Page 517 of 540
PDF/HTML Page 526 of 549
single page version
દ્રવ્યાર્થિક અને (૨) પર્યાયાર્થિક. એમાં શું કહ્યું? કે જોનાર જે છે આત્મા. ઈ સામાન્ય - વિશેષ જુએ
છે. પરને નહીં. પોતાની વિશેષ પર્યાયમાં પર જણાવે છે ઈ પોતાની પર્યાય છે. એટલે સામાન્ય -
વિશેષને જોનારાં. જોનારાંની વાત લીધી છે. સમજાણું કાંઈ? “સર્વ વસ્તુ સામાન્ય – વિશેષસ્વરૂપ
હોવાથી” વિશેષ સ્વરૂપ હોવાથી “વસ્તુનું સ્વરૂપ જોનારાઓને અનુક્રમે (૧) સામાન્ય પહેલું
સામાન્યને જાણે છે. પછી વિશેષ જાણે છે. કારણ સામાન્યનું જ્ઞાન યથાર્થ થાય, તેને વિશેષનું જ્ઞાન
યથાર્થ થાય. અને વિશેષ જાણવામાં - પર જાણવાની વાત તો લીધી જ નથી. કેમ કે આત્મા જે પરને
જાણે છે ઈ તો પોતાની પર્યાયમાં, પર્યાયને જાણે છે. આહા.. હા! સમજાણું કાંઈ? ઈ કાલ નહોતું
આવ્યું. આ જ અત્યારે આવ્યું કંઈક! આહા..... હા..! વસ્તુને સામાન્ય - વિશેષ જોનારા - એમ કહ્યું.
વસ્તુને સામાન્ ય- વિશેષ અને પર જોનારા એમ નથી કહ્યું.
કહેવું ઈ તો અસદ્ભુત વ્યવહાર છે. આહા... હા! સામાન્ય જે ત્રિકાળ છે એનું જે વિશેષ છે,
આત્મામાં ઈ વિશેષને વિશેષ જાણે. અહીંયાં તો ઈ વિશેષ દ્વારા સામાન્ય જાણશે પહેલું એને જાણીને
પછી વિશેષને જાણે એમ કહેશે. કેમ કે સામાન્યને જાણતાં જે જ્ઞાન થાય, તે વાસ્તવિક પોતાની પર્યાય
છે. તેને વાસ્તવિક રીતે તે જાણી શકે. દેવીલાલજી! આહા.. હા!
એ વિશેષમાં બીજા જણાઈ જાય, એ તો પોતાની પર્યાય છે. આહા... હા..! આ કાલ નહોતું આવ્યું.
આજ ફરીને લીધું ને..! આહા.. હા! આ લોકો આવ્યા છે ને...! આહા... હા! અને તે ‘અનુક્રમે’ એમ
શબ્દ છે. પહેલું સામાન્ય જુએ છે પછી વિશેષ - એમ આવશે. સમજાય છે કાંઈ...? “તેમાં” હવે
તેમાં- સામાન્ય વિશેષ જોનારાં તેમાં “પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને.” પોતાની પર્યાયાં જે
જણાય છે, ઈ પર્યાય જણાય છે. ઈ પરને જાણવાનું ચક્ષુ બંધ કરીને એમ ન કહ્યું. (પણ) પોતાની
પર્યાય છે - જેમાં બધું જણાય છે તે પર્યાય જાણે છે. એ પર્યાય છે, ઈ પર્યાયદ્રષ્ટિનું ચક્ષુ બંધ કરી
દઈને આહા...! આ તે કંઈ વાત છે!! આંખ્યું બંધ કરી દઈને ને પરવસ્તુનું જાણવું બંધ કરી દઈને ને
- એમ નથી કહ્યું. સમજાય છે કાંઈ...? આહા... હા... હા.. હા! ગંભીર વસ્તુ છે ભગવાન! એક પણ
- એક - એક ગાથા!! પ્રવચનસાર, સમયસાર, નિયમસાર! નિયમસારની તો વાત જ (અલૌકિક!)
પોતે પોતા માટે બનાવ્યું છે. આહા... હા... હા!
Page 518 of 540
PDF/HTML Page 527 of 549
single page version
(પ્રવચનસારમાં).
પાલીતાણે ગયા ત્યાં ઓફ થઈ ગયો. જુવાન! ત્રેવીસ વર્ષની ઉંમર! એના બૈરાં ગુજરી ગયેલાં, પણ
આંખમાંથી આંસુ નહીં, શોક કરવા આવે એને સમજાવે. ભાઈ! ઈ તો મહેમાન તો મહેમાન કેટલો
કાળ રહે? એ સુમનભાઈ! આહા... રમણિકભાઈ છે સંઘવી! બાપુ! જગતની ચીજો એવી છે.
છે? પરને અને સ્વની વચ્ચે મોટો અત્યંત અભાવનો કિલ્લો કીધો છે. સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની પર્યાય
વચ્ચે (અત્યંત અભાવ છે.) દ્રવ્ય-ગુણ તો સામાન્ય છે. આહા.. હા! (સ્વ-પરની) પર્યાય વચ્ચે
અત્યંત (અભાવનો) કિલ્લો કીધો છે. સવારે કીધું હતું ને સજઝાયનું - ભગવાન આત્મા અભય છે.
મજબૂત કિલ્લો છે. એ એવો કિલ્લો છે કે એમાં પર્યાયનો પ્રવેશ નથી. આહા... હા... હા! અહીંયાં તો
હજી સ્વની પર્યાય છે. - એમાં પરનો પ્રવેશ નથી. અને પરને અને પરની પર્યાય ને સ્વની પર્યાય
વચ્ચે અત્યંત અભાવરૂપી કિલ્લો પડયો છે. આહા.. હા! છતાં અહીંયાં એવું લીધું છે ભગવાન આત્મા
વિશેષને જાણે છે. સામાન્યને જાણે છે ઈ પહેલું કહ્યું પછી વિશેષને જાણે છે. પરને જાણે છે એમ નથી
લીધું. ભાઈ! આહા... હા! હવે આંખ્યું બંધ કરીને અને આમ પરને જોવાનું (બંધ કરીને) એમ ન
લીધું. આહા.. હા!
દઈને ને પરને જોવાનું બંધ કરી દઈને - એમ નથી કહ્યું. ભાઈ! આ તો વીતરાગની દિવ્યધ્વનિ
છે!
બંધ કરી - તો પર્યાય જોનારી (છે.) તે (જોનારી) પર્યાય રહી કે નહીં? દ્રવ્યને જોનારી પર્યાય રહી
છે કે નહીં? તો કહે છે “ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે” (અર્થાત્) “એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ
વડે.” આહા... હા! શું કામ કર્યું છે (મુનિરાજ આચાર્યે!) આ ટીકા! આહા..! પોતાની પર્યાયને
જોવાનું સર્વથા બંધ કરી દઈ “એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે” દ્રવ્યાર્થિક નય છે ઈ જ્ઞાન છે, ઈ
ઉઘડેલું જ્ઞાન છે, છે તો પર્યાય. પણ ઈ પર્યાય જોનારી, જોનારને ન
Page 519 of 540
PDF/HTML Page 528 of 549
single page version
છે. કારણ કે એ જ્ઞાન દ્રવ્યને જાણે છે (માટે દ્રવ્યાર્થિક નય છે.) આહા... હા! આ તો ત્રણ લોકના
નાથની વાતું છે બાપા! આ કાંઈ આલી - દુવાલીની વાત નથી. આહા... હા... હા!
કરી દઈને - પર્યાયને જોવાની (પર્યાયાર્થિક) ચક્ષુ સર્વથા બંધ કરી દઈને - હવે બંધ કરી દઈને થયું
ત્યારે કોઈ દ્રવ્યને જોનારી જ્ઞાનચક્ષુ રહી કે નહીં? આહા... હા.. હા! (તો કહે છે કે)
બાપા! આ તો વીતરાગ ત્રિલોકનાથ! સર્વજ્ઞની વાણી છે!! “પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ
કરીને!” એકલા ઉઘાડો દ્રવ્યાર્થિક ચક્ષુ” દ્રવ્યાર્થિક ઉઘાડેલા નય છે નય છે ને...! એટલે દ્રવ્યને
જોનારી દશા (જ્ઞાનની) ઉઘડેલી છે. (જ્યાં) પર્યાયને જોનારી (ચક્ષુ) બંધ કરી દઈને... આહા...હા!
ત્યાં દ્રવ્યને જોનારી પર્યાય, ત્રિકાળ થઈ છે. આહા... હા! આ કાલ લેવાયું’ હતું - હોં? આ તમે
આવ્યા ફરીને લીધું! (શ્રોતાઃ) અમને ય લાભ થાય.. (ઉત્તરઃ) આ તો જયારે - જયારે કહે, વાત
જ જુદી છે. આહા... હા! અલૌકિક વાણીની ગંભીરતાનો પાર નથી પ્રભુ! આહા...હા!
નાટક’
અને સિદ્ધ - એ પાંચ પર્યાય. એની પોતાનો હો પાંચ (પર્યાય છે), તે સિદ્ધપર્યાયને જોનારી પણ
પર્યાયચક્ષુને (સર્વથા) બંધ કરી દે. આહા... હા! એથી તને અંદર દ્રવ્યને જોનારી ચક્ષુનો ઉઘાડ થાશે
જ. આહા.. હા! ગજબ વાત છે!! સમજાય છે કાંઈ...? અરે... રે! પ્રભુના વિરહ પડયા! વાણી રહી
ગઈ!
પર્યાયને જો એમ ન લીધું અહીંથી (પર્યાયને જોવું બંધ કરી દે) કેમ કે સામાન્યને જોવાથી જે જ્ઞાન
થાય, એ જ્ઞાન વિશેષને બરાબર (યથાર્થ) જાણી શકે. પોતાના વિશેષને (જાણવાની વાત છે હોં!)
આહા... હા! સમજાય છે કાંઈ? સમજાય એટલું ભાઈ! તત્ત્વનો પાર ન મળે! એની ગંભીરતાનો પાર
ન મળે! આહા...હા...હા!
Page 520 of 540
PDF/HTML Page 529 of 549
single page version
ફરીવાર લીધું કે બે જણ આવ્યા છે ને..! આહા...! આ તો ભગવાનની વાણી! ગમે ત્યારે લો એ
કાંઈ ફરીને છે જ નહીં, તેનો પાર નથી.
જ્ઞાન ઉઘડેલું છે. આહા.. હા! એક લીટી! (સમજે તો બેડો પાર!) આહા... હા! જો તો ખરો પ્રભુ! તું
કોણ છો? આહા.. હા! સામાન્ય - વિશેષમાં પણ. વિશેષની આંખ્યું સર્વથા બંધ કરી દીધી. એટલે કે
વિશેષને જોનારી આંખને સર્વથા બંધ કરી. પણ વિશેષમાં સ્વને જોનારી આંખ તો ઉઘડી ગઈ (છે.)
આહા... હા... હા! સમજાય છે કાંઈ? તે (પર્યાયચક્ષુ) બંધ થઈ પણ “એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક
ચક્ષુ વડે” સ્વને જોવાનો ભાવ - એકલા દ્રવ્યને જોવાનો ભાવ ઉઘડી ગયો છે. વસ્તુ છે તેને જોવાનો
ભાવ રહી ગયો છે. થઈ ગયો છે. આહા... હા! પર્યાયને જોવાનું જ્યાં બંધ કર્યું. ત્યાં દ્રવ્યને જોવાનું
(જ્ઞાન) ઉઘડી ગયું છે. આહા... હા! જાણનારો છે ઈ જાણનારો - એને પર્યાયમાંથી અંધારું થઈ જાય
એમ તો છે નહીં. હેં? ભલે કહે છે કે પર્યાયને (જોવાની ચક્ષુ) સર્વથા તેં બંધ કરી - તારી પર્યાયને
જોવાની સર્વથા બંધ કરી - પરની વાત તો છે જ નહીં. આહા...! પરની ચીજ કે પર્યાયને જોવાની તો
વાત જ નથી. અહીંયા તો પોતાની પર્યાય (સહિત) પાંચ પર્યાય લેશે. નારકી -તિર્યંચ - મનુષ્ય -
દેવ અને સિદ્ધ પર્યાય - એ પાંચ પર્યાયો. (પોતાની) પરની નહીં. પણ એ (જીવદ્રવ્ય) પોતાની પાંચ
પર્યાયમાં વર્તે છે તેને જોવાનું બંધ કરી દઈને... આહા... હા! ભગવાન! વાત બીજી છે! આહા... હા!
વળી કહે મહારાજ સમયસારના (બહુ વખાણ કરે છે તો હું તો) પંદર દિ’ માં વાંચી ગયો! પણ બાપું!
એ એક કડીનો કે એક શબ્દનો પાર ન મળે ભાઈ! (ભાવો બ્રહ્માંડના ભર્યાં) આહા..! ઈ પરમાત્માની
આ વાણી છે! દિગંબર સંતોની વાણી છે આ. કેવળીના કેડાયતોની આ વાણી છે! આહા... હા!
દ્વારા જયારે દ્રવ્યને અવલોકવામાં આવે છે. સમજાય છે કાંઈ? આમાં તો ભાઈ! અમે જાણીએ છીએ
(પણ) બાપા પાર ન મળે! આહા... હા! પ્રભુની વાણી અને સંતો દિગંબર મુનિ! એટલે કે કેવળીના
કેડાયતો! જેને કેવળજ્ઞાન પ્રગટશે. પણ કહે છે કે પર્યાયને જોવાનું (સર્વથા બંધ કરી દઈને) આહા...
હા! અમારે તો દ્રવ્યને જ જોવું છે - એમ કહે છે. અને તે પર્યાયને જોવાની (સર્વથા) બંધ કરી દઈને
કીધું તો જોવાની પર્યાય રહી કે નહીં? પર્યાયને જોવાનું બંધ કરી દીધું એટલે દ્રવ્યને
Page 521 of 540
PDF/HTML Page 530 of 549
single page version
વડે. આહા... હા! “એકલા ઉઘાડેલા” દ્રવ્યાર્થિક એટલે પોતાના પુરુષાર્થથી ઉઘાડેલા એમ. આહા...
હા! પર્યાયને જોવાનું જ્યાં બંધ કર્યું આહા.. હા! ત્યાં દ્રવ્ય જોવાની પર્યાય ઉઘડી ગઈ!! આહા.. હા!
રતિભાઈ! આવી વ્યાખ્યા છે, આવી વસ્તુ છે.
જ કહે છે કે પર્યાયને જાણવાનું (બંધ કરી દઈને.) આહા.. હા! (પર્યાય) એને તો બંધ કરી દઈ જોવું
ત્યારે એક બંધ કર્યું ત્યારે એક ઉઘડે જ તે. આહા... હા! કહેવાનો આશય એવો છે કે પર્યાયદ્રષ્ટિ જ્યાં બંધ
કરી, ત્યાં દ્રવ્યદ્રષ્ટિ - દ્રવ્યને જોવાની ઉઘડેલું જ્ઞાન થયું. ઉઘડેલું દ્રવ્યાર્થિક ચક્ષુ આહા..હા! એ વડે “જયારે
અવલોકવામાં આવે છે, ત્યારે નારકપણું, તિર્થંચપણું, મનુષ્પણું, દેવપણું અને સિદ્ધપણું – એ
પર્યાયોસ્વરૂપ” હવે વિશેષને કહેશે. “વિશેષોમાં રહેલા” એ વિશેષો છે પણ એ વિશેષમાં રહેલ
સામાન્ય છે. આહા.. હા! પર્યાયોને જોવાનું બંધ કરીને ‘આ’ જોવાનું છે. આહા.. હા!
નહિ પણ ફકત તારી જે પર્યાયો - એ પાંચ પ્રકારની, ચાર ગતિની ને પાંચમી (સિદ્ધની) એ પાંચ
પર્યાય વિશેષ છે. એમાં રહેલા
છે પણ લોકોને સમજાય તેથી જીવદ્રવ્યનો દ્રષ્ટાંત આપ્યો. સમજાણું? બાકી બધા દ્રવ્યોને વિશેષને
જોનારો તો છો ને તું? એટલે વિશેષતા તો આવી ગયો તું. સમજાણું કાંઈ? એ વિશેષોમાં રહેલો જે
સામાન્ય. જે (પર્યાયને) જોવાની આંખ્યું હતી તેને બંધ કરી દઈને. છતાં તે પર્યાયમાં રહેલો જીવ
(સામાન્ય) આહા... હા.. હા! સમજાણું કાંઈ?
જુવે છે દ્રવ્યને (સામાન્યને) આહા... હા! (‘સમયસાર’) ૩૨૦ ગાથામાં કહ્યું ને...! છેલ્લા જયસેન
આચાર્યે! (ટીકામાં છે ને...!) -
છે. કેમકે ‘આવું દ્રવ્ય હું છું’ - એમ જાણવું (કાર્ય) દ્રવ્યને છે નહીં. પર્યાયમાં જાણવું (કાર્ય) થાય છે.
તેથી પર્યાય એમ કહે છે કે “હું તો આ છું’ નિજપરમાત્મદ્રવ્ય તે જ હું છું. ભલે વિશેષોમાં રહેલો છું,
પણ છું આ -એમ પર્યાય જાણે છે. એજ કહે છે કે -
Page 522 of 540
PDF/HTML Page 531 of 549
single page version
જીવદ્રવ્ય છે એમ ભાસે છે) આહા.. હા! બે - ત્રણ લીટીમાં કેટલું નાંખ્યું છે! અપાર વાત છે બાપુ!
કોઈ સાધારણ વાત નથી. આ તો દિગંબર સંતોની વાણી છે! ક્યાં’ ય છે નહીં. (બીજે) ક્યાં’ ય છે
નહીં. એમાં રહેલું તત્ત્વ, તે તત્ત્વને જાણનાર. (ચક્ષુ) ઉઘડયું કહે છે. આહા... હા! એ પર્યાય ઉપર
દ્રષ્ટિ હતી ત્યારે દ્રવ્યને જાણનારું જ્ઞાન અસ્ત થઈ ગયું હતું. આહા... હા! પણ ર્પાયને જોવાનું જ્યાં
સર્વથા બંધ કર્યું આહા...! એટલે તને અવલોકવાનું ઉઘડયું જ્ઞાન - તે વિશેષોમાં રહેલો જે
જીવસામાન્ય છે? (પાઠમાં) “વિશેષોમાં રહેલા (એક) જીવસામાન્યને” અવલોકનારા અને
વિશેષોને ન અવલોકનારા” છે ને? સામું પુસ્તક છે કે નહીં? આહા..! આ કંઈ કથા નથી પ્રભુ! (કે
જે નારાયણ!) આ તો ભાગવતકથા છે. આહા.. હા! કેના ગર્વ કરવા? કોના અભિમાન કરવા
જાણવાના? ભાઈ! પરમાત્માની એક-એક ગાથા! (અલૌકિક છે!) બધું રહસ્ય ભર્યું છે પ્રભુ! ઈ
સંતો જયારે એની વ્યાખ્યા કરતા હશે, એની વ્યાખ્યાનો પાર ન મળે! ભગવાનની વાણીમાં આવ્યું
હશે એટલું તો ઝીલાણું નહીં. આહા.. હા! ભગવાને જોયું એનું અનંતમે ભાગે કહેવાયું - દિવ્યધ્વનિનો
દિવસ છે કાલ! કાલ આ શરૂ થયું છે (આ ગાથાનું વ્યાખ્યાન)
વાત જેણે જાણી છે અંદર, એને સંશય રહેતો નથી, દ્રવ્યને - (જાણનાર) ઉઘડેલું જ્ઞાન, જ્યાં
વિશેષોમાં રહેલા (શુદ્ધસામાન્ય) જીવને જોયો - સામાન્યને જોયો (ભાળ્યો) ત્યાં સંશય રહેતો નથી.
મિથ્યાત્વનો કોઈ અંશ રહેતો નથી. આહા... હા!
બધા જીવોને ‘તે બધુંય જીવદ્રવ્ય છે.’ આહા.. હા! અરે.. રે! પાંચમા આરાના પ્રાણીને (જીવને) પણ
આમ છે એમ કહે છે. પંચમઆરાના સંત (પંચમઆરાના) શ્રોતાને એમ કહે છે. આહા.. હા! તારાથી
ન થાય એમ કહેતા નથી અહીંયાં (મુનિરાજ) આહા... હા! ‘મને ન સમજાય’ એ વાત મૂકી દે.
પર્યાય છે એને જાણવાનું બંધ કરી દે, હું નહીં જાણી શકું - નહિ જાણું એ પ્રશ્ન જ ક્યાં છે? (એમ
આચાર્ય) કહે છે. આહા.. હા! એવા
(કેજે) પર્યાયચક્ષુને (સર્વથા) બંધ કરીને એકલા ઉઘડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે અવલોકનારા એવા
પંચમઆરાના જીવોને - ચોથા આરાની વાત છે આ? આહા... હા!
Page 523 of 540
PDF/HTML Page 532 of 549
single page version
બંધ કરીને થયું અંદર, ત્યાં ભગવાન તને ભળાશે. (દેખાશે.) આહા... હા! ભગવાનનો તને ભેટો
થશે. એ ભગવાન છાનો નહીં રહે. આહા... હા! ગજબ વાત છે! ચાર લીટી! આહા!
પ્રાણીને કહે છે. પ્રભુ! તું આવો છો ને...! અને પર્યાયચક્ષુને બંધ કરીને જોનારા ઘણા જીવોને (“–એ
પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા જીવસામાન્યને અવલોકનારા અને વિશેષોને નહિ અવલોકનારા”)
એ જીવોને
ભાસે છે. આહા... હા! કાલે આવ્યું’ તું થોડું! આ તો તમે આવ્યા તો જરી ફરીને લીધું. આ (નો)
તો પાર ન મળે બાપા! ગમે તેટલી વાર લો ને...! આહા.. હા! એના ભાવની ગંભીરતા! (અપૂર્વ.)
એના ભાવની અપરિમિતતા! (અથાગ) (શ્રોતાઃ) પરમ પરમેશ્વરની વાત... (ઉત્તરઃ) હો! પરમેશ્વર
થવાની જ વાત છે.
હા! અરે... રે! આવી વાત ક્યાં મળે? ભગવાનના વિરહ પડયા!! વાણી રહી ગઈ!! વાણીએ વિરહ
ભૂલાવ્યા!! હેં? (વળી) વાણીએ વિરહ ભૂલાવ્યા (ભગવાનના.) આહા... હા! એક
બહુવચન છે.
તને ત્યાં ‘જીવદ્રવ્ય’ તે બધું ય છે તેમ ભાસરો. (દેખાશે.) છે? (પાઠમાં) આહા.. હા!
Page 524 of 540
PDF/HTML Page 533 of 549
single page version
જોવાનું બંધ કરી દે. (દ્રવ્યાર્થિક નયની આંખથી તને જો.)
(કે) ભાસે છે. એમ કીધું છે ને...? ઘણા જીવોને ને...? ઉઘડેલી આંખથી ને...? બંધ કરી આંખ એક
(પર્યાયની ને?) એ બંધ કરી અને (બીજી) ઉઘડેલી આંખથી (જુએ છે એને ને?) “તે બધુંય
જીવદ્રવ્ય છે’ એમ ભાસે છે.” આના પછી સપ્તભંગી આવશે. એકસો પંદરમાં. આ તો અહીંથી... આ
તો કુંદકુંદાચાર્યની વાણી! સાક્ષાત્ ભગવાન પાસે ગયા હતા. આહા..હા! અને એની ટીકા કરનાર
અમૃતચંદ્રાચાર્ય! ઈ ભગવાન પાસે ગયા’ તા. ભગવાન (પોતાનો) કુંદકુંદાચાર્યદેવ પણ પોતાના અને
સીમંધરદેવ પાસે ગયા’તા. આહા..હા! એ અમૃતચંદ્રાચાર્ય આ કહે છે. શ્લોકમાં તો (મૂળ ગાથામાં તો)
આટલું જ છે.
અપેક્ષાએ અન્ય-અન્ય છે, વસ્તુથી અનન્ય છે. અનેરો-અનેરો નથી. આહા...હા! આવી વાતું
નથી. આહા... હા! જે દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ જણાય (એવું) તત્ત્વ છે. આહા... હા!
ઉત્પાદ થાય છે.” છે એકસો તેરની ટીકા (માં). “જે ક્રમાનુપાતી - ક્રમાનુસાર ને તે કાળે (સ્વકાળે)
ઉત્પાદ થાય છે એ વિશેષને જોવાની આંખ્યું બંધ કરી દે. આહા.. હા.. હા! સ્વકાળે તે તેની પર્યાય
થશે જ. એ ‘કાળ’ તે નકકી થઈ ગયેલો જ છે. તેની ‘જન્મક્ષણ’ છે. આહા.. હા! પણ તે પર્યાયને
જોવાનું બંધ કર. આહા... હા! સ્વકાળે પર્યાય ઉત્પન્ન થશે જ. છતાં તેને જોવાનું બંધ કરી, બંધ કરી
એટલે બંધ જ થઈ ગઈ - જોવાનું (બંધ થઈ ગયું) એમ નહીં. પર્યાયનયને જોવાનું તેં સર્વથા બંધ
કર્યું એવી હવે એને પર્યાયમાં કંઈ જાણવાનું રહ્યું નહીં એમ નહીં. આહા.. હા! પર્યાયને જોવાનું જ્યાં
સર્વથા બંધ કર્યું ત્યારે દ્રવ્યાર્થિક નયથી ઉઘડેલું જ્ઞાન, એ જ્ઞાન વડે તે જાણવામાં આવ્યો. આરે...!
આવી વાતું કયા છે? બહારની વાતું - ક્રિયાકાંડ અરે પ્રભુ! તારો જ્યાં ભવનો અંત ન આવે (એ
વાતમાં શું સાર છે કે તું ત્યાં રોકાણો!) આહા..! ચોરાશીના અવતાર! નરકના દુઃખોનું વર્ણન
સાંભળ્યું ન જાય! બાપુ! તને જોતાં આનંદની વ્યાખ્યા એ કહી ન જાય એવો આનંદ આવશે તને.
આહા.. હા! ઉઘડેલા જ્ઞાન વડે દ્રવ્યને! જોતાં - પહેલું એ જ્ઞાન બંધ હતું પર્યાયદ્રષ્ટિમાં (બંધ હતું
ઉઘડેલુ નહોતું) પરની દ્રષ્ટિમાં નહી આહા...હા! અવસ્થાને જોનારી તારી દ્રષ્ટિ તને જોતી નહોતી
(તારા દ્રવ્યને જોતી નહોતી.) આહા.. હા! ઈ અવસ્થા (ને જોવાની દ્રષ્ટિ) બંધ કરીને - તો પછી
કંઈ (જોવાનું) રહ્યું કે નહીં? ભગવાન જ્ઞાનમૂર્તિ પ્રભુ! કેવળજ્ઞાનનો કંદ છે ને...! આ (પર્યાયને
Page 525 of 540
PDF/HTML Page 534 of 549
single page version
બંધ વખતે પણ પ્રભુ! પરિચિત નહિ શકે એમ કરીશ મા સર્વજ્ઞ પ્રભુ! પરિચિત પરિ એટલે સમસ્ત
પ્રકારે ને ચિદ્ એટલે જ્ઞાન - પરિચિત એટલે સર્વજ્ઞ! આનો પરિચય! ઓલું ‘શ્રુતપરિચિતા
અનુભૂતાઃ’ એ નહીં ગુલાંટ ખાઈને આમ પરિચિત થાય છે. પહેલો પરિચિત રાગને એનો પરિચય છે,
પર્યાયદ્રષ્ટિનો પરિચય છે. આહા.. હા! ગુલાંટ ખાય છે. ત્યારે દ્રવ્યને જોનારી આંખ્યું વડે જોતાં ત્યારે
પરિચિત નામ સર્વજ્ઞપણું પ્રગટ થઈ જાય છે. પરિ + ચિત્ છે. ઈ. પરિ નામ સર્વથા પ્રકારે (ચિત્)
નામ જોવું જ્ઞાનને. પરને જોવું નહીં. જ્ઞાનને જોવું હોં? ભાઈ! આહા.. હા! આવી વાતું છે.
જોવાનું ઉઘડયા વિના રહે જ નહીં. આહા... હા! જેણે પર્યાયને જોવાનું ચક્ષુ બંધ કરી, એને સ્વને
જાણવાનું ઉઘડેલું જ્ઞાન ઉઘડયા વિના રહે જ નહીં. (એ જ્ઞાન ઉઘડે જ.) આહા.. હા! અને એ ઉઘડેલા
જ્ઞાન વડે (એટલે) દ્રવ્યાર્થિક નય વડે - દ્રવ્યાર્થિક નય પણ જ્ઞાન છે ને..! નય છે ને...! ઈ તો
જ્ઞાનનો અંશ છે ને...! દ્રવ્યાર્થિક એટલે દ્રવ્યને (જોનારું) જ્ઞાન, દ્રવ્યાર્થિક નયથી જોનારું દ્રવ્ય (છે.)
આહા... હા! એ ઉઘડેલું જ્ઞાન તે દ્રવ્યાર્થિક નય છે એનાથી જોતાં દ્રવ્ય જોવાય. (દેખાય.) આહા.. હા!
લખે છે ને...? પાછું નાખશે, આતમધરમમાં આવશે ઈ. આહા.. હા! હવે આ જયારે ભાસ્યું ત્યારે હવે
પર્યાયને જાણવાનું યથાર્થ જ્ઞાન થયું. પહેલી દ્રવ્યાર્થિક (નય) ને બંધ કરીને પર્યાયને જોવાનું નથી
કીધું. (પરંતુ) પર્યાયાર્થિક ચક્ષુને (સર્વથા) બંધ કરીને દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જો. (એમ કીધું છે.) અને
દ્રવ્ય ભાસ્યું ત્યારે હવે પર્યાયને જાણવાનું યથાર્થ જ્ઞાન થયું. પહેલી દ્રવ્યાર્થિક (નય) ને બંધ કરીને
પર્યાયને જોવાનું નથી કીધું. (પરંતુ) પર્યાયાર્થિક ચક્ષુને (સર્વથા) બંધ કરીને દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જો.
(એમ કીધું છે.) અને દ્રવ્ય ભાસ્યું ત્યારે પર્યાયનું યથાર્થ જ્ઞાન થયું. કો’ સમજાણું કાંઈ?
છે’ એવું જ્ઞાન થયું છે. છતાં તે તરફનું જોવું બંધ કરી પર્યાય પણ તારી છે - તારામાં છે એને જોવા
માટે આ (ચક્ષુ- દ્રવ્યાર્થિકનય) બંધ કર. આહા... હા! બહુ ઝીણી વાત છે ભાઈ ચંદુભાઈ! ગંભીર છે
બાપુ! પરમાત્માની વાણી! દિગંબર સંતોની વાણી! શ્વેતાંબરમાં તો કથન પદ્ધતિ ય મિથ્યાદ્રષ્ટિ થયા
પછી કરે છે આરે! પ્રભુ! આકરું લાગે! શું થાય? આ વાત છે આકરી! આહા... હા... હા! જ્યાં
કેવળજ્ઞાન રેલાય છે આમ!! અલ્પકાળમાં કેવળજ્ઞાન થવાની તૈયારીવાળું છે જ્ઞાન! આહા.. હા!
છતાં કહે છે પર્યાયને જોવાનું – તારી પર્યાયને જોવાનું બંધ કરી દે. અને હવે, દ્રવ્યાર્થિક (ચક્ષુને) બંધ
કર. જોવાઈ ગયું - જણાઈ ગયું! પણ તે તરફનું લક્ષ બંધ કર. સમજાણું...? આહા... હા.. હા!
“દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને.” એટલે તેના તરફનું લક્ષ છોડી દઈને “એકલા ઉઘાડેલા
પર્યાયાર્થિક ચક્ષુ વડે” ઓલામાં “એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે” હતું. પહેલી લીટીમાં.
આમાં “એકલા ઉઘાડેલા પર્યાયાર્થિક ચક્ષુ વડે”
Page 526 of 540
PDF/HTML Page 535 of 549
single page version
એ વાત અહીંયાં સિદ્ધ કરવા (કહે છે) પર્યાય એની છે પણ પરને ને એને કાંઈ સંબંધ નથી. આહા...
હા!
જો. કહે છે. પણ ઈ પર્યાય પર્યાયથી સિદ્ધ છે હોં? નારકી - તિર્યંચ - મનુષ્ય - દેવ એ ચાર ગતિની
ને સિદ્ધપર્યાય - એ પાંચ પર્યાય છે. છે? (પાઠમાં)
“એ પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા” ન્યાં એમ હતું. હવે અહીંયાં “જીવદ્રવ્યમાં રહેલા” (કહ્યું.)
દ્રવ્યમાં રહેલા!! આહા... હા! પર્યાયનો સંબંધ (બતાવવો) છે ને...! પરની હારે કાંઈ સંબંધ નથી
(એમ બતાવવાનું જોર છે.) આહા.. હા!
અવલોકનારા” લક્ષ એ પરથી છોડીને એકલું પર્યાયનું લક્ષ હોં? આહા...હા..હા! “એવા એ જીવ ને
(તે જીવદ્રવ્ય) અન્ય અન્ય ભાસે છે.” પર્યાયદ્રષ્ટિમાં એકરૂપ બધું ભાસતું હતું. હવે અન્ય દ્રવ્ય છે
અન્ય પર્યાય છે અન્ય અન્ય ભાસે છે. હવે અનેરી-અનેરી-અનેરી, અન્ય, અન્ય, અન્ય...અન્ય...
અન્ય...અન્ય... અન્ય ભાસે છે.