Pravachansar (Gujarati). Gatha: 30-41.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 5 of 28

 

Page 50 of 513
PDF/HTML Page 81 of 544
single page version

अथैवं ज्ञानमर्थेषु वर्तत इति संभावयति
रयणमिह इंदणीलं दुद्धज्झसियं जहा सभासाए
अभिभूय तं पि दुद्धं वट्टदि तह णाणमट्ठेसु ।।३०।।
रत्नमिहेन्द्रनीलं दुग्धाध्युषितं यथा स्वभासा
अभिभूय तदपि दुग्धं वर्तते तथा ज्ञानमर्थेषु ।।३०।।
यथा किलेन्द्रनीलरत्नं दुग्धमधिवसत्स्वप्रभाभारेण तदभिभूय वर्तमानं दृष्टं, तथा
प्रवेशोऽपि घटत इति ।।२९।। अथ तमेवार्थं दृष्टान्तद्वारेण दृढयति --रयणं रत्नं इह जगति
किंनाम इंदणीलं इन्द्रनीलसंज्ञम् किंविशिष्टम् दुद्धज्झसियं दुग्धे निक्षिप्तं जहा यथा
सभासाए स्वकीयप्रभया अभिभूय तिरस्कृत्य किम् तं पि दुद्धं तत्पूर्वोक्तं दुग्धमपि वट्टदि वर्तते
इति दृष्टान्तो गतः तह णाणमट्ठेसु तथा ज्ञानमर्थेषु वर्तत इति तद्यथा ---यथेन्द्रनीलरत्नं
कर्तृ स्वकीयनीलप्रभया करणभूतया दुग्धं नीलं कृत्वा वर्तते, तथा निश्चयरत्नत्रयात्मकपरमसामायिक-
संयमेन यदुत्पन्नं केवलज्ञानं तत् स्वपरपरिच्छित्तिसामर्थ्येन समस्ताज्ञानान्धकारं तिरस्कृत्य
વ્યવહારથી ‘મારી આંખ ઘણા પદાર્થોમાં ફરી વળે છે’ એમ કહેવાય છે. એવી રીતે જોકે
કેવળજ્ઞાનપ્રાપ્ત આત્મા પોતાના પ્રદેશો વડે જ્ઞેય પદાર્થોને સ્પર્શતો નહિ હોવાથી નિશ્ચયથી
તો તે જ્ઞેયોમાં અપ્રવિષ્ટ છે તોપણ જ્ઞાયકદર્શક શક્તિની કોઇ પરમ અદ્ભુત વિચિત્રતાને
લીધે (નિશ્ચયથી દૂર રહ્યા રહ્યા પણ) તે સમસ્ત જ્ઞેયાકારોને જાણતો
દેખતો હોવાથી
વ્યવહારથી ‘આત્મા સર્વ દ્રવ્ય -પર્યાયોમાં પેસી જાય છે’ એમ કહેવાય છે. આ રીતે
વ્યવહારથી જ્ઞેય પદાર્થોમાં આત્માનો પ્રવેશ સિદ્ધ થાય છે. ૨૯.
હવે, આ રીતે (નીચે પ્રમાણે) જ્ઞાન પદાર્થોમાં વર્તે છે એમ (દ્રષ્ટાંત દ્વારા) સ્પષ્ટ
કરે છેઃ
જ્યમ દૂધમાં સ્થિત ઇન્દ્રનીલમણિ સ્વકીય પ્રભા વડે
દૂધને વિષે વ્યાપી રહે, ત્યમ જ્ઞાન પણ અર્થો વિષે. ૩૦.
અન્વયાર્થઃ[यथा] જેમ [इह] આ જગતને વિષે [दुग्धाध्युषितं] દૂધમાં રહેલું
[इन्द्रनीलं रत्नं] ઇન્દ્રનીલ રત્ન [स्वभासा] પોતાની પ્રભા વડે [तद् अपि दुग्धं] તે દૂધમાં
[अभिभूय] વ્યાપીને [वर्तते] વર્તે છે, [तथा] તેમ [ज्ञानं] જ્ઞાન (અર્થાત્ જ્ઞાતૃદ્રવ્ય) [अर्थेषु]
પદાર્થોમાં વ્યાપીને વર્તે છે.
ટીકાઃજેમ દૂધમાં રહેલું ઇન્દ્રનીલ રત્ન પોતાની પ્રભાના સમૂહ વડે દૂધમાં

Page 51 of 513
PDF/HTML Page 82 of 544
single page version

संवेदनमप्यात्मनोऽभिन्नत्वात् कर्त्रंशेनात्मतामापन्नं करणांशेन ज्ञानतामापन्नेन कारणभूता-
नामर्थानां कार्यभूतान् समस्तज्ञेयाकारानभिव्याप्य वर्तमानं कार्यकारणत्वेनोपचर्य ज्ञानमर्थान-
भिभूय वर्तत इत्युच्यमानं न विप्रतिषिध्यते
।।३०।।
अथैवमर्था ज्ञाने वर्तन्त इति संभावयति
जदि ते ण संति अट्ठा णाणे णाणं ण होदि सव्वगयं
सव्वगयं वा णाणं कहं ण णाणट्ठिया अट्ठा ।।३१।।
युगपदेव सर्वपदार्थेषु परिच्छित्त्याकारेण वर्तते अयमत्र भावार्थः ---कारणभूतानां सर्वपदार्थानां
कार्यभूताः परिच्छित्त्याकारा उपचारेणार्था भण्यन्ते, तेषु च ज्ञानं वर्तत इति भण्यमानेऽपि व्यवहारेण
दोषो नास्तीति
।।३०।। अथ पूर्वसूत्रेण भणितं ज्ञानमर्थेषु वर्तते व्यवहारेणात्र पुनरर्था ज्ञाने वर्तन्त
इत्युपदिशतिजइ यदि चेत् ते अट्ठा ण संति ते पदार्थाः स्वकीयपरिच्छित्त्याकारसमर्पणद्वारेणादर्शे
बिम्बवन्न सन्ति क्व णाणे केवलज्ञाने । णाणं ण होदि सव्वगयं तदा ज्ञानं सर्वगतं न भवति सव्वगयं
વ્યાપીને વર્તતું દેખાય છે, તેમ સંવેદન (જ્ઞાન) પણ, આત્માથી અભિન્ન હોવાથી કર્તા-
અંશ વડે આત્માપણાને પામતું થકું જ્ઞાનરૂપ કરણ -અંશ વડે કારણભૂત પદાર્થોના કાર્યભૂત
સમસ્ત જ્ઞેયાકારોમાં વ્યાપીને વર્તે છે, તેથી કાર્યમાં કારણનો (જ્ઞેયાકારોમાં પદાર્થોનો)
ઉપચાર કરીને ‘જ્ઞાન પદાર્થોમાં વ્યાપીને વર્તે છે’ એમ કહેવું વિરોધ પામતું નથી.
ભાવાર્થઃજેમ દૂધથી ભરેલા વાસણમાં રહેલું ઇન્દ્રનીલ રત્ન (નીલમ) સઘળા
દૂધને પોતાની પ્રભા વડે નીલવર્ણ કરે છે તેથી વ્યવહારે રત્નની પ્રભા અને રત્ન સમસ્ત
દૂધમાં વ્યાપેલાં કહેવાય છે, તેમ જ્ઞેયોથી ભરેલા વિશ્વમાં રહેલો આત્મા સમસ્ત જ્ઞેયોને
(લોકાલોકને) પોતાની જ્ઞાનપ્રભા વડે પ્રકાશિત કરે છે અર્થાત
્ જાણે છે તેથી વ્યવહારે
આત્માનું જ્ઞાન અને આત્મા સર્વવ્યાપી કહેવાય છે (જોકે નિશ્ચયથી તો તેઓ પોતાના અસંખ્ય
પ્રદેશોમાં જ રહેલાં છે, જ્ઞેયોમાં પેઠાં નથી). ૩૦.
હવે, આ રીતે પદાર્થો જ્ઞાનમાં વર્તે છે એમ વ્યક્ત કરે છેઃ
નવ હોય અર્થો જ્ઞાનમાં, તો જ્ઞાન સૌ -ગત પણ નહીં,
ને સર્વગત છે જ્ઞાન તો ક્યમ જ્ઞાનસ્થિત અર્થો નહીં? ૩૧.
૧. પ્રમાણદ્રષ્ટિથી સંવેદન અર્થાત્ જ્ઞાન કહેતાં અનંત ગુણપર્યાયોનો પિંડ સમજાય છે. તેમાં જો કર્તા, કરણ
આદિ અંશો પાડવામાં આવે તો કર્તા -અંશ તે અખંડ આત્મદ્રવ્ય છે અને કરણ -અંશ તે જ્ઞાનગુણ છે.
૨. પદાર્થો કારણ છે અને તેમના જ્ઞેયાકારો કાર્ય છે.
૩. આ ગાથામાં પણ ‘જ્ઞાન’ શબ્દથી અનંત ગુણ -પર્યાયોના પિંડરૂપ જ્ઞાતૃદ્રવ્ય ખ્યાલમાં લેવું.

Page 52 of 513
PDF/HTML Page 83 of 544
single page version

અન્વયાર્થઃ[यदि] જો [ते अर्थाः] તે પદાર્થો [ज्ञाने न सन्ति] જ્ઞાનમાં ન હોય
તો [ज्ञानं] જ્ઞાન [सर्वगतं] સર્વગત [न भवति] ન હોઈ શકે. [वा] અને જો [ज्ञानं सर्वगतं]
જ્ઞાન સર્વગત છે તો [अर्थाः] પદાર્થો [ज्ञानस्थिताः] જ્ઞાનસ્થિત [कथं न] કઈ રીતે નથી?
(અર્થાત્ છે જ.)
ટીકાઃજો સમસ્ત સ્વ -જ્ઞેયાકારોના સમર્પણ દ્વારા (જ્ઞાનમાં) ઊતર્યા થકા સર્વ
પદાર્થો જ્ઞાનમાં ન પ્રતિભાસે તો તે જ્ઞાન સર્વગત ન માની શકાય. અને જો તે (જ્ઞાન)
સર્વગત માનવામાં આવે, તો પછી (પદાર્થો) સાક્ષાત
્ જ્ઞાનદર્પણભૂમિકામાં ઊતરેલા *બિંબ-
સમાન પોતપોતાના જ્ઞેયાકારોનાં કારણો (હોવાથી) અને પરંપરાએ પ્રતિબિંબ સમાન
જ્ઞેયાકારોનાં કારણો હોવાથી પદાર્થો કઇ રીતે જ્ઞાનસ્થિત નથી નક્કી થતા? (અવશ્ય
જ્ઞાનસ્થિત નક્કી થાય છે.)
ભાવાર્થઃદર્પણમાં મયૂર, મંદિર, સૂર્ય, વૃક્ષ વગેરેનાં પ્રતિબિંબ પડે છે. ત્યાં
નિશ્ચયથી તો પ્રતિબિંબો દર્પણની જ અવસ્થા છે; છતાં દર્પણમાં પ્રતિબિંબો દેખીને,
यदि ते न सन्त्यर्था ज्ञाने ज्ञानं न भवति सर्वगतम्
सर्वगतं वा ज्ञानं कथं न ज्ञानस्थिता अर्थाः ।।३१।।
यदि खलु निखिलात्मीयज्ञेयाकारसमर्पणद्वारेणावतीर्णाः सर्वेऽर्था न प्रतिभान्ति ज्ञाने
तदा तन्न सर्वगतमभ्युपगम्येत अभ्युपगम्येत वा सर्वगतं, तर्हि साक्षात् संवेदनमुकुरुन्द-
भूमिकावतीर्ण(प्रति)बिम्बस्थानीयस्वीयस्वीयसंवेद्याकारकारणानि परम्परया प्रतिबिम्बस्थानीय-
संवेद्याकारकारणानीति कथं न ज्ञानस्थायिनोऽर्था निश्चीयन्ते
।। ३१ ।।
वा णाणं व्यवहारेण सर्वगतं ज्ञानं सम्मतं चेद्भवतां कहं ण णाणट्ठिया अट्ठा तर्हि
व्यवहारनयेन स्वकीयज्ञेयाकारपरिच्छित्तिसमर्पणद्वारेण ज्ञानस्थिता अर्थाः कथं न भवन्ति किंतु
भवन्त्येवेति
अत्रायमभिप्रायः --यत एव व्यवहारेण ज्ञेयपरिच्छित्त्याकारग्रहणद्वारेण ज्ञानं सर्वगतं
भण्यते, तस्मादेव ज्ञेयपरिच्छित्त्याकारसमर्पणद्वारेण पदार्था अपि व्यवहारेण ज्ञानगता भण्यन्त
इति
।।३१।। अथ ज्ञानिनः पदार्थैः सह यद्यपि व्यवहारेण ग्राह्यग्राहकसम्बन्धोऽस्ति तथापि
संश्लेषादिसम्बन्धो नास्ति, तेन कारणेन ज्ञेयपदार्थैः सह भिन्नत्वमेवेति प्रतिपादयतिगेण्हदि णेव ण
*બિંબ = દર્પણમાં જેનું પ્રતિબિંબ પડ્યું હોય તે. (જ્ઞાનને દર્પણની ઉપમા આપીએ તો, પદાર્થોના
જ્ઞેયાકારો બિંબ સમાન છે અને જ્ઞાનમાં થતા જ્ઞાનની અવસ્થારૂપ જ્ઞેયાકારો પ્રતિબિંબ જેવાં છે.)
૧. પદાર્થો સાક્ષાત્ સ્વજ્ઞેયાકારોનાં કારણ છે (અર્થાત્ પદાર્થો પોતપોતાના જ્ઞેયાકારોનાં સાક્ષાત્ કારણ
છે) અને પરંપરાએ જ્ઞાનની અવસ્થારૂપ જ્ઞેયાકારોનાં (-જ્ઞાનાકારોનાં) કારણ છે.

Page 53 of 513
PDF/HTML Page 84 of 544
single page version

अथैवं ज्ञानिनोऽर्थैः सहान्योन्यवृत्तिमत्त्वेऽपि परग्रहणमोक्षणपरिणमनाभावेन सर्वं
पश्यतोऽध्यवस्यतश्चात्यन्तविविक्तत्वं भावयति
गेण्हदि णेव ण मुंचदि ण परं परिणमदि केवली भगवं
पेच्छदि समंतदो सो जाणदि सव्वं णिरवसेसं ।।३२।।
गृह्णाति नैव न मुञ्चति न परं परिणमति केवली भगवान्
पश्यति समन्ततः स जानाति सर्वं निरवशेषम् ।।३२।।
मुंचदि गृह्णाति नैव मुञ्चति नैव ण परं परिणमदि परं परद्रव्यं ज्ञेयपदार्थं नैव परिणमति स कः
कर्ता केवली भगवं केवली भगवान् सर्वज्ञः ततो ज्ञायते परद्रव्येण सह भिन्नत्वमेव तर्हि किं
*
કાર્યમાં કારણનો ઉપચાર કરીને ‘મયૂરાદિ દર્પણમાં છે’ એમ વ્યવહારથી કહેવાય છે. એવી
રીતે જ્ઞાનદર્પણમાં પણ સર્વ પદાર્થોના સમસ્ત જ્ઞેયાકારોનાં પ્રતિબિંબ પડે છે અર્થાત
પદાર્થોના જ્ઞેયાકારોના નિમિત્તે જ્ઞાનમાં જ્ઞાનની અવસ્થારૂપ જ્ઞેયાકારો થાય છે (કારણ કે
જો એમ ન થાય તો જ્ઞાન સર્વ પદાર્થોને જાણી શકે જ નહિ). ત્યાં નિશ્ચયથી તો જ્ઞાનમાં
થતા જ્ઞેયાકારો જ્ઞાનની જ અવસ્થા છે, પદાર્થોના જ્ઞેયાકારો કાંઇ જ્ઞાનમાં પેઠા નથી.
નિશ્ચયથી આમ હોવા છતાં વ્યવહારથી જોઇએ તો, જ્ઞાનમાં થતા જ્ઞેયાકારોનાં કારણ
પદાર્થોના જ્ઞેયાકારો છે અને તેમનાં કારણ પદાર્થો છે
એ રીતે પરંપરાએ જ્ઞાનમાં થતા
જ્ઞેયાકારોનાં કારણ પદાર્થો છે; માટે તે (જ્ઞાનની અવસ્થારૂપ) જ્ઞેયાકારોને જ્ઞાનમાં દેખીને,
કાર્યમાં કારણનો ઉપચાર કરીને ‘પદાર્થો જ્ઞાનમાં છે’ એમ વ્યવહારથી કહી શકાય છે. ૩૧.
હવે, એ રીતે (વ્યવહારે) આત્માને પદાર્થો સાથે એકબીજામાં વર્તવાપણું હોવા છતાં,
(નિશ્ચયથી) તે પરને ગ્રહ્યા -મૂક્યા વિના તથા પરરૂપે પરિણમ્યા વિના સર્વને દેખતો -જાણતો
હોવાથી તેને (પદાર્થો સાથે) અત્યંત ભિન્નપણું છે એમ દર્શાવે છેઃ
પ્રભુકેવળી ન ગ્રહે, ન છોડે, પરરૂપે નવ પરિણમે;
દેખે અને જાણે નિઃશેષે સર્વતઃ તે સર્વને. ૩૨.
અન્વયાર્થઃ[केवली भगवान्] કેવળીભગવાન [परं] પરને [न एव गृह्णाति]
ગ્રહતા નથી, [न मुंचति] છોડતા નથી, [न परिणमति] પરરૂપે પરિણમતા નથી; [सः] તેઓ
[निरवशेषं सर्वं] નિરવશેષપણે સર્વને (આખા આત્માને, સર્વ જ્ઞેયોને) [समन्ततः] સર્વ
તરફથી (સર્વ આત્મપ્રદેશેથી) [पश्यति जानाति] દેખે -જાણે છે.
*પ્રતિબિંબો નૈમિત્તિક કાર્ય છે અને મયૂરાદિ નિમિત્ત -કારણ છે.

Page 54 of 513
PDF/HTML Page 85 of 544
single page version

अयं खल्वात्मा स्वभावत एव परद्रव्यग्रहणमोक्षणपरिणमनाभावात्स्वतत्त्वभूतकेवल-
ज्ञानस्वरूपेण विपरिणम्य निष्कम्पोन्मज्जज्ज्योतिर्जात्यमणिकल्पो भूत्वाऽवतिष्ठमानः समन्ततः
स्फु रितदर्शनज्ञानशक्तिः, समस्तमेव निःशेषतयात्मानमात्मनात्मनि संचेतयते
अथवा युगपदेव
सर्वार्थसार्थसाक्षात्करणेन ज्ञप्तिपरिवर्तनाभावात् संभावितग्रहणमोक्षणलक्षणक्रियाविरामः
प्रथममेव समस्तपरिच्छेद्याकारपरिणतत्वात् पुनः परमाकारान्तरमपरिणममानः समन्ततोऽपि
विश्वमशेषं पश्यति जानाति च एवमस्यात्यन्तविविक्तत्वमेव ।।३२।।
परद्रव्यं न जानाति पेच्छदि समंतदो सो जाणदि सव्वं णिरवसेसं तथापि व्यवहारनयेन पश्यति
समन्ततः सर्वद्रव्यक्षेत्रकालभावैर्जानाति च सर्वं निरवशेषम् अथवा द्वितीयव्याख्यानम्अभ्यन्तरे
कामक्रोधादि बहिर्विषये पञ्चेन्द्रियविषयादिकं बहिर्द्रव्यं न गृह्णाति, स्वकीयानन्तज्ञानादिचतुष्टयं च न
मुञ्चति यतस्ततः कारणादयं जीवः केवलज्ञानोत्पत्तिक्षण एव युगपत्सर्वं जानन्सन् परं विकल्पान्तरं न

परिणमति
तथाभूतः सन् किं करोति स्वतत्त्वभूतकेवलज्ञानज्योतिषा जात्यमणिकल्पो
निःकम्पचैतन्यप्रकाशो भूत्वा स्वात्मानं स्वात्मना स्वात्मनि जानात्यनुभवति तेनापि कारणेन परद्रव्यैः
सह भिन्नत्वमेवेत्यभिप्रायः ।।३२।। एवं ज्ञानं ज्ञेयरूपेण न परिणमतीत्यादिव्याख्यानरूपेण तृतीयस्थले
ટીકાઃઆ આત્મા, સ્વભાવથી જ પરદ્રવ્યને ગ્રહવા -મૂકવાનો તથા પરદ્રવ્યરૂપે
પરિણમવાનો (તેને) અભાવ હોવાથી, સ્વતત્ત્વભૂત કેવળજ્ઞાનરૂપે પરિણમીને નિષ્કંપ -નીકળતી
જ્યોતિવાળા ઉત્તમ મણિ જેવો થઈને રહ્યો થકો, (૧) જેને સર્વ તરફથી (સર્વ
આત્મપ્રદેશેથી) દર્શનજ્ઞાનશક્તિ સ્ફુરિત છે એવો થયો થકો,
નિઃશેષપણે આખાય
(પરિપૂર્ણ) આત્માને આત્માથી આત્મામાં સંચેતેજાણેઅનુભવે છે, અથવા (૨) એકીસાથે
જ સર્વ પદાર્થોના સમૂહનો સાક્ષાત્કાર કરવાને લીધે જ્ઞપ્તિપરિવર્તનનો અભાવ થવાથી જેને
ગ્રહણત્યાગસ્વરૂપ ક્રિયા વિરામ પામી છે એવો થયો થકો, પ્રથમથી જ સમસ્ત જ્ઞેયાકારોરૂપે
પરિણમ્યો હોવાથી પછી પરરૂપેઆકારાન્તરરૂપે નહિ પરિણમતો થકો, સર્વ પ્રકારે અશેષ
વિશ્વને, (માત્ર) દેખેજાણે છે. આ રીતે (પૂર્વોક્ત બન્ને રીતે) તેનું (આત્માનું પદાર્થોથી)
અત્યંત ભિન્નપણું જ છે.
ભાવાર્થઃકેવળીભગવાન સર્વ આત્મપ્રદેશેથી પોતાને જ અનુભવ્યા કરે છે; એ
રીતે તેઓ પરદ્રવ્યથી તદ્દન ભિન્ન છે. અથવા, કેવળીભગવાનને સર્વ પદાર્થોનું યુગપદ્ જ્ઞાન
૧. નિઃશેષપણે = કાંઈ જરાય બાકી ન રહે એ રીતે
૨. સાક્ષાત્કાર કરવો = પ્રત્યક્ષ જાણવું
૩. જ્ઞપ્તિક્રિયાનું પલટાયા કરવું અર્થાત
્ જ્ઞાનમાં એક જ્ઞેય ગ્રહવું ને બીજું છોડવું તે ગ્રહણત્યાગ છે;
આવાં ગ્રહણત્યાગ તે ક્રિયા છે; એવી ક્રિયાનો કેવળીભગવાનને અભાવ થયો છે.
૪. આકારાન્તર = અન્ય આકાર

Page 55 of 513
PDF/HTML Page 86 of 544
single page version

अथ केवलज्ञानिश्रुतज्ञानिनोरविशेषदर्शनेन विशेषाकांक्षाक्षोभं क्षपयति
जो हि सुदेण विजाणदि अप्पाणं जाणगं सहावेण
तं सुयकेवलिमिसिणो भणंति लोगप्पदीवयरा ।।३३।।
यो हि श्रुतेन विजानात्यात्मानं ज्ञायकं स्वभावेन
तं श्रुतकेवलिनमृषयो भणन्ति लोकप्रदीपकराः ।।३३।।
गाथापञ्चकं गतम् अथ यथा निरावरणसकलव्यक्तिलक्षणेन केवलज्ञानेनात्मपरिज्ञानं भवति तथा
सावरणैकदेशव्यक्तिलक्षणेन केवलज्ञानोत्पत्तिबीजभूतेन स्वसंवेदनज्ञानरूपभावश्रुतेनाप्यात्मपरिज्ञानं
भवतीति निश्चिनोति
अथवा द्वितीयपातनिका --यथा केवलज्ञानं प्रमाणं भवति तथा केवल-
ज्ञानप्रणीतपदार्थप्रकाशकं श्रुतज्ञानमपि परोक्षप्रमाणं भवतीति पातनिकाद्वयं मनसि धृत्वा सूत्रमिदं
प्रतिपादयति ---
जो यः कर्ता हि स्फु टं सुदेण निर्विकारस्वसंवित्तिरूपभावश्रुतपरिणामेन विजाणदि
હોવાથી તેમનું જ્ઞાન એક જ્ઞેયમાંથી બીજામાં ને બીજામાંથી ત્રીજામાં પલટાતું નથી તેમ જ
તેમને કાંઈ જાણવાનું બાકી નહિ હોવાથી કોઇ વિશેષ જ્ઞેયાકારને જાણવા પ્રત્યે પણ તેમનું
જ્ઞાન વળતું નથી; એ રીતે પણ તેઓ પરથી તદ્દન ભિન્ન છે. (જો જીવની જાણનક્રિયા
પલટો ખાતી હોય તો જ તેને વિકલ્પ
પરનિમિત્તક રાગદ્વેષ હોઈ શકે અને તો જ એટલો
પરદ્રવ્ય સાથેનો સંબંધ કહેવાય. પરંતુ કેવળીભગવાનની જ્ઞપ્તિને તો પરિવર્તનપલટો નથી
તેથી તેઓ પરથી અત્યંત ભિન્ન છે.) આ રીતે કેવળજ્ઞાનપ્રાપ્ત આત્મા પરથી અત્યંત ભિન્ન
હોવાથી અને દરેક આત્મા સ્વભાવે કેવળીભગવાન જેવો જ હોવાથી, નિશ્ચયથી દરેક આત્મા
પરથી ભિન્ન છે એમ સિદ્ધ થયું. ૩૨.
હવે કેવળજ્ઞાનીને અને શ્રુતજ્ઞાનીને અવિશેષપણે દર્શાવીને વિશેષ આકાંક્ષાના ક્ષોભને
ક્ષય કરે છે (અર્થાત્ કેવળજ્ઞાનીમાં અને શ્રુતજ્ઞાનીમાં તફાવત નથી એમ દર્શાવીને વધારે
જાણવાની ઇચ્છાના ક્ષોભને નષ્ટ કરે છે)ઃ
શ્રુતજ્ઞાનથી જાણે ખરે જ્ઞાયકસ્વભાવી આત્મને,
ૠષિઓ પ્રકાશક લોકના શ્રુતકેવળી તેને કહે. ૩૩.
અન્વયાર્થઃ[यः हि] જે ખરેખર [श्रुतेन] શ્રુતજ્ઞાન વડે [स्वभावेन ज्ञायकं]
સ્વભાવથી જ્ઞાયક (અર્થાત્ જ્ઞાયકસ્વભાવ) [आत्मानं] આત્માને [विजानाति] જાણે છે, [तं]
તેને [लोकप्रदीपकराः] લોકના પ્રકાશક [ऋषयः] ૠષીશ્વરો [श्रुतकेवलिनं भणन्ति] શ્રુતકેવળી
કહે છે.

Page 56 of 513
PDF/HTML Page 87 of 544
single page version

यथा भगवान् युगपत्परिणतसमस्तचैतन्यविशेषशालिना केवलज्ञानेनानादिनिधन-
निष्कारणासाधारणस्वसंचेत्यमानचैतन्यसामान्यमहिम्नश्चेतकस्वभावेनैकत्वात् केवलस्यात्मन
आत्मनात्मनि संचेतनात् केवली, तथायं जनोऽपि क्रमपरिणममाणकतिपयचैतन्यविशेष-
शालिना श्रुतज्ञानेनानादिनिधननिष्कारणासाधारणस्वसंचेत्यमानचैतन्यसामान्यमहिम्नश्चेतक-
स्वभावेनैकत्वात
् केवलस्यात्मन आत्मनात्मनि संचेतनात् श्रुतकेवली अलं विशेषा-
कांक्षाक्षोभेण, स्वरूपनिश्चलैरेवावस्थीयते ।।३३।।
विजानाति विशेषेण जानाति विषयसुखानन्दविलक्षणनिजशुद्धात्मभावनोत्थपरमानन्दैकलक्षणसुख-
रसास्वादेनानुभवति
कम् अप्पाणं निजात्मद्रव्यम् जाणगं ज्ञायकं केवलज्ञानस्वरूपम् केन
कृत्वा सहावेण समस्तविभावरहितस्वस्वभावेन तं सुयकेवलिं तं महायोगीन्द्रं श्रुतकेवलिनं भणंति
कथयन्ति के कर्तारः इसिणो ऋषयः किंविशिष्टाः लोगप्पदीवयरा लोकप्रदीपक रा लोकप्रकाशका
इति अतो विस्तरः ---युगपत्परिणतसमस्तचैतन्यशालिना केवलज्ञानेन अनाद्यनन्तनिष्कारणान्य-
द्रव्यासाधारणस्वसंवेद्यमानपरमचैतन्यसामान्यलक्षणस्य परद्रव्यरहितत्वेन केवलस्यात्मन आत्मनि
स्वानुभवनाद्यथा भगवान् केवली भवति, तथायं
गणधरदेवादिनिश्चयरत्नत्रयाराधकजनोऽपि
ટીકાઃજેમ ભગવાન, યુગપદ્ પરિણમતા સમસ્ત ચૈતન્યવિશેષોવાળા
કેવળજ્ઞાન વડે, અનાદિનિધન -નિષ્કારણ -અસાધારણ -સ્વસંવેદ્યમાન ચૈતન્યસામાન્ય
જેનો મહિમા છે તથા ચેતકસ્વભાવ વડે એકપણું હોવાથી જે કેવળ (એકલો, નિર્ભેળ,
શુદ્ધ, અખંડ) છે એવા આત્માને આત્માથી આત્મામાં અનુભવવાને લીધે કેવળી છે; તેમ
અમે પણ, ક્રમે પરિણમતા કેટલાક ચૈતન્યવિશેષોવાળા શ્રુતજ્ઞાન વડે, અનાદિનિધન-
નિષ્કારણ -અસાધારણ -સ્વસંવેદ્યમાન ચૈતન્યસામાન્ય જેનો મહિમા છે તથા ચેતકસ્વભાવ
વડે એકપણું હોવાથી જે
કેવળ (-નિર્ભેળ) છે એવા આત્માને આત્માથી આત્મામાં
અનુભવવાને લીધે શ્રુતકેવળી છીએ. (માટે) વિશેષ આકાંક્ષાના ક્ષોભથી બસ થાઓ;
સ્વરૂપનિશ્ચળ જ રહીએ છીએ.
૧. અનાદિનિધન = અનાદિ -અનંત. (ચૈતન્યસામાન્ય આદિ તેમ જ અંત રહિત છે.)
૨. નિષ્કારણ = જેનું કોઈ કારણ નથી એવું; સ્વયંસિદ્ધ; સહજ.
૩. અસાધારણ = જે બીજા કોઈ દ્રવ્યમાં નથી એવું
૪. સ્વસંવેદ્યમાન = પોતાથી જ વેદાતું
અનુભવાતું
૫. ચેતક = ચેતનાર; દર્શકજ્ઞાયક.
૬. આત્મા નિશ્ચયથી પરદ્રવ્યના તેમ જ રાગદ્વેષાદિના સંયોગ વિનાનો તથા ગુણપર્યાયના ભેદો વિનાનો,
માત્ર ચેતકસ્વભાવરૂપ જ છે; તેથી પરમાર્થે તે કેવળ (અર્થાત્ એકલો, નિર્ભેળ, શુદ્ધ, અખંડ) છે.

Page 57 of 513
PDF/HTML Page 88 of 544
single page version

अथ ज्ञानस्य श्रुतोपाधिभेदमुदस्यति
सुत्तं जिणोवदिट्ठं पोग्गलदव्वप्पगेहिं वयणेहिं
तं जाणणा हि णाणं सुत्तस्स य जाणणा भणिया ।।३४।।
सूत्रं जिनोपदिष्टं पुद्गलद्रव्यात्मकैर्वचनैः
तज्ज्ञप्तिर्हि ज्ञानं सूत्रस्य च ज्ञप्तिर्भणिता ।।३४।।
पूर्वोक्तलक्षणस्यात्मनो भावश्रुतज्ञानेन स्वसंवेदनान्निश्चयश्रुतकेवली भवतीति किंच --यथा कोऽपि
देवदत्त आदित्योदयेन दिवसे पश्यति, रात्रौ किमपि प्रदीपेनेति तथादित्योदयस्थानीयेन केवलज्ञानेन
दिवसस्थानीयमोक्षपर्याये भगवानात्मानं पश्यति, संसारी विवेकिजनः पुनर्निशास्थानीयसंसारपर्याये
ભાવાર્થઃભગવાન સમસ્ત પદાર્થોને જાણે છે તેથી કાંઈ તેઓ ‘કેવળી’ કહેવાતા
નથી, પરંતુ કેવળ અર્થાત્ શુદ્ધ આત્માને જાણતાઅનુભવતા હોવાથી તેઓ ‘કેવળી’ કહેવાય
છે. કેવળ (શુદ્ધ) આત્માને જાણનારઅનુભવનાર શ્રુતજ્ઞાની પણ ‘શ્રુતકેવળી’ કહેવાય છે.
કેવળી અને શ્રુતકેવળીમાં તફાવત એટલો છે કેકેવળી જેમાં ચૈતન્યના સમસ્ત વિશેષો
એકીસાથે પરિણમે છે એવા કેવળજ્ઞાન વડે કેવળ આત્માને અનુભવે છે અને શ્રુતકેવળી
જેમાં ચૈતન્યના કેટલાક વિશેષો ક્રમે પરિણમે છે એવા શ્રુતજ્ઞાન વડે કેવળ આત્માને અનુભવે
છે; અર્થાત
્, કેવળી સૂર્યસમાન કેવળજ્ઞાન વડે આત્માને દેખેઅનુભવે છે અને શ્રુતકેવળી
દીવા સમાન શ્રુતજ્ઞાન વડે આત્માને દેખેઅનુભવે છે. આ રીતે કેવળીમાં ને શ્રુતકેવળીમાં
સ્વરૂપસ્થિરતાની તરતમતારૂપ ભેદ જ મુખ્ય છે, વત્તુંઓછું (વધારેઓછા પદાર્થો)
જાણવારૂપ ભેદ અત્યંત ગૌણ છે. માટે ઘણું જાણવાની ઇચ્છારૂપ ક્ષોભ છોડી સ્વરૂપમાં
જ નિશ્ચળ રહેવું યોગ્ય છે. એ જ કેવળજ્ઞાન -પ્રાપ્તિનો ઉપાય છે. ૩૩.
હવે, જ્ઞાનના શ્રુત -ઉપાધિકૃત ભેદને દૂર કરે છે (અર્થાત્ શ્રુતજ્ઞાન પણ જ્ઞાન જ છે,
શ્રુતરૂપ ઉપાધિને કારણે જ્ઞાનમાં કાંઈ ભેદ પડતો નથી એમ દર્શાવે છે)ઃ
પુદ્ગલસ્વરૂપ વચનોથી જિન -ઉપદિષ્ટ જે તે સૂત્ર છે;
છે જ્ઞપ્તિ તેની જ્ઞાન, તેને સૂત્રની જ્ઞપ્તિ કહે. ૩૪.
અન્વયાર્થઃ[सूत्रं] સૂત્ર એટલે [पुद्गलद्रव्यात्मकैः वचनैः] પુદ્ગલદ્રવ્યાત્મક
વચનો વડે [जिनोपदिष्टं] જિનભગવંતે ઉપદેશેલું તે. [तज्ज्ञप्तिः हि] તેની જ્ઞપ્તિ તે [ज्ञानं]
જ્ઞાન છે [च] અને તેને [सूत्रस्य ज्ञप्तिः] સૂત્રની જ્ઞપ્તિ (શ્રુતજ્ઞાન) [भणिता] કહી છે.
પ્ર. ૮

Page 58 of 513
PDF/HTML Page 89 of 544
single page version

श्रुतं हि तावत्सूत्रम् तच्च भगवदर्हत्सर्वज्ञोपज्ञं स्यात्कारकेतनं पौद्गलिकं शब्दब्रह्म
तज्ज्ञप्तिर्हि ज्ञानम् श्रुतं तु तत्कारणत्वात् ज्ञानत्वेनोपचर्यत एव एवं सति सूत्रस्य ज्ञप्तिः
श्रुतज्ञानमित्यायाति अथ सूत्रमुपाधित्वान्नाद्रियते ज्ञप्तिरेवावशिष्यते सा च केवलिनः
श्रुतकेवलिनश्चात्मसंचेतने तुल्यैवेति नास्ति ज्ञानस्य श्रुतोपाधिभेदः ।। ३४ ।।
प्रदीपस्थानीयेन रागादिविकल्परहितपरमसमाधिना निजात्मानं पश्यतीति अयमत्राभिप्रायः ---आत्मा
परोक्षः, कथं ध्यानं क्रियते इति सन्देहं कृत्वा परमात्मभावना न त्याज्येति ।।३३।। अथ शब्दरूपं
द्रव्यश्रुतं व्यवहारेण ज्ञानं निश्चयेनार्थपरिच्छित्तिरूपं भावश्रुतमेव ज्ञानमिति कथयति
अथवात्मभावनारतो निश्चयश्रुतकेवली भवतीति पूर्वसूत्रे भणितम् अयं तु व्यवहारश्रुतकेवलीति
कथ्यते ---सुत्तं द्रव्यश्रुतम् कथम्भूतम् जिणोवदिट्ठं जिनोपदिष्टम् कैः कृत्वा पोग्गलदव्वप्पगेहिं वयणेहिं
पुद्गलद्रव्यात्मकैर्दिव्यध्वनिवचनैः तं जाणणा हि णाणं तेन पूर्वोक्त शब्दश्रुताधारेण ज्ञप्तिरर्थपरि-
च्छित्तिर्ज्ञानं भण्यते हि स्फु टम् सुत्तस्स य जाणणा भणिया पूर्वोक्तद्रव्यश्रुतस्यापि व्यवहारेण
ज्ञानव्यपदेशो भवति न तु निश्चयेनेति तथा हि --यथा निश्चयेन शुद्धबुद्धैकस्वभावो जीवः
पश्चाद्वयवहारेण नरनारकादिरूपोऽपि जीवो भण्यते; तथा निश्चयेनाखण्डैकप्रतिभासरूपं समस्त-
वस्तुप्रकाशकं ज्ञानं भण्यते, पश्चाद्वयवहारेण मेघपटलावृतादित्यस्यावस्थाविशेषवत्कर्मपटलावृता-

खण्डैकज्ञानरूपजीवस्य मतिज्ञानश्रुतज्ञानादिव्यपदेशो भवतीति भावार्थः
।।३४।। अथ भिन्नज्ञानेनात्मा
ટીકાઃપ્રથમ તો શ્રુત એટલે સૂત્ર; અને સૂત્ર એટલે ભગવાન અર્હત્ -સર્વજ્ઞે
સ્વયં જાણીને ઉપદેશેલું, સ્યાત્કાર જેનું ચિહ્ન છે એવું, પૌદ્ગલિક શબ્દબ્રહ્મ. તેની
જ્ઞપ્તિ (શબ્દબ્રહ્મને જાણનારી જાણનક્રિયા) તે જ્ઞાન છે; શ્રુત(સૂત્ર) તો તેનું
(જ્ઞાનનું) કારણ હોવાથી જ્ઞાન તરીકે ઉપચારથી જ કહેવાય છે (જેમ અન્નને પ્રાણ
કહેવાય છે તેમ). આમ હોવાથી એમ ફલિત થાય છે કે ‘સૂત્રની જ્ઞપ્તિ’ તે શ્રુતજ્ઞાન છે.
હવે જો સૂત્ર તો ઉપાધિ હોવાથી તેનો આદર ન કરવામાં આવે તો ‘જ્ઞપ્તિ’ જ બાકી
રહે છે; (‘સૂત્રની જ્ઞપ્તિ’ કહીએ છીએ ત્યાં નિશ્ચયથી જ્ઞપ્તિ કાંઈ પૌદ્ગલિક સૂત્રની નથી,
આત્માની છે; સૂત્ર જ્ઞપ્તિના સ્વરૂપભૂત નથી, વધારાની વસ્તુ અર્થાત
્ ઉપાધિ છે; કારણ
કે સૂત્ર ન હોય ત્યાં પણ જ્ઞપ્તિ તો હોય છે. માટે જો સૂત્રને ન ગણીએ તો ‘જ્ઞપ્તિ’
જ બાકી રહે છે;) અને તે (
જ્ઞપ્તિ) કેવળીને અને શ્રુતકેવળીને આત્મ -અનુભવનમાં તુલ્ય
જ છે. માટે જ્ઞાનમાં શ્રુત -ઉપાધિકૃત ભેદ નથી. ૩૪.
૧. સ્યાત્કાર = ‘સ્યાત્’ શબ્દ. ( સ્યાત્ = કથંચિત્; કોઈ અપેક્ષાથી. )
૨. જ્ઞપ્તિ = જાણવું તે; જાણવાની ક્રિયા; જાણનક્રિયા.

Page 59 of 513
PDF/HTML Page 90 of 544
single page version

अथात्मज्ञानयोः कर्तृकरणताकृतं भेदमपनुदति
जो जाणदि सो णाणं ण हवदि णाणेण जाणगो आदा
णाणं परिणमदि सयं अट्ठा णाणट्ठिया सव्वे ।।३५।।
यो जानाति स ज्ञानं न भवति ज्ञानेन ज्ञायक आत्मा
ज्ञानं परिणमते स्वयमर्था ज्ञानस्थिताः सर्वे ।।३५।।
अपृथग्भूतकर्तृकरणत्वशक्तिपारमैश्वर्ययोगित्वादात्मनो य एव स्वयमेव जानाति स
एव ज्ञानमन्तर्लीनसाधकतमोष्णत्वशक्तेः स्वतंत्रस्य जातवेदसो दहनक्रियाप्रसिद्धेरुष्ण-
ज्ञानी न भवतीत्युपदिशतिजो जाणदि सो णाणं यः कर्ता जानाति स ज्ञानं भवतीति तथा हि
यथा संज्ञालक्षणप्रयोजनादिभेदेऽपि सति पश्चादभेदनयेन दहनक्रियासमर्थोष्णगुणेन परिणतो-
ऽग्निरप्युष्णो भण्यते, तथार्थक्रियापरिच्छित्तिसमर्थज्ञानगुणेन परिणत आत्मापि ज्ञानं भण्यते तथा
चोक्तम्‘जानातीति ज्ञानमात्मा’ ण हवदि णाणेण जाणगो आदा सर्वथैव भिन्नज्ञानेनात्मा ज्ञायको न
હવે આત્મા અને જ્ઞાનનો કર્તૃત્વ -કરણત્વકૃત ભેદ દૂર કરે છે (અર્થાત્ પરમાર્થે અભેદ
આત્મામાં, ‘આત્મા જાણનક્રિયાનો કર્તા છે અને જ્ઞાન કરણ છે’ એમ વ્યવહારે ભેદ
પાડવામાં આવે છે, તોપણ આત્મા ને જ્ઞાન જુદાં નહિ હોવાથી અભેદનયથી ‘આત્મા જ
જ્ઞાન છે’ એમ સમજાવે છે)ઃ
જે જાણતો તે જ્ઞાન, નહિ જીવ જ્ઞાનથી જ્ઞાયક બને;
પોતે પ્રણમતો જ્ઞાનરૂપ, ને જ્ઞાનસ્થિત સૌ અર્થ છે. ૩૫.
અન્વયાર્થઃ[यः जानाति] જે જાણે છે [सः ज्ञानं] તે જ્ઞાન છે (અર્થાત્ જે જ્ઞાયક
છે તે જ જ્ઞાન છે), [ज्ञानेन] જ્ઞાન વડે [आत्मा] આત્મા [ज्ञायकः भवति] જ્ઞાયક છે [न]
એમ નથી. [स्वयं] પોતે જ [ज्ञानं परिणमते] જ્ઞાનરૂપે પરિણમે છે [सर्वे अर्थाः] અને સર્વ
પદાર્થો [ज्ञानस्थिताः] જ્ઞાનસ્થિત છે.
ટીકાઃઆત્મા અપૃથગ્ભૂત કર્તૃત્વ અને કરણત્વની શક્તિરૂપ પારમૈશ્વર્યવાળો
હોવાથી, જે સ્વયમેવ જાણે છે (અર્થાત્ જે જ્ઞાયક છે) તે જ જ્ઞાન છે; જેમ સાધકતમ
ઉષ્ણત્વશક્તિ જેનામાં અંતર્લીન છે એવા સ્વતંત્ર અગ્નિને, દહનક્રિયાની પ્રસિદ્ધિ હોવાથી
૧. પારમૈશ્વર્ય = પરમ સામર્થ્ય; પરમેશ્વરતા.
૨. સાધકતમ અર્થાત
્ ઉત્કૃષ્ટ સાધન તે કરણ.
૩. જે સ્વતંત્રપણે કરે તે કર્તા.
૪. અગ્નિ બાળવાની ક્રિયા કરતો હોવાથી અગ્નિને ઉષ્ણતા અર્થાત
્ ગરમી કહેવામાં આવે છે.

Page 60 of 513
PDF/HTML Page 91 of 544
single page version

ઉષ્ણતા કહેવાય છે તેમ. પરંતુ એમ નથી કે જેમ પૃથગ્વર્તી દાતરડા વડે દેવદત્ત કાપનાર
છે તેમ (પૃથગ્વર્તી) જ્ઞાન વડે આત્મા જાણનાર (
જ્ઞાયક) છે. જો એમ હોય તો બન્નેને
અચેતનપણું આવે અને બે અચેતનનો સંયોગ થતાં પણ જ્ઞપ્તિ નીપજે નહિ. આત્મા ને જ્ઞાન
પૃથગ્વર્તી હોવા છતાં આત્માને જ્ઞપ્તિ થતી માનવામાં આવે તો તો પર જ્ઞાન વડે પરને જ્ઞપ્તિ
થઈ શકે અને રાખ વગેરેને પણ જ્ઞપ્તિનો ઉદ્ભવ નિરંકુશ થાય. (‘આત્મા ને જ્ઞાન પૃથક્
છે પણ જ્ઞાન આત્મા સાથે જોડાવાથી આત્મા જાણવાનું કાર્ય કરે છે’ એમ માનવામાં આવે
તો તો જ્ઞાન જેમ આત્મા સાથે જોડાય તેમ રાખ, ઘડો, થાંભલો વગેરે સર્વ પદાર્થો સાથે
જોડાય અને તેથી તે પદાર્થો પણ જાણવાનું કાર્ય કરે. પરંતુ આમ તો બનતું નથી. તેથી આત્મા
ને જ્ઞાન પૃથક્ નથી.) વળી, પોતાથી અભિન્ન એવા સમસ્ત જ્ઞેયાકારોરૂપે પરિણમેલું જે જ્ઞાન
તે -રૂપે સ્વયં પરિણમનારને, કાર્યભૂત સમસ્ત જ્ઞેયાકારોના કારણભૂત સર્વ પદાર્થો જ્ઞાનવર્તી
જ કથંચિત
્ છે. (માટે) જ્ઞાતા ને જ્ઞાનના વિભાગની ક્લિષ્ટ કલ્પનાથી શું પ્રયોજન છે? ૩૫.
હવે શું જ્ઞાન છે અને શું જ્ઞેય છે તે વ્યક્ત કરે છેઃ
છે જ્ઞાન તેથી જીવ, જ્ઞેય ત્રિધા કહેલું દ્રવ્ય છે;
એ દ્રવ્ય પર ને આતમા, પરિણામસંયુત જેહ છે. ૩૬.
व्यपदेशवत न तु यथा पृथग्वर्तिना दात्रेण लावको भवति देवदत्तस्तथा ज्ञानेन ज्ञायको
भवत्यात्मा तथा सत्युभयोरचेतनत्वमचेतनयोः संयोगेऽपि न परिच्छित्तिनिष्पत्तिः पृथक्त्व-
वर्तिनोरपि परिच्छेदाभ्युपगमे परपरिच्छेदेन परस्य परिच्छित्तिर्भूतिप्रभृतीनां च परिच्छित्तिप्रसूति-
रनङ्कुशा स्यात
किंचस्वतोऽव्यतिरिक्तसमस्तपरिच्छेद्याकारपरिणतं ज्ञानं स्वयं परिणम-
मानस्य कार्यभूतसमस्तज्ञेयाकारकारणीभूताः सर्वेऽर्था ज्ञानवर्तिन एव कथंचिद्भवन्ति; किं
ज्ञातृज्ञानविभागक्लेशकल्पनया
।।३५।।
अथ किं ज्ञानं किं ज्ञेयमिति व्यनक्ति
तम्हा णाणं जीवो णेयं दव्वं तिहा समक्खादं
दव्वं ति पुणो आदा परं च परिणामसंबद्धं ।।३६।।
भवतीति अथ मतम् --यथा भिन्नदात्रेण लावको भवति देवदत्तस्तथा भिन्नज्ञानेन ज्ञायको भवतु को
दोष इति नैवम् छेदनक्रियाविषये दात्रं बहिरङ्गोपकरणं तद्भिन्नं भवतु, अभ्यन्तरोपकरणं तु
देवदत्तस्य छेदनक्रियाविषये शक्तिविशेषस्तच्चाभिन्नमेव भवति; तथार्थपरिच्छित्तिविषये ज्ञानमेवा-
भ्यन्तरोपकरणं तथाभिन्नमेव भवति, उपाध्यायप्रकाशादिबहिरङ्गोपकरणं तद्भिन्नमपि भवतु दोषो

नास्ति
यदि च भिन्नज्ञानेन ज्ञानी भवति तर्हि परकीयज्ञानेन सर्वेऽपि कुम्भस्तम्भादिजडपदार्था ज्ञानिनो

Page 61 of 513
PDF/HTML Page 92 of 544
single page version

तस्मात् ज्ञानं जीवो ज्ञेयं द्रव्यं त्रिधा समाख्यातम्
द्रव्यमिति पुनरात्मा परश्च परिणामसंबद्धः ।।३६।।
यतः परिच्छेदरूपेण स्वयं विपरिणम्य स्वतंत्र एव परिच्छिनत्ति ततो जीव एव
ज्ञानमन्यद्रव्याणां तथा परिणन्तुं परिच्छेत्तुं चाशक्तेः ज्ञेयं तु वृत्तवर्तमानवर्तिष्यमाणविचित्र-
पर्यायपरम्पराप्रकारेण त्रिधाकालकोटिस्पर्शित्वादनाद्यनन्तं द्रव्यं, तत्तु ज्ञेयतामापद्यमानं
द्वेधात्मपरविकल्पात
इष्यते हि स्वपरपरिच्छेदकत्वादवबोधस्य बोध्यस्यैवंविधं द्वैविध्यम्
ननु स्वात्मनि क्रियाविरोधात् कथं नामात्मपरिच्छेदकत्वम् का हि नाम क्रिया
कीदृशश्च विरोधः क्रिया ह्यत्र विरोधिनी समुत्पत्तिरूपा वा ज्ञप्तिरूपा वा उत्पत्तिरूपा हि
तावन्नैकं स्वस्मात्प्रजायत इत्यागमाद्विरुद्धैव ज्ञप्तिरूपायास्तु प्रकाशनक्रिययेव प्रत्यवस्थितत्वान्न
भवन्तु, न च तथा णाणं परिणमदि सयं यत एव भिन्नज्ञानेन ज्ञानी न भवति तत एव घटोत्पत्तौ
मृत्पिण्ड इव स्वयमेवोपादानरूपेणात्मा ज्ञानं परिणमति अट्ठा णाणट्ठिया सव्वे व्यवहारेण ज्ञेयपदार्था
आदर्शे बिम्बमिव परिच्छित्त्याकारेण ज्ञाने तिष्ठन्तीत्यभिप्रायः ।।३५।। अथात्मा ज्ञानं भवति शेषं तु
ज्ञेयमित्यावेदयति ---तम्हा णाणं जीवो यस्मादात्मैवोपादानरूपेण ज्ञानं परिणमति तथैव पदार्थान्
परिच्छिनत्ति, इति भणितं पूर्वसूत्रे, तस्मादात्मैव ज्ञानं णेयं दव्वं तस्य ज्ञानरूपस्यात्मनो ज्ञेयं भवति
किम् द्रव्यम् तिहा समक्खादं तच्च द्रव्यं कालत्रयपर्यायपरिणतिरूपेण द्रव्यगुणपर्यायरूपेण वा
અન્વયાર્થઃ[तस्मात्] તેથી [जीवः ज्ञानं] જીવ જ્ઞાન છે [ज्ञेयं] અને જ્ઞેય [त्रिधा
समाख्यातं] ત્રિધા વર્ણવવામાં આવેલું (ત્રિકાળસ્પર્શી) [द्रव्यं] દ્રવ્ય છે. [पुनः द्रव्यं इति] (એ
જ્ઞેયભૂત) દ્રવ્ય એટલે [आत्मा] આત્મા (સ્વાત્મા) [परः च] અને પર [परिणामसंबद्धः] કે જેઓ
પરિણામવાળાં છે.
ટીકાઃ(પૂર્વોક્ત રીતે) જ્ઞાનરૂપે સ્વયં પરિણમીને સ્વતંત્રપણે જ જાણતો હોવાથી
જીવ જ જ્ઞાન છે, કારણ કે અન્ય દ્રવ્યો એ રીતે (જ્ઞાનરૂપે) પરિણમવાને તથા જાણવાને
અસમર્થ છે. અને જ્ઞેય, વર્તી ચૂકેલા, વર્તતા અને વર્તશે એવા વિચિત્ર પર્યાયોની પરંપરાના
પ્રકાર વડે ત્રિવિધ કાળકોટિને સ્પર્શતું હોવાથી અનાદિ -અનંત એવું દ્રવ્ય છે. (આત્મા જ
જ્ઞાન છે અને જ્ઞેય સમસ્ત દ્રવ્યો છે.) તે જ્ઞેયભૂત દ્રવ્ય આત્મા ને પર (
સ્વ ને પર)
એવા બે ભેદને લીધે બે પ્રકારનું છે. જ્ઞાન સ્વપરજ્ઞાયક હોવાથી જ્ઞેયનું એવું દ્વિવિધપણું
માનવામાં આવે છે.
(પ્રશ્ન) પોતામાં ક્રિયા થઈ શકવાનો વિરોધ હોવાથી આત્માને સ્વજ્ઞાયકપણું કઈ
રીતે ઘટે છે? (ઉત્તર) કઈ ક્રિયા અને કયા પ્રકારનો વિરોધ? ક્રિયા, કે જે અહીં (પ્રશ્નમાં)
વિરોધી કહેવામાં આવી છે તે, કાં તો ઉત્પત્તિરૂપ હોય, કાં તો જ્ઞપ્તિરૂપ હોય. પ્રથમ,

Page 62 of 513
PDF/HTML Page 93 of 544
single page version

तत्र विप्रतिषेधस्यावतारः यथा हि प्रकाशकस्य प्रदीपस्य परं प्रकाश्यतामापन्नं प्रकाशयतः
स्वस्मिन् प्रकाश्ये न प्रकाशकान्तरं मृग्यं, स्वयमेव प्रकाशनक्रियायाः समुपलम्भात्; तथा
परिच्छेदकस्यात्मनः परं परिच्छेद्यतामापन्नं परिच्छिन्दतः स्वस्मिन् परिच्छेद्ये न परिच्छेदकान्तरं
मृग्यं, स्वयमेव परिच्छेदनक्रियायाः समुपलम्भात
ननु कुत आत्मनो द्रव्यज्ञानरूपत्वं द्रव्याणां च आत्मज्ञेयरूपत्वं च परिणाम-
संबन्धत्वात यतः खलु आत्मा द्रव्याणि च परिणामैः सह संबध्यन्ते, तत आत्मनो
द्रव्यालम्बनज्ञानेन द्रव्याणां तु ज्ञानमालम्ब्य ज्ञेयाकारेण परिणतिरबाधिता प्रतपति ।।३६।।
तथैवोत्पादव्ययध्रौव्यरूपेण च त्रिधा समाख्यातम् दव्वं ति पुणो आदा परं च तच्च ज्ञेयभूतं द्रव्यमात्मा
भवति परं च कस्मात् यतो ज्ञानं स्वं जानाति परं चेति प्रदीपवत् तच्च स्वपरद्रव्यं कथंभूतम्
परिणामसंबद्धं कथंचित्परिणामीत्यर्थः नैयायिकमतानुसारी कश्चिदाह ---ज्ञानं ज्ञानान्तरवेद्यं प्रमेयत्वात्
ઉત્પત્તિરૂપ ક્રિયા તો ‘કોઈ પોતે પોતામાંથી ઉત્પન્ન થઈ શકે નહિ’ એવા આગમકથનથી વિરુદ્ધ
જ છે. પરંતુ જ્ઞપ્તિરૂપ ક્રિયામાં વિરોધ આવતો નથી, કારણ કે તે, પ્રકાશનક્રિયાની માફક,
ઉત્પત્તિક્રિયાથી વિરુદ્ધ રીતે (જુદી રીતે) વર્તે છે. જેમ જે પ્રકાશ્યભૂત પરને પ્રકાશે છે એવા
પ્રકાશક દીવાને સ્વ પ્રકાશ્યને પ્રકાશવાની બાબતમાં અન્ય પ્રકાશકની જરૂર પડતી નથી, કારણ
કે સ્વયમેવ પ્રકાશનક્રિયાની પ્રાપ્તિ છે; તેમ જે જ્ઞેયભૂત પરને જાણે છે એવા જ્ઞાયક આત્માને
સ્વ જ્ઞેયને જાણવાની બાબતમાં અન્ય જ્ઞાયકની જરૂર પડતી નથી, કારણ કે સ્વયમેવ
જ્ઞાનક્રિયાની પ્રાપ્તિ છે.
* (આ રીતે સિદ્ધ થયું કે જ્ઞાન સ્વને પણ જાણી શકે છે.)
(પ્રશ્ન) આત્માને દ્રવ્યોના જ્ઞાનરૂપપણું અને દ્રવ્યોને આત્માના જ્ઞેયરૂપપણું
શાથી (કઈ રીતે ઘટે) છે? (ઉત્તર) તેઓ પરિણામવાળાં હોવાથી. આત્મા અને દ્રવ્યો
પરિણામયુક્ત છે, તેથી આત્માને, દ્રવ્યો જેનું આલંબન છે એવા જ્ઞાનરૂપે (પરિણતિ), અને
દ્રવ્યોને, જ્ઞાનને અવલંબીને જ્ઞેયાકારરૂપે પરિણતિ અબાધિતપણે તપે છેપ્રતાપવંત વર્તે છે.
* કોઈ પર્યાય પોતે પોતામાંથી ઉત્પન્ન થઈ શકે નહિ પણ તે દ્રવ્યના આધારેદ્રવ્યમાંથી
ઉત્પન્ન થાય; કારણ કે જો એમ ન હોય તો તો દ્રવ્યરૂપ આધાર વિના પર્યાયો ઉત્પન્ન થાય, જળ
વિના તરંગો થાય. એ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે; તેથી પર્યાયને ઉત્પન્ન થવા માટે દ્રવ્યરૂપ આધાર જોઈએ.
આ રીતે જ્ઞાનપર્યાય પણ પોતે પોતામાંથી ઉત્પન્ન થઈ શકે નહિ, આત્મદ્રવ્યમાંથી ઉત્પન્ન થાય
વાત તો બરાબર છે. પંરતુ જ્ઞાનપર્યાય પોતે પોતાથી જણાઈ શકે નહિ એ વાત યથાર્થ નથી. આત્મદ્રવ્યમાંથી
ઉત્પન્ન થતો જ્ઞાનપર્યાય પોતે પોતાથી જ જણાય છે. જેમ દીવારૂપ આધારમાંથી ઉત્પન્ન થતો પ્રકાશપર્યાય
સ્વપરને પ્રકાશે છે તેમ આત્મારૂપ આધારમાંથી ઉત્પન્ન થતો જ્ઞાનપર્યાય સ્વપરને જાણે છે. વળી જ્ઞાન
પોતે પોતાને જાણે છે એ અનુભવસિદ્ધ પણ છે.
૧. જ્ઞાનને જ્ઞેયભૂત દ્રવ્યો આલંબન અર્થાત્ નિમિત્ત છે. જ્ઞાન જ્ઞેયને ન જાણે તો જ્ઞાનનું જ્ઞાનત્વ શું?
૨. જ્ઞેયને જ્ઞાન આલંબન અર્થાત્ નિમિત્ત છે. જ્ઞેય જ્ઞાનમાં ન જણાય તો જ્ઞેયનું જ્ઞેયત્વ શું?

Page 63 of 513
PDF/HTML Page 94 of 544
single page version

अथातिवाहितानागतानामपि द्रव्यपर्यायाणां तादात्विकवत् पृथक्त्वेन ज्ञाने वृत्तिमुद्योतयति
तक्कालिगेव सव्वे सदसब्भूदा हि पज्जया तासिं
वट्टंते ते णाणे विसेसदो दव्वजादीणं ।।३७।।
तात्कालिका इव सर्वे सदसद्भूता हि पर्यायास्तासाम्
वर्तन्ते ते ज्ञाने विशेषतो द्रव्यजातीनाम् ।।३७।।
सर्वासामेव हि द्रव्यजातीनां त्रिसमयावच्छिन्नात्मलाभभूमिकत्वेन क्रमप्रतपत्स्वरूपसंपदः
घटादिवत् परिहारमाह --प्रदीपेन व्यभिचारः, प्रदीपस्तावत्प्रमेयः परिच्छेद्यो ज्ञेयो भवति न च
प्रदीपान्तरेण प्रकाश्यते, तथा ज्ञानमपि स्वयमेवात्मानं प्रकाशयति न च ज्ञानान्तरेण प्रकाश्यते यदि
पुनर्ज्ञानान्तरेण प्रकाश्यते तर्हि गगनावलम्बिनी महती दुर्निवारानवस्था प्राप्नोतीति सूत्रार्थः ।।३६।। एवं
निश्चयश्रुतकेवलिव्यवहारश्रुतकेवलिकथनमुख्यत्वेन भिन्नज्ञाननिराकरणेन ज्ञानज्ञेयस्वरूपकथनेन च
चतुर्थस्थले गाथाचतुष्टयं गतम्
अथातीतानागतपर्याया वर्तमानज्ञाने सांप्रता इव दृश्यन्त इति
निरूपयतिसव्वे सदसब्भूदा हि पज्जया सर्वे सद्भूता असद्भूता अपि पर्यायाः ये हि स्फु टं वट्टंते ते तेतेतेतेते
(આત્મા અને દ્રવ્યો સમયે સમયે પરિણામ કર્યા કરે છે, કૂટસ્થ નથી; તેથી આત્મા જ્ઞાનસ્વભાવે
પરિણમે છે અને દ્રવ્યો જ્ઞેયસ્વભાવે પરિણમે છે. એ રીતે જ્ઞાનસ્વભાવે પરિણમતો આત્મા
જ્ઞાનના આલંબનભૂત દ્રવ્યોને જાણે છે અને જ્ઞેયસ્વભાવે પરિણમતાં દ્રવ્યો જ્ઞેયના આલંબનભૂત
જ્ઞાનમાં
આત્મામાંજણાય છે.) ૩૬.
હવે દ્રવ્યોના અતીત અને અનાગત પર્યાયો પણ, તાત્કાળિક પર્યાયોની માફક,
પૃથક્પણે જ્ઞાનમાં વર્તે છે એમ સમજાવે છેઃ
તે દ્રવ્યના સદ્ભૂતઅસદ્ભૂત પર્યયો સૌ વર્તતા,
તત્કાળના પર્યાય જેમ, વિશેષપૂર્વક જ્ઞાનમાં. ૩૭.
અન્વયાર્થઃ[तासाम् द्रव्यजातीनाम्] તે (જીવાદિ) દ્રવ્યજાતિઓના [ते सर्वे] સમસ્ત
[सदसद्भूताः हि] વિદ્યમાન અને અવિદ્યમાન [पर्यायाः] પર્યાયો, [तात्कालिकाः इव] તાત્કાળિક
(વર્તમાન) પર્યાયોની માફક, [विशेषतः] વિશિષ્ટતાપૂર્વક (પોતપોતાના ભિન્ન ભિન્ન સ્વરૂપે)
[ज्ञाने वर्तन्ते] જ્ઞાનમાં વર્તે છે.
ટીકાઃ(જીવાદિ) સમસ્ત દ્રવ્યજાતિઓના પર્યાયોની ઉત્પત્તિની મર્યાદા ત્રણે
કાળની મર્યાદા જેટલી હોવાથી (અર્થાત્ તેઓ ત્રણે કાળે ઉત્પન્ન થયા કરતા હોવાથી),
તેમના (તે સમસ્ત દ્રવ્યજાતિઓના), ક્રમપૂર્વક તપતી સ્વરૂપસંપદાવાળા (એક પછી એક

Page 64 of 513
PDF/HTML Page 95 of 544
single page version

सद्भूतासद्भूततामायान्तो ये यावन्तः पर्यायास्ते तावन्तस्तात्कालिका इवात्यन्तसंकरेणाप्य-
वधारितविशेषलक्षणा एकक्षण एवावबोधसौधस्थितिमवतरन्ति
न खल्वेतदयुक्तंदृष्टा-
विरोधात द्रश्यते हि छद्मस्थस्यापि वर्तमानमिव व्यतीतमनागतं वा वस्तु चिन्तयतः
संविदालम्बितस्तदाकारः किंच चित्रपटीस्थानीयत्वात् संविदः यथा हि चित्रपटयामति-
वाहितानामनुपस्थितानां वर्तमानानां च वस्तूनामालेख्याकाराः साक्षादेकक्षण एवावभासन्ते, तथा
संविद्भित्तावपि
किं च सर्वज्ञेयाकाराणां तादात्विक त्वाविरोधात यथा हि प्रध्वस्तानामनुदितानां
च वस्तूनामालेख्याकारा वर्तमाना एव, तथातीतानामनागतानां च पर्यायाणां ज्ञेयाकारा वर्तमाना
एव भवन्ति
।।३७।।
पूर्वोक्ताः पर्याया वर्तन्ते प्रतिभासन्ते प्रतिस्फु रन्ति क्क णाणे केवलज्ञाने कथंभूता इव तक्कालिगेव
तात्कालिका इव वर्तमाना इव कासां सम्बन्धिनः तासिं दव्वजादीणं तासां प्रसिद्धानां
પ્રગટતા), વિદ્યમાનપણાને અને અવિદ્યમાનપણાને પામતા, જે કોઈ જેટલા પર્યાયો છે, તે
બધાય, તાત્કાળિક (વર્તમાનકાલીન) પર્યાયોની માફક, અત્યંત
મિશ્રિત હોવા છતાં સૌ
પર્યાયોનાં વિશિષ્ટ લક્ષણ સ્પષ્ટ જણાય એ રીતે, એક ક્ષણે જ, જ્ઞાનમહેલમાં સ્થિતિ પામે
છે. આ (ત્રણે કાળના પર્યાયોનું વર્તમાન પર્યાયોની માફક જ્ઞાનમાં જણાવું) અયુક્ત નથી;
કારણ કે
(૧) તેનો દ્રષ્ટની સાથે (જગતમાં જે જોવામાં આવે છેઅનુભવાય છે તેની સાથે)
અવિરોધ છે. (જગતમાં) દેખાય છે કે છદ્મસ્થને પણ, જેમ વર્તમાન વસ્તુ ચિંતવતાં તેના
આકારને જ્ઞાન અવલંબે છે તેમ, વ્યતીત અને અનાગત વસ્તુ ચિંતવતાં (પણ) તેના આકારને
જ્ઞાન અવલંબે છે.
(૨) વળી જ્ઞાન ચિત્રપટ સમાન છે. જેમ ચિત્રપટમાં અતીત, અનાગત અને વર્તમાન
વસ્તુઓના આલેખ્યાકારો (આલેખ્ય આકારો) સાક્ષાત્ એક ક્ષણે જ ભાસે છે, તેમ
જ્ઞાનરૂપી ભીંતમાં (જ્ઞાનભૂમિમાં, જ્ઞાનપટમાં) પણ અતીત, અનાગત અને વર્તમાન
પર્યાયોના જ્ઞેયાકારો સાક્ષાત્ એક ક્ષણે જ ભાસે છે.
(૩) વળી સર્વ જ્ઞેયાકારોનું તાત્કાળિકપણું (વર્તમાનપણું, સાંપ્રતિકપણું) અવિરુદ્ધ છે.
જેમ નષ્ટ અને અનુત્પન્ન વસ્તુઓના આલેખ્યાકારો વર્તમાન જ છે, તેમ અતીત અને
અનાગત પર્યાયોના જ્ઞેયાકારો વર્તમાન જ છે.
૧. જ્ઞાનમાં સૌ દ્રવ્યોના ત્રણે કાળના પર્યાયો એકી સાથે જણાવા છતાં દરેક પર્યાયનું વિશિષ્ટ સ્વરૂપ
પ્રદેશ, કાળ, આકાર વગેરે વિશેષતાઓસ્પષ્ટ જણાય છે; સંકરવ્યતિકર થતા નથી.
૨. આલેખ્ય = આળેખાવાયોગ્ય; ચીતરાવાયોગ્ય.

Page 65 of 513
PDF/HTML Page 96 of 544
single page version

अथासद्भूतपर्यायाणां कथंचित्सद्भूतत्वं विदधाति
जे णेव हि संजाया जे खलु णट्ठा भवीय पज्जाया
ते होंति असब्भूदा पज्जाया णाणपच्चक्खा ।।३८।।
ये नैव हि संजाता ये खलु नष्टा भूत्वा पर्यायाः
ते भवन्ति असद्भूताः पर्याया ज्ञानप्रत्यक्षाः ।।३८।।
शुद्धजीवद्रव्यादिद्रव्यजातीनामिति व्यवहितसंबन्धः कस्मात् विसेसदो स्वकीयस्वकीयप्रदेश-
कालाकारविशेषैः संकरव्यतिकरपरिहारेणेत्यर्थः किंच ---यथा छद्मस्थपुरुषस्यातीतानागतपर्याया मनसि
चिन्तयतः प्रतिस्फु रन्ति, यथा च चित्रभित्तौ बाहुबलिभरतादिव्यतिक्रान्तरूपाणि श्रेणिकतीर्थकरादि-
भाविरूपाणि च वर्तमानानीव प्रत्यक्षेण दृश्यन्ते तथा चित्रभित्तिस्थानीयकेवलज्ञाने भूतभाविनश्च पर्याया

युगपत्प्रत्यक्षेण दृश्यन्ते, नास्ति विरोधः
यथायं केवली भगवान् परद्रव्यपर्यायान् परिच्छित्तिमात्रेण
ભાવાર્થઃકેવળજ્ઞાન સમસ્ત દ્રવ્યોના ત્રણે કાળના પર્યાયોને યુગપદ્ જાણે છે.
અહીં પ્રશ્ન થવાયોગ્ય છે કે નષ્ટ અને અનુત્પન્ન પર્યાયોને જ્ઞાન વર્તમાન કાળે કેમ જાણી
શકે? તેનું સમાધાનઃ
જગતમાં પણ દેખાય છે કે અલ્પજ્ઞ જીવનું જ્ઞાન પણ નષ્ટ અને
અનુત્પન્ન વસ્તુઓને ચિંતવી શકે છે, અનુમાન દ્વારા જાણી શકે છે, તદાકાર થઈ શકે છે; તો
પછી પૂર્ણ જ્ઞાન નષ્ટ અને અનુત્પન્ન પર્યાયોને કેમ ન જાણી શકે? ચિત્રપટની માફક
જ્ઞાનશક્તિ જ એવી છે કે તે અતીત અને અનાગત પર્યાયોને પણ જાણી શકે છે. વળી,
આલેખ્યત્વશક્તિની માફક, દ્રવ્યોની જ્ઞેયત્વશક્તિ એવી છે કે તેમના અતીત અને અનાગત
પર્યાયો પણ જ્ઞાનમાં જ્ઞેયરૂપ થાય
જણાય. આ રીતે આત્માની અદ્ભુત જ્ઞાનશક્તિ અને
દ્રવ્યોની અદ્ભુત જ્ઞેયત્વશક્તિને લીધે કેવળજ્ઞાનમાં સમસ્ત દ્રવ્યોના ત્રણે કાળના પર્યાયોનું એક
જ સમયે ભાસવું અવિરુદ્ધ છે. ૩૭.
હવે અવિદ્યમાન પર્યાયોનું (પણ) કથંચિત્ (કોઈ પ્રકારે, કોઈ અપેક્ષાએ)
વિદ્યમાનપણું કહે છેઃ
જે પર્યયો અણજાત છે, વળી જન્મીને પ્રવિનષ્ટ જે,
તે સૌ અસદ્ભૂત પર્યયો પણ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. ૩૮.
અન્વયાર્થઃ[ये पर्यायाः] જે પર્યાયો [हि] ખરેખર [न एव संजाताः] ઉત્પન્ન થયા
નથી, તથા [ये] જે પર્યાયો [खलु] ખરેખર [भूत्वा नष्टाः] ઉત્પન્ન થઈને નાશ પામી ગયા
છે, [ते] તે [असद्भूताः पर्यायाः] અવિદ્યમાન પર્યાયો [ज्ञानप्रत्यक्षाः भवन्ति] જ્ઞાનપ્રત્યક્ષ છે.
પ્ર. ૯

Page 66 of 513
PDF/HTML Page 97 of 544
single page version

ये खलु नाद्यापि संभूतिमनुभवन्ति, ये चात्मलाभमनुभूय विलयमुपगतास्ते किला-
सद्भूता अपि परिच्छेदं प्रति नियतत्वात् ज्ञानप्रत्यक्षतामनुभवन्तः शिलास्तम्भोत्कीर्णभूतभावि-
देववदप्रकम्पार्पितस्वरूपाः सद्भूता एव भवन्ति ।।३८।।
अथैतदेवासद्भूतानां ज्ञानप्रत्यक्षत्वं द्रढयति
जदि पच्चक्खमजादं पज्जायं पलयिदं च णाणस्स
ण हवदि वा तं णाणं दिव्वं ति हि के परूवेंति ।।३९।।
जानाति, न च तन्मयत्वेन, निश्चयेन तु केवलज्ञानादिगुणाधारभूतं स्वकीयसिद्धपर्यायमेव स्वसंवित्त्या-
कारेण तन्मयो भूत्वा परिच्छिनत्ति जानाति, तथासन्नभव्यजीवेनापि निजशुद्धात्मसम्यक्श्रद्धान-

ज्ञानानुष्ठानरूपनिश्चयरत्नत्रयपर्याय एव सर्वतात्पर्येण ज्ञातव्य इति तात्पर्यम्
।।३७।। अथातीताना-
गतपर्यायाणामसद्भूतसंज्ञा भवतीति प्रतिपादयति ---जे णेव हि संजाया जे खलु णट्ठा भवीय पज्जाया ये नैव
संजाता नाद्यापि भवन्ति, भाविन इत्यर्थः हि स्फु टं ये च खलु नष्टा विनष्टाः पर्यायाः किं कृत्वा
भूत्वा ते होंति असब्भूदा पज्जाया ते पूर्वोक्ता भूता भाविनश्च पर्याया अविद्यमानत्वादसद्भूता भण्यन्ते
णाणपच्चक्खा ते चाविद्यमानत्वादसद्भूता अपि वर्तमानज्ञानविषयत्वाद्वयवहारेण भूतार्था भण्यन्ते, तथैव
ज्ञानप्रत्यक्षाश्चेति यथायं भगवान्निश्चयेन परमानन्दैकलक्षणसुखस्वभावं मोक्षपर्यायमेव तन्मयत्वेन
परिच्छिनत्ति, परद्रव्यपर्यायं तु व्यवहारेणेति; तथा भावितात्मना पुरुषेण रागादिविकल्पोपाधि-
रहितस्वसंवेदनपर्याय एव तात्पर्येण ज्ञातव्यः, बहिर्द्रव्यपर्यायाश्च गौणवृत्त्येति
भावार्थः ।।३८।।
ટીકાઃજે (પર્યાયો) અદ્યાપિ ઉત્પન્ન થયા નથી તથા જે ઉત્પન્ન થઈને
વિલય પામી ગયા છે, તે (પર્યાયો), ખરેખર અવિદ્યમાન હોવા છતાં, જ્ઞાન પ્રતિ નિયત
હોવાથી (જ્ઞાનમાં નિશ્ચિત
સ્થિરચોંટેલા હોવાથી, જ્ઞાનમાં સીધા જણાતા હોવાથી)
*જ્ઞાનપ્રત્યક્ષ વર્તતા થકા, પથ્થરના સ્તંભમાં કોતરાયેલા ભૂત અને ભાવી દેવોની
(તીર્થંકરદેવોની) માફક પોતાનું સ્વરૂપ અકંપપણે (જ્ઞાનને)ે અર્પતા એવા (તે પર્યાયો),
વિદ્યમાન જ છે. ૩૮.
હવે આ જ અવિદ્યમાન પર્યાયોનું જ્ઞાનપ્રત્યક્ષપણું દ્રઢ કરે છેઃ
જ્ઞાને અજાતવિનષ્ટ પર્યાયો તણી પ્રત્યક્ષતા
નવ હોય જો, તો જ્ઞાનને એ ‘દિવ્ય’ કોણ કહે ભલા? ૩૯.
*પ્રત્યક્ષ = અક્ષ પ્રતિઅક્ષની સામેઅક્ષની નિકટમાંઅક્ષના સંબંધમાં હોય એવું.
[અક્ષ = (૧) જ્ઞાન; (૨) આત્મા.]

Page 67 of 513
PDF/HTML Page 98 of 544
single page version

यदि प्रत्यक्षोऽजातः पर्यायः प्रलयितश्च ज्ञानस्य
न भवति वा तत् ज्ञानं दिव्यमिति हि के प्ररूपयन्ति ।।३९।।
यदि खल्वसंभावितभावं संभावितभावं च पर्यायजातमप्रतिघविजृम्भिताखण्डित-
प्रतापप्रभुशक्तितया प्रसभेनैव नितान्तमाक्रम्याक्रमसमर्पितस्वरूपसर्वस्वमात्मानं प्रति नियतं ज्ञानं
न करोति, तदा तस्य कुतस्तनी दिव्यता स्यात
अतः काष्ठाप्राप्तस्य परिच्छेदस्य सर्व-
मेतदुपपन्नम् ।।३९।।
अथासद्भूतपर्यायाणां वर्तमानज्ञानप्रत्यक्षत्वं दृढयतिजइ पच्चक्खमजादं पज्जायं पलयिदं च णाणस्स ण हवदि
वा यदि प्रत्यक्षो न भवति स कः अजातपर्यायो भाविपर्यायः न केवलं भाविपर्यायः प्रलयितश्च
वा कस्य ज्ञानस्य तं णाणं दिव्वं ति हि के परूवेंति तद्ज्ञानं दिव्यमिति के प्ररूपयन्ति, न
केऽपीति तथा हियदि वर्तमानपर्यायवदतीतानागतपर्यायं ज्ञानं कर्तृ क्रमकरणव्यवधान-
रहितत्वेन साक्षात्प्रत्यक्षं न करोति, तर्हि तत् ज्ञानं दिव्यं न भवति वस्तुतस्तु ज्ञानमेव न भवतीति
यथायं केवली परकीयद्रव्यपर्यायान् यद्यपि परिच्छित्तिमात्रेण जानाति, तथापि निश्चयनयेन
सहजानन्दैकस्वभावे स्वशुद्धात्मनि तन्मयत्वेन परिच्छित्तिं करोति, तथा निर्मलविवेकिजनोऽपि यद्यपि

व्यवहारेण परकीयद्रव्यगुणपर्यायपरिज्ञानं करोति, तथापि निश्चयेन निर्विकारस्वसंवेदनपर्याये

विषयत्वात्पर्यायेण परिज्ञानं करोतीति सूत्रतात्पर्यम्
।।३९।। अथातीतानागतसूक्ष्मादिपदार्थानिन्द्रियज्ञानं
અન્વયાર્થઃ[यदि वा] જો [अजातः पर्यायः] અનુત્પન્ન પર્યાય [च] તથા
[प्रलयितः] નષ્ટ પર્યાય [ज्ञानस्य] જ્ઞાનને (કેવળજ્ઞાનને) [प्रत्यक्षः न भवति] પ્રત્યક્ષ ન હોય,
[तत् ज्ञानं] તો તે જ્ઞાનને [दिव्यं इति हि] ‘દિવ્ય’ [के प्ररूपयन्ति] કોણ પ્રરૂપે?
ટીકાઃજેમણે હયાતી અનુભવી નથી તથા જેમણે હયાતી અનુભવી લીધી છે
એવા (અનુત્પન્ન અને નષ્ટ) પર્યાયમાત્રને જો જ્ઞાન પોતાની નિર્વિઘ્ન ખીલેલી, અખંડિત
પ્રતાપવાળી, પ્રભુ શક્તિ (-મહા સામર્થ્ય) વડે જોરથી અત્યંત આક્રમીને (-પહોંચી
વળીને), તે પર્યાયો પોતાના સ્વરૂપસર્વસ્વને અક્રમે અર્પે (
એકી સાથે જ્ઞાનમાં જણાવે)
એ રીતે તેમને પોતાના પ્રતિ નિયત ન કરે (પોતામાં નિશ્ચિત ન કરે, પ્રત્યક્ષ ન જાણે),
તો તે જ્ઞાનની દિવ્યતા શી? આથી (એમ કહ્યું કે) પરાકાષ્ઠાને પહોંચેલા જ્ઞાનને આ બધું
ઉપપન્ન (
યોગ્ય) છે.
ભાવાર્થઃઅનંત મહિમાવંત કેવળજ્ઞાનની એ દિવ્યતા છે કે તે અનંત દ્રવ્યોના
સમસ્ત પર્યાયોને (અતીત ને અનાગત પર્યાયોને પણ) સંપૂર્ણપણે એક જ સમયે પ્રત્યક્ષ
જાણે છે. ૩૯.

Page 68 of 513
PDF/HTML Page 99 of 544
single page version

अथेन्द्रियज्ञानस्यैव प्रलीनमनुत्पन्नं च ज्ञातुमशक्यमिति वितर्कयति
अत्थं अक्खणिवदिदं ईहापुव्वेहिं जे विजाणंति
तेसिं परोक्खभूदं णादुमसक्कं ति पण्णत्तं ।।४०।।
अर्थमक्षनिपतितमीहापूर्वैर्ये विजानन्ति
तेषां परोक्षभूतं ज्ञातुमशक्यमिति प्रज्ञप्तम् ।।४०।।
ये खलु विषयविषयिसन्निपातलक्षणमिन्द्रियार्थसन्निकर्षमधिगम्य क्रमोपजायमाने-
नेहादिकप्रक्रमेण परिच्छिन्दन्ति, ते किलातिवाहितस्वास्तित्वकालमनुपस्थितस्वास्तित्वकालं वा
न जानातीति विचारयति ---अत्थं घटपटादिज्ञेयपदार्थं कथंभूतं अक्खणिवदिदं अक्षनिपतितं इन्द्रियप्राप्तं
इन्द्रियसंबद्धं इत्थंभूतमर्थं ईहापुव्वेहिं जे विजाणंति अवग्रहेहावायादिक्रमेण ये पुरुषा विजानन्ति हि
स्फु टं तेसिं परोक्खभूदं तेषां सम्बन्धि ज्ञानं परोक्षभूतं सत् णादुमसक्कं ति पण्णत्तं सूक्ष्मादिपदार्थान्
ज्ञातुमशक्यमिति प्रज्ञप्तं कथितम् कैः ज्ञानिभिरिति तद्यथा --चक्षुरादीन्द्रियं घटपटादिपदार्थपार्श्वे
गत्वा पश्चादर्थं जानातीति सन्निकर्षलक्षणं नैयायिकमते अथवा संक्षेपेणेन्द्रियार्थयोः संबन्धः
सन्निकर्षः स एव प्रमाणम् स च सन्निकर्ष आकाशाद्यमूर्तपदार्थेषु देशान्तरितमेर्वादि-
હવે ઇન્દ્રિયજ્ઞાનને માટે જ નષ્ટ અને અનુત્પન્ન જાણવાનું અશક્ય છે (અર્થાત્ ઇન્દ્રિયજ્ઞાન
જ નષ્ટ અને અનુત્પન્ન પદાર્થોનેપર્યાયોને જાણી શકતું નથી) એમ ન્યાયથી નક્કી કરે છેઃ
ઈહાદિપૂર્વક જાણતા જે અક્ષપતિત પદાર્થને,
તેને પરોક્ષ પદાર્થ જાણવું શક્ય નાજિનજી કહે. ૪૦.
અન્વયાર્થઃ[ये] જેઓ [अक्षनिपतितं] અક્ષપતિત અર્થાત્ ઇન્દ્રિયગોચર [अर्थं]
પદાર્થને [ईहापूर्वैः] ઈહાદિક વડે [विजानन्ति] જાણે છે, [तेषां] તેમને માટે [परोक्षभूतं]
પરોક્ષભૂત પદાર્થને [ज्ञातुं] જાણવાનું [अशक्यं] અશક્ય છે [इति प्रज्ञप्तम्] એમ સર્વજ્ઞદેવે
કહ્યું છે.
ટીકાઃવિષય અને વિષયીનો સન્નિપાત જેનું લક્ષણ (સ્વરૂપ) છે એવો જે
ઇન્દ્રિય અને પદાર્થનો સન્નિકર્ષ તેને પામીને, અનુક્રમે ઊપજતા ઈહાદિક ક્રમથી જેઓ જાણે
છે, તેઓ જેનો સ્વ -અસ્તિત્વકાળ વીતી ગયો છે તેને તથા જેનો સ્વ -અસ્તિત્વકાળ ઉપસ્થિત
થયો નથી તેને (
અતીત તથા અનાગત પદાર્થને) જાણી શકતા નથી કારણ કે (અતીત
પરોક્ષ = અક્ષથી પર અર્થાત્ અક્ષથી દૂર હોય એવું; ઇન્દ્રિય -અગોચર.
૧. સન્નિપાત = મેળાપ; સંબંધ થવો તે. ૨. સન્નિકર્ષ = સંબંધ; સમીપતા.

Page 69 of 513
PDF/HTML Page 100 of 544
single page version

અનાગત પદાર્થને અને ઇન્દ્રિયને) યથોક્તલક્ષણ (યથોક્તસ્વરૂપ, ઉપર કહ્યો તેવા) ગ્રાહ્ય-
ગ્રાહકસંબંધનો અસંભવ છે.
ભાવાર્થઃઇન્દ્રિયજ્ઞાન, ઇન્દ્રિય સાથે પદાર્થનો (અર્થાત્ વિષયી સાથે વિષયનો)
સન્નિકર્ષસંબંધ થાય તો જ, (અને તે પણ અવગ્રહ -ઈહા -અવાય -ધારણારૂપ ક્રમથી) પદાર્થને
જાણી શકે છે. નષ્ટ અને અનુત્પન્ન પદાર્થોની સાથે ઇન્દ્રિયનો સન્નિકર્ષ નહિ હોવાથી
ઇન્દ્રિયજ્ઞાન તેમને જાણી શકતું નથી. માટે ઇન્દ્રિયજ્ઞાન હીન છે, હેય છે. ૪૦.
હવે, અતીન્દ્રિય જ્ઞાન માટે જે જે કહેવામાં આવે તે તે (બધું) સંભવે છે એમ સ્પષ્ટ
કરે છેઃ
જે જાણતું અપ્રદેશને, સપ્રદેશ, મૂર્ત, અમૂર્તને,
પર્યાય નષ્ટ -અજાતને, ભાખ્યું અતીંદ્રિય જ્ઞાન તે. ૪૧.
અન્વયાર્થઃ[अप्रदेशं] જે જ્ઞાન અપ્રદેશને, [सप्रदेशं] સપ્રદેશને, [मूर्तं] મૂર્તને,
[अमूर्तं च] અને અમૂર્તને, [अजातं] તથા અનુત્પન્ન [च] તેમ જ [प्रलयं गतं] નષ્ટ [पर्यायं]
પર્યાયને [जानाति] જાણે છે, [तत् ज्ञानं] તે જ્ઞાન [अतीन्द्रियं] અતીન્દ્રિય [भणितम्]
કહેવામાં આવ્યું છે.
यथोदितलक्षणस्य ग्राह्यग्राहकसंबन्धस्यासंभवतः परिच्छेत्तुं न शक्नुवन्ति ।।४०।।
अथातीन्द्रियज्ञानस्य तु यद्यदुच्यते तत्तत्संभवतीति संभावयति
अपदेसं सपदेसं मुत्तममुत्तं च पज्जयमजादं
पलयं गदं च जाणदि तं णाणमदिंदियं भणियं ।।४१।।
अप्रदेशं सप्रदेशं मूर्तममूर्तं च पर्ययमजातम्
प्रलयं गतं च जानाति तज्ज्ञानमतीन्द्रियं भणितम् ।।४१।।
पदार्थेषु कालान्तरितरामरावणादिषु स्वभावान्तरितभूतादिषु तथैवातिसूक्ष्मेषु परचेतोवृत्ति-
पुद्गलपरमाण्वादिषु च न प्रवर्तते
कस्मादिति चेत् इन्द्रियाणां स्थूलविषयत्वात्, तथैव
मूर्तविषयत्वाच्च ततः कारणादिन्द्रियज्ञानेन सर्वज्ञो न भवति तत एव चातीन्द्रियज्ञानोत्पत्तिकारणं
रागादिविकल्परहितं स्वसंवेदनज्ञानं विहाय पञ्चेन्द्रियसुखसाधनभूतेन्द्रियज्ञाने नानामनोरथविकल्प-
जालरूपे मानसज्ञाने च ये रतिं कुर्वन्ति ते सर्वज्ञपदं न लभन्ते इति सूत्राभिप्रायः
।।४०।।
૧. ઇન્દ્રિયગોચર પદાર્થ ગ્રાહ્ય છે અને ઇન્દ્રિય ગ્રાહક છે.