Page 30 of 513
PDF/HTML Page 61 of 544
single page version
यथाहि जात्यजाम्बूनदस्याङ्गदपर्यायेणोत्पत्तिद्रर्ष्टा, पूर्वव्यवस्थिताङ्गुलीयकादिपर्यायेण च शुद्धव्यञ्जनपर्यायापेक्षया सिद्धपर्यायेणोत्पादः, संसारपर्यायेण विनाशः, केवलज्ञानादिगुणाधारद्रव्यत्वेन ध्रौव्यमिति । ततः स्थितं द्रव्यार्थिकनयेन नित्यत्वेऽपि पर्यायार्थिकनयेनोत्पादव्ययध्रौव्यत्रयं संभवतीति ।।१७।। अथोत्पादादित्रयं यथा सुवर्णादिमूर्तपदार्थेषु दृश्यते तथैवामूर्तेऽपि सिद्धस्वरूपे विज्ञेयं पदार्थत्वादिति निरूपयति — उप्पादो य विणासो विज्जदि सव्वस्स अट्ठजादस्स उत्पादश्च विनाशश्च विद्यते तावत्सर्वस्यार्थजातस्य पदार्थसमूहस्य । केन कृत्वा । पज्जाएण दु केणवि पर्यायेण तु केनापि विवक्षितेनार्थव्यञ्जनरूपेण स्वभावविभावरूपेण वा । स चार्थः किंविशिष्टः । अट्ठो खलु होदि सब्भूदो अर्थः खलु स्फु टं सत्ताभूतः सत्ताया अभिन्नो भवतीति । तथाहि — सुवर्णगोरसमृत्तिकापुरुषादिमूर्त- पदार्थेषु यथोत्पादादित्रयं लोके प्रसिद्धं तथैवामूर्तेऽपि मुक्तजीवे । यद्यपि शुद्धात्मरुचिपरिच्छित्ति-
હવે ઉત્પાદ આદિ ત્રય (ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય) સર્વ દ્રવ્યોને સાધારણ હોવાથી શુદ્ધ આત્માને (કેવળીભગવાનને અને સિદ્ધભગવાનને) પણ ૧અવશ્યંભાવી છે એમ વ્યક્ત કરે છેઃ —
અન્વયાર્થઃ — [उत्पादः] કોઈ પર્યાયથી ઉત્પાદ [विनाशः च] અને કોઈ પર્યાયથી વિનાશ [सर्वस्य] સર્વ [अर्थजातस्य] પદાર્થમાત્રને [विद्यते] હોય છે; [केन अपि पर्यायेण तु] વળી કોઈ પર્યાયથી [अर्थः] પદાર્થ [सद्भूतः खलु भवति] ખરેખર ધ્રુવ છે.
ટીકાઃ — જેમ ઉત્તમ સુવર્ણને બાજુબંધરૂપ પર્યાયથી ઉત્પત્તિ જોવામાં આવે છે, પૂર્વ અવસ્થારૂપે વર્તતા વીંટી વગેરે પર્યાયથી વિનાશ જોવામાં આવે છે અને પીળાશ વગેરે ૧. અવશ્યંભાવી = જરૂર હોનાર; અપરિહાર્ય.
Page 31 of 513
PDF/HTML Page 62 of 544
single page version
विनाशः, पीततादिपर्यायेण तूभयत्राप्युत्पत्तिविनाशावनासादयतः ध्रुवत्वम्; एवमखिलद्रव्याणां केनचित्पर्यायेणोत्पादः केनचिद्विनाशः केनचिद्ध्र्रौव्यमित्यवबोद्धव्यम् । अतः शुद्धात्मनोऽप्युत्पा- दादित्रयरूपं द्रव्यलक्षणभूतमस्तित्वमवश्यंभावि ।।१८।। निश्चलानुभूतिलक्षणस्य संसारावसानोत्पन्नकारणसमयसारपर्यायस्य विनाशो भवति तथैव केवल- ज्ञानादिव्यक्तिरूपस्य कार्यसमयसारपर्यायस्योत्पादश्च भवति, तथाप्युभयपर्यायपरिणतात्मद्रव्यत्वेन ध्रौव्यत्वं पदार्थत्वादिति । अथवा यथा ज्ञेयपदार्थाः प्रतिक्षणं भङ्गत्रयेण परिणमन्ति तथा ज्ञानमपि परिच्छित्त्यपेक्षया भङ्गत्रयेण परिणमति । षट्स्थानगतागुरुलघुकगुणवृद्धिहान्यपेक्षया वा भङ्गत्रयमव- बोद्धव्यमिति सूत्रतात्पर्यम् ।।१८।। एवं सिद्धजीवे द्रव्यार्थिकनयेन नित्यत्वेऽपि विवक्षितपर्यायेणोत्पाद- व्ययध्रौव्यस्थापनरूपेण द्वितीयस्थले गाथाद्वयं गतम् । अथ तं पूर्वोक्तसर्वज्ञं ये मन्यन्ते ते सम्यग्दृष्टयो भवन्ति, परम्परया मोक्षं च लभन्त इति प्रतिपादयति —
तं सव्वट्ठवरिट्ठं तं सर्वार्थवरिष्ठं इट्ठं इष्टमभिमतं । कैः । अमरासुरप्पहाणेहिं अमरासुरप्रधानैः । ये सद्दहंति ये श्रद्दधति रोचन्ते जीवा भव्यजीवाः । तेसिं तेषाम् । दुक्खाणि वीतरागपारमार्थिक- सुखविलक्षणानि दुःखानि । खीयंति विनाशं गच्छन्ति, इति सूत्रार्थः ।।“ “ “ “ “
પર્યાયથી તો બન્નેમાં (બાજુબંધમાં ને વીંટીમાં) ઉત્પત્તિ -વિનાશ નહિ પામતું હોવાથી ધ્રુવપણું જોવામાં આવે છે, તેમ સર્વ દ્રવ્યોને કોઈ પર્યાયથી ઉત્પાદ, કોઈ પર્યાયથી વિનાશ અને કોઈ પર્યાયથી ધ્રૌવ્ય હોય છે એમ જાણવું. આથી (એમ કહ્યું કે) શુદ્ધ આત્માને પણ ઉત્પાદ- વ્યય -ધ્રૌવ્યરૂપ અસ્તિત્વ કે જે દ્રવ્યનું લક્ષણ છે તે અવશ્યંભાવી છે.
ભાવાર્થઃ — દ્રવ્યનું લક્ષણ અસ્તિત્વ છે અને અસ્તિત્વ ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યરૂપ છે. માટે કોઈ પર્યાયથી ઉત્પાદ, કોઈ પર્યાયથી વિનાશ અને કોઈ પર્યાયથી ધ્રુવપણું દરેક પદાર્થને હોય છે.
અહીં પ્રશ્ન સંભવે છે કેઃ ‘દ્રવ્યનું અસ્તિત્વ ઉત્પાદ વગેરે ત્રણથી કેમ કહ્યું? એક ધ્રૌવ્યથી જ કહેવું જોઈએ; કારણ કે જે ધ્રુવ રહે તે સદા હયાત રહી શકે છે.’ આ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે છેઃ જો પદાર્થ ધ્રુવ જ હોય તો માટી, સોનું, દૂધ વગેરે સમસ્ત પદાર્થો એક જ સાદા આકારે રહેવા જોઈએ; ઘડો, કુંડળ, દહીં વગેરે ભેદો કદી ન થવા ૧. આવી જે જે ગાથાઓ શ્રી અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત તત્ત્વપ્રદીપિકા ટીકામાં નથી પરંતુ શ્રી
જુદા નંબર આપવામાં આવ્યા છે.
Page 32 of 513
PDF/HTML Page 63 of 544
single page version
अथास्यात्मनः शुद्धोपयोगानुभावात्स्वयंभुवो भूतस्य कथमिन्द्रियैर्विना ज्ञानानन्दाविति संदेहमुदस्यति —
निर्दोषिपरमात्मश्रद्धानान्मोक्षो भवतीति कथनरूपेण तृतीयस्थले गाथा गता ।। अथास्यात्मनो निर्विकारस्वसंवेदनलक्षणशुद्धोपयोगप्रभावात्सर्वज्ञत्वे सतीन्द्रियैर्विना कथं ज्ञानानन्दाविति पृष्टे प्रत्युत्तरं ददाति — पक्खीणघादिकम्मो ज्ञानाद्यनन्तचतुष्टयस्वरूपपरमात्मद्रव्यभावनालक्षणशुद्धोपयोगबलेन प्रक्षीण- घातिकर्मा सन् । अणंतवरवीरिओ अनन्तवरवीर्यः । पुनरपि किंविशिष्टः । अहियतेजो अधिकतेजाः । अत्र तेजः शब्देन केवलज्ञानदर्शनद्वयं ग्राह्यम् । जादो सो स पूर्वोक्तलक्षण आत्मा जातः संजातः । कथंभूतः । अणिंदियो अनिन्द्रिय इन्द्रियविषयव्यापाररहितः । अनिन्द्रियः सन् किं करोति । णाणं सोक्खं च परिणमदि केवलज्ञानमनन्तसौख्यं च परिणमतीति । तथाहि — अनेन व्याख्यानेन किमुक्तं भवति । आत्मा જોઈએ. પરંતુ એમ તો બનતું નથી અર્થાત્ ભેદો તો જરૂર જોવામાં આવે છે. માટે પદાર્થ સર્વથા ધ્રુવ ન રહેતાં કોઈ અવસ્થાથી ઊપજે પણ છે અને કોઈ અવસ્થાથી નાશ પણ પામે છે. જો એમ ન માનવામાં આવે તો સંસારનો જ લોપ થાય.
આમ દરેક દ્રવ્ય ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યમય હોવાથી મુક્ત આત્માને પણ ઉત્પાદ -વ્યય- ધ્રૌવ્ય અવશ્ય હોય છે. સ્થૂલતાથી જોઈએ તો, સિદ્ધપર્યાયનો ઉત્પાદ થયો, સંસારપર્યાયનો વ્યય થયો અને આત્માપણું ધ્રુવ રહ્યું — એ અપેક્ષાએ મુક્ત આત્માને ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય છે. અથવા, મુક્ત આત્માનું જ્ઞાન જ્ઞેય પદાર્થોના આકારે થયા કરે છે તેથી સર્વ જ્ઞેય પદાર્થોમાં જે જે પ્રકારે ઉત્પાદાદિ થાય છે તે તે પ્રકારે જ્ઞાનમાં ઉત્પાદાદિ થયા કરે છે, માટે મુક્ત આત્માને સમયે સમયે ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય હોય છે. અથવા વધારે સૂક્ષ્મતાથી જોઈએ તો, અગુરુલઘુગુણમાં થતી ષટ્ગુણ હાનિવૃદ્ધિને લીધે મુક્ત આત્મામાં સમયે સમયે ઉત્પાદ -વ્યય- ધ્રૌવ્ય વર્તે છે. અહીં જેમ સિદ્ધભગવાનનાં ઉત્પાદાદિ કહ્યાં તેમ કેવળીભગવાનનાં પણ યથાયોગ્ય સમજી લેવાં. ૧૮.
હવે શુદ્ધોપયોગના પ્રભાવથી સ્વયંભૂ થયેલા આ (પૂર્વોક્ત) આત્માને ઇન્દ્રિયો વિના કઈ રીતે જ્ઞાન અને આનંદ હોય એવા સંદેહનું નિરાકરણ કરે છેઃ —
Page 33 of 513
PDF/HTML Page 64 of 544
single page version
अयं खल्वात्मा शुद्धोपयोगसामर्थ्यात् प्रक्षीणघातिकर्मा, क्षायोपशमिकज्ञान- दर्शनासंपृक्तत्वादतीन्द्रियो भूतः सन्निखिलान्तरायक्षयादनन्तवरवीर्यः, कृत्स्नज्ञानदर्शनावरण- प्रलयादधिक के वलज्ञानदर्शनाभिधानतेजाः, समस्तमोहनीयाभावादत्यन्तनिर्विकारशुद्धचैतन्य- स्वभावमात्मानमासादयन् स्वयमेव स्वपरप्रकाशकत्वलक्षणं ज्ञानमनाकु लत्वलक्षणं सौख्यं च भूत्वा परिणमते । एवमात्मनो ज्ञानानन्दौ स्वभाव एव । स्वभावस्य तु परानपेक्षत्वादिन्द्रियै- र्विनाप्यात्मनो ज्ञानानन्दौ संभवतः ।।१९।। तावन्निश्चयेनानन्तज्ञानसुखस्वभावोऽपि व्यवहारेण संसारावस्थायां कर्मप्रच्छादितज्ञानसुखः सन् पश्चादिन्द्रियाधारेण किमप्यल्पज्ञानं सुखं च परिणमति । यदा पुनर्निर्विकल्पस्वसंवित्तिबलेन कर्माभावो भवति तदा क्षयोपशमाभावादिन्द्रियाणि न सन्ति स्वकीयातीन्द्रियज्ञानं सुखं चानुभवति । ततः स्थितं इन्द्रियाभावेऽपि स्वकीयानन्तज्ञानं सुखं चानुभवति । तदपि कस्मात् । स्वभावस्य परापेक्षा नास्तीत्यभिप्रायः ।।१९।। अथातीन्द्रियत्वादेव केवलिनः शरीराधारोद्भूतं भोजनादिसुखं क्षुधादिदुःखं च नास्तीति विचारयति — सोक्खं वा पुण दुक्खं केवलणाणिस्स णत्थि सुखं वा पुनर्दुःखं वा केवलज्ञानिनो
અન્વયાર્થઃ — [प्रक्षीणघातिकर्मा] જેનાં ઘાતિકર્મો ક્ષય પામ્યાં છે, [अतीन्द्रियः जातः] જે અતીન્દ્રિય થયો છે, [अनंतवरवीर्यः] અનંત જેનું ઉત્તમ વીર્ય છે અને [अधिकतेजाः] ૧અધિક જેનું (કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપ) તેજ છે [सः] એવો તે (સ્વયંભૂ આત્મા) [ज्ञानं सौख्यं च] જ્ઞાન અને સુખરૂપે [परिणमति] પરિણમે છે.
ટીકાઃ — શુદ્ધોપયોગના સામર્થ્યથી જેનાં ઘાતિકર્મો ક્ષય પામ્યાં છે, ક્ષાયોપશમિક જ્ઞાન -દર્શન સાથે અસંપૃક્ત (સંપર્ક વિનાનો) હોવાથી જે અતીન્દ્રિય થયો છે, સમસ્ત અંતરાયનો ક્ષય થયો હોવાથી અનંત જેનું ઉત્તમ વીર્ય છે, સમસ્ત જ્ઞાનાવરણ અને દર્શનાવરણનો પ્રલય થયો હોવાથી અધિક જેનું કેવળજ્ઞાન અને કેવળદર્શન નામનું તેજ છે — એવો આ (સ્વયંભૂ) આત્મા, સમસ્ત મોહનીયના અભાવને લીધે અત્યંત નિર્વિકાર શુદ્ધ ચૈતન્ય- સ્વભાવવાળા આત્માને ( – અત્યંત નિર્વિકાર શુદ્ધ ચૈતન્ય જેનો સ્વભાવ છે એવા આત્માને) અનુભવતો થકો સ્વયમેવ (પોતે જ) સ્વપરપ્રકાશકતાલક્ષણ જ્ઞાન અને અનાકુળતાલક્ષણ સુખ થઈને પરિણમે છે. આ રીતે આત્માનો, જ્ઞાન અને આનંદ સ્વભાવ જ છે. અને સ્વભાવ તો પરથી ૨અનપેક્ષ હોવાથી ઇન્દ્રિયો વિના પણ આત્માને જ્ઞાન અને આનંદ હોય છે. ૧. અધિક = ઉત્કૃષ્ટ; અસાધારણ; અત્યંત. ૨. અનપેક્ષ = સ્વતંત્ર; ઉદાસીન; અપેક્ષા વિનાનો. પ્ર. ૫
Page 34 of 513
PDF/HTML Page 65 of 544
single page version
नास्ति । कथंभूतम् । देहगदं देहगतं देहाधारजिह्वेन्द्रियादिसमुत्पन्नं कवलाहारादिसुखम्, असातोदयजनितं क्षुधादिदुःखं च । कस्मान्नास्ति । जम्हा अदिंदियत्तं जादं यस्मान्मोहादिघातिकर्माभावे पञ्चेन्द्रिय- विषयव्यापाररहितत्वं जातम् । तम्हा दु तं णेयं तस्मादतीन्द्रियत्वाद्धेतोरतीन्द्रियमेव तज्ज्ञानं सुखं च ज्ञेयमिति । तद्यथा — लोहपिण्डसंसर्गाभावादग्निर्यथा घनघातपिट्टनं न लभते तथायमात्मापि लोहपिण्ड- स्थानीयेन्द्रियग्रामाभावात् सांसारिकसुखदुःखं नानुभवतीत्यर्थः । कश्चिदाह – केवलिनां भुक्तिरस्ति, औदारिकशरीरसद्भावात् । असद्वेद्यकर्मोदयसद्भावाद्वा । अस्मदादिवत् । परिहारमाह — तद्भगवतः शरीर- मौदारिकं न भवति किंतु परमौदारिकम् । तथा चोक्तं – ‘‘शुद्धस्फ टिकसंकाशं तेजोमूर्तिमयं वपुः । जायते क्षीणदोषस्य सप्तधातुविवर्जितम्’’ ।। यच्चोक्तमसद्वेद्योदयसद्भावात्तत्र परिहारमाह — यथा व्रीह्यादिबीजं जलसहकारिकारणसहितमङ्कुरादिकार्यं जनयति तथैवासद्वेद्यकर्म मोहनीयसहकारिकारणसहितं क्षुधादि- कार्यमुत्पादयति । क स्मात् । ‘मोहस्स बलेण घाददे जीवं’ इति वचनात् । यदि पुनर्मोहाभावेऽपि क्षुधादिपरीषहं जनयति तर्हि वधरोगादिपरीषहमपि जनयतु, न च तथा । तदपि कस्मात् । ‘भुक्त्युपसर्गाभावात्’ इति वचनात् । अन्यदपि दूषणमस्ति । यदि क्षुधाबाधास्ति तर्हि क्षुधाक्षीणशक्तेरनन्तवीर्यं नास्ति । तथैव क्षुधादुःखितस्यानन्तसुखमपि नास्ति । जिह्वेन्द्रियपरिच्छित्ति- रूपमतिज्ञानपरिणतस्य केवलज्ञानमपि न संभवति । अथवा अन्यदपि कारणमस्ति । असद्वेद्योदयापेक्षया सद्वेद्योदयोऽनन्तगुणोऽस्ति । ततः कारणात् शर्कराराशिमध्ये निम्बकणिकावदसद्वेद्योदयो विद्यमानोऽपि न ज्ञायते । तथैवान्यदपि बाधकमस्ति — यथा प्रमत्तसंयतादितपोधनानां वेदोदये विद्यमानेऽपि मन्दमोहोदयत्वादखण्डब्रह्मचारिणां स्त्रीपरीषहबाधा नास्ति, यथैव च नवग्रैवेयकाद्यहमिन्द्रदेवानां
ભાવાર્થઃ — આત્માને જ્ઞાન અને સુખરૂપે પરિણમવામાં ઇન્દ્રિયાદિ પર નિમિત્તોની જરૂર નથી; કારણ કે સ્વપરનું પ્રકાશકપણું જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવું જ્ઞાન અને અનાકુળપણું જેનું લક્ષણ છે એવું સુખ આત્માનો સ્વભાવ જ છે. ૧૯.
હવે અતીન્દ્રિયપણાને લીધે જ શુદ્ધ આત્માને (કેવળીભગવાનને) શારીરિક સુખદુઃખ નથી એમ વ્યક્ત કરે છેઃ —
Page 35 of 513
PDF/HTML Page 66 of 544
single page version
वेदोदये विद्यमानेऽपि मन्दमोहोदयेन स्त्रीविषयबाधा नास्ति, तथा भगवत्यसद्वेद्योदये विद्यमानेऽपि निरवशेषमोहाभावात् क्षुधाबाधा नास्ति । यदि पुनरुच्यते भवद्भि ::::: — मिथ्यादृष्टयादिसयोग- केवलिपर्यन्तास्त्रयोदशगुणस्थानवर्तिनो जीवा आहारका भवन्तीत्याहारकमार्गणायामागमे भणितमास्ते, ततः कारणात् केवलिनामाहारोऽस्तीति । तदप्ययुक्तम् । ‘‘णोकम्म -कम्महारो कवलाहारो य लेप्पमाहारो । ओजमणो वि य कमसो आहारो छव्विहो णेयो’’ ।। इति गाथाकथितक्रमेण यद्यपि षट्प्रकार आहारो भवति तथापि नोकर्माहारापेक्षया केवलिनामाहारकत्वमवबोद्धव्यम् । न च कवलाहारापेक्षया । तथाहि — सूक्ष्माः सुरसाः सुगन्धा अन्यमनुजानामसंभविनः कवलाहारं विनापि किञ्चिदूनपूर्वकोटिपर्यन्तं शरीरस्थितिहेतवः सप्तधातुरहितपरमौदारिकशरीरनोकर्माहारयोग्या लाभान्त- रायकर्मनिरवशेषक्षयात् प्रतिक्षणं पुद्गला आस्रवन्तीति नवकेवललब्धिव्याख्यानकाले भणितं तिष्ठति । ततो ज्ञायते नोकर्माहारापेक्षया केवलिनामाहारकत्वम् । अथ मतम् – भवदीयकल्पनया आहारानाहारकत्वं नोकर्माहारापेक्षया, न च कवलाहारापेक्षया चेति कथं ज्ञायते । नैवम् । ‘‘एकं द्वौ त्रीन् वानाहारकः’’ इति तत्त्वार्थे कथितमास्ते । अस्य सूत्रस्यार्थः कथ्यते — भवान्तरगमनकाले विग्रहगतौ शरीराभावे सति नूतनशरीरधारणार्थं त्रयाणां शरीराणां षण्णां पर्याप्तीनां योग्यपुद्गलपिण्डग्रहणं नोकर्माहार उच्यते । स च विग्रहगतौ कर्माहारे विद्यमानेऽप्येकद्वित्रिसमयपर्यन्तं नास्ति । ततो नोकर्माहारापेक्षयाऽऽहारा- नाहारकत्वमागमे ज्ञायते । यदि पुनः कवलाहारापेक्षया तर्हि भोजनकालं विहाय सर्वदैवानाहारक एव, समयत्रयनियमो न घटते । अथ मतम् – केवलिनां कवलाहारोऽस्ति मनुष्यत्वात् वर्तमानमनुष्यवत् । तदप्ययुक्त म् । तर्हि पूर्वकालपुरुषाणां सर्वज्ञत्वं नास्ति, रामरावणादिपुरुषाणां च विशेषसामर्थ्यं नास्ति वर्तमानमनुष्यवत् । न च तथा । किंच छद्मस्थतपोधना अपि सप्तधातुरहितपरमौदारिकशरीराभावे ‘छट्ठो त्ति पढमसण्णा’ इति वचनात् प्रमत्तसंयतषष्ठगुणस्थानवर्तिनो यद्यप्याहारं गृह्णन्ति तथापि ज्ञानसंयम- ध्यानसिद्धयर्थं, न च देहममत्वार्थम् । उक्तं च — ‘‘कायस्थित्यर्थमाहारः कायो ज्ञानार्थमिष्यते । ज्ञानं कर्मविनाशाय तन्नाशे परमं सुखम्’’ ।। ‘‘ण बलाउसाहणट्ठं ण सरीरस्स य चयट्ठ तेजट्ठं । णाणट्ठ संजमट्ठं झाणट्ठं चेव भुंजंति ।।’’ तस्य भगवतो ज्ञानसंयमध्यानादिगुणाः स्वभावेनैव तिष्ठन्ति न चाहारबलेन । यदि पुनर्देहममत्वेनाहारं गृह्णाति तर्हि छद्मस्थेभ्योऽप्यसौ हीनः प्राप्नोति । अथोच्यते — तस्यातिशयविशेषात्प्रकटा भुक्तिर्नास्ति प्रच्छन्ना विद्यते । तर्हि परमौदारिकशरीरत्वाद्भुक्तिरेव नास्त्ययमेवातिशयः किं न भवति । तत्र तु प्रच्छन्नभुक्तौ मायास्थानं दैन्यवृत्तिः, अन्येऽपि पिण्डशुद्धिकथिता दोषा बहवो भवन्ति । ते चान्यत्र तर्कशास्त्रे ज्ञातव्याः । अत्र
અન્વયાર્થઃ — [केवलज्ञानिनः] કેવળજ્ઞાનીને [देहगतं] શરીર સંબંધી [सौख्यं] સુખ [वा पुनः दुःखं] કે દુઃખ [नास्ति] નથી. [यस्मात्] કારણ કે [अतीन्द्रियत्वं जातं] અતીન્દ્રિયપણું થયું છે [तस्मात् तु तत् ज्ञेयम्] તેથી એમ જાણવું.
Page 36 of 513
PDF/HTML Page 67 of 544
single page version
यत एव शुद्धात्मनो जातवेदस इव कालायसगोलोत्कूलितपुद्गलाशेषविलासकल्पो नास्तीन्द्रियग्रामस्तत एव घोरघनघाताभिघातपरम्परास्थानीयं शरीरगतं सुखदुःखं न स्यात् ।।२०।।
अथ ज्ञानस्वरूपप्रपञ्चं सौख्यस्वरूपप्रपञ्चं च क्रमप्रवृत्तप्रबन्धद्वयेनाभिदधाति । तत्र केवलिनोऽतीन्द्रियज्ञानपरिणतत्वात्सर्वं प्रत्यक्षं भवतीति विभावयति —
चाध्यात्मग्रन्थत्वान्नोच्यन्त इति । अयमत्र भावार्थः — इदं वस्तुस्वरूपमेव ज्ञातव्यमत्राग्रहो न कर्तव्यः । कस्मात् । दुराग्रहे सति रागद्वेषोत्पत्तिर्भवति ततश्च निर्विकारचिदानन्दैकस्वभावपरमात्मभावनाविघातो भवतीति ।।२०।। एवमनन्तज्ञानसुखस्थापने प्रथमगाथा केवलिभुक्तिनिराकरणे द्वितीया चेति गाथाद्वयं गतम् ।
ટીકાઃ — જેમ અગ્નિને લોખંડના ગોળાના તપ્ત પુદ્ગલોનો સમસ્ત વિલાસ નથી (અર્થાત્ અગ્નિ તે લોખંડના ગોળાના પુદ્ગલોના વિલાસથી — તેમની ક્રિયાથી — ભિન્ન છે) તેમ શુદ્ધ આત્માને (અર્થાત્ કેવળજ્ઞાની ભગવાનને) ઇન્દ્રિયસમૂહ નથી; તેથી જ જેમ અગ્નિને ઘોર ઘણના ઘાના મારની પરંપરા નથી (અર્થાત્ લોખંડના ગોળાના સંસર્ગનો અભાવ થતાં ઘણના ભયંકર ઉપરાછાપરી ઘાનો માર અગ્નિને પડતો નથી) તેમ શુદ્ધ આત્માને શરીરસંબંધી સુખદુઃખ નથી.
ભાવાર્થઃ — કેવળીભગવાનને શરીરસંબંધી ક્ષુધાદિદુઃખ કે ભોજનાદિસુખ હોતું નથી તેથી તેમને કવલાહાર હોતો નથી. ૨૦.
હવે, જ્ઞાનના સ્વરૂપનો વિસ્તાર અને સુખના સ્વરૂપનો વિસ્તાર ક્રમે પ્રવર્તતા બે અધિકારો દ્વારા કહે છે. તેમાં (પ્રથમ), અતીન્દ્રિય જ્ઞાનરૂપે પરિણમેલા હોવાથી કેવળી- ભગવાનને બધું પ્રત્યક્ષ છે એમ પ્રગટ કરે છેઃ —
Page 37 of 513
PDF/HTML Page 68 of 544
single page version
यतो न खल्विन्द्रियाण्यालम्ब्यावग्रहेहावायपूर्वकप्रक्रमेण केवली विजानाति, स्वयमेव समस्तावरणक्षयक्षण एवानाद्यनन्ताहेतुकासाधारणभूतज्ञानस्वभावमेव कारणत्वेनोपादाय तदुपरि प्रविक सत्केवलज्ञानोपयोगीभूय विपरिणमते, ततोऽस्याक्रमसमाक्रान्तसमस्तद्रव्यक्षेत्रकाल- भावतया समक्षसंवेदनालम्बनभूताः सर्वद्रव्यपर्यायाः प्रत्यक्षा एव भवन्ति ।।२१।। केवलज्ञानस्य सर्वं प्रत्यक्षं भवतीति कथनमुख्यत्वेन ‘परिणमदो खलु’ इत्यादिगाथाद्वयम्, अथात्मज्ञानयोर्निश्चयेनासंख्यातप्रदेशत्वेऽपि व्यवहारेण सर्वगतत्वं भवतीत्यादिकथनमुख्यत्वेन ‘आदा णाणपमाणं’ इत्यादिगाथापञ्चकम्, ततः परं ज्ञानज्ञेययोः परस्परगमननिराकरणमुख्यतया ‘णाणी णाणसहावो’ इत्यादिगाथापञ्चकम्, अथ निश्चयव्यवहारकेवलिप्रतिपादनादिमुख्यत्वेन ‘जो हि सुदेण’ इत्यादिसूत्रचतुष्टयम्, अथ वर्तमानज्ञाने कालत्रयपर्यायपरिच्छित्तिकथनादिरूपेण ‘तक्कालिगेव सव्वे’ इत्यादिसूत्रपञ्चकम्, अथ केवलज्ञानं बन्धकारणं न भवति रागादिविकल्परहितं छद्मस्थज्ञानमपि, किंतु रागादयो बन्धकारणमित्यादिनिरूपणमुख्यतया ‘परिणमदि णेयं’ इत्यादिसूत्रपञ्चकम्, अथ केवलज्ञानं सर्वज्ञानं सर्वज्ञत्वेन प्रतिपादयतीत्यादिव्याख्यानमुख्यत्वेन ‘जं तक्कालियमिदरं’ इत्यादिगाथापञ्चकम्, अथ ज्ञानप्रपञ्चोपसंहारमुख्यत्वेन प्रथमगाथा, नमस्कारकथनेन द्वितीया चेति ‘णवि परिणमदि’ इत्यादि गाथाद्वयम् । एवं ज्ञानप्रपञ्चाभिधानतृतीयान्तराधिकारे त्रयस्त्रिंशद्गाथाभिः स्थलाष्टकेन समुदाय-
અન્વયાર્થઃ — [खलु] ખરેખર [ज्ञानं परिणममानस्य] જ્ઞાનરૂપે (કેવળજ્ઞાનરૂપે) પરિણમતા કેવળીભગવાનને [सर्वद्रव्यपर्यायाः] સર્વ દ્રવ્ય -પર્યાયો [प्रत्यक्षाः] પ્રત્યક્ષ છે; [सः] તે [तान्] તેમને [अवग्रहपूर्वाभिः क्रियाभिः] અવગ્રહ આદિ ક્રિયાઓથી [नैव विजानाति] નથી જાણતા.
ટીકાઃ — ઇન્દ્રિયોને આલંબીને અવગ્રહ -ઈહા -અવાયપૂર્વક ક્રમથી કેવળીભગવાન જાણતા નથી, (પરંતુ) સ્વયમેવ સમસ્ત આવરણના ક્ષયની ક્ષણે જ, અનાદિ અનંત, અહેતુક અને અસાધારણ જ્ઞાનસ્વભાવને જ કારણપણે ગ્રહવાથી તુરત જ પ્રગટતા કેવળ- જ્ઞાનોપયોગરૂપ થઈને પરિણમે છે; માટે તેમને સમસ્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું અક્રમે ગ્રહણ હોવાથી સમક્ષ સંવેદનને (-પ્રત્યક્ષ જ્ઞાનને) આલંબનભૂત સમસ્ત દ્રવ્ય -પર્યાયો પ્રત્યક્ષ જ છે.
ભાવાર્થઃ — જેનો આદિ નથી તેમ જ અંત નથી, જેનું કોઈ કારણ નથી અને જે અન્ય કોઈ દ્રવ્યમાં નથી એવા જ્ઞાનસ્વભાવને જ ઉપાદેય કરીને, કેવળજ્ઞાનની ઉત્પત્તિના બીજભૂત શુક્લધ્યાન નામના સ્વસંવેદનજ્ઞાને જ્યારે આત્મા પરિણમે છે ત્યારે તેના નિમિત્તે
Page 38 of 513
PDF/HTML Page 69 of 544
single page version
जालरहितस्वसंवेदनज्ञानेन यदायमात्मा परिणमति, तदा स्वसंवेदनज्ञानफलभूतकेवलज्ञान-
परिच्छित्त्याकारपरिणतस्य तस्मिन्नेव क्षणे क्रमप्रवृत्तक्षायोपशमिकज्ञानाभावादक्रमसमाक्रान्तसमस्त-
द्रव्यक्षेत्रकालभावतया सर्वद्रव्यगुणपर्याया अस्यात्मनः प्रत्यक्षा भवन्तीत्यभिप्रायः ।।२१।। अथ सर्वं
કેવળજ્ઞાનરૂપે પરિણમવા લાગે છે. તે કેવળજ્ઞાની ભગવાન ક્ષાયોપશમિક જ્ઞાનવાળા જીવોની
માફક અવગ્રહ, ઈહા, અવાય અને ધારણારૂપ ક્રમથી જાણતા નથી પરંતુ સર્વ દ્રવ્ય, ક્ષેત્ર,
કાળ, ભાવને યુગપદ્ જાણે છે; એ રીતે તેમને બધુંય પ્રત્યક્ષ વર્તે છે. ૨૧.
હવે, અતીન્દ્રિય જ્ઞાનરૂપે પરિણમેલા હોવાથી જ, આ ભગવાનને કાંઈ પણ પરોક્ષ નથી એવો અભિપ્રાય કહે છેઃ —
અન્વયાર્થઃ — [सदा अक्षातीतस्य] જે સદા ઇન્દ્રિયાતીત છે, [समन्ततः सर्वाक्ष- गुणसमृद्धस्य] જે સર્વ તરફથી (-સર્વ આત્મપ્રદેશે) સર્વ ઇન્દ્રિયગુણો વડે સમૃદ્ધ છે [स्वयम् एव हि ज्ञानजातस्य] અને જે સ્વયમેવ જ્ઞાનરૂપ થયેલા છે, તે કેવળીભગવાનને [किंचिद् अपि] કાંઈ પણ [परोक्षं नास्ति] પરોક્ષ નથી.
Page 39 of 513
PDF/HTML Page 70 of 544
single page version
अस्य खलु भगवतः समस्तावरणक्षयक्षण एव सांसारिकपरिच्छित्तिनिष्पत्तिबलाधान- हेतुभूतानि प्रतिनियतविषयग्राहीण्यक्षाणि तैरतीतस्य, स्पर्शरसगन्धवर्णशब्दपरिच्छेदरूपैः समरसतया समन्ततः सर्वैर्रेवेन्द्रियगुणैः समृद्धस्य, स्वयमेव सामस्त्येन स्वपरप्रकाशनक्षममनश्वरं लोकोत्तरज्ञानं जातस्य, अक्रमसमाक्रान्तसमस्तद्रव्यक्षेत्रकालभावतया न किंचनापि परोक्षमेव स्यात् ।।२२।। प्रत्यक्षं भवतीत्यन्वयरूपेण पूर्वसूत्रे भणितमिदानीं तु परोक्षं किमपि नास्तीति तमेवार्थं व्यतिरेकेण दृढयति — णत्थि परोक्खं किंचि वि अस्य भगवतः परोक्षं किमपि नास्ति । किंविशिष्टस्य । समंत सव्वक्खगुणसमिद्धस्स समन्ततः सर्वात्मप्रदेशैः सामस्त्येन वा स्पर्शरसगन्धवर्णशब्दपरिच्छित्तिरूप- सर्वेन्द्रियगुणसमृद्धस्य । तर्हि किमक्षसहितस्य । नैवम् । अक्खातीदस्स अक्षातीतस्येन्द्रियव्यापाररहितस्य, अथवा द्वितीयव्याख्यानम् — अक्ष्णोति ज्ञानेन व्याप्नोतीत्यक्ष आत्मा तद्गुणसमृद्धस्य । सदा सर्वदा सर्वकालम् । पुनरपि किंरूपस्य । सयमेव हि णाणजादस्स स्वयमेव हि स्फु टं केवलज्ञानरूपेण जातस्य परिणतस्येति । तद्यथा – अतीन्द्रियस्वभावपरमात्मनो विपरीतानि क्रमप्रवृत्तिहेतुभूतानीन्द्रियाण्यतिक्रान्तस्य जगत्त्रयकालत्रयवर्तिसमस्तपदार्थयुगपत्प्रत्यक्षप्रतीतिसमर्थमविनश्वरमखण्डैकप्रतिभासमयं केवलज्ञानं परिणतस्यास्य भगवतः परोक्षं किमपि नास्तीति भावार्थः ।।२२।। एवं केवलिनां समस्तं प्रत्यक्षं भवतीति कथनरूपेण प्रथमस्थले गाथाद्वयं गतम् । अथात्मा ज्ञानप्रमाणो भवतीति ज्ञानं च
ટીકાઃ — સમસ્ત આવરણના ક્ષયની ક્ષણે જ જે (ભગવાન) સાંસારિક જ્ઞાન નિપજાવવાના બળને અમલમાં મૂકવામાં હેતુભૂત એવી જે પોતપોતાના નિશ્ચિત વિષયોને ગ્રહણ કરનારી ઇન્દ્રિયો તેમનાથી અતીત થયા છે, જે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દના જ્ઞાનરૂપ સર્વ ઇન્દ્રિયગુણો વડે સર્વ તરફથી સમરસપણે સમૃદ્ધ છે (અર્થાત્ જે ભગવાન સ્પર્શ, રસ, ગંધ, વર્ણ તેમ જ શબ્દને સર્વ આત્મપ્રદેશેથી સમાનપણે જાણે છે) અને જે સ્વયમેવ સમસ્તપણે સ્વપરને પ્રકાશવામાં સમર્થ એવા અવિનાશી લોકોત્તર જ્ઞાનરૂપ થયા છે એવા આ (કેવળી) ભગવાનને સમસ્ત દ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવનું અક્રમે ગ્રહણ હોવાથી કાંઈ પણ પરોક્ષ નથી.
ભાવાર્થઃ — ઇન્દ્રિયનો ગુણ તો સ્પર્શાદિ એક ગુણને જ જાણવાનો છે, જેમ કે ચક્ષુઇન્દ્રિયનો ગુણ રૂપને જ જાણવાનો છે અર્થાત્ રૂપને જ જાણવામાં નિમિત્ત થવાનો છે. વળી ઇન્દ્રિયજ્ઞાન ક્રમિક છે. કેવળીભગવાન તો ઇન્દ્રિયોના નિમિત્ત વિના સમસ્ત આત્મપ્રદેશેથી સ્પર્શાદિ સર્વ વિષયોને જાણે છે, અને જે સમસ્તપણે પોતાનું ને પરનું પ્રકાશક છે એવા લોકોત્તર જ્ઞાનરૂપે ( – લૌકિકજ્ઞાનથી ભિન્ન કેવળજ્ઞાનરૂપે) સ્વયમેવ પરિણમ્યા કરે છે; માટે સમસ્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અવગ્રહાદિ ક્રમ વિના જાણતા હોવાથી કેવળીભગવાનને કાંઈ પણ પરોક્ષ નથી. ૨૨.
Page 40 of 513
PDF/HTML Page 71 of 544
single page version
आत्मा हि ‘समगुणपर्यायं द्रव्यम्’ इति वचनात् ज्ञानेन सह हीनाधिकत्वरहितत्वेन परिणतत्वात्तत्परिमाणः, ज्ञानं तु ज्ञेयनिष्ठत्वाद्दाह्यनिष्ठदहनवत्तत्परिमाणं; ज्ञेयं तु लोकालोकविभागविभक्तानन्तपर्यायमालिकालीढस्वरूपसूचिता विच्छेदोपदर्शितध्रौव्या षड्द्रव्यी व्यवहारेण सर्वगतमित्युपदिशति — आदा णाणपमाणं ज्ञानेन सह हीनाधिकत्वाभावादात्मा ज्ञानप्रमाणो भवति । तथाहि — ‘समगुणपर्यायं द्रव्यं भवति’ इति वचनाद्वर्तमानमनुष्यभवे वर्तमानमनुष्य- पर्यायप्रमाणः, तथैव मनुष्यपर्यायप्रदेशवर्तिज्ञानगुणप्रमाणश्च प्रत्यक्षेण दृश्यते यथायमात्मा, तथा निश्चयतः सर्वदैवाव्याबाधाक्षयसुखाद्यनन्तगुणाधारभूतो योऽसौ केवलज्ञानगुणस्तत्प्रमाणोऽयमात्मा । णाणं णेयप्पमाणमुद्दिट्ठं दाह्यनिष्ठदहनवत् ज्ञानं ज्ञेयप्रमाणमुद्दिष्टं कथितम् । णेयं लोयालोयं ज्ञेयं लोका-
અન્વયાર્થઃ — [आत्मा] આત્મા [ज्ञानप्रमाणं] જ્ઞાનપ્રમાણ છે; [ज्ञानं] જ્ઞાન [ज्ञेयप्रमाणं] જ્ઞેયપ્રમાણ [उद्दिष्टं] કહ્યું છે. [ज्ञेयं लोकालोकं] જ્ઞેય લોકાલોક છે, [तस्मात्] તેથી [ज्ञानं तु] જ્ઞાન [सर्वगतं] સર્વગત (અર્થાત્ સર્વવ્યાપક) છે.
ટીકાઃ — ‘समगुणपर्यायं द्रव्यम् (ગુણ -પર્યાયો અર્થાત્ યુગપદ્ સર્વ ગુણો અને પર્યાયો તે જ દ્રવ્ય છે)’ એ વચન પ્રમાણે આત્મા જ્ઞાનથી હીનાધિકતારહિતપણે પરિણમતો હોવાથી જ્ઞાનપ્રમાણ છે, અને જ્ઞાન ૧જ્ઞેયનિષ્ઠ હોવાથી, દાહ્યનિષ્ઠ ૨દહનની જેમ, જ્ઞેયપ્રમાણ છે. જ્ઞેય તો લોક અને અલોકના વિભાગથી ૩વિભક્ત, ૪અનંત પર્યાયમાળાથી આલિંગિત સ્વરૂપે સૂચિત ( – પ્રગટ, જણાતો), નાશવંત દેખાતો છતાં ધ્રુવ એવો ષટ્દ્રવ્ય -સમૂહ છે એટલે કે ૧. જ્ઞેયનિષ્ઠ = જ્ઞેયોને અવલંબતું; જ્ઞેયોમાં તત્પર. ૨. દહન = બાળવું તે; અગ્નિ. ૩. વિભક્ત = વિભાગવાળો. (ષટ્દ્રવ્યના સમૂહમાં લોક -અલોકરૂપ બે વિભાગ છે.) ૪. અનંત પર્યાયો દ્રવ્યને આલિંગે છે ( – દ્રવ્યમાં થાય છે) એવા સ્વરૂપવાળું દરેક દ્રવ્ય જણાય છે.
Page 41 of 513
PDF/HTML Page 72 of 544
single page version
सर्वमिति यावत् । ततो निःशेषावरणक्षयक्षण एव लोकालोकविभागविभक्तसमस्तवस्त्वाकार- पारमुपगम्य तथैवाप्रच्युतत्वेन व्यवस्थितत्वात् ज्ञानं सर्वगतम् ।।२३।।
लोकं भवति । शुद्धबुद्धैकस्वभावसर्वप्रकारोपादेयभूतपरमात्मद्रव्यादिषड्द्रव्यात्मको लोकः, लोकाद्बहि- र्भागे शुद्धाकाशमलोकः, तच्च लोकालोकद्वयं स्वकीयस्वकीयानन्तपर्यायपरिणतिरूपेणानित्यमपि द्रव्यार्थिकनयेन नित्यम् । तम्हा णाणं तु सव्वगयं यस्मान्निश्चयरत्नत्रयात्मकशुद्धोपयोगभावनाबलेनोत्पन्नं यत्केवलज्ञानं तट्टङ्कोत्कीर्णाकारन्यायेन निरन्तरं पूर्वोक्तज्ञेयं जानाति, तस्माद्वयवहारेण तु ज्ञानं सर्वगतं भण्यते । ततः स्थितमेतदात्मा ज्ञानप्रमाणं ज्ञानं सर्वगतमिति ।।२३।। अथात्मानं ज्ञानप्रमाणं ये न मन्यन्ते तत्र हीनाधिकत्वे दूषणं ददाति — णाणप्पमाणमादा ण हवदि जस्सेह ज्ञानप्रमाणमात्मा न भवति બધુંય છે. (જ્ઞેય તો છયે દ્રવ્યનો સમૂહ એટલે કે બધુંય છે.) માટે નિઃશેષ આવરણના ક્ષયની ક્ષણે જ લોક અને અલોકના વિભાગથી વિભક્ત સમસ્ત વસ્તુઓના આકારોના પારને પામીને એ રીતે જ અચ્યુતપણે રહેતું હોવાથી જ્ઞાન સર્વગત છે.
ભાવાર્થઃ — ગુણ -પર્યાયોથી દ્રવ્ય અનન્ય છે માટે આત્મા જ્ઞાનથી હીન -અધિક નહિ હોવાથી જ્ઞાન જેવડો જ છે; અને જેમ દાહ્યને (બળવાયોગ્ય પદાર્થને) અવલંબનાર દહન દાહ્યની બરાબર જ છે તેમ જ્ઞેયને અવલંબનાર જ્ઞાન જ્ઞેયની બરાબર જ છે. જ્ઞેય તો સમસ્ત લોકાલોક અર્થાત્ બધુંય છે. માટે, સર્વ આવરણનો ક્ષય થતાં જ (જ્ઞાન) સર્વને જાણતું હોવાથી અને પછી કદી સર્વને જાણવામાંથી ચ્યુત નહિ થતું હોવાથી જ્ઞાન સર્વવ્યાપક છે. ૨૩.
જો હીન આત્મા હોય, નવ જાણે અચેતન જ્ઞાન એ,
પ્ર. ૬
Page 42 of 513
PDF/HTML Page 73 of 544
single page version
ज्ञानप्रमाणमात्मा न भवति यस्येह तस्य स आत्मा । हीनो वा अधिको वा ज्ञानाद्भवति ध्रुवमेव ।।२४।। हीनो यदि स आत्मा तत् ज्ञानमचेतनं न जानाति । अधिको वा ज्ञानात् ज्ञानेन विना कथं जानाति ।।२५।। युगलम् ।
यदि खल्वयमात्मा हीनो ज्ञानादित्यभ्युपगम्यते तदात्मनोऽतिरिच्यमानं ज्ञानं स्वाश्रय- भूतचेतनद्रव्यसमवायाभावादचेतनं भवद्रूपादिगुणकल्पतामापन्नं न जानाति । यदि पुनर्ज्ञाना- दधिक इति पक्षः कक्षीक्रियते तदावश्यं ज्ञानादतिरिक्तत्वात् पृथग्भूतो भवन् घटपटादि- स्थानीयतामापन्नो ज्ञानमन्तरेण न जानाति । ततो ज्ञानप्रमाण एवायमात्माभ्युप- गन्तव्यः ।। २४ । २५ ।। यस्य वादिनो मतेऽत्र जगति तस्स सो आदा तस्य मते स आत्मा हीणो वा अहिओ वा णाणादो हवदि धुवमेव हीनो वा अधिको वा ज्ञानात्सकाशाद् भवति निश्चितमेवेति ।।२४।। हीणो जदि सो आदा तं णाणमचेदणं ण जाणादि हीनो यदि स आत्मा तदाग्नेरभावे सति उष्णगुणो यथा शीतलो भवति तथा स्वाश्रयभूतचेतनात्मकद्रव्यसमवायाभावात्तस्यात्मनो ज्ञानमचेतनं भवत्सत् किमपि न जानाति । अहिओ
અન્વયાર્થઃ — [इह] આ જગતમાં [यस्य] જેના મતમાં [आत्मा] આત્મા [ज्ञानप्रमाणं] જ્ઞાનપ્રમાણ [न भवति] નથી, [तस्य] તેના મતમાં [सः आत्मा] તે આત્મા [ध्रुवम् एव] અવશ્ય [ज्ञानात् हीनः वा] જ્ઞાનથી હીન [अधिकः वा भवति] અથવા અધિક હોવો જોઇએ.
[यदि] જો [सः आत्मा] તે આત્મા [हीनः] જ્ઞાનથી હીન હોય [तद्] તો [ज्ञानं] જ્ઞાન [अचेतनं] અચેતન થવાથી [न जानाति] જાણે નહિ, [ज्ञानात् अधिकः वा] અને જો (આત્મા) જ્ઞાનથી અધિક હોય તો [ज्ञानेन विना] (તે આત્મા) જ્ઞાન વિના [कथं जानाति] કેમ જાણે?
ટીકાઃ — જો આ આત્મા જ્ઞાનથી હીન છે એમ સ્વીકારવામાં આવે તો આત્માથી આગળ વધી જતું જ્ઞાન ( – આત્માના ક્ષેત્રથી આગળ વધીને તેની બહાર વ્યાપતું જ્ઞાન) પોતાના આશ્રયભૂત ચેતનદ્રવ્યનો સમવાય (સંબંધ) નહિ રહેવાને લીધે અચેતન થયું થકું રૂપાદિ ગુણ જેવું થવાથી ન જાણે; અને જો આ આત્મા જ્ઞાનથી અધિક છે એવો પક્ષ સ્વીકારવામાં આવે તો અવશ્ય (આત્મા) જ્ઞાનથી આગળ વધી ગયો હોવાને લીધે ( – જ્ઞાનના ક્ષેત્રથી બહાર વ્યાપતો હોવાને લીધે) જ્ઞાનથી પૃથક્ થયો થકો ઘટપટાદિ જેવો થવાથી જ્ઞાન સિવાય ન જાણે. માટે આ આત્મા જ્ઞાનપ્રમાણ જ માનવાયોગ્ય છે.
Page 43 of 513
PDF/HTML Page 74 of 544
single page version
न कथमपीति । अयमत्र भावार्थः ---ये केचनात्मानमङ्गुष्ठपर्वमात्रं, श्यामाकतण्डुलमात्रं,
ભાવાર્થઃ — આત્માનું ક્ષેત્ર જ્ઞાનના ક્ષેત્રથી ઓછું માનવામાં આવે તો આત્માના ક્ષેત્રની બહાર વર્તતું જ્ઞાન ચેતનદ્રવ્ય સાથે સંબંધ નહિ હોવાને લીધે અચેતન ગુણ જેવું થવાથી જાણવાનું કામ ન કરી શકે, જેમ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે અચેતન ગુણો જાણી શકતા નથી તેમ. જો આત્માનું ક્ષેત્ર જ્ઞાનના ક્ષેત્રથી અધિક માનવામાં આવે તો જ્ઞાનના ક્ષેત્રની બહાર વર્તતો જ્ઞાનશૂન્ય આત્મા જ્ઞાન વિના જાણવાનું કામ ન કરી શકે, જેમ જ્ઞાનશૂન્ય ઘડો, વસ્ત્ર વગેરે પદાર્થો જાણી શકતા નથી તેમ. માટે આત્મા જ્ઞાનથી હીન પણ નથી, અધિક પણ નથી, જ્ઞાન જેવડો જ છે. ૨૪ -૨૫.
અન્વયાર્થઃ — [जिनवृषभः] જિનવર [सर्वगतः] સર્વગત છે [च] અને [जगति] જગતના [सर्वे अपि अर्थाः] સર્વ પદાર્થો [तद्गताः] જિનવરગત (જિનવરમાં પ્રાપ્ત) છે; [जिनः ज्ञानमयत्वात्] કારણ કે જિન જ્ઞાનમય છે [च] અને [ते] સર્વ પદાર્થો [विषयत्वात्] જ્ઞાનના વિષય હોવાથી [तस्य] જિનના વિષય [भणिताः] કહેવામાં આવ્યા છે.
Page 44 of 513
PDF/HTML Page 75 of 544
single page version
ज्ञानं हि त्रिसमयावच्छिन्नसर्वद्रव्यपर्यायरूपव्यवस्थितविश्वज्ञेयाकारानाक्रामत् सर्वगतमुक्तं, तथाभूतज्ञानमयीभूय व्यवस्थितत्वाद्भगवानपि सर्वगत एव । एवं सर्वगतज्ञानविषयत्वात्सर्वेऽर्था अपि सर्वगतज्ञानाव्यतिरिक्तस्य भगवतस्तस्य ते विषया इति भणितत्वात्तद्गता एव भवन्ति । तत्र निश्चयनयेनानाकुलत्वलक्षणसौख्यसंवेदनत्वाधिष्ठानत्वावच्छिन्नात्मप्रमाणज्ञानस्वतत्त्वा- परित्यागेन विश्वज्ञेयाकाराननुपगम्यावबुध्यमानोऽपि व्यवहारनयेन भगवान् सर्वगत इति व्यपदिश्यते । तथा नैमित्तिकभूतज्ञेयाकारानात्मस्थानवलोक्य सर्वेऽर्थास्तद्गता इत्युपचर्यन्ते, न च तेषां परमार्थतोऽन्योन्यगमनमस्ति, सर्वद्रव्याणां स्वरूपनिष्ठत्वात् । अयं क्रमो ज्ञानेऽपि निश्चेयः ।।२६।। सर्वज्ञः । कस्मात् सर्वगतो भवति । जिणो जिनः णाणमयादो य ज्ञानमयत्वाद्धेतोः सव्वे वि य तग्गया जगदि अट्ठा सर्वेऽपि च ये जगत्यर्थास्ते दर्पणे बिम्बवद् व्यवहारेण तत्र भगवति गता भवन्ति । कस्मात् । ते भणिदा तेऽर्थास्तत्र गता भणिताः विसयादो विषयत्वात्परिच्छेद्यत्वात् ज्ञेयत्वात् । कस्य । तस्स तस्य भगवत इति । तथाहि ---यदनन्तज्ञानमनाकुलत्वलक्षणानन्तसुखं च तदाधारभूतस्तावदात्मा । इत्थं- भूतात्मप्रमाणं ज्ञानमात्मनः स्वस्वरूपं भवति । इत्थंभूतं स्वस्वरूपं देहगतमपरित्यजन्नेव लोकालोकं परिच्छिनत्ति । ततः कारणाद्वयवहारेण सर्वगतो भण्यते भगवान् । येन च कारणेन नीलपीतादिबहिः- पदार्था आदर्शे बिम्बवत् परिच्छित्त्याकारेण ज्ञाने प्रतिफलन्ति ततः कारणादुपचारेणार्थकार्यभूता
ટીકાઃ — જ્ઞાન ત્રણે કાળના સર્વ દ્રવ્ય -પર્યાયરૂપ વર્તતા સમસ્ત જ્ઞેયાકારોને પહોંચી વળતું ( – જાણતું) હોવાથી સર્વગત કહેવામાં આવ્યું છે; અને એવા (સર્વગત) જ્ઞાનમય થઈને રહેલા હોવાથી ભગવાન પણ સર્વગત જ છે. એ રીતે સર્વ પદાર્થો પણ સર્વગત જ્ઞાનના વિષય હોવાને લીધે, સર્વગત જ્ઞાનથી અભિન્ન એવા તે ભગવાનના તે વિષયો છે એમ (શાસ્ત્રમાં) કહ્યું છે; માટે સર્વ પદાર્થો ભગવાનગત જ ( – ભગવાનમાં પ્રાપ્ત જ) છે.
ત્યાં (એમ સમજવું કે) — નિશ્ચયનયે અનાકુળતાલક્ષણ સુખનું જે સંવેદન તે સુખસંવેદનના ૧અધિષ્ઠાનપણા જેવડો જ આત્મા છે અને તે આત્મા જેવડું જ જ્ઞાન સ્વતત્ત્વ છે; તે આત્મપ્રમાણ જ્ઞાન કે જે નિજ સ્વરૂપ છે તેને છોડ્યા વિના, સમસ્ત ૨જ્ઞેયાકારોની સમીપ ગયા વિના, ભગવાન (સર્વ પદાર્થોને) જાણે છે. નિશ્ચયનયે આમ હોવા છતાં વ્યવહારનયે ‘ભગવાન સર્વગત છે’ એમ કહેવાય છે. વળી ૧. અધિષ્ઠાન = આધાર; રહેઠાણ. (આત્મા સુખસંવેદનનો આધાર છે. જેટલામાં સુખનું વેદન થાય છે
તેવડો જ આત્મા છે.) ૨. જ્ઞેયાકારો = પર પદાર્થોનાં દ્રવ્ય -ગુણ -પર્યાયો કે જેઓ જ્ઞેય છે. (આ જ્ઞેયાકારો પરમાર્થે આત્માથી
Page 45 of 513
PDF/HTML Page 76 of 544
single page version
अर्थाकारा अप्यर्था भण्यन्ते । ते च ज्ञाने तिष्ठन्तीत्युच्यमाने दोषो नास्तीत्यभिप्रायः ।।२६।। अथ ज्ञानमात्मा भवति, आत्मा तु ज्ञानं सुखादिकं वा भवतीति प्रतिपादयति — णाणं अप्प त्ति मदं ज्ञानमात्मा भवतीति मतं सम्मतम् । कस्मात् । वट्टदि णाणं विणा ण अप्पाणं ज्ञानं कर्तृ विनात्मानं जीवमन्यत्र ૧
(-આત્મામાં) છે’ એમ ઉપચાર કરવામાં આવે છે; પરંતુ પરમાર્થે તેમનું એક- બીજામાં ગમન નથી, કારણ કે સર્વ દ્રવ્યો સ્વરૂપનિષ્ઠ ( – પોતપોતાના સ્વરૂપમાં નિશ્ચળ રહેલાં) છે.
આ ક્રમ જ્ઞાનમાં પણ નક્કી કરવો. (આત્મા અને જ્ઞેયો વિષે નિશ્ચય -વ્યવહારથી કહ્યું તેમ જ્ઞાન અને જ્ઞેયો વિષે પણ સમજવું.) ૨૬.
અન્વયાર્થઃ — [ज्ञानं आत्मा] જ્ઞાન આત્મા છે [इति मतं] એમ જિનદેવનો મત છે. [आत्मानं विना] આત્મા વિના (બીજા કોઈ દ્રવ્યમાં) [ज्ञानं न वर्तते] જ્ઞાન હોતું નથી [तस्मात्] તેથી [ज्ञानं आत्मा] જ્ઞાન આત્મા છે; [आत्मा] અને આત્મા તો [ज्ञानं वा] (જ્ઞાનગુણ દ્વારા) જ્ઞાન છે [अन्यत् वा] અથવા (સુખાદિ અન્ય ગુણ દ્વારા) અન્ય છે. ૧. નૈમિત્તિકભૂત જ્ઞેયાકારો = જ્ઞાનમાં થતા (જ્ઞાનની અવસ્થારૂપ) જ્ઞેયાકારો. (આ જ્ઞેયાકારોને જ્ઞાનાકારો
છે અને પર પદાર્થોનાં દ્રવ્ય -ગુણ -પર્યાયો તેમનાં નિમિત્ત છે. આ જ્ઞેયાકારોને આત્મામાં દેખીને ‘સમસ્ત
પર પદાર્થો આત્મામાં છે’ એમ ઉપચાર કરવામાં આવે છે. આ વાત ૩૧મી ગાથાની ટીકામાં
દર્પણના દ્રષ્ટાંતથી સમજાવશે.)
Page 46 of 513
PDF/HTML Page 77 of 544
single page version
यतः शेषसमस्तचेतनाचेतनवस्तुसमवायसंबन्धनिरुत्सुक तयाऽनाद्यनन्तस्वभावसिद्ध- समवायसंबन्धमेक मात्मानमाभिमुख्येनावलम्ब्य प्रवृत्तत्वात् तं विना आत्मानं ज्ञानं न धारयति, ततो ज्ञानमात्मैव स्यात् । आत्मा त्वनन्तधर्माधिष्ठानत्वात् ज्ञानधर्मद्वारेण ज्ञानमन्यधर्म- द्वारेणान्यदपि स्यात् । किं चानेकान्तोऽत्र बलवान् । एकान्तेन ज्ञानमात्मेति ज्ञानस्या- भावोऽचेतनत्वमात्मनो विशेषगुणाभावादभावो वा स्यात् । सर्वथात्मा ज्ञानमिति निराश्रयत्वात् ज्ञानस्याभाव आत्मनः शेषपर्यायाभावस्तदविनाभाविनस्तस्याप्यभावः स्यात् ।।२७।। घटपटादौ न वर्तते । तम्हा णाणं अप्पा तस्मात् ज्ञायते कथंचिज्ज्ञानमात्मैव स्यात् । इति गाथापादत्रयेण ज्ञानस्य कथंचिदात्मत्वं स्थापितम् । अप्पा णाणं व अण्णं वा आत्मा तु ज्ञानधर्मद्वारेण ज्ञानं भवति, सुखवीर्यादिधर्मद्वारेणान्यद्वा नियमो नास्तीति । तद्यथा – यदि पुनरेकान्तेन ज्ञानमात्मेति भण्यते तदा ज्ञानगुणमात्र एवात्मा प्राप्तः सुखादिधर्माणामवकाशो नास्ति । तथा सुखवीर्यादिधर्मसमूहाभावादात्मा- भावः, आत्मन आधारभूतस्याभावादाधेयभूतस्य ज्ञानगुणस्याप्यभावः, इत्येकान्ते सति द्वयोरप्यभावः । तस्मात्कथंचिज्ज्ञानमात्मा न सर्वथेति । अयमत्राभिप्रायः — आत्मा व्यापको ज्ञानं व्याप्यं ततो ज्ञानमात्मा स्यात्, आत्मा तु ज्ञानमन्यद्वा भवतीति । तथा चोक्तम् — ‘व्यापकं तदतन्निष्ठं व्याप्यं
ટીકાઃ — શેષ સમસ્ત ચેતન તથા અચેતન વસ્તુઓ સાથે *સમવાયસંબંધ વિનાનું હોવાને લીધે, જેની સાથે અનાદિ -અનંત સ્વભાવસિદ્ધ સમવાયસંબંધ છે એવા એક આત્માને અતિ નિકટપણે (અભિન્નપ્રદેશપણે) અવલંબીને પ્રવર્તતું હોવાથી, આત્મા વિના જ્ઞાન પોતાની હયાતી રાખી શકતું નથી; માટે જ્ઞાન આત્મા જ છે. અને આત્મા તો અનંત ધર્મોનું અધિષ્ઠાન ( – આધાર) હોવાથી જ્ઞાનધર્મ દ્વારા જ્ઞાન છે અને અન્ય ધર્મ દ્વારા અન્ય પણ છે.
વળી તે ઉપરાંત (વિશેષ સમજવું કે), અહીં અનેકાંત બળવાન છે. એકાંતે જ્ઞાન આત્મા છે એમ માનવામાં આવે તો, (જ્ઞાનગુણ આત્મદ્રવ્ય થઇ જવાથી) જ્ઞાનનો અભાવ થાય, (અને જ્ઞાનગુણનો અભાવ થવાથી) આત્માને અચેતનપણું આવે અથવા વિશેષ ગુણનો અભાવ થવાથી આત્માનો અભાવ થાય. સર્વથા આત્મા જ્ઞાન છે એમ માનવામાં આવે તો, (આત્મદ્રવ્ય એક જ્ઞાનગુણરૂપ થઈ જતાં જ્ઞાનને કોઈ આધારભૂત દ્રવ્ય નહિ રહેવાથી) નિરાશ્રયપણાને લીધે જ્ઞાનનો અભાવ થાય અથવા (આત્મદ્રવ્ય એક જ્ઞાનગુણરૂપ થઈ જવાથી) આત્માના શેષ પર્યાયોનો (-સુખ, વીર્યાદિ ગુણોનો) અભાવ *સમવાયસંબંધ = ગુણ હોય ત્યાં ગુણી હોય અને ગુણી હોય ત્યાં ગુણ હોય, ગુણ ન હોય ત્યાં ગુણી ન હોય અને ગુણી ન હોય ત્યાં ગુણ ન હોય — આવો ગુણ -ગુણીનો અભિન્નપ્રદેશરૂપ સંબંધ;
Page 47 of 513
PDF/HTML Page 78 of 544
single page version
ज्ञानी चार्थाश्च स्वलक्षणभूतपृथक्त्वतो न मिथो वृत्तिमासादयन्ति किंतु तेषां ज्ञानज्ञेयस्वभावसंबन्धसाधितमन्योन्यवृत्तिमात्रमस्ति चक्षुरूपवत् । यथा हि चक्षूंषि तद्विषय- तन्निष्ठमेव च’ ।।२७।। इत्यात्मज्ञानयोरेकत्वं, ज्ञानस्य व्यवहारेण सर्वगतत्वमित्यादिकथनरूपेण द्वितीयस्थले गाथापञ्चकं गतम् । अथ ज्ञानं ज्ञेयसमीपे न गच्छतीति निश्चिनोति --णाणी णाणसहावो ज्ञानी सर्वज्ञः केवलज्ञानस्वभाव एव । अट्ठा णेयप्पगा हि णाणिस्स जगत्त्रयकालत्रयवर्तिपदार्था ज्ञेयात्मका एव भवन्ति न च ज्ञानात्मकाः । कस्य । ज्ञानिनः । रूवाणि व चक्खूणं णेवण्णोण्णेसु वट्टंति ज्ञानी पदार्थाश्चान्योन्यं परस्परमेकत्वेन न वर्तन्ते । कानीव, केषां संबंधित्वेन । रूपाणीव चक्षुषामिति । થાય અને તેમની સાથે અવિનાભાવી સંબંધવાળા આત્માનો પણ અભાવ થાય (કારણ કે સુખ, વીર્ય વગેરે ગુણો ન હોય ત્યાં આત્મા પણ હોતો નથી). ૨૭.
હવે જ્ઞાન અને જ્ઞેયના પરસ્પર ગમનને રદ કરે છે (અર્થાત્ જ્ઞાન અને જ્ઞેયો એકબીજામાં પ્રવેશતાં નથી એમ કહે છે)ઃ —
અન્વયાર્થઃ — [ज्ञानी] આત્મા [ज्ञानस्वभावः] જ્ઞાનસ્વભાવ છે [अर्थाः हि] અને પદાર્થો [ज्ञानिनः] આત્માના [ज्ञेयात्मकाः] જ્ઞેયસ્વરૂપ છે, [रूपाणि इव चक्षुषोः] જેમ રૂપ ( – રૂપી પદાર્થો) નેત્રોનાં જ્ઞેય છે તેમ. [अन्योन्येषु] તેઓ એકબીજામાં [न एव वर्तन्ते] વર્તતા નથી.
ટીકાઃ — આત્મા અને પદાર્થો સ્વલક્ષણભૂત પૃથક્પણાને લીધે એકબીજામાં વર્તતા નથી પરંતુ તેમને માત્ર જ્ઞાનજ્ઞેયસ્વભાવ -સંબંધથી સધાતું એકબીજામાં વર્તવું છે, નેત્ર અને રૂપની જેમ. (અન્ય દ્રવ્યોથી ભિન્નપણું દરેક દ્રવ્યનું લક્ષણ હોવાથી આત્મા અને પદાર્થો એકબીજામાં વર્તતા નથી, પરંતુ આત્માનો જ્ઞાનસ્વભાવ છે અને પદાર્થોનો જ્ઞેયસ્વભાવ છે — એવા જ્ઞાનજ્ઞેયસ્વભાવરૂપ સંબંધના કારણે જ માત્ર તેમનું એકબીજામાં વર્તવું ઉપચારથી કહી
Page 48 of 513
PDF/HTML Page 79 of 544
single page version
भूतरूपिद्रव्याणि च परस्परप्रवेशमन्तरेणापि ज्ञेयाकारग्रहणसमर्पणप्रवणान्येवमात्माऽर्थाश्चा- न्योन्यवृत्तिमन्तरेणापि विश्वज्ञेयाकारग्रहणसमर्पणप्रवणाः ।।२८।।
तथाहि ---यथा रूपिद्रव्याणि चक्षुषा सह परस्परं संबन्धाभावेऽपि स्वाकारसमर्पणे समर्थानि, चक्षूंषि च तदाकारग्रहणे समर्थानि भवन्ति, तथा त्रैलोक्योदरविवरवर्तिपदार्थाः कालत्रयपर्यायपरिणता ज्ञानेन सह परस्परप्रदेशसंसर्गाभावेऽपि स्वकीयाकारसमर्पणे समर्था भवन्ति, अखण्डैकप्रतिभासमयं केवलज्ञानं तु तदाकारग्रहणे समर्थमिति भावार्थः ।।२८।। अथ ज्ञानी ज्ञेयपदार्थेषु निश्चयनयेनाप्रविष्टोऽपि व्यवहारेण प्रविष्ट इव प्रतिभातीति शक्तिवैचित्र्यं दर्शयति ---ण पविट्ठो निश्चयनयेन न प्रविष्टः, णाविट्ठो व्यवहारेण च नाप्रविष्टः किंतु प्रविष्ट एव । स कः कर्ता । णाणी ज्ञानी । केषु मध्ये । णेयेसु ज्ञेयपदार्थेषु । किमिव । रूवमिव चक्खू रूपविषये चक्षुरिव । एवंभूतस्सन् किं करोति । जाणदि पस्सदि जानाति पश्यति च । णियदं निश्चितं संशयरहितं । किंविशिष्टः सन् । अक्खातीदो अक्षातीतः । किं जानाति पश्यति । जगमसेसं શકાય છે; નેત્ર અને રૂપી પદાર્થોની જેમ.) જેમ નેત્રો અને તેમના વિષયભૂત રૂપી દ્રવ્યો પરસ્પર પ્રવેશ વિના પણ જ્ઞેયાકારોને ગ્રહવાના અને અર્પવાના સ્વભાવવાળાં છે, તેમ આત્મા અને પદાર્થો એકબીજામાં વર્ત્યા વિના પણ સમસ્ત જ્ઞેયાકારોને ગ્રહવાના અને અર્પવાના સ્વભાવવાળા છે. (જેવી રીતે આંખ રૂપી પદાર્થોમાં પ્રવેશતી નથી અને રૂપી પદાર્થો આંખમાં પ્રવેશતા નથી તોપણ આંખ રૂપી પદાર્થોના જ્ઞેયાકારોને ગ્રહણ કરવાના — જાણવાના — સ્વભાવવાળી છે અને રૂપી પદાર્થો પોતાના જ્ઞેયાકારોને અર્પવાના — જણાવવાના — સ્વભાવવાળા છે, તેવી રીતે આત્મા પદાર્થોમાં પ્રવેશતો નથી અને પદાર્થો આત્મામાં પ્રવેશતા નથી તોપણ આત્મા પદાર્થોના સમસ્ત જ્ઞેયાકારોને ગ્રહણ કરવાના — જાણવાના — સ્વભાવવાળો છે અને પદાર્થો પોતાના સમસ્ત જ્ઞેયાકારોને અર્પવાના — જણાવવાના — સ્વભાવવાળા છે.) ૨૮.
હવે આત્મા પદાર્થોમાં નહિ વર્તતો હોવા છતાં જેનાથી (જે શક્તિવૈચિત્ર્યથી) તેને પદાર્થોમાં વર્તવું સિદ્ધ થાય છે તે શક્તિવૈચિત્ર્યને પ્રકાશે (-દર્શાવે) છેઃ —
Page 49 of 513
PDF/HTML Page 80 of 544
single page version
यथा हि चक्षू रूपिद्रव्याणि स्वप्रदेशैरसंस्पृशदप्रविष्टं परिच्छेद्यमाकारमात्मसात्कुर्वन्न चाप्रविष्टं जानाति पश्यति च, एवमात्माप्यक्षातीतत्वात्प्राप्यकारिताविचारगोचरदूरतामवाप्तो ज्ञेयतामापन्नानि समस्तवस्तूनि स्वप्रदेशैरसंस्पृशन्न प्रविष्टः शक्तिवैचित्र्यवशतो वस्तुवर्तिनः समस्तज्ञेयाकारानुन्मूल्य इव क वलयन्न चाप्रविष्टो जानाति पश्यति च । एवमस्य विचित्रशक्ति योगिनो ज्ञानिनोऽर्थेष्वप्रवेश इव प्रवेशोऽपि सिद्धिमवतरति ।।२९।। जगदशेषमिति । तथा हि ---यथा लोचनं कर्तृ रूपिद्रव्याणि यद्यपि निश्चयेन न स्पृशति तथापि व्यवहारेण स्पृशतीति प्रतिभाति लोके । तथायमात्मा मिथ्यात्वरागाद्यास्रवाणामात्मनश्च संबन्धि यत्केवलज्ञानात्पूर्वं विशिष्टभेदज्ञानं तेनोत्पन्नं यत्केवलज्ञानदर्शनद्वयं तेन जगत्त्रयकालत्रयवर्तिपदार्थान्निश्चयेनास्पृशन्नपि व्यवहारेण स्पृशति, तथा स्पृशन्निव ज्ञानेन जानाति दर्शनेन पश्यति च । कथंभूतस्सन् । अतीन्द्रियसुखास्वादपरिणतः सन्नक्षातीत इति । ततो ज्ञायते निश्चयेनाप्रवेश इव व्यवहारेण ज्ञेयपदार्थेषु
અન્વયાર્થઃ — [चक्षुः रूपं इव] જેવી રીતે ચક્ષુ રૂપને (જ્ઞેયોમાં અપ્રવેશેલું રહીને તેમ જ અપ્રવેશેલું નહિ રહીને જાણે – દેખે છે) તેવી રીતે [ज्ञानी] આત્મા [अक्षातीतः] ઇન્દ્રિયાતીત થયો થકો [अशेषं जगत्] અશેષ જગતને ( – સમસ્ત લોકાલોકને) [ज्ञेयेषु] જ્ઞેયોમાં [न प्रविष्टः] અપ્રવિષ્ટ રહીને [न अविष्टः] તેમ જ અપ્રવિષ્ટ નહિ રહીને [नियतं] નિરંતર [जानाति पश्यति] જાણે -દેખે છે.
ટીકાઃ — જેવી રીતે ચક્ષુ રૂપી દ્રવ્યોને સ્વપ્રદેશો વડે અણસ્પર્શતું હોવાથી અપ્રવિષ્ટ રહીને (જાણે – દેખે છે) તેમ જ જ્ઞેય આકારોને આત્મસાત્ (-પોતારૂપ) કરતું હોવાથી અપ્રવિષ્ટ નહિ રહીને જાણે – દેખે છે; તેવી રીતે આત્મા પણ, ઇન્દ્રિયાતીતપણાને લીધે *પ્રાપ્યકારિતાના વિચારગોચરપણાથી (પણ) દૂર થયો થકો જ્ઞેયભૂત સમસ્ત વસ્તુઓને સ્વપ્રદેશોથી અણસ્પર્શતો હોવાથી અપ્રવિષ્ટ રહીને (જાણે – દેખે છે) તેમ જ શક્તિવૈચિત્ર્યને લીધે વસ્તુમાં વર્તતા સમસ્ત જ્ઞેયાકારોને જાણે કે મૂળમાંથી ઉખેડીને કોળિયો કરી જતો હોવાથી અપ્રવિષ્ટ નહિ રહીને જાણે -દેખે છે. આ રીતે આ વિચિત્ર શક્તિવાળા આત્માને પદાર્થોમાં અપ્રવેશની જેમ પ્રવેશ પણ સિદ્ધ થાય છે.
ભાવાર્થઃ — જોકે આંખ પોતાના પ્રદેશો વડે રૂપી પદાર્થોને સ્પર્શતી નહિ હોવાથી નિશ્ચયથી તો તે જ્ઞેયોમાં અપ્રવિષ્ટ છે તોપણ તે રૂપી પદાર્થોને જાણતી – દેખતી હોવાથી *પ્રાપ્યકારિતા = જ્ઞેય વિષયોને સ્પર્શીને જ કાર્ય કરી શકવું — જાણી શકવું — તે. (ઇન્દ્રિયાતીત થયેલા
આત્મામાં પ્રાપ્યકારિતાના વિચારનો પણ અવકાશ નથી.) પ્ર. ૭