Pravachansar Pravachano (Gujarati). Date: 19-06-1979; Gatha: 101.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 23 of 44

 

Page 279 of 540
PDF/HTML Page 288 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ર૭૯
પ્રવચનઃ તા. ૧૯–૬–૭૯.
‘પ્રવચનસાર’ ૧૦૦ ગાથા. ઉત્પાદનો બોલ આવી ગ્યો છે. શું કહે છે? કે દરેક દ્રવ્ય પોતાના
સ્વભાવમાં વર્તે છે. આ સિદ્ધાંત એક. પરદ્રવ્યને એને કાંઈ સંબંધ નહીં. આહા... હા! (શ્રોતાઃ)
નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તો છે ને...! (ઉત્તરઃ) નિમિત્ત-નૈમિત્તિકનો અર્થ જ (છે) એ નહીં. એ જ્ઞાન
કરાવવા બીજી વાત કહે. બાકી દરેક દ્રવ્ય, આત્મા-નિગોદનો હો કે સિદ્ધનો હો કે નરકની ગતિનો જીવ
હો, દરેક પોતાના ઉત્પાદવ્યયધ્રોવ્ય એવો સ્વભાવ-એમાં ઈ વર્તે છે. તેથી એનો ઈ ઉત્પાદવ્યયધ્રોવ્ય
સ્વભાવ છે. અહીંયાં કહે છે કે એકલો ઉત્પાદ ગોતવા જાય-જેમ કે એકલું સમકિતને ગોતવા જાય, તો
મિથ્યાત્વના નાશ વિના અને સમકિતની ઉત્પત્તિ જ ન દેખાય. સમજાય છે? ઘટની ઉત્પત્તિને શોધવા
જાય, ઘડો છે તેને (એકલો) શોધવા જાય, તો ઘડો છે તે પહેલાં માટીનો પિંડ (હતો) તેના અભાવે,
ઘડાની પર્યાય સિદ્ધ જ નહીં થાય. ઘડો (બન્યા) વિના માટી કાયમ રહેલી છે એનાથી (પર્યાય)
ઉત્પન્ન થયેલી એ ઘડો છે. આહા...! કુંભારથી નહીં. આહા... હા! આવું છે!
કેવળ સર્ગ (એટલે) ઉત્પત્તિ શોધવા જાય તો, વિરુદ્ધ થાય છે. પછી “વળી કેવળ સંહાર
આરંભનાર.” બે ય ભાષામાં ફેર છે. ઓલામાં - ઉત્પાદમાં केवलं सर्ग मृगयमाणस्य એમ હતું.
मृगयमाणस्य એટલે કેવળ ઉત્પત્તિ શોધનાર એમ (અર્થ છે.) ‘मृगय’ એટલે શોધવું. આહા... હા!
એકલો પર્યાય ઉત્પાદનો જોવા જાય તો પણ સિદ્ધ નહી થાય. અહીંયાં પૂર્વકારણ ઉપાદાન (ના) ક્ષય
વિના, એ ઉત્પાદ સિદ્ધ નહીં થાય. હવે સંહાર - વ્યય (ની વાત છે.)
“વળી કેવળ સંહાર
આરંભનાર મૃત્તિકાપિંડનો (–ઉત્પાદ એ ધ્રૌવ્ય રહિત એકલો વ્યય કરવા જનાર મૃત્તિકાપિંડના સંહાર
કારણના અભાવને લીધે.”
મૃત્તિકાપિંડની ધ્રુવતા અને ઉત્પાદ વિના એકલો વ્યય કરવા જનાર,
મૃત્તિકાપિંડના સંહારકારણના અભાવને લીધે, માટીના પિંડમાં સંહારકારણના અભાવને લીધે, એટલે
ઉત્પત્તિના કારણના અભાવને લીધે. (અર્થાત્) ધટની ઉત્પત્તિના કારણના અભાવને લીધે, એનો
સંહાર જ સિદ્ધ નહીં થાય. આહા...! છે? (પાઠમાં)
“કેવળ સંહાર આરંભનાર મૃત્તિકાપિંડનો ઉત્પાદ
અને ધ્રૌવ્ય રહિત એકલો વ્યય કરવા જનાર મૃત્તિકાંપિંડના સંહારકારણના અભાવને લીધે.” એટલે
કે ઉત્પત્તિ છે એ સંહારકારણનો અભાવ છે. ભાવ તો સંહાર છે. ભાવ વ્યય તરીકે છે. ઉત્પત્તિની
અપેક્ષાએ સંહારકારણનો અભાવ છે. આહા...હા...હા! ‘ભાવ’ તો ત્રણેય કીધા. ઉત્પાદ-વ્યય ને ધ્રુવ
ત્રણે ય સ્વભાવ કીધા ને...! આહા... હા! પણ અહીંયાં વ્યય એકલો ગોતવા જાય, મિથ્યાત્વનો નાશભ
એકલો ગોતવા જાય, તો સમકિતની ઉત્પત્તિને એનો આધાર ધ્રુવ આત્મા એના વિના એકલો
મિથ્યાત્વનો નાશ (સિદ્ધ) નહીં થાય. આહા... હા!
(કહે છે કેઃ) આ (શરીરના પરમાણુંઓ) અન્વય હારે જુઓ! હવે એમાં ઈ ઉત્પત્તિ આમ

Page 280 of 540
PDF/HTML Page 289 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૮૦
છે. (શરીરનું હલવું-ચલવું છે.) એનો સંહાર જ એકલો ગોતવા જાય (એકલી સ્થિરતા ગોતવા જાય)
તો ઉત્પત્તિના સાધન (કારણ) વિના સંહાર (વ્યય) થઈ શકે નહીં. ઉત્પત્તિ એનું કારણ છે અને
સંહાર (ઉત્પત્તિનું) કારણ છે. ઉત્પત્તિના અભાવથી સંહાર જ નહીં થઈ શકે. આહા... હા!
(શ્રોતાઃ)
ઉત્પત્તિ નહીં માનો તો સંહાર ક્યાંથી થાય? (ઉત્તરઃ) ઉત્પત્તિના ભાવમાં સંહારનો અભાવ સિદ્ધ નહીં
થાય. અહીંયાં ઉત્પત્તિ છે તો પૂર્વનો પર્યાય છે એમ સિદ્ધ થાય. ઉત્પત્તિ ને ધ્રુવ નથી અને સંહાર રહે
- એ તો નાશ (સ્વરૂપ) છે એકલો નાશ થઈ જશે. ઉત્પત્તિના કારણ વિના, ધ્રુવ કારણ વિના, વ્યય
સંહાર સિદ્ધ થઈ શકશે જ નહીં. આહા... હા! આ તો ફરીવાર લેવાય છે. વાણિયાને આવું હવે ક્યાં
સાંભળ વા મળે!
આહા... હા! “(એકલો વ્યય કરવા જનાર મૃત્તિકાપિંડનો) સંહારકારણના અભાવ.”
સંહારકારણનો અભાવ કોણ? ઉત્પાદ. એના ઉત્પાદના અભાવથી સંહાર જ સિદ્ધ નહીં થાય. આ ઉત્પન્ન
થયું તો (તેની પહેલાંની પર્યાયનો) નાશ થયો એ સિદ્ધ થશે નહિતર ઉત્પન્નકારણ વિના સંહારવ્યય
સિદ્ધ થશે નહીં. આહા...! આવો ઉપદેશ! આવી ધરમની રીત! ઓલી તો શૈલી એક (હતી) પરની
દયા પાળો, વ્રત કરો ને... ધૂળે ય નથી બાપા! આ દયા પાળું (એ અભિપ્રાય મિથ્યાત્વ છે) એ
મિથ્યાત્વનો એકલો વ્યય ગોતવા જઈશ, તો સમકિતની ઉત્પત્તિના કારણ વિના, મિથ્યાત્વનો વ્યય મળશે
નહીં તને! આહા... હા... હા! કોઈ એમ કહે’ કે મને સમકિતની ઉત્પત્તિ છે.’ (પણ) મિથ્યાત્વનો નાશ
નથી. (વળી એમ કહે કોઈ) મિથ્યાત્વનો નાશ છે અને સમકિત નથી. એમ કોઈ કહે તે તદ્દન જૂઠું છે.
વાત સમજાય છે? આ તો દાખલામાં લીધું. (ઈ એમ કહે કે) મારે તો મિથ્યાત્વનો નાશ છે, એકલો-
સમકિતની ઉત્પત્તિ નથી, તેમ આત્મા ધ્રુવ નથી. તો (નાશ એકલો સિદ્ધ જ નહીં થાય.) આહા... હા!
બહુ ન્યાય આપ્યા છે! ઓહોહો! વાણિયા ને વેપારવાળાને જરી કઠણ પડે. વકીલોને ઠીક પડે જરી ભલે
આવું (ન્યાયનું સ્વરૂપ કીધું.) (શ્રોતાઃ) શું (વકીલોને) ઠીક પડે? જે જે વિચાર કરે અને ઠીક પડે!
(ઉત્તરઃ) હા, હા. વેપારીનું કીધું ભાઈ રામજીભાઈએ, કરે વેપારીઓ કરે! આહા... હા!
(કહે છે કેઃ) એક એક પરમાણુંમાં (ઉત્પાદવ્યયધ્રૌવ્ય (સ્વરૂપ) પરિણામ એકસમયમાં છે.)
જેમ કે પાણી ઠંડુ છે, એ ઠંડા પાણીમાં ઠંડાનો સંહાર એકલો ગોતવા જાય, તો ઊનાની ઉત્પત્તિ વિના
ઠંડા (પણાનો) વ્યય-સંહાર સિદ્ધ થશે જ નહીં. અને ઠંડા (પણા) નો નાશ, (ઊનાની) ઉત્પત્તિ વિના
ને ધ્રુવ વિના એ ઠંડાનો નાશ (સિદ્ધ) થશે જ નહીં. આહા... હા... હા! સમજાણું કાંઈ?
“સંહાર જ
ન થાય.” એક વાત. (બીજી વાત.) “અથવા તો સત્નો જ ઉચ્છેદ થાય.” (અહીંયા) ધ્રુવ સિદ્ધ
કરવું છે ને...! એક તો એના ઉત્પાદકારણ વિના, સંહાર સિદ્ધ નહીં થાય અને કાં’ સત્નો જ ઉચ્છેદ
થાય. (વળી) સત્નો જ ઉચ્છેદ થાય. કારણકે ‘સત્’ ને ‘ઉત્પાદ’ બે સહિત હોય તો સંહાર હોય.
પણ બે માં એક હોય ને બે (બીજું) ન હોય તો એકેય વાત સિદ્ધ થતી નથી. આહા... હા! ઝીણું

Page 281 of 540
PDF/HTML Page 290 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૮૧
છે થોડું’ ક! એથી તો આ ફરીને લીધું!!
(અહીંયાં કહે છે કેઃ) “ત્યાં (૧) જો મૃત્તિકાપિંડનો સંહાર ન થાય.” માટીના પિંડનો ઘડાની
ઉત્પત્તિ વિના-ઘટની ઉત્પત્તિ વિના, એકલો માટીના પિંડનો સંહાર શોધે (તો) એ નહીં મળે. અને
જેમ એ મૃત્તિકાપિંડનો સંહાર ન થાય. “તો બધાય ભાવોનો સંહાર જ ન થાય.” ભાવોનો સંહાર જ
ન થાય. (દ્રષ્ટાંત તરીકે) કપડું છે એક કપડું છે. કપડું મેલવાળું, હવે ઈ મેલવાળામાં એકલો મેલ
શોધવા જાય તો, સફેદપણાની (સ્વચ્છપણાની) પર્યાય (ની ઉત્પત્તિ) વિના, એકલા મેલનો નાશ સિદ્ધ
નહી થાય. સફેદપણાની (સ્વચ્છપણાની) ઉત્પત્તિ વિના, મેલનો સંહાર સિદ્ધ નહીં થાય. અને કાં’ પોતે
વસ્ત્ર (કપડું) છે એનો સંહાર - નાશ થશે. આહા...હા! વસ્ત્રની જેમ (દરેક ભાવોમાં છે.)
ચીમનભાઈ! સાંભળ્‌યું નો હોય ક્યાંય મુંબઈ-મુંબઈમાં, હિંમતભાઈએ ય. ભક્તિ-ભક્તિ બઘા ગોઠવે
પણ (આ તત્ત્વ નહીં.) આ તમારા બાપ શ્રીમદ્ના ભગત હતા. જોયા છે ને અમે વહોરવા એમને ત્યાં
વહોરવા (જતા) ડેલામાં, હિંમતભાઈ હતા નહીં, કામ્પમાં હો (વઢવાણ કેમ્પમાં) આહા... હા!
દેવ ને ગુરુને શાસ્ત્ર ન હોય, તો સમકિતની ઉત્પત્તિ ન થાય એમ નહીં. (એટલે) દેવ-ગુરુને
શાસ્ત્રન હોય તો સમકિતની ઉત્પત્તિ હોય નહીં. (પરંતુ) મિથ્યાત્વનો વ્યય ન હોય તો સમકિતની
ઉત્પત્તિ ન થાય. આહા. હા. હા. હા! સમજાણું કાંઈ?
(કહે છે) અને સંહાર એકલો ગોતવા જાય, તો ‘સત્’ છે એનો (અભિપ્રાયમાં) નાશ થશે.
સત્ છે ને બધું (ઉત્પાદ-વ્યય ને ધ્રુવ ત્રણેય સત્ છે.) તો ઉત્પાદ કારણ વિના સંહાર સિદ્ધ નહીં થાય
ને ઉત્પાદ કારણ વિના સત્નો નાશ થશે. (જો) એકલો સંહાર ગોતવા જઈશ તો. ધ્રુવ (પણા) નો
પણ નાશ થશે. આહા...હા...હા! આચાર્યોએ! (ગજબ કામ કર્યાં છે, જગત પર કરુણા વરસાવી છે.)
(અહીંયાં કહે છે કેઃ) “અર્થાત્ જેમ મૃત્તિકાપિંડનો વ્યય ન થાય તેમ વિશ્વના કોઈ પણ
દ્રવ્યમાં કોઈ પણ ભાવનો વ્યય જ ન થાય.” એ દોષ આવે.” કેમકે એકલો સંહાર જોવા જાઓ, તો
ઉત્પત્તિને ધ્રુવ વિના સંહાર મળશે જ નહીં. અથવા ચીજનો (સત્નો) નાશ થઈ જશે. આહા... હા!
એ દોષ આવે.
“અથવા (૨) જો સત્નો ઉચ્છેદ થાય.” હવે આનું - ધ્રુવનું લીધું. “તો ચૈતન્ય
વગેરેનો પણ ઉચ્છેદ થાય.” ચૈતન્ય લીધું જોયું ભગવાન આત્મા! જો સંહાર એકલો ધ્રુવ વિના હોય,
તો ધ્રુવનો-ચૈતન્યનો જ નાશ થાય છે. આહા... હા! એ સમકિતની ઉત્પત્તિ, મિથ્યાત્વના વ્યયને કારણ
(વળી) મિથ્યાત્વના વ્યયને કારણ-સંહારને ઉત્પત્તિ કારણ અને ઈ ઉત્પત્તિના કારણમાં સત્ છે. ઈ
વ્યતિરેકો છે ઈ અન્વયને અવલંબીને છે. જો ઈ વ્યતિરેકો ન માનો તો ધ્રુવ (જ) સિદ્ધ નહીં. થાય.
ધ્રુવ પાસે અન્વય - કાયમ રહેનારું તત્ત્વ. ઉત્પાદને વ્યય, વ્યતિરેક

Page 282 of 540
PDF/HTML Page 291 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૮૨
- ભિન્ન ભિન્ન અવસ્થા (છે.) પણ ઈ ભિન્ન ભિન્ન અવસ્થા એકલી નહીં મળે. એ ભિન્ન ભિન્ન અવસ્થા
અન્વયની છે, એના વિના એ હોય નહીં. અને ઇ અન્વય, વ્યતિરેકો વિના હોય નહીં અને એ વ્યતિરેકો,
અન્વય વિના હોય નહીં. જો વ્યતિરેકો અન્વય વિના હોય તો ધ્રુવનો (અન્વયનો) જ નાશ થઈ જાય.
આહા...હા...હા! માળે સમજાય છે કાંઈ? (શ્રોતાઃ) તું ભગવાન છો, ભગવાન બનાવવાની વાત (આપ
કરો છો ને...!) (ઉત્તરઃ) ચાલે છે, હાલે ઈ ખરું અંદરથી! આહા... હા! કેટલી વાત કરે છે ઓહોહો!
કીધું ને...! “ચૈતન્ય વગેરેનો ઉચ્છેદ થાય.” સત્ છે એકલો સંહાર ગોતવા જાય ઉત્પત્તિ વિનાનો સંહાર
હોઈ શકે નહીં અને કાં’ સંહાર એલો ગોતવા જાય તો સત્નો સંહાર થઈ જાય. (માન્યતામાં). સત્
ચૈતન્ય છે એનો સંહાર થઈ જાય! (અહીંયાં) બીજા પરમાણુ આદિ ન લીધા ભગવાન ચૈતન્ય ધ્રુવ છે
ધ્રુવ અંદર એ સંહારમાં, ઉત્પત્તિમાં-વ્યતિરેકોમાં કારણ અન્વય છે. જો એકલો સંહાર ગોતવા જઈશ તો
એનું (મૂળ) કારણ અન્વય, તેનો નાશ થશે. આહા...હા! ગુણીરામજી આવી વાત ઝીણી છે. આ વળી
ફરીવાર લેવાનું કીધું ભાઈએ, રામજીભાઈએ! આચાર્યોની શૈલી તો ઘણી સરળ અને સીધી સીધી!!
આહા...! ઉચ્છેદ થાય
“અર્થાત્ સર્વ દ્રવ્યોનો સમૂળગો વિનાશ થાય એ દોષ આવે.” બે (બોલ) થયા.
ઉત્પાદને વ્યય એકલાં નથી એમ સિદ્ધ કર્યું. ઉત્પાદ ને સંહાર ધ્રુવ વિના ન હોય, સંહાર ઉત્પાદ ને ધ્રુવ
વિના ન હોય એમ સિદ્ધ કર્યું. હવે ‘ધ્રુવ’ (સિદ્ધ કરે છે.) આહા...હા...હા!
(અહીંયાં કહે છે કેઃ) “કેવળ સ્થિતિ પ્રાપ્ત કરવા જનારી.” ભાષા જાણે એમ કરી. केवलां
स्थितिमुपगच्छन्त्या मृतिकाया સંસ્કૃતમાં એમ છે. ત્રણેયમાં શબ્દ જુદા છે (ટીકામાં) બીજી લીટી
છે. स्थतिमुपगच्छन्त्या સ્થિતિને પ્રાપ્ત કરવા જનારી, એટલે એકલા ધ્રુવને (જા માનવા જશો. આહા...
હા! કેવળ સ્થિતિ પ્રાપ્ત કરવા (જનારી મૃત્તિકાની) છે ને? (નીચે ફૂટનોટમાં) કેવળ સ્થિતિ =
(ઉત્પાદ અને વ્યય વિનાનું) એકલું ધ્રુવપણું; એકલું ટકવાપણું, એકલું અવસ્થાન. અન્વય, વ્યતિરેકો
સહિત જ હોય છે. ધ્રુવ છે તે વ્યતિરે કો સહિત જ હોય. અને તેથી ધ્રોવ્ય ઉત્પાદવ્યયસહિત જ હોય,
એકલું હોઈ શકે નહીં. જેમ ઉત્પાદ અથવા વ્યય દ્રવ્યનો અંશ છે-સમગ્ર દ્રવ્ય નથી. આહા... હા!
ઉત્પાદને વ્યય દ્રવ્યનો અંશ (છે) સમગ્ર દ્રવ્ય નથી. તેમ ધ્રૌવ્ય પણ દ્રવ્યનો અંશ છે, સમગ્ર દ્રવ્ય નથી.
આહા...હા! દ્રવ્ય તો ઉત્પાદવ્યયને ધ્રુવ ત્રણે થઈને છે. અહા...!
(કહે છે કેઃ) કેવળ એકલા... માટીની સ્થિતિ છે એમ સિદ્ધ છે એમ સિદ્ધ કરવા જાય.
આત્મામાં એમ લ્યો! આત્મામાં (એકલું) ધ્રુવપણું છે એમ સિદ્ધ કરવા જાય, તો મિથ્યાત્વનો વ્યય ને
સમકિતની ઉત્પત્તિ વિના એ ધ્રુવપણું સિદ્ધ થશે નહીં. આહા... હા! સમજાણું કાંઈ? આહા... હા! ખૂબી
તો જુઓ!! કે ધ્રુવ છે એ મિથ્યાત્વના વ્યય વિના ને સમકિતની ઉત્પત્તિ વિના એ ધ્રુવ સિદ્ધ થશે જ
નહીં. એનો અર્થ ઈ કે સમકિતની ઉત્પત્તિ ધ્રુવને આશ્રયે છે, એ ઉત્પત્તિ ધ્રુવ વિના નહીં થાય.
આહા... હા! અને ધ્રુવ વિના મિથ્યાત્વનો વ્યય પણ નહીં થાય. કારણકે બે ય વ્યતિરેકો (ઉત્પાદ-
વ્યય) ભિન્ન ભિન્ન છે.

Page 283 of 540
PDF/HTML Page 292 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૮૩
એક વ્યય (રૂપ) છે, એક ઉત્પાદરૂપ છે. બે ભિન્ન ભિન્ન છે. એનું એકરૂપ, એક વસ્તુ-ધ્રુવ વિના એ
ભિન્ન ભિન્ન સિદ્ધ નહીં થાય. અને ભિન્ન ભિન્ન સિદ્ધ વિના એકલું ધ્રુવ સિદ્ધ નહીં થાય. આહા... હા!
આવું તો બહુ સારી વાત છે! અંદરમાં બેસવાની વાત છે બાપા! આ એવી વાત છે! તારે જો ધરમ
જોઈતો હોય તો ધરમની પર્યાયની ઉત્પત્તિમાં ધ્રુવ અને સંહાર બેય જોઈશે. બેય જોશે. ધરમની
પર્યાયની ઉત્પત્તિ તારે કરવી હોય, તો ઉત્પત્તિનું મૂળકારણ ધ્રુવ અને ઉપાદાન કારણ સંહાર-ક્ષણિક
ઉપાદાન અહીંયાં લેવું છે-કાયમી ઉપાદાન જે ધ્રુવ છે, એના વિના સમકિતની ઉત્પત્તિ ન થાય અને
એને (ક્ષણિક ઉપાદાન) મિથ્યાત્વના વ્યય વિના (પણ) સમકિતની ઉત્પત્તિ ન થાય. આહા... હા...
હા! અને ધ્રુવ વિના સમકિતની ઉત્પત્તિ (હોય નહીં તો) એકલો ધ્રુવ ગોતવા જાય તો વ્યતિરેકો વિના
એકલું ધ્રુવ કદી હોય નહીં. ઉત્પાદ ને વ્યય વ્યતિરેક જે બે ભિન્ન ભિન્ન છે એ વિના એકલું ધ્રુવ હોય
નહીં. એ એકલા વિના ભિન્ન ભિન્ન હોય નહીં. આહા...હા! આવી વાત!! બેનું-દીકરીયું ને અજાણું પડે
અજાણ્યાને...! જાણીતા હોય એને તો...! આહા...હા! આવો મારગ છે!!
(અહીંયાં કહે છે કેઃ) “(વળી) કેવળ સ્થિતિ પ્રાપ્ત કરવા જનારી મૃત્તિકાની, વ્યતિરેકો
સહિત સ્થિતિનો–અન્વયનો–તેને અભાવ થવાને લીધે,” જોયું? વ્યતિરેકો સહિત સ્થિતિ એટલે ટકવું-
અન્વયનો એટલે ટકવાનો તે અન્વય, એનો અભાવ થવાને લીધે “સ્થિતિ જ ન થાય.” આહા... હા!
ઉત્પાદને વ્યય વિના એકલું ટકવું એ સિદ્ધ નહીં થાય. ટકતું તત્ત્વ એ શું? એ ઉત્પન્ન (જે) પર્યાય છે
એ (પર્યાય) એમ સિદ્ધ કરે છે કે ટકવું છે. અને પૂર્વપર્યાયનો સંહાર થાય છે એ સિદ્ધ કરે છે ખરેખર
આહા. હા. હા! વ્યય અંદર જાય છે ધ્રુવમાં અંદર. આહા. હા! (તો એ વિના) એકલો ધ્રુવ સિદ્ધ નહીં
થાય. અને એકલો ઉત્પાદ ને વ્યય, ધ્રુવ વિનાસિદ્ધ નહીં થાય. આવી વાતું! આહા... હા! આવો ધરમ
કાઢયો (નવો) કહે છે કો’ કે!
(શ્રોતાઃ) કોણ કહે છે? (ઉતરઃ) સોનગઢે કર્યો એમ કે’ છે માણસ.
છે બાપા! બોલો, નવો ન જાય. આ તો અનાદિનો ભાવ છે? આચાર્યોએ (વર્ણાવ્યો છે.) આહા...
હા! અનંત, અનંત તીર્થં કરોનું આ એક કથન છે. આહા... હા!
આહા... હા! સર્વજ્ઞ ભગવાન એમ કહે છે કેઃ સર્વજ્ઞની પર્યાય એકલી તું ગોતવા જા. તો તેના
પહેલાના પર્યાયનો વ્યય ન હોય, તો સર્વજ્ઞ પર્યાય જ ઉત્પન્ન નહીં થાય. અને સર્વજ્ઞ પર્યાયની ઉત્પત્તિનું
મૂળકારણ ધ્રુવ (આત્મા) એને ન માન તો સર્વજ્ઞ (પર્યાયની) ઉત્પત્તિ જ ન થયા. આહા...હા...હા...હા!
જે જૈનધર્મનું મૂળ સર્વજ્ઞ છે. સર્વજ્ઞ છે. એને સર્વજ્ઞને કહેલું તત્ત્વ તે પદાર્થ છે. હવે અહીંયાં કહે છે-
સર્વજ્ઞપર્યાયની ઉત્પત્તિ નથી અને એકલો ધ્રુવ જ છે આત્મા. ત્રિકાળી સર્વજ્ઞસ્વભાવી જરી’ક ઝીણી વાત
પડશે. ત્રિકાળી સર્વજ્ઞસ્વભાવી છે. એ સર્વજ્ઞની પર્યાયની ઉત્પત્તિ વિના ઈ સર્વજ્ઞસ્વભાવ સિદ્ધ નહીં
થાય. કારણ ઉત્પન્ન થઈ (જે) સર્વજ્ઞપર્યાય, ત્યારે ત્યાં સર્વજ્ઞસ્વભાવી ધ્રુવ (દ્રવ્ય) છે એમ સિદ્ધ થયું.
આહા...હા...હા...હા...હા! અને જ્યારે સર્વજ્ઞપર્યાયે, સર્વજ્ઞસ્વભાવને સિદ્ધ કર્યો, ત્યરે પર્વની પર્યાયમાં
અસર્વજ્ઞતા - અપૂર્ણપણું હતું એનો નાશ સિદ્ધ થાય છે. આહા... હા! એટલે કોઈ એમ માને કે
સર્વજ્ઞપણું છે નહીં, તો એને ધ્રુવપણાની શ્રદ્ધા નથી અને પૂર્વનો

Page 284 of 540
PDF/HTML Page 293 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૮૪
-સર્વજ્ઞપણું નથી તેને અભાવરૂપ-સંહારરૂપ-વ્યયરૂપ એને એણે માન્યું નહીં. સર્વજ્ઞ થવામાં પૂર્વની
પર્યાયનો વ્યય છે એ માન્યું નહીં (એટલે) સર્વજ્ઞ (પણું) માન્યું નહીં ને ધ્રુવ (દ્રવ્ય) ય માન્યું નહીં.
સર્વજ્ઞ જે પર્યાય છે (તે) સર્વજ્ઞત્રિકાળી સ્વભાવમાંથી આવે છે. ત્રિકાળી સ્વભાવ, સર્વજ્ઞસ્વભાવ છે.
આહા... હા! ઝીણું છે ભઈ આ ઝીણું! સાંભળે તો ખરા. આહા...!
(કહે છે) આત્મામાં અનંત આનંદ જયારે પ્રગટે છે. ત્યારે એ પર્યાયમાં (પ્રગટે છે). પર્યાય છે
ને...! અતીન્દ્રિય આનંદની સિદ્ધિ, પૂર્વની દુઃખની પર્યાયનો અભાવ ન હોય તો આનંદની પર્યાયની
ઉત્પત્તિ થાય નહીં. સંહારકારણ વિના ઉત્પત્તિ હોઈ શકે નહીં. કારણ કે સર્વજ્ઞસ્વભાવ ઉત્પન્ન થયો
એનું પૂર્વઉપાદાન કારણ કોણ? એ પૂર્વની અપૂર્ણ પર્યાય (-અસર્વજ્ઞપર્યાય) હતી તેનો ક્ષય થયો એનો
ક્ષય થતાંજ કેવળજ્ઞાનમાં અપૂર્ણસ્થિતિ પણ રહે અને પૂર્ણસ્થિતિ પણ રહે. એમ નહીં. સમજાણું કાંઈ?
ઝીણી વાત છે બાપુ, આ તો મારગ જુદી જાત છે! અત્યારે? ગરબડ હાલી બધે! અરે! ઝીણું
વીતરાગનું તત્ત્વ! સર્વજ્ઞ પરમેશ્વર!! આહા...હા!
(કહે છે કેઃ) અનંત આનંદની ઉત્પત્તિ એકલી ગોતવા જા તો પૂર્વના દુઃખના અભાવ થયા
વિના એ (આનંદની) ઉત્પત્તિ નહીં સિદ્ધ થાય. અને ધ્રુવ વિના - કારણકે એ તો ક્ષણિક ઉત્પન્ન થયું
- સર્વજ્ઞપણું પણ ક્ષણિક ઉત્પન્ન થયું છે - એ તો વ્યતિરેક છે, તે વ્યતિરેંક કાયમ રહેનારી ચીજ
(ધ્રુવદ્રવ્ય) વિના વ્યતિરેક સિદ્ધ થશે નહીં. હસમુખભાઈ હવે આવ્યા? ઠીક! કો’ હસમુખભાઈ! આવું
ઝીણું છે! આહા... હા! પ્રવચનસાર! દિવ્યધ્વનિ! ત્રણલોકના નાથની દિવ્યધ્વનિ નીકળી!! આહા...
હા! એ પણ દિવ્યધ્વનિની ઉત્પત્તિ એના પહેલાના (ભાષા) વર્ગણાના વ્યય વિના, વર્ગણાની પર્યાયનો
વ્યય થયો, ભાષાની પર્યાય થઈ. એકલી ભાષાની પર્યાય ગોતવા જાય, વ્યય અને ધ્રુવ વિના નહીં
સિદ્ધ થાય. તેમ એકલું ધ્રુવપરમાણુ જ જો એકલું સિદ્ધ કરવા જાવ, (તો તે) પરમાણુ વ્યતિરેક વિના
સિદ્ધ નહીં થાય. વ્યતિરેક એટલે ઉત્પાદ ને વ્યય. અને અન્વય એટલે કાયમ રહેનારી ચીજ. આહા...!
અન્વય વિના વ્યતિરેક નહીં ને વ્યતિરેક વિના અન્વય નહીં. આહા... હા! ઓહોહોહો! સમજાણું કાંઈ?
(અહીંયાં કહે છે કેઃ) “વ્યતિરેકો સહિત સ્થિતિનો–અન્વયનો–તેને અભાવ થવાને લીધે
સ્થિતિ જ ન થાય; અથવ તો ક્ષણિકનું જ નિત્યપણું થાય. આહા... હા! એકલી સ્થિતિ ગોતવા જાય
તો ક્ષણિક નિત્ય થઈ જાય, અને કાયમ રહેનાર ત્યાં સિદ્ધ ન થાય. ઝીણી વાત છે થોડી’ ક! શું
કીધું? કેવળ ટકતું તત્ત્વ પ્રાપ્ત કરવા જનારી મૃત્તિકાની વ્યતિરેકો એટલે ઉત્પાદ અને વ્યય. સહિત
સ્થિતિનો - અન્વયનો તેને અભાવ થવાને લીધે, વ્યતિરેક વિના એકલી સ્થિતિનો અભાવ થવાને
લીધે.” પર્યાય વિનાનું એકલું દ્રવ્ય સિદ્ધ થતું નથી માટે. આહા... હા! પર્યાય પોતે નિર્ણય કરે છે ને
વસ્તુનો. નિર્ણયની પર્યાયને મિથ્યાત્વની પર્યાય, બેય વ્યતિરેક છે. એ બે ન હોય તો ધ્રુવ ન હોય.
વ્યતિરેક ભિન્ન ભિન્ન છે ધ્રુવ કાયમ રહેનાર - ટકતું છે. વ્યતિરેકો ધ્રુવના વ્યતિરેકો

Page 285 of 540
PDF/HTML Page 294 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૮પ
છે. વ્યતિરેકો વિના અન્વય ન હોય ને અન્વય વિના વ્યતિરેકો ન હોય. ભાગ્યશાળી છે કે આવા ભાવ
બાપુ! સંતોએ તો ગજબ કામ કર્યાં છે દિગંબર સંતોએ! આહા... હા! ટૂંકી ભાષામાં ઉત્પાદ, વ્યય ને
ધ્રુવને સિદ્ધ કરે છે! જે વસ્તુનો સ્વભાવ છે, સ્વભાવ છે તેમાં દ્રવ્ય પ્રવર્તે છે. જેના સ્વભાવમાં
દ્રવ્યસ્વભાવ પ્રવર્તે છે તે સ્વભાવ ઉત્પાદ-વ્યયને ધ્રુવ સત્ છે. સત્ તે લક્ષણ છે. ‘તત્ત્વાર્થસૂત્ર(
सद्
द्रव्यम् लक्षणम्).
(અહીંયાં કહે છે કેઃ) “જો મૃત્તિકાની સ્થિતિ ન થાય તો બધાય ભાવોની (દ્રવ્યોની) સ્થિતિ
જ ન થાય.” (એટલે કે) માટીનો નાશ થાય (તો તેની જેમ) બધાય દ્રવ્યોનો નાશ થઈ જાય.
આહા... હા! સ્થિતિ = ટકવું, ટકવું તત્ત્વ ઉત્પાદ-વ્યય વિના જોવા જાય તો સ્થિતિ જ નહીં રહે
અથવા કાં’ સ્થિતિનો નાશ થશે. સમજાણું કાંઈ? (વકીલને) વકીલાત ને ન્યાય! લોજિકથી મૂકયું છે
બધું! આહા...! વીરનો મારગ છે શૂરાનો. આ સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ બાપુ! આમાં સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ!
અમથું ઈ દ્રવ્યને પકડવા પણ મતિ-શ્રુતની સૂક્ષ્મ બુદ્ધિ હોય તો પકડી શકે. રાગથી નહીં, દ્વેષથી નહીં,
દયાથી નહીં, સ્થૂલથી પણ નહીં. (ઉપયોગને સૂક્ષ્મ કરવાથી પકડાય) આહા... હા!
(કહે છે) ભગવાન આત્મા! સ્થિતિ છે ને...! સ્થિતિનો અર્થ છેઃ ટકવું-ટકવું તત્ત્વ, એની
સ્થિતિ એકલી ગોતવા જાય તો જે કંઈ સૂક્ષ્મ ઉપયોગથી જે જણાય છે, એ સૂક્ષ્મ ઉપયોગનો નાશ
થાય. અને કાં’ એ સૂક્ષ્મ ઉપયોગ ક્ષણિક છે તો સ્થિતિ પણ ક્ષણિક થઈ જાય છે. આહા... હા... હા...
હા! સમજાય છે? પ્રવીણભાઈ! બીજી જાત છે. આ કોઈદી’ બાપ દાદેય સાંભળી ન હોય લ્યો!
આહા... હા! ભારે વાત છે બાપા! શું થાય? ધ્રુવ એકલો ગોતવા જા, તો ઉત્પાદ એના કારણ વિના-
સંહારકારણ (વિના) વ્યતિરેક વિના અન્વય સિદ્ધ નહીં થાય. વ્યતિરેક સહિત અન્વય છે. જો તું
એકલા અન્વયને સિદ્ધ કરવા જા, વ્યતિરેક વિના નાશ થશે. આહા... હા... હા... હા! વાહ! “અથવા
ક્ષણિકનું નિત્યપણું થાય.”
કાં’ તો પર્યાય ક્ષણિક છે તે નિત્ય થશે. એકલું - એકલું નિત્યપણું ગોતે
છે ને...? એકલું નિત્યપણું ગોતે છે ને અનિત્યપણું તો નથી ગોતતો. આહા... હા! એટલે પર્યાયમાં
નિત્યપણું આવી જશે. આહા... હા! આવો ઉપદેશ કઈ જાતનો લ્યો! આહા... હા!
(અહીંયાં કહે છે કેઃ) (ર) જો ક્ષણિકનું નિત્યપણું થાય તો ચિત્તના ક્ષણિક ભાવોનું પણ
નિત્યપણું થાય.” ઓલામાં- (એકલા સંહારના બોલમાં) ચૈતન્ય (વગેરેનો પણ ઉચ્છેદ થાય) લીધું’
તું. અહીંયાં ચિત્તના ક્ષણિક (ભાવો) (એટલે) કલ્પના (લીધું છે.)
“ચિત્તના ક્ષણિક ભાવોનું પણ
નિત્યપણું થાય.” (અર્થાત્ મનનો દરેક વિકલ્પ પણ ત્રિકાળિક ધ્રુવ બને.” આહા... હા! એકલી
સ્થિતિ ગોતવા જા, તો ઉત્પાદ ને વ્યય જે ક્ષણિક છે તે નિત્ય થઈ જાય. એ નિત્ય થઈ જાય વ્યતિરેક
વિનાનું છે (તેથી) નિત્ય ન રહે. ક્ષણિક થઈ જાય. આ તો ફરીવાર લેવાનું કહ્યું’ તું! (તેથી લીધું.)

Page 286 of 540
PDF/HTML Page 295 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૮૬
(અહીંયા કહે છે કેઃ) “માટે દ્રવ્યને ઉત્તર ઉત્તર વ્યતિરેકોના સર્ગ સાથે, પૂર્વ પૂર્વ વ્યતિરેકોના
સંહાર સાથે અને અન્વયના અવસ્થાન સાથે અવિનાભાવવાળું.” માટે દ્રવ્યને....... એ દ્રવ્ય છે ત્રણ
થઈને. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય તરીકે તો દ્રવ્ય છે. ને ત્રણ છે (તે) એના અંશ છે. એ (અંશ) એક એક
દ્રવ્ય નથી. ઉત્પાદ, વ્યય ને ધ્રુવ-એક એક દ્રવ્ય નથી. ધ્રુવ પણ એક દ્રવ્ય નથી. (સમગ્ર દ્રવ્ય નથી-
અંશ છે.) આહા... હા! જે ધ્રુવ દ્રષ્ટિમાં -નિશ્ચયનયની દ્રષ્ટિનું જે ધ્રુવ છે એને અહીંયા એ ધ્રુવને અંશ
તરીકે કહયું છે. કારણ કે ઓલા (ઉત્પાદ-વ્યય) બે અંશ ખરા ને...? એટલે ધ્રુવને (પણ અંશ કહ્યું
છે) દ્રવ્યના ત્રણ અંશ છે. અહીંયા તો જ્ઞાન કરાવવું છે ને...! ને ન્યાં તો દ્રષ્ટિ કરાવવી છે
(‘જ્ઞાનઅધિકાર’ માં તો ધ્રુવને અભેદ કહ્યું છે.) આ જ્ઞાન અધિકારમાંથી ‘જ્ઞેયઅધિકાર’ માં
જ્ઞાનપ્રધાન સમકિતની વાત છે. આહા... હા!
(કહે છે કેઃ) સર્વ “દ્રવ્યને ઉ ત્તર ઉત્તર વ્યતિરેકોના સર્ગ સાથે.” એક પછી એક ભિન્ન ભિન્ન
અવસ્થા સર્ગ (ઉત્પાદ) સાથે, અને “પૂર્વ પૂર્વ વ્યતિરેકોના સંહાર સાથે” અને અન્વયના અવસ્થાન
સાથે.” કાયમ રહેનારું ધ્રુવનું અવસ્થાન (નીચે ફૂટનોટમાં) અવસ્થાન = ટકવું તે; ધ્રુવ રહેવું તે
“અવિનાભાવવાળું” ત્રણેના અવિનાભાવપણે છે. ઉત્પાદ વિના વ્યય નહિ, વ્યય વિના ઉત્પાદ નહિ,
ઉત્પાદ વિના ધ્રુવ નહિ, ધ્રુવ વિના વ્યય નહિ, ધ્રુવ વિના ઉત્પાદ નહિ. આહા... હા! વીતરાગ મારગ
બહુ ઝીણો! મૂળ તત્ત્વની અંદરની (ખબર નહિંને...) આમાં તો ત્યાં સુધી કહ્યું એની પર્યાય ઉત્પન્ન છે
ઈ બીજાથી તો નહીં. બીજાથી તો એ પર્યાય ન થાય.’ પણ એના વ્યય વિના ન થાય ને ધ્રુવ વિના
ન થાય. આહા...હા...હા! અને વ્યય પણ, કોઈ કરે તો નાશ થાય (જેમ કે) લાકડી મારીને ઘડાનો
ભૂકો થયો એટલે એનાથી વ્યય થયું? ના. આહા...હા! એ માટીનો ઘડો (આખો) હતો એના કટકા
થયા ઈ સંહાર, ઓલી ઉત્પત્તિનું કારણ સંહાર સંહારનું કારણ ઉત્પત્તિ, ઉત્પત્તિને સંહાર બે ય
વ્યતિરેક- એ વ્યતિરેક કારણ (અન્વયઃ વિના)-માટી વિના એ હોઈ શકે નહી. આહા...હા!
ચીમનભાઈ! આવું છે! આ જૂના દિગંબર છે બધાય, દિગંબરો છે ને...! આ વળી સ્થાનકવાસી લ્યો!
ન્યાં સાંભળ્‌યું’ તું આવું! આહા...હા!
(શ્રોતાઃ) ઉત્પાદ-વ્યય-ધ્રુવ તો મૂલ પાયાકી બાત હૈ...!
(ઉત્તરઃ) મૂળ પાયો, વસ્તુ ઈ છે ને...! ત્રિપદી!! શ્વેતાંબરમાં ય આ વાત છે ભગવાને ત્રિપદી કીધી
એવું આવે છે. ઉત્પાદ-વ્યય ને ધ્રુવ એવું આવે છે. (અર્થાત્) ત્રિપદી કીધી ત્રિપદી-ઉત્પાદ-વ્યય
નેધ્રુવ! પછી તો શાસ્ત્રો બનાવ્યા કલ્પિત! આહા..! આપણે એમ આવે છે, ભગવાને ત્રિપદી કીધું એવું
આવે છે. ઉત્પાદ-વ્યય ને ધ્રુવ.
(કહે છે) દરેક વસ્તુ ત્રિપદી છે. ઉત્પાદ-વ્યય ને ધ્રુવ. એ અનંત પદાર્થપોત-પોતાને કારણે
ઉત્પાદ-વ્યય ને ધ્રુવથી છે. એના ઉત્પાદને માટે બીજા બધાની અપેક્ષા નથી. તેના વ્યય માટે બીજા
(કોઈ પદાર્થની જરૂર નથી.) ઘડા ઉપર લાકડી પડી ને ઘડો ફૂટયો (એમ નથી.) ઠીકરાની ઉત્પત્તિનો
ઉત્પાદ, ઘડો ફૂટવાનું સંહાર કારણ છે. આહા... હા.. હા! શું કીધું ઈ? ઘડાની ઉત્પત્તિ, એનો નાશ

Page 287 of 540
PDF/HTML Page 296 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૮૭
અને ઠીકરાની ઉત્પત્તિનું મૂળ ઘડાની ઉત્પત્તિ છે એનો સંહાર (ઘડાનું ફૂટવું) એ સંહાર તે આનું કારણ
છે. આહા...હા! (ઘડા ઉપર) લાકડી પડી માટે (ઘડાનો) ભૂકો થયો એમ નહીં એમ કહે છે.
આહા...હા! બહુ વિચારવા જેવું છે! આહા...હા!
(કહે છે કેઃ) “માટે દ્રવ્યને ઉત્તર ઉત્તર વ્યતિરેકોના સર્ગ સાથે, પૂર્વ પૂર્વ વ્યતિરેકોના સંહાર
સાથે અને અન્વયના અવસ્થાન સાથે.” ટકવાના અવસ્થાન સાથે “અવિનાભાવવાળું, જેને નિર્વિધ્ન
(અબાધિત) ત્રિલક્ષણપણારૂપ લાંછન.”
આહા...હા! તે તે દ્રવ્યનું ત્રણ લક્ષણ (પણારૂપ) ચિન્હ, એ
દ્રવ્યના ત્રણ લક્ષણ-ચિન્હો, આહા...હા! ત્રણ લક્ષણ ચિન્હો તેનાથી “પ્રકાશમાન છે.” એવું અવશ્ય
સંમત કર... વું!!
આહા...હા...હા! બહુ ગાથા! (અલૌકિક!) આહા...હા!
(કહે છે) હવે આ કહે કે હું પરની દયા પાળું. પોતે છે કે ટકવું એનું જે છે એ એની પર્યાયની
ઉત્પત્તિનો કાળ છે માટે ટકે છે. અને એનો નાશ થાય. (ક્યારે કે) પૂર્વની પર્યાયનો વ્યય-નાશ થાય
ત્યારે એનો નાશ થાય (છે), આ કહે કે હું એનો નાશ કરું. (અજ્ઞાની માને કે) હું એને જીવાડું ને હું
એનો નાશ કરું. બેય સિદ્ધાંત જૂઠા છે. ‘હું એને જીવાડું’ તો એની પર્યાય જે ઉત્પાદ છે એનાથી થઈ
છે એને ઠેકાણે આ કહે કે હું ઉત્ત્પાદ કરું, પછી ઉત્પન્ન થઈને મરણ થાય છે- દેહ છૂટી જાય છે ત્યારે
એ શું (મરણ) એનાથી થાય છે કે હું એનો નાશ કરું માને છે? નાશ (અર્થાત્) વ્યય એનાથી થાય
છે.
... ઈ સાંભળે છે. કીધું કે મારગ તો આ છે. સાંભળવું હોય તો સાંભળો! આહા... હા! ઈ સો
ગાથા (પૂરી થઈ). સો એ પૂરું કર્યું! આહા... હા! પૂરી સ્વતંત્રતા ‘સો’ એ સિદ્ધ કરી. પૂરી સ્વતંત્રતા
ઉત્પાદની, જે જે ક્ષણે ઉત્પાદ થાય, તે તે ક્ષણે તેને બીજા નિમિત્તની અપેક્ષા છે નહીં. અને તે પણ
ઉત્પાદ થાય, એ એના અવસરે જ ઉત્પાદ થાય. આઘો-પાછો નહીં આહા... હા! તેના અવસરે જ
પર્યાયની ઉત્પતિ તે દ્રવ્યની થાય, એને ઉત્પાદને નિમિત્તની બિલકુલ જરૂર નહીં. એના સ્વભાવને
ધ્રુવનો આશ્રય ખરો. એનો ને એનો સંહાર ને ધ્રુવનો આશ્રય (એ બે કારણ ખરા) અને તે તે
દ્રવ્યની પર્યાયનો વ્યય, એને એના ઉત્પાદ ને ધ્રુવનું કારણ (છે.) પણ લાકડીએ આ (કાચનું ઝુમર)
તોડી નાખ્યું, કે (હાથે કે દાંતે) રોટલીના કટકાં કર્યા! (એમ નથી) આહા... હા! રોટલીપણે જે પર્યાય
ઉત્પાદ હતી, એનો નાશ થતાં કટકા થયા. એ (કટકાની) ઉત્પત્તિ થઈ. જે ઉત્પાદ હતો તેનો સંહાર
થયો ત્યારે કટકા થયા. રોટલી આખી હતી ઉત્પાદરૂપે, એના કટકા થયા, ત્યારે ઉત્પાદનો નાશ થયો
અને કટકાની ઉત્પત્તિ થઈ. દાંતને લઈને કટકાની ઉત્પત્તિ થઈ એમ નથી. રોટલીના કટકા દાંતને લઈ
ને થયા, એમ નથી. આવી વાતું છે! ભાઈ! ન્યાં તમારે દુબઈ-દુબઈમાં ક્યાં વાત હતી આ દુબઈમાં!
પૈસા મળે ત્યાં બસ! આહા... હા! શું પ્રભુનું તત્ત્વ!! આહા...! એનો આત્મા પોકારે ને કબૂલ કરે....
આહા.... હા! નિઃસંદેહ! આવી ચીજ (આત્મા) છે. લાખો પંડિતો વિરોધ કરે આખો (અને બૂમો

Page 288 of 540
PDF/HTML Page 297 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૮૮
પાડે કે) બે કારણે કાર્ય થાય, અરે, બે કારણે કાર્ય થાય. આહા...! ઈ તો બીજું ઈ છે એનું જ્ઞાન
કરાવવા. બીજું છે એને આરોપથી (નિમિત્ત કહ્યું છે) પણ જ્ઞાન કરાવવા (કહ્યું છે) ‘તત્ત્વાર્થ
રાજવાર્તિક’ માં આવે છે ને..! (બે કારણથી કાર્ય થાય છે) પણ બીજું કારણ છે માટે અહીં ઉત્પત્તિ
થઈ એમ નથી. ઉત્પત્તિ તે સમયે પોતાથી, પૂર્વના વ્યયથી ને ધ્રુવના આશ્રયથી (થઈ છે.) ઉત્પત્તિ તે
સમયે જે નિમિત્ત હોય તેને ઉચિત નિમિત્ત કહેવામાં આવે છે. આહા... હા!
આહા..હા..હા! કોણ રાખે પણ ક્યાં? અહીંયા તો એક દ્રવ્ય બીજાને અડતું નથી. ઈ તો ત્રીજી
ગાથા (‘સમયસાર’) માં સિદ્ધ કર્યું. આહા.. હા! એક (એક) દ્રવ્ય, પરમાણુ કે આત્મા, પોતાના
ગુણને પર્યાયને ચુંબે છે. પર દ્રવ્યને અડતું નથી. (‘સમયસાર’ ગાથા–૩ ટીકાઃ– ‘કેવા છે તે સર્વ
પદાર્થો? પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને (સમૂહને) ચૂંબે છે– સ્પર્શે છે
તો પણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી.)
આહા... હા! હવે ઈ અડતું નથી એવું જે
દ્રવ્ય, તે એનો સ્વભાવ ઉત્પાદ- વ્યય ને ધ્રુવ (છે.) આહા... હા! હવે એના, એનામાં ઊપજે એનો
સ્વભાવ ઉત્પાદ-વ્યય ને ધ્રુવ. તેમાં એક પર્યાયની ઉત્પત્તિ વ્યય એના ધ્રુવ વિના ન હોય, એ... વિના
ન હોય એમ ખરું (પણ) નિમિત્ત વિના ન હોય એમ નથી. આહા... હા! કો’ મીઠાલાલ જી! આવી
વાતું છે! ભગવાન સ્પષ્ટ કરે છે. ભગવાને સ્પષ્ટ કર્યું છે ને! આહા... હા! ભગવાન બોલે છે ઇ!
આત્મા બોલે નહી, વાણી બોલે. (પણ નિમિત્તથી કહેવાય કે ભગવાન બોલે છે.) વાણીનું પણ
માહાત્મ્ય છે ને...!
(કહે છે કેઃ) બીજા શ્લોકમાં આવ્યું છે ને..! (‘સમયસાર’) अनंतधर्मणस्तत्त्वं पश्यन्ती
प्रत्यगात्मनः। अनेकान्तमयी मूर्तिर्नित्यमेव प्रकाशताम् ।। २।। સર્વજ્ઞ અનુસાર અને અનુભવસિદ્ધ,
વાણીમાં અનુભવસિદ્ધ શબ્દ વાપર્યો છે ને...! અનુભવ-સિદ્ધની વ્યાખ્યા કરી. સર્વજ્ઞઅનુસારિણી વાણી-
એ અનુભવસિદ્ધની વ્યાખ્યા કરી. એ સર્વજ્ઞને અનુસારિણી, નિમિત્તથી (કહ્યું.) વાણી! એ પણ પૂજ્ય
છે ત્યાં એમ કહ્યું. વ્યવહારે પૂજ્ય છે! નિશ્ચય તો સ્વભાવ (પૂજ્યછે.) આવી વાત (ચોખ્ખી) એમાં
તકરારું કરે! વિરોધ કરે! એય આમ છે ને તેમ છે (બોલે, છાપે) ગમે ઈ કરો બાપુ! અહીં તત્ત્વ ફરે
એવું નથી. આહા...હા...હા હવે તો છોકરાંય નાના નાના વાતું કરવા શીખ્યા છે આહા... હા ઘણાં
વરસથી ચાલ્યું છે ને...
(શ્રોતાઃ) મોટા ધંધો કરે ને છોકરાંવ વાતો શીખે... (ઉત્તરઃ) અહા... હા!
મોટાં ધંધો કરે એમ ને છોકરાંઓ ભણે. છોકરાંવને ભણેએટલે નિવૃત્તિ મળી ઘણી. આને ધંધા આડે
મુંબઈનો ધંધો, કામ્પનો ધંધો, ધંધા કેટલા! આ તો ચીમનભાઈનો દાખલો આપ્યો આ ફેરે. એમ
દરેકને છે. આહા...હા! દુકાન બે-ચાર કરે ને હારે...! મુંબઈ દુકાન ને ગયા દુકાન ને આ હીરાભાઈએ
નહોતી કરી! (એમનો) કાન તૂટી ગ્યો ને...! હીરાભાઈ તો મોટા ગૃહસ્થછે. ગયામાં દુકાન, મુંબઈ
દુકાન, જામનગર દુકાન, ભાવનગર દુકાન, આહા...હા! મોટા માણસ, નરમ માણસ છે! એટલુ કપાઈ
ગ્યું આ ઊંહકારો કર્યો નથી એણે એ વખતે ઉંકારો કર્યો નહીં ને આંખમાંથી આંસું નહીં. ‘જ્ઞાયક’ બસ
આમ બોલ્યા! થવું તે થયું ભાઈ! એ થાય છે. થાય તે થાય છે,

Page 289 of 540
PDF/HTML Page 298 of 549
single page version

ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૮૯
ન થાય તે ન થાય. આહા... હા.. હા! થાય છે તે થાય એને તું ન થાય એમ કહે છે? આહા... હા!
(શું કહે છે) જે જે પર્યાયનો ઉત્પાદ થાય છે તે થાય છે. એને તું કહે કે આ કેમ? એ કેમ,
કેમ પણ? એ છે તે થાય છે. એ સમયનો અવસર તે જ તે વસ્તુ થવાની ઉત્પાદ. આહા... હા! ઓલો
દાખલો નહીં? સોનાનો નહીં દાખલો આપ્યો છેઃ કે સોનાનો ઘડો હતો. જેને સોનું જોતું’ તું એ ઘડો
ભંગવે ને (સોનું મળે) રાગ થાય, અને જેને ઘડો જોતો’ તો એ ઘડો ફૂટે એટલે દ્વેષ કરે અને જેને
કટકા થાય કે ઘડો રહે પણ સોના ઉપર જ નજર છે તે રાગ -દ્વેષ કરે નહીં. છે ને..? ‘ચિદ્દવિલાસ’
માં (ઉદાહરણ છે.) કો’ આમાં સમજાય છે કે નહીં છોકરાંવ? એ... ઈ થોડું થોડું સમજાય ને થોડું
થોડું પ્રફુલ્લભાઈના દીકરાનો દીકરો... (છે.)
આહા... હા.. હા ‘સમજવાનું તો આ છે’ . જેમને પાકો નિર્ણય થઈ જાય તે જ્ઞાતા–દ્રષ્ટા થઈ
જાય.’ આહા...! થવાનું તે જ થાય ને એના કારણમાં સંહાર અને ધ્રુવ છે. એમાં કો’ ક બીજો, બીજો
કરે’ શું? બીજો આવીને આમ કર્યું ને આમ કર્યું એ પણ છે ક્યાં? બીજે મને માર્યો નેબીજે મને
આમ કર્યું! આહા... હા! (આ સમજે તો) કેટલી કલ્પનાઓ જૂઠી થઈ જાય છે! (શ્રોતાઃ) તો મારે
છે કોણ?
(ઉત્તરઃ) ઈ મારે, કોણ’ મારે? આહા... હા! પેલા છોકરાઓ કહેતા કેઃ મહારાજ કહે છે કે
કોઈ કોઈનું (કાંઈ) કરી શકે નહીં. મારે ઓલાને પછી (કહેકે) મેં ક્યાં કર્યું છે! આહા... હા! અરે
પ્રભુ! (આવું ઊંધું ક્યાં માર્યું) ઈ આંગળીઓ આમ વળે છે એ ઉત્પાદ છે અને તે પહેલાની
અવસ્થાનો વ્યય થઈને આમ થાય છે એ આંગળીઓમાં ઉત્પાદ થયો એ ધ્રુવપણાને આશ્રયે વ્યતિરેક
છે. અન્વયના આશ્રયે વ્યતિરેક છે. વ્યતિરેકો વિના અન્વય હોય નહીં. આહા... હા.. હા! કોને મારે ને
કોને હાથ (અડે!) આહા... હા! આવી ચીજ છે! સો થઈ.
વિશેષ કહેશે...

Page 290 of 540
PDF/HTML Page 299 of 549
single page version

ગાથા – ૧૦૧ પ્રવચનસાર પ્રવચનો ૨૯૦
હવે ઉત્પાદાદિકનું દ્રવ્યથી અર્થાંતરપણું નષ્ટ કરે છે. (અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય દ્રવ્યથી જુદા
પદાર્થો નથી એમ સિદ્ધ કરે છે)ઃ-
उप्पादट्ठिदिभंगा विज्जंते पज्जएसु पज्जाया
दव्वे हि संति णियदं तम्हा दव्वं हवदि सव्वं ।। १०१।।

उत्पादस्थितिभङ्ग विद्यन्ते पर्यायेषु पर्यायाः ।
द्रव्ये हि सन्ति नियतं तस्माद्द्रव्यं भवति सर्वम्।। १०१।।
ઉત્પાદ તેમ જ ધ્રૌવ્ય ને સંહાર વર્તે પર્યયે,
ને પર્યયો દ્રવ્યે નિયમથી, સર્વ તેથી દ્રવ્ય છે. ૧૦૧.
ગાથા – ૧૦૧
અન્વયાર્થઃ– (उत्पादस्थितिभङ्ग) ઉત્પાદ, સ્થિતિ અને ભંગ (पर्यायेषु) પર્યાયોમાં
(विद्यन्ते) વર્તે છે; [पर्यायाः] પર્યાયો [િनयंत] નિયમથી [द्रव्ये हि सन्ति] દ્રવ્યમાં હોય છે,
(तस्मात) તેથી (સર્વ) (તે) બધુંય [द्रव्यं भवति] દ્રવ્ય છે.
ટીકાઃ– ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ખરેખર પર્યાયોને આલંબે છે અને તે પર્યાયો દ્રવ્યને આલંબે
છે (અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પર્યાયોના આશ્રયે છે અને પર્યાયો દ્રવ્યના આશ્રયે છે); તેથી આ
બધુંય એક જ દ્રવ્ય છે, દ્રવ્યાંતર નથી.
પ્રથમ તો દ્રવ્ય પર્યાયો વડે આલંબાય છે (અર્થાત્ પર્યાયો દ્રવ્યને આશ્રિત છે) કારણ કે
સમુદાયી સમુદાયસ્વરૂપ હોય છે; વૃક્ષની માફક. જેમ સમુદાયી વૃક્ષ સ્કંધ, મૂળ અને શાખાઓના
સમુદાયસ્વરૂપ હોવાથી સ્કંધ, મૂળ અને શાખાઓથી આલંબિત જ ભાસે છે (જોવામાં આવે છે), તેમ
સમુદાયી દ્રવ્ય પર્યાયોના સમુદાયસ્વરૂપ હોવાથી પર્યાયો વડે આલંબિત જ ભાસે છે (અર્થાત્ જેમ થડ,
મૂળ અને ડાળીઓ વૃક્ષના આશ્રયે જ છે- વૃક્ષથી ભિન્નપદાર્થરૂપ નથી, તેમ પર્યાયો દ્રવ્યના આશ્રયે જ
છે- દ્રવ્યથી ભિન્ન પદાર્થરૂપ નથી.)
અને પર્યાયો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વડે આલંબાય છે (અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પર્યાયોને
આશ્રિત છે.) કારણ કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય અંશોના ધર્મો છે (-’ ૧ અંશીના ધર્મો નથી); બીજ, અંકુર
અને વૃક્ષત્વની માફક. જેમ અંશી એવા વૃક્ષના બીજ-અંકુર-વૃક્ષત્વસ્વરૂપ ત્રણ અંશો
* સમુદાયી= સમુદાયવાળું, સમુદાયનું (જથ્થાનું) બનેલું. (દ્રવ્ય સમુદાયી છે કારણ કે પર્યાયોના સમુદાયસ્વરૂપ છે)
૧. અંશી= અંશોવાળું; અંશોનું બનેલું. (દ્રવ્ય અંશી છે.)

Page 291 of 540
PDF/HTML Page 300 of 549
single page version

ગાથા – ૧૦૧ પ્રવચનસાર પ્રવચનો ૨૯૧
ભંગ-ઉત્પાદ-ધ્રૌવ્યસ્વરૂપ નિજ ધર્મો વડે આલંબિત એકીસાથે જ ભાસે છે, તેમ અંશી એવા દ્રવ્યના
નષ્ટ થતો ભાવ, ઊપજતો ભાવ અને અવસ્થિત રહેતો ભાવ એ ત્રણ અંશો ભંગ-ઉત્પાદ-ધ્રૌવ્યસ્વરૂપ
નિજ ધર્મો વડે આલંબિત એકીસાથે જ ભાસે છે.
પરંતુ જો (ભંગ-ઉત્પાદ-ધ્રૌવ્ય અંશોનાં નહિ માનતાં) (૧) ભંગ, (૨) ઉત્પાદ અને (૩) ધ્રૌવ્ય
દ્રવ્યનાં જ માનવામાં આવે, તો બધુંય વિપ્લવ પામે. તે આ પ્રમાણેઃ (૧) પ્રથમ, જો દ્રવ્યનો જ ભંગ
માનવામાં આવે તો ક્ષણભંગથી લક્ષિત સર્વ દ્રવ્યોનો એક ક્ષણમાં જ સંહાર થવાથી દ્રવ્યશૂન્યતા આવે
અથવા સત્નો ઉચ્છેદ થાય. (૨) જો દ્રવ્યનો જ ઉત્પાદ માનવામાં આવે તો સમયે સમયે થતા ઉત્પાદ વડે
ચિહ્નિત એવા દ્રવ્યોને પ્રત્યેકને અનંતપણું આવે (અર્થાત્ સમયે સમયે થતો ઉત્પાદ જેનું ચિહ્ન હોય
એવું દરેક દ્રવ્ય અનંતદ્રવ્યપણું પામે) અથવા અસત્નો ઉત્પાદ થાય (૩) જો દ્રવ્યનું જ ધ્રૌવ્ય માનવામાં
આવે તો ક્રમે થતા ભાવોના અભાવને લીધે દ્રવ્યનો અભાવ આવે અથવા ક્ષણિકપણું થાય.
માટે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વડે પર્યાયો આલંબિત હો અને પર્યાયો વડે દ્રવ્ય આલંબિત હો કે જેથી
આ બધુંય એક જ દ્રવ્ય હોય.
ભાવાર્થઃ– બીજ, અંકુર અને વૃક્ષત્વ એ વૃક્ષના અંશો છે. બીજનો નાશ, અંકુરનો ઉત્પાદ અને
વૃક્ષત્વનું ધ્રોવ્ય (ધ્રુવપણું) ત્રણે એકીસાથે છે. આ રીતે નાશ બીજને આશ્રિત છે. ઉત્પાદ અંકુરને
આશ્રિત છે અને ધ્રૌવ્ય વૃક્ષત્વને આશ્રિત છે; નાશ-ઉત્પાદ-ધ્રૌવ્ય બીજ-અંકુર-વૃક્ષત્વથી ભિન્ન પદાર્થરૂપ
નથી. વળી બીજ-અંકુર-વૃક્ષત્વ પણ વૃક્ષથી ભિન્ન પદાર્થરૂપ નથી, માટે આ બધાંય, એક વૃક્ષ જ છે.
એ જ પ્રમાણે નષ્ટ થતો ભાવ, ઊપજતો ભાવ અને ટકતો ભાવ એ દ્રવ્યના અંશો છે નષ્ટ થતા
ભાવનો નાશ, ઊપજતા ઉત્પાદ ભાવનો અને ટકતા ભાવનું ધ્રૌવ્ય એકીસાથે છે. આ રીતે નાશ નષ્ટ
થતા ભાવને આશ્રિત છે, ઉત્પાદ ઊપજતા ભાવને આશ્રિત છે અને ધ્રૌવ્ય ટકતા ભાવને આશ્રિત છે;
નાશ-ઉત્પાદ-ધ્રૌવ્ય તે ભાવોથી ભિન્ન પદાર્થરૂપ નથી. વળી તે ભાવો પણ દ્રવ્યથી ભિન્ન પદાર્થરૂપ નથી.
માટે આ બધાંય, એક દ્રવ્ય જ છે. ૧૦૧.
૧. વિપ્લવ= અંધાધૂંધી, ઊથલપાથલ; ગોટાળો; વિરોધ.
૨. ક્ષણભંગથી લક્ષિત= ક્ષણવિનાશ જેમનું લક્ષણ હોય એવાં.