Pravachansar Pravachano (Gujarati). Date: 01-06-1979.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 7 of 44

 

Page 67 of 540
PDF/HTML Page 76 of 549
single page version

ગાથા – ૯૪ પ્રવચનસાર પ્રવચનો ૬૭
પ્રવચનઃ તા. ૧–૬–૭૯.
‘પ્રવચનસાર’ ગાથા-૯૪ બીજો પેરેગ્રાફ, પહેલો પેરેગ્રાફ ચાલ્યો છે.
“(અને) જેઓ અસંકીર્ણ દ્રવ્ય–ગુણ–પર્યાયો વડે” આત્મા છે. એનું દ્રવ્ય જે ત્રિકાળ છે, ગુણ
ત્રિકાળ છે અને વર્તમાન પર્યાય છે. પણ એને પર સાથે કાંઈ ભેળસેળપણું નથી. ભલે કર્મ હો, શરીર
હો, એ સ્વદ્રવ્યને પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય સિવાય, બીજા કોઈ પદાર્થની સાથે ભેળસેળ નથી. ભિન્ન
છે. આહા.... હા! ‘અસંકીર્ણ’ (એટલે) ભેળસેળ વિનાનો. “દ્રવ્ય–ગુણ–પર્યાય વડે સુસ્થિત એવા
ભગવાન આત્માના સ્વભાવનો.”
એમાંથી પણ આત્માનો સ્વભાવ અહીંયાં તો સ્પષ્ટ - ભિન્ન, દ્રવ્ય-
ગુણ-પર્યાયથી સુસ્થિત લખ્યો છે. અસંકીર્ણનો અર્થ નીચે (ફૂટનોટમાં લખ્યો છે) પણ ખરેખર તો
દ્રવ્ય જે વિસ્તારસામાન્યસમુદાયનો પિંડ અને આયતસામાન્ય (સમુદાય) નો પિંડ દ્રવ્ય - એમાં ગુણ
અને પર્યાય તે પોતે પરથી ભેળસેળ વિનાનું છે, છતાં આશ્રય લેવા લાયક તો ત્રિકાળી દ્રવ્ય છે.
આહા.. હા! જ્ઞાયકભાવ, ધ્રુવભાવ; સ્વભાવભાવ; એકરૂપ ભાવ તેનો આશ્રય લેતાં સમ્યગ્દર્શન -
જ્ઞાન-ચારિત્ર થાય છે. આહા... હા! જે આત્મસ્વભાવનો (આશ્રય તે
) કે જે સકળ વિદ્યાઓનું એક
મૂળ છે” આહા... હા! જે ભગવાન આત્મા પૂર્ણસ્વરૂપ, દ્રવ્યસ્વભાવ, એનો આશ્રય “કે જે સકળ
વિદ્યાઓનું મૂળ છે”
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સાચી વિદ્યા, એનું એ મૂળ છે, ભગવાન દ્રવ્યસ્વભાવ,
ત્રિકાળી અનંતગુણનું ચેતન, અમૃતનો સાગર, અમર ઈ-તેનો આશ્રય કરવો એ બધી વિદ્યાઓનું
મૂળિયું છે, બધા ભણતરનું મૂળિયું છે. ગમે તે રીતે ભણ્યો હોય. આહા... હા! “(કે જે) સકળ
વિદ્યાઓનું એક મૂળ છે.”
એના ભેદો નહીં (પણ) એકરૂપ જે ત્રિકાળ સ્વભાવ, કાયમ રહેનાર દ્રવ્ય
સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, જ્ઞાયકભાવ, ભૂતાર્થભાવ એક જ તે આશ્રય કરવા લાયક છે, આહા... હા! આ
‘જ્ઞેય અધિકાર’ છે અને એ
‘સમકિતનો અધિકાર’ છે.
આહા... હા! આત્માનો સ્વભાવ, એ સમયની પર્યાય ને ગુણ ને દ્રવ્યને ભલે ત્રણ (ભેદ)
કરીને પરથી ભેળસેળ વિનાનો (કહ્યો) છે છતાં એને આશ્રય કરવા લાયક પર્યાય અને ગુણભેદ નથી.
ધીરાના કામ છે આ તો ભાઈ! અરે, અનંતકાળથી જનમ - મરણ કરે છે! (તો) કહે છે કે એવા
જનમ - મરણના નાશનું - વિદ્યાનું મૂળ - સમ્યગ્જ્ઞાનની વિદ્યા અને એ જ વિદ્યા (છે) એ વિદ્યાનું
મૂળ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવનો આશ્રય કરવો તે સકળ વિદ્યાનું મૂળ છે. આહા... હા!
(શ્રોતાઃ) દ્રવ્ય -
પર્યાય ભેગા છે, જુદા કેમ કરવા? (ઉત્તરઃ) ભેગા ક્યાં છે? ભેગા નથી! ગુણ, દ્રવ્યમાં દ્રવ્યને આશ્રયે
તન્મય છે, ભિન્ન નથી. પર્યાય ભિન્ન છે. પણ પર્યાયે, ત્રિકાળ દ્રવ્યનો આશ્રય લેવો એ સકળ વિદ્યાનું
મૂળ છે. આહા... હા! બાર અંગ અને શાસ્ત્રની જે સમ્યક્વિદ્યા, એના હેતુ આ પ્રભુ (આત્મ સ્વભાવ
છે) પોતે! દ્રવ્ય-ગુણ-પર્યાયની પરમાં ભેળસેળ વિનાની સ્થિતિ છે, છતાં, એનો આશ્રય કરવા માટે
તો ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ છે. આહા... હા... હા! (તેનો આશ્રય કરે) ત્યારે તેને સમ્યગ્દર્શન થાય.
ધર્મની એને શરૂઆત થાય. કેમકે દ્રવ્યસ્વભાવ જે મહાપ્રભુ! ચૈતન્ય મહાપ્રભુ! અનંત-અનંત ગુણની
શક્તિથી (સભર) મહાપ્રભુ પોતે (છે). એનો આશ્રય લેતાં, આશ્રય લેનાર પર્યાય છે એટલે
પર્યાયની હયાતી આવી ગઈ (એમાં). ગુણ ને દ્રવ્ય અભેદ છે. આહા... હા! આવી વાતું (આત્મ

Page 68 of 540
PDF/HTML Page 77 of 549
single page version

ગાથા – ૯૪ પ્રવચનસાર પ્રવચનો ૬૮
સ્વભાવની) છે! (આત્મસ્વભાવમાં) દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણ હોવા છતાં ગુણ પણ ધ્રુવ અને દ્રવ્ય પણ
ધ્રુવ છે. એવો એનો (દ્રવ્ય-ગુણનો) સ્વભાવ (છે). હવે અહીંયા પર્યાય એનો આશ્રય લ્યે (છે)
એટલે ત્યાં પર્યાય પણ આવી ગઈ. સમજાય છે કાંઈ? આહા.. હા! અગમ પ્યાલા! અજર પ્યાલા!
એવું છે.
અગમ પ્યાલા પીઓ મતવાલા, ચીન્હી અધ્યાતમ વાસા; આનંદધન ચેતન વ્હૈ ખેલે, દેખે
લોક તમાશા! આનંદધનજીના શબ્દો છે!
(અહીંયાં કહે છે કેઃ) પહેલામાં (પહેલા પેરેગ્રાફમાં શરૂઆતમાં) એમ કહ્યું હતું કેઃ જીવને
પુદ્ગલ અસાનજાતીય (દ્રવ્યપર્યાયનો) આશ્રય કે જે “સકળ અવિદ્યાઓનું એક મૂળ છે.” એમ હતું.
પર્યાયનું લક્ષ કરનાર, (એક સમયની) પર્યાયને પકડી શકતો નથી એથી તેની દ્રષ્ટિ અસમાન જાતીય
- શરીર ઉપર જાય છે. અને તેથી શરીરને (જ) પોતાનું માનનાર, હું મનુષ્ય છું, હું દેવ છું એમ
માનનાર (એવો અભિપ્રાય) સકળ અવિદ્યાનું મૂળ છે. (હવે) અહીંયાં “સકળ વિદ્યાઓનું એક મૂળ
છે”
એ લેવું છે. આહા... હા! પૂરેપૂરા ગુણોની શક્તિ અને પૂરેપૂરી તેની શક્તિનો સાગર આખો એવો
જે આત્મસ્વભાવ, એનો આશ્રય - એનું અવલંબન - તેના તરફનો ઝૂકાવ એ સકળ વિદ્યાઓનું એક
મૂળ છે! ઓલામાં એમ આવ્યું છે કેઃ સકળ અવિદ્યાનું ‘એક’ મૂળ છે (અહીંયાં એમ આવ્યું કે)
સકળ વિદ્યાઓનું
‘એક’ મૂળ છે એમાંય એક આવ્યું હતું.
(કહે છે) અહીંયાં ખરેખર, પર્યાય અને અસમાનજાતીય દ્રવ્યના ઉપર લક્ષ છે, એ લક્ષ જાય
છે - છૂટે છે ત્યારે એ પર્યાયનું લક્ષ ન્યાંથી છૂટે છે ત્યારે દ્રવ્યસ્વભાવ ઉપર (તેનું લક્ષ) જાય છે.
સમજાણું કાંઈ? એટલે આંહી (દ્રવ્ય) ગુણ-પર્યાયવાળું હોવા છતાં તેની પર્યાયને દ્રવ્ય-સ્વભાવ તરફ
જતાં, એકલો ત્રિકાળ દ્રવ્યનો, એને (પર્યાયને) આશ્રય રહે છે. આહા... હા! આવી ઝીણી વાતું હવે
(પણ એને સમજવું પડશે ને...!) અરે.. રે! ક્યાંક લખાણ આવ્યું’ તું. ક્યાંક એમા કે ‘આ જીવો
તિર્યંચમાં ઘણા ઊપજશે’ ક્યાંક આવ્યું’ તું લખાણ! આહા.. હા!
જેને આત્મા તરફનું વલણ નથી અને આખો દી’ પાપ આખો દી’ ચોવીસ કલાક! એકાદ
કલાક સાંભળવા જાતો હોય ક્યાં (તો) શુભભાવ થાય, પણ ત્રેવીસ કલાકના પાપ (માં વખત
જાય).
(શ્રોતાઃ) ધંધો છોડી દ્યે તો ખાય - પીએ શું? (ઉત્તરઃ) ખાવા - પીવાનું શું તો એની કોર
જોડાય તો તે ખાવા - પીવાનું આવે છે? એ ખાવા-પીવાના પરમાણુ તેને આવવાનાં તે આવે. એમ
નથી કીધું... દાણે - દાણે ખાનરકા નામ (‘દાને-દાને પે લિખા હૈ ખાનેવાલેકા નામ’) આવે છે ને?
(શ્રોતાઃ) બૈઠે બૈઠે આ જાયગા? (ઉત્તરઃ) બૈઠે બૈઠે આ જાયગા. આત્મામાં બેસે તો યોગ્યતા ઐસી
હૈ, ખાનારકા નામ પરમાણુમેં (લિખા) હૈ. એ જે પરમાણુ આનેવાલા આયગા, નહીં આનેવાલા નહીં
આયગા, તેરા પ્રયત્ન ત્યાં કુછ કામ કર સકતે નહીં. આહા... હા!
(અહીંયાં કહે છે) “ (કે જે) સકળ વિદ્યાઓનું એક મૂળ છે તેનો–આશ્રય કરીને.” જોયું...?
અહા... હા! ભગવાન! પર્યાય છે તે આ બાજુ (પર્યાય તરફ) છે અને આ બાજુ (દ્રવ્ય તરફ) જતાં
એને એકદમ દ્રવ્યનો જ આશ્રય આવે છે. એ આવ્યું છે ને...! ‘પરનું લક્ષ છોડ, તેમાં સ્વનું લક્ષ
જાય’ એ આવે છે. પરનું આ બાજુનું લક્ષ છોડતાં દ્રવ્ય ઉપર જ દ્રષ્ટિ જાય છે. સમજાય છે કાંઈ?
દ્રષ્ટિમાં જે

Page 69 of 540
PDF/HTML Page 78 of 549
single page version

ગાથા – ૯૪ પ્રવચનસાર પ્રવચનો ૬૯
અસમાનજાતીય (દ્રવ્યપર્યાય એટલે) શરીર (છે) એ પર્યાય બુદ્ધિ છે. તેથી ત્યાં એનું વલણ થઈ ગયું
છે. એ પર્યાય (દ્રષ્ટિની) તેનાથી છૂટે એટલે ખરેખર ગુણ ઉપર ન જતાં - એ પર્યાયથી છૂટે કે દ્રવ્ય
ઉપર (દ્રષ્ટિ) જાય છે. આહા.. હા! ત્યારે એ સકળ વિદ્યાનું મૂળ એવો દ્રવ્યસ્વભાવ એને
પકડવામાં - સમ્યગ્દર્શનમાં આવે છે. આહા... હા..!! છે? “આશ્રય કરીને યથોકત” જેમાં (ગાથા
૯૩માં) કહ્યું હતું એવું દ્રવ્ય. જે વિસ્તારસામાન્ય (સમુદાય) ગુણ (અને) આયતસામાન્ય (સમુદાય)
પર્યાય એનો જે પિંડ જે યથોકત સ્વભાવ, એવા આત્મસ્વભાવની
“સંભાવનામાં સમર્થ હોવાને
લીધે” ઓલો અવિદ્યાના ફળમાં પુરુષાર્થમાં સમર્થ હતો. આ આત્માના તરફ જ્યાં વલણ ને ઝૂકાવ
થ્યો ત્યારે આત્મા તરફના અનુભવમાં તેનો પુરુષાર્થ વળે છે. સંભાવનામાં સમર્થ છે. આત્માનો
અનુભવ કરવાને સમર્થ છે. સંભાવના (એટલે) અનુભવ કરવો. સંચેતન (એટલે) ભગવાન આત્મા
પૂરણ નિત્યાનંદ પ્રભુ! તેના તરફનું સંચેતન-તેનો અનુભવ-તેની માન્યતા એટલે એકલી માન્યતા
(મન સુધીની) એમ નહીં હો! (પણ પરિણમન) - તેનો આદર, ત્રિકાળી સ્વભાવની માન્યતા,
આદર, (અનુભવ) સંચેતન (એટલે) એનું ચેતવું-જાણવું, જે રાગને-પર્યાયબુદ્ધિમાં - અસમાનજાતીય
(દ્રવ્યપર્યાયમાં) જાગતો હતો એ ચેતનના ત્રિકાળીસ્વભાવ તરફ ઝૂકાવમાં પડયો! સંચેત થ્યો, જાગૃત
થયો ભગવાન! આહા... હા! સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાનમાં, એણે દ્રવ્યનો આશ્રય લીધો તેથી તે જાગૃત
થઈ ગ્યો!! આહા... હા! આવું ઝીણું પડે લ્યો, માણસને!
“સંભાવનામાં સમર્થ હોવાને લીધે.” જેણે
ભગવાન આત્માનો આશ્રય લીધો. એમાં (આત્મામાં) અનંત, અનંત સામર્થ્ય, અનંત અનંત વીર્યનું
પણ સામર્થ્ય ભર્યું પડયું છે..! આહા.. હા! અનંત વીર્ય, અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાતિ,
અનંત પ્રભુતા, અનંત સ્વચ્છતા, એવા સ્વભાવનો ધરનાર ભગવાન, એનો આશ્રય લેતાં અનુભવ
કરવાનો સમર્થ હોવાને લીધે - એ ભગવાન આત્માનો અનુભવ કરવાને તાકાતવાળો થયો! અહા...
હા! અનાદિથી રાગનું વેદન હતું. (પણ) દ્રવ્યમાં દ્રષ્ટિ પડતાં, એને આનંદના વેદનની ભાવના પ્રગટી.
આવું છે!
“પર્યાયમાત્ર પ્રત્યેનું બળ (જોર) દૂર કરીને.” પર તરફના લક્ષવાળું જે જોર હતું.
અસમાનજાતીય (શરીર) તરફ - પર્યાય (દ્રષ્ટિ) માં પર્યાય પકડી શકતો નહોતો તેથી લક્ષ જતું’ તું
શરીર ઉપર-એ પર્યાય માત્ર (પ્રત્યેનું) બળ દૂર કરીને (એટલે) એ તરફના વલણને (ઝૂકાવને) દૂર
કરીને (
“આત્માના સ્વભાવમાં જ સ્થિતિ કરે છે (–લીન થાય છે).” આવી વાત છે! પર તરફની
પર્યાયબુદ્ધિ-અસમાનજાતીય દ્રવ્યપર્યાયની બુદ્ધિ હતી તેનું લક્ષ છૂટે છે અને સ્વભાવનો આશ્રય કરે છે.
ત્યાં સ્વભાવમાં સ્થિતિ કરે છે. સ્વ+ભાવ=પોતાનો કાયમી નિત્યાનંદ પ્રભુ! -દ્રવ્યનો જે નિત્ય
સ્વભાવ, કાયમી સ્વભાવ, સત્નું આખું સત્ત્વ જે પૂરણ, - તેનો આશ્રય કરે છે. તેમાં સ્થિતિ કરે છે.
આહા... હા! હવે આવી વાતું છે!! તેમાં લીન થાય છે!,
“તેઓ–જેમણે સહજ – ખીલેલી
અનેકાંતદ્રષ્ટિ (વડે) ” આહા... હા! સહજ ખીલેલી” આહા... હા! સહજ ખીલેલી, સ્વ...ભાવમાં
પર્યાય નથી, રાગ નથી, પર નથી. - એવી સ્વાભાવિક ખીલેલી! આહા...! અનેકાંત દ્રષ્ટિ વડે ત્રિકાળ
સ્વભાવ તે હું છું અને ભેદ ને પર્યાયને અસમાનજાતીય (શરીર) હું નથી, એનું નામ અનેકાંત છે. એ
અનેકાંતદ્રષ્ટિ વડે
“સમસ્ત એકાંતદ્રષ્ટિના પરિગ્રહના આગ્રહો (–પકડો) પ્રક્ષીણ કર્યા છે એવા” -
સ્વભાવ સન્મુખના અનુભવ વડે આહા... હા! સમસ્ત એકાંતદ્રષ્ટિ જે હતી - જે ‘શરીર

Page 70 of 540
PDF/HTML Page 79 of 549
single page version

ગાથા – ૯૪ પ્રવચનસાર પ્રવચનો ૭૦
મારું ‘રાગ મારો’ એવી જે એકાંતદ્રષ્ટિ હતી. એનાથી મને કલ્યાણ થાય! દયા, દાન, વ્રત પરિણામ
કરું તો મારું કલ્યાણ થાય - એ બધી દ્રષ્ટિ એકાંતદ્રષ્ટિ હતી. મિથ્યાદ્રષ્ટિ હતી. (જૂઠો અભિપ્રાય હતો)
“એકાંતદ્રષ્ટિના પરિગ્રહના આગ્રહો” પરિગ્રહો (અર્થાત્) સ્વીકાર; અંગીકાર તેનો અર્થ છોડી દઈએ.
ભગવાન પરિપૂર્ણ, અમૃતગુણથી ભરેલો, પ્રભુગુણથી ભરેલો, શાંતિગુણથી ભરેલો, સ્વચ્છતાગુણથી
ભરેલો-એવા એવા અનંતા- અનંતા ગુણથી ભગવાન (આત્મા) ભરેલો, એકરૂપ - સ્વભાવ, (ગુણ)
ભેદ નહીં એવા સ્વભાવમાં આવતાં સમસ્ત એકાંતદ્રષ્ટિનો આગ્રહ છૂટી ગયો છે. પ્રક્ષીણ કર્યો છે.
આહા... હા.. હા! ભાષા તો જુઓ! પ્રક્ષીણ=પ્ર વિશેષે ક્ષીણ, ક્ષય કર્યો છે.
આહા... હા! પંચમઆરાના સંત્! પંચમઆરાના અપ્રતિબુદ્ધ જીવને જીયારે પ્રતિબોધ પામે છે
તેની આ વાત કરે છે. આહા... હા... હા! જેણે એકાંત દ્રષ્ટિના-પકકડના ભાવ નાશ કરી દીધા છે.
(જોયું?) એકલા ક્ષીણ ન લીધું, પ્રક્ષીણ (લીધું) એમ કીધું ને...! આહા... હા! પ્રક્ષીણ કર્યા છે. વિશેષે
(ક્ષીણ) નાશ કર્યો છે. આહા... હા!
‘પ્રવચનસાર’ માં શરૂઆતમાં પહેલાં આવે છે ને...! કે કુંદકુંદાચાર્ય કેવા છે? ...
“વિવેકજ્યોતિ જેમને પ્રગટ થઈ છે... અને સમસ્ત એકાંતવાદની વિદ્યાનો અભિનિવેશ જેમને અસ્ત
થયો છે” - સમસ્ત પકડનો નાશ કર્યો છે. સર્વ એકાંતદ્રષ્ટિનો નાશ કર્યો છે. ઈ અહીંયાં કહે છે.
ગુણભેદથી લાભ થાય, પર્યાયભેદથી લાભ થાય, દાન- દાનના વિકલ્પથી આત્માને લાભ થાય (એ
બધી એકાંતદ્રષ્ટિ છે.) (વળી) દ્રવ્યનો (દ્રષ્ટિએ આશ્રય લેતાં એકાંતદ્રષ્ટિના (પરિગ્રહો) પ્રક્ષીણ કરી
નાખ્યા છે. વિશેષે નાશ કરી નાખી છે (એકાંતદ્રષ્ટિ), આમ અનેકાંત અને એકાંત (નું સ્વરૂપ) છે. આ
તો (અજ્ઞાનીઓ) કહે વ્યવહારથી પણ થાય, પર્યાય બુદ્ધિથી થાય, દ્રવ્યબુદ્ધિથી થાય. (પણ અનેકાંત
અને એકાંત એવા) બે પ્રકાર પડયા તો એક - બીજાને વિરોધ છે. આ પર્યાયબુદ્ધિ અને દ્રવ્યબુદ્ધિ
(બંનેને) વિરોધ છે. આહા... હા! આવી (સત્ય) વાત સાંભળતા હજી કઠણ પડે! (સત્ની વાત)
સાંભળવા મળે નહીં, એ વિચારે કેદી’, ને..! જિંદગી (ચાલી) જાય છે. ઘણા જીવો એમને એમ, બફમમાં
ને બફમમાં જિંદગી ગાળી જનમ મરણના આંટામાં ચાલ્યા જાય છે પાછા (રખડવા!) આહા...હા!
(અહીંયાં કહે છે કેઃ) પ્રભુ! (આત્મા) બિરાજે છે. ને મહાપ્રભુ ચેતન. જેમાં ભવ ને ભવનો
ભાવ ને પર્યાય જેમાં નથી. જે પર્યાય, દ્રવ્યનો આશ્રય કરે છે એ પર્યાય, પણ એમાં (દ્રવ્યમાં) નથી.
આહા... હા! એવી એકાંતદ્રષ્ટિના સમસ્ત પરિગ્રહના આગ્રહો (-પકડો) પ્રક્ષીણ કર્યા છે. આ તો બીજા
આત્માની વાત લીધી છે. કુંદકુંદાચાર્યની છે. છે ને શરૂઆતમાં (પહેલી પાંચ ગાથા-૧ થી પ ની
પહેલાં) જેમને
‘સંસાર સમુદ્રનો કિનારો જેમને નિકટ છે એવા (આસન્નભવ્ય મહાત્મા) એ શબ્દો
અહીંયાં (જેમણે) દ્રવ્યનો આશ્રય કર્યો છે એમને લાગુ પડે છે. એવા ‘શ્રીમદ્ ભગવત્કુંદકુંદાચાર્યદેવ’,
સાતિશય (ઉત્તમ) વિવેકજ્યોતિ જેમને પ્રગટ થઈ છે. સાતિશય વિવેકજ્યોતિ - રાગને પરથી ભિન્ન
એ (સાતિશય) વિશેષ ઉત્તમ વિવેકજ્યોતિ પ્રગટ થઈ છે કે જે જ્યોતિ (પ્રગટ) થઈ તે હવે અસ્ત
થવાની નથી. આહા... હા.. હા!
‘અને સમસ્ત એકાંતવાદની વિદ્યાનો અભિનિવેશ જેમને અસ્ત થયો
છે.’ જોયું? સમસ્ત એકાંતવાદની વિદ્યાનો અભિનિવેશ, આગ્રહ, અભિપ્રાય અસ્ત થયો છે. આહા...
હા!
‘એવા,

Page 71 of 540
PDF/HTML Page 80 of 549
single page version

ગાથા – ૯૪ પ્રવચનસાર પ્રવચનો ૭૧
પારમેશ્વરી અનેકાંત વિદ્યાને પામીને, સમસ્ત પક્ષનો પરિગ્રહ – શત્રુમિત્રાદિનો સમસ્ત પક્ષપત
છોડયો હોવાથી, અત્યંત મધ્યસ્થ થઈને
- અત્યંત મધ્યસ્થ થઈ ગયા છે. એ શબ્દો અહીંયાં વાપર્યા.
આહા...! ભગવાન કુંદકુંદાચાર્ય માટે શબ્દો વાપર્યા. એ શબ્દો અહીંયાં (દ્રવ્યમાં) દ્રવ્યને આશ્રયે
(માટે) વાપર્યા છે. આત્મા છે ને...! તું ય આત્મા છો ને પ્રભુ! તને એક સમયની પર્યાયની રમતમાં
તને અંતર પડયો (ધ્રુવ) પ્રભુ! એની સૂઝ પડતી નથી તને! સૂઝ-બૂઝ પડતી નથી પ્રભુ! એક
સમયની પર્યાયની રમતુંમાં અનંતકાળ ગાળ્‌યો પ્રભુ! એથી તને એમાં સૂઝ પડતી નથી. પણ પ્રભુ તું
મહાપ્રભુ બિરાજે છે જોડે (પર્યાયની જોડે) અંદર, અંતરમાં- એવા મહાપ્રભુનો આશ્રય લઈ અને જેણે
એકાંતદ્રષ્ટિ સર્વથા છોડી દીધી છે. આમ તો આ બાજુ ઢળી ગયો છે, નય છે સમ્યક્એકાંત. પણ
સમ્યક્એકાંત, મિથ્યા એકાંતનો નાશ કરીને સમ્યક્એકાંત ઉત્પન્ન થયું છે. આહા... હા.. હા!
આહા... હા..! સમસ્ત એકાંતદ્રષ્ટિના પકડને.... સ્વીકારને... અંગીકારને પ્રક્ષીણ કર્યો છે. “એવા
મનુષ્યાદિગતિઓમાં અને તે ગતિઓના શરીરોમાં અહંકાર– મમકાર નહિ કરતાં.” (ગાથા) ૯૪ છે
ને..? અહંકારને મમકારનો અર્થ કર્યો છે બીજો કંઈક આમાં. ટીકામાં છે. જુઓ!
‘मनुष्यादिर्पायरूपो ड
हमित्यहङ्कारो भण्यते।’ જયસેન આચાર્યની ટીકા.
અહં ને મમનો બેનો ફેર પાડયો. આહા... હા! (જયસેન આર્ચાયની) ટીકામાં છે. એ પેરેગ્રાફ
વંચાય છે ને એ જ ઉપર છે. જેને પર પ્રત્યેના અહંકાર- મનુષ્ય છું, દેવ છું, ગતિ છું ને એનો
અહંકાર છૂટી ગયો છે અને એના તરફથી મને સુખ થતું - એવો મમકાર છૂટી ગયો છે. એમ અર્થ
કર્યો બે (પ્રકારે). આહા.. હા! “અહંકાર–મમકાર નહિ કરતાં અનેક ઓરડાઓમાં સંચારિત
રત્નદીપકની માફક.”
લઈ જવામાં આવતા - જેમ જુદા જુદા ઓરડાઓમાં લઈ જવાતો રત્નદીપક
રત્નનો દીવો “એકરૂપ જ”. રહે છે ગમે તે ઓરડામાં લઈ જાવ તે તો એકરૂપ જ રહે છે. આહા..
હા! ગમે તેવા રાગને મનુષ્ય. દેહાદિદવ - દેવીમાં હો એ તો રતનનો દીવો તો એવો ને એવો
ચેતનમૂર્તિ ભગવાન છે.
‘આત્માને ઉપલબ્ધ કરતા થકા” અનેક ઓરડામાં રતનનો દીવો લઈ જાવ
તો રતનના દીવાને તો કંઈ પવન લાગતો નથી - એની ચમક ને. એમ અનેક ઓરડામાં જતાં તે
ઓરડારૂપે તે રતન થતો નથી. - એમ ભગવાન આત્મા, અનેક શરીરોમાં ને રાગાદિમાં ભલે વર્તાઈ
ગયો છતાંય ચેતનરતન તો એનાથી ભિન્ન જ વર્તે છે. આહા... હા... હા! આવું વ્યાખ્યાન! હવે! બાપુ
મારગ તો પ્રભુનો આવો છે! આહા... હા! વીતરાગ સર્વજ્ઞદેવ! ત્રિલોકનાથ! વીતરાગપણું પ્રાપ્ત
કરવાનો ઉપદેશ છે! ભાઈ તું વીતરાગભાવથી ભરેલો પ્રભુ છો ને...! તારામાં વીતરાગભાવ -
જિનસ્વરૂપ ઠસોઠસ ભર્યું છે! એનો જેણે આશ્રય લીધો એને સમસ્ત એકાંતદ્રષ્ટિ ક્ષય થઈ ગઈ છે.
આહા.. હા... હા! પ્રક્ષીણ થઈ ગઈ છે. વિશેષે ક્ષય થઈ ગઈ છે. પ્રભુ! વર્તમાન તો ક્ષયોપશમ
સમકિત હોય છે ને...! ક્ષાયિક તો છે (નહીં) તો પણ કહે છે કે ક્ષયોપશમ સમકિતમાં પણ સમસ્ત
એકાંતદ્રષ્ટિનો વિશેષે નાશ થઈ ગ્યો છે!! આહા... હા! ભલે ક્ષયોપશમ હો કે ક્ષાયિક થવાની બીજે
ભવે તૈયારી હોય તો એવો હોય અહીંયાં - પણ એ બધા આગ્રહ જેટલા એકાંત (દ્રષ્ટિ) ના છૂટી
ગયા છે, નાશ થઈ ગ્યા છે. આહા! એકલો પ્રભુ! પૂર્ણાનંદનો નાથ ભગવાન ધ્રુવ સ્વભાવ,
જ્ઞાયકભાવ- એનો આશ્રય લઈને જે ચેતનના પ્રકાશનાથના નૂર પ્રગટયાં - એમાં - આગ્રહ-
એકાંતદ્રષ્ટિનો નાશ થઈ જાય છે. અને નિર્મળ અનેકાંતપર્યાય પ્રગટ થાય છે.

Page 72 of 540
PDF/HTML Page 81 of 549
single page version

ગાથા – ૯૪ પ્રવચનસાર પ્રવચનો ૭૨
આહા... હા... હા! સમસ્ત એકાંતદ્રષ્ટિનો નાશ પ્રક્ષીણ થાય છે. વ્યય કીધો. આહા...! ત્રિકાળી
આનંદના નાથનો આશ્રય લેતાં સમ્યગ્દર્શન (જ્ઞાન-ચારિત્ર) અનેકાંતની પર્યાય ઉત્પન્ન થાય છે.
આહા... હા! ‘જ્ઞેય અધિકાર’ છે આ...! (જ્ઞેયનું આવું સ્વરૂપ છે એમ કહે છે. જ્ઞાનમાં જણાવાલાયક
જે ‘જ્ઞેય’ છે. એનું સ્વરૂપ જ આવું છે!! આ કોઈ પંથ ને પક્ષ કે વાડો નથી કાંઈ! જૈન ધર્મ કોઈ
વાડો નથી. પંથ કોઈ નથી કે અમારો પંથ આ ને તમારો પંથ આ - એમ અહીં નથી. આ તો વસ્તુનું
સ્વરૂપ જ એવું છે. આહા.. હા! જેણે ભગવાન પૂર્ણાનંદના નાથનો આશ્રય લીધો એને સમસ્ત
એકાંતદ્રષ્ટિ નાશ થઈ જાય છે. એને શરીરાદિમાં હું છું (એવા અભિપ્રાયનો) નાશ થઈ જાય છે. અને
પરમાં કંઈક ઠીક છે - બહુ ગરમી થઈ ગઈ હોય અને હવા આવે તો ઠીક છે, એમ બુદ્ધિ અંદર થઈ
જાય, એ મિથ્યાત્વ છે. પંખો આવે પંખો - આપણે મોટી સભા વખતે બધે પંખા હોય છે. સાંભળવું
છે આ (વસ્તુ સ્વરૂપ) અને પંખા રાખે માથે! આ મુંબઈમાં ને બધે અમદાવાદ! અહીંયાં બીજું કહેવું
છે કે જરી અહીં ગરમી શરીરમાં હોય ને..! (એટલે ગરમી લાગતી હોય) એમાં જ્યાં ઠંડી હવા આવે
કે એને ઠીક લાગે - એ મમકાર છે. આહા... હા... હા.. હા! શરીરાદિ એ હું છું એ અહંકાર છે અને
એવી અનુકૂળતા - પ્રતિકૂળતામાં ઠીક ન લાગે એ પણ એક મમકાર છે. આહા... હા... હા!! બારણા
બંધ થાય અને ગરમી લાગે અંદર, કહે છે કે એના પ્રત્યેનો જે મમકાર હતો - કે આ ગરમી છે તે
ઠીક નથી - એ મમકાર (જ્ઞાનીને) છૂટી જાય છે. આહા.. હા! ગરમી એટલી બધી લાગી હોય, લૂ!
એમાં ઠંડી હવા આવે અને આમ (હાશકારો થાય) તો કહે છે કે એવો મમકાર જ્ઞાનીને છૂટી જાય છે.
આહા... હા... હા! પહેલામાં (અહંકારમાં) પરનુંહું- પણું છે એ છૂટી જાય છે અને બીજામાં
(મમકારમાં) પરમાં ઠીક છે કે અઠીક છે (મને) એ બુદ્ધિ છૂટી જાય છે. શરીર તે હું છું એવું અહમ્
છૂટી જાય છે અને અનકૂળતા - પ્રતિકૂળતામાં ઠીક - અઠીકની જે બુદ્ધિ હતી તે છૂટી જાય છે.
આહા... હા! ગજબ કામ કર્યા છે ને...! વસ્તુની સ્થિતિ વર્ણવી છે હોં! તે ગતિઓમાં અને ગતિઓના
શરીરોમાં અહંકાર ને મમકાર નહીં કરતાં - અનુકૂળ ચીજમાં મને ઠીક છે અને પ્રતિકૂળમાં ઠીક નથી
એ બધો આગ્રહ અહંકાર (મમકારનો) જ્ઞાનીને છૂટી જાય છે. સમજાય છે કાંઈ?
આહા... હા! તેથી કહ્યું છે ને ઓલામાં...! (‘સમયસાર’) નિર્જરા (અધિકાર) માં (ગાથા-
૨૧૦-૨૧૧-૨૧૨-૨૧૩) પુણ્યનો પરિગ્રહ નથી, પાપનો પરિગ્રહ નથી, આહારનો પરિગ્રહ નથી,
પાણીનો પરિગ્રહ નથી. બંધ અધિકારમાં (પણ) આવે છે ને...! એ આદિ પછી ઘણું નાખ્યું છે.
આહા.. હા... હા! જ્યાં ભગવાન જાગ્યો અંદરથી, અનેકાંત દ્રષ્ટિ થતાં એકાંત દ્રષ્ટિનો નાશ થયો ત્યાં
પરમાં કંઈક પણ ઠીક-અઠીકપણું એવી શ્રદ્ધા ઊડી જાય છે અહા... હા... હા! આવો મારગ છે બાપા!
છતાં એ જ્ઞાની એ ચક્રવર્તી સમકિતી હતા છતાં બત્રીસ કવળનો આહાર (લ્યે) એક કવળ છન્નું કરોડ
પાયદળ ન પચાવી શકે (એવો આહાર) એ ખાતા છતાંય ખાતા નહીં (એમ અહીંયાં કહે છે)
આહા... હા... હા! આ ઠીક છે એ દ્રષ્ટિ જ ન હતી ત્યાં (તેમને)
(શ્રોતાઃ) અઠીક છે એ માનીને એ
ખાતા’ તા? (ઉત્તરઃ) અઠીક છે એમ પણ દ્રષ્ટિ નહોતી. અસ્થિરતાનો રાગ આવી જાય પણ દ્રષ્ટિ
(અભિપ્રાયમાં) ઠીક - અઠીક છે જ નહીં. આહા... હા... હા! આખી દુનિયામાંથી અહંકાર (મમકાર)
જાય છે અને અનુકૂળતામાંથી સુખબુદ્ધિ ઊડી જાય છે. અને પ્રતિકૂળતા છે માટે મને દ્વેષ થાય છે એ
(અંતર અભિપ્રાય) ઊડી જાય છે. પ્રતિકૂળતાને કારણે દ્વેષ થાય છે (એ માન્યતા હોતી નથી
જ્ઞાનીને). ગજબ વાત છે બાપા!! આહા... હા! શું સંતોએ (અદ્ભુત) કામ કર્યાં છે! અને
(વસ્તુસ્વરૂપ)

Page 73 of 540
PDF/HTML Page 82 of 549
single page version

ગાથા – ૯૪ પ્રવચનસાર પ્રવચનો ૭૩
સ્પષ્ટ કર્યું છે. અહંકાર (એટલે) અહં (પણું) મમ (કાર) આ મારું, મને આ ઠીક પડે છે કે અઠીક
(પડે છે એ બધો મમકાર (છે) આહા... હા... હા!
(અહીંયાં કહે છે કેઃ) “મનુષ્યાદિગતિઓમાં અને તે ગતિઓના શરીરોમાં અહંકાર મમકાર
નહિં કરતાં અનેક ઓરડાઓમાં સંચારિત રત્નદીપકની માફક.” રત્નનો દીવો લીધો અને એના
પ્રકાશને હલાવવા માગે પણ કાંઈ એ હલે છે? અંધારામાં લઈ જાવ ઓરડામાં તો ઈ પ્રકાશ પ્રકાશનો
અભાવ થાય છે? - એમ મનુષ્યગતિ કે દેવગતિ કે નારકગતિ (માં આત્માનો પ્રકાશ એનો એ છે.)
આહા.. હા! ભગવાન પૂર્ણાનંદ, એનો જ્યાં આશ્રય લીધો એટલે - એ બધામાં અનુકૂળ અને
પ્રતિકૂળતાની જે બુદ્ધિ હતી - (તે) દ્રષ્ટિ છૂટી જાય છે. છતાં ઇન્દ્રિયથી (નિવૃત્તિ નથી) નિવૃત્તિ
આમથી (અંતરમાંથી) આવે છે ને..! ઇન્દ્રિયના વિષયથી નિવર્ત્યા નથી. ‘ગોમ્મટ સાર’ (માં કહ્યું
છે). અવ્રતી છે...ને! સમકિતી ચોથે (ગુણસ્થાને) છે ને..! દ્રષ્ટિમાંથી બાપુ! (નિવર્ત્યા છે, અભિપ્રાયં
પલટયો છે, માન્યતા સાચી થઈ છે).
આખી દુનિયામાંથી, કોઈપણ ચીજમાં, મને ઠીક પડશે કે અઠીક પડશે - એવી બુદ્ધિનો નાશ
થઈ ગ્યો છે બાપુ! આહા... હા... હા! અસ્થિરતાનો રાગ આવે, એ કાંઈ એકતાબુદ્ધિ થઈ નથી. આ
તો એકતાબુદ્ધિ થઈ છે (તે મિથ્યાત્વ છે). આહા... હા.. હા!
(કહે છે જ્ઞાનીને) આમ શરીરને ચંદન ચોપડે, ગરમી હોય, ... ને! તો પણ જેને એ જ્ઞેય છે
એ સિવાયનો એનો (સ્પર્શ) આ ઠીક છે એવો મમકાર ગયો છે. ‘अहं’ અને ‘मम’ આ બે શબ્દ છે
એટલે બે જુદા પડે ને... જુદો અર્થ કરવો પડે ને...! ‘જયસેન આચાર્ય’ ની (ટીકામાં બન્નેના જુદા
અર્થ કર્યા છે) બે શબ્દ છે (તો) તેના વાચ્ય પણ બે (છે). આહા... હા..! ત્રણ લોકનો નાથ
ભગવાન! સચ્ચિદાનંદ પ્રભુ (આત્મા), ધ્રુવ પરમસ્વભાવ, પંચમભાવ, પરમભાવ, (પરમ)
પારિણામિકભાવ, જ્ઞાયકભાવ, ધ્રુવભાવ-પારિણામિકભાવ તો પરમાણુમાં પણ છે તેથી કરીને અહીંયાં
જ્ઞાયાકભાવ લીધો છે. (એ) જ્ઞાયકભાવ એકલા જ્ઞાનપ્રકાશનો પુંજ પ્રભુ! (ચૈતન્ય, રતનનો દીવો
છે). જેમ રતનનો દીવો એક ઓરડામાંથી બીજા ઓરડામાં ફરે, છતાં તેનો પ્રકાશ હલે (અસ્થિર
થાય) નહીં, એમ આ ભગવાન આત્મા (જ્ઞાયક ભાવ) ગમે તેવા રાગ - દ્વેષના પ્રસંગમાં આવ્યો -
(પર) ક્ષેત્રમાં છતાં એનામાંથી - પોતાનામાંથી એ હઠતો નથી. એ મારું છે અને મને થયું છે એમ
એ (જ્ઞાની-અનુભવી) માનતો નથી. આવી વાતું છે. આંહી! (પણ સમજવાની) નવરાશ ક્યારે...?
જિંદગી આખી જાય છે. આહા... હા! (આબાલ-ગોપાલ સૌએ) કરવાનું તો આ છે ભાઈ! મનુષ્યદેહ
મળ્‌યો એમાં કરવાનું તો એ છે કે ભવમાં, ભવના, અંતની વાતું કરવાની છે, બાપા! ભવમાં ભવના
અંતનો ભાવ પ્રગટ કરવાનો છે અહીંયાં તો (આ મનુષ્ય ભવમાં તો) આહા... હા! (સમજાણું?)
(આહા.. હા!) એવો અનેક ઓરડાઓમાં સંચારિત રત્નદીપકની માફક એકરૂપ જ આત્માને
ઉપલબ્ધ કરતા થકા.” (અર્થાત્) - અનુભવતા થકા” અનેક ઓરડામાં જતાં એ રત્નદીપક અનેકરૂપ
થાય છે એમ નથી. ઓરડો નાનો હોય, મોટો હોય, અંધારાવાળો હોય, ઊકરડા જ્યાં ભર્યા હોય કે
રૂપાળો હોય -રત્નદીપક તો એકરૂપ જ રહે છે. (એમ) ચેતન દીવો એકરૂપ જ રહે છે. ભગવાન
આત્મા, રાગની અસ્થિરતા હોય કે દ્વેષની અસ્થિરતા હોય પણ ત્યાં તો ચેતનદીવડો તો એકલો
જાણન- દેખન

Page 74 of 540
PDF/HTML Page 83 of 549
single page version

ગાથા – ૯૪ પ્રવચનસાર પ્રવચનો ૭૪
(જ્ઞાતા-દ્રષ્ટા) માં ઊભો (ધ્રુવ) રહે છે. “એકરૂપ (જ) આત્માને ઉપલબ્ધ કરતા થકા.” અનેક
ઓરડાઓમાં રત્ન જાય છતાં પણ રત્ન તો એકરૂપ જ રહે છે, એમ અનેક શરીરમાં આત્મા જવા છતાં
પરમાં રહેવા છતાં - એનો ગુણ એવો છે કે તે એકરૂપ જ રહે છે. (‘સમયસાર’ - પરિશિષ્ટમાં)
૪૭ શક્તિમાંએક એવી શક્તિ છે છે જે ‘સ્વધર્મવ્યાપકત્વ’ છે. ‘સર્વ શરીરોમાં એક સ્વરૂપાત્મક એવી
સ્વધર્મવ્યાપકત્વ શક્તિ.” ૨૪. અનંતાશરીરમાં રહેવા છતાં તે ‘સ્વધર્મવ્યાપક શક્તિ’ પરને અડી
નથી. પરમાં રહ્યા છતાં (તે પરને અડી નથી) એનો એવો ગુણ છે. આહા.... હા! અનેક શરીરોમાં
રહ્યા છતાં - રત્નનો દીવડો જેમ એવો ને એવો (પ્રકાશિત) રહે છે - એમ ભગવાન આત્મા, જેની
દ્રષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર પડી ગઈ છે, એનો આત્મા એવો ને એવો રહે છે! આહા.... હા...! આ તો
બાવા થાય તો થાય, ઓલો ભાઈ! અમારે છે ને એ એમ કહે છે. બાવો જ છો તું સાંભળને..! કોઈ
દી’ રાગમાં આવ્યો નથી, રાગરૂપ થયો જ નથી! પછી તારે બાવો એને નવો ક્યાં થવું છે. કોઈ
સ્થળમાં રહ્યો, કોઈ ક્ષેત્રમાં રહ્યો, કોઈ કાળમાં રહ્યો (છતાં) પરરૂપે (આત્મા) થયો જ નથી. જ્યાં
રાગરૂપે થયો નથી (અરે! એક સમયની પર્યાયરૂપે થયો નથી) આહા... હા! એ તો ચેતનચમત્કાર!
રતન દીવડો- (જેમ) રતનનો દીવડો અંધારા રૂપે થયો જ નથી. એમ ભગવાન ચેતનરતન જેણે
સ્વનો આશ્રય લઈને બધી એકાંતદ્રષ્ટિનો નાશ કર્યો એને અનેકાંત ચેતનરતન દીવડો એવો ને એવો
રહે છે! આહા... હા! આ સમ્યગ્દર્શન ને (સમ્યક્) જ્ઞાનની વાત છે આ. સમજાણું કાંઈ? આહા... હા!
“એકરૂપ જ આત્માને ઉપલબ્ધ કરતા થકા – (અનુભવતા થકા), અવિચલિત
ચેતનાવિલાસમાત્ર આત્મવ્યવહારને અંગીકાર કરીને.” ઓલો ભ્રષ્ટ હતો પહેલાનો (અજ્ઞાની).
અવિચલિત ચેતનાલિવાસ - જ્ઞાનચેતના, જ્ઞાનચેતના જાગી એનો વિલાસ થયો, ચળે નહીં એવી
ચેતના વિલાસ (પ્રગટી). આરે! આવી વાતું કેવી (અપૂર્વ)! ચળે નહીં એવો અવિચલિત
ચેતનાલિવાસ! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ચેતનાનો વિલાસ (છે). રાગાદિનો અનુભવ તે
અચેતનાનો વિલાસ (છે). જડનો વિલાસ છે. આહા.. હા! ભગવાન આત્મા, પૂર્ણાનંદના નાથને જ્યાં
અવલંબ્યો-આશ્રય કર્યો-એ અવિચલિત ચેતનાવિલાસ માત્ર આત્મવ્યવહાર (છે). આ (આત્માનો)
વ્યવહાર ઓલો વ્યવહાર દયા, દાનના વ્યવહારની તો અહીંયાં વાતે ય નથી. આહા... હા! (આ)
આતમવ્યવહાર, આતમવ્યવહાર ઈ...! ઈ તો વળી ચિઠ્ઠીમાં છે ને...! ‘પરમાર્થવચનિકા’ માં છે.
[(પાના નંબર ૩પ૨)... સમ્યગ્દ્રષ્ટિ થતાં જ માત્ર ચતુર્થ ગુણસ્થાનકથી માંડી બારમા ગુણસ્થાન સુધી
મિશ્રનિશ્રયાત્ક જીવદ્રવ્ય મિશ્રવ્યવહારી છે; અને કેવલાજ્ઞાની શુદ્ધનિશ્ચયાત્મક શુદ્ધ વ્યવહારી છે.]
નિશ્ચય તો દ્રવ્ય છે, મોક્ષમાર્ગ એ વ્યવહાર છે. પર્યાય છે ને..! આહા... હા! એ તો (શુભ) રાગને
મોક્ષમાર્ગ વ્યવહારે કહ્યો એ અપેક્ષાએ ચેતનાવિલાસ સમ્યગ્દર્શન-જ્ઞાનને (નિશ્ચય) કહેવાય પણ
દ્રવ્યની અપેક્ષાએ (એ સમ્યગ્દર્શન- જ્ઞાન - મોક્ષમાર્ગને વ્યવહાર કહેવામાં આવે છે). ભગવાન
પૂર્ણાંનંદનો નાથ! એમાં પરિણમન થયું, પરિણમન થયું એ પર્યાય જ વ્યવહાર છે. આહા... હા! આવી
વાતું હવે (સંતોની)! ત્રણ લોકનો નાથ પરમાત્માનો આ પોકાર છે ભાઈ! તારે માટે પોકાર છે
પ્રભુનો! આહા... હા! ભાઈ, અંદર ચેતન પડયો છે ને પ્રભુ ભગવાન (ધ્રુવ છે ને...!) એનો વિલાસ
એની પર્યાયમાં (નવો પ્રગટે છે) દ્રવ્યમાં તો (શક્તિરૂપે) હતો જ શુદ્ધ. પણ હવે (એનું લક્ષ થતાં)
પર્યાયમાં ચેતનાવિલાસ આવ્યું. સ્વભાવનો આશ્રય લેતાં જે (સમ્યક્) દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટયું
એ ચેતનાનો

Page 75 of 540
PDF/HTML Page 84 of 549
single page version

ગાથા – ૯૪ પ્રવચનસાર પ્રવચનો ૭પ
વિલાસ છે. આહા... હા! પંચ મહાવ્રતના પરિણામ એ તો રાગનો વિલાસ છે, કર્મચેતનાનો વિલાસ છે.
આહા... હા... હા!
(અહીંયા કહે છે) “અવિચલિત ચેતનાવિલાસ.” આહા... હા! ચળે નહીં તેવી ચેતનાવિલાસ
(પર્યાય). રત્નનો દીવડો ગમે ત્યાં લઈ જાવ, ચળે નહીં એનો પ્રકાશ. એ હવાના ઝપાટા ન લાગે.
પરમ દી’ નહોતું થયું હવાનું (વાવાઝોડું)! એવી હવામાં કંઈ રતનના દીવડાનો પ્રકાશ હલતો હશે?
(ના.) આહા... હા! આ દીવો તો લબક- જબક થાય અને રતનનો દીવો લબક- જબક ન થાય.
એમ ધ્રુવસ્વભાવ ભગવાન આત્મા, એને જેણે પકડયો એ પર્યાય તો અવિચલિત ચેતનાવિલાસ છે. એ
ચેતનાની રમતું છે! આનંદ (ની રમતું છે) આહા... હા! એને અહીંયાં આત્મવ્યવહાર કહેવામાં આવે
છે. શરીરની ક્રિયા તો ક્યાંય (દૂર) ગઈ. દયા, દાન ને ભક્તિ, દેવ - ગુરુની ભક્તિ એ તો વ્યવહાર
એ પણ ક્યાંય ગયો. આહા... હા! અહીંયાં તો ભગવાન આત્મા, પૂર્ણાનંદનો નાથ પ્રભુ! એને જેણે
સમ્યગ્દર્શનમાં પકડયો -પૂર્ણાનંદના નાથને જેણે સમ્યગ્જ્ઞાનમાં જ્ઞેય બનાવ્યો - એની પર્યાયમાં
અવિચલિત ચેતનાવિલાસ પ્રગટયો છે. એને ધર્મ કહેવામાં આવે છે. (એ આત્માનો આત્મવ્યવહાર
છે) આહા... હા... હા!
(કહે છે કે) ભગવાન, ત્રણ લોકના નાથ! જિનેશ્વરદેવનો આ પોકાર છે જગત પાસે. પ્રભુ!
તારી ચીજ (આત્મવસ્તુ) અંદર પૂર્ણાંનંદથી ભરેલી પૂરણ અનંતગુણોથી - ચૈતન્યરત્નથી ભરેલો
ચૈતન્યસાગર છે અંદર મોટો! આહા... હા! પ્રભુ, તેં ત્યાં નજરે ય કરી નથી કોઈ દી’ પ્રભુ! (નજરું
કરે) એની નજરુંમાં પહેલા નિધાન દેખાશે ને એ નજરું થઈ તે નિર્મળ પર્યાય (થઈ) તે ચેતનાનો
વિલાસ (છે). તે આત્મવ્યવહાર છે. (આત્મ) દ્રવ્યના આશ્રયે જે સમ્યગ્દર્શન- જ્ઞાન, અસ્તિ જે
પ્રગટયું એ વ્યવહાર છે. દયા, દાન, ને ભક્તિ, જાત્રા-જાત્રા એ વ્યવહાર નહીં. એ તો બધો રાગ છે.
આહા.... હા! આવી વાત છે ભાઈ! આવી (અમૂલ્ય) વાતું છે! ઓ... હો... હો.. હો! ઓ. ... હો...
હો! સમયસાર! પ્રવચનસાર! નિયમસાર! (આ આલૌકિક શાસ્ત્રોમાં) ગજબ વાત છે!! જેને
ચેતનસૂર્યના ભેટા કેમ થાય, તેની વાતું કરી છે.
આહા... હા! પરમસ્વભાવ ભાવ, કારણપરમાત્મા, ભગવાન આત્મા ત્રિકાળી સચ્દિાનંદ પ્રભુ!
‘સત્’ જ્ઞાન અને આનંદથી ભરેલો ભગવાન આત્મા ભગવાને (સર્વજ્ઞદેવે) જોયો-એવા આત્માને જે
પકડે, એને સમ્યગ્દર્શન અને (સમ્યક્) જ્ઞાન થાય, એને ધર્મની શરૂઆત થાય. એ વિના લાખ જાત્રા,
કરે, લાખ ભક્તિ, દયા, દાન, પૂજા કરે - એમાં એકલો રાગ ને બંધન અને અધર્મ છે. આહા... હા!
(ગળે ઊતારવું અંતરથી) આકરું કામ (છે) ભાઈ! અનંતકાળથી એણે આ (નિજસ્વરૂપ ઓળખ્યું
નહીં. ભગવાન પૂર્ણાનંદથી ભરેલો (નિજાત્મા) તે તરફનો ઝૂકાવ જ કર્યો નથી. બહારના ઝૂકાવમાં
માની લ્યે (મેં ધર્મ કર્યો) મેં આ કર્યું ને... જાત્રા કરી... ને ભક્તિ કરી.. ને પૂજા કરી, દાન કર્યાં, વ્રત
કર્યાં, ઉપવાસ કર્યાં! હવે એવું તો અનંતવાર કર્યું... હવે સાંભળને! એ રાગની ક્રિયામાં ધર્મ માનનાર
મિથ્યાદ્રષ્ટિ છે, એ એકાંત દ્રષ્ટિ છે! આહા... હા!
(અહીંયાં તો સંતો કહે છે કેઃ) પરમાત્મા પોતે સ્વરૂપે બિરાજમાન! (હાજરાહજુર છે).
આહા... હા... હા... હા...! પરમાત્મા જે કેવળી થ્યા એ ક્યાંથી થ્યા? પ્રભુ, એ પરમાત્મપદ કાંઈ
બહારથી આવે છે? એ પરમાત્મપદ અંદર ભર્યું છે. (તેમાંથી પ્રગટે છે). કેમ બેસે? (કેવળી ભગવાને
પ્રત્યક્ષ જોયો અનુભવ્યો) એવો જે ભગવાન પૂર્ણાનંદનો સાગર આત્મા, ભગવાન આત્મા એનો જેણે
આશ્રય લીધો ને

Page 76 of 540
PDF/HTML Page 85 of 549
single page version

ગાથા – ૯૪ પ્રવચનસાર પ્રવચનો ૭૬
પર્યાયબુદ્ધિ જે સમાનજાતીય (દ્રવ્યપર્યાય) ને અસમાનજાતીય (દ્રવ્યપર્યાય) ને રાગ બુદ્ધિ (એકતા
બુદ્ધિ) છોડી દીધી, એને એકાંતદ્રષ્ટિનો નાશ થઈ જાય છે અને એકાંતદ્રષ્ટિવાળું (આત્મ) તત્ત્વ, એવું
ને એવું શોભાયમાન પ્રગટ થાય છે. આવી ઝીણી વાતું છે પ્રભુ! શું કરીએ? (આવી તત્ત્વની વાત ન
સમજે તો!) આહા... હા! પરમાત્મા, જિનેશ્વરદેવ, ત્રિલોકનાથની આ વાણી છે. જગતને સાંભળવા
મળે નહીં... અરે... રે... આહા... હા! શું અનંતકાળ ગયા રખડવામાં (અહા... હા! સંતોની વીતરાગી
વાણી!)
આહા...હા! અહીંયાં કહે છે. કહેવું છે શું? કેઃ આત્મા જે પૂર્ણાનંદ ધ્રુવ નિત્યાનંદ પ્રભુ છે. એને
જેણે પકડયો સમ્યગ્દર્શનમાં - સમ્યગ્જ્ઞાનમાં એ દશા જે પ્રગટ થઈ, સમ્યગ્દર્શન - જ્ઞાન થયાં (તો તે)
પર્યાય નિર્મળ વીતરાગી છે. એ ચેતનાવિલાસ છે. એ ચેતનાવિલાસ એ આત્માનો વ્યવહાર છે. દયા,
દાન ભક્તિ-ભક્તિ, જાત્રા-જાત્રા એ આત્માનો વ્યવહાર નથી. આહા... હા! અરે... રે! (વ્યવહારના
પક્ષવાળાને) આકરું લાગે! શું થાય પ્રભુ! કોઈની (લાગણી દુભાય એ માટે આ વાત નથી પણ
વસ્તુસ્થિતિ - વસ્તુસ્વરૂપ આ છે). ગાથા તે ગાથાઓ છે ને...! (ટીકા તે ટીકાઓ કેવી સરસ છે!)
એકવાર પ્રભુ સાંભળ તો ખરો! કે પ્રભુ, તારી ચીજ અંદર ચૈતન્યના અનંતગુણના ભારથી ભરેલી
છે!! આહા... હા! એને રાગ ન હોય, પુણ્ય, દયા, દાન, વ્રત (શુભ વિકલ્પ) એને ન હોય ભાઈ! એ
બધો વિકાર છે. (અને આત્મા તો વીતરાગી, નિર્વિકલ્પ, નિર્વિકારી, શુદ્ધ અભેદતત્ત્વ છે). એ
નિર્વિકારી ભગવાન એનો જ્યાં આશ્રય લીધો, અંદરમાં. ત્યારે ચેતનાવિલાસ અવિચલદશા પ્રગટ થઈ.
અતીન્દ્રિય આનંદના સ્વાદ લેતી એ દશા પ્રગટ થઈ. એને અહીંયાં જે સમ્યગ્દર્શન - જ્ઞાન ચારિત્ર
(ની દશા) થઈ (તેને) ધર્મ કહે છે. આહા... હા! અતીન્દ્રિય આનંદના સ્વાદ લેતી દશા અવિચલ
ચેતના પ્રગટ થઈ. ઈ (પર્યાય) એને અમે કહીએ છીએ આત્માનો વ્યવહાર. આ તો ઓલા જાત્રા
કરવી, ભક્તિ કરવી, ને પૂજા કરવી, દયા, દાન, વ્રત, ઉપવાસ કરવા એ બધો વ્યવહાર છે. (એમ
અજ્ઞાની માને છે) એ તો વ્યવહાર નથી (બાપુ! એ તો અસદ્ભૂત કથન છે. એ... એ... એ... તારો
આત્માનો વ્યવહાર નહીં, એ તો જડનો વ્યવહાર છે બાપુ! આકરું પડે પ્રભુ! (તો પણ) તારી
પ્રભુતાને મોળપ ન આપ, ભાઈ! (તારામાં તારી) જેટલી પ્રભુતા છે તેટલી તેને રાખ એને પર્યાયાં
પણ ‘હું છું’ એટલો ન માન. (એમાં તારું હિત છે). આહા.. હા!
(અહીંયાં કહે છે કેઃ) (સાધકને) પૂર્ણાનંદ અને પૂર્ણજ્ઞાન અને પૂર્ણશાંતિ, પૂર્ણવીતરાગતા
(એવા- એવા અનંત) સ્વભાવથી ભરેલો પ્રભુ (આત્મા) ભગવાનનો જ્યાં અનુભવ થ્યો -
[સંભાવના (એટલે) સંચેતન; અનુભવ; માન્યતા; આદર ભગવાન આત્માનો થયો] એ અનુભવ તે
ચેતના વિલાસ છે. એ ચેતન આત્માનો ચેતનાવિલાસ છે. ચેતન તો ત્રિકાળી છે પણ એની પર્યાયમાં જે
આનંદનો વિલાસ આવ્યો એ ચેતનાવિલાસ છે. એને અમે આતમવ્યવહાર કહીએ છીએ. પરમાત્માનો
આ પોકાર છે, જિનેશ્વર દેવ ત્રિલોકનાથનો આ પોકાર છે (એ) દિવ્યધ્વનિમાં ઇન્દ્રો અને ગણધરોની
સમક્ષમાં આ વાત (વાણી) હતી એ સંતો જગત પાસે જાહેર કરે છે. આહા... હા... હા!
અરેરે...! ક્યાં જિંદગી જાશે? (એનો જરી વિચાર નહીં ને) પાપ, આખો દી’ ધંધાના પાપ!
બાયડી- છોકરાંને સાચવવાના પાપ! આખો દિવસ ૨૨ કલાક પાપ, કલાક- બે કલાક કોઈ દિવસ
દેરાસર જાય, જાત્રાએ

Page 77 of 540
PDF/HTML Page 86 of 549
single page version

ગાથા – ૯૪ પ્રવચનસાર પ્રવચનો ૭૭
જાય, કોઈ કોઈ વખતે એમાં કોઈ શુભભાવ થાય, પુણ્ય (બંધાય). એ પુણ્ય તે તો અધર્મ છે એ ધર્મ
નથી. (કારણ કે બંધનભાવ છે). આ વાત બેસે કેમ? બાપા! આહા... હા! બાપુ, તને શલ્ય રહી
ગયા ભાઈ! એકાંતદ્રષ્ટિનું શલ્ય રહી ગયું છે. રાગને લઈ ચેતનને કંઈ લાભ થાય ધર્મનો. (એટલે
શુભરાગથી ધર્મ થાય). એકાંતદ્રષ્ટિનું મિથ્યાત્વનું તને શલ્ય રહી ગયું છે. એ ચેતનના વિલાસમાં
રહેતાં એ શલ્ય નીકળી જાય છે. આહા... હા! સમજાણું કાંઈ...?
(કહે છે) આ તો ફકત આત્મવ્યવહાર ઉપર વજન છે અહીંયાં. ભગવાન પૂર્ણ અમૃતનો સાગર
છે પ્રભુ! સર્વજ્ઞ પરમાત્માને જે (પૂર્ણ) આનંદ પ્રગટયો, કેવળીને (પ્રગટયો) ક્યાંથી આવ્યો પ્રભુ એ
આનંદ? શું બહારથી (ક્રિયાકાંડમાંથી) આવે છે? અંદરમાં ભર્યો છે ભાઈ! પ્રાપ્તની પ્રાપ્તિ છે. કૂવામાં
હોય એ અવેડામાં આવે છે એમ આ બધા આત્મામાં ભગવાન (બિરાજે) છે અંદરમાં! અનંત-અનંત
જ્ઞાન અને આનંદથી ભરેલા પ્રભુ છે (સૌ) એનો (આત્મતત્ત્વનો) આશ્રય લેતાં- એનું અવલંબન
લેતાં જે ચેતના આનંદ અને શાંતિ પ્રગટ થાય તેને અમે આત્માનો વ્યવહાર કહીએ છીએ. આત્મા જે
ત્રિકાળી છે તે નિશ્ચય છે અને તેનો અનુભવ કરવો. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર (ની) નિર્વિકારી દશા
જે દયા, દાન, વ્રત (આદિના પરિણામ (વિકલ્પ) રહિત અને અહીંયાં આત્મવ્યવહાર કહે છે. છે?
પછી જરી વાત છે પણ વખત થઈ ગયો છે. સમજાણું? આહા... હા!
વિશેષ કહેશે...