Page 418 of 540
PDF/HTML Page 427 of 549
single page version
एसो हि अतब्भावो ण्ेव अभावो त्ति णिद्दिट्ठो
–અને અતત્પણું જાણવું, ન અભાવને; ભાખ્યું ભાખ્યું જિને. ૧૦૮.
ભિન્નતા છે. એવું અહીંયાં નથી. અહીંયાં તો ‘તે-ભાવ એ ભાવપણે નથી’ એ અપેક્ષાએ અતત્પણું છે.
આહા... હા... હા... હા! દાદા, તમે તો દિગંબર પહેલેથી છો! તો વાંચ્યું નથી તમે આ. કંઈ અત્યારનું
નથી આ. આ તો પુસ્તક (‘પ્રવચનસાર’) પહેલેથી છે. કુંદકુંદઆચાર્ય! (ગાથા) એકસો આઠ.
ને ગુણનું દ્રવ્યરૂપે અભવન- બે ની (આ) અપેક્ષા એ
હા! કેટલું સ્પષ્ટ કર્યું છે! ‘કારણ કે આટલાથી જ’ એટલે કેઃ દ્રવ્યનું ગુણરૂપે નથી ને ગુણનું દ્રવ્યરૂપે
નથી. એટલેથી જ અન્યત્વવ્યવહાર એટલે અન્યત્વરૂપ વ્યવહાર, (સિદ્ધ) થાય છે.
લક્ષણવાળો અભાવ તે અતદ્ભાવ નથી.” આહા... હા! સમજાણું કાંઈ? આહા.. હા! (જેમ)
પરદ્રવ્યનું તદ્ન અન્યપણું -ભિન્ન કર્યું, એવું અન્યપણું આમાં નથી. દ્રવ્ય બિલકુલ ગુણરૂપે નથી ને
ગુણ, પર્યાય રૂપે નથી ઈ તો (અતદ્ભાવની) અપેક્ષાએ તદ્ન કીધું. ‘અભાવ તે અતદ્ભાવ નથી’ “જો
એમ હોય તો (૧) એક દ્રવ્યને અનેકપણું આવે.” આહા... હા! તો સત્તાગુણ, જ્ઞાનગુણ, દર્શનગુણ
એવા અનંતગુણ, અનંત ન રહે. અને તો અનંતગુણ છે ઈ તો અનંત દ્રવ્ય આવે (દ્રવ્ય રૂપે થઈ
જાય.) ‘એક દ્રવ્યને અનેકપણું આવે, અથવા
Page 419 of 540
PDF/HTML Page 428 of 549
single page version
થાય. આહા... હા... હા! ઝીણું તો બહું!! “પરંતુ દ્રવ્યનો અભાવ તે ગુણ, ગુણનો અભાવ તે દ્રવ્ય –
એવા લક્ષણવાળો અભાવ તે અતદ્ભાવ નથી.’ જો એમ હોય તો એક દ્રવ્યને અનેકપણું આવે,
ઉભયશૂન્યતા થાય. બેયનો અભાવ આવે. અથવા અપોહરૂપતા થાય.” એક-બીજાનો તદ્ન ત્યાગ.
તદ્ન ત્યાગ (એટલે) દ્રવ્યને ગુણનો ત્યાગ, ગુણને દ્રવ્યનો ત્યાગ (તે અપોહરૂપતા થાય) તથા તેને
અન્યપણાનો પ્રસંગ આવે. આહા... હા! એ પહેલો બોલ કહ્યો, બીજો બોલ કહેશે વિશેષ.
ફરીને (લઈએ છીએ.) દ્રવ્ય છે એનો અભાવ તે, ગુણ છે. અન્યત્વવ્યવહાર બરાબર છે. દ્રવ્ય અને
ગુણને અન્યત્વ તે બરાબર છે. પણ દ્રવ્યનો અભાવ તે ગુણ, અને ગુણનો અભાવ તે દ્રવ્ય, એ વાત
જૂઠી છે. એમાં બેયની શૂન્યતા થઈ જાય છે.
અનેકપણું આવે, (૨) ઉભયશૂન્યતા થાય (અર્થાત્ બન્નેનો અભાવ થાય), અથવા (૩)
અપોહરૂપતા થાય. તે સમજાવવામાં આવે છેઃ– (એ પહેલો બોલ કહ્યો, હવે બીજો બોલ.)
અચેતનદ્રવ્યનો અભાવ તે ચેતનદ્રવ્ય છે.” આહા... હા! ચેતનદ્રવ્ય છે એનો અભાવ અચેતનદ્રવ્ય છે.
કરમ, શરીર, વાણી, મન- બધું અચેતન (છે.) એ અચેતનદ્રવ્યનો અભાવ તે ચેતનદ્રવ્ય છે એમ ઠરે.
દ્રવ્ય– એ રીતે એક દ્રવ્યને પણ અનેકપણું આવે (અર્થાત્ દ્રવ્ય એક હોવા છતાં તેને અનેકપણાનો
પ્રસંગ આવે.)” દ્રવ્ય તે ગુણ નહીં એમ કીધું. એત્રપ રીતે અન્યત્વ છે. પણ દ્રવ્યનો અભાવ તે ગુણ,
અને ગુણનો અભાવ તે દ્રવ્ય, - તો બે ય સત્ય નહીં સમજાવે. બેયની શૂન્યતા થશે. આવી હવે વાતું!
અહા... હા! આચાર્યે વાત સિદ્ધ કરવા કેટલી (યુક્તિઓ આપી છે!) કારણ કે દ્રવ્ય છે, એ
અનેકગુણનો પિંડ છે. હવે ઈ ગુણ છે તે દ્રવ્ય કહીએ, તો તો ગુણ છે ઈ તદ્ભાવે ભિન્ન છે. અને દ્રવ્ય
છે ઈ તદ્ભાવભિન્ન છે. તદ્ભાવ ભિન્ન છે અપેક્ષાએ અતદ્ભાવ છે. તો અતદ્ભાવ એવો નથી, કે
બીજાનો તદ્ન અભાવ. એવો અન્યત્વ (ભાવ)
Page 420 of 540
PDF/HTML Page 429 of 549
single page version
અભાવ થતાં સુવર્ણપણાનો અભાવ થાય.
હા! દ્રવ્યથી, ગુણ તદ્રન અભાવ છે. એમ કહે (માને) તો બેયની શૂન્યતા આવે. જો દ્રવ્ય તદ્ન ભિન્ન
અને ગુણ તદ્ન ભિન્ન (હોય) તો દ્રવ્યનો પણ અભાવ થાય. ગુણસ્વભાવવાળું દ્રવ્ય છે. તો જો
દ્રવ્યનો તદ્ન અભાવ કહો તો ગુણનો અભાવ થઈ જાય. અને ગુણનો અભાવ કહો તો દ્રવ્યનો અભાવ
થઈ જાય. કો’ વેપારીને... આ ન્યાય પકડે! (શ્રોતાઃ) કેમ નો’ પકડે, વેપારીને બુદ્ધિ નથી!
(ઉત્તરઃ) તમે તો વકીલ છો. તો આ (વેપારીની વકીલાત!) (શ્રોતાઃ) વેપારીને બુદ્ધિ નથી?
(ઉત્તરઃ) આહા... હા! સિદ્ધ તો એમ કરવું છે, કેઃ ત્રણ છે-દ્રવ્ય-ગુણ-ને પર્યાય. તો ઈ અપેક્ષાએ
એનું અન્યપણું છે. પણ દ્રવ્યનો અભાવ તે ગુણ ને ગુણનો અભાવ તે દ્રવ્ય, એમ નથી. શાંતિભાઈ!
આમાં તમારે ચોપડામાં આવતું નો’ હોય ક્યાં’ ય! આજે આવ્યું છે (પત્રિકામાં) સંપૂર્ણ આહાર
વિના ચાલતું નથી! (પરંતુ અહીંયાં તો) સિદ્ધ ઈ કરવું છે કે (જે) ગુણ છે એનો ભાવ, દ્રવ્યથી
અતદ્ભાવ છે. જેવો તે ગુણભાવ છે તેવો જ દ્રવ્યભાવ છે એમ નહીં. (કારણ) દ્રવ્ય એકરૂપ ‘ભાવ’
છે. ગુણભાવ અનેકરૂપ ‘ભાવ’ છે. આહા... હા! પણ (એકબીજામાં) તદ્ન અભાવ જોવા જાવ (તો
તો) દ્રવ્યના અભાવે ગુણ પણ નહીં રહે અને ગુણના અભાવે દ્રવ્ય પણ નહીં રહે. આહા... હા! એમાં
(બે વચ્ચે) અતદ્ભાવ તરીકે અને રાપણું કહેવામાં આવ્યું, છતાં પણ એકબીજામાં તદ્ન અભાવ
તરીકે, ગણશો, તો બેય ની શૂન્યતા થશે. સમજાણું કાંઈ?
દરેક પદાર્થમાં-દ્રવ્ય અને ગુણ છે. એ (બે) વચ્ચે અતદ્ભાવ છે. એ અતદ્ભાવની અપેક્ષાએ તેને
(દ્રવ્ય અને ગુણને) અન્યત્વ કહેવાય છે. પણ સર્વથા-દ્રવ્યમાં ગુણ નથી ને ગુણમાં દ્રવ્ય નથી તો તો
બેયનો અભાવ થઈ જાય. આહા... હા! સમજાણું કાંઈ? આહા... હા... હા! આચાર્યોએ! અરે! જગતને
કરુણા કરીને! એક-એક (ન્યાયને) આ શબ્દો! આ ટીકા! અપ્રમત્તદશામાં રહેવું! જાણનાર રહેવું!
આહા.. હા! એમાં વળી આ વિકલ્પ (ટીકાનો) આવ્યો તો આ ટીકા (રચાઈ ગઈ.) આહા... હા...
હા! ભવ્યોના હિતને માટે.
Page 421 of 540
PDF/HTML Page 430 of 549
single page version
ભાવરૂપે ગુણ નથી ને ગુણના ભાવરૂપે દ્રવ્યભાવ નથી, એટલી અન્યરૂપતા ને અતદ્ભાવને (અહીંયાં)
સિદ્ધ કરવું છે. પણ દ્રવ્યથી ગુણ સર્વથા જુદા ને ગુણથી દ્રવ્ય સર્વથા જુદું (હોય તો તો) બેયની
શૂન્યતા થઈ જશે. દ્રવ્ય ગુણવિના ન હોય તો ગુણ દ્રવ્ય વિના ન હોય. બરાબર છે? (શ્રોતાઃ) જી.
હા. જી. હા!
અભાવ જેટલો ઘડો છે અને ઘડાના કેવળ અભાવ જેટલું્ર જ વસ્ત્ર છે.) – એ રીતે બન્નેનો
અપોહરૂપતા છે.” બન્ને વચ્ચેનો (સર્વથા નકારાત્મકપણું; સર્વથા ભિન્નતા.) નકાર છે, “તેમ દ્રવ્ય–
અભાવ માત્ર જ ગુણ થાય, ગુણ અભાવમાત્ર જ દ્રવ્ય થાય.” દ્રવ્યને ગુણનો (સર્વથા) ત્યાગ ને
ગુણનો (સર્વથા નકારાત્મકપણું) ત્યાગ તે દ્રવ્ય- “એ રીતે આમાં પણ (દ્રવ્ય–ગુણમાં પણ)
અપોહરૂપતા થાય (અર્થાત્ કેવળ નકારરૂપતાનો પ્રસંગ આવે.) ” આહા... હા! ઘડો છે અને ઘડાના
કેવળ અભાવ જેટલુંજ વસ્ત્ર છે- એ રીતે બન્નેનો અપોહરૂપતા છે. (હવે) “તેમ દ્રવ્ય-અભાવમાત્ર જ
ગુણ હોય ને ગુણ-અભાવમાત્ર જ દ્રવ્ય હોય (અર્થાત્) દ્રવ્યના અભાવમાત્ર જ ગુણ જુદો રહે, જેમ
પટથી તદ્દન જુદો ઘટ છે. એમ દ્રવ્યથી તદ્ન જુદો ગુણ રહે અને ગુણ- અભાવમાત્ર જ દ્રવ્ય હોય,
ગુણના અભાવમાત્ર જ એકલું દ્રવ્ય જુદું હોય (ગુણ વિનાનું) એ રીતે આમાં પણ (દ્રવ્ય-ગુણમાં પણ)
અપોહરૂપતા થાય. (અર્થાત્ કેવળ) નકારરૂપતા આવે- સર્વથા નકાર આવે. (દ્રવ્ય-ગુણને) સર્વથા
નકાર-સર્વથા ભિન્નતા એમ બને નહીં. કથંચિત્ તદ્ભાવનો જુદો (ભિન્ન) ગણીને અતદ્ભાવ કહયો છે.
‘તદ્ભાવે-નહીં’ એ ગણીને જુદા- જુદા કહયું છે. પણ તદ્ન-સર્વથા (ભિન્નતા) ગુણ વિનાનું દ્રવ્ય,
અને દ્રવ્ય વિનાનો ગુણ- (એમ) સર્વથા કહો તો બેયની શૂન્યતા થઈ જશે. દ્રવ્ય વિના ગુણ ન રહી
શકે, ગુણ વિના દ્રવ્ય નહીં રહી શકે. આહા... હા... હા! આવું ક્યાં’ ય આવે તમારે વેપારમાં? આહા..
હા.. હા... હા!
ગુણ અને ગુણના અભાવરૂપે દ્રવ્ય, તો બેયનો નકાર થઈ જશે. બેય શૂન્ય થઈ જશે. દ્રવ્ય વિના ગુણ
રહી શકે નહીં ને ગુણ વિના દ્રવ્ય રહી શકે નહીં. આહા... હા! સમજાય છે?
Page 422 of 540
PDF/HTML Page 431 of 549
single page version
નથી. એમ જો કહેવા જાવ, બેય બેય વાતનો (વસ્તુનો) અભાવ થઈ જશે. આહા.. હા! આચાર્યોએ
કામ! કરુણાની કૃપા આવી છે ને...! કરુણા વરસે છે જગત ઉપર હે! પ્રાણીઓ! જે રીતે વસ્તુ છે તેને
(તે રીતે) સમજો. અને સમજ્યા પછી અંતરથી, ભેદ કરો પરથી. અને અભેદની દ્રષ્ટિને ખીલવો!!
અભેદદ્રષ્ટિને ખીલવો!! આહા... હા! એવી વાત કરી છે. આ તો જેને સંસારના ભય લાગ્યા હોય,
ચોરાશીના અવતારના ડર લાગ્યા હોય, એને માટે આ વાત છે. જેને ભવનો અભાવ કરવાનો ભાવ
હોય, એને આ રીતે (એટલે) જે રીતે કહ્યું છે એ રીતે - એમાંથી ઓછું, અધિક, વિપરીત એ નહીં.
(એમ યથાર્થ સમજીને.)
અભાવ તે શરીર. એમ દ્રવ્યનો તદ્ન અભાવ તે ગુણ, અને ગુણનો તદ્ન અભાવ તે દ્રવ્ય. એમ કહેવા
જાઈશ તો (એમ માનીશ તો) બેય નો નાશ થઈ જશે. આમાં સમજાય છે કાંઈ? આહા... હા! અરે!
દિગંબર સંતોએ તો ગજબ કરી નાખ્યો!! કલ્યાણ કરવાનો માર્ગ ન્યાલ! ન્યાલ કરવું છે આ તો!
આહા.. હા! ઓલામાં વિષ્ણુમાં કહે છે. સ્વામીનારાયણમાં એમ કહે. સ્વામીનારાયણ એમ કહે. ન્યાલ
કર્યા! ઓલા (સહજાનંદ) માંસ (આદિ) છોડાવે કાઠીને (કોળી જેવી જાતિને). બ્રહ્મચારી કહેતા કે
એને લઈને છાપ બહુ પડી જાય (સમાજમાં.) બ્રહ્મચર્યનું પાકું બહુ કહેતા હો! એક ફેરે એની બાઈ
હતી એક હતી કાઠીયાણી, ઈ બેઠી’ તી છતાં એના તરફ દ્રષ્ટિ નહીં. પણ વસ્તુની ખબર નહીં
એટલે...... (મિથ્યાત્વ તો ખરું) આહા... હા!
તદ્ન અભાવસ્વરૂપ છે. ઘડાથી વસ્ત્ર તદ્ન અભાવસ્વરૂપ છે-એમ જો (દ્રવ્યગુણથી) અભાવસ્વરૂપ હોય
તો શૂન્ય થઈ જાય. આહા...હા! સમજાણું કાંઈ? ધ્યાન રાખે તો ભાષા તો ભાષા તો સાદી છે. આ તો
મારગ એવો છે બાપુ! આહા.. હા! સર્વજ્ઞભગવાન! ત્રિલોકનાથ! એમની વાણી આવી ઈ ગણધરોએ
રચી. એનો આ નમૂનો રહ્યો છે આ! આહા...હા! એમ ન સમજવું કે આ સાધારણ અત્યારે પાંચમો
આરો છે ને...! ફલાણું છે ને (ઢીકણું) છે... માટે! (આ તો) ભગવાનની સાક્ષાત્ વાણી છે!!
ત્રણલોકના નાથ, સર્વજ્ઞદેવની વાણી છે પ્રભુ! તને પરથી તદ્ન ભિન્ન બતાવ્યો. એ તો બરાબર છે.
(વળી) તને-દ્રવ્ય ને ગુણથી અતદ્ભાવ તરીકે ભિન્ન બતાવ્યો. પણ એથી તું એમ માની લે કે દ્રવ્ય તે
ગુણ નહીં ને ગુણ તે દ્રવ્ય નહીં (સર્વથા તો) મોટો દોષ આવશે. (અને તેથી) ગુણ-ગુણીના ભેદની
સિદ્ધ નહીં થાય, અને દ્રવ્ય વિના ગુણની (પણ) સિદ્ધિ ન થાય, અને ગુણ વિના દ્રવ્યની પણ સિદ્ધિ
નહીં થાય, વાત સાધારણ નથી. આહા..હા..હા! જંગલમાં વસ્યા, સંતો જગતને! આહા...હા...હા!
Page 423 of 540
PDF/HTML Page 432 of 549
single page version
ત્રિકાળ ભિન્ન (છો.) આ કરમથી, શરીરથી, વાણીથી અરે! દેવ-ગુરુ છે એનાથી તું તદ્ન ભિન્ન
(છો.) આહા... હા! (એ પરને) દ્રવ્યને વિષે માન. એમ નથી.
(એટલે કે) દ્રવ્યભાવ તે ગુણભાવ નહીં ને ગુણભાવ તે દ્રવ્યભાવ નહીં. એ અપેક્ષાએ અમે અતદ્ભાવરૂપે
અન્યત્વ કહયું. અને એનો અર્થ તું એવો લઈ જા ‘ગુણમાત્રનો અભાવ તે દ્રવ્ય અને દ્રવ્યમાત્રનો અભાવ
તે ગુણ’ તો બેયની શૂન્યતા થઈ જશે. આહા... હા! આ તો લોજિક છે. બહુ ન્યાય! કાયદા શાસ્ત્ર છે
ભગવાનનું! સરકારના કાયદા નોંધે છે ને આ વકીલો! આ તો ભગવાનના કાયદા છે પ્રભુ! વસ્તુની
મર્યાદા આ રીતે છે. એ રીતે મર્યાદાનું જ્ઞાન યથાર્થ ન આવે, ત્યાં સુધી સ્વભાવ તરફ ઢળી નહીં શકે!
આહા... હા! જે રીતે તેની મર્યાદાભેદની અપેક્ષાએ છે. તો અતદ્ભાવની અપેક્ષાએ અન્યત્વ છે. અને ગુણ
વિનાનું એકલું દ્રવ્ય ન રહી શકે ને દ્રવ્ય વિના એકલા ગુણ ન રહી શકે ઈ અપેક્ષાએ તેમાં બેયભાવ
એકસાથે છે. આહા... હા! (અર્થાત્) બેય ભાવ (ગુણભાવ ને દ્રવ્યભાવ) એકસાથે છે. દ્રવ્યભાવ વિના
ગુણભાવ ન રહે અને ગુણભાવ વિના દ્રવ્યભાવ ન રહે. (છતાં) દ્રવ્યભાવ ને ગુણભાવ વચ્ચે અતદ્ભાવ
અન્યત્વ તો કહયું! આહા... હા... હા! આવી વાત ક્યાં છે બાપુ? એકલા! દિગંબર સંતો એ તો જૈનધર્મ!
કેવળજ્ઞાનના કેડાયતો છે બાપા! આ રસ્તે જ કેવળજ્ઞાન થવાનું છે!
હો, પણ આ રીતે નહીં હોય તો ડહાપણ તારું નહીં કામ આવે. આહા... હા!
દ્રવ્યમાં ભેળવી દે! આહા... હા... હા! ત્યારે તને દ્રવ્યદ્રષ્ટિ થઈને સમ્યક્ જેવું સત્ય છે, એવી સત્યદ્રષ્ટિ
પ્રગટશે! આહા... હા... હા... હા! જે દ્રષ્ટિ-સવારમાં આવ્યું હતું ‘ભેદ–વિજ્ઞાન’ પ્રથમ મૂળ કારણ જ
એ છે.’ આહા... હા... હા! ભેદવિજ્ઞાન તે મૂળ કારણ છે. એ તો, આત્માનો આશ્રય લો (તેમાં) પરથી
જુદો પડીને આત્માનો આશ્રય લીધો તેમાં ભેદ-વિજ્ઞાન જ મૂળકારણ છે. ભલે (‘સમયસાર’ ગાથા-
૧૧)
થાય. ત્યાં પણ પરથી ભિન્ન ને સ્વભાવથી અભિન્નની દ્રષ્ટિ થતાં સમ્યગ્દર્શન ન થાય. ત્યાં પણ પરથી
ભિન્ન ને સ્વથી અભિન્નની વાત આવી. એટલે ભેદ મૂલતઃ કારણ. કારણ કે અનંત દ્રવ્યો છે. એક હોય
તો (ભેદ-જ્ઞાન ન હોય) (પરંતુ) અનંત દ્રવ્યો છે અને એક-એક
Page 424 of 540
PDF/HTML Page 433 of 549
single page version
(આત્માને) એવો ગુણ ને દ્રવ્ય વચ્ચે અભાવ નથી. આહા... હા! શું કહું એનો (ભાવ)! વાત કરે
છે! છે સાદી (વાત) પણ બહુ ઊંચી! આહા... હા!
જુઓ ફૂટનોટમાં) અપોહરૂપતા= સર્વથા નકારત્મકપણું; સર્વથા ભિન્નતા. સર્વથા જુદાપણું થઈ જાય,
સર્વથા એકબીજાનો ત્યાગ, દ્રવ્યને ગુણનો ત્યાગ, ગુણને દ્રવ્યનો ત્યાગ, એમ થઈ જાય. આહા... હા!
પરથીય તો શૂન્ય છે. પરનું તો ગ્રહણ -ત્યાગ આત્મામાં છે જ નહીં. પરમાણુથી માંડીને છ દ્રવ્યો,
ભગવાન આદિ- એ બધાંનો ગ્રહણ- ત્યાગ આત્મામાં છે જ નહીં. એવો તો એનો સ્વભાવ છે. પણ
એનો (દ્રવ્યનો) જે ગુણ છે. એ ગુણને અને ગુણીને (બે) વચ્ચે અતદ્ભાવ (અન્યપણું) છે. આહા...
હા! પર-ત્રિલોકનાથથી તારું જુદાપણું, એ તો બિલકુલ અભાવસ્વરૂપ છે. સર્વથા અભાવસ્વરૂપ છે.
એમ જ્ઞાન તે આત્મા નહીં ને આત્મા તે જ્ઞાન નહીં, એવો સર્વથા અભાવ નથી એમાં (આત્મામાં) ઈ
તો અતદ્ભાવ (છે.) એટલે દ્રવ્યભાવ છે તે ગુણભાવ નહીં ગુણભાવ છે તે દ્રવ્યભાવ નહી, પર્યાયભાવ
છે તે ગુણભાવ નહી ઈ અપેક્ષાએ ભાવને ભિન્ન કહયો. (જો) સર્વથા ભિન્ન કરવા જા (તો) નહીં રહે
દ્રવ્ય, નહીં રહે ગુણ ને નહીં રહે પર્યાય. આહા... હા! સાધારણ માણસને લાગે કે સાવ ભેદ આવો!
સાધારણ નથી એ ભેદ! આહા... હા! તદ્ન ભિન્નતા અને સ્વભાવભાવ ભિન્ન - બે વચ્ચે ભેદ.
(એટલે) પરથી તદ્ન ભિન્નતા અને દ્રવ્યમાં દ્રવ્યગુણ સાથે સર્વથા અભાવ નહીં, પણ અતદ્ભાવ તરીકે
અન્યત્વ ખરું. એને પણ તું કાઢી નાખ (ને સર્વથા અન્યત્વ માન) તો નહીં હાલે. (એમ) ગુણ-
ગુણીને અતદ્ભાવ તરીકે અન્યત્વ કહ્યું એમ બે વચ્ચે સર્વથા અન્યત્વ માન તો એકેય નહીં થાય.
આહા... હા!
માટે દ્રવ્ય અને ગુણનું એકત્વ, અશૂન્યત્વ ને અનપોહત્વ ઈચ્છનારે.” કથંચિત્ પ્રકારે દ્રવ્યને ગુણનું
એકપણું, અશૂન્યત્વ અને અનપોહત્વ ઈચ્છનારે
રીતે? કે દ્રવ્ય છે તે ‘ભાવ’ અને ગુણ છે તે ‘ભાવ’ એ બે વચ્ચે અતદ્ભાવ છે. અન્યત્વ એટલું.
પણ બેય વચ્ચે (એકબીજાનો) તદ્ન અભાવ છે (એટલે કે) અતદ્ભાવ છે તે જુદી વાત છે ને સર્વથા
અભાવ છે તે જુદી વાત છે. સર્વથા અભાવમાં તો દ્રવ્યે ય ભિન્ન રહે ને ગુણે ય ભિન્ન રહે. દ્રવ્ય વિના
ગુણ ને ગુણ વિના દ્રવ્ય (માનો તો) બધું શૂન્ય થઈ જશે. આહા... હા... હા!
Page 425 of 540
PDF/HTML Page 434 of 549
single page version
જ્ઞાનમાં-ભાવમાં ભાસન થવું જોઈએ, એ કહે છે. કેમ કે ભાસન વિના એની પ્રતીતિ નહીં થાય.
આહા...હા!
આહા.. હા! (શ્રોતાઃ) ક્રિયાકાંડમાં તો કાંઈ વિચારવું ન પડે ને...! (ઉત્તરઃ) ક્રિયાકાંડમાં તો
વિચારવાનું શું? શું દ્રવ્ય કે ગુણ કે પર્યાય...
છે! પ્રભુ! તું તો રાગથી તદ્ન અભાવસ્વભાવ છો. ગુણથી તો તદ્ન અભાવસ્વભાવ નહીં, ગુણથી તો
અતદ્ભાવ છે, પણ રાગથી તો (આત્મા) તદ્ન અભાવસ્વરૂપ છે. આહા.. હા! સમજાણું કાંઈ?
એનાથી તો તદ્ન અભાવસ્વરૂપ છે તેની શરીરની કાંઈપણ ક્રિયા થાય, કે શરીર તને ક્રિયામાં કાંઈપણ
મદદ (રૂપ) થાય. એમ બિલકુલ નથી. કારણ (કે) બે વચ્ચે તદ્ન અભાવસ્વભાવ છે. એમ ગુણ
અને દ્રવ્ય વચ્ચે તદ્ન અભાવસ્વભાવ નથી. ફકત ‘ભાવ’ માં ફેર છે એટલો અતદ્ભાવ કહ્યો. કે દ્રવ્ય
તે ગુણ નહીં ને ગુણ તે દ્રવ્ય નહીં. એટલે કોઈ માની લે કે અતદ્ભાવ છે એટલે અન્યભાવ છે તેથી
એ વસ્તુ જ જુદી છે તદ્ન (અર્થાત્) દ્રવ્ય જુદું ને ગુણ જુદો- તો બેયની શૂન્યતા થશે. બાપુ! તને
યથાર્થ નહીં સમજાય. આહા...હા!
છે) ગુણ પરિણમતાં દ્રવ્ય પરિણમતું નથી. જો તમે દ્રવ્યથી ગુણ તદ્ન જુદો જ કહો, તો ગુણ
પરિણમતાં દ્રવ્ય પરિણમતું નથી. આહા... હા... હા! ‘ચિદ્દવિલાસ’ માં છે.
બે વચ્ચે અન્યત્વનો, તદ્ન અન્યત્વનો અભાવ છે. માટે દ્રવ્ય પરિણમતાં ગુણ પરિણમે છે. આહા...
હા... હા!
પરિણમતાં ગુણ પરિણમે છે. આહા...હા! કારણ કે અનંતગુણનો આશ્રય દ્રવ્ય છે.
Page 426 of 540
PDF/HTML Page 435 of 549
single page version
(બધા) ગુણ પરિણમે (છે) એ આવી ગયું! જેટલા ગુણો છે એટલા અંશપણે વ્યક્તપણે-પ્રગટ
પરિણમે છે. આહા... હા! દ્રવ્ય પરિણમતાં-દ્રવ્ય ઉપર દ્રષ્ટિ આપતાં, દ્રવ્યનો આશ્રય લેતાં, દ્રવ્ય
પરિણમતાં એના અનંતાગુણો છે તે (સર્વ) પરિણમે છે. તેથી તે દ્રવ્યના પરિણમતાં - દ્રષ્ટિ દ્રવ્ય ઉપર
રાખતાં (એકાગ્ર થતાં) અનંતાગુણો જેટલા છે તેની શક્તિની વ્યક્તતા, પરિણમનપણે પ્રગટ પરિણમે
છે. આહા... હા... હા! આવું (સ્વરૂપ) કહે છે.
પણ અત્યારે (અભેદથી) દ્રવ્ય (પરિણમે છે) એમ કહેવું છે. ગુણ પરિણમતો નથી એટલું સિદ્ધ કરવું
છે (ખરેખર) પરિણમે છે તો પર્યાય, ગુણ ને દ્રવ્ય તો (ધ્રુવ) છે. આહા... હા! વાત આતો કાંઈ,
એમ લેવું છે ને અહીંયાં... (આ વિષયમાં) આહા... હા! (કોઈ કહે) કે ભઈ! ગુણ પરિણમે (તેથી)
દ્રવ્ય પરિણમે છે (તો કહે છે) કે એમ નહીં. ‘ચિદ્દવિલાસ’ માં છે.
દ્રવ્ય પરિણમે છે એમ. દ્રવ્ય પરિણમે છે એટલે કોઈપણ ગુણ પરિણમ્યા વિનાનો રહેતો નથી. એ દ્રવ્ય
ઉપર દ્રષ્ટિ પડતાં આહા... હા... હા... હા! દ્રવ્ય ને ગુણ (વચ્ચે) તદ્ન અભાવ નથી માટે અતદ્ભાવ
તરીકે (અન્યત્વ) ભલે કીધું, માટે દ્રવ્યદ્રષ્ટિ થતાં જેટલા ગુણો દ્રવ્યમાં છે એ બધા ગુણનું પરિણમન
થઈને વ્યક્ત પ્રગટ થાય છે. આહા... હા! કોઈ ગુણ બાકી રહેતો નથી. આહા... હા! આવું છે. આ તો
બીજાને એમ લાગે, આ તો વાતુ જ છે પણ કંઈ કરવું પડશે (કે) નહીં? પણ આ ‘કરવું’ નથી?
આવી સત્યવસ્તુ ‘આ’ છે એનો નિર્ણય કરવો (એ ‘કરવું’ નથી!) આહા... હા!
પાંદડાં તોડયા કરે, મૂળ તોડે નહીં (તો તો) એમ ને એમ પાંદડાં પાછાં (પાંગરશે.) સાજાં રહેશે.
બાયડી-છોકરાં છોડયાં, દુકાન છોડી એકલો થયો, નગ્ન થયો, પર વસ્તુથી રહિત થઈ ગયો, પાછું
મિથ્યાત્વ છે તે એમ ને એમ થઈ જશે. કસાઈખાના માંડશે ઈ. આહા... હા... હા!
હા! જેનો મૂળત્યાગ કરવો છે ઈ ત્યાગ થયો ત્યાં, મિથ્યાત્વનો! આહા...! મૂળત્યાગ જે દ્રવ્યસ્વભાવને
આશ્રયે, દ્રવ્યનો આશ્રય લીધો ત્યાં મૂળત્યાગ થઈ ગયો મિથ્યાત્વનો. આહા... હા... હા... હા! અને આ
બહારના ત્યાગ અનંતવાર કર્યા પણ કાંઈ મૂળત્યાગ થયો નહીં. આહા... હા... હા! આવી વાત છે!
લોકોને બેસે ન બેસે! પ્રભુના ઘરની તો આ વાત છે.’ આહા... હા... હા!
Page 427 of 540
PDF/HTML Page 436 of 549
single page version
રીતે જ અતદ્ભાવ માનવો. એટલે સર્વથા એકબીજામાં એકબીજા નથી એમ ન માનવું. આ રીતે કીધું
એ રીતે માનવું. હવે સત્તા ને દ્રવ્યનું ગુણ - ગુણીપણું સિદ્ધ કરે છે.
Page 428 of 540
PDF/HTML Page 437 of 549
single page version
सदवट्ठिदं सहावे दव्वं त्ति जिणोवदेसोऽयं ।। १०९।।
सदवस्थितं स्वभावे द्रव्यमिति जिनोपदेशोऽयम् ।। १०९।।
‘દ્રવ્ય સ્વભાવે સ્થિત સત્ છે’ – એ જ આ ઉપદેશ છે. ૧૦૯.
સિદ્ધ કરવામાં આવે છે કે- જે દ્રવ્યના સ્વભાવભૂત પરિણામ છે, તે જ ‘સત્’ થી અવિશિષ્ટ (-
અસ્તિત્વથી અભિન્ન એવો, અસ્તિત્વથી કોઈ બીજો નહિ એવો) ગુણ છે.
કારણ કે દ્રવ્યની
અવિશિષ્ટ એવો, દ્રવ્યવિધાયક (-દ્રવ્યને રચનારો) ગુણ જ છે. - આ રીતે સત્તા ને દ્રવ્યનું ગુણ-
ગુણીપણું સિદ્ધ થાય છે. ૧૦૯.
----------------------------------------------------------------------