Page 492 of 540
PDF/HTML Page 501 of 549
single page version
ને...! ક્રમાનુપાતી-ક્રમાનુસાર અને તે તે પર્યાયનો કર્તા દ્રવ્ય છે. આહા... હા! જ્ઞાનમાં એની દશા થાય,
એનો કર્તા આત્મા છે. જ્ઞાનાવરણીયનો ઉદય એનો કર્તા નથી. એમ કહે છે. એમ આત્મામાં,
આયુષ્યગતિને લઈને - આયુષ્યકર્મને લઈને, દેહમાં રહે છે એમ નથી. એની પોતાની પર્યાયને કારણે
ત્યાં પર્યાયમાં (છે.) તે પર્યાયનો કર્તા આયુષ્ય (કર્મ) નથી. દેહમાં રહેવું - જેટલો કાળ (રહેવું) એ
કાળની પર્યાયનો એ શરીરમાં રહેવાનો જેટલો કાળ છે તેટલો એ જ સમયનો કર્તા તે દ્રવ્ય છે. આહા...
હા! તે દ્રવ્ય તેનો કર્તા, દ્રવ્ય તેનું કરણ-સાધન અને દ્રવ્ય તે પર્યાયનો આધાર (અધિકરણ) (છે.)
આહા... હા! આ દરેક દ્રવ્યની વાત છે. આ મનુષ્યપણે સમજાવી છે. ઈ દરેક દ્રવ્ય એના પર્યાયના
સ્વરૂપનો કર્તા છે (કરણ ને અધિકરણ છે.) કેટલી વાત સમાવી દીધી છે!! ઓલા કહે કે અંતરાય
કરમને લઈને આત્મામાં, દીક્ષા લેવાનો ભાવ ન થાય - એવું આવે છે. ‘મોક્ષમાર્ગ પ્રકાશક’ માં.
એય? ‘મોક્ષમાર્ગ પ્રકાશક’ માં (એવું લખાણ આવે છે.) આહા... હા!
ઉત્પાદ (કહે છે) પર્યાય પહેલી નહોતી ને થઈ - એ અપેક્ષાએ દ્રવ્યને અસત્-ઉત્પાદ કહેવામાં આવે
છે. છતાં તે તે પર્યાય, તે તે દ્રવ્યની શક્તિ જે છે અનંત - અન્વયશક્તિઓ અનંત છે. દ્રવ્ય એક છે,
પણ એની શક્તિઓ એટલે ગુણો અનંત છે. અને ઈ અનંત (ગુણો) ની હારે અનંતી પર્યાયો
ગૂંથાયેલી છે. આહા... હા... હા! (શ્રોતાઃ) પ્રગટ નથી ને ગૂંથાયેલી શી રીતે છે? ... (ઉત્તરઃ) ઈ
ગૂંથાયેલી છે એમાંથી પ્રગટ થાય છે. એને સંબંધ છે અન્વયશક્તિનો. ઈ તો પર્યાય પહેલી નહોતી
તેથી તેને અસત્-ઉત્પાદ, દ્રવ્યનો અસત્-ઉત્પાદ છે એમ કીધી. દ્રવ્યમાં ઈ અસત્ (ઉત્પાદ) છે એમ
કીધું. છતાં એની અન્વયશક્તિઓ - જે ગુણો છે (તેની સાથે સંબંધ છે.) અન્વયો- રાતે વાત થઈ’
તી ને ભાઈ! અન્વયા ગુણાઃ પણ આવે છે. અન્વય દ્રવ્ય ને ‘અન્વયા ગુણાઃ’ આવે છે બીજે. ત્યાં
વાંચેલું નો’ તું - દ્રવ્ય તે વિશેષ છે અને તેના ગુણો તે વિશેષ્ય છે એમ આવ્યું’ તું. અથવા દ્રવ્ય તે
વસ્તુ છે અને એની શક્તિઓ, અન્વયો છે. તો ઈ અન્વયો શક્તિ છે અનંતી. આહા... હા! આવી
વાત!! અને એ શક્તિઓની સાથે, તે તે સમયે જે પર્યાયો થવાની તે શક્તિ સાથે સંબંધ રાખે છે.
(પર્યાયો) શક્તિ સાથે ગૂંથાયેલી છે. આહા... હા... હા! કોઈ તત્ત્વની પર્યાય (બીજા તત્ત્વને લઈને
નથી.) કે આ આત્મા
Page 493 of 540
PDF/HTML Page 502 of 549
single page version
કહે છે. આહા... હા! ગજબ વાત છે!! લાભુભાઈનું લખાણ કાંઈક આવ્યું છે, કાંઈક ઠીક છે. કંઈક
સાધ આવતી જાય છે, પોતાની મેળે પીવે છે ને...! આહા... હા!
અન્વયશક્તિઓ અનંત છે. તેની સમયે-સમયે ક્રમાનુપાતી (ક્રમબદ્ધ) ક્રમે જે થવાની પર્યાય તે તે
દ્રવ્યને લઈને થાય છે. આહા... હા! પર્યાય, પરને લઈને તો બિલકુલ નહીં. હો નિમિત્ત-પણ નિમિત્તને
લઈને કાંઈ અંદર થાય (એમ છે નહીં) આહા... હા! આવી વાત! જુઓ! આ આંગળી હાલે છે
આંગળી આ. એ પરમાણુઓ (દ્રવ્ય) છે. એમાં અનંત-અન્વયશક્તિ-ગુણો છે. એને અનુસરીને -
ગૂંથાયેલી (પર્યાયો) તે કાળે, તે જ ક્રમે -ક્રમાનુસાર જે પર્યાય આવવાની-થવાની તે જ થાય છે. તેથી
તે પર્યાયને અસત્-ઉત્પાદ ને દ્રવ્યને પણ અસત્-ઉત્પાદ કહીએ. પર્યાયને અસત્-ઉત્પાદ તો ખરો પણ
દ્રવ્યને અસત્-ઉત્પાદ કહીએ. આહા...! આહા... હા! છે? જુઓ! (પાઠમાં).
થાય છે. આહા... હા! બે લીટીમાં કેટલું ભર્યું છે!! અહીંયાં (અજ્ઞાની) કહે કે હું પરની દયા પાળી
દઉં, પરને (બચાવી) અહિંસા કરી દઉં, પૈસા રળી દઉં, કમાઈ દઉં દુકાને બેસીને, દુકાનની વ્યવસ્થા -
લોઢા-બોઢાની સરખી વ્યવસ્થા કરી દઉં, આહા... હા! ધંધો દાણાનો (તો) ઘઉં, બાજરો આદિ જે છે
એમાં એક એક દાણો અનંત પરમાણુનો પિંડ છે. અને ઈ પરમાણુંમાં અનંત અન્વયશક્તિઓ રહેલી
છે. તે કારણે (તે દાણાની) તે પર્યાય તે થવાની તે - આમ જવાની હોય - આવવાની હોય તે કાળે
તે પર્યાય (તેનાથી (દ્રવ્ય-ગુણથી) થાય. ઓલો બીજો કહે કે મેં આને દાણા આપ્યા ને મેં દાણા
તોળીને આપ્યા, એ બધી જૂઠી વાત છે. આહા... હા!
આઠ હજાર પગાર પાડે! કોનો દીકરો ને કોનો (બાપ)? આહા... હા! આ મારો દીકરો હુશિયાર થયો
છે. પણ દીકરો કોનો? અહીંયા કહે છે. એ દીકરો તો આત્મા છે ને આત્માની પર્યાય તો એનાથી થાય
છે. એ પર્યાય તારાથી થઈ છે ને તેં દીકરાને ઉત્પન્ન કર્યો છે? ત્રણ કાળ, ત્રણ લોકમાં આ વાત સાચી
નથી. આહા... હા! આકરું ભારે ભાઈ!! પૈસાવાળા તો આમ જાણે - કરોડો પૈસા (રૂપિયા) અબજો
પૈસા (રૂપિયા) (માને કે) અમે આમ કરી દઈએ - અમે આમ કરી દઈએ, (કોઈને) બે-પાંચ લાખ
આપીને ધંધે ચડાવી દઈએ, એમાીં આપણને નફો તો મળે! મહિને ટકા-દોઢ ટકાનું વ્યાજ આપે,
પેદાશમાં આઠ આના અમારા ને આઠ (આના)
Page 494 of 540
PDF/HTML Page 503 of 549
single page version
હશે? આહા...હા! આવી વાત છે! અરે! દુનિયાએ વીતરાગતત્ત્વ સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ પરમાત્મા-
એણે જે વસ્તુનું સ્વરૂપ કહ્યું-એ રીતે સાંભળવા મળે નહીં જગતને તો બિચારા કરે શું? એમાં (વળી)
જુવાની (યુવાન) અવસ્થા-વીસ-પચીસ-સત્તાવીસની ફાટેલી ઉંમર ને એમાં બે-પાંચ લાખની પેદાશ
હોય- અને દુનિયા વખાણે) કરમી જાગ્યો અમારે (છોકરો.) કરમી જાગ્યો એમ કહે છે ને...! ધરમી
જાગ્યો એમ કહે છે? આહા...! પાપી જાગ્યો. આહા... હા! એ કાન્તિભાઈ? રામજીભાઈ પાસે ક્યાં
હતાં - પૈસા હતા? એની પાસે પૈસા છે (કાન્તિભાઈ પાસે) એમ કહે છે લોકો! આહા... હા... હા!
ક્રમાનુસાર (ક્રમબદ્ધ) તે જ પર્યાય તે સમયે થાય. અને છતાં તે પર્યાય, પહેલી નો’ તી માટે અસત્-
ઉત્પાદ કહી, દ્રવ્યનો અસત્-ઉત્પાદ આવ્યો છે એમ કહે છે. આહા... હા! હવે આને અભિમાનના પાર
ન મળે. આનું આ કરી દઉં - ને આનું આ કરી દઉં ને આનું આ કરી દઉં - દેરાસર કરી દઉં લો ને!
મંદિર બનાવી દઉં! આહા...!
(એ તો જાણવા માટે) પણ દ્રવ્યદ્રષ્ટિ-વસ્તુથી તું જો તો તને જનમ-મરણના અંત આવશે. આ ભવની
પર્યાયનો અંત આવે એ તેની સ્થિતિ છે. આહા... હા!
(દળ) છે. આ ખારા સાગરમાં જળ બીજું છે. આ તો (શરીર તો) માટી ધૂળ છે. ભગવાન આત્મામાં
- અંદર ભગવાન આત્મા સુખના સાગરનું જળ છે ઈ તો. આહા... હા! આ શરીર તો જગતની ધૂળ
છે. સાગરમાં જેમ પાણી છે. એમ આમાં આનંદનું જળ છે. એ સુખનો સાગર છે પ્રભુ!! એની એક
સમયની પર્યાય થાય. તેની પણ સ્વતંત્ર કર્તા - એ દ્રવ્ય છે. અત્યારે તો ઈ સિદ્ધ કરવું છે ને...!
દીકરા-દીકરી, બાયડી ક્યાં’ ય રહી ગયા બાપા! આહા... હા! આ શરીરનો એક-એક રજકણ દ્રવ્ય છે
ને દ્રવ્યમાં ગુણો છે (અનંત) અન્વયો. ‘અન્વયા ગુણાઃ’ શબ્દ છે ક્યાં’ ક! ‘તત્ત્વાર્થ રાજવાર્તિક’ માં
આમાં ક્યાં’ ક છે. ‘અન્વયા ગુણાઃ’ અન્વય શક્તિ લીધી છે પણ શક્તિ કહો કે ગુણ બધું એક જ
છે. છે ને...? ક્યાં? એકસો છાસઠ પાનું? નીચેથી પાંચમી લીટી. છે ને...! લો! અંદર સંસ્કૃતમાં છે.
‘અન્વયિનો ગુણાઃ’ અથવા ‘સહભુવોઃગુણાઃ’ સંસ્કૃતમાં છે ભાઈ! વ્યતિરેક એટલે પર્યાય એ તો
આવી ગઈ છે વાત. છે? સંસ્કૃતમાંછે. એકસો છાસઠ પાને. એ સંસ્કૃતમાં નીચેની છઠ્ઠી લીટી.
(વાચન).
Page 495 of 540
PDF/HTML Page 504 of 549
single page version
इति गुणलक्षणम् । [जयसेनाचार्य]
જ્ઞાનનો પ્રવાહ!! આહા... હા! જ્ઞાન.... જ્ઞાન.... સમજણ.... જ્ઞાન.... જ્ઞાન.... જ્ઞાન.... જ્ઞાન....! એવો
જે દ્રવ્યસ્વભાવ, તેના ગુણો અન્વય એટલે કાયમ રહેનારા અન્વયની સાથે રહેનારા અન્વયો (અનંત)
આહા... હા! ઓલું વિશેષણ આપ્યું છે ને...! વિશેષણ કહો કે અન્વયશક્તિ કહો કે અન્વયગુણ કહો
(એકાર્થ છે) શક્તિનો અર્થ એટલો જ. અન્વયગુણો લીધા અહીંયા. આહા... હા! આ તો મૂળતત્ત્વની
વાતું છે બાપુ! અત્યારે તો ગોટા હાલ્યા છે ગોટા! જે બોલવાની પર્યાયભાષા (વર્ગણાના પરમાણું
છે.) તો કહે છે કે એ પરમાણુની જે અન્વયશક્તિઓ છે એને ક્રમે ભાષા (પર્યાય) થવાની છે તે
કાળ જ તે ભાષાની પર્યાય થાય છે. એ ભાષાની પર્યાયનો કર્તા તે પરમાણું છે. આત્મા નહીં - જીવ
નહીં - હોઠ નહીં. આહા... હા! કો’ દેવીલાલજી! આવી વાત છે! આટલામાં એ (બધું) ભર્યું છે.
ભગવાનમાં અનંતા-અનંતા ગુણો ભગવત્સ્વરૂપે પડયા છે (ધ્રુવ છે.) એની વર્તમાનમાં, તે પર્યાય, જો
દ્રવ્ય ઉપર દ્રષ્ટિ હોય, તો તો તે પર્યાય ક્રમાનુપાતી (ક્રમબદ્ધ) સમ્યગ્દર્શન-જ્ઞાન ને ચારિત્ર એ પર્યાય
આવે. જો દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ન હોય, તો રાગ અને પર ઉપર હોય - સંયોગ ઉપર (હોય) તો વિકારી
થાય આવે, વિકાર મારો છે એ મિથ્યાત્વની પર્યાય ઉત્પન્ન થાય. ઈ પર્યાયોનો ઉત્પાદ- અસત્
(ઉત્પાદ) પહેલો નહોતો ને થયો છતાં ઈ દ્રવ્ય પોતે જ ઈ અસત્-ઉત્પાદપણે ઊપજયું એમ પણ
કહેવાય છે. આહા... હા! કેમ કે દ્રવ્ય પોતે પર્યાયના કર્તા, કરણ અને અધિકરણ હોવાને લીધે
પર્યાયોથી અપૃથક છે. આહા... હા! કેટલું સમાવ્યું છે! હવે આવું સાંભળવું! મળે નહિ બિચારાને ને
રખડયા-રખડ, ચોરાશીના અવતાર! આહા... હા! ઓગણ પચાસ દિ’ થી છે લાભુભાઈને! હજી અંદર
દિ’ રહેવું પડશે! આહા... હા! ભાષા નહીં ને આમ ને આમ રહેવું- એ પણ એ પર્યાયનો જે દ્રવ્યના
અન્વયગુણની સાથે સંબંધવાળો પર્યાય એ કાળનો એ ક્રમાનુપાતી - ક્રમે થનારો તે જ પર્યાય થાય છે.
આહા... હા! દાકતરોથી મટે... દવાથી મટે. આરે...! આરે! એ બધી વાત જૂઠી છે. તે દ્રવ્યની તે
સમયની તે ક્રમમાં આવેલી પર્યાય, એ અન્વયની સાથે સંબંધ રાખીને- સંબંધ તોડીને નહીં- એ
પર્યાય થાય છે તેનો કર્તા તે દ્રવ્ય, કરણ એટલે દ્રવ્ય સાધન અને દ્રવ્યવસ્તુ તે તેનો આધાર (છે.) એ
પર્યાયનો આધાર દ્રવ્ય (છે.) આહા... હા... હા!
Page 496 of 540
PDF/HTML Page 505 of 549
single page version
એમ નહીં. આહા... હા! ઈ પરમાણુના, તે સમયની પર્યાય થઈ તે પર્યાયનો કર્તા- સાધન ને આધાર
તે પરમાણુ છે. આહા... હા! આ શિખરે સોનાનો (કળશો) ચડાવ્યો- ફલાણું આમ કર્યુ ને ફલાણુ
આમ કર્યું અભિમાનના પાર ન મળે અરે... રે! એ અભિમાનમાં ગોથાં ખાય ને મરીને જાય ચાર
ગતિમાં (રખડવા.) આહા... હ! કેટલું સમાડયું છે જુઓ! આ તો વિશેષમાં આવ્યું કેઃ “પર્યાયોના
અન્યપણા વડે દ્રવ્યનો” – પર્યાયોના અન્યપણા વડે દ્રવ્યનો – કે જે અસત્–ઉત્પાદ નકકી થાય છે” કે
જે પર્યાયોના સ્વરૂપનું કર્તા છે, કરણ અને અધિકરણને લીધે પર્યાયોથી અપૃથક્ છે.” પર્યાયોથી જુદો
નથી. ઈ દ્રવ્ય, પર્યાયોથી જુદો નથી. તેથી
થાય છે એમ કહે છે. અને છતાં તે પર્યાય, એકદમ બીજી જાતની થાય - સંયોગોમાં આવીને બીજી
થાય એટલે તને એમ લાગે કે એનાથી થઈ (તો) કહે છે કે ના. એના ક્રમાનુપાતીથી (થઈ છે
ક્રમબદ્ધ). અન્વયના સંબંધથી થઈ છે અને ક્રમે આવવાની તે આવીને તે પણ અસત્-ઉત્પાદપણે
પર્યાય ઊપજે છે. આહા... હા! ત્રણ લોકનો નાથ, સત્સ્વરૂપ પ્રભુ! જે પલટતો નથી - બદલતો નથી,
એ પણ અહીંયા કહે છે કે ઈ પર્યાયપણે અસત્-ઉત્પાદપણે તે ઊપજે છે. આહા... હા! સમજાણું
કાંઈ...? છે કે નહીં એમાં? (પાઠમાં) આહા... હા! ગર્વ ગાળી નાખે એવું છે!! ગર્વ ગાળતાં
ભગવાન નજરે પડે એવું છે! આહા... હા!
દ્રવ્યને જ જોવાનુ આવ્યું) આ બહારના સાધનો મેળવીને, પર્યાય નિમિત્ત ઉત્પન્ન કરે, નિમિત્તો મેળવે
સાધન અનુકૂળ સાટુ કહે છે એ વાત બધી જૂઠી છે. આહા... હા!
આ દાકતર કહે કે ઊંડો શ્વાસ લો! સારું ઊંડો લઈએ. બાપુ! ઈ શ્વાસની પર્યાય, પરમાણુની તે કાળે,
તે રીતે જ આવવાની છે તે રીતે થાય છે, આત્મા અંદર પ્રેરણા કરે માટે ઊંડો શ્વાસ થાય, એમ નથી.
આહા... હા! એક ગાથાએ તો ગજબ સિદ્ધાંત!! મારું મકાન ને મારા પૈસા ને... મારા દીકરા ને...
મારી દીકરિયું ને... મારા જમાઈ - સારો જમાઈ મળ્યો હોત તો (ફુલાઈને બીજાને કહે) આ મારા
જમાઈ છે.. ક્યાં કરવો એ જમાઈ! પ્રભુ! તારી પર્યાયમાં પણ તું અસત્પણે ઉત્પન્ન થા. પહેલી પર્યાય
નો’ તી માટે (અસત્-ઉત્પાદ) એમાં તું બીજાને એમ માન કે આ મારા (છે એ ગર્વ છે.) આહા...
હા! દેવીલાલજી! હિન્દીવાળા છે એ નો’ સમજે ગુજરાતી ભાષામાં! આહા...!
Page 497 of 540
PDF/HTML Page 506 of 549
single page version
દ્રવ્યનો અપૃથક છે તેથી તેનો
દેવ નથી. મનુષ્યની જે પર્યાય છે તે દેવની પર્યાય નથી, તે સિદ્ધની પર્યાય નથી. આહા... હા! આચાર્યે
બે વાત લીધી. મનુષ્ય તે દેવ કે સિદ્ધ નથી, એમાં તિર્યંચને અંદર લઈ લેવું. “દેવ તે મનુષ્ય કે સિદ્ધ
નથી.” ભલે સ્વર્ગમાં દેવ થાય. આહા... હા! આચાર્ય છે ને... મનુષ્યથી દેવ થવાના છે. દેવ પછી
સિદ્ધ થવાના છે. આહા... હા! (દેવમાંથી) પછી મનુષ્ય થઈને સિદ્ધ થવાના છે. આહા... હા! દિગંબર
સંતોની વાત છે બાપા! “મનુષ્ય તે દેવ કે સિદ્ધ નથી,” મનુષ્યપણાની ગતિ જે છે અંદર તે દેવપણું
નથી ને સિદ્ધપણું નથી. અને “દેવ તે મનુષ્ય કે સિદ્ધ નથી.” આહા... હા! મુનિરાજ તો દેવમાં
જવાના. દેવની પર્યાય થવાની - પંચમકાળ છે ને...! આહા...! પણ ઈ “દેવ તે મનુષ્ય કે સિદ્ધ
નથી.” આહા... હા! “એ રીતે નહિ હોતો” થકો અનન્ય (–તેનો તે જ) કેમ હોય?” જીવ તેનો તે
જ કેમ હોય? જોયું? આહા...! એ જીવ જે છે મનુષ્ય છે તે દેવ કે સિદ્ધ નથી, અને દેવ કે સિદ્ધ છે તે
મનુષ્ય નથી, તો પછી તેનો તે જ કેમ (જીવ) હોય? આહા...! તેનો તે જ કેમ હોય? આહા... હા!
પર્યાયમાં અનેરો થાય છે ને...! દુનિયા તો શરીરને જ દેખે છે (માને છે) આત્મા. આ (શરીર તો)
માટી છે, પુદ્ગલની અવસ્થા - જડ-માટી છે. એ (શરીરમાં) અનંતા પરમાણુ છે એકેક પરમાણુંમાં
અનંતી અન્વયશક્તિઓ છે અને તે તે પરમાણુની (પર્યાયો) ક્રમાનુપાતી (ક્રમબદ્ધ) જે પર્યાય
આવવાની તે જ આવે છે એ પર્યાયનો કર્તા-સાધન ને અધિકરણ (આધાર) એ પરમાણુ છે. આહા...
હા! આવું જગતને બેસવું (ઘણું કઠણ!) અભ્યાસ ક્યાં છે? જગતના અભિમાન આડે (સમજવા)
નવરો ક્યાં છે? આ કર્યુ ને.. આ કર્યું ને.. આ કર્યું ને...!
- એ જીવદ્રવ્ય પર્યાય અપેક્ષાએ અન્ય છે એમ સિદ્ધ કરવું છે. આહા... હા! આવો ઉપદેશ હવે
મીઠાલાલજી! નવરા ક્યાં? એક તો ધંધા આડે નવરા ક્યાં? પાપ. આખો દિ’ ધંધો! બાયડી-છોકરાં
(સાચવવાં) ધૂળ-ધાણી! આહા... હા! કાંઈ જેની હારી સંબંધ ન મળે,
Page 498 of 540
PDF/HTML Page 507 of 549
single page version
હોય. આહા... હા... હા! એ પ્રશ્ન થયેલો. એક ફેરે. અમરેલી ચોમાસું હતું ને... છીયાસીનું. પૂરું થઈને
ચિતલ ગયા ચિતલ. ન્યાં એક કુંવરજીનો મનસુખ ને... એનું સગપણ ન્યાં કર્યું તું ન્યાં શેઠિયાવમાં
લાલચંદ શેઠની દીકરી. લાલચંદ શેઠ! આ બધા પૈસાવાળા! જે દિ’ સગપણ કર્યું તે દિ’ પૂછયું મને
આણંદજીએ કે આ શું? છોડી ક્યાંની ને છોકરો ક્યાંનો? આ બધો મેળ શું થાય છે. કહે છે.
સત્યાસીની વાત છે. કારતક વદ-૧. પુનમે પૂરું થાય ને... એટલે અમરેલીથી ચિતલ આવેલા સીધા જ.
આણંદજી હારે હતો. કીધું કે ભાઈ! એ બાઈ ક્યાં’ કથી બાવળમાંથી આવી હોય, અને આ છોકરો
લીમડામાંથી આવ્યો હોય. તે આમ ભેગાં કહેવાય પણ ભેગાં કોને કહેવા? આહા... શાંતિભાઈ! કોને
ભેગાં કહેવાં? ભેગાં થયા કહે છે કર્મ અનુસાર. આહા...! હા!
અહીંયાં કહે છે.
કંકણ આદિ પર્યાયો સોનામાં ઊપજે છે. સોનામાં કડું (કુંડળ, વીંટી) આદિ થાય ને...! એવા સુવર્ણની
જેમ. વલયાદિ વિકારો એટલે પર્યાયો, સોનામાંથી થાય ને કુંડળ, કડાં, વીંટી, થાળી પણ થાય -
સોનાની થાળી, સોનાના વાટકા, સોનાના પ્યાલા હોય છે ને...! છે ને અહીંયાં આવે છે અમારે આહાર
(દાન) વખતે. અમુશને ઘરે સોનાના (થાળી-વાટકા) પ્યાલા હોય છે. સોનાની ચમચી વળી હોય છે
ને...! આહા... હા! એ કહે છે કે જે આકાર થયો સોનાનો (જેને) વલયાદિ વિકારો (કહ્યાં) એ
જીવદ્રવ્ય પણ - વલયાદિ વિકારો, કંકણ વગેરે જેને ઊપજે છે (અર્થાત્) જેને ઊપજે છે એવા
સુવર્ણની જેમ - જીવદ્રવ્ય પણ
ઊપજે છે અને અન્ય-અન્ય છે તો જીવ પણ ભિન્ન ભિન્ન પર્યાયે ઊપજે છે તો અન્યપણે કેમ ન
હોય? આહા... હા! અહીંયાં તો પરની હારે કાંઈ સંબંધ નથી ઈ સિદ્ધ કરીને - એકદમ ભિન્નપણાની
પર્યાય દેખાય-મનુષ્યદેહ છૂટીને દેવમાં - તો (લોકો) કહે કે આહા... આયુષ્ય દેવનું બાંધ્યું માટે
દેવપણું થયું તે વાત ખોંટી છે. આહા... હા! સમજાય છે? ઘણા સંસ્કારવાળા જીવો તો દેવમાં જવાના.
આવી સ્થિતિ સાંભળે - દરરોજ સાંભળે એના પુણ્ય બંધાય, એ મરીને સ્વર્ગમાં જવાના. આહા... હા!
એકદમ મનુષ્યદેહ છૂટીને સ્વર્ગ (માં જાય) તો એમ થઈ જાય કે આ શું નવું ઊપજયું? કે ના. અનેરી
પર્યાય થઈ - પણ ઈ પહેલી નો’ તી માટે અનેરી-અન્ય કીધી. એ અન્ય છે (પર્યાય) માટે દ્રવ્ય એમ
ને એમ રહ્યું છે એમ નહીં. એ પણ ઊપજયું છે. આહા.. હા! છે ને? (પાઠમાં)
Page 499 of 540
PDF/HTML Page 508 of 549
single page version
(દ્રવ્ય) કેમ ન હોય? અહીં સોનામાં “જેમ કંકણ, કુંડળ વગેરે પર્યાયો અન્ય છે.” પર્યાયો અનેરાપણે
થાય છે. એ સુવર્ણ અનેરી-અનેરી પર્યાયપણે થાય છે એમ જીવદ્રવ્ય અનેરાપણે કેમ ન હોય? આહા...
હા! પરની હારે કાંઈ લેવા-દેવા ન મળે. કર્મને લઈને ને ફલાણાને લઈને ઢીંકડાને લઈને (આમ થયું
એ વાત નહીં.) આહા... હા! આવી વાત છે! સુકનલાલજી! શુકન આ છે. આહા... હા! દ્રવ્ય અનેરું
કેમ ન હોય? એમ કહે છે ભાઈ! આહા... હા! પર્યાય અપેક્ષાએ (ની વાત છે!) આહા...! દ્રવ્ય તો
દ્રવ્ય છે. પણ પર્યાય ભિન્નભિન્ન થઈ તે કાળે તે થવાની ક્રમાનુપાતી - ક્રમે આવવાની હતી (તે) થઈ,
આવવાની હતી ને થઈ, એ વખતે દ્રવ્ય અન્ય કેમ ન કહીએ? દ્રવ્ય અન્યરૂપે નથી થયું એમ કેમ ન
કહીએ? પહેલી (મનુષ્ય પર્યાય) પણે હતું ને (દેવપણે) થયું તો અન્ય કેમ નથી? આહા... હા! આવી
વાતું! સાંભળવા મળવી મુશ્કેલ! અને સાંભળવી ય મુશ્કેલ પડે! લો, આ હાથે ય હલાવી શકે નહીં.
બોલી શકે નહી. આહા... હેં? સાધુને આહાર દઈ શકે નહી. ભગવાનની સ્તુતિ કરી શકે નહી. આહા...!
ભગવાનની પૂજા (સમયે) ચોખા વડે કરીને (અર્ધ્ય) ચડાવી શકે નહીં. ઈ આત્મા કરી શકે નહીં એમ
કહે છે. આહા... હા! એ વખતે ઈ જીવદ્રવ્યનો પર્યાય, પહેલો નહોતો ને અનેરો થયો એથી તને એમ
લાગે કે આ પર્યાયને લઈને આ બધું - આ થાય છે એમ નથી. આહા... હા! કો’ કાન્તિભાઈ! આવું
તો સાંભળ્યું નથી. નાની ઉંમરમાં વયા ગાય બિચારા! બુદ્ધિવાળા હતા પણ. ગોરધનભાઈએ તો થોડું’
ક પાછળથી સાંભળેલું! તત્ત્વની વાત! આહા... હા! અરે... રે! જે કમાણી કરવી જોઈએ એ કમાણી કરી
નહીં. હેં? આ દશ હજારનો પગાર ને પંદર હજારનો પગાર ને વીસ હજારનો પગાર ને...! બાપુ! પણ
એમાં શું થયું? એમાં ક્યાં તું આવ્યો? એ ક્યાં તારાથી થયું? તારાથી થયું - જે પર્યાય પહેલી નહોતી
એમ અહીંયાં થયું તો અનેરું થયું તો દ્રવ્ય અન્ય કેમ ન હોય? એમ કહે છે. પરને લઈને થયું નથી.
એમ કહે છે. એ પર્યાયને લઈને દ્રવ્ય અનેરું કેમ ન થયું? આહા... હા!
કુંડળ આદિ તે પર્યાયો કરનારું સુવર્ણ પણ અન્ય છે. એનું - પર્યાયોનું કરનારું સુવર્ણ પણ પર્યાયની
અપેક્ષાએ અન્ય છે. આહા... હા!
બહારના અભિમાન મૂકવા નથી. અમે આ કર્યું ને અમે આનું આમ કર્યું ને આ કર્યું ને - કો’ કને
છેતરવા હોય તો આમ છેતરવા ને આમ (ચાલાકીથી) છેતરવા ને અરે... રે! છેતરાય જાય છે તું
(તે) તને તારી ખબર નથી. આહા... હા! તે પર્યાયની ઉત્પત્તિનું કારણ
Page 500 of 540
PDF/HTML Page 509 of 549
single page version
પૈસાની પર્યાય પૈસાથી થઈ એને કારણે ખેદ થયો કે રાગ થયો તો એને કારણે (થયો છે) એ કાંઈ
પૈસાને કારણે (ખેદ કે રાગ) થયો એમ નહીં. આહા... હા! આવી વાતું! ત્રણ લોકનો નાથ! આમ
સામે ઊભો રહ્યો હોય જાણે અને સત્ની વાતું કરતો હોય આહા... હા! ફાટ-ફાટ. પ્યાલા કે! (અજર
પ્યાલા!) આહા... હા!
દ્રવ્યને પણ તેથી અમે અન્ય કહીએ છીએ. આહા... હા! કો’ હેં? આવું છે! આમાં આવું ઝાઝા માણસ
સાંભળનારા-શું કહે છે? બહુ થોડા (સાંભળનારા હોય) વાત સાચી! થોડા જ હોય. આવું પરમ
સત્ય!! આહા... હા! ત્રણ લોકનો નાથ! સીમંધરદેવ પરમેશ્વર! ઇન્દ્રોની વચ્ચે કહેતા હતા ઈ આ વાત
છે. અને હજી કહી રહ્યા છે પરમાત્મા! સીમંધર ભગવાન તો સાક્ષાત્ અરિહંત પદે છે ને...! મહાવીર
પરમાત્મા સિદ્ધપદ થઈ ગયા. આહા... હા! પણ તે ય કહે છે કે સિદ્ધપદ પર્યાય ટાણે ઈ અનેરી પર્યાય
થઈ છે અને જીવ પણ ત્યાં અનેરાપણે થયો છે. દેવપણે હતો અથવા મુનિપણે હતો તે પર્યાયપણે હતું
તે વખતે તે પર્યાયપણે (જીવદ્રવ્ય) હતું. અને સિદ્ધપર્યાય થઈ તે પહેલાની પર્યાયને લઈને થઈ એમ
નહીં. આહા... હા... હા! ઇ સિદ્ધની પર્યાય, તે સમયે ક્રમાનુપાતી (ક્રમબદ્ધ) થઈ તેનો કર્તા - કરણ -
સાધન ને આધાર એ આત્મા છે. આહા.. હા.. હા! એ મોક્ષની પર્યાયનો કર્તા મોક્ષમાર્ગે ય નહીં.
આહા... હા! કેમ કે (મોક્ષ) મારગની પર્યાય કાળે દ્રવ્ય તે-પણે ઊપજેલું અને જ્યાં સિદ્ધપદ થયું તે
પર્યાય તે કાળે તે દ્રવ્ય ઊપજયું તેથી અન્ય-અન્ય દ્રવ્ય થયું એમ કેમ ન કહેવાય? પર્યાય અપેક્ષાએ
(થયું એમ કહેવાય છે.) આહા... હા! ઈ આ દ્રવ્ય (ગળે ઉતારવું) મુશ્કેલ! આ તો બધું! આવી વાતું
હશે?! અરે! ભાગ્યશાળી લોક છો બાપા! આવી વીતરાગની વાતું - ઘરની વાત - સાક્ષાત્ ભગવાન
બિરાજતા હોય એમ કહે છે. આહા... હા! લો! એકસો ને તેરમી ગાથા.
ભગવાન એટલે આત્મા. મનુષ્ય પર્યાયકાળે દેવપર્યાયની પોતે આચાર્ય છે ને... સંત છે ને... મુનિ છે
ને... કહે છે કે મનુષ્યની પર્યાયકાળે દેવપર્યાયની કે સ્વાત્મોપલબ્ધિરૂપ સિદ્ધપર્યાયની અપ્રાપ્તિ છે.
આહા... હા... હા! વાત ઈ નાખી છે દેવમાંથી મનુષ્ય થઈને સિદ્ધ થવાના (મુનિરાજ.) આહા... હા!
અરે! આનો એકાંત કહે (અજ્ઞાની લોક). લોકો એમ કહે. પરથી કાંઈ ન થાય - અને આડી -
Page 501 of 540
PDF/HTML Page 510 of 549
single page version
થાય. લે શું કહેવું છે તારે? “ક્રમાનુપાતી” તેના યોગથી આવવાની પર્યાય જે છે તે આવે છે.
અન્યવયનો-ગુણનો સંબંધ રાખીને-અન્વયનો સંબંધ તોડીને નહીં. (ક્રમાનુપાતી-ક્રમસર) થાય છે.
અન્વયનો સંબંધ રાખ્યો તો અન્વય તો ગુણ છે એટલો પણ સંબંધ થયો એની હારે. એથી અહીંયાં
કીધું કે દ્રવ્ય અન્યપણે ઊપજયું છે. આહા...હા! આવી વાતું છે. ભક્તિ અહીં થાશે હોં! શરીરનું કારણ
હોવાને કારણ! પૂનમ છે આ જ. ચોમાસાનો દિવસ! કાલે તો ભગવાનનો દિવ્ય ધ્વનિનો દિવસ છે.
ભગવાનની દિવ્યધ્વનિનો-ગણધરની ઉત્પત્તિનો કાલે દિવસ છે. ચાર જ્ઞાન થવાનો-બાર અંગની
રચનાનો-એ દિવસ છે કાલ! નૈગમકાલની અપેક્ષાએ. કાલે જ કેમ? (અપેક્ષાએ વાત છે.) નૈગમ
એટલે સંકલ્પ-વિકલ્પ. એથી એમ કહેવા એને. આહા...હા!
કરનાર દ્રવ્ય-ગુણ નહીં. પર્યાયનો કરનાર પર્યાય, પર્યાય કર્તા, પર્યાય કર્મ, પર્યાય કરણ, પર્યાય
સંપ્રદાન, પર્યાય અપાદાન, પર્યાય અધિકરણ - આધાર (પણ) અહીંયાં તો બીજી વાત સિદ્ધ કરવી છે
ને...! આહા... હા! સ્યાદ્વાદ અનેકાંત માર્ગ - આ રીતે છે. ફુદડીવાદ નથી. આહા... હા! સિદ્ધની
પર્યાયોનો કરનાર, મોક્ષની પર્યાયથી મોક્ષની પર્યાય થઈ એમે ય નહીં એમ કહે છે. હેં? આહા... હા!
એક કોર મોક્ષમાર્ગ છે એનાથી મોક્ષ થાય એમ કહેવું. અહીંયાં કહે છે સિદ્ધની પર્યાયનો કરનાર,
સિદ્ધનો આત્મા છે.
પર્યાય નો’ તી માટે થઈ તેથી કંઈક વિલક્ષણ પરનું થયું. એના સંબંધથી બિલકુલ નહીં. અને તે
પર્યાય દ્રવ્યને અડતી નથી છતાં તે પર્યાયનો કર્તા દ્રવ્ય છે. આહા... હા!
વીતરાગની શૈલી!!
એ પાકી પર્યાયનો કર્તા ઈ પરમાણુ છે. બાઈ નહીં, (વાસણ) નહીં. આહા...હા! આંહી તો
અભિમાનનો પાર નહીં કે મારાથી કેવું સરસ થાય છે. કેવા (મજાના) પુડલા થાય છે. હાથ હલાવું
(હળવે-હળવે) શું કહેવાય? વડી
Page 502 of 540
PDF/HTML Page 511 of 549
single page version
આત્માને મારી નાખ્યો પરનું કર્તાપણું માનીને-કરીને આહા... હા! ભગવાન (આત્મા) તો જીવતી
જયોત! જીવતી જયોત બિરાજે છે ચૈતન્ય!!
દ્રવ્ય છે. બાકી કોઈ બીજું દ્રવ્ય - એનું નિમિત્તપણું છે, નિમિત્તપણું હોં. પણ એથી કંઈ (નિમિત્ત)
એનો કર્તા છે કે સાધન છે કે આધાર, અપાદાન છે એમ નથી. આહા... હા!
છે. દ્રવ્યને હોં? પર્યાય તો અસત્ છે જ, પણ ઈ પર્યાય દ્રવ્યની છે ને...! તેથી દ્રવ્યને અસત્-ઉત્પાદ
કહેવામાં આવે છે. આહા... હા! આવું ઝીણું છે! ઈ એકસો તેર થઈ.
Page 503 of 540
PDF/HTML Page 512 of 549
single page version
हवदि य अण्णमणण्णं तक्काले तम्मयत्तादो ।। ११४।।
भवति चान्यदनन्यत्तत्काले तन्मयत्वात् ।। ११४।।
છે અન્ય, જેથી તે સમય તદ્રૂપ હોઈ અનન્ય છે. ૧૧૪.
પર્યાયોસ્વરૂપવિશેષોમાં રહેલા જીવસામાન્યને અવલોકનારા અને વિશેષોને નહિ અવલોકનારા એ
જીવોને ‘તે બધું ય જીવદ્રવ્ય છે’ એમ ભાસે છે. અને જયારે દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને
એકલા ઉઘાડેલા પર્યાયાર્થિક ચક્ષુ વડે અવલોકવામાં આવે છે, ત્યારે જીવદ્રવ્યમાં રહેલા નારકપણું,
તિર્યંચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું - એ પર્યાયોસ્વરૂપ અનેક વિશેષોને અવલોકનારા અને
સામાન્યને નહિ અવલોકનારા એવા એ જીવોને (તે જીવદ્રવ્ય) અન્ય-અન્ય ભાસે છે, કારણ કે દ્રવ્ય તે
તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે તે તે વિશેષોથી અનન્ય છે - છાણાં, તૃણ, પર્ણ - અને
કાષ્ઠમય અગ્નિની માફક (અર્થાત્ જેમ તૃણ, કાષ્ઠ, વગેરેનો અગ્નિ તે તે કાળે તૃણમય, કાષ્ઠમય
Page 504 of 540
PDF/HTML Page 513 of 549
single page version
હોવાને લીધે તેમનાથી અનન્ય છે - જુદું નથી.) અને જયારે તે બન્ને ચક્ષુઓ - દ્રવ્યાર્થિક અને
પર્યાયાર્થિક - તુલ્યકાળે (એકીસાથે) ખુલ્લાં કરીને તે દ્વારા અને આ દ્વારા (દ્રવ્યાર્થિક ચક્ષુ દ્વારા તેમ
જ પર્યાયાર્થિક ચક્ષુ દ્વારા) અવલોકવામાં આવે છે, ત્યારે નારકત્વ-તિર્યંચત્વ - મનુષ્યત્વ - દેવત્વ-
સિદ્ધત્વ-પર્યાયોમાં રહેલો જીવસામાન્ય અને જીવસામાન્યમાં રહેલા નારકત્વ - તિર્યંચત્વ - મનુષ્યત્વ
- દેવત્વ - સિદ્ધત્વ પર્યાયોસ્વરૂપ વિશેષો તુલ્યકાળે જે દેખાય છે.
વિરોધ પામતાં નથી.
વિરોધ નથી. જેમ કે મરીચિ અને શ્રીમહાવીરસ્વામીનું જીવસામાન્યની અપેક્ષાએ અનન્યપણું અને
જીવના વિશેષોની અપેક્ષાએ અન્યપણું હોવામાં કોઈ પ્રકારનો વિરોધ નથી.
તેથી દ્રવ્ય અન્ય-અન્ય ભાસે છે. બન્ને નયોરૂપી બન્ને ચક્ષુઓથી જોતાં દ્રવ્યસામાન્ય તથા દ્રવ્યના વિશેષો
બન્ને જણાય છે તેથી દ્રવ્ય અનન્ય તેમ જ અન્ય-અન્ય બન્ને ભાસે છે. ૧૧૪.