Pravachansar Pravachano (Gujarati). Date: 05-06-1979.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 11 of 44

 

Page 117 of 540
PDF/HTML Page 126 of 549
single page version

ગાથા – ૯૬ પ્રવચનસાર પ્રવચનો ૧૧૭
પ્રવચનઃ તા. પ–૬–૭૯
‘પ્રવચનસાર’. ગાથા - ૯૬
હવે અનુક્રમે અસ્તિત્વ બે પ્રકારનું કહે છેઃ સ્વરૂપ- અસ્તિત્વ અને સાદ્રશ્ય અસ્તિત્વ. તેમાં આ
સ્વરૂપ- અસ્તિત્વનું કથન છેઃ-
सव्भावो हि सहावो गुणेहिं सगपज्जएहिं चित्तेहिं।
दव्वस्स सव्वकालं उतदव्वयधुवत्तेहिं ।। ९६।।
ઉત્પાદ–ધ્રૌવ્ય – વિનાશથી, ગુણ ને વિવિધ પર્યાયથી;
અસ્તિત્વ દ્રવ્યનું સર્વદા જે, તેહ દ્રવ્યસ્વભાવ છે. ૯૬.
ગાથા. ૯૬
અન્વયાર્થઃ– [सर्वकालं] સર્વ કાળે [गुणैः] ગુણો તથા [चित्रैः स्वकपर्ययेः] અનેક પ્રકાર
પોતાના પર્યાયો વડે [उत्पादव्ययध्रुवत्वैः] તેમ જ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વડે [द्रव्यस्य सद्भावः] દ્રવ્યનું
જે અસ્તિત્વ [हि] તે ખરેખર (स्वभाव) સ્વભાવ છે.
(ટીકાઃ–) “અસ્તિત્વ ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે.” શું કહે છે? અસ્તિત્વ ખરેખર દરેક દ્રવ્યનો
સ્વભાવ છે. દરેક આત્મા, દરેક પરમાણુ, ભગવાને (વિશ્વમાં) છ દ્રવ્ય જોયાં છે. છ દ્રવ્ય (ક્યાં?) આત્મા,
પુદ્ગલ, ધર્માસ્તિ (કાય), અધર્માસ્તિ (કાય), આકાશ ને કાળ. એ દરેક દ્રવ્ય, એનું અસ્તિત્વ એટલે
હોવાપણું “ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે” દ્રવ્ય સ્વભાવવાન છે અને અસ્તિત્વ એનો સ્વભાવ છે.
આહા... હા! આત્મા... એનું અસ્તિત્વ.... હોવાપણું એનો સ્વભાવ છે. અને આત્મા સ્વભાવવાન છે.
આત્માનું હોવાપણું પોતાના ગુણ અને પર્યાયથી છે. પરદ્રવ્યને કારણે, આત્માનું હોવાપણું નથી.
આહા...! આ, આત્મા છે અંદર, સચ્ચિદાનંદ પ્રભુ! એનું હોવાપણું - અર્થાત્ અસ્તિત્વ એ એનો
સ્વભાવ છે. (દરેક) દ્રવ્યનું હોવાપણું (એટલે) અસ્તિત્વ એ દ્રવ્યનો સ્વભાવ છે. અને દ્રવ્ય છે એ
સ્વભાવવાન છે. આહા... હા! ઝીણી વાત છે થોડી.
‘પ્રવચનસાર’ છે આ. ભગવાનની દિવ્યધ્વનિ (છે) પ્રવચનસાર, કુંદકુંદાચાર્ય (નું પ્રાભૃત છે)
“અસ્તિત્વ ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે.” “અને તે (અસ્તિત્વ) અન્ય સાધનથી નિરપેક્ષ હોવાને
લીધે” .
આહા.. હા! આત્માનું હોવાપણું ને આ (શરીરના) પરમાણુ છે. આ એક ચીજ નથી.
(તેના) ટુકડા કરતાં, કરતાં આખરનો છેલ્લો પરમાણુ રહે એ પણ દ્રવ્ય છે. એ દ્રવ્ય પણ પોતાના
અસ્તિત્વથી છે. બીજાના અસ્તિત્વથી, તેનું અસ્તિત્વ છે એમ નથી. આહા... હા! દરેક રજકણ કે દરેક
કર્મનો પરમાણુ, એ પોતાના અસ્તિત્વથી છે. ‘આત્મા છે’ એ તેના અસ્તિત્વથી તે આત્મા છે. પણ
એના અસ્તિત્વથી કર્મનું

Page 118 of 540
PDF/HTML Page 127 of 549
single page version

ગાથા – ૯૬ પ્રવચનસાર પ્રવચનો ૧૧૮
અસ્તિત્વ છે, એમ નથી આહા..! આ શરીરનું હોવાપણું છે, શરીર પરમાણુનો પિંડ (છે). એનું
અસ્તિત્વ છે, એ પરમાણુનો એનો સ્વભાવ છે કે આનું હોવાપણું આત્માને લઈને નથી. આહા... હા.!
અંદર આત્મા જે છે તેનું હોવાપણું, તેનું અસ્તિત્વ, તેના દ્રવ્યનો સ્વભાવ છે. આ શરીરાદિ એ જડ છે.
એનું હોવાપણું - અસ્તિત્વ, તે પરમાણુનો સ્વભાવ છે. આનું (શરીરનું) હોવાપણું આત્માને લઈને છે
અને આના (શરીરના) હોવાપણાથી આત્માથી હયાતી છે, એમ નથી. આહા... હા! ઝીણી વાત છે.
‘અનાદિ–અનંત હોવાથી તથા અહેતુક એકરૂપ વૃત્તિએ સદાય પ્રવર્તતું હોવાને લીધે”
આત્મા અને પરમાણુ (આદિ) ભગવાને છ દ્રવ્ય જોયાં. એ દરેકનું હોવાપણું અનાદિ- અનંત (છે).
આહા...! ‘છે’ એને આદિ શી ને ‘છે’ એનો અંત શું? દરેક પરમાણુ ને દરેક આત્મા, અનાદિ-
અનંત પોતાથી છે.
“અહેતુક એકરૂપ વૃત્તિએ’ છે? અકારણ છે. આત્મા ‘છે’ તેમાં અસ્તિત્વનું કોઈ
કારણ નથી. કોઈ કર્તા છે નહિં. કોઈ ઈશ્વર-ઈશ્વર કર્તા છે નહિં. અને બીજું દ્રવ્ય પણ તેનું કારણ
નથી. આહા... હા! આત્માનું હોવાપણું ને પરમાણુનું હોવાપણું, પોતાના અસ્તિત્વથી તે દ્રવ્ય છે.
બીજાના અસ્તિત્વથી - હયાતીથી બીજું દ્રવ્ય છે, એમ નથી. આહા... હા! છે? ‘અહેતુ એક રૂપ
વૃત્તિએ’ વૃત્તિ - = વર્તન; વર્તવું તે; પરિણતિ. અકારણિક એકરૂપ પરિણતિએ સદાકાળ પરિણમતું
હોવાથી અસ્તિત્વ વિભાવધર્મથી જુદા લક્ષણવાળુ છે. શું કહે છે? જે આત્મા છે, શરીર છે, કર્મ છે એમ
અનંત પરમાણુઓ છે, અનંત આત્માઓ છે. (એ બધા) પોતપોતાના અસ્તિત્વ સ્વભાવથી પરિણમે
છે. એનું પરિણમન કોઈ પરને કારણે થાય છે. (એમ નથી).
“અહેતુક એકરૂપ વૃત્તિએ સદાય
પ્રવર્તતું હોવાને લીધે વિભાવધર્મથી વિલક્ષણ હોવાથી” . આત્મા પણ સત્તા-અસ્તિત્વ, એ અનાદિ -
અનંત એનું અસ્તિત્વ છે. અને તે અનાદિ-અનંત, એનું જે પરિણમન છે એ સ્વતઃ છે અસ્તિત્વગુણનું
પરિણમન, પર્યાય (સ્વતઃ છે). ‘અસ્તિત્વ’ ગુણ છે. આત્મા તેનો ધરનાર અસ્તિત્વવાન છે. અને એ
અસ્તિત્વગુણની પર્યાય, પોતાથી સ્વતઃ થાય છે. અસ્તિત્વનું હોવાપણું પોતાથી પરિણમે છે. બીજાના
કારણે પરિણમે છે, એમ છે નહીં, ઝીણી વાતું છે ભગવાન!
(કહે છે) આ તો ‘પ્રવચનસાર’ જ્ઞેય અધિકાર છે! જગતના ‘જ્ઞેયો’ અનંત જે છે. એ અનંત
‘જ્ઞેયો’ નું અસ્તિત્વ જે છે, એ અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વભાવ છે. એનું હોવાપણું દ્રવ્યનો સ્વભાવ છે.
એનું હોવાપણું પરને કારણે છે, એમ નથી. આ... હા... હા!!
“એકરૂપ વૃત્તિએ સદાય પ્રવર્તતું હોવાને
લીધે વિભાવધર્મથી વિલક્ષણ” છે. શું કહે છે? ‘છે’ ... ‘છે’ એવો અસ્તિત્વ સ્વભાવ, એમાં
વિભાવધર્મ નથી. આહા..! પણ ‘છે’ એમાં વિભાવધર્મ છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ છે એમાં એનો
વિભાવ હોય અસ્તિત્વ ‘છે’ એવો દ્રવ્યનો સ્વભાવ, (એની) પરિણતિમાં વિભાવધર્મ હોતો નથી.
અસ્તિત્વ નામ સત્તાગુણ જે છે, તેમાં વિભાવધર્મ હોતો નથી. સમજાય છે કાંઈ? અહા... હા! આ
આત્મામાં અસ્તિત્વગુણ છે. એ દ્રવ્યનો સ્વભાવ છે. અને એ અસ્તિત્વનું પરિણમન થાય, પર્યાય થાય,
- અસ્તિત્વ સ્વભાવ, સ્વભાવાન દ્રવ્ય, અને એનું પરિણમન પર્યાય - પણ એનું પરિણમન
વિભાવરૂપે કોઈ દી’ હોય નહીં. અસ્તિત્વગુણનું વિભાવરૂપે પરિણમન ન હોય. ‘છે’ એનું વિભાવિક
પરિણમન એટલે? ‘છે’ એનું ‘નથી’ નું પરિણમન? આહા... હા! ઝીણી વાત છે ભાઈ! વીતરાગ
મારગ! તત્ત્વજ્ઞાન બહુ ઝીણું છે!
અહીંયાં તો હજી આગળ ત્યાં સુધી કહેશે કે જુઓ, “ભાવ અને ભાવવાનપણાને લીધે અનેકપણું

Page 119 of 540
PDF/HTML Page 128 of 549
single page version

ગાથા – ૯૬ પ્રવચનસાર પ્રવચનો ૧૧૯
હોવા છતાં”. અસ્તિત્વ છે આત્મા ભગવાન! આ પરમાણુંનું પણ અસ્તિત્વ છે, જડનું કર્મનું પણ
અસ્તિત્વ છે કર્મમાં. કોઈના અસ્તિત્વને કારણે કોઈનું અસ્તિત્વ છે, એમ નહીં. પોતાના અસ્તિત્વને
કારણે પોતાનો દ્રવ્ય સ્વભાવ છે. અને તે અસ્તિત્વ ગુણ જ્યારે પરિણમે છે, ત્યારે પરિણમે છે તો
હીણાપણે પરિણમે છે એનો અર્થ શું? વિભાવરૂપે પરિણમે? ‘છે’ એટલે છે રૂપે પરિણમે છે. પરિપૂર્ણ
છએ દ્રવ્ય પરિણમે છે. આહા.. હા!
‘વિભાવધર્મથી વિલક્ષણ હોવાથી, ભાવ અને ભાવવાનપણાને
લીધે અનેક પણું હોવા છતાં” અસ્તિત્વ (ગુણ) અને અસ્તિત્વનું ધરનાર દ્રવ્ય, એમ અનેકપણું હોવા
છતાં વસ્તુ અનેક નથી.
“પ્રદેશભેદ નહિ હોવાના કારણે” પ્રદેશભેદ નથી. અસ્તિત્વગુણના પ્રદેશ જુદા
અને દ્રવ્યના પ્રદેશ જુદા, એમ નથી અસ્તિત્વ (ગુણના) અને આત્માના પ્રદેશ એક જ છે. આહા... હા!
ઝીણી વાત છે ભાઈ! આ ગાથા જ બધી ઝીણી છે!
“દ્રવ્યની સાથે એકપણું ધરતું” વસ્તુ છે- આત્મા
ને પરમાણુ સાથે તેના હોવાપણાને ગુણ, દ્રવ્યની સાથે એકત્વપણું ધરતું ‘દ્રવ્યનો સ્વભાવ જ કેમ ન
હોય? (જરૂર હોય.) એ તો એનો સ્વભાવ જ છે. પરમાણુનો પણ અસ્તિત્વ, એનો સ્વભાવ છે.
આત્માનો પણ અસ્તિત્વ, એનો સ્વભાવ છે. આહા... હા... હા
“તે અસ્તિત્વ – જેમ ભિન્ન ભિન્ન દ્રવ્યોને
વિષે પ્રત્યેકમાં સમાપ્ત થઈ જાય છે” શું કહે છે? અસ્તિત્વ નામનો જે ગુણ છે, તે પ્રત્યેક દ્રવ્યમાં સમાપ્ત
થઈ જાય છે. એક એક ગુણ અસ્તિત્વ, ત્યાં દરેક દ્રવ્યમાં સમાપ્ત થઈ જાય છે. તેમ અસ્તિત્વ ગુણ
પોતાના”
“દ્રવ્ય–ગુણ–પર્યાયને વિષે પ્રત્યેકમાં સમાપ્ત થઈ જતું નથી.” તે અસ્તિત્ગુણ દ્રવ્યમાં પણ રહે
છે, ગુણમાં પણ રહે છે, પર્યાયમાં પણ રહે છે, એમ નથી. દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે થઈને આખું અસ્તિત્વ
છે. આહા..! શું કહ્યું? આ તો ઝીણી વાત છે ભાઈ! સર્વજ્ઞ પરમાત્મા, જિનેશ્વરદેવ, જેને ત્રણ કાળ,
ત્રણ લોકનું જ્ઞાન (વર્તે છે). અને તે ભગવાન કુંદકુંદાચાર્ય બે હજાર વર્ષ પહેલાં ભગવાન પાસે ગયા
હતા. સીમંધર ભગવાન પરમાત્મા બિરાજે છે મહાવિદેહમાં, ત્યાં ગયા હતા, આઠ દી’ ત્યાં રહ્યા હતા.
ત્યાંથી (આવીને) આ (શાસ્ત્ર) બનાવ્યું છે. આહા... હા! એની ઘણાને શંકા છે, કે મહાવિદેહમાં ગયા
હતા તે અવિશ્વસનીય છે. (પણ) પાઠ છે શાસ્ત્રમાં “પંચાસ્તિકાય’ ની ટીકા છે એમાં પાઠ છે.
‘દર્શનસાર’ દેવસેન આચાર્યે કરેલું છે એમાં પાઠ છે. બાકી ‘અષ્ટપાહુડ’ છેલ્લે સમાપ્ત કર્યું ત્યાં પણ પાઠ
છે. કુંદકુંદાચાર્ય ભગવાન પાસે ગયા હતા. સમજાણું કાંઈ? એ ત્યાં જઈ આઠ દી’ રહ્યા હતા. દિગંબર
સંત! આઠ દી’ પછી અહીં આવ્યા પછી આ શાસ્ત્ર બનાવ્યું. એ શાસ્ત્ર બનાવ્યાંને બે હજાર વર્ષ થયાં,
પછી એક હજાર વર્ષે અમૃતચંદ્રાચાર્ય થયા. (મૂળગાથા) કુંદકુદાચાર્યની અને અમૃતચંદ્રાચાર્યની આ ટીકા
છે. આહા... હા! દિગંબર સંતોની આ વાત છે બધી. એવી વાત બીજે ક્યાંય છે નહીં.
આહા... હા! અસ્તિત્વ જે છે. જેમ દરેક દ્રવ્યનું હોવાપણું તેના દ્રવ્યમાં સમાઈ જાય છે. પૂરેપુરું
એમ આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં એક એક દ્રવ્યમાં એ અસ્તિત્વ (ગુણ) દ્રવ્યમાં પૂરણ, ગુણમાં
પૂરણ, પર્યાયમાં પૂરણ, એમ નથી. ત્રણે થઈને અસ્તિત્વ એક છે. છે એમાં જુઓને!
“તે અસ્તિત્વ
જેમ ભિન્ન ભિન્ન દ્રવ્યોને વિષે પ્રત્યેકમાં સમાપ્ત થઈ જાય છે તેમ – દ્રવ્ય–ગુણ–પર્યાયને વિષે પ્રત્યેકમાં
સમાપ્ત થઈ જતું નથી.”
આહા... હા... હા! “કારણ કે તેમની સિદ્ધિ પરસ્પર થતી હોવાથી” દ્રવ્યની
સિદ્ધિ ગુણ પર્યાયથી અને ગુણ-પર્યાયની સિદ્ધિ દ્રવ્યથી (થતી હોવાથી)
(અર્થાત્ દ્રવ્ય, ગુણ અને
પર્યાય એકબીજાથી

Page 120 of 540
PDF/HTML Page 129 of 549
single page version

ગાથા – ૯૬ પ્રવચનસાર પ્રવચનો ૧૨૦
પરસ્પર સિદ્ધ થતાં હોવાથી – એક ન હોય તો બીજાં બે પણ સિદ્ધ નહિ થતાં હોવાથી) આહા... હા! શું
કહે છે? દરેક આત્મા ને દરેક પરમાણુ એની જે વર્તમાન પર્યાય છે, એની સિદ્ધિ તેના દ્રવ્યને લઈને છે,
એ પર્યાયની ઉત્પત્તિ તેના દ્રવ્યને લઈને છે. બીજા દ્રવ્યને લઈને તેની ઉત્પત્તિ (છે) એમ ત્રણ કાળમાં
છે નહીં. આહા..! (શ્રોતાઃ) ત્યારે કામ કરવું નહીં ને! (ઉત્તરઃ) કામ કરી શકતો નથી. કામ કરી
શકતો નથી. કામ શું કરે...? ઘડાની ઉત્પત્તિમાં માટી પોતે ઉત્પત્તિનું કારણ છે. એની ઉત્પત્તિમાં કુંભાર
કારણ છે, એમ નથી. આહા... હા... હા! (શ્રોતાઃ) નિમિત્ત કારણ તો છે...! (ઉત્તરઃ) નિમિત્ત! ભલે
હો, હો તે કોણ ના પાડે છે. પણ એનાથી (ઘડો) ઉત્પન્ન થતો નથી. નિમિત્ત હો! અહીંયાં એ તો સિદ્ધ
કરે છે. કે દ્રરેક દ્રવ્યમાં તેનું અસ્તિત્વ પૂરું સમાઈ જાય છે. એમ એક-એક દ્રવ્યના દ્રવ્ય- ગુણ -
પર્યાયમાં (જુદું - જુદું) અસ્તિત્વ સમાઈ જાય છે, એમ નથી એ ત્રણ (દ્રવ્ય-ગુણ-પર્યાય) થઈને એક
અસ્તિત્વ છે. આવી વાતું છે ભાઈ! ભગવાનની વાણી છે આ તો. આહા... હા! એ દિગંબર સંત!
આચાર્યે ત્યાંથી આવીને આ બનાવી છે બાપુ! એવી વાત ક્યાંય, બીજે છે નહીં. આહા.. હા!
(અહીંયાં કહે છે કેઃ) તે અસ્તિત્વ– જેમ ભિન્ન ભિન્ન દ્રવ્યોને વિષે પ્રત્યેકમાં સમાપ્ત થઈ જાય
છે તેમ – દ્રવ્ય–ગુણ–પર્યાયને વિષે પ્રત્યેકમાં સમાપ્ત થઈ જતું નથી, કારણ કે તેમની સિદ્ધિ પરસ્પર
થતી હોવાથી” .
આત્માનું દ્રવ્ય, તેના ગુણ-પર્યાયથી, (તેની) સિદ્ધિ થાય છે. ગુણ-પર્યાયની સિદ્ધિ
તેના દ્રવ્યથી થાય છે. સિદ્ધિ એટલે સાબિત થાય છે. આહા.. હા! આ શરીર છે, રજકણો. એમાં
અસ્તિત્વ ગુણ છે. અને અહીંયાં પર્યાયે અસ્તિત્વની આ. (તો) ગુણ ને પર્યાયમાં એક - એકમાં
આનું અસ્તિત્વ પૂરું થતું નથી. એ દ્રવ્ય-ગુણ - પર્યાય થઈને એનું અસ્તિત્વ એક છે. છે? અને તેના
દ્રવ્ય-ગુણ-પર્યાયમાં અસ્તિત્વનું ગુણ પર્યાયમાં તેના દ્રવ્ની સિદ્ધિ છે અને દ્રવ્યને લઈને ગુણ-પર્યાયની
સિદ્ધિ છે. સમજાય છે? દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. કોઈોઈ (દ્રવ્યને) કોઈ (બીજું દ્રવ્ય) કરે એવું ત્રણ
કાળમાં નથી. આહા... હા!!
આ શરીર જે ચાલે છે આમ, એ એના અસ્તિત્વ ગુણની પર્યાયથી આમ - આમ ચાલે છે. એ
આત્માથી ચાલે છે શરીર આમ, ત્રણ કાળમાં નથી, લોકોને તત્ત્વ ભિન્ન ભિન્ન છે એની શ્રદ્ધાની ખબર
નથી. ખીચડો કરે. એક તત્ત્વ બીજા તત્ત્વનું આમ કરે ને...! બીજું તત્ત્વ આમ કરે ને...! આહા... હા!
અહીંયાં તો એમ કહે છે કેઃ ‘તેની સિદ્ધિ’ એટલે દ્રવ્ય - ગુણ પર્યાયની સિદ્ધિ -દરેક વસ્તુ -
દ્રવ્ય એટલે કાયમી પદાર્થ, ગુણ એટલે એની શક્તિ, પર્યાય એટલે એની અવસ્થા. એની સિદ્ધિ
પરસ્પર થતી હોવાથી - (એટલે) ગુણ-પર્યાયને લઈને દ્રવ્યની સિદ્ધિ ને દ્રવ્યને લઈને ગુણ-
પર્યાયની સિદ્ધિ (થાય છે). એમની સિદ્ધિને માટે કોઈ પરદ્રવ્યની સિદ્ધિની જરૂર છે, એમ છે નહીં.
આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયની સિદ્ધિ
“એકબીજાથી પરસ્પર સિદ્ધ થતાં હોવાથી’ આત્મ દ્રવ્યથી તેના
ગુણ, પર્યાયની સિદ્ધિ અને ગુણ, પર્યાયથી આત્મદ્રવ્યની સિદ્ધિ પણ શરીરના દ્રવ્ય-ગુણ- પર્યાયની
સિદ્ધિથી આત્માના દ્રવ્ય-ગુણ - પર્યાયની સિદ્ધિ, એમ નથી
(શ્રોતાઃ) નાડી બધ થઈ જાય છે ત્યારે
જીવ જાય છે.! (ઉત્તરઃ) એની મેળાએ જાય છે. એ પર્યાય જાય કોણ? એ પર્યાય છે જડની. નાડી
હાલે છે એ જડની પર્યાય છે. એ નાડી બંધ થાય એ તો જડની દશા છે. (શ્રોતાઃ) પણ જીવ વયો
ગ્યો છે..! (ઉત્તરઃ) વયો ગ્યો! જાય ક્યાં? એ પોતાનું અસ્તિત્વ દ્રવ્ય-ગુણ-પર્યાય રાખીને અહીંથી
ખસી ગ્યો છે. એની પોતાની પર્યાયને સિદ્ધ કરે છે દ્રવ્ય. એ આને લઈને

Page 121 of 540
PDF/HTML Page 130 of 549
single page version

ગાથા – ૯૬ પ્રવચનસાર પ્રવચનો ૧૨૧
પર્યાય થઈ છે આમથી, એમ નથી. શરીર છૂટયું માટે આત્મા નીકળી ગ્યો એમ નથી. એ (જીવની)
નીકળવાની પર્યાયની સિદ્ધિ તેના દ્રવ્યથી થાય છે. નીકળવાની પર્યાયની સિદ્ધિ શરીરના આયુષ્ય
(કર્મ) થી થતી નથી. આ... રે... આ! આ આયુષ્ય આનું પૂરણ થઈ ગ્યું માટે આત્મા એમાંથી
નીકળ્‌યો, એમ નથી. એ આત્મા એમાંથી નીકળ્‌યો, એ નીકળવાની પર્યાય આત્માની એ એના દ્રવ્યને
લઈને છે. એના કર્તા-કરણ એ દ્રવ્ય છે એ આયુષ્ય લઈને આત્મા (શરીર) અંદર રહે છે, એમ નથી.
ઝીણી વાત છે ભાઈ! (અત્યારે તો) તત્ત્વની વાત જ આખી ગૂમ થઈ ગઈ છે. બહારના ક્રિયાકાંડમાં
જોડાઈ ગ્યા તત્ત્વ શું છે? (સમજણ વિના) ખીચડો કરી નાખ્યો!! આહા.. હા!
(શ્રોતાઃ) આમ તો
ખીચડો બહુ મીઠો લાગે...! (ઉત્તરઃ) ખીચડામાં કાંકરા નાંખે તો ખીચડો સારો ન લાગે. એમ એક
દ્રવ્યને બીજા દ્રવ્યમાં ભેળવે, એ સારો ન લાગે! ખીચડો છે, મિથ્યાત્વ છે. આહા... હા.. હા!
“દ્રવ્ય–ગુણ અને પર્યાય એકબીજાથી પરસ્પર સિદ્ધ થતાં હોવાથી – એક ન હોય તો, બીજાં બે
પણ સિદ્ધ નહિ થતાં હોવાથી” એક ન હોય, તો બીજાં બે ન હોય. દ્રવ્ય ન હોય તો ગુણ, પર્યાય ન
હોય. ગુણ, પર્યાય ન હોય તો દ્રવ્ય ન હોય. બીજું દ્રવ્ય ન હોય તો, આના ગુણ, પર્યાય ન હોય અમ
નહીં. આહા...! દરેક દ્રવ્યની પર્યાય, એના દ્રવ્યથી છે. એની પર્યાય પરથી નથી. આહા... હા... હા!
આત્મામાં જે રાગદ્વેષની પર્યાંય થાય, એ પર્યાય ને ગુણ દ્રવ્યની સિદ્ધિ કરે છે. અને એ દ્રવ્ય છે એની
સિદ્ધિ (એના) ગુણ, પર્યાયથી છે. એ રાગદ્વેષ કર્મને લઈને થ્યા છે. એમ છે નહીં. આહા... હા! એ
રાગ ને દ્વેષની પર્યાય (એટલે) ચારિત્રગુણની વિપરીત પર્યાય, એ પર્યાય ને ગુણ દ્રવ્યની સિદ્ધિ કરે
છે કે ‘આ આત્મા છે’ અને એ આત્મા તે ગુણ ને પર્યાયની સિદ્ધિ કરે છે તેને લઈને આત્મા છે.
આહા... હા... હા! આત્મામાં જે વિકાર થાય, એ કર્મને લઈને વિકાર થાય, એમ નથી. એને નથી.
એને લઈને વિકારની પર્યાય નથી (થઈ). વિકારની પર્યાયને ગુણથી તો દ્રવ્યની સિદ્ધિ છે. દ્રવ્યને
લઈને ગુણ, પર્યાયની સિદ્ધિ છે. આહા... હા.. હા! આકરું કામ!! આ તો કર્મને લઈને વિકાર થાય,
કર્મને લઈને વિકાર થાય... મારી નાખ્યા જગતને! (શ્રોતાઃ) નાનપણથી જ એવું શીખ્યા’ તા
(ઉત્તરઃ) નાનપણથી શીખ્યા’ તા વાત સાચી છે. આંહી નાનપણથી (આવું) શીખ્યા છીએ,
એકોતેરથી કે કર્મથી વિકાર ન થાય. ચોસઠ વરસ પહેલાં.
(કહે છેઃ) દરેક દ્રવ્યની વિકૃત અવસ્થા, એનું હોવાપણું, એની સિદ્ધિ, એના દ્રવ્યને લઈને છે.
અને વિકારની પર્યાયની સિદ્ધિ દ્રવ્યને લઈને છે. એની સિદ્ધિ થી દ્રવ્યની સિદ્ધિ અને દ્રવ્યની સિદ્ધિથી
પર્યાયની સિદ્ધિ (થાય છે.) પણ પર્યાયમાં વિકાર છે માટે એની સિદ્ધિ, કર્મને લઈને છે, એમ નથી.
આરે... આ! આકરું કામ ભારે! સમજાય છે? ભાષા તો સાદી પણ ભાઈ! ભાવ તો... આહા...!
વીતરાગના!ાહા.. હા... હાહા! હજી તો, બહુ આજે આવશે. બે પણ નથી
‘એક ન હોય તો બીજા બે
પણ સિદ્ધ નહિ થતાં હોવાથી) તેમનું અસ્તિત્વ એક જ છે; સુવર્ણની જેમ.”
આહા... હા! “જેમ દ્રવ્યે, ક્ષેત્રે, કાળે કે ભાવે સુવર્ણથી જેઓ પૃથક જોવામાં આવતા નથી.”
જેમ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી કે ભાવથી સુવર્ણથી જેઓ જુદા જોવામાં આવતા નથી. છે? જેઓ એટલે
પીળાશ આદિ ગુણો. અને કુંડળ આદિ પર્યાય. એ દ્રવ્ય, ક્ષ્ેત્ર, કાળ, ભાવ, સુવર્ણથી જુદા જોવામાં
આવતા નથી.
“કર્તા–કરણ – અધિકરણરૂપે પીળાશ આદિગુણોના અને કુંડળાદિપર્યાયોના સ્વરૂપને
ધારણ કરીને.”

Page 122 of 540
PDF/HTML Page 131 of 549
single page version

ગાથા – ૯૬ પ્રવચનસાર પ્રવચનો ૧૨૨
આહા... હા! શું કહે છે? એ કુંડળ આદિ જે પર્યાય થાય છે, તેનો કર્તા એ સુવર્ણ છે. એ કુંડળ આદિ
પર્યાય થાય છે. એનું કરણ - સાધન સુવર્ણ (જ) છે. એનો કર્તા સોની છે અને હથોડો (એરણ
આદિ) સાધન છે, એમ નથી. આરે..! આવી વાત છે. શું કહ્યું? જુઓ, “જેમ દ્રવ્યે, ક્ષેત્રે, કાળે કે
ભાવે સુવર્ણથી જેઓ (જેઓ) એટલે પીળાશ આદિ ગુણોને કુંડળ આદિ પર્યાય, પૃથક નથી. કર્તા-
કરણ-અધિકરણરૂપે પીળાશ આદિગુણોના” આહા... હા... હા! એ સોનું જે છે. આ માટી લ્યો ને...!
એમાં જે ઘડો થાય છે તે પર્યાય છે. અને એમાં જે વર્ણ, ગંધ રસ, સ્પર્શ છે એ ગુણો છે. તો એ ગુણ
અને પર્યાયની કર્તા માટી છે. આહા... હા! એ ઘડાની પર્યાય, ને વર્ણ, રસ ગંધ, સ્પર્શ એના ગુણ,
એનો કર્તા દ્રવ્ય છે. માટી-દ્રવ્ય કર્તા છે. કુંભાર નહીં. આહા. હા! આહા... હા.. હા! આ ગાથાઓ તો
ઊંચી છે! ‘કર્તા-કરણ-અધિકરણ’ જોયું, પીળાશ આદિ ગુણો સોનાના અને કુંડળ આદિ પર્યાય, એનો
કર્તા સોનું, એનું સાધન સોનું, એનો આધાર સોનું (છે). એ કુંડળ આદિ પર્યાય થઈ, (તેમાં) હેઠે
એરણ છે ને એરણ લોઢાની, એને આધારે (કુંડળાદિપર્યાય) થઈ, એમ નથી. એમ કહે છે. આહા..
હા.. હા..!
(કહે છે કેઃ) કુંડળ આદિ પર્યાય, તેનો કર્તા, કરણ અને આધાર તેનું દ્રવ્ય, સોનું છે. સોનું તે
પીળાશ આદિ ગુણો ને (કુંડળાદિ પર્યાયોનો) કર્તા-કરણ એટલે સાધન અને અધિકરણ એટલે આધાર
છે. એ કુંડળ આદિની પર્યાયનો કર્તા, સોની ને હથોડો આદિ છે, એમ નથી. આહા.. હા! (શ્રોતાઃ)
નાનપણથી તો આવું શીખ્યા નથી..!
(ઉત્તરઃ) નાનપણમાં તો આવું ક્યાંથી? વકીલાત લેવા સાટુ તો
ભણ્યાં’ તા, એ ભણવામાં વકીલાત કરી ને વકીલાતમાં પછી બીજાને જીતાડયા ને! સગામાં -, એવા
અભિમાન કર્યાં! કાં’ ભાઈ! આ તો એમનો દાખલો આપ્યો (શ્રોતાઃ) બધાને લાગુ પડે છે.
(ઉત્તરઃ) હા...હા...હા! દુકાનમાં ને દુકાન ઉપર બેસે ત્યારે શું (કરે?) એ આત્મા છે એ તો પોતાનો
કર્તા છે. એ દુકાને બેઠા-બેઠા બહારનો પૈસો લીધો કે દીધો તેનો આત્મા કર્તા છે જ નહીં... અરે...
રે...! આ કેમ બેસે?! ક્યાં? તત્ત્વની ખબર ન મળે! અને ધર્મ થઈ જાય એને સમકિત! આહા.. હા!
(અહીંયાં કહે છે કેઃ) “પીળાશ આદિ ગુણોના અને કુંડળાદિપર્યાયોના સ્વરૂપને ધારણ
કરીને પ્રવર્તતા” કોણ? “સુવર્ણના અસ્તિત્વ વડે જેમની નિષ્પત્તિ થાય છે” . - સોનું છે એને
લઈને, એ પીળાશ આદિ (ગુણો) અને કુંડળ આદિ (પર્યાયોનો) એ આધાર છે. સોનું છે તે પીળાશ
આદિ ગુણોને કુંડળ આદિનો કર્તા છે. સોનું છે તે પીળાશ આદિ ગુણોનું તથા કુંડળ આદિ પર્યાયોનું
સાધન છે. આહા... હા! એવા પીળાશઆદિ ગુણો અને કુંડળ આદિ પર્યાયોથી સુવર્ણનું અસ્તિત્વ છે.
પીળાશ આદિ ગુણો અને કુંડળ આદિ પર્યાયો, એ તો સુવર્ણનું અસ્તિત્વ છે (એટલે કે) એ સુવર્ણનું
(જ) અસ્તિત્વ છે. એ સુવર્ણનો સ્વભાવ છે. પીળાશઆદિ ગુણોપણે અને કુંડળ આદિપર્યાયોપણે થવું,
એ સુવર્ણનો સ્વભાવ છે. આહા... હા... હા! એ સોનીએ (સોનામાંથી) કુંડળ આદિ પયાર્યો કરી, એ
ભગવાનના માર્ગમાં ત્રણ કાળમાં નથી. અને એમ માનનારને મિથ્યાત્વ છે. એ દ્રવ્ય જે છે સોનુ, (એ
એના ગુણો ને પર્યાયોને કરે છે). એમ રોટી લ્યો, રોટલી - રોટલી, લોટની જે રોટલી, એ રોટલીની
પર્યાયનો કર્તા, સાધન, આધાર આટો (લોટ) છે. એ રોટલીની પર્યાયની કર્તા સ્ત્રી છે એમ વેલણ
(પાટલો) છે એમ’ નથી. આકરું કામ છે!

Page 123 of 540
PDF/HTML Page 132 of 549
single page version

ગાથા – ૯૬ પ્રવચનસાર પ્રવચનો ૧૨૩
(કહે છે કેઃ) “જેમ દ્રવ્યે, ક્ષેત્રે, કાળે કે ભાવે સુવર્ણ” એ પહેલી સુવર્ણની વાત કરી. “–એવા
પીળાશ આદિગુણો અને કુંડળાદિ પર્યાયો વડે જે સુવર્ણનું અસ્તિત્વ છે, તે (સુવર્ણ નો) સ્વભાવ
છે”; તેમ દ્રવ્યે, ક્ષેત્ર, કાળે કે ભાવે દ્રવ્યથી જેઓ પૃથક જોવામાં આવતા નથી. કર્તા–કરણ–
અધિકરણરૂપે
કોણ? દ્રવ્ય ‘એ ગુણ-પર્યાયનું કર્તા દ્રવ્ય, ગુણ-પર્યાયનું સાધન દ્રવ્ય, ને ગુણ -
પર્યાયનો આધાર દ્રવ્ય (છે). આહા.. હા! નવ તત્ત્વ છે, છ દ્રવ્ય છે. પ્રભુ! એ ભિન્ન-ભિન્ન છે. કોઈ
દ્રવ્યની પર્યાય, (બીજા) કોઈ દ્રવ્યથી થાય, એવું અસ્તિત્વ છે નહીં. આહા... હા.. હા! ઝીણી વાત બહુ
સિદ્ધ કરી છે, અમૃતચંદ્રાચાર્યે! “કર્તા–કરણ–અધિકરણરૂપે ગુણોના” . તે દ્રવ્યના ગુણો- (જેમકે)
આત્મા, એના જ્ઞાન, દર્શન, આનંદ આદિ ગુણ અને પર્યાય વર્તમાન- મતિ, શ્રુતિ આદિ - એ ગુણ,
પર્યાયનો કર્તા તે આત્મા છે. એ ગુણ, પર્યાયનું સાધન પણ આત્મા છે, એ ગુણ, પર્યાયનો આધાર
પણ આત્મા છે. આહા... હા.. હા! છે કે નહીં અંદર (લખાણ) જુઓને! આહા... હા! “ગુણોના અને
પર્યાયોના સ્વરૂપને ધારણ કરીને” સોનું - દ્રવ્ય. દરેક દ્રવ્યના ગુણો પોતાના, ત્રિકાળ રહેનારા, અને
વર્તમાન થતી અવસ્થા, તે પર્યાય ને ગુણનો કર્તા-કરણ ને આધારે તે દ્રવ્ય છે. આહા.. હા!
(જુઓ), આ આંગળી છે. તે આમ- આમ (સીધીમાં (વળીને વાંકી) થાય છે. એ પર્યાય છે.
આમ-આમ (વાંકી-સીધી, વાંકી -સીધી) થાય છે ને...! અને એમાં (પરમાણુમાં) વર્ણ, ગંધ, રસ,
સ્પર્શ ગુણો છે. એ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ગુણો અને આ પર્યાય, એનો આધાર એના પરમાણુ છે. આ
આંગળીની પર્યાય આમ- આમ હલે છે, એનો કર્તા એ પરમાણુ છે. આત્મા એનો કર્તા નથી. આહા..
હા! એમ કહે છે, ભગવાન અમૃતચંદ્રાચાર્ય! દિગંબર સંત! કુંદકુંદાચાર્યના (‘પ્રવચનસાર’) ની ટીકા
કરે છે. (કુંદકુંદાચાર્યે તો) ભગવાન (સીમંધરનાથ) પાસે જઈને, પછી શાસ્ત્ર બનાવ્યા. કે પ્રભુ તો
આમ કહે છે ભાઈ! એમ શાસ્ત્રોમાં કહ્યું! આહા... હા... હા.. હા! દાખલા ઘણા મળે, ત્યારે થાય!!
(અહીંયાં કહે છે કેઃ) “પ્રવર્તતા દ્રવ્યના અસ્તિત્વ વડે જેમની નિષ્પત્તિ થાય છે, એવા ગુણો
અને પર્યાયો વડે જે દ્રવ્યનું અસ્તિત્વ છે” લ્યો! છે? એ ગુણો અને અસ્તિત્વ વડે દ્રવ્યનું હોવાપણું છે.
“તે સ્વભાવ છે” તે તેનો સ્વભાવ છે. આ લાકડી છે. એ આમ આમ થાય છે. પડી છે (તે ઊંચી
થઈ) અવસ્થા બદલી તો તેનો કર્તા તેના પરમાણુ છે. એ અવસ્થાનો કર્તા આંગળી નહીં. અને
આત્માની ઈચ્છા (પણ) નહીં. દરેક દ્રવ્ય-વસ્તુ, એના ગુણ અને પર્યાય, એનો કર્તા એનું દ્રવ્ય છે. એ
દ્રવ્ય તેનું કરણ નામ સાધન છે. અને દ્રવ્ય તેનો આધાર છે. પણ એ પર્યાયનું કર્તા બીજું દ્રવ્ય છે,
એમ માનવું તે મિથ્યાત્વ, અજ્ઞાન ને ભ્રમ છે. આહા... હા.. હા! (કૌંસ સુધી આવી ગયું! કૌંસમાં
જુઓ,)
“દ્રવ્યે, ક્ષેત્રે, કાળે કે ભાવે સુવર્ણથી જુદા નહિ જોવામાં આવતા પીળાશાદિક અને
કુંડળાદિકનું અસ્તિત્વ તે સુવર્ણનું જ અસ્તિત્વ છે, કારણ કે પીળાશાદિકના અને કુંડળાદિકના
સ્વરૂપને સુવર્ણ જ ધારણ કરતું હોવાથી” .
એ કુંડળની પર્યાય, કડાની પર્યાય, એને સુવર્ણ ધારણ કરે
છે. આહા... હા! એ પર્યાયનો કર્તા, સુવર્ણ છે. અક્ષર કરે છે આમ અક્ષર. એ અક્ષર છે પરમાણુની
પર્યાય. એ અક્ષરમાં પરમાણુ જે છે. તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ગુણ છે. અને આ અક્ષર છે તે એની
પર્યાય છે. એ ગુણ ને પર્યાય નો કર્તા

Page 124 of 540
PDF/HTML Page 133 of 549
single page version

ગાથા – ૯૬ પ્રવચનસાર પ્રવચનો ૧૨૪
એના પરમાણુ છે. લખનારો (માને કે) હું હાથે અક્ષર લખું છું ને (અક્ષરનો) કર્તા છું, મિથ્યાત્વભાવ
છે. આહા.. હા! છે...? “સુવર્ણના અસ્તિત્વથી જ પીળાશાદિકની અને કુંડળાદિકની નિષ્પત્તિ – સિદ્ધિ
– થાય છે. સુવર્ણ ન હોય તો પીળાશાદિક અને કુંડળાદિક પણ ન હોય; તેવી રીતે” દ્રવ્યે, ક્ષેત્રે, કાળે
કે ભાવે દ્રવ્યથી જુદા નહિ જોવામાં આવતા ગુણો અને પર્યાયોનું અસ્તિત્વ તે દ્રવ્યનું જ અસ્તિત્વ
છે.”
વસ્તુથી જુદા ગુણો (અને) પર્યાયો જોવામાં આવતા નથી. તેના ગુણો કાયમ રહેનારા અને
વર્તમાન પર્યાય, તેનો આધાર ને કર્તા તો દ્રવ્ય છે. આહા... હા... હા! અહીંયાં તો કહે છે કે પરની
દયા હું પાળી શકું છું એ વાત (માન્યતા) મિથ્તાત્વ છે. કેમકે પરની પર્યાય છે ને પરનો ગુણ છે એ
તો (એના) દ્રવ્યને કારણે છે. એ (જીવ) બચ્યો છે એ પર્યાય, એના દ્રવ્યને કારણે છે. આ કહે કે મેં
એને બચાવ્યો. એવી જે પરની પર્યાય મેં કરી, એ માન્યતા તદ્ન મિથ્યાદ્રષ્ટિની છે!! અહા... હા.. હા..
હા! આવું છે.
પાંચ, પચાસ હજાર રૂપિયા દાનમાં દીધા. તો કહે છે કે નોટ જે છે પરમાણુ એમાં, એને લઈે
પર્યાય આમ (નોટ) ગઈ છે. એ પર્યાયનો - જવાનો આમ આધાર એના પરમાણુ છે. બીજો માણસ
કહે કે મેં આ પૈસા આપ્યા. એ તદ્ન ભ્રમને અજ્ઞાન છે. કો’ આવું છે!
“કારણ કે ગુણો અને
પર્યાયોના સ્વરૂપને દ્રવ્ય જ ધારણ કરતું હોવાથી” જોંવસ્તુ - દ્રવ્ય ન હોય તો તેના ગુણ, પર્યાયો ન
હોય, દ્રવ્યના અસ્તિત્વથી જ ગુણોની અને પર્યાયોની નિષ્પત્તિ થાય છે, દ્રવ્ય ન હોય તો ગુણો અને
પર્યાયો ન હોય. આવું અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વભાવ છે.
આહા... હા.. હા!
(હવે કહે છે કેઃ) “અથવા, જેમ દ્રવ્યે, ક્ષેત્રે, કાળે કે ભાવે પીળાશ આદિ ગુણોથી અને
કુંડળાદિ પર્યાયોથી જે પૃથક જોવામાં આવતું નથી, કર્તા – કરણ– અધિકરણરૂપે સુવર્ણના સ્વરૂપને
ધારણ કરીને” .
આહા... હા... હા! (શ્રોતાઃ) વળી ગુણ, પર્યાયથી સુવર્ણ કીધું ને..! (ઉત્તરઃ) હેં!
ગુણ, પર્યાયથી (જ) સુવર્ણ છે. ગુણ, પર્યાય ખરેખર સુવર્ણના કર્તા છે. આહા...! ઝીણી વાત છે. દ્રવ્ય
પોતાના ગુણ, પર્યાયનો કર્તા- કરણ ને સાધન (છે) એમ ગુણ, પર્યાય દ્રવ્યના કર્તા-કરણ અને
અધિકરણ છે. અરેરે! આવી વાત ક્યાં? ‘ભેદજ્ઞાન’ ની વાત છે આ તો પ્રભુ! પ્રત્યેક પદાર્થ અપની
પર્યાયસે પરિણમતે હૈ. એ પર્યાયનો આધાર, તેનું ‘દ્રવ્ય’ છે. એ પર્યાય, બીજું દ્રવ્ય કરે, ત્રણ કાળમાં
બનતું નથી. આહા... હા! આવું! વાત!! શું કહે છે?
“જેમ દ્રવ્યથી, કાળથી, ક્ષેત્રથી કે ભાવથી
પીળાશ આદિગુણોથી અને કુંડળાદિપર્યાયોથી જે પૃથક જોવામાં આવતું નથી, કર્તા–કરણ–
અધિકરણરૂપે સુવર્ણના સ્વરૂપને ધારણ કરીને”
એ પીળાશ આદિ ગુણ ને કુંડળ આદિ પર્યાયો, એ
સુવર્ણના સ્વરૂપને ધારણ કરી આપે છે. આહા... હા... હા! છે?
“પ્રવર્તતા પીળાશઆદિના ગુણો
અને કુંડળાદિપર્યાયો વડે જેની નિષ્પત્તિ થાય છે” (એટલે) દ્રવ્ની. ગુણો અને પર્યાયો કર્તા, એનાથી
દ્રવ્ય સિદ્ધિ થાય છે. છે? નીચે છે (ફૂટનોટમાં) ‘તેમનાથી’ = ‘પીળાશ’ આદિગુણો અને
કુંડળાદિપયારેથી. (સુવર્ણનું અસ્તિત્વ નિષ્પન્ન થવામાં - સિદ્ધ થવામાં - નીપજવામાં મૂળ સાધન
પીળાશ આદિ ગુણો અને કુંડળાદિપર્યાયો જ છે). આહા... હા!
(કહે છેઃ) સુવર્ણ લ્યો એમ પાણી - જળ લ્યો. પાણી આમ થાય છે. એ જળની અવસ્થા,
અને જળના પરમાણુના ગુણો, એનાથી પરમાણુનું અસ્તિત્વ છે. અથવા એ પમાણુ - પાણીનું
અસ્તિત્વ એમના

Page 125 of 540
PDF/HTML Page 134 of 549
single page version

ગાથા – ૯૬ પ્રવચનસાર પ્રવચનો ૧૨પ
ગુણો, ને પર્યાયો જે છે એનો આધાર દ્રવ્ય-પાણી છે. બીજો કહે કે મેં પાણી પીધું ને દીધું, એ પાણીનું
કાર્ય મેં કર્યું (એમ નથી) (શ્રોતાઃ) પાણીમાંથી બરફ બાંધે છે ને... (ઉત્તરઃ) બરફ - બરફ કોણ
બાંધે? દરેક દ્રવ્યની પર્યાયને ગુણ તે દ્રવ્યને કારણે છે. આહા,... હા... હા! એવું છે બાપુ! વીતરાગ
ધરમ, એવો ઝીણો છે. નિશ્ચય ને સત્ય જ આ છે. ઓલો વ્યવહાર બીજો છે એમ કહેવું એ તો
કથનમાત્ર છે. વસ્તુનું સ્વરૂપ જ આવું છે. આહા.... હા! ‘ઘડો કુંભારે કર્યો’ એ તો કથનમાત્ર
વ્યવહારની ભાષા છે. બાકી ઘડાની પર્યાય ને પરમાણુના ગુણો, એનો આધાર એ માટીના પરમાણુ છે.
માટીના પરમાણુથી ઘડાની પર્યાય થઈ છે. કુંભારથી નહીં. આહા... હા... હા! આવું કઠણ પડે જગતને,
શું થાય? પરમાત્મા, જિનેશ્વરદેવ! વાત કરે છે આ...!!
હવે (કહે છે) તેમાં–કેમ? “એવા સુવર્ણનું, મૂળ સાધનપણે તેમનાથી નિષ્પન્ન થતું, જે અસ્તિત્વ
છે, તે સ્વભાવ છે; તેમ દ્રવ્યે, ક્ષેત્રે, કાળે કે ભાવે ગુણોથી અને પર્યાયોથી જે પૃથક જોવામાં આવતું નથી,
કર્તા–કરણ – અધિકરણરૂપે દ્રવ્યના સ્વરૂપને ધારણ કરીને”
આહા... હા! શું કહે છે? વસ્તુ છે તેના
ગુણોને પર્યાય, તેનો કર્તા- કરણ (એટલે) સાધન દ્રવ્ય (છે). હવે અહીંયાં ગુંલાંટ ખાય છે. કે ગુણ ને
પર્યાય તે દ્રવ્યની કર્તા, ગુણ ને પર્યાય એ દ્રવ્યનું કરણ- સાધન, અને ગુણ ને પર્યાય એ દ્રવ્યનો
આધાર-અધિકરણ (છે). આહા... હા! આવી વાતું છે ભાઈ! આ તો વીતરાગ ત્રિલોકનાથ! સર્વજ્ઞ
પરમેશ્વર, જેણે જ્ઞાનમાં જોયું, જેવું સ્વરૂપ છે તેવું વર્ણવ્યું! આહા.. હા આ તો હું આનું કરી દઉં ને આને
સુખી કરી દઉંને બીજાને દુઃખી કરી દઉંને...! (શ્રોતાઃ) એક બીજાને મદદ તો કરે ને...! (ઉત્તરઃ) મદદ
કોણ કરે? મદદની પર્યાય કોને કહેવી? આહા...! આહા..! આકરી વાતું છે ભાઈ!
(અહીંયાં તો કહે છે કેઃ) ગુણ, પર્યાયનો કર્તા આત્મા કે દ્રવ્ય પણ દ્રવ્યનો કર્તા- કરણને
આધાર એના ગુણ ને પર્યાય (છે). અરસ - પરસ બધું છે!! આહા... હા... હા!
આહા... હા! કેટલાકે તો સાંભળ્‌યું ય ન હોય જિંદગીમાં કે જન્મ્યા જૈનમાં પણ, જૈન
પરમેશ્વરનું શું કહેવું છે? બીજાને મદદ કરો! ભૂખ્યાને આહાર આપો! તરસ્યાને પાણી આપો! આંહી
કહે છે, કોણ આપે? સાંભળ તો ખરો. જે પરમાણુની જે અવસ્થા જે ક્ષણે થાય, તે અવસ્થા ને ગુણ
તે દ્રવ્યના છે. (તેથી) દ્રવ્ય એનો કર્તા છે. અને દ્રવ્યનો કર્તા પણ આ ગુણ ને પર્યાય છે! એ ગુણ ને
પર્યાય દ્રવ્યના કર્તા-કરણ -ને દ્રવ્યનો આધાર (છે). પર્યાય દ્રવ્યનો આધાર! આહા... હા... હા!!
આવું છે. નવરાશ ન મળે, વાણિયાને ધંધા આડે નવરાશ ન મળે. આખો દી’ ધંધો પાપનો. બાયડી-
છોકરાં સાચવવા ને વ્યાજ ઉપજાવવાને પૈસા કર્યા. એમાં ધર્મ તો નથી પણ પુણ્યના ય ઠેકાણાં નથી.
આહા... હા... હા! અહીંયાં તો તત્ત્વની વાત’ . કે એમ પરમાણુ તેના ગુણ, પર્યાયને આધારે પરમાણુ
(છે). આહા.. હા!
(શું કહે છે જુઓ,) આ જે છે (ચોપડીનું પૂંઠું) ઈ આ ચોપડીને આધારે રહ્યું છે, એમ નથી.
એમ કહે છે. એની પર્યાય ને ગુણનો આધાર, એનું દ્રવ્ય છે. અને તે ગુણ, પર્યાયના આધારે તે દ્રવ્ય
છે. શું કહ્યું? આ લાકડી આમ રહી છે કે ના. એ પોતાની પર્યાય ને ગુણને આધારે એ રહી છે. અને
તે ગુણ ને પર્યાય ‘કર્તા’ ને દ્રવ્ય તેનું ‘કાર્ય’ છે. આહા... હા... હા..! વસ્તુ એવી છે બાપા! આ
સીસપેન છે જુઓ, આ ઊંચી થાય છે ઉપરથી, કહે છે કે એ તો એની પર્યાય છે. અને એનામાં વર્ણ,
રસ, ગંધ (સ્પર્શ) ગુણ છે, એ

Page 126 of 540
PDF/HTML Page 135 of 549
single page version

ગાથા – ૯૬ પ્રવચનસાર પ્રવચનો ૧૨૬
વર્ણ, રસ, ગંધ, સ્પર્શની પર્યાયનો કર્તા પરમાણુ (દ્રવ્ય) છે. અને એ ગુણ, પર્યાય કર્તા અને
(પરમાણુ) દ્રવ્ય તેનું કાર્ય છે. આહા... હા! સમજાય છે કાંઈ?
પહેલાં એમ કહ્યું હતું કેઃ સોનાના ગુણ, પર્યાયના કર્તા-કરણ - અધિકરણ તે દ્રવ્ય (સોનું) છે.
કર્તા સાધન ને આધાર. પછી એમ કહ્યું કેઃ પીળાશાદિ ગુણો અને કુંડળની પર્યાય, તે દ્રવ્યના કર્તા-
કરણ (અધિકરણ) આધાર છે. - એમ દરેક આત્માઓ ને પરમાણુઓ, તેના ગુણ ને પર્યાય તેના
કર્તા-કરણ (છે) ને તેનાથી તેની સિદ્ધિ થાય છે. વળી એ દ્રવ્યની સિદ્ધિ પણ આ ગુણ, પર્યાયથી થાય
છે. ગુણ, પર્યાયની સિદ્ધિથી દ્રવ્યની સિદ્ધિ અને દ્રવ્યની સિદ્ધિથી ગુણ-પર્યાયની સિદ્ધિ. આહા... હા!
આવી વાત છે ‘જ્ઞેય અધિકાર છે, આ સમ્યગ્દર્શનનો અધિકાર છે” પહેલો “જ્ઞાન અધિકાર” ૯૨
ગાથાએ પૂરો થયો. આ ૯૩ (ગાથાથી) ૨૦૦ સુધી ‘જ્ઞેય અધિકાર’ છે. જ્ઞેય ભગવાને જોયાં કેવળ
જ્ઞાનમાં કે જેટલા -અનંત જ્ઞેયો છે. (એટલે) જ્ઞાનમાં જણાય એવી વસ્તુ, એ દરેક વસ્તુ અને શક્તિ
એટલે ગુણ ને વર્તમાન અવસ્થા, એ ગુણ, પર્યાયથી વસ્તુ સિદ્ધ થાય છે. એટલે એના કર્તા-કરણ
(અધિકરણ) ગુણ, પર્યાય છે, અને એ દ્રવ્ય, ગુણ, પર્યાયના કર્તા-કરણ-અધિકરણ છે. અરસ-પરસ
છે. આહા... હાહા! છે કે નહીં એમાં? આવો મારગ છે ભાઈ
(કહે છેઃ) ભગવાને અનંત દ્રવ્ય જોયાં. અનંત આત્મા, અનંત પરમાણુઓ, અસંખ્ય
કાલાણુઓ, એક ધર્માસ્તિ, એક અધર્માસ્તિ, એક આકાશ. એ દરેક દ્રવ્યની વર્તમાન પર્યાય જે થાય,
એ પર્યાયનો આધાર તેનો દ્રવ્ય છે. એ પર્યાય પર દ્રવ્યથી થાય, એ ત્રણ કાળમાં નથી. તેમ તે પર્યાય
કર્તા-કરણ ને આધાર દ્રવ્યનો છે. દ્રવ્ય તો આધાર છે ગુણ, પર્યાયનો પણ ગુણ, પર્યાય કર્તા-કરણને
આધાર દ્રવ્યનો છે. એનાથી દ્રવ્ય છે. આહા... હા! આમાં ક્યાં? ... અજાણ્યા માણસને તો એવું લાગે
કે આવો મારગ! વીતરાગનો મારગ આવો હશે? (શ્રોતાઃ) આપ શું ક્યો છો એ જ પકડાય નહીં...
!
(ઉત્તરઃ) પરમેશ્વર ત્રણલોકના નાથ જિનેશ્વરદેવ બિરાજે છે મહાવિદેહમાં સીમંધર પ્રભુ! એમની આ
વાણી છે. આહા... હા!
(કહે છે.) આ હોઠ હલે છે ને...! એ પર્યાય છે. એ પર્યાય (હોઠની) પરમાણુની પર્યાય છે.
અને એ પરમાણુમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ (આદિ) ગુણો છે. તે ગુણને પર્યાયથી તે દ્રવ્ય સિદ્ધ થાય
છે. એટલે કે ગુણને પર્યાય કર્તા, કરણને આધાર દ્રવ્યનાં અને એ પરમાણુ એ પર્યાયનો (એટલે) આ
હોઠ હલે છે એનો આધાર- કર્તાદ્રવ્ય (પરમાણુ) છે આવી ગાંડા જેવી વાતું લાગે! આખો દી’ આમ
કરીએ છીએ હેં!
(શ્રોતાઃ) ગાંડાને ડાહ્યા કરવા માટે..! (ઉત્તરઃ) આખો દી’ આમ કરીએ છીએ,
અમે બધું કરી શકીએ છીએ. ભાઈ તને ખબર નથી. તત્ત્વની સ્થિતિ, કેવી મર્યાદા છે એની તને
ખબર નથી ને વિપરીત તારી માન્યતા એ તો મિથ્યાત્વ છે. સામાયિક જયારે એ કરવા બે, ‘નમો
અરિહંતાણં નમો સિદ્ધાણં’ એ બોલે? (એમાં) કહે છે કેઃ નમો અરિહંતાણંની ભાષા જે થઈ, એ
પર્યાય છે પરમાણુની ને એ પરમાણુના ગુણો છે, એ ગુણ ને પર્યાયનો કર્તા પરમાણુ છે. આત્મા નહીં.
‘નમો અરિહંતાણં’ ભાષાનો કર્તા આત્મા નહીં. આહા..! સમજાય છે? તેમ અંદર વિકલ્પ ઊઠયો.
નમો અરિહંતાણં એ વિકલ્પના કર્તા ને સાધન જીવદ્રવ્ય છે. એ વિકલ્પનો કર્તા કોઈ કર્મ છે અને હું
બોલ્યો માટે તે વિકલ્પ થ્યો છે, એમ નથી. આહા.. હા! ગાંડા જેવી વાતું છે! ભગવાનની! દુનિયા
ગાંડી - પાગલ (છે) એક દ્રવ્ય, બીજા દ્રવ્યને કરે (એવું માનનાર) મોટો પાગલ છે. કો’

Page 127 of 540
PDF/HTML Page 136 of 549
single page version

ગાથા – ૯૬ પ્રવચનસાર પ્રવચનો ૧૨૭
ભાઈ! બીજાને, દુઃખમાં મદદ કરી શકે કે નહિ? નહિ? બેસી રહેવું દુઃખી દેખીને! ભાઈ! તને ખબર નથી.
દુઃખી સામો જે હોય તે તો તેના રાગ ને અજ્ઞાનને લઈને છે. એને પ્રતિકૂળ સંયોગ છે માટે દુઃખી છે, એમ
નથી. પ્રતિકૂળ સંયોગની પર્યાય, તેના ગુણ તેનો આધાર તેના પરમાણુ છે. અને એ જે દુઃખ થાય છે એ
દુઃખની પર્યાયનો ગુણનો આધાર એનો આત છે. આહા.. હા... હા! અરે... રે! આ ક્યાં બેસે?
(અહીંયાં) એ જ કહે છે. “કર્તા–કરણ–અધિકરણરૂપે દ્રવ્યના સ્વરૂપને ધારણ કરીને” જોયું?
એ ગુણ જે છે. આત્મામાં કે પરમાણુમાં અને આત્માની પર્યાય કે પરમાણુની (જે છે) એ ગુણ,
પર્યાયનો આધાર એના, એના દ્રવ્ય છે. (અને) ગુણ - પર્યાયને આધારે દ્રવ્ય છે. એ દ્રવ્યના ગુણ,
પર્યાય તે કર્તા છે, તે સાધન છે, ને દ્રવ્યનો આધાર છે. પર્યાય તે દ્રવ્યનો આધાર છે’. અને પર્યાય
દ્રવ્યને આધારે થાય છે. પર્યાય ને આધારે દ્રવ્ય છે અને દ્રવ્યને આધારે પર્યાય છે. આહા... હા!
ભગવાને જે અનંત દ્રવ્ય જોયાં. એના દરેક દ્રવ્યના ગુણ ને પર્યાય - એનું કારણ દ્રવ્ય છે.
અને એના ગુણ ને પર્યાય-દ્રવ્યને સિદ્ધ કરવાના કારણ છે. આ તો સમ્યક્ થાય. આ તો કોલેજ છે
વીતરાગની! પરમાત્મા, ત્રિલોકનાથ જિનેશ્વરદેવ (ની કોલેજ છે). કોલેજમાં કેટલી - કેટલી ભાષા
હોય, સમજાવે ત્યારે સમજાય.
(જુઓ ને!) ભગવાનની પૂજા વખતે સ્વાહા, સ્વાહા... એ ભાષા થાય છે ને..! કહે છે કેઃ એ
ભાષાની પર્યાય, એના પરમાણુથી થઈ છે. આત્માથી નહીં અરેરે..! આ વાત કેમ બેસે? આ તો
વીતરાગ, કેવળી પરમાત્માનું મૂળતત્ત્વ છે. અને એ મૂળ તત્ત્વની જ ખબર ન મળે, ત્યાં સમકિત (કેમ
થાય) એને ધરમ કેવો? આહા... હા.. હા!
(અહીંયા કહે છે કેઃ) “દ્રવ્યના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા ગુણો અને પર્યાયો વડે જેની
નિષ્પત્તિ થાય છે – એવા દ્રવ્યનું, મૂળ સાધનપણે તેમનાથી નિષ્પન્ન થતું.” ગુણો ને પર્યાયો વડે જેની
નિષ્પત્તિ છે. (કોની?) દ્રવ્યની
“એવા દ્રવ્યનું મૂળસાધનપણે તેમનાથી નિષ્પન્ન થતું” આહા.... હા..!
જે પરમાણુ છે ને (બીજા) દ્રવ્ય છે આત્મા (આદિ) - એના ગુણ, પર્યાય એ મૂળસાધન છે, પર
સાધન નથી એને. (જુઓ,) આ પાનું ફરે છે આ, એ પાનું પરમાણુનો સ્કંધ છે. સ્કંધની આ પર્યાય
છે. એ પર્યાયના કર્તા એ પરમાણુ સ્કંધ (પાનું) છે. આ આંગળીને લઈને (આ પાનું) ઊંચું થયું છે.
એમ’ નથી. નહિતર તો પૃથક- પૃથક દ્રવ્ય રહી શકતા નથી. આહા.... હા... હા! આવી વાતું છે. આ
તો જ્યાં હોય ત્યાં મેં કર્યું ને... મેં કર્યું ને.... મેં લખ્યું ને મેં કાગળ બનાવ્યા ને.. મેં આ કર્યું ને...
મિથ્યા અભિમાન છે.
આહા... હા! “એવા દ્રવ્યનું, મૂળસાધન પણે” ભાષા લીધી. જોયું? આહા...! ઓલા સોનામાં
લીધું છે ને મૂળ સાધન. પીળાશ અને (કુંડળાદિ) પર્યાય. એમાં આનું ગુણ ને પર્યાય, એ મૂળસાધન
છે. દ્રવ્ય તો પર્યાયના કર્તા - કરણ સાધન છે. પણ પર્યાય અને ગુણ તેનું (દ્રવ્યનું) સાધન. દ્રવ્યને
સિદ્ધ કરવાને (એ ગુણ, પર્યાય) સાધન છે. આહા... હા! એ પર્યાય થઈ, તો એ પર્યાયને બીજું દ્રવ્ય
હતું માટે એ પર્યાયને એ સિદ્ધ કરે છે એમ નથી. બીજા દ્રવ્યની પર્યાય, તે (પોતાના) દ્રવ્યને કારણે
થઈ, આ દ્રવ્યની પર્યાય આ (પોતાના) દ્રવ્યને કારણે થઈ. એ દ્રવ્ય ગુણને પર્યાયના મૂળ સાધનથી
સિદ્ધ થાય છે. બીજા દ્રવ્યથી બીજાના (પોતાના) ગુણ, પર્યાય સિદ્ધ થાય છે અને આત્માના દ્રવ્યથી
આત્માના (પોતાના) ગુણ, પર્યાય સિદ્ધ થાય છે. આહા... હા... હા!

Page 128 of 540
PDF/HTML Page 137 of 549
single page version

ગાથા – ૯૬ પ્રવચનસાર પ્રવચનો ૧૨૮
“મૂળ સાધનપણે તેમનાથી નિષ્પન્ન થતું, જે અસ્તિત્વ છે, તે સ્વભાવ છે” (પીળાશાદિકથી
કુંડળાદિકથી ભિન્ન નહિ જોવામાં આવતા સુવર્ણનું અસ્તિત્વ તે પીળાશાદિક અને કુંડળાદિકનું જ
અસ્તિત્વ છે, કારણ કે સુવર્ણના સ્વરૂપને પીળાશાદિક અને કુંડળાદિક જ ધારણ કરતા હોવાથી”

સોનાને પીળાશાદિક ગુણો અને કુંડલાદિક પર્યાય ધારણ કરે છે એમ કહે છે. આહા... હા! છે?
“પીળાશાદિકના અને કુંડલાદિકના અસ્તિત્વથી જ સુવર્ણની નિષ્પત્તિ થાય છે. પીળાશાદિક અને
કુંડળાદિક ન હોય તો સુવર્ણ પણ ન હોય” , તેવી રીતે ગુણોથી અને પર્યાયોથી ભિન્ન નહિ જોવામાં
આવતા”
(કોણ?) દરેક દ્રવ્ય. તે તે દ્રવ્ય એટલે વસ્તુ, ગુણ એટલે શક્તિ ત્રિકાળી ભાવ, અને તેની
વર્તમાન થતી અવસ્થા - તેવી રીતે ગુણોથી અને પર્યાયોથી ભિન્ન નહિં જોવામાં આવતા
‘દ્રવ્યનું
અસ્તિત્વ તે ગુણો અને પર્યાયોનું જ અસ્તિત્વ છે.”, દ્રવ્યનું અસ્તિત્વ તે ગુણોનું અને પર્યાયોનું જ
અસ્તિત્વ’ છે એમ કહે છે. અને ગુણ, પર્યાયનું અસ્તિત્વ તે દ્રવ્યને લઈને અસ્તિત્વ છે. અરસ-પરસ
છે. બીજા દ્રવ્યને લઈને કાંઈ બીજા દ્રવ્યમાં થાય એવું વીતરાગ મારગમાં છે નહીં. એ બીજાનું દ્રવ્ય,
બીજા (દ્રવ્ય) ને કાંઈ કરે - જેમ ઈશ્વર કર્તા જગતનો - એમ માનનારા છે એવું જૈનમાં રહેલા એક
દ્રવ્યની પર્યાય બીજું દ્રવ્ય કરે, એવું માનનારા બધા મિથ્યાદ્રષ્ટિ છે. જેમ ઈશ્વરકર્તા માનનારા મિથ્યાદ્રષ્ટિ
છે એમ જૈનમાં - વાડામાં રહેલા - એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કરે (એમ માન્યતા રાખનારા)
મિથ્યાદ્રષ્ટિ છે જૈન નથી. આહા... હા! આવું આકરું કામ છે બાપુ! ઝીણી વાત છે...!! આહા... હા...!
(અહીંયાં કહે છે કેઃ) “કારણ કે દ્રવ્યના સ્વરૂપને ગુણો અને પર્યાયો જ ધારણ કરતા
હોવાથી.” આહાહાહાહા! પહેલું એમ કહેતા’તા કે ગુણ ને પર્યાયને દ્રવ્ય ધારણ કરે છે. હવે કહે છે
ગુણો ને પર્યાય તે, દ્રવ્યે ધારણ કરે છે. સમજાણું કાંઈ?
(કહે છે કેઃ) “ગુણો અને પર્યાયોના અસ્તિત્વથી જ દ્રવ્યની નિષ્પત્તિ થાય છે, ગુણો અને
પર્યાયો ન હોય તો દ્રવ્ય પણ ન હોય. આવું અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વભાવ છે.” ભાષા થાય. હોઠ હલે,
શરીર હલે. કલમ હલે - એ બધી પર્યાયો તેના પરમાણુની પર્યાય છે. એ આત્મા એ પર્યાયો કરે છે
એમ ત્રણ કાળમાં નથી. આત્મા બોલે છે તો તે બોલવાની પર્યાયનો કર્તા આત્મા (એ) ત્રિકાળ જૂઠ
છે. અહીં આવી વાતું છે, ગુણ ને પર્યાય છે આધાર દ્રવ્યના. અને દ્રવ્ય આધાર છે ગુણ, પર્યાયનું.
અરસ-પરસ. દ્રવ્ય છે તેનો કર્તા - કરણ ને સાધન ગુણ, પર્યાય (છે). અને એ ગુણ, પર્યાયનો કર્તા
- કરણ - સાધન એ દ્રવ્ય (છે). આહા... હા... હા... હા..! શું ભગવાનની શૈલી! વીતરાગ સિવાય
ક્યાંય આ છે નહીં. જિનેશ્વર દેવ, તે પણ દિગંબર ધર્મ- એમાં આ વાત આવી છે, બીજે ક્યાંય છે
નહી. બધાએ ગરબડ ગરબડ બધે ચલાવ્યું છે. એમાં દિગંબરમાં (પણ) માન ધરાવનારા ગરબડ
ચલાવે છે.
“આવું અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વભાવ છે” લ્યો!
વિશેષ કહેશે....