यः] જે [निहतमोहग्रन्थि] મોહગ્રંથિને નષ્ટ કરી, [रागप्रद्वेषौ क्षपयित्वा]
રાગ -દ્વેષનો ક્ષય કરી, [समसुखदुःखः] સમસુખદુઃખ થયો થકો [श्रामण्ये भवेत्] શ્રામણ્યમાં
साकारोपयुक्तस्यानाकारोपयुक्तस्य वाविशेषेणैकाग्रसंचेतनप्रसिद्धेरासंसारबद्धदृढतरमोहदुर्ग्रन्थेरुद्-
ग्रथनं स्यात
अतः शुद्धात्मोपलम्भस्य मोहग्रन्थिभेदः फलम् ।।१९४।।
अत मोहग्रन्थिभेदात्किं स्यादिति निरूपयति
जो णिहदमोहगंठी रागपदोसे खवीय सामण्णे
होज्जं समसुहदुक्खो सो सोक्खं अक्खयं लहदि ।।१९५।।
यो निहतमोहग्रन्थी रागप्रद्वेषौ क्षपयित्वा श्रामण्ये
भवेत् समसुखदुःखः स सौख्यमक्षयं लभते ।।१९५।।
परमानन्तज्ञानादिगुणाधारत्वात्परमुत्कृष्टम् किं कृत्वा पूर्वम् एवं जाणित्ता एवं पूर्वोक्तप्रकारेण स्वात्मो-
पलम्भलक्षणस्वसंवेदनज्ञानेन ज्ञात्वा कथंभूतः सन् ध्यायति विसुद्धप्पा ख्यातिपूजालाभादिसमस्त-
मनोरथजालरहितत्वेन विशुद्धात्मा सन् पुनरपि कथंभूतः सागारोऽणागारो सागारोऽनागारः अथवा
साकारानाकारः सहाकारेण विकल्पेन वर्तते साकारो ज्ञानोपयोगः, अनाकारो निर्विकल्पो दर्शनोपयोग-
स्ताभ्यां युक्तः साकारानाकारः अथवा साकारः सविकल्पो गृहस्थः, अनाकारो निर्विकल्पस्तपोधनः
अथवा सहाकारेण लिङ्गेन चिह्नेन वर्तते साकारो यतिः, अनाकारश्चिह्नरहितो गृहस्थः खवेदि सो
मोहदुग्गंठिं य एवंगुणविशिष्टः क्षपयति स मोहदुर्ग्रन्थिम् मोह एव दुर्ग्रन्थिः मोहदुर्ग्रन्थिः शुद्धात्मरुचि-
प्रतिबन्धको दर्शनमोहस्तम् ततः स्थितमेतत् --आत्मोपलम्भस्य मोहग्रन्थिविनाश एव फलम् ।।१९४।।
૧. સાકાર = સવિકલ્પ ૨. અનાકાર = નિર્વિકલ્પ
૩. એકાગ્રસંચેતન = એક વિષયનું અનુભવન. [એકાગ્ર = એક જેનો વિષય હોય એવું.]
૪. સમસુખદુઃખ = જેને સુખ અને દુઃખ સમાન છે એવો.

Page 360 of 513
PDF/HTML Page 391 of 544
single page version

(મુનિપણામાં) પરિણમે છે, [सः] તે [अक्षयं सौख्यं] અક્ષય સૌખ્યને [लभते] પ્રાપ્ત કરે છે.
ટીકાઃમોહગ્રંથિનો ક્ષય કરવાથી, મોહગ્રંથિ જેનું મૂળ છે એવા રાગદ્વેષનું ક્ષપણ
થાય છે; તેથી (અર્થાત્ રાગદ્વેષનું ક્ષપણ થવાથી), સમસુખદુઃખ એવા તે જીવને પરમ
મધ્યસ્થતા જેનું લક્ષણ છે એવા શ્રામણ્યમાં ભવનપરિણમન થાય છે; અને તેથી (અર્થાત
શ્રામણ્યમાં પરિણમવાથી) અનાકુળતા જેનું લક્ષણ છે એવા અક્ષય સૌખ્યની પ્રાપ્તિ થાય છે.
આથી (એમ કહ્યું કે) મોહરૂપી ગ્રંથિના ભેદથી અક્ષય સૌખ્યરૂપ ફળ હોય છે. ૧૯૫.
હવે,
એકાગ્ર સંચેતન જેનું લક્ષણ છે એવું ધ્યાન આત્માને અશુદ્ધતા લાવતું નથી એમ
નક્કી કરે છેઃ
જે મોહમળ કરી નષ્ટ, વિષયવિરક્ત થઈ, મન રોકીને,
આત્મસ્વભાવે સ્થિત છે, તે આત્મને ધ્યાનાર છે.૧૯૬.
मोहग्रन्थिक्षपणाद्धि तन्मूलरागद्वेषक्षपणं; ततः समसुखदुःखस्य परममाध्यस्थलक्षणे
श्रामण्ये भवनं; ततोऽनाकुलत्वलक्षणाक्षयसौख्यलाभः अतो मोहग्रन्थिभेदादक्षयसौख्यं
फलम् ।।१९५।।
अथैकाग्रसञ्चेतनलक्षणं ध्यानमशुद्धत्वमात्मनो नावहतीति निश्चिनोति
जो खविदमोहकलुसो विसयविरत्तो मणो णिरुंभित्ता
समवट्ठिदो सहावे सो अप्पा णं हवदि झादा ।।१९६।।
अथ दर्शनमोहग्रन्थिभेदात्किं भवतीति प्रश्ने समाधानं ददातिजो णिहदमोहगंठी यः पूर्वसूत्रोक्त-
प्रकारेण निहतदर्शनमोहग्रन्थिर्भूत्वा रागपदोसे खवीय निजशुद्धात्मनिश्चलानुभूतिलक्षणवीतरागचारित्र-
प्रतिबन्धकौ चरित्रमोहसंज्ञौ रागद्वेषौ क्षपयित्वा क्व सामण्णे स्वस्वभावलक्षणे श्रामण्ये पुनरपि किं
कृत्वा होज्जं भूत्वा किंविशिष्टः समसुहदुक्खो निजशुद्धात्मसंवित्तिसमुत्पन्नरागादिविकल्पोपाधि-
रहितपरमसुखामृतानुभवेन सांसारिकसुखदुःखोत्पन्नहर्षविषादरहितत्वात्समसुखदुःखः सो सोक्खं अक्खयं
लहदि स एवंगुणविशिष्टो भेदज्ञानी सौख्यमक्षयं लभते ततो ज्ञायते दर्शनमोहक्षयाच्चारित्रमोहसंज्ञ-
रागद्वेषविनाशस्ततश्च सुखदुःखादिमाध्यस्थ्यलक्षणश्रामण्यययययेऽवस्थानं तेनाक्षयसुखलाभो भवतीति ।।१९५।।
अथ निजशुद्धात्मैकाग्ग्ग्ग्ग्र्र्र्र्रयलक्षणध्यानमात्मनोऽत्यन्तविशुद्धिं करोतीत्यावेदयतिजो खविदमोहकलुसो यः
क्षपितमोहकलुषः, मोहो दर्शनमोहः कलुषश्चारित्रमोहः, पूर्वसूत्रद्वयकथितक्रमेण क्षपितमोहकलुषौ येन
૧. ક્ષપણ = ક્ષય કરવું તે
૨. એકાગ્ર = જેનો એક જ વિષય (આલંબન) હોય એવું.

Page 361 of 513
PDF/HTML Page 392 of 544
single page version

અન્વયાર્થઃ[यः] જે [क्षपितमोहकलुषः] મોહમળનો ક્ષય કરી, [विषयविरक्तः]
વિષયથી વિરક્ત થઈ, [मनः निरुध्य] મનનો નિરોધ કરી, [स्वभावे समवस्थितः] સ્વભાવમાં
સમવસ્થિત છે, [सः आत्मा] તે આત્મા [ननु ध्याता भवति] ધ્યાનાર છે.
ટીકાઃમોહમળનો જેણે ક્ષય કર્યો છે એવા આત્માને, મોહમળ જેનું મૂળ છે
એવી પરદ્રવ્યપ્રવૃત્તિનો અભાવ થવાથી વિષયવિરક્તતા થાય છે; તેથી (અર્થાત
વિષયવિરક્તતા થવાથી), સમુદ્રના મધ્યમાં રહેલા એક વહાણના પંખીની માફક,
અધિકરણભૂત દ્રવ્યાંતરોનો અભાવ થવાને લીધે જેને અન્ય કોઈ શરણ રહ્યું નથી એવા
મનનો નિરોધ થાય છે (અર્થાત
્ જેમ સમુદ્રના મધ્યમાં રહેલા કોઈ એકાકી વહાણના ઉપર
બેઠેલા પંખીને તે વહાણ સિવાય અન્ય કોઈ વહાણોનો, વૃક્ષોનો કે ભૂમિ વગેરેનો આધાર
નહિ રહેવાને લીધે બીજું કોઈ શરણ નહિ રહેવાથી તે પંખી ઊડતું અટકી જાય છે, તેમ
વિષયવિરક્તતા થવાથી મનને આત્મદ્રવ્ય સિવાય કોઈ અન્ય દ્રવ્યોનો આધાર નહિ રહેવાને
લીધે બીજું કાંઈ શરણ નહિ રહેવાથી મન નિરોધ પામે છે); અને તેથી (અર્થાત
્ મનનો
નિરોધ થવાથી), મન જેનું મૂળ છે એવી ચંચળતાનો વિલય થવાને લીધે અનંત -સહજ-
ચૈતન્યાત્મક સ્વભાવમાં
સમવસ્થાન થાય છે. તે સ્વભાવસમવસ્થાન તો સ્વરૂપમાં પ્રવર્તતું,
અનાકુળ, એકાગ્ર સંચેતન હોવાથી તેને ‘ધ્યાન’ કહેવામાં આવે છે.
આથી (એમ નક્કી થયું કે) ધ્યાન સ્વભાવસમવસ્થાનરૂપ હોવાને લીધે આત્માથી
અનન્ય હોવાથી અશુદ્ધતાનું કારણ થતું નથી. ૧૯૬.
यः क्षपितमोहकलुषो विषयविरक्तो मनो निरुध्य
समवस्थितः स्वभावे स आत्मा ननु भवति ध्याता ।।१९६।।
आत्मनो हि परिक्षपितमोहकलुषस्य तन्मूलपरद्रव्यप्रवृत्त्यभावाद्विषयविरक्तत्वं स्यात्;
ततोऽधिकरणभूतद्रव्यान्तराभावादुदधिमध्यप्रवृत्तैकपोतपतत्रिण इव अनन्यशरणस्य मनसो
निरोधः स्यात
्; ततस्तन्मूलचञ्चलत्वविलयादनन्तसहजचैतन्यात्मनि स्वभावे समवस्थानं स्यात
तत्तु स्वरूपप्रवृत्तानाकुलैकाग्रसञ्चेतनत्वात् ध्यानमित्युपगीयते अतः स्वभावावस्थानरूपत्वेन
ध्यानमात्मनोऽनन्यत्वात् नाशुद्धत्वायेति ।।१९६।।
स भवति क्षपितमोहकलुषः पुनरपि किंविशिष्टः विसयविरत्तो मोहकलुषरहितस्वात्मसंवित्तिसमुत्पन्न-
सुखसुधारसास्वादबलेन कलुषमोहोदयजनितविषयसुखाकाङ्क्षारहितत्वाद्विषयविरक्तः पुनरपि
कथंभूतः समवट्ठिदो सम्यगवस्थितः क्व सहावे निजपरमात्मद्रव्यस्वभावे किं कृत्वा पूर्वम् मणो
णिरुंभित्ता विषयकषायोत्पन्नविकल्पजालरूपं मनो निरुध्य निश्चलं कृत्वा सो अप्पाणं हवदि झादा
एवंगुणयुक्तः पुरुषः स्वात्मानं भवति ध्याता तेनैव शुद्धात्मध्यानेनात्यन्तिकीं मुक्तिलक्षणां शुद्धिं लभत
૧. પરદ્રવ્યપ્રવૃત્તિ = પરદ્રવ્યમાં પ્રવર્તવું તે. ૨. સમવસ્થાન = સ્થિરપણેદ્રઢપણે રહેવું તે; દ્રઢપણે ટકવું તે.
પ્ર. ૪૬

Page 362 of 513
PDF/HTML Page 393 of 544
single page version

હવે જેમણે શુદ્ધ આત્માને ઉપલબ્ધ કર્યો છે એવા સકળજ્ઞાની (સર્વજ્ઞ) શું ધ્યાવે
છે એવો પ્રશ્ન સૂત્ર દ્વારા કરે છેઃ
શા અર્થને ધ્યાવે શ્રમણ, જે નષ્ટઘાતિકર્મ છે,
પ્રત્યક્ષસર્વપદાર્થ ને જ્ઞેયાન્તપ્રાપ્ત, નિઃશંક છે?૧૯૭.
અન્વયાર્થઃ[निहतघनघातिकर्मा] જેમણે ઘનઘાતિકર્મનો નાશ કર્યો છે, [प्रत्यक्षं
सर्वभावतत्त्वज्ञः] જે સર્વ પદાર્થોના સ્વરૂપને પ્રત્યક્ષ જાણે છે અને [ज्ञेयान्तगतः] જે જ્ઞેયના
પારને પામેલા છે [असन्देहः श्रमणः] એવા સન્દેહ રહિત શ્રમણ [कम् अर्थं] કયા પદાર્થને
[ध्यायति] ધ્યાવે છે?
ટીકાઃલોકને (૧) મોહનો સદ્ભાવ હોવાને લીધે તેમ જ (૨) જ્ઞાનશક્તિના
*પ્રતિબંધકનો સદ્ભાવ હોવાને લીધે, (૧) તે તૃષ્ણા સહિત છે તેમ જ (૨) તેને પદાર્થો
अथोपलब्धशुद्धात्मा सकलज्ञानी किं ध्यायतीति प्रश्नमासूत्रयति
णिहदघणघादिकम्मो पच्चक्खं सव्वभावतच्चण्हू
णेयंतगदो समणो झादि कमट्ठं असंदेहो ।।१९७।।
निहतघनघातिकर्मा प्रत्यक्षं सर्वभावतत्त्वज्ञः
ज्ञेयान्तगतः श्रमणो ध्यायति कमर्थमसन्देहः ।।१९७।।
लोको हि मोहसद्भावे ज्ञानशक्तिप्रतिबन्धकसद्भावे च सतृष्णत्वादप्रत्यक्षार्थत्वा-
इति ततः स्थितं शुद्धात्मध्यानाज्जीवो विशुद्धो भवतीति किंच ध्यानेन किलात्मा शुद्धो जातः तत्र
विषये चतुर्विधव्याख्यानं क्रियते तथाहिध्यानं ध्यानसन्तानस्तथैव ध्यानचिन्ता ध्यानान्वय-
सूचनमिति तत्रैकाग्रचिन्तानिरोधो ध्यानम् तच्च शुद्धाशुद्धरूपेण द्विधा अथ ध्यानसन्तानः कथ्यते
यत्रान्तर्मुहूर्तपर्यन्तं ध्यानं, तदनन्तरमन्तर्मुहूर्तपर्यन्तं तत्त्वचिन्ता, पुनरप्यन्तर्मुहूर्तपर्यन्तं ध्यानं, पुनरपि
तत्त्वचिन्तेति प्रमत्ताप्रमत्तगुणस्थानवदन्तर्मुहूर्तेऽन्तर्मुहूर्ते गते सति परावर्तनमस्ति स
ध्यानसन्तानो
भण्यते
स च धर्म्यध्यानसंबन्धी शुक्लध्यानं पुनरुपशमश्रेणिक्षपकश्रेण्यारोहणे भवति तत्र
चाल्पकालत्वात्परावर्तनरूपध्यानसन्तानो न घटते इदानीं ध्यानचिन्ता कथ्यतेयत्र ध्यानसन्तान-
वद्धयानपरावर्तो नास्ति, ध्यानसंबन्धिनी चिन्तास्ति, तत्र यद्यपि क्वापि काले ध्यानं करोति तथापि सा
ध्यानचिन्ता भण्यते
अथ ध्यानान्वयसूचनं कथ्यतेयत्र ध्यानसामग्रीभूता द्वादशानुप्रेक्षा अन्यद्वा
ध्यानसंबन्धि संवेगवैराग्यवचनं व्याख्यानं वा तत् ध्यानान्वयसूचनमिति अन्यथा वा चतुर्विधं
ध्यानव्याख्यानंध्याता ध्यानं फलं ध्येयमिति अथवार्तरौद्रधर्म्यशुक्लविभेदेन चतुर्विधं ध्यानव्याख्यानं
*
જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનશક્તિનું પ્રતિબંધક અર્થાત્ જ્ઞાન રોકાવામાં નિમિત્તભૂત છે.

Page 363 of 513
PDF/HTML Page 394 of 544
single page version

પ્રત્યક્ષ નથી તથા તે વિષયને અવચ્છેદપૂર્વક જાણતો નથી, તેથી તે (લોક) અભિલષિત,
જિજ્ઞાસિત અને સંદિગ્ધ પદાર્થને ધ્યાતો જોવામાં આવે છે; પરંતુ ભગવાન સર્વજ્ઞને તો
ઘનઘાતિકર્મનો નાશ કરાયેલો હોવાથી (૧) મોહનો અભાવ હોવાને લીધે તેમ જ
(૨) જ્ઞાનશક્તિના પ્રતિબંધકનો અભાવ હોવાને લીધે, (૧) તૃષ્ણા નષ્ટ કરાયેલી છે તેમ
જ (૨) સર્વ પદાર્થોનું સ્વરૂપ પ્રત્યક્ષ છે તથા જ્ઞેયનો પાર પમાયેલો છે, તેથી તેમને
અભિલાષા નથી, જિજ્ઞાસા નથી અને સન્દેહ નથી; તો (તેમને) અભિલષિત, જિજ્ઞાસિત
અને સંદિગ્ધ પદાર્થ ક્યાંથી હોય? આમ છે તો પછી તેઓ શું ધ્યાવે છે?
ભાવાર્થઃલોકને (જગતના સામાન્ય જીવસમુદાયને) મોહકર્મનો સદ્ભાવ
હોવાથી તે તૃષ્ણા સહિત છે તેથી તેને ઇષ્ટ પદાર્થની અભિલાષા હોય છે; વળી તેને
જ્ઞાનાવરણીયકર્મનો સદ્ભાવ હોવાથી તે ઘણા પદાર્થોને તો જાણતો જ નથી તથા જે પદાર્થને
જાણે છે તેને પણ પૃથક્કરણપૂર્વક
સૂક્ષ્મતાથીસ્પષ્ટતાથી જાણતો નથી તેથી તેને નહિ
જાણેલા પદાર્થને જાણવા માટે જિજ્ઞાસા તથા અસ્પષ્ટપણે જાણેલા પદાર્થને વિષે સન્દેહ હોય
છે. આમ હોવાથી તેને અભિલષિત, જિજ્ઞાસિત અને સંદિગ્ધ પદાર્થનું ધ્યાન સંભવે છે.
પરંતુ સર્વજ્ઞ ભગવાનને તો મોહકર્મનો અભાવ હોવાથી તેઓ તૃષ્ણા રહિત છે તેથી તેમને
અભિલાષા નથી; વળી તેમને જ્ઞાનાવરણીયકર્મનો અભાવ હોવાથી તેઓ સર્વ પદાર્થોને જાણે
છે તથા પ્રત્યેક પદાર્થને અત્યંત સ્પષ્ટતાથી
પરિપૂર્ણપણે જાણે છે તેથી તેમને જિજ્ઞાસા કે

સન્દેહ નથી. આ રીતે તેમને કોઈ પદાર્થ પ્રત્યે અભિલાષા, જિજ્ઞાસા કે સન્દેહ હોતો નથી,
તો પછી તેમને કયા પદાર્થનું ધ્યાન હોય છે? ૧૯૭.
नवच्छिन्नविषयत्वाभ्यां चाभिलषितं जिज्ञासितं सन्दिग्धं चार्थं ध्यायन् दृष्टः, भगवान् सर्वज्ञस्तु
निहतघनघातिकर्मतया मोहाभावे ज्ञानशक्तिप्रतिबन्धकाभावे च निरस्ततृष्णत्वात्प्रत्यक्षसर्वभाव-
तत्त्वज्ञेयान्तगतत्वाभ्यां च नाभिलषति, न जिज्ञासति, न सन्दिह्यति च; कुतोऽभिलषितो
जिज्ञासितः सन्दिग्धश्चार्थः
एवं सति किं ध्यायति ।।१९७।।
૧. અવચ્છેદપૂર્વક = પૃથક્કરણ કરીને; સૂક્ષ્મતાથી; વિશેષતાથી; સ્પષ્ટતાથી.
૨. અભિલષિત = જેની અભિલાષા હોય તે
૩. જિજ્ઞાસિત = જેની જિજ્ઞાસા (જાણવાની ઇચ્છા) હોય તે ૪. સંદિગ્ધ = જેના વિષે સંદેહ હોય તે
तदन्यत्र कथितमास्ते ।।१९६।। एवमात्मपरिज्ञानाद्दर्शनमोहक्षपणं भवतीति कथनरूपेण प्रथमगाथा,
दर्शनमोहक्षयाच्चारित्रमोहक्षपणं भवतीति कथनेन द्वितीया, तदुभयक्षयेण मोक्षो भवतीति प्रतिपादनेन
तृतीया चेत्यात्मोपलम्भफलकथनरूपेण द्वितीयस्थले गाथात्रयं गतम्
अथोपलब्धशुद्धात्मतत्त्वसकलज्ञानी
किं ध्यायतीति प्रश्नमाक्षेपद्वारेण पूर्वपक्षं वा करोतिणिहदघणघादिकम्मो पूर्वसूत्रोदितनिश्चलनिज-
परमात्मतत्त्वपरिणतिरूपशुद्धध्यानेन निहतघनघातिकर्मा पच्चक्खं सव्वभावतच्चण्हू प्रत्यक्षं यथा भवति तथा
सर्वभावतत्त्वज्ञः सर्वपदार्थपरिज्ञातस्वरूपः णेयंतगदो ज्ञेयान्तगतः ज्ञेयभूतपदार्थानां परिच्छित्तिरूपेण
पारंगतः एवंविशेषणत्रयविशिष्टः समणो जीवितमरणादिसमभावपरिणतात्मस्वरूपः श्रमणो महाश्रमणः

Page 364 of 513
PDF/HTML Page 395 of 544
single page version

હવે, જેણે શુદ્ધ આત્માને ઉપલબ્ધ કર્યો છે તે સકળજ્ઞાની (સર્વજ્ઞ આત્મા) આને
(પરમ સૌખ્યને) ધ્યાવે છે એમ સૂત્ર દ્વારા (પૂર્વની ગાથાના પ્રશ્નનો) ઉત્તર કહે છેઃ
બાધા રહિત, સકલાત્મમાં સંપૂર્ણસુખજ્ઞાનાઢ્ય જે,
ઇન્દ્રિય -અતીત અનિંદ્રિ તે ધ્યાવે પરમ આનંદને.૧૯૮.
અન્વયાર્થઃ[अनक्षः] અનિન્દ્રિય અને [अक्षातीतः भूतः] ઇન્દ્રિયાતીત થયેલો
આત્મા [सर्वाबाधवियुक्तः] સર્વ બાધા રહિત અને [समन्तसर्वाक्षसौख्यज्ञानाढयः] આખા આત્મામાં
સમંત (સર્વ પ્રકારનાં, પરિપૂર્ણ) સૌખ્ય તેમ જ જ્ઞાનથી સમૃદ્ધ વર્તતો થકો [परं सौख्यं] પરમ
સૌખ્યને [ध्यायति] ધ્યાવે છે.
ટીકાઃજ્યારે આ આત્મા, જે સહજ સુખ અને જ્ઞાનને બાધાનાં આયતનો છે
(એવી) તથા જે અસકલ આત્મામાં અસર્વ પ્રકારનાં સુખ અને જ્ઞાનનાં આયતનો છે એવી
अथैतदुपलब्धशुद्धात्मा सकलज्ञानी ध्यायतीत्युत्तरमासूत्रयति
सव्वाबाधविजुत्तो समंतसव्वक्खसोक्खणाणड्ढो
भूदो अक्खातीदो झादि अणक्खो परं सोक्खं ।।१९८।।
सर्वाबाधवियुक्तः समन्तसर्वाक्षसौख्यज्ञानाढयः
भूतोऽक्षातीतो ध्यायत्यनक्षः परं सौख्यम् ।।१९८।।
अयमात्मा यदैव सहजसौख्यज्ञानबाधायतनानामसार्वदिक्कासकलपुरुषसौख्यज्ञाना-
૧. આયતન = રહેઠાણ; સ્થાન.
૨. અસકલ આત્મામાં = આત્માના સર્વ પ્રદેશોમાં નહિ પણ થોડા જ પ્રદેશોમાં
૩. અસર્વ પ્રકારનાં = બધા પ્રકારનાં નહિ પણ અમુક જ પ્રકારનાં; અપૂર્ણ. [આ અપૂર્ણ સુખ પરમાર્થે
સુખાભાસ હોવા છતાં તેને ‘સુખ’ કહેવાની અપારમાર્થિક રૂઢિ છે.]
सर्वज्ञः झादि कमट्ठं ध्यायति कमर्थमिति प्रश्नः अथवा कमर्थं ध्यायति, न कमपीत्याक्षेपः कथंभूतः
सन् असंदेहो असन्देहः संशयादिरहित इति अयमत्रार्थःयथा कोऽपि देवदत्तो विषयसुखनिमित्तं
विद्याराधनाध्यानं करोति, यदा विद्या सिद्धा भवति तत्फलभूतं विषयसुखं च सिद्धं भवति
तदाराधनाध्यानं न करोति, तथायं भगवानपि केवलज्ञानविद्यानिमित्तं तत्फलभूतानन्तसुखनिमित्तं च पूर्वं

छद्मस्थावस्थायां शुद्धात्मभावनारूपं ध्यानं कृतवान्, इदानीं तद्धयानेन केवलज्ञानविद्या सिद्धा

तत्फलभूतमनन्तसुखं च सिद्धम्; किमर्थं ध्यानं करोतीति प्रश्नः आक्षेपो वा; द्वितीयं च कारणं
परोक्षेऽर्थे ध्यानं भवति, भगवतः सर्वं प्रत्यक्षं, कथं ध्यानमिति पूर्वपक्षद्वारेण गाथा गता ।।१९७।।
अथात्र पूर्वपक्षे परिहारं ददातिझादि ध्यायति एकाकारसमरसीभावेन परिणमत्यनुभवति स कः

Page 365 of 513
PDF/HTML Page 396 of 544
single page version

ઇન્દ્રિયોના અભાવને લીધે પોતે ‘અનિન્દ્રિય’પણે વર્તે છે, તે જ વખતે તે બીજાઓને
‘ઇન્દ્રિયાતીત’ (ઇન્દ્રિયઅગોચર) વર્તતો થકો,
નિરાબાધ સહજ સુખ અને જ્ઞાનવાળો
હોવાથી ‘સર્વ બાધા રહિત’ તથા સકલ આત્મામાં સર્વ પ્રકારનાં (પૂરેપૂરાં) સુખ અને જ્ઞાનથી
ભરપૂર હોવાને લીધે ‘આખા આત્મામાં સમંત સૌખ્ય અને જ્ઞાનથી સમૃદ્ધ’ હોય છે. આવો
થયેલો તે આત્મા સર્વ અભિલાષા, જિજ્ઞાસા અને સંદેહનો તેને અસંભવ હોવા છતાં પણ
અપૂર્વ અને અનાકુલત્વલક્ષણ (-અનાકુળતા જેનું લક્ષણ છે એવા) પરમસૌખ્યને ધ્યાવે છે;
એટલે કે અનાકુલત્વસંગત એક ‘અગ્ર’ના સંચેતનમાત્રરૂપે અવસ્થિત રહે છે (અર્થાત

અનાકુળતા સાથે રહેલા એક આત્મારૂપી વિષયના અનુભવનરૂપે જ માત્ર સ્થિત રહે છે).
અને આવું અવસ્થાન સહજજ્ઞાનાનંદસ્વભાવ સિદ્ધત્વની સિદ્ધિ જ છે (અર્થાત
્ આમ સ્થિત
રહેવું તે, સહજ જ્ઞાન અને આનંદ જેનો સ્વભાવ છે એવા સિદ્ધપણાની પ્રાપ્તિ જ છે).
ભાવાર્થઃ૧૯૭મી ગાથામાં પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો હતો કે સર્વજ્ઞ
ભગવાનને કોઈ પદાર્થ પ્રત્યે અભિલાષા, જિજ્ઞાસા કે સંદેહ નથી તો પછી તેઓ કયા
પદાર્થને ધ્યાવે છે? આ ગાથામાં તેનો ઉત્તર આ પ્રમાણે આપવામાં આવ્યો છેઃ એક અગ્રનું
વિષયનું સંવેદન તે ધ્યાન છે. સર્વ આત્મપ્રદેશે પરિપૂર્ણ આનંદ અને જ્ઞાનથી ભરેલા સર્વજ્ઞ
ભગવાન પરમાનંદથી અભિન્ન એવા નિજાત્મારૂપી એક વિષયનું સંવેદન કરતા હોવાથી
તેમને પરમાનંદનું ધ્યાન છે અર્થાત
્ તેઓ પરમ સૌખ્યને ધ્યાવે છે. ૧૯૮.
यतनानां चाक्षाणामभावात्स्वयमनक्षत्वेन वर्तते तदैव परेषामक्षातीतो भवन् निराबाध-
सहजसौख्यज्ञानत्वात
् सर्वाबाधवियुक्तः, सार्वदिक्कसकलपुरुषसौख्यज्ञानपूर्णत्वात्समन्तसर्वाक्ष-
सौख्यज्ञानाढयश्च भवति एवंभूतश्च सर्वाभिलाषजिज्ञासासन्देहासम्भवेऽप्यपूर्वमनाकुलत्वलक्षणं
परमसौख्यं ध्यायति अनाकुलत्वसङ्गतैकाग्रसञ्चेतनमात्रेणावतिष्ठत इति यावत ईदृश-
मवस्थानं च सहजज्ञानानन्दस्वभावस्य सिद्धत्वस्य सिद्धिरेव ।।१९८।।
૧. નિરાબાધ = બાધા વિનાનું; વિઘ્ન રહિત.
कर्ता भगवान् किं ध्यायति सोक्खं सौख्यम् किंविशिष्टम् परं उत्कृष्टं, सर्वात्मप्रदेशाह्लादक-
परमानन्तसुखम् कस्मिन्प्रस्तावे यस्मिन्नेव क्षणे भूदो भूतः संजातः किंविशिष्टः अक्खातीदो
अक्षातीतः इन्द्रियरहितः न केवलं स्वयमतीन्द्रियो जातः परेषां च अणक्खो अनक्षः इन्द्रियविषयो न
भवतीत्यर्थः पुनरपि किंविशिष्टः सव्वाबाधविजुत्तो प्राकृतलक्षणबलेन बाधाशब्दस्य ह्र्र्र्र्रस्वत्वं सर्वाबाधा-
वियुक्त : आसमन्ताद्बाधाः पीडा आबाधाः सर्वाश्च ता आबाधाश्च सर्वाबाधास्ताभिर्वियुक्तो रहितः
सर्वाबाधावियुक्त : पुनश्च किंरूपः समंतसव्वक्खसोक्खणाणड्ढो समन्ततः सामस्त्येन स्पर्शनादि-
सर्वाक्षसौख्यज्ञानाढयः समन्ततः सर्वात्मप्रदेशैर्वा स्पर्शनादिसर्वेन्द्रियाणां सम्बन्धित्वेन ये ज्ञानसौख्ये
द्वे ताभ्यामाढयः परिपूर्णः इत्यर्थः तद्यथाअयं भगवानेकदेशोद्भवसांसारिकज्ञानसुखकारणभूतानि
सर्वात्मप्रदेशोद्भवस्वाभाविकातीन्द्रियज्ञानसुखविनाशकानि च यानीन्द्रियाणि निश्चयरत्नत्रयात्मक कारण-

Page 366 of 513
PDF/HTML Page 397 of 544
single page version

હવે ‘આ જ (પૂર્વે કહ્યો તે જ), શુદ્ધ આત્માની ઉપલબ્ધિ જેનું લક્ષણ છે એવો
મોક્ષનો માર્ગ છે’ એમ નક્કી કરે છેઃ
શ્રમણો, જિનો, તીર્થંકરો આ રીત સેવી માર્ગને
સિદ્ધિ વર્યા; નમું તેમને, નિર્વાણના તે માર્ગને.૧૯૯.
અન્વયાર્થઃ[जिनाः जिनेन्द्राः श्रमणाः] જિનો, જિનેંદ્રો અને શ્રમણો (અર્થાત
સામાન્ય કેવળીઓ, તીર્થંકરો અને મુનિઓ) [एवं] આ રીતે (પૂર્વે કહેલી રીતે જ) [मार्गं
समुत्थिताः] માર્ગમાં આરૂઢ થયા થકા [सिद्धाः जाताः] સિદ્ધ થયા. [नमः अस्तु] નમસ્કાર
હો [तेभ्यः] તેમને [च] અને [तस्मै निर्वाणमार्गाय] તે નિર્વાણમાર્ગને.
ટીકાઃબધાય સામાન્ય ચરમશરીરીઓ, તીર્થંકરો અને અચરમશરીરી મુમુક્ષુઓ
આ જ યથોક્ત શુદ્ધાત્મતત્ત્વપ્રવૃત્તિલક્ષણ (શુદ્ધાત્મતત્ત્વમાં પ્રવૃત્તિ જેનું લક્ષણ છે એવી) વિધિ
વડે પ્રવર્તતા મોક્ષના માર્ગને પ્રાપ્ત કરીને સિદ્ધો થયા, પરંતુ એમ નથી કે બીજી રીતે પણ
अथायमेव शुद्धात्मोपलम्भलक्षणो मोक्षस्य मार्ग इत्यवधारयति
एवं जिणा जिणिंदा सिद्धा मग्गं समुट्ठिदा समणा
जादा णमोत्थु तेसिं तस्स य णिव्वाणमग्गस्स ।।१९९।।
एवं जिना जिनेन्द्राः सिद्धा मार्गं समुत्थिताः श्रमणाः
जाता नमोऽस्तु तेभ्यस्तस्मै च निर्वाणमार्गाय ।।१९९।।
यतः सर्व एव सामान्यचरमशरीरास्तीर्थकराः अचरमशरीरा मुमुक्षवश्चामुनैव यथोदि-
तेन शुद्धात्मतत्त्वप्रवृत्तिलक्षणेन विधिना प्रवृत्तमोक्षस्य मार्गमधिगम्य सिद्धा बभूवुः, न
पुनरन्यथापि
ततोऽवधार्यते केवलमयमेक एव मोक्षस्य मार्गो, न द्वितीय इति अलं च
समयसारबलेनातिक्रामति विनाशयति यदा तस्मिन्नेव क्षणे समस्तबाधारहितः सन्नतीन्द्रियमनन्त-
मात्मोत्थसुखं ध्यायत्यनुभवति परिणमति ततो ज्ञायते केवलिनामन्यच्चिन्तानिरोधलक्षणं ध्यानं नास्ति,
किंत्विदमेव परमसुखानुभवनं वा ध्यानकार्यभूतां कर्मनिर्जरां दृष्टवा ध्यानशब्देनोपचर्यते यत्पुनः
सयोगिकेवलिनस्तृतीयशुक्लध्यानमयोगिकेवलिनश्चतुर्थशुक्लध्यानं भवतीत्युक्तं तदुपचारेण ज्ञातव्यमिति
सूत्राभिप्रायः
।।१९८।। एवं केवली किं ध्यायतीति प्रश्नमुख्यत्वेन प्रथमगाथा परमसुखं
ध्यायत्यनुभवतीति परिहारमुख्यत्वेन द्वितीया चेति ध्यानविषयपूर्वपक्षपरिहारद्वारेण तृतीयस्थले गाथाद्वयं
गतम्
अथायमेव निजशुद्धात्मोपलब्धिलक्षणमोक्षमार्गो, नान्य इति विशेषेण समर्थयतिजादा जाता
उत्पन्नाः कथंभूताः सिद्धा सिद्धाः सिद्धपरमेष्ठिनो मुक्तात्मान इत्यर्थः के कर्तारः जिणा जिनाः
अनागारकेवलिनः जिणिंदा न केवलं जिना जिनेन्द्राश्च तीर्थकरपरमदेवाः कथंभूताः सन्तः एते सिद्धा

Page 367 of 513
PDF/HTML Page 398 of 544
single page version

થયા હોય; તેથી નક્કી થાય છે કે કેવળ આ એક જ મોક્ષનો માર્ગ છે, બીજો નથી.વિસ્તારથી બસ થાઓ. તે શુદ્ધાત્મતત્ત્વમાં પ્રવર્તેલા સિદ્ધોને તથા તે શુદ્ધાત્મતત્ત્વપ્રવૃત્તિરૂપ
મોક્ષમાર્ગને, જેમાંથી *ભાવ્ય અને ભાવકનો વિભાગ અસ્ત થઈ ગયો છે એવો
નોઆગમભાવનમસ્કાર હો. મોક્ષમાર્ગ અવધારિત કર્યો છે, કૃત્ય કરાય છે (અર્થાત
મોક્ષમાર્ગ નક્કી કર્યો છે અને તે મોક્ષમાર્ગમાં પ્રવર્તન કરી રહ્યા છીએ). ૧૯૯.
હવે, ‘સામ્યને પ્રાપ્ત કરું છું’ એવી (પાંચમી ગાથામાં કરેલી) પૂર્વ પ્રતિજ્ઞાનું નિર્વહણ
કરતા થકા (આચાર્યભગવાન) પોતે પણ મોક્ષમાર્ગભૂત શુદ્ધાત્મપ્રવૃત્તિ કરે છેઃ
એ રીત તેથી આત્મને જ્ઞાયકસ્વભાવી જાણીને,
નિર્મમપણે રહી સ્થિત આ પરિવર્જું છું હું મમત્વને.૨૦૦.
અન્વયાર્થઃ[तस्मात्] તેથી (અર્થાત્ શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ વડે જ મોક્ષ થતો
હોવાથી) [तथा] એ રીતે [आत्मानं] આત્માને [स्वभावेन ज्ञायकं] સ્વભાવથી જ્ઞાયક [ज्ञात्वा]
જાણીને [निर्ममत्वे उपस्थितः] હું નિર્મમત્વમાં સ્થિત રહ્યો થકો [ममतां परिवर्जयामि] મમતાનો
પરિત્યાગ કરું છું.
प्रपञ्चेन तेषां शुद्धात्मतत्त्वप्रवृत्तानां सिद्धानां तस्य शुद्धात्मतत्त्वप्रवृत्तिरूपस्य मोक्षमार्गस्य
च प्रत्यस्तमितभाव्यभावकविभागत्वेन नोआगमभावनमस्कारोऽस्तु अवधारितो मोक्षमार्गः,
कृत्यमनुष्ठीयते ।।१९९।।
अथोपसम्पद्ये साम्यमिति पूर्वप्रतिज्ञां निर्वहन् मोक्षमार्गभूतां स्वयमपि शुद्धात्म-
प्रवृत्तिमासूत्रयति
तम्हा तह जाणित्ता अप्पाणं जाणगं सभावेण
परिवज्जामि ममत्तिं उवट्ठिदो णिम्ममत्तम्हि ।।२००।।
तस्मात्तथा ज्ञात्वात्मानं ज्ञायकं स्वभावेन
परिवर्जयामि ममतामुपस्थितो निर्ममत्वे ।।२००।।
*ભાવ્ય અને ભાવકના અર્થ માટે ૮મા પાનાનું પદટિપ્પણ જુઓ.
जाताः मग्गं समुट्ठिदा निजपरमात्मतत्त्वानुभूतिलक्षणमार्गं मोक्षमार्गं समुत्थिता आश्रिताः केन एवं पूर्वं
बहुधा व्याख्यातक्रमेण न केवलं जिना जिनेन्द्रा अनेन मार्गेण सिद्धा जाताः, समणा सुखदुःखादि-
समताभावनापरिणतात्मतत्त्वलक्षणाः शेषा अचरमदेहश्रमणाश्च अचरमदेहानां कथं सिद्धत्वमिति चेत्
‘‘तवसिद्धे णयसिद्धे संजमसिद्धे चरित्तसिद्धे य णाणम्मि दंसणम्मि य सिद्धे सिरसा णमंसामि ।।’’’’
’’’’
’’
इति गाथाकथितक्रमेणैकदेशेन णमोत्थु तेसिं नमोऽस्तु तेभ्यः अनन्तज्ञानादिसिद्धगुणस्मरणरूपो
भावनमस्कारोऽस्तु, तस्स य णिव्वाणमग्गस्स तस्मै निर्विकारस्वसंवित्तिलक्षणनिश्चयरत्नत्रयात्मक -

Page 368 of 513
PDF/HTML Page 399 of 544
single page version

ટીકાઃહું આ મોક્ષાધિકારી, જ્ઞાયકસ્વભાવી આત્મતત્ત્વના પરિજ્ઞાનપૂર્વક
મમત્વના ત્યાગરૂપ અને નિર્મમત્વના ગ્રહણરૂપ વિધિ વડે સર્વ આરંભથી (ઉદ્યમથી)
શુદ્ધાત્મામાં પ્રવર્તું છું, કારણ કે અન્ય કૃત્યનો અભાવ છે (અર્થાત
્ બીજું કાંઈ કરવાયોગ્ય
નથી). તે આ પ્રમાણે (અર્થાત્ હું આ પ્રમાણે શુદ્ધાત્મામાં પ્રવર્તું છું)ઃ પ્રથમ તો હું
સ્વભાવથી જ્ઞાયક જ છું; કેવળ જ્ઞાયક હોવાથી મારે વિશ્વની (સમસ્ત પદાર્થોની) સાથે પણ
સહજ જ્ઞેયજ્ઞાયકલક્ષણ સંબંધ જ છે, પરંતુ બીજા સ્વસ્વામિલક્ષણાદિ સંબંધો નથી; તેથી
મારે કોઈ પ્રત્યે મમત્વ નથી, સર્વત્ર નિર્મમત્વ જ છે. હવે, એક જ્ઞાયકભાવનો સર્વ જ્ઞેયોને
જાણવાનો સ્વભાવ હોવાથી, ક્રમે પ્રવર્તતા, અનંત, ભૂત -વર્તમાન -ભાવી વિચિત્ર
પર્યાયસમૂહવાળાં,
*અગાધસ્વભાવ અને ગંભીર એવાં સમસ્ત દ્રવ્યમાત્રનેજાણે કે તે દ્રવ્યો
જ્ઞાયકમાં કોતરાઈ ગયાં હોય, ચીતરાઈ ગયાં હોય, દટાઈ ગયાં હોય, ખોડાઈ ગયાં હોય,
ડૂબી ગયાં હોય, સમાઈ ગયાં હોય, પ્રતિબિંબિત થયાં હોય એમ
એક ક્ષણમાં જ જે (શુદ્ધ
अहमेष मोक्षाधिकारी ज्ञायकस्वभावात्मतत्त्वपरिज्ञानपुरस्सरममत्वनिर्ममत्वहानोपादान-
विधानेन कृत्यान्तरस्याभावात्सर्वारम्भेण शुद्धात्मनि प्रवर्ते तथाहिअहं हि तावत् ज्ञायक
एव स्वभावेन; केवलज्ञायकस्य च सतो मम विश्वेनापि सहजज्ञेयज्ञायकलक्षण एव सम्बन्धः,
न पुनरन्ये स्वस्वामिलक्षणादयः सम्बन्धाः
ततो मम न क्वचनापि ममत्वं, सर्वत्र
निर्ममत्वमेव अथैकस्य ज्ञायकभावस्य समस्तज्ञेयभावस्वभावत्वात् प्रोत्कीर्णलिखितनिखात-
कीलितमज्जितसमावर्तितप्रतिबिम्बितवत्तत्र क्रमप्रवृत्तानन्तभूतभवद्भाविविचित्रपर्यायप्राग्भारमगाध-
स्वभावं गम्भीरं समस्तमपि द्रव्यजातमेकक्षण एव प्रत्यक्षयन्तं ज्ञेयज्ञायकलक्षणसम्बन्धस्या-
*અગાધ જેમનો સ્વભાવ છે અને જેઓ ગંભીર છે એવાં સમસ્ત દ્રવ્યોને ભૂત, વર્તમાન તેમ જ
ભાવી કાળના, ક્રમે થતા, અનેક પ્રકારના, અનંત પર્યાયો સહિત એક સમયમાં જ પ્રત્યક્ષ જાણવાનો
આત્માનો સ્વભાવ છે.
निर्वाणमार्गाय च ततोऽवधार्यते अयमेव मोक्षमार्गो, नान्य इति ।।१९९।। अथ ‘उवसंपयामि सम्मं
जत्तो णिव्वाणसंपत्ती’ इत्यादि पूर्वप्रतिज्ञां निर्वाहयन् स्वयमपि मोक्षमार्गपरिणतिं स्वीकरोतीति
प्रतिपादयतितम्हा यस्मात्पूर्वोक्त शुद्धात्मोपलम्भलक्षणमोक्षमार्गेण जिना जिनेन्द्राः श्रमणाश्च सिद्धा
जातास्तस्मादहमपि तह तथैव तेनैव प्रकारेण जाणित्ता ज्ञात्वा कम् अप्पाणं निजपरमात्मानम्
किंविशिष्टम् जाणगं ज्ञायकं केवलज्ञानाद्यनन्तगुणस्वभावम् केन कृत्वा ज्ञात्वा सभावेण समस्त-
रागादिविभावरहितशुद्धबुद्धैकस्वभावेन पश्चात् किं करोमि परिवज्जामि परि समन्ताद्वर्जयामि काम्
ममत्तिं समस्तसचेतनाचेतनमिश्रपरद्रव्यसंबन्धिनीं ममताम् कथंभूतः सन् उवट्ठिदो उपस्थितः परिणतः
क्व णिम्ममत्तम्हि समस्तपरद्रव्यममकाराहंकाररहितत्वेन निर्ममत्वलक्षणे परमसाम्याभिधाने वीतराग-
चारित्रे तत्परिणतनिजशुद्धात्मस्वभावे वा तथाहिअहं तावत्केवलज्ञानदर्शनस्वभावत्वेन ज्ञायकैक-
टङ्कोत्कीर्णस्वभावः तथाभूतस्य सतो मम न केवलं स्वस्वाम्यादयः परद्रव्यसंबन्धा न सन्ति, निश्चयेन

Page 369 of 513
PDF/HTML Page 400 of 544
single page version

આત્મા) પ્રત્યક્ષ કરે છે, જ્ઞેયજ્ઞાયકલક્ષણ સંબંધની અનિવાર્યતાને લીધે જ્ઞેય -જ્ઞાયકને ભિન્ન
પાડવાં અશક્ય હોવાથી વિશ્વરૂપતાને પામ્યો હોવા છતાં જે (શુદ્ધ આત્મા) સહજ
અનંતશક્તિવાળા જ્ઞાયકસ્વભાવ વડે એકરૂપતાને છોડતો નથી, જે અનાદિ સંસારથી આ જ
સ્થિતિએ (જ્ઞાયકભાવપણે જ) રહ્યો છે અને જે મોહ વડે અન્યથા અધ્યવસિત થાય છે
(અર્થાત
્ બીજી રીતે જણાય છેમનાય છે), તે શુદ્ધ આત્માને, આ હું મોહને ઉખેડી
નાખીને, અતિ નિષ્કંપ રહેતો થકો, યથાસ્થિત જ (જેવો છે તેવો જ) પ્રાપ્ત કરું છું.
આ રીતે દર્શનવિશુદ્ધિ જેનું મૂળ છે એવું જે સમ્યગ્જ્ઞાનમાં ઉપયુક્તપણું તેને લીધે
અત્યંત અવ્યાબાધ લીનતા હોવાથી સાધુ હોવા છતાં પણ સાક્ષાત્ સિદ્ધભૂત એવા આ નિજ
આત્માને તેમ જ તથાભૂત (સિદ્ધભૂત) પરમાત્માઓને, તેમાં જ એક પરાયણપણું જેનું
લક્ષણ છે એવો ભાવનમસ્કાર સદાય સ્વયમેવ હો. ૨૦૦.
निवार्यत्वेनाशक्यविवेचनत्वादुपात्तवैश्वरूप्यमपि सहजानन्तशक्तिज्ञायकस्वभावेनैक्यरूप्यमनुज्झन्त-
मासंसारमनयैव स्थित्या स्थितं मोहेनान्यथाध्यवस्यमानं शुद्धात्मानमेष मोहमुत्खाय यथास्थित-
मेवातिनिःप्रकम्पः सम्प्रतिपद्ये
स्वयमेव भवतु चास्यैवं दर्शनविशुद्धिमूलया सम्यग्ज्ञानोपयुक्त-
तयात्यन्तमव्याबाधरतत्वात्साधोरपि साक्षात्सिद्धभूतस्य स्वात्मनस्तथाभूतानां परमात्मनां च
नित्यमेव तदेकपरायणत्वलक्षणो भावनमस्कारः
।।२००।।
૧. જ્ઞેયજ્ઞાયકસ્વરૂપ સંબંધ ટાળી શકાય એવો નહિ હોવાને લીધે જ્ઞેયો જ્ઞાયકમાં ન જણાય એમ કરવું
અશક્ય છે તેથી આત્મા જાણે કે સમસ્તદ્રવ્યરૂપતાને પામે છે.
૨. અવ્યાબાધ = બાધા વિનાની; વિઘ્ન વિનાની.
૩. તેમાં = નમસ્કાર કરવા યોગ્ય પદાર્થમાં; ભાવ્યમાં. [માત્ર ભાવ્યમાં જ પરાયણ -એકાગ્ર -લીન થવું
તે ભાવનમસ્કારનું લક્ષણ છે.]
૪. સ્વયમેવ = એની મેળે જ. [આચાર્યભગવાન શુદ્ધાત્મામાં લીન થાય છે તેથી એની મેળે જ
ભાવનમસ્કાર થઈ જાય છે.]
ज्ञेयज्ञायकसंबन्धो नास्ति ततः कारणात्समस्तपरद्रव्यममत्वरहितो भूत्वा परमसाम्यलक्षणे निज-
शुद्धात्मनि तिष्ठामीति किंच ‘उवसंपयामि सम्मं’ इत्यादिस्वकीयप्रतिज्ञां निर्वाहयन्स्वयमपि मोक्षमार्ग-
परिणतिं स्वीकरोत्येवं यदुक्तं गाथापातनिकाप्रारम्भे तेन किमुक्तं भवतिये तां प्रतिज्ञां गृहीत्वा सिद्धिं
गतास्तैरेव सा प्रतिज्ञा वस्तुवृत्त्या समाप्तिं नीता कुन्दकुन्दाचार्यदेवैः पुनर्ज्ञानदर्शनाधिकारद्वयरूप-
ग्रन्थसमाप्तिरूपेण समाप्तिं नीता, शिवकुमारमहाराजेन तु तद्ग्रन्थश्रवणेन च कस्मादिति चेत् ये मोक्षं
गतास्तेषां सा प्रतिज्ञा परिपूर्णा जाता, न चैतेषाम् कस्मात् चरमदेहत्वाभावादिति ।।२००।। एवं
ज्ञानदर्शनाधिकारसमाप्तिरूपेण चतुर्थस्थले गाथाद्वयं गतम्
एवं निजशुद्धात्मभावनारूपमोक्षमार्गेण ये सिद्धिं गता ये च तदाराधकास्तेषां दर्शनाधि-
कारापेक्षयावसानमङ्गलार्थं ग्रन्थात्पेक्षया मध्यमङ्गलार्थं च तत्पदाभिलाषी भूत्वा नमस्कारं करोति
પ્ર. ૪૭