Pravachansar Pravachano (Gujarati). Date: 12-07-1979.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 42 of 44

 

Page 527 of 540
PDF/HTML Page 536 of 549
single page version

ગાથા – ૧૧૪ પ્રવચનસાર પ્રવચનો પ૨૭
પ્રવચનઃ તા. ૧૨–૭–૭૯.
‘પ્રવચનસાર’ ૧૧૪ ગાથા. ફરીને દ્રવ્યાર્થિક પહેલું કહ્યું કે પર્યાયાર્થિકને ન જોતાં દ્રવ્યાર્થિક
નયનો વિષય ઉઘડયો. ઉઘડયું છે. જ્ઞાન. એ જ્ઞાન વડે દ્રવ્યાર્થિક દ્રવ્ય ને જો. તો ઈ સામાન્ય તને
નજરે પડશે. પણ પર્યાય (નય) ની આંખ્યું બંધ કરી દઈને. પરને જોવાની (આંખ્યું) બંધ કરીને
નહીં. પરને તો ઈ જોતો જ નથી. પર્યાયની આંખ્યું - પોતાનો પર્યાય છે તન્મય છે તેમાં આત્મા રહે
છે. આહા... હા! જેવી પર્યાયનયની આંખ્યું બંધ કરી, દ્રવ્ય નયને જોતાં બધું ય એક આત્મા છે એમ
ભાસે છે. આવી વાત છે! હવે (એને (જયારે) “દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને” એટલે
ઉઘડેલું જ્ઞાન તો છે. ફકત એનું લક્ષ નથી. લક્ષ તો પર્યાય ઉઘડેલી છે તેમાં છે. દ્રવ્યાર્થિક ચક્ષુ બંધ
કરીને “એકલા ઉઘાડેલા પર્યાયાર્થિક ચક્ષુ વડે અવલોકવામાં આવે છે” પર્યાયથી જયારે જીવની
દશાઓ જોવામાં આવે છે. (ખરેખર તો) એને જોવાનું એનામાં ને એનામાં છે. સામાન્ય ને વિશેષ.
બહારમાં ક્યાં’ય નહીં. આહા...હા! બહારમાં કરવાનું તો કાંઈ નથી, તારા દ્રવ્ય-પર્યાય સિવાય
બહારમાં કાંઈ કરવાનું તો છે નહીં, પણ બહારને જોવાનું ય નથી. જુવે છે તે તારી પર્યાયને (જુવે
છે.) આહા.. હા! આવી વાત છે.
(કહે છે કેઃ) આત્મા સિવાય કોઈ કષાયને કે કરમને કે પરને કાંઈ કરું એ નહીં. નિશ્ચયથી તો
ચૈતન્યને શરીર કહ્યું છે. ચૈતન્યવિગ્રહ એમ પુણ્યને પાપ - કષાયભાવ એ પણ વિગ્રહ છે. છે એની
પર્યાયમાં. પણ એ પણ એક શરીર છે. આ શરીર છે જે ચૈતન્યભગવાન! પરમ પારિણામિક
સ્વભાવભાવ, એ ચૈતન્યશરીર છે. ચૈતન્યવિગ્રહ છે. વિગ્રહ શબ્દ છે ને..! એમ પુણ્ય ને પાપના ભાવ,
કે ગતિના આ ઉદયભાવ. સિદ્ધભાવ એકકોર રાખો. અહીંયાં તો સિદ્ધપર્યાયને જોવાની વાત છે. પણ
ચાર ગતિ જે છે ઉદય, ચૈતન્યશરીર છે ભગવાન, ચૈતન્યવિગ્રહ એ અપેક્ષાએ તો ચૈતન્ય વિગ્રહ છે.
(શરીર છે ચૈતન્ય.) ચૈતન્ય શરીર જ છે. આહા... હા.. હા! ત્રણ પ્રકારના શરીરઃ ચૈતન્યશરીર, કષાય
શરીર, કર્મ શરીર, ઔદારિક શરીર, આહારક શરીર વૈક્રેયિક શરીર, પછી આહારક, તૈજસ, કાર્મણ એ
જડ (શરીર (છે.) અને આત્મામાં થતો વિકાર એ ચૈતન્યનું વિકૃત શરીર અને એનો ત્રિકાળી
સ્વભાવ, પરમસ્વભાવ, જ્ઞાયકભાવ એ એનું નિજશરીર (છે.) નિજ વસ્તુ છે ઈ.
(કહે છે કેઃ) એ નિજવસ્તુ જ્ઞેય થવા માટે તું એક વાર પર્યાયને (જોવાનું) ચક્ષુ (સર્વથા)
બંધ કર. પણ હવે સ્વને જોયું. અને સ્વને જાણ્યું તો પર્યાયમાં પણ ઈ સામાન્ય વર્તે છે. એથી એને
જોવા માટે પણ આ બાજુનું (દ્રવ્યનું) લક્ષ છોડીને આ બાજુ (પર્યાયને) જો. કારણ કે ઈ પર્યાય પણ
તારા અસ્તિત્વમાં છે. જેમ બીજા (કોઈપણ) દ્રવ્યનો અંશ તારા અંશીમાં નથી, કારણ શરીરનો -
પર્યાયનો એક અંશ તારામાં નથી. તારા અસ્તિત્વમાં પર્યાયનું અસ્તિત્વ ન હોય તો, ચાર ગતિની અને
સિદ્ધની પર્યાયનું અસ્તિત્વ (સાબિત જ ન થાય.) પણ એ પાંચે પર્યાયનું અસ્તિત્વ છે.

Page 528 of 540
PDF/HTML Page 537 of 549
single page version

ગાથા – ૧૧૪ પ્રવચનસાર પ્રવચનો પ૨૮
આહા... હા! એને જોવાને ઉઘડેલું જ્ઞાન છે. કીધું ને...? “એકલા ઉઘાડેલા પર્યાયાર્થિક ચક્ષુ વડે.”
પર્યાયનું અસ્તિત્વ જોવા માટે સ્વને જોયું છે તે જ્ઞાન પર્યાય જોવાને ઉઘડેલું છે. આહા... હા! આવી
બધી વાતું ઝીણી! લોકોને બહારથી (સુખ મેળવવું છે.) પણ એ બહાર છે જ નહીં ને...! બહારમાં તો
પરનું કંઈ તો કરતો નથી, પણ બહારમાં ઈ વિષય - કષાય -શુભભાવ એ પણ એને પરમાર્થે
પરશરીર કીધું છે એને. આહા.. હા! પણ અહીંયાં કહે છે કે તારી પર્યાયનું અસ્તિત્વ છે એને જોવાની
ઉઘડેલી આંખ્યથી જો - જાણ. આહા... હા! છે? (પાઠમાં.)
(કહે છે કેઃ) “એ પર્યાયોસ્વરૂપ અનેક વિશેષોને અવલોકનારા” “જીવદ્રવ્યોમાં રહેલા”
છે? (પાઠમાં.) ઓલામાં તો એક અંશે ય રહેલો નથી. કરમને શરીર આદિ (પરમાં તો રહેલો જ
નથી.) આહા... હા! અરે.. અરે! ક્યારે ફુરસદ લે ને ક્યારે નિર્ણય કરે! ચોરાશીના અવતાર કરી -
કરીને સોથા નીકળી ગયા છે ને હજી એને દરકાર નથી. કે હું કોણ છું? ક્યાં છું? ક્યાં (શું કરી રહ્યો
છું?) અહીંયાં ગતિ છે ઈ પણ પર્યાયના અંશમાં છે. તે ત્રિકાળી ચીજમાં નથી. આહા... હા! કષાય-
શુભ દયા -દાન વ્રત-ભક્તિના પરિણામ પણ મારી પર્યાયમાં, પર્યાયમાં, પર્યાયમાં વર્તે છે જરી. એમાં
વર્તે છે વસ્તુમાં તો ઈ નથી. પણ વસ્તુનું જ્ઞાન થયા પછી એના અસ્તિત્વમાં છે (પર્યાય) એને જો.
પરને જોવાની વાત જ નથી. પરને જુવે છે ઈ તો પોતાની પર્યાયને જુવે છે. આહા.. હા! ખરેખર તો
રાગ - દ્વેષને જુવે છે એ પણ જ્ઞાનની પર્યાય છે અને એને જોવે છે. આહા.. હા.. હા!
(કહે છે કેઃ) પણ, એની પર્યાયમાં ગતિ છે. એ પર્યાયને જોતાં “જીવદ્રવ્યમાં રહેલા” એમ છે
ને...? (અહીં પાઠમાં) કર્મ-શરીર કે (બીજું કંઈ) જીવદ્રવ્યમાં રહેલ નથી. આ શરીર જે છે એ
જીવદ્રવ્યમાં રહ્યું નથી. આહા.. હા! જીવદ્રવ્યની પર્યાયમાં (જે) રહેલું છે. એના સામાન્ય (દ્રવ્યમાં) એ
રહેલ નથી. હવે એના વિશેષમાં રહેલું જે - એ જીવદ્રવ્યમાં રહેલા છે? (પાઠમાં) જીવદ્રવ્યમાં રહેલા
(નારકપણું - તિર્યંચપણું - મનુષ્યપણું - દેવપણું કે સિદ્ધપણું) એમ કીધું છે ત્યાં. આહા... હા! એ તો
પહેલાં આવી ગયું કે જીવદ્રવ્યમાં રહેલા એટલે ત્રિકાળીમાં રહેલા એમ નહીં. આહા.. હા! “જીવદ્રવ્યમાં
રહેલા”
જીવદ્રવ્ય ભગવાન ચૈતન્ય પરમાત્મસ્વરૂપ એનું જ્યાં જ્ઞાન ઉઘડયું ત્યારે ન્યાં જીવ (ની)
પર્યાયને જોવાનું. ઈ ભણતરથી ઉઘડયું કે ઈ પ્રશ્ન અહીંયાં છે જ નહીં. ઈ શું કહ્યું? શાસ્ત્રથી -
ભણતરથી પર્યાયને જોવાની ઈ વાત અહીંયાં લીધી નથી. આહા... હા!
અહીંયાં તો જીવ ત્રિકાળી જ્ઞાયકમૂર્તિ પ્રભુ! એને જોતાં પર્યાયને જોવાનું ઉઘડેલું જ્ઞાન (છે
તેનાથી પર્યાયનું જ્ઞાન છે) સમજાય છે આમાં કાંઈ? અરે! આ તો ત્રણ લોકના નાથ, જિનેશ્વરદેવ!
પરમેશ્વર એટલે કોણ? આહા..! જેની પાસે એકાવતારી ઇન્દ્રો ગલુડિયા- બચ્ચાંની જેમ બેસે! આહા...
હા! એવા ત્રિલોકનાથ! જિનેશ્વરદેવની વાણી છે ‘આ’. એ વાણીની ગંભીરતાનો પાર ન મળે!
આહા.. હા!

Page 529 of 540
PDF/HTML Page 538 of 549
single page version

ગાથા – ૧૧૪ પ્રવચનસાર પ્રવચનો પ૨૯
કહે છે કેઃ આંખ્યું પર્યાયે (જોવાની) બંધ કરી, સર્વથા હોં? ત્યારે (દ્રવ્ય) જોવામાં આવ્યું,
ઉઘડેલું જ્ઞાન (દ્રવ્યાર્થિક નય) થી જોવામાં આવ્યું - હવે ઈ ઉઘડેલા જ્ઞાનથી “જીવ (દ્રવ્યમાં) રહેલા
પર્યાયો. છે ને...? (પાઠમાં.) “નારકપણું, તિર્યંચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું એ
પર્યાયોસ્વરૂપ અનેક વિશેષોને અવલોકનારા”
પર્યાયસ્વરૂપ અનેક વિશેષતોને જાણનારા. “અને
સામાન્યને નહિ અવલોકનારા” એક
આના તરફ લક્ષ છે એટલે એને નહિ જોનારા એમ. “એવા એ
જીવોને (તે જીવદ્રવ્ય) અન્ય અન્ય ભાસે છે.” પર્યાય
છે તે જીવદ્રવ્યમાં અનેરી - અનેરી ભાસે છે.
સિદ્ધપર્યાય ને દેવપર્યાય ને એ (આદિ પર્યાયો) અનેરી - અનેરી છે. આહા..!
“અન્ય અન્ય ભાસે
છે કારણ કે દ્રવ્ય તે તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે” ભગવાન આત્મા, દ્રવ્ય! તે તે
વિશેષોના કાળે - તે તે કોણ? નારકી - મનુષ્ય - દેવ - તિર્યંચ અને સિદ્ધ (પર્યાયો) તે વિશેષોના
કાળે તન્મય હોવાને લીધે” તે તે પર્યાયમાં જીવદ્રવ્ય (તે કાળે) તન્મય છે. આહા.. હા!
(કહે છે કેઃ) જેમ કાર્મણ શરીર, ઔદારિક શરીર અને સ્ત્રી-કુટુંબ પરિવાર આદિ એનો
ત્રણેયનો એકકે ય અંશ અહીંયાં (જીવદ્રવ્યમાં) તન્મય નથી. એ તો સ્વતંત્ર (પણે) જુદા છે. આહા..
હા! આ તો ઓલા (ભાઈ) કહેતા’ તા ને..! કે બાવો થાય તો સમજાય. ઓલો અમૃતલાલ નહીં?
વડિયાવાળો. બૈરાં મરી ગયાં! પછી એક ફેરે (કહે કે આ વાત તો બાવો થાય તો સમજાય.) પણ
ભાઈ! બાવો જ છે. (આત્મા) તારામાં રાગે ય નથી ને ખરેખર તો સામાન્યમાં તો ગતિએ ય નથી
પણ પર્યાયનું અસ્તિત્વ તારામાં છે એ (અહીંયાં) સિદ્ધ કરવું છે. એ પરને લઈને પર્યાય નથી. આહા..
હા! એમ કહ્યું ને..?
“જીવદ્રવ્યમાં રહેલા” એમ કીધું. જીવની પર્યાયમાં રહેલા (એમ ન કીધું.)
આહા.. હા! એ જીવદ્રવ્ય પર્યાયમાં છે. એ જીવદ્રવ્ય પર્યાયદ્રષ્ટિએ પર્યાયમાં (તે તે કાળે) છે. આહા...
હા! “અન્ય અન્ય ભાસે છે.” અનેરી - અનેરી દશા (ઓ) છે. સામાન્યને દેખતાં અનન્ય - અનન્ય
તે તે તે ભાસે છે. વિશેષને જોતાં તે અન્ય - અન્ય પર્યાય ભાસે છે. આવું છે બાપુ!! આહા..! જનમ
- મરણ રહિત! આહા...! વીજળીના ચમકારે જેમ મોતી પરોવે! આહા..! આ તો ચમકારો આવી
ગયો છે એમ વીતરાગ મારગની વાણી (અલૌકિક) આ બધું તૂત છે! જોવાનું જાણવાનું હોય તો તારું
સામાન્ય અને વિશેષ બે. આહા.. હા.. હા! પરને જોવાને - જાણવાને તો વાત જ નહીં. આહા.. હા!
પરને છોડી - કાંઈ બાયડી-છોકરાં - કુટુંબને -વ્યવસ્થિત કંઈ વ્યવસ્થા કરી શકું - એ વાત તો ત્રણ
કાળમાં છે જ નહીં આત્મામાં. (એ વાત) દ્રવ્યમાં તો નથી પણ પર્યાયમાં ય નથી. આહા.. હા! આવો
જે ભગવાન આત્મા, સામાન્યને જોઈને (દેખીને) - સામાન્યનું (લક્ષ) બંધ કરીને, પછી વિશેષને
જાણવું છે. એટલે છદ્મસ્થનો ઉપયોગ સામાન્યમાં હોય ત્યારે વિશેષમાં હોતો નથી. એથી તે ઉપયોગને
પર્યાયમાં લાવવો છે એથી (સામાન્યને) જોવાનું બંધ કરીને કીધું. આહા.. હા! સમજાણું કાંઈ..?

Page 530 of 540
PDF/HTML Page 539 of 549
single page version

ગાથા – ૧૪૪ પ્રવચનસાર પ્રવચનો પ૩૦
(અહીંયા કહે છે કેઃ) “–એ પર્યાયોસ્વરૂપ અનેક વિશેષોને અવલોકનારા અને સામાન્યને
નહિ અવલોકનારા એવા એ જીવોને (તે જીવદ્રવ્ય) અન્ય અન્ય ભાસે છે.” ઈ પર્યાય અન્ય અન્ય
ભાસે. નારકીપણું. - તિર્યંચપણું - મનુષ્યપણું - દેવપણું અને સિદ્ધપણું - એ પર્યાય છે ને...? આહા..
હા! સામાન્ય જે ત્રિકાળ છે તે અનન્ય છે. એ નહીં. અત્યારે તો સામાન્ય જોનારે, વિશેષ જોવા માટે
જ્ઞાન ઉઘડયું છે. ખુલ્યું છે, ખીલ્યું છે. તે પણ પોતાની પર્યાયને જોવા માટે (ખીલ્યું છે.) આહા.. હા!
અહીં તો હજી બહાર આડે નવરો થતો નથી. અર... ર... ર! અરે! ક્યાં જાશે? આંહી મોટા પૈસાવાળા
કહેવાય, આ બધા કરોડપતિ! ચીમનભાઈ ગયા?
(શ્રોતાઃ) જી હા! (ઉત્તરઃ) મોટા શેઠ! પચાસ
કરોડ રૂપિયા! મુંબઈમાં, ચીમનભાઈ તો તેમાં નોકર હતા ને...! શેઠની પાસે પચાસ કરોડ રૂપિયા!
આવ્યો’ તો મુંબઈ આવ્યો’ તો. એમાં - એમાંને માણસ આમ! પૈસા ને વેપાર ને આ બાયડી ને
છોકરાંવ ને જે તારી પર્યાયમાં પણ એ નથી. આહા.. હા! તેની સાંભળમાં તું (પડયો છો ને) તેમાં
તારો કાળ બધો જાય છે! આહા... હા! કાન્તિભાઈ! આવું છે. તારામાં જે છે એને જોવાને ફુરસદે ય
નથી મળતી તને. આહા.. હા! તારે કરવું છે શું? એ કર્યું (અત્યાર સુધી) રખડવાનું તો કરે જ છોડ
અનંત કાળથી ઈ તો અનંત કાળથી અનંત જીવો (આ) કરે છે. આહા.. હા!
(કહે છે કે) આચાર્ય મહારાજ તો જુદા પાડી અને જીવદ્રવ્ય બધુંય છે એમ જોનારને કહે છે.
હવે તું પર્યાય પણ તારામાં છે એને જો. આહા.. હા! ઈ પર્યાયથી જીવ (દ્રવ્ય) અન્ય ભાસે છે. ભલે
“જીવદ્રવ્યમાં રહેલાં” પણ અનેરી (અનેરી) ભાસે છે. “કારણ કે દ્રવ્ય તે તે વિશેષોના કાળે તન્મય
હોવાને લીધે.”
આહા... હા! જોયું? કારણ કે વસ્તુ જે ભગવાન આત્મા - દ્રવ્ય જે પરમજ્ઞાયકભાવ
ભગવાન - પરમ સ્વભાવભાવ, તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે - પર્યાયમાં તન્મય છે. સ્ત્રી
- કુટુંબ, પરિવાર કે પૈસો મકાન એમાં કોઈ દિ’ એ છે જ નહીં, રહી શકતો જ નથી. આહા... હા...
હા! એમાં તન્મય નથી (એ) અનંત કાળથી. અરે.. રે! એને (એની) દયા નથી. કે તારી તને દયા
નથી. આહા... હા!
(કહે છે કેઃ) “જીવદ્રવ્યમાં રહેલા” એને જાણતાં એમ કીધું ને...? ઓલા (સ્ત્રી-કુટુંબ
આદિ) જીવદ્રવ્યમાં રહેલા નથી. સ્ત્રીકુટુંબ (કે કોઈ) જીવદ્રવ્યમાં રહેલા છે? (નથી રહેલા.) આહા...
હા! આ શરીર જીવદ્રવ્યમાં રહેલું છે? (જી, ના.) અંદર આઠ કરમ છે ઈ જીવદ્રવ્યમાં રહેલા છે? (જી,
ના.) એની પર્યાયમાં (માત્ર) આ ચાર ગતિની ને સિદ્ધની પર્યાય - એ રહેલા છે. એ જીવ રહ્યો છે
(એમાં.) આહા...હા!
“દ્રવ્ય તે તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે.” આહા...હા! એક બાજુ એમ
કહેવું - ત્રિકાળી સામાન્ય - સ્વભાવમાં ગતિએ નથી ને ભેદ ય નથી ને ગુણભેદ નથી આહા... હા!
ભગવાન પરમસ્વભાવ ભાવ, પરમ જ્ઞાયક પારિણામિક સ્વભાવભાવ, એમાં તો પર્યાય છે ઈ એ નથી.
આહા... હા! એ વસ્તુની સ્થિતિ ત્રિકાળી છે. એમાં નજર ઠરાવવા (એમ

Page 531 of 540
PDF/HTML Page 540 of 549
single page version

ગાથા – ૧૧૪ પ્રવચનસાર પ્રવચનો પ૩૧
કહેવામાં આવે છે.) અહીંયાં (કહે છે) પર્યાયમાં તું તન્મય છો. એનું જ્ઞાન કરાવવા (કહેવામાં આવે
છે.) આહા.. હા! આવી વાતું છે. “તે તે વિશેષોના કાળે” તે તે સમયે એમ. “તન્મય હોવાને
લીધે”
આહા... હા! દ્રવ્ય છે તેની પર્યાય નારકપણું (આદિ) શરીર નહિ હોં? એ (નારકાદિ) નું
શરીર નહીં. ગતિની જે પર્યાય છે તેમાં ઈ તન્મય હોવાને લીધે. આહા.. હા! એ ગતિની પર્યાય છે
એમાં ઈ તન્મય છે. પણ પર્યાયઅપેક્ષા (કહ્યું છે.) હોં? આહા..!
“તે તે વિશેષોથી અનન્ય છે.” તે તે
વિશેષોથી તે અનન્ય છે. અન્ન અન્ય છે પણ અનન્ય છે. પર્યાય છે. અહા.. હા.. હા! એટલે
વિશેષોથી તે અનન્ય છે. અન્ય - અન્ય નહીં પણ તે તે વિશેષોથી (દ્રવ્ય) અનન્ય છે. તે તે
(પર્યાયોથી) વિશેષોથી જીવદ્રવ્ય તન્મય (હોવાને લીધે) અનન્ય છે. અનેરા - અનેરા (પણે) છે
એમ નહીં. આહા... હા! આ તો ભગવદ્વાણી છે! સંતો-કુંદકુંદાચાર્ય! સાક્ષાત્ ભગવાન પાસે (સીમંધર
ભગવાન પાસે વિદેહમાં) ગયા. સાક્ષાત્ વાણી સાંભળી, હતા તો મુનિ! પણ ભગવાન પાસે ગયા
હતા. કે એટલી યોગ્યતા હતી મનુષ્ય હોવા (છતાં પણ) એ આવીને (અહીંયાં) જગત પાસે જાહેર
કરે છે. આહા...હા!
(કહે છે કેઃ) પ્રભુ! તારામાં બે જ ભાવ છે. એક સામાન્ય અને એક વિશેષ. બીજા કોઈ
દ્રવ્યનો અંશ. તારામાં ત્રણ કાળ, ત્રણ લોકમાં નથી. આહા... હા! જેની વ્યવસ્થામાં જ પ્રભુ! તું
રોકાણો!! શરીરને આમ રાખું - વાણીને આમ રાખું (કરું), આમ થોડા-સરખા રાખું તો શરીરને
આમ ઠીક રહે ને, છોકરાંવ ઠીક રહે. માળે..! એ બધાની પરદ્રવ્યની અવસ્થા (વ્યવસ્થા) તારાથી થતી
જ નથી ને. તેની અવસ્થામાં જ રોકાઈ ગયો પ્રભુ!
शरीरमाद्यं खलु धर्मसाधनम्। પુરુષાર્થસિદ્ધિ
(ઉપાયમાં) આવેે એ તો નિમિત્તની વાતું છે. આહા... હા! સાધન તો રાગથી ભિન્ન પડવું -
પ્રજ્ઞાબ્રહ્મથી એ સાધન છે.
(અહીંયાં તો જ્ઞાન-જ્ઞાનનું છે પણ હારે જે ગતિ છે મનુષ્યપણા (આદિની) એનું જ્ઞાન કરવું,
મુનિ! અહીંથી તો દેવમાં જશે ગતિ, અહીંયાંથી તો દેવમાં જવાના છે. આહા... હા! મુનિઓને કે
ધર્માત્માને કે આના ધર્મના સંસ્કાર પડેલા છે એને સ્વર્ગમાં જવાના છે કહે છે કે ત્યાં એ જીવ ત્યાં
ગતિમાં તન્મયપણે હશે. એમાં (જીવદ્રવ્ય) તન્મય છે. અનેરું - અનેરું નથી. એમાં તન્મય છે. આહા..
હા! ભાઈ આવ્યા? હસમુખભાઈ છે? આહા.. હા!
(અહીંયાં કહે છે કેઃ) “અન્ય અન્ય ભાસે છે” , કારણ કે દ્રવ્ય તે તે વિશેષોના કાળ તન્મય
હોવાને લીધે તે તે વિશેષોથી અનન્ય છે.” એક પર્યાય છે ત્યારે બીજી પર્યાય નથી. શું કીધું ઈ?
નારકપર્યાય છે એમાં મનુષ્યપર્યાય નથી, મનુષ્યર્પાય છે તંયે સિદ્ધપર્યાય નથી. સિદ્ધપર્યાય છે તંયે
નારક -મનુષ્ય (તિર્યંચ કે દેવપર્યાય) નથી. આહા.. હા! (એક સમયે) એક જ પર્યાય છે. તેથી તે
અન્ય અન્ય છે છતાં (તે તે વિશેષોથી) અનન્ય છે. પર્યાયથી અન્ય અન્ય છે, વસ્તુથી (દ્રવ્યથી એક
જ છે) માટે અનન્ય છે. એથી પર્યાયો અન્ય છે એનાથી (દ્રવ્ય) અનન્ય છે. આહા...હા!

Page 532 of 540
PDF/HTML Page 541 of 549
single page version

ગાથા – ૧૧૪ પ્રવચનસાર પ્રવચનો પ૩૨
આત્માની સાથે (એ) પર્યાયો તન્મય છે માટે અનન્ય છે. આહા... હા.. હા! ભાઈ! આવો મારગ છે!
“તે તે વિશેષોના કાળે તન્મય હોવાની લીધે તે તે વિશેષોથી અનન્ય છે” અનન્ય છે એટલે અનેરો
નહીં. તે તે પર્યાયમાં તે કાળે તે તે વિશેષોથી અનન્ય છે. આહા.. હા! ભલે નરકગતિની પર્યાય હો,
શ્રેણિક રાજા! સમકિતી છે પહેલી નરકમાં (છે.) તેના (નરકના) સંયોગની સાથે તન્મય નથી.
ક્ષાયિક સમકિતી છે. છતાં નરક ગતિની (પર્યાય) સાથે તન્મય છે. તે કાળે તે તે વિશેષો પૂરતી
તન્મય છે. આહા.. હા! છતાં તે ગતિ મારી છે એમ ઈ માનતો નથી. વસ્તુદ્રષ્ટિએ પણ પર્યાયમાં
તન્મય છું એમ જાણે છે. એ મારામાં ને મારાથી છે આ પર્યાયમાં મારો જીવ છે. આહા.. હા!
જાણવાની વાત છે ને..! નરકગતિમાં પહેલી નરક છે. તીર્થંકર થવાના છે. આહા... હા! ત્રણ જ્ઞાન
અને ક્ષાયિક સમકિત લઈને નીકળવાના છે. માતાના પેટમાં આવશે તંયે ત્રણ જ્ઞાનને ક્ષાયિક સમકિત
છે. આહા... હા! પણ ઈ જાણે છે કે આ પર્યાય છે ઈ મારામાં છે. તે તે કાળે તે પર્યાયમાં હું તન્મય
છું પર્યાય (દ્રષ્ટિએ) પર્યાયથી, દ્રવ્યથી નહીં. આહા... હા!
(અહીંયાં કહે છે કેઃ) “કારણ કે દ્રવ્ય તે તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે તે
વિશેષોથી અનન્ય છે.” કોની પેઠે? હવે દ્રષ્ટાંત આપે છે. “–છાણાં, તૃણ, પણર્ એટલે પાંદડાં કાષ્ઠમય
(અથવા) લાકડાંમય અગ્નિની માફક.” કાષ્ઠમય અગ્નિની માફક (અર્થાત્ જેમ તૃણ, કાષ્ઠ વગેરેનો
અગ્નિ તે તે કાળે તૃણમય, કાષ્ઠમય વગેરે હોવાને લીધે”
એ અગ્નિ તૃણમય, કાષ્ઠમય પરિણમે છે
ને...! આહા.. હા!
“તૃણ, કાષ્ઠ (તણખલાં, લાકડાં વગેરેથી અનન્ય છે. અનન્ય છે, અનેરા - અનેરા
(પણે) અગ્નિ નથી. એ અગ્નિ લાકડાંથી - પાંદડાથી તન્મય છે. અનન્ય છે. આહા..હા..હા! આ તો
દ્રષ્ટાંત આપ્યો હોં? એ ગતિમાં જેમ આત્મા તન્મય છે - વસ્તુને જેણે જાણી છે ઈ જાણે છે કે આ
પર્યાયમાં મારું તન્મયપણું છે. આહા...હા! એ પર્યાય કોઈ પરદ્રવ્યમાં થઈ છે (એમ નથી.) આહા..
હા! ઓલામાં તો એમ આવ્યું છે, જીવના ચૌદ ભેદો નામકર્મના કર્મને કારણે થયા છે. નામ કરમ કરણ
છે એના કારણે (થયા છે.) (‘નિયસાર’ ગાથા-૪૨) ત્યાં એકદમ વસ્તુનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય!
પૂર્ણાનંદનો નાથ! એમાં એ નથી એમ બતાવવું છે. અહીંયાં એની પર્યાયમાં અંશમાં જેટલું નારકપણું,
તિર્યંચપણું, મનુષ્યપણું ઊપજયું છે, મનુષ્યપણું એટલે (આ) શરીર નહીં, પણ એ મનુષ્યપણા (રૂપ)
ગતિ, ગતિ! જે તન્મયપણે છે જેમ અગ્નિ લાકડાં કે પાંદડા જે - મય હોય તેમ તન્મય થઈ જાય છે.
અગ્નિ એ વખતે જુદી રહે છે એમ નથી. એમ આત્મા જે જે પર્યાયને પામે છે, એ પાંચમાંથી (પાંચ
પ્રકારની પર્યાયમાંથી) તે વખતે તેમાં તન્મય છે. આહા.. હા!
(અહીંયા કહે છે કેઃ) “અગ્નિ તે તે કાળે તૃણમય, કાષ્ઠમય વગેરે હોવાને લીધે તૃણ, કાષ્ઠ
વગેરેથી અનન્ય છે.” અનન્ય છે એટલે -અનેરી નથી. અગ્નિ લાકડાંને છાણાને બાળે છે જયારે, તો
અગ્નિ ત્યારે ત્યાં ત્યાં તન્મય છે - બાળે છે. અગ્નિ અને લાકડાં (છાણાં) જુદા પડી જાય છે એમ
નથી. આહા... હા! એક ઠેકાણે એમ કહે છે કે ઈ તૃણાદિની અગ્નિ (અથવા જુદાં છે

Page 533 of 540
PDF/HTML Page 542 of 549
single page version

ગાથા – ૧૧૪ પ્રવચનસાર પ્રવચનો પ૩૩
તૃણ અને અગ્નિ) એમ જીવ પર્યાયપણે પરિણમેલો છે ઈ પર્યાય છે આત્મા નથી, એ દ્રવ્યદ્રષ્ટિની
અપેક્ષાએ (કીધું છે.) આહા.. હા! પણ ઈ દ્રવ્યદ્રષ્ટિમાં જ્ઞાન થયા ને કાળે, ત્યારે એની પર્યાયમાં શું છે
તેનું અહીંયા જ્ઞાન કરાવ્યું છે. પ્રવચનસાર જ્ઞાનપ્રધાન ગ્રંથ છે. આહા... હા! જેમ અગ્નિ તે તે કાળે
લાકડાં - છાણાં - તૃણ - પાંદડા આદિ સાથે તન્મય છે પર્યાયથી. “તેમ દ્રવ્ય તે તે પર્યાયોરૂપ
વિશેષોના સમયે”
તે તે સમયે “તે – મય હોવાને લીધે” તે તે પર્યાયોરૂપ વિશેષોના સમયે તે તે
સમયે તે - મય હોવાને લીધે “તેમનાથી અનન્ય છે – જુદું નથી” એ ગતિ તેની પર્યાયથી જુદી નથી.
આહા... હા! જેમ પર જુદું - શરીર જુદું - કાર્મણ શરીર જુદું એમ આ પર્યાય એની જેમ જુદી એમ
નથી. આહા... હા! એ પર્યાય અનન્ય છે એનાથી તન્મય છે. આહા.. હા! આવો ઉપદેશ!! કોઈ દિ’
સાંભળ્‌યો ન હોય બાપુ! સાંભળે તો વિચારવાની નવરાશ ન મળે! એકલા પાપ આડે આખો દિ’
પાપ! રળવું ને બાયડી - છોકરાં સાચવવાં - એકલાં પાપ!! એ પોટલાં પાપના બાંધીને હાલ્યા જશે.
(ચાર ગતિમાં રખડવા.)
અહીંયાં તો હજી દ્રવ્યને જેણે જોયું છે એનામાં જ્ઞાન ઉઘડયું છે. પોતાને જાણતાં પર - પર્યાયને
જાણવાનું જ્ઞાન ઉઘડયું છે. એથી તે જાણે છે કે આ પર્યાય મારામાં છે. બીજી ચીજ કોઈ મારામાં નથી.
દીકરો મારો, બાયડી મારી, છોકરાં મારાં, પૈસા મારા, બંગલા મારા, આબરુ મારી મોટી. એ બધી ધૂળ
તારા પર્યાયમાં ય નથી. આહા.. હા! એને તું પોતાનું માનીને શું કરવું છે પ્રભુ તારે? રખડી મરવું છે
તારે? આહા... હા! દુનિયાને બેસે કે ન બેસે વસ્તુસ્થિતિ આ છે. આ બહારની - આત્મા સિવાય
બહારના ભપકાની એથી જરી પણ ઠીક! લાગે. આહા.. હા! ગજબ વાત છે પ્રભુ!! તો કહે છે કે (એ
ઠીકની માન્યતા) મિથ્યાદ્રષ્ટિ છે. એને નથી દ્રવ્યનું જ્ઞાન કે એને નથી પર્યાયનું જ્ઞાન. (માત્ર મૂઢ છે.)
આહા... હા!
(કહે છે કેઃ) આત્મામાં દ્રવ્ય અને પર્યાય સિવાય, પરપદાર્થની ગમે તેટલી વિભૂતિ - વૈભવ
ખડકાયેલ દેખાય એને ને તારે પર્યાયમાં પણ સંબંધ નથી. આહા.. હા! ફકત તારી પર્યાયમાં, ગતિ
થઈ છે તે તારામાં તન્મય છે. આહા.. હા!
“તે તે કાળે” પાછું કહે છે તે તે કાળે - સદાય એ ગતિ
નથી એમ કહે છે. મનુષ્યગતિ ફરીને એકદમ દેવગતિ થશે, દેવગતિ ફરીને એકદમ મનુષ્ય ગતિ થશે.
મનુષ્યગતિ ફરીને એકદમ સિદ્ધદશા થશે. આહા.. હા! એ પર્યાય તારામાં અન્ય - અન્ય છે, એ અન્ય
- અન્ય છે છતાં તારામાં અનન્ય છે. (જુદું નથી.) એ.... ય? ઈ તો પાંચ છે પર્યાય માટે અન્ય -
અન્ય કીધી. પણ તારી હારે એ (પર્યાય) અનન્ય છે. આહા... હા! હવે આવું સમજવા માટે રોકાવાય
તે. ક્યાં વખત મળે? આહા..! ઓહો... હો! સંતોએ તો અમૃતનાં વેલણાં વાયાં છે! આહા.. હા!
પ્રભુ! તારે ને પરદ્રવ્યને કાંઈ સંબંધ નથી હોં? આ મારો દીકરો ને આ મારા દીકરાની વહુને..
આહા...! એને દાગીના ચડાવ્યા હોય, પાંચ - દશ વીશ હજારના! પહેરીને નીકળે ત્યારે ખુશી થાય,
મારા પૈસા ને ખરચાણા ને લોકમાં જાણે માટે આવી ગયું! આહા.. હા! (હાસ્ય) આહા... હા!

Page 534 of 540
PDF/HTML Page 543 of 549
single page version

ગાથા – ૧૧૪ પ્રવચનસાર પ્રવચનો પ૩૪
પ્રભુ! તું ક્યાં ગયો? ક્યાં ખોવાઈ ગયો તું? પરમાં - અટવાઈ ને ખોવાઈ ગયો પ્રભુ તું! પર્યાયથી
ખોવાઈ ગયો, દ્રવ્ય તો ઠીક! (શ્રોતાઃ) ખોવાઈ તો પર્યાયથી જ હોય ને..? (ઉત્તરઃ) હા, આહા..
હા! ગાથા દીઠ તે અમૃત ભર્યાં છે. વારતા નથી પ્રભુ આ! આ તો ભગવત્ - કથા છે. એ અબજો
રૂપિયા ને કરોડો રૂપિયા ને મહેલ અને મકાન, આ તો હજી સાધારણ મકાન છે. અબજોના મકાન
(હોય) આ તો કોઈ કહે પડયું ઈ ગયા ભવનું હતું, આ પડયું ને...? ગયા ભવનું હતું. કાંઈક પડયું
છે આ બાજુ કહે છે નો’ હોય. એ તો જે પ્રકારે, જે ક્ષેત્રે જે હોય થવાનું એમાં કાંઈ નહીં. પ્રભુ! તને
ડર લાગ્યો એટલું! લોકોને (ભય થાય) કે અહીંયાં પડશે કે (આપણું) પડશે. પરદ્રવ્યની અવસ્થા તો
તને અડતી ય નથી ને...! આહા.. હા! એને શેની તને ચિંતા છે? ફકત દ્રવ્યના સ્વભાવને જોઈને,
પર્યાયમાં - અસ્તિત્વમાં પાંચ ગતિ છે પાંચ (ગતિ) છે ને ઈ...? ચાર ગતિ અને અને સિદ્ધગતિ -
પાંચ ગતિ છે. એ પર્યાય તન્મયપણે છે તારામાં તે તે કાળે.. આહા.. હા! સિદ્ધને. વખતે સિદ્ધની
પર્યાય તારામાં તન્મયપણે છે. ત્યારે બીજી ગતિ છે જ નહીં. અને જયારે બીજી ગતિમાં તન્મય છે
ત્યારે સિદ્ધગતિ અને બીજી ગતિ નથી. આહા... હા!
(કહે છે કેઃ) મનુષ્યગતિને કાળે તારી પર્યાયમાં મનુષ્યગતિ તન્મય છે. તારું દ્રવ્ય તેમાં તન્મય
છે. તે વખતે દેવગતિ કે સિદ્ધગતિ કે (મનુષ્ય ગતિ સિવાય) બીજી ગતિ તારામાં છે જ નહીં. આહા...
હા! સમજાણું કાંઈ?
“તેમ દ્રવ્ય તે તે પર્યાયોરૂપ વિશેષોના સમયે તે – મય હોવાને લીધે તેમનાથી
અનન્ય છે – જુદું નથી.” એ પર્યાયને જોવાની વાત કરી. પણ ઈ પર્યાય એટલે ગતિ. આહા... હા!
એમાં ક્રોધ - માન, રાગ - દ્વેષની વાતે ય કરી નથી. આ તો ગતિ છે, ઈ ગતિ છે જ. અને ઈ ગતિ
પણ આયુષ્ય હોય ત્યાં સુધી રહે છે. છતાં સમય - સમયમાં તન્મયપણું ભિન્નભિન્ન છે. આહા... હા!
ઈ પચાસ- સાઠ વરસ મનુષ્યપણું રહે, માટે ઈ ને ઈ પર્યાય તે - પણે રહી છે એ વરસમાં એમ
નથી. તે તે પર્યાય એ અવસ્થામાં તે દ્રવ્ય તે કાળે તન્મય છે. અગ્નિ લાકડામાં ને છાણામાં જેમ
તન્મય છે એમ (દ્રવ્ય પર્યાયમાં તન્મય છે.) આહા.. હા! હવે ત્રીજી વાત કરે છે. આ તો (અહીંયાં)
તો એક આંખ્ય બંધ કરીને બીજી (ખોલીને) એમ કહ્યું હતું. (હવે એક હારેની વાત- પ્રમાણની વાત
કરે છે.)
(અહીંયાં કહે છે કેઃ) “અને જયારે તે બન્ને ચક્ષુઓ – દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક – તુલ્યકાળે
(એકસાથે) ખુલ્લાં કરીને” પ્રમાણે છે. તુલ્યકાળે પાછું એક સમયમાં (ખુલ્લાં કરીને કીધું.)
સામાન્યને જાણે. જાણવાની વાત ને અહીંયાં...! સામાન્યનો આદર છે ઈ તો એક જ પ્રકારનો છે.
એમાં વિશેષનો આદર એમ નથી (કહ્યું.) પણ અહીંયાં તો જ્ઞાનમાંજેમ સામાન્યને જાણે છે તેમ
વિશેષને જાણે છે. વિશેષ ભલે આદરણીય નથી. આશ્રય કરવા લાયક નથી. આહા... હા! ક્ષાયિકભાવ
પણ આશ્રય કરવા લાયક નથી છતાં ઉદયભાવ અત્યારે ગતિની હારે તન્મય છે કહે છે. સમજાણું
કાંઈ? સમય - સમયનું અસ્તિત્વ, દ્રવ્ય અને પર્યાયનું કઈ રીતે છે? તેની સંધિ કરે છે?

Page 535 of 540
PDF/HTML Page 544 of 549
single page version

ગાથા – ૧૧૪ પ્રવચનસાર પ્રવચનો પ૩પ
આહા... હા! “અને જયારે તે બન્ને ચક્ષુઓ – દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક તુલ્યકાળે (એકીસાથે)
ખુલ્લાં કરીને.”
ક્ષયોપશમ છે ને..! ઉઘાડ છે ને બેયને જાણવાનો...! “તે દ્વારા અને આ દ્વારા
(દ્રવ્યાર્થિક ચક્ષુ દ્વારા તેમ જ પર્યાયાર્થિક ચક્ષુ દ્વારા)
બેય દ્વારા “અવલોકવામાં આવે છે” દ્રવ્ય,
સામાન્ય છે તે અવલોકવામાં આવે છે અને તે દ્રવ્ય પર્યાયમાં તન્મય છે એને પણ અવલોકવામાં આવે
છે. બેય એકસાથે જોવામાં આવે છે. આહા... હા! જાણવાની-અપેક્ષાએ વાત લીધી છે ને...!
(અહીંયાં કહે છે કેઃ) “દ્રવ્યાર્થિક ચક્ષુ દ્વારા તેમ જ પર્યાયાર્થિક ચક્ષુ દ્વારા અવલોકવામાં
આવે છે.” જાણવામાં (આવે છે.) , ત્યારે નારકત્વ–તિર્યંચત્વ–મનુષ્યત્વ–દેવત્વ–સિદ્ધત્વ–પર્યાયોમાં
રહેલો જીવસામાન્ય”
પર્યાયમાં રહેલ જીવસામાન્ય, પાંચ પર્યાય છે તે એક સમયે પાંચ (પર્યાય)
નહીં. પણ તે તે સમયે - એક-એક સમયે (એક પર્યાય) એમ જુદી જુદી પર્યાય જુદે જુદે સમયે પાંચ
પર્યાયમાં રહેલો જીવ (સામાન્ય). આહા... હા! નારકત્વ-તિર્યંચત્વ-મનુષ્યત્વ-દેવત્વ-સિદ્ધત્વ પર્યાયોમાં
‘રહેલો’ જીવસામાન્ય એમ કીધું ને...! આહા... હા!
“પર્યાયોમાં રહેલો જીવસામાન્ય અને
જીવસામાન્યમાં રહેલા” અન્યત્વમાં રહેલા જીવસામાન્ય - અન્ય-અન્ય પર્યાયોમાં રહેલો જીવસામાન્ય
અને “જીવસામાન્યમાં રહેલા નારકત્વ–તિર્યંચત્વ–મનુષ્યત્વ–દેવત્વ–સિદ્ધત્વ પર્યાયો સ્વરૂપ વિશેષો
તુલ્ય – કાળે જ દેખાય છે.”
આહા... હા! પહેલું મુખ્ય ને ગૌણ કરીને સામાન્યને જોવાનું કહ્યું’ તું.
અને પર્યાયને જોવાને ટાણે દ્રવ્યને જોવાનું છોડી (લક્ષ છોડી કહ્યું’ તું) એ બેયને સમકાળે જોવા માટે
પ્રમાણજ્ઞાન છે. આહા...! પરને જોવા માટે ઈ પ્રશ્ન જ અહીંયાં છે નહીં. કારણ કે પરને જાણે છે ઈ
પર્યાય પોતાની છે. ઈ કાંઈ પરને લઈને થઈ છે ને પરને માટે (એને જાણવા) આ પર્યાય થઈ છે
એમ નથી. આહા... હા!
(કહે છે) એક આત્મા, દ્રવ્ય ને પર્યાય સિવાય - અનંત દ્રવ્યના અને પર્યાયના ગર્વને ઉઠાવી
દેવાની વાત કરે છે. જો ક્યાં’ ય પણ (પરનો કરવાનો) ગર્વ રહ્યો. (મિથ્યાદ્રષ્ટિ છે.) આહા... હા!
સામાન્ય એવું દ્રવ્ય ત્રિકાળી અને વિશેષ જે એની પાંચ (પ્રકારની) પર્યાયો, એ (પર્યાયમાં) તે સમયે
તે તન્મય છે. પાંચે ય (પર્યાય) એક સાથે નહીં. (એક પર્યાય હોય.) તે તે સમયે એક જ ગતિમાં
અન્ય છતાં અનન્ય, એવી રીતે બીજા (દ્રવ્ય) સાથે અન્ય કે અનન્ય કોઈ દિ’ થાય નહીં. પર્યાય છે
ઈ અન્ય અન્ય છે, છતાં અનન્ય છે. પર્યાય પ્રગટે (મનુષ્યગતિની) એ વખતે બીજી ગતિ નથી. છતાં
તે પર્યાયની સાથે અનન્ય છે. જેમ બીજાં દ્રવ્યો અન્ય છે તેની સાથે કોઈ દિ’ એક સમય પણ અનન્ય
છે એ ત્રણકાળમાં નથી. આહા... હા! આ પુસ્તક ને પાનાં અને આંગળીની પર્યાય છે અને એને
જાણવું ઈ એ નથી (આત્મામાં) એને જાણવા કાળે તારી જ્ઞાનની પર્યાય છે તેમાં તું તન્મય છો. એને
જાણવામાં તન્મય છો એમ નથી. આહા... હા! શું કીધું સમજાણું?

Page 536 of 540
PDF/HTML Page 545 of 549
single page version

ગાથા – ૧૧૪ પ્રવચનસાર પ્રવચનો પ૩૬
આહા... હા! જાણવામાં આવ્યું કે છે આ શાસ્ત્ર! તે જ્ઞાનની પર્યાય તેમાં (શાસ્ત્રમાં) તન્મય
નથી. તે કાળે વિશેષ જાણવામાં આવ્યું પણ તે કાળે પોતે પરની હારે તન્મય નથી. એ અન્ય-અન્ય
પર્યાય છે એ તે પર્યાયની અપેક્ષાએ અન્ય કહેવાય, છતાં દ્રવ્યની અપેક્ષાએ તેને અનન્ય કહેવાય.
દ્રવ્યથી તે (પર્યાયવિશેષ) જુદી નથી. આહા... હા!
આહા... હા! જેમ બીજાં દ્રવ્યો અને પર્યાયો (આ દ્રવ્યથી) તદ્દન જુદાં છે. શેઢે ને સીમાડે ક્યાં’
ય મેળ નથી. સ્વદ્રવ્યની પર્યાય અને દ્રવ્યને બીજાં દ્રવ્ય કે તેની પર્યાય હારે ક્યાં’ ય મેળ નથી -
સંબંધ નથી. આહા... હા! જેની હારે પચાસ-પચાસ, સાઠ-સાઠ વરસ ગાળ્‌યાં હોય (ધર્મપત્ની હારે)
સીતેર-સીતેર, સો વરસ ગાળ્‌યાં હોય, પણ કહે છે કે એક સમય (માત્ર) પણ તેની તન્મય નથી.
અન્ય છે તે અન્ય જ છે. અને આ પર્યાય અન્ય છે તે પર્યાય અનન્ય (પણ) છે. આહા... હા! કેટલે
ઠેકાણેથી આને ઉપાડી મૂકવો! (બધેથી ખૂંટીઓ ઉપાડી મૂકવી.) આહા... હા!
(અહીંયાં કહે છે કેઃ) “ત્યાં, એક ચક્ષુ વડે અવલોકન તે એકદેશ અવલોકન છે” એક ચક્ષુ
વડે જોતાં એકદેશ જ્ઞાન છે. એક ભાગનું (અવલોકન છે) “અને બે ચક્ષુઓ વડે અવલોકન તે સર્વ
અવલોકન (–સંપૂર્ણ અવલોકન) છે”,
જાણવાનું-જાણવાની અપેક્ષાએ વાત છે ને...! આદરવાનું શું
છે ઈ અત્યારે અહીંયાં (વાત નથી.) આદરવાનું તો જ્યાં ક્ષાયિકભાવ પણ આદરણીય નથી. આહા...
હા! એક બાજુ એક કહે છે કે ક્ષાયિકભાવ પરદ્રવ્ય, પરભાવ હોય છે. અહીંયાં ઉદયભાવ ગતિનો
(શ્રોતાઃ) હેય છે. (ઉત્તરઃ) છે ઈ જ. છે તારામાં. હેં? એકે-એક ગાથા!! કેટલી ગંભીરતાથી છે!!
એમ ને એમ વાંચી જાય. (રહસ્યની ગંભીરતા ન સમજાય). “માટે સર્વ અવલોકનમાં દ્રવ્યનાં
અન્યત્વ”
અનેરી-અનેરી પર્યાય “અને અનન્યત્વ” વર્તમાન-અપેક્ષાએ અનન્યત્વ છે. પર્યાય જુદી
નથી, દ્રવ્યથી (અનન્ય છે.) એ
“વિરોધ પામતાં નથી.” (દ્રવ્યનાં) અન્યત્વ અને અનન્યત્વ વિરોધ
પામતાં નથી. શું કીધું ઈ?
જે પાંચ પર્યાયો છે ગતિની. ઈ ગતિની પર્યાય છે એક-એક તે અન્ય-અન્ય છે. સિદ્ધ
સિવાયની ઓલી ચાર છે ઈ ગતિની છે. સિદ્ધ છે ઈ ઓલી ચાર નથી. મનુષ્યની છે તે દેવની નથી.
અન્ય છે, અનેરી-અનેરી છે. પણ આત્માની અપેક્ષાએ - આત્મા એમાં તન્મયપણે વર્તે છે, (તેથી)
અનન્ય છે. આહા... હા! હવે આવું સમજવાનો વખત મળે ક્યારે? આખો દિ’ જગતના પાપ!
બાયડી-છોકરાં (ની ઉપાધિમાં) એ ક્યાં જશે? ઘણા (તો) મરીને ઢોરમાં જવાના. પશુ થવાના. જેને
હજી પુણ્યના ય ઠેકાણાં નથી. ધરમ તો ક્યાં રહ્યો? અરે... રે!
અહીંયાં તો પરના સંબંધથી તો સર્વથા ભિન્ન જ કરી નાખ્યું. ભિન્ન જ છે. પરથી-એનાથી
ભિન્ન છે સર્વથા-એની વ્યવસ્થામાં રોકાઈ જવું. આહા...હા! કો’ ચીમનભાઈ! આવું છે. ક્યાં બાયડી?