Page 304 of 540
PDF/HTML Page 313 of 549
single page version
ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય પર્યાયોને આશ્રિત છે.” દ્રવ્યને આશ્રિત નહીં, પર્યાય છે ઈ પર્યાયને આશ્રિત (છે
એમ કીધું છે.) પછી પર્યાય દ્રવ્યને આશ્રિત કહેશે, પહેલી પહેલી તો પર્યાય, પર્યાયને આશ્રિત છે.
ઝીણું છે બાપુ સહુ આ મારગ! વ્યવહારનો મારગ સહેલો-બહારથી બધુંય, ભક્તિ કરોને... પૂજા
કરોને... દાન કરો... ને, એ તો અનંતવાર કર્યાં, એમાં તો રખડી મર્યો! વસ્તુ એટલી બધી એકસો
એક ગાથામાં સ્વતંત્રતા છે તેને પ્રસિદ્ધ કરે છે. આત્મામાં ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય એ પર્યાયો ત્રણ,
ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય વડે આલંબાય છે. પર્યાયો ત્રણ, તેના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વડે આલંબાય છે.
આહા...હા! એના ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય બીજાના આલંબન વડે થાય છે (કે) આલંબન દેવું પડે છે
એમ નથી. આહા...હા!
નથી. પર્યાય પર્યાયને આશ્રિત છે. આહા... હા! પછી સિદ્ધ કર્યું. અને એ ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય
અંશોના ધર્મો છે. છે ને?
અંશોના ધર્મો છે. ત્રણે અંશ છે. ઉત્પાદ અંશ છે, વ્યય અંશ છે ને ધ્રૌવ્ય અંશ છે. આહા...હા!
અવલંબે છે અત્યારે તો અહીંયાં પર્યાયના છે એમ કીધું છે. એ પર્યાયો ત્રણને અવલંબે છે. એ પર્યાય,
બીજા કોઈ દ્રવ્યને અડતું નથી. અવલંબતું નથી-અવલંબન દેતું નથી. આહા...! આવું છે!! વાણિયાને
વેપાર આડે નવરાશ ન મળે ને આવી વાત! શું હે? જે ભગવાન! કરો ભક્તિ ને પૂજા કર્યે રાખો,
મરીને જાવ રખડવા ચાર ગતિમાં! બાપુ! તત્ત્વ એવું છે ભાઈ! એમાં આ ગાથાઓ તો બધી એવી
છે. બહુ ઊંચી, ઝીણી છે!! બહુ ઊંચી ગાથા!! આહા... હા!
આહા... હા! (અંશ છે) પણ ઈ દ્રવ્યના અંશ છે. ઈ ત્રણે અંશ અંશના છે (તો) પણ ઈ અંશ
અંશીના છે. આહા... હા! બીજા દ્રવ્યને લઈને ઈ ઉત્પાદ-વ્યય થાય છે એમ કોઈ દ્રવ્યની (વસ્તુ)
સ્થિતિ જ
Page 305 of 540
PDF/HTML Page 314 of 549
single page version
ઉત્પાદ છે ને વૃક્ષત્વ ધ્રૌવ્ય છે. વૃક્ષત્વ (કીધું) છે હોં? વૃક્ષ નહીં. વૃક્ષત્વ (એટલે) વૃક્ષપણું. વૃક્ષ નહીં,
વૃક્ષ તો એમાં આવી ગયું છે.
(કહ્યું) હો? વૃક્ષ (કહ્યું) નથી. આહા...! “જેમ અંશી એવા વૃક્ષના.” અંશી તે વૃક્ષ છે. “એવા વૃક્ષના
બીજ–અંકુર–વૃક્ષત્વસ્વરૂપ ત્રણ અંશો ભંગ–ઉત્પાદ–ધ્રૌવ્યસ્વરૂપ.” આહા... હા! “નિજ ધર્મો વડે
આલંબિત એકીસાથે જ ભાસે છે.” આ, આ, આ લીટીમાં છે બધું (માર્મિકતત્ત્વ) હેં, ઈ સંસ્કૃતમાં ઈ
છે.
આહા...! એ ઉત્પાદ પોતાને અવલંબે છે. દર્શનમોહનો ઉદય છે માટે મિથ્યાત્વ થાય છે, અને પર્યાય
ઉત્પન્ન થાય છે એ દર્શનમોહનો ક્ષયોયશમ છે માટે ઉત્પન્ન થાય છે એમ નથી. આહા... હા!
જ્ઞાનગુણમાં હીણી પર્યાય છે, એનો વ્યય થઈને અધિક પર્યાય થઈ-એ સમય તો એક જ છે - પણ
એ (ઉત્પાદ-વ્યય) ને ધ્રૌવ્યપણું છે કાયમ. (એ) ત્રણે પોતપોતાના અવલંબે રહેલા છે. રહેલાં, ઠરેલાં
અને ગયેલાં (એટલે કે) રહેલાં-ઉત્પાદ, ઠરેલાં-ધ્રૌવ્ય અને ગયેલાં વ્યય! કો’ ચીમનભાઈ! સાંભળ્યું’
તું ત્યાં બાપદાદામાં ક્યાં’ ય! આહા... હા! આવી વાતું હવે, હતી અંદર ઈ આવી ગઈ!! આહા.. હા!
હા! ભાઈએ તો સવારમાં સંભાર્યું’ તું પંડિતજી! ઈ કર્યું છે ને... અર્થ, ‘નષ્ટ થતા ભાવને નાશ’
ઊપજતા ભાવનો ઉત્પાદ અને ટકતો ભાવ બધું એક સાથે (છે.) આ રીતે નષ્ટ થતા ભાવને નાશ,
ઊપજતા ભાવને ઉત્પાદ ને ટકતા ભાવને ધ્રૌવ્ય એક સાથે છે. છે ને? ઉત્પાદ, ઉત્પાદભાવને આશ્રિત
છે, ધ્રૌવ્ય ટકતા ભાવને આશ્રિત છે, (વ્યય નષ્ટ થતા ભાવને આશ્રિત છે.) વાણિયાને આ મગજમાં
ઊતારવું હવે! વાણિયાને નિર્ણય કરવા માટે ને વિચાર કરવા માટે ઠેકાણાં ન મળે! જિંદગી હારી
જાય! બહારથી કાંઈ ભક્તિ કરીએ ને દાન કરીએ ને (દયા પાળીએ ને માને કે ધરમ કરીએ છીએ)
ધૂળે ય નથી ધરમ એમાં ક્યાં’ય! આહા... હા!
(પોતાથી પોતાના અવલંબે છે.) તે ઉત્પાદ પોતાના ષટ્કારકોથી છે, વ્યયને કારણે નહીં, ધ્રૌવ્યને કારણે
નહીં. દરેક દ્રવ્યનો પર્યાય, તેના અવસરે તે જ કાળે ઉત્પન્ન થાય, તે જ કાળે વ્યય થાય ને તે
Page 306 of 540
PDF/HTML Page 315 of 549
single page version
ઉત્પાદ થાય એને અવલંબતો નથી. આહા... હા! અને અંદર સમ્યગ્દર્શન થાય (તેમાં મિથ્યાત્વનો વ્યય
ને ધ્રૌવ્ય) એને ઇ અવલંબતું નથી. એક કોર એમ કેવું ક્ષાયિકભાવ છે ઈ આત્મામાં નથી. આવે છે
ને? (‘નિયમસાર’ ગાથા-૪૧. અન્વયાર્થઃ– જીવને ક્ષાયિકભાવનાં સ્થાનો નથી,
ક્ષયોપશમસ્વભાવનાં સ્થાનો નથી, ઔદયિક ભાવનાં સ્થાનો નથી કે ઉપશમસ્વભાવનાં સ્થાનો
નથી.) અને બીજી કોર એમ કહેવું કે પર્યાયો દ્રવ્યને અવલંબે છે, છતાં પર્યાય પોતાને આલંબને છે.
પર્યાય, પ્રગટ પર્યાય પોતાને આલંબને છે. ધ્રુવને આલંબને નથી. આહા... હા! ભારે વાત ભાઈ!
દેવીલાલજી! એક કોર એમ કહેવું ભૂતાર્થને આશ્રિત સમકિત થાય છે (‘સમયસાર’) અગિયારમી
ગાથા. (બીજી કોર એમ કહે) (‘સમયસાર ગાથા-૬ ‘
સમજાય છે? આવું બધું ક્યાં મુંબઈમાં? બહુ મારગ બાપા! આ તો ભગવાન! દિગંબર સંતોએ ગજબ
કામ કર્યાં છે!! કેવળજ્ઞાનીના કેવળજ્ઞાન રેડયાં છે! આવી વાત ક્યાંય નથી. કેટલાક્ને દુઃખ લાગે! પણ
શું થાય? બાપુ, આ વાત સાંભળવા દિગંબરોને ય મળતી નથી!
કાઢયું છે આ!
પર્યાય ઉત્પન્ન થાય, પોતાના ધરમને અવલંબીને થાય છે. આહા... હા! પર્યાય દ્રવ્યને આશ્રયે કહ્યું પણ
આશ્રયનો અર્થ એને એમાં ચોંટે છે એમ નથી. આહા... હા!
હા... હા!
ભાસે છે.” ઈ વૃક્ષનો દાખલો આપ્યો.
Page 307 of 540
PDF/HTML Page 316 of 549
single page version
જ ભાસે છે.” આહા...હા! સમજાણું કાંઈ? શાંતિથી સમજવા જેવી વાત છે બાપુ! આ કોઈ વારતા
નથી! આહા...હા! ગહન સ્વભાવ! દ્રવ્યનો તેને પર્યાયનો ગહનસ્વભાવ!! જે ભગવાને જોયો, અને
વાણીમાં આવ્યું! કે ભાઈ...! તું ધરમ કરવા ઇચ્છતો હો તો ઈ ધરમની પર્યાયથી થાય, ઈ પર્યાયને
અવલંબને (થાય.) દેવ-ગુરુને અવલંબને નહીં, મંદિરને અવલંબને નહીં, દેવદર્શનને અવલંબને નહીં.
આહા... એના વ્યય કે ધ્રૌવ્યને અવલંબને (પણ) નહીં. એ’ મીઠાલાલજી! (શ્રોતાઃ) શું સમજવું
આમાં?
વીતરાગ, પરમેશ્વર! જિનેશ્વર દેવે કહેલું તત્ત્વ, જે રીતે છે એ રીતે ન સમજે, ત્યાં સુધી એની (દ્રષ્ટિ
વિપરીત છે!) . વિપરીતતા માટે નહીં ત્યાં સુધી એ ભૂલ મટે નહીં. ચોરાશીના અવતાર! મરીને
જાઈશ ક્યાં’ક!
વડે આલંબિત
દર્શનથી નિદ્ધત્ત ને નિકાચિત કરમ મટે. થાય. હાય! અ... હા... હા... હા! (વળી કહે) ધરમના કારણો
છે. વેદન (સાતમે થાય.) ભેદનો મોટો વૈભવ દેખે અને થાય? આહા... હા! એ બધી અપેક્ષાઓ છે.
એ વખતે (નિમિત્ત) શું હતું તે (શાસ્ત્રમાં) સમજાવે છે. થાય છે ધરમની પર્યાય, ચાહે તો
સમકિતની, ને આહે તો ચારિત્રની ને ચાહે તો કેવળજ્ઞાનની તે જ સમયે તે પર્યાય તેના (-ઉત્પાદને)
અવલંબીને થાય છે. વ્યયને ધ્રૌવ્યને (પણ) અવલંબીને નહીં. પરને અવલંબીને તો નહીં. (જ). એક
સમયમાં થાય તો લક્ષ (પરમાં) ક્યાં ગયું હોય? સમકિતનો ઉત્પાદ બે પ્રકારે (કહ્યો છે ને...) ઈ બે
પ્રકાર ગણાય (નિસર્ગજ ને અધિગમજા પણ થ્યું છે પોતાનું નિસર્ગજ તે. એ સમયનો જે સમય છે એ
સમયે જ આલંબન છે. ઈ પર્યાય પોતાને આલંબીને થઈ છે. આહા... હા! ચાહે તો સમકિત કેવળી કે
શ્રુતકેવળીની સમીપ થાય, એ પર્યાય પણ પોતાને અવલંબીને (જ) થાય છે. આહા... હા! એવા
દાખલા શાસ્ત્રોમાં આપે કે આમાં આ લખ્યું ને આમાં આ લખ્યું છે! હવે ઈ તો જ્ઞાન કરાવવા, બાપુ
તને ખબર ન મળે! આહા...હા! વસ્તુ છે. પદાર્થ છે ઈ ગંભીર છે!! અને ઈ પદાર્થનો ભરોસો
આવવો ઈ પર્યાય છે (નવી). અને એ પર્યાય પછી દ્રવ્યની છે. આહા...હા! ઈ અહીંયાં પહેલી
પર્યાયને (સ્વતંત્ર) કહે છે!
Page 308 of 540
PDF/HTML Page 317 of 549
single page version
“અવસ્થિત રહેતો.” સદેશપણે રહેતો - એ ત્રણ અંશો ભંગ–ઉત્પાદ–ધ્રૌવ્યસ્વરૂપ એ ત્રણ અંશો ભંગ
(વ્યય) ઉત્પાદ (ઉત્પન્ન) ધ્રૌવ્યસ્વરૂપ (સદ્રશ ટકતો)
બહારની વાતું આનાથી થાય ને આનાથી ય થાય. પરદ્રવ્યથી પરદ્રવ્યમાં થાય ને...! આહા... હા! એ
તો ક્યાંય વાત રહી થઈ. અહીંયાં તો સ્વદ્રવ્યનું ધ્રૌવ્ય છે એથી ઉત્પાદ થાય એમેય નથી. (શ્રોતાઃ)
ઉપયોગ તો પોતાથી જ થાય ને...!
છે. છતાં ત્રણે પોતપોતાને અવલંબને થયેલાં પણ એકીસાથે ત્રણ ભાસે છે. એક સમયમાં ત્રણ ભાસે
છે. આહા... હા! હવે આવું સત્ય છે, ખ્યાલમાં ન આવે, સમજાય નહીં તો એ... સોનગઢવાળા
વ્યવહારનો લોપ કરી નાખે છે (એમ બૂમો પાડે!) હવે ઈ સાંભળને બાપા! વ્યવહારની તો અહીંયાં
વાતે ય નથી હવે, કે રાગ (શુભ) હોય તો સમકિત થાય ને મંદ કરે ને, દેવભક્તિ કરે ને તો થાય
એ તો અહીંયાં પ્રશ્ન જ નથી!
નથી. આશ્રય વ્યવહારથી કહેવામાં (આવે છે) આમ લક્ષ ફરે છે (ધ્રૌવ્ય તરફ લક્ષ થાય છે) એથી
એમ કહેવામાં આવે છે. આહા... હા!
માનવામાં આવે.” દ્રવ્યમાં જ માનવામાં આવે આહા... હા! “તો બધું ય વિપ્લવ પામે.” અંધાધૂંધી
થાય, ઊથલપાથલ, (અથવા) ગોટાળો, વિરોધ થાય. આહા... હા! હેઠે છે ને...? (ફૂટનોટમાં અરે...
રે! આહા... હા! ચોરાશીના અવતાર! એક એકમાં અનંત અવતાર કર્યા બાપુ! એ સમકિત વિના
એનો-ભવનો અભાવ નહીં થાય. આહા... હા!
Page 309 of 540
PDF/HTML Page 318 of 549
single page version
એનું અવલંબન (હશે) એમ તો નથી. આહા...હા! પણ રાગને પૂર્વના વ્યય કે ધ્રૌવ્યનું અવલંબન
નથી. અહીંયાં તો પોકાર ઈ કર્યો છે બધો (સ્વતંત્રતાનો) રતનચંદજી તો એમ લખ્યા કરે છે દ્રવ્યકર્મને
લઈને થયું, દ્રવ્યકર્મને લઈને થયું! અહા...હા! અરે! ભગવાન બાપુ! શાન્ત થા ભાઈ! આ તો
અહીંયાં કોઈ કલ્પિત ઘરની વાત નથી. આ તો વસ્તુનું સ્વરૂપ એવું છે. એવું પરમાત્મા! સંતો! વર્ણવે
છે. એને તારે બેસાડવું જોઈએ!
જ ભંગ માનવામાં આવે, તો ક્ષણભંગથી લક્ષિત.” ક્ષણમાં જ દ્રવ્યનો નાશ થઈ જાય. આહા...
હા! “ક્ષણભંગથી લક્ષિત સર્વ દ્રવ્યોનો એક ક્ષણમાં જ સંહાર થવાથી દ્રવ્યશૂન્યતા આવે અથવા
સત્નો ઉચ્છેદ થાય.” ક્ષણભંગથી લક્ષિત સર્વ દ્રવ્યોનો એક ક્ષણમાં સંહાર થઈ દ્રવ્યશૂન્યતા (એટલે)
દ્રવ્યનો અભાવ થાય. શું કીધું ઈ? ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય જો દ્રવ્યના માનવામાં આવે, (અર્થાત્)
દ્રવ્યના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય માનવામાં આવે, તો દ્રવ્યનો ઉત્પાદ ને દ્રવ્યનો વ્યય થતાં દ્રવ્યનો વ્યય થતાં
દ્રવ્યનો જ નાશ થઈ જાય, અને દ્રવ્ય નો’ તું ને ઉત્પાદ (થી) દ્રવ્ય થ્યું એમ થઈ જાય. આહા... હા!
સમજાણું કાંઈ...?
આવે.” એક બોલ. એમાં ને એમાં બીજો બોલ હવે “અથવા સત્નો ઉચ્છેદ થાય.” આહા... હા!
‘સત્’ છે તેનો નાશ થઈ જાય. ભંગ નામ વ્યય, જો પર્યાયનો માનવામાં આવે તો તો વાંધો નહીં (તે
તો બરાબર છે) પણ જો દ્રવ્યનો ભંગ માનવામાં આવે તો દ્રવ્ય સત્ છે તેનો નાશ થઈ જાય. આહા...
હા! આવું છે (વસ્તુસ્વરૂપ!) માણસો મધ્યસ્થ થઈ સ્વાધ્યાય કરતા નથી. (અને જો) સ્વાધ્યાય કરે
તો પોતાની દ્રષ્ટિ રાખીને કરે. શાસ્ત્રની દ્રષ્ટિથી સમજેતો બરાબર છે. શાસ્ત્ર શું દ્રષ્ટિ કરે? એની દ્રષ્ટિ
માને - એ દ્રષ્ટિએ અર્થ કરે! (પોતાનો અહંકાર દ્રઢ થાય એ રીતે અર્થ કરે!) અરે... રે! અનંતકાળ
થયો... (એમ ને એમ) આહા... હા! અહીંયાં કરોડપતિ! અબજોપતિ! માણસ હોય, એ (મરીને)
બીજી ક્ષણે જ અરે... રે! માંસ આદિ ખાતાં હોય તો તો નરકે જાય. માંસ ને દારુ નો ખાતાં હોય ને
હોય અબજોપતિ એ મરીને તિર્યંચમાં જાય. ઊંદરડી થાય, બકરી થાય, હેં! મિંદડી થાય, ભૂંડ થાય
આહા... હા! તિર્યંચ યોનિ! આહા...! આ તો વસ્તુનું સ્વરૂપ છે! તું તારા અભિમાનમાં સત્ને ન
સાંભળ અને સત્ને ન બેસાડ (અભિપ્રાયમાં) અને (સત્ને ન માન) તું સ્વતંત્ર છે!
Page 310 of 540
PDF/HTML Page 319 of 549
single page version
સમ્યગ્દ્રષ્ટિ છે અને પછી પાછી વિપરીત દ્રષ્ટિ થઈ આહા...! આ આમ ન હોય, આમ હોય
(અભિપ્રાય ફર્યો) તો એ મિથ્યાત્વને પૂર્વના વ્યયની અપેક્ષા નથી. આહા... હા! એને ધ્રુવની અપેક્ષા
નથી. આહા...હા...હા! અમૃત રેડયાં છે! અમૃતચંદ્રાચાર્યે! દિગંબર સંતો! ગ્યા પણ જીવંત (વાણીને)
મૂકી ગ્યા! એ જીવતા જયોત લઈ ગ્યા જીવતા છે! આહા...હા! ભલે સ્વર્ગમાં ગ્યા પણ એની
જીવનજયોત જાગતી પડી છે (એટલે ધ્રુવ છે.) આહા...હા! આ રીતે અમે જીવ્યા’તા એમ કહે છે.
આહા...હા! અમારી ધરમની - ચારિત્ર પર્યાય, એ વ્રત-દયા-દાનના વ્રતમાંથી એ ચારિત્ર પર્યાય થઈ
નથી. આહા...હા! અને ઈ ચારિત્રપર્યાય, નો’ તી ને થઈ માટે એને ધ્રુવનો આધાર છે એમ નથી.
અને ચારિત્રપર્યાય થઈ, પૂર્વે અચારિત્ર હતું તેનો વ્યય થઈને (આ ચારિત્ર) થ્યું - થાય તો એમ-
પણ એની અપેક્ષા નથી. આહા...હા! સમજાણું?
(‘આ કથન’) તત્ત્વાર્થસૂત્રમાં છે. ઈ તો સમકિત. જીવને (નિર્મળતાની સાથે) રાગનો ભેગો ભાવ છે
ઈ બંધનું કારણ છે. પણ સમકિત સહિત સરાગ કહ્યું છે તો તત્ત્વાર્થસૂત્રમાં! સાતાવેદનીય બંધાય ઈ
સરાગથી બંધાય. (સાથે રહેલ રાગથી બંધાય) સાતાવેદનીય. આહા...! અને દેવનું આયુ બંધાય ઈ
સરાગ સમકિતથી બંધાય એવો પાઠ છે. (શાસ્ત્રમાં) હવે એનો અર્થ ન (સમજે ને વાદ-વિવાદ કરે!)
અને જુઓ આ સરાગ સમકિત (કીધું) છે. અરે! બાપુ, એ તો રાગ તો રાગ જ છે, સમકિત સાથે
વર્તતો રાગ છે માટે સરાગ સમકિત કહ્યું, પણ સમકિત તો સમકિત જ છે ઈ સરાગ છે જ નહીં
(વીતરાગ જ છે.) અને સમકિતથી બંધ છે જ નહીં. આહા...હા! એ તો ‘પુરુષાર્થસિદ્ધિ (ઉપાય)’ માં
કહ્યું ત્રણ ગાથા લઈને ‘જેટલે અંશે સમ્યગ્દર્શન છે એ અબંધ છે. જેટલે અંશે રાગ છે એટલે અંશે
બંધ છે. જેટલે અંશે જ્ઞાન છે તેટલે અંશે અબંધ છે, જેટલે અંશે જ્ઞાનમાં (જ્ઞાન સાથે દેખાતો) રાગ છે
તેટલે અંશ બંધ છે. જેટલે અંશે ચારિત્રના - અરાગ પરિણામ છે ઈ અબંધ છે. તે વખતે જેટલે અંશે
રાગ છે તે બંધનું કારણ છે. એ બધી જુદી જુદી અપેક્ષાઓ છે. આહા...હા!
સત્ છે તેનો નાશ થાય. આહા...હા! ઈ એક બોલ છે હોં બે થઈને. હવે
માનવામાં આવે (પણ) વસ્તુ જ ઉત્પન્ન થાય એમ માનવામાં આવે “ તો સમયે સમયે થતા
Page 311 of 540
PDF/HTML Page 320 of 549
single page version
આહા... હા! તો તો સમયે સમયે ઉત્પાદ થાય તો એવાં અનંત દ્રવ્યો ઉત્પન્ન થાય. એ એક દ્રવ્ય છે ને
આ જો દ્રવ્ય જ ઉત્પન્ન થાય, પહેલે સમયે, બીજે સમયે ઉત્પાદ એમ અનંત - અનંત દ્રવ્યો ઉત્પન્ન
થાય. આહા... હા... હા! જરી આકરી વાત છે! જિનેશ્વરદેવ! ત્રિલોકનાથ! પરમાત્માનો મારગ કોઈ
જુદો!! અત્યારે તો ગોટો ઊઠયો છે સંપ્રકાયમાં તો! અને આ વાત આવતાં લોકોને (થઈ પડયું કે)
એ ય એકાંત છે! રામજીભાઈ કે’ તા’ તા એક ફેરે એકાંત કહેવાની ઠીક (ગતકડું) લોકોએ ગોતી
કાઢયું છે! અરે, અરે! ભાઈ, વિચારને બાપા! ભાઈ! તું એકાંત શું (સમજીને) કહે છે? આહા... હા!
અનંત દ્રવ્ય રૂપે થઈ જાય. કારણ કે એકસમયે દ્રવ્ય ઉત્પન્ન થયું, બીજે સમયે બીજું દ્રવ્ય ઉત્પન્ન થયું,
ત્રીજે સમયે દ્રવ્ય ઉત્પન્ન થયું એમ અનંત સમયે અનંત દ્રવ્ય ઉત્પન્ન થાય. આહા... હા! “અનંતપણું
આવે” (અર્થાત્ – અથવા સમયે સમયે થતો ઉત્પાદ જેનું ચિહ્ન હોય એવું દરેક દ્રવ્ય અનંતદ્રવ્યપણું
પામે.) ” એનો અર્થ કર્યો. હવે બીજા અર્થ “અથવા અસત્નો ઉત્પાદ થાય.” નથી તેનો ઉત્પન્ન
(ઉત્પાદ) થાય. આહા... હા! સસલાને શીગડાં નથી જગતમાં, એ ઉત્પન્ન થાય. નથી એ ઉત્પન્ન થાય.
આહા... હા... હા! બે વાત (બોલ થયા.) હવે
અથવા ક્ષણિકપણું થાય.” સમયે-સમયે થતા વ્યતિરેકો એના અભાવને લીધે (અન્વય) દ્રવ્યનો
અભાવ થાય. આહા... હા! ઉત્પાદ, વ્યય જ ન માને અને એકલું ધ્રૌવ્ય જ માને તો ઉત્પાદ-વ્યય વિના
દ્રવ્યનો નાશ થઈ જાય. (એટલે) દ્રવ્યનો અભાવ થાય. કેમકે ઉત્પાદ-વ્યય વડે દ્રવ્ય છે એમ જણાય
છે. દ્રવ્ય છે (ઈ અન્વય છે) વ્યતિરેક વડે ઈ અન્વય જણાય છે. અન્વય વડે અન્વય જણાતું નથી. જો
આને ધ્રૌવ્ય એકલું જ કહો, (તેથી) વ્યતિરેકો એટલે ભિન્ન ભિન્ન અવસ્થા આત્મામાં (દ્રવ્યોમાં) રહી
નહીં, અવસ્થાથી તે જણાય એવું નો રહ્યું નહીં “તો ક્રમે થતા ભાવોના અભાવને લીધે દ્રવ્યનો
અભાવ આવે અથવા ક્ષણિકપણું થાય.” આહા... હા! આકરું કામ છે.! હવે મુંબઈ જેવામાં આવું માંડે
તો બધે કોલાહલ થાય! કાંઈ સમજાય નહીં કહેશે! આહા... હા! (લોકોને) ભાવ આવે અમુક
અમુકમાં પણ એક એક અક્ષરનો કે લીટીનો અર્થ કરતાં! આહા... હા! આ તો સિદ્ધાંત છે! ભગવાનને
શ્રી મુખે નીકળેલો (‘આ તો સિદ્ધાંત છે!) ‘ૐકાર ધ્વનિ સૂણી અર્થ ગણધર વિચારૈ, રચી આગમ
ઉપદેશ, ભવિ જીવ સંશય નિવારૈ. આહા... હા! એ વાણી છે!
Page 312 of 540
PDF/HTML Page 321 of 549
single page version
થતાં “દ્રવ્યનો અભાવ આવે.” દ્રવ્યનો જ નાશ થાય. આહા...હા...હા! “અથવા ક્ષણિકપણું થાય.”
દ્રવ્યનું ક્ષણિકપણું કહેવાય. આહા...હા! ઉત્પાદ-વ્યયને ન માને તો ધ્રૌવ્ય ક્ષણિક થઈ ગયું! ક્ષણિક તો
ઉત્પાદ-વ્યય પર્યાય છે, એનો અભાવ માને તો દ્રવ્ય પોતે ક્ષણિક થઈ ગ્યું! આહા... હા! વસ્તુનું સ્વરૂપ
જે રીતે છે, એ રીતે અહીંયાં કહેવામાં આવે છે. એ રીતે જાણીને પછી આત્મા તરફ વળે ત્યારે તેને
ધરમની દશા ઉત્પન્ન થાય, એમ વાત છે. આહા... હા! છતાં ઈ વળે છે ઈ પણ સ્વતંત્રપણે વળે છે.
આહા... હા! એ ઉત્પાદ ઉત્પાદને આશ્રયે છે. આમ કહે
આશ્રય છે. (એટલે પર્યાય, પર્યાયના આશ્રયે છે.)
જ દ્રવ્ય હોય.” ત્રણે થઈને - ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય થઈને એક દ્રવ્ય છે. આહા...! ઉત્પાદનો એક અંશ
(તે) દ્રવ્ય નહીં, વ્યય (નો અંશ પણ) દ્રવ્ય નહીં. ધ્રૌવ્ય એક અંશ (તે) દ્રવ્ય નહીં. આહા... હા...
હા! આ કંઈ હળદરને ગાંઠિયે ગાંધી થવાય એવું નથી એવી ઝીણી વાત છે. આ! આહા... હા! અરે...
રે ચોરાશીના અવતાર! ક્યાં ક્યાં ઉત્પન્ન થયો? અને હજી સમજશે નહીં ને સમ્યગ્દર્શનને માટે પ્રયત્ન
નહીં કરે ને (તો) ક્યાં જઈને ઉત્પન્ન થશે બાપુ! કોઈ અજાણ્યા પ્રદેશમાં પાંજરાપોળ નથી! ત્યાં
માશીબા બેઠી નથી! આહા... હા! અજાણ્યા ખેતરે, અજાણ્યા જાડે, અજાણ્યા (ઠેકાણે) ઈયળ થાય.
આહા... હા! તિર્યંચ થાય ને...? ઈયળ થાય, વીંછી થાય, સરપ થાય, વળી મરીને પછી આહા... હા!
વૃક્ષત્વ (આદિ) પણ વૃક્ષના અંશો છે. આહા... હા! વૃક્ષત્વ પણ વૃક્ષનો અંશ છે, બીજ પણ વૃક્ષનો
અંશ છે, અંકુર પણ વૃક્ષનો અંશ છે. આહા... હા! “બીજનો નાશ, અંકુરનો ઉત્પાદ અને વૃક્ષત્વનું
ધ્રૌવ્ય (ધ્રુવપણું) ” જુઓ! ધ્રૌવ્યનો અર્થ કર્યો છે ને... (કૌંસમાં) ધ્રુવપણું એમ. “ત્રણે એકીસાથે
છે.” એકસમયમાં છે. “આ રીતે નાશ બીજને આશ્રિત છે.” નાશ બીજને આશ્રિત છે. બીજ નાશ
થાય છે ને...! “ઉત્પાદ અંકુરને આશ્રિત છે.” અંકુર ઉત્પન્ન થાય છે
Page 313 of 540
PDF/HTML Page 322 of 549
single page version
ભિન્ન નથી. “માટે આ બધાંય, એક વૃક્ષ જ છે.” એ દ્રષ્ટાંત કીધો. (હવે સિદ્ધાંત કહે છે.) “એ જ
પ્રમાણે” (દ્રષ્ટાંત કીધો) લોકોને સમજાય માટે. આહા... હા! “નષ્ટ થતો ભાવ.” દરેક દ્રવ્યનો વ્યય
થતો ભાવ. “ઊપજતો ભાવ” ઉત્પન્ન થતો ભાવ, “અને ટકતો ભાવ એ દ્રવ્યના અંશો છે.” વસ્તુના
ત્રણ ઇ અંશો છે. આહા... હા! આ અંશી ને અંશ ને... (વળી સમજવું) આ ચોપડામાં આવે છે.
આહા... હા! આ અંશીને અંશને... (વળી સમજવું) આ ચોપડામાં આવે નહીંને સાંભળવામાં આવે
નહીં. (આ શેઠ રહ્યા) ચોપડામાં આવે છે? તમારા નામામાં આવે છે? (આ શેઠ રહ્યા એને ધંધો ય
મોટો છે!) આવે છે (આ વાત) ક્યાંય?
ને અંદર. એનું સ્પષ્ટ કર્યું (છે.) કે
“આ રીતે નાશ નષ્ટ થતા ભાવને આશ્રિત છે.” આહા... હા! શું કીધું? મિથ્યાત્વનો નાશ,
મિથ્યાત્વના નાશને આશ્રિત છે. આહા... હા... હા! માટીનો પિંડ છે, એનો વ્યય થઈને ઘડો થાય છે.
પણ એ વ્યય પિંડને આશ્રિત છે. માટીના પિંડનો વ્યય એ માટી (દ્રવ્ય) ને આશ્રિત નહીં ને એ
ઘડાનો ઉત્પાદ થયો એને આશ્રિત નહિં. આહા... હા! આવું છે! આ નાશ નષ્ટ થતા ભાવને આશ્રિત
છે, જોયું? વ્યય, વ્યયને આશ્રિત છે. આહા... હા... હા! ઉત્પાદ, ઊપજતા ભાવને આશ્રિત છે. દરેક
દ્રવ્યના સમયે - સમયે જે અવસરે (ઉત્પાદ થવાના) તે જ પરિણામ થાય, તે ઉત્પાદ, ઉત્પાદને
આશ્રિત છે. આહા... હા! કોઈ એમ કહેઃ કે અગિયાર મે ગુણસ્થાને તો કર્મનો ઉદય નથી, હવે જયારે
કર્મનો ઉદય આવે ત્યારે ઈ અગિયારમે ગુણઠાણેથી હેઠે આવે. બ૨ાબર નથી? અગિયારમેથી હેઠે આવે
છે, ઈ તો ધ્યાન તો અંદર છે. હેઠે આવે છે શેને લઈને? ઉદય આવ્યો રાગનો (કર્મનો) માટે? એની
અહીંયાં ના પાડે છે. આહા... હા... હા એ અગિયારમેથી જે લોભનો ઉદય આવ્યો, એ એનો ઉદય
આવવાનો - ઉત્પાદ થવાનો તેનો અવસર હતો. અને તે ઉત્પાદને કર્મની તો અપેક્ષા નથી, પણ તેને
વ્યય ને ધ્રૌવ્યની પણ અપેક્ષા નથી. આહા... હા... હા! એ સૂજનમલ્લજી! સાંભળ્યું’ તું ન્યાં કોઈ
દિ’? નહીં! આ જૂના દિગંબર છે બધા! આ હા... હા... હા!
(સનાતન સત્ય ધર્મ!)
Page 314 of 540
PDF/HTML Page 323 of 549
single page version
(ગુણ ચીકાશ) પર્યાયનો પાછો ઉત્પાદ એ વખતે પોતે (પોતાથી) ઉત્પાદ છે એ બધા ઉત્પાદ
ઉત્પાદના આશ્રયે છે. જુઓ! છ વાળો (પરમાણુ) હતો તે આ ચાર (ગુણ ચીકાશ) વાળો પરમાણુ
(તેને મળ્યો) માટે અહીંયાં છ ગુણ (ચીકાશ) વાળો થ્યો એમ નથી. આહા... હા!
(બંધ) થાય એવો પાઠ છે એ તો એને (નમિત્તનું) જ્ઞાન કરાવ્યું છે! ઈ ચારગુણની ચીકાશની
પર્યાયવાળો પરમાણુ, છ ગુણની ચીકાશવાળા પરમાણુની પર્યાયને લઈને ઈ ચારગુણ ચીકાશ છગુણની
ચીકાશ થઈ છે એમ નહીં. એ અવસરે છે ગુણ (ચીકાશ) - ઈ ગુણ એટલે પર્યાય હોં? (એ)
છગુણની પર્યાયનો ઉત્પાદ છે તે ઉત્પાદને આશ્રયે છે. પરને આશ્રયે નથી, જ્યાં જેનો વ્યય થ્યોએને
આશ્રયે નથી, પરમાણુને આશ્રયે નથી - ધ્રુવને આશ્રયે નથી. આહા... હા! મધ્યસ્થ થઈ એકવાર
સાંભળે! બે-ચાર દિ’ - આઠ દિ’ પછી એમ (અભિપ્રાય) આપે પછી કે આ આવા છે આ!
(શ્રોતાઃ) લોકો એમ કહે છે કે સાંભળવા જઈએ ને તો કાન પકડાવે! (ઉત્તરઃ) આહા... હા... હા...
હા! આહા...! હા, એમ કહે છે નહીં... કાન... જી છે ને... કાન પકડાવે કહે છે! કાન... જી (એટલે)
હા, હા. અહીં કાનજીએય નથી ને કાંઈ નથી અહીં તો આત્મા છીએ. હેં? કહાન, કાન પકડાવે! (એમ
લોકો બોલે છે) કે ન્યાં જાઈએ તે હા પડાવે, ફરી જઈએ (છીએ!) એક બાઈ કહેતી’ તી કે એની
પાસે જવું ના. આ અશોકના મા ને બાપ લ્યોને...! એનો બાપ ઉદ્દ્યાટન ટાણે આવ્યો’ તો એની મા
નો’ તી આવી. એ ન્યાં ગઈ’ તી ભાવનગર. એ ન્યાં આપણે જવું નહીં ન્યાં છોકરો ફરી ગ્યો આખો.
અ... હા! ન્યાં જાયને બધાં ફરી જાય! જાદુગર લાગે ન્યાં કંઈક! આવી વાત કરે (અજાણ લોકો!)
આહા... હા! ઈ તો વીતરાગનો મારગ જ જાદુગર છે બાપુ! એની જાદુ વીતરાગના મારગની!!
આહા... હા! (કોઈ વિરલા જાણે.)
પદાર્થરૂપ નથી.” શું કીધું? નાશ, ઉત્પાદ ને ધ્રૌવ્ય એ તેના ભાવોથી જુદું નથી. આહા... હા! એનો
ભાવ પોતાનો ઉત્પાદનો ભાવ ઉત્પાદરૂપે ભાવ છે. વ્યયનો વ્યયરૂપે ભાવ છે, વ્યય કાંઈ ઓછો નથી.
વ્યય (સત્ છે.) સત્ ‘સદ્દ્રવ્યલક્ષણમ્’ કીધું છે ને...! (‘તત્ત્વાર્થસૂત્રમાં’)
Page 315 of 540
PDF/HTML Page 324 of 549
single page version
આહા... હા! શું કીધું ઈ? પોતાનો ભાવ, પોતાના ભાવથી તો ભિન્ન નથી, પોતાનો ભાવ, પોતાના
ભાવથી ભિન્ન પદાર્થ નથી, પણ પછી કહે છે કે ઈ ત્રણેય જે ભાવ છે એ દ્રવ્યના છે.
સમય-સમયના છે, એ પોતાપોતાના ભાવથી છે, ઈ બીજાના ભાવથી નથી. અને પછી કહે છે કે ઈ
ત્રણેય ભાવો (જે) પર્યાયના છે એથી પર્યાય તે તે સમય પોતપોતાને કારણે છે વ્યયને કારણે
ઉત્પાદને ઉત્પાદને કારણે ધ્રૌવ્ય એમ નથી. પણ એ ત્રણેય પદાર્થો દ્રવ્યથી ભિન્ન નથી. આહા... હા!
દ્રવ્યના એ છે. આ..હા..હા..હા!
લખવા ટાણે લખાણું, એ પણ ન્યાં પડયા રહે, પાછળથી (ભેગાં કરે) પોતે વયા (ચાલ્યા) જાય!
પાછળ ખબર પડે કે અ મહારાજ (લખે છે) ઈ વાંસે જાય. (ભેગાં કરે) આહા... હા! વીતરાગી મુનિ
હતા! લખેલા તાડપત્ર હોય ઈ તો ત્યાં ને ત્યાં પડયા રહે! આહા.. હા! ઈ ટીકાની પર્યાય થઈ
અક્ષરોની, ઇ ઉત્પાદ, ઉત્પાદથી થ્યો છે. એ આ અક્ષરની ઉત્પત્તિ જે છે એ કલમથી નહીં, આચાર્યથી
નહીં, આચાર્યના વિકલ્પથી નહીં, રુશનાઈને (શાહી) ને માથે (તાડપત્રની) નહીં, અને ઈ ઉત્પત્તિ
થઈ તે પૂર્વના વ્યયને ધ્રુવની અપેક્ષાથી પણ નહીં. આહા...હા...હા! આવી વાત!
તેથી તે ઉત્પન્ન થાય છે. આહા... હા! દરેક વસ્તુને, પર્યાય ઉત્પન્ન થાય તે તેનો સમય છે. ઉત્પત્તિનો
એ કાળ છે. આહા... હા!
Page 316 of 540
PDF/HTML Page 325 of 549
single page version
एक्कम्मि चेव समये तम्हा दव्वं खु तत्तिदयं ।। १०२।।
समवेतं खलु द्रव्यं संभवस्थिति नाश संज्ञितार्थैः ।
एकस्मिन् चैव समये तस्माद्द्रव्यं खलु तत्त्रितयम्।।१०२।।
ઉત્પાદ–ધ્રૌવ્ય–વિનાશસંજ્ઞિત અર્થ સહ સમવેત છે
એક જ સમયમાં દ્રવ્ય નિશ્ચય, તેથી એ ત્રિક દ્રવ્ય છે. ૧૦૨.
હોય તે, બન્નેના અંતરાળમાં (અર્થાત્ ઉત્પાદક્ષણ અને નાશક્ષણની વચ્ચે) દ્રઢપણે રહેતી હોવાથી,
જન્મક્ષણ અને નાશક્ષણ ન હોય; અને જે નાશક્ષણ હોય તે, વસ્તુ ઉપજીને અને ટકીને પછી નાશ
પામની હોવાથી, જન્મક્ષણ અને સ્થિતિક્ષણ ન હોય. - આમ દલીલથી વિચારતાં ઉત્પાદાદિકનો ક્ષણભેદ
હૃદયભૂમિમાં ઊતરે છે. (અર્થાત્ ઉત્પાદનો સમય, સ્થિતિનો સમય અને નાશનો સમય ભિન્નભિન્ન
હોય, એક ન હોય - એમ વાત હૃદયમાં બેસે છે.)
૧. નિરરત્ત કરીને = દૂર કરીને; ખંડિત કરીને, નિરાકૃત કરીને.
૨. અર્થો = પદાર્થો. (૮૭ મી ગાથામાં સમજાવ્યા પ્રમાણે પર્યાય પણ અર્થ છે.)
૩. સમવેત = સમવાયવાળું; તાદાત્મ્યપૂર્વક જોડાયેલું; એકમેક.
૪. ત્રિક = ત્રણનો સમુદાય. (ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણનો સમુદાય ખરેખર દ્રવ્ય જ છે.)
Page 317 of 540
PDF/HTML Page 326 of 549
single page version
પોતે જ નાશ પામે છે’ એમ સ્વીકારવામાં આવતું હોય. પરંતુ તે તો સ્વીકારવામાં આવ્યું નથી.
પર્યાયોના જ ઉત્પાદાદિક છે (એમ સ્વીકારવામાં અને સિદ્ધ કરવામાં આવ્યું છે) ; ત્યાં ક્ષણભેદ ક્યાંથી
હોય? (ન જ હોય.) તે સમજાવવામાં આવે છે.
હાજરીમાં, જે ઉત્તર પર્યાયની જન્મક્ષણ હોય છે, તેજ પૂર્વ પર્યાયની નાશક્ષણ હોય છે અને તે જ બન્ને
કોટિમાં રહેલા દ્રવ્યપણાની સ્થિતિક્ષણ હોય છે.
સમયમાં જ જોવામાં આવે છે; તેમ ઉત્તર પર્યાયમાં, પૂર્વ પર્યાયમાં અને દ્રવ્યપણામાં ઉત્પાદ, વ્યય અને
ધ્રૌવ્ય પ્રત્યેકપણે (એકેક) વર્તતાં હોવા છતાં ૨ત્રિસ્વભાવસ્પર્શી દ્રવ્યમાં તેઓ સમસ્તપણે (ત્રણે ભેગાં)
એક સમયમાં જ જોવામાં આવે છે.
વ્યય અને ધ્રૌવ્ય દ્રવ્ય જ છે, અન્ય પદાર્થ નથી. ૧૦૨