Pravachansar Pravachano (Gujarati). Date: 27-06-1979; Gatha: 107.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 31 of 44

 

Page 390 of 540
PDF/HTML Page 399 of 549
single page version

ગાથા – ૧૦૬ પ્રવચનસાર પ્રવચનો ૩૯૦
પ્રવચનઃ તા. ૨૭–૬–૭૯.
‘પ્રવચનસાર’ ૧૦૬ ગાથા લઈએને...! ભાવાર્થ છે. છેને.........? (પાઠમાં) ભાવાર્થઃ–
“ભિન્નપ્રદેશત્વ તે પૃથકપણાનું લક્ષણ છે.” શું કીધું? કેઃ આત્માના પ્રદેશ અને બીજા છ યે દ્રવ્ય
અને કર્મના પ્રદેશ ભિન્ન છે. એથી પૃથક છે તેથી જીવ છે. વળી તેમની સ્થિતિ પૃથકપણાનું લક્ષણ
છે. આહા...! ભલે એની ઈ જ્ઞાનની પર્યાય, અનંતને જાણે, છતાં તે (જ્ઞાનની પર્યાય) અનંતને
જાણે, તે પોતાના પ્રદેશમાં રહીને જાણે છે. બીજાના પ્રદેશને અડયા વિના જાણે છે. આહા... હા...
હા! જેના પૃથક પ્રદેશ છે. એને જાણે ખરું, જાણવા છતાં પૃથક પ્રદેશપણે અન્યને અન્યપણે
રાખીને જાણે છે. આહા... હા! જણાણું માટે આત્મામાં આવી ગઈ વાત (-વસ્તુ), કે આત્મા
જણાય (એને) જાણનારો છે. માટે પર પદાર્થના પ્રદેશમાં-ક્ષેત્રમાં ગયો, એમ નથી. ન્યાયનો
વિષય છે જરી ભઈ! (શ્રોતાઃ) જુદાપણું કહેવું છે તો વળી એમાં ગયા વગર જણાય કેવી
રીતે...? (ઉત્તરઃ) ઈ વાત છે ને અહીંયા! જાય ક્યાં? ઈ સાટુ તો કહ્યું. “ભિન્નપ્રદેશત્વ”
આત્માના પ્રદેશ અને લોકાલોકના પ્રદેશ ભિન્ન છે. ઈ લોકાલોકને જાણે, એથી કરીને એના
જાણવામાં (જ્ઞાનપ્રદેશમાં) એ ચીજ આવી ગઈ નથી. તેમ ઈ ચીજમાં ઈ જાણવું (જ્ઞાનપ્રદેશ)
પરિણમ્યું નથી. આહા... હા... હા!
(શું કહે છે કેઃ) એવું “ભિન્નપ્રદેશત્વ” ભિન્નપણું તે પૃથકપણાનું લક્ષણ છે.” “અને
અતદ્ભાવ તે અન્યપણાનું લક્ષણ છે.” એટલે? કેઃ ગુણ અને ગુણી; જ્ઞાન અને આત્મા એ (બે વચ્ચે)
અતદ્ભાવ છે. એટલે કે જ્ઞાન તે આત્મા નહીં ને આત્મા તે જ્ઞાન નહીં એટલો અતદ્ભાવ છે. એ
અતદ્ભાવ ‘તે અન્યપણાનું લક્ષણ છે.’ અન્યપણું તો ઓલું ય કહ્યું’ તું, એના પૃથક પ્રદેશ છે એટલે ત
ન ભિન્ન છે. કો’ વાણિયાને આવું કાંઈ... મળે નહીં સાંભળવા ક્યાં’ ય! આહા... હા... હા... હા!
(કહે છે) ભગવાન આત્મા! પોતાના અસંખ્યપ્રદેશમાં રહીને, અનંત... અનંત... અનંત...
અનંત... અનંત... પદાર્થ અને અનંત ક્ષેત્ર, અનંત કાળ... જાણે છે. તેથી તે અનંત પદાર્થના પ્રદેશો
અહીં (આત્મામાં) આવી ગયા એમ નથી. તે આ જ્ઞાન અનંતને જાણે, છતાં પોતાના પ્રદેશથી પૃથક
થઈને, અન્યને જાણવા જાય છે એમ નથી. આહા... હા!
(અહીંયા કહે છે કેઃ) “ભિન્નપ્રદેશત્વ તે પૃથકપણાનું લક્ષણ છે.” અને અતદ્ભાવ તે
અન્યપણાનું લક્ષણ છે.” “દ્રવ્ય અને ગુણને પૃથકપણું નથી.” આત્મા અને એના ગુણ, પરમાણુ
અને એના ગુણ - વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ પૃથક નથી. પૃથકપણું તો અનેરા દ્રવ્ય સાથે હોય છે.
અન્યપણું તો પોતામાં હોય ને પૃથકપણું પરમાં (પરની સાથે) હોય. ઈ શું કહ્યું? આહા... હા!
આહા...! કે આ આત્મા વસ્તુ છે. એને (એનાથી) અનંત પદાર્થ પર છે. ઈ બધા પૃથક પ્રદેશે

Page 391 of 540
PDF/HTML Page 400 of 549
single page version

ગાથા – ૧૦૬ પ્રવચનસાર પ્રવચનો ૩૯૧
છે. આના પ્રદેશને એના પ્રદેશ એક નથી. અને આત્માના ગુણ ને આત્માના પ્રદેશ (તો) એક છે. એક
હોવા છતાં અતદ્ભાવ છે. ગુણ તે દ્રવ્ય નહીં ને દ્રવ્ય તે ગુણ નહીં. એવી રીતે (એ) બે વચ્ચે
અતદ્ભાવપણાનું અન્યપણું સાબિત થાય છે. અહા... હા! આવું છે. આહા... હા! કેટલું નાખ્યું!! અન્ય
પદાર્થ, ભગવાન હો તીર્થંકરદેવ! એની વાણી! એ આત્માના પ્રદેશથી, ભિન્ન પ્રદેશે છે. ભગવાનના
પ્રદેશ ભિન્ન છે તે પૃથક પ્રદેશ તરીકે અન્ય છે. આહા... હા... હા! મંદિર, મૂર્તિને, એ બધા આત્માથી
પૃથક પ્રદેશે કરીને ભિન્ન છે. આહા... હા! કો’ શાંતિભાઈ! આહા... આવું છે! વીતરાગ મારગ!
અને એ આત્મા! પૃથક પ્રદેશ છે એવા ઈ દ્રવ્યો! એને જાણવાનું કામ કરે (એ આત્મા) છતાં
ઈ જાણવાનું કામ, પોતાના પ્રદેશમાં રહીને ઈ જાણે છે. ઈ પરના પ્રદેશમાં જાતું નથી (ઈ આત્મદ્રવ્ય).
તેમ પર અહીંયા આવતા નથી. એટલો, પરથી, પૃથકલક્ષણ પરનું- ઈ મુખ્ય લક્ષણ છે. અને હવે
આત્માની અંદર, દ્રવ્યમાં, એના ગુણ અને ગુણી (એટલે) આત્મદ્રવ્ય, આ દ્રવ્ય છે આ ગુણ છે એ
બેયને અતદ્ભાવ (અર્થાત્) ‘તે નહીં’ ગુણ છે તે દ્રવ્ય નહીં ને દ્રવ્ય છે તે ગુણ નહીં. એવો
અતદ્ભાવ, (એ) અતદ્ભાવની અપેક્ષાએ અન્યપણું છે. (પણ) (પ્રદેશ પૃથક નથી.) પૃથક પ્રદેશપણું
નથી. પૃથક પ્રદેશનું ‘અન્યપણું’ ને અતદ્ભાવનું ‘અન્યપણું’ બે ય જુદી જાત છે. અહા... હા... હા!
આહા! આવી વાત સાંભળવા, નવરાશ ન મળે કયાં’ય! (આ શું કહે છે!) પૃથક્ પ્રદેશ! (ને વળી)
અતદ્ભાવ! અતદ્ભાવ એટલે ‘તે-ભાવ નહીં’ (આત્મ) દ્રવ્ય છે તે જ્ઞાન નહીં ને જ્ઞાન છે તે
(આત્મ) દ્રવ્ય નહીં. (ઈ) અતદ્ભાવ છે. અતદ્ભાવની અપેક્ષાએ દ્રવ્ય અને ગુણને અન્યપણું છે.
પૃથક પ્રદેશની અપેક્ષાએ, અન્ય-પરની સાથે અન્યપણું છે. (અર્થાત્ પર સાથે અન્યપણું છે.)
‘અતદ્ભાવ’ (અર્થાત્) ‘તે-નહીં’ . દ્રવ્ય તે ગુણ નહીં ને ગુણ નહીં ને ગુણ તે દ્રવ્ય નહીં.
અતદ્ભાવની અપેક્ષાએ દ્રવ્ય ને ગુણ ને અન્યપણું છે. સમજાય છે કાંઈ?
(કહે છે) (શ્રોતાઃ) પ્રયોજન નથી સમજાતું... (ઉત્તરઃ) પ્રયોજન આ છે અંદર. કહ્યું’ તું ને
સવારે, કે પર પદાર્થ - પૃથક પ્રદેશ છે. એનું લક્ષ છોડી દે. તારામાં પણ ગુણ ને આત્મા - બે વચ્ચે -
અતદ્ભાવ અન્યત્વ છે. તેથી તેના ગુણ અને ગુણીના ભેદનું લક્ષ છોડી દે. આહા... હા... હા! અને
એક આત્મા, જ્ઞાયકભાવસ્વરૂપ છે, તેના ઉપર દ્રષ્ટિ દે તો તેને સત્ હાથ આવશે. લો! સમજાણું કાંઈ?
કે, ને પડી છે, કે’ ને પડી! આહા... હા! હજી તો સાચું - જ્ઞાન સાચું, સમ્યક્ પછી, પણ સાચું જ્ઞાન
(કરે). જેમ છે તેમ જ્ઞાન થવું એ પણ કઠણ! જ્ઞાન થયું નથી ને સમકિત થાય, એમ નથી કાંઈ!
આહા... હા!
(શ્રોતાઃ) આનું જ્ઞાન થાય, તો તો થઈ જાય ને...? (ઉત્તરઃ) ઓઘે થયું તો હોય જ તે.
જેમ તિર્યંચોને થાય છે પણ એને આ ગુણ ને ગુણીને આ અતદ્ભાવ એનું એને જ્ઞાન નથી “છતાં
દ્રષ્ટિ ઉપર છે એથી એને સમ્યગ્દર્શન થાય છે.”
(શ્રોતાઃ) ઈ ઓઘે-ઓઘે થાય... (ઉત્તરઃ) ઓઘે-ઓઘે (નહીં) પણ જ્ઞાન ઘણું છે. જ્ઞાન

Page 392 of 540
PDF/HTML Page 401 of 549
single page version

ગાથા – ૧૦૬ પ્રવચનસાર પ્રવચનો ૩૯૨
છે અંદર. પણ ઈ જુદું પાડીને જાણે કે આ તદ્ભાવ ને અતદ્ભાવ ને એમ ખ્યાલ ન આવે પણ વસ્તુ
પોતાના ગુણથી-અભેદ છે, અને ગુણથી અભેદ-એક છે એમ દ્રષ્ટિ કરતાં તિર્યંચને પણ સમ્યગ્દર્શન
થયું. આહા...હા...હા! આમ છે.
(અહીંયા કહે છે કેઃ) “દ્રવ્યને અને ગુણને પૃથકપણું નથી.” પ્રદેશથી-ક્ષેત્રથી જુદાપણું નથી.
છે? (પાઠમાં) “છતાં અન્યપણું છે.” બે લીટીમાં સમાડી દીધું બધું! “છતાં અન્યપણું છે.” આહા...
હા... હા! શરીર, વાણી, કર્મ, સ્ત્રી, કુટુંબ, પરિવાર (અને) દેશ, ગામ એ તો ક્યાં’ય રહી ગ્યા કહે છે
એ તો અન્ય છે, એના પ્રદેશ પૃથક છે તેથી તેને અન્યપણું છે, એની હારે કાંઈ-કાંઈ સંબંધ નથી.
આહા... હા! ફક્ત તારામાં, ગુણ અને ગુણી - અનંતગુણ ભર્યા છે (એટલે ધ્રુવ છે જ.) અને આત્મા
અનંતગુણનો ધરનાર દ્રવ્ય છે. એટલો અતદ્ભાવ (બે વચ્ચે છે.) ગુણ તે દ્રવ્ય નહીં ને દ્રવ્ય તે ગુણ
નહીં. અને એટલો અતદ્ભાવ (છે તેથી) અન્યપણું છે. ‘એ પણ છોડી દઈને (દ્રષ્ટિમાંથી) આહા...
હા! (શ્રોતાઃ) બહુ મજા આવી...! (ઉત્તરઃ) આવી વાત છે. લોકોને તો શું! બિચારા, ખબર ન પડે,
ઝીણી વાત!! બહારમાં ચડાવી દીધા. કહે કે જિનબિંબ દર્શન કરીએ કલાક! જાવ...! પ્રભુ! આવો
વખત કં’ યે (ક્યારે) મળે! સંસારનો અભાવ કર્યા વિના, એને-એને ચોરાશીના અવતાર મટે એમ
નથી ભાઈ! આહા... હા!
(અહીંયા કહે છે કેઃ) “પ્રશ્નઃ– જેઓ અપૃથક્ હોય તેમનામાં અન્યપણું કેમ હોઈ શકે?” શું
પ્રશ્ન છે? કે જે અપૃથક્ હોય - આત્મા ને આત્માનો ગુણ. એ અપૃથક્ર છે. (ગુણ-ગુણી) પૃથક્ર નથી.
આત્મા અને (એનો) જ્ઞાનગુણ આત્મા અને સત્તાગુણ. આત્મા અને આનંદગુણ એને (આત્માથી)
અપૃથક્રપણું છે. પૃથક્ નથી. જુદાપણું નથી, પૃથક્પણું નથી. તો “જેઓ અપૃથક્ હોય તેમનામાં
અન્યપણું કેમ હોઈ શકે?”
જેના પ્રદેશો ભિન્ન છે, પૃથક્ છે એમાં (તો) ભિન્નપણું સંભવે, આ તો
તમે આત્માની અંદર (પ્રદેશ એક હોવા છતાં) ભિન્નપણું ઠરાવ્યું! બીજાથી ભિન્નપણું ઠરાવ્યું હોય તો તે
ભલે... કહો. આહા...હા...હા...હા! દેવ-ગુરુ ને શાસ્ત્ર, એ પણ પૃથક્પણે અન્ય છે. આહા...! એ તો
ભલે! પણ, આત્માના ગુણ અને ગુણીમાં પૃથક્રપણું નથી, છતાં તમે એને અન્યપણું ઠરાવો છો. એ શું
છે? એમ પ્રશ્ન છે! આહા...હા...હા!
(કહે છે કેઃ) “જેઓ અપૃથક્ હોય તેમનામાં અન્યપણું કેમ હોઈ શકે?” આત્મા અને ગુણના
જુદા પ્રદેશ નથી. જ્ઞાન, દર્શન, આનંદના પ્રદેશ અને દ્રવ્યના પ્રદેશ-ક્ષેત્ર (કાંઈ) જુદા નથી.
‘અપૃથક્પણું હોય તેમનામાં અન્યપણું કેમ હોઈ શકે? જે જુદા જ નથી, પ્રદેશ-ક્ષેત્ર જુદા જ નથી.
એમાં અન્યપણું કેમ સંભવે? એવો પ્રશ્ન શિષ્યનો છે.
(અહીંયા કહે છે કેઃ) “ઉત્તરઃ– વસ્ત્ર અને સફેદપણાની માફક તેમનામાં અન્યપણું

Page 393 of 540
PDF/HTML Page 402 of 549
single page version

ગાથા – ૧૦૬ પ્રવચનસાર પ્રવચનો ૩૯૩
હોઈ શકે છે.” વસ્ત્ર અને તેનું સફેદપણું એ બે વચ્ચે અન્યપણું છે. સફેદ તેનો ગુણ છે. વસ્ત્ર તે ગુણી
છે. ગુણી અને ગુણ વચ્ચે તફાવત છે. “અન્યપણું હોઈ શકે છે.” આહા... હા! “વસ્ત્રના અને તેના
સફેદપણાના પ્રદેશો જુદા નથી.”
વસ્ત્રના અને ધોળાપણાના પ્રદેશ જુદા નથી. આહા... હા! “તેથી
તેમને પૃથક્પણું તો નથી.” આમ હોવા છતાં સફેદપણું તો માત્ર આંખથી જ જણાય છે.”
સફેદપણું
તો માત્ર આંખનો જ વિષય છે. અને વસ્ત્ર તો પાંચેય ઇન્દ્રિયનો વિષય છે. (તેથી) ભાવ ફેર છે.
અહા... હા... હા! આહા... હા! સફેદપણું એ આંખનો વિષય છે. આખું વસ્ત્ર છે ઈ પાંચેય ઇન્દ્રિયનો
વિષય છે. ઈ અપેક્ષાએ તેના બે વચ્ચે અતદ્ભાવ છે. ભલે પ્રદેશ જુદા નથી (બન્નેના) પણ અતદ્ભાવ
છે. જે ગુણ છે તે દ્રવ્ય નથી ને દ્રવ્ય છે તે ગુણ નથી. આહા... હા... હા! આવી ઝીણી વાત!! હેતુ તો
અંદર દ્રવ્યમાં અભેદપણું સિદ્ધ કરવું છે. પરથી તો જુદાં પાડીને, કરેલ જ છે. એનો કાંઈ ત્યાગ-ગ્રહણ
કરવાનો નથી. એમ કહે છે. આહા...હા! પરમાં અનંતા પર છે પ્રદેશે, એનો કોઈ ત્યાગ- ગ્રહણ નથી.
ફકત, તારામાં જે કાંઈ... આહા...હા! રાગ આદિ થાય, એ પ્રદેશ ઈ જ છે. એથી તેને તેના કહેવામાં
આવે છે. પણ રાગનો ભાવ ને આત્માનો ભાવ, બે ભિન્ન છે. (બન્ને વચ્ચે) અતદ્ભાવ છે. એથી તેણે
રાગની દ્રષ્ટિ છોડી, અને જ્ઞાયકની દ્રષ્ટિ કરવી, ઈ અપેક્ષાએ ગુણી અને ગુણમાં અન્યત્વ છે.
આહા...હા...હા!
હવે અહીંયા તો કહે કેઃ પરની દયા પાળો! તો ધરમ! હવે અહીંયા તો (કહે છે કેઃ) પરના તો
પ્રદેશ ભિન્ન છે એનું ઈ શું કરે? આહા...! પરની દયા તો પ્રદેશ ભિન્ન છે. તારા પ્રદેશ ને એના પ્રદેશ
ભિન્ન છે. (પ્રદેશ ભિન્ન છે) તો એનું શું કરે? આહા... હા! શરીરના પ્રદેશને આત્માના પ્રદેશ, બે
ભિન્ન છે તો આત્માના પ્રદેશ ઈ શરીરના પ્રદેશને શું કરે? આહા... હા! વાણીના પ્રદેશ ને આત્માના
પ્રદેશ ભિન્ન છે માટે વાણીને આત્મા શું કરે? કર્મના ને આત્માના પ્રદેશ જુદા માટે કર્મને આત્મા શું
કરે? તેમ, કર્મ આત્માને શું કરે? કેમ કે તેના પ્રદેશ (તો) જુદા છે. આહા... હા! બહુ સરસ!! સૂક્ષ્મ,
શબ્દ રહી જાય છે, અનાદિ! જે રીતે છે વસ્તુ, એ રીતે તેને ન સમજતાં, પોતાની કલ્પનાથી, બહાર-
પદાર્થના સંબંધે કંઈક લાભ થાય, એવું માની બેઠો (છે) અંદર! પોતે કોણ છે? એને તો જાણતો
નથી! આહા... હા!
અહીંયા તો (કહે છે કે) ગુણ, ગુણી જાણ્યા તો પણ, બન્ને વચ્ચે અતદ્ભાવ (છે.) પરની હારે
તો સંબંધ નથી. આહા... હા! ઈ પરની દયા પાળવી કે મંદિરો બનાવવા (અને) દર્શન કર્યા માટે
ધરમ કરીએ (છીએ, ધર્મ) થાય. એમ છે જ નહીં. આહા... હા! ત્યારે આ બધા લાખો ખર્ચ્યા ને આ
છવ્વીસ લાખનું મકાન (પરમાગમ મંદિર) કર્યુ લો! ફોગટ ગયું? એનાથી કાંઈ ધરમ નહીં? આહા...
હા... હા! જેના પ્રદેશ ભિન્ન, તેનું અસ્તિત્વ તદ્ન પૃથક!! તેને તો આત્મા અડતો (ય) નથી. આહા...
હા! પૃથકભાવની અપેક્ષાએ ઈ અન્યપણું છે. આહા...હા...હા! સમજાય છે કાંઈ? ભાષા તો સાદી છે.
પણ માણસને દરકાર જોઈએને...! અરે...રે!

Page 394 of 540
PDF/HTML Page 403 of 549
single page version

ગાથા – ૧૦૬ પ્રવચનસાર પ્રવચનો ૩૯૪
(અહીંયા કહે છે કેઃ) “આમ હોવા છતાં સફેદપણું તો માત્ર આંખથી જ જણાય છે.” “જીભ,
નાક વગેરે બાકીની ચાર ઇન્દ્રિયોથી જણાતું નથી.” ઈ વસ્ત્ર ને સફેદપણામાં ફેર પડયો. સફેદપણું
માત્ર આંખથી જ જણાય, અને બાકીની ઇન્દ્રિયોથી જણાતું નથી, માટે સફેદાઈને વસ્ત્ર વચ્ચે ભિન્નતા
થઈ. અતદ્ભાવ થયો. પૃથકપણું ભલે નહીં. આહા... હા! કયાં લઈ ગયા!! આહા...! ગુણ ને ગુણી
(વચ્ચે) અતદ્ભાવ છે! અન્યપણું- બે વચ્ચે અન્યપણું છે. પણ પૃથક પ્રદેશની અપેક્ષાએ અન્યપણું
નહીં, પણ ભાવની અપેક્ષાએ તેને અન્યપણું છે. આહા...! જે ગુણનો ભાવ છે, તે ગુણીનો ભાવ નહીં
ને ગુણીનો ભાવ તે ગુણનો નહીં. આહા... હા... હા! ત્યાં સુધી જા! ઈ, ઈ અતદ્ભાવને છોડી દે!!
પૃથક પ્રદેશવાળા દ્રવ્ય છે એને તો છોડી જ દે, (અરે!) પંચ પરમેષ્ઠિને પણ છોડી દે!! આ... હા...
હા... હા! પણ તારા પ્રદેશમાં- તારા જ પ્રદેશમાં જે ગુણ, જ્ઞાન, આનંદ (છે.) એમાં પણ (દ્રવ્ય અને
ગુણને) ભાવ ફેર છે. એ કપડાના દ્રષ્ટાંતે, કપડું છે એનું ધોળાપણું ઈ આંખનો વિષય છે, અને “જીભ,
નાક વગેરે બાકીની ઇન્દ્રિયોથી જણાતું નથી.” અને વસ્ત્ર તો પાંચે ઇન્દ્રિયોથી જણાય છે.”
અને
સફેદ જે વસ્ત્ર છે ઈ આખું વસ્ત્ર પાંચેય ઇન્દ્રિયનો વિષય છે. માટે બેમાં ફેર છે બેમાં એકપણું માન
તો વિપરીત છે. આહા... હા!
(કહે છે કેઃ) વસ્ત્ર તો પાંચે ય ઇન્દ્રિયોથી જણાય છે. માટે કથંચિત્ વસ્ત્ર તે સફેદ-પણું નથી.
ભાવની અપેક્ષાએ કથંચિત્ એટલે. આહા... હા! વસ્ત્ર તે સફેદપણું નથી.’ અને સફેદપણું તે વસ્ત્ર જ
નથી. આહા... હા! પહેલાં કહ્યું ઈ વસ્ત્રનું. વસ્ત્ર તે સફેદપણું નહીં. આહા... હા! કેમ કે સફેદ ગુણ તે
તો એક આંખથી જ જણાય, અને આખું વસ્ત્ર છે એ તો બધી ઇન્દ્રિયોનો વિષય (થાય છે.) વર્ણ-
રસ-ગંધ-સ્પર્શ બધી ઇન્દ્રિયોથી. (વસ્ત્રમાં બધા ગુણો છે.) માટે ઈ વસ્ત્ર અને સફેદાઈ વચ્ચે
અતદ્ભાવ છે. અતદ્ભાવની અપેક્ષા તો અન્ય છે. આહા... હા... હા! એ વાણી, દેહ, બૈરાં-બાયડી-
છોકરાં (આદિ) ક્યાં’ ય (દૂર) રહી ગયા! મકાન, આબરૂ ને પૈસા ને આ વકીલાત કરતા’ તા ને...
એ અન્યમાં વયું ગયું (ચાલ્યું ગયું) કહે છે. અહા... હા! એ અન્યમાં - પૃથકપ્રદેશમાં (છે તેની
સાથે) આત્માને કાંઈ સંબંધ નથી, એમ કહે છે. આહા... હા! કે અમારો દીકરો સારો થયો ને મારી
દીકરી... ઠેકાણે પડી ને આ છોકરાં હુશિયાર થયાં ને...! આહા... દશા શું હશે, આ?
(શ્રોતાઃ) છોકરાં
ઠોઠ થયાં એમ કહેવું? (ઉત્તરઃ) છોકરાં’ વ કે દિ’ હતા? આનો આત્મા જુદો, એનો આત્મા જુદો,
એનું શરીર જુદું, તમારા આ શરીરથી એનું શરીર તો જુદું (છે) ને તમારા આત્માથી એનો આત્મા
જુદો (છે.) અહા... હા... હા! આવું છે.
(શ્રોતાઃ) છોકરા’ વ આવે તો સમજાય શું? (ઉત્તરઃ) હેં?
(શ્રોતાઃ) છોકરા’ વનું સમજાવજો! (ઉત્તરઃ) અહા... હા... હા... હા! આ બધાને સમજાવવાનું કારણ
કેમ કહેવું...! અહા... હા! આહા... હા! પ્રભુ તો એમ કહેવા માગે છે (કેઃ) તારા તત્ત્વને અને બીજા
તત્ત્વને કાંઈ સંબંધ નથી. જેના પ્રદેશ ભિન્ન, ક્ષેત્ર ભિન્ન, જેના ભાવ ભિન્ન, જેનું દ્રવ્ય ભિન્ન!! આહા...
હા... હા... હા! કોની આશાએ તું જંગ કરીશ? પરની આશાએ? પર તો ભિન્ન છે. દેવ-ગુરુ-શાસ્ત્રથી
મને લાભ થાય, એ વાત આમાં રહેતી નથી. આહા... હા... હા... હા! પરમેશ્વરના પ્રદેશો - પંચ
પરમેષ્ઠિના પ્રદેશો જુદા છે. તારા પ્રદેશો જુદા છે, ક્ષેત્ર બે ય નું જુદું

Page 395 of 540
PDF/HTML Page 404 of 549
single page version

ગાથા – ૧૦૬ પ્રવચનસાર પ્રવચનો ૩૯પ
છે. હવે ભાવની વાત રહી, તો ભાવમાં પ્રદેશ તો એ જ છે તારાના ને ભાવના, આત્માના. એના
ભાવ ને આત્માના પ્રદેશ એક છે. પણ ભાવ અને ભાવવાન વચ્ચે પૃથકત્વ નથી, પણ અતદભાવપણું
છે. આહા....! એથી એટલું પણ અતદ્ભાવપણે અન્યત્વ છે. આહા...હા...હા! આવી વાતું હવે!
ન્યાં તો દુકાને જાય એ... એ ધમાધમ! આ મેં કર્યું ને આનું મેં કર્યું ને, આમાં આમ કર્યું...
આ કેમ? તને આવડયું નહીં ને આ પડી ગયું ને આ કટકા થઈ ગયા ને... ઢીકડું થયું ને...! પણ
પરના પ્રદેશ જુદા છે, એને અડતું નથી (આત્મ) દ્રવ્ય! તો્ર એને ભાંગે ને તોડે-રાખે એ બને ક્યાંથી?
આહા.. હા... હા! ‘તણખલાના બે કટકા કરવાની તાકાત આત્મામાં નથી.’ કેમ કે તણખલાના પ્રદેશ
જુદા છે ને (આત્મ) પ્રભુના પ્રદેશ જુદા છે. આહા.. હા.. હા! એક આત્મા સિવાય, સારા જગતથી તું
(અરે!) સિદ્ધભગવાનથી ય જુદો, આહા.. હા! પંચપરમેષ્ઠિથી જુદો, અરે, તે તે પંચપરમેષ્ઠિનું સ્વરૂપ
છે તારું! અને તે ભાવ અને ભાવવાન, આ પરમેશ્વરનું સર્વજ્ઞપણું અને આત્મા, બે વચ્ચે પણ
અતદ્ભાવ છે. આહા... હા.. હા.. હા! શું કીધું ઈ? આત્મામાં સર્વજ્ઞપણું થયું એ કેવળજ્ઞાન ને
આત્માના પ્રદેશ એક છે. છતાં સર્વજ્ઞપણું તે (આત્મ) દ્રવ્ય નહીં ને દ્રવ્ય તે સર્વજ્ઞપણું નહીં. બે વચ્ચે
ભાવમાં અતદ્ભાવ છે. તે-ભાવ, તે-છે એમ નથી. તે -ભાવ, તેમ-નથી એમ છે. આહા... હા!
મીઠાલાલજી! આવું સાંભળવાનું (મળવું) બહુ મુશ્કેલ ભાઈ! બહારથી-કરવું ને ઈ ક્રિયાને...
ભગવાનની પાણી રેડે ને સ્વાહા! (અર્ધ્ય ચડાવે) એ તો શુભ ભાવ છે. એ શુભભાવ ને આત્માના
પ્રદેશ એક છે. પણ ભાવ ભિન્ન છે. ભાવ છે તે વિકારી પર્યાય અને આત્મા અવિકારી દ્રવ્ય છે. અરે!
અવિકારી પરિણામ હોય, એનાથી આત્માના પ્રદેશ ભિન્ન નથી, છતાં એ બે વચ્ચે ભાવમાં અતદ્ભાવ
છે. આહા... હા... હા! ભગવાન આત્મા, સર્વજ્ઞસ્વભાવ તરીકે, ભાવ અન્ય છે તેથી અતદ્ભાવની
અપેક્ષાએ, તે ભાવથી અન્ય કહેવામાં આવ્યો છે. આહા... હા... હા! જ્ઞેયનું સ્વરૂપ છે આ. એ
જ્ઞેયસ્વરૂપની આવી પ્રતીતિ જે થાય, તેને સમકિત કહે છે. સમ્યગ્દર્શનનો વિષય છે આ. આહા... હા!
લોકોને મૂળ વાતની ખબર નહીં ને, જાડના પાંદડા તોડે છે, એ પાંદડા પાછા પાંગરશે પંદર દિ’ એ!
આહા... હા!
(અહીંયાં કહે છે કેઃ) ‘માટે કથંચિત્ વસ્ત્ર તે સફેદપણું નથી અને સફેદપણું તે વસ્ત્ર નથી. જો
એમ ન હોય તો વસ્ત્રની માફક સફેદપણું પણ જીભ, નાક વગેરે સર્વ ઇન્દ્રિયોથી જણાવું જોઈએ.” “પણ
એમ તો બનતું નથી. માટે વસ્ત્ર અને સફેદપણાને અપૃથકપણું હોવા છતાં અન્યપણું છે.”
વસ્ત્ર અને
ધોળાપણું જુદાં નહી હોવા છતાં, પ્રદેશ ભિન્ન નથી માટે અપૃથક છે છતાં અન્યપણું છે. આહા... હા... હા!
(કહે છે) અત્યારે તો સત્ય વાતને ઊડાડી દ્યે, માળા મશ્કરી કરીને, નિશ્ચય છે, આ
નિશ્ચયભાવ છે એમ કહે છે. (માટે) વ્યવહાર કરો, કાંઈ કરો બોલે છે ઈ આગ્રામાં. આગ્રામાં એક
પંડિત છે. (તે મશ્કરીમાં) બોલે ‘ભારે વાત, ભણવું-ગણવું કાંઈ નહીં... આનંદ (આનંદ!)’

Page 396 of 540
PDF/HTML Page 405 of 549
single page version

ગાથા – ૧૦૬ પ્રવચનસાર પ્રવચનો ૩૯૬
આહા.. હા! અરે! બ્રાહ્મણ કો’ ક હતા આગ્રામાં. (શ્રોતાઃ) બાબુરાવ. (ઉત્તરઃ) કેવું?
બાબુરાવ (શ્રોતાઃ) બાબુરાવ પંડિત! હતા ને બાબુરાવ, પંડિત છે આગ્રામાં (ઉત્તરઃ) હા, ઈ.
વ્યાખ્યાન થયું, સાંભળ્‌યું. ભારે વાત! કહે ભણવું-ગણવું કાંઈ નહીં ને આનંદ! આ... હા! ભાઈ! તું શું
કરે છે ભાઈ! ભગવાન! તને તારા સિવાય, જેના પ્રદેશો ભિન્ન છે, એનામાં તારો અધિકાર કાંઈ નથી.
તારામાં અધિકાર છે ગુણ-ગુણીનો આહા.. હા! છતાં તે ગુણ અને ગુણીને, એક ભાવ છે એમ નથી.
બેના ભાવ ભિન્ન છે. આહા... હા... હા!
(કહે છે કેઃ) અરે! બાળ અવસ્થા તે ક્યાં ગઈ? એવી વાત સિદ્ધ કરે છે. વારતા નથી આ.
આહા... હા! બાપુ (આ તો) સિદ્ધાંત, મંત્રો છે! ભગવંત! તું આત્મા ને જ્ઞાન, બે નામ કહ્યા ઈ
સંખ્યા, સંજ્ઞા, લક્ષણથી ભિન્ન છે. ગુણ અનંત છે, દ્રવ્ય એક છે. એનું નામ ‘ગુણ’ છે ને એનું નામ
‘દ્રવ્ય’ છે, ભેદ થઈ ગયો. આહા.. હા... હા! સંજ્ઞા, સંખ્યા, લક્ષણ ભેદ છે. દ્રવ્યનું લક્ષણ ગુણોને
આશ્રયગુણોનું લક્ષણ પોતે-પોતાપણે રહે. (જેમ કે) જ્ઞાન જાણપણું-પણે, દર્શન શ્રદ્ધા-પણે વગેરે.
આહા... હા! માટે વસ્ત્રને અને સફેદપણાને અપૃથક્પણું એટલે જુદાપણું નથી, બની શકે છે છતાં
અન્યપણું છે. “એમ સિદ્ધ થાય છે.”
(અહીંયાં કહે છે કેઃ) “એ જ પ્રમાણે.” ઈ તો દ્રષ્ટાંત આપ્યો’ તો. આહા.. હા! આહા.. હા...
હા! ભારે કામ આકરું!! ઈ પાણી આવે ને અનાજ પાકે. (અર્થાત્ વરસાદથી પાક પાકે.) એમ કહે છે
બનતું નથી. આહાહાહાહા! પર વસ્તુથી પર વસ્તુમાં કાંઈ બનતું નથી. આ તો તારી ચીજની અંદર
પણ (અતદ્ભાવ) ભેદ બતાવીએ છીએ. કેમ કે દ્રવ્ય ને ગુણ એવા (બે) નામ પડયા, દ્રવ્ય તે અનંત
ગુણનું (રૂપ) એક છે, ગુણો અનંતા છે, બેય ની વચ્ચે અતદ્ભાવ (છે.) એટલે ‘તે-પણે નહીં (હોવું
તે)’ ગુણ તે દ્રવ્ય નહીં ને દ્રવ્ય છે તે ગુણ નહિ. ‘તે-ભાવ નહીં’ તેથી અતદ્ભાવ! (અથવા) ‘તે-
ભાવ નહીં’ તેથી અતદ્ભાવ. છતાં ઈ અતદ્ભાવને લઈને, દ્રવ્ય અને ગુણને અન્યત્વ કહેવાય છે.
આહા... હા.. હા! પૃથકપણું નથી, અતદ્ભાવ છે. તેથી તેને અન્યપણું કહેવામાં આવે છે. આવી વાત
હવે ક્યાં’ ય નવરાશ ન મળે! આકરું લાગે લોકોને! મૂળ-મૂળ વસ્તુ છે આ તો મૂળ ચીજ છે!
આહા... હા!
(કહે છે) આખું-ગુણ, ગુણીના ભેદને ઊથાપી નાખ્યો. પર ચીજને ઊથાપી. આહા... હા!
પરને અને તારે કાંઈ સંબંધ નથી. આહું (દાળને) હલાવી દાળ-ભાત ખા. બળખો કાઢયો, એને ને
તારે કાંઈ સંબંધ નથી. આહા... હા... હા... હા! એના પ્રદેશો ભિન્ન, એનું (તું) કરી શું શક! (શકે?)
એને અડતો નથી ને કરી શું શક? (શકે?) આહા... હા! પાણી ઊનું થાય છે. પાણીના પ્રદેશ જુદા છે
અને અગ્નિના પ્રદેશ જુદા છે. (ઈ તો) પૃથક પ્રદેશ છે. પૃથક પ્રદેશ છે તેથી ઈ અન્ય છે. અન્યથી
અન્યનું કાંઈ બને કેમ? આહા... હા! એ થયું છે ઊનું પોતે, પોતાથી. છતાં ઈ (પાણીનો) ઊનાનો
ભાવ અને દ્રવ્ય (એ) બે વચ્ચે પણ અતદ્ભાવ અન્યત્વ છે. આહા... હા... હા! આવો ઉપદેશ!

Page 397 of 540
PDF/HTML Page 406 of 549
single page version

ગાથા – ૧૦૬ પ્રવચનસાર પ્રવચનો ૩૯૭
આહા...! મૂળ રકમની વાત છે! જ્ઞેય અધિકારની વાત છે દર્શનની વાત છે! ‘સમ્યગ્દર્શનનો
અધિકાર છે ને...!
આહા... હા! એમણે આ રીતનો ખ્યાલ (કરી) પ્રતીતિ કરવી જોઈએ. એમ કહે છે.
(અહીંયાં કહે છે કેઃ) “એ જ પ્રમાણે દ્રવ્યને અને સત્તાદિગુણોને અપૃથકત્વ હોવા છતાં”
વસ્તુમાં સત્તા આદિ પહેલાં, જ્ઞાન-દર્શન આદિ અપૃથકત્વ હોવા છતાં “અન્યત્વ છે.” અપૃથક (ત્વ)
હોવા છતાં-જુદાં નહીં હોવા છતાં અન્યપણું છે. આહા... હા... હા.. હા! “કારણ કે દ્રવ્યના અને
ગુણના પ્રદેશો ભિન્ન હોવા છતાં દ્રવ્યમાં અને ગુણમાં”. સંજ્ઞા- નામભેદ કીધા ને...! “સંખ્યા” દ્રવ્ય
એક ગુણ અનેક
“લક્ષણાદિ” દ્રવ્યને આધારે ગુણ, ને ગુણનો આધાર તે દ્રવ્ય, द्रव्याश्रया निर्गुणा गुणा
દ્રવ્યને આશ્રયે ગુણ હોય પણ ગુણના આશ્રયે ગુણ (ન હોય.) ભેદ પડી ગયો. આહા... હા! “સંજ્ઞા –
સંખ્યા–લક્ષણાદિ ભેદ હોવાથી (કથંચિત્) દ્રવ્ય તે ગુણપણે નથી.” આહા... હા! અતત્ભાવની
અપેક્ષાએ કથંચિત્ (કહ્યું.) પ્રદેશપણે તે એક છે. ગુણો અને આત્માના પ્રદેશો એક જ છે. પણ
‘કથંચિત્’ એટલે? ગુણ અને ગુણી વચ્ચે ‘ભાવ’ એક નથી. ઈ અપેક્ષાએ કથંચિત્ ગુણ તે દ્રવ્ય
નથી, દ્રવ્ય ગુણપણે નથી.
“અને ગુણ તે દ્રવ્યપણે નથી.” આહા... હા! ઈ ૧૦૬ (ગાથા) થઈ.
વિશેષ કહેશે...

Page 398 of 540
PDF/HTML Page 407 of 549
single page version

ગાથા – ૧૦૭ પ્રવચનસાર પ્રવચનો ૩૯૮
હવે અતદ્ભાવને ઉદાહરણ વડે સ્પષ્ટ રીતે દર્શાવે છેઃ-
सद्दव्वं सच्च गुणो सच्चेव य पज्जओ त्ति वित्थारो ।
जो खलु तस्स अभावो सो तदभावो अतब्भावो
।। १०७।।
सद्रव्यं सच्च गुणः सच्चैव च पर्याय इति विस्तारः ।
यः खलु तस्याभावः स तदभावोऽतद्भावः ।। १०७।।
‘સત્ દ્રવ્ય’; સત્ પર્યાય;’ સત્ ગુણ’–સત્ત્વનો વિસ્તાર છે;
નથી તે–પણે અન્યોન્ય તેહ અતત્પણું જ્ઞાતવ્ય છે. ૧૦૭.
ગાથા – ૧૦૭
અન્વયાર્થઃ– (सत् द्रव्यं) ‘સત્ દ્રવ્ય [सत् च गुणः] ‘સત્ ગુણ’ [च] અને [सत् च एव
पर्यायः] ‘સત્ પર્યાય’ [इति] એમ [विस्तारः] (-સતાગુણનો) વિસ્તાર છે. [यःखलु] (તેમને
પરસ્પર) જે [तस्यः अभावः] ‘તેનો અભાવ’ અર્થાત્ ‘તે-પણે હોવાનો અભાવ’ છે, [सः] તે
[तदभावः] ‘તદ્-અભાવ’ [अतद्धावः] એટલે કે ‘અતદ્ભાવ’ છે.
ટીકાઃ– જેમ એક *મૌકિતકમાળા, ‘હાર’ તરીકે, ‘દોરા’ તરીકે અને ‘મોતી’ તરીકે- એમ
ત્રિધા (ત્રણ પ્રકારે) વિસ્તારવમાં આવે છે, તેમ એક દ્રવ્ય, ’ દ્રવ્ય’ તરીકે ‘ગુણ’ તરીકે અને
‘પર્યાય’ તરીકે- એમ ત્રિધા વિસ્તારવામાં આવે છે.
વળી જેમ એક મૌકિતકમાળાનો શુક્લત્વ-ગુણ, ‘શુક્લ હાર’, શુક્લ દોરો’ અને ‘શુક્લ મોતી’
- એમ ત્રિધા વિસ્તારવમાં આવે છે, તેમ એક દ્રવ્યનો સત્તાગુણ, ‘સત્ દ્રવ્ય’, ‘સત્ ગુણ’ અને ‘સત્
પર્યાય’ - એમ વિસ્તારવામાં આવે છે.
વળી જેવી રીતે એક મૌકિતકમાળામાં જે શુક્લત્વગુણ છે તે હાર નથી, દોરો નથી કે મોતી
નથી. અને જે હાર, દોરો કે મોતી છે તે શુક્લત્વગુણ નથી- એમ એકબીજાને જે ‘તેનો અભાવ’
અર્થાત્ ‘તે-પણે હોવાનો અભાવ’ છે તે તદ્-અભાવ’ લક્ષણ ‘અતદ્ભાવ’ છે કે જે (અતદ્ભાવ)
અન્યત્વનું કારણ છે; તેવી રીતે એક દ્રવ્યમાં જે સત્તાગુણ છે તે દ્રવ્ય નથી, અન્ય ગુણ નથી કે પર્યાય

----------------------------------------------------------------------
* મૌકિતકમાળા મોતીની માળા; મોતીનો હાર

Page 399 of 540
PDF/HTML Page 408 of 549
single page version

ગાથા – ૧૦૭ પ્રવચનસાર પ્રવચનો ૩૯૯
નથી, અને જે દ્રવ્ય, અન્ય ગુણ કે પર્યાય છે તે સત્તાગુણ નથી- એમ એકબીજાને જે ‘તેનો
અભાવ’ અર્થાત્ ‘તે-પણે હોવાનો અભાવ’ છે તે ‘તદ્-અભાવ’ લક્ષણ ‘અતદ્ભાવ’ છે કે જે
અન્યત્વનું કારણ છે.
ભાવાર્થઃ– એક આત્માને વિસ્તારકથનમાં ‘આત્મદ્રવ્ય’ તરીકે, ‘જ્ઞાનાદિગુણ’ તરીકે અને
‘સિદ્ધત્વાદિપર્યાય’ તરીકે- એમ ત્રણ પ્રકારે વર્ણવવામાં આવે છે. એ જ પ્રમાણે સર્વ દ્રવ્યો વિષે
સમજવું.
વળી એક આત્માના હયાતી ગુણને ‘હયાત આત્મદ્રવ્ય’ હયાત જ્ઞાનાદિગુણ’ અને ’ હયાત
સિદ્ધત્વાદિપર્યાય’ - એમ ત્રણ પ્રકારે વિસ્તારવામાં આવે છે. એ જ પ્રમાણે સર્વ દ્રવ્યો વિષે સમજવું.
વળી એક આત્માનો જે હયાતીગુણ છે તે આત્મદ્રવ્ય નથી, (હયાતીગુણ સિવાયનો)
જ્ઞાનાદિગુણ નથી કે સિદ્ધત્વાદિપર્યાય નથી, અને જે આત્મદ્રવ્ય છે, (હયાતી સિવાયનો) જ્ઞાનાદિગુણ છે
કે સિદ્ધત્વાદિપર્યાય છે તે હયાતી ગુણ નથી-એમ પરસ્પર તેમને અતદ્ભાવ છે કે જે અતદ્ભાવને લીધે
તેમને અન્યત્વ છે. આ જ પ્રમાણે સર્વ દ્રવ્યો વિષે સમજવું.
આ રીતે આ ગાથામાં સત્તાનું ઉદાહરણ લઈને અતદ્ભાવને સ્પષ્ટ રીતે સમજાવ્યો.
(અહીં એટલું વિશેષ છે કે જે સત્તાગુણ વિષે કહ્યું તે અન્ય ગુણો વિષે પણ યોગ્ય રીતે
સમજવું જેમ કેઃ- સત્તાગુણની માફક, એક આત્માના પુરુષાર્થગુણને ‘પુરુષાર્થી આત્મદ્રવ્ય’, પુરુષાર્થી
જ્ઞાનાદિગુણ’ અને પુરુષાર્થી સિદ્ધત્વાદિપર્યાય’ - એમ વિસ્તારી શકાય છે. અભિન્ન પ્રદેશો હોવાને લીધે
આમ વિસ્તાર કરવામાં આવે છે, છતાં સંજ્ઞા-લક્ષણ-પ્રયોજનાદિ ભેદ હોવાને લીધે પુરુષાર્થગુણને તથા
આત્મદ્રવ્યને, જ્ઞાનાદિ અન્યગુણને કે સિદ્ધત્વાદિપર્યાયને અતદ્ભાવ છે કે જે અતદ્ભાવ તેમનામાં
અન્યત્વનું કારણ છે.) ૧૦૭.


----------------------------------------------------------------------
૧. અન્યગુણ સત્તા સિવાયનો બીજો કોઈપણ ગુણ.
૨. તદ્-અભાવ તેનો અભાવ.
[तद् अभावः तस्य अभावः] [તદ્-અભાવ અતદ્ભાવનું લક્ષણ (અથવા સ્વરૂપ) છે. અતદ્ભાવ
અનયત્વનું કારણ છે]

Page 400 of 540
PDF/HTML Page 409 of 549
single page version

ગાથા – ૧૦૭ પ્રવચનસાર પ્રવચનો ૪૦૦
પ્રવચનઃ તા. ૨૭–૬–૭૯.
‘પ્રવચનસાર’ ગાથા-૧૦૭.
“હવે અતદ્ભાવને ઉદાહરણ વડે સ્પષ્ટ રીતે દર્શાવે છેઃ– દાખલો આપે છે.
सद्दव्वं सच्च गुणो सच्चेव य पज्जओ त्ति वित्थारो ।
जो खलु तस्स अभावो सो तदभावो अतब्भावो
।। १०७।।
‘સત્ દ્રવ્ય, ‘સત્ પર્યાય’, સત્ ગુણ’ – સત્ત્વનો વિસ્તાર છે;
નથી તે– પણે અન્યોન્ય તેહ અતત્ત્વપણું જ્ઞાતવ્ય છે. ૧૦૭.
આહા... હા! આચાર્યોએ કેટલી કરુણા કરીને, આટલું સ્પષ્ટ કરવા માટે (આ ટીકા રચી
વિસ્તારથી સમજાવ્યું) છતાં કહેઃ અમે કર્તા નથી હોં! ઈ ટીકાના કર્ત્તા અમે નથી, કાંઈ! કેમ કે
અક્ષરના પ્રદેશો જુદા છે, અમારાથી ઈ પૃથક છે. અક્ષરના પ્રદેશ અને આત્માના પ્રદેશ બે તદ્ન ભિન્ન
છે. ઈ અક્ષરને અક્ષર (કરે) અમે કર્ત્તા નથી. આહા.. હા! અમે જાણવાનું કામ કરીએ છીએ, અમારા
આત્માના ગુણ વડે, એ ગુણને પણ અતદ્ભાવ છે આત્માથી. આહા.. હા! તો પુથક્તાની ક્રિયા તો
(અમારાથી) ક્યાં’ ય દૂર રહી. આહા... હા! ગોખી રાખે, આ હાલે એવું નથી હોં? અંદર એને
બેસારવું જોઈએ. આહા... હા... હા!
ટીકાઃ– “જેમ એક મૌકિતકમાળા”. મોતીની માળા.” ‘હાર’ તરીકે, ‘દોરા’ તરીકે અને
‘મોતી’ તરીકે.” – એમ ત્રિધા (ત્રણ પ્રકારે) વિસ્તારવામાં આવે છે.” છે ને...? (પાઠમાં)
(જુઓ!) એક મોતીની માળા, હાર તરીકે (એટલે) એને હાર કહેવાય. ‘દોરો છે અને મોતી છે’
એમ ત્રિધા પ્રકારે વિસ્તારવામાં આવે છે.
“ તેમ એક દ્રવ્ય, ‘દ્રવ્ય’ તરીકે, ‘ગુણ’ તરીકે અને
‘પર્યાય’ તરીકે– એમ ત્રિધા વિસ્તારવામાં આવે છે.” ઓહોહોહો!
એકલો આત્મા, એક-એક ચેતનદ્રવ્ય, તે સત્દ્રવ્ય, સત્ગુણ, સત્પર્યાય-સત્નો વિસ્તાર છે. છે
ને એની અંદર? (પાઠમાં) આહા...! સત્દ્રવ્ય (અર્થાત્) અનંતગુણનું એકરૂપ. અનંત ગુણ ને એની
પર્યાય, (એટલે) દ્રવ્ય સત્ ગુણ સત્ ને પર્યાય સત્! આહા...!
“તેમ એક દ્રવ્ય, દ્રવ્ય તરીકે, ગુણ
તરીકે અને પર્યાય તરીકે– એમ ત્રિધા વિસ્તારવામાં આવે છે.
(અહીંયાં કહે છે કેઃ) “વળી જેમ એમ મૌકિતકમાળાનો શુક્લત્વગુણ.” આહા... હા!

Page 401 of 540
PDF/HTML Page 410 of 549
single page version

ગાથા – ૧૦૭ પ્રવચનસાર પ્રવચનો ૪૦૧
‘શુક્લ હાર’, ‘શુક્લ દોરો’ અને ‘શુક્લ મોતી’ મોતીની માળામાં શુક્લત્વગુણ એટલે
શુક્લત્વગુણ-ધોળા મોતી, (ધોળો દોરો, ધોળો હાર) - “એમ ત્રિધા વિસ્તારવામાં આવે છે.”
આહા... હા! માળા એક છે. પણ એમાં મોતીની ધોળાશ, હાર ધોળો, દોરો ધોળો અને મોતી ધોળું. “એમ
ત્રિધા વિસ્તારવામાં આવે છે” તેમ એક દ્રવ્યનો સત્તાગુણ, ‘સત્ દ્રવ્ય’.
સત્તા ગુણ-સત્તા ગુણ લીધો
છે હાર. તેમ એક દ્રવ્યનો સત્તાગુણ ‘સત્ દ્રવ્ય’, ‘સત્ ગુણ’ અને ‘સત્ પર્યાય’ – એમ ત્રિધા
વિસ્તારવામાં આવે છે.
શું કીધું ઈ? મોતીની માળા એટલે હાર છે. એને ત્રણ પ્રકારે જાણવામાં આવે છે. એક તો હાર
છે. પછી દોરો છે. અને મોતી છે. ત્રણ પ્રકાર થયા ને...! છે તો હાર એક એના ત્રણ પ્રકાર! એમ
ભગવાન આત્મા. આહા... હા! (દ્રવ્ય એક પણ ત્રણ પ્રકાર દ્રવ્ય-ગુણ-પર્યાય.) .
(અહીંયાં કહે છે કેઃ) “વળી જેવી રીતે એક મૌકિતકમાળામાં જે શુક્લત્વગુણ છે તે હાર
નથી.” આહા... હા... હા! પરદ્રવ્ય છે ઈ તો આત્મામાં નથી, એ તો નાસ્તિ ત્રણે કાળ. આહા... હા!
પણ ઈ પછી (કહેશે.) આ તો દ્રષ્ટાંત છે.
“દોરો નથી કે મોતી નથી.” શુક્લગુણ તે હાર નથી,
શુક્લગુણ તે દોરો નથી, શુક્લગુણ તે મોતી નથી.” અને જે હાર, દોરો કે મોતી છે તે શુક્લત્વગુણ
નથી.”
એમ પરસ્પર એકબીજાનો અભાવ “–એમ એકબીજાને જે ‘તેનો અભાવ’ અર્થાત્ ‘તે–પણે
હોવાનો અભાવ’ છે”
આહા... હા! તેથી સફેદપણું હારપણે થઈ જાય ને હાર, સફેદપણે થઈ જાય
એકલો, અને દોરો સફેદ છે ઈ હારપણે થઈ જાય, મોતીપણે થઈ જાય, એમ બનતું નથી. આહા... હા!
દ્રવ્ય અભાવ થઈ જાય, આહા... હા! “તે તદ્–અભાવ’ લક્ષણ” દોરાનું, મોતીનું ને હારનું ‘તદ્-
અભાવ’ લક્ષણ, તે તદ્-અભાવ લક્ષણ
“અતદ્ભાવ છે.” અતદ્ભાવ લક્ષણ (એટલે કે) ‘તદ્-
અભાવ’ લક્ષણ, (એ જા અતદ્ભાવ છે. આહા... હા! ધોળો (વર્ણ) તે હાર નહીં હાર તે ધોળાપણું
નહીં એટલો ફેર છે ને બેયમાં. એ રીતે અતદ્ભાવ લક્ષણ, દ્રવ્ય તે ભાવ નહીં ને ભાવ તે દ્રવ્ય નહીં
ઈ તદ્-અભાવ લક્ષણ, અતદ્ભાવ છે. એને અતદ્ભાવ કહેવાય છે. આહા... હા... હા! કેટલાકે તો આ
વાંચ્યું જ ન હોય. પુસ્તક પડયું હોય!
(શ્રોતાઃ) વાંચે તો સમજાય નહીં...! (ઉત્તરઃ) સમજાય નહીં,
હા, સમજવા નિશાળે નથી જાતા? સમજે માટે નિશાળે જાય છે કે નહીં? (જાય છે.) કે આ શું
કહેવાય છે આ! ક, ખ, ગ, ઘ, એમ બોલતા નથી? એ શીખવા જાય છે કે નહીં? (શ્રોતાઃ) જાય છે
(પ્રભુ!)
(ઉત્તરઃ) તો આ સમજવા માટે ભણવું પડે કે નહીં? આહા... હા! આહા...! “કે જે
અતદ્ભાવ અન્યત્વનું કારણ છે.” આહા... હા! શું સિદ્ધ કરી છે વાત!!
(કહે છે) ગુણ, ગુણી વચ્ચે અતદ્ભાવ, તે જ તદ્-અભાવ લક્ષણ, તદ્-અભાવ લક્ષણ છે

Page 402 of 540
PDF/HTML Page 411 of 549
single page version

ગાથા – ૧૦૭ પ્રવચનસાર પ્રવચનો ૪૦૨
ને...? હાર તે દોરો નહીં ને હાર, દોરો સફેદ તે હાર નહીં. ઈ તદ્અભાવ લક્ષણ (એ જા અતદ્ભાવ છે.
આહા... હા! “કે જે અતદ્ભાવ અન્યત્વનું કારણ છે.” અન્યત્વનું કારણ (ઈ) છે. આહા... હા... હા!
એ ગુણ જુદો ને આત્મા જુદો એમ અન્યત્વ, આત્માની અંદર સત્દ્રવ્ય, સત્ગુણ, સત્પર્યાય (છે.) છતાં
ત્રણેયને અન્યપણું છે. દ્રવ્ય ને ગુણ વચ્ચે અને દ્રવ્ય-ગુણ પર્યાય વચ્ચે અતત્પણું છે. આહા... હા... હા!
આમ કહ્યું ને ‘સત્ દ્રવ્ય’, ‘સત્ગુણ’, સત્ પર્યાય’. સત્નો જ વિસ્તાર છે. છતાં દ્રવ્ય તે ગુણ નથી,
ગુણ તે પર્યાય નથી, પર્યાય તે ગુણ નથી ગુણ તે દ્રવ્ય નથી. આહા... હા... હા!
ભેદ–જ્ઞાન ક્યાં સુધી
લઈ ગયા છે!! પરથી તો જુદો પાડયો, પણ પોતાના જે ભેદ છે ગુણ-ગુણીના એનાથી (પણ) જુદો
પાડયો. આહા... હા! એને પણ છોડ! (દ્રષ્ટિમાંથી) આહા... હા... હા! ભગવાન અંદર આત્મા!
નિર્વિકલ્પ અને અભેદપણે બિરાજે છે. તેની ઉપર દ્રષ્ટિ કર. એનો આદર કર. તેનો સ્વીકાર ને સત્કાર
કર. ત્યારે તે ચીજનો (આત્માનો) આદર થતાં તેને સત્દર્શન થશે. જેવું એ સ્વરૂપ છે, એવું જ તને
દર્શન થશે ને પ્રગટશે. સમ્યગ્દર્શન! દર્શન એટલે શ્રદ્ધા! આહા... હા! એથી સત્શ્રદ્ધા ને ત્યારે સત્યદર્શન
થાશે ત્યારે સત્ દેખાશે. જેવું અખંડ સત્ (સ્વરૂપ) છે તેવું સત્ શ્રદ્ધાશે. આહા.. હા!
(અહીંયાં કહે છે કેઃ) “તેવી રીતે એક દ્રવ્યમાં જે સત્તાગુણ છે તે દ્રવ્ય નથી.” સત્તા,
અસ્તિત્વગુણ છે. એક છે. ઈ દ્રવ્ય નથી, દ્રવ્ય અનંતગુણ (સ્વરૂપ) છે. આહા... હા! “અન્ય ગુણ
નથી.” સત્તાગુણ છે તે અનેરાગુણપણે નથી. સત્તાગુણ, સત્તાગુણરૂપે છે. સત્તાગુણ, જ્ઞાન-દર્શન-આનંદ
(ગુણ) પણે નથી. સત્તાગુણ દ્રવ્યપણે પણ નથી ને સત્તાગુણ, અનેરા ગુણપણે પણ નથી. આહા...
હા... હા! એમ જ્ઞાનગુણ, દ્રવ્યપણે નથી, તેમ જ્ઞાનગુણ, સત્તા આદિ બીજાગુણપણે પણ નથી. આહા...
હા! દરેક ગુણની ભિન્નતા છે. (એક ગુણ બીજાગુણપણે નથી.) આહા... હા! આમાં તો ભઈ વખત
જોઈએ, નિવૃત્તિ જોઈએ, અભ્યાસ કરેતો બેસે એવું છે! આહા... હા! આ કાંઈ લૌકિક ભણતર નથી.
આહા... હા!
“જે સત્તાગુણ છે.” આહા... હા! તે દ્રવ્ય નથી. અન્યગુણ નથી.” સત્તાગુણ તે સત્તાગુણ
(જા છે. અન્ય ગુણ નથી. આહા..! ગુણ-ગુણ વચ્ચે પણ અતદ્ભાવ. છે. આહા...હા! દ્રવ્ય ને ગુણ
વચ્ચે અતદ્ભાવ અને ગુણ-ગુણ વચ્ચે અતદ્રભાવ. આહા... હા... હા!
“કે પર્યાય નથી.” સત્તાગુણ જે
છે ઈ સત્તાગુણપણે છે તે દ્રવ્યપણે નથી, અન્યગુણપણે નથી અને પર્યાય નથી. પોતે ગુણ છે.
અનેરાગુણપણે નથી ને પર્યાય (પણે) નથી. આહા... હા... હા!
(કહે છે કેઃ) ભણ્યા-ગણ્યા શાથી કહીએ એને? દ્રવ્યની વાત. ઓલું તો સહેલું પડે એને.
(અહીંયા કહે છે કેઃ) “અને જે દ્રવ્ય, અન્યગુણ કે પર્યાય છે તે સત્તાગુણ નથી.” દ્રવ્ય છે ઈ
અન્યગુણ કે પર્યાય થઈ તે સત્તાગુણ નથી. અન્યગુણ એટલે સત્તાગુણ સિવાય કોઈપણ

Page 403 of 540
PDF/HTML Page 412 of 549
single page version

ગાથા – ૧૦૭ પ્રવચનસાર પ્રવચનો ૪૦૩
ગુણ, તે સત્તાગુણ નથી. અને પર્યાય છે તે સત્તાગુણ નથી, “–એમ એકબીજાને જે ‘તેનો અભાવ’
અર્થાત્ ‘તે–પણે હોવાનો અભાવ’
સત્તા (અન્ય) ગુણપણે નહીં, સત્તા દ્રવ્યપણે નહીં, સત્તા પર્યાયપણે
નહીં. આનંદગુણ, દ્રવ્યપણે, નહીં, આનંદગુણ જ્ઞાન (ગુણ) પણે નહીં, આનંદગુણ પર્યાયપણે નહીં.
આહા... હા... હા!
આનું નામ ભેદજ્ઞાન કહેવાય. ઝીણું ઝીણું!! પરથી જુદો, તારા ગુણથી પણ ગુણ-
ગુણથી જુદો! હવે ભેદપણું છોડી દે! આહા... હા! એ બધા ગુણોનો પિંડ, તે દ્રવ્ય છે. દ્રવ્યને ગુણ ન
કહેવાય. ગુણોને દ્રવ્ય ન કહેવાય. ને ગુણોને પર્યાય ન કહેવાય. આહા... હા!
“એમ એકબીજાને જે
‘તેનો અભાવ’ અર્થાત્ ‘તે–પણે હોવાનો અભાવ’ છે તે તદ્–અભાવ લક્ષણ.” (અથવા) તદ્-
અભાવ લક્ષણ આ ભાવ તે આ નહીં એવું તદ્-અભાવ લક્ષણ, એકબીજાની વચ્ચે તદ્-અભાવ લક્ષણ,
આહા... હા! એ
“અતદ્ભાવ છે” બે વચ્ચે અભાવ, તદ્-અભાવ લક્ષણ જેનું તદ્-અભાવ લક્ષણ એ
“અતદ્ભાવ છે’કે જે અન્યત્વનું કારણ છે.” જે અનેરાપણાનું કારણ છે. આહા... હા! દ્રવ્યથી ગુણ
અનેરો, ગુણથી દ્રવ્ય અનેરું. આહા... હા... હા! કો’ ભાવાર્થ આવ્યો!
ભાવાર્થઃ– “એક આત્માને વિસ્તારકથનમાં” એક આત્માને વિસ્તારવામાં આવે તો
‘આત્મદ્રવ્ય’ તરીકે, ‘જ્ઞાનાદિગુણ’ તરીકે અને ‘સિદ્ધત્વાદિપર્યાય’ તરીકે એમ ત્રણ પ્રકારે
વર્ણવવામાં આવે છે. એ જ પ્રમાણે સર્વ દ્રવ્યો વિષે સમજવું.”
આહા.. હા! બધાં દ્રવ્યો, દ્રવ્યપણે,
ગુણપણે અને પર્યાયપણે... આહા... હા! જ્યારે જુઓ ત્યારે, એના સમયે પર્યાય, જે પર્યાય થાય છે.
પર્યાય તે પર્યાયપણે છે ને ગુણ તે ગુણપણે છે ને દ્રવ્ય તે દ્રવ્યપણે છે. આહા..! એ ગુણને લઈને
પર્યાય છે એની ના કહે છે. આહા.. હા.. હા! બે વચ્ચે અતદ્ભાવ છે ને.....! એ અતદ્ભાવ લક્ષણ બે
ચીજ વચ્ચેનો અહીંયાં સિદ્ધ કરે છે. આહા... હા... હા! આનંદસ્વરૂપ ભગવાન આત્મા એ જ્ઞાનસ્વરૂપ
નહી ને જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા તે આનંદસ્વરૂપ નહીં. આહા... હા! એમ એક વ્યકિતનો અભાવ
સિદ્ધ કરે છે. સત્તાગુણ છે એ આત્મદ્રવ્ય તરીકે, એક આત્મા તે જ્ઞાનગુણ તરીકે, અને સિદ્ધત્વાદિ
પર્યાય તરીકે-એમ ત્રણ પ્રકારે વર્ણવવામાં આવે છે. એ જ પ્રમાણે સર્વ દ્રવ્યો વિષે સમજવું. જેટલા
બધા આ જગતમાં પદાર્થો છે તે બધા (વિશે સમજવું.) આહા... હા!
(કહે છે) એક પરમાણુ આ આંગળીનો છે. એ એક પરમાણુ અને બીજા પરમાણુ
(આંગળીના) એ બે વચ્ચે પ્રદેશભેદ છે. માટે પૃથક્ અન્યત્વ છે. આહા... હા! આંગળી છે એના એક
એક પરમાણુ, બીજા પરમાણુથી અન્ય-પૃથક્ છે. કારણ એક પરમાણુનો પ્રદેશ જુદો, બીજા પરમાણુનો
જુદો, એ પૃથક્ (પ્રદેશ) અન્યત્વ છે. અને પરમાણુમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે ઈ પરમાણુના પ્રદેશમાં
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે. એમાં બે વચ્ચે અતદ્ભાવરૂપ અભાવ છે તે સિદ્ધ થાય છે. આહા... હા!
વર્ણગુણ તે પરમાણુ નહીં ને પરમાણુ (દ્રવ્ય) તે વર્ણગુણ નહીં. આહા... હા... હા! અને તે પરમાણુ