Page 130 of 513
PDF/HTML Page 161 of 544
single page version
हि सदशनायोदन्यावृषस्यादिभिस्तृष्णाव्यक्तिभिरुपेतत्वात् अत्यन्ताकुलतया, विच्छिन्नं हि सदसद्वेद्योदयप्रच्यावितसद्वेद्योदयप्रवृत्ततयाऽनुभवत्वादुद्भूतविपक्षतया, बन्धकारणं हि सद्विषयो- पभोगमार्गानुलग्नरागादिदोषसेनानुसारसंगच्छमानघनकर्मपांसुपटलत्वादुदर्कदुःसहतया, विषमं हि सदभिवृद्धिपरिहाणिपरिणतत्वादत्यन्तविसंष्ठुलतया च दुःखमेव भवति । अथैवं पुण्यमपि पापवद्दुःखसाधनमायातम् ।।७६।। प्रभृत्यनेकापध्यानवशेन भाविनरकादिदुःखोत्पादककर्मबन्धोत्पादकत्वाद्बन्धकारणमिन्द्रियसुखं, अतीन्द्रिय- सुखं तु सर्वापध्यानरहितत्वादबन्धकारणम् । विसमं विगतः शमः परमोपशमो यत्र तद्विषममतृप्तिकरं हानिवृद्धिसहितत्वाद्वा विषमं, अतीन्द्रियसुखं तु परमतृप्तिकरं हानिवृद्धिरहितम् । जं इंदिएहिं लद्धं तं सोक्खं दुक्खमेव तहा यदिन्द्रियैर्लब्धं संसारसुखं तत्सुखं यथा पूर्वोक्तपञ्चविशेषणविशिष्टं भवति तथैव दुःखमेवेत्यभिप्रायः ।।७६।। एवं पुण्यानि जीवस्य तृष्णोत्पादकत्वेन दुःखकारणानि भवन्तीति कथनरूपेण द्वितीयस्थले गाथाचतुष्टयं गतम् । अथ निश्चयेन पुण्यपापयोर्विशेषो नास्तीति कथयन् पुण्य- (૨) ‘બાધાસહિત’ હોતું થકું ખાવાની ઇચ્છા, પાણી પીવાની ઇચ્છા, મૈથુનની ઇચ્છા ઇત્યાદિ તૃષ્ણાવ્યક્તિઓ ( – તૃષ્ણાની પ્રગટતાઓ) સહિત હોવાને લીધે અત્યંત આકુળ છે, (૩) ‘વિચ્છિન્ન’ હોતું થકું અશાતાવેદનીયનો ઉદય જેને ૧ચ્યુત કરે છે એવા શાતાવેદનીયના ઉદય વડે પ્રવર્તતું અનુભવમાં આવતું હોવાને લીધે વિપક્ષની ઉત્પત્તિવાળું છે, (૪) ‘બંધનું કારણ’ હોતું થકું વિષયોપભોગના માર્ગને લાગેલી ( – વળગેલી) રાગાદિ દોષોની સેના અનુસાર કર્મરજનાં ૨ઘન પટલનો સંબંધ થતો હોવાને લીધે પરિણામે દુઃસહ છે, અને (૫) ‘વિષમ’ હોતું થકું હાનિવૃદ્ધિમાં પરિણમતું હોવાને લીધે અત્યંત અસ્થિર છે; માટે તે (ઇન્દ્રિયસુખ) દુઃખ જ છે.
જો આમ છે ( અર્થાત્ જો ઇન્દ્રિયસુખ દુઃખ જ છે) તો પુણ્ય પણ, પાપની જેમ, દુઃખનું સાધન છે એમ ફલિત થયું.
ભાવાર્થઃ — ઇન્દ્રિયસુખ દુઃખ જ છે, કારણ કે તે પરાધીન છે, અત્યંત આકુળ છે, વિપક્ષની ( – વિરોધીની) ઉત્પત્તિવાળું છે, પરિણામે દુઃસહ છે અને અત્યંત અસ્થિર છે.
આમાંથી એમ ફલિત થયું કે પુણ્ય પણ દુઃખનું જ સાધન છે. ૭૬. ૧. ચ્યુત કરવું = ખસેડવું; પદભ્રષ્ટ કરવું. (શાતાવેદનીયનો ઉદય તેની સ્થિતિ અનુસાર રહીને ખસી
જાય છે અને અશાતાવેદનીયનો ઉદય આવે છે.) ૨. ઘન પટલ = ઘટ્ટ (ઘાટા) થર; ઘણો જથ્થો.
Page 131 of 513
PDF/HTML Page 162 of 544
single page version
एवमुक्तक्रमेण शुभाशुभोपयोगद्वैतमिव सुखदुःखद्वैतमिव च न खलु परमार्थतः पुण्यपापद्वैतमवतिष्ठते, उभयत्राप्यनात्मधर्मत्वाविशेषत्वात् । यस्तु पुनरनयोः कल्याणकालायस- पापयोर्व्याख्यानमुपसंहरति — ण हि मण्णदि जो एवं न हि मन्यते य एवम् । किम् । णत्थि विसेसो त्ति पुण्णपावाणं पुण्यपापयोर्निश्चयेन विशेषो नास्ति । स किं करोति । हिंडदि घोरमपारं संसारं हिण्डति भ्रमति । कम् । संसारम् । कथंभूतम् । घोरम् अपारं चाभव्यापेक्षया । कथंभूतः । मोहसंछण्णो मोहप्रच्छादित इति । तथाहि – द्रव्यपुण्यपापयोर्व्यवहारेण भेदः, भावपुण्यपापयोस्तत्फलभूतसुखदुःखयोश्चाशुद्धनिश्चयेन भेदः,
હવે પુણ્ય અને પાપનું અવિશેષપણું નિશ્ચિત કરતા થકા (આ વિષયનો) ઉપસંહાર કરે છેઃ —
અન્વયાર્થઃ — [एवं] એ રીતે [पुण्यपापयोः] પુણ્ય અને પાપમાં [विशेषः नास्ति] તફાવત નથી [इति] એમ [यः] જે [न हि मन्यते] નથી માનતો, [मोहसंछन्नः] તે મોહાચ્છાદિત વર્તતો થકો [घोरं अपारं संसारं] ઘોર અપાર સંસારમાં [हिण्डति] પરિભ્રમણ કરે છે.
ટીકાઃ — એમ પૂર્વોક્ત રીતે, શુભાશુભ ઉપયોગના દ્વૈતની માફક અને સુખ- દુઃખના દ્વૈતની માફક, પરમાર્થે પુણ્યપાપનું દ્વૈત ટકતું – રહેતું નથી; કારણ કે બન્નેમાં અનાત્મધર્મપણું અવિશેષ અર્થાત્ સમાન છે. (પરમાર્થે જેમ શુભોપયોગ અને અશુભોપયોગરૂપ દ્વૈત હયાત નથી, જેમ ૧સુખ અને દુઃખરૂપ દ્વૈત હયાત નથી, તેમ પુણ્ય અને પાપરૂપ દ્વૈત પણ હયાત નથી; કારણ કે પુણ્ય અને પાપ બન્ને આત્માના ધર્મ નહિ હોવાથી નિશ્ચયથી સમાન જ છે.) આમ હોવા છતાં, જે જીવ તે બેમાં — સુવર્ણની ૧. સુખ = ઇન્દ્રિયસુખ
Page 132 of 513
PDF/HTML Page 163 of 544
single page version
निगडयोरिवाहङ्कारिकं विशेषमभिमन्यमानोऽहमिन्द्रपदादिसंपदां निदानमिति निर्भरतरं धर्मानु- रागमवलम्बते स खलूपरक्तचित्तभित्तितया तिरस्कृतशुद्धोपयोगशक्तिरासंसारं शारीरं दुःख- मेवानुभवति ।।७७।।
अथैवमवधारितशुभाशुभोपयोगाविशेषः समस्तमपि रागद्वेषद्वैतमपहासयन्नशेषदुःख- क्षयाय सुनिश्चितमनाः शुद्धोपयोगमधिवसति —
विपरीतदर्शनचारित्रमोहप्रच्छादितः सुवर्णलोहनिगडद्वयसमानपुण्यपापद्वयबद्धः सन् संसाररहितशुद्धात्मनो
विपरीतं संसारं भ्रमतीत्यर्थः ।।७७।। अथैवं शुभाशुभयोः समानत्वपरिज्ञानेन निश्चितशुद्धात्मतत्त्वः सन्
ભાવાર્થઃ — જેમ સુવર્ણની બેડી અને લોખંડની બેડી બન્ને અવિશેષપણે બાંધવાનું જ કામ કરે છે, તેમ પુણ્ય અને પાપ બન્ને અવિશેષપણે બંધન જ છે. જે જીવ પુણ્ય અને પાપનું અવિશેષપણું કદી માનતો નથી, તેને આ ભયંકર સંસારમાં રઝળવાનો કદી અંત આવતો નથી. ૭૭.
હવે, એ રીતે શુભ અને અશુભ ઉપયોગનું અવિશેષપણું અવધારીને, સમસ્ત રાગદ્વેષના દ્વૈતને દૂર કરતા થકા, અશેષ દુઃખનો ક્ષય કરવાનો મનમાં દ્રઢ નિશ્ચય કરી શુદ્ધોપયોગમાં વસે છે ( – તેને અંગીકાર કરે છે)ઃ —
Page 133 of 513
PDF/HTML Page 164 of 544
single page version
यो हि नाम शुभानामशुभानां च भावानामविशेषदर्शनेन सम्यक्परिच्छिन्न- वस्तुस्वरूपः स्वपरविभागावस्थितेषु समग्रेषु ससमग्रपर्यायेषु द्रव्येषु रागं द्वेषं चाशेषमेव परिवर्जयति स किलैकान्तेनोपयोगविशुद्धतया परित्यक्तपरद्रव्यालम्बनोऽग्निरिवायःपिण्डा- दननुष्ठितायःसारः प्रचण्डघनघातस्थानीयं शारीरं दुःखं क्षपयति । ततो ममायमेवैकः शरणं शुद्धोपयोगः ।।७८।। दुःखक्षयाय शुद्धोपयोगानुष्ठानं स्वीकरोति — एवं विदिदत्थो जो एवं चिदानन्दैकस्वभावं परमात्मतत्त्व- मेवोपादेयमन्यदशेषं हेयमिति हेयोपादेयपरिज्ञानेन विदितार्थतत्त्वो भूत्वा यः दव्वेसु ण रागमेदि दोसं वा निजशुद्धात्मद्रव्यादन्येषु शुभाशुभसर्वद्रव्येषु रागं द्वेषं वा न गच्छति उवओगविसुद्धो सो रागादिरहित- शुद्धात्मानुभूतिलक्षणेन शुद्धोपयोगेन विशुद्धः सन् सः खवेदि देहुब्भवं दुक्खं तप्तलोहपिण्डस्थानीय- देहादुद्भवं अनाकु लत्वलक्षणपारमार्थिक सुखाद्विलक्षणं परमाकु लत्वोत्पादकं लोहपिण्डरहितोऽग्निरिव घनघातपरंपरास्थानीयदेहरहितो भूत्वा शारीरं दुःखं क्षपयतीत्यभिप्रायः ।।७८।। एवमुपसंहाररूपेण तृतीयस्थले गाथाद्वयं गतम् । इति शुभाशुभमूढत्वनिरासार्थं गाथादशकपर्यन्तं स्थलत्रयसमुदायेन
અન્વયાર્થઃ — [एवं] એ રીતે [विदितार्थः] વસ્તુસ્વરૂપ જાણીને [यः] જે [द्रव्येषु] દ્રવ્યો પ્રત્યે [रागं द्वेषं वा] રાગ કે દ્વેષને [न एति] પામતો નથી, [सः] તે [उपयोगविशुद्धः] ઉપયોગવિશુદ્ધ વર્તતો થકો [देहोद्भवं दुःखं] દેહોત્પન્ન દુઃખનો [क्षपयति] ક્ષય કરે છે.
ટીકાઃ — જે જીવ શુભ અને અશુભ ભાવોના અવિશેષદર્શનથી ( – સમાનપણાની શ્રદ્ધાથી) વસ્તુસ્વરૂપને સમ્યક્ પ્રકારે જાણીને, સ્વ અને પર એવા બે વિભાગમાં રહેલાં જે સમસ્ત પર્યાયો સહિત સમગ્ર દ્રવ્યો તેમના પ્રત્યે રાગ અને દ્વેષને નિરવશેષપણે છોડે છે, તે જીવ, એકાંતે ઉપયોગવિશુદ્ધ ( – સર્વથા શુદ્ધોપયોગી) હોવાને લીધે જેણે પરદ્રવ્યનું આલંબન છોડ્યું છે એવો વર્તતો થકો — લોખંડના ગોળામાંથી લોખંડના *સારને નહિ અનુસરતા અગ્નિની માફક — પ્રચંડ ઘણના ઘા સમાન શારીરિક દુઃખનો ક્ષય કરે છે. (જેમ અગ્નિ લોખંડના ઉષ્ણ ગોળામાંથી લોખંડના સત્ત્વને ધારણ કરતો નથી તેથી અગ્નિને પ્રચંડ ઘણના ઘા પડતા નથી, તેમ પરદ્રવ્યને નહિ અવલંબતા આત્માને શારીરિક દુઃખનું વેદન હોતું નથી.) માટે આ જ એક શુદ્ધોપયોગ મારું શરણ છે. ૭૮. *સાર = સત્ત્વ; ઘનતા; કઠિનતા.
Page 134 of 513
PDF/HTML Page 165 of 544
single page version
अथ यदि सर्वसावद्ययोगमतीत्य चरित्रमुपस्थितोऽपि शुभोपयोगानुवृत्तिवशतया मोहादीन्नोन्मूलयामि, ततः कुतो मे शुद्धात्मलाभ इति सर्वारम्भेणोत्तिष्ठते —
यः खलु समस्तसावद्ययोगप्रत्याख्यानलक्षणं परमसामायिकं नाम चारित्रं प्रतिज्ञायापि शुभोपयोगवृत्त्या बकाभिसारिक येवाभिसार्यमाणो न मोहवाहिनीविधेयतामवकिरति स किल प्रथमज्ञानकण्डिका समाप्ता । अथ शुभाशुभोपयोगनिवृत्तिलक्षणशुद्धोपयोगेन मोक्षो भवतीति पूर्वसूत्रे भणितम् । अत्र तु द्वितीयज्ञानकण्डिकाप्रारम्भे शुद्धोपयोगाभावे शुद्धात्मानं न लभते इति तमेवार्थं
હવે, સર્વ સાવદ્યયોગને છોડીને ચારિત્ર અંગીકાર કર્યું હોવા છતાં જો હું શુભોપયોગપરિણતિને વશપણે મોહાદિકનું ૧ઉન્મૂલન ન કરું, તો મને શુદ્ધ આત્માની પ્રાપ્તિ ક્યાંથી થાય — એમ વિચારી મોહાદિકના ઉન્મૂલન પ્રત્યે સર્વ આરંભથી ( – ઉદ્યમથી) કટિબદ્ધ થાય છેઃ —
અન્વયાર્થઃ — [पापारम्भं] પાપારંભ [त्यक्त्वा] છોડીને [शुभे चरित्रे] શુભ ચારિત્રમાં [समुत्थितः वा] ઉદ્યત હોવા છતાં [यदि] જો જીવ [मोहादीन्] મોહાદિકને [न जहाति] છોડતો નથી, તો [सः] તે [शुद्धं आत्मकं] શુદ્ધ આત્માને [न लभते] પામતો નથી.
ટીકાઃ — જે (જીવ) સમસ્ત સાવદ્યયોગના પ્રત્યાખ્યાનસ્વરૂપ પરમસામાયિક નામના ચારિત્રની પ્રતિજ્ઞા કરીને પણ ધૂર્ત ૨અભિસારિકા સમાન શુભોપયોગપરિણતિથી ૩અભિસાર ( – મિલન) પામતો થકો (અર્થાત્ શુભોપયોગપરિણતિના પ્રેમમાં ફસાતો થકો) મોહની સેનાને વશ વર્તવાપણું ખંખેરી નાખતો નથી, તે (જીવ), જેને મહા દુઃખસંકટ ૧.ઉન્મૂલન = જડમૂળથી કાઢી નાખવું તે; નિકંદન. ૨.અભિસારિકા = સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જનારી સ્ત્રી. ૩.અભિસાર = પ્રેમીને મળવા જવું તે.
Page 135 of 513
PDF/HTML Page 166 of 544
single page version
समासन्नमहादुःखसङ्कटः कथमात्मानमविप्लुतं लभते । अतो मया मोहवाहिनीविजयाय बद्धा कक्षेयम् ।।७९।।
यो हि नामार्हन्तं द्रव्यत्वगुणत्वपर्ययत्वैः परिच्छिनत्ति स खल्वात्मानं परिच्छिनत्ति, व्यतिरेकरूपेण दृढयति — चत्ता पावारंभं पूर्वं गृहवासादिरूपं पापारम्भं त्यक्त्वा समुट्ठिदो वा सुहम्मि चरियम्हि सम्यगुपस्थितो वा पुनः । क्व । शुभचरित्रे । ण जहदि जदि मोहादी न त्यजति यदि चेन्मोहरागद्वेषान् ण लहदि सो अप्पगं सुद्धं न लभते स आत्मानं शुद्धमिति । इतो विस्तरः — कोऽपि मोक्षार्थी परमोपेक्षालक्षणं परमसामायिकं पूर्वं प्रतिज्ञाय पश्चाद्विषयसुखसाधकशुभोपयोगपरिणत्या मोहितान्तरङ्गः सन् निर्विकल्पसमाधिलक्षणपूर्वोक्तसामायिकचारित्राभावे सति निर्मोहशुद्धात्मतत्त्वप्रति- पक्षभूतान् मोहादीन्न त्यजति यदि चेत्तर्हि जिनसिद्धसदृशं निजशुद्धात्मानं न लभत इति सूत्रार्थः ।।७९।। નિકટ છે એવો, શુદ્ધ ( – વિકાર રહિત, નિર્મળ) આત્માને કેમ પામે? (ન જ પામે.) તેથી મોહની સેના ઉપર વિજય મેળવવા માટે મેં કમર કસી છે. ૭૯.
હવે, ‘મારે મોહની સેનાને કઈ રીતે જીતવી’ — એમ (તેને જીતવાનો) ઉપાય વિચારે છેઃ —
અન્વયાર્થઃ — [यः] જે [अर्हन्तं] અર્હંતને [द्रव्यत्वगुणत्वपर्ययत्वैः] દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે [जानाति] જાણે છે, [सः] તે [आत्मानं] (પોતાના) આત્માને [जानाति] જાણે છે અને [तस्य मोहः] તેનો મોહ [खलु] અવશ્ય [लयं याति] લય પામે છે.
Page 136 of 513
PDF/HTML Page 167 of 544
single page version
उभयोरपि निश्चयेनाविशेषात् । अर्हतोऽपि पाककाष्ठागतकार्तस्वरस्येव परिस्पष्टमात्मरूपं, ततस्तत्परिच्छेदे सर्वात्मपरिच्छेदः । तत्रान्वयो द्रव्यं, अन्वयविशेषणं गुणः, अन्वयव्यतिरेकाः पर्यायाः । तत्र भगवत्यर्हति सर्वतो विशुद्धे त्रिभूमिकमपि स्वमनसा समयमुत्पश्यति । अथ शुद्धोपयोगाभावे यादृशं जिनसिद्धस्वरूपं न लभते तमेव कथयति —
तवसंजमप्पसिद्धो समस्तरागादिपरभावेच्छात्यागेन स्वस्वरूपे प्रतपनं विजयनं तपः, बहिरङ्गेन्द्रिय प्राणसंयमबलेन स्वशुद्धात्मनि संयमनात्समरसीभावेन परिणमनं संयमः, ताभ्यां प्रसिद्धो जात उत्पन्नस्तपःसंयमप्रसिद्धः, सुद्धो क्षुधाद्यष्टादशदोषरहितः, सग्गापवग्गमग्गकरो स्वर्गः प्रसिद्धः केवल- ज्ञानाद्यनन्तचतुष्टयलक्षणोऽपवर्गो मोक्षस्तयोर्मार्गं करोत्युपदिशति स्वर्गापवर्गमार्गकरः, अमरासुरिंदमहिदो तत्पदाभिलाषिभिरमरासुरेन्द्रैर्महितः पूजितोऽमरासुरेन्द्रमहितः, देवो सो स एवंगुणविशिष्टोऽर्हन् देवो भवति । लोयसिहरत्थो स एव भगवान् लोकाग्रशिखरस्थः सन् सिद्धो भवतीति जिनसिद्धस्वरूपं ज्ञातव्यम् ।।✽५।। अथ तमित्थंभूतं निर्दोषिपरमात्मानं ये श्रद्दधति मन्यन्ते तेऽक्षयसुखं लभन्त इति प्रज्ञापयति —
तं देवदेवदेवं देवदेवाः सौधर्मेन्द्रप्रभृतयस्तेषां देव आराध्यो देवदेवदेवस्तं देवदेवदेवं, जदिवरवसहं जितेन्द्रियत्वेन निजशुद्धात्मनि यत्नपरास्ते यतयस्तेषां वरा गणधरदेवादयस्तेभ्योऽपि वृषभः प्रधानो यतिवरवृषभस्तं यतिवरवृषभं, गुरुं तिलोयस्स अनन्तज्ञानादिगुरुगुणैस्त्रैलोक्यस्यापि गुरुस्तं त्रिलोकगुरुं, पणमंति जे मणुस्सा तमित्थंभूतं भगवन्तं ये मनुष्यादयो द्रव्यभावनमस्काराभ्यां प्रणमन्त्याराधयन्ति ते सोक्खं अक्खयं जंति ते तदाराधनाफलेन परंपरयाऽक्षयानन्तसौख्यं यान्ति लभन्त इति सूत्रार्थः ।।✽६।। अथ ‘चत्ता पावारंभं’ इत्यादिसूत्रेण यदुक्तं शुद्धोपयोगाभावे मोहादिविनाशो न भवति, मोहादि- ખરેખર આત્માને જાણે છે, કારણ કે બન્નેમાં નિશ્ચયથી તફાવત નથી; વળી અર્હંતનું સ્વરૂપ, છેલ્લા તાપને પામેલા સુવર્ણના સ્વરૂપની માફક, પરિસ્પષ્ટ ( – સર્વ પ્રકારે સ્પષ્ટ) છે; તેથી તેનું જ્ઞાન થતાં સર્વ આત્માનું જ્ઞાન થાય છે. ત્યાં અન્વય તે દ્રવ્ય છે, અન્વયનું વિશેષણ તે ગુણ છે, અન્વયના વ્યતિરેકો ( – ભેદો) તે પર્યાયો છે. સર્વતઃ વિશુદ્ધ એવા તે ભગવાન અર્હંતમાં ( – અર્હંતના સ્વરૂપનો ખ્યાલ કરતાં) જીવ ત્રણે પ્રકારમય સમયને ( – દ્રવ્યગુણપર્યાયમય નિજ આત્માને) પોતાના મન વડે કળી લે છે — સમજી લે છે —
Page 137 of 513
PDF/HTML Page 168 of 544
single page version
यश्चेतनोऽयमित्यन्वयस्तद्द्रव्यं, यच्चान्वयाश्रितं चैतन्यमिति विशेषणं स गुणः, ये चैकसमय- मात्रावधृतकालपरिमाणतया परस्परपरावृत्ता अन्वयव्यतिरेकास्ते पर्यायाश्चिद्विवर्तनग्रन्थय इति यावत् । अथैवमस्य त्रिकालमप्येककालमाकलयतो मुक्ताफलानीव प्रलम्बे प्रालम्बे चिद्विवर्तांश्चेतन एव संक्षिप्य विशेषणविशेष्यत्ववासनान्तर्धानाद्धवलिमानमिव प्रालम्बे चेतन एव चैतन्यमन्तर्हितं विधाय केवलं प्रालम्बमिव केवलमात्मानं परिच्छिन्दतस्त- विनाशाभावे शुद्धात्मलाभो न भवति, तदर्थमेवेदानीमुपायं समालोचयति — जो जाणदि अरहंतं यः कर्ता जानाति । कम् । अर्हन्तम् । कैः कृत्वा । दव्वत्तगुणत्तपज्जयत्तेहिं द्रव्यत्वगुणत्वपर्यायत्वैः । सो जाणदि अप्पाणं स पुरुषोऽर्हत्परिज्ञानात्पश्चादात्मानं जानाति, मोहो खलु जादि तस्स लयं तत आत्मपरिज्ञानात्तस्य मोहो दर्शनमोहो लयं विनाशं क्षयं यातीति । तद्यथा — केवलज्ञानादयो विशेषगुणा, अस्तित्वादयः सामान्यगुणाः, परमौदारिकशरीराकारेण यदात्मप्रदेशानामवस्थानं स व्यञ्जनपर्यायः, अगुरुलघुक गुण- षड्वृद्धिहानिरूपेण प्रतिक्षणं प्रवर्तमाना अर्थपर्यायाः, एवंलक्षणगुणपर्यायाधारभूतममूर्तमसंख्यातप्रदेशं જાણી લે છે. તે આ પ્રમાણેઃ ‘આ ૧ચેતન છે’ એવો જે અન્વય તે દ્રવ્ય છે, અન્વયને આશ્રિત રહેલું ‘ચૈતન્ય’ એવું જે વિશેષણ તે ગુણ છે અને એક સમયમાત્રની મર્યાદાવાળું જેનું કાળપરિમાણ હોવાથી પરસ્પર અપ્રવૃત્ત એવા જે અન્વયવ્યતિરેકો ( – એક બીજામાં નહિ પ્રવર્તતા એવા જે અન્વયના વ્યતિરેકો) તે પર્યાયો છે — કે જેઓ ચિદ્દવિવર્તનની ( – આત્માના પરિણમનની) ૨ગ્રંથિઓ છે.
હવે એ રીતે ત્રિકાળિકને પણ ( – ત્રિકાળિક આત્માને પણ) એક કાળે કળી લેતો તે જીવ, જેમ મોતીઓને ઝૂલતા હારમાં સંક્ષેપવામાં આવે છે તેમ ચિદ્દવિવર્તોને ચેતનમાં જ સંક્ષેપીને ( – અંતર્ગત કરીને) તથા ૩વિશેષણવિશેષ્યપણાની ૪વાસનાનું ૫અંતર્ધાન થવાથી — જેમ ધોળાશને હારમાં ૬અંતર્હિત કરવામાં આવે છે તેમ — ચૈતન્યને ચેતનમાં જ અંતર્હિત કરીને, જેમ ૭કેવળ હારને જાણવામાં આવે છે તેમ કેવળ આત્માને જાણતાં, ૧. ચેતન = આત્મા ૨.ગ્રંથિ = ગાંઠ ૩. વિશેષણ તે ગુણ છે અને વિશેષ્ય તે દ્રવ્ય છે. ૪. વાસના = વલણ; કલ્પના; અભિપ્રાય. ૫. અંતર્ધાન = તિરોધાન; અદ્રશ્ય થવું — અલોપ થઈ જવું તે. ૬. અંતર્હિત = ગુપ્ત; અદ્રશ્ય; અલોપ; અંતર્ગર્ભિત. ૭. હાર ખરીદનાર માણસ ખરીદ કરતી વખતે તો હાર, તેની ધોળાશ અને તેનાં મોતી — એ બધાંયની
છોડી દઈને કેવળ હારને જ જાણે છે. જો એમ ન કરે તો હાર પહેર્યાની સ્થિતિમાં પણ ધોળાશ વગેરેના વિકલ્પો રહેવાથી હાર પહેર્યાનું સુખ વેદી શકે નહિ. પ્ર. ૧૮
Page 138 of 513
PDF/HTML Page 169 of 544
single page version
दुत्तरोत्तरक्षणक्षीयमाणकर्तृकर्मक्रियाविभागतया निष्क्रियं चिन्मात्रं भावमधिगतस्य जातस्य मणेरिवाकम्पप्रवृत्तनिर्मलालोकस्यावश्यमेव निराश्रयतया मोहतमः प्रलीयते । यद्येवं लब्धो मया मोहवाहिनीविजयोपायः ।।८०।। शुद्धचैतन्यान्वयरूपं द्रव्यं चेति । इत्थंभूतं द्रव्यगुणपर्यायस्वरूपं पूर्वमर्हदभिधाने परमात्मनि ज्ञात्वा पश्चान्निश्चयनयेन तदेवागमसारपदभूतयाऽध्यात्मभाषया निजशुद्धात्मभावनाभिमुखरूपेण सविकल्पस्व- संवेदनज्ञानेन तथैवागमभाषयाधःप्रवृत्तिकरणापूर्वकरणानिवृत्तिकरणसंज्ञदर्शनमोहक्षपणसमर्थपरिणाम- विशेषबलेन पश्चादात्मनि योजयति । तदनन्तरमविकल्पस्वरूपे प्राप्ते, यथा पर्यायस्थानीयमुक्ताफलानि गुणस्थानीयं धवलत्वं चाभेदनयेन हार एव, तथा पूर्वोक्तद्रव्यगुणपर्याया अभेदनयेनात्मैवेति भावयतो दर्शनमोहान्धकारः प्रलीयते । इति भावार्थः ।।८०।। अथ प्रमादोत्पादकचारित्रमोहसंज्ञश्चौरोऽस्तीति मत्वाऽऽप्तपरिज्ञानादुपलब्धस्य शुद्धात्मचिन्तामणेः रक्षणार्थं जागर्तीति कथयति — जीवो जीवः कर्ता । તેની ઉત્તરોત્તર ક્ષણે કર્તા -કર્મ -ક્રિયાનો વિભાગ ક્ષય પામતો જતો હોવાથી, નિષ્ક્રિય ચિન્માત્ર ભાવને પામે છે; અને એ રીતે મણિની જેમ જેનો નિર્મળ પ્રકાશ અકંપપણે પ્રવર્તે છે એવા તે (ચિન્માત્ર ભાવને પામેલા) જીવને મોહાંધકાર નિરાશ્રયપણાને લીધે અવશ્યમેવ પ્રલય પામે છે.
ભાવાર્થઃ — અર્હંતભગવાન અને પોતાનો આત્મા નિશ્ચયથી સમાન છે; વળી અર્હંતભગવાન મોહરાગદ્વેષ રહિત હોવાને લીધે તેમનું સ્વરૂપ અત્યંત સ્પષ્ટ છે, તેથી જો જીવ દ્રવ્ય -ગુણ -પર્યાયપણે તે (અર્હંતભગવાનના) સ્વરૂપને મન વડે પ્રથમ સમજી લે તો ‘‘આ જે ‘આત્મા, આત્મા’ એવો એકરૂપ ( – કથંચિત્ સદ્રશ) ત્રિકાળિક પ્રવાહ તે દ્રવ્ય છે, તેનું જે એકરૂપ રહેતું ચૈતન્યરૂપ વિશેષણ તે ગુણ છે અને તે પ્રવાહમાં જે ક્ષણવર્તી વ્યતિરેકો તે પર્યાયો છે’’ એમ પોતાનો આત્મા પણ દ્રવ્ય -ગુણ -પર્યાયપણે તેને મન વડે ખ્યાલમાં આવે છે. એ રીતે ત્રિકાળિક નિજ આત્માને મન વડે ખ્યાલમાં લઈને પછી — જેમ મોતીઓને અને ધોળાશને હારમાં જ અંતર્ગત કરીને કેવળ હારને જાણવામાં આવે છે તેમ — આત્મપર્યાયોને અને ચૈતન્યગુણને આત્મામાં જ અંતર્ગર્ભિત કરીને કેવળ આત્માને જાણતાં પરિણામી -પરિણામ -પરિણતિના ભેદનો વિકલ્પ નાશ પામતો જતો હોવાથી જીવ નિષ્ક્રિય ચિન્માત્ર ભાવને પામે છે અને તેથી મોહ ( – દર્શનમોહ) નિરાશ્રય થયો થકો વિનાશ પામે છે.
જો આમ છે, તો મોહની સેના ઉપર વિજય મેળવવાનો ઉપાય મેં પ્રાપ્ત કર્યો છે — એમ કહ્યું. ૮૦.
Page 139 of 513
PDF/HTML Page 170 of 544
single page version
एवमुपवर्णितस्वरूपेणोपायेन मोहमपसार्यापि सम्यगात्मतत्त्वमुपलभ्यापि यदि नाम रागद्वेषौ निर्मूलयति तदा शुद्धमात्मानमनुभवति । यदि पुनः पुनरपि तावनुवर्तते तदा प्रमादतन्त्रतया लुण्ठितशुद्धात्मतत्त्वोपलम्भचिन्तारत्नोऽन्तस्ताम्यति । अतो मया रागद्वेष- निषेधायात्यन्तं जागरितव्यम् ।।८१।। किंविशिष्टः । ववगदमोहो शुद्धात्मतत्त्वरुचिप्रतिबन्धकविनाशितदर्शनमोहः । पुनरपि किंविशिष्टः । उवलद्धो उपलब्धवान् ज्ञातवान् । किम् । तच्चं परमानन्दैकस्वभावात्मतत्त्वम् । कस्य संबन्धि । अप्पणो निजशुद्धात्मनः । कथम् । सम्मं सम्यक् संशयादिरहितत्वेन जहदि जदि रागदोसे शुद्धात्मानुभूति- लक्षणवीतरागचारित्रप्रतिबन्धकौ चारित्रमोहसंज्ञौ रागद्वेषौ यदि त्यजति सो अप्पाणं लहदि सुद्धं स
હવે, એ રીતે મેં ચિંતામણિ પ્રાપ્ત કર્યો હોવા છતાં પ્રમાદ ચોર છે એમ વિચારી જાગૃત રહે છેઃ —
અન્વયાર્થઃ — [व्यपगतमोहः] જેણે મોહને દૂર કર્યો છે અને [सम्यक् आत्मनः तत्त्वं] આત્માના સમ્યક્ તત્ત્વને ( – સાચા સ્વરૂપને) [उपलब्धवान्] પ્રાપ્ત કર્યું છે એવો [जीवः] જીવ [यदि] જો [रागद्वेषौ] રાગદ્વેષને [जहाति] છોડે છે, [सः] તો તે [शुद्धम् आत्मानं] શુદ્ધ આત્માને [लभते] પામે છે.
ટીકાઃ — એ રીતે જે ઉપાયનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું તે ઉપાય વડે મોહને દૂર કરીને પણ, સમ્યક્ આત્મતત્ત્વને પામીને પણ, જો જીવ રાગદ્વેષને નિર્મૂળ કરે છે, તો શુદ્ધ આત્માને અનુભવે છે. (પરંતુ) જો ફરી ફરીને તેમને અનુસરે છે — રાગદ્વેષરૂપે પરિણમે છે, તો પ્રમાદ -આધીનપણાને લીધે શુદ્ધાત્મતત્ત્વના અનુભવરૂપ ચિંતામણિ ચોરાઈ જવાથી અંતરમાં ખેદ પામે છે. આથી મારે રાગદ્વેષને ટાળવા માટે અત્યંત જાગૃત રહેવું યોગ્ય છે.
Page 140 of 513
PDF/HTML Page 171 of 544
single page version
अथायमेवैको भगवद्भिः स्वयमनुभूयोपदर्शितो निःश्रेयसस्य पारमार्थिकः पन्था इति मतिं व्यवस्थापयति —
एवमभेदरत्नत्रयपरिणतो जीवः शुद्धबुद्धैकस्वभावमात्मानं लभते मुक्तो भवतीति । किंच पूर्वं ज्ञानकण्डिकायां ‘उवओगविसुद्धो सो खवेदि देहुब्भवं दुक्खं’ इत्युक्तं, अत्र तु ‘जहदि जदि रागदोसे सो अप्पाणं लहदि सुद्धं’ इति भणितम्, उभयत्र मोक्षोऽस्ति । को विशेषः । प्रत्युत्तरमाह — तत्र शुभाशुभयोर्निश्चयेन समानत्वं ज्ञात्वा पश्चाच्छुद्धे शुभरहिते निजस्वरूपे स्थित्वा मोक्षं लभते, तेन कारणेन शुभाशुभमूढत्वनिरासार्थं ज्ञानकण्डिका भण्यते । अत्र तु द्रव्यगुणपर्यायैराप्तस्वरूपं ज्ञात्वा पश्चात्तद्रूपे स्वशुद्धात्मनि स्थित्वा मोक्षं प्राप्नोति, ततः कारणादियमाप्तात्ममूढत्वनिरासार्थं ज्ञानकण्डिका
ભાવાર્થઃ — ૮૦મી ગાથામાં દર્શાવેલા ઉપાયથી દર્શનમોહને દૂર કરીને અર્થાત્ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને જે જીવ શુદ્ધાત્માનુભૂતિસ્વરૂપ વીતરાગચારિત્રના પ્રતિબંધક રાગદ્વેષને છોડે છે, ફરીફરીને રાગદ્વેષભાવે પરિણમતો નથી, તે જ અભેદરત્નત્રયપરિણત જીવ શુદ્ધ -બુદ્ધ- એકસ્વભાવ આત્માને પ્રાપ્ત કરે છે — મુક્ત થાય છે. તેથી જીવે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને પણ, સરાગચારિત્ર પામીને પણ, રાગદ્વેષના નિવારણ માટે અત્યંત સાવધાન રહેવું યોગ્ય છે. ૮૧.
હવે, આ જ એક ( – પૂર્વોક્ત ગાથાઓમાં વર્ણવ્યો તે જ એક), ભગવંતોએ પોતે અનુભવીને દર્શાવેલો ૧નિઃશ્રેયસનો પારમાર્થિક પંથ છે — એમ મતિને ૨વ્યવસ્થિત કરે છેઃ —
અન્વયાર્થઃ — [सर्वे अपि च] બધાય [अर्हन्तः] અર્હંતભગવંતો [तेन विधानेन] તે જ વિધિથી [क्षपितकर्मांशाः] કર્માંશોનો ( – જ્ઞાનાવરણીયાદિ કર્મભેદોનો) ક્ષય કરીને તથા [तथा] (અન્યને પણ) એ જ પ્રકારે [उपदेशं कृत्वा] ઉપદેશ કરીને [निर्वृताः ते] મોક્ષ પામ્યા છે. [नमः तेभ्यः] તેમને નમસ્કાર હો. ૧. નિઃશ્રેયસ = મોક્ષ ૨. વ્યવસ્થિત = નિશ્ચિત; સ્થિર.
Page 141 of 513
PDF/HTML Page 172 of 544
single page version
यतः खल्वतीतकालानुभूतक्रमप्रवृत्तयः समस्ता अपि भगवन्तस्तीर्थकराः, प्रकारान्तर- स्यासंभवादसंभावितद्वैतेनामुनैवैकेन प्रकारेण क्षपणं कर्मांशानां स्वयमनुभूय, परमाप्ततया परेषामप्यायत्यामिदानींत्वे वा मुमुक्षूणां तथैव तदुपदिश्य, निःश्रेयसमध्याश्रिताः । ततो नान्यद्वर्त्म निर्वाणस्येत्यवधार्यते । अलमथवा प्रलपितेन । व्यवस्थिता मतिर्मम । नमो भगवद्भयः ।।८२।। इत्येतावान् विशेषः ।।८१।। अथ पूर्वं द्रव्यगुणपर्यायैराप्तस्वरूपं विज्ञाय पश्चात्तथाभूते स्वात्मनि स्थित्वा सर्वेऽप्यर्हन्तो मोक्षं गता इति स्वमनसि निश्चयं करोति — सव्वे वि य अरहंता सर्वेऽपि चार्हन्तः तेण विधाणेण द्रव्यगुणपर्यायैः पूर्वमर्हत्परिज्ञानात्पश्चात्तथाभूतस्वात्मावस्थानरूपेण तेन पूर्वोक्तप्रकारेण खविदकम्मंसा क्षपितकर्मांशा विनाशितकर्मभेदा भूत्वा, किच्चा तधोवदेसं अहो भव्या अयमेव निश्चय- रत्नत्रयात्मकशुद्धात्मोपलम्भलक्षणो मोक्षमार्गो नान्य इत्युपदेशं कृत्वा णिव्वादा निर्वृता अक्षयानन्तसुखेन तृप्ता जाताः, ते ते भगवन्तः । णमो तेसिं एवं मोक्षमार्गनिश्चयं कृत्वा श्रीकुन्दकुन्दाचार्यदेवास्तस्मै निजशुद्धात्मानुभूतिस्वरूपमोक्षमार्गाय तदुपदेशकेभ्योऽर्हद्भयश्च तदुभयस्वरूपाभिलाषिण; सन्तो ‘नमोस्तु तेभ्य’ इत्यनेन पदेन नमस्कारं कुर्वन्तीत्यभिप्रायः ।।८२।। अथ रत्नत्रयाराधका एव पुरुषा दानपूजा- गुणप्रशंसानमस्कारार्हा भवन्ति नान्या इति कथयति —
ટીકાઃ — અતીત કાળમાં ક્રમશઃ થઈ ગયેલા સમસ્ત તીર્થંકરભગવંતો, ૧પ્રકારાંતરનો અસંભવ હોવાને લીધે જેમાં દ્વૈત સંભવતું નથી એવા આ જ એક પ્રકારથી કર્માંશોનો ક્ષય પોતે અનુભવીને, (તથા) ૨પરમાપ્તપણાને લીધે ભવિષ્યકાળે કે આ (વર્તમાન) કાળે અન્ય મુમુક્ષુઓને પણ એ જ પ્રકારે તેનો ( – કર્મક્ષયનો) ઉપદેશ કરીને, નિઃશ્રેયસને પ્રાપ્ત થયા છે; માટે નિર્વાણનો અન્ય (કોઈ) માર્ગ નથી એમ નક્કી થાય છે. અથવા, પ્રલાપથી બસ થાઓ; મારી મતિ વ્યવસ્થિત થઈ છે. ભગવંતોને નમસ્કાર હો.
ભાવાર્થઃ — ૮૦ અને ૮૧મી ગાથામાં કહ્યા પ્રમાણે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને વીતરાગચારિત્રના વિરોધી રાગદ્વેષને ટાળવા અર્થાત્ નિશ્ચયરત્નત્રયાત્મક શુદ્ધાત્માનુભૂતિમાં લીન થવું તે જ એક મોક્ષમાર્ગ છે; ત્રણે કાળે બીજો કોઈ મોક્ષનો માર્ગ નથી. સમસ્ત અર્હંતભગવંતો એ જ માર્ગે મોક્ષ પામ્યા છે અને અન્ય મુમ઼ુક્ષુઓને પણ એ જ માર્ગ ઉપદેશ્યો છે. તે ભગવંતોને નમસ્કાર હો. ૮૨. ૧. પ્રકારાંતર = અન્ય પ્રકાર. (કર્મક્ષય એક જ પ્રકારથી થાય છે, અન્ય પ્રકારે થતો નથી; તેથી તે
કર્મક્ષયના પ્રકારમાં દ્વૈત અર્થાત્ બે -પણું નથી.) ૨. પરમાપ્ત = પરમ આપ્ત; પરમ વિશ્વાસપાત્ર. (તીર્થંકર ભગવંતો સર્વજ્ઞ અને વીતરાગ હોવાથી પરમ
Page 142 of 513
PDF/HTML Page 173 of 544
single page version
दंसणसुद्धा निजशुद्धात्मरुचिरूपनिश्चयसम्यक्त्वसाधकेन मूढत्रयादिपञ्चविंशतिमलरहितेन तत्त्वार्थश्रद्धानलक्षणेन दर्शनेन शुद्धा दर्शनशुद्धाः । पुरिसा पुरुषा जीवाः । पुनरपि कथंभूताः । णाणपहाणा निरुपरागस्वसंवेदनज्ञानसाधकेन वीतरागसर्वज्ञप्रणीतपरमागमाभ्यासलक्षणज्ञानेन प्रधानाः समर्थाः प्रौढा ज्ञानप्रधानाः । पुनश्च कथंभूताः । समग्गचरियत्था निर्विकारनिश्चलात्मानुभूतिलक्षणनिश्चयचारित्रसाधके- नाचारादिशास्त्रकथितमूलोत्तरगुणानुष्ठानादिरूपेण चारित्रेण समग्राः परिपूर्णाः समग्रचारित्रस्थाः पूजासक्काररिहा द्रव्यभावलक्षणपूजा गुणप्रशंसा सत्कारस्तयोरर्हा योग्या भवन्ति । दाणस्स य हि
હવે શુદ્ધાત્મલાભનો *પરિપંથી જે મોહ તેનો સ્વભાવ અને પ્રકારો ( – ભેદો) વ્યક્ત કરે છેઃ —
અન્વયાર્થઃ — [जीवस्य] જીવને [द्रव्यादिकेषु मूढः भावः] દ્રવ્યાદિક વિષે જે મૂઢ ભાવ ( – દ્રવ્યગુણપર્યાય વિષે જે મૂઢતારૂપ પરિણામ) [मोहः इति भवति] તે મોહ છે; [तेन अवच्छन्नः] તેનાથી આચ્છાદિત વર્તતો થકો જીવ [रागं वा द्वेषं वा प्राप्य] રાગ અથવા દ્વેષને પામીને [क्षुभ्यति] ક્ષુબ્ધ થાય છે.
ટીકાઃ — ધતૂરો પીધેલા માણસની માફક, જીવને જે પૂર્વે વર્ણવેલાં દ્રવ્યગુણપર્યાયો વિષે ૧તત્ત્વ-અપ્રતિપત્તિલક્ષણ મૂઢ ભાવ તે ખરેખર મોહ છે. તે મોહથી *પરિપંથી = શત્રુ; વાટપાડુ; લુટારો. ૧. તત્ત્વ-અપ્રતિપત્તિલક્ષણ = તત્ત્વની અપ્રતિપત્તિ ( – અપ્રાપ્તિ, અજ્ઞાન, અસમજણ, અનિર્ણય) જેનું લક્ષણ
Page 143 of 513
PDF/HTML Page 174 of 544
single page version
मूढो भावः स खलु मोहः । तेनावच्छन्नात्मरूपः सन्नयमात्मा परद्रव्यमात्मद्रव्यत्वेन परगुण- मात्मगुणतया परपर्यायानात्मपर्यायभावेन प्रतिपद्यमानः, प्ररूढदृढतरसंस्कारतया परद्रव्य- मेवाहरहरुपाददानो, दग्धेन्द्रियाणां रुचिवशेनाद्वैतेऽपि प्रवर्तितद्वैतो, रुचितारुचितेषु विषयेषु रागद्वेषावुपश्लिष्य, प्रचुरतराम्भोभाररयाहतः सेतुबन्ध इव द्वेधा विदार्यमाणो नितरां क्षोभमुपैति । अतो मोहरागद्वेषभेदात्त्रिभूमिको मोहः ।।८३।। दानस्य च हि स्फु टं ते ते पूर्वोक्तरत्नत्रयाधाराः । णमो तेसिं नमस्तेभ्य इति नमस्कारस्यापि त एव योग्याः ।।✽७।। एवमाप्तात्मस्वरूपविषये मूढत्वनिरासार्थं गाथासप्तकेन द्वितीयज्ञान- कण्डिका गता । अथ शुद्धात्मोपलम्भप्रतिपक्षभूतमोहस्य स्वरूपं भेदांश्च प्रतिपादयति — दव्वादिएसु शुद्धात्मादिद्रव्येषु, तेषां द्रव्याणामनन्तज्ञानाद्यस्तित्वादिविशेषसामान्यलक्षणगुणेषु, शुद्धात्मपरिणति- लक्षणसिद्धत्वादिपर्यायेषु च यथासंभवं पूर्वोपवर्णितेषु वक्ष्यमाणेषु च मूढो भावो एतेषु पूर्वोक्तद्रव्यगुणपर्यायेषु विपरीताभिनिवेशरूपेण तत्त्वसंशयजनको मूढो भावः जीवस्स हवदि मोहो त्ति इत्थंभूतो भावो जीवस्य दर्शनमोह इति भवति । खुब्भदि तेणुच्छण्णो तेन दर्शनमोहेनावच्छन्नो झम्पितः सन्नक्षुभितात्मतत्त्वविपरीतेन क्षोभेण क्षोभं स्वरूपचलनं विपर्ययं गच्छति । किं कृत्वा । पप्पा रागं व दोसं वा निर्विकारशुद्धात्मनो विपरीतमिष्टानिष्टेन्द्रियविषयेषु हर्षविषादरूपं चारित्रमोहसंज्ञं रागद्वेषं वा प्राप्य चेति । अनेन किमुक्तं भवति । मोहो दर्शनमोहो रागद्वेषद्वयं चारित्रमोहश्चेति त्रिभूमिको मोह इति ।।८३।। अथ दुःखहेतुभूतबन्धस्य कारणभूता रागद्वेषमोहा निर्मूलनीया इत्याघोषयति — નિજ રૂપ આચ્છાદિત હોવાથી આ આત્મા પરદ્રવ્યને સ્વદ્રવ્યપણે, પરગુણને સ્વગુણપણે અને પરપર્યાયોને સ્વપર્યાયપણે સમજીને – અંગીકાર કરીને, અતિ રૂઢ થયેલા ૧દ્રઢતર સંસ્કારને લીધે પરદ્રવ્યને જ પ્રતિદિન ( – હંમેશાં) ગ્રહણ કરતો, ૨દગ્ધ ( – બળી) ઇન્દ્રિયોની રુચિ વશે ૩અદ્વૈતમાં પણ દ્વૈત પ્રવર્તાવતો, ૪રુચિત -અરુચિત વિષયોમાં રાગદ્વેષને પામીને, અતિપ્રચુર જળસમૂહના વેગથી પ્રહાર પામતા ૫સેતુબંધની માફક ૬દ્વિધા વિદારિત થતો અત્યંત ક્ષોભ પામે છે. આથી મોહ, રાગ ને દ્વેષ — એ ભેદોને લીધે મોહ ત્રણ પ્રકારનો છે. ૮૩. ૧. દ્રઢતર = બહુ દ્રઢ ૨. દગ્ધ = બળી; હલકી; શાપિત. (‘દગ્ધ’ એ તિરસ્કારવાચક શબ્દ છે.) ૩. ઇન્દ્રિયવિષયોમાં – પદાર્થોમાં ‘આ સારા ને આ નરસા’ એવું દ્વૈત નથી; છતાં ત્યાં પણ મોહાચ્છાદિત
જીવ સારા -નરસારૂપ દ્વૈત ઊભું કરે છે. ૪. રુચિત -અરુચિત = ગમતા -અણગમતા ૫. સેતુબંધ = પુલ ૬. દ્વિધા વિદારિત = બે ભાગમાં ખંડિત
Page 144 of 513
PDF/HTML Page 175 of 544
single page version
एवमस्य तत्त्वाप्रतिपत्तिनिमीलितस्य, मोहेन वा रागेण वा द्वेषेण वा परिणतस्य, तृणपटलावच्छन्नगर्तसंगतस्य करेणुकुट्टनीगात्रासक्तस्य प्रतिद्विरददर्शनोद्धतप्रविधावितस्य च सिन्धुरस्येव, भवति नाम नानाविधो बन्धः । ततोऽमी अनिष्टकार्यकारिणो मुमुक्षुणा मोहरागद्वेषाः सम्यग्निर्मूलकाषं कषित्वा क्षपणीयाः ।।८४।। मोहेण व रागेण व दोसेण व परिणदस्स जीवस्स मोहरागद्वेषपरिणतस्य मोहादिरहितपरमात्मस्वरूप- परिणतिच्युतस्य बहिर्मुखजीवस्य जायदि विविहो बंधो शुद्धोपयोगलक्षणो भावमोक्षस्तद्बलेन जीव- प्रदेशकर्मप्रदेशानामत्यन्तविश्लेषो द्रव्यमोक्षः, इत्थंभूतद्रव्यभावमोक्षाद्विलक्षणः सर्वप्रकारोपादेयभूतस्वा- भाविकसुखविपरीतस्य नारकादिदुःखस्य कारणभूतो विविधबन्धो जायते । तम्हा ते संखवइदव्वा यतो
હવે, ત્રણે પ્રકારના મોહને અનિષ્ટ કાર્યનું કારણ કહીને તેનો ( – ત્રણે પ્રકારના મોહનો) ક્ષય કરવાનું સૂત્રદ્વારા કહે છેઃ —
અન્વયાર્થઃ — [मोहेन वा] મોહરૂપે, [रागेण वा] રાગરૂપે [द्वेषेण वा] અથવા દ્વેષરૂપે [परिणतस्य जीवस्य] પરિણમતા જીવને [विविधः बन्धः] વિવિધ બંધ [जायते] થાય છે; [तस्मात्] તેથી [ते] તેમને (મોહ -રાગ -દ્વેષને) [संक्षपयितव्याः] સંપૂર્ણ રીતે ક્ષય કરવાયોગ્ય છે.
ટીકાઃ — એ રીતે તત્ત્વ-અપ્રતિપત્તિથી ( – વસ્તુસ્વરૂપના અજ્ઞાનથી) બિડાઈ ગયેલા, મોહરૂપે વા રાગરૂપે વા દ્વેષરૂપે પરિણમતા આ જીવને — ઘાસના થરથી ઢંકાયેલા ખાડાનો સંગ કરતા હાથીની માફક, હાથણીરૂપી કૂટણીના ગાત્રમાં આસક્ત હાથીની માફક અને વિરોધી હસ્તીને દેખતાં ઉશ્કેરાઈને (તેના તરફ) દોડતા હાથીની માફક — નાનાવિધ બંધ થાય છે; માટે મુમ઼ુક્ષુએ અનિષ્ટ કાર્ય કરનારા આ મોહ, રાગ અને દ્વેષને બરાબર નિર્મૂળ નાશ થાય એ રીતે ક્ષપાવવાયોગ્ય ( – ક્ષય કરવાયોગ્ય) છે.
Page 145 of 513
PDF/HTML Page 176 of 544
single page version
रागद्वेषमोहपरिणतस्य जीवस्येत्थंभूतो बन्धो भवति ततो रागादिरहितशुद्धात्मध्यानेन ते रागद्वेष- मोहा सम्यक् क्षपयितव्या इति तात्पर्यम् ।।८४।। अथ स्वकीयस्वकीयलिङ्गै रागद्वेषमोहान् ज्ञात्वा
ભાવાર્થઃ — (૧) હાથીને પકડવા માટે ઘાસથી ઢાંકેલો ખાડો બનાવવામાં આવે છે; હાથી ત્યાં ખાડો હોવાના અજ્ઞાનને લીધે તે ખાડા ઉપર જતાં તેમાં પડે છે અને એ રીતે પકડાઈ જાય છે. (૨) વળી હાથીને પકડવા માટે, શીખવેલી હાથણી મોકલવામાં આવે છે; તેના દેહ પ્રત્યેના રાગમાં ફસાતાં હાથી પકડાઈ જાય છે. (૩) હાથીને પકડવાની ત્રીજી રીત એ છે કે તે હાથી સામે પાળેલો બીજો હસ્તી મોકલવામાં આવે છે અને પેલો હાથી આ શીખવી મોકલેલા હસ્તી સામે લડવા તેની પાછળ દોડતાં પકડનારાઓની જાળમાં ફસાઈ જાય છે — પકડાઈ જાય છે.
ઉપર્યુક્ત રીતે જેમ હાથી (૧) અજ્ઞાનથી, (૨) રાગથી કે (૩) દ્વેષથી અનેક પ્રકારનાં બંધનને પામે છે, તેમ જીવ (૧) મોહથી, (૨) રાગથી કે (૩) દ્વેષથી અનેક પ્રકારનાં બંધનને પામે છે. માટે મોક્ષાર્થીએ મોહ -રાગ -દ્વેષનો પૂરેપૂરી રીતે મૂળમાંથી ક્ષય કરવો જોઈએ. ૮૪.
હવે, આ મોહરાગદ્વેષને આ લિંગો વડે (હવેની ગાથામાં કહેવામાં આવતાં ચિહ્નો- લક્ષણો વડે) ઓળખીને ઉદ્ભવતાં વેંત જ મારી નાખવાયોગ્ય છે એમ વ્યક્ત કરે છેઃ —
અન્વયાર્થઃ — [अर्थे अयथाग्रहणं] પદાર્થનું અયથાગ્રહણ (અર્થાત્ પદાર્થોને જેમ છે તેમ સત્ય સ્વરૂપે ન માનતાં તેમના વિષે અન્યથા સમજણ) [च] અને [तिर्यङ्मनुजेषु करुणाभावः] તિર્યંચ -મનુષ્યો પ્રત્યે કરુણાભાવ, [विषयेषु प्रसंगः च] તથા વિષયોનો સંગ (અર્થાત્ ઇષ્ટ વિષયો પ્રત્યે પ્રીતિ અને અને અનિષ્ટ વિષયો પ્રત્યે અપ્રીતિ) — [एतानि] આ [मोहस्य लिंगानि] મોહનાં લિંગો છે. પ્ર. ૧૯
Page 146 of 513
PDF/HTML Page 177 of 544
single page version
अर्थानामयाथातथ्यप्रतिपत्त्या तिर्यग्मनुष्येषु प्रेक्षार्हेष्वपि कारुण्यबुद्धया च मोहमभीष्ट- विषयप्रसङ्गेन रागमनभीष्टविषयाप्रीत्या द्वेषमिति त्रिभिर्लिङ्गैरधिगम्य झगिति संभवन्नापि त्रिभूमिकोऽपि मोहो निहन्तव्यः ।।८५।।
यथासंभवं त एव विनाशयितव्या इत्युपदिशति – अट्ठे अजधागहणं शुद्धात्मादिपदार्थे यथास्वरूपस्थितेऽपि विपरीताभिनिवेशरूपेणायथाग्रहणं करुणाभावो य शुद्धात्मोपलब्धिलक्षणपरमोपेक्षासंयमाद्विपरीतः करुणा- भावो दयापरिणामश्च अथवा व्यवहारेण करुणाया अभावः । केषु विषयेषु । मणुवतिरिएसु मनुष्य- तिर्यग्जीवेषु इति दर्शनमोहचिह्नम् । विसएसु य प्पसंगो निर्विषयसुखास्वादरहितबहिरात्मजीवानां मनोज्ञामनोज्ञविषयेषु च योऽसौ प्रकर्षेण सङ्गः संसर्गस्तं दृष्ट्वा प्रीत्यप्रीतिलिङ्गाभ्यां चारित्रमोहसंज्ञौ
ટીકાઃ — ૧પદાર્થોની અયથાતથપણે પ્રતિપત્તિ વડે અને તિર્યંચ -મનુષ્યો ૨પ્રેક્ષાયોગ્ય હોવા છતાં પણ તેમના પ્રત્યે કારુણ્યબુદ્ધિ વડે મોહને (ઓળખીને), ઇષ્ટ વિષયોની આસક્તિ વડે રાગને (ઓળખીને) અને અનિષ્ટ વિષયોની અપ્રીતિ વડે દ્વેષને (ઓળખીને) — એમ ત્રણ લિંગો વડે (ત્રણ પ્રકારના મોહને) ઓળખીને એકદમ ઊપજતાં વેંત જ ત્રણે પ્રકારનો મોહ હણી નાખવાયોગ્ય છે ( – નષ્ટ કરવાયોગ્ય છે).
ભાવાર્થઃ — મોહના ત્રણ ભેદ છે — દર્શનમોહ, રાગ અને દ્વેષ. પદાર્થોના યથાર્થ સ્વરૂપથી વિપરીત માન્યતા તથા તિર્યંચો ને મનુષ્યો પ્રત્યે તન્મયપણે કરુણાભાવ તે દર્શનમોહનાં ચિહ્ન છે, ઇષ્ટ વિષયોમાં પ્રીતિ તે રાગનું ચિહ્ન છે અને અનિષ્ટ વિષયોમાં અપ્રીતિ તે દ્વેષનું ચિહ્ન છે. આ ચિહ્નોથી ત્રણે પ્રકારના મોહને ઓળખીને મુમુક્ષુએ તેનો તત્કાળ નાશ કરવો યોગ્ય છે. ૮૫.
તેમને અંગીકાર કરવા તે ૨. પ્રેક્ષાયોગ્ય = માત્ર પ્રેક્ષકભાવે — દ્રષ્ટાજ્ઞાતાપણે — મધ્યસ્થભાવે દેખવાયોગ્ય
Page 147 of 513
PDF/HTML Page 178 of 544
single page version
यत्किल द्रव्यगुणपर्यायस्वभावेनार्हतो ज्ञानादात्मनस्तथाज्ञानं मोहक्षपणोपायत्वेन प्राक् प्रतिपन्नं, तत् खलूपायान्तरमिदमपेक्षते । इदं हि विहितप्रथमभूमिकासंक्रमणस्य सर्वज्ञोपज्ञ- तया सर्वतोऽप्यबाधितं शाब्दं प्रमाणमाक्रम्य क्रीडतस्तत्संस्कारस्फु टीकृतविशिष्टसंवेदन- शक्तिसंपदः सहृदयहृदयानंदोद्भेददायिना प्रत्यक्षेणान्येन वा तदविरोधिना प्रमाणजातेन रागद्वेषौ च ज्ञायेते विवेकिभिः, ततस्तत्परिज्ञानानन्तरमेव निर्विकारस्वशुद्धात्मभावनया रागद्वेषमोहा निहन्तव्या इति सूत्रार्थः ।।८५।। अथ द्रव्यगुणपर्यायपरिज्ञानाभावे मोहो भवतीति यदुक्तं पूर्वं तदर्थमागमाभ्यासं कारयति । अथवा द्रव्यगुणपर्यायत्वैरर्हत्परिज्ञानादात्मपरिज्ञानं भवतीति यदुक्तं तदात्मपरिज्ञानमिममागमाभ्यासमपेक्षत इति पातनिकाद्वयं मनसि धृत्वा सूत्रमिदं प्रतिपादयति — जिणसत्थादो अट्ठे पच्चक्खादीहिं बुज्झदो णियमा जिनशास्त्रात्सकाशाच्छुद्धात्मादिपदार्थान् प्रत्यक्षादि-
અન્વયાર્થઃ — [जिनशास्त्रात्] જિનશાસ્ત્ર દ્વારા [प्रत्याक्षादिभिः] પ્રત્યક્ષાદિ પ્રમાણોથી [अर्थान्] પદાર્થોને [बुध्यमानस्य] જાણનારને [नियमात्] નિયમથી [मोहोपचयः] ૧મોહોપચય [क्षीयते] ક્ષય પામે છે, [तस्मात्] તેથી [शास्त्रं] શાસ્ત્ર [समध्येतव्यम् ] સમ્યક્ પ્રકારે અભ્યાસવાયોગ્ય છે.
ટીકાઃ — દ્રવ્ય -ગુણ -પર્યાયસ્વભાવે અર્હંતના જ્ઞાન દ્વારા આત્માનું તે પ્રકારનું જ્ઞાન મોહક્ષયના ઉપાય તરીકે જે પ્રથમ (૮૦મી ગાથામાં) પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું, તે ખરેખર આ (નીચે કહેલા) ઉપાયાન્તરની અપેક્ષા રાખે છે. (તે ઉપાયાન્તર શો છે તે કહેવામાં આવે છેઃ)
જેણે પ્રથમ ભૂમિકામાં ગમન કર્યું છે એવા જીવને, જે ૨સર્વજ્ઞોપજ્ઞ હોવાથી સર્વ પ્રકારે અબાધિત છે એવા શાબ્દ પ્રમાણને ( – દ્રવ્યશ્રુતપ્રમાણને) પ્રાપ્ત કરીને ક્રીડા કરતાં, તેના સંસ્કારથી વિશિષ્ટ ૩સંવેદનશક્તિરૂપ સંપદા પ્રગટ કરતાં, ૪સહૃદય જનોના હૃદયને આનંદના ૫ઉદ્ભેદ દેનારા પ્રત્યક્ષ પ્રમાણ વડે અથવા ૬તેનાથી અવિરુદ્ધ અન્ય પ્રમાણસમૂહ ૧. મોહોપચય = મોહનો ઉપચય. (ઉપચય = સંચય; ઢગલો.) ૨. સર્વજ્ઞોપજ્ઞ = સર્વજ્ઞે સ્વયં જાણેલું (અને કહેલું) ૩. સંવેદન = જ્ઞાન ૪. સહૃદય = ભાવુક; સામાના ભાવોને કે લાગણીને સમજી શકનાર; શાસ્ત્રમાં જે વખતે જે ભાવનો
પ્રસંગ હોય તે ભાવને હૃદયમાં ગ્રહનાર; બુધ; પંડિત. ૫. ઉદ્ભેદ = સ્ફુરણ; પ્રગટતા; ફણગા; ઝરા; ફુવારા. ૬. તેનાથી = પ્રત્યક્ષ પ્રમાણથી
Page 148 of 513
PDF/HTML Page 179 of 544
single page version
तत्त्वतः समस्तमपि वस्तुजातं परिच्छिन्दतः क्षीयत एवातत्त्वाभिनिवेशसंस्कारकारी मोहो- पचयः । अतो हि मोहक्षपणे परमं शब्दब्रह्मोपासनं भावज्ञानावष्टम्भदृढीकृतपरिणामेन सम्यगधीयमानमुपायान्तरम् ।।८६।।
प्रमाणैर्बुध्यमानस्य जानतो जीवस्य नियमान्निश्चयात् । किं फलं भवति । खीयदि मोहोवचयो दुरभिनिवेशसंस्कारकारी मोहोपचयः क्षीयते प्रलीयते क्षयं याति । तम्हा सत्थं समधिदव्वं तस्माच्छास्त्रं सम्यगध्येतव्यं पठनीयमिति । तद्यथा – वीतरागसर्वज्ञप्रणीतशास्त्रात् ‘एगो मे सस्सदो अप्पा’ इत्यादि परमात्मोपदेशकश्रुतज्ञानेन तावदात्मानं जानीते कश्चिद्भव्यः, तदनन्तरं विशिष्टाभ्यासवशेन परमसमाधिकाले रागादिविकल्परहितमानसप्रत्यक्षेण च तमेवात्मानं परिच्छिनत्ति, तथैवानुमानेन वा । વડે ૧તત્ત્વતઃ સમસ્ત વસ્તુમાત્રને જાણતાં, ૨અતત્ત્વઅભિનિવેશના સંસ્કાર કરનારો મોહોપચય ક્ષય પામે જ છે. માટે મોહનો ક્ષય કરવામાં, પરમ શબ્દબ્રહ્મની ઉપાસનાનો ભાવજ્ઞાનના અવલંબન વડે દ્રઢ કરેલા પરિણામથી સમ્યક્ પ્રકારે અભ્યાસ કરવો તે ઉપાયાન્તર છે. (જે પરિણામ ભાવજ્ઞાનના અવલંબન વડે દ્રઢીકૃત હોય એવા પરિણામથી દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરવો તે મોહક્ષય કરવામાં ઉપાયાન્તર છે.) ૮૬.
હવે જિનેંદ્રના શબ્દબ્રહ્મમાં અર્થોની વ્યવસ્થા ( – પદાર્થોની સ્થિતિ) કઈ રીતે છે તે વિચારે છેઃ —
અન્વયાર્થઃ — [द्रव्याणि] દ્રવ્યો, [गुणाः] ગુણો [तेषां पर्यायाः] અને તેમના પર્યાયો [अर्थसंज्ञया] ‘અર્થ’ નામથી [भणिताः] કહ્યાં છે. [तेषु] તેમાં, [गुणपर्यायाणाम् आत्मा द्रव्यम्] ગુણ -પર્યાયોનો આત્મા દ્રવ્ય છે (અર્થાત્ ગુણો અને પર્યાયોનું સ્વરૂપ – સત્ત્વ દ્રવ્ય જ છે, તેઓ ભિન્ન વસ્તુ નથી) [इति उपदेशः] એમ (જિનેંદ્રનો) ઉપદેશ છે. ૧. તત્ત્વતઃ = યથાર્થ સ્વરૂપે ૨. અતત્ત્વ-અભિનિવેશ = યથાર્થ વસ્તુસ્વરૂપથી વિપરીત અભિપ્રાય
Page 149 of 513
PDF/HTML Page 180 of 544
single page version
द्रव्याणि च गुणाश्च पर्यायाश्च अभिधेयभेदेऽप्यभिधानाभेदेन अर्थाः । तत्र गुण- पर्यायानिय्रति गुणपर्यायैरर्यन्त इति वा अर्था द्रव्याणि, द्रव्याण्याश्रयत्वेनेय्रति द्रव्यैराश्रय- भूतैरर्यन्त इति वा अर्था गुणाः, द्रव्याणि क्रमपरिणामेनेय्रति द्रव्यैः क्रमपरिणामेनार्यन्त इति वा अर्थाः पर्यायाः । यथा हि सुवर्णं पीततादीन् गुणान् कुण्डलादींश्च पर्यायानियर्ति तैरर्यमाणं वा अर्थो द्रव्यस्थानीयं, यथा च सुवर्णमाश्रयत्वेनेय्रति तेनाश्रयभूतेनार्यमाणा वा अर्थाः तथाहि — अत्रैव देहे निश्चयनयेन शुद्धबुद्धैकस्वभावः परमात्मास्ति । कस्माद्धेतोः । निर्विकारस्वसंवेदन- प्रत्यक्षत्वात् सुखादिवत् इति, तथैवान्येऽपि पदार्था यथासंभवमागमाभ्यासबलोत्पन्नप्रत्यक्षेणानुमानेन वा ज्ञायन्ते । ततो मोक्षार्थिना भव्येनागमाभ्यासः कर्तव्य इति तात्पर्यम् ।।८६।। अथ द्रव्यगुणपर्याया- णामर्थसंज्ञां कथयति — दव्वाणि गुणा तेसिं पज्जाया अट्ठसण्णया भणिया द्रव्याणि गुणास्तेषां द्रव्याणां पर्यायाश्च त्रयोऽप्यर्थसंज्ञया भणिताः कथिता अर्थसंज्ञा भवन्तीत्यर्थः । तेसु तेषु त्रिषु द्रव्यगुणपर्यायेषु मध्ये गुणपज्जयाणं अप्पा गुणपर्यायाणां संबंधी आत्मा स्वभावः । कः इति पृष्टे । दव्व त्ति उवदेसो द्रव्यमेव स्वभाव इत्युपदेशः, अथवा द्रव्यस्य कः स्वभाव इति पृष्टे गुणपर्यायाणामात्मा
ટીકાઃ — દ્રવ્યો, ગુણો અને પર્યાયોમાં અભિધેયભેદ હોવા છતાં અભિધાનના અભેદ વડે તેઓ ‘અર્થ’ છે [અર્થાત્ દ્રવ્યો, ગુણો અને પર્યાયોમાં વાચ્યનો ભેદ હોવા છતાં વાચકમાં ભેદ ન રાખીએ તો ‘અર્થ’ એવા એક જ વાચક( – શબ્દ)થી એ ત્રણે ઓળખાય છે]. તેમાં (એ દ્રવ્યો, ગુણો ને પર્યાયો મધ્યે), જેઓ ગુણોને અને પર્યાયોને પામે — પ્રાપ્ત કરે — પહોંચે છે અથવા જેઓ ગુણો અને પર્યાયો વડે પમાય — પ્રાપ્ત કરાય — પહોંચાય છે એવા *‘અર્થો’ તે દ્રવ્યો છે, જેઓ દ્રવ્યોને આશ્રય તરીકે પામે — પ્રાપ્ત કરે — પહોંચે છે અથવા જેઓ આશ્રયભૂત દ્રવ્યો વડે પમાય — પ્રાપ્ત કરાય — પહોંચાય છે એવા ‘અર્થો’ તે ગુણો છે, જેઓ દ્રવ્યોને ક્રમપરિણામથી પામે — પ્રાપ્ત કરે — પહોંચે છે અથવા જેઓ દ્રવ્યો વડે ક્રમપરિણામથી (ક્રમે થતા પરિણામને લીધે) પમાય — પ્રાપ્ત કરાય — પહોંચાય છે એવા ‘અર્થો’ તે પર્યાયો છે.
જેમ દ્રવ્યસ્થાનીય ( – દ્રવ્ય સમાન, દ્રવ્યના દ્રષ્ટાંતરૂપ) સુવર્ણ પીળાશ વગેરે ગુણોને અને કુંડળ વગેરે પર્યાયોને પામે — પ્રાપ્ત કરે — પહોંચે છે અથવા (સુવર્ણ) તેમના વડે ( – પીળાશ વગેરે ગુણો અને કુંડળ વગેરે પર્યાયો વડે) પમાય — પ્રાપ્ત કરાય — પહોંચાય છે તેથી દ્રવ્યસ્થાનીય સુવર્ણ ‘અર્થ’ છે, જેમ પીળાશ વગેરે ગુણો સુવર્ણને આશ્રય તરીકે પામે — પ્રાપ્ત કરે — પહોંચે છે અથવા (તેઓ) આશ્રયભૂત સુવર્ણ વડે પમાય — પ્રાપ્ત કરાય *‘ऋ’ ધાતુમાંથી ‘अर्थ’ શબ્દ બન્યો છે. ‘ऋ’ એટલે પામવું, પ્રાપ્ત કરવું, પહોંચવું, જવું. ‘अर्थ’ એટલે