Pravachansar Pravachano (Gujarati). Date: 13-06-1979; Gatha: 100.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 17 of 44

 

Page 205 of 540
PDF/HTML Page 214 of 549
single page version

ગાથા – ૯૯ પ્રવચનસાર પ્રવચનો ૨૦પ
પ્રવચનઃ તા. ૧૩–૬–૭૯.
‘પ્રવચનસાર’ ૯૯ ગાથા.
ભાવાર્થઃ– થોડું’ ક ચાલ્યું છે. ફરીને (લઈએ.)
(અહીંયાં કહે છે કેઃ) “દરેક દ્રવ્ય.” એટલ છએ દ્રવ્ય આવ્યા. દરેક દ્રવ્ય એટલે બધા દ્રવ્ય
આવ્યા. અનંત - આત્માઓ અનંત, પરમાણુઓ અનંત, અસંખ્ય કાલાણુ (એક) ધર્માસ્તિકાય,
(એક) અધર્માસ્તિકાય, (એક) આકાશ. એક વાત. (હવે બીજી વાત)
“સદાય સ્વભાવમાં રહે છે”
તે દ્રવ્યો સદાય (પોતપોતાના) સ્વભાવમાં રહે છે. “તેથી તે સત્ છે.” (તે દ્રવ્ય છે - અસ્તિત્વ છે).
“તે સ્વભાવ ઉત્પાદ–વ્યયધ્રૌવ્યસ્વરૂપ પરિણામ છે.” તે સ્વભાવ છે, તેમાં એ (ત્રિલક્ષણ) સ્વભાવ
છે. કેટલું સ્પષ્ટ છે! દરેક દ્રવ્ય પોતાના સ્વભાવમાં છે અને સ્વભાવ ઉત્પાદવ્યયધ્રૌવ્ય (સ્વરૂપ) છે.
એટલે કે તે દ્રવ્ય તેના સ્વભાવમાં ઉત્પન્નને કાળે પર્યાય ઉત્પન્ન થાય. દ્રવ્ય નહીં. દ્રવ્ય ઉત્પન્ન થાય જ
નહીં. દ્રવ્યનો જે સ્વભાવ ઉત્પાદવ્યયધ્રૌવ્ય, એમાં એ પોતે દ્રવ્ય વર્તે છે, કે દ્રવ્ય ઉત્પાદને કરે છે. આ
તો કરમને લઈને પર્યાય થાય એ વાત આમાં રહેતી નથી.
(શ્રોતાઃ) આવે છે ને શાસ્ત્રમાં?
(ઉત્તરઃ) એ તો કથન (છે) નિમિત્તનું જ્ઞાન કરાવવા. શ્વેતાંબરમાં તો એકલી કર્મથી જ બધી વાતું.
અહીંયાં તો વાડામાં તો ઈ થઈ ગ્યું છે. આહા... હા!
અહીંયાં કહે છે કેઃ દરેક દ્રવ્ય, સિદ્ધાંત ને વસ્તુસ્થિત છે. તે દ્રવ્ય સદાય પોતાના સ્વભાવમાં રહે
છે. કોઈની (બીજા દ્રવ્યની) પર્યાયમાં કે ગુણમાં જતું નથી. આહા.. હા! એ સ્વભાવ “ઉત્પાદ” તો
દરેક દ્રવ્ય, પોતાની વર્તમાન પર્યાયના ઉત્પાદનમાં એનો સ્વભાવ છે માટે ઉત્પન્ન થાય છે. એના ઉત્પન્ન
(થવા) માટે, બીજા દ્રવ્યના સ્વભાવની એને જરૂર નથી. તેમ બીજું દ્રવ્ય પણ (પોતાના) સ્વભાવથી
(પોતાના) ઉત્પાદવ્યયમાં છે. કરમ જે છે જડ, એ પણ પરમાણુદ્રવ્ય છે ને એ દ્રવ્ય ઉત્પાદવ્યયધ્રૌવ્ય
સ્વભાવમાં છે (વળી) સ્વભાવ છે ઉત્પાદવ્યયધ્રૌવ્ય (સ્વરૂપ). એટલે (પરમાણુ) કરમ પણ તેની
પર્યાયમાં ઉત્પન્ન થાય છે, પૂર્વની પર્યાય વ્યય થાય છે, કાયમ રહેવાની અપેક્ષાએ ધ્રૌવ્ય છે. પર્યાય પણ
(ધ્રૌવ્ય) હોં! આહા...! હવે કરમ પણ જયારે પોતાના સ્વભાવમાં ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્યમાં વર્તે, એ
આત્માને વિકાર કરાવે એ વાત ક્યાં રહી? (છે જ નહીં). મોટો વાંધો આ અત્યારે. સંપ્રદાયમાં
(આવી જ માન્યતા) અહીંયાં તો ના પાડે છે. સ્વભાવ
“ઉત્પાદ.” એક સમયમાં તે દ્રવ્યનો સ્વભાવ
ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય. તે સમયમાં એ તેના પરિણામ છે. એ ત્રણ્ય પરિણામ છે. આહા... હા! ભેદ
થ્યાને ત્રણ, ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય દ્રવ્યના એ ત્રણ્ય પરિણામ છે. આહાહા!
(અહીંયાં કહે છે કેઃ) “જેમ દ્રવ્યના વિસ્તારનો નાનામાં નાનો અંશ.” વસ્તુ છે જેટલી

Page 206 of 540
PDF/HTML Page 215 of 549
single page version

ગાથા – ૯૯ પ્રવચનસાર પ્રવચનો ૨૦૬
પહોળી, એના જે પ્રદેશો છે. એનો નાનામાં નાનો અંશ એટલે જે પ્રદેશ છે. એનો નાનામાં નાનો
ભાગ. ગમે તે (દ્રવ્ય) હો, અનંત (પ્રદેશી) હો કે અસંખ્ય (પ્રદેશી) હો. પણ એ દ્રવ્યનો જે વિસ્તાર
- આમ પહોળાઈ છે. એનો નાનામાં નાનો અંશ “તે પ્રદેશ છે.” “તેમ દ્રવ્યના પ્રવાહનો નાનામાં
નાનો અંશ તે પરિણામ છે.”
આહા.... હા! કેટલી ગાથા ચોખ્ખી છે!! છતાં ગરબડ આવી હાલે!!
વિકાર પણ ઉત્પાદપણે દ્રવ્ય પોતે કરે એ એનો સ્વભાવ છે. એય અહીંયાં તો સ્વભાવ કીધો પંડિતજી!
વિકાર સ્વભાવ? ન્યાં ઈ વાંધાં આવ્યા’ તા ને ૧૩ની સાલમાં. વર્ણીજીની હારે. (વર્ણીજી કહે) ‘વિકાર
કર્મ વિના થાય તો તો ઈ (આત્માનો) સ્વભાવ થઈ જશે.’ આપણે ય આમાં આવ્યું’ તું દ્રવ્યઆસ્રવ
વિના ભાવઆસ્રવ થાય નહીં. સવારમાં. (એ તો) જડ-જડ, જડ હોય નિમિત્ત તરીકે. એના વિના
ભાવઆસ્રવ થાય નહીં. (પણ) ઈ તો નિમિત્તનું ફકત જ્ઞાન કરાવ્યું છે. થાય છે તો પોતાના
ઉત્પાદવ્યયધ્રૌવ્ય (સ્વભાવથી) દ્રવ્ય પોતાના સ્વભાવમાં છે. એ સ્વભાવ ઉત્પાદવ્યયધ્રૌવ્ય (સ્વરૂપ)
છે, અને તે ઉત્પાદ તે સમયનો જે થાય એ સમયનો (છે) તે થાય. ઓહોહોહો.
(શ્રોતાઃ) અનેકાંત
આવ્યું? (ઉત્તરઃ) અનેકાંત આવ્યું ને...! બીજે - આડે - અવળે ન થાય. બીજાથી ન થાય. આઘે -
પીછે ન થાય ઈ અનેકાંત છે. આવી વાત છે.’ આહા.. હા! આચાર્યોએ! દિગંબર સંતોએ! પરમસત્ને
સમાજની પાસે મૂકવામાં પાછી પાની રાખી નથી. કે આવી વાત કરીશું તો દુનિયામાં બેસશે કે કેમ!
(શ્રોતાઃ) મુનિઓને સમાજની શું પડી છે! (ઉત્તરઃ) કોઈની દરકાર નથી. વસ્તુની સ્થિતિ છે એ
પ્રમાણે પ્રસિદ્ધ કરી છે. આહ...હા!
(કહે છે) જૈનમાં લાકડું આ. કરમને લઈને થાય. કરમ વિના થઈ જાય (વિકાર) તો સ્વભાવ
થઈ જાય, અહીંયાં તો કહે છે કે ઈ ઉત્પાદવ્યયધ્રૌવ્ય (સ્વભાવ જ છે) વિકાર પણ લેવો હોં, એકલો
અવિકાર નહીં. ઉત્પાદમાં વિકારી, અવિકારી પર્યાય (છે) એવા ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય તે (દ્રવ્યનો)
સ્વભાવ છે. લ્યો! અહીં તો સ્વભાવ કીધો ભાઈ! વિકારને સ્વભાવ કીધો! આહા.. હા!
स्वस्थ
भवनम् स्वभावः– પોતાની પર્યાયમાં થાય માટે તે સ્વભાવ છે. બહુ અત્યારે! પંડિતોમાં વાંધો બધો!
એક વળી હુકમીચંદજી નીકળ્‌યા. હેં બિચારા! વળી શરીરે ઠેકાણું નહીં. એક નીકળ્‌યો એક પંડિતમાં!
હુશિયાર! સત્ય વાતને પ્રસિદ્ધ કરવામાં. જ્ઞાનચંદજી છે. આહ... હા!
શું કીધું? “ઉત્પાદવ્યયધ્રૌવ્યસ્વરૂપ પરિણામ છે.” પહેલાં (કહ્યું) દ્રવ્ય છે ઈ સ્વભાવમાં છે.
સ્વભાવ તેનો ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય છે. આહા...! તે ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય તેના પરિણામ છે. દ્રવ્ય
ઉત્પન્ન થતું નથી, દ્રવ્ય વ્યય થતું નથી, દ્રવ્ય ધ્રુવ રહેતું નથી. આહા... હા... હા.. હા..! ઈ દ્રવ્યના ત્રણ્ય
પરિણામ છે. ઉત્પન્ન થવામાં પરિણામ, વ્યય થવામાં પરિણામ અને ધ્રૌવ્ય રહેવામાં (પરિણામ) ત્રણ્ય
ભાગ પાડયા ને..! આહા... હા...! એ પરિણામ છે. “જેમ દ્રવ્યના વિસ્તારનો નાનામાં નાનો અંશ તે
પ્રદેશ છે.”
આકાશમાં કે જીવમાંનો અસંખ્ય પ્રદેશમાંથી એક પ્રદેશ (છે.) “તેમ દ્રવ્યના પ્રવાહનો.”
આહા... હા! જે દ્રવ્યનો સ્વભાવ - ઉત્પાદવ્યયધ્રૌવ્ ય- તેમાં તે દ્રવ્ય (વર્તે છે)

Page 207 of 540
PDF/HTML Page 216 of 549
single page version

ગાથા – ૯૯ પ્રવચનસાર પ્રવચનો ૨૦૭
પ્રવાહક્રમમાં તેની જે પર્યાય થવાની છે તે પ્રવાહનો “નાનામાં નાનો અંશ તે પરિણામ છે.” ચાહે તો
જીવમાં વિકારી - મિથ્યાત્વ (ભાવ) થાય, તો પણ તે ઉત્પાદ તેનો દ્રવ્યનો સ્વભાવ છે. સ્વભાવ તે
ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય છે. મિથ્યાત્વ પણ એનો સ્વભાવ છે એમ કીધું (છે.) આહા...હા...હા! વસ્તુ જે
છે - દરેક દ્રવ્ય, ભગવાને, જિનેશ્વરદેવે જે જોયાં. કે દરેક દ્રવ્ય-વસ્તુ પોતાના સ્વભાવમાં છે. (એ
વસ્તુ) પરને અડતી નથી, પર (એને) અડી નથી. અને પોતાનો જે સ્વભાવ છે (એ) ઉત્પાદ, વ્યય
ને ધ્રૌવ્ય (સ્વરૂપ) છે. કેમ કે ઉત્પાદવ્યયધ્રૌવ્ય તે સત્ ને સત્ તે દ્રવ્ય (છે.) આહા.. હા! આવી વાત
ને.... ક્યાં નવરાશ હવે, સત્નો નિર્ણય શું? વાસ્તવિક સ્વભાવનો.
કહે છે કેઃ તે દ્રવ્ય જે છે આત્મા, તેનો પ્રવાહ એટલે પર્યાયનો પ્રવાહક્રમ, જે પ્રવાહના ક્રમમાં
જે પર્યાય આવવાની છે તે જ આવશે. આડી - અવળી પર્યાય નહીં થાય. અને તે પ્રવાહના ઉત્પાદમાં
દ્રવ્ય આવશે. દ્રવ્યને લઈને ઉત્પાદ છે. આહા... હા! કર્મને લઈને અને શરીરને લઈને આત્મામાં
મિથ્યાત્વનો ઉત્પાદ નથી, કર્મને લઈને એ ઉત્પાદ નથી. એમ કહે છે. આહા.... હા! રાગ ને દ્વેષ તે
પ્રવાહક્રમમાં જીવના પરિણામ થાય તે તેનો સ્વભાવ છે. એ ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય એનો સ્વભાવ છે ને
સ્વભાવમાં સદાય દ્રવ્ય રહેલું છે. આહા... હા! તે આત્માથી મિથ્યાત્વ ને રાગદ્વેષ થાય છે. કરમથી
નહીં. આહા...! આકરું કામ છે. લોકોને આવું સત્ય સાંભળવા ય મળે નહીં. બિચારા ક્યાં ક્યાંય
(રખડે છે..!) કરમ કરે... કરમ કરે... વિકાર કરે ઈ કરમ કરે, આપણો આત્મા કર્મ કરે ને કરમને
ભોગવે. આમ ભગવાન ના પાડે છે. બીજા દ્રવ્યના પરિણામ, બીજા દ્રવ્યના પરિણામને કરે, એમ
વસ્તુના સ્વરૂપમાં નથી. આહા... હા!
(કહે છે કેઃ) ત્યારે (દરેક દ્રવ્યનું) સ્વરૂપ શું છે? દરેક દ્રવ્ય પોતા સ્વભાવમાં છે. આત્મામાં
(લ્યો ને) એક નિગોદનો જીવ. લસણ, ડુંગળી, (આદિ કંદમૂળમાં) એક અંગુલના અસંખ્ય ભાગમાં
અનંત આત્માઓ ત્યાં (છે.) અને તેની હારે તૈજસ ને કાર્માણ એક એક જીવને બબ્બે શરીર (છે.)
તે નિગોદનો જીવ પણ-દરેક દ્રવ્ય આવ્યું ને તો - એના પોતાના મિથ્યાત્વના ભાવ, ઉત્પાદવ્યયધ્રૌવ્ય,
એના સ્વભાવમાં આત્મા, (તેથી) તે દ્રવ્યનો સ્વભાવ તે ઉત્પાદ તે સમયનો, કાળક્રમમાં જે પર્યાય
થવાનો તે તેના પ્રવાહક્રમમાં તે મિથ્યાત્વ (તેના) દ્રવ્યને લઇને છે. આહા... હા! આકરી વાતું! રાગ-
દયા, દાન, વ્રત, ભક્તિ (આદિ) ના પરિણામ તે રાગ, શુભરાગ છે. એને ધર્મ માનવો (મિથ્યાત્વ
છે) અને (માનનાર) મિથ્યાદ્રષ્ટિ છે. આહા...હા! એ મિથ્યાદ્રષ્ટિપણું જીવના દ્રવ્યનો સ્વભાવ છે.
આહા...હા...હા...હા! આ.. રે! કો’ ભાઈ! આવી વાતું સાંભળવી મુશ્કેલી પડે બાપા! ત્રણલોકના નાથ,
જિનેશ્વરદેવ, સર્વજ્ઞ પ્રભુ એની આ વાણી છે!! આહા... હા! ન્યાયથી આમ બેસી જાય એવી (વાત)
છે. પણ જયારે સાંભળવા મળે ત્યારે... ને! અભવીને પણ જે મિથ્યાત્વનો ઉદય થાય છે, તે અભવીનો
જીવ પણ પોતે સદાય પોતાના સ્વભાવમાં છે અને એનો સ્વભાવ તે ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય છે. તો જે
મિથ્યાત્વના ઉત્પાદમાં આવે છે ઈ દ્રવ્યના પ્રવાહક્રમમાં પરિણામમાં દ્રવ્ય આવે છે. આહા... હા!

Page 208 of 540
PDF/HTML Page 217 of 549
single page version

ગાથા – ૯૯ પ્રવચનસાર પ્રવચનો ૨૦૮
(કહે છે કેઃ) ઘણા એમ કહે છે ‘એકેન્દ્રિય - નિગોદના જીવ છે એને કરમનું જોર છે. મનુષ્ય
થ્યો-પછી બહાર આવ્યો પછી જોર ઓછું છે એ વાતની અહીં ભગવાનના પાડે છે. હેં! આહા... હા...
હા! કેમ કે દરેક દ્રવ્ય - ભગવાને અનંત દ્રવ્ય જોયાં. (તેમાં) અનંત આત્માઓ, અનંત પરમાણુઓ,
અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્તિ, એક અધર્માસ્તિ, એક આકાશ-છ દ્રવ્ય (છે) જાતિએ છ ને
સંખ્યાએ અનંત (છે). દરેક દ્રવ્ય એક સમયમાં પોતાના સ્વભાવમાં વર્તે છે. અને એનો સ્વભાવ તે
ઉત્પાદવ્યયધ્રૌવ્ય (સ્વરૂપ) છે. એથી તેને પ્રવાહક્રમમાં જે પરિણામ થવાના છે (જે) જે થવાના છે તે
પરિણામ તે સમયમાં પ્રવાહક્રમમાં આવે. એ દ્રવ્યનો ઉત્પાદ છે ત્યાં, દ્રવ્યનું પરિણામ છે, દ્રવ્યનાં
પરિણામ છે. આહા... હા... હા! જ્ઞાનાવરણીયને લઈને જ્ઞાન રોકાણું, દર્શનમોહનીયને લઈને સમકિત
રોકાણું. અરે, બધી વાતું ખોટી. અરે... રે! વીતરાગ ત્રિલોકનાથ! દ્રવ્યની સ્વતંત્રતા (નો) આમાં
ઢંઢેરો પીટે છે. ક જે દ્રવ્ય છે તેને પહેલે સમયે વિકાર મંદ હતો અને બીજે સમયે તીવ્ર આવ્યો. તો કહે
છે કે કેમ આવ્યો? કે પ્રવાહક્રમમાં તે પરિણામ તેને, તે દ્રવ્યમાં ઊપજવાના તે પરિણામ હતા. આહા...
હા! સમજાણુ કાંઈ? ભાઈ! આવી ચીજ છે. દુનિયાને આકરી પડે આખી. કંઈ નિર્ણયના ઠેકાણા ન
મળે. આહા.. હા! ભક્તિનો ભાવ જે સમયે આવવાનો છે તે સમયે ઉત્પાદ તરીકે (થવાનો જ) તેનો
સ્વભાવ છે ઉત્પાદવ્યયધ્રૌવ્ય તેથી તે સમયે પ્રવાહક્રમમાં ઉત્પાદ આવશે. આહા... હા! સમજાણું કાંઈ?
(અહીંયાં કહે છે કેઃ) તે ‘દરેક પરિણામ સ્વ–કાળમાં પોતાના રૂપે ઊપજે છે.” દરેક પરિણામ
(દ્રવ્યના) પછી તે મિથ્યાત્વના (હોય) કેવળજ્ઞાનના (હોય) સમકિતના (હોય). આહા... હા!
ચારિત્રના (હોય). એ સમકિતના પરિણામ ઉત્પાદરૂપે તેના પ્રવાહક્રમમાં જયારે આવવાના છે તો તે
દ્રવ્ય તે પરિણામરૂપે ઊપજે છે. એ કર્મને લઈને (કર્મના અભાવથી) ત્યાં સમકિત પામ્યો, કે ગુરુ
(પાસેથી) દેશના સાંભળી માટે પામ્યો, એમ નથી. અહીંયાં કહે છે. એ પ્રવાહક્રમમાં એ સમકિતની
પર્યાયના પરિણામ આવવાના (હતા તે આવે છે). એ ઉત્પાદ દ્રવ્યનો છે. અને (ઉત્પાદવ્યયધ્રૌવ્ય)
ત્રણ પરિણામ થઈને (તે) દ્રવ્યનો સ્વભાવ છે. અને તે દ્રવ્ય તે સ્વભાવમાં વર્તે છે. આહા... હા...
હા! ભાષા તો ચોખ્ખી છે બાપુ! પણ મારગ (ફેરવી નાખ્યો) અત્યારે તો કરમને લઈને વિકાર થાય.
કરમને લઈને વિકાર થાય (એ વાત જ માંડી છે) પ્રભુ અહીં (એની) ના પાડે છે. આહા... હા!
(શ્રોતાઃ) એની કોર હા પાડે છે તો અહીંયાં (પ્રભુ) તો ના પાડે જ ને...! (ઉત્તરઃ) હેં! પણ
ચોખ્ખી ચાલી છે વાત. વર્ણીજીની હારે ચોખ્ખી ચાલી’ તી વીસ વરસ પહેલાં. ‘કર્મને લઈને જ વિકાર
થાય નહિતર વિકાસ સ્વભાવ થઈ જશે’ (એણે) એમ કહ્યું. અહીંયાં તો (કહ્યું) વિકાર પોતાથી-
ષટ્કારકથી પરિણમનથી થાય. ‘પંચાસ્તિકાય’ ની ૬૨ ગાથા. (
कम्मं वि सग कुव्वदि सेण सहावेण
सम्ममपाणं। जीवोविय तारिसओ कम्मसहावेण भावेण।। ६२।। (અન્વયાર્થઃ– કર્મ પણ પોતાના
સ્વભાવથી પોતાને કરે છે અને તેવો જીવ પણ કર્મસ્વભાવ ભાવથી (-ઓદયિકાદિ ભાવથી) બરાબર
પોતાને કરે છે). ઘણા પંડિતો હતા, બધા હતા. બંસીધરજી, ફૂલચંદજી, કૈલાસચંદજી બધા હતા. જે
સમયમાં એનો વિકાર થવાનો, તે સમય તે વિકારનાં પરિણામ તે દ્રવ્યે કર્યા છે. એ

Page 209 of 540
PDF/HTML Page 218 of 549
single page version

ગાથા – ૯૯ પ્રવચનસાર પ્રવચનો ૨૦૯
પરિણામ (એ) દ્રવ્યના છે. કર્મને લઈને નહીં. કર્મ પરદ્રવ્ય છે. એ કર્મ (ને) પણ તેના પ્રવાહક્રમમાં
જે પરિણામ આવવાના એ ઉત્પાદવ્યયધ્રૌવ્ય સ્વભાવમાં એ પરમાણુઓ છે. કર્મના (જે) પરમાણુઓ છે
એ પરમાણુઓ કર્મના પરિણામપણે આવ્યા છે. આહા.. હા!
(કહે છેઃ) જ્ઞાનાવરણીયપણે પરિણમે છે (કર્મના) પરમાણુ, તે સમયે તે પરમાણુના તે
પર્યાયપણે - ઉત્પાદપણે થવાનો તેનો સ્વભાવ છે. આહા... હા! આવી વાતું છે. “દરેક પરિણામ સ્વ–
કાળમાં”
સ્વ-કાળમાં છે. ને.. .! પરિણામ સ્વકાળે જ ઊપજે છે. જે સમયે જે તેના પરિણામ થવાના
તે જ થાય છે, આઘા - પાછા નહીં. આહા.... હા... હા! કેમ કે ઉત્પાદ, પ્રવાહક્રમમાં એનો જે સમય
આવે છે ત્યારે તે સમયના તે પરિણામ પોતાથી ઊપજે છે. એને કર્મની ને પરની અપેક્ષા છે નહીં.
આહા... હા..! એમ અજ્ઞાનીએ રાગદ્વેષ કર્યા-થ્યા. એ પોતાના પરિણામથી થ્યા. અને એ વખતે કર્મ
બંધાણું. એ કર્મના પરમાણુઓ તેના કર્મરૂપે (પૂર્વની અવસ્થા) વ્યય થઈને પરિણમ્યા તેથી તે કર્મ
બંધાણું છે. અહીંયાં રાગદ્વેષ થ્યા માટે કર્મ બંધાણું છે એમ નથી. આહા... હા! આવી વાતું હવે!
(શ્રોતાઃ) એમ ને એમ ઉપરથી અધ્ધરથી કંઈ કર્મ બંધાય. ...! (ઉત્તરઃ) એ વાત જ નથી. એ પ્રશ્ન
કર્યો’ તો ત્યાં મૂળશંકર (દેશાઈ) એ ત્યાં રાજકોટમાં એમ કે (જીવ) રાગ ન કરે તો ક્યાં કર્મ
બંધાય? એમ પ્રશ્ન કર્યો હતો. પણ ઈ પ્રશ્ન જ આંહી નથી. મૂળ, તત્ત્વની દ્રષ્ટિની આખી ખબર નહીં.
આહા... હા!
(કહે છે કેઃ) અહીંયાં રાગ થાય છે. એ પણ પોતાના ઉત્પાદનો - પરિણામનો કાળ છે. માટે
દ્રવ્ય તે રાગપણે પરિણમે છે. એક વાત. (હવે બીજી વાત) અને સામે જ્યાં ચારિત્રમોહના
પરિણામપણે (કર્મ) બંધાય. પરમાણુઓ પણ તે ચારિત્રમોહની પર્યાયપણે ઉત્પન્ન થાય એવો એનો
સ્વભાવ છે. ઈ સ્વભાવમાં ઈ પરમાણુઓ રહ્યા છે. એ પરમાણુનો એના ઉત્પાદવ્યયધ્રૌવ્ય
(સ્વભાવમાં) રહ્યા છે. એ મિથ્યાત્વના - દર્શનમોહના જે પરિણામ થ્યાં એ પરિણામ તે પરમાણુઓએ
ઉત્પન્ન કર્યાં છે. અને (જીવે) રાગદ્વેષ-મિથ્યાત્વ સેવ્યું માટે દર્શનામોહ (રૂપે પરમાણુઓ) થ્યાં છે એમ
નથી. આવું છે!! આહા... હા! વીતરાગ સિવાય આવી વાત ક્યાં છે? શ્વેતાંબરમાં તો એ છે (કર્મથી
વિકાર થાય) દિગંબરમાં (પણ) એ છે. પંડિતોય (પોકારે છે) કર્મને લઈને થાય... કર્મને લઈને થાય.
શ્વેતાંબરમાં તો ચોખ્ખી વાત જ ઈ છે (કર્મને લઈને બધું થાય.) આહા... હા! પરદ્રવ્યને લઈને
પરદ્રવ્યના પરિણામ થાય! અહીંયાં ભગવાન ના પાડે છે. ત્રણ કાળ, ત્રણ લોકમાં આમ બનતું નથી.
દરેક કાળે, દરેક દ્રવ્ય, ‘પોતાના સ્વભાવમાં વર્તે છે’ અને તે સ્વભાવ તેનો ‘સત્ (એટલે)
उत्पादव्ययध्रौव्ययुक्तम् सत् (છે). તે - પણાના ઉત્પાદપણે તે પર્યાય તેના કાળક્રમે આવી તે, તે -
પણાના (ઉત્પાદના) એ દ્રવ્યના પરિણામ છે. દ્રવ્યથી તે પરિણામ ઉત્પન્ન થ્યાં છે. આહા... હા!
સમજાય છે?
(જુઓ,) આ ભાષા થાય છે. (તે) ભાષા વર્ગણા (છે). કહે છે કે એ પરમાણુ જે ભાષાના

Page 210 of 540
PDF/HTML Page 219 of 549
single page version

ગાથા – ૯૯ પ્રવચનસાર પ્રવચનો ૨૧૦
(ભાષાવર્ગણાના) છે. તે (અત્યારે) ભાષા વર્ગણાપણે છે. એ પણ પોતાના ઉત્પાદના કારણે છે. અને
પછી ભાષાપણે પરિણમ્યા એ પરમાણુઓનો ઉત્પાદનવ્યયધ્રૌવ્ય સ્વભાવ (છે) એમાં એ પરમાણુઓ
રહ્યા છે. માટે તેનું તે ભાષાની પર્યાયપણે તે પરમાણુઓ ઉત્પન્ન થયાં છે. ભાષાની પર્યાય આત્માથી
થાય છે, કે હોઠથી થાય છે, કે જીભથી થાય છે એમ નથી. આ.... રે... આરે! આવી વાતું! આહા...
હા! હવે અત્યારે તો ઈ ચાલે છે આખું ‘કરમને લઈને વિકાર થાય’ અને દયા-દાન ને વ્રતના શુભ
પરિણામથી ધરમ- ધરમ થાય. એ (અભિપ્રાય) મિથ્યાત્વ છે. તે પણ મિથ્યાત્વના પરિણામ ઉત્પન્ન
થવાના કાળમાં તે દ્રવ્યે ઉત્પન્ન કર્યાં છે. કરમને લઈને નહીં, પરને લઈને નહીં. આહા... હા! આવી
વાત છે!!
(શ્રોતાઃ) અગર ઐસે મિથ્યાત્વ હોતો પરિણામ હો જાવે... (ઉત્તરઃ) પરિણામ કીધુંને...!
પરિણામ છે. દ્રવ્ય પરિણામપણે આવ્યું તો પરિણામ તે પરિણામનો કાળ તો એક સમયનો જ હોય.
અને તે પરિણામને તો સ્વભાવ કીધો છે. મિથ્યાત્વ ને રાગદ્વેષના પરિણામને પણ - તે જ સમયે
ઉત્પન્ન થાય તેને ત્યાં - (તે) સ્વભાવ કીધો છે. આહા...! એ સ્વભાવમાં જ દ્રવ્ય રહ્યું છે. આહા...
હા... હા! કો’ ભાઈ! આવું (તત્ત્વ) (આ) વાત છે!!
(કહે છે કેઃ) (આઠ પ્રકારના કર્મ છે) પ્રભુએ પણ ફરમાન કર્યું છે. અરે, પણ કઈ અપેક્ષાએ
કહ્યું ભાઈ બાપુ! જ્ઞાનાવરણીય કર્મ કીધું છે ન્યાં. ઈ તો નિમિત્તનું કથન જણાવ્યું હતું, બાકી
જ્ઞાનાવરણીય (કર્મ) થી જ્ઞાન અવરાય છે એ વાત જ જૂઠી છે. એ જ્ઞાન (ગુણ)ની હીણી દશા થવી,
તે વખતના તે પરિણામ - ઉત્પાદ થાય, તે દ્રવ્યે જ તે ઉત્પાદ પરિણામ કર્યાં છે. કર્મને લઈને નહીં.
જ્ઞાનાવરણીયનો ઉદય થ્યો માટે જ્ઞાનની હીણી દશા થાય છે એમ નથી. એ હીણી દશા ઉત્પાદના કાળે,
તેનો સમય હતો પ્રવાહક્રમમાં તેથી હીણી દશા થઈ અને દ્રવ્ય પોતે તે જ્ઞાનની હીણીદશા-પણે આવ્યું
છે. આહા... હા! સમજાણું કાંઈ? મોટો ગોટો છે અત્યારે (માન્યતામાં). આ બે વાતું આખી.
નિમિત્તથી થાય અને વ્રત ને તપ ને ભક્તિ કરવાથી ધરમ થાય. બે ય (માન્યતા) મિથ્યાત્વ છે. એ
મિથ્યાત્વ પણ દ્રવ્ય પોતે (એ) પરિણામપણે થાય છે. કોઈએ એને ઉપદેશ આપ્યો (ખોટો) માટે તેને
એવા મિથ્યાત્વના પરિણામ થાય છે એમ નથી. આહા... હા! આવું છે!! આમાં કોની હારે ચર્ચા કે
વારતા કરવી!!
(અહીંયાં કહે છે કેઃ) “દરેક પરિણામ સ્વ–કાળમાં પોતાના રૂપે ઊપજે છે.” જોયું? તે તે
સમયમાં તે તે પરિણામ, પોતાપણે ઊપજે છે. પરને લઈને નહીં. વિકાર હો કે અવિકાર હો,
સમ્યગ્દર્શનપર્યાય પણ તેના પ્રવાહક્રમમાં આવવાની પર્યાય - તેના ઉત્પાદપણે દ્રવ્ય પોતે ઊપજે છે
ત્યાં, દ્રવ્યના એ પરિણામ છે. આહા..! એ પરિણામ એનો સ્વભાવ છે. એમ મિથ્યાત્વ પણ -
(આત્મદ્રવ્યને) નથી માનતા (અને) દયા, દાન વ્રત, ભક્તિ, પૂજાથી ધરમ માનવો એવું જે મિથ્યાત્વ,
તે સમય તે મિથ્યાત્વના પરિણામ તેના કાળે તેના પ્રવાહક્રમમાં આવ્યા તે દ્રવ્ય પોતે પરિણામપણે
ઊપજયું છે. આહા... હા! કર્મથી નહીં. એકેન્દ્રિયને કરમનું જોર છે માટે ત્યાં નિગોદમાં પડયા છે.

Page 211 of 540
PDF/HTML Page 220 of 549
single page version

ગાથા – ૯૯ પ્રવચનસાર પ્રવચનો ૨૧૧
એમ અહીંયા (એની) ના પાડેછે. (શ્રોતાઃ) આપ ના પાડો છો પણ કહે છે ને ‘કમ્મો બળિયો, જીવો
બળિયો’ (ઉત્તરઃ) ઈ કમ્મો બલિયો (એટલે) રાગ - વિકાર પોતે બળિયા ઈ. વિકારના પરિણામ
જે સમયે એકદમ તીવ્ર થવાના, તે પોતાથી થ્યા છે ને તે પોતાનો સ્વભાવ છે અને તે સ્વભાવમાં
આત્મા છે. આહા.. હા! આવું છે! દુનિયાથી વિરુદ્ધ બહુ! આહા...હા!
(શ્રોતાઃ) ભાવનગર પટ્ટણી સાહેબ પણ એમ કહેતા હતા? (ઉત્તરઃ) હા, પટ્ટણી ય એમ
કહેતો હતો. પટ્ટણી શું? આનું (તત્ત્વનું) ભાન બિચારાને! એને શું ભાન? દિવાન હતો ને...!
ભાવનગર દરબારનો. વ્યાખ્યાનમાં આવ્યા હતા ૯૩ નીાત છે, ત્રાણું વરસ કેટલાં થ્યાં? બેતાલીસ
વરસ. વ્યાખ્યાનમાં ઘણું માણસ હતું. - હજારો માણસ. (અહીં) ગુરુકુળમાં વ્યાખ્યાન હતું.
(વ્યાખ્યાન) સાંભળ્‌યું. પછી ઊભા થઈને ભાષણ કર્યું. પ્રભાશંકર પટ્ટણી (એ). ‘કોઈ વખતે કર્મનું
જોર હોય ને કોઈ વખતે આત્મનું જોર (હોય)’ આહા....હા...હા...હા...હા! કીધુંઃ ઓ કાંઈ ભાન ન
મળે, મોટા દિવાન થઈને ફરે છે ને મૂઢં! પ્રભાશંકર પટ્ટણી, ભાવનગર દરબારના દિવાન, વ્યાખ્યાનમાં
આવ્યા હતા, વ્યાખ્યાનમાં તો રાજાઓ પણ ઘણા-બહુ આવતા. ભાવનગર દરબાર પણ આવ્યા’ તા
વ્યાખ્યાનમાં બે - ત્રણ વખત અહીંયાં. ગુજરી ગયા. શ્રીકૃષ્ણકુમાર, એ ય બિચારાને ભાન નહીં.
માણસ નરમ. સાંભળતો’ તો મેં તો એટલું કહ્યું ત્યાં એને. ‘જે કોઈ માણસ મહિને પાંચ હજાર માંગે
એ નાનો માંગણ અને લાખ્ખો જુએ, કરોડ જુએ, માંગે. એ માંગણમાં ય માંગણ, મોટો માંગણ -
મોટો ભિખારી છે. માગ-માગ, લાવ, લાવ. ભગવાનમાં અનંત આનંદની લક્ષ્મી પડી છે ત્યાં તો જોતો
નથી. આહા... હા! એના તને માહાત્મ્ય આવે! જગતની (ચીજ) પૈસા તેનું તને માહાત્મય!
મરવાનો! આંહી અમારે ક્યાં અમારી પાસે ક્યાં પૈસા લેવા છે કાંઈ એની પાસેથી? કે રાજા છે.
કરોડની ઊપજ. ભાવનગર (સ્ટેટ) ની કરોડની ઊપજ. એનો દીકરો છે એક. આવ્યો’ તો. કીધું
ભીખારા છે બધા રાજા ને આ શેઠિયાઓ કરોડોપતિ. શાસ્ત્રમાં પાઠ છે (એવો)
‘वराकाः’ કહ્યા છે.
વરાકા એટલે રાંકા. પોતાની ચીજ (આત્માની) ની કિંમત ન મળે અને પરની ચીજની કિંમત ટાંકે,
કિંમત (એની) ટાંકવા જાય એ ભિખારા- રાંકા છે. આહા... હા! પૈસા જરી પાંચ - પચાસ લાખ
મળે, બાયડી જરી સારી મળે, છોકરાં થાય, મકાન પાંચ - પચીસ લાખનું કરે ત્યાં રાજી- રાજી. તે
(બધા) ભિખારા (છે.) પરની ચીજને લઈને તને રાજીપો! માંગણ છો! એ વસ્તુ મને મળે તો ઠીક!
આહા... હા! એભાઈ! અહીંયાં તો પરમાત્મા (કહે છે). દિગંબર સંતો જે કહે છે તે પરમાત્માએ કહ્યું
છે. પરમાત્માની સીધી વાણી સાંભળી એમની કુંદકુંદાચાર્યે આઠ દી’ .
‘ત્યાં અમારી હાજરી હતી,
બેનની હાજરી હતી.’ છેવટે રોગ એવો આવ્યો’ તો ‘આંહી ઊપજવું થઈ ગ્યું’ આહા... હા!
અહીંયાં મહાસિદ્ધાંત... મહાસિદ્ધાંત... જે સિદ્ધાંત ત્રણ કાળમાં ફરે નહીં ક્યાંય એકે ય ન્યાય!!
આહા... હા!
કહે છે (કોઈ જીવને) પહેલે સમયે ક્રોધ મંદ હતો અને બીજે સમયે તીવ્ર થયો. પણ કંઈ

Page 212 of 540
PDF/HTML Page 221 of 549
single page version

ગાથા – ૯૯ પ્રવચનસાર પ્રવચનો ૨૧૨
કર્મ નિમિત્ત ખરું કે નહીં? નિમિત્તને લઈને! (જૈન સિદ્ધાંત તત્ત્વમીમાંસા’) માં આવ્યું છે. પહેલા
કંઈક ક્રોધ હતો અને પછી માન થયું. એ ત્યાં માનનો ઉદય આવે, આવે એટલું. નિમિત્તપણે તો આવે
ને...! આ નાંખ્યું છે ભાઈએ ફૂલચંદજીએ (પંડિતજીએ). આવે ભલે. પણ થયા છે પરિણામ પોતાના
તે પ્રવાહક્રમમાં. આહા...હા...હા...હા!
આતો “૯૯” ગાથા. ભગવાન કુંદકુંદાચાર્ય! આહા...! દિગંબર સંત! ચાલતા સિદ્ધ!! એનો
પોકાર છે જગત પાસે. તમે સાંભળ્‌યું હોય કે ન સાંભળ્‌યું હોય ભલે! ‘પણ દરેક દ્રવ્યના જે પરિણામ
થવાના તે થાય છે.’ આહા...હા! ચાર-પાંચ પરમાણુ બે ગુણ ચીકાશવાળા છે. તે બીજા ચાર
ગુણવાળામાં જાય, ચારગુણવાળા થઈ જાય. કહે છે કે એ તો વ્યવહારના કથન છે. ચાર ગુણની ઉત્પન્ન
થવાનો પર્યાયનો તે સમય છે. તેથી એ દ્રવ્ય ચાર ગુણપણે ઊપજયું છે. આહા.. હા!
(અહીંયાં કહે છે કેઃ) “દરેક પરિણામ સ્વ–કાળમાં પોતાના રૂપે ઊપજે છે, પૂર્વ રૂપથી નાશ
પામે છે અને સર્વ પરિણામોમાં એકપ્રવાહપણું હોવાથી દરેક પરિણામ ઉત્પાદવિનાશ વિનાનો એકરૂપ–
ધ્રુવ રહે છે.”
આહા.. હા! એકરૂપ ધ્રુવ રહે છે. ત્રણે ય લીધા. પોતે ઉત્પન્ન થવાની અપેક્ષાએ ઉત્પન્ન
(ઉત્પાદ), પૂર્વની અપેક્ષાએ વિનષ્ટ-વ્યય, અને ધ્રુવ. છેછેછે એ ધ્રુવ. (ધ્રૌવ્ય). એક જ પરિણામમાં
ત્રણપણું ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય (પણે) વર્તુતું દ્રવ્ય તે પોતાના સ્વભાવમાં, તે દ્રવ્ય પોતાના કારણે વર્તે
છે. આહા...હા..! શું સ્વતંત્રતા!! આવી વાત. વીતરાગ! દિગંબર સંત અને દિગંબર સર્વજ્ઞ, એ સિવાય
ક્યાંય છે નહીં (આ વાત) આહા.. હા! વાડાવાળાને ખબર નથી! (આવા તત્ત્વની!) .
આહા... હા! (એક સમયમાં) ઉત્પાદ પરિણામ વિનાનું દ્રવ્ય ન હોય, વ્યય પરિણામ વિનાનું
દ્રવ્ય ન હોય, ધ્રૌવ્ય પરિણામ વિનાનું દ્રવ્ય ન હોય. આહાહાહા! સમજાણું કાંઈ? કેમ કે તે દ્રવ્ય
પોતાના સ્વભાવમાં વર્તે અને ઉત્પાદવ્યયધ્રૌવ્ય સ્વભાવ છે. તે ઉત્પાદપર્યાય પ્રગટ છે તેને ત્રણ્યપણું
લાગુ પડે છે. પ્રગટપર્યાયને પોતાની અપેક્ષાએ ઉત્પાદ છે, પરની (પૂર્વની) અપેક્ષાએ વ્યય છે, અને
છેછેછેછેછે એ અપેક્ષાએ ધ્રૌવ્ય છે. આ પ્રગટપર્યાયની અપેક્ષાએ (ત્રણપણું છે.) તે તે સમયના, તે તે
પર્યાયમાં, ઊપજતું દ્રવ્ય પોતાના સ્વભાવથી, પોતાના સ્વભાવમાં ઊપજે છે. આહા.. હા!
(કહે છે) ઓલા-અજ્ઞાનીઓએ ઈશ્વર કર્તા છે એમ ઠરાવ્યું, અને જૈનમાં કર્મ (ને) કર્તા છે
એમ ઠરાવ્યું. (કર્તાપણાની માન્યતામાં બન્ને સમાન) કર્મ જડ હવે એને ઈશ્વર ઠરાવ્યો. કરમને લઈને
બાપુ રખડવું પડે, કરમને લઈને (આપણને) વિકાર થાય. (આ અભિપ્રાયે) મારી નાખ્યા!!
(શ્રોતાઃ) કર્મે વાળ્‌યો આડો આંક..! (ઉત્તરઃ) કાંઈ નહીં. ભક્તિમાં આવે છે ને..!
कर्म बिचारे
कौन, भूल मेरी अधिकाइ, अग्नि सहे घनघात, लोहकी संगति पायी આહા.... હા! ભારે વાત!

Page 213 of 540
PDF/HTML Page 222 of 549
single page version

ગાથા – ૯૯ પ્રવચનસાર પ્રવચનો ૨૧૩
નવ્વાણુમી ગાથા (ક્રમબદ્ધની) (શ્રોતાઃ) બે નવડા..! (ઉત્તરઃ) બે નવડા. અફર. અફર બેય!!
આહા... હા! અને તે પણ વસ્તુ - આત્મા, પોતાના સ્વભાવમાં વર્તે, સ્વભાવ ઉત્પાદવ્યયધ્રૌવ્ય, અને
ઉત્પાદ તે તે સમયનો પ્રવાહક્રમમાં થવાનો તે તે. (આવી વસ્તુસ્થિતિ) એણે હવે જોવાનું ક્યાં રહ્યું?
એણે જોવાનું દ્રવ્ય વડે. જે ઉત્પન્ન થાય તે ઉત્પાદ પરિણામમાં (ગયો) એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ, જોવાની
રહી. તે પણ તે સમયના તે પરિણામ દ્રવ્યમાં જોવાના- ઉત્પન્ન પોતે સ્વતંત્ર ઉત્પન્ન દ્રવ્યમાં થાય છે.
આહા... હા! મિથ્યાત્વનો વ્યય થયો માટે સમકિતની ઉત્પત્તિ થઈ એમે ય નથી. એમ કહે છે. એ
(વાત) હજી આવશે ૧૦૧ (ગાથા) માં. જે પર્યાય, જે સમયે ઉત્પન્ન થઈ, તે ઉત્પાદ ને તેના વ્યય કે
ધ્રૌવ્યની જરૂર નથી. આહા... હા.. હા! અરે... રે! આવું (તત્ત્વજ્ઞાન) ધરમ વીતરાગનો!! ઓલા -
સ્થાનકવાસી કહે કે વ્રત કરો ને દયા પાળો, ક્રિયાકાંડ (કરો) એનું નામ ચારિત્ર. દ્રષ્ટિ મિથ્યાત્વ છે
ત્યાં ચારિત્ર ક્યાંથી આવ્યા? શ્વેતાંબરમાં મૂર્તિપૂજા ને ભક્તિ, જાત્રા ને ધમાલું! આહા... હા!
(અહીંયાં કહે છે કેઃ) “દરેક પરિણામ સ્વ–કાળમાં પોતાના રૂપે ઊપજે છે, પૂર્વ રૂપથી નાશ
પામે છે અને સર્વ પરિણામોમાં એકપ્રવાહપણું હોવાથી દરેક પરિણામ ઉત્પાદ– વિનાશ વિનાનો
એકરૂપ – ધ્રુવ રહે છે.”
તે પરિણામ તેને ધ્રુવ રહે છે. જેને ઉત્પન્ન કે વ્યયની અપેક્ષા નથી. છેછેછેછેછે
તે સમયનું સત્ તે પર્યાયરૂપે છે. આહા... હા! એ પર્યાયને ત્યાં સત્ કહેવામાં આવે છે, ધ્રુવ કહેવામાં
આવે છે. આહા..! પણ એ ધ્રુવને પણ અહીંયાં પરિણામ કીધા છે, ત્રણેય ને પરિણામ કહી અને દ્રવ્ય
તે સ્વભાવમાં વર્તે છે, તે પરિણામમાં તે જ દ્રવ્ય વર્તે છે એમ. આહા... હા! વાણિયાને - વેપારીને
નવરાશ ન મળે. ધંધા આડે હવે આવી વાતું! કલાક નવરો થાય કે સાંભળવા જાય તો માથે કહે
(જય નારાયણ’ થઈ રહ્યું જાવ. આહા... હા! સત્ય શું છે અને અસત્ય શું છે? (તેનો નિર્ણય કરવો
જોઈએ.) આહા... હા! અરે! આવી જિંદગી જાય છે. ‘એક કોર રામ ને એક કોર ગામ’ એટલે
વિકલ્પથી માંડીને પર વસ્તુ બધી (એ ગામ) એમાંથી ખસીને દ્રવ્યસ્વભાવમાં જા. (એ રામ). જ્યાં
આતમરામ બિરાજે છે! આહા... હા!
(અહીંયાં કહે છે કેઃ) “વળી ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યમાં સમયભેદ નથી.” જોયું? ઉત્પાદ પહેલે
સમય થાય ને વ્યય બીજે સમયે થાય ને ત્રીજા સમયે ધ્રૌવ્ય રહે એમ નથી. એક જ સમયમાં ત્રણ છે.
સેકન્ડના અસંખ્યમાં ભાગનો સમય, એમાં એક સમયમાં ત્રણ છે. આહા..! નવ્વાણું ગાથા ગજબ છે!!
‘ઠરી જાય એવું છે’ આહા... ક્યાંય બહારમાં એણે જોવાનું છે નહીં.
‘પોતે જ ભગવાન!
અનંતગુણથી બિરાજમાન છે.’ (શ્રોતાઃ) ઘરનું કામ કેદી’ કરવું? (ઉત્તરઃ) કોણ કરે? ઘરના.
વકીલાતના (કામ) કોણે કર્યા’ તા’ અભિમાન કર્યા’ તા. એ ય પંડિતજી! (આ રામજીભાઈ) મોટા
વકીલ હતા. ઓલો એક બીજો નહીં વકીલ, કોણ? સો, બસો રૂપિયા લેતો’ તો. હા, ભુલાભાઈ
(દેશાઈ) બધા ગપ્પે - ગપ્પ મારનારા. આહા... હા!
(જુઓ,) આ (શરીર) તો અનંતપરમાણુનો પિંડ છે, તેનો છેલ્લો એક પરમાણુ-પોઈન્ટ,

Page 214 of 540
PDF/HTML Page 223 of 549
single page version

ગાથા – ૯૯ પ્રવચનસાર પ્રવચનો ૨૧૪
તે પરમાણુ પોતાના સ્વભાવમાં છે. અને તેનો સ્વભાવ ઉત્પાદવ્યયધ્રૌવ્ય (સ્વરૂપ) છે. અને
ઉત્પાદવ્યયધ્રૌવ્ય એ ત્રણેય એક સમયમાં લાગુ પડે છે. તે પરિણામમાં દ્રવ્ય પોતે આવે - પરિણમે છે.
એ પરમાણુની આમ ગતિ થાય કે સ્થિત રહે એમાં (એને) પરની અપેક્ષા છે નહીં. આહા... હા!
(શ્રોતાઃ) પરની ગતિ લ્યે એવું આપ... (ઉત્તરઃ) આ શું કહે છે? આવ્યું ને...! ઉત્પાદ સ્વકાળે થાય
છે. દ્રવ્ય, (ઉત્પાદવ્યયધ્રૌવ્ય) તેના પરિણામ છે. એને પરની અપેક્ષા નથી. પરદ્રવ્યને લઈને. આહા..
હા! આ તો સંતોની વાણી! સૂક્ષ્મ છે!! દિગંબર સંતોની વાણી આહા...! ક્યાંય છે નહીં. પણ એને
સમજવી બહુ કઠણ બહુ વાડામાં જન્મ્યા એને. ઓલો - ઇન્દ્રલાલજી, જયપુર કહેતો કે દિગંબરમાં
જન્મ્યા એ બધા સમકિતી (તો) છે. હવે એણે ચારિત્ર લેવા (નું જ બાકી છે). બધા માનનારા આમ
- કરમને લઈને થાય ને વ્રતના પરિણામને લઈને ધરમ થાય ને...! માનનારા આવા મિથ્યાદ્રષ્ટિ અને
અમે જૈનધર્મી - સમકિતી છઈએ (એમ માને.) આહા.. હા! શું થાય બાપુ!
(શ્રોતાઃ) તીર્થંકર બધા
સમકિત લઈને જન્મે એટલે એ બધા તીર્થંકરો કહેવાય ને...! (ઉત્તરઃ) શું કહે છે? તીર્થંકરો લઈને
આવે છે સમકિત પર્યાય છે ને...! ભગવાન માતાના પેટમાં આવે છે ત્યારે ત્રણ જ્ઞાન ને સમકિત
લઈને આવે છે. એ સમકિત પર્યાયનું પરિણામ પોતાના દ્રવ્યને લઈને છે આહા.... હા! ગજબ વાત
છે!!
(અહીંયા કહે છે કેઃ) “વળી ઉત્પાદ – વ્યય ધ્રૌવ્યમાં સમયભેદ નથી, ત્રણે ય એક જ સમયે
છે.” આહા... હા! “આવા ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક પરિણામોની પરંપરામાં... . દ્રવ્ય.... સ્વભાવથી
જ... સદાય... રહેતું હોવાથી.”
સાદી ભાષા કરી નાખી (ભાવાર્થ છે ને) ઉતપાદવ્યયધ્રૌવ્ય પરિણામોની
પરંપરામાં દ્રવ્ય સ્વભાવથી જ સદાય રહેતું હોવાથી
“દ્રવ્ય પોતે પણ, મોતીના હારની માફક,
ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક છે. આહા... હા! બહુ સરસ!!
વિશેષ કહેશે.....


Page 215 of 540
PDF/HTML Page 224 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૧પ
હવે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનો પરસ્પર અવિનાભાવ દ્રઢ કરે છેઃ-
ण भवो भंगविहीणो भंगो वा णत्थि संभवविहीणो ।
उप्पादो वि य भंगो ण विणा धोव्वेण अत्थेण ।। १००।।
न भवो भंगविहीनो भंगो वा नास्ति संभवविहीनः ।
उत्पादोऽपि च भंगो न बिना ध्रौव्येणार्थेन ।। १००।।
ઉત્પાદ ભંગ વિના નહિ, સંહાર સર્ગ વિના નહિ;
ઉત્પાદ તેમ જ ભંગ, ધ્રૌવ્ય – પદાર્થ વિણ વર્તે નહિ. ૧૦૦
ગાથા ૧૦૦
અન્વયાર્થઃ– (भवः) ઉત્પાદ (भंगविहीनः) ભંગ વિનાનો () હોતો નથી (वा) અને
(भंगः) ભંગ (संभवविहिनः) ઉત્પાદ વિનાનો (नास्ति) હોતો નથી; (उत्पादः) ઉત્પાદ, (अपि
) તેમ જ (भंगः) ભંગ (ध्रौव्येण अर्थैन विना) ધ્રૌવ્ય પદાર્થ વિના () હોતા નથી.
ટીકાઃ– ખરેખર સર્ગ સંહાર વિના હોતો નથી અને સંહાર સર્ગ વિના હોતો નથી; સૃષ્ટિ
અને સંહાર સ્થિતિ વિના હોતાં નથી, સ્થિતિ સર્ગ અને સંહાર વિના હોતી નથી.
જે સર્ગ છે તે જ સંહાર છે, જે સંહાર છે તે જ સર્ગ છે; જે સર્ગ ને સંહાર છે તે જ સ્થિતિ છે,
જે સ્થિતિ છે તે જ સર્ગ ને સંહાર છે. તે આ પ્રમાણેઃ જે કુંભનો સર્ગ છે તે જ મૃત્તિકાપિંડનો સંહાર
છે, કારણ કે ભાવનું ભાવાન્તરના અભાવસ્વભાવે અવભાસન છે (અર્થાત્ ભાવ અન્યભાવના
અભાવરૂપ સ્વભાવે પ્રકાશે છે - દેખાય છે.) વળી જે મૃત્તિકાપિંડનો સંહાર છે તે જ કુંભનો સર્ગ છે,
કારણ કે અભાવનું ભાવાન્તર ભાવસ્વભાવે અવભાસન છે (અર્થાત્ નાશ અન્યભાવના ઉત્પાદરૂપ
સ્વભાવે પ્રકાશે છે). વળી જે કુંભનો સર્ગ અને પિંડનો સંહાર છે તે જ મૃત્તિકાની સ્થિતિ છે, કારણ કે
વ્યતિરેકો અન્વયને અતિક્રમતા (ઓળંગતા, છોડતા) નથી. વળી જે મૃત્તિકાની સ્થિતિ છે તે જ
કુંભનો સર્ગ અને પિંડનો સંહાર છે, કારણ કે વ્યતિરેકો દ્વારા જ અન્વય પ્રકાશે છે.
અને જો આમ જ (ઉપર સમજાવ્યું તેમ જ) ન માનવામાં આવે તો ‘અન્ય સર્ગ છે, અન્ય
સંહાર છે, અન્ય સ્થિતિ’ છે એવું આવે છે (અર્થાત્ ત્રણે જુદાં છે એવું માનવાનો પ્રસંગ આવે છે.)
એમ થતાં (શા દોષો આવે તે સમજાવવામાં આવે છે)ઃ
કેવળ સર્ગ શોધનાર કુંભની (-વ્યય અને ધ્રૌવ્યથી જુદો એકલો ઉત્પાદ કરવા જનાર ઘડાની),
૧૦ઉત્પાદનકારણના અભાવને લીધે, ઉત્પત્તિ જ ન થાય; અથવા તો અસત્નો જ ઉત્પાદ
----------------------------------------------------------------------
૧. અવિનાભાવ = એક વિના બીજાનું નહિ હોવું તે; એકબીજા વિના હોઈ જ ન શકે એવો ભાવ.
૨. ભંગ =
વ્યય; નાશ. ૩. સર્ગ = ઉત્પાદ; ઉત્પત્તિ.
૪. સંહાર = વ્યય; નાશ. પ. સૃષ્ટિ=ઉત્પત્તિ.
૬. સ્થિતિ = ટકવું તે; ધ્રુવ રહેવું તે; ધ્રૌવ્ય. ૭. મૃત્તિકાપિંડ= માટનો પિંડ; માટીનો પિંડો.
૮. વ્યતિરેક = ભેદ; એકનું બીજારૂપ નહિ હોવું તે; ‘આ તે નથી’ એવા જ્ઞાનના નિમિત્તરૂપ ભિન્નરૂપપણું.
૯ અન્વત= એકરૂપતા; સદ્રશતા; ‘આ તે જ છે’ એવા જ્ઞાનના કારણભૂત એકરૂપપણું.
૧૦. ઉત્પાદનકારણ=ઉત્પત્તિનું કારણ.

Page 216 of 540
PDF/HTML Page 225 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૧૬
થાય. ત્યાં (૧) જો કુંભની ઉત્પત્તિ ન થાય તો બધાય ભાવોની ઉત્પત્તિ જ ન થાય. (અર્થાત્ જેમ
કુંભની ઉત્પત્તિ ન થાય તેમ વિશ્વના કોઈપણ દ્રવ્યમાં કોઈ પણ ભાવનો દ્રવ્યમાં કોઈપણ ભાવનો
ઉત્પાદ જ ન થાય એ દોષ આવે); અથવા (૨) જો અસત્નો ઉત્પાદ થાય તો
વ્યોમપુષ્પ વગેરેનો
પણ ઉત્પાદ થાય (અર્થાત્ શૂન્યમાંથી પણ પદાર્થો ઉત્પન્ન થવા માંડે એ દોષ આવે.)
વળી કેવળ સંહાર આરંભનાર મૃત્તિકાંપિંડનો (-ઉત્પાદ અને ધ્રૌવ્ય રહિત એકલો વ્યય કરવા
જનાર મૃત્તિકાપિંડનો), સંહારકારણના અભાવને લીધે, સંહાર જ ન થાય; અથવા તો સત્નો જ
ઉચ્છેદ થાય. ત્યાં, (૧) જો મૃત્તિકાપિંડનો સંહાર ન થાય તો બધાય ભાવોનો સંહાર જ ન થાય
(અર્થાત્ જેમ મૃત્તિકાપિંડનો વ્યય ન થાય તેમ વિશ્વના કોઈપણ દ્રવ્યમાં કોઈપણ ભાવનો વ્યય જ ન
થાય એ દોષ આવે); અથવા (૨) જો સત્નો ઉચ્છેદ થાય તો ચૈતન્ય વગેરેનો પણ ઉચ્છેદ થાય
(અર્થાત્ સર્વ દ્રવ્યોનો સમૂળગો વિનાશ થાય એ દોષ આવે).
વળી કેવળ સ્થિતિ પ્રાપ્ત કરવા જનારી મૃત્તિકાની, વ્યતિરેકો સહિત સ્થિતિના - અન્વયનો
તેને અભાવ થવાને લીધે, સ્થિતિ જ ન થાય; અથવા તો ક્ષણિકનું જ નિત્યપણું થાય. ત્યાં, (૧) જો
મૃત્તિકાની સ્થિતિ ન થાય તો બધાય ભાવોની સ્થિતિ જ ન થાય (અર્થાત્ જો માટી ધ્રુવ ન રહે, ન
ટકે, તો માટીની જેમ વિશ્વનું કોઈપણ દ્રવ્ય ધ્રુવ જ ન રહે - ટકે જ નહિ એ દોષ આવે); અથવા
(૨) જો ક્ષણિકનું નિત્યપણું થાય તો ચિત્તના ક્ષણિક ભાવોનું પણ નિત્યપણું થાય (અર્થાત્ મનનો
દરેક વિકલ્પ પણ ત્રિકાળિક ધ્રુવ બને એ દોષ આવે.)
માટે દ્રવ્યને ઉત્તર ઉત્તર વ્યતિરેકોના સર્ગ સાથે, પૂર્વ પૂર્વ વ્યતિરેકોના સંહાર સાથે અને
અન્વયના અવસ્થાન સાથે અવિનાભાવવાળું, જેને નિર્વિઘ્ન (અબાદિત) ત્રિલક્ષણપણારૂપ લાંછન
પ્રકાશમાન છે એવું, અવશ્ય સંમત કરવું. ૧૦૦.





----------------------------------------------------------------------
૧. વ્યોમપુષ્ય = આકાશનાં ફૂલ.
૨. સંહારકારણ = સંહારનું કારણ.
૩. કેવળસ્થિતિ = (ઉત્પાદ અને વ્યય વિનાનું) એકલું ધ્રુવપણું; એકલું ટકવાપણું; એકલું અવસ્થાન. (અન્વય વ્યતિરેકો સહિત જ હોય
છે તેથી ધ્રૌવ્ય ઉત્પાદવ્યય સહિત જ હોય, એકલું હોઈ શકે નહિ. જેમ ઉત્પાદ (અથવા વ્યય) દ્રવ્યનો અંશ છે -સમગ્ર
દ્રવ્ય નથી, તેમ ધ્રૌવ્ય પણ દ્રવ્યનો અંશ છે - સમગ્ર દ્રવ્ય નથી.)
૪. ઉત્તર ઉત્તર = પછી પછીના.
પ. અવસ્થાન = ટકવું તે; ધ્રુવ રહેવું તે.
૬. લાંછન = ચિહ્ન.