Pravachansar (Gujarati). Gatha: 63-76 ; Shubh PariNAm AdhikAr.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 8 of 28

 

Page 110 of 513
PDF/HTML Page 141 of 544
single page version

अथ परोक्षज्ञानिनामपारमार्थिकमिन्द्रियसुखं विचारयति
मणुआसुरामरिंदा अहिद्दुदा इंदिएहिं सहजेहिं
असहंता तं दुक्खं रमंति विसएसु रम्मेसु ।।६३।।
मनुजासुरामरेन्द्रा अभिद्रुता इन्द्रियैः सहजैः
असहमानास्तद्दुःखं रमन्ते विषयेषु रम्येषु ।।६३।।
अमीषां प्राणिनां हि प्रत्यक्षज्ञानाभावात्परोक्षज्ञानमुपसर्पतां तत्सामग्रीभूतेषु स्वरसत
एवेन्द्रियेषु मैत्री प्रवर्तते अथ तेषां तेषु मैत्रीमुपगतानामुदीर्णमहामोहकालानलकवलितानां
‘‘समसुखशीलितमनसां च्यवनमपि द्वेषमेति किमु कामाः स्थलमपि दहति झषाणां किमङ्ग
पुनरङ्गमङ्गाराः’’ ।।६२।। एवमभेदनयेन केवलज्ञानमेव सुखं भण्यते इति कथनमुख्यतया गाथाचतुष्टयेन
चतुर्थस्थलं गतम् अथ संसारिणामिन्द्रियज्ञानसाधकमिन्द्रियसुखं विचारयतिमणुआसुरामरिंदा मनुजा-
सुरामरेन्द्राः कथंभूताः अहिद्दुदा इंदिएहिं सहजेहिं अभिद्रुताः कदर्थिताः दुखिताः कैः इन्द्रियैः
सहजैः असहंता तं दुक्खं तद्दुःखोद्रेकमसहमानाः सन्तः रमंति विसएसु रम्मेसु रमन्ते विषयेषु रम्याभासेषु
इति अथ विस्तरःमनुजादयो जीवा अमूर्तातीन्द्रियज्ञानसुखास्वादमलभमानाः सन्तः मूर्तेन्द्रिय-
ज्ञानसुखनिमित्तं तन्निमित्तपञ्चेन्द्रियेषु मैत्री कुर्वन्ति ततश्च तप्तलोहगोलकानामुदकाकर्षणमिव
विषयेषु तीव्रतृष्णा जायते तां तृष्णामसहमाना विषयाननुभवन्ति इति ततो ज्ञायते पञ्चेन्द्रियाणि
હવે પરોક્ષજ્ઞાનવાળાઓના અપારમાર્થિક ઇન્દ્રિયસુખનો વિચાર કરે છેઃ
સુર -અસુર -નરપતિ પીડિત વર્તે સહજ ઇંદ્રિયો વડે,
નવ સહી શકે તે દુઃખ તેથી રમ્ય વિષયોમાં રમે. ૬૩.
અન્વયાર્થઃ[ मनुजासुरामरेन्द्राः ] મનુષ્યેંદ્રો, અસુરેંદ્રો અને સુરેંદ્રો [इन्द्रियैः सहजैः]
સ્વાભાવિક (અર્થાત્ પરોક્ષજ્ઞાનવાળાઓને જે સ્વાભાવિક છે એવી) ઇંદ્રિયો વડે
[अभिद्रुताः] પીડિત વર્તતા થકા [ तद् दुःखं ] તે દુઃખ [असहमानाः] નહિ સહી શકવાથી
[ रम्येषु विषयेषु ] રમ્ય વિષયોમાં [ रमन्ते ] રમે છે.
ટીકાઃપ્રત્યક્ષ જ્ઞાનના અભાવને લીધે પરોક્ષ જ્ઞાનનો આશ્રય કરતા આ
પ્રાણીઓને તેની (પરોક્ષ જ્ઞાનની) સામગ્રીરૂપ ઇંદ્રિયો પ્રત્યે નિજ રસથી જ
(સ્વભાવથી જ) મૈત્રી પ્રવર્તે છે. હવે, ઇંદ્રિયો પ્રત્યે મૈત્રી પામેલા તે પ્રાણીઓને, ઉદયમાં
આવેલ મહામોહરૂપી કાલાગ્નિ (તેમને) કોળિયો કરી ગયો હોવાથી, તપ્ત થયેલા

Page 111 of 513
PDF/HTML Page 142 of 544
single page version

तप्तायोगोलानामिवात्यन्तमुपात्ततृष्णानां तद्दुःखवेगमसहमानानां व्याधिसात्म्यतामुपगतेषु रम्येषु
विषयेषु रतिरुपजायते
ततो व्याधिस्थानीयत्वादिन्द्रियाणां व्याधिसात्म्यसमत्वाद्विषयाणां च न
छद्मस्थानां पारमार्थिकं सौख्यम् ।।६३।।
अथ यावदिन्द्रियाणि तावत्स्वभावादेव दुःखमेवं वितर्कयति
जेसिं विसएसु रदी तेसिं दुक्खं वियाण सब्भावं
जइ तं ण हि सब्भावं वावारो णत्थि विसयत्थं ।।६४।।
येषां विषयेषु रतिस्तेषां दुःखं विजानीहि स्वाभावम्
यदि तन्न हि स्वभावो व्यापारो नास्ति विषयार्थम् ।।६४।।
व्याधिस्थानीयानि, विषयाश्च तत्प्रतीकारौषधस्थानीया इति संसारिणां वास्तवं सुखं नास्ति ।।६३।। अथ
यावदिन्द्रियव्यापारस्तावद्दुःखमेवेति कथयतिजेसिं विसएसु रदी येषां निर्विषयातीन्द्रिय-
परमात्मस्वरूपविपरीतेषु विषयेषु रतिः तेसिं दुक्खं वियाण सब्भावं तेषां बहिर्मुखजीवानां
निजशुद्धात्मद्रव्यसंवित्तिसमुत्पन्ननिरुपाधिपारमार्थिकसुखविपरीतं स्वभावेनैव दुःखमस्तीति विजानीहि
લોખંડના ગોળાની માફક (જેમ તપેલા લોખંડના ગોળાને પાણીની અત્યંત તૃષા પેદા
થઈ છે અર્થાત્ તે ત્વરાથી પાણીને શોષી લે છે તેમ) અત્યંત તૃષ્ણા ઉત્પન્ન થઈ છે; તે
દુઃખના વેગને નહિ સહી શકવાથી તેમને વ્યાધિના પ્રતિકાર સમાન (રોગમાં ઘડીભર
અલ્પ રાહત આપનારા લાગે છે એવા ઇલાજ સમાન) રમ્ય વિષયોમાં રતિ ઊપજે છે.
માટે ઇન્દ્રિયો વ્યાધિ સમાન હોવાથી અને વિષયો વ્યાધિના પ્રતિકાર સમાન હોવાથી
છદ્મસ્થોને પારમાર્થિક સુખ નથી. ૬૩.
હવે જ્યાં સુધી ઇન્દ્રિયો છે ત્યાં સુધી સ્વભાવથી જ દુઃખ છે એમ ન્યાયથી નક્કી
કરે છેઃ
વિષયો વિષે રતિ જેમને, દુઃખ છે સ્વભાવિક તેમને;
જો તે ન હોય સ્વભાવ તો વ્યાપાર નહિ વિષયો વિષે. ૬૪.
અન્વયાર્થઃ[ येषां ] જેમને [ विषयेषु रतिः ] વિષયોમાં રતિ છે, [ तेषां ] તેમને
[ दुःखं ] દુઃખ [ स्वाभावं ] સ્વાભાવિક [ विजानीहि ] જાણો; [ हि ] કારણ કે [ यदि ] જો
[तद्] દુઃખ [ स्वभावं न ] (તેમનો) સ્વભાવ ન હોય [ विषयार्थं ] તો વિષયાર્થે [ व्यापारः ]
વ્યાપાર [ न अस्ति ] ન હોય.

Page 112 of 513
PDF/HTML Page 143 of 544
single page version

येषां जीवदवस्थानि हतकानीन्द्रियाणि, न नाम तेषामुपाधिप्रत्ययं दुःखम्; किंतु
स्वाभाविकमेव, विषयेषु रतेरवलोकनात अवलोक्यते हि तेषां स्तम्बेरमस्य करेणुकुट्टनीगात्र-
स्पर्श इव, सफ रस्य बडिशामिषस्वाद इव, इन्दिरस्य संकोचसंमुखारविन्दामोद इव, पतङ्गस्य
प्रदीपार्चीरूप इव, कुरङ्गस्य मृगयुगेयस्वर इव, दुर्निवारेन्द्रियवेदनावशीकृतानामासन्ननिपातेष्वपि
विषयेष्वभिपातः
यदि पुनर्न तेषां दुःखं स्वाभाविकमभ्युपगम्येत तदोपशान्तशीतज्वरस्य
संस्वेदनमिव, प्रहीणदाहज्वरस्यारनालपरिषेक इव, निवृत्तनेत्रसंरम्भस्य च वटाचूर्णावचूर्णनमिव,
विनष्टकर्णशूलस्य बस्तमूत्रपूरणमिव, रूढव्रणस्यालेपनदानमिव, विषयव्यापारो न दृश्येत
दृश्यते
चासौ ततः स्वभावभूतदुःखयोगिन एव जीवदिन्द्रियाः परोक्षज्ञानिनः ।।६४।।
कस्मादिति चेत् पञ्चेन्द्रियविषयेषु रतेरवलोकनात् जइ तं ण सब्भावं यदि तद्दुःखं स्वभावेन नास्ति
हि स्फु टं वावारो णत्थि विसयत्थं तर्हि विषयार्थं व्यापारो नास्ति न घटते व्याधिस्थानामौषधेष्विव
ટીકાઃજેમને હત ઇન્દ્રિયો જીવતી (હયાત) છે, તેમને દુઃખ ઉપાધિના કારણે
(બાહ્ય સંયોગોને લીધે, ઔપાધિક) નથી પણ સ્વાભાવિક જ છે, કારણ કે તેમને વિષયોમાં
રતિ જોવામાં આવે છે. તેઓ ખરેખરજેમ હાથી હાથણીરૂપી કૂટણીના ગાત્રના સ્પર્શ તરફ,
મચ્છ (માછલાને પકડવા માટે રાખેલા લોખંડના) કાંટામાંના આમિષના સ્વાદ તરફ, ભ્રમર
સંકોચસંમુખ અરવિંદની (બિડાઈ જવાની તૈયારીવાળા કમળની) ગંધ તરફ, પતંગ
(પતંગિયું) દીવાની જ્યોતના રૂપ તરફ અને કુરંગ (હરણ) શિકારીના સંગીતના સ્વર તરફ
ધસતા જોવામાં આવે છે તેમદુર્નિવાર ઇન્દ્રિયવેદનાને વશીભૂત થયા થકા, જોકે વિષયોનો
નાશ અતિ નિકટ છે (અર્થાત્ વિષયો ક્ષણિક છે) તોપણ, વિષયો તરફ ધસતા જોવામાં આવે
છે. અને જો ‘તેમને દુઃખ સ્વાભાવિક છે’ એમ ન સ્વીકારવામાં આવે તોજેમ જેને શીતજ્વર
(ટાઢિયો તાવ) ઉપશાંત થઈ ગયો હોય તે પરસેવો વળે એવો ઉપચાર કરતો જોવામાં આવતો
નથી, જેને દાહજ્વર ઊતરી ગયો હોય તે કાંજીથી શરીર ઝારતો જોવામાં આવતો નથી, જેને
આંખનો દુખાવો નિવૃત થયો હોય તે વટાચૂર્ણ (
શંખ વગેરેનું ચૂર્ણ) આંજતો જોવામાં આવતો
નથી, જેને કર્ણશૂળ નષ્ટ થયું હોય તે કાનમાં બકરાનું મૂત્ર નાખતો જોવામાં આવતો નથી અને
જેને વ્રણ (ઘા) રુઝાઈ ગયો હોય તે લેપ કરતો જોવામાં આવતો નથી તેમ
તેમને વિષયવ્યાપાર
ન જોવામાં આવવો જોઈએ. પરંતુ તે તો (વિષયોમાં પ્રવૃત્તિ તો) જોવામાં આવે છે. માટે (સિદ્ધ
થાય છે કે) જેમને ઇંદ્રિયો જીવતી છે એવા પરોક્ષજ્ઞાનવાળાઓને દુઃખ સ્વાભાવિક જ છે.
ભાવાર્થઃપરોક્ષજ્ઞાનવાળાઓને સ્વભાવથી જ દુઃખ છે, કારણ કે તેમને
વિષયોમાં રતિ વર્તે છે; કેટલીક વાર તો તેઓ, અસહ્ય તૃષ્ણારૂપી દાહને લીધે (તીવ્ર
૧. હત = નિંદ્ય; નિકૃષ્ટ.
૨. આમિષ = લલચાવવા માટે રાખેલી ખાવાની વસ્તુ; માંસ.

Page 113 of 513
PDF/HTML Page 144 of 544
single page version

अथ मुक्तात्मसुखप्रसिद्धये शरीरस्य सुखसाधनतां प्रतिहन्ति
पप्पा इट्ठे विसए फासेहिं समस्सिदे सहावेण
परिणममाणो अप्पा सयमेव सुहं ण हवदि देहो ।।६५।।
प्राप्येष्टान् विषयान् स्पर्शैः समाश्रितान् स्वभावेन
परिणममान आत्मा स्वयमेव सुखं न भवति देहः ।।६५।।
अस्य खल्वात्मनः सशरीरावस्थायामपि न शरीरं सुखसाधनतामापद्यमानं पश्यामः,
यतस्तदापि पीतोन्मत्तकरसैरिव प्रकृष्टमोहवशवर्तिभिरिन्द्रियैरिमेऽस्माकमिष्टा इति क्रमेण
विषयार्थं व्यापारो दृश्यते चेत्तत एव ज्ञायते दुःखमस्तीत्यभिप्रायः ।।६४।। एवं परमार्थेनेन्द्रियसुखस्य
दुःखस्थापनार्थं गाथाद्वयं गतम् अथ मुक्तात्मनां शरीराभावेऽपि सुखमस्तीति ज्ञापनार्थं शरीरं सुख-
कारणं न स्यादिति व्यक्तीकरोतिपप्पा प्राप्य कान् इट्ठे विसए इष्टपञ्चेन्द्रियविषयान् कथंभूतान्
ઇચ્છારૂપી દુઃખને લીધે), મરણ સુધીનું જોખમ વહોરીને પણ ક્ષણિક ઇન્દ્રિયવિષયોમાં
ઝંપલાવે છે. જો તેમને સ્વભાવથી જ દુઃખ ન હોય તો વિષયોમાં રતિ જ ન હોવી જોઈએ.
જેને શરીરમાં ગરમીની બળતરાનું દુઃખ નષ્ટ થયું હોય તેને ઠંડકના બાહ્ય ઉપચારમાં રતિ
કેમ હોય? માટે પરોક્ષજ્ઞાનવાળા જીવોને દુઃખ સ્વાભાવિક જ છે એમ નક્કી થાય છે. ૬૪.
હવે, મુક્ત આત્માના સુખની પ્રસિદ્ધિ માટે, શરીર સુખનું સાધન હોવાની વાતનું
ખંડન કરે છે (અર્થાત્ સિદ્ધભગવાનને શરીર વિના પણ સુખ હોય છે એ વાત સ્પષ્ટ
સમજાવવા માટે, સંસારાવસ્થામાં પણ શરીર સુખનુંઇન્દ્રિયસુખનુંસાધન નથી એમ નક્કી
કરે છે)ઃ
ઇન્દ્રિયસમાશ્રિત ઇષ્ટ વિષયો પામીને, નિજ ભાવથી
જીવ પ્રણમતો સ્વયમેવ સુખરૂપ થાય, દેહ થતો નથી. ૬૫.
અન્વયાર્થઃ[स्पर्शैः समाश्रितान्] સ્પર્શનાદિક ઇન્દ્રિયો જેમનો આશ્રય કરે છે
એવા [इष्टान् विषयान्] ઇષ્ટ વિષયોને [प्राप्य] પામીને [स्वभावेन] (પોતાના અશુદ્ધ) સ્વભાવે
[परिणममानः] પરિણમતો થકો [आत्मा] આત્મા [स्वयमेव] સ્વયમેવ [सुखं] સુખરૂપ
(ઇન્દ્રિયસુખરૂપ) થાય છે, [देहः न भवति] દેહ સુખરૂપ થતો નથી.
ટીકાઃખરેખર આ આત્માને સશરીર અવસ્થામાં પણ શરીર સુખનું સાધન થતું
અમે દેખતાઅનુભવતા નથી; કારણ કે ત્યારે પણ, જાણે કે ઉન્માદજનક મદિરા પીધેલ
હોય એવી, પ્રકૃષ્ટ મોહને વશ વર્તનારી, ‘આ (વિષયો) અમને ઇષ્ટ છે’ એમ કરીને
૧. પ્રકૃષ્ટ = પ્રબળ; અતિશય.
પ્ર. ૧૫

Page 114 of 513
PDF/HTML Page 145 of 544
single page version

विषयानभिपतद्भिरसमीचीनवृत्तितामनुभवन्नुपरुद्धशक्तिसारेणापि ज्ञानदर्शनवीर्यात्मकेन निश्चय-
कारणतामुपागतेन स्वभावेन परिणममानः स्वयमेवायमात्मा सुखतामापद्यते
शरीरं त्वचेतन-
त्वादेव सुखत्वपरिणतेर्निश्चयकारणतामनुपगच्छन्न जातु सुखतामुपढौकत इति ।।६५।।
अथैतदेव दृढयति
एगंतेण हि देहो सुहं ण देहिस्स कुणदि सग्गे वा
विसयवसेण दु सोक्खं दुक्खं वा हवदि सयमादा ।।६६।।
फासेहिं समस्सिदे स्पर्शनादीन्द्रियरहितशुद्धात्मतत्त्वविलक्षणैः स्पर्शनादिभिरिन्द्रियैः समाश्रितान् सम्यक्
प्राप्यान् ग्राह्यान्, इत्थंभूतान् विषयान् प्राप्य स कः अप्पा आत्मा कर्ता किंविशिष्टः सहावेण
परिणममाणो अनन्तसुखोपादानभूतशुद्धात्मस्वभावविपरीतेनाशुद्धसुखोपादानभूतेनाशुद्धात्मस्वभावेन
परिणममानः इत्थंभूतः सन् सयमेव सुहं स्वयमेवेन्द्रियसुखं भवति परिणमति ण हवदि देहो देहः
વિષયો તરફ ધસતી ઇન્દ્રિયો વડે અસમીચીન -પરિણતિપણું અનુભવતો હોવાથી, જેની
શક્તિની ઉત્કૃષ્ટતા (પરમ શુદ્ધતા) રોકાઈ ગઈ છે એવા પણ (પોતાના) જ્ઞાનદર્શન-
વીર્યાત્મક સ્વભાવેકે જે (સુખના) નિશ્ચય -કારણરૂપ છેપરિણમતો થકો સ્વયમેવ આ
આત્મા સુખપણાને પામે છે (સુખરૂપ થાય છે); અને શરીર તો અચેતન જ હોવાથી
સુખત્વપરિણતિનું નિશ્ચય -કારણ નહિ થતું થકું જરાય સુખપણાને પામતું નથી.
ભાવાર્થઃસશરીર અવસ્થામાં પણ આત્મા જ સુખરૂપ (ઇન્દ્રિયસુખરૂપ)
પરિણતિએ પરિણમે છે, દેહ નહિ; તેથી ત્યારે પણ (સશરીર અવસ્થામાં પણ) સુખનું
નિશ્ચય કારણ આત્મા જ છે અર્થાત્ ઇન્દ્રિયસુખનું પણ વાસ્તવિક કારણ આત્માનો જ અશુદ્ધ
સ્વભાવ છે. અશુદ્ધ સ્વભાવે પરિણમતો આત્મા જ સ્વયમેવ ઇન્દ્રિયસુખરૂપ થાય છે. તેમાં
દેહ કારણ નથી; કારણ કે સુખરૂપ પરિણતિ અને દેહ તદ્દન ભિન્ન હોવાને લીધે સુખને
અને દેહને નિશ્ચયથી કાર્યકારણપણું બિલકુલ નથી. ૬૫.
હવે આ જ વાતને દ્રઢ કરે છેઃ
એકાંતથી સ્વર્ગેય દેહ કરે નહીં સુખ દેહીને,
પણ વિષયવશ સ્વયમેવ આત્મા સુખ વા દુઃખ થાય છે. ૬૬.
૧. અસમીચીન = અસમ્યક્; અઠીક; અયોગ્ય.
૨. ઇન્દ્રિયસુખરૂપે પરિણમનાર આત્માને જ્ઞાનદર્શનવીર્યાત્મક સ્વભાવની ઉત્કૃષ્ટ શક્તિ રોકાઈ ગઈ છે
અર્થાત્ સ્વભાવ અશુદ્ધ થયો છે.

Page 115 of 513
PDF/HTML Page 146 of 544
single page version

एकान्तेन हि देहः सुखं न देहिनः करोति स्वर्गे वा
विषयवशेन तु सौख्यं दुःखं वा भवति स्वयमात्मा ।।६६।।
अयमत्र सिद्धान्तो यद्दिव्यवैक्रियिकत्वेऽपि शरीरं न खलु सुखाय कल्प्येतेतीष्टानाम-
निष्टानां वा विषयाणां वशेन सुखं वा दुःखं वा स्वयमेवात्मा स्यात।।६६।।
अथात्मनः स्वयमेव सुखपरिणामशक्तियोगित्वाद्विषयाणामकिंचित्करत्वं द्योतयति
तिमिरहरा जइ दिट्ठी जणस्स दीवेण णत्थि कायव्वं
तह सोक्खं सयमादा विसया किं तत्थ कुव्वंति ।।६७।।
पुनरचेतनत्वात्सुखं न भवतीति अयमत्रार्थःकर्मावृतसंसारिजीवानां यदिन्द्रियसुखं तत्रापि जीव
उपादानकारणं, न च देहः देहकर्मरहितमुक्तात्मनां पुनर्यदनन्तातीन्द्रियसुखं तत्र विशेषेणात्मैव
कारणमिति ।।६५।। अथ मनुष्यशरीरं मा भवतु, देवशरीरं दिव्यं तत्किल सुखकारणं भविष्यतीत्याशङ्कां
निराकरोतिएगंतेण हि देहो सुहं ण देहिस्स कुणदि एकान्तेन हि स्फु टं देहः कर्ता सुखं न करोति
कस्य देहिनः संसारिजीवस्य क्व सग्गे वा आस्तां तावन्मनुष्याणां मनुष्यदेहः सुखं न करोति, स्वर्गे
અન્વયાર્થઃ[एकान्तेन हि] એકાંતે અર્થાત્ નિયમથી [स्वर्गे वा] સ્વર્ગમાં પણ
[देहः] દેહ [देहिनः] દેહીને (આત્માને) [सुखं न करोति] સુખ કરતો નથી; [विषयवशेन तु]
પરંતુ વિષયોના વશે [सौख्यं दुःखं वा] સુખ અથવા દુઃખરૂપ [स्वयं आत्मा भवति] સ્વયં આત્મા
થાય છે.
ટીકાઃઆ અહીં સિદ્ધાંત છે કે‘શરીર, ભલે તેને દિવ્ય વૈક્રિયિકપણું હોય
તોપણ, સુખ કરી શક્તું નથી;’ માટે, ઇષ્ટ અથવા અનિષ્ટ વિષયોના વશે સુખ અથવા
દુઃખરૂપ સ્વયમેવ આત્મા થાય છે.
ભાવાર્થઃશરીર સુખદુઃખ કરતું નથી. દેવનું ઉત્તમ વૈક્રિયિક શરીર સુખનું કારણ
નથી કે નારકનું શરીર દુઃખનું કારણ નથી. આત્મા પોતે જ ઇષ્ટ -અનિષ્ટ વિષયોને વશ
થઈ સુખ -દુઃખની કલ્પનારૂપે પરિણમે છે. ૬૬.
હવે, આત્મા સ્વયમેવ સુખપરિણામની શક્તિવાળો હોવાથી વિષયોનું અકિંચિત્કરપણું
પ્રકાશે છેઃ
જો દ્રષ્ટિ પ્રાણીની તિમિરહર, તો કાર્ય છે નહિ દીપથી;
જ્યાં જીવ સ્વયં સુખ પરિણમે, વિષયો કરે છે શું તહીં? ૬૭.

Page 116 of 513
PDF/HTML Page 147 of 544
single page version

तिमिरहरा यदि दृष्टिर्जनस्य दीपेन नास्ति कर्तव्यम्
तथा सौख्यं स्वयमात्मा विषयाः किं तत्र कुर्वन्ति ।।६७।।
यथा हि केषांचिन्नक्तंचराणां चक्षुषः स्वयमेव तिमिरविकरणशक्तियोगित्वान्न
तदपाकरणप्रवणेन प्रदीपप्रकाशादिना कार्यं, एवमस्यात्मनः संसारे मुक्तौ वा स्वयमेव
सुखतया परिणममानस्य सुखसाधनधिया अबुधैर्मुधाध्यास्यमाना अपि विषयाः किं हि नाम
कुर्युः
।।६७।।
वा योऽसौ दिव्यो देवदेहः सोऽप्युपचारं विहाय सुखं न करोति विसयवसेण दु सोक्खं दुक्खं वा
हवदि सयमादा किंतु निश्चयेन निर्विषयामूर्तस्वाभाविकसदानन्दैकसुखस्वभावोऽपि व्यवहारेणानादि-
कर्मबन्धवशाद्विषयाधीनत्वेन परिणम्य सांसारिकसुखं दुःखं वा स्वयमात्मैव भवति, न च देह
इत्यभिप्रायः
।।६६।। एवं मुक्तात्मनां देहाभावेऽपि सुखमस्तीति परिज्ञानार्थं संसारिणामपि देहः
सुखकारणं न भवतीतिकथनरूपेण गाथाद्वयं गतम् अथात्मनः स्वयमेव सुखस्वभावत्वान्निश्चयेन
यथा देहः सुखकारणं न भवति तथा विषया अपीति प्रतिपादयतिजइ यदि दिट्ठी नक्तंचरजनस्य दृष्टिः
तिमिरहरा अन्धकारहरा भवति जणस्स जनस्य दीवेण णत्थि कायव्वं दीपेन नास्ति कर्तव्यं तस्य
प्रदीपादीनां यथा प्रयोजनं नास्ति तह सोक्खं सयमादा विसया किं तत्थ कुव्वंति तथा
અન્વયાર્થઃ[यदि] જો [जनस्य दृष्टिः] પ્રાણીની દ્રષ્ટિ [तिमिरहरा] તિમિરનાશક
હોય તો [दीपेन नास्ति कर्तव्यं] દીવાથી કાંઈ પ્રયોજન નથી અર્થાત્ દીવો કાંઈ કરતો નથી,
[तथा] તેમ જ્યાં [आत्मा] આત્મા [स्वयं] સ્વયં [सौख्यं] સુખરૂપ પરિણમે છે [तत्र] ત્યાં
[विषयाः] વિષયો [किं कुर्वन्ति] શું કરે છે?
ટીકાઃજેમ કોઈ *નિશાચરોનાં નેત્રો સ્વયમેવ અંધકારને નષ્ટ કરવાની
શક્તિવાળાં હોવાથી, અંધકારને દૂર કરવાના સ્વભાવવાળા દીપક -પ્રકાશાદિકથી કાંઈ પ્રયોજન
નથી (અર્થાત
્ દીવા વગેરેનો પ્રકાશ કાંઈ કરતો નથી), તેમજોકે અજ્ઞાનીઓ ‘વિષયો
સુખનાં સાધન છે’ એવી બુદ્ધિ વડે વિષયોનો ફોગટ અધ્યાસ (આશ્રય) કરે છે તોપણ
સંસારમાં કે મુક્તિમાં સ્વયમેવ સુખપણે પરિણમતા આ આત્માને વિષયો શું કરે છે?
ભાવાર્થઃસંસારમાં કે મોક્ષમાં આત્મા પોતાની મેળે જ સુખરૂપ પરિણમે છે;
તેમાં વિષયો અકિંચિત્કર છે અર્થાત્ કાંઈ કરતા નથી. અજ્ઞાનીઓ વિષયોને સુખનાં કારણ
માનીને નકામા તેમને અવલંબે છે! ૬૭.
*
નિશાચરો = રાત્રે ફરનારાઘુવડ, સર્પ, ભૂત વગેરે.

Page 117 of 513
PDF/HTML Page 148 of 544
single page version

अथात्मनः सुखस्वभावत्वं दृष्टान्तेन दृढयति
सयमेव जहादिच्चो तेजो उण्हो य देवदा णभसि
सिद्धो वि तहा णाणं सुहं च लोगे तहा देवो ।।६८।।
स्वयमेव यथादित्यस्तेजः उष्णश्च देवता नभसि
सिद्धोऽपि तथा ज्ञानं सुखं च लोके तथा देवः ।।६८।।
यथा खलु नभसि कारणान्तरमनपेक्ष्यैव स्वयमेव प्रभाकरः प्रभूतप्रभाभारभास्वर-
स्वरूपविकस्वरप्रकाशशालितया तेजः, यथा च कादाचित्कौष्ण्यपरिणतायःपिण्डवन्नित्य-
मेवौष्ण्यपरिणामापन्नत्वादुष्णः, यथा च देवगतिनामकर्मोदयानुवृत्तिवशवर्तिस्वभावतया देवः;
निर्विषयामूर्तसर्वप्रदेशाह्लादकसहजानन्दैकलक्षणसुखस्वभावो निश्चयेनात्मैव, तत्र मुक्तौ संसारे वा
विषयाः किं कुर्वन्ति, न किमपीति भावः ।।६७।। अथात्मनः सुखस्वभावत्वं ज्ञानस्वभावत्वं च पुनरपि
दृष्टान्तेन दृढयतिसयमेव जहादिच्चो तेजो उण्हो य देवदा णभसि कारणान्तरं निरपेक्ष्य स्वयमेव यथादित्यः
स्वपरप्रकाशरूपं तेजो भवति, तथैव च स्वयमेवोष्णो भवति, तथा चाज्ञानिजनानां देवता भवति क्व
स्थितः नभसि आकाशे सिद्धो वि तहा णाणं सुहं च सिद्धोऽपि भगवांस्तथैव कारणान्तरं निरपेक्ष्य
स्वभावेनैव स्वपरप्रकाशकं केवलज्ञानं, तथैव परमतृप्तिरूपमनाकुलत्वलक्षणं सुखम् क्व लोगे
હવે આત્માનું સુખસ્વભાવપણું દ્રષ્ટાંત વડે દ્રઢ કરે છેઃ
જ્યમ આભમાં સ્વયમેવ ભાસ્કર ઉષ્ણ, દેવ, પ્રકાશ છે,
સ્વયમેવ લોકે સિદ્ધ પણ ત્યમ જ્ઞાન, સુખ ને દેવ છે. ૬૮.
અન્વયાર્થઃ[यथा] જેમ [नभसि] આકાશમાં [आदित्यः] સૂર્ય [स्वयमेव] સ્વયમેવ
[तेजः] તેજ, [उष्णः] ઉષ્ણ [च] અને [देवता] દેવ છે, [तथा] તેમ [लोके] લોકમાં [सिद्धः
अपि] સિદ્ધભગવાન પણ (સ્વયમેવ) [ज्ञानं] જ્ઞાન, [सुखं च] સુખ [तथा देवः] અને દેવ છે.
ટીકાઃજેવી રીતે આકાશમાં, કારણાંતરની (અન્ય કારણની) અપેક્ષા રાખ્યા
વિના જ સ્વયમેવ સૂર્ય (૧) પુષ્કળ પ્રભાસમૂહથી ભાસ્વર એવા સ્વરૂપ વડે વિકસિત
પ્રકાશવાળો હોવાથી તેજ છે, (૨) કોઈક વાર ઉષ્ણતારૂપે પરિણમતા લોખંડના ગોળાની
માફક સદાય ઉષ્ણતા -પરિણામને પામેલો હોવાથી ઉષ્ણ છે, અને (૩) દેવગતિ -નામકર્મના
૧. ભાસ્વર = તેજસ્વી; ઝળકતું.
૨. જેમ લોખંડનો ગોળો કોઈક વાર ઉષ્ણતાપરિણામે પરિણમે છે તેમ સૂર્ય સદાય ઉષ્ણતાપરિણામે
પરિણમેલો છે.

Page 118 of 513
PDF/HTML Page 149 of 544
single page version

तथैव लोके कारणान्तरमनपेक्ष्यैव स्वयमेव भगवानात्मापि स्वपरप्रकाशनसमर्थनिर्वितथानन्त-
शक्तिसहजसंवेदनतादात्म्यात
् ज्ञानं, तथैव चात्मतृप्तिसमुपजातपरिनिर्वृत्तिप्रवर्तितानाकुलत्व-
सुस्थितत्वात् सौख्यं, तथैव चासन्नात्मतत्त्वोपलम्भलब्धवर्णजनमानसशिलास्तम्भोत्कीर्ण-
समुदीर्णद्युतिस्तुतियोगिदिव्यात्मस्वरूपत्वाद्देवः अतोऽस्यात्मनः सुखसाधनाभासैर्विषयैः
पर्याप्तम् ।।६८।। इति आनन्दप्रपञ्चः
जगति तहा देवो निजशुद्धात्मसम्यक्श्रद्धानज्ञानानुष्ठानरूपाभेदरत्नत्रयात्मकनिर्विकल्पसमाधिसमुत्पन्न-
सुन्दरानन्दस्यन्दिसुखामृतपानपिपासितानां गणधरदेवादिपरमयोगिनां देवेन्द्रादीनां चासन्नभव्यानां मनसि
निरन्तरं परमाराध्यं, तथैवानन्तज्ञानादिगुणस्तवनेन स्तुत्यं च यद्दिव्यमात्मस्वरूपं तत्स्वभावत्वात्तथैव

देवश्चेति
ततो ज्ञायते मुक्तात्मनां विषयैरपि प्रयोजनं नास्तीति ।।६८।। एवं स्वभावेनैव
सुखस्वभावत्वाद्विषया अपि मुक्तात्मनां सुखकारणं न भवन्तीतिकथनरूपेण गाथाद्वयं गतम् अथेदानीं
श्रीकुन्दकुन्दाचार्यदेवाः पूर्वोक्तलक्षणानन्तसुखाधारभूतं सर्वज्ञं वस्तुस्तवेन नमस्कुर्वन्ति
ધારાવાહી ઉદયને વશવર્તી સ્વભાવ વડે દેવ છે; તેવી જ રીતે લોકમાં, કારણાંતરની અપેક્ષા
રાખ્યા વિના જ સ્વયમેવ ભગવાન આત્મા પણ (૧) સ્વપરને પ્રકાશવામાં સમર્થ એવી
નિર્વિતથ (
સાચી) અનંત શક્તિવાળા સહજ સંવેદન સાથે તાદાત્મ્યને લીધે જ્ઞાન છે, (૨)
આત્મતૃપ્તિથી ઊપજતી જે પરિનિર્વૃત્તિ તેનાથી પ્રવર્તતી અનાકુળતામાં સુસ્થિતપણાને લીધે
સૌખ્ય છે, અને (૩) જેમને આત્મતત્ત્વની ઉપલબ્ધિ નિકટ છે એવા બુધ જનોના મનરૂપી
શિલાસ્તંભમાં જેની અતિશય દ્યુતિની સ્તુતિ કોતરાયેલી છે એવા દિવ્ય આત્મસ્વરૂપવાળો
હોવાને લીધે દેવ છે. માટે આ આત્માને સુખસાધનાભાસ (જેઓ સુખનાં સાધન નથી
પણ સુખનાં સાધન હોવાનો આભાસમાત્ર જેમાં થાય છે એવા) વિષયોથી બસ થાઓ.
ભાવાર્થઃસિદ્ધભગવાન કોઈ બાહ્ય કારણની અપેક્ષા વિના પોતાની મેળે જ
સ્વપરપ્રકાશક જ્ઞાનરૂપ છે, અનંત આત્મિક આનંદરૂપ છે અને અચિંત્ય દિવ્યતારૂપ છે.
સિદ્ધભગવાન જેવો જ સર્વ જીવોનો સ્વભાવ છે. તેથી સુખાર્થી જીવો વિષયાલંબી ભાવ
છોડી નિરાલંબી પરમાનંદસ્વભાવે પરિણમો. ૬૮.
આ રીતે આનંદ -અધિકાર પૂર્ણ થયો.
૧. પરિનિર્વૃત્તિ = મોક્ષ; પરિપૂર્ણતા; છેવટનું સંપૂર્ણ સુખ. (પરિનિર્વૃત્તિ આત્મતૃપ્તિથી થાય છે અર્થાત
આત્મતૃપ્તિની પરાકાષ્ઠા તે જ પરિનિર્વૃત્તિ.)
૨. શિલાસ્તંભ = પથ્થરનો થાંભલો
૩. દ્યુતિ = દિવ્યતા; ભવ્યતા; મહિમા. (ગણધરદેવાદિ બુધ પુરુષોના મનમાં શુદ્ધાત્મસ્વરૂપની દિવ્યતાનાં
સ્તુતિગાન કોતરાઈ ગયાં છે.)

Page 119 of 513
PDF/HTML Page 150 of 544
single page version

अथ शुभपरिणामाधिकारप्रारम्भः
अथेन्द्रियसुखस्वरूपविचारमुपक्रममाणस्तत्साधनस्वरूपमुपन्यस्यति
देवदजदिगुरुपूजासु चेव दाणम्मि वा सुसीलेसु
उववासादिसु रत्तो सुहोवओगप्पगो अप्पा ।।६९।।
देवतायतिगुरुपूजासु चैव दाने वा सुशीलेषु
उपवासादिषु रक्तः शुभोपयोगात्मक आत्मा ।।६९।।
तेजो दिट्ठी णाणं इड्ढी सोक्खं तहेव ईसरियं
तिहुवणपहाणदइयं माहप्पं जस्स सो अरिहो ।।।।
तेजो दिट्ठी णाणं इड्ढी सोक्खं तहेव ईसरियं तिहुवणपहाणदइयं तेजः प्रभामण्डलं,
जगत्त्रयकालत्रयवस्तुगतयुगपत्सामान्यास्तित्वग्राहकं केवलदर्शनं, तथैव समस्तविशेषास्तित्वग्राहकं
केवलज्ञानं, ऋद्धिशब्देन समवसरणादिलक्षणा विभूतिः, सुखशब्देनाव्याबाधानन्तसुखं, तत्पदाभि-

लाषेण इन्द्रादयोऽपि भृत्यत्वं कुर्वन्तीत्येवंलक्षणमैश्वर्यं, त्रिभुवनाधीशानामपि वल्लभत्वं दैवं भण्यते
माहप्पं जस्स सो अरिहो इत्थंभूतं माहात्म्यं यस्य सोऽर्हन् भण्यते इति वस्तुस्तवनरूपेण नमस्कारं
कृतवन्तः ।।



।। अथ तस्यैव भगवतः सिद्धावस्थायां गुणस्तवनरूपेण नमस्कारं कु र्वन्ति
तं गुणदो अधिगदरं अविच्छिदं मणुवदेवपदिभावं
अपुणब्भावणिबद्धं पणमामि पुणो पुणो सिद्धं ।।।।
पणमामि नमस्करोमि पुणो पुणो पुनः पुनः कम् तं सिद्धं परमागमप्रसिद्धं सिद्धम्
कथंभूतम् गुणदो अधिगदरं अव्याबाधानन्तसुखादिगुणैरधिकतरं समधिकतरगुणम् पुनरपि कथं-
અહીં શુભ પરિણામનો અધિકાર શરૂ થાય છે.
હવે ઇન્દ્રિયસુખના સ્વરૂપ સંબંધી વિચાર ઉપાડતાંઆરંભતાં, તેના (ઇન્દ્રિયસુખના)
સાધનનું (શુભોપયોગનું) સ્વરૂપ કહે છેઃ
ગુરુ -દેવ -યતિપૂજા વિષે, વળી દાન ને સુશીલો વિષે,
જીવ રક્ત ઉપવાસાદિકે, શુભ -ઉપયોગસ્વરૂપ છે. ૬૯.
અન્વયાર્થઃ[देवतायतिगुरुपूजासु] દેવ, ગુરુ ને યતિની પૂજામાં, [दाने च एव]
દાનમાં, [सुशीलेषु वा] સુશીલોમાં [उपवासादिषु] તથા ઉપવાસાદિકમાં [रक्तः आत्मा] રક્ત
આત્મા [शुभोपयोगात्मकः] શુભોપયોગાત્મક છે.

Page 120 of 513
PDF/HTML Page 151 of 544
single page version

यदायमात्मा दुःखस्य साधनीभूतां द्वेषरूपामिन्द्रियार्थानुरागरूपां चाशुभोपयोग-
भूमिकामतिक्रम्य देवगुरुयतिपूजादानशीलोपवासप्रीतिलक्षणं धर्मानुरागमङ्गीकरोति तदेन्द्रिय-
सुखस्य साधनीभूतां शुभोपयोगभूमिकामधिरूढोऽभिलप्येत
।।६९।।
भूतम् अविच्छिदं मणुवदेवपदिभावं यथा पूर्वमर्हदवस्थायां मनुजदेवेन्द्रादयः समवशरणे समागत्य
नमस्कुर्वन्ति तेन प्रभुत्वं भवति, तदतिक्रान्तत्वादतिक्रान्तमनुजदेवपतिभावम् पुनश्च किंविशिष्टम्
अपुणब्भावणिबद्धं द्रव्यक्षेत्रादिपञ्चप्रकारभवाद्विलक्षणः शुद्धबुद्धैकस्वभावनिजात्मोपलम्भलक्षणो योऽसौ
मोक्षस्तस्याधीनत्वादपुनर्भावनिबद्धमिति भावः ।।।। एवं नमस्कारमुख्यत्वेन गाथाद्वयं गतम् इति
गाथाष्टकेन पञ्चमस्थलं ज्ञातव्यम् एवमष्टादशगाथाभिः स्थलपञ्चके न सुखप्रपञ्चनामान्तराधिकारो
गतः इति पूर्वोक्तप्रकारेण ‘एस सुरासुर’ इत्यादि चतुर्दशगाथाभिः पीठिका गता, तदनन्तरं
सप्तगाथाभिः सामान्यसर्वज्ञसिद्धिः, तदनन्तरं त्रयस्त्रिंशद्गाथाभिः ज्ञानप्रपञ्चः, तदनन्तर-
मष्टादशगाथाभिः सुखप्रपञ्च इति समुदायेन द्वासप्ततिगाथाभिरन्तराधिकारचतुष्टयेन
शुद्धोपयोगाधिकारः
समाप्तः
।। इत ऊर्द्ध्वं पञ्चविंशतिगाथापर्यन्तं ज्ञानकण्डिकाचतुष्टयाभिधानोऽधिकारः प्रारभ्यते तत्र
पञ्चविंशतिगाथामध्ये प्रथमं तावच्छुभाशुभविषये मूढत्वनिराकरणार्थं ‘देवदजदिगुरु’ इत्यादि
दशगाथापर्यन्तं प्रथमज्ञानकण्डिका कथ्यते
तदनन्तरमाप्तात्मस्वरूपपरिज्ञानविषये मूढत्वनिराकरणार्थं
‘चत्ता पावारंभं’ इत्यादि सप्तगाथापर्यन्तं द्वितीयज्ञानकण्डिका अथानन्तरं द्रव्यगुणपर्यायपरिज्ञानविषये
मूढत्वनिराक रणार्थं ‘दव्वादीएसु’ इत्यादि गाथाषट्क पर्यन्तं तृतीयज्ञानक ण्डिका तदनन्तरं स्वपर-
तत्त्वपरिज्ञानविषये मूढत्वनिराकरणार्थं ‘णाणप्पगं’ इत्यादि गाथाद्वयेन चतुर्थज्ञानकण्डिका इति
ज्ञानकण्डिकाचतुष्टयाभिधानाधिकारे समुदायपातनिका अथेदानीं प्रथमज्ञानकण्डिकायां स्वतन्त्र-
व्याख्यानेन गाथाचतुष्टयं, तदनन्तरं पुण्यं जीवस्य विषयतृष्णामुत्पादयतीति कथनरूपेण गाथाचतुष्टयं,
तदनन्तरमुपसंहाररूपेण गाथाद्वयं, इति स्थलत्रयपर्यन्तं क्रमेण व्याख्यानं क्रियते
तद्यथा --अथ यद्यपि
पूर्वं गाथाषट्केनेन्द्रियसुखस्वरूपं भणितं तथापि पुनरपि तदेव विस्तरेण कथयन् सन् तत्साधकं
शुभोपयोगं प्रतिपादयति, अथवा द्वितीयपातनिका --पीठिकायां यच्छुभोपयोगस्वरूपं सूचितं

तस्येदानीमिन्द्रियसुखविशेषविचारप्रस्तावे तत्साधकत्वेन विशेषविवरणं करोति ---
देवदजदिगुरुपूजासु चेव
दाणम्मि वा सुसीलेसु
देवतायतिगुरुपूजासु चैव दाने वा सुशीलेषु
उववासादिसु रत्तो तथैवोपवासादिषु च
रक्त आसक्तः अप्पा जीवः सुहोवओगप्पगो शुभोपयोगात्मको भण्यते इति तथाहिदेवता
ટીકાઃજ્યારે આ આત્મા દુઃખના સાધનભૂત એવી દ્વેષરૂપ તથા ઇન્દ્રિયવિષયના
અનુરાગરૂપ અશુભોપયોગભૂમિકાને ઓળંગી જઈને, દેવ -ગુરુ -યતિની પૂજા, દાન, શીલ અને
ઉપવાસાદિકની પ્રીતિસ્વરૂપ ધર્માનુરાગને અંગીકૃત કરે છે, ત્યારે તે ઇન્દ્રિયસુખના સાધનભૂત
શુભોપયોગભૂમિકામાં આરૂઢ કહેવાય છે.

Page 121 of 513
PDF/HTML Page 152 of 544
single page version

अथ शुभोपयोगसाध्यत्वेनेन्द्रियसुखमाख्याति
जुत्तो सुहेण आदा तिरिओ वा माणुसो व देवो वा
भूदो तावदि कालं लहदि सुहं इंदियं विविहं ।।७०।।
युक्तः शुभेन आत्मा तिर्यग्वा मानुषो वा देवो वा
भूतस्तावत्कालं लभते सुखमैन्द्रियं विविधम् ।।७०।।
अयमात्मेन्द्रियसुखसाधनीभूतस्य शुभोपयोगस्य सामर्थ्यात्तदधिष्ठानभूतानां तिर्यग्मानुष-
निर्दोषिपरमात्मा, इन्द्रियजयेन शुद्धात्मस्वरूपप्रयत्नपरो यतिः, स्वयं भेदाभेदरत्नत्रयाराधकस्तदर्थिनां
भव्यानां जिनदीक्षादायको गुरुः, पूर्वोक्तदेवतायतिगुरूणां तत्प्रतिबिम्बादीनां च यथासंभवं द्रव्यभावरूपा
पूजा, आहारादिचतुर्विधदानं च आचारादिकथितशीलव्रतानि तथैवोपवासादिजिनगुणसंपत्त्यादिविधि-

विशेषाश्व
एतेषु शुभानुष्ठानेषु योऽसौ रतः द्वेषरूपे विषयानुरागरूपे चाशुभानुष्ठाने विरतः, स जीवः
ભાવાર્થઃસર્વ દોષ રહિત પરમાત્મા તે દેવ; ભેદાભેદ રત્નત્રયના પોતે
આરાધક, તથા તે આરાધનાના અર્થી અન્ય ભવ્ય જીવોને જિનદીક્ષાના દેનાર, તે ગુરુ;
ઇન્દ્રિયજય કરીને શુદ્ધાત્મસ્વરૂપમાં પ્રયત્નપરાયણ તે યતિ. આવા દેવ -ગુરુ -યતિની કે
તેમની પ્રતિમાની પૂજામાં, આહારાદિ ચતુર્વિધ દાનમાં, આચારાંગાદિ શાસ્ત્રોમાં કહેલાં
શીલવ્રતોમાં તથા ઉપવાસાદિક તપમાં પ્રીતિ તે ધર્માનુરાગ છે. જે આત્મા દ્વેષરૂપ અને
વિષયાનુરાગરૂપ અશુભોપયોગને ઓળંગી જઈને ધર્માનુરાગને અંગીકાર કરે છે, તે
શુભોપયોગી છે. ૬૯.
હવે ઇન્દ્રિયસુખને શુભોપયોગના સાધ્ય તરીકે (અર્થાત્ શુભોપયોગ સાધન છે અને
તેનું સાધ્ય ઇન્દ્રિયસુખ છે એમ) કહે છેઃ
શુભયુક્ત આત્મા દેવ વા તિર્યંચ વા માનવ બને;
તે પર્યયે તાવત્સમય ઇંદ્રિયસુખ વિધવિધ લહે. ૭૦.
અન્વયાર્થઃ[शुभेन युक्तः] શુભોપયોગયુક્ત [आत्मा] આત્મા [तिर्यक् वा] તિર્યંચ,
[मानुषः वा] મનુષ્ય [देवः वा] અથવા દેવ [भूतः] થઈને, [तावत्कालं] તેટલો કાળ [विविधं]
વિવિધ [ऐन्द्रियं सुखं] ઇન્દ્રિયસુખ [लभते] પામે છે.
ટીકાઃઆ આત્મા ઇન્દ્રિયસુખના સાધનભૂત શુભોપયોગના સામર્થ્યથી તેના
અધિષ્ઠાનભૂત (ઇન્દ્રિયસુખના સ્થાનભૂત -આધારભૂત એવી), તિર્યંચપણાની, મનુષ્યપણાની
પ્ર. ૧૬

Page 122 of 513
PDF/HTML Page 153 of 544
single page version

देवत्वभूमिकानामन्यतमां भूमिकामवाप्य यावत्कालमवतिष्ठते, तावत्कालमनेकप्रकारमिन्द्रियसुखं
समासादयतीति
।।७०।।
अथैवमिन्द्रियसुखमुत्क्षिप्य दुःखत्वे प्रक्षिपति
सोक्खं सहावसिद्धं णत्थि सुराणं पि सिद्धमुवदेसे
ते देहवेदणट्टा रमंति विसएसु रम्मेसु ।।७१।।
सौख्यं स्वभावसिद्धं नास्ति सुराणामपि सिद्धमुपदेशे
ते देहवेदनार्ता रमन्ते विषयेषु रम्येषु ।।७१।।
शुभोपयोगी भवतीति सूत्रार्थः ।।६९।। अथ पूर्वोक्तशुभोपयोगेन साध्यमिन्द्रियसुखं कथयति ---सुहेण
जुत्तो आदा यथा निश्चयरत्नत्रयात्मकशुद्धोपयोगेन युक्तो मुक्तो भूत्वाऽयं जीवोऽनन्तकालमतीन्द्रियसुखं
लभते, तथा पूर्वसूत्रोक्तलक्षणशुभोपयोगेन युक्तः परिणतोऽयमात्मा तिरिओ वा माणुसो व देवो वा भूदो
तिर्यग्मनुष्यदेवरूपो भूत्वा
तावदि कालं तावत्कालं स्वकीयायुःपर्यन्तं लहदि सुहं इंदियं विविहं इन्द्रियजं
विविधं सुखं लभते, इति सूत्राभिप्रायः ।।७०।। अथ पूर्वोक्तमिन्द्रियसुखं निश्चयनयेन दुःखमेवेत्युप-
दिशति ---सोक्खं सहावसिद्धं रागाद्युपाधिरहितं चिदानन्दैकस्वभावेनोपादानकारणभूतेन सिद्धमुत्पन्नं
यत्स्वाभाविकसुखं तत्स्वभावसिद्धं भण्यते तच्च णत्थि सुराणं पि आस्तां मनुष्यादीनां सुखं
देवेन्द्रादीनामपि नास्ति सिद्धमुवदेसे इति सिद्धमुपदिष्टमुपदेशे परमागमे ते देहवेदणट्टा रमंति विसएसु रम्मेसु
तथाभूतसुखाभावात्ते देवादयो देहवेदनार्ताः पीडिताः कदर्थिताः सन्तो रमन्ते विषयेषु रम्याभासेष्विति
अथ विस्तरः ---अधोभागे सप्तनरकस्थानीयमहाऽजगरप्रसारितमुखे, कोणचतुष्के तु क्रोधमानमाया-
અને દેવપણાની ભૂમિકાઓમાંથી કોઈ એક ભૂમિકાને પામીને જેટલો કાળ (તેમાં) રહે
છે, તેટલો કાળ અનેક પ્રકારનું ઇન્દ્રિયસુખ પામે છે. ૭૦.
એ રીતે ઇન્દ્રિયસુખની વાત ઉપાડીને હવે ઇન્દ્રિયસુખને દુઃખપણામાં નાખે છેઃ
સુરનેય સૌખ્ય સ્વભાવસિદ્ધ નસિદ્ધ છે આગમ વિષે;
તે દેહવેદનથી પીડિત રમણીય વિષયોમાં રમે. ૭૧.
અન્વયાર્થઃ[उपदेशे सिद्धं] (જિનદેવના) ઉપદેશમાં સિદ્ધ છે કે[सुराणाम् अपि]
દેવોને પણ [स्वभावसिद्धं] સ્વભાવનિષ્પન્ન [सौख्यं] સુખ [नास्ति] નથી; [ते] તેઓ
[देहवेदनार्ताः] (પંચેન્દ્રિયમય) દેહની વેદનાથી પીડિત હોવાથી [रम्येषु विषयेषु] રમ્ય
વિષયોમાં [रमन्ते] રમે છે.

Page 123 of 513
PDF/HTML Page 154 of 544
single page version

इन्द्रियसुखभाजनेषु हि प्रधाना दिवौकसः तेषामपि स्वाभाविकं न खलु सुखमस्ति,
प्रत्युत तेषां स्वाभाविकं दुःखमेवावलोक्यते; यतस्ते पञ्चेन्द्रियात्मकशरीरपिशाचपीडया परवशा
भृगुप्रपातस्थानीयान्मनोज्ञविषयानभिपतन्ति
।।७१।।
अथैवमिन्द्रियसुखस्य दुःखतायां युक्त्यावतारितायामिन्द्रियसुखसाधनीभूतपुण्यनिर्वर्तक-
शुभोपयोगस्य दुःखसाधनीभूतपापनिर्वर्तकाशुभोपयोगविशेषादविशेषत्वमवतारयति
णरणारयतिरियसुरा भजंति जदि देहसंभवं दुक्खं
किह सो सुहो व असुहो उवओगो हवदि जीवाणं ।।७२।।
नरनारकतिर्यक्सुरा भजन्ति यदि देहसंभवं दुःखम्
कथं स शुभो वाऽशुभ उपयोगो भवति जीवानाम् ।।७२।।
लोभस्थानीयसर्पचतुष्कप्रसारितवदने देहस्थानीयमहान्धकूपे पतितः सन् कश्चित् पुरुषविशेषः, संसार-
स्थानीयमहारण्ये मिथ्यात्वादिकुमार्गे नष्टः सन् मृत्युस्थानीयहस्तिभयेनायुष्कर्मस्थानीये साटिकविशेषे

शुक्लकृष्णपक्षस्थानीयशुक्लकृष्णमूषकद्वयछेद्यमानमूले व्याधिस्थानीयमधुमक्षिकावेष्टिते लग्नस्तेनैव
ટીકાઃઇન્દ્રિયસુખનાં ભાજનોમાં પ્રધાન દેવો છે; તેમને પણ ખરેખર સ્વાભાવિક
સુખ નથી; ઊલટું તેમને સ્વાભાવિક દુઃખ જ જોવામાં આવે છે; કારણ કે તેઓ
પંચેન્દ્રિયાત્મક શરીરરૂપ પિશાચની પીડા વડે પરવશ હોવાથી
*ભૃગુપ્રપાત સમા મનોજ્ઞ
વિષયો તરફ ધસે છે. ૭૧.
એ રીતે ઇન્દ્રિયસુખને દુઃખપણે યુક્તિથી પ્રગટ કરીને, હવે ઇન્દ્રિયસુખના
સાધનભૂત પુણ્યને ઉત્પન્ન કરનાર શુભોપયોગનું, દુઃખના સાધનભૂત પાપને ઉત્પન્ન
કરનાર અશુભોપયોગથી અવિશેષપણું પ્રગટ કરે છેઃ
તિર્યંચ -નારક -સુર -નરો જો દેહગત દુઃખ અનુભવે,
તો જીવનો ઉપયોગ એ શુભ ને અશુભ કઈ રીત છે? ૭૨.
અન્વયાર્થઃ[नरनारकतिर्यक्सुराः] મનુષ્યો, નારકો, તિર્યંચો અને દેવો (બધાંય)
[यदि] જો [देहसंभवं] દેહોત્પન્ન [दुःखं] દુઃખને [भजन्ति] અનુભવે છે, [जीवानां] તો જીવોનો
[सः उपयोगः] તે (શુદ્ધોપયોગથી વિલક્ષણઅશુદ્ધ) ઉપયોગ [शुभः वा अशुभः] શુભ અને
અશુભબે પ્રકારનો [कथं भवति] કઈ રીતે છે? (અર્થાત્ નથી.)
*
ભૃગુપ્રપાત = અતિ દુઃખથી કંટાળીને આપઘાત કરવા માટે પર્વતના નિરાધાર ઊંચા સ્થાન પરથી
ખાવામાં આવતી પછાટ. (ભૃગુ = પર્વતનું નિરાધાર ઊંચું સ્થાન
શિખર. પ્રપાત = પછાડ; ભૂસકો.)

Page 124 of 513
PDF/HTML Page 155 of 544
single page version

यदि शुभोपयोगजन्यसमुदीर्णपुण्यसंपदस्त्रिदशादयोऽशुभोपयोगजन्यपर्यागतपातकापदो
वा नारकादयश्च, उभयेऽपि स्वाभाविकसुखाभावादविशेषेण पञ्चेन्द्रियात्मकशरीरप्रत्ययं दुःख-
मेवानुभवन्ति
ततः परमार्थतः शुभाशुभोपयोगयोः पृथक्त्वव्यवस्था नावतिष्ठते ।।७२।।
अथ शुभोपयोगजन्यं फलवत्पुण्यं विशेषेण दूषणार्थमभ्युपगम्योत्थापयति
कुलिसाउहचक्कधरा सुहोवओगप्पगेहिं भोगेहिं
देहादीणं विद्धिं करेंति सुहिदा इवाभिरदा ।।७३।।
हस्तिना हन्यमाने सति विषयसुखस्थानीयमधुबिन्दुसुस्वादेन यथा सुखं मन्यते, तथा संसारसुखम्
पूर्वोक्तमोक्षसुखं तु तद्विपरीतमिति तात्पर्यम् ।।७१।। अथ पूर्वोक्तप्रकारेण शुभोपयोगसाध्यस्येन्द्रिय-
सुखस्य निश्चयेन दुःखत्वं ज्ञात्वा तत्साधकशुभोपयोगस्याप्यशुभोपयोगेन सह समानत्वं
व्यवस्थापयति
णरणारयतिरियसुरा भजंति जदि देहसंभवं दुक्खं सहजातीन्द्रियामूर्तसदानन्दैकलक्षणं
वास्तवसुखमलभमानाः सन्तो नरनारकतिर्यक्सुरा यदि चेदविशेषेण पूर्वोक्तपरमार्थसुखाद्विलक्षणं
पञ्चेन्द्रियात्मकशरीरोत्पन्नं निश्चयनयेन दुःखमेव भजन्ते सेवन्ते,
किह सो सुहो व असुहो उवओगो हवदि
ટીકાઃજો શુભોપયોગજન્ય ઉદયગત પુણ્યની સંપદાવાળા દેવાદિક (અર્થાત
શુભોપયોગજન્ય પુણ્યના ઉદયથી પ્રાપ્ત થતી ૠદ્ધિવાળા દેવો વગેરે) અને અશુભોપયોગજન્ય
ઉદયગત પાપની આપદાવાળા નારકાદિક
એ બન્નેય સ્વાભાવિક સુખના અભાવને લીધે
અવિશેષપણે (તફાવત વિના) પંચેન્દ્રિયાત્મક શરીર સંબંધી દુઃખને જ અનુભવે છે, તો
પછી પરમાર્થે શુભ -અશુભ ઉપયોગની પૃથક્ત્વવ્યવસ્થા ટકતી નથી.
ભાવાર્થઃશુભોપયોગજન્ય પુણ્યના ફળરૂપે દેવાદિકની સંપદાઓ મળે છે અને
અશુભોપયોગજન્ય પાપના ફળરૂપે નારકાદિકની આપદાઓ મળે છે. પરંતુ તે દેવાદિક તથા
નારકાદિક બન્ને પરમાર્થે દુઃખી જ છે. એ રીતે બન્નેનું ફળ સમાન હોવાથી શુભોપયોગ
અને અશુભોપયોગ બન્ને પરમાર્થે સમાન જ છે અર્થાત
્ ઉપયોગમાંઅશુદ્ધોપયોગમાં
શુભ અને અશુભ એવા ભેદ પરમાર્થે ઘટતા નથી. ૭૨.
(જેમ ઇન્દ્રિયસુખને દુઃખરૂપ અને શુભોપયોગને અશુભોપયોગ સમાન દર્શાવ્યો
તેમ) હવે શુભોપયોગજન્ય એવું જે ફળવાળું પુણ્ય તેને વિશેષતઃ દૂષણ દેવા માટે (અર્થાત
તેમાં દોષ દર્શાવવા અર્થે) તે પુણ્યને (તેની હયાતીને) સ્વીકારીને તે (પુણ્યની) વાતનું
ઉત્થાન કરે છેઃ
ચક્રી અને દેવેંદ્ર શુભ -ઉપયોગમૂલક ભોગથી
પુષ્ટિ કરે દેહાદિની, સુખી સમ દીસે અભિરત રહી. ૭૩.

Page 125 of 513
PDF/HTML Page 156 of 544
single page version

कुलिशायुधचक्रधराः शुभोपयोगात्मकैः भोगैः
देहादीनां वृद्धिं कुर्वन्ति सुखिता इवाभिरताः ।।७३।।
यतो हि शक्राश्चक्रिणश्च स्वेच्छोपगतैर्भोगैः शरीरादीन् पुष्णन्तस्तेषु दुष्टशोणित इव
जलौकसोऽत्यन्तमासक्ताः सुखिता इव प्रतिभासन्ते, ततः शुभोपयोगजन्यानि फलवन्ति
पुण्यान्यवलोक्यन्ते
।।७३।।
जीवाणं व्यवहारेण विशेषेऽपि निश्चयेन सः प्रसिद्धः शुद्धोपयोगाद्विलक्षणः शुभाशुभोपयोगः कथं
भिन्नत्वं लभते, न कथमपीति भावः ।।७२।। एवं स्वतन्त्रगाथाचतुष्टयेन प्रथमस्थलं गतम् अथ
पुण्यानि देवेन्द्रचक्रवर्त्यादिपदं प्रयच्छन्ति इति पूर्वं प्रशंसां करोति किमर्थम् तत्फलाधारेणाग्रे
तृष्णोत्पत्तिरूपदुःखदर्शनार्थं कुलिसाउहचक्कधरा देवेन्द्राश्चक्रवर्तिनश्च कर्तारः सुहोवओगप्पगेहिं भोगेहिं
शुभोपयोगजन्यभोगैः कृत्वा देहादीणं विद्धिं करेंति विकुर्वणारूपेण देहपरिवारादीनां वृद्धिं कुर्वन्ति
कथंभूताः सन्तः सुहिदा इवाभिरदा सुखिता इवाभिरता आसक्ता इति अयमत्रार्थःयत्परमातिशय-
तृप्तिसमुत्पादकं विषयतृष्णाविच्छित्तिकारकं च स्वाभाविकसुखं तदलभमाना दुष्टशोणिते जलयूका
इवासक्ताः सुखाभासेन देहादीनां वृद्धिं कुर्वन्ति
ततो ज्ञायते तेषां स्वाभाविकं सुखं नास्तीति ।।७३।।
अथ पुण्यानि जीवस्य विषयतृष्णामुत्पादयन्तीति प्रतिपादयतिजदि संति हि पुण्णाणि य यदि
અન્વયાર્થઃ[कुलिशायुधचक्रधराः] વજ્રધરો અને ચક્રધરો (ઇન્દ્રો અને
ચક્રવર્તીઓ) [शुभोपयोगात्मकैः भोगैः] શુભોપયોગમૂલક (પુણ્યોના ફળરૂપ) ભોગો વડે
[देहादीनां] દેહાદિની [वृद्धिं कुर्वन्ति] પુષ્ટિ કરે છે અને [अभिरताः] (એ રીતે)
ભોગોમાં રત વર્તતા થકા [सुखिताः इव] સુખી જેવા ભાસે છે (માટે પુણ્યો વિદ્યમાન
છે ખરાં).
ટીકાઃશક્રેંદ્રો અને ચક્રવર્તીઓ પોતાની ઇચ્છા પ્રમાણે મળેલા ભોગો વડે
શરીરાદિને પોષતા થકાજેમ જળો દૂષિત લોહીમાં અત્યંત આસક્ત વર્તતી થકી સુખી
જેવી ભાસે છે તેમતે ભોગોમાં અત્યંત આસક્ત વર્તતા થકા સુખી જેવા ભાસે છે;
માટે શુભોપયોગજન્ય ફળવાળાં પુણ્યો જોવામાં આવે છે (અર્થાત્ શુભોપયોગજન્ય એવાં
જે ફળવાળાં પુણ્યો તેમની હયાતી જોવામાં આવે છે).
ભાવાર્થઃજે ભોગોમાં આસક્ત વર્તતા થકા ઇન્દ્રો વગેરે જળોની માફક સુખી
જેવા ભાસે છે, તે ભોગો પુણ્યનાં ફળ છે; માટે પુણ્યની હયાતી છે ખરી. (આ પ્રમાણે
આ ગાથામાં પુણ્યનું વિદ્યમાનપણું સ્વીકારીને હવેની ગાથાઓમાં પુણ્યને દુઃખના કારણરૂપ
દર્શાવશે.) ૭૩.

Page 126 of 513
PDF/HTML Page 157 of 544
single page version

अथैवमभ्युपगतानां पुण्यानां दुःखबीजहेतुत्वमुद्भावयति
जदि संति हि पुण्णाणि य परिणामसमुब्भवाणि विविहाणि
जणयंति विसयतण्हं जीवाणं देवदंताणं ।।७४।।
यदि सन्ति हि पुण्यानि च परिणामसमुद्भवानि विविधानि
जनयन्ति विषयतृष्णां जीवानां देवतान्तानाम् ।।७४।।
यदि नामैवं शुभोपयोगपरिणामकृतसमुत्पत्तीन्यनेकप्रकाराणि पुण्यानि विद्यन्त इत्य-
भ्युपगम्यते, तदा तानि सुधाशनानप्यवधिं कृत्वा समस्तसंसारिणां विषयतृष्णामवश्यमेव
समुत्पादयन्ति
न खलु तृष्णामन्तरेण दुष्टशोणित इव जलूकानां समस्तसंसारिणां विषयेषु
प्रवृत्तिरवलोक्यते अवलोक्यते च सा ततोऽस्तु पुण्यानां तृष्णायतनत्वमबाधितमेव ।।७४।।
चेन्निश्चयेन पुण्यपापरहितपरमात्मनो विपरीतानि पुण्यानि सन्ति पुनरपि किंविशिष्टानि
परिणामसमुब्भवाणि निर्विकारस्वसंवित्तिविलक्षणशुभपरिणामसमुद्भवानि विविहाणि स्वकीयानन्तभेदेन
बहुविधानि तदा तानि किं कुर्वन्ति जणयंति विसयतण्हं जनयन्ति काम् विषयतृष्णाम् केषाम्
હવે, એ રીતે સ્વીકારવામાં આવેલાં પુણ્યો દુઃખના બીજના હેતુ છે (અર્થાત્ તૃષ્ણાનાં
કારણ છે) એમ ન્યાયથી પ્રગટ કરે છેઃ
પરિણામજન્ય અનેકવિધ જો પુણ્યનું અસ્તિત્વ છે,
તો પુણ્ય એ દેવાન્ત જીવને વિષયતૃષ્ણોદ્ભવ કરે. ૭૪.
અન્વયાર્થઃ[यदि हि] (પૂર્વોક્ત રીતે) જો [परिणामसमुद्भवानि] (શુભોપયોગરૂપ)
પરિણામથી ઊપજતાં [विविधानि पुण्यानि च] વિવિધ પુણ્યો [सन्ति] વિદ્યમાન છે, [देवतान्तानां
जीवानां] તો તેઓ દેવો સુધીના જીવોને [विषयतृष्णां] વિષયતૃષ્ણા [जनयन्ति] ઉત્પન્ન કરે છે.
ટીકાઃજો એ રીતે શુભોપયોગપરિણામથી જેમની ઉત્પત્તિ થાય છે એવાં અનેક
પ્રકારનાં પુણ્યો વિદ્યમાન છે એમ સ્વીકારવામાં આવે છે, તો તેઓ (તે પુણ્યો) દેવો
સુધીના સમસ્ત સંસારીઓને વિષયતૃષ્ણા અવશ્યમેવ ઉત્પન્ન કરે છે (એમ પણ સ્વીકારવું
પડે છે). ખરેખર તૃષ્ણા વિના, જેમ જળોને દૂષિત લોહીમાં તેમ, સમસ્ત સંસારીઓને
વિષયોમાં પ્રવૃત્તિ ન જોવામાં આવે. પરંતુ તે તો જોવામાં આવે છે. માટે પુણ્યોનું
તૃષ્ણાયતનપણું અબાધિત જ હો (અર્થાત
્ પુણ્યો તૃષ્ણાનાં ઘરરહેઠાણ -છે એમ અવિરોધપણે
સિદ્ધ થાય છે).

Page 127 of 513
PDF/HTML Page 158 of 544
single page version

अथ पुण्यस्य दुःखबीजविजयमाघोषयति
ते पुण उदिण्णतण्हा दुहिदा तण्हाहिं विसयसोक्खाणि
इच्छंति अणुभवंति य आमरणं दुक्खसंतत्ता ।।७५।।
ते पुनरुदीर्णतृष्णाः दुःखितास्तृष्णाभिर्विषयसौख्यानि
इच्छन्त्यनुभवन्ति च आमरणं दुःखसंतप्ताः ।।७५।।
अथ ते पुनस्त्रिदशावसानाः कृत्स्नसंसारिणः समुदीर्णतृष्णाः पुण्यनिर्वर्तिताभिरपि
जीवाणं देवदंताणं दृष्टश्रुतानुभूतभोगाकाङ्क्षारूपनिदानबन्धप्रभृतिनानामनोरथहयरूपविकल्पजालरहित-
परमसमाधिसमुत्पन्नसुखामृतरूपां सर्वात्मप्रदेशेषु परमाह्लादोत्पत्तिभूतामेकाकारपरमसमरसीभावरूपां
विषयाकाङ्क्षाग्निजनितपरमदाहविनाशिकां स्वरूपतृप्तिमलभमानानां देवेन्द्रप्रभृतिबहिर्मुखसंसारि-

जीवानामिति
इदमत्र तात्पर्यम्यदि तथाविधा विषयतृष्णा नास्ति तर्हि दुष्टशोणिते जलयूका इव कथं
ते विषयेषु प्रवृत्तिं कुर्वन्ति कुर्वन्ति चेत् पुण्यानि तृष्णोत्पादकत्वेन दुःखकारणानि इति ज्ञायन्ते ।।७४।।
अथ पुण्यानि दुःखकारणानीति पूर्वोक्तमेवार्थं विशेषेण समर्थयतिते पुण उदिण्णतण्हा सहजशुद्धात्म-
तृप्तेरभावात्ते निखिलसंसारिजीवाः पुनरुदीर्णतृष्णाः सन्तः दुहिदा तण्हाहिं स्वसंवित्तिसमुत्पन्नपारमार्थिक-
सुखाभावात्पूर्वोक्ततृष्णाभिर्दुःखिताः सन्तः किं कुर्वन्ति विसयसोक्खाणि इच्छंति निर्विषयपरमात्म-
ભાવાર્થઃ૭૩મી ગાથામાં કહ્યું તેમ અનેક પ્રકારનાં પુણ્યો વિદ્યમાન છે, તો
ભલે હો. તેઓ સુખનાં સાધન નથી પણ દુઃખના બીજરૂપ તૃષ્ણાનાં જ સાધન છે. ૭૪.
હવે, પુણ્યમાં દુઃખના બીજનો વિજય જાહેર કરે છે (અર્થાત્ પુણ્યમાં તૃષ્ણાબીજ
દુઃખવૃક્ષરૂપે વૃદ્ધિ પામે છેફાલે છે એમ જાહેર કરે છે)ઃ
તે ઉદિતતૃષ્ણ જીવો, દુઃખિત તૃષ્ણાથી, વિષયિક સુખને
ઇચ્છે અને આમરણ દુઃખસંતપ્ત તેને ભોગવે. ૭૫.
અન્વયાર્થઃ[पुनः] વળી, [उदीर्णतृष्णाः ते] જેમને તૃષ્ણા ઉદિત છે એવા તે
જીવો [तृष्णाभिः दुःखिताः] તૃષ્ણાઓ વડે દુઃખી વર્તતા થકા, [आमरणं] મરણપર્યંત
[विषयसौख्यानि इच्छन्ति] વિષયસુખોને ઇચ્છે છે [च] અને [दुःखसंतप्ताः] દુઃખથી સંતપ્ત
થયા થકા (દુઃખદાહને નહિ સહી શક્તા થકા) [अनुभवन्ति] તેમને ભોગવે છે.
ટીકાઃવળી, જેમને તૃષ્ણા ઉદિત છે એવા તે દેવપર્યંત સમસ્ત સંસારીઓ, તૃષ્ણા

Page 128 of 513
PDF/HTML Page 159 of 544
single page version

तृष्णाभिर्दुःखबीजतयाऽत्यन्तदुःखिताः सन्तो मृगतृष्णाभ्य इवाम्भांसि विषयेभ्यः सौख्यान्य-
भिलषन्ति
तद्दुःखसंतापवेगमसहमाना अनुभवन्ति च विषयान्, जलायुका इव, तावद्यावत
क्षयं यान्ति यथा हि जलायुकास्तृष्णाबीजेन विजयमानेन दुःखाङ्कुरेण क्रमतः समाक्रम्यमाणा
दुष्टकीलालमभिलषन्त्यस्तदेवानुभवन्त्यश्चाप्रलयात् क्लिश्यन्ते, एवममी अपि पुण्यशालिनः
पापशालिन इव तृष्णाबीजेन विजयमानेन दुःखाङ्कुरेण क्रमतः समाक्रम्यमाणा विषयान-
भिलषन्तस्तानेवानुभवन्तश्चाप्रलयात
् क्लिश्यन्ते अतः पुण्यानि सुखाभासस्य दुःखस्यैव
साधनानि स्युः ।।७५।।
सुखाद्विलक्षणानि विषयसुखानि इच्छन्ति न केवलमिच्छन्ति, न केवलमिच्छन्ति, अणुभवंति य अनुभवन्ति च किंपर्यन्तम्
आमरणं मरणपर्यन्तम् कथंभूताः दुक्खसंतत्ता दुःखसंतप्ता इति अयमत्रार्थःयथा तृष्णोद्रेकेण
દુઃખનું બીજ હોવાને લીધે પુણ્યજનિત તૃષ્ણાઓ વડે પણ અત્યંત દુઃખી વર્તતા થકા,
મૃગતૃષ્ણામાંથી જળની માફક વિષયોમાંથી સુખોને ઇચ્છે છે અને તે દુઃખસંતાપના વેગને
નહિ સહી શકવાથી વિષયોને ભોગવે છે. ક્યાં સુધી? વિનાશ (મરણ) પામે ત્યાં સુધી.
કોની જેમ? જળોની જેમ. જેમ જળો, તૃષ્ણા જેનું બીજ છે એવા વિજય પામતા દુઃખાંકુર
વડે ક્રમશઃ આક્રાંત થતી હોવાથી, ખરાબ લોહીને ઇચ્છતી અને તેને જ ભોગવતી થકી
વિનાશપર્યંત ક્લેશ પામે છે, તેમ આ પુણ્યશાળીઓ પણ, પાપશાળીઓની માફક, તૃષ્ણા જેનું
બીજ છે એવા વિજય પામતા દુઃખાંકુર વડે ક્રમશઃ આક્રાંત થતા હોવાથી, વિષયોને ઇચ્છતા
અને તેમને જ ભોગવતા થકા વિનાશપર્યંત (
મરણ પામતાં સુધી) ક્લેશ પામે છે.
આથી પુણ્યો સુખાભાસ એવા દુઃખનાં જ સાધન છે.
ભાવાર્થઃજેમને સમસ્તવિકલ્પજાળ રહિત પરમસમાધિથી ઉત્પન્ન સુખામૃતરૂપ,
સર્વ આત્મપ્રદેશે પરમ -આહ્લાદભૂત સ્વરૂપતૃપ્તિ વર્તતી નથી એવા સમસ્ત સંસારી જીવોને
નિરંતર વિષયતૃષ્ણા વ્યક્ત કે અવ્યક્તપણે વર્તે જ છે. તે તૃષ્ણારૂપી બીજ ક્રમશઃ અંકુરરૂપ
થઈ દુઃખવૃક્ષરૂપે વૃદ્ધિ પામતાં, એ રીતે દુઃખદાહનો વેગ અસહ્ય થતાં, તે જીવો વિષયોમાં
પ્રવૃત્ત થાય છે. માટે જેમને વિષયોમાં પ્રવૃત્તિ જોવામાં આવે છે એવા દેવો સુધીના સમસ્ત
સંસારીઓ દુઃખી જ છે.
આ રીતે દુઃખભાવ જ પુણ્યોનેપુણ્યજનિત સામગ્રીનેઅવલંબતો હોવાથી,
પુણ્યો સુખાભાસ એવા દુઃખનાં જ આલંબનસાધન છે. ૭૫.
૧. જેમ ઝાંઝવાંમાંથી જળ પ્રાપ્ત થતું નથી તેમ ઇન્દ્રિયવિષયોમાંથી સુખ પ્રાપ્ત થતું નથી.
૨. દુઃખસંતાપ = દુઃખદાહ; દુઃખની બળતરા
પીડા.

Page 129 of 513
PDF/HTML Page 160 of 544
single page version

अथ पुनरपि पुण्यजन्यस्येन्द्रियसुखस्य बहुधा दुःखत्वमुद्योतयति
सपरं बाधासहिदं विच्छिण्णं बंधकारणं विसमं
जं इंदिएहिं लद्धं तं सोक्खं दुक्खमेव तहा ।।७६।।
सपरं बाधासहितं विच्छिन्नं बन्धकारणं विषमम्
यदिन्द्रियैर्लब्धं तत्सौख्यं दुःखमेव तथा ।।७६।।
सपरत्वात् बाधासहितत्वात् विच्छिन्नत्वात् बन्धकारणत्वात् विषमत्वाच्च पुण्य-
जन्यमपीन्द्रियसुखं दुःखमेव स्यात सपरं हि सत् परप्रत्ययत्वात् पराधीनतया, बाधासहितं
प्रेरिताः जलौकसः कीलालमभिलषन्त्यस्तदेवानुभवन्त्यश्चामरणं दुःखिता भवन्ति, तथा निजशुद्धात्म-
संवित्तिपराङ्मुखा जीवा अपि मृगतृष्णाभ्योऽम्भांसीव विषयानभिलषन्तस्तथैवानुभवन्तश्चामरणं

दुःखिता भवन्ति
तत एतदायातं तृष्णातङ्कोत्पादकत्वेन पुण्यानि वस्तुतो दुःखकारणानि इति ।।७५।।
अथ पुनरपि पुण्योत्पन्नस्येन्द्रियसुखस्य बहुधा दुःखत्वं प्रकाशयतिसपरं सह परद्रव्यापेक्षया वर्तते
सपरं भवतीन्द्रियसुखं, पारमार्थिकसुखं तु परद्रव्यनिरपेक्षत्वादात्माधीनं भवति बाधासहिदं तीव्रक्षुधा-
तृष्णाद्यनेकबाधासहितत्वाद्बाधासहितमिन्द्रियसुखं, निजात्मसुखं तु पूर्वोक्तसमस्तबाधारहितत्वाद-
व्याबाधम्
विच्छिण्णं प्रतिपक्षभूतासातोदयेन सहितत्वाद्विच्छिन्नं सान्तरितं भवतीन्द्रियसुखं,
अतीन्द्रियसुखं तु प्रतिपक्षभूतासातोदयाभावान्निरन्तरम् बंधकारणं दृष्टश्रुतानुभूतभोगाकाङ्क्षा-
હવે ફરીને પણ પુણ્યજન્ય ઇન્દ્રિયસુખનું ઘણા પ્રકારે દુઃખપણું પ્રકાશે છેઃ
પરયુક્ત, બાધાસહિત, ખંડિત, બંધકારણ, વિષમ છે;
જે ઇન્દ્રિયોથી લબ્ધ તે સુખ એ રીતે દુઃખ જ ખરે. ૭૬.
અન્વયાર્થઃ[यद्] જે [इन्द्रियैः लब्धं] ઇંદ્રિયોથી પ્રાપ્ત થાય છે, [तद् सौख्यं]
તે સુખ [सपरं] પરના સંબંધવાળું, [बाधासहितं] બાધાસહિત, [विच्छिन्नं] વિચ્છિન્ન,
[बन्धकारणं] બંધનું કારણ [विषमं] અને વિષમ છે; [तथा] એ રીતે [दुःखम् एव] તે દુઃખ
જ છે.
ટીકાઃપરના સંબંધવાળું હોવાથી, બાધાસહિત હોવાથી, વિચ્છિન્ન (તૂટક)
હોવાથી, બંધનું કારણ હોવાથી અને વિષમ હોવાથી, ઇન્દ્રિયસુખપુણ્યજન્ય હોવા છતાં
પણદુઃખ જ છે.
ઇન્દ્રિયસુખ (૧) ‘પરના સંબંધવાળું’ હોતું થકું પરાશ્રયપણાને લીધે પરાધીન છે,
પ્ર. ૧૭