Pravachansar Pravachano (Gujarati). Date: 13-06-1979,14-06-1979.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 18 of 44

 

Page 217 of 540
PDF/HTML Page 226 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૧૭
પ્રવચનઃ તા. ૧૩ અને ૧૪–૬–૭૯.
‘પ્રવચનસાર’ ૧૦૦ મી ગાથા.
હવે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનો પરસ્પર અવિનાભાવ દ્રઢ કરે છેઃ-
એક વિના બીજાં ન હોય. ઉત્પાદ વિના વ્યય ન હોય ને વ્યય વિના ઉત્પાદ ન હોય, ધ્રૌવ્ય ન
હોય. બધું હારે હોય છે. અવિનાભાવ (એટલે) એક વિના બીજાનું નહિં હોવું; એકબીજા વિના હોઈ
જ ન શકે એવો ભાવ, અવિનાભાવ સિદ્ધ કરે છે. સો (ગાથા) આવી અખંડ સો.
ण भवो भंगविहिणो भंगो वा णत्थि संभवविहिणो ।
उप्पादो वि य भंगो ण विणा धोव्वेण अत्थेण ।। १००।।
ઉત્પાદ ભંગ વિના નહિ, સંહાર સર્ગ વિના નહિ; ત્યાં તો આ સિદ્ધ કરવું છે હોં, પાંદડું એ તો
કહેશે. ઉત્પાદને લઈને ઉત્પાદ છે, વ્યયને લઈને નહિ (ધ્રૌવ્યને લઈને નહીં) અહીંયા તો સિદ્ધ કરવા
છે ત્રણેય. દ્રવ્યમાં ત્રણેય હોય છે એટલું સિદ્ધ કરવું છે.
ઉત્પાદ તેમ જ ભંગ, ધ્રૌવ્ય પદાર્થ વિણ વર્તે નહિ. ૧૦૦. આહા... હા!
ટીકાઃ– “ખરેખર સર્ગ” સર્ગ એટલે ઉત્પત્તિ, સર્ગ, સર્ગ એટલે સ્વર્ગ નહીં, સર્ગ. સર્ગ -
ઉત્પત્તિ (ઉત્પાદ). “સર્ગ સંહાર વિના હોતો નથી.” એટલે ઉત્પત્તિ સંહાર વિના હોતી નથી, વ્યય
વિના હોતી નથી. છે? સંહાર=વ્યય; નાશ દરેક દ્રવ્યમાં એક સમયમાં, જે ઉત્પાદ પર્યાયનો છે તે જ
સમય વ્યય પણ છે, ઉત્પાદ વ્યય વિના ન હોય, વ્યય ઉત્પાદ વિના ન હોય. “અને સંહાર સર્ગ વિના
હોતો નથી.”
(બન્ને એક સમયે છે) અને “સૃષ્ટિ અને સંહાર સ્થિતિ વિના હોતાં નથી.” સૃષ્ટિ
એટલે ઉત્પત્તિ અને સંહાર એટલે નાશ, એ સ્થિત વિના હોતાં નથી. ધ્રુવ વિના હોતાં નથી. આહા...
હા! ટકતું, ધ્રુવ, ધ્રૌવ્ય- (સ્થિતિ). ધ્રુવ રહે તે ધ્રૌવ્ય.
“સ્થિતિ સર્ગ અને સંહાર વિના હોતી નથી.”
અને ધ્રૌવ્ય પણ ઉત્પન્ન, વિનાશ વિના નાશ હોતું નથી. આરે... આવો ધરમ હવે, આમાં શું કરવું
આમાં? મંદિર કરવા ને આ કરવું ને ફલાણું કરવું! આહા... હા!
(શ્રોતાઃ) હવે ક્યાં કરવું છે
પાછું...! (ઉત્તરઃ) હવે થઈ ગ્યા છે એમ કહે છે. પણ હજી થવાના છે આંહી. આફ્રીકામાં નૈરોબી, પંદર
લાખનું, વીસ લાખનું થશે! જાન્યુઆરીની ૧૯ મી તારીખે, મંદિરનું મુહૂર્ત છે. આફ્રીકા નૈરોબી.’ એની
માંગણી છે ત્યાં જવાની. ત્યાં સાઠ ઘર છે, શ્વેતાંબર હતા દિગંબર થઈ ગ્યા. સાઠ ઘર. એમાં સાત-
આઠ ઘર તો કરોડોપતિ છે, બાકીનાં બીજા ઘર છે (તે કોઈ) વીસ લાખ, પચ્ચીસ લાખ, ચાલીશ
લાખ, પચાસ લાખ. બધા પૈસાવાળા સાઠ ઘર (છે). એણે એ લોકોએ પોર જેઠસુદ - ૧૧ મુહૂર્ત
(કર્યું, આજે જેઠ વદ ત્રીજ છે. જેઠ શુદ અગિયારસે મુહૂર્ત કર્યું છે. તે (હવે) મંદિર તૈયાર થવા

Page 218 of 540
PDF/HTML Page 227 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૧૮
આવશે. માંગણી છે ત્યાં (ની) કે લઈ જવા એમ. થાય તે ખરું. ભઈ શરીરનું (છે) નેવું વરસ તો
શરીરને થ્યાં. નેવું - નેવું કોને કહે? સો માં દશ ઓછા! શરીર શું, પછી કેટલું’ક કામ કરે, વ્યાખ્યાન
દેવામાં વાંધો (નથી) હાલવામાં જરી’ ક થાક લાગે છે. વ્યાખ્યાનમાં કાંઈ ખબર પડતી નથી (દેહની)
કારણ કે ૭૪ની સાલથી વ્યાખ્યાન હાલે છે. એકસઠ વરસ, બાસઠ વરસ થ્યાં. હજારો માણસમાં
(વ્યાખ્યાન થાય છે) ચીમોતેર, સંવત ઓગણીસો ચીમોતેર, સંપ્રદાયમાં - (સ્થાનકવાસી સંપ્રદાયમાં
હતા) ત્યારથી વ્યાખ્યાન ચાલે છે. કાયમ (દરરોજ). પહેલાં કરતા કોઈ વખતે પણ કાયમ નહીં. ત્યારે
એક વખત (કરતા) પર્યુષણમાં બે વખત. આહા.. હા!
(કહે છે કેઃ) શું કીધુંઃ કે સર્ગ નામ ઉત્પત્તિ દ્રવ્યના પર્યાયની, એ વ્યય વિના; સંહાર વિના
ઉત્પત્તિ હોતી નથી. અને સંહાર, સર્ગ એટલે ઉત્પત્તિ વિના હોતો નથી. અને ઉત્પત્તિ ને સંહાર, સ્થિતિ
નામ ટકવું, ધ્રુવ વિના હોતા નથી. અને સ્થિતિ - ટકવું, સર્ગ અને સંહાર વિના હોતું નથી. આહા....
હા! પર વિના હોતાં નથી એમ નહીં. એનામાં (ને) એનામાં, આ વિના હોતાં નથી, એક સાથે ત્રણેય
હારે છે. (આહા... હા! વીતરાગ સર્વજ્ઞે જે જોયું, એ કહ્યું. બીજે ક્યાં’ ય કોઈ વાત (ની) ગંધેય
નથી. ગપ્પે - ગપ્પાં બધેયે... આ તો જિનેશ્વરદેવ, પરમાત્મા! સમોસરણમાં બિરાજેછે. ‘મહાવિદેહમાં’
ત્યાંથી આવીને ‘આ’ શાસ્ત્ર બનાવ્યાં કુંદકુંદાચાર્યે. અને ટીકાકાર પણ એવા નીકળ્‌યા (થયા)
તીર્થંકરનું ગણધર કામ કરે એવાં (કામ કર્યાં), કુંદકુંદાચાર્યાનું તીર્થંકર જેવું કામ છે અને આ
અમૃતચંદ્રાચાર્યે ગણધર જેવું કામ કર્યું છે. જરી, શાંતિથી બે-ચાર-આઠ દી’ સાંભળે, તો ખબર પડે કે
આ શું છે, અને અમે શું માનીએ છીએ, એક -બે દી’ માં આમ કાંઈ પકડાય એવું નથી! હેં!
(વીતરાગ તત્ત્વનો) બધો ફેરફાર, બધો ફેરફાર!! આખો દી’ દુકાન ઉપર બેઠો હોય ત્યારે (માને કે)
હું છું ત્યારે આ બધું હાલે છે, આ હું છું (તેથી) ધંધો હાલે છે. (મારાથી) આમ થાય, ધૂળે ય નથી
(થતું) સાંભળને..! તું જ્યાં છે ત્યાં એ નથી ને એ જ્યાં છે ત્યાં તું નથી. જ્યાં તું નથી એનું તારાથી
થાય એમ કેમ (બને?) આહા... હા!
(શ્રોતાઃ) રોજ પાછી ઘડિયાળો સમી કરે ને...! (ઉત્તરઃ) હેં!
કર્યા, કર્યા ઘડિયાળ! અભિમાન (કરે છે). ઘડિયાળનો ધંધો છે એમને. જેને જે ધંધો હોય, ત્યાં
મશગૂલ હોય ત્યાં!
અમારે પાલેજમાં ય તે ધંધો (હતો). ત્યાં પાંચ-પાંચ હજારની તમાકુ રાખતા. આ તો ૬પ-૬૬
(સાલની) વાત છે હોં! નડિયાદ તમાકુ પાકે ને લઈ આવતા એ લોકો. એની દુકાને, અમારી દુકાને.
બે દુકાનું (હતી). મોટાભાઈ ત્યાં હતાં. પાંચ-પાંચ હજારની તે દી’ એ તમાકુ (નો વેપાર હતો).
મોટો વેપાર-ધંધો (હતો). આ ૬૪-૬પ ની વાત છે. સંવત ઓગણીસેં ચોસઠ, પાંસઠ! પિતાજી ગુજરી
ગ્યા ત્રેસઠમાં. પછી આ દુકાન, ત્રેસઠમાં કરી, એમની હાજરીમાં કરી હતી. પછી ગુજરી ગ્યા આહા...
હા! અને અભિયાન એવું એને. અમે કરીએ છીએ, બીજાની દુકાન ચાલી નહીં ને, મારી હાજરીએ, મેં
ધ્યાન બહુ રાખ્યું ને, વ્યવસ્થિત ધ્યાન રાખ્યું માટે આ (ધંધો જામ્યો). બધું ય બંબગલોલા, દારૂ
પીધેલા છે. આ દુકાનની વ્યવસ્થા (મેં કરી) મારી હાજરીમાં બરાબર થઈ, નોકર

Page 219 of 540
PDF/HTML Page 228 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૧૯
બેસે તો એ ન કરી શકે. એમ માને બધાં. આહા... હા!
અહીંયાં કહે છે કેઃ તે તે ત્યાં ત્યાં પરમાણુની અવસ્થા છે. ધંધામાં... ને! આ લોચમાં લ્યોને...!
એ પરમાણુ છે તેની (અવસ્થાનો) વ્યય થવો, અને તે વ્યય થવો (વાળનો) તે સમય છે. અને પાછું
બહાર નીકળવાનો સમય તે જ છે અને ટકી રહેવું (એટલે) તે તે પરિણામ ધ્રૌવ્ય રહેવા - ટકી રહેવા
તે પણ તે જ છે. એ લોચને આત્મા કરી શકે (એમ નથી). આંગળી કરી શકે નહીં. હવે આવું કોણ
માને!! અને માણસ ભેગાં થઈને (મુનિ) લોચ કરે, તો જાણે ઓહોહો (મુનિએ લોચ કર્યો!)
કર્તાબુદ્ધિને અજ્ઞાન સેવે ને માને અમે ધરમ કરીએ (છીએ)! આહા... હા!
‘પ્રવચનસાર’ છે ને...! બહુ સરસ વાત છે. સ્વતંત્રતાનો ઢંઢેરો છે. ફરીને જુઓ,
ટીકાઃ– “ખરેખર” કોઈપણ દ્રવ્યની (પર્યાયની) ઉત્પત્તિનો સમય છે. તે સંહારનો સમય છે.
આત્મામાં સમ્યગ્દર્શનની ઉત્પત્તિનો સમય છે, એ જ મિથ્યાત્વના વ્યયનો, એ જ સમય છે.
દર્શનમોહના વ્યયને કારણે, સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થઈ એમ નથી. આટલું હજી સિદ્ધ કરે છે
અંદરથી પછી તો એક એક બોલ ઊપાડશે. (ત્રણેને સ્વતંત્ર કહેશે). અહીંયાં તો સમ્યગ્દર્શન
જે આત્માનો ધરમ-પર્યાય, એ પૂર્વની (મિથ્યાત્વની) પર્યાયનો વ્યય એ એક જ સમયે છે. જે
સમયે ઉત્પાદ છે તે સમયે વ્યય છે તો વ્યયનો પણ આઘો - પાછો (સમય) નથી. આહા...
હા! કેમ કે ઉત્પાદનો સમય પોતાના અવસરે છે. તો તેના પૂર્વની પર્યાયનો વ્યય પણ તેના
સમયે હોય જ છે. આહા.. હા!
દરેક આત્મા ને દરેક પરમાણુ-જે વર્તમાન એની ઉત્પત્તિનો અવસર છે. તે જ અવસર પૂર્વના
પર્યાયના વ્યયનો અવસર છે. એ વ્યયનો એ જ અવસર છે, તે સમયે તેનો વ્યય થાય તે વ્યયનો
અવસર જ છે. આહા... હા! શું સિદ્ધાંત (વીતરાગના!) વીતરાગની વાત (અલૌકિક) સર્વજ્ઞ
પરમાત્મા (એ કહી છે). અહીંયાં તો ગોટા વાળે અંદર કર્મને લઈને આમ થાય, ને ઢીકળાને લઈને
આમ થાય. (થોથેથોથાં).
(કહે છે કેઃ) કર્મની પર્યાયમાં પણ, એની પર્યાયરૂપે ઉત્પન્ન છે કરમની પર્યાય, એનો સમય છે
એને ઉત્પન્ન થવાનો. પરમાણુમાં કર્મપર્યાયરૂપે થવાનો - એ ઉત્પન્ન થવાનો સમય છે. તે જ સમયે
અકર્મરૂપ (પરમાણુ થયાં) કર્મનો વ્યય થયો. એ સમયે જ છે. આહા... હા! આત્મામાં પણ
સમ્યગ્દર્શનની પર્યાયનો ઉત્પાદ છે તે જ સમયે મિથ્યાત્વનો વ્યય છે અને વ્યયનો તે જ સમય છે.
આહા...! દરેક દ્રવ્યની પર્યાય (નો ઉત્પાદ-વ્યય એક જ સમયે છે) એમાં આ રીતે થાય એમાં બીજું
દ્રવ્ય કરે શું? આહા... હા! જેનો વ્યયનો સમય, તે જ ઉત્પાદનો સમય છે. સમયભેદ નથી. આહા...
હા!
(અહીંયાં કહે છે કેઃ) “ખરેખર સર્ગ (ઉત્પત્તિ) સંહાર વિના હોતો નથી અને સંહાર

Page 220 of 540
PDF/HTML Page 229 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૨૦
સર્ગ (ઉત્પત્તિ) વિના હોતો નથી.” વ્યય પણ ઉત્પત્તિ વિના હોતા નથી. મિથ્યાત્વનો વ્યય થયો,
સમકિતની ઉત્પત્તિ વિના એ હોતું નથી.. આહા...! કે ભઈ, મિથ્યાત્વનો વ્યય થયો, અને સમકિતની
ઉત્પત્તિ થઈ નથી, એમ ન હોય બેયનો એક જ સમય છે. ભલે, ત્રણેયના લક્ષણ જુદા (છે.) વ્યય
એક ઉત્પાદ (એક) ને ધ્રૌવ્ય (એક). છતાં (ત્રણેયનો) સમય તો એક જ છે. એક જ સમયમાં
સંહાર નામ વ્યય, વિના (સર્ગ નામ) ઉત્પાદ હોય નહીં. ઉત્પાદ વ્યય વિના હોય નહીં. “સૃષ્ટિ અને
સંહાર”
ઉત્પત્તિ પર્યાયની, તે સમયે, તે કાળે (હોય) અને પૂર્વની અવસ્થાનો વ્યય એ “સ્થિતિ
વિના હોતાં નથી.
ધ્રૌવ્ય વિના- ટકતા વિના - આ બે (ઉત્પાદ-વ્યય) હોતાં નથી. એનો ય સમય તે
જ છે. આહા.. હા! આવી સૂક્ષ્મ વાત!! પરમાત્મા, સંતોએ ગજબ કરુણા કરી છે!! આહા..! આવી
ટીકા! (શ્રોતાઃ) આવી વસ્તુવ્યવસ્થા જગતમાં બીજે ક્યાં’ ય નથી...! (ઉત્તરઃ) ક્યાંય છે નહીં, બધે
ફેરફાર છે. ફેરફાર છે. ફેરફાર છે. બીજાને એમ લાગે કે તમે જ આ (સત્યવકતા) છો. પણ ભાઈ
વાદ રહેવા દે બાપા! વસ્તુનું સ્વરૂપ ‘આ’ છે. એ રીતે પ્રતીતમાં આવે છે ને એ રીતે જ્ઞાનમાં જણાય
છે. આહા..! એમાં શું થાય ભાઈ!
(અહીંયાં કહે છે કેઃ) “સંહાર ઉત્પત્તિ અને સ્થિતિ વિના હોતાં નથી.” તેમ “સ્થિતિ” એટલે
ટકવું, એ ઉત્પાદ અને વ્યય વિના હોતાં નથી. આહા... હા! એટલું તો કાલ આવી ગ્યું’તુ. ગજબ કામ
કર્યું છે આમાં (ગાથા) ૯૯, ૧૦૦, ૧૦૧. આહા.. હા! એ વાત થઈ હતી ને..! કે આત્મામાં જ્ઞાનની
જે કમી - વૃદ્ધિ જે થાય છે (એટલે) ઓછા-વત્તાપણું. એ જ્ઞાનાવરણીય કર્મને લઈને થાય છે. વર્ણીજી
સાથે ચર્ચા થઈ’ તી. અને એ પુસ્તકેય છે ને ક્યાંક! વિરોધનો સાર છે એ. પુસ્તક વાંચ્યું છે ને નવું
હમણાં છપાવ્યું એણે. પ્રશ્ન ત્યાં થયો હતો., કે જે સમયે પર્યાયનો અવસર છે તે સમયે તે થાય, પરથી
નહીં. અને ક્રમસર થાય. જે સમયે જે (ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો સમય છે તે જ થાય). અહીંયાં તો
વ્યયનો સમય પણ એ જ છે. અજ્ઞાન ને મિથ્યાત્વ સમયનો વ્યય છે તે (સમકિતના) ઉત્પાદનો સમય
છે. પછી વિશેષ (વાત) કરશું. પણ ઉત્પાદનો સમય છે તે જ વ્યયનો સમય છે. અને જે ઉત્પાદ-
વ્યયનો સમય છે તે જ ધ્રૌવ્યનો સમય છે ટકવાનો સમય છે - આહા.. હા! ત્રણેય એક સમયમાં
ઉત્પાદવ્યયધ્રૌવ્ય છે. આહા... હા! આમ દરેક દ્રવ્યની અંદર, આ રીતે છે.
હવે અહીંયાં (કહે છે કેઃ) “જે સર્ગ છે તે જ સંહાર છે.” અહીંયાં તો જોયું? ભાષા. આહા...
હા! દાખલો આપશે આનો (બરાબર સમજવા). ઘટની ઉત્પત્તિનો જે સમય છે તે જ પિંડના વ્યયનો
- તે જ તે જ છે એમ કહેશે. સમય નહીં તે જ સંહાર છે. સર્ગ છે તે જ સંહાર છે એમ કેમ (કહ્યું)
ઘટતી ઉત્પત્તિ- જે સર્ગ છે. તે જ માટીના પિંડનો વ્યય છે. કારણ કે (બન્નેનો) સમય એક છે. તેથી
‘તે જ’ છે એમ કહે છે. આહા... હા! સર્ગ નામ ઉત્પત્તિ છે ‘તે જ’ વ્યય છે, ઉત્પત્તિ છે ‘તે જ’
વ્યય છે, એટલે સમય તે જ છે. આહા..! જે કંઈ દ્રવ્યમાં પર્યાયની ઉત્પત્તિ જે સમય થાય, તે જ
સંહાર છે. કેમકે સંહાર થ્યો’ છે ત્યારે ઉત્પત્તિ છે સમય એક છે. એથી ઉત્પત્તિ છે તે જ સંહાર

Page 221 of 540
PDF/HTML Page 230 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૨૧
છે. સંહાર છે તે વખતે સંહાર થયો છે (તે વખતે ઉત્પત્તિ છે). આહા.... હા! આવી ભાષાને આવો
ઉપદેશ! આહા... હા! દિગંબર સંતોએ જગતને કરુણા કરીને (ન્યાલ કરી દીધું છે) પણ એને પચાવવું
કઠણ ભારે!! આહા... હા!
જેનો (દરેક દ્રવ્યનો) દરેક દ્રવ્યની ઉત્પત્તિનો સમય તે જ પૂર્વની પર્યાયનો સમય (એક જ
સમયે છે) હવે એને પરથી વ્યય થાય ને પરથી ઉત્પન્ન થાય, એ ક્યાં બન્યું? કે ભગવાન આત્માએ
કેવળજ્ઞાનની ઉત્પત્તિ કરી, એ સમયે પૂર્વની પર્યાયનો વ્યય (એટલે) જે (ઉત્પાદ છે) તે વ્યય છે
એમ. કેવળજ્ઞાનની પર્યાયનો ઉત્પાદ છે તે જ પૂર્વની પર્યાયનો વ્યય છે. આહા... હા! એને કર્મનો વ્યય
છે (થયો માટે) કેવળજ્ઞાનની ઉત્પત્તિ છે એમ’ નથી. ‘તત્ત્વાર્થસૂત્ર’ માં શબ્દ (લખાણ) તો એવો
આવે. ચાર ઘાતિ કર્મનો નાશ થાય ત્યારે કેવળજ્ઞાન થાય. આમ તત્ત્વાર્થસૂત્રમાં (લખાણ આવે).
(તત્ત્વાર્થસૂત્રના કર્તા) ઉમાસ્વામિ. બાપુ એમાં શું કહ્યું ભાઈ! આહા... હા! એ ચાર ઘાતિ કર્મનો ક્ષય
એટલે વ્યય, એનો સમય તે અકર્મરૂપે પરિણમવાનો પણ તેનો તેને લઈને તે સમયે છે. કેવળજ્ઞાન થ્યું
માટે ઘાતિકર્મ- અવસ્થાનો એને વ્યય આવ્યો એમ નથી. આહા... હા! હવે આવું ઝીણું (સમજવું).
નવરાશ ન મળે બાપુ!
‘કરવાનું તો આ છે.’ આહા..! અને આનો નિર્ણય થયા વિના તેને અંતર્મુખ
દ્રષ્ટિ નહીં થાય ભાઈ! જ્યાં ભગવાન બિરાજે છે પૂર્ણાનંદનો નાથ! (ત્યાં દ્રષ્ટિ કરવાની છે).
(કહે છે કેઃ) (સમ્યગ્દર્શન) એની જે ઉત્પત્તિ છે તે તેના ધ્રુવમાં નથી. અથવા ઉત્પત્તિ છે તે
ધ્રૌવ્ય છે. એમ કહ્યું ને ભાઈ અહીંયાં! તો ઉત્પત્તિ છે તે ધ્રૌવ્ય છે. અહીંયાં કહ્યું ને (જુઓ,) જે
ઉત્પત્તિ છે તે જ સંહાર છે, જે સંહાર છે તે જ સર્ગ છે. ઈ તો સમય એક છે ને...! તે તે સમયે
ઉત્પત્તિ, તે તે જ સમય વ્યય (છે). ઉત્પાદ તે જ સંહાર છે, વ્યય તે જ ઉત્પાદ છે. આહા... હા! હવે
આવું ક્યાં? હેં ભાઈ! નવરાશ કેદી’ સાંભળવાની (હતી). અરે.. રે! ક્યાં મા-બાપો, ગુરુ? (આ
તત્ત્વ વિના) ક્યાં ગયા હશે, કહો? વસ્તુ રહી ગઈ!! (અહો! વીતરાગી કરુણા!!) આહા... હા!
(અહીંયાં કહે છે કેઃ) “જે સર્ગ છે તે જ સંહાર છે, જે સંહાર છે તે જ સર્ગ છે; જે સર્ગ ને
સંહાર છે તે જ સ્થિતિ છે.” આહા.. હા! તે જ સ્થિતિ છે - ટકવાનો સમય પણ તે જ છે. આહા..
હા! ગજબ કર્યું છે!! આવી વાત ક્યાં’ ય, દિગંબર સંત સિવાય ક્યાં’ ય નથી. લોકોને દુઃખ લાગે
પણ શું થાય? અરે! એને (ય) સાંભળવા મળતું નથી. દિગંબર સંપ્રદાયમાં જન્મ્યા એને ય. બાપું,
જન્મ - મરણ કરી - કરીને, વિપરીત માન્યતાથી - મારી ઉપથિ્તિમાં આ દ્રવ્યની પર્યાય થઈ (એવી
માન્યતાથી રખડવું છે.) અહીંયાં કહે છે કે એની ઉત્પત્તિ એના સંહારને લઈને થઈ છે. આહા... હા!
અને તેનો સંહાર પણ (તે જ સમયે) ઉત્પન્નને લઈને થ્યો. પરની કોઈ અપેક્ષા છે’ નહીં. આહા.. હા!
આવી રીત છે.
(શ્રોતાઃ) પરની અપેક્ષા ન હોય તો તો નિરપેક્ષ થ્યું...! (ઉત્તરઃ) નિરપેક્ષ જ છે ઈ
તો. હજી વધારે આવશે આગળ ૧૦૧ માં તો વધારે આવશે. અહીંયાં તો એજ

Page 222 of 540
PDF/HTML Page 231 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૨૨
સમય કહે છે ત્યાં તો એમ કહેશે કે ઉત્પાદને વ્યયની અપેક્ષા નથી, ઉત્પાદને ધ્રૌવ્યની અપેક્ષા નથી,
ગજબ વાત છે!! આ શ્લોકો!! ગાથાઓ!! ભાઈ, જન્મ - મરણ કરીને ચોરાશીના અવતાર (માં
રડવળે) શરીરની એવી સ્થિતિ થાય, જડની થાય - તે સમય તે શરીરનો પર્યાય, જે રીતે - રોગરૂપે
થવાનો હોય છે તે રીતે જ તે સમયે (તે પર્યાય) થાય, અને પૂર્વની જે નીરોગ અવસ્થાનો જે વ્યય
થાય, (તેનો પણ) તે જ સમય છે. નીરોગતાનો વ્યય ને રોગનો ઉત્પાદ, તે જ સમયે છે. અને તે
વખતે પણ પરમાણુનું ટકવું- સ્થિતિ પણ તે જ સમયે છે. આહા... હા! હવે આમાં સ્થિતિ ને ઉત્પાદ
ને વ્યય (નો) સમય એક છે. એની ઉત્પત્તિ સંહાર વિના નથી, પરના - નિમિત્ત વિના નથી. એમ
છે? કેટલી વાત (સત્ય) કરી છે! આહા.. હા! નિમિત્તથી થાય એમ (અજ્ઞાની) કહે છે એનો અહીં
નિષેધ કરે છે. નિમિત્ત (રૂપે) ચીજ જગતમાં હોય છે ચીજ ભલે હો, બહિઃ ઉચિત આવ્યું’ તું ને...!
(ગાથા-૯પ ટીકામાં ‘કે જે ઉચિત બહિરંગ સાધનોની સંનિધિના સદ્ભાવમાં અનેક પ્રકારની ઘણી
અવસ્થાઓ કરે છે તે–’
(નિમિત્ત) હો, પણ અહીંયાં ઉત્પાદ-વ્યય થયો છે તે પોતાથી ને વ્યય છે
તેનો તેજ ઉત્પાદ છે. ઉત્પાદ તે વ્યય છે ને વ્યય છે તે ઉત્પાદ છે અને ઉત્પાદ વ્યય છે તે ધ્રૌવ્ય છે.
સમય એક જ (ત્રણેયનો). આહા... હા! ધીરો થઈને જુએ! આ રીતે જયારે પોતાની પર્યાયમાં પણ
(ત્રણે એકસમયે છે). પરમાં તો જોવાનું રહ્યું નથી. પોતાની પર્યાયનો ઉત્પાદ તે જ વ્યયનો કાળ છે,
પણ ઉત્પાદ ને વ્યય ને ધ્રૌવ્યમાં વર્તવું દ્રવ્ય, તેના ઉપર એણે દ્રષ્ટિ કરવી. આહા..! હા! સમજાણું
કાંઈ?
(કહે છે) અહીંયાં તો કાળલબ્ધિ એ નાખી (કીધી) ભાઈ! જે સમયે પર્યાય થવાની, એ
કાળલબ્ધિ છે. આહા.. હા! ધર્મ કાળલબ્ધિ!! આહા... હા! જે સમયે, જે કાળ, જે અવસરે ધરમની
ઉત્પત્તિ છે તે સમયનો ઉત્પાદ- એ વ્યય તે જ ઉત્પાદ ને ઉત્પાદ તે જ વ્યય ને તે જ સ્થિતિ - છે
એક સમયને એટલે તે તે કીધું છે. આહા... હા! “જે સર્ગ ને સંહાર છે તે જ સ્થિતિ છે, જે સ્થિતિ છે
તે જ સર્ગ ને સંહાર છે. તે આ પ્રમાણેઃ”
હવે દ્રષ્ટાંત ભગવાન કુંદકુંદાચાર્ય (આપે છે.) . મૂળ પાઠ છે.
ण भवो भंगविहिणो भंगो वा णत्थि संभवविहिणो। उप्पादो वि य धोव्वेण अत्थेण।। અમૃતચંદ્રાચાર્યે
આહા... હા! (ટીકા કરીને દ્રષ્ટાંત કહે છે). આવી ટીકા અમૃતચંદ્રાચાર્યે કરી છે.
શું કહે છે હવે, “જે કુંભનો સર્ગ છે.” ઘડાની ઉત્પત્તિનો સમય છે. તે જ સમય ઘડાની ઉત્પત્તિ
માટીમાંથી થાય. કુંભારથી નહીં. આહા.. હા! આગળ તો કહેશે. વ્યયથી (નહીં) પૂર્વપર્યાયના વ્યયથી
પણ કુંભની ઉત્પત્તિ નહીં. અહીંયાં તો એકસમયમાં પણ સિદ્ધ કરવા છે (માટે
“જે કુંભનો સર્ગ છે તે
જ મૃત્તિકાપિંડનો સંહાર છે.) એકસો એક (ગાથામાં) તો આમ લેશે. એક પછી એક ગાથા ચડતી છે.
આહા..!
“જે કુંભનો સર્ગ છે તે જ મૃત્તિકાપિંડનો સંહાર છે.” (ઘડો થતાં) માટીનો પિંડો છે ને એનો
અભાવ થઈ ગ્યો ને..! આ ‘ભાવ’ થતાં તેની તેનો ‘અભાવ’ થ્યો’ ઈ સમય તો એક જ છે. ઘડાની
ઉત્પત્તિનો સમય છે તે પિંડના વ્યયનો સમય છે. અરે..! શું

Page 223 of 540
PDF/HTML Page 232 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૨૩
કીધું? કુંભની ઉત્પત્તિ છે તે જ મૃત્તિકાપિંડનો સંહાર છે, “કારણ” ... શું સિદ્ધાંત પણ આપે છે!!
“ભાવનું” ઉત્પત્તિ કીધીને...! ઉત્પત્તિ ઘડાની, એ ઉત્પત્તિ એ ‘ભાવ’ “ભાવન્તરના
અભાવસ્વભાવે”
તે ભાવના બીજા અનેરા સ્વભાવના અભાવસ્વરૂપ, આહા.. હા! ઘડાની ઉત્પત્તિ
તે ‘ભાવ’. અને તેનાથી અભાવ (સ્વરૂપ) બીજી ચીજ. છે? ભાવાંતર (એટલે) તે ઉત્પત્તિથી
અનેરો ભાવ. તના અભાવસ્વભાવ (“અવભાસન છે”) ભાષા તો ચોખ્ખી છે બહુ! ઉત્પત્તિના
ભાવથી અનેરો ભાવ તે સંહારનો ભાવ- એ ભાવાંતરનો અભાવ (સ્વભાવે) વ્યયનો અભાવ.
આંહા... હા! અરે! અહીંયાં સંતોએ તો જગતને ન્યાલ કરી નાખ્યાં છે ને...! આહા.. હા! જે થાય
એને લાગે!
શું કીધું? ઘડાની ઉત્પત્તિનો જે સમય છે. તે ભાવથી અનેરો ભાવ-સંહારનો - એ ભાવથી
ભાવાંતર (એટલે કે) એનો અભાવ, એટલે કે જે ભાવ છે ઉત્પત્તિનો એનાથી અનેરો ભાવ (સંહારનો)
એના અભાવસ્વભાવે
“અવભાસન” છે. (અર્થાત્ ભાવ અન્યભાવના અભાવરૂપ સ્વભાવે પ્રકાશે છે -
દેખાય છે.) આહા.. હા! આવું ઝીણું લ્યો! હવે બાયડીયુંને નવરાશ બિચારાને ન મળે, એણે આવું
સમજવું!
(શ્રોતાઃ) ભાઈઓ કરતાં બહેનો ઘણી હોંશિયાર છે..! (ઉત્તરઃ) વાત તો સાચી (છે) આખો
દી’ એને છોકરાં સાચવવાં હોય ને રાંધવું હોય ને...! (શ્રોતાઃ) રાંધવું હોય તો પણ રાંધતા-રાંધતા
તત્ત્વને વિચારે.
(ઉત્તરઃ) કોણ રાંધે? રાધે કોણ? આહા.. હા... હા.. હા! આહા.. હા! એની પર્યાયનો,
વિકલ્પના કાળે ઊઠયો, બસ, તે ભાવ અને તેનાથી અનેરો ભાવાંતર - સંહાર થવું તે અનેરો ભાવ છે.
સંહાર થવું તે ભાવ ઉત્પાદના ભાવથી અનેરો ભાવ છે, તેનો અભાવભાવ (છે). ભાવ અન્યભાવના
અભાવરૂપે પ્રકાશે છે. આહા.. હા! સમજાય છે કાંઈ? ભાષા તો જરી (અજાણી લાગે).
(કહે છે) એક પર્યાય ઉત્પન્ન થઈ તે ‘ભાવ’ . તેનાથી અનેરો ભાવ તે ભાવાંતર. કોણ?
વ્યય. એ અનેરા ભાવના અભાવસ્વભવે છે. (કોણ? ઉત્પાદ). એ વ્યયસહિત ઉત્પાદ છે. ભાઈ!
આવી વાત છે ભાઈ! આહા.. હા! પરમાત્મા, જિનશ્વરદેવીની શૈલી ‘આ’ છે! હવે અત્યારે પંડિતો
પોકાર કરે છે. ક્યાં? ઈન્દોરમાં નહિ, પચાસ પંડિત ભેગા થ્યા’ તા. ન્યાં આમ કહ્યું; ‘સોનગઢવાળા
એમ કહે છે કે પરનો કર્તા નથી.’ એટલે એ પચાસ ભેગા થઈને કહે કે ‘પરનો કર્તા નથી એમ કહે
એ દિગંબર નથી, દિગંબરમાંથી કાઢી નાખવો.’ આ સોનગઢવાળા દિગંબર નથી (ભઈ એનું મિથ્યાત્વ
છે) આહા... હા.. હા.. હા! (એ લોક જોર આપીને કહે છે) એમ કે વજ્રઋષભનારાચસંહનન છે તો
અહીં કેવળજ્ઞાન થાય છે. ઈ અહીંયાં ના પાડે છે કેઃ કેવળજ્ઞાનની પર્યાયનો ઉત્પાદ, એનાથી ભાવાંતર
(એટલે) જે અનેરો ભાવ હતો - તે પૂર્વપર્યાયનો અભાવ (વ્યય) હતો, તેના અભાવ (સ્વભાવે
કેવળજ્ઞાનનો ઉત્પાદ) પ્રકાશે છે. (દેખાય છે.) આહા.. હા! સમજાણું કાંઈ? જે ઉત્પાદ છે કેવળજ્ઞાનનો
(તેની તો વાત કરી હવે) સમ્યગ્દર્શનનો (ઉત્પાદ) લ્યો, સમ્યગ્દર્શનનો ઉત્પાદ છે, એ ભાવથી અનેરો
ભાવ, પૂર્વનો વ્યય (મિથ્યાત્વનો વ્યય) એ અનેરા ભાવના અભાવસ્વરૂપે ભાવ

Page 224 of 540
PDF/HTML Page 233 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૨૪
(સમ્યગ્દર્શન) પ્રકાશે છે. આહા... હા! ગજબ વાત છે!!
(કહે છે કેઃ) ભાવનું એટલે કે ઉત્પાદનું દરેક (દ્રવ્યમાં), દરેક દ્રવ્યની જે સમયે જે અવસ્થા જે
કાળે ઉત્પાદરૂપે ભાવ છે. એ ભાવથી ભાવાંતર (એટલે) અનેરો ભાવ, જે સંહાર (વ્યય) ના ભાવનો
ત્યાં (ઉત્પાદમાં) અભાવસ્વભાવ છે. એના (વ્વયયના) અભાવરૂપે ઉત્પાદ પ્રકાશે છે. આહા... હા!
સમજાણું કાંઈ? ધીમે - ધીમે પકડે તો પકડાય એવું છે બાપુ! (રુચિ કર.) આહા...! ભાવનું એટલે
ઉત્પાદ, સમ્યગ્દર્શનનો કહો, મિથ્યાદર્શનનો કહો, ચારિત્રની પર્યાયનો કહો, એ ચારિત્રની પર્યાયનો જે
સમય ઉત્પાદ થવાનો તે તેનો અવસર છે. તે ઉત્પાદ, ભાવાંતર (એટલે) ચારિત્રની પર્યાયથી અનેરો
ભાવ-અસ્થિરતાનો ભાવ પૂર્વે હતો ઈ - એનો (અર્થાત્) એ ભાવાંતરનો અભાવ, એ (ઉત્પાદ)
ચારિત્ર છે ભાવ, એનાથી એ (ભાવાંતર) અભાવસ્વભાવ છે. આહા... હા! ટીકા આવી બનાવી છે!
દિગંબર સંતોએ જગતમાં! અહીં તો જરીં જ્યાં બીજાનું કરીએ, બીજાનું કરીએ (એમ કહીએ તો)
સોનગઢવાળા ના પાડે છે (કહે છે કે બીજાનું તું કરી શકતો જ નથી) સોનગઢાળા ના પાડે છે એમ
નહીં પણ ભગવાન ના પાડે છે. પણ બાપુ, આ શું કહે છે? સોનગઢનાં પુસ્તક છે? (આ તો દિગંબર
આચાર્યનું બનાવેલું છે).
(જુઓ,) ભાષા જે થાય છે. એ ભાષાની પર્યાયમાં ઉત્પાદ-ભાવ, એનાથી ભાવાંતર (એટલે)
અનેરો ભાવ, કારણ કે ભાષાની પર્યાય (જયારે) નહોતી તો વચનવર્ગણાની પર્યાય પહેલી હતી. તે
ભાવાંતરમાં ભાવનો અભાવ (હતો) એના અભાવથી ભાષાની પર્યાયનો ઉત્પાદ થાય છે. ભાવાંતરના
અભાવથી ભાવનું - ઉત્પાદનું અવભાસન થાય છે. છે? અર્થમાં (ફૂટનોટમાં) પાંચમું નાંખ્યું છે.
ભાવાંતર = અન્ય ભાવનો અન્ય ભાવમાં અભાવ. જોયું? જુઓ કૌંસમાં ભાવ અન્ય ભાવના
અભાવરૂપ સ્વભાવે પ્રકાશે છે - દેખાય છે. આહા... હા!
(કહે છે કે ઉત્પાદ જે છે તે અનેરા ભાવના અભાવથી જણાય છે. આહા.. હા! ‘છે’ એમ
જયારે જણાય છે - જે ઉત્પાદ-ભાવ છે. એનાથી અનેરો જે ભાવ - ભાવાંતર એવો જે સંહારભાવ
(છે) તેનો ઉત્પાદમાં અભાવ છે. વ્યય છે ને એ (ભાવાંતર છે ને એ) આહા.. હા! આવી ભાષા!
ભાષા તો સાદી છે. ભાષા એવી કંઈ સંસ્કૃત કે વ્યાકરણ એવું કાંઈ છે નહીં. આહા... હા!
(ભાવાંતર વિષે) એક જણ વળી એમ કહેતો’ તો - દક્ષિણી (હશે). ‘જે પર્યાય છે એ જ પર્યાય
ભાવાંતર તરીકે ફરીને આવે છે’ એક આવ્યો’ તો ને..! વળી તારંગાવાળો (એવો જ અર્થ કરતો’ તો)
પણ એમ નથી. આવા શબ્દોમાંથી એવું કાઢે. વળી એક આવ્યો’ તો વાંચનકાર મોટો! એ એમ કહે કેઃ કોઈ
પણ પર્યાયનો ભાવ થાય, તે બીજાના ભાવમાં અભાવસ્વરૂપે - એ જે ભાવ થયો છે તેનો અભાવ થઈને
તે જ ભાવ થાય (તે ભાવાંતર). જે પર્યાય છે, તે જ ભાવ છે, એનાથી અનેરો પર્યાય

Page 225 of 540
PDF/HTML Page 234 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૨પ
થાય એ તે જ ભાવ છે, જે ભાવ છે એ જ ભાવ ફરીને આવ્યો છે એમ નથી. કારંજાનો હતો ને
કોક... હતો ને એક... તે આવ્યો હતો. (અમારે તો અહીંયાં) ચર્ચા ઘણી થઈ ગઈ. આહા... હા! અરે,
ભાઈ! આહા..! આ તો સર્વજ્ઞ પરમેશ્વરે ત્રણ કાળ, ત્રણ લોક જોયાં. (જોયાં) એમ કહેવું એ પણ
વ્યવહાર નયે (છે). કેમ કે (સર્વજ્ઞ) પરમાં તન્મય થઈને જોતા નથી. આહા... હા... હા! ‘એ તો
પોતાની પર્યાયને જાણે છે.’
(એ નિશ્ચય છે).
(અહીંયાં તો કહે છે કેઃ) એ કેવળજ્ઞાનની પર્યાય લોકાલોકથી તો થઈ નથી, લોકાલોકના
અભાવથી પણ થઈ નથી. કેવળજ્ઞાનની પર્યાય પોતાનો ભાવ છે, એનાથી ભાવાંતર - જે પૂર્વ પર્યાય
હતી એનો અભાવ થઈને કેવળજ્ઞાનની પર્યાય થઈ છે. આહા... હા! સમજાય છે કાંઈ?
(અહીંયાં કહે છે કેઃ) “જે કુંભનો સર્ગ છે તે જ મૃત્તિકાંપિંડનો સંહાર છે, કારણ કે ભાવનું
ભાવાન્તરના અભાવસ્વભાવે અવભાસન છે (અર્થાત્ ભાવ અન્યભાવના અભાવરૂપ સ્વભાવે
પ્રકાશે છે – દેખાય છે).”
આહા... હા! જે સર્ગ છે - ઉત્પત્તિ છે, તે જ વ્યય છે અને વ્યય છે તે જ
સ્થિતિ છે - ટકવું છે. કેમ કે ભાવ અન્યભાવના અભાવરૂપ સ્વભાવે પ્રકાશે છે અથવા દેખાય છે.
ઉત્પાદ છે એનાથી અનેરા ભાવના અભાવસ્વરૂપે જ દેખાય છે, ઈ પર્યાયના ભાવસ્વરૂપે જ દેખાય છે
એમ નહીં. આહા... હા!
શું કહ્યું એ? વર્તમાન પર્યાય જે છે એનાથી અનેરી - ભાવાંતર પર્યાય, એટલે વ્યય. એના
અભાવથી ભાવનું (ઉત્પાદનું) પ્રકાશન છે. એ ઉત્પાદ, પૂર્વના - પોતાના ભાવથી અનેરો ભાવ, એના
અભાવથી તે ઉત્પાદ દેખાય છે. (અર્થાત્) ઉત્પાદ, એના અભાવથી દેખાય છે. (એટલે કે) પૂર્વભાવના
અભાવથી ઉત્પાદ જણાય છે. આહા... હા! આવું ઝીણું છે! છતાં પકડાય એવું છે, કાંઈ (ન પકડાય
એમ નહીં). આહા.. હા!
(શ્રોતાઃ) ન પકડાય એવી કંઈ વાત કહે...! (ઉત્તરઃ) એવી છે જ ક્યાં
(આ વાત). કેટલા નિકાલ થઈ જાય છે એમાં - કર્મના (કારણે થાય) પરના (કારણે થાય એમ છે
નહીં.) (જુઓ!) આ આંગળી આમ હાલે છે (સીધી છે તેમાંથી વાંકી વળે છે) એ ઉત્પાદ છે.
ઉત્પાદભાવથી અનેરો ભાવ (એટલે) પૂર્વની પર્યાયનો (સીધી આંગળીની પર્યાયનો) વ્યય, જે આમ
હતો ને એનો વ્યય થયો ને...! એ પૂર્વની પર્યાયનો વ્યય એના અભાવસ્વભાવે ઉત્પાદ પ્રકાશે છે.
પરને - નિમિત્તને લઈને એ ઉત્પાદ પ્રકાશે છે એમ નથી. અંદર ભગવાન આત્મા છે માટે
(આંગળીની) અવસ્થા આમ - આમ થાય છે એમ નથી. ઈ (આંગળીની) અવસ્થા તેનાથી અનેરો
ભાવ એટલે પૂર્વભાવ-વ્યયભાવ, તેના અભાવસ્વભાવે એ ઉત્પાદ દેખાય છે. આત્માને કારણે (નહીં.)
(શ્રોતાઃ) પર્યાય, પર્યાયના કારણે ને...! (ઉત્તરઃ) એને કારણે. આહાહાહા! પછી એ કહેશે. અત્યારે
તો બીજાના અભાવસ્વભાવે પ્રકાશે છે એમ કહેવું છે. આહા.. હા! એટલે અપેક્ષા લેવી છે. પછી તો
અપેક્ષા ય કાઢી નાખશે એકસો એક (ગાથામાં) આહા... હા.! અરે, આવી વાત છે બાપુ! અભિમાન

Page 226 of 540
PDF/HTML Page 235 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૨૬
ઊતરી જાય એવી (વાત) છે. આહા..હા..હા! ત્રણલોકના નાથ, સર્વજ્ઞ પરમેશ્વર દિવ્યધ્વનિમાં ઈ કહે છે.
આહા... હા..! (શું કહે છે કેઃ) પર જીવની દયાનો ભાવ તું કર. કહે છે કે એ પાપભાવનો
ઉત્પાદ- પૂર્વનો રાગ ન હતો એનો અભાવ, તે અભાવથી ઈ દયાનો ભાવ પ્રકાશે છે, પણ પરને
લઈને ઈ દયાનો ભાવ પ્રકાશે છે (કે) તારા દયાના ભાવને લઈને સામા જીવની જીવતરની પર્યાય
ઉત્પાદ થઈ પ્રકાશે છે એમ નથી. આમાં જે એનું (જીવનું) જીવનનું ટકવું છે એ એનો ઉત્પાદ છે. એ
ઉત્પાદ તેના ભાવાંતરથી - અનેરો ભાવ છે એના અભાવસ્વભાવે પ્રકાશે છે, પણ એનું જીવતર, બીજો
દયા પાળનારો છે માટે (એનું) જીવતર છે (એની) એ અવસ્થા ટકી રહી છે એટલે જીવવું છે એમ
નથી. એમ દેખાતું નથી એમ કહે છે. આહા... હા..! ભાઈ આવી વસ્તુ છે. એક વાર જીવ તો મારી
નાખ... મિથ્યાત્વને એમ કહે છે. આહા.. હા! (કર્તાપણાની) ભ્રમણાને માર. અભ્રમની ઉત્પત્તિ - દશા
ને ભ્રમણાનો અભાવ, એનાથી અભ્રમ (ની) દશા ઉત્પન્ન દેખાય છે. શું કીધું? અભ્રાંતિનો ભાવ
એટલે સમકિત (ભાવ). એ ભાવ (છે) એમાં પૂર્વની (અવસ્થા-ભ્રાંત દશા) વ્યય છે ઈ ભાવાંતર
છે. આ (સમકિત) ઉત્પાદથી (ભ્રાંતદશા વ્યય) -ભાવાંતર - અનેરો ભાવ છે, તેના ભાવના
અભાવથી એ ઉત્પાદ પ્રકાશે છે. આહા.. હા! પણ જોડે જીવ છે માટે આ ભાષા થઈ એમ પ્રકાશતું
નથી. આહા... હા!
(વળી કહે છે કેઃ) રોટલી થાય છે. એ રોટલીની જે પર્યાય આટામાંથી (લોટમાંથી થઈ એનો
ઉત્પાદ ભાવાંતરવાળી - એટલે અનેરાભાવસ્વરૂપ છે એ અનેરો ભાવ, સ્વભાવનાં અભાવ સ્વરૂપે
રોટલીની પર્યાય દેખાય છે. આહા... હા! વેલણાંથી કે સ્ત્રીથી એ રોટલીની પર્યાય (થઈ) એમ
દેખાતી નથી, એમ કહે છે. આહા...! હવે એને ક્યાં જાવું? આહા... હા! અમૃત રેડયાં છે
અમૃતચંદ્રાચાર્યે દિગંબર સંત (હજાર વર્ષ પહેલાં થયાં). આટલું સ્પષ્ટ ન કહેવાય તો લોકોને ઝટ
સમજાય નહીં. પાઠમાં તો આટલું જ છે
“ખરેખર સર્ગ સંહાર વિના હોતો નથી અને સંહાર સર્ગ
વિના હોતો નથી; સૃષ્ટિ અને સંહાર સ્થિતિ વિના હોતાં નથી, સ્થિતિ સર્ગ અને સંહાર વિના હોતી
નથી.”
આહા... હા! પણ એમાં દ્રષ્ટાંત દઈને સિદ્ધ કર્યું છે. તને એમા લાગે કે કુંભ-ઘટની ઉત્પત્તિ
કુંભારથી થઈ, એમ વાત ત્રણકાળમાં છે નહીં. એ ઘટની ઉત્પત્તિ પિંડના પર્યાયમાં - ઉત્પત્તિથી એ
અનેરો ભાવ છે (પિંડપર્યાય) એના અભાવથી એ ઉત્પત્તિ પ્રકાશે છે. આહા... હા! સમજાય છે કાંઈ?
આવો દાખલો આપશે. જેટલા દાખલા આપે તે બધાય (સિદ્ધાંત સમજાવવા માટેના છે).
(કહે છે) આ મંદિર બનાવવું - ગજરથ કાઢવા, એ વખતની જે પર્યાય પ્રતિમાની અને
મંદિરની ઉત્પત્તિરૂપે જે દેખાય છે, એ એની પૂર્વની પર્યાય જે ભાવાંતર છે - વ્યય - એના અભાવ
સ્વભાવે તે ઉત્પાદ પ્રકાશે છે, પણ કોઈએ કરી માટે પ્રકાશે છે (એમ છે નહીં) આહા.. હા! આવી
વાત છે. ક્યાં, જૈન પરમેશ્વર સિવાય ક્યાંય આ વાત નથી. આહા.. હા!
અહિંયા તો કહે છે કે ભગવાનની ભક્તિનો ભાવ, એ ઉત્પાદ ધ્યો, એ પૂર્વના પર્યાયનો

Page 227 of 540
PDF/HTML Page 236 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૨૭
ભાવાંતરના અભાવથી તે પર્યાયનો ભાવ પ્રકાશે છે, પણ ભગવાનના દર્શન કર્યા માટે ભાવ પ્રકાશે છે
એમ નહિ. ત્રણ લોકના નાથ સમવસરણમાં બિરાજે છે. એના દર્શનનો શુભભાવ થ્યો, કહે છે કે
(એ) શુભભાવની ઉત્પત્તિ, પૂર્વના ભાવના અભાવસ્વભાવે પ્રકાશે છે. ભગવાનના દર્શન થ્યા માટે
શુભ (ભાવ) પ્રકાશે છે, એમ નથી. આહા...હા...હા! આવી વાત, સાંભળી નો’ હોય પહેલી આહા..!
ઘડામાં તો દાખલો આપ્યો. મોટી તકરાર થઈ. (એ લોકો કહે) કુંભારમાં કર્તાપણાનો ભાવ છે. ઘડા
કરે ઈ. આ રીતે પણ છે ને..! એમ કહે. પણ એનો અર્થ શું બાપા! આહા... હા! અહીંયાં તો પ્રભુ
એમ કહે છે કે કુંભારની પર્યાય જે થઈ - હું ઘડો કરું એવો જે વિકલ્પ ઊઠયો (કુંભારને), એ વિકલ્પ
પણ એમ પ્રકાશે છે કે પૂર્વે બીજો વિકલ્પ હતો (માટીના પિંડા બનાવવાનો) એ વ્યય થ્યો - એને
ભાવાંતરનો અભાવ થ્યો એ કાળે જ વિકલ્પ પ્રકાશે છે. એ ઘડો થ્યો માટે વિકલ્પ છે (કુંભારને)
ઘડાનો તો એ વિકલ્પ પ્રકાશે છે, એમ નથી. આહા... હા! આવું છે!
(અહીંયાં કહે છે કેઃ) “જે કુંભનો સર્ગ છે તે જ મૃત્તિકાપિંડનો સંહાર છે, કારણ કે ભાવનું
એટલે કુંભના ઉત્પત્તિના ભાવનું, ભાવાંતર એટલે માટીના પિંડ જે હતો, તેના અભાવસ્વભાવરૂપે
(એ) ભાવાંતર (એટલે) કુંભની ઉત્પત્તિથી અનેરો ભાવ એટલે કે સંહારરૂપ ભાવ - મૃત્તિકાપિંડનો
સંહારરૂપ ભાવ, એના અભાવે (કુંભનો સર્ગ) પ્રકાશે છે. આહા... હા! પુસ્તક છે ને સામે? એનો
અર્થ (આ) થાય છે.
(શ્રોતાઃ) પુસ્તકમાં આવું ઝીણું નથી..! (બીજા શ્રોતાઃ) પુસ્તકમાં ઝીણું નથી
તો અહીં ક્યાં ઘરનું નાખ્યું છે? (ઉત્તરઃ) કો’ વિમલચંદજી! આહા... હા! આ તો એક સિદ્ધાંતનું
દ્રષ્ટાંત કીધું ઘડાનું. સિદ્ધાંત તો ઈ છે કે ઉત્પાદ છે તે અનેરા ભાવના અભાવસ્વભાવે (તે) ઉત્પાદ
પ્રકાશે છે. એને માટે કહે કે દાખલો (દ્યો) કે ખ્યાલમાં આવે ઈ (સિદ્ધાંત). દાખલો ઈ કે ઘડાની
ઉત્પત્તિ છે તે (માટીના) પિંડનો વ્યય - જે ભાવાંતર છે - એ અનેરો ભાવ છે ઈ, એના
અભાવસ્વભાવે ઘડાની ઉત્પત્તિ પ્રકાશે છે - દેખાય છે. એમ છે એમ છે એમ દેખાય છે એમ કહે છે.
આહા.. હા... હા! ભાઈ! આવી વાત!!
(લોકો તો આ) મંદિરો બનાવો, ગજરથ કાઢો, રથ ચડાવો, ધામધૂમ, દશ દશ હજાર, વીસ
વીસ હજાર માણસ, પચાસ હજાર માણસ (મહોત્સવમાં) રથ કાઢે (ત્યારે) એક હલાવે એક એક
માણસને અંતરે એક એક. (હારબંધ) બેન્ડ વાંજા (વાળા). પચીસ હજાર તો એક સાથે (વરઘોડામાં)
માણસ, ભારે શોભા! ભગવાન સાંભળને... ભાઈ, એ ગજરથની પર્યાય - જે હાલે છે હાથી - એનો
જે હાલવાનો પર્યાય, એને પૂર્વની પર્યાયમાં હાલવાનું નહોતું તેના ભાવના અભાવસ્વભાવે (આ
હાલવાનું) પ્રકાશે છે. માણસ માથે બેઠો છે (મહાવત) એને હલાવે છે હાથીને, એમ નથી. આહા...
હા! અને એ પંચકલ્યાણિકનો કરનારો પ્રમુખ છે. માટે આ ગજરથની પર્યાયનો પ્રકાશ થાયે એમ નથી
કહે છે. (મહોત્સવમાં) કરે ને સંઘવી - પ્રમુખ, બે - પાંચ લાખ રૂપિયા ખર્ચે ને! એને લઈને
(મહોત્સવની) આ બધી પર્યાયો ઉત્પન્ન થાય છે એમ નથી. તે તે ત્યાં પર્યાયો, પૂર્વનો વ્યય એટલે
અનેરો ભાવ ઈ

Page 228 of 540
PDF/HTML Page 237 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૨૮
એવા ભાવાંતરના અભાવ સ્વભાવથી (તે તે પર્યાયો) પ્રકાશે છે. અરે... રે! કર્તાપણું ક્યાં રહ્યું બાપા!
આહા..! (એ કર્તા) ગજરથનો નહીંને ઈ હાથીનો નહીં. આહા... હા! હાથી ઊપર બેસવા બોલી ઊઠે
કે જાણે એકબીજાને જાણે કંઈ (બોલી બોલે એમાં) પંદરસો કે બીજો કહે બે હજાર ઓલો કહે પાંચ
હજાર. ઈ હોય છે કે ઈ શુભભાવ છે. એ કંઈ એનાથી - તને શુભભાવ થ્યો માટે એનાથી થાય છે
ત્યાં (એમ માનવું રહેવા દે ભાઈ!) કો’ ભાઈ! આ તમારા બાપે’ ય સાંભળ્‌યું નો’ હોય આવું
(શ્રોતાઃ) હતું ક્યાં પહેલાં આવું ત્યાં (ઉત્તરઃ) એ દિગંબર છે ને...! દિગંબર છે. તમે તો પ્રથમથી
જ દિગંબર હતા અમે તો ભઈ ઢુંઢિયા હતા. આહા... હા! (શ્રોતાઃ) ઢુંઢિયાએ શોધી કાઢયું ને...!
(ઉત્તરઃ) આહા... હા... હા..! ગજબ વાત છે!! અમૃત રેડયાં છે સત્ના ‘સતિયાં સત્ મત છોડીએ,
સત્ છોડયે પત જાય’
આહા... હા.. હા! (શ્રોતાઃ) ઈ તો માગણે ય બોલે છે...! માગણવાળા આ
બોલે છે (ઉત્તરઃ) હેં! ઈ આ માગણ છે, માગણ છે આત્મા. ‘સતિયાં સંત્ મત છોડીએ’. જે સમય
જે પર્યાય સત્ની થાય. તે પૂર્વના અભાવ સ્વભાવે પ્રકાશે છે બીજાને લઈને નહીં. (એ) સત્ને
છોડીશ નહીં. (એમ કહે છે) એ તો માગવા આવતા’ ને...! (એ બોલતા) ‘સતિયા સત્ મત
છોડીએ, સત્ છોડીએ પત જાય. એ સત્ની મારી લક્ષ્મી, ફિર મિલેંગી આય.’
એ સાંભળ્‌યું છે કે
નહીં? દુકાને, અમારી દુકાને ઘણાં આવતાં ને...! દરરોજ આવે. દરરોજ એક માંગણ આવે જ તે. એવું
સ્થાન છે ત્યાંથી પછી એને ટિકિટ આપે. ઈ પછી માંગે પૈસો, પૈસો. તે દી’ પૈસો - પૈસો હતો હવે
વધી ગયું! આહા.. હા! એને એમ કહ્યું!
(અહીંયાં) કહે છે કેઃ) સત્’ પ્રભુ! એનો ઉત્પાદ છે ઈ સત્ છે. उत्पादव्ययध्रौव्ययुक्तम् सत्
છે. તો દરેક દ્રવ્યની જે સમયે જે પર્યાય છે તે સત્ છે. ‘એ સત્ને તું આડી – અવળી ન કરીશ. એ
બીજાથી થાય એમ ન માનીશ, નહીં તો અસત્ થઈ જશે.’
તારી માન્યતામાં હોં! ન્યાં તો એમ છે
(તેમાં કોઈ ફેરફાર કરી શકે નહીં) ત્યાં તો ઈ પર્યાય જે થઈ છે - પૂર્વનો ભાવાંતર - અનેરો ભાવ
જે (સંહાર), એના અભાવસ્વભાવે ઈ (પ્રકાશે છે) અને એ જ પર્યાય છે ઈ આવી છે બીજે સમયે
એમ નથી. (એટલે ભાવાંતરવાળી પર્યાય બીજે સમયે આવી છે) આમાંથી એવું કાઢે છે કેટલા’ ક.
(અને કહે છે) એ જે પર્યાય હતી તે જ ભાવાંતર થઈને પાછી આવી છે. ઈ મોટી ચર્ચા થઈ’ તી.
ઘણી ચર્ચાઓ થઈ. માણસો (અમારી પાસે તો) આવે ને...! ભણેલા ને વાંચેલા. અરે! બાપુ, એમ
નથી ભાઈ!
(અહીંયાં કહે છે કેઃ) “ભાવાન્તરના અભાવસ્વભાવે” જણાય છે એટલે ‘છે’ . એ રીતે જ
દેખાય છે. (“અવભાસન છે”) તું બીજી રીતે દેખ તો તારી તે ભ્રમણા છે. એમ કહે છે. શું કીધું ઈ?
ઘટની ઉત્પત્તિની પર્યાય ને દરેક દ્રવ્યની ઉત્પત્તિની પર્યાય, તેની અનેરી પર્યાય એટલે વ્યય જે છે -
અનેરો ભાવ, એના અભાવે તે દેખાય છે. બીજો માણસ ન્યાં આવ્યો નિમિત્ત થઈને એથી તે
(પર્યાયો) ત્યાં દેખાય છે ઈ એમ નથી. છતાં નિમિત્ત હો, પણ નિમિત્તને લઈને આંહી (ઉપાદાનમાં)

Page 229 of 540
PDF/HTML Page 238 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૨૯
ઉત્પાદ થાય છે એમ નથી. એ ઉત્પાદ એના ભાવાંતર (એટલે) વ્યય, એના અભાવથી તે દેખાય છે.
વ્યયના અભાવથી તે ઉત્પાદ દેખાય છે. નિમિત્ત આવ્યું માટે ઉત્પાદ દેખાય છે. (એમ નથી). આહા...
હા! આવી વાત!
(શ્રોતાઃ) આવી ચોખવટ આજે (કરીને)...! (ઉત્તરઃ) સામે આવ્યું છે ને...! માટે
મંદિરો બનાવ્યા ને માનસ્તંભ બનાવ્યા ને... સ્વાધ્યાય મંદિર બનાવ્યા ને.... સમોસરણ બનાવ્યા ને...
(શ્રોતાઃ) એ તો રોજ ગવરાવો છો...! (ઉત્તરઃ) આહાહાહાહા.....! વ્યવહાર છે ને...! વ્યવહાર (ની)
ભાષા બાપુ! વ્યવહાર કહે છે તેમ નથી. ઈ આવે છે ને...! “મોક્ષમાર્ગપ્રકાશક’ માં વ્યવહાર કહે છે
તેમ નથી. (એ તો) નિમિત્ત હતું એનું જ્ઞાન કરાવ્યું છે એમાં. ‘મોક્ષમાર્ગપ્રકાશક’ માં આવે છે.
(‘જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતાસહિત વ્યાખ્યાન છે તેને તો “સત્યાર્થ એમ જ
છે” એમ જાણવું, તથા કોઈ ઠેકાણે વ્યવયહારનયની મુખ્યતાસહિત વ્યાખ્યાન છે તેને “એમ નથી
પણ નિમિત્તાદિનની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે” એમ જાણવું.)
આવો ઉપદેશ કઈ જાતનો છે!
ભાઈ! કલકત્તામાં ય સાંભળ્‌યું’ તું? અમારે ઝાંઝરી આવ્યા’ તા ને.... વિમલચંદજી ન્યાં એવી ઝીણી
વાત છે આ! આહા...હા! ભાઈ, એક વાર આગ્રહ છોડીને વસ્તુની જે રીતે સ્થિતિ મર્યાદા છે તે રીતે
તું જ્ઞાન તો કર, પ્રભુ! આહા...હા!
(કહે છે) અક્ષરની ઉત્પત્તિ થાય છે. શાસ્ત્ર લખવામાં. તે ઉત્પત્તિનો પર્યાય એમ જણાવે છે કે
પૂર્વની પર્યાય જે વ્યય થઈ એ ભાવના- ભાવાન્તરના, અભાવસ્વભાવે એ પર્યાય દેખાય છે.
લખનારને લઈને (અક્ષરની) ભાષા દેખાય છે, લખાણ દેખાય છે, અક્ષર દેખાય છે, એમ નથી.
આહા.. હા! (નિમિત્તના પક્ષવાળા) ઈ વળી પાછા એમ કહે છે કે ‘ભગવાનનો માર્ગ અનેકાન્ત છે’
આ ઠેકાણે (ભલે) આમ કહ્યું પણ બીજે ઠેકાણે (બીજું) કહ્યું છે. અરે ભાઈ... બીજે ઠેકાણે (આવે
કે) વ્યવહાર સાધન છે નિશ્ચયસાધ્ય છે. એવું આવે છે જયસેનઆચાર્યની ટીકામાં - એ તો નિમિત્ત
(અહીંયાં છે) વસ્તુના સ્વભાવનું ભાન થ્યું ત્યારે પહેલું કોણ હતું ત્યાં. એનું જ્ઞાન કરાવ્યું છે. એનાથી
થયું છે ને એનાથી થાય છે, એમ છે નહીં.
અહીંયાં તો મોક્ષનો માર્ગ જે સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર (પર્યાય) એની ઉત્પત્તિ, પૂર્વના
મિથ્યાત્વભાવ, કષાયભાવના અભાવસ્વભાવે (તે પર્યાય) પ્રકાશે છે. મોક્ષનો માર્ગ જે પ્રગટયો તે
ઉત્પન્ન (ઉત્પાદ) છે. તે પૂર્વના સંહારના ભાવના- ભાવાન્તર (ભાવના) અભાવસ્વભાવે એ ભાવ
પ્રકાશે છે, એનાથી દેખાય છે. પણ બીજી રીતે (નિમિત્તથી) દેખ તો એમ છે નહીં, એમ કહે છે.
આહા... હા! ત્રણલોકના નાથ, એ દિવ્યધ્વનિ કરતા હશે!! આહા...! એની વાણીમાં કયા ભાવ
આવતા હશે!! ગણધરો ને ઇન્દ્રો પણ એક વાર ચમકે! ચમકે કે ઓહો... હો..! કે શું કહે છે... આ!
(ભાવ આવે કે) બાપુ! આ તો ચમત્કાર છે!! દરેક દ્રવ્યની પર્યાયની ઉત્પત્તિ પરથી નહીં. અને એના
ભાવથી ભાવાંતર - અનેરા ભાવના અભાવસ્વભાવે પ્રકાશે છે. નિમિત્તના ભાવે પ્રકાશે છે- ઉચિત
નિમિત્ત (છે) એમ તો આવ્યું’ તું (ગાથા - ૯પ ની ટીકામાં) હો ઉચિત નિમિત્ત, પણ એનાથી

Page 230 of 540
PDF/HTML Page 239 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૩૦
આ ઉત્પાદ પ્રકાશે છે એમ નથી. આહા..! ઈ એક બોલ થ્યો!
(અહીંયાં કહે છે કેઃ) “વળી જે મૃત્તિકાપિંડનો સંહાર છે.” મૃત્તિકાપિંડનો સંહાર છે - વ્યય
“તે જ કુંભનો સર્ગ છે.” તે જ કુંભની ઉત્પત્તિ છે. તે જ કાળ છે એટલે તે જ સર્ગ છે. ‘તે જ’ માં
એમ ન લેવું કે એ સંહાર થ્યો એ જ પર્યાય ઉત્પાદપણે આવી છે, એમ નહીં. જે સંહાર છે તે કુંભની
ઉત્પત્તિ છે કારણ કે અભાવનું ભાવાંતરનાં અભાવસ્વભાવે (છે). આહા.... હા! વ્યય જે અભાવ છે
એનાથી ભાવાંતર જે ઉત્પાદ છે એના ભાવસ્વભાવે વ્યયનું ભાસન થાય છે. આહા... હા! ભાષા તો
એવી છે મીઠી! એ, મૃત્તિકાપિંડનો સંહાર તે જ કુંભની ઉત્પત્તિ છે. કારણ કે અભાવનું એટલે પૂર્વે
(માટીના) પિંડનો અભાવ થ્યો, તેનું ભાવાંતર એટલે તેનાથી અનેરો ભાવ (એટલે) ઉત્પાદ (થ્યો,)
અનેરા ભાવના ભાવસ્વભાવે અવભાસન - દેખાય છે, એમ છે એમ દેખાય છે. નાશ- અન્યભાવના
ઉત્પાદરૂપ સ્વભાવે પ્રકાશે છે. નાશ છે તે અનેરોભાવ જે એ ઉત્પાદ છે તેના અનેરા સ્વભાવે પ્રકાશે
છે. નાશ ને અનેરા ભાવરૂપે જે ઉત્પાદ છે, તેનાથી નાશ પ્રકાશે છે એનો અભાવ થઈને તે નાશ
પ્રકાશે છે, પણ ત્યાં કુંભાર હતો માટે તે (માટીના) પિંડનો વ્યય થયો એમ પ્રકાશતો નથી. આહા...
હા!
વિશેષ કહેશે...