Page 89 of 540
PDF/HTML Page 98 of 549
single page version
બતાવ્યું’ તું. હવે આ દ્રવ્યનું લક્ષણ બતાવે છે, જે લક્ષણથી (વસ્તુ) ઓળખી શકાય. “હવે દ્રવ્યનું
લક્ષણ દર્શાવે છેઃ-
गुणवं च सपज्जायं जं तं दृव्वं ति बुच्चंति।। ९५।।
પવિત્રતાની પ્રાપ્તિ તેને મંગળિક કહીએ. એ મંગળિક આ, શુદ્ધસ્વસ્વરૂપ ભગવાન ત્રિકાળ મંગળાસ્વરૂપ
છે, તેનો આશ્રય લઈને, નિર્વિકલ્પ-રાગવિનાની દશા-શ્રદ્ધા-જ્ઞાન-અને શાંતિ થાય, એને મંગળિક
કહેવામાં આવે છે. આહા... હા!
૯૪ સ્વસમય જ આત્માનું તત્ત્વ છે). આહા.. હા! પૂર્ણાનંદની પ્રાપ્તિ અથવા પૂર્ણાનંદપ્રભુ એની પ્રતીતિ
- અનુભવ, એને મંગળિક કહેવામાં આવે છે. એનું આ (અહીંયાં આ ગાથામાં) લક્ષણ દર્શાવે છે.
આવું ગયું ને...?
વળી ગુણ ને પર્યાય સહિત જે, ‘દ્રવ્ય’ ભાખ્યું તેહને. (૯પ.)
ન મળે! જે જૈનના એકડાના મીંડાની વાતું (છે). પર્યાય શું? એ વળી જણે પ્રશ્ન કર્યો’ તો! પંડિત
હતો ને (આવો) પ્રશ્ન કરતો હતો! કેવા શાસ્ત્રી અહો, પંડિત! દ્રવ્ય કોને કહેવું, ગુણ ને પર્યાય (કોને
કહેવા) એ હજી તો નામ (એની કાંઈ ખબર ન હોય ને) એક જણો કે’ પૈસાને દ્રવ્ય કહેવું. આહા...
હા... હા! અહીંયાં તો કહે છે
Page 90 of 540
PDF/HTML Page 99 of 549
single page version
ધ્રૌવ્યસંયુક્ત છે તથા ગુણવાળું ને પર્યાયસહિત છે, તેને ‘દ્રવ્ય’ કહે છે. તેને પરમાત્માએ, વીતરાગ
કેવળી પરમાત્માએ, ગણધરો ને ઇન્દ્રોની વચ્ચે તેને ‘દ્રવ્ય’ કહ્યું છે.
અભેદ છે. સ્વભાવભેદ કર્યા વિના, ઉત્પાદ – વ્યય–ધ્રૌવ્યત્રયથી” . નવી અવસ્થા ઉત્પન્ન થાય, પુરાણી
અવસ્થા વ્યય-નાશ થાય, અને ધ્રુવપણે કાયમ રહે. આહા... હા! દરેક વસ્તુમાં આવો સ્વભાવ છે.
આત્મા પણ પોતાના ઉત્પાદ - વ્યય કરીને ધ્રુવ સહિત (ટકતું) તે દ્રવ્ય છે. એના ઉત્પાદ- (વ્યય)
માટે બીજાની (બીજા દ્રવ્યની) જરૂર નથી. તેમ બીજા દ્રવ્યના- આત્મા સિવાય શરીર, વાણી આદિ
બધી ચીજો, એની અવસ્થા જે ઉત્પન્ન થાય, એ એના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ, સ્વભાવભેદ કર્યા
વિના, એનું દ્રવ્ય સ્વરૂપ છે. એના ઉત્પાદની પર્યાય કરવા માટે (કોઈ) બીજું દ્રવ્ય (એ ઉત્પાદ
અવસ્થા) કરે એમ બને નહીં. ઝીણી વાત છે, ભાઈ! તત્ત્વની વાત અનંતકાળમાં એણે સાંભળી નથી.
સમજયો નથી! આહા...! સ્વભાવભેદ કર્યા વિના દ્રવ્ય-વસ્તુ ‘ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યત્રયથી અને ગુણ–
પર્યાયદ્વયથી લક્ષિત થાય છે.” દરેક વસ્તુ (નું સ્વરૂપ આ છે). એમ આત્મા (માં) નવી અવસ્થા
ઉત્પન્ન થાય, પુરાણી (અવસ્થા) વ્યય થાય. ધ્રુવ (અવસ્થા ટકે) અને ગુણ જે ધ્રુવ (છે) પર્યાય
(એટલે) અવસ્થા. અને ધ્રુવ (દ્રવ્ય) એ ત્રણ ઉત્પાદ-વ્યય-ધ્રુવ અને ગુણને પર્યાય એનાથી દ્રવ્ય
લક્ષ્ય થાય છે. એ લક્ષણો છે. ને એનાથી દ્રવ્ય જણાય છે. આહા.. હા...!
એમ કહે છે.
સત્ સમાગમ હોય એટલું. બાકી એનાથી પામે છે, એમ નથી. એમ તો દેશનાલિબ્ધ હોય છે. એથી
એનાથી પામે છે, એમ નથી. એનું (આત્મદ્રવ્યનું) ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુનું લક્ષણ ઉત્પાદ
- વ્યય - ધ્રુવ થી તે જણાય કાં ગુણ એટલે ધ્રુવ અને પર્યાય (એટલે) ગુણ - પર્યાયથી જણાય.
પરમાત્માની આ વાણી (છે). બહુ (તત્ત્વ) ઝીણું! (અહીંયાં કહે છે) સ્વભાવભેદ કર્યા વિના ઉત્પાદ-
વ્યય-ધ્રુવ અને ગુણ-પર્યાયનો સ્વભાવભેદ કર્યા વિના વસ્તુ છે. આહા... હા! ઉત્પાદ-વ્યય-ધ્રુવ પણ
એનો સ્વભાવ છે અને ગુણ-પર્યાય (પણ) એનો (દ્રવ્ય-વસ્તુનો) સ્વભાવ છે. હવે આમ - કંઈ
સમજવું નહીં, બહારથી કંઈ ભક્તિ કરીએ ને પૂજા-દાન દયા કરીએ ને ધર્મ થઈ જાય? ભાઈ!
(વીતરાગી તત્ત્વની) ઝીણી વાત છે બાપુ! (એવી ક્રિયા) તો અનંતવાર કરી છે. અહીંયાં તો (કહે
છે) દ્રવ્ય જે ચૈતન્યભગવાન! પૂર્ણાનંદને અતીન્દ્રિય આનંદનો પિંડ પ્રભુ આત્મા (છે) એ એના
ઉત્પાદ વ્યય-ધ્રુવથી સ્વભાવભેદ કર્યા વિના, તેનાથી જણાય
Page 91 of 540
PDF/HTML Page 100 of 549
single page version
વ્યય. પેલા ત્રણ (લક્ષણ કહ્યા) ઉત્પાદ - વ્યય - ધ્રુવ (ત્રય) અને ગુણ ને પર્યાય (દ્વય) બે
(લક્ષણ કહ્યા). એ ત્રણ થઈને પણ સ્વભાવભેદ કર્યા વિના દ્રવ્ય છે. અને ગુણ-પર્યાય (બે થઈને)
પણ દ્રવ્ય છે. દ્રવ્ય એટલે આ પૈસો નહીં હો! આહા... હા.. હા!
ઉત્પાદ- વ્યય- ધ્રુવથી પરમાણુ દ્રવ્ય જણાય. કાં એના ગુણો કાયમ રહેનારા અને એની બદલતી
અવસ્થાથી જણાય, એમ ભગવાન આત્મા, એના ઉત્પાદ- વ્યય - ધ્રુવથી જણાય કાં ગુણ-પર્યાય (થી
જણાય) કહો એ બધું એક જ છે. ગુણ-પર્યાયથી તેનું દ્રવ્ય લક્ષ્ય થાય. લક્ષ કરનાર છે પર્યાય ને
ઉત્પાદ. વ્યય અને લક્ષ (જેનું) થાય (તે) ધ્રુવ (છે) - દ્રવ્ય જે વસ્તુ છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ!
અતીન્દ્રિય આનંદનો સાગર અનંત ગુણનું ધામ, અનંત ચૈતન્યરત્નાકર તે આત્મા છે. એની દ્રષ્ટિ
કરવા માટે (અહીંયા) કહે છે કે તેના ઉત્પાદ -વ્યય-ધ્રુવથી તે જણાય એવો છે. (એ લક્ષણથી લક્ષિત
થાય છે). કેમકે દ્રષ્ટિ જે થાય છે તે ઉત્પાદ છે. પ્રથમ ધરમ-સમ્યગ્દર્શન થાય એ પણ ઉત્પાદ છે.
પૂર્વની પર્યાયનો વ્યય છે. અને કાયમ ટકતા એને ધ્રુવને ગુણ અને દ્રવ્ય છે. એટલે દ્રષ્ટિનો વિષય
(ધ્યેય) ત્રિકાળીદ્રવ્ય છે. ઉત્પાદથી તે જણાય એવું દ્રવ્ય છે. આ... રે! એ રાગ ને દયા-દાન ને વ્રત -
ભક્તિ. એ વિકારની પર્યાય છે તો એની પર્યાય, પણ એનાથી ખસીને જાણવું છે દ્રવ્ય. એટલું જેનું
લક્ષ્ય થાય એ દ્રવ્ય, ઉત્પાદ - વ્યય ધ્રુવ (નું એકરૂપ) તે દ્રવ્ય, ગુણ ને પર્યાય તે દ્રવ્ય એ ઉત્પાદ
વ્યયમાં વિકારી પર્યાય પણ આવી ગઈ ગુણપર્યાયમાં વિકારી - અવિકારી બે ય (પર્યાય) આવી ગઈ.
આંહી તો એને લક્ષણ કહ્યું છે. એ લક્ષ્ય આખું પૂર્ણાનંદ પ્રભુ! એની ઉત્પાદઅવસ્થા (એટલે) નવી
અવસ્થા ઉત્પન્ન થાય પૂર્વની અવસ્થા વ્યય થાય એ બદલીને નાશ થાય અને કાયમ સદ્રશપણે રહેનારો
ભગવાન ધ્રુવ (છે) એનો ગુણ છે એ કાયમ રહેનાર છે, પર્યાય તે ઉત્પાદ- વ્યયવાળી છે. (એ)
ગુણ, પર્યાયથી પણ તે જણાય (અને) ઉત્પાદ-વ્યય-ધ્રુવથી સ્વભાવભેદ કર્યા વિના તે જણાય.
આહા.... હા! હવે આવું (તત્ત્વસ્વરૂપ) કો ઈ’ સાંભળ્યું ન હોય! અને એમને એમ ધરમ થઈ જાય
બહારથી? (ન થાય.) (અત્યારે તો ચાલ્યું છે) દેવ-ગુરુની ભક્તિ કરો બસ, એનાથી (ધર્મ) થઈ
જશે. ધૂળેય નહીં થાય સાંભળને...!
(રાગને) પણ લક્ષણ કહ્યું (પર્યાય છે ને...!) આહા... હા! ‘પંચાસ્તિકાય’ માં લીધું છે ને...! (ગાથા
૬૨) ભલે એ વિકારપર્યાય ઉત્પન્ન થાય, અને (પર્યાય) વિકાર રહિત થાય, એ નિર્વિકારી પર્યાય અને
ધ્રુવગુણ રહે. અને વિકારી, અવિકારી પર્યાય-એ પર્યાયને ગુણથી જણાવાલાયક તો દ્રવ્ય છે! અર! હવે
આવું (વસ્તુનું સ્વરૂપ અલૌકિક) નવરાશ ક્યાં આમાં? (આ સ્વરૂપ સમજવા) ઝીણી વાત છે! લોકો
પછી એમ કયે કે (એકાંત છે, એકાંત છે) બાપુ! અનંતકાળ-અનંતકાળ વીત્યો ભાઈ! એ દ્રવ્યવસ્તુ
શું છે? ચૈતન્યભગવાન કોણ છે? એની એને (કાંઈ) ખબરેય નથી. (અજ્ઞાનીલોકો કહ્યા કરે) બહાર
દેખાતો વિષય છોડો ને બાયડી-છોકરાં છોડો ને દુકાન-ધંધા છોડો (પણ એમાં) ધૂળેય (ધર્મ) નથી.
અનંતવાર છોડયા છે!! એ ક્યાં (આત્માએ) ગ્રહણ
Page 92 of 540
PDF/HTML Page 101 of 549
single page version
ગ્રહી નથી. ભગવાન આત્મા, એણે એક પરમાણુ પણ ગ્રહ્યો નથી તો બાયડી-છોકરાં ને પૈસા -
દુકાનને એને ગ્રહ્યાં’ તા અને એણે છોડયા, એ વાત (એના) સ્વરૂપમાં નથી! આહ.. હા! કે અમે
બાયડી હતી તે છોડી, હજારો રાણીઓ છોડી દીક્ષા લીધી. એથી એ દીક્ષા ચારિત્ર છે એમ નથી!
આહા.. હા! પરના ત્યાગગ્રહણથી રહિત પ્રભુ (આત્મા) ત્રિકાળ છે. હવે એ ત્રિકાળી જે વસ્તુ છે,
એની દ્રષ્ટિ કરવી હોય ને એને ઓળખવો હોય, તો એના ગુણ, પર્યાય અને ઉત્પાદ- વ્યય-ધ્રુવનો
સ્વભાવ છે. સ્વભાવ જુદો પાડીને આત્મા જણાય એમ નથી!!
થાય છે - લક્ષ્યરૂપ થાય છે; ઓળખાય છે. ઉત્પાદ -વ્યય-ધ્રૌવ્ય તથા ગુણ-પર્યાય તે લક્ષણો છે અને
દ્રવ્ય તે લક્ષ્ય છે. આહા... હા! હવે આવી વાતું બાપુ!
એ છે એમ છે. નહીં. હા! તારી પર્યાયમાં વિકારી ને અવિકારી દશા થાય. અને કાયમ રહેનારું ધ્રુવ
રહે. તો એ ધ્રુવ અને ઉત્પાદ-વ્યયથી લક્ષ્ય તો દ્રવ્ય કરવાનું છે કે કોના છે આ? સમજાણુ કાંઈ...?
ઝીણી વાત છે ભાઈ! (તત્ત્વની વાત). અનંતકાળમાં એણે આત્મતત્ત્વનો વાસ્તવિક વિચાર જ કર્યો
નથી એમ ને એમ જીવન ગાળ્યાં અને (ક્રિયાકાંડ જ કર્યા છે) એમાં જાણે ધરમ થઈ ગયો. માન્યુ
(છે). આહા... હા!
છે એવી જે પર્યાય, (એટલે) ઉત્પાદ-વ્યય, અને કાયમ રહે છે એવું જે ધ્રુવ-એ ઉત્પાદ-વ્યયથી અને
ધ્રુવથી તે પરમાણુ (દ્રવ્ય) જણાય છે, એ આમ (પરમાણુ) ની ગતિ થઈ એટલે એ ગતિ આત્માએ
કરી (એમ છે નહિ, એ ગતિની પર્યાય પરમાણુથી થઈ છે). આહા.. હા! શું વસ્તુ (સ્થિતિનું
સ્વરૂપ!) આ શરીર ચાલે છે. આમ એ આત્માથી એ ઉત્પાદ છે, એમ નથી, (પણ) એ ઉત્પાદ-
વ્યય-ધ્રુવથી તો પરમાણુ જણાય છે. આહા... હા! અરે... રે! આવી સત્ય વાત (બીજે) ક્યાં છે?
લોકો ઓધે - ઓધે આખી જિંદગીયું ગાળે! તત્ત્વની વાતની ખબર ન મળે! આહા... હા!
કરતાં એનાં છેલ્લો પોઈંટ (અંશ) રહે તે પરમાણુ (છે). એ પરમાણુ પણ તેના ઉત્પાદ- વ્યય-ધ્રુવ ને
ગુણ-પર્યાય, સ્વભાવભેદ કર્યા વિના તેના લક્ષણથી લક્ષ્ય છે. આહા.. હા! (આ તત્ત્વ) ઝીણું છે!)
(આ હાથને, પરમાણુને) બીજા
Page 93 of 540
PDF/HTML Page 102 of 549
single page version
ભાષાના પરમાણુમાં પણ, ભાષાપર્યાયપણે ઉત્પન્ન થવું, અને પૂર્વની વચનવર્ગણામુચ્ચય હતી તેનો વ્યય
થવો, અને પરમાણુપણે કાયમ રહેવું એવું એક ઉત્પાદ-વ્યય-ધ્રુવ (લક્ષણોથી) ભાષાના પરમાણુ
ઓળખાય છે. એનાથી આત્મા છે અંદર બોલે છે એ, એમ છે નહીં.... આહા... હા! આવું સ્વરૂપ
(છે). સર્વજ્ઞ ભગવાન, પરમેશ્વર ત્રિલોકનાથ એક સમયમાં ત્રણ કાળ, ત્રણ લોક પ્રભુએ જોયા, એ
પરમેશ્વરની આ વાણી છે ભાઈ! આહા... હા! તું પણ પરમેશ્વર છે! પણ તારા પરમેશ્વરને ઓળખવા
માટે, તારા ઉત્પાદ- વ્યયને ધ્રુવ (લક્ષણો) જોઈએ. ભલે છે ધ્રુવ પણ એને જાણવા ઉત્પાદ- વ્યયને
ધ્રુવ જાણવા જોઈએ. છે તો ધ્રુવ, દ્રવ્ય!! પણ ઉત્પાદ - વ્યયને ધ્રુવથી જણાય એવો એનો સ્વભાવગત
કર્યા વિના (ન જણાય) એનાથી જણાય. આહા... હા.. હા! એમ, ભાષા તો સાદી છે પ્રભુ!
(ભાવભાસન કઠણ છે) વસ્તુગત એવી છે પ્રભુ! અત્યારે તો ગરબડ એવી ચાલી છે. આ વાત
(સાંભળતાં) એવું લાગે કે આ ક્યાંની વાત કરે છે આ? ભાઈ! તારા ઘરની વાત છે પ્રભુ! તને
તારી ખબર નથી! તું શરીર ચાલે છે (માટે એમ માને કે હું ચલાવું છું એને) એમ કહે છે ને...! કે
હાલે-ચાલે તે ત્રસ, એમ નથી કહે છે. હાલે - ચાલે છે એ (હાલવાની-ચાલવાની) પર્યાય છે અને
પહેલાં સ્થિર હતી. તેમાં પરમાણુપણે પરમાણુ કાયમ રહે છે. એનાથી પરમાણુ દ્રવ્ય જણાય છે. એનાથી
આત્મા જણાય છે, (એમ નથી) કે. ભાષા કરે તે આત્મા છે નથી પ્રભુ! આવી (આકરી) વાત છે!!
પર્યાય છ આવ્યા. એ છ શબ્દો કહ્યાં. સ્વભાવ, ઉત્પાદવ્યય ને ધ્રુવ, ગુણ ને પર્યાય. હવે છ ની
વ્યાખ્યા. છ શબ્દો થ્યા તેની વ્યાખ્યા. તેમાં દ્રવ્યનો સ્વભાવ દરેક પરમાણુ અને દરેક ભગવાન આત્મા,
એનો દ્રવ્યનો સ્વભાવ,
સદ્રશભાવ ત્રિકાળી, (તે સ્વભાવ છે.) આહા... હા! તે દ્રવ્યનો સ્વભાવ તે અસ્તિત્વસામાન્યરૂપ
અન્વય, છે છે, છે છે, છે, છે, છે આદિ કે અંત નથી (એવી અનાદિ- અનંત), એવી ચીજ
(વસ્તુતત્ત્વ) અંદર છે! ચાહે તો પરમાણુ હો કે ચાહે તો આત્મા હો. એ છે, છે, છે, અસ્તિત્વ નામ
હયાતી, એ અસ્તિત્વ સામાન્યરૂપ તેનો અન્વય એટલે કાયમ રહેનારી ચીજ કહીએ. હવે એ
અસ્તિત્વના બે પ્રકાર (છે). છે, છે એ હયાતીનું - અસ્તિત્વનું સ્વરૂપ, આત્માનું પરમાણુુંનું (છે).
પરમાણુ પણ છે છે ને (સ્વરૂપે) છે ને...!
ને...! આ હાથ! એકવાર ‘નિયમસાર’ માં કહ્યું (પદ્મપ્રભમલધારીદેવ’ શ્લોકાર્થ ૭૯.) પ્રભુ.! તું
સ્ત્રીના શરીરની વિભૂતિને સ્મરતાં, આવું સુંદર છે ને આવુ આ શરીર ને... આ આવું છે એની
સ્મૃતિમાં પ્રભુ તું ભૂલાઈ જાશ! એના શરીરની આકૃતિ, શરીરનું સંસ્થાન, શરીરના અવયવોની
સ્થિતિ, સ્ત્રીના (દેહ) પ્રમાણે (છે) પ્રભુ! એ વિભૃતિ જડની વિભૂતિ છે. એ સ્ત્રીની વિભૂતિને દેખી
પ્રભુ તું ભૂલાઈ જાય છે. તારી વિભૂતિ અંદર એના ગુણ, પર્યાયથી જણાય એવી છે ને...! (બીજાની
વિભૂતિ જોવામાં રોકાઈ ગયો, પોતાની વિભૂતિ ભૂલાઈ ગઈ) આહા.. હા! એમ સ્ત્રીને પુરુષ (ના
શરીરની વિભૂતિ) પુરુષના એ સુંદર
Page 94 of 540
PDF/HTML Page 103 of 549
single page version
કર્યું. આહા... હા! સ્મરણ છે ઉત્પાદની પર્યાય પણ એ ઉત્પાદની પર્યાય દ્રવ્યને જણાવે છે. એનું
(દ્રવ્યનું) લક્ષ ન કર્યું પણ ઉત્પાદમાં (ઓલી (શરીરની) વિભૂતિ દેખીને (એનું લક્ષ કર્યું). આહા..
હાં... હા! શરીર સુંદર છે ને... રૂપાળું છે ને... આ (સ્ત્રીના) શરીરના અવયવો (અંગો) છે ને...!
(એનું જ લક્ષ કર્યું) પણ ભૂલમાં પડી ગ્યો હો! ભૂલ-ભૂલામણી નથી! (શ્રોતાઃ) એ વડોદરામાં છે.
(ઉત્તરઃ) જોયું છે. એ શું કહેવાય મેંદી. મેંદીની (ભૂલ-ભૂલામણી) ત્યાં વડોદરામાં છે મોટી (સંવત)
૬૩ની સાલમાં મહિનો કેસ ચાલ્યો હતો ને..! મહિનો (ત્યાં હતા) ત્યાં ગયા. તો અંદર ગર્યા પણ હવે
નીકળવું કઈ રીતે? વડોદરામાં એક મોટી છે ભૂલભલામણી! મેંદીની બનાવેલી. એમાં ગર્યા તો નીકળી
શકાય નહીં. ઓલો માણસ ઊભો હતો કે કહ્યું નીકળવું કઈ રીતે? ૬૩ની વાતો છે સંવત-૧૯૬૩.
હારે હતા. ગર્યા તા અંદર કોઈને પૂછયા વિના, હવે નીકળવું કઈ રીતે આમાં (થી), (ત્યાં) માણસ
હતો (કહ્યું) પૈસા લે તું પણ હવે આનું (નીકળવાનું) બતાવો. (તેણે કહ્યું) આમ થઈને આમ જાવ,
એટલે નીકળી ગ્યા. એ ભૂલભલામણી કહેવાય. એમ આત્મા અનાદિનો, પોતાની વિભૂતિને ભૂલી,
પોતાની અંદર આનંદનો નાથ, અતીન્દ્રિય સાગર છે એને ભૂલી અને પરની રિદ્ધિ ભૂલભલામણી - જે
સ્ત્રી - પુરુષના શરીરની ને પૈસાની, મકાનની, કીર્તિની ભૂલભૂલામણીમાં ફંસી ગયો, હવે નીકળવું શી
રીતે? (સદ્ગુરુ) કહે છે નીકળવાનો એ ઉપાય છે એને (એ વિભૂતિને) તું ભૂલી જા. એના ઉત્પાદ-
વ્યય-ધ્રુવથી તો એ પરમાણુ (દ્રવ્ય) શરીરાદિના લક્ષ્ય થાય. અને આત્મા તો એના ઉત્પાદ - વ્યય-
ધ્રુવથી તેને જણાય. એવું (વસ્તુસ્વરૂપ) તને ન જાણવામાં આવ્યું ઈ (તેથી ભૂલભલામણીમાં અટવાયો
છે) તને જાણવામાં તો ત્યારે આવે કે તારો જે ઉત્પાદ છે, પર્યાય થાય છે, એ લક્ષણ (તારા) દ્રવ્યનું
છે ત્યાં જા તો તને તું મળે. પર્યાયમાં દ્રવ્યસ્વભાવની સ્મૃતિ પ્રગટ કર. પર્યાયમાં દ્રવ્યસ્વભાવ (છે)
કારણ કે ઉત્પાદ-વ્યય-ધ્રુવ એ સ્વભાદભેદ કર્યા વિના લક્ષણ છે. આહા... હા... હા! સમજાણું?
કર્યા. (એમાં) ધરમ) ધૂળેય નથી. શાસ્ત્ર અનેકવાર મોઢે કર્યાં સાંભળને...! શાસ્ત્ર પર વસ્તુ છે. એને
યાદ કરતાં, તારું સ્વરૂપ જે છે એ પર્યાયમાં ભુલાઈ જાય છે. અહીંયાં તો આત્મા અંદર સચ્ચિદાનંદ
પ્રભુ! એની નવી પર્યાય ઉત્પન્ન થાય, પૂર્વની અવસ્થા વ્યય થાય, સમકિતની ઉત્પત્તિ થાય,
મિથ્યાત્વનો વ્યય થાય ને ગુણપણે ધ્રુવ ત્રિકાળ રહે, એવા લક્ષણથી તે (આત્મા) જણાય એવો છે!
આહા... હા! આ કઈ જાતની વાત! (આ પોતાની જાતની વાત) બાપુ, સત્ય માર્ગ આ જ છે ભાઈ
(બાકી) બધા મારગ બહારના (રખડવાના છે ભાઈ!)
Page 95 of 540
PDF/HTML Page 104 of 549
single page version
છે તે પોતાનું સ્વરૂપ અસ્તિત્વ. અને પોતે અને બીજા બધા છે એ સાદ્રશ્ય અસ્તિત્વ (છે). બદલવું આમ
આમ “ઉત્પાદ તે પ્રાદુર્ભાવ (અર્થાત્ પ્રગટ થવું, ઉત્પન્ન થવું); વ્યય તે પ્રચ્યુતિ પૂર્વની અવસ્થાનો વ્યય
થવો, ભ્રષ્ટ થવું. નષ્ટ થવું “ધ્રૌવ્ય તે અવસ્થિતિ (અર્થાત્ ટકવું) આ તો અર્થ કરે છે હો! “ગુણો તે
વિસ્તારવિશેષો, આત્મામાં ગુણ જે છે (એ) વિસ્તારવિશેષ (સ્વરૂપ) છે. જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ
સ્વચ્છતા, પ્રભુતા, એવા-એવા અતીન્દ્રિય અનંત ગુણોનો વિસ્તાર આમ છે (આડોતીરછો- એક સાથે)
જેમ સોનામાં પીળાશ, ચીકાશ ને વજન એક સાથે આમ છે તીરછા, એમ આ પ્રભુ આત્મામાં, જ્ઞાન-
દર્શન-આનંદાદિ અનંતગુણ વિસ્તાર સામાન્ય આમ તીરછા, વસ્તુમાં એક સાથે આમ એક સાથ-તીરછા
સ્વભાવ રહેલા છે. એને ગુણ કહીએ. છે? “ગુણો તે વિસ્તાર વિશેષો.” તેઓ “સામાન્ય – વિશેષાત્મક
હોવાથી” (એ ગુણોના) બે પ્રકાર. અસ્તિત્વના પણ બે પ્રકાર (એક) સ્વરૂપ અસ્તિત્વ અને (એક)
સાદ્રશ્ય-અસ્તિત્વ એમ ગુણના (પણ) બે પ્રકાર (સામાન્ય અને વિશેષ) આહા... હા! (આમાં હવે)
કેટલુંય યાદ રાખે કોઈ દી’ સાંભળ્યું ય ન હોય! ઓલા કયે કે ગુરુની ભક્તિ કરો! એથી કલ્યાણ થશે.
અહીં કહે કે લાખ ભક્તિ કરને! એ તો પરદ્રવ્ય છે. ભક્તિમાં તો રાગ છે, એ તો વિકલ્પ છે. પુણ્યબંધનું
કારણ છે એ કાંઈ ધરમ - ફરમ નથી!! આહા... હા... હા! સમજાય છે કાંઈ?
ગુણ ઓળખવા હોય તો? તે ગુણો વિસ્તારવિશેષો છે. આત્માના જ્ઞાન-દર્શન-આનંદ એવા અનંતગુણો
વિસ્તાર આમ-આમ (તીરછા-એકસાથ) પડયા છે. (ધ્રવ છે). પરમાણુમાં, એક રજકણમાં પણ વર્ણ,
ગંધ, રસ, સ્પર્શ અનંતા એક પરમાણુમાં આમ (તીરછા-આડા-એક સાથ) પડયા છે (ધ્રુવપણે ગુણો
છે) “તેઓ
(વસ્તુ સ્વરૂપની અલૌકિક ગાથા છે.)
વિશ્વમાં) છ દ્રવ્ય છે. ભગવાને તો છ દ્રવ્ય જોયાં છે - અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અસંખ્ય
કાલાણુઓ, એક ધર્માસ્તિકાય, (એક) અધર્માસ્તિકાય, (એક) આકાશ. એમ છ દ્રવ્ય ભગવાને -
કેવળી (સર્વજ્ઞ) પરમાત્માએ જોયાં છે. એમાં દરેક દ્રવ્યમાં ગુણ પણ સામાન્ય, અસ્તિત્વ (ગુણ છે).
આત્મામાં પણ ગુણ અસ્તિત્વ છે, પરમાણુમાં પણ છે. ધર્માસ્તિ, અધર્માસ્તિ, (આકાશ, કાળ) બધામાં -
છ એ દ્રવ્યમાં અસ્તિત્વ ગુણ છે. તેથી તેને સામાન્ય (ગુણ) કહેવામાં આવે છે.
નાસ્તિત્વ (ગુણ) છ એ દ્રવ્યમાં છે. માટે તેને સામાન્ય કહેવામાં આવે છે. આહા... હા!
આવે છે. એક, અનેક (શક્તિ), એકપણું આ. એ (ગુણ)
Page 96 of 540
PDF/HTML Page 105 of 549
single page version
છે. એવું એકપણું છે. એ આત્મામાં પણ છે, પરમાણુમાં પણ છે. માટે તે સામાન્ય (ગુણ) છે.
“અન્યત્વ”. અનેરાપણું. આત્માથી પરમાણુ અન્યત્વ છે પરમાણુંથી આત્મા અન્યત્વ છે, પરમાણુંથી
આત્મા અન્યન્વ (અન્યત્વ) એટલે અન્યપણું છે. આત્માથી શરીરનું અન્યપણું છે. અને શરીરથી
આત્મામાં અન્યપણું છે. એ સામાન્યગુણ છે, આત્મામાં અન્યત્વ (ગુણ) છે અને શરીરમાં પણ
અન્યત્વ (ગુણ) છે. જડમાં પણ અનંતગુણ આમાંના (સામાન્ય) ગુણ છે, આહા... હા... હા!
“દ્રવ્યત્વ”. દ્રવ્યત્વ સામાન્ય ગુણ છે. એ તો છ બોલ આવે છે..... ને (જૈન સિદ્ધાંત પ્રવેશિકા’)
અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ, પ્રદેશત્વ. એ આવે છે ત્યાં, અહીંયાં તો વધારે
નાખ્યા છે, દ્રવ્યપણું (એટલે) દ્રવે છે. દરેક પદાર્થ દ્રવે એટલે જેમ પાણીમાંથી તરંગ ઊઠે એ દ્રવે છે
એમ કહેવાય એમ દ્રવે છે. એમ દરેક દ્રવ્યમાં દ્રવ્યત્વ નામનો એક ગુણ છે, કે જેને લઈને દ્રવ્ય દ્રવે...
દ્રવે.. દ્રવે.. દ્રવે એટલે પરિણમે.. એનું પરિણમવું એના દ્રવ્યત્વને લઈને છે. દરેક દ્રવ્યનું, પર્યાયનું
પરિણમવું એના દ્રવ્યત્વને લઈને છે. બીજા દ્રવ્યનું પરિણમવું બીજા દ્રવ્યને લઈને છે એમ છે નહીં.
(આ વાત ગળે ઉતારવી) આકરું કામ છે પ્રભુ! અત્યારે વિષય જ ચાલતો નથી, અત્યારે કષાંય ન
મળે આવું! (સાંભળવા આવી વાત) અત્યારે તો ભક્તિ કરો... ને વાંચો શાસ્ત્ર. ગુરુની કૃપાથી ધરમ
થઈ જશે. ધૂળેય નહીં થાય, સાંભળ ને! આહા.. હા! (દેવ-ગુરુ-શાસ્ત્રી પરદ્રવ્યની કૃપાની પર્યાય તો
એમાં રહી, તારી પર્યાય (એમાંથી) ક્યાં આવી? બહુ ઝીણી વાત બાપુ! આહા.. હા! એ દ્રવ્યત્વ (ની
વ્યાખ્યા થઈ).
પર્યાયત્વ નામનો દરેક દ્રવ્યમાં છએ દ્રવ્યમાં ગુણ છે. સામાન્ય ગુણ છે. બધામાં છે માટે સામાન્ય ગુણ
છે. વિશેષ (ગુણો) પછી લેશે. “સર્વગતત્ત્વ”.
પ્રદેશપણું. એને ય (અહીંયાં) સામાન્ય કીધું. ભલે કાલાણુ છે પણ (એને) પ્રદેશ છે. ને એકપ્રદેશ
ભલે પ્રદેશો નથી, પણ (એને) પ્રદેશ છે ને...! ‘પ્રદેશત્વ’ સામાન્ય ગુણ છે. છ એ દ્રવ્યમાં છે. આહા..
હા!
વિના અમૂર્તપણું એ પણ સામાન્ય છે. “સક્રિયત્વ” સક્રિયપણું - એ ગતિ કરે. ગતિ કરે. સક્રિયપણું
એ સામાન્ય (ગુણ) છે. ભલે ધર્માસ્તિ આદિમાં નથી પણ આત્મામાં છે ને...! અને પરમાણુમાં છે
ને...! માટે ઘણામાં છે એ અપેક્ષાથી સામાન્ય ગુણ કહ્યો છે
Page 97 of 540
PDF/HTML Page 106 of 549
single page version
(બીજા પાંચ તો અચેતન છે) પણ ચેતનત્વ અનંતમાં છે માટે ‘ચેતનત્વ’ ને સામાન્યગુણમાં લીધો
છે. નહીંતર ‘ચેતન’ (ગુણ) તો વિશેષ (ગુણ) છે. પણ અનંત આત્મામાં ચેતનપણું છે એથી તેને
સામાન્ય કહેવામાં આવે છે. ભાઈ (આ) વિષય જુદી જાતનો છે બાપુ! “અચેતનત્વ” આહા...!
જડનું અચેતનત્વ. (આ ગુણ) પણ સામાન્ય છે. “કર્તૃત્વ” આ સામાન્યગુણ છે. આત્મામાં કર્તૃત્વ
છે, બીજામાં ય કતૃત્વ છે, “અકર્તૃત્વ” પરનું ન કરી શકે (કોઈ દ્રવ્ય) એવું અકર્તૃત્વપણું સામાન્ય
છે. “ભોકતૃત્વ” પોતાની દશાને ભોગવે એવો ભોકતૃત્વ નામનો ગુણ દરેક દ્રવ્યમાં છે. આહા... હા...
હા! જડની જડ પર્યાય ભોગવે. ઓલામાં (‘સમયસાર’ માં) તો એમ આવે કે બેય જણા કરે તો
જડને ભોગવવું પડે એવું આવે, ‘સમયસાર’ માં આવે છે ને...! કે વિકાર પરિણામ જીવ કરે ને જડ
કરે (બેય કરે) તો બેયને ભોગવવું પડે. અહીંયાં બીજી અપેક્ષા છે એની જે પર્યાય છે એને ભોગવે છે
ને...!
છે જડ એને ભોગવે છે. માટે ભોકતૃત્વગુણ સામાન્ય (ગુણ) છે.
ભોગવતો નથી એવો ‘અભોકતૃત્વ’ ગુણ બધામાં છે. આહા... હા! આ આત્મા શરીરને ભોગવતો
નથી. આત્મા સ્ત્રીના શરીરને ભોગવતો નથી. આહા.. હા! (એ શરીર) તો જડ છે, માટી, ધૂળ છે,
એનામાં અભોકતૃત્વ ગુણ છે એ આત્માને ભોગવી શકતું નથી. અને આત્મા એનું કરી શકતો નથી.
શરીરને આત્મા ભોગવી શકતો નથી. આહા... હા! છે? અભોકતૃત્વ પરને ભોગવી શકતો નથી. દરેક
દ્રવ્ય પરને ભોગવી શકતું નથી. આહા... હા... હા! પોતાની પર્યાયને ભોગવે એવો ભોકતૃત્વગુણ
બધામાં છે. અને બીજાને ન ભોગવે એવો સામાન્ય (ગુણ) અભોકતૃત્વ દરેકમાં છે, આત્મા આહાર -
પાણી કરી શકતો નથી. (શ્રોતાઃ) લાડવા તો ખાય છે..! (ઉત્તરઃ) એ અભોકતૃત્વ ગુણ (એનામાં)
છે. લાડવા, દાળ- ભાત કે સ્ત્રીનું શરીર આત્મા એ ભોગવતો નથી. (આત્મા) ભોગવે છે તો રાગ-
દ્વેષને ભોગવે છે. કાં આનંદને ભોગવે. ધરમ પામેલો હોય તો અતીન્દ્રિય આનંદને ભોગવે. (ધરમ) ન
પામ્યો હોય તો રાગ દ્વેષને ભોગવે. પણ પરને તો ભોગવી શકે નહીં. આહા... હા... હા! ભારે આકરું
ભાઈ! દાળ - ભાતને શાકને (આત્મા) ભોગવી શકતો નથી. એ લૂગડાંને અડી શકતો નથી.
લૂગડાંને આત્મા ભોગવી શકતો નથી. બાપુ! એ વસ્તુ છે! એ આત્માને ભોગવી શકે નહીં, આત્મા
એને ભોગવી શકે નહીં. એવો સામાન્ય ગુણ દરેક દ્રવ્યમાં આ ‘અભોકતૃત્વ’ છે. આજનો વિષય
જરી’ ક ઝીણો છે. ધીમેથી ધીરેથી બાપુ! (ગળે ઉતારવું) આ તો અનંતકાળ ચાલ્યો ગયો તત્ત્વની
દ્રષ્ટિ વિના, વાસ્તવિક તત્ત્વની શું સ્થિતિ છે! એને પરની અપેક્ષા કર્તા- ભોકતામાં છે નહીં. આહા...
હા! પરમાણુને પણ આત્મા ભોગવે, એમ નથી. (પણ) પરમાણુને ન ભોગે એવો એનામાં ગુણ છે.
આહા... હા.. હા! એક પરમાણુ બીજા પરમાણુને કરી શકે નહીં. એમ બીજાને ભોગવી શકે નહી. બહુ
લાંબી વાત લીધી છે. આહા... હા! ૯પ ગાથા ઝીણી છે. શાસ્ત્ર ને સિદ્ધાંત, પરમાત્માએ કહેલાં તત્ત્વોને
સમજવાં અને એની સ્વતંત્રતાની પ્રસિદ્ધિ થવી એ બહુ અલૌકિક વાત છે!
Page 98 of 540
PDF/HTML Page 107 of 549
single page version
ભોગવે એવો ગુણ છે. આહા.... હા... હા! આમ તૃષા! (બહુ લાગી હોય, બરફ - આઇસ્ક્રીમ,
(હમણાં કોઈ કહેતું હતું કે મુંબઇમાં ત્યાં આઈસ્ક્રીમ આપ્યો હતો) અરે! આઈસ્ક્રીમના પરમાણુ
આત્મા ભોગવે, ત્રણકાળમાં નહીં. એ આઈસ્ક્રીમને આત્મા અડી શકતો નથી પ્રભુ! તને ઝીણું પડે
(આ સમજવું બાપા) આઈસ્ક્રીમને આત્મા અડી શકતો નથી. અડી શકતો નથી (તો) ખાય એ ક્યાંથી,
આવ્યું? પ્રભુ તને (ખબર નથી). આહા... હા! એ રસગુલ્લા, મેસુબને ઘેવરપૂરીને મુંબઈમાં
(જમણમાં) કોઈ કહેતું નહોતું.... એક થાળીના પાંત્રીસ રૂપિયા! છોકરીનું સગપણ કર્યું. ત્રણસો જમાડયાં
વીશીમાં (લોજમાં) એ એક થાળી દીઠ પાંત્રીસ રૂપિયા! આપતાં હશે અંદર કંઈક ઊંચું બધું! ધૂળ....!
કહે છે કે ધૂળને - થાળીને આત્મા ભોગવી શકતો નથી. આહા... હા... હા! મેસુબ હોય, પૂરી ઘીની
હોય, પતરવેલિયાં હોય - અળવીના પાંદડાનાં એને આત્મા ભોગવી શકતો નથી. આહા...હા...હા!
નથી) આ તે વાત કોણ માને? જગતના તત્ત્વની ખબર ન મળે! એ બચ્ચીયું ભરે છે ને... છોકરાને
પણ કહે છે કે એ એને અડયું ય નથી. આ પરમાણુ તે પરમાણુને અડયા જ નથી. તો એને ભોગવે
શી રીતે અને કરે શી રીતે?
હા... હા! ભારે રૂપ લઈને આવ્યો! બાપનો અણસાર આવે છે કંઈક એમાં અણસાર તો આવેને...?
હા, બાપનો અણસાર આવ્યો. અરે તું ક્યાં? ને (એ ક્યાં?) (શ્રોતાઃ) એ અણસાર કેમ આવ્યો?
(ઉત્તરઃ) એ તો જડનો (છે).
દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે સંબંધ નથી)
નથી તો એ મારા ક્યાંથી થ્યા? બહુ ઝીણી વાત બાપુ!! આવી વાત (સર્વજ્ઞ સિવાય બીજે) ક્યાં
(છે) કો’ ક દયા પાળવામાં રોકાઈ ગયા ને.... કો’ ક વ્રત પાળવામાં રોકાઈ ગ્યાને અપવાસ કરવામાં
કોઈ ગ્યાને, કો’ ક ભક્તિ ભગવાનની કરી ને બધા રોકાઈ ગ્યા ત્યાં (શુભભાવરૂપ ક્રિયાકાંડમાં) પણ
એ ભાવ તો રાગ છે, દયાનો ભાવ રાગ છે. એની પર્યાય તો તારામાં છે. એ ભાવને લઈને ત્યાં
પરને જીવતર થયું છે, દયા પાળી છે, એમ છે નહી. આહા... હા! હવે આવું ક્યારે (સમજે) નવરો
(થાય નહીં ધંધા આડે.) સમજાણું?
આહા... હા!
Page 99 of 540
PDF/HTML Page 108 of 549
single page version
આહા... હા... હા! ગાથા ઝીણી છે. ભાઈ! બારોબાર રખડયા! આવું આવે! શરીરમાં એક - એક
રજકણની અવસ્થા (ને) આત્મા કરી શકે નહીં ને (એને) આત્મા ભોગવી શકે નહીં. એવો
પરમાણુ બીજા પરમાણુને.. અડતો નથી તેથી (તે તેને) કરે ને ભોગવે (એવું) ક્યાંથી આવે? (કદી
ન આવે!) આવું (ક્યાંક સાંભળવા ન મળ્યું હોય એવું) એક કલાક (તત્ત્વસ્વરૂપ સાંભળી) યાદ
મોટા મજૂર છે!! તત્ત્વની વસ્તુ શું! (તત્ત્વની) કેમ મર્યાદા છે? વસ્તુની, સ્થિતિની, મર્યાદા આમાં
કેમ છે? (એ સમજવું પડશે) આહા.. હા!
આત્મામાં પ્રવેશ ન કરે (ન થઈ શકે). એવો વજ્રકિલ્લો છે દરેક દ્રવ્ય આહા.. હા... (અગુરલઘુત્વ
તો અમૂર્તિક છે). પરમાણુમાં મૂર્તપણું ઘણામાં છે. ને માટે (સામાન્ય ગુણમાં અહીંયાં કહ્યું છે).
મૂર્તપણું આત્મામાં નથી, પણ ઘણા પરમાણુમાં છે માટે મૂર્તત્વ સામાન્ય ગુણ કીધો. અને અમૂર્તત્વ
છે. સમજાણું કાંઈ? (અહીંયાં ‘મૂર્તત્વ’ ગુણ ને સામાન્ય કહ્યું) તેથી આત્મામાં મૂર્તત્વ છે એમ નથી.
એ તો ઉપચારથી (કહ્યું છે) પણ આ તો વાસ્તવિક કથન છે કે આત્મામાં મૂર્તત્વ છે જ નહીં અને
છે.) પણ બધા દ્રવ્યમાં (એ ગુણ છે) એમ નહીં. આહા.... હા!
છે. બાકી મૂર્તપણું તો અનંત પરમાણુમાં છે અને ઘણામાં છે માટે (સામાન્ય ગુણ કીધો છે). પણ
આત્મા (માં પણ મૂર્તપણું છે માટે સામાન્ય કહ્યો છે એમ નહીં. (એમ તો ચેતનત્વ ગુણને અહીં કહ્યો
ચેતનપણું ઘણામાં-ઘણા આત્માઓમાં છે ને બધા આત્મામાં છે માટે તેને સામાન્ય (ગુણ) કીધો છે.
પણ ચેતનપણું જડમાં પણ છે માટે સામાન્ય કીધો છે એમ નથી. આહા... હા! કેટલું યાદ રાખવું
(મગજમાં) આ તત્ત્વની વાત પહોંચવી (કઠણ લાગે છે લોકોને!)
ગતિનિમિત્તતા
Page 100 of 540
PDF/HTML Page 109 of 549
single page version
નામનો વિશેષ ગુણ છે. બીજા બધા (દ્રવ્યોમાં) એ નથી. એક જ દ્રવ્યમાં છે. “વર્તનાયતનત્વ”
કાળનું લક્ષણ (છે). વતુવું એ કાળનું લક્ષણ. (એ કાળનું વિશેષ લક્ષણ છે). રૂપાદિમત્ત્વ જડ.
રૂપાદિપણું-વર્ણ, રસ, ગંધ, સ્પર્શપણું. એ વિશેષગુણ છે. ઓલામાં (સામાન્યમાં મૂર્તત્વ કહ્યું હતું એ તો
ઘણામાં છે અને આ રૂપાદિમત્ત્વ-રૂપાદિપણું વિશેષ (ગુણ) છે. પરમાણુ પુદ્ગલ સિવાય બીજામાં
(બીજા જડ દ્રવ્યોમાં) (આ ગુણ) નથી. આહા... હા! “ચેતનત્વ”. જોયું? ફરીને લીધું આમાં.
ઓલામાં (સામાન્યમાં) ચેતનત્વ કહ્યું એ તો ઘણામાં છે (ઘણા-સર્વ-આત્માઓમાં છે માટે) અને
અહીંયાં ચેતનત્વ વિશેષગુણ કહ્યો. ચેતનત્વ બે પ્રકારે. એક ચેતનત્વ ઘણામાં છે માટે સામાન્ય અને
એક ચેતનત્વ આત્મામાં જ છે ને જડમાં બીજા (દ્રવ્યોમાં) નથી માટે વિશેષ. “ઇત્યાદિક વિશેષગુણો
છે.” (દરેક દ્રવ્યોમાં) સામાન્ય ગુણ પણ અનંત છે, વિશેષગુણ પણ અનંત છે. આ તો નામ આટલાં
આપ્યાં આહા.. હા! એક-એક આત્મામાં સામાન્ય અસ્તિત્વાદિ, સામાન્ય ગુણ અનંત છે. અને જ્ઞાન-
દર્શન આનંદાદિ વિશેષ (ગુણ) પણ અનંત છે. અનંતનો ગજ છે પ્રભુ! અરે... રે! (આ કેમ બેસે?)
આહા.. હા! અમરનાથ! ભગવાન અમરનાથ છે. કોઈ દી’ નાશ થાય નહીં, નિત્યાનંદ રહે, ધ્રુવસ્વરૂપ
રહે. આહા... હા! એનું ‘ચેતનપણું’ છે એ વિશેષ ગુણ છે. બીજા જડમાં નથી એ અપેક્ષાએ. અને
ઘણા આત્મામાં (ચેતનપણું) છે એ અપેક્ષાએ એને સામાન્ય કહ્યું’ તું! એક ને (એક જ ગુણને) બે
લાગુ પાડયાં. (બે અપેક્ષા લાગુ પાડી) એ તો ગુણની વ્યાખ્યા કીધી પહેલી દ્રવ્યની કીધી. દ્રવ્ય-સ્વરૂપ
અસ્તિત્વ અને સાદ્રશ્ય અસ્તિત્વ એમ કરીને દ્રવ્ય છે. ગુણમાં આ પ્રકાર પાડયાં. સામાન્ય અને વિશેષ.
(હવે પર્યાયની વ્યાખ્યા કરે છે).
અને પર્યાય છે તે (લંબાઈથી) આમ થાય ક્રમે. તેથી તેને આયત-લંબાઈ કીધી. આહા... હા... હા!
એક ગાથામાં તો કેટલું સમાડી દીધું છે!!
મૂર્તગુણ તો જડમાં જ છે. આત્મામાં છે (જ) નહીં. આહા.. હા! પણ અપેક્ષાથી કહ્યું હોય ને જાણવા
માટે. કેમકે મૂર્તકર્મ નિમિત્ત છે ને એને (વિકારને). એનાથી થયેલા સ્વભાવ છે અનંત ગુણનો પિંડ
પ્રભુ (આત્મામાં) તો કોઈ ગુણ વિકાર કરે, એવો તો કોઈ ગુણ છે નહીં. એ અપેક્ષા ગણીને, જ્યારે
સ્વભાવને અરૂપી ને અમૂર્ત કીધો ત્યારે વિકારને રૂપી ને મૂર્ત કીધો છે. અને રૂપી ગણીને
(અપેક્ષાએ) મૂર્ત કીધો, પણ એ વાસ્તવિક નથી. આવી. વાતું ભાઈ! ક્યાંય જજમાં ય નથી આવી
વાતુ, ન્યાં ક્યાંય નથી! અત્યારે તો વાડામાં (સંપ્રદાયમાં) ક્યાંય નથી. બહુ આકરું પડે બિચારાને, શું
કરે? અરે, ભાઈ! આ તો સર્વજ્ઞ પરમેશ્વર, જિનેશ્વરદેવ ત્રિલોકનાથ! એમના કહેલાં વચનો છે. અને
વસ્તુની મર્યાદા આમ જ છે. એમ જ્યાં સુધી ન જાણે, એવો વિવેક ન કરે, ત્યાં સુધી એને સમ્યગ્દર્શન
ન થાય. આહા... હા! સમજાણું કાંઈ?
Page 101 of 540
PDF/HTML Page 110 of 549
single page version
આત્માનું લક્ષ્ય કરવાનું છે, દ્રવ્યનું લક્ષ્ય કરવાનું છે, (આત્મામાં) અભોકતૃત્વ (ગુણ) છે. પરનો
અભોકતા પર્યાયથી (છે) પણ એમાંથી લક્ષ્ય દ્રવ્યનું કરવાનું છે. ત્રિકાળી દ્રવ્ય છે આત્મા, એના ઉપર
લક્ષ્ય કરવાનું છે. આવું ઝીણું હવે કેટલાકે તો જિંદગીમાં સાંભળ્યું ન હોય. (તેથી તેને એવું લાગે કે)
આવો તે નવો મારગ ક્યાંથી કાઢયો છે? (શ્રોતાઃ) નવો છે કે જૂનો! (ઉત્તરઃ) આ તો અનાદિનો છે
બાપુ!
હાલત દરેક પરમાણુમાં, દરેક આત્મામાં એક પછી એક અવસ્થા પર્યાય બદલે. એ આયત એટલે
લંબાઈથી થાય છે. ભાઈ! એક સાથે બધી પર્યાય એમ નથી. એક પછી એક, એક પછી એક, એક
પછી એક (થાય છે) એ આયતવિશેષો (છે). “તેઓ પૂર્વે જ (૯૩મી ગાથાની ટીકામાં) કહેલા
ચાર પ્રકારના છે.” લ્યો! પર્યાયો કીધા’ તા ને...! સમાનજાતીય દ્રવ્યપર્યાય, અસમાનજાતીય
દ્રવ્યપર્યાય અને ગુણપર્યાયો - સ્વભાવપર્યાય ને વિભાવ પર્યાય (એમ ચાર પ્રકારના પર્યાયો છે).
આહા... હા!
લક્ષણભેદ હોવા છતાં. શું કીધું? ઉત્પાદ - વ્યય - ને ધ્રુવ તે લક્ષણ છે અને ગુણ - પર્યાય તે લક્ષણ
છે. અને દ્રવ્ય તે, તેનું લક્ષ્ય છે. એ લક્ષ્યને લક્ષણનો ભેદ હોવા છતાં “સ્વરૂપભેદ નથી” એમાં
પ્રદેશભેદ નથી, એ કાંઈ જુદા નથી. એક પરમાણુના ભેદથી જેમ બીજો પરમાણુ જુદો છે, એક
આત્માથી (બીજો આત્મા જુદો છે) એવું જુદાપણું આ ત્રણમાં (ઉત્પાદ- વ્યય-ધ્રુવ અથવા ગુણ-
પર્યાય) માં જુદાપણું (દ્રવ્યને) નથી. એના પ્રદેશો જુદા નથી. આંહી. (અત્યારે એ કહેવું છે હો! વળી
‘સંવર અધિકાર’ ની વાત આવે ત્યારે ઉત્પાદની પર્યાયના પ્રદેશ ક્ષેત્ર ભિન્ન છે એ વળી જુદી વસ્તુ
આહા! ... હા! હા! એ પર્યાય એક સમયની છે તેટલાનું ક્ષેત્ર અને ધ્રુવનું ક્ષેત્ર, બેય જુદા જુદા ગણ્યા
છે, અહીંયાં એ વાત નથી લેવીં. અહીંયાં તો ફકત ઉત્પાદ- વ્યય-ધ્રુવનું વસ્તુ ને જ દ્રવ્ય છે. લક્ષ્ય-
લક્ષણભદ હોવા છતાં વસ્તુભેદ નથી. ઉત્પાદ-વ્યય ને ધ્રુવ પોતાના જ પ્રદેશમાં છે. ગુણ ને પર્યાય પણ
પોતાના જ ક્ષેત્રમાં છે, આ... રે... આ ક્ષેત્ર ને પ્રદેશ ને શું આ તે વાત હશે?! બાપુ! ધરમની વાત
એવી ઝીણી છે. આહા.... હા! પંચાણુમી ગાથા હેં! પંચાણુ ગાથા હાલે છે આ...
ગુણ -પર્યાયવાળું છે! હવે એનો દ્રષ્ટાંત કહેશે.