Page 253 of 540
PDF/HTML Page 262 of 549
single page version
છે. દરેક વસ્તુ-જેટલી (વિશ્વમાં) છે, એ બધાના સ્વભાવમાં દ્રવ્ય રહે છે, અને એ સ્વભાવ ઉત્પાદ-
વ્યય ને ધ્રૌવ્ય છે. ઝીણી વાત છે ભઈ! હવે અહીંયાં એમ કહે છે કે ઉત્પાદની વાત તો થઈ ગઈ.
(જો કોઈ) એકલો ઉત્પાદ ગોતવા જાય, તો સંહાર ના કારણ વિના ઉત્પાદ નહીં રહી શકે. ઈ વાત
થઈ ગઈ છે કાલ. એકલું ઉત્પાદ જોવા જાય દરેક દ્રવ્યમાં (એટલે એકલો ઉત્પાદ તે) વર્તમાન પર્યાય,
પણ એને સંહારના ઉત્પાદ (સંહાર-વ્યય વિના) ઉપાદાનના-કારણમાં અભાવરૂપ (વ્યય વિના) એ
ઉત્પાદ હોઈ શકે નહી. હવે અહીંયા (આજા કેવળ સંહાર (ની વાત છે.) આજે આ વિષય લઈએ
છીએ... ઝીણો છે બહુ!
ધ્રૌવ્ય રહિત એકલો વ્યય કરવા જનાર.”) મૃત્તિકાપિંડનો એકલો વ્યય ગોતવા જાય, તો ઉત્પાદ ને
ધ્રૌવ્ય વિના ઈ હોઈ શકે નહીં. ઉત્પાદ એનું કારણ છે. ઉત્પાદનું સંહાર કારણ છે, સંહારનું ઉત્પાદ પણ
કારણ છે. આવી વાત છે! અ... હા... હા..! કેવળ દરેક દ્રવ્યમાં, વ્યય નામ પર્યાયનો્ર અભાવ,
(અર્થાત્) સંહાર, એ જો માનવા જાય એકલું તો મૃત્તિકાપિંડનો ઉત્પાદને ધ્રૌવ્ય રહિત, એકલો વ્યય
કરવા જનાર “મૃત્તિકાપિંડનો સંહાર– કારણના અભાવને લીધે.” જોયું? મૃત્તિકાપિંડનો વ્યય નથી’
એમ ગોતવા જાય- તો સંહાર કારણના અભાવને લીધે, એટલે ઉત્પાદ છે ઈ સંહાર કારણનું કારણ છે.
જે પર્યાય ઉત્પન્ન થાય, એ સંહાર-વ્યયનું કારણ છે. સંહારનું કારણ ઉત્પાદ છે ને ઉત્પાદનું કારણ
સંહાર છે. હવે વાણિયાઓને આવું! કોઈ દી’ સાંભળ્યું ન હોય એવી વાત છે. આહા... હા!
સંહારકારણના અભાવને લીધે..” ઈ મૃત્તિકા પિંડનો વ્યય, ઈ ઉત્પાદનના કારણથી તેનો વ્યય છે. વ્યય,
ઉત્પાદનું કારણ છે, અને ઉત્પાદ, વ્યયનું કારણ છે. આહા... હા! (માટીના) પિંડનો વ્યય એ જો
ઘડાની ઉત્પત્તિ ન હોય (એટલે કે) ઉત્પત્તિ ન હોય તો સંહાર ન હોય. (વસ્તુસ્થિતિ) આમ છે!
ઉત્પત્તિ વિનાનો એકલો સંહાર ગોતવા જાય, તો એ (સંહાર) - વ્યય, ઉત્પાદના કારણના અભાવથી
વ્યય જ હાથ
Page 254 of 540
PDF/HTML Page 263 of 549
single page version
આહા... હા! “સંહાર કારણના અભાવને લીધે,” સંહારનું કારણ તો ઉત્પાદ છે. (માટીમાંથી) ઘડો
ઉત્પન્ન થયો એ સંહાર એનું કારણ છે અને સંહાર (નું) કારણ ઉત્પાદ કારણ છે. (હવે જો કોઈ)
એકલો સંહાર ગોતવા જાય તો ઉત્પાદ વિના એ સંહાર હોઈ શકે નહીં. આવું છે ઝીણું!! “સંહાર જ
ન થાય.” (એટલે કે) ઉત્પાદના કારણ વિના- ઘટની ઉત્પત્તિના કારણ વિના, પિંડનો વ્યય જ ન
થાય. આહા...! સમજાણું કાંઈ?
માને અને (ઉત્પાદને પણ ન માને) અને સંહાર (એકલો) ગોતવા જાય તો, સંહારનું કારણ તો
ઉત્પાદ છે (તેથી) સંહાર જ સિદ્ધ નહીં થાય. અને કાં’ સત્ છે તેનો સંહાર થશે. (અર્થાત્) નાશ
થશે આહા... હા! સમજાણું આમાં કાંઈ?
(ભાઈ!) ઝીણી વાત છે! ત્તત્ત્વજ્ઞાન વીતરાગનું બહું ઝીણું બાપુ! આહા...! લોકોને અભ્યાસ ન મળે,
ને બહારથીય દંભ કરે ને. અમે માનીએ (છીએ એમ માને પણ) ધરમ ક્યાં હતા! આહા... હા.!
છે અમાં? (હા, પ્રભુ! બરાબર છે.) અને કાં’ વ્યય ગોતવા જાય એકલો (મિથ્યાત્વનો) તો સત્ છે
જે ધ્રુવ ચીજ (આત્મવસ્તુ) તેનો નાશ થાય. (અભિપ્રાયમાં) આવું છે (વસ્તુતત્ત્વ) ઓલું તો સહેલું
હતું એકેન્દ્રિયા... બેઇન્દ્રિયા... ત્રિઇન્દ્રિયા.... ચતુઇન્દ્રિયા... પંચેઇન્દ્રિયા... અભયા.. મિચ્છામિ દુક્કડમ્
થઈ ગઈ સામાયિક! ધૂળે ય નથી, સામાયિકે ય નથી!
ઉત્પત્તિ, એની પૂર્વે અસામાયિકનો સંહાર (એ) સંહાર એકલો ગોતવા જાય તો ઉત્પત્તિના કારણ વિના
સંહાર થઈ શકે નહીં.
Page 255 of 540
PDF/HTML Page 264 of 549
single page version
થઈ જાય. (અર્થાત્) ઉત્પાદ ને ધ્રુવ બેયનો મેળ નથી ત્યાં. આહા.. હા! સમજાય છે કાંઈ?
સ્થિતિના) કારણ વિના સંહાર હોઈ શકે નહીં. અને કાં તે ધ્રુવ છે તેનો સંહાર થઈ જાય! (વસ્તુ
સ્થિતિ) આમ છે. (શ્રોતાઃ) ધર્મના કામમાં લોજિકનું શું કામ છે? (ઉત્તરઃ) આ... હા! લોજિકનું
કામ! તમારે વકીલાતમાં કેમ કામ કરે છે?
ન્યાયની કોલેજ છે. અ.. હા...! આહા... હા! શું કીધું? કે એકલો જો ઉત્પાદ શોધવા જાય (એટલે)
ઘટની ઉત્પત્તિ. તો (તે) પિંડના વ્યય વિના અને. માટીની ધ્રુવતા વિના ઘટની ઉત્પત્તિ જ ન થઈ શકે.
(ઘટની) ઉત્પત્તિ. ન થઈ શકે તો દ્રવ્યની (ઉત્પાદની પર્યાયની) ઉત્પત્તિ ન થઈ શકે. એમ સંહાર
(અર્થાત્) વ્યય, એકલો વ્યય ગોતવા જાય, (તો) એકલો વ્યય, ઉત્પાદકારણ વિના- એ ઊપજ્યા (ની
પર્યાય વિના) એટલે ઉત્પાદકારણ વિના હોઈ શકે નહિ. એટલે ઉત્પાદકારણ વિના સંહારનો અભાવ
થાય અને કાં’ જે ધ્રુવ છે તેનો સંહાર થઈ જાય. આહા... હા! (વીતરાગનું તત્ત્વજ્ઞાન) આવું છે!
આહા... હવે સિદ્ધાંત કહે છે.
જગતના છે તેનો (પર્યાયનો) વ્યય ન થાય. એકલો માટીના પિંડની ઉત્પત્તિ એના વ્યય વિના
(ઘડાની) ઉત્પત્તિ હોઈ શકે નહીં. એમ જો હોય તો બધા દ્રવ્યનો સંહાર થઈ જાય. એટલે કે દરેક
દ્રવ્યના પર્યાયની ઉત્પત્તિ ન હોય, ને ઉત્પત્તિના કારણ વિના એનો પૂર્વનો જે વ્યય છે ઈ વ્યય ન
થાય. આહા... હા! આવું છે ઝીણું! તત્ત્વ, વીતરાગનું તત્ત્વ ઝીણું બહુ!
(દ્રવ્ય) પલટે જ નહીં. (જો) મૃત્તિકાપિંડનો એકલો સંહાર ગોતવા જાય (તો) ઉત્પાદ ને ધ્રુવ વિના
હોઈ શકે નહીં. એમ જગતના બધા પદાર્થમાં એકલો સંહાર (વ્યય) ગોતવા જાય તો (તે) ઉત્પત્તિ ને
ધ્રુવ વિના સંહાર હોઈ શકે જ નહીં. આહા.. હા! સમજાણું કાંઈ?
Page 256 of 540
PDF/HTML Page 265 of 549
single page version
સિદ્ધ નહીં થાય અને કાં’ સત્નો જ વિચ્છેદ થઈ જાય. એમ અહીં વ્યય બધામાં લાગુ પાડે તો ચૈતન્ય
વસ્તુ છે એનો ઉચ્છેદ થઈ જાય. આહા.. હા! સંહાર એકલો ગોતવા જાય, તો ચૈતન્ય છે, તેનો જ
સંહાર થઈ જાય. સંહાર તો ત્યારે હોય કે દરેક દ્રવ્યમાં ઉત્પત્તિની પર્યાય હોય અને ધ્રુવ કાયમ હોય,
એને પર્યાયમાં સંહાર લાગુ પડે. પણ ઉત્પાદ કે ધ્રુવ જ્યાં નથી એને તે (એકલો) સંહાર લાગુ પાડવા
જાય તો દ્રવ્યનો જ સંહાર થઈ જાય. દ્રવ્યનો નાશ થતાં ભગવાન ચૈતન્ય, એનો પણ ઉચ્છેદ થઈ જાય.
આહા... હા! સચ્ચિદાનંદ પ્રભુ! સત્ છે આત્મા! (છતાં) એકલો જ જો વ્યય ગોતવા જાય તો સત્
ચિદાનંદ પ્રભુ એનો ઉચ્છેદ થઈ જાય. આવું છે! વાણિયાઓને હાથ આવ્યું ને વાણિયાને આ (તત્ત્વ
મળ્યું!) બીજું શું? નવરાશ ન મળે! આહા...! લોજિક છે આ બધું લોજિક છે- ન્યાયથી (આચાર્યે
સિદ્ધ કર્યું છે!)
(બીજી વાત). અને કાં’ ઉત્પત્તિ થાય તો દ્રવ્યની જ ઉત્પત્તિ થઈ જાય આખી નવી. એમ છે નહીં.
અને (એમ) સંહાર ગોતવા જાય, તો ઉત્પત્તિના કારણ વિના એકલો સંહાર હોઈ શકે નહીં. અનેત્રપ
કાં’ સંહાર હોઈ શકે નહીં, કાં’ દ્રવ્યનો ઉચ્છેદ-નાશ થઈ જાય. દ્રવ્યનો નાશ થતાં સત્ ચૈતન્ય ચિદાનંદ
પ્રભુ-સત્ શાશ્વત વસ્તુ છે (આત્મા દ્રવ્ય તેનો નાશ-ઉચ્છેદ થઈ જાય.) એકલો સંહાર ગોતવા જાય,
તો ઉત્પાદ વિના સંહાર સિદ્ધ નહીં થાય અને એની ઉત્પત્તિ ને સંહાર (માં) ધ્રુવપણું જો ન રહે તો્ર
તો ધ્રુવનો નાશ થઈ જાય (માન્યતામાં). આહા... હા! સમજાણું કાંઈ? બે બોલ થ્યા.
જો ગોતવા જાય. આહા... હા નીચે છે (ફૂટનોટમાં) કેવળ સ્થિતિ=ઉત્પાદ અને વ્યય વિનાનું એકલું
ધ્રુવપણું; એકલું ટકવાપણું; એકલું અવસ્થાન.
દ્રવ્ય નથી, તેમ ધ્રૌવ્ય પણ દ્રવ્યનો અંશ છે- (સમગ્ર દ્રવ્ય નથી.)
તો ઉત્પાદ વ્યયવિના સ્થિતિ હોઈ શકે નહીં શું કીધું? એકલી સ્થિતિ-ટકવું-એકલું તત્ત્વ ટકતું ગોતવા
જાય, તો ઉત્પાદવ્યય વિના સ્થિતિ હોઈ શકે નહીં. કેમ કે ઉત્પન્ન ને વ્યય વ્યતિરેક છે, ભિન્ન ભિન્ન
(છે.) ભિન્ન ભિન્ન વ્યતિરેક વિના અભિન્ન એકલું દ્રવ્ય અન્વય સિદ્ધ થઈ શકે
Page 257 of 540
PDF/HTML Page 266 of 549
single page version
હા! આવો કાયદો છે વીતરાગનો!!
(કૂટસ્થપણું) હોઈ શકે જ નહીં. આહા...હા! હવે આમાં કોઈ ઘેર (જતાં) પૂછે કે (સાંભળીને) શું
સમજ્યા? આહા...હા...હા! (તો કહેવું કે) સાંભળવા આવો, તો સમજાય જ તે તમારે! અમો તો
બપોરે (બહુ સુક્ષ્મ તત્ત્વ સમજીએ છીએ!) આહા...હા!
“અન્વયનો.” (એટલે) સ્થિતિ કહો, અન્વય કહો કે ધ્રુવ કહો (એકાર્થ છે). “તેને અભાવ થવાને
લીધે, સ્થિતિ જ ન થાય.” ઉત્પાદવ્યયના વ્યતિરેકો વિના સ્થિતિ જ રહે નહીં. ધ્રુવપણું જ રહે નહીં.
આહા... હા! ઉત્પાદ-વ્યયના કારણ વિના-વ્યતિરેક વિના (વ્યતિરક) નામ ભિન્ન ભિન્ન દશા વિના-
અભિન્નપણું એકલું રહી શકે જ નહીં આહા... હા! કેમ કે દરેક દ્રવ્ય (ને) નવી નવી અવસ્થા પલટે છે
એ નજરે દેખાય છે. ને જુની અવસ્થા વ્યય થાય છે. એ ઉત્પાદ નેવ્યય ન હોય (તો) એકલું ધ્રુવ હોઈ
શકે જ નહીં. ભિન્ન ભિન્ન ઉત્પાદ કે વ્યય વ્યતિરેક વિના અભિન્નપણું -ધ્રુવ રહી શકે જ નહી. સમજાણું
કાંઈ? આચાર્યે ઘણા ન્યાયથી વાત કરી છે. પણ અભ્યાસ જોઈએ’ ને ભઈ આ. આહા...! આ તો એક
એક તત્ત્વ સ્વતંત્ર!! એક તત્ત્વના ઉત્પાદ, પોતાને કારણે થાય એ ઉત્પાદ એકલો તું જોવાજા. તો ઉત્પાદનું
ઉપાદાનકારણ સંહાર (છે). સંહાર વિના એ ઉત્પાદ ઉત્પન્ન દેખાય નહીં. અહા...! સમજાણું? આહા... હા!
અને એકલો સંહાર ગોતવા જાય (તો) સંહારના કારણ ઉત્પાદ (એ ઉત્પાદકારણ) વિના સંહાર હોઈ શકે
નહીં. અને ધ્રુવ ગોતવા જાય (તો) ઉત્પાદવ્યયવિના-વ્યતિરેક વિના ભિન્ન ભિન્ન પ્રકારના ઉત્પાદ વ્યય
વિના ધ્રુવ હોઈશકે નહીં. આવી વાતું છે. કોઈ દી’ સાંભળી (ન હોય.) (પંડિતજી!) નવરાશ વગર, આ
વખતે નવરાશ લીધો એ ઠીક કર્યું! અ.. હા... હા! આ તો ધીમે-ધીમે સમજવાની વાત છે! વીતરાગ
મારગ છે બાપુ! સંતોએ કેટલી કરુણા કરીને ટીકાઓ રચી! (છે.).
‘બંધનથી છૂટી જાય અને સંસારનો અંત આવે’ એની વાત છે ‘આ’!! આહા... હા!
Page 258 of 540
PDF/HTML Page 267 of 549
single page version
ધ્રુવ ગોતવા જાય, તો (એવું) ધ્રુવ હોઈ શકે જ નહીં. કાર્યમાં ધ્રુવતાનો ખ્યાલ’ આવે છે. અને તે
કાર્યમાં ધ્રુવતાનો ખ્યાલ આવે છે. (અર્થાત્) ઉત્પાદ-વ્યયમાં જ ધ્રુવતાનો ખ્યાલ આવે છે. ઉત્પાદ-
વ્યયનો જ જો તું નકાર કર ને એકલી ધ્રુવતા ગોતવા જા તો ધ્રુવ જ રહેશે નહીં. આહા... હા! આ તો
રામજીભાઈના કોર્ટના કાયદા જેવું આવ્યું (આ) બધું! આહા... હા!
જતાં, વ્યતિરેકો એટલે ઉત્પાદ-વ્યય, એના કારણ વિના ધ્રુવપણું લક્ષમાં જ આવે નહીં. અને બીજી
રીતે લઈએ તો કહે છે કે ઉત્પાદ-વ્યય વિના, ધ્રુવ ગોતવા જા તો, ધ્રુવ જ ક્ષણિક થઈ જાય. કાયમ-
ટકનાર રહે નહીં. પલટતો હોવા છતાં કાયમ રહે એવી એ ચીજ (દ્રવ્ય) છે. પલટો-ઉત્પાદવ્યય હોવા
છતાં કાયમ રહે એવી ચીજ (વસ્તુ) છે. એ ચીજ એકલી (ધ્રુવ) ગોતવા જા તો પલટો ખાધા
વિનાની ધ્રુવને ક્ષણિકપણું આવી જશે. ધ્રુવને ક્ષણિકપણું આવી જશે. આહા... હા! સમજાય છે કાંઈ?
વિષય જરી આજનો... ઝીણો છે! આહા...! વસ્તુ છે. ભગવાને જોઈ આ બધી. અનંત દ્રવ્યો (છે.)
એ એક સમયમાં ઉત્પાદવ્યયધ્રૌવ્ય સહિત છે. એક સમયમાં!! હવે જો કોઈ એમ કહે કે ત્રણમાંથી
એક જ છે ઉત્પાદ, તો ઈ ઉત્પાદ છે ને ઈ વ્યયના કારણ વિના ઉત્પાદ સિદ્ધ જ નહીં રહે અને કાં’
અસત્નો ઉત્પાદ થઈ જશે. (અર્થાત્) ઉત્પાદ અસત્નો થઈ જશે. છે નહીં તેનો ઉત્પાદ થશે. એ
ધ્રુવનો અભાવ થઈને (અસત્નો ઉત્પાદ થશે.) અને સંહાર એકલો ગોતવા જા, ઉત્પાદના કારણ
વિના સંહાર સિદ્ધ થશે જ નહીં. અને કાં’ સત્નો જ સંહાર થઈ જશે. ઓલામાં અસત્નો ઉત્પાદ
થશે એમ હતું, આ (બોલમાં) સત્નો નાશ થઈ જશે એમ છે. અને સ્થિતિ એકહી ગોતવા જા, તો
ઉત્પાદ-વ્યયના-વ્યતિરેકના કાર્ય વિના કારણ (એકલું) સિદ્ધ જ નહીં થાય. આહા... હા! અને કાં’
ધ્રુવ છે તે ક્ષણિકપણું પામી જશે. આહા... હા... હા! પહેલામાં અસતૂની ઉત્પત્તિ (કીધી) બીજામાં
સત્નો નાશ (કીધો) ત્રીજામાં ક્ષણિકપણું કીધું. આહા... હા... હા! ધીમે... ધીમે સમજવાની વાત છે!
આવો મારગ છે!!
સંહારનું કારણ છે. પૂર્વની પર્યાયનું - સંહારનું કારણ છે. આહા... હા! અને કાં’ ટકતું-ધ્રુવ છે એનું ઈ
કારણ છે.
Page 259 of 540
PDF/HTML Page 268 of 549
single page version
આ (તત્ત્વ). આહા... હા! શું આચાર્યોએ (ગજબ કામ કર્યાં છે!!) આવી વાત ક્યાંય છે નહીં.
વીતરાગ! સર્વજ્ઞપરમાત્મા (એ કહેલી આ વાત છે.) આહા... હા!
તેનો સ્વભાવ છે. એમાં ઈ દ્રવ્ય પોતે સત્ છે. બીજા (ના) ઉત્પાદવ્યયના કારણે આ દ્રવ્ય છે એમ છે
નહીં. કારણ કે એનો સ્વભાવ ઉત્પાદ વ્યયને ધ્રૌવ્ય એનો સ્વભાવ છે. હવે દ્રવ્ય સ્વભાવમાં રહેલું છે.
આહા...! સમજાણુ કાંઈ? એકલો ઉત્પાદ (એટલે) ઉત્પન્ન થવું... ઉત્પન્ન થવું એમ થાય તો સંહાર
કારણ વિના એ ઉત્પત્તિ જ સિદ્ધ નહીં થાય. અને કાં’ અસત્ની ઉત્પત્તિ થશે. આહા... હા! સંહાર
ગોતવાજા, તો ઉત્પન્નકારણ વિના (અર્થાત્) ઉત્પત્તિના કારણ વિના, એ ઉત્પત્તિના કારણ વિના, એ
ઉત્પત્તિના કારણ વિના (કહ્યું છે હોં) પરના કારણ વિના એમ (કહ્યું) નહીં. ઉત્પત્તિના કારણ વિના
સંહાર સિદ્ધ નહીં થાય. અને કાં’ સત્નો જ સંહાર થઈ જશે. ‘છે’ તેનો નાશ થઈ જશે. આહા... હા!
હવે એકલું ધ્રુવ ગોતવા જા (એટલે કે) દરેક પદાર્થ ધ્રુવ જ (કૂટસ્થ જા છે એમ જો તું જાણ, તો ધ્રુવ
છે ઈ કાર્ય-વ્યતિરેક સિવાય (ઉત્પાદવ્યય) સિવાય (ધ્રુવનું) લક્ષ થઈ શકે નહીં. (અર્થાત્) વ્યતિરેક
વિનાનું ધ્રુવ હોઈ શકે જ નહીં. અન્વય હોઈ શકે જ નહીં. (વળી) વ્યતિરેક વિના અન્વય હોઈ શકે
જ નહીં. (વ્યતિરેક વિના) અન્વયનો અભાવ થઈ જાય. અને કાં’ સત્નો ઉચ્છેદ ગઈ જાય (વળી)
સત્નું ક્ષણિકપણું થઈ જાય. ત્રીજા બોલમાં (કહ્યું ને) સત્નું કાં ક્ષણિકપણું થઈ જાય.
છે આ રીતે જ છે. એ રીતે તેની શ્રદ્ધામાં ન આવે અને બીજી રીતે શ્રદ્ધામાં આવે, કે એ દ્રવ્યનો
ઉત્પાદ સંહાર કારણ વિના માને, તેનો ઉત્પાદ નિમિત્ત વિના ન હોય એમ આવી જાય તો વસ્તુ
વિપરીત થઈ જશે (પોતાની માન્યતામાં) આહા... હા... હા... હા! શું કહ્યું ઇ?
સમ્યગ્દર્શનની (પર્યાયની) ઉત્પત્તિ થઈ. અને એકલું જો (સમકિત) ગોતવા જા તો (મિસ્થ્યાત્વના)
સંહાર વિના એ ઉત્પન્ન થઈ શકે નહીં. અને અસત્ની ઉત્પત્તિ થઈ જશે. વ્યય વિના
Page 260 of 540
PDF/HTML Page 269 of 549
single page version
વિના-પલટતી અવસ્થા વિના ઘ્રુવપણું રહી શકે જ નહીં. વ્યતિરેકો વિના અન્વય રહી શકે જ નહીં.
એને લઈને સ્થિતિ જ ન થાય, ટકી શકે જ નહીં. કારણકે ખ્યાલ આવવો છે ઇ તો ઉત્પાદવ્યયથી
ખ્યાલ આવવાનો છે ને ધ્રુવનો. ધ્રુવનો ધ્રુવથી ખ્યાલ આવવાનો નથી. ઉત્પાદવ્યયના લક્ષથી (ધ્રુવ
લક્ષ્ય થાય છે) ભલે લક્ષ કરનાર બીજો જીવ છે. પણ તેમાં ઉત્પાદ-વ્યયની પર્યાય (વર્તમાન કાર્ય) ન
હોય તો ઈ અન્વય સિદ્ધ નહીં થાય. કાયમ ધ્રુવ રહેનારું ઈ સિદ્ધ નહીં થાય. આહા... હા! મુનિઓએ
પણ (જંગલમાં વિચરતાં-વિચરતાં) આવી વાતો કરી છે! દિગંબર સંત, આનંદમાં રહેતાં-અતીન્દ્રિય
આનંદમાં (ચકચૂર) આહા... હા! એમાં વિકલ્પ આવ્યો... એમાં આ આવી વાત રચાઈ ગઈ! શબ્દમાં
આવી વાત રચાઈ ગઈ!! એમણે રચી નથી. એમનામાં જ્ઞાન આ જાતનું હતું. કે ઉત્પન્ન વિના સંહાર
ન હોય, સંહાર વિના ઉત્પન્ન ન હોય અને ઉત્પન્ન-સંહાર-વ્યતિરકો વિના અન્વય ન હોય. આહા...!
કો’ ભાઈ! આ કે’ દી સાંભળ્યું’ તું ન્યાં સ્થાનકવાસીમાં? (ન્યાં તો) એક જ વાત આ દયા પાળો,
આ વ્રત કરો ને પોષા કરો (ક્રિયાકાંડ કરો... કરો.) આહા...હા!
અધિકાર’ (છે.) પછી ચરણાનુયોગનો અધિકાર (આવે છે.) આહા...હા!
વ્યય વિના કોઈ સમકિતની ઉત્પત્તિ માને) તો કાં’ અસત્ની ઉત્પત્તિ થાય. કાંઈ ન્હોતું ને થ્યું એવું થાય.
આહા... હા! પણ ચૈતન્ય ભગવાન (આત્મા) છે.’ એમાંથી ઉત્પત્તિ થાય છે, સંહાર થઈને (જો તું)
એકછો સંહાર મિથ્યાત્વનો નાશ જ ગોતવા જા તો સમકિતની ઉત્પતિના કારણ વિના (મિથ્યાત્વના વ્યય
વિના) મિથ્યાત્વનો (અભાવ થ્યો છે) એનો નિર્ણય જ નહીં થાય. અને (મિથ્યાત્વના વ્યય
વિનાસમકિતની ઉત્પત્તિ માનીશ તો) કાં ભગવાન સત્ છ તેનો નાશ થશે. (અભિપ્રાયમાં તારા). એકલી
જો ઉત્પત્તિ સંહાર (વિના) ગોતવા જઈશ તો એનો નાશ થશે. (અને) એકલું આત્મા-ટકતું ધ્રુવ છે એમ
જો જોવા જા, તો ધ્રુવ જે અન્વય-કાયમ રહેનાર છે, એ કાયમ રહેનાર છે ઈ વ્યતિરેકો વિના કાયમ રહી
શકે નહીં. કારણ કે વ્યતિરેક દ્વારા અન્વય જણાય છે. - એ પલટતી અવસ્થા દ્વારા અન્વય જણાય છે.
(તું) પલટતી અવસ્થા ન માન ને એકલું ધ્રુવ માન, તો ઈ પલટતી અવસ્થા વિનાનું
Page 261 of 540
PDF/HTML Page 270 of 549
single page version
સાંભળ્યું નહીં હોય આટલાં વરસમાં!! ‘પ્રવચનસાર છે આ’ ભગવાનની-ત્રિલોકનાથ તીર્થંકરદેવની
વાણી! આહા...! સંતોએ (અમૃત વરસાવ્યાં!) વિકલ્પ આવ્યો કરુણાનો! એના ઈ કર્તા પણ નથી
વિકલ્પના. અને ટીકા થઈ એના તો કર્તા છે જ નહીં. આહા... હા... હા! પણ ટીકામાં અ વાત રચાઈ
ગઈ એમાં એમનું જ્ઞાન-વિકલ્પ નિમિત્ત કહેવાય. (અર્થાત્) જ્ઞાન નિમિત્ત કહેવાય. નિમિત્તનો અર્થ
એવો નથી કે આ નિમિત્ત હતું તો આ થયું એવી નિમિત્તની વ્યાખ્યા જ નથી. એ તો લોકાલોકને
કેવળજ્ઞાન નિમિત્ત કહેવાય, એથી કાંઈ લોકાલોકથી કેવળજ્ઞાન થ્યું છે? અને કેવળજ્ઞાન (માં)
લોકાલોક નિમિત્ત કહેવાય. લોકાલોક નિમિત્ત કહેવાય એટલે લોકાલોક કેવળજ્ઞાનથી થ્યાં છે?
(શ્રોતાઃ) લોકાલોક તો અનાદિના છે...! (ઉત્તરઃ) બસ, નિમિત્ત કહેવાય એટલું નિમિત્તની અંદરની
વ્યાખ્યા આ છે. નિમિત્ત આવે એટલે (નિમિત્તાધીન દ્રષ્ટિવાળાને થાય કે) આહા...! (નિમિત્ત આવ્યું)
પણ નિમિત્ત તો થયું છે ને...! પણ શું નિમિત્ત એટલે? નિમિત્તથી શું થ્યું? કેવળજ્ઞાન છે ઈ
લોકાલોકને નિમિત્ત છે, એથી કરીને કાંઈ કેવળજ્ઞાનને લઈને લોકાલોક છે એમ નથી. તેમ લોકાલોકને
કેવળજ્ઞાન નિિીમત્ત છે આહા...હા! સમજાણું કાંઈ? લોકલોકને કેવળજ્ઞાન નિમિત્ત છે, માટે કેવળજ્ઞાન
છે માટે લોકાલોક છે, એમ છે? (ના. એમ નથી.). આહા...હા!
સ્થિતિ જ ન રહે. આહા... હા! પલટાતી અવસ્થા વિના ધ્રુવ જ ન રહે.
જાય. “ત્યાં, (૧) જો મુતિકાની સ્થિતિ ન થાય તો બધાય ભાવોની સ્થિતિ જ ન થાય.” બધા
આત્માઓ ને પરમાણુઓને ધ્રુવપણું જ નહિ રહે. જેમ વ્યતિરેક વિના મૃતિકાની સ્થિતિ એકલી ન રહે,
એમ બધા જ પદાર્થોમાં પણ વ્યતિરેક વિના ધ્રુવપણું નહિ રહી શકે. આહા... હા! ઝીણો વિષય છે,
આમ મૂળ વિષય છે.
મિથ્યાત્વનો વ્યય થયો, એ સમકિતના ઉત્પત્તિના કારણે થયો. એકલો સંહાર મિથ્યાત્વનો વ્યય
(વિના) ગોતવા જાય તો ધ્રુવનો પણ નાશ થઈ જાય. ઉત્પત્તિનો અભાવ થાય ને ઘ્રુવ, એકલું ધ્રુવ
ગોતવા જાય તો ધ્રુવ તો છે પણ ધ્રુવથી કાંઈ (ધ્રુવ) જણાય છે? ધ્રુવ છે ઈ તો વ્યતિરેકો-
(ઉત્પાદવ્યય) અવસ્થાથી જણાય છે. આ (શરીર) જડ છે તો એની ઉત્પત્તિથી એ જડ જણાય છે.
આ ચૈતન્ય છે તો તેના ઉત્પત્તિ (વ્યય) એટલે વ્યતિરેકો છે તેનાથી તે (અન્વય) જણાય છે.
આહા...હા...હા...હા! કેટલું ગોઠવ્યું છે!!
Page 262 of 540
PDF/HTML Page 271 of 549
single page version
સમકિત થાય, એમ અહીં ના પાડે છે. આહા... હા! (શ્રોતાઃ) તત્ત્વનો અભ્યાસ કરવાથી થાય
(ઉત્તરઃ) ઈ તો શુભભાવ હોય છે. વસ્તુ છે. પ્રતિમા, જિનમંદિર એ વસ્તુ છે. પણ એ શુભભાવમાં
નિમિત્ત છે. નિમિત્ત છે એટલે એનાથી શુભભાવ થતો નથી. (પણ) શુભભાવમાં એ નિમિત્ત છે.
ધર્મમાં નિમિત્ત છે એટલે એનાથી શુભભાવ થતો નથી. (પણ) શુભભાવમાં એ નિમિત્ત છે. ધર્મમાં
નિમિત્ત છે એમ નહીં. આહા... હા! આવું ઘરમના કારણમાં તો પૂર્વની પર્યાયનો નાશ તે કારણ છે
અને કાં’ પર્યાય જેનાથી ઉત્પન્ન થાય છે, અન્વય-એ કારણ છે. આહા... હા... હા! મીઠાલલાજી! આવું
ઝીણું છે!!
હા! અને કાં, એકલી અસત્ની ઉત્પત્તિ થઈ જશે. સત્ છે ભગવાન! અને સંહાર થાય છે તેથી ઉત્પત્તિ
થાય છે. આહા... હા... હા! એકલો મિથ્યાત્વનો વ્યય ગોતવા જા, તો સમકિતની ઉત્પત્તિના કારણ વિના
મિથ્યાત્વનો વ્યય જણાશે નહીં. અને તેને (વ્યયને) એકછો ગોતવા જા તો સત્નો નાશ થશે. આહા...
હા! અને (એકલી) સ્થિતિ ગોતવા જા, તો ઉત્પાદ-વ્યયના કાર્ય વિના, આ ધ્રુવ છે ઈ પલટતી ક્રિયા
દ્વારા જણાય છે કે આ ધ્રુવ છે. તો (તું) પલટતી અવસ્થા ન માન તો સ્થિતિ (ધ્રુવ) ન જણાય.
(અર્થાત્) સ્થિતિ જ નહીં જણાય, સ્થિતિ જ ન રહે, અને કાં’ સ્થિતિ તે ક્ષણિક થઈ જશે. કારણ કે
પલટો તો ખાય છે. અને સ્થિતિ માનતો નથી (તેથી ક્ષણિક થઈ જશે.) આહા... હા! ભાઈ! આવી
વાત છે આજે તો આઠમ છે, જેઠ વદ આઠમ, આહા... હા! ધીમે ધીમે (વિચારવું) તે રાતે પૂછવું ન
સમજાય તો હો!
તો આંહી થ્યાં સોનગઢ, સવા ચુમાલીસ ઉપર હવે, વદ ત્રીજ ઉપર જેટલું જાય તે. આ પાંચમે પાંચ દી’
થ્યા સવાચુમાલીસ (ઉપર). સવા ચુમાલીસ ઉપર પાંચ દી’ શું વીતરાગ મારગની શૈલી!! આહા...હા!
આહાહાહાહા! એક ઓલામાં કહ્યું છે ને...! પૂર્વપર્યાય સહિત દ્રવ્ય તે ઉપાદાન. આવ્યું ને છે ને ઈ...!
ઝીણું ભઈ વળી મગજમાં આવી ગ્યું? ‘સ્વામી કાર્તિકેય (અનુપ્રેક્ષા) માં આવ્યું છે ને ઈ...!
‘જૈનતત્ત્વમીમાંસા’ ફૂલચંદજીની છે કે નહીં (નવી આવૃત્તિ) બીજી હમણાં છપાણી છે ઈ... નહીં હોય,
બીજી છપાણી છે. બીજી-બીજી છે? ઠીક? રૂપિયા નવા-નવા આવે છે તો કેમ રાખે છે સંઘરીને!
‘જૈનતત્ત્વમીમાંસા’ એક જૂની છે ને એક નવી (આવૃત્તિ) છે. એમાં મૂકયું છે કે પૂર્વની પર્યાય સહિતનું
દ્રવ્ય એ ઉપાદાન, અને ઉત્તરની પર્યાય સહિતનું દ્રવ્ય તે ઉપાદેય. ઓલું (ઉપાદાન) કારણ ને ઓલું
Page 263 of 540
PDF/HTML Page 272 of 549
single page version
(દ્રવ્ય-ગુણ-પર્યાય જાણવા જોઈએ.) પૂર્વની પર્યાય સહિતનું દ્રવ્ય તે ઉપાદાન કારણ છે. અને ઉત્તર
પર્યાય સહિતનું દ્રવ્ય તે ઉપાદેય છે. તો અહીંયાં કહે છે કે ઉત્પાદ છે તે પૂર્વના ઉપાદાન કારણના
અભાવ વિના ઉત્પાદ હોઈ શકે નહીં. આહા... હા! ઉપાદાન કારણ છે એટલે કે ઉપાદાન કારણ એમાં
રહીને કાર્ય થાય એમ નથી. શું કીધું ઇ? પૂર્વની પર્યાય સહિતનું દ્રવ્ય કારણ છે, પછીની પર્યાય
સહિતનું દ્રવ્ય કાર્ય છે. એટલે પૂર્વની પર્યાય રહી અને પછીની પર્યાય થાય એમ’ નથી. સમજાણું
કાંઈ? આહા...! પૂર્વની પર્યાયનો વ્યય થઈને-એથી તેને ઉપાદાન કીધું-વ્યય થઈને પછીની પર્યાયનું
કાર્ય થાય. આહા... હા! એ પૂર્વની પર્યાય ઉપાદાન તરીકે ટકી રહે અને પછી કાર્ય થાય એમ’ નથી.
આહા... હા! જૈનતત્ત્વ (મીમાંસા) માં આવે છે. હમણાં બીજું પુસ્તક છપાણું એમાં તો બહુ-ઘણું
(નાખ્યું છે.) આહા... હા! બહુ વાત સરસ છે!! આહા... હા!
(તત્ત્વ) ભિન્ન ભિન્ન દશા વિનાનું-એકલું ટકતું તત્ત્વ જણાય શી રીતે? આહા... હા! એમાં આવ્યું ને
(‘ચિદ્દવિલાસ’ માં) અનિન્ય તે નિત્યનો નિર્ણય કરે છે. જો અનિત્ય ન હોય અને એકલું નિત્ય જ
હોય (તો) નિર્ણય કરનાર જ રહેતું નથી! આહા... હા! બરાબર છે? (જી, હા પ્રભુ!) આહા... હા!
ચારે કોરથી જુઓ તો ય વાત ઇ સિદ્ધ થઈ જાય છે. વ્યતિરેક વિના ધ્રુવ ન હોય. કેમ કે અનિત્ય તો
નિત્યનો નિર્ણય કરે છે. નિત્યનો, નિત્ય નિર્ણય ન કરે. આહા... હા! અને નિત્ય એટલે ઘ્રુવ જો ન
હોયતો ઉત્પાદ-વ્યયની (જેમ) સ્થિતિ-ધ્રુવ ક્ષણિક જ થઈ જાય. આખો આત્મા જ ક્ષણિક થઈ જાય.
ઉત્ગાદ-વ્યય છે ક્ષણિક એવું ધ્રુવ ક્ષણિક થઈ જાય. આહા... હા
જ નહિ એ દોષ આવે); અથવા (૨) જો ક્ષણિકનું નિત્યપણું થાય.” આહા... હા! અહીંયાં તો
ભગવાન (આત્મા) જે દેખાય છે તેમાં ક્ષણિકનું નિત્યપણું થાય.
છે. એને (બદલે) ચિત્ત (ના) પરિણામ જ ધ્રુવ થઈ જાય. આહા... હા! આવું છે! વીતરાગનો
મારગ!! સાચા જ્ઞાન વિના, વાસ્તવિક ભાવભાસન ન થાય, ત્યાં સુધી એની પ્રતીતિ પણ સાચી ક્યાંથી
થાય? આહા... હા! જે ચીજ જે રીતે છે તે રીતનું (ભાવ) ભાસન ન થાય, ભાસન થયા વિના ‘આ
આ જ છે’ એવી પ્રતીતિ પણ ક્યાંથી થાય? (અર્થાત્) મનનો
Page 264 of 540
PDF/HTML Page 273 of 549
single page version
વસ્તુને
પછીની અનેક અવસ્થા સાથે, પહેલાં પહેલાંની અનેક અવસ્થાના અભાવ સાથે, અને અન્વયના
અવસ્થાન સાથે (એટલે) ટકતા તત્ત્વની સાથે “અવિનાભાવપણું” છે. (નીચે ફૂટનોટમાં)
અવસ્થાન ટકવું તે; ધ્રુવ રહેવું તે.
આમ સાધારણ વાત કરી
માને (કૂટસ્થ માને) તો અનિત્ય વિના (પર્યાય વિના) એ પણ અજ્ઞાન થઈ જાય, એ ધ્રુવ માને છે ને
વેદાંત. વેદાંત એકલું ધ્રુવ માને, બૌદ્ધ એકલું ક્ષણિક માને. આહા...હા! બે મત થઈ જાય, એકલું ક્ષણિક
માને તો ધ્રુવ પણ ક્ષણિક થઈ જાય એટલે બૌદ્ધમત થઈ જાય, અને એકલું ધ્રુવ જ માને. ઉત્પાદ-વ્યય
ન માને તો વેદાંત (ની) જેમ કૂટસ્થ થઈ જાય. આહા... હા... હા! ઝીણી વાત છે પણ હવે પાઠ આવ્યો
હોય ઇ પ્રમાણે અર્થ કરવો (જોઈએ ને...) અભ્યાસ કરવા મરી જાય છે બિચારા! ક્યાંના ક્યાં (જાય
છે.) લંડન જાય ને વિલાયત જાય ને અભ્યાસ (કરે.) આહા... હા પાપના અભ્યાસ. આ અભ્યાસ
ધરનો અભ્યાસ!! આહા...! જેનો અભ્યાસ કરતાં-કરતાં પુન્ય બંધાઈ જાય. પછી અભ્યાસમાં-અંર્તનો
અભ્યાસ થઈ જાય ત્યારે ધરમ થઈ જાય!! આહા... હા! (શ્રોતાઃ) પુણ્ય સારુ તો સાચા દેવ-ગુરુ
જોઈએ ને...!
આચાર્ય, ઉપાધ્યાય ને સાધુઈ પાંચ પદ આત્મા જ છે અંદર! આત્મામાં પાંચ પદ છે. આહા... હા!
બહારના પદ નો વ્યવહાર કહેવાય આની (અપેક્ષાએ) પોતાનું અંદર નિશ્ચય પદ છે. અરિહંત, સિદ્ધ,
કેવળજ્ઞાન આદિ ઉપાધ્યાય, આચાર્યસાધુ અને વીતરાગતાનો ભાવ-એપોતે અંદરઆત્મા છે.
વીતરાગભાવ ક્ષણિક છે. અને વીતરાગીસ્વરૂપ ત્રિકાળી છે તે નિત્ય છે. (જે પર્યાયમાં) વીતરાગીભાવ
છે એ તો ક્ષણિક છે. મોક્ષમાર્ગ છે તો ક્ષણિક છે. આહા...! મોક્ષ પોતે ય ક્ષણિક છે. પર્યાય છે ને...! એ
પર્યાય વિના દ્રવ્ય સિદ્ધ નહીં થાય, અને દ્રવ્ય વિના પર્યાય સિદ્ધ નહીં થાય. પર્યાય કોને આધારે થાય
છે? એ સિદ્ધ નહીં થાય. આજનો વિષય ઝીણો છે થોડો ભઈ! રવિવાર
Page 265 of 540
PDF/HTML Page 274 of 549
single page version
વિના ધ્રુવ ન હોય, ધ્રુવ વિના ઉત્પાદ-વ્યય ન હોય, (એવો) અવિનાભાવ છે. એકની સાથે બીજો ભાવ
હોય જ (એ અવિનાભાવ કહેવાય) પહેલું આવી ગ્યું છે. અવિનાભાવ (શબ્દ) આવ્યો’ તો ક્યાંક
નહીં? સો ગાથા મથાળું (છે?) (એનો અર્થ ફૂટનોટમાં) અવિનાભાવ એક વિના બીજાનું નહિ હોવું
તે; એકબીજા વિના હોઈ જ ન શકે એવો ભાવ, તે અવિનાભાવ.
આ રીતે વસ્તુ (સ્વરૂપ) છે તેનું જ્ઞાન કરીને, તેને માન્ય કરવું.