Page 450 of 513
PDF/HTML Page 481 of 544
single page version
ज्ञेयज्ञातृतत्त्वतथाप्रतीतिलक्षणेन सम्यग्दर्शनपर्यायेण, ज्ञेयज्ञातृतत्त्वतथानुभूतिलक्षणेन ज्ञानपर्यायेण, ज्ञेयज्ञातृक्रियान्तरनिवृत्तिसूत्र्यमाणद्रष्टृज्ञातृतत्त्ववृत्तिलक्षणेन चारित्रपर्यायेण च, त्रिभिरपि यौगपद्येन भाव्यभावकभावविजृम्भितातिनिर्भर्रेतरेतरसंवलनबलादङ्गाङ्गिभावेन परिणतस्यात्मनो यदात्मनिष्ठत्वे सति संयतत्वं तत्पानकवदनेकात्मकस्यैकस्यानुभूयमान- तायामपि समस्तपरद्रव्यपरावर्तत्वादभिव्यक्तैकाग्र्यलक्षणश्रामण्यापरनामा मोक्षमार्ग एवाव- मोक्षमार्गो भण्यत इति प्ररूपयति — दंसणणाणचरित्तेसु तीसु जुगवं समुट्ठिदो जो दु दर्शनज्ञानचारित्रेषु त्रिषु युगपत्सम्यगुपस्थित उद्यतो यस्तु कर्ता, एयग्गगदो त्ति मदो स ऐकाग्ऐकाग्र्यगत इति मतः संमतः,यगत इति मतः संमतः, सामण्णं तस्स पडिपुण्णं श्रामण्यं चारित्रं यतित्वं तस्य परिपूर्णमिति तथाहि — भावकर्मद्रव्य- कर्मनोकर्मभ्यः शेषपुद्गलादिपञ्चद्रव्येभ्योऽपि भिन्नं सहजशुद्धनित्यानन्दैकस्वभावं मम संबन्धि यदात्म- द्रव्यं तदेव ममोपादेयमितिरुचिरूपं सम्यग्दर्शनम्, तत्रैव परिच्छित्तिरूपं सम्यग्ज्ञानं, तस्मिन्नेव स्वरूपे निश्चलानुभूतिलक्षणं चारित्रं चेत्युक्तस्वरूपं सम्यग्दर्शनज्ञानचारित्रत्रयं पानकवदनेकमप्यभेदनयेनैकं यत् तत्सविकल्पावस्थायां व्यवहारेणैकाग्रयं भण्यते निर्विकल्पसमाधिकाले तु निश्चयेनेति तदेव च
ટીકાઃ — જ્ઞેયતત્ત્વ અને જ્ઞાતૃતત્ત્વની તથાપ્રકારે (જેમ છે તેમ, યથાર્થ) પ્રતીતિ જેનું લક્ષણ છે તે સમ્યગ્દર્શનપર્યાય છે; જ્ઞેયતત્ત્વ અને જ્ઞાતૃતત્ત્વની તથાપ્રકારે અનુભૂતિ જેનું લક્ષણ છે તે જ્ઞાનપર્યાય છે; જ્ઞેય અને જ્ઞાતાની જે ૧ક્રિયાંતરથી નિવૃત્તિ તેના વડે રચાતી દ્રષ્ટૃજ્ઞાતૃતત્ત્વમાં પરિણતિ જેનું લક્ષણ છે તે ચારિત્રપર્યાય છે. આ પર્યાયોને અને આત્માને ૨ભાવ્યભાવકપણા વડે ઊપજેલા અતિ ગાઢ ઇતરેતર મિલનના બળને લીધે એ ત્રણે પર્યાયોરૂપે યુગપદ્ અંગ -અંગીભાવે પરિણત આત્માને, આત્મનિષ્ઠપણું હોતાં, જે સંયતપણું હોય છે, તે સંયતપણું, એકાગ્રતાલક્ષણવાળું શ્રામણ્ય જેનું બીજું નામ છે એવો મોક્ષમાર્ગ જ છે — એમ જાણવું, કારણ કે ત્યાં (સંયતપણામાં) ૩પીણાની માફક ૪અનેકાત્મક એકનો અનુભવ હોવા છતાં, સમસ્ત પરદ્રવ્યથી નિવૃત્તિ હોવાને લીધે એકાગ્રતા અભિવ્યક્ત (પ્રગટ) છે. ૧. ક્રિયાન્તર = અન્ય ક્રિયા. [જ્ઞેય અને જ્ઞાતા અન્ય ક્રિયાથી નિવર્તે તેને લીધે રચાતી જે દેખનાર-
જાણનાર આત્મતત્ત્વમાં પરિણતિ તે ચારિત્રપર્યાયનું લક્ષણ છે.] ૨. ભાવક એટલે થનાર, અને ભાવક જે -રૂપે થાય તે ભાવ્ય. આત્મા ભાવક છે અને સમ્યગ્દર્શનાદિ
પર્યાયો ભાવ્ય છે. ભાવક અને ભાવ્યને પરસ્પર અતિ ગાઢ મિલન (-એકમેકતા) હોય છે. ભાવક આત્મા અંગી છે અને ભાવ્યરૂપ સમ્યગ્દર્શનાદિપર્યાયો તેનાં અંગો છે. ૩. પીણું = પીવાની વસ્તુ. જેમ કે — દૂધિયું. [દૂધિયાનો સ્વાદ અનેકાત્મક એક હોય છે; કારણ કે અભેદથી
તેમાં એક દૂધિયાનો જ સ્વાદ આવે છે અને ભેદથી તેમાં દૂધ, સાકર, બદામ વગેરે અનેક વસ્તુનો સ્વાદ આવે છે.] ૪. અહીં અનેકાત્મક એકના અનુભવમાં જે અનેકાત્મકપણું છે તે પરદ્રવ્યમય નથી. ત્યાં પરદ્રવ્યોથી
ત્યાં, અનેકાત્મકપણું હોવા છતાં, એકાગ્રપણું (એક -અગ્રપણું) પ્રગટ છે.
Page 451 of 513
PDF/HTML Page 482 of 544
single page version
गन्तव्यः । तस्य तु सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग इति भेदात्मकत्वात्पर्यायप्रधानेन व्यवहारनयेन, ऐकाग्र्यं| मोक्षमार्ग इत्यभेदात्मकत्वात् द्रव्यप्रधानेन निश्चयनयेन, विश्वस्यापि भेदाभेदात्मकत्वात्तदुभयमिति प्रमाणेन प्रज्ञप्तिः ।।२४२।।
मास्कन्दत्यचिराद्विकाशमतुलं येनोल्लसन्त्याश्चितेः ।।१६।।
ाा
ा
તે (સંયતત્વરૂપ અથવા શ્રામણ્યરૂપ મોક્ષમાર્ગ) ભેદાત્મક હોવાથી ‘સમ્યગ્દર્શન -જ્ઞાન- ચારિત્ર મોક્ષમાર્ગ છે’ એમ પર્યાયપ્રધાન વ્યવહારનયથી તેનું પ્રજ્ઞાપન છે; તે (મોક્ષમાર્ગ) અભેદાત્મક હોવાથી ‘એકાગ્રતા મોક્ષમાર્ગ છે’ એમ દ્રવ્યપ્રધાન નિશ્ચયનયથી તેનું પ્રજ્ઞાપન છે; બધાય પદાર્થો ભેદાભેદાત્મક હોવાથી ‘તે બન્ને (સમ્યગ્દર્શન -જ્ઞાન -ચારિત્ર તેમ જ એકાગ્રતા) મોક્ષમાર્ગ છે’ એમ પ્રમાણથી તેનું પ્રજ્ઞાપન છે. ૨૪૨.
[હવે શ્લોક દ્વારા મોક્ષપ્રાપ્તિને માટે દ્રષ્ટા -જ્ઞાતામાં લીનતા કરવાનું કહેવામાં આવે છેઃ]
[અર્થઃ — ] એ પ્રમાણે, પ્રતિપાદકના આશયને વશ, એક હોવા છતાં પણ અનેક થતો હોવાથી (અર્થાત્ અભેદપ્રધાન નિશ્ચયનયથી એક — એકાગ્રતારૂપ — હોવા છતાં પણ કહેનારના અભિપ્રાય અનુસાર ભેદપ્રધાન વ્યવહારનયથી અનેક પણ — દર્શન -જ્ઞાન- ચારિત્રરૂપ પણ — થતો હોવાથી) ૧એકતાને (એકલક્ષણપણાને) તેમ જ ૨ત્રિલક્ષણપણાને પામેલો જે અપવર્ગનો (મોક્ષનો) માર્ગ તેને લોક દ્રષ્ટાજ્ઞાતામાં પરિણતિ બાંધીને ( – લીન કરીને) અચળપણે અવલંબો, કે જેથી તે (લોક) ઉલ્લસતી ચેતનાના અતુલ વિકાસને અલ્પ કાળમાં પામે. *શાર્દૂલવિક્રીડિત છંદ. ૧. દ્રવ્યપ્રધાન નિશ્ચયનયથી માત્ર એકાગ્રતા એક જ મોક્ષમાર્ગનું લક્ષણ છે. ૨. પર્યાયપ્રધાન વ્યવહારનયથી દર્શન -જ્ઞાન -ચારિત્રરૂપ ત્રિક મોક્ષમાર્ગનું લક્ષણ છે.
Page 452 of 513
PDF/HTML Page 483 of 544
single page version
यो हि न खलु ज्ञानात्मानमात्मानमेकमग्रं भावयति, सोऽवश्यं ज्ञेयभूतं द्रव्यमन्यदासीदति । तदासाद्य च ज्ञानात्मात्मज्ञानाद्भ्रष्टः स्वयमज्ञानीभूतो मुह्यति वा, रज्यति वा, द्वेष्टि वा; तथाभूतश्च बध्यत एव, न तु विमुच्यते । अत अनैकाग्र्यस्य न मोक्षमार्गत्वं सिद्धयेत् ।।२४३।। वा दुस्सदि वा दव्वमण्णमासेज्ज जदि मुह्यति वा, रज्यति वा, द्वेष्टि वा, यदि चेत् । किं कृत्वा । द्रव्यमन्यदासाद्य प्राप्य । स कः । समणो श्रमणस्तपोधनः । तदा काले अण्णाणी अज्ञानी भवति । अज्ञानी सन् बज्झदि कम्मेहिं विविहेहिं बध्यते कर्मभिर्विविधैरिति । तथाहि — यो निर्विकारस्वसंवेदनज्ञानेनैकाग्रो भूत्वा स्वात्मानं न जानाति तस्य चित्तं बहिर्विषयेषु गच्छति । ततश्चिदानन्दैकनिजस्वभावाच्च्युतो भवति । ततश्च रागद्वेषमोहैः परिणमति । तत्परिणमन् बहुविधकर्मणा बध्यत इति । ततः कारणान्मोक्षार्थिभि- रेकाग्रत्वेन स्वस्वरूपं भावनीयमित्यर्थः ।।२४३।। अथ निजशुद्धात्मनि योऽसावेकाग्रस्तस्यैव मोक्षो
હવે, અનેકાગ્રતાને મોક્ષમાર્ગપણું ઘટતું નથી (અર્થાત્ અનેકાગ્રતા તે મોક્ષમાર્ગ નથી) એમ દર્શાવે છેઃ —
અન્વયાર્થઃ — [यदि] જો [श्रमणः] શ્રમણ, [अन्यत् द्रव्यम् आसाद्य] અન્ય દ્રવ્યનો આશ્રય કરીને [अज्ञानी] અજ્ઞાની થયો થકો, [मुह्यति वा] મોહ કરે છે, [रज्यति वा] રાગ કરે છે [द्वेष्टि वा] અથવા દ્વેષ કરે છે, તો તે [विविधैः कर्मभिः] વિવિધ કર્મો વડે [बध्यते] બંધાય છે.
ટીકાઃ — જે ખરેખર જ્ઞાનાત્મક આત્મારૂપ એક અગ્રને ( – વિષયને) ભાવતો નથી, તે અવશ્ય જ્ઞેયભૂત અન્ય દ્રવ્યનો આશ્રય કરે છે, અને તેનો આશ્રય કરીને જ્ઞાનાત્મક આત્મજ્ઞાનથી ભ્રષ્ટ એવો તે સ્વયં અજ્ઞાની થયો થકો, મોહ કરે છે, રાગ કરે છે અથવા દ્વેષ કરે છે; અને એવો ( – મોહી, રાગી અથવા દ્વેષી) થયો થકો બંધાય જ છે, પરંતુ મુકાતો નથી.
Page 453 of 513
PDF/HTML Page 484 of 544
single page version
यस्तु ज्ञानात्मानमात्मानमेकमग्रं भावयति, स न ज्ञेयभूतं द्रव्यमन्यदासीदति । तदनासाद्य च ज्ञानात्मात्मज्ञानादभ्रष्टः स्वयमेव ज्ञानीभूतस्तिष्ठन्न मुह्यति, न रज्यति, न द्वेष्टि; भवतीत्युपदिशति — अट्ठेसु जो ण मुज्झदि ण हि रज्जदि णेव दोसमुवयादि अर्थेषु बहिःपदार्थेषु यो न मुह्यति, न रज्यति, हि स्फु टं, नैव द्वेषमुपयाति, जदि यदि चेत्, सो समणो स श्रमणः णियदं निश्चितं खवेदि विविहाणि कम्माणि क्षपयति कर्माणि विविधानि इति । अथ विशेषः – योऽसौ दृष्टश्रुतानुभूतभोगाकाङ्क्षा- रूपाद्यपध्यानत्यागेन निजस्वरूपं भावयति, तस्य चित्तं बहिःपदार्थेषु न गच्छति, ततश्च बहिःपदार्थ- चिन्ताभावान्निर्विकारचिच्चमत्कारमात्राच्च्युतो न भवति । तदच्यवनेन च रागाद्यभावाद्विविधकर्माणि विनाशयतीति । ततो मोक्षार्थिना निश्चलचित्तेन निजात्मनि भावना कर्तव्येति । इत्थं वीतरागचारित्र- व्याख्यानं श्रुत्वा केचन वदन्ति — सयोगिकेवलिनामप्येकदेशेन चारित्रं, परिपूर्णचारित्रं पुनरयोगिचरम- समये भविष्यति, तेन कारणेनेदानीमस्माकं सम्यक्त्वभावनया भेदज्ञानभावनया च पूर्यते, चारित्रं पश्चाद्भविष्यतीति । नैवं वक्तव्यम् । अभेदनयेन ध्यानमेव चारित्रं, तच्च ध्यानं केवलिनामुपचारेणोक्तं , चारित्रमप्युपचारेणेति । यत्पुनः समस्तरागादिविकल्पजालरहितं शुद्धात्मानुभूतिलक्षणं सम्यग्दर्शनज्ञान-
હવે, એકાગ્રતા તે મોક્ષમાર્ગ છે એમ (આચાર્યભગવાન) નક્કી કરતા થકા (મોક્ષમાર્ગ -પ્રજ્ઞાપનનો) ઉપસંહાર કરે છેઃ —
અન્વયાર્થઃ — [यदि यः श्रमणः] જો શ્રમણ [अर्थेषु] પદાર્થોમાં [न मुह्यति] મોહ કરતો નથી, [न हि रज्यति] રાગ કરતો નથી, [न एव द्वेषम् उपयाति] દ્વેષ કરતો નથી, [सः] તો તે [नियतं] નિયમથી (ચોક્કસ) [विविधानि कर्माणि] વિવિધ કર્મોને [क्षपयति] ખપાવે છે.
ટીકાઃ — જે જ્ઞાનાત્મક આત્મારૂપ એક અગ્રને ( – વિષયને) ભાવે છે, તે જ્ઞેયભૂત અન્ય દ્રવ્યનો આશ્રય કરતો નથી, અને તેનો આશ્રય નહિ કરીને જ્ઞાનાત્મક આત્મજ્ઞાનથી અભ્રષ્ટ એવો તે સ્વયમેવ જ્ઞાની રહેતો થકો, મોહ કરતો નથી, રાગ કરતો નથી, દ્વેષ
Page 454 of 513
PDF/HTML Page 485 of 544
single page version
तथाभूतः सन् मुच्यत एव, न तु बध्यते । अत ऐकाग्र्यस्यैव मोक्षमार्गत्वं सिद्धयेत् ।।२४४।।
આ રીતે
હવે શુભોપયોગનું પ્રજ્ઞાપન કરે છે. તેમાં (પ્રથમ), શુભોપયોગીઓને શ્રમણ તરીકે ગૌણપણે દર્શાવે છેઃ —
અન્વયાર્થઃ — [समये] શાસ્ત્રને વિષે (એમ કહ્યું છે કે), [शुद्धोपयुक्ताः श्रमणाः] શુદ્ધોપયોગી તે શ્રમણ છે, [शुभोपयुक्ताः च भवन्ति] શુભોપયોગી પણ શ્રમણ છે; [तेषु अपि] તેમાંય, [शुद्धोपयुक्ताः अनास्रवाः] શુદ્ધોપયોગી નિરાસ્રવ છે, [शेषाः सास्रवाः] બાકીના સાસ્રવ છે (અર્થાત્ શુભોપયોગી આસ્રવ સહિત છે).
Page 455 of 513
PDF/HTML Page 486 of 544
single page version
ये खलु श्रामण्यपरिणतिं प्रतिज्ञायापि, जीवितकषायकणतया, समस्तपरद्रव्यनिवृत्ति- प्रवृत्तसुविशुद्धदृशिज्ञप्तिस्वभावात्मतत्त्ववृत्तिरूपां शुद्धोपयोगभूमिकामधिरोढुं न क्षमन्ते, ते तदुपकण्ठनिविष्टाः, कषायकुण्ठीकृतशक्तयो, नितान्तमुत्कण्ठुलमनसः, श्रमणाः किं भवेयुर्न वेत्यत्राभिधीयते । ‘धम्मेण परिणदप्पा अप्पा जदि सुद्धसंपओगजुदो । पावदि णिव्वाणसुहं सुहोवजुत्तो य सग्गसुहं ।।’ इति स्वयमेव निरूपितत्वादस्ति तावच्छुभोपयोगस्य धर्मेण सहैकार्थसमवायः । ततः शुभोपयोगिनोऽपि धर्मसद्भावाद्भवेयुः श्रमणाः । किन्तु तेषां शुद्धोपयोगिभिः समं समकाष्ठत्वं न भवेत्, यतः शुद्धोपयोगिनो निरस्तसमस्तकषायत्वाद- ग्राह्यः । तत्र दृष्टान्तः — यथा निश्चयेन शुद्धबुद्धैकस्वभावाः सिद्धजीवा एव जीवा भण्यते, व्यवहारेण चतुर्गतिपरिणता अशुद्धजीवाश्च जीवा इति; तथा शुद्धोपयोगिनां मुख्यत्वं, शुभोपयोगिनां तु चकारसमुच्चयव्याख्यानेन गौणत्वम् । कस्माद्गौणत्वं जातमिति चेत् । तेसु वि सुद्धुवजुत्ता अणासवा सासवा सेसा तेष्वपि मध्ये शुद्धोपयोगयुक्ता अनास्रवाः, शेषाः सास्रवा इति यतः कारणात् । तद्यथा — निज- शुद्धात्मभावनाबलेन समस्तशुभाशुभसंकल्पविक ल्परहितत्वाच्छुद्धोपयोगिनो निरास्रवा एव, शेषाः
ટીકાઃ — જેઓ ખરેખર શ્રામણ્યપરિણતિની પ્રતિજ્ઞા કરીને પણ, કષાયકણ જીવતો (હયાત) હોવાથી, સમસ્ત પરદ્રવ્યથી નિવૃત્તિરૂપે પ્રવર્તતી એવી જે ૧સુવિશુદ્ધદર્શનજ્ઞાન- સ્વભાવ આત્મતત્ત્વમાં પરિણતિરૂપ શુદ્ધોપયોગભૂમિકા તેમાં આરોહણ કરવા અસમર્થ છે, તે (શુભોપયોગી) જીવો — કે જેઓ શુદ્ધોપયોગભૂમિકાના ૨ઉપકંઠે રહેલા છે, કષાયે જેમની શક્તિને કુંઠિત કરી ( – રૂંધી) છે અને જેઓ અત્યંત ઉત્કંઠિત ( – આતુર) મનવાળા છે તેઓ — શ્રમણ છે કે નથી, તે અહીં કહેવામાં આવે છેઃ
૩‘धम्मेण परिणदप्पा अप्पा जदि सुद्धसंपओगजुदो । पावदि णिव्वाणसुहं सुहोवजुत्तो य सग्गसुहं ।।’ એમ (૧૧મી ગાથામાં ભગવાન કુંદકુંદાચાર્યદેવે) પોતે જ નિરૂપણ કર્યું હોવાથી શુભોપયોગને ધર્મની સાથે ૪એકાર્થસમવાય છે; તેથી શુભોપયોગીઓ પણ, તેમને ધર્મનો સદ્ભાવ હોવાને લીધે, શ્રમણ છે. પરંતુ તેઓ શુદ્ધોપયોગીઓની સાથે સમાન કોટિના (સરખી હદના) નથી, કારણ કે શુદ્ધોપયોગીઓએ સમસ્ત કષાયો નિરસ્ત કર્યા હોવાથી તેઓ નિરાસ્રવ જ છે અને આ શુભોપયોગીઓને તો કષાયકણ અવિનષ્ટ હોવાથી તેઓ સાસ્રવ ૧. આત્મતત્ત્વનો સ્વભાવ સુવિશુદ્ધ દર્શન અને જ્ઞાન છે. ૨. ઉપકંઠ = પાદર; પરવાડ; તળેટી; પાડોશ; નજીકનો ભાગ; નિકટતા. ૩. અર્થઃ — ધર્મે પરિણમેલા સ્વરૂપવાળો આત્મા જો શુદ્ધ ઉપયોગમાં જોડાયેલો હોય તો મોક્ષના સુખને
પામે છે અને જો શુભ ઉપયોગવાળો હોય તો સ્વર્ગના સુખને (બંધને) પામે છે. ૪. એકાર્થસમવાય = એક પદાર્થમાં સાથે રહી શકવારૂપ સંબંધ. (આત્મપદાર્થમાં ધર્મ અને શુભોપયોગ
Page 456 of 513
PDF/HTML Page 487 of 544
single page version
नास्रवा एव । इमे पुनरनवकीर्णकषायकणत्वात्सास्रवा एव । अत एव च शुद्धोपयोगिभिः समममी न समुच्चीयन्ते, केवलमन्वाचीयन्त एव ।।२४५।।
शुभोपयोगिनो मिथ्यात्वविषयकषायरूपाशुभास्रवनिरोधेऽपि पुण्यास्रवसहिता इति भावः ।।२४५।। अथ शुभोपयोगिश्रमणानां लक्षणमाख्याति — सा सुहजुत्ता भवे चरिया सा चर्या शुभयुक्ता भवेत् । कस्य । तपोधनस्य । कथंभूतस्य । समस्तरागादिविकल्परहितपरमसमाधौ स्थातुमशक्यस्य । यदि किम् । विज्जदि जदि विद्यते यदि चेत् । क्व । सामण्णे श्रामण्ये चारित्रे । किं विद्यते । अरहंतादिसु भत्ती अनन्त- ज्ञानादिगुणयुक्तेष्वर्हत्सिद्धेषु गुणानुरागयुक्ता भक्तिः । वच्छलदा वत्सलस्य भावो वत्सलता वात्सल्यं विनयोऽनुकूलवृत्तिः । केषु विषये । पवयणाभिजुत्तेसु प्रवचनाभियुक्तेषु । प्रवचनशब्देनात्रागमो भण्यते, જ છે. અને આમ હોવાથી જ શુદ્ધોપયોગીઓની સાથે આમને (શુભોપયોગીઓને) ભેગા લેવામાં ( – વર્ણવવામાં) આવતા નથી, માત્ર પાછળથી (ગૌણ તરીકે) જ લેવામાં આવે છે.
ભાવાર્થઃ — પરમાગમમાં એમ કહ્યું છે કે શુદ્ધોપયોગીઓ શ્રમણ છે અને શુભોપયોગીઓ પણ ગૌણપણે શ્રમણ છે. જેમ નિશ્ચયથી શુદ્ધબુદ્ધ -એકસ્વભાવી સિદ્ધ જીવો જ જીવ કહેવાય છે અને વ્યવહારથી ચતુર્ગતિપરિણત અશુદ્ધ જીવો પણ જીવ કહેવાય છે, તેમ શ્રમણપણે શુદ્ધોપયોગી જીવોનું મુખ્યપણું છે અને શુભોપયોગી જીવોનું ગૌણપણું છે; કારણ કે શુદ્ધોપયોગીઓ નિજશુદ્ધાત્મભાવનાના બળથી સમસ્ત શુભાશુભ સંકલ્પવિકલ્પ રહિત હોવાથી નિરાસ્રવ જ છે અને શુભોપયોગીઓને મિથ્યાત્વવિષયકષાયરૂપ અશુભ આસ્રવનો નિરોધ હોવા છતાં તેઓ પુણ્યાસ્રવ સહિત છે. ૨૪૫.
— એ હોય જો શ્રામણ્યમાં, તો ચરણ તે શુભયુક્ત છે. ૨૪૬.
અન્વયાર્થઃ — [श्रामण्ये] શ્રામણ્યમાં [यदि] જો [अर्हदादिषु भक्तिः] અર્હંતાદિક પ્રત્યે ભક્તિ તથા [प्रवचनाभियुक्तेषु वत्सलता] પ્રવચનરત જીવો પ્રત્યે વત્સલતા [विद्यते] વર્તતી હોય તો [सा] તે [शुभयुक्ता चर्या] શુભયુક્ત ચર્યા (શુભોપયોગી ચારિત્ર) [भवेत्] છે.
Page 457 of 513
PDF/HTML Page 488 of 544
single page version
सकलसङ्गसंन्यासात्मनि श्रामण्ये सत्यपि कषायलवावेशवशात् स्वयं शुद्धात्मवृत्ति- मात्रेणावस्थातुमशक्तस्य, परेषु शुद्धात्मवृत्तिमात्रेणावस्थितेष्वर्हदादिषु, शुद्धात्मवृत्तिमात्रावस्थिति- प्रतिपादकेषु प्रवचनाभियुक्तेषु च भक्त्या वत्सलतया च प्रचलितस्य, तावन्मात्रराग- प्रवर्तितपरद्रव्यप्रवृत्तिसंवलितशुद्धात्मवृत्तेः, शुभोपयोगि चारित्रं स्यात् । अतः शुभोपयोगि- श्रमणानां शुद्धात्मानुरागयोगिचारित्रत्वलक्षणम् ।।२४६।।
संघो वा, तेन प्रवचनेनाभियुक्ताः प्रवचनाभियुक्ता आचार्योपाध्यायसाधवस्तेष्विति । एतदुक्तं भवति — स्वयं शुद्धोपयोगलक्षणे परमसामायिके स्थातुमसमर्थस्यान्येषु शुद्धोपयोगफलभूतकेवलज्ञानेन परिणतेषु, तथैव शुद्धोपयोगाराधकेषु च यासौ भक्तिस्तच्छुभोपयोगिश्रमणानां लक्षणमिति ।।२४६।। अथ शुभोपयोगिनां शुभप्रवृत्तिं दर्शयति — ण णिंदिदा नैव निषिद्धा । क्व । रागचरियम्हि शुभरागचर्यायां
ટીકાઃ — સકળ સંગના સંન્યાસસ્વરૂપ શ્રામણ્ય હોવા છતાં પણ +કષાયલવના આવેશને વશ કેવળ શુદ્ધાત્મપરિણતિરૂપે રહેવાને પોતે અશક્ત છે એવો જે શ્રમણ, પર એવા જે (૧) કેવળ શુદ્ધાત્મપરિણતિરૂપે રહેલા અર્હંતાદિક તથા (૨) કેવળ શુદ્ધાત્મપરિણતિરૂપે રહેવાનું પ્રતિપાદન કરનાર પ્રવચનરત જીવો તેમના પ્રત્યે (૧) ભક્તિ તથા (૨) વત્સલતા વડે ચંચળ છે, તે શ્રમણને, માત્ર તેટલા રાગ વડે પ્રવર્તતી પરદ્રવ્યપ્રવૃત્તિ સાથે શુદ્ધાત્મપરિણતિ મિલિત હોવાને લીધે, શુભોપયોગી ચારિત્ર છે.
આથી (એમ કહ્યું કે) શુદ્ધ આત્માના અનુરાગયુક્ત ચારિત્ર શુભોપયોગી શ્રમણોનું લક્ષણ છે.
ભાવાર્થઃ — એકલી શુદ્ધાત્મપરિણતિરૂપે રહેવાને અસમર્થ હોવાને લીધે જે શ્રમણ, પર એવા અર્હંતાદિક પ્રત્યે ભક્તિથી તથા પર એવા આગમપરાયણ જીવો પ્રત્યે વાત્સલ્યથી ચંચળ (અસ્થિર) છે, તે શ્રમણને શુભોપયોગી ચારિત્ર છે, કારણ કે શુદ્ધાત્મપરિણતિ પરદ્રવ્યપ્રવૃત્તિ (પરદ્રવ્યમાં પ્રવૃત્તિ) સાથે મળેલી છે અર્થાત્ શુભ ભાવ સાથે મિશ્રિત છે. ૨૪૬.
Page 458 of 513
PDF/HTML Page 489 of 544
single page version
शुभोपयोगिनां हि शुद्धात्मानुरागयोगिचारित्रतया, समधिगतशुद्धात्मवृत्तिषु श्रमणेषु वन्दननमस्करणाभ्युत्थानानुगमनप्रतिपत्तिप्रवृत्तिः शुद्धात्मवृत्तित्राणनिमित्ता श्रमापनयनप्रवृत्तिश्च न दुष्येत् ।।२४७।।
सरागचारित्रावस्थायाम् । का न निन्दिता । वंदणणमंसणेहिं अब्भुट्ठाणाणुगमणपडिवत्ती वन्दननमस्काराभ्यां सहाभ्युत्थानानुगमनप्रतिपत्तिप्रवृत्तिः । समणेसु समावणओ श्रमणेषु श्रमापनयः रत्नत्रयभावनाभिघातक- श्रमस्य खेदस्य विनाश इति । अनेन किमुक्तं भवति – शुद्धोपयोगसाधके शुभोपयोगे स्थितानां तपोधनानां इत्थंभूताः शुभोपयोगप्रवृत्तयो रत्नत्रयाराधकशेषपुरुषेषु विषये युक्ता एव, विहिता एवेति ।।२४७।। अथ शुभोपयोगिनामेवेत्थंभूताः प्रवृत्तयो भवन्ति, न च शुद्धोपयोगिनामिति प्ररूपयति — दंसणणाणुवदेसो
અન્વયાર્થઃ — [श्रमणेषु] શ્રમણો પ્રત્યે [वन्दननमस्करणाभ्याम्] વંદન -નમસ્કાર સહિત [अभ्युत्थानानुगमनप्रतिपत्तिः] ૧અભ્યુત્થાન અને ૨અનુગમનરૂપ ૩વિનીત વર્તન કરવું તથા [श्रमापनयः] તેમનો શ્રમ દૂર કરવો તે [रागचर्यायाम्] રાગચર્યામાં [न निन्दिता] નિંદિત નથી.
ટીકાઃ — શુભોપયોગીઓને શુદ્ધાત્માના અનુરાગયુક્ત ચારિત્ર હોય છે, તેથી જેમણે શુદ્ધાત્મપરિણતિ પ્રાપ્ત કરી છે એવા શ્રમણો પ્રત્યે જે વંદન -નમસ્કાર -અભ્યુત્થાન -અનુગમન- રૂપ વિનીત વર્તનની પ્રવૃત્તિ તથા શુદ્ધાત્મપરિણતિના રક્ષણને નિમિત્તભૂત એવી જે શ્રમ દૂર કરવાની (વૈયાવૃત્ત્યરૂપ) પ્રવૃત્તિ તે શુભોપયોગીઓને માટે દૂષિત (દોષરૂપ, નિંદિત) નથી (અર્થાત્ શુભોપયોગી મુનિઓને આવી પ્રવૃત્તિનો નિષેધ નથી). ૨૪૭.
૨. અનુગમન = પાછળ ચાલવું તે ૩. વિનીત = વિનયયુક્ત; સન્માનયુક્ત; વિવેકી; સભ્ય.
Page 459 of 513
PDF/HTML Page 490 of 544
single page version
अनुजिघृक्षापूर्वकदर्शनज्ञानोपदेशप्रवृत्तिः शिष्यसंग्रहणप्रवृत्तिस्तत्पोषणप्रवृत्तिर्जिनेन्द्र- पूजोपदेशप्रवृत्तिश्च शुभोपयोगिनामेव भवन्ति, न शुद्धोपयोगिनाम् ।।२४८।।
दर्शनं मूढत्रयादिरहितं सम्यक्त्वं, ज्ञानं परमागमोपदेशः, तयोरुपदेशो दर्शनज्ञानोपदेशः । सिस्सग्गहणं च पोसणं तेसिं रत्नत्रयाराधनाशिक्षाशीलानां शिष्याणां ग्रहणं स्वीकारस्तेषामेव पोषणमशनशयनादिचिन्ता । चरिया हि सरागाणं इत्थंभूता चर्या चारित्रं भवति, हि स्फु टम् । केषाम् । सरागाणां धर्मानुराग- चारित्रसहितानाम् । न केवलमित्थंभूता चर्या, जिणिंदपूजोवदेसो य यथासंभवं जिनेन्द्रपूजादि- धर्मोपदेशश्चेति । ननु शुभोपयोगिनामपि क्वापि काले शुद्धोपयोगभावना दृश्यते, शुद्धोपयोगिनामपि क्वापि काले शुभोपयोगभावना दृश्यते, श्रावकाणामपि सामायिकादिकाले शुद्धभावना दृश्यते, तेषां कथं विशेषो भेदो ज्ञायत इति । परिहारमाह — युक्तमुक्तं भवता, परं किंतु ये प्रचुरेण शुभोपयोगेन वर्तन्ते ते यद्यपि क्वापि काले शुद्धोपयोगभावनां कुर्वन्ति तथापि शुभोपयोगिन एव भण्यन्ते । येऽपि शुद्धोपयोगिनस्ते यद्यपि क्वापि काले शुभोपयोगेन वर्तन्ते तथापि शुद्धोपयोगिन एव । कस्मात् । बहुपदस्य प्रधानत्वादाम्रवननिम्बवनवदिति ।।२४८।। अथ काश्चिदपि याः प्रवृत्तयस्ताः शुभोपयोगि- नामेवेति नियमति — उवकुणदि जो वि णिच्चं चादुव्वण्णस्स समणसंघस्स उपकरोति योऽपि नित्यं । कस्य ।
અન્વયાર્થઃ — [दर्शनज्ञानोपदेशः] દર્શનજ્ઞાનનો (સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનનો) ઉપદેશ, [शिष्यग्रहणं] શિષ્યોનું ગ્રહણ [च] તથા [तेषाम् पोषणं] તેમનું પોષણ, [च] અને [जिनेन्द्र- पूजोपदेशः] જિનેંદ્રની પૂજાનો ઉપદેશ [हि] ખરેખર [सरागाणां चर्या] સરાગીઓની ચર્યા છે.
ટીકાઃ — અનુગ્રહ કરવાની ઇચ્છાપૂર્વક દર્શનજ્ઞાનના ઉપદેશની પ્રવૃત્તિ, શિષ્યગ્રહણની પ્રવૃત્તિ, તેમના પોષણની પ્રવૃત્તિ અને જિનેંદ્રપૂજાના ઉપદેશની પ્રવૃત્તિ શુભોપયોગીઓને જ હોય છે, શુદ્ધોપયોગીઓને નહિ. ૨૪૮.
Page 460 of 513
PDF/HTML Page 491 of 544
single page version
प्रतिज्ञातसंयमत्वात् षटकायविराधनरहिता या काचनापि शुद्धात्मवृत्तित्राणनिमित्ता चातुर्वर्णस्य श्रमणसंघस्योपकारकरणप्रवृत्तिः सा सर्वापि रागप्रधानत्वात् शुभोपयोगिनामेव भवति, न कदाचिदपि शुद्धोपयोगिनाम् ।।२४९।। चातुर्वर्णस्य श्रमणसंघस्य । अत्र श्रमणशद्बेन श्रमणशब्दवाच्या ऋषिमुनियत्यनगारा ग्राह्याः । ‘‘देश- प्रत्यक्षवित्केवलभृदिहमुनिः स्यादृषिः प्रसृतर्द्धिरारूढः श्रेणियुग्मेऽजनि यतिरनगारोऽपरः साधुवर्गः । राजा ब्रह्मा च देवः परम इति ऋषिर्विक्रियाक्षीणशक्तिप्राप्तो बुद्धयौषधीशो वियदयनपटुर्विश्ववेदी क्रमेण ।।’’ ऋषय ऋद्धिं प्राप्तास्ते चतुर्विधा, राजब्रह्मदेवपरमऋषिभेदात् । तत्र राजर्षयो विक्रिया- क्षीणार्द्धिप्राप्ता भवन्ति । ब्रह्मर्षयो बुद्धयौषधर्द्धियुक्ता भवन्ति । देवर्षयो गगनगमनर्द्धिसंपन्ना भवन्ति । परमर्षयः केवलिनः केवलज्ञानिनो भवन्ति । मुनयः अवधिमनःपर्ययकेवलिनश्च । यतय उपशमक- क्षपकश्रेण्यारूढाः । अनगाराः सामान्यसाधवः । कस्मात् । सर्वेषां सुखदुःखादिविषये समतापरिणामो- ऽस्तीति । अथवा श्रमणधर्मानुकूलश्रावकादिचातुर्वर्णसंघः । कथं यथा भवति । कायविराधणरहिदं स्वस्थभावनास्वरूपं स्वकीयशुद्धचैतन्यलक्षणं निश्चयप्राणं रक्षन् परकीयषटकायविराधनारहितं यथा भवति । सो वि सरागप्पधाणो से सोऽपीत्थंभूतस्तपोधनो धर्मानुरागचारित्रसहितेषु मध्ये प्रधानः श्रेष्ठः स्यादित्यर्थः ।।२४९।। अथ वैयावृत्त्यकालेऽपि स्वकीयसंयमविराधना न कर्तव्येत्युपदिशति — जदि
અન્વયાર્થઃ — [यः अपि] જે કોઈ (શ્રમણ) [नित्यं] સદા [कायविराधनरहितं] (છ) કાયની વિરાધના વિના [चातुर्वर्णस्य] ચાર પ્રકારના [श्रमणसंघस्य] શ્રમણસંઘને [उपकरोति] ઉપકાર કરે છે, [सः अपि] તે [सरागप्रधानः स्यात्] રાગની પ્રધાનતાવાળો છે.
ટીકાઃ — સંયમની પ્રતિજ્ઞા કરી હોવાથી *છ કાયની વિરાધના વિનાની જે કોઈ પણ, શુદ્ધાત્મપરિણતિના રક્ષણને નિમિત્તભૂત એવી, +ચાર પ્રકારના શ્રમણસંઘને ઉપકાર કરવાની પ્રવૃત્તિ, તે બધીયે રાગપ્રધાનપણાને લીધે શુભોપયોગીઓને જ હોય છે, શુદ્ધોપયોગીઓને કદાપિ નહિ. ૨૪૯. *શ્રમણસંઘને શુદ્ધાત્મપરિણતિના રક્ષણમાં નિમિત્તભૂત એવી જે ઉપકારપ્રવૃત્તિ શુભોપયોગી શ્રમણો કરે છે તે પ્રવૃત્તિ છ કાયની વિરાધના વિનાની હોય છે, કારણ કે તેમણે (શુભોપયોગી શ્રમણોએ) સંયમની પ્રતિજ્ઞા લીધેલી છે. +શ્રમણના ચાર પ્રકાર આ પ્રમાણે છેઃ (૧) ૠષિ, (૨) મુનિ, (૩) યતિ અને (૪) અણગાર. ૠદ્ધિવાળા શ્રમણ તે ૠષિ છે; અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન અથવા કેવળજ્ઞાનવાળા શ્રમણ તે મુનિ છે; ઉપશમક અથવા ક્ષપક શ્રેણિમાં આરૂઢ શ્રમણ તે યતિ છે; અને સામાન્ય સાધુ તે અણગાર છે. આ પ્રમાણે ચાર પ્રકારનો શ્રમણસંઘ છે.
Page 461 of 513
PDF/HTML Page 492 of 544
single page version
यो हि परेषां शुद्धात्मवृत्तित्राणाभिप्रायेण वैयावृत्त्यप्रवृत्त्या स्वस्य संयमं विराधयति, स गृहस्थधर्मानुप्रवेशात् श्रामण्यात् प्रच्यवते । अतो या काचन प्रवृत्तिः सा सर्वथा संयमाविरोधेनैव विधातव्या; प्रवृत्तावपि संयमस्यैव साध्यत्वात् ।।२५०।। कुणदि कायखेदं वेज्जावच्चत्थमुज्जदो यदि चेत् करोति कायखेदं षटकायविराधनाम् । कथंभूतः सन् । वैयावृत्त्यार्थमुद्यतः । समणो ण हवदि तदा श्रमणस्तपोधनो न भवति । तर्हि किं भवति । हवदि अगारी अगारी गृहस्थो भवति । कस्मात् । धम्मो सो सावयाणं से षटकायविराधनां कृत्वा योऽसौ धर्मः स श्रावकाणां स्यात्, न च तपोधनानामिति । इदमत्र तात्पर्यम् – योऽसौ स्वशरीरपोषणार्थं शिष्यादिमोहेन वा सावद्यं नेच्छति तस्येदं व्याख्यानं शोभते, यदि पुनरन्यत्र सावद्यमिच्छति वैयावृत्त्यादिस्वकीयाव- स्थायोग्ये धर्मकार्ये नेच्छति तदा तस्य सम्यक्त्वमेव नास्तीति ।।२५०।। अथ यद्यप्यल्पलेपो भवति
હવે પ્રવૃત્તિ સંયમની વિરોધી હોવાનો નિષેધ કરે છે (અર્થાત્ શુભોપયોગી શ્રમણને સંયમ સાથે વિરોધવાળી પ્રવૃત્તિ ન હોવી જોઈએ એમ કહે છે)ઃ —
અન્વયાર્થઃ — [यदि] જો (શ્રમણ) [वैयावृत्त्यार्थम् उद्यतः] વૈયાવૃત્ત્ય માટે ઉદ્યમવંત વર્તતાં [कायखेदं] છ કાયને પીડા [करोति] કરે તો તે [श्रमणः न भवति] શ્રમણ નથી, [अगारी भवति] ગૃહસ્થ છે; (કારણ કે) [सः] તે (છ કાયની વિરાધના સહિત વૈયાવૃત્ત્ય) [श्रावकाणां धर्मः स्यात्] શ્રાવકોનો ધર્મ છે.
ટીકાઃ — જે (શ્રમણ) બીજાને શુદ્ધાત્મપરિણતિનું રક્ષણ થાય એવા અભિપ્રાયથી વૈયાવૃત્ત્યની પ્રવૃત્તિ કરતાં પોતાના સંયમની વિરાધના કરે છે, તે ગૃહસ્થધર્મમાં પ્રવેશતો હોવાને લીધે શ્રામણ્યથી ચ્યુત થાય છે. આથી (એમ કહ્યું કે) જે કોઈ પ્રવૃત્તિ હોય તે સર્વથા સંયમ સાથે વિરોધ ન આવે એવી રીતે જ કરવી જોઈએ, કારણ કે પ્રવૃત્તિમાં પણ સંયમ જ સાધ્ય છે.
Page 462 of 513
PDF/HTML Page 493 of 544
single page version
या किलानुकम्पापूर्विका परोपकारलक्षणा प्रवृत्तिः सा खल्वनेकान्तमैत्रीपवित्रितचित्तेषु परोपकारे, तथापि शुभोपयोगिभिर्धर्मोपकारः कर्तव्य इत्युपदिशति — कुव्वदु करोतु । स कः कर्ता । शुभोपयोगी पुरुषः । कं करोतु । अणुकं पयोवयारं अनुकम्पासहितोपकारं दयासहितं धर्मवात्सल्यम् । यदि किम् । लेवो जदि वि अप्पो ‘‘सावद्यलेशो बहुपुण्यराशौ’’ इति दृष्टान्तेन यद्यप्यल्पलेपः स्तोकसावद्यं भवति । केषां करोतु । जोण्हाणं निश्चयव्यवहारमोक्षमार्गपरिणतजैनानाम् । कथम् । णिरवेक्खं निरपेक्षं
ભાવાર્થઃ — જે શ્રમણ છ કાયની વિરાધના સહિત વૈયાવૃત્ત્યાદિ પ્રવૃત્તિ કરે છે, તે ગૃહસ્થધર્મમાં પ્રવેશે છે; તેથી શ્રમણે વૈયાવૃત્ત્યાદિ પ્રવૃત્તિ એવી રીતે કરવી જોઈએ કે જેથી સંયમની વિરાધના ન થાય.
અહીં એટલું વિશેષ સમજવું કે — જે સ્વશરીરના પોષણ અર્થે અથવા શિષ્યાદિના મોહથી સાવદ્યને ઇચ્છતો નથી તેને તો વૈયાવૃત્ત્યાદિકમાં પણ સાવદ્યને ન ઇચ્છવું તે શોભાસ્પદ છે, પરંતુ જે બીજે તો સાવદ્યને ઇચ્છે છે પણ પોતાની અવસ્થાને યોગ્ય વૈયાવૃત્ત્યાદિ ધર્મકાર્યમાં સાવદ્યને ઇચ્છતો નથી તેને તો સમ્યક્ત્વ જ નથી. ૨૫૦.
હવે પ્રવૃત્તિના વિષયના બે વિભાગો દર્શાવે છે (અર્થાત્ શુભોપયોગીએ કોના પ્રત્યે ઉપકારની પ્રવૃત્તિ કરવાયોગ્ય છે અને કોના પ્રત્યે ઉપકારની પ્રવૃત્તિ કરવાયોગ્ય નથી તે દર્શાવે છે)ઃ —
અન્વયાર્થઃ — [यद्यपि अल्पः लेपः] અલ્પ લેપ થતો હોવા છતાં પણ [साकारा- नाकारचर्यायुक्तानाम्] સાકાર -અનાકાર ચર્યાયુક્ત [जैनानां] જૈનોને [अनुक म्पया] અનુકંપાથી [निरपेक्षं] નિરપેક્ષપણે [उपकारं करोतु] (શુભોપયોગી) ઉપકાર કરો.
ટીકાઃ — જે અનુકંપાપૂર્વક પરોપકારસ્વરૂપ પ્રવૃત્તિ તે કરવાથી જોકે અલ્પ લેપ તો થાય છે, તોપણ અનેકાંત સાથે મૈત્રીથી જેમનું ચિત્ત પવિત્ર થયું છે એવા શુદ્ધ જૈનો પ્રત્યે —
Page 463 of 513
PDF/HTML Page 494 of 544
single page version
शुद्धेषु जैनेषु शुद्धात्मज्ञानदर्शनप्रवृत्तवृत्तितया साकारानाकारचर्यायुक्तेषु शुद्धात्मोपलम्भेतर- सकलनिरपेक्षतयैवाल्पलेपाप्यप्रतिषिद्धा; न पुनरल्पलेपेति सर्वत्र सर्वथैवाप्रतिषिद्धा, तत्र तथाप्रवृत्त्या शुद्धात्मवृत्तित्राणस्य परात्मनोरनुपपत्तेरिति ।।२५१।।
शुद्धात्मभावनाविनाशकख्यातिपूजालाभवाञ्छारहितं यथा भवति । कथंभूतानां जैनानाम् । सागारणगार- चरियजुत्ताणं सागारानागारचर्यायुक्तानां श्रावकतपोधनाचरणसहितानामित्यर्थः ।।२५१।। कस्मिन्प्रस्तावे वैयावृत्त्यं कर्तव्यमित्युपदिशति — पडिवज्जदु प्रतिपद्यतां स्वीकरोतु । कया । आदसत्तीए स्वशक्त्या । स कः कर्ता । साहू रत्नत्रयभावनया स्वात्मानं साधयतीति साधुः । कम् । समणं जीवितमरणादिसमपरिणाम- કે જેઓ શુદ્ધ આત્માનાં જ્ઞાન -દર્શનમાં પ્રવર્તતી *વૃત્તિને લીધે +સાકાર -અનાકાર ચર્યાવાળા છે તેમના પ્રત્યે — , શુદ્ધાત્માની ઉપલબ્ધિ સિવાય બીજા બધાની અપેક્ષા કર્યા વિના જ, તે પ્રવૃત્તિ કરવાનો નિષેધ નથી; પરંતુ અલ્પ લેપવાળી છે તેથી બધા પ્રત્યે બધાય પ્રકારે તે પ્રવૃત્તિ અનિષિદ્ધ છે એમ નથી, કારણ કે ત્યાં (અર્થાત્ જો બધા પ્રત્યે બધાય પ્રકારે કરવામાં આવે તો) તે પ્રકારની પ્રવૃત્તિ વડે પરને અને પોતાને શુદ્ધાત્મપરિણતિનું રક્ષણ બની શકતું નથી.
ભાવાર્થઃ — અનુકંપાપૂર્વક પરોપકારસ્વરૂપ પ્રવૃત્તિથી અલ્પ લેપ તો થાય છે, તોપણ જો (૧) શુદ્ધ આત્માનાં જ્ઞાનદર્શનરૂપ ચર્યાવાળા શુદ્ધ જૈનો પ્રત્યે, તેમ જ (૨) શુદ્ધાત્માની ઉપલબ્ધિની અપેક્ષાથી જ, તે પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તો શુભોપયોગીને તેનો નિષેધ નથી. પરંતુ, જોકે અનુકંપાપૂર્વક પરોપકારસ્વરૂપ પ્રવૃત્તિથી અલ્પ જ લેપ થાય છે તોપણ, (૧) શુદ્ધ આત્માનાં જ્ઞાનદર્શનરૂપ ચર્યાવાળા શુદ્ધ જૈનો સિવાય બીજા પ્રત્યે, તેમ જ (૨) શુદ્ધાત્માની ઉપલબ્ધિ સિવાય બીજી કોઈ પણ અપેક્ષાથી, તે પ્રવૃત્તિ કરવાનો શુભોપયોગીને નિષેધ છે, કારણ કે એ રીતે પરને કે પોતાને શુદ્ધાત્મપરિણતિની રક્ષા થતી નથી. ૨૫૧.
હવે પ્રવૃત્તિના કાળનો વિભાગ દર્શાવે છે (અર્થાત્ શુભોપયોગી શ્રમણે કયા વખતે પ્રવૃત્તિ કરવાયોગ્ય છે અને કયા વખતે પ્રવૃત્તિ કરવાયોગ્ય નથી તે દર્શાવે છે)ઃ —
Page 464 of 513
PDF/HTML Page 495 of 544
single page version
यदा हि समधिगतशुद्धात्मवृत्तेः श्रमणस्य तत्प्रच्यावनहेतोः कस्याप्युपसर्गस्योपनिपातः स्यात्, स शुभोपयोगिनः स्वशक्त्या प्रतिचिकीर्षा प्रवृत्तिकालः । इतरस्तु स्वयं शुद्धात्मवृत्तेः समधिगमनाय केवलं निवृत्तिकाल एव ।।२५२।।
त्वाच्छ्रमणस्तं श्रमणम् । दिट्ठा दृष्टवा । कथंभूतम् । रूढं रूढं व्याप्तं पीडितं कदर्थितम् । केन । रोगेण वा अनाकुलत्वलक्षणपरमात्मनो विलक्षणेनाकुलत्वोत्पादकेन रोगेण व्याधिविशेषेण वा, छुधाए क्षुधया, तण्हाए वा तृष्णया वा, समेण वा मार्गोपवासादिश्रमेण वा । अत्रेदं तात्पर्यम् — स्वस्थभावनाविघातक- रोगादिप्रस्तावे वैयावृत्त्यं करोति, शेषकाले स्वकीयानुष्ठानं करोतीति ।।२५२।। अथ शुभोपयोगिनां तपोधनवैयावृत्त्यनिमित्तं लौकिकसंभाषणविषये निषेधो नास्तीत्युपदिशति — ण णिंदिदा शुभोपयोगि-
અન્વયાર્થઃ — [रोगेण वा] રોગથી, [क्षुधया] ક્ષુધાથી, [तृष्णया वा] તૃષાથી [श्रमेण वा] અથવા શ્રમથી [रूढम्] આક્રાંત [श्रमणं] શ્રમણને [दृष्टवा] દેખીને [साधुः] સાધુ [आत्मशक्त्या] પોતાની શક્તિ અનુસાર [प्रतिपद्यताम्] વૈયાવૃત્ત્યાદિક કરો.
ટીકાઃ — જ્યારે શુદ્ધાત્મપરિણતિને પામેલા શ્રમણને તેમાંથી ચ્યુત કરે એવું કારણ — કોઈ પણ ઉપસર્ગ — આવી પડે, ત્યારે તે કાળ શુભોપયોગીને પોતાની શક્તિ અનુસાર *પ્રતિકાર કરવાની ઇચ્છારૂપ પ્રવૃત્તિનો કાળ છે; અને તે સિવાયનો કાળ પોતાને શુદ્ધાત્મપરિણતિની પ્રાપ્તિ માટે કેવળ નિવૃત્તિનો કાળ છે.
ભાવાર્થઃ — જ્યારે શુદ્ધાત્મપરિણતિને પ્રાપ્ત શ્રમણને સ્વસ્થ ભાવનો નાશ કરનાર રોગાદિક આવી પડે, ત્યારે તે પ્રસંગે શુભોપયોગી સાધુને તેમની સેવાની ઇચ્છારૂપ પ્રવૃત્તિ હોય છે, અને બાકીના કાળે શુદ્ધાત્મપરિણતિને પ્રાપ્ત કરવા માટે નિજ અનુષ્ઠાન હોય છે. ૨૫૨.
હવે લોકની સાથે વાતચીતની પ્રવૃત્તિ તેના નિમિત્તના વિભાગ સહિત દર્શાવે છે (અર્થાત્ શુભોપયોગી શ્રમણે લોકની સાથે વાતચીતની પ્રવૃત્તિ કયા નિમિત્તે કરવાયોગ્ય છે અને કયા નિમિત્તે કરવાયોગ્ય નથી તે કહે છે)ઃ —
Page 465 of 513
PDF/HTML Page 496 of 544
single page version
समधिगतशुद्धात्मवृत्तीनां ग्लानगुरुबालवृद्धश्रमणानां वैयावृत्त्यनिमित्तमेव शुद्धात्मवृत्ति- शून्यजनसम्भाषणं प्रसिद्धं, न पुनरन्यनिमित्तमपि ।।२५३।।
तपोधनानां न निन्दिता, न निषिद्धा । का कर्मतापन्ना । लोगिगजणसंभासा लौकिकजनैः सह संभाषा वचनप्रवृत्तिः । सुहोवजुदा वा अथवा सापि शुभोपयोगयुक्ता भण्यते । किमर्थं न निषिद्धा । वेज्जावच्चणिमित्तं वैयावृत्त्यनिमित्तम् । केषां वैयावृत्त्यम् । गिलाणगुरुबालवुड्ढसमणाणं ग्लानगुरुबालवृद्धश्रमणानाम् । अत्र गुरुशब्देन स्थूलकायो भण्यते, अथवा पूज्यो वा गुरुरिति । तथाहि — यदा कोऽपि शुभोपयोगयुक्त आचार्यः सरागचारित्रलक्षणशुभोपयोगिनां वीतरागचारित्रलक्षणशुद्धोपयोगिनां वा वैयावृत्त्यं करोति, तदाकाले तद्वैयावृत्त्यनिमित्तं लौकिकजनैः सह संभाषणं करोति, न शेषकाल इति भावार्थः ।।२५३।। एवं गाथापञ्चकेन लौकिकव्याख्यानसंबन्धिप्रथमस्थलं गतम् । अथायं वैयावृत्त्यादिलक्षण- शुभोपयोगस्तपोधनैर्गौणवृत्त्या श्रावकैस्तु मुख्यवृत्त्या कर्तव्य इत्याख्याति — भणिदा भणिता कथिता । का कर्मतापन्ना । चरिया चर्या चारित्रमनुष्ठानम् । किंविशिष्टा । एसा एषा प्रत्यक्षीभूता । पुनश्च किंरूपा । पसत्थभूदा प्रशस्तभूता धर्मानुरागरूपा । केषां संबन्धिनी । समणाणं वा श्रमणानां वा पुणो घरत्थाणं
અન્વયાર્થઃ — [वा] વળી [ग्लानगुरुबालवृद्धश्रमणानाम्] રોગી, ગુરુ ( – પૂજ્ય, વડેરા), બાળ અને વૃદ્ધ શ્રમણોની [वैयावृत्त्यनिमित्तं] સેવાના (વૈયાવૃત્ત્યના) નિમિત્તે, [शुभोपयुता] શુભોપયોગવાળી [लौकिकजनसम्भाषा] લૌકિક જનો સાથેની વાતચીત [न निन्दिता] નિંદિત નથી.
ટીકાઃ — શુદ્ધાત્મપરિણતિને પામેલા રોગી, ગુરુ, બાળ અને વૃદ્ધ શ્રમણોની સેવાના નિમિત્તે જ (શુભોપયોગી શ્રમણને) શુદ્ધાત્મપરિણતિશૂન્ય જનો સાથે વાતચીત પ્રસિદ્ધ છે ( – શાસ્ત્રોમાં અનિષિદ્ધ છે), પરંતુ બીજા નિમિત્તે પણ પ્રસિદ્ધ છે એમ નથી. ૨૫૩.
હવે એ રીતે કહેવામાં આવેલા શુભોપયોગનો ગૌણ -મુખ્ય વિભાગ દર્શાવે છે (અર્થાત્ કોને શુભોપયોગ ગૌણ હોય છે અને કોને મુખ્ય હોય છે તે કહે છે)ઃ —
Page 466 of 513
PDF/HTML Page 497 of 544
single page version
एवमेष शुद्धात्मानुरागयोगिप्रशस्तचर्यारूप उपवर्णितः शुभोपयोगः तदयं, शुद्धात्म- प्रकाशिकां समस्तविरतिमुपेयुषां कषायकणसद्भावात्प्रवर्तमानः, शुद्धात्मवृत्तिविरुद्धरागसङ्गत- त्वाद्गौणः श्रमणानां; गृहिणां तु, समस्तविरतेरभावेन शुद्धात्मप्रकाशनस्याभावात्कषायसद्भावा- त्प्रवर्तमानोऽपि, स्फ टिकसम्पर्केणार्कतेजस इवैधसां, रागसंयोगेन शुद्धात्मनोऽनुभवात् क्रमतः परमनिर्वाणसौख्यकारणत्वाच्च, मुख्यः ।।२५४।। गृहस्थानां वा पुनरियमेव चर्या परेत्ति परा सर्वोत्कृष्टेति । ताएव परं लहदि सोक्खं तयैव शुभोपयोगचर्यया परंपरया मोक्षसुखं लभते गृहस्थ इति । तथाहि — तपोधनाः शेषतपोधनानां वैयावृत्त्यं कुर्वाणाः सन्तः कायेन किमपि निरवद्यवैयावृत्त्यं कुर्वन्ति; वचनेन धर्मोपदेशं च । शेषमौषधान्नपानादिकं गृहस्थानामधीनं, तेन कारणेन वैयावृत्त्यरूपो धर्मो गृहस्थानां मुख्यः, तपोधनानां गौणः । द्वितीयं च कारणं — निर्विकारचिच्चमत्कारभावनाप्रतिपक्षभूतेन विषयकषायनिमित्तोत्पन्नेनार्तरौद्रदुर्ध्यानद्वयेन परिणतानां गृहस्थानामात्माश्रितनिश्चयधर्मस्यावकाशो नास्ति, वैयावृत्त्यादिधर्मेण दुर्ध्यानवञ्चना भवति, तपोधनसंसर्गेण निश्चयव्यवहारमोक्षमार्गोपदेशलाभो भवति । ततश्च परंपरया निर्वाणं लभन्ते इत्यभिप्रायः ।।२५४।। एवं शुभोपयोगितपोधनानां शुभानुष्ठानकथनमुख्यतया गाथाष्टकेन द्वितीयस्थलं
અન્વયાર્થઃ — [एषा] આ [प्रशस्तभूता] પ્રશસ્તભૂત [चर्या] ચર્યા [श्रमणानां] શ્રમણોને (ગૌણ) હોય છે [वा गृहस्थानां पुनः] અને ગૃહસ્થોને તો [परा] મુખ્ય હોય છે [इति भणिता] એમ (શાસ્ત્રોમાં) કહ્યું છે; [तया एव] તેનાથી જ [परं सौख्यं लभते] (પરંપરાએ) ગૃહસ્થ પરમ સૌખ્યને પામે છે.
ટીકાઃ — એ રીતે શુદ્ધાત્માનુરાગયુક્ત પ્રશસ્તચર્યારૂપ જે આ શુભોપયોગ વર્ણવવામાં આવ્યો તે આ શુભોપયોગ, શુદ્ધાત્માની પ્રકાશક સર્વવિરતિને પામેલા શ્રમણોને કષાયકણના સદ્ભાવને લીધે પ્રવર્તતો, ગૌણ હોય છે, કારણ કે તે શુભોપયોગ શુદ્ધાત્મપરિણતિથી વિરુદ્ધ એવા રાગ સાથે સંબંધવાળો છે; ગૃહસ્થોને તો તે શુભોપયોગ, સર્વવિરતિના અભાવ વડે *શુદ્ધાત્મપ્રકાશનનો અભાવ હોવાથી કષાયના સદ્ભાવને લીધે પ્રવર્તતો હોવા છતાં પણ, મુખ્ય છે, કારણ કે — જેમ ઇંધનને સ્ફટિકના સંપર્કથી સૂર્યના તેજનો અનુભવ થાય છે (અને તેથી ક્રમશઃ સળગી ઊઠે છે) તેમ — ગૃહસ્થને રાગના સંયોગથી શુદ્ધાત્માનો અનુભવ થાય છે અને (તેથી તે શુભોપયોગ) ક્રમશઃ પરમ નિર્વાણસૌખ્યનું કારણ થાય છે.
ભાવાર્થઃ — દર્શન -અપેક્ષાએ તો શ્રમણને તેમ જ સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને શુદ્ધાત્માનો *ચારિત્રદશામાં વર્તતું જે ઉગ્ર શુદ્ધાત્મપ્રકાશન તેને જ અહીં શુદ્ધાત્મપ્રકાશન ગણ્યું છે; તેનો સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને અભાવ છે. બાકી દર્શન -અપેક્ષાએ તો સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને પણ શુદ્ધાત્માનું પ્રકાશન છે જ.
Page 467 of 513
PDF/HTML Page 498 of 544
single page version
यथैकेषामपि बीजानां भूमिवैपरीत्यान्निष्पत्तिवैपरीत्यं, तथैकस्यापि प्रशस्तरागलक्षणस्य शुभोपयोगस्य पात्रवैपरीत्यात्फलवैपरीत्यं, कारणविशेषात्कार्यविशेषस्यावश्यंभावित्वात् ।२५५। गतम् । इत ऊर्ध्वं गाथाषटकपर्यन्तं पात्रापात्रपरीक्षामुख्यत्वेन व्याख्यानं करोति । अथ शुभोपयोगस्य पात्रभूतवस्तुविशेषात्फलविशेषं दर्शयति — फलदि फलति, फलं ददाति । स कः । रागो रागः । कथंभूतः । पसत्थभूदो प्रशस्तभूतो दानपूजादिरूपः । किं फलति । विवरीदं विपरीतमन्यादृशं भिन्न- भिन्नफलम् । केन करणभूतेन । वत्थुविसेसेण जघन्यमध्यमोत्कृष्टभेदभिन्नपात्रभूतवस्तुविशेषेण । अत्रार्थे જ આશ્રય છે. પરંતુ ચારિત્ર -અપેક્ષાએ શ્રમણને મુનિયોગ્ય શુદ્ધાત્મપરિણતિ મુખ્ય હોવાથી શુભોપયોગ ગૌણ છે અને સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને મુનિયોગ્ય શુદ્ધાત્મપરિણતિને નહિ પહોંચાતું હોવાથી અશુભવંચનાર્થે શુભોપયોગ મુખ્ય છે. સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને અશુભથી ( – વિશેષ અશુદ્ધ પરિણતિથી) છૂટવા માટે વર્તતો જે આ શુભોપયોગનો પુરુષાર્થ તે પણ શુદ્ધિનો જ મંદ પુરુષાર્થ છે, કારણ કે શુદ્ધાત્મદ્રવ્યના મંદ આલંબનથી અશુભ પરિણતિ પલટાઈને શુભ પરિણતિ થાય છે અને શુદ્ધાત્મદ્રવ્યના ઉગ્ર આલંબનથી શુભ પરિણતિ પણ પલટાઈને શુદ્ધ પરિણતિ થાય છે. ૨૫૪.
અન્વયાર્થઃ — [इह नानाभूमिगतानि बीजानि इव] જેમ આ જગતમાં અનેક પ્રકારની ભૂમિમાં પડેલાં બીજ [सस्यकाले] ધાન્યકાળે વિપરીતપણે ફળે છે, તેમ [प्रशस्तभूतः रागः] પ્રશસ્ત રાગ [वस्तुविशेषेण] વસ્તુભેદથી ( – પાત્રના ભેદથી) [विपरीतं फलति] વિપરીતપણે ફળે છે.
ટીકાઃ — જેમ બીજ તેનાં તે જ હોવા છતાં પણ ભૂમિની વિપરીતતાથી નિષ્પત્તિની વિપરીતતા હોય છે (અર્થાત્ સારી ભૂમિમાં ધાન્ય સારું પાકે છે અને ખરાબ ભૂમિમાં ધાન્ય ખરાબ થઈ જાય છે અથવા પાકતું જ નથી), તેમ પ્રશસ્તરાગસ્વરૂપ શુભોપયોગ તેનો તે જ હોવા છતાં પણ પાત્રની વિપરીતતાથી ફળની વિપરીતતા હોય છે કેમ કે કારણના ભેદથી કાર્યનો ભેદ અવશ્યંભાવી (અનિવાર્ય) છે. ૨૫૫.
Page 468 of 513
PDF/HTML Page 499 of 544
single page version
शुभोपयोगस्य सर्वज्ञव्यवस्थापितवस्तुषु प्रणिहितस्य पुण्योपचयपूर्वकोऽपुनर्भावोपलम्भः किल फलं; तत्तु कारणवैपरीत्याद्विपर्यय एव । तत्र छद्मस्थव्यवस्थापितवस्तूनि कारणवैपरीत्यं; तेषु व्रतनियमाध्ययनध्यानदानरतत्वप्रणिहितस्य शुभोपयोगस्यापुनर्भावशून्यकेवलपुण्यापसद- प्राप्तिः फलवैपरीत्यं; तत्सुदेवमनुजत्वम् ।।२५६।। द्रष्टान्तमाह — णाणाभूमिगदाणिह बीजाणिव सस्सकालम्हि नानाभूमिगतानीह बीजानि इव सस्यकाले धान्य- निष्पत्तिकाल इति । अयमत्रार्थः — यथा जघन्यमध्यमोत्कृष्टभूमिविशेषेण तान्येव बीजानि भिन्नभिन्न- फलं प्रयच्छन्ति, तथा स एव बीजस्थानीयशुभोपयोगो भूमिस्थानीयपात्रभूतवस्तुविशेषेण भिन्नभिन्न- फलं ददाति । तेन किं सिद्धम् । यदा पूर्वसूत्रकथितन्यायेन सम्यक्त्वपूर्वकः शुभोपयोगो भवति तदा मुख्यवृत्त्या पुण्यबन्धो भवति, परंपरया निर्वाणं च । नो चेत्पुण्यबन्धमात्रमेव ।।२५५।। अथ कारण- वैपरीत्याफलमपि विपरीतं भवतीति तमेवार्थं द्रढयति — ण लहदि न लभते । स कः कर्ता । वद-
અન્વયાર્થઃ — [छद्मस्थविहितवस्तुषु] જે જીવ છદ્મસ્થવિહિત વસ્તુઓને વિષે (છદ્મસ્થે – અજ્ઞાનીએ કહેલા દેવગુરુધર્માદિને વિષે) [व्रतनियमाध्ययनध्यानदानरतः] વ્રત -નિયમ -અધ્યયન- ધ્યાન -દાનમાં રત હોય તે જીવ [अपुनर्भावं] મોક્ષને [न लभते] પામતો નથી, [सातात्मकं भावं] શાતાત્મક ભાવને [लभते] પામે છે.
ટીકાઃ — સર્વજ્ઞસ્થાપિત વસ્તુઓમાં જોડેલા શુભોપયોગનું ફળ પુણ્યસંચયપૂર્વક મોક્ષની પ્રાપ્તિ છે. તે ફળ, કારણની વિપરીતતા થવાથી વિપરીત જ થાય છે. ત્યાં, છદ્મસ્થ- સ્થાપિત વસ્તુઓ તે કારણવિપરીતતા છે; તેમાં વ્રત -નિયમ -અધ્યયન -ધ્યાન -દાનરતપણે જોડેલા શુભોપયોગનું ફળ જે મોક્ષશૂન્ય કેવળ +પુણ્યાપસદની પ્રાપ્તિ તે ફલવિપરીતતા છે; તે ફળ સુદેવમનુષ્યપણું છે. ૨૫૬. +પુણ્યાપસદ = પુણ્ય -અપસદ; અધમ પુણ્ય; હત પુણ્ય.
Page 469 of 513
PDF/HTML Page 500 of 544
single page version
यानि हि छद्मस्थव्यवस्थापितवस्तूनि कारणवैपरीत्यं; ते खलु शुद्धात्मपरिज्ञानशून्य- तयानवाप्तशुद्धात्मवृत्तितया चाविदितपरमार्था विषयकषायाधिकाः पुरुषाः । तेषु शुभोपयोगा- त्मकानां जुष्टोपकृतदत्तानां या केवलपुण्यापसदप्राप्तिः फलवैपरीत्यं; तत्कुदेवमनुजत्वम् ।।२५७।। णियमज्झयणझाणदाणरदो व्रतनियमाध्ययनध्यानदानरतः । केषु विषये यानि व्रतादीनि । छदुमत्थविहिदवत्थुसु छद्मस्थविहितवस्तुषु अल्पज्ञानिपुरुषव्यवस्थापितपात्रभूतवस्तुषु । इत्थंभूतः पुरुषः कं न लभते । अपुणब्भावं अपुनर्भवशब्दवाच्यं मोक्षम् । तर्हि किं लभते । भावं सादप्पगं लहदि भावं सातात्मकं लभते । भावशब्देन सुदेवमनुष्यत्वपर्यायो ग्राह्यः । स च कथंभूतः । सातात्मकः सद्वेद्योदयरूप इति । तथाहि – ये केचन निश्चयव्यवहारमोक्षमार्गं न जानन्ति, पुण्यमेव मुक्तिकारणं भणन्ति, ते छद्मस्थशब्देन गृह्यन्ते, न च गणधरदेवादयः । तैः छद्मस्थैरज्ञानिभिः शुद्धात्मोपदेशशून्यैर्ये दीक्षितास्तानि छद्मस्थविहितवस्तूनि भण्यन्ते । तत्पात्रसंसर्गेण यद्व्रतनियमाध्ययनदानादिकं करोति तदपि शुद्धात्मभावनानुकूलं न भवति, ततः कारणान्मोक्षं न लभते । सुदेवमनुष्यत्वं लभत इत्यर्थः ।।२५६।। अथ सम्यक्त्वव्रतरहितपात्रेषु भक्तानां कुदेवमनुजत्वं भवतीति प्रतिपादयति — फलदि फलति । केषु । कुदेवेसु मणुवेसु कुत्सितदेवेषु
અન્વયાર્થઃ — [अविदितपरमार्थेषु] જેમણે પરમાર્થને જાણ્યો નથી [च] અને [विषयकषायाधिकेषु] જેઓ વિષયકષાયે અધિક છે [पुरुषेषु] એવા પુરુષો પ્રત્યેની [जुष्टं कृतं वा दत्तं] સેવા, ઉપકાર કે દાન [कुदेवेषु मनुजेषु] કુદેવપણે અને કુમનુષ્યપણે [फलति] ફળે છે.
ટીકાઃ — જે છદ્મસ્થસ્થાપિત વસ્તુઓ તે કારણવિપરીતતા છે; તે (વિપરીત કારણો) ખરેખર (૧) શુદ્ધાત્માના જ્ઞાનથી શૂન્યપણાને લીધે ‘પરમાર્થના અજાણ’ અને (૨) શુદ્ધાત્મ- પરિણતિને નહિ પ્રાપ્ત કરી હોવાને લીધે ‘વિષયકષાયે અધિક’ એવા પુરુષો છે. તેમના પ્રત્યે શુભોપયોગાત્મક જીવોને — સેવા, ઉપકાર કે દાન કરનારા જીવોને — જે કેવળ પુણ્યાપસદની પ્રાપ્તિ તે ફળવિપરીતતા છે; તે (ફળ) કુદેવ -મનુષ્યપણું છે. ૨૫૭.