Pravachansar Pravachano (Gujarati). Date: 23-06-1979; Gatha: 104.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 27 of 44

 

Page 331 of 540
PDF/HTML Page 340 of 549
single page version

ગાથા – ૧૦૩ પ્રવચનસાર પ્રવચનો ૩૩૧
પ્રવચનઃ તા. ૨૩–૬–૭૯.
‘પ્રવચનસાર’ ગાથા-૧૦૩. એકસો બે ગાથામાં એ આવી ગ્યું કેઃ દરેક પદાર્થ - આ આત્મા
છે, પરમાણુ (છે.) (ધર્માસ્તિકાય, આકાશ, કાળ) એક - એક દ્રવ્ય, એની પર્યાય એનો જન્મક્ષણ
હોય ત્યારે ઉત્પન્ન થાય. સમજાણું કાંઈ? ઝીણી વાત જરીક તત્ત્વની! પરમાણુ કે આત્મા, એની પર્યાય
ઉત્પન્ન થવાનો કાળ હોય, તે જન્મક્ષણ છે. ત્યારે (પર્યાય ઉત્પન્ન) થાય. આઘી-પાછી ન થાય ને
બીજાથી, ફેરવવાથી ન થાય. આહા...! દરેક આત્મા ને દરેક પરમાણુ, તેના વર્તમાન સમયની અવસ્થા,
ઉત્પન્ન થાય (તેની) જન્મક્ષણ (તે) છે. આહા...હા! એવો નિર્ણય કરે કે આત્મામાં પણ જે સમયે, જે
અવસ્થા, જે સમયે થવાની છે તે થાય. ‘તો એનું તાત્પર્ય દ્રવ્યસ્વભાવ પર એની નજર જાય.’
આહા... હા! આવી વાત ઝીણી! ધરમ બહુ ઝીણી ચીજ છે! અંદર વસ્તુ છે આત્મા, દેહથી ભિન્ન આ
તો (શરીર) માટી છે. હાડકાં-ચામડાં છે. અંદર ચૈતન્ય છે ‘એની પણ જે સમય જે અવસ્થા થવાની
તે તેનો જન્મક્ષણ, ઈ થવાની તે થઈ’
હવે, એમાં ધરમ કેમ, શું કરવો? કેઃ થવાની જે છે ઈ થાય છે,
ઈ દ્રવ્યની પર્યાય છે.’
એને પર્યાયમાં થાય છે તેની નજર છોડી, અને નજર ‘દ્રવ્યની કરવી.’
આહા... હા... હા!
‘કારણ કે ઈ તો થાશે જ, એ સમયે પર્યાય થાશે’ જે સમયે જે પર્યાય થવાની તે
થાશે (જ.) , એટલે ઈ થાશે એના અવસરે, એવો નિર્ણય કરનારે પર્યાયને દ્રવ્ય ઉપર વાળવી જોઈશે.
વસ્તુ ભગવાન ચિદાનંદ પ્રભુ! ‘એના તરફ પર્યાય વળે તો એને આનંદનો અંશ–સ્વાદ આવે’ અરે...
રે... રે! એનો અતીન્દ્રિયસ્વરૂપ છે આત્મા! અતીન્દ્રિય આનંદ (સ્વરૂપ છે આત્મા!) આ ઇન્દ્રિયના
વિષયમાં (આનંદ) માને છે કલ્પના (કરીને) ઈ તો અજ્ઞાની, મૂઢજીવ પરમાં-સ્ત્રીમાં-શરીરમાં-
ઇન્દ્રિયોના વિષયોમાં સુખ છે, સુખ માને તો મિથ્યાભ્રમ છે.
(કહે છે કેઃ) આત્મામાં અતીન્દ્રિય આનંદ છે અને એ જેને જોતો હોય, તો એણે વર્તમાન
પર્યાય થાય તે થાય જ છે એ સમયે, એના ઉપરથી નજર છોડીને (હઠાવીને) ધ્રુવ જે ભગવાન
આત્મા-ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય (સ્વરૂપ આત્મા) જે સમયે ઉત્પન્ન થઈ, પર્યાય ઉત્પન્ન, પૂર્વની થઈ
વ્યય, ધ્રૌવ્યપણે રહ્યું! ઈ ત્રણે પર્યાયો દ્રવ્યને આશ્રયે (છે.) દ્રવ્યમાં છે એટલે દ્રવ્ય ઉપર દ્રષ્ઠિ કરવી.
આહા...! આવી વાતું! નવરાશ ન મળે, દુનિયાના પાપ આડે આખો દિ’ આવું તત્ત્વ, ક્યાં એને
સાંભળે? ઈ એકસો ને બે (ગાથામાં) કહ્યું. એકેક દ્રવ્યના ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય, અને ત્રણે દ્રવ્યના છે.
એમાં દ્રવ્ય છે. એમ ૧૦૨ (ગાથામાં) કહ્યું. સમજાણું કાંઈ?
(કહે છે) હવે, એકસો ત્રણ (ગાથામાં) (આ વિષય વિચારે છે.) “હવે દ્રવ્યનાં ઉત્પાદ–વ્યય–
ધ્રૌવ્ય અનેક દ્રવ્યપર્યાય દ્વારા વિચારે છેઃ– (શું કહે છે) પરમાણુ આદિ જાજા (પરમાણુ) ભેગાં થઈને
પર્યાય થાય, કે આત્મા અસમાનજાતીય છે. (પહેલાં કહ્યું ઈ) સમાનજાતીય

Page 332 of 540
PDF/HTML Page 341 of 549
single page version

ગાથા – ૧૦૩ પ્રવચનસાર પ્રવચનો ૩૩૨
(દ્રવ્યપર્યાય) પરમાણુ છે. જુઓ! આ આંગળી છે. એ સમાનજાતીય (દ્રવ્યપર્યાય છે) રજકણે-રદકણ
(નો સ્કંધ) અને ઈ સમાનજાતીયની જે આ પર્યાય થાય, ઈ એનાથી તેને કાળે થાય. આત્મા તેને
કરી શકે નહીં. આહા...! આત્મા આંગળી હલાવી (ચલાવી) શકે નહીં. તત્ત્વ એવું છે બાપુ! આહા...
હા! વીતરાગ સર્વજ્ઞદેવ! પરમેશ્વર ત્રિલોકનાથ! એમણે જે જોયું એવું કહ્યું, અને તેને અંતર આહા...
હા... હા! (ગ્રહણ કર.) ઓલામાં - ‘નિયમસાર’ માં એક શબ્દ છે. ટીકા, ભાઈ! એ કરી (છે)
ને...! ‘પદ્મપ્રભમલધારિદેવે’! ‘સકલ સમૂહના હિતકારી’ માટે આ કહ્યું છે, એવા શબ્દો છે. સકલ
ભવ્યજીવ હોં? લાયક (જીવ), અભવ્ય નહીં. આહા... હા! (વળી) સકલ ભવ્યજીવોના સમૂહ એના
હિતકારી માટે આ શાસ્ત્ર છે. નિયમસારમાં છે. નિયમસાર છે ને...? (છે અહીંયાં) નિયમસાર?
જુઓ! શાસ્ત્રમાં! ન્યાં (એ ગાથામાં) એવા શબ્દો છે.
(શ્રોતાઃ) દિગંબરો તો કહે છે એમાં એમ ક્યાં
કહ્યું છે એમાં તો કહ્યું છે’ એ મારા માટે કર્યું છે’ (ઉત્તરઃ) એ પોતે કહ્યું છે. કુંદકુંદાચાર્યે તો (મૂળ)
પાઠ કર્યો, આ તો ટીકાકાર આમ કહે છે કે આ માટે આમ કહેવામાં આવે છે. (જુઓ, શાસ્ત્રમાં) એ
આવ્યું, આવ્યું હવે પહેલી ગાથામાં પાછળ છે. ટીકામાં છે
‘સકળ ભવ્યસમૂહને હિતકર ‘નિયમસાર’
નામનું પરમાગમ હું કહું છું’ સકળ ભવ્યસમૂહને હિતકર આ ‘નિયમસાર’ શાસ્ત્ર છે. આહા... હા!
પહેલી જ ગાથામાં છે હોં? ટીકા (માં) કળશમાં નહીં. ‘આવું હોય ત્યારે આવે ને ઈ પર્યાય.’
(અહીંયાં કહે છેઃ “હવે દ્રવ્યનાં ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય અનેક દ્રવ્ય પર્યાય દ્વારા વિચારે છેઃ–
पाडुब्भवदि य अण्णो पज्जाओ पज्जओ वयदि अण्णो।
दव्वस्स तं पि दव्वं णेव पणट्ठं ण उप्पण्णं।। १०३।।
નીચે હરિગીતઃ-
ઊપજે દરવનો અન્ય પર્યય, અન્ય કો વિણસે વળી,
પણ દ્રવ્ય તો નથી નષ્ટ કે ઉત્પન્ન દ્રવ્ય નથી તહીં. ૧૦૩.
ટીકાઃ– જરી ઝીણી વાત પડશે અજાણ્યા માણસને! અભ્યાસ ન મળે લોકોને તત્ત્વનો! આહા...
હા! આ તો વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા, એણે જોયેલું તત્ત્વ ઈ પ્રમાણે સમજે તો ઈ આગળ - આગળ
વધી શકે. જે રીતે છે એ રીતે ન સમજે તો, તો મિથ્યાદ્રષ્ટિ થાય ઈ તો. વસ્તુની સ્થિતિ જે રીતે છે ઈ
રીતે ન માને તો મિથ્યાદ્રષ્ટિ થાય. (હવે ટીકા એકસો ત્રણ (ગાથાની) ટીકા.
(અહીંયાં કહે છે કેઃ) “અહીં વિશ્વમાં એક (દ્વિ–અણુક) ” બે પરમાણુ ઓ સમાનજાતીય,

Page 333 of 540
PDF/HTML Page 342 of 549
single page version

ગાથા – ૧૦૩ પ્રવચનસાર પ્રવચનો ૩૩૩
છે? બે પરમાણુ આ. ઝીણું પોઈન્ટ. આ (આંગળી.) કાંઈ એક નથી. (અનેક છે) આના કટકા
કરતાં - કરતાં - કરતાં - છેલ્લો રહે, એને પરમાણુ કહે (છે.) ઈ બે અણુ સમાનજાતીય છે
ને...? “સમાનજાતીય અનેક દ્રવ્યપર્યાય વિનષ્ટ થાય છે.” આહા... હા! એ દ્વિ-અણુક
સમાનજાતીયની પહેલી જે પર્યાય હતી તે વિનષ્ટ થાય છે. “અને બીજો ચતુરણુક (સમાનજાતીય
અનેક દ્રવ્યપર્યાય) ઉત્પન્ન થાય છે.”
શું કીધું? બે પરમાણુમાં જે પર્યાય છે પહેલી એનો નાશ થાય છે
અને ત્રણ-ત્રીજો પરમાણુ ભેગો થાય છે ને ત્રણ પરમાણુ પર્યાય ઉત્પન્ન થાય છે. બે નો વ્યય થ્યો,
ત્રણને ઉત્પત્તિ થઈ. આહા...! આંહી સિદ્ધ કરવું બહું ઝીણું છે! આંહી ભાષા, એ આત્મા કરી શકે એમ
નહીં ત્રણ કાળમાં! આ હાથ હલાવી શકે નહીં ત્રણકાળમાં! આહા...! ઈ પરમાણુ બે છે ઈ ત્રણમાં
જયારે આવ્યો, સમાનજાતીય (તો) બે નો વિનષ્ટ થઈને ત્રણની ઉત્પત્તિ થઈ (સ્કંધમાં) અને એને
કારણે એ (ઉત્પત્તિ) થઈ આત્માથી નહીં. આહા... હા!
(અહીંયાં કહે છે કેઃ) “સમાનજાતીય અનેક દ્રવ્યપર્યાય ઉત્પન્ન થાય છે પરંતુ તે ત્રણ કે ચાર
પુદ્ગલો (પરમાણુઓ) તો અવિનષ્ટ અને અનુત્પન્ન જ રહે છે (–ધ્રુવ છે).” શું કીધું? આહા... હા!
ત્રણનો (સમૂહ) હતો ને...! ત્રિ-અણુક હતો ને પહેલો. ત્રિ-અણુક (એટલે) ત્રણપરમાણુ અને અનેક
દ્રવ્યપર્યાય થતાં બીજો ચતુરણુક, ત્રણ પરમાણુઓની પર્યાય તો હતી, હવે ઈ ચોથા પરમાણુમાં જયારે
જોડાણું ત્યારે ચાર પરમાણુની પર્યાય નવી થઈ. એ ઉત્પન્ન થઈ, ત્રણ પરમાણુની પર્યાય વિનષ્ટ થઈ.
પરમાણુપણે કાયમ રહ્યા. આહા... હા! આખો દિ’ કહે છે અમે કરીએ - કરીએ! છીએ. ધંધા ઉપર
બેઠો દુકાને ને આ કરીએ, ના પાડે છે ભગવાન! આહા... હા... હા... હા! દુકાને બેઠો હોય તે અમે
કરીએ, આનું આમ વેંચીએ ને (નોકરોને કહીએ) આનું આમ કરો ને આનું આમ કરો. ભાષાનો
ધણી થાય, શરીરનો ક્રિયાનો ધણી થાય. પૈસા આપે એનો ધણી થાય, પૈસા લ્યે એનો ધણી થાય.
અહીંયાં ના પાડે છે. આહા... હા!
(શ્રોતાઃ) ત્યાગીઓ તો ના જ પાડે ને..! (ઉત્તરઃ) વસ્તુનું સ્વરૂપ
એમ છે. ત્યાગી એટલે શું? વસ્તુનું સ્વરૂપ એમ છે.
કે જે ત્રણ પરમાણુઓ છે. અને ઈ ત્રણ પરમાણુઓની તે પર્યાય તો હોય જ છે. હવે ઈ ચાર
પરમાણુ જયારે થાય ત્યારે (સ્કંધની ઉત્પત્તિ) ચારની થાય એટલે થાય એટલે ત્રણનો વિનષ્ટ થાય.
પરમાણુ તો કાયમ રહે. આમ તો અનંત (પરમાણુઓ) માં એમ છે. દાખલો ત્રણ (ચાર પરમાણુનો)
આપ્યો છે. બાકી આ અનંત (પરમાણુઓની વાત) છે. હવે આ અનંતા પરમાણુ છે (શરીરના)
એની પર્યાય ઉત્પન્નરૂપ છે. હવે એની પર્યાયમાં જયારે હીણી બીજી પર્યાય થાય ત્યારે ઈ બીજી
પર્યાયપણે ઉત્પન્ન છે અને પહેલી પર્યાયપણે વ્યય છે. પણ આમ (હાથ કે શરીર) હાલવાની પર્યાયનો
કર્તા પરમાણું છે. આત્મા એને હલાવે હાથ (કે શરીરને) એમ છે નહીં. આખો દિ’ ત્યારે શું કરે આ
(લોકો)? અભિમાન કરે આખો દિ’.
‘હું કરું હું કરું એ જ અજ્ઞાન છે (શકટનો ભાર જેમ શ્વાન
તાણે’) . આહા... હા! આ આંગળી, એક છે, ઈ પર્યાય છે (પરમાણુની) આમ થઈ (બે ય

Page 334 of 540
PDF/HTML Page 343 of 549
single page version

ગાથા – ૧૦૩ પ્રવચનસાર પ્રવચનો ૩૩૪
પહોળી) તો એની પર્યાય થઈ બે યની એક. એક (પહેલી) પર્યાયનો વિનષ્ટ થ્યો, અને બે (બીજી)
પર્યાયની ઉત્પત્તિ થઈ, એ પરમાણુ છે તો ઈ ઉત્પન્ન થ્યું ને વિનષ્ટ થ્યું છે. આત્માથી નહીં. આહા...
હા! આ તો દાખલો આપ્યો (એનો) ત્રણ પરમાણુ સમાનજાતીય અનેક દ્રવ્યપર્યાય વિનષ્ટ થાય છે
અને બીજો ચાર (અણુક) સમાનજાતીયનો ઉત્પન્ન થાય છે. પરંતુ તે ત્રણ કે ચાર પુદ્ગલો -
પરમાણુઓ તો અવિનષ્ટ અને અનુત્પન્ન જ રહે છે. પરમાણુ કાંઈ નાશ થતા નથી, એની પર્યાયનો
વિનષ્ટ કે ઉત્પાદ થાય છે. આહા... હા! આવું ઝીણું! (વીતરાગી તત્ત્વ.)
(કહે છે) એક શેરડીનો કટકો છે શેરડીનો કટકો. હવે કહે છે કે ઈ શેરડીની જે પર્યાય છે,
એને આ જયારે ઘસાણી (પીલાણી) ત્યારે રસ (નીકળીને) પર્યાય બદલાઈ ગઈ. નવી પર્યાય થઈ.
ઈ પર્યાય-પરમાણુની શેરડીથી થઈ છે, સંચાથી નહીં. આવું કોણ માને? આહા... હા! શું કહ્યું?
શેરડીનો રસ જે નીકળ્‌યો, એ સંચાથી (ચિચોડાથી) નીકળ્‌યો નથી. એ રસની પર્યાય, એ શેરડીના
સાંઠાપણે હતી, એ પર્યાયનો વ્યય થઈ અને રસની પર્યાય ઉત્પન્ન થઈ, પરમાણુ તો એમ કાયમ
(ધ્રુવ) રહ્યા. (શ્રોતાઃ) ચિચોડામાં નાખે ને શેરડીને... (ઉત્તરઃ) કોણ ચિચોડામાં નાખે! આહા...
હા... હા! આવું કામ છે બાપુ! આકરું કામ છે (ગળે ઊતારવું) વીતરાગ સર્વજ્ઞદેવ! અત્યારે બધું
ગોટા હાલ્યા, પરની દયા પાળોને...! પણ પરના પરમાણુઓ છે એનાં - શરીરનાં, અને એનો આત્મા
છે (જોડે) ઈ અસમાનજાતીય (દ્રવ્યપર્યાય છે) આમાં આવશે. હવે ઈ તો જે સમયે એનું મનુષ્યનું
શરીર છે. અને (જો્રડે) આત્મા. હવે ઈ સમયે એનો જે પર્યાય - અસમાનજાતીય છે - તેથી ઈ
પર્યાય છે હવે બીજે સમયે, પહેલી પર્યાયનો વ્યય થાય, ઈ પર્યાય ઉત્પન્ન થાય, અને પરમાણુને આત્મા
તો કાયમ રહે. આહા... હા! આવી વાત છે. આ તો સિદ્ધાંત છે. પછી એમાંથી કૂંચીમાં (કૂંચીરૂપ)
દાખલા આપે! (શ્રોતાઃ) ધરમ કરવા માટે આ બધું સમજવું પડે? (ઉત્તરઃ) પણ ધરમ સત્ય કરવો
છે કે નહીં. તો વસ્તુની સત્યતા કઈ રીતે છે! સત્યથી ધરમ થાય કે અસત્યથી ધરમ થાય? તો
વસ્તુનું સ્વરૂપ સત્ય કઈ રીતે છે? એની ખબરું વિના, એને ધરમ થાય ક્યાંથી? આહા...! પરનું
અભિમાન કરે ને મેં આ કર્યું ને આમ કર્યું આખો દિ’ સવારથી સાંજ ધંધામાં મશગૂલ, બાયડી-
છોકરાંવને રાજી રાખવામાં મશગૂલ! આહા... હા! અને ખાવા વખતે આહાર ને પાણી (સ્વાદિષ્ટ)
આવ્યા હોય તે આમ તૃપ્તિ... તૃપ્તિ... કહે (ઓડકાર ખાઈને) ઓ... ઓ... ઓ... આહા... હા!
(કહે છે) (શ્રોતાઃ) (આજે) જાણે સોનાનો સૂરજ ઊગ્યો...! (ઉત્તરઃ) ધૂળે ય નથી સોનાનો
સૂરજ. પાપનો સૂરજ (ઊગ્યો છે) ત્યાં. મેં કર્યું... મેં કર્યું (કર્તાપણાનું ઝેર!) આહા... હા! (કર્તાભાવ
ટાળવો) આકરું કામ ભાઈ! વીતરાગ પરમેશ્વર! ત્રિલોકનાથ બિરાજે છે મહાવિદેહક્ષેત્રમાં!
એમની આ
વાણી છે.’ આહા...હા...હા! આકરી વાત છે.
(કહે છે કેઃ) આ ચશ્મા છે ને...! (જુઓ,) ચશ્માની જે પર્યાય છે જુઓ. આ (દાંડી
હલવાની)

Page 335 of 540
PDF/HTML Page 344 of 549
single page version

ગાથા – ૧૦૩ પ્રવચનસાર પ્રવચનો ૩૩પ
એ પર્યાયનો વ્યય થઈને આમ (દાંડી) થાય છે. ઈ પરમાણુને લઈને થાય છે, હાથને લઈને નહીં.
અને એની પહેલી પર્યાયનો વ્યય થ્યો બીજી પર્યાયની ઉત્પત્તિ થઈ, પરમાણુ દ્રવ્ય તરીકે કાયમ રહ્યાં.
આહા... હા... હા! આવી વાતું હવે! ઓલી તો દયા પાળો... વ્રત કરો... અપવાસ કરો... બસ ઈ
(વાતું) હાલે! (આત્મા) દયા પાળી શકતો નથી ને દયા પાળો (કહેવું) ઈ વાત જૂઠી છે - ખોટી છે.
પરદ્રવ્યની પર્યાય, એ પણ આત્મા કરી શકતો નથી. આહા... હા... હા! વ્રતને તપના પરિણામ હોય તો
એ શુભરાગ છે. એ કાંઈ ધરમ નથી. એ શુભરાગેય તે કાળે થાય, તેની જન્મક્ષણ છે. અને પૂર્વની
પર્યાયનો વ્યય થાય, દ્રવ્ય-ગુણ કાયમ રહે. આવો જે નિર્ણય કરે, એની દ્રષ્ટિ, દ્રવ્ય ઉપર જાય. દ્રવ્ય
ઉપર જતાં શુભભાવનો વ્યય થઈ અને સમકિતની પર્યાય ઉત્પન્ન થાય. આત્મા એમ ને એમ રહે
આખો (પૂર્ણ.) આહા...હા...હા! આવો મારગ છે! આહા...!
(અહીંયાં કહે છે કેઃ) “તેમ બધાય સમાનજાતીય દ્રવ્યપર્યાયો.” જોયું? ઓલું- (પરમાણુનું
તો દ્રષ્ટાંત આપ્યું. ત્રણ પરમાણુ ને ચાર પરમાણુનું દ્રષ્ટાંત આપ્યું “તેમ બધાય સમાનજાતીય
દ્રવ્યપર્યાયો.”
આ શરીરના, પુસ્તકના, લાકડીના બહારના (બધા પરમાણુ પદાર્થોના) આહા... હા!
બધા પરમાણુઓ - પુદ્ગલો. છે? (પાઠમાં) “દ્રવ્યપર્યાયો વિનષ્ટ થાય છે.” દ્રવ્યોની-પદાર્થોની
વર્તમાન અવસ્થા છે ઈ નાશ થાય છે. અને પછી બીજી અવસ્થા “ઉત્પન્ન થાય છે” પરંતુ
સમાનજાતિ દ્રવ્યો તો અવિનષ્ટ અને અનુત્પન્ન જ રહે છે (–ધ્રુવ છેઃ)
આહા...હા...હા! પરમાણુ ત્રણને
ચારનો દાખલો આપી, (એમાં કહ્યું કે) ત્રણ પરમાણુનો પિંડ (જે) ચાર પરમાણુ પિંડરૂપે થ્યો તો એ
ત્રણ પરમાણુની પર્યાયનો વ્યય થ્યોને ચાર પરમાણુની પિંડની પર્યાયરૂપે ઉત્પન્ન થ્યો અને પરમાણુઓ
તો ધ્રુવ રહ્યા. એમ બધા દ્રવ્યોનું લઈ લેવું (સમજી લેવું) કહે છે. સમાનજાતીય બધા પરમાણુ (ની
વસ્તુસ્થિતિ એ જ છે.) આહા... હા! ગજબ વાત છે!!
(કહે છે કેઃ) આ થાંભલી છે લ્યો! થાંભલી છે ને...! એની વર્તમાન પર્યાય દેખાય છે, એ
ઘણા પરમાણુ પિંડની પર્યાય (છે.) એ પર્યાય બદલે છે. અને પછી નવી અવસ્થા એમાં થાય છે. અને
પરમાણુ કાયમ રહે છે. એ (થાંભલી) કડિયાએ કર્યુંને કરી ત્યાં, રામજીભાઈએ ધ્યાન રાખ્યું માટે
(સરખું) કર્યું એમ નથી આહા... હા! વજુભાઈ! વજુભાઈએ ધ્યાન કર્યું (રાખ્યું) લ્યો ને...! (પણ
એમ નથી.) આહા... હા!
(શ્રોતાઃ) પ્રમુખને તો ધ્યાન રાખવું જ પડે ને...! (ઉત્તરઃ) પ્રમુખ તરીકે
ને...! આહા... હા! શું પ્રભુની વાણી!! આહા... હા!
(કહે છેઃ) જેમ ત્રણ પરમાણુને ચાર પરમાણુની વાત કરી. કે ત્રણ પરમાણુ એકલા હતા એની
પર્યાય અને ચોથાને એની પર્યાય થઈ. (તેમાં) ત્રણની પર્યાય વિનષ્ટ થઈ, ચોથાની પર્યાય નવી
ઉત્પન્ન થઈ ને પરમાણું એમને એમ રહ્યા. એમ આ જગતના જેટલા પદાર્થો (છે.) આ જડ-એક
પરમાણુથી માંડીને અનંત પરમાણુના આ સ્કંધ (જેવા કે) પુસ્તકના, આંગળીના, હાથના, જીભના,

Page 336 of 540
PDF/HTML Page 345 of 549
single page version

ગાથા – ૧૦૩ પ્રવચનસાર પ્રવચનો ૩૩૬
દાળ-ભાત રોટલી (ના) કટકાના, સમાનજાતીય પાર્યયો છે. દાળ-ભાત, રોટલી છે (ભોજનમાં)
સામે, રોટલીપણે ઘણાં પરમાણુઓ સમાનજાતીય (દ્રવ્યપર્યાય) છે. હવે એ રોટલીનું બટકું થયું. તો
(આખી રોટલીની) પર્યાયનો વ્યય થયો, નવી બટકાની (કટકાની) પર્યાય ઉત્પન્ન થઈ, પરમાણુ
કાયમ રહ્યા. ઈ કોને લઈને બટકું કર્યું, એને (હાથ ને દાંત) ને લઈને નહીં, પુદ્ગલને લઈને ઈ
(બટકાની પર્યાય થઈ છે.) આ... રે! આવી વાતું! વાણિયાને નવરાશ ન મળે ને આવી વાતું એને
(સમજવી) ઝીણી! આહા... હા!
(શ્રોતાઃ) ગરજ હશે તે આવશે સમજવા...! (ઉત્તરઃ) જેને ગરજ
હશે ઈ આવશે, વાત સાચી. આવી વાત ક્યાં (છે.)? આહા... હા... હા!
(કહે છે કેઃ) આ કપડું છે. જુઓ! આમ છે ને... અત્યારે અવસ્થા આવી છે. ઈ પછી આમ
થાય. એમાં પહેલી અવ્સ્થાનો વ્યય થાય, બીજી (નવી) અવસ્થા ઉત્પન્ન થાય, અને (કપડાંના)
પરમાણુ કાયમ રહે. આંગળીથી એ વસ્ત્ર આમ ઊંચું થ્યું એમ નહીં. (શ્રોતાઃ) આંગળીથી નહીં પણ
એની મદદથી...! (ઉત્તરઃ) આંગળીથી નહીં, પણ એ (કપડાંના) અનંત પરમાણુ (ની પર્યાયપણે
(પોતાથી) ઊંચા થયા. આહા... હા! આમ છે ભગવાન! શું આ તો વાતું! જગતથી જુદી છે!
તીર્થંકરદેવ! ત્રિલોકનાથ, જિનેશ્વરદેવ! જેણે એકસમયમાં ત્રણ કાળ, ત્રણ લોક જોયાં, એ પ્રભુની
વાણીમાં આ (વસ્તુસ્વરૂપ) આવ્યું!
આહા... હા! જેમ ત્રણ પરમાણુની પર્યાયનો વ્યય, ચાર (પરમાણુપર્યાય) નો ઉત્પાદ ને
પરમાણુપણું કાયમ (રહે છે.) એમ અનંતા પરમાણુઓનો એ કોથળો - શું કહેવાય. આ? કાગળ,
લાકડી, આ નાક, જીભ એ અનંતપરમાણુની પર્યાય છે ઈ સમાનજાતીય (છે.) સરખી છે ને...
બધાની! છે ને પરમાણુ - પરમાણુમાં. ઈ જે સમયે ઉત્પન્ન થઈ એ સમયે તે અનંત પરમાણુની પર્યાય
છે. બીજે સમયે અનંત પરમાણુમાંથી કેટલાક પરમાણુ નીકળી ગ્યા. તો એ પરમાણુની (નવી) પર્યાય
ઉત્પન્ન થઈને પરમાણુ કાયમ રહ્યા. ઈ કાઢી નાખ્યા પોતે (સ્કંધમાંથી) એમ નહીં. રોટલી (કોઈ)
ખાય છે. અને કાંકરી આવીને આમ (કોળિયો) કાઢી નાખ્યો, ઈ આત્માથી થ્યું નથી એમ કહે છે.
(શ્રોતાઃ) પણ ઈ કાંકરીવાળો કોળિયો કાઢયોને એણે... (ઉત્તરઃ) કાઢયા. (કાઢયા!) એ...
મીઠાલાલજી! આવી વાતું છે! ગાંડી-ઘેલી જેવી વાતું છે! દુનિયા પાગલ, કાંઈખબર ન મળે
(વસ્તુતત્ત્વની) ક્યાં જાઈએ છીએ ને શું કરીએ છીએ! (ભાન ન મળે કાંઈ!) પાંચ હજારનો પગાર
હોય મહિને પણ ભાન ન મળે કાંઈ! આહા... હા!
અહીંયાં પરમાત્મા ત્રણ અણુને ચાર અણુનો દાખલો આપીને... આહા... હા! બધા દ્રવ્યો, કીધા
ને બધા! જોયું? (બધાની વાત કરે છે.) “તેમ બધાય સમાનજાતીય.” બધામાં જેટલા અનંત છે
બધા (પુદ્ગલો) આહા... હા! “તેમ બધાય સમાનજાતીય દ્રવ્યપર્યાયો વિનષ્ટ થાય છે અને ઉત્પન્ન
થાય છે પરંતુ સમાનજાતિ દ્રવ્યો તો અવિનષ્ટ અને અનુત્પન્ન જ રહે છે.”
અવિનષ્ટ

Page 337 of 540
PDF/HTML Page 346 of 549
single page version

ગાથા – ૧૦૩ પ્રવચનસાર પ્રવચનો ૩૩૭
(એટલે) એ કંઈ પરમાણુ નાશ થતા નથી અને ઉત્પન્ન થતા નથી. એ ધ્રુવ રહે છે. બહુ આકરી -
આકરી આહા... હા... હા!
(કહે છે કેઃ) એકસો બે (ગાથામાં) જનમક્ષણ કીધી’ તી. જેટલા અનંતા દ્રવ્યો ભગવાને
જોયા, અનંતા આત્માઓ, અનંતા પરમાણુ (ઓ), દરેકને પર્યાયની ઉત્પત્તિ તેનો જન્મ કાળ હોય છે.
ઉત્પત્તિકાળ (હોય) ત્યારે થાય. હવે અહીંયાં એથી આગળ લઈ ગ્યા હવે (આ ગાથામાં) કે ભઈ!
સમાનજાતીયના પરમાણુઓ ત્રણ છે ને ચાર છે. ત્રણના ચાર થ્યા (તો) ત્રણની પર્યાયનો વ્યય થ્યો
ને ચારની પર્યાય ઉપજી મેળવીને ભેગાં થ્યા માટે એમ થ્યું એમ નથી. આહા... હા! સમજાણું કાંઈ?
દેવીલાલજી! આહા... હા!
(શું કહે છે કેઃ) સીસપેનની અણી કાઢે છે આમ અણી. હવે આહા... હા... હા! ઈ સીસપેન છે
ઈ અનંત પરમાણુનો સ્કંધ છે. હવે એનો જે પહેલો પર્યાય છે, એ સીસપેન આખી હતી. પછી છરી
પડીને... આમ થાવ માંડી (છોલાવા લાગી) ત્યારે એ અનંત પરમાણુ જે (આખી સીસપેનના)
પર્યાયપણે હતી તે પર્યાયનો નાશ થ્યો, અને ઝીણી કે સુંવાળી (અણી નીકળી) એની પર્યાયનો ઉત્પાદ
થ્યો. એ પરમાણુની ઉત્પન્ન (ઉત્પાદ) થ્યો. છરીથી નહીં, બીજાથી (હાથથી કે માણસથી) નહીં.
આહા... હા... હા! છરીથી આમ છોલાણું એ નહીં. છરી એને એ સીસપેનને અડતી નથી. (શ્રોતાઃ)
(હોનહાર કીધું તો અણી કાઢે તો છે...) (ઉત્તરઃ) કાઢી રહ્યા, કોણ કાઢતું’ તું! ઈ વખતે બાપુ! આ
તો તત્ત્વદર્શીનો વિષય છે! આ તો કોલેજ! તત્ત્વની કોલેજ છે! આહા... હા!
(કહે છે) ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા! ત્રણ પરમાણુ ને ચાર પરમાણુનો દાખલો આપી,
“તેમ બધાય સમાનજાતીય” (સિદ્ધાંત સિદ્ધ કર્યો છે.) આહા... હા! “દ્રવ્યપર્યાયો વિનષ્ટ થાય છે.”
ઘઉંનો લોટ છે લોટ. એમાં (એ) લોટમાંથી શીરો થાય છે. (શીરો બન્યો તેથી) લોટની પર્યાયનો
વિનષ્ટ થયો, શીરાની પર્યાય ઉત્પન્ન થઈ, અને પરમાણુ તો કાયમ (ધ્રુવ) રહ્યા. ઈ શીરો બાઈએ કર્યો
ઈ વાત સાચી નથી. એમ કહે છે.
(શ્રોતાઃ) આવું શીખીને કોઈ રાંધશે નહીં. (ઉત્તરઃ) રાંધશે નહિ
(એમ નહીં) રાંધ્યા વિના રહેશે નહીં. આહા... હા! આવું છે. (કહે છે) ચૂલામાં (પહેલી) થોડી અગ્નિ
હોય, પછી લાકડાં વધારે નાખે આમ. ત્યારે લાકડાં વધારે નાખ્યાં તો જ પહેલી (અગ્નિ) થોડાની હતી
તેનો વ્યય થ્યો, અને વધારે અગ્નિ ઉત્પન્ન થ્યો. આમ લાકડું ચૂલામાં જતાં, એટલે કોઈ માણસે લાકડું
નાખ્યું અંદર (ચૂલામાં) અને અગ્નિ વધારે થ્યો, એ વાતમાં કાંઈ માલ નથી. (લાકડાના ને અગ્નિના
પરમાણુ સ્વતંત્ર છે.) આહા... હા! આવું છે. અહીંયાં તો (કહ્યું છે) “બધાય સમાનજાતીય
દ્રવ્યપર્યાયો”
ત્રણેય કાળના ને બધાય (ત્રણે લોકના) ઓલો તો - (ત્રણ પરમાણુ ને ચાર
પરમાણુનો) દાખલો આપ્યો’ તો. (પણ સિદ્ધાંત તો બધાય સમાનજાતીય દ્રવ્યપર્યાયોને લાગુ પડે છે.)
આહા... હા! આવી (વસ્તુ) સ્થિતિ હજી સાંભળવા મળે નહીં એને હવે જાવું ક્યાં? આ તો

Page 338 of 540
PDF/HTML Page 347 of 549
single page version

ગાથા – ૧૦૩ પ્રવચનસાર પ્રવચનો ૩૩૮
જ્યાં હોય ત્યાં અમે કરીએ ને આનું આ કર્યુંને આનું આ કર્યું... પુસ્તક મેં બનાવ્યાંને... મકાન
(મંદિર) અમે બનાવ્યુને... પ્રભુ! ના પાડે છે એની, ભાઈ! ઈ પરમાણુની જે પહેલી પર્યાય હતી પછી
બીજી ઘણાં પરમાણુ મળીને બીજી પર્યાય થઈ અને પરમાણુ કાયમ રહ્યા! તે કાંઈ એમાં કર્યું છે, એમ
છે નહીં. આહા... હા! (શ્રોતાઃ) શુભભાવ તો કર્યોને એણે? (ઉત્તરઃ) રાગ કર્યો, ઈ તો રાગ કર્યો.
પૂર્વ પર્યાયમાં રાગ બીજો હતો, એનો વ્યય થ્યો અને આનો (શુભરાગનો) ઉત્પાદ થ્યો, ને આત્મા
એનો એ રહ્યો. આહા... હા! વાણિયાના વેપારમાં ભારે હાકોટા, આખો દી’ વેપાર તે માથાકૂટ. હવે
આ (ભગવાન) કહે કે વેપાર કરી શકાય નહીં. એ દુકાનને થડે બેસે, આ તમારે શું? લોખંડ (નો
વેપારી) ચીમનભાઈને લોખંડ... લોખંડ આ પૂરજા બનાવે લોખંડના. એક વાર પગલાં કરવા લઈ
ગ્યા’ તા. કળશો દ્યો મા’ રાજને! કે મારે માથામાં! ઈ લોઢાના કળશા ઉત્પન્ન થ્યા ઈ પહેલી પર્યાય
લોઢાની હતી, પછી આ કળશાની થઈ, ઈ એને કારણે થઈ છે. કારીગરના કારણે નહીં, સંચાને કારણે
નહીં. એ...! ગુલાબચંદજી! વાત તો સાદી છે. આહા... હા!
(કહે છે) આ હાથ હલવાની અવસ્થા થઈ, આ અવસ્થા થઈ તે જડની છે. આ તો. ‘બધાય
સમાનજાતીય’ કીધાને...? પહેલા ત્રણ કે ચાર પરમાણુનો દાખલો આપ્યો (પણ) આ (હાથના) બધા
સમાનજાતીય છે. ઈ સમાનજાતીય (પરમાણુની) પર્યાય પહેલાં આમ છે ને પછી આમ થાય (હાથ
વાંકો વળે ને સીધો થાય) એ પરમાણુ કાયમ રહીને આનો નાશ થ્યો ને આનો ઉત્પાદ થ્યો. પણ ઈ
(પર્યાય વાંકા વળવાની ને સીધા થવાની) કોને લઈને? એ પરમાણુને લઈને થ્યો છે (હાથ એમ,
એમ) અંદર આત્મા છે માટે એને લઈને થ્યો, ઈ વાતમાં માલ (નથી), એકેય દોકડો સાચો નથી.
(ઈ વાતમાં.) હવે આવું તત્ત્વજ્ઞાન! આહા... હા! આ તો તત્ત્વજ્ઞાનની કોલેજ છે. આ ઝીણી,
સાધારણ વાત નથી ‘આ.’ આહા... હા... હા! ભાષા તો સાદી આવે છે. ભાવ પણ જેવા...! જુઓ!
અહીંયાં તો આ કીધું. જેમ ત્રણ ને ચાર પુદ્ગલો-પરમાણુઓ છે. અને એની પર્યાયત્રણની
હતી (એનો) નાશ થઈ, ચારની થઈ - પર્યાયો ભેગી (સ્કંધ) “તેમ બધાય સમાનજાતીય
દ્રવ્યપર્યાયો.” જોયું? આ રીતે વાત કરી છે. દરેક પર્યાયની એટલે વ્યંજનપર્યાય ને એક દ્રવ્યપર્યાયની
વાત નથી. સમાનજાતીયમાં ભેગી વાત લીધી છે ભાઈ!
“દ્રવ્યપર્યાયો વિનષ્ટ થાય છે અને (નવી)
ઉત્પન્ન થાય છે. પરંતુ સમાનજાતિ દ્રવ્યો તો અવિનષ્ટ અને અનુત્પન્ન જ રહે છે (–ધ્રુવ છે.)” હવે
એક વાત ઈ સમાનજાતિની કરી. હવે બીજી અસમાનજાતીય (ની કરે છે.) આહા...! અસમાનજાતીય
એટલે? કે મનુષ્ય (શરીર) જડ છે. અને ભગવાન અરૂપી ચૈતન્ય છે. (બન્ને) એક જાત નથી. અંદર
ચૈતન્યસ્વરૂપ, જાણનાર-દેખનાર પ્રભુ (આત્મા) અરૂપી (એટલે કે) વર્ણ, ગંધ, સ્પર્શ, રસ વિનાનો
છે ઈ. અને આ (કાયા) વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળી માટી, ધૂળ (છે.) બે ય અસમાન છે. બે ય
(જાતિએ) સરખાં નથી. પરમાણુ, પરમાણુ (નો સ્કંધ) એ બે ય સમાન (જાતીય) છે. પણ આ
આત્મા ને શરીર, બે સમાનજાતિ નથી. અસમાનજાતીય છે.

Page 339 of 540
PDF/HTML Page 348 of 549
single page version

ગાથા – ૧૦૩ પ્રવચનસાર પ્રવચનો ૩૩૯
આહા...હા! “વળી જેમ એક મનુષ્યત્વ સ્વરૂપ.” મનુષ્યની પર્યાય, યોગ્યતા.“અસમાનજાતીય
દ્રવ્યપર્યાય વિનષ્ટ થાય છે.” આહા...હા...હા! એક મનુષ્યત્વસ્વરૂપ અસમાનજાતીય, કારણકે મનુષ્યનો
આત્મા ને શરીર બે જુદી જાત છે, એક જાત નથી. અસમાનજાતીય (દ્રવ્યપર્યાય) છે. આહા... હા! થોડી
ભાષામાં પણ કેટલું સમાડયું!!
“અને બીજો દેવત્વસ્વરૂપ (અસમાનજાતીય દ્રવ્યપર્યાય) ઉત્પન્ન થાય
છે.” શું કહે છે? અહીંયાં જે છે એ આત્માને દેહ ઈ અસમાનજાતીય (દ્રવ્યપર્યાય) છે. એક જાત નથી.
અને આનો વ્યય થશે. અને દેવમાં જશે, ત્યારે દેવની પર્યાય ઉત્પન્ન થશે, ઈ પણ અસમાનજાતીય ને
ભેગાં (એટલે, દેવનું શરીરને આત્મા ભેગાં) અહીંયા મનુષ્યમાં છે ઈ અસમાનજાતીય (દ્રવ્યપર્યાય)
વિનષ્ટ થશે. અને આત્મા તો અંદર કાયમ છે. આત્મા આમ થાય એમ છે? (સમાનજાતીય) પરમાણુમાં
તો સમાનજાતીય - કારણ પરમાણુ-પરમાણુનો સ્કંધ થાય છે. આહા... હા!
(કહે છે કેઃ) અહીંયાંથી મનુષ્યનો આત્મા, દેવમાં જાય. તો કહે છે કે એની (મનુષ્યની)
પર્યાય વિનષ્ટ થઈને (દેવની) નવી પર્યાય ઉત્પન્ન કરી. કર્મથી નહીં. કર્મને લઈને અહીંયાંથી
દેવલોકમાં જાય એમ નહીં, દેવલોક કેમનાખ્યું કે મુનિ હોય તે દેવલોકમાં જવાના! પંચમ આરાના મુનિ
છે, આહા... હા! સ્વર્ગમાં જવાના, એટલે એને કહ્યું કે મનુષ્યપણું આ છે તે અસમાનજાતીય છે.
આત્મા જાત જુદી છે ને જડની જાત જુદી છે. એટલે બે ય અસમાન છે બે ય સરખાં નથી. ઈ
અસમાન (જાતીય) મનુષ્ય પર્યાયનો નાશ થઈ, અસમાનજાતીય દેવપર્યાયની ઉત્પત્તિ થશે. અને એમાં
પરમાણુને આત્મ છે એ તો કાયમ રહેનારાં છે. પર્યાયમાં વિનષ્ટ ને ઉત્પન્ન છે. એ વિનષ્ટ ને ઉત્પન્ન
કર્મને લઈને પણ થાય એમ નહીં. મનુષ્યની ગતિ અહીં પૂરી થઈ ગઈ, એ કર્મને લઈને પૂરી થઈ
એમ નહીં. એ જીવને પુદ્ગલની એ જ પર્યાય તે તે તેટલી ત્યાં રહેવાની હતી. આહા...હા...હા!
(શ્રોતાઃ) થોડો’ ક ટાઈમ જીવ રોકાઈ જાય એમ તો કહે છે... (ઉત્તરઃ) એ બધી વાતું. ઓલી નાથ,
નાથ આવે છે ને... બળદને નહીં (નાકમાં નાથે છે) નાથ! અહીંયાં કહે છે કે કોઈને લઈ જાય
ત્રણકાળમાં એમ બનતું નથી. આહા...હા! એ નાથ છે તે (બળદના) નાકને અડી નથી. જુદી જાત છે
ભાઈ! આહા...હા! અનંતકાળથી રખડે છે. દુઃખી ચોરાશીના અવતાર! સત્ને સમજ્યા વિના! વિપરીત
સમજે ને વિપરીત માને (તેઓ બધા) રખડી મરશે. આહા...હા...હા!
(અહીંયાં કહે છે કેઃ) “અને બીજો દેવત્વસ્વરૂપ ઉત્પન્ન થાય છે પરંતુ તે જીવને પુદ્ગલ તો
અવિનષ્ટ અને અનુત્પન્ન જ રહે છે.” જીવ તો જીવ તરીકે રહે છે. જીવ તો મનુષ્યપર્યાય (પણે) હતો
એ દેવપર્યાય (પણે) થ્યો. પરમાણુની જેમ આ દેહની મનુષ્ગ (શરીર રૂપની) પર્યાયપણે હતા, એ
પર્યાય બીજી થઈ ગઈ. (પણ પરમાણુ તો કાયમ રહ્યા જ છે.) આહા...હા! આ... ગજબ વાત છે!!
તે તે સમયે થાય, અને તે તે સમયે ઉત્પન્નને વિનષ્ટ સમાનજાતીય (દ્રવ્યપર્યાય

Page 340 of 540
PDF/HTML Page 349 of 549
single page version

ગાથા – ૧૦૩ પ્રવચનસાર પ્રવચનો ૩૪૦
કે અસમાનજાતીય (દ્રવ્યપર્યાય) પોતાને કારણે થાય છે. આહા... હા... હા... હા! આવી વાત છે!
ભઈ, અંતરંગનું કારણ આવ્યું નહોતું કાલ! “અંતરંગ-બહિરંગ કારણ” આવ્યું’ તું કે નહીં?
(શ્રોતાઃ) સમયસારમાં (ઉત્તરઃ) હેં, સમયસારમાં? એ આમાં - આમાં આવ્યું’ તું નહીં!
પ્રવચનસારમાં. એ આ રહ્યું લ્યો! આ પ્રવચનસાર જુઓ! (ગાથા-૧૦૨ ટીકામાં વચ્ચે છે) ‘તેમ
અંતરંગ અને બહિરંગ સાધનો વડે કરવામાં આવતા સંસ્કારની હાજરીમાં,’
(જે ઉત્તરપર્યાયની
જન્મક્ષણ હોય છે, તે જ પૂર્વપર્યાયની નાશક્ષણ હોય છે અને તે જે બન્ને કોટિમાં રહેલા દ્રવ્યપણાની
સ્થિતિક્ષણ હોય છે). છે? અંતરંગ ઈ. (કાર્ય થાય ત્યારે) ઈ તો બહિરંગ નિમિત્ત હોય છે તેનું જ્ઞાન
કરાવ્યું (છે.) પણ નિમિત્તથી કંઈ પણ એમાં થાય, એની પર્યાય, એનો ઉત્પાદ થાય ને સ્કંધ થાય,
નિમિત્ત આવીને (એ કાર્ય કર્યું એમ નથી). કુહાડો આવ્યો, કુહાડો! એનાથી આમ લાકડાને માર્યો,
માટે એનો કટકો (ફાડો) થ્યો. કહે છે કે લાકડાને કુહાડો અડયો જ નથી. ફકત ઈ લાકડાની જે
અવસ્થા પહેલી હતી, ઈ નાશ થઈને બીજી (ફાડાની) અવસ્થા થઈ, ઈ પોતાને કારણે થઈ છે.
(કુહાડાને કારણે નથી થઈ) ગાંડા કહે એવું છે! પાગલ જેવી વાતું લાગે! આવી તે કેવી રીત?
(વસ્તુસ્વરૂપની) (શ્રોતાઃ) ‘પરમાત્મપ્રકાશ’ માં એમ જ કહે છે...! (ઉત્તરઃ) કહે છે ને
‘પરમાત્મપ્રકાશ’ માં
‘પાગલ લોકો ધરમીને પણ પાગલ કહે એવી આ ચીજ (વસ્તુસ્વરૂપ) છે!
આહા... હા!
(કહે છે કેઃ) લ્યો, (આત્મા) કાંઈ કરી શકતો નથી, કરી શકતો નથી. (અમે) કાંઈ કરી
શકતા નથી તો પ્રરૂપણા શું કામ કરો છો? પણ કોણ કરે (પ્રરૂપણા) બાપુ! ઈ ભાષા જે કારણે
આવવાની હોય ઈ તે ત્યાં આવે. આહા... હા! એ આત્માનું કર્તવ્ય નથી બાપા! તને ખબર નથી!
આહા... હા... હા! ભાષા છે તે અનંત પરમાણુ નો સમાનજાતીય (દ્રવ્યપર્યાય) સ્કંધ છે. (વળી)
ભાષા અનંત પરમાણુનો સમાનજાતીય સ્કંધ છે. એ સ્કંધ પહેલાં, પહેલી જે વર્ગણાપર્યાય હતી, એનો
વ્યય થઈને ભાષાપણે (પર્યાય) થઈ, પરમાણુઓ કાયમ રહ્યા. ઈ આત્માએ ભાષા કરી છે કે આ
જીભ હલાવે છે આત્મા, એ વાતમાં કાંઈ માલ નથી. (એટલે કે તે વાત ખોટી છે.) હવે ત્યારે લોકો
એમ કહે છે કેઃ ભાઈ! ચાવી-ચાવીને ખાવું! પેટમાં કાંઈ દાંત નથી. એમ નથી કહેતા? (કહે છે ને...)
ચાવી-ચાવીને ખાવું! પેટમાં કાંઈ દાંત નથી. (વળી એમ કહે). (અહીંયાં કહે છે કેઃ) કોણ ચાવે?
અરે પ્રભુ! ગજબ વાત છે!! એ એ (મોઢામાં) દાંત જે હલે છે (ખાતી વખતે). સ્થિર હતાં એનું
હલવું-પહેલી પર્યાયનો વ્યય થ્યો અને હલવાની પર્યાયનો ઉત્પાદ થ્યો, દાંત રહ્યા કારણ કે એ
પરમાણુથી થ્યા છે. આત્માથી નહીં, જીભથી નહીં. આહા... હા! ભગવાનથી નહીં. આ તો સિદ્ધાંત છે
ને એક!! ભગવાન પરમાત્મા, ત્રિલોકનાથ તીર્થંકરદેવ બિરાજે છે, મહાવિદેહમાં બિરાજે છે. ત્યાં કુંદકુંદ
આચાર્ય ગ્યા’ તા. આઠ દિ’ રહ્યા’ તા. એ ન્યાંથી આવીને આ... શાસ્ત્રની રચના કરી. (શ્રોતાઃ)
આ દિવ્યજ્ઞાન ત્યાંથી લાવ્યા...!
(ઉત્તરઃ) હા... હા... આવી વાત! જૂના પંડિતો તો એમ કહે કે એક
દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે એમ માને તો તે દિગંબર જૈન નથી. ન કરે એમ માને ઈ, કરી

Page 341 of 540
PDF/HTML Page 350 of 549
single page version

ગાથા – ૧૦૩ પ્રવચનસાર પ્રવચનો ૩૪૧
(જ) શકે. અરે, ભગવાત! તું તરી પર્યાયમાં ઉત્પન્ન રહીને (તારામાં) તું કર. બીજા દ્રવ્ય છે એના
ઉત્પાદ-વ્યય એનામાં નથી? અને તેના દ્રવ્યને કારણે તે કાળે ઉત્પન્ન નથી? તે તે કાળે પર્યાયની
જન્મક્ષણ છે તેનો વ્યય થાય ને બીજી (નવી) પર્યાય થાય. અને (દ્રવ્યઆત્મા) કે પરમાણુ કાયમ
રહે. (એમાં બીજો શું કરે? આહા... હા... હા! આવું સાંભળ્‌યું નથી બધું લાડનૂમાં! કલકતામાં (કે)
વેપારમાં આહા... હા... હા! (શ્રોતાઃ) આખી નવી બનાવી છે (કોલેજ) (ઉત્તરઃ) નવી જ છે!
આહા... હા! ભગવાનનો પોકાર છે. તીર્થંકરદેવ, કેવળી જિનેશ્વરપ્રભુ! એનો પોકાર છે કે પરમાણુ ત્રણ
પરમાણુને ચાર પરમાણુ જયારે (સ્કંધરૂપે) થાય. તો ત્રણ પરમાણુની પર્યાયનો વ્યય થાય ને ચાર
પરમાણુ (રૂપે) પર્યાયનો ઉત્પાદ થાય, અને પરમાણુપણે કાયમ રહે. ત્યાં એ સમાનજાણીય
(દ્રવ્યપર્યાય) તો દાખલો (દીધો છે.) હવે આત્મા ને શરીર (એકસાથે દેખાય) એ અસમાનજાતીય
(દ્રવ્યપર્યાય) છે. આત્માની પર્યાય મનુષ્યની છે અત્યારે. દેવમાં જશે ત્યારે દેવની પર્યાય થશે. એ
સમયે-સમયે આની પર્યાય બદલે છે એ પૂર્વની પર્યાય વિનષ્ટ, નવી પર્યાયનું ઉત્પન્ન (થવું) આત્માનું
કાયમપણું છે. શરીરના પરમાણુઓની (પર્યાય) પણ સમાનજાતીયપણે, જે સમયે છે - જે એની
જન્મક્ષણ છે, એ ઉત્પન્ન થાય છે, તે જન્મક્ષણે બીજી પર્યાય (પૂર્વની પર્યાય) નાશ થાય છે. બીજી
(નવી) પર્યાયની જન્મક્ષણ પણ એ જ છે. આહા... હા... હા! (શ્રોતાઃ) આ શુભ ભાવ થ્યા અંદર
એનું કેમ છે?
(ઉત્તરઃ) એ બધું ભેગું બધું શુભભાવ. શુભભાવ પહેલો હોય બીજે સમયે વિનષ્ટ થઈ
જાય. અને પહેલાં પછી નવી (પર્યાય) ઉત્પન્ન થાય. ઈ વખતે શુભભાવ આત્માથી થયેલો છે. કર્મથી
નહીં. ભઈ કર્મ મોળાં પડયાં માટે શુભભાવ થ્યો, (એમ’ નથી) આહા... હા! આકરું કામ બાપા!
(શું કહે છે?) આ કેળવણી જુદી જાતની છે. આહા...! કોઈ દિ’ મળી નથી. અને દરકારે ય
કરી નથી. રળવું... ને બાયડી-છોકરાં હારે રમવું ને રાજી થાવું ને... આ ધૂળ! એ ઢોર જેવા અવતાર
છે બધા. આહા.. હા! આવો ધ્રુવ છે આત્મા!! કહે છે કે! પરનું એક પાંદડું (ય) હલાવી શકે નહીં.
આહા... હા! (ઝાડના) પાંદડાં હલે છે ને...! પવનથી નથી હલતાં એમ કહે છે. આહા...! ઈ ધજા છે
ને ધજા! ઈ પવનથી નથી હલતી (ફરફરતી) ઈ ધજા જે આમ છે ને આમ-આમ થાય છે (એમાં)
પૂર્વની પર્યાયનો વ્યય, નવીન પર્યાયનો ઉત્પાદ ને સમાનજાતીય પરમાણુઓનું ટકી રહેવું. એ પવનને
લઈને ધજા હલતી નથી (ફરફરતી નથી) માળે! આવી વાતું!
(શ્રોતાઃ) આ તો ભગવાન
બનાવવાની વાત છે...! (ઉત્તરઃ) હેં, ભગવાન બનાવવાની વાત છે. આહા.. હા! ભાઈ, ભગવાન જ
છો પ્રભુ! તું જ્ઞાતા-દ્રષ્ટા છો. ભગવાનનો અર્થ ઈ છે કે તું જ્ઞાતા-દ્રષ્ટા છો! ‘જ્ઞાતા–દ્રષ્ટા પોતાની
પર્યાયમાં પણ કરવું એ પણ નથી’ આહા... હા! એને પણ જાણવું-જાણે એમ છે. પરની પર્યાય તો
કરે ઈ ત્રણકાળમાં હોઈ શકે નહીં. આહા... હા! અમે આ કર્યું, થોડું અમે આ કર્યું. આટલા સુધારા
કર્યા... ને આટલી અમે વ્યવસ્થા કરી... ને અવ્યવસ્થા હતી તેની વ્યવસ્થા કરીને... દુકાને અમે હતા.
આહા... હા! અમારે કુંવરજીભાઈને એટલો (ગર્વ) હતો મેં આ કર્યું મેં કર્યું... આ કર્યું આહાહાહા! શું
છે આ કીધું? આટલું બધું. હું કર્યુંને મેં કર્યું, બીજાને દુકાન નો’ હાલી હોય નો’ આવડી હોય... એ
તો પુણ્યને લઈને

Page 342 of 540
PDF/HTML Page 351 of 549
single page version

ગાથા – ૧૦૩ પ્રવચનસાર પ્રવચનો ૩૪૨
થાય. પુણ્ય છે ઈ નિમિત્ત છે, તે નિમિત્તથી કહેવું (કહે પુણ્ય હોય તો થાય) આહા... હા... હા... હા!
(કહે છે કેઃ) એ તો સમાનજાતીયના પરમાણુઓ ત્યાં છે એની પર્યાયો ત્યાં થાય છે. પુણ્ય
(કર્મ) ના પરમાણુઓ સમાનજાતીયના છે એ નાથી આ બહારનું (કાર્ય) થાય છે એમે ય નહીં.
પુણ્યને લઈને પૈસા આવે છે એમ નહીં એમ કહે છે (અહીંયાં). આહા... હા! (અન્યક્ષેત્રથી) આમ
આવે એમ કે આમ આવે. બીજે છે તે આમ આવે છતાં પૈસાની પર્યાય જે હતી પૂર્વની તેનો વ્યય
થઈ, અને આ ઉત્પન્ન થઈ. પૈસાના પરમાણુ કાયમ રહ્યા, કર્મને લઈને નહીં (પણ) પરમાણુને લઈને
આમ થ્યું છે. આહા... હા! ભારે કામ! આ ઓલો (કહે છે ને) પાંગળો બનાવી દીધો આત્માને,
પાંગળો નથી બનાવ્યો, એની જ્ઞાતા-દ્રષ્ટાની શક્તિનો વિકાસ કર્યો છે! આહા... હા! ‘જાણનાર
દેખનાર પ્રભુ તું છો.’
બીજી વાત’ મૂકી દે! આહા... હા!
(કહે છે) પરનું હું કરી દઉં, બાયડીનું હું કરી દઉં... ‘અર્ધાંગના’ કહે બાયડીને! ધૂળે ય નથી
અર્ધાંગના, એનું શરીર જુદું ને એનો આત્મા જુદો! એના આત્માની ને શરીરની પર્યાય એનાથી થાય
છે. તારાથી થાય છે ન્યાં? આહા...હા...હા! થોડામાં કેટલું નાખ્યું!! આહા...હા!
(અહીંયાં કહે છે કેઃ) “તેમ બધાય અસમાનજાતીય દ્રવ્યપર્યાયો” પહેલા ઈ લીધું. પહેલામાં
સમાનજાતીયનું લીધું દાખલો (આપ્યો) પછી બધાય સમાનજાતીય દ્રવ્યને લઈ લીધું. આખી દુનિયાના
દ્રવ્યો - ચાર અરૂપી છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, જીવ અને બે (કાળ ને પુદ્ગલ) “તે
જીવ ને પુદ્ગલ તો અવિનષ્ટ અને અનુત્પન્ન જ રહે છે, “તેમ બધાય અસમાનજાતીય”
નારકીનું
શરીર ને નારકીનો જીવ, એ અસમાનજાતીય (દ્રવ્યપર્યાય) છે અને નારકીના શરીરનો એ જે સમયે
વ્યય થાય, તે જ સમયે શરીરના પરમાણુ બીજી રીતે પરિણમે અને શરીરનો ત્યાં વ્યય થાય, અને
મનુષ્યપણામાં આવે (તેમાં) ઓલાનો વ્યય થાય (નારકીગતિનો અને ઓલાનો ઉત્પાદ થાય
(મનુષ્યગતિનો). અંદર આત્મા તો કાયમ છે. કર્મને લઈને નર્કમાંથી (મનુષ્યમાં) આવ્યો એમ નહીં.
કર્મને લઈને નર્કમાં ગ્યો એ નહીં. કહે છે ને આને નર્ક આયુષ્ય બાંધ્યું છે ને એટલે કર્મ નર્કમાં લઈ
ગ્યા (આત્માને) એમ નથી. ઈ જીવની પર્યાયનો ઉત્પદ કાળ જ ઈ જાતનો આમ અંદર જવાનો છે.
એક-એક પૂર્વની પર્યાયનો વ્યય, નવીનો ઉત્પાદ, આત્માનું કાયમ રહેવું (છે.) આહા... હા! આવું બધું
કોણે કર્યું હશે કે આવું? ભગવાન કહે છે કે મેં કર્યું નથી. હું તો વાણી આવી’ તી, વાણી વાણીને
કારણે આવી છે.
(શ્રોતાઃ) કંઈ કરે નહીંને કહેવાય ભગવાન...! (ઉત્તરઃ) સર્વજ્ઞભગવાન કહે છે મેં
કાંઈ કર્યું નથી. વાણીને ય કરી નથી. કારણકે વાણીનો પર્યાય પહેલા નો’ તો. સમાનજાતીય
પરમાણુમાં. પછી ઉત્પન્ન થયો (પર્યાય) પરમાણુ કાયમ રહ્યા. ઈ તો ભાષાવર્ગણા ઊપજે છે. ઈ વાત
કીધી’ તી પાલીતાણે, પાલીતાણે ગ્યા ને રામવિજયજી હતા (શ્વેતાબંર) અરે, એમ ખોટી વાત છે
કેવળી ભાષા પહેલે સમયે ગ્રહે, બીજે સમયે છોડે, ઈ ગ્રહે ને છોડે? આહા... હા... હા!

Page 343 of 540
PDF/HTML Page 352 of 549
single page version

ગાથા – ૧૦૩ પ્રવચનસાર પ્રવચનો ૩૪૩
અરે... રે! આવી વાતો ભારે આ તો! અને એને માનનારા ય મળે!! જૂઠા અનાદિથી જૂઠું સેવ્યું
છે તે જૂઠાને મળે ને! આહા... હા! ઈ કરમને લઈને થાય એમ ઈ કહે છે. ઈ તો ચર્ચા થઈને જેઠાભાઈ
હારે. ખેડાવાળા જેઠાભાઈ! શ્વેતાબંર (હતા) પહેલા આંહી (નો) પરિચય, આવ્યા અમરેલી. રુચે નહીં,
ગોઠે નહી, એકદમ અજાણી વાત! પછી એને પરિચય કરતાં લાગ્યું કે વાત કંઈક બીજી લાગે છે. પછી એ
લોકોમાં પ્રશ્ન મૂકયા પચાસ. આનો ઉત્તર આપો જો ઠીક પડે તો આમાંથી નહીં નીકળું, ઉત્તર ક્યાંયથી
મળ્‌યો નહીં સરખો, છેવટે રામવિજયજી કહે કે મારી હારે ચર્ચા કરો. પછી કહે કે ચર્ચા કરીએ. પણ પહેલી
કબૂલાત કરો. રામવિજયજી કહે ‘કર્મથી વિકાર થાય’ પહેલી કબૂલાત કરો. આ કહે મારે માન્ય નથી.
(કહે છે કેઃ) વિકારી પર્યાય છે ઈ તો જીવની, જીવમાં અસ્તિત્વને લઈને થાય છે. આહા...
હા... હા! કર્મની પર્યાય છે ઈ કર્મમાં કર્મને લઈને થાય છે. જ્ઞાનાવરણીયની પર્યાય થાય છે ઈ કર્મની
- પરમાણુની પર્યાય, પહેલી હતી એનો વ્યય થઈને કર્મરૂપે થઈ, એને આત્માને લઈને આત્માએ
રાગદ્વેષ કર્યો, માટે તે જ્ઞાનાવરણીયની પર્યાય થઈ એમ નથી. માળું સારું! આમાં કેટલો’ ક ફેરફાર
કરવો? મીઠાલાલજી! આ તો બધું ગાંડું કહેવાય એવું છે. આહા... હા! હા! આજ આવ્યા? સંસારના
ડાહ્યા તે ગાંડા કહે એવું છે! આહા... હા! ભાઈ, મારગ જુદો બાપા! કેમ કે અનંત આત્માઓ ને
અનંત પરમાણુ છે. તે અનંતપણે ક્યારે રહી શકે? તે તે કાળના, પોતાના પરિણામમાં, પોતે રહે તો
રહે પણ બીજાઓને પરિણમાવી દ્યે અને બીજા આને પરિણમાવી દ્યે (તો તો) અનંત-અનંત, પૃથક
પૃથકપણે નહીં રહે. આહા... હા! હેં! આહા...! વીતરાગ મારગ અલૌકિક છે. બાપુ! એવું ક્યાંય છે
નહીં. પરમેશ્વર સિવાય આ વાત કોઈ ઠેકાણે છે નહીં. વાડામાં નથી અત્યારે, વાડાવાળાઓએ તો ઊંધું
માર્યું! દયા પાળો... ને વ્રત કરોને... અપવાસ કરો... ને ભક્તિ કરો... ને પૂજા કરો... આહા... હા!
(કહે છે) અહીંયાં તો પરમાત્માની પૂજા કરતાં, વાણી જે બોલાય તે પર્યાયની ઉત્પત્તિ ભાષા
(વર્ગણા) થી થઈ છે. ‘સ્વાહા’ એ ભાષાની પર્યાય થઈ છે આત્મથી નહીં. અને ચોખા ચડાવ્યા આમ
ભગવાનને, અર્ધ્ય ચડાવે ઈ આંગળીથી નહીં ને આત્માથી નહીં. આહા... હા! ચોખાથી પર્યાય, તે રીતે
પૂર્વની પર્યાયનો વ્યય થઈ ત્યાં ગયા ચોખા ઈ ઉતપાદને ચોખાના પરમાણુ કાયમ (ધ્રુવ) છે. ચોખાના
પરમાણુની પર્યાયથી એ ચોખા ગયા છે આત્માએ આમ મૂકયા માટે ગયા છે એમ નથી. આરે... આવી
વાતું હવે! કાને તો પડે! કે કાંઈક છે કાંઈક વાત આ છે એમ થાયને માણસને... આવું અત્યાર સુધી
માનીએ છીએ એના કરતાં કાંઈક બીજી વાત છે બાપુ!
(અહીંયાં કહે છે કેઃ) “તેમ બધાય અસમાનજાતીય દ્રવ્યપર્યાયો વિનષ્ટ થાય છે અને ઉત્પન્ન
થાય છે પરંતુ અસમાનજાતીય દ્રવ્યો તો અવિનષ્ટ અને અનુત્પન્ન જ રહે છે.” આ

Page 344 of 540
PDF/HTML Page 353 of 549
single page version

ગાથા – ૧૦૩ પ્રવચનસાર પ્રવચનો ૩૪૪
પ્રમાણે પોતાથી (અર્થાત્ દ્રવ્યપણે) ધ્રુવ.” છે ને? (પાઠમાં) દ્રવ્યને બે ઠેકાણે - બે અર્થ કરવા.
પછી નીચે છે (ફૂટનોટમાં) ‘દ્રવ્ય’ શબ્દ મુખ્યપણે બે અર્થમાં વપરાય છે (૧) એક તો,
સામાન્યવિશેષના પિંડને સામાન્ય ત્રિકાળ રહેવું અને પર્યાય વિશેષ, એ બે થઈને પણ દ્રવ્ય કહેવાય
છે. સામાન્યવિશેષનો પિંડને અર્થાત્ વસ્તુને દ્રવ્ય કહેવામાં આવે છે; જેમકે દ્રવ્ય ઉત્પાદવ્યયધ્રૌવ્યસ્વરૂપ
છે. ઈ રીતે દ્રવ્ય કહેવામાં આવે છે. (૨) બીજું, વસ્તુના સામાન્ય અંશને પણ દ્રવ્ય કહેવામાં આવે છે.
શું કીધું? ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય - ત્રણ થઈને એક એને પણ દ્રવ્ય કહેવામાં આવે છે અને એક ધ્રૌવ્ય છે
તેને પણ દ્રવ્ય કહેવાય ઈ નયની અપેક્ષાએ. આહા... હા! દ્રવ્ય કહેવામાં બે પ્રકાર છે ઉત્પાદ-વ્યય તો
છે. ઈ ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય ત્રણ મળીને પણ દ્રવ્ય કહેવામાં આવે છે. પ્રમાણનું (દ્રવ્ય). અને ઉત્પાદ-
વ્યય વિના એકલું ધ્રુવ ત્રિકાળી એનું લક્ષ કરાવવા ધ્રૌવ્યને પણ દ્રવ્ય કહે છે. એ નયનું દ્રવ્ય છે. અને
ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સહિત આખું પ્રમાણનું દ્રવ્ય છે. આ... રે... આહા...! પ્રમાણ શું ને નય શું?
વસ્તુસ્થિતિ એવી છે ભાઈ!
“આ પ્રમાણે પોતાથી (અર્થાત્ દ્રવ્યપણે) દ્રવ્યના બે અર્થ લીધા. લીધા ને? ધ્રુવ અને
દ્રવ્યપર્યાયો દ્વારા ઉત્પાદ વ્યય એવાં દ્રવ્યો ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય છે.” દરેક દ્રવ્ય, દરેક પદાર્થ ઉત્પાદ-
વ્યયને ધ્રૌવ્યસ્વરૂપ છે. એ રીતે દ્રવ્ય કહીએ અને ઉત્પાદ-વ્યય છોડીને ત્રિકાળીને પણ દ્રવ્ય કહીએ.
(એમ) ‘દ્રવ્ય’ કહેવામાં બે પ્રકાર છે.
વિશેષ કહેશે.....

Page 345 of 540
PDF/HTML Page 354 of 549
single page version

ગાથા – ૧૦૪ પ્રવચનસાર પ્રવચનો ૩૪પ
હવે દ્રવ્યનાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એક દ્રવ્યપર્યાય દ્વારા વિચારે છેઃ-
परिणमदि सयं दव्वं गुणदो य गुणंतंर सदविसिट्ठं ।
तम्हा गुणपज्जाया भणिया पुण दव्वमेव त्ति ।। १०४।।
परिणमति स्वयं द्रव्यं गुणतश्च गुणान्तरं सदविशिष्टम् ।
तस्माद्गुणपर्याया भणिताः पुनः द्रव्यमेवेति ।। १०४।।
અવિશિષ્ટસત્ત્વ સ્વયં દરવ ગુણથી ગુણાંતર પરિણમે,
તેથી વળી દ્રવ્ય જ કહ્યા છે સર્વ ગુણપર્યાયને. ૧૦૪.
ગાથા – ૧૦૪.
અન્વયાર્થઃ– (सदविशिष्टं) સત્તા-અપેક્ષાએ અવિશિષ્ટપણે, (द्रव्यं स्वय) દ્રવ્ય પોતે જ
(गुणतः च गुणान्तरं) ગુણમાંથી ગુણાંતરે (परिणमति) પરિણમે છે (અર્થાત્ દ્રવ્ય પોતે જ એક
ગુણપર્યાયમાંથી અન્ય ગુણપર્યાયે પરિણમે છે અને તેની સત્તા ગુણપર્યાયોની સત્તા સાથે અવિશિષ્ટ -
અભિન્ન - એક જ રહે છે.) (
तस्मात् पुनः) તેથી વળી (गुणपर्यायाः) ગુણપર્યાયો (द्रव्यम् एव इति
भणिताः) દ્રવ્ય જ કહેવામાં આવે છે.
ટીકાઃ– ગુણપર્યાયો એકદ્રવ્યપર્યાયો છે, કારણ કે ગુણપર્યાયોને એકદ્રવ્યપણું છે (અર્થાત્
ગુણપર્યાયો એકદ્રવ્યના પર્યાયો છે કારણ કે તેઓ એક જ દ્રવ્ય છે - ભિન્ન ભિન્ન દ્રવ્યો નથી.) તેમનું
એકદ્રવ્યપણું આમ્રફળની માફક છે. (તે આ પ્રમાણેઃ) જેમ આમ્રફળ પોતે જ હરિતભાવમાંથી પીતભાવે
પરિણમતું થકું, પહેલાં અને પછી પ્રવર્તતા એવા
હરિતભાવ અને પીતભાવ વડે પોતાની સત્તા
અનુભવતું હોવાને લીધે, હરિતભાવ અને પીતભાવની સાથે અવિશિષ્ટ સત્તાવાળું હોવાથી એક જ
વસ્તુ છે, અન્ય વસ્તુ નથી; તેમ દ્રવ્ય પોતે જ પૂર્વ અવસ્થાએ અવસ્થિત ગુણમાંથી ઉત્તર અવસ્થાએ
અવસ્થિત ગુણે પરિણમતું થકું, પૂર્વ અને ઉત્તર અવસ્થાએ અવસ્થિત
----------------------------------------------------------------------
૧. હરિણભાવ - લીલો ભાવ; લીલી અવસ્થા; લીલાપણું.
૨. પીતભાવ - પીળો ભાવ; પીળી દશા; પીળાપણું (પહેલાં કેરીની લીલી અવસ્થા હોય છે પછી પીળી થાય છે.)
૩. અવિશિષ્ટ સત્તાવાળું - અભિન્ન સત્તાવાળું; એક જ સત્તાવાળું. (કેરીની સત્તા લીલા તથા પીળા ભાવની સત્તાથી અભિન્ન છે, તેથી
કેરી અને લીલો ભાવ તથા પીળો ભાવ એક જ વસ્તુઓ છે, ભિન્ન વસ્તુઓ નથી.
૪. પૂર્વ અવસ્થાએ અવસ્થિત - ગુણ પહેલાંની અવસ્થામાં રહેલો ગુણ; ગુણતો પૂર્વ પર્યાય, પૂર્વ ગુણપર્યાય.

Page 346 of 540
PDF/HTML Page 355 of 549
single page version

ગાથા – ૧૦૪ પ્રવચનસાર પ્રવચનો ૩૪૬
તે ગુણો વડે પોતાની સત્તા અનુભવતું હોવાને લીધે, પૂર્વ અને ઉત્તર અવસ્થાએ અવસ્થિત ગુણો સાથે
અવિશિષ્ટસત્તાવાળું હોવાથી એક જ દ્રવ્ય છે, દ્રવ્યાંતર નથી. (કેરીના દ્રષ્ટાંતની જેમ, દ્રવ્ય પોતે જ
ગુણના પૂર્વપર્યાયમાંથી ઉત્તરપર્યાયે પરિણમતું થકું, પૂર્વ અને ઉત્તર ગુણપર્યાયો વડે પોતાની હયાતી
અનુભવતું હોવાને લીધે, પૂર્વ અને ઉત્તર ગુણપર્યાયો સાથે અભિન્ન હયાતી હોવાથી એક જ દ્રવ્ય છે,
દ્રવ્યાંતર નથી; અર્થાત્ તે તે ગુણપર્યાયો અને દ્રવ્ય એક જ દ્રવ્યરૂપ છે, ભિન્ન ભિન્ન દ્રવ્યો નથી.)
વળી જેમ પીતભાવે ઊપજતું, હરિતભાવથી નષ્ટ થતું અને આમ્રફળપણે ટકતું હોવાથી,
આમ્રફળ એક વસ્તુના પર્યાય દ્વારા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે, તેમ ઉત્તર અવસ્થાએ અવસ્થિત ગુણે
ઊપજતું, પૂર્વ અવસ્થાએ અવસ્થિત ગુણથી નષ્ટ થતું અને દ્રવ્યત્વગુણે ટકતું હોવાથી, દ્રવ્ય
એકદ્રવ્યપર્યાય દ્વારા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે.
ભાવાર્થઃ– આના પહેલાંની ગાથામાં દ્રવ્યપર્યાય દ્વારા (અનેક દ્રવ્યપર્યાય દ્વારા) દ્રવ્યનાં ઉત્પાદ-
વ્યય-ધ્રૌવ્ય બતાવવામાં આવ્યાં હતાં. આ ગાથામાં ગુણપર્યાય દ્વારા (એક દ્રવ્યપર્યાય દ્વારા) દ્રવ્યનાં
ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય બતાવ્યાં છે. ૧૦૪.