Pravachansar Pravachano (Gujarati). Date: 30-05-1979; Gatha: 94.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 5 of 44

 

Page 39 of 540
PDF/HTML Page 48 of 549
single page version

ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૩૯
પ્રવચનઃ ૩૦–પ–૭૯.
‘પ્રવચનસાર’ ૯૩ ગાથા. (આપણે આવ્યું છે ત્યાં સુધી (શ્રોતાઃ) કપડાનો દાખલો. ત્યાં સુધી
આવ્યું. (ગુરુદેવઃ) પૂરો થઈ ગયો...? ક્યાં સુધી આવ્યું છે...? “આયતસામાન્યસમુદાય– જેનું નામ
‘દ્રવ્ય’ છે તે –ગુણોથી રચાતો થકો ગુણોથી જુદો અપ્રાપ્ત હોવાથી ગુણાત્મક જ છે.”
- શું કહ્યું...? કે
પટમાં વિસ્તારસામાન્યસમુદાય અને દોડતા (આયતસામાન્યસમુદાય) વડે રચિત છે (રચાય છે) એ
ગુણોથી અપૃથક હોવાથી ગુણાત્મક છે. એ રીતે (સમસ્ત) પદાર્થ- પદાર્થોમાં અવસ્થાયી
વિસ્તારસામાન્યસમુદાય (એટલે) ગુણો. અને દોડતો સમૂહ પર્યાય (આયતસામાન્યસમુદાય) જેનું
નામ ‘દ્રવ્ય’ છે. (દ્રવ્ય) ગુણોથી રચાતો થકો ગુણોથી જુદો અપ્રાપ્ત હોવાથી ગુણાત્મક જ છે. દ્રવ્ય છે
તે ગુણોથી પૃથક્ નથી, અપૃથક્ છે. દ્રવ્યથી ગુણ જુદા પ્રાપ્ત નથી થતા. તે કારણથી (દ્રવ્ય) ગુણાત્મક
છે. એ ગુણસ્વરૂપી જ દ્રવ્ય છે એમ કહેવામાં આવે છે. ઝીણી વાત બહુ...! આત્મામાં ગુણો જે છે તેને
ગુણાત્મક કહેવામાં આવે છે, પણ તે ગુણો દ્રવ્ય જ છે. દ્રવ્યથી કોઈ ગુણ પૃથક્ નથી. તો દ્રવ્યને
ગુણાત્મક પણ કહેવામાં આવે છે. ઝીણી વાત બહુ...!
“વળી જેમ અનેકપટાત્મક (–એકથી વધારે
વસ્ત્રોના બનેલા) ‘દ્વિપટિક, ત્રિપટિક એવા સમાનજાતીય દ્રવ્યપર્યાય છે, તેમ અનેક – પુદ્ગલાત્મક
દ્વિ – અણુક, ત્રિ–અણુક એવા અસમાનજાતીય દ્રવ્યપર્યાય છે.”
- એ દ્રવ્યપર્યાય છે. બે પરમાણુ,
ત્રણ પરમાણુ, ચાર પરમાણુ આદિ (અનંત પરમાણુ) એને એક સાથે ગણીને દ્રવ્યપર્યાય (કહેવાય)
છે. એને સમાનજાતીય (દ્રવ્યપર્યાય) કહીને..! “અને જેમ અનેક રેશમી અને સુતરાઉ પટોના બનેલા
દ્વિપટિક, ત્રિપટિક એવા અસમાનજાતીય દ્રવ્યપર્યાય છે.”
- એક રેશમી કપડું છે અને એક સુતર
(સુતરાઉ) છે. ભિન્ન-ભિન્ન જાત છે. તો તે રેશમી અને સુતરાઉ પટોના બનેલા દ્વિપટિક, ત્રિપટિક
એવા અસમાનજાતીય દ્રવ્યપર્યાય છે. રેશમી અને સુતરાઉ (એ બે તાકા સાંધીને બનાવેલું વસ્ત્ર) તે
અસમાનજાતીય દ્રવ્યપર્યાય છે.
“તેમ અનેક જીવપુદ્ગલાત્મક દેવ, મનુષ્ય એવા અસમાનજાતીય
દ્રવ્યપર્યાય છે.” આહા...હા...! જુઓ...! એ પ્રમાણે અનેક જીવપુદ્ગલાત્મક (એટલે) શરીર અને
જીવનું અહીંયાં (ભિન્ન) પણું બતાવવું છે. (બન્ને) અસમાનજાતીય (છે) તે બતાવવું છે. આત્મા અને
આત્મા એ સમાનજાતીય (છે) એ અહીંયાં બતાવવું નથી. પુદ્ગલ પુદ્ગલ (એકઠા) એકસાથે રહે તે
સમાનજાતીય છે, તે (અહીંયાં) બતાવવું નથી. (પણ) આત્મા અને પુદ્ગલ એ (બન્ને) એક સાથે
રહે છે તે અસમાનજાતીય દ્રવ્યપર્યાય છે તે અહીંયા બતાવવું છે..! કેમ કે અસમાનજાતીય
દ્રવ્યપર્યાયમાં (એકપણાની) જેની દ્રષ્ટિ છે તે મૂઢ છે. પોતાનો દ્રવ્યસ્વભાવ એનાથી (પુદ્ગલથી -
શરીરથી) ભિન્ન છે એવી તેને દ્રષ્ટિ (અભિપ્રાય) નથી. અસમાનજાતિય (એટલે) જીવ અને પુદ્ગલ-
આ શરીર એક સાથે દેખાય છે, તે અસમાનજાતીય (દ્રવ્યપર્યાય) છે. અનાદિથી (અજ્ઞાનીની) દ્રષ્ટિ
અસમાનજાતીય ઉપર છે. તે (મિથ્યા) દ્રષ્ટિના કારણે, પોતાનો ત્રિકાળી સ્વભાવ જે છે તે ભૂલી ગયો
છે તેથી તેને અસમાનજાતીય (દ્રવ્ય પર્યાય) માં એકત્વબુદ્ધિ છે, એ બધી અવિદ્યા - મિથ્યાત્વનું મૂળ
છે. (એ) દ્રવ્યપર્યાય (ની વાત થઈ).
“વળી જેમ ક્યારેક પટમાં પોતાના સ્થૂલ અગુરુલઘુગુણ
---------------------------------------------------------------------------------------------
૧. દ્વિપટિક= બે તાકા સાંધીને બનાવેલું વસ્ત્ર. (બન્ને તાકા એક જ જાતના હોય તો સમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવાય અને જો બે તાકા
ભિન્ન જાતિના (જેમ-કે એક રેશમી અને બીજો સુતરાઉ) હોય તો અસમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવાય.

Page 40 of 540
PDF/HTML Page 49 of 549
single page version

ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૪૦
દ્વારા કાળક્રમે પ્રવર્તતા અનેક પ્રકારો રૂપે પરિણમવાને લીધે અનેકપણાની પ્રતિપત્તિ તે ગુણાત્મક
સ્વભાવપર્યાય છે.”
- અગુરુલઘુગુણની પર્યાય ગુણાત્મક સ્વભાવ છે. સર્વ દ્રવ્યોની કારણ કે
અગરુલઘુગુણ બધા (દ્રવ્યોમાં) છે. અગુરુલઘુગુણની પર્યાયને અહીંયા સ્વભાવપર્યાય - ગુણોની
સ્વભાવપર્યાય કહેવામાં આવેલ છે.
“તેમ સમસ્ત દ્રવ્યોમાં પોતપોતાના સૂક્ષ્મ અગુરુલઘુગુણ દ્વારા
પ્રતિસમય પ્રગટતી ષટ્સ્થાનપતિત હાનિવૃદ્ધિરૂપ અનેકપણાની અનુભૂતિ તે ગુણાત્મકસ્વભાવ–
પર્યાય છે.”
- હવે ગુણની વિભાવપર્યાય કહે છેઃ-
“અને જેમ પટમાં, રૂપાદિકને સ્વ– પરના કારણે પ્રવર્તતી” - વસ્ત્રમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ
(આદિ ગુણો) તેમાં નિમિત્ત પર (છે) ઉપાદાન સ્વ પોતાનું છે એ પ્રવર્તમાન પૂર્વ - ઉત્તર અવસ્થામાં
થતા તારતમ્યને લીધે - “પૂર્વોત્તર અવસ્થામાં થતા તારતમ્યને લીધે જોવામાં આવતા
સ્વભાવવિશેષોરૂપ અનેકપણાની આપત્તિ તે ગુણાત્મક વિભાવપર્યાય છે.”
પહેલી ગુણાત્મક
સ્વભાવપર્યાય અગુરુલઘુગુણની (જે છે) તેને કહી છે. (વાસ્તવમાં એમ કહ્યું) સ્વભાવવિશેષોરૂપ
હોવાથી એ વિભાવપર્યાય કહી, અસલમાં એમ કહ્યું કે જે દ્રવ્ય છે તે દ્રવ્ય વિસ્તારસામાન્યગુણ અને
આયતસામાન્યસમુદાય - પર્યાય (બન્નેનું એકરૂપ) તે દ્રવ્ય છે. (તેમાં) ગુણો જે છે તે દ્રવ્યના આશ્રયે
રહે છે માટે તેને ગુણાત્મક કહે છે. અને પર્યાય, દ્રવ્ય-ગુણથી ઉત્પન્ન થાય છે માટે તેને પર્યાય કહેછે.
પરના કારણે કોઈ પર્યાય (કોઈ દ્રવ્યની) ઉત્પન્ન થતી નથી. દરેક પદાર્થમાં પોતાનું દ્રવ્ય કાયમ
રહેવાવાળું - સામાન્ય ગુણ - અને વિશેષ પર્યાયોનો પિંડ (સામાન્ય - વિશેષનું એકરૂપ) તે દ્રવ્ય
(છે) અને સામાન્ય (એટલે) જે વિસ્તારસામાન્યસમુદાય - ગુણો (છે) અને તે દ્રવ્ય - ગુણથી
ઉત્પન્ન થાય છે તે વિશેષ (એટલે) પર્યાય છે. અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યની પર્યાય કદી ઉત્પન્ન થાય
એમ ત્રણ કાળમાં બનતું નથી..! (દ્રવ્યોની વસ્તુસ્થિતિ આ છે.) આ...હા...હા...! સમજવાનું આ
(વસ્તુસ્વરૂપ) છે. કર્મથી આત્મામાં વિકાર થાય છે. એમ ક્યારેય નથી. અને વિકાર થયો છે તેથી
(જીવને) કર્મબંધન થયું છે એમ નથી. કર્મબંધનથી પર્યાય, પોતાના સમાનજાતીયપરમાણુના કારણે,
કર્મબંધની પર્યાય ઉત્પન્ન થઈ છે. (જીવમાં) રાગ છે, રાગ થયો (તે કારણે) કર્મમાં (દ્રવ્ય કર્મમાં) એ
પર્યાય ઉત્પન્ન થઈ એમ છે નહીં.
(શ્રોતાઃ) નિમિત્ત તો ખરું ને...! (ઉત્તરઃ) નિમિત્ત...! પણ નિમિત્ત
કંઈ કરે નહીં, આહા.... નિમિત્ત કરે એ અજ્ઞાનીની.. (માન્યતા)...! પોતાની દ્રવ્યપર્યાય (પોતાના દ્રવ્ય
- ગુણથી ઉત્પન્ન થાય છે)
“તેમ સમસ્ત દ્રવ્યોમાં, રૂપાદિકને કે જ્ઞાનાદિકને સ્વ–પરના કારણે
પ્રવર્તતી પૂર્વોત્તર અવસ્થામાં થતા તારતમ્યને લીધે જાવામાં આવતા સ્વભાવવિશેષો રૂપ
અનેકપણાની આપત્તિ તે ગુણાત્મક વિભાવપર્યાય છે.
અહીંયાં એમ લીધું છે કેઃ જે દ્રવ્ય છે (તે)
ગુણ-પર્યાયનો પિંડ (છે) એમાં દ્રવ્યપર્યાય બે પ્રકારની (કહી છે) એક સ્વભાવિક દ્રવ્યપર્યાય, એક
વિભાવિક ગુણપર્યાય. સ્વાભાવિક દ્રવ્યપર્યાય તો પોતાના દ્રવ્ય-ગુણથી ઉત્પન્ન થાય છે તે
સ્વભાવપર્યાય અથવા અગુરુલઘુગુણના કારણે ઉત્પન્ન થાય છે તે સ્વભાવપર્યાય (છે). અને
અગુરુલઘુસ્વભાવ સિવાય (જે પર્યાય ઉત્પન્ન થાય) તે વિભાવર્પાય (છે). જેમ કપડાના પરમાણુમાં
વર્ણ, ગંધ, સ્પર્શ (આદિ ગુણ છે). તો રૂપાદિકની તારતમ્યતા-હીનાધિકતા થાય છે (તેમાં ઉપાદાન
પરમાણુના ગુણ છે) નિમિત્ત

Page 41 of 540
PDF/HTML Page 50 of 549
single page version

ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૪૧
બીજી ચીજ છે તો તે વિભાવપર્યાય (છે), એવી રીતે આત્મામાં જે ગુણો છે તેમાં વિકારનું નિમિત્ત
થતાં વિભાવપર્યાય થાય છે તે ગુણની વિભાવપર્યાય (છે), દ્રવ્યપર્યાય નહીં... આહા...હા...! આવું
છે...! યાદ રાખવું પડશે... સાર આવશે ૯૪ (ગાથા) માં. આહા...હા...! સમજાણું કાંઈ...?
(કહે છે કેઃ) “ખરેખર આ, સર્વ પદાર્થોના દ્રવ્યગુણપર્યાયસ્વભાવની પ્રકાશક પારમેશ્વરી
(પરમેશ્વરે કહેલી) વ્યવસ્થા ભલી – ઉત્તમ – પૂર્ણ યોગ્ય છે, બીજી કોઇ નહીં” - આહા....! ભગવાને
કહ્યું...! સર્વજ્ઞ પરમેશ્વરે, ત્રિલોકનાથ વીતરાગદેવે આવી દ્રવ્યગુણપર્યાયની પ્રકાશક, પારમેશ્વરી વ્યવસ્થા
(અર્થાત્) પરમેશ્વરે કહી છે એવી ચીજ (વસ્તુસ્થિતિ) છે. ભગવાન ત્રિલોકનાથે (જે વ્યવસ્થા) કહી કે
આ દ્રવ્યગુણપર્યાય (સ્વરૂપ દ્રવ્ય છે). દરેક દ્રવ્યગુણપર્યાય પોતાનામાં છે. અહીંયાં (આ ગાથામાં) જે
દ્રવ્યપર્યાય લીધી તે બીજા દ્રવ્યના સંબંધવાળી પર્યાય (સાથે ગણીને) દ્રવ્યપર્યાય લીધી. અને ગુણપર્યાય
લીધી તો પોતાના અગુરુલઘુસ્વભાવની પર્યાય તે ગુણપર્યાય (કહી) પણ રૂપાદિક, ગંધાદિક (ની)
પર્યાયમાં નિમિત્તથી (કારણ ગણીને) વિભાવ થાય છે તેને ગુણવિભાવપર્યાય કહે છે. આવું છે...!
આહા...હા...! “વાસ્તવમાં આ સર્વ પદાર્થોના દ્રવ્યગુણનો પર્યાય સ્વભાવની પ્રકાશક પારમેશ્વરી
વ્યવસ્થા” - ભગવાને કહેલી (આ સર્વ પદાર્થોની) વ્યવસ્થા છે. અત્યારે તો એવું (અજ્ઞાન) પણ
ચાલે છે કે શરીર ચાલે છે તો આત્મા છે તો શરીર ચાલે છે. આત્મા છે તો (ત્યાં) ભાષા નીકળે છે.
(એટલે આત્મા શરીરની ક્રિયા ને વાણીની ક્રિયા કરે છે) એ બધું જૂઠું છે, મિથ્યાત્વ છે. ભાષાની
પર્યાય જે ઉત્પન્ન થાય છે તે તેના પરમાણુના દ્રવ્ય ગુણથી ઊઠે છે. અને શરીરની આ હલન - ચલન
પર્યાય છે. એ એના પરમાણુદ્રવ્ય - ગુણ છે, એનાથી આ હલન- ચલન પર્યાય ઉત્પન્ન થાય છે,
આત્માથી નહી, (જુઓ) આ એક કપડું છે તે અહીંથી ઉઠાવીને અહીં આવ્યું તે તેના દ્રવ્યગુણથી તે
પર્યાય થઇ છે તે આંગળીથી કે આત્માથી નહીં. એમાં (કપડામાં) જેટલી પર્યાયો થઈ તે કોના કારણે
થઈ...? આંગળીથી (થઈ)...? આત્માથી (થઈ)...? તો કહે છે, ના.. તે (પર્યાયો) તેના દ્રવ્ય અને
ગુણથી થઈ છે. આહા...હા...!
(શ્રોતાઃ) કેશ લોચ કોણ કરે છે...? (ઉત્તરઃ) લોચ કોણ કરે...? લોચ
જે થાય છે એ વાળને આંગળી સ્પર્શ પણ કરતી નથી. એ વાળની પર્યાય પોતાથી (પોતાના દ્રવ્ય-
ગુણથી) વાળને નીકળવા સમયે, માથામાંથી નીકળવાની યોગ્યતાથી નીકળે છે. આંગળીથી નહી,
આત્માથી નહીં, ઈચ્છાથી નહીં, લોચ (મુનિને હોય છે ને...!) એક- એક પદાર્થની પોતે પોતાના
દ્રવ્ય-ગુણથી પર્યાય સમય-સમયે થાય છે. આ સિદ્ધાંત લેવાનો છે. (સમજવાનો છે) કોઈ પણ દ્રવ્ય-
ગુણની પર્યાય, તે બીજા દ્રવ્ય- ગુણથી ઉત્પન્ન થાય છે એમ નથી. આહા... હા.
(શ્રોતાઃ) તો કોઈ
કોઈને મદદ કરી શકે નહીં? (ઉત્તરઃ) કોઈ કોઈને મદદ કરી શકે નહીં અને નુકસાન (પણ) કરી શકે
નહીં. (શ્રોતાઃ) તો સંસાર કેમ ચાલશે? (ઉત્તરઃ) સંસાર ચાલશે. (મિથ્યા પોતાની માન્યતાથી સંસાર
ચાલશે. હું કર્તા છુ. પરની પર્યાય હું કરું છુ, શરીરની પર્યાય હું કરું છું, ભાષાની - કપડાની (પર્યાય)
હું કરું છું. આ ટોપી છે, તે (કપડાની) પર્યાય છે. તે એના દ્રવ્ય-ગુણથી (ટોપી) થઈ છે. (દરજીના)
આત્માથી નહીં, અને (માથા ઉપર) ટોપી છે તે માથાના આધારે છે એમ (પણ નથી.
(શ્રોતાઃ)
ટોપી કરી કોણે? (ઉત્તરઃ) ટોપી એના દ્રવ્ય - ગુણથી થઈ છે. (શ્રોતાઃ) દરજીએ કરી નથી?
(ઉત્તરઃ) દરજીએ કરી નથી. આહા...હા..!

Page 42 of 540
PDF/HTML Page 51 of 549
single page version

ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૪૨
(સર્વજ્ઞ ભગવાનનું તત્ત્વજ્ઞાન) જગતથી ઊંધું છે બાપા! (શ્રોતાઃ) પૈસા આપવા પડે છે ને...!
(ઉત્તરઃ) પૈસા કોણ આપે...? પૈસા તે તો પમાણુની પર્યાય (છે). એક જગાએથી બીજે જાય તે તેની
(પરમાણુની) પર્યાય છે. તે તેના દ્રવ્ય-ગુણથી થાય છે. (તે) જાય છે, આપનાર હાથ છે માટે જાય
છે? એમ પણ નથી (પરમાણુની યોગ્યતાથી જાય છે).
(શ્રોતાઃ) દરજી વગર ટોપી થઈ...?!
(ઉત્તરઃ)ઃ દરજી કોણ? દરજીના આત્માની પર્યાય, તેમાં જે (ટોપી બનાવવાના) રાગાદિ થયા તે
તેના દ્રવ્ય-ગુણથી થયા છે, અને કપડાની (ટોપીરૂપ) પર્યાય થઈ તે તેના દ્રવ્ય-ગુણથી થઈ છે. (કોઈ
કોઈનો કોઈ કર્તા નથી). (આ) દાગીના - ઝવેરાત (ઘરેણાં) કુંડલ, કડાં સોનેથી થયા નથી, કુંડલ,
કડાં થયા તે તેના (સોનાના) દ્રવ્ય - ગુણથી થયા છે. આહા... હા! આવી વાત છે. (ઘરેણાં)
હથોડાથી, એરણથી પણ થયા નથી. આવી વાત છે.
અહીંયાં એ કહે છેઃ પારમેશ્વરી વ્યવસ્થા-પ્રત્યેક દ્રવ્યને પ્રત્યેક ગુણ - પોતાનામાં છે એ
કારણથી એ સમયમાં (જે) પર્યાય (ઉત્પન્ન થાય છે) - દ્રવ્યાત્મ કહો કે ગુણપર્યાય કહો. પણ પોતાના
દ્રવ્ય-ગુણથી થાય છે. પરથી બિલકુલ નહીં. આહા... હા! લોકોને આ (વસ્તુસ્થિતિ સમજવી કઠણ પડે
છે!)
(શ્રોતાઃ) સંસારીને શાક-ભાજી લાવવા...ને! (ઉત્તરઃ) શાક કોણ લાવે ને... કોણ દેવ? દૂધી જે
(આવી) છે. તે પૈસાથી શાક આવ્યું નથી, પોતાના હાથથી આવ્યું નથી. (પણ) દૂધીના જે પરમાણુ
છે તેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ (ગુણ છે) તે ગુણથી દૂધીની પર્યાય થઈ છે. તો એ (દૂધીના
પરમાણું) ની પર્યાયથી એ અહીં આવી છે. આવી વાત, જગતથી ઊંધી છે! અને જે (દૂધીનું શાક)
પાકે છે તે અગ્નિથી નહીં, પાણીથી નહીં. શાકના જે પરમાણુ છે તેના દ્રવ્ય - ગુણથી તેની (શાકની)
પાકવાની પર્યાય થઈ છે. અગ્નિથી, પાણીથી, સ્ત્રથી બિલકુલ નથી થઈ. આવી પદાર્થ વ્યવસ્થા
(સર્વજ્ઞ) ભગવાનના મુખથી આવી છે. આહા! (ગળે ઉતારવું) આકરું કામ છે. પ્રભુએ કહ્યુંઃ પદાર્થ
અનંત છે, અનંત છે. (એ) અનંત અનંતપણે ક્યારે રહે? કેઃ પોતાના કારણથી દ્રવ્ય-ગુણપર્યાય હોય
તો અનંત અનંતપણે રહે. બીજાને કારણે પોતાની પર્યાય થાય, તો પર્યાય વિનાનું પોતાનું દ્રવ્ય થઈ
ગયું (અથવા બીજાનું થઈ ગયું) તો દ્રવ્ય-ગુણ-પર્યાય યથાર્થમાં રહ્યા નહીં. પરના કારણે કોઈ (પણ
દ્રવ્યની) પર્યાય થાય તો પર્યાય વિનાનું દ્રવ્ય થઈ ગયું. પરથી પર્યાય થઈ? (શ્રોતાઃ) નિમિત્તથી તો
થાય ને...?
(ઉત્તરઃ) બિલકુલ નહીં. નિમિત્ત હો! પણ નિમિત્તથી થતું નથી. નિમિત્ત છે ખરૂં, પણ
નિમિત્તથી પરમાં પર્યાય થાય છે એમ ત્રણ કાળમાં નથી. હવે આવી વાતું છે! પ્રભુના ઘરની બાપા!
આ “જ્ઞેય અધિકાર” છે ને..! જ્ઞેય અધિકાર છે, જેટલાં જ્ઞેય છે તે પ્રત્યેક જ્ઞેય, સ્વતંત્ર,
પોતાનું દ્રવ્ય સ્વતંત્ર, ગુણ સ્વતંત્ર, અને સમયે-સમયે જે પર્યાય થાય છે દ્રવ્ય-ગુણથી તે સ્વતંત્ર
(ઉત્પન્ન) થાય છે. પરના કારણે, પરની પર્યાય થાય એ ત્રણ કાળમાં વીતરાગમાર્ગમાં નહીં...આહા...
હા...! આવું (આકરું) કામ છે..! (શ્રોતાઃ) અહીંયા તો સ્વ-પરના કારણે કહ્યું ને...! (ઉત્તરઃ)
તો (આત્મા) દ્રષ્ટા છે. નિમિત્તથી કથન કર્યું. વિભાવિક પર્યાય માટે (કથન કર્યું છે). (શ્રોતાઃ) અહીં
સ્વ-પર કારણ કહ્યું છે ને...? (ઉત્તરઃ) એ વિભાવિકપર્યાય છે. માટે સ્વ ઉપાદાન છે તો થવાવાળું
થશે જ. ત્યાં નિમિત્ત બીજી ચીજ છે માટે વિભાવ કહેવામાં આવ્યો છે બસ! સ્વ-ઉપાદાન પોતાની
પર્યાય છે. પોતાની પર્યાયથી ક્રમબદ્ધમાં, દ્રવ્યની પર્યાય, થવાવાળી થઈ ત્યાં બીજી ચીજ નિમિત્ત છે તો
સ્વ-પરથી છે તેમ કહેવામાં આવ્યું છે.

Page 43 of 540
PDF/HTML Page 52 of 549
single page version

ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૪૩
(ક્રમબદ્ધ પર્યાય) થઈ છે તો પોતાથી જ થઈ છે, નિમિત્ત તો સાથમાં ઉપસ્થિત છે. એ નિમિત્તથી
પર્યાય પણ પોતાના - (નિમિત્તના) દ્રવ્ય-ગુણથી એ પર્યાય થઈ છે. નિમિત્ત (એટલે) નિમિત્ત દ્રવ્ય
જે છે તો પોતાના દ્રવ્ય- ગુણથી પોતાની પર્યાય થઈ છે.
જુઓ...! આ લાકડી છે. લાકડી આમ (થી) આમ ચાલે છે. તો એના (લાકડીના પરમાણુ)
ના દ્રવ્ય-ગુણને કારણે એની પર્યાય થાય છે. આ આંગળીઓથી નહીં અને આંગળીને આધારે એ
(લાકડી) રહી છે એમ નહીં. એમાં પર્યાયના ષટ્કારક છે. જડની પર્યાય હો કે ચેતનની પર્યાય હો,
દરેકની પર્યાયમાં ષટ્કારક છે. ષટ્કારક એટલે શું..?
[કર્તાઃ જે સ્વતંત્રતાથી પોતાના પરિણામ કરે તે
કર્તા છે. કર્મ (કાર્ય) કર્તા જે પરિણામને પ્રાપ્ત કરે છે તે પરિણામ તેનું કર્મ છે. કરણઃ તે પરિણામના
સાધકતમ અર્થાત્ ઉત્કૃષ્ટ સાધનને કરણ કહે છે. સંપ્રદાનઃ કર્મ (-પરિણામ-કાર્ય) જેને દેવામાં આવે
અથવા જેને માટે કરવામાં આવે છે તેને સંપ્રદાન કહે છે. અપાદાનઃ જેમાંથી કર્મ કરવામાં આવે છે તે
ધ્રુવ વસ્તુને અપાદાન કહેવામાં આવે છે. અધિકરણઃ જેમાં અથવા જેના આધારે કર્મ કરવામાં આવે છે
તેને અધિકરણ કહે છે. સર્વદ્રવ્યોની પ્રત્યેક પર્યાયમાં આ છ એ કારક એકસાથે વર્તે છે તેથી આત્મા
અને પુદ્ગલ શુદ્ધ દશામાં કે અશુદ્ધ દશામાં સ્વયં જ છએ કારકરૂપ પરિણમન કરે છે અને અન્ય કોઇ
કારકો (કારણો) ની અપેક્ષા રાખતા નથી - ‘પંચાસ્તિકાય’ ગાથા-૬૨ સં. ટીકા
]
આહા...હા...! પર્યાય પર્યાયની કર્તા, પર્યાયનું કાર્ય, પર્યાય પર્યાયનું સાધન - કરણ, પર્યાય
પર્યાયનું સંપ્રદાન, પર્યાયનું અપાદાન, પર્યાય પર્યાયનો આધાર. ‘પંચાસ્તિકાય’ ગાથા - ૬૨ (માં પાઠ
છે) “નિશ્ચયનયે અભિન્ન કારક હોવાથી પરમાણુ જીવ સ્વયં પોતાના સ્વરૂપના કર્તા છે.” કર્મની
પર્યાય પોતાથી થાય છે. કર્મમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કે ગમે તે હો એ કર્મનાં પરમાણુથી તે
પર્યાય (સ્વયં) થઈ છે. એ કર્મની પર્યાય (પોતાના) ષટ્કારકથી થઈ છે. ઝીણી વાત બહુ બાપુ...!
કર્મના રજકણ બાપુ..! (સ્વતંત્ર દ્રવ્ય છે) છ કારણે જ્ઞાનાવરણીય (દર્શનાવરણીય) કર્મ બંધાય છે. છ
કારણ આવે છે ને... જ્ઞાનની અશાતના, જ્ઞાનનો નિન્હવ (પ્રદોષ, નિહ્નવ, માત્સર્ય, અંતરાય,
આસાદન, ઉપઘાત- ‘તત્ત્વાર્થસૂત્ર” અ. ૬. સૂત્ર. ૧૦) એ છ કારક (કારણ) છે વિકારી પર્યાયના, એ
ષટ્કારક વિકલ્પ પોતાથી છે. અને જ્ઞાનાવરણીયની જે પર્યાય થઈ છે એ પોતાના ષટ્કારકથી કર્મના
ષટ્કારકથી ઉત્પન્ન થઈ છે. રાગથી (વિકલ્પથી) ઉત્પન્ન થઈ નથી. આહા... હા...! આવી વાતું છે!!
જગતમાં વીતરાગનો મારગ કોઈ જુદી જાતનો છે. ‘તત્ત્વાર્થસૂત્ર’ શાસ્ત્રમાં આવે છે ને? છ કારણથી
જ્ઞાનાવરણીય બંધાય. આવે છે ને...? એ છ કારકી વિકારની જીવમાં પોતાને કારણે ઉત્પન્ન થઈ છે,
અને જ્ઞાનાવરણીય (કર્મ) ની જે પર્યાય થઈ એ પણ કર્મ (રૂપ) જે જ્ઞાનાવરણીય પરમાણુ છે, એ
પરમાણમાં એ પર્યાય થઈ (છે). એ ષટ્કારકી પોતાથી થઈ છે. આહા... હા... બહુ આકરું કામ આ.
આ તો ત્રણ લોકના નાથની આ વાણી છે. અત્યારે તો ગરબડ ચાલી છે ગરબડ બધી. પંડિત લોકો
પણ કહે છે કે નિમિત્તથી (કાર્ય) થાય છે. નિમિત્તથી જ થાય છે. જો નિમિત્તથી થાય છે તો પરની
પર્યાયે (તે સમયે) શું કર્યું...? ઉપાદાને શું કર્યું...? અને નિમિત્તે શું કર્યું....? નિમિત્તે પરની પર્યાય
કરી તો પોતાની પર્યાય કરી કે નહીં...? (એક સમયમાં એક દ્રવ્યને બે પરિણામ હોય નહીં)
નિમિત્તમાં પણ પોતાના દ્રવ્ય-ગુણથી પોતાની પર્યાય થઈ છે, અને ઉપાદાનની પર્યાય પણ પોતાના
દ્રવ્ય-ગુણના

Page 44 of 540
PDF/HTML Page 53 of 549
single page version

ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૪૪
કારણથી થઈ છે. આવું (જ) ઉપાદાન - નિમિત્તનું સ્વરૂપ છે. નિશ્ચયથી વિકારી પર્યાય કે
અવિકારીપર્યાય પ્રત્યેક દ્રવ્યમાં એક-એક સમયમાં સ્વતંત્ર (પોતાના) ષટ્કારકથી થાય છે. આ
ભગવાનની વાણી છે.!! (શ્રોતાઃ) પોતાના છ કારકથી પોતાની પર્યાય થાય છે...! (ઉત્તરઃ)
આત્માની પર્યાય વિકારી હો કે અવિકારી હો, કે કર્મની પયાય વિકારી હો કે એક પરમાણુની નિર્મળ કે
વિકૃત પર્યાય હો - એક પરમાણુ છુટો રહે તે તેની સ્વાભાવિક પર્યાય છે. - પરમાણુની વિભાવિક
પર્યાય એટલે બે પરમાણુનો સ્કંધ થાય છે ત્યારથી વિભાવપર્યાય થાય છે. પરમાણુના, વર્ણ, ગંધ, રસ,
સ્પર્શની પર્યાય થાય છે તે પોતાના ષટ્કારકથી થાય છે (અને આત્માના જ્ઞાન, દર્શન, આનંદ
(આદિ) ની પર્યાય થાય છે તે પોતાના ષટ્કારકથી થાય છે. પર્યાય કર્તા, પર્યાય કર્મ, પર્યાય કરણ,
પર્યાય સંપ્રદાન, પર્યાય અપાદાન, પર્યાય અધિકાર. આહા...હા... (એ) ષટ્કારક (છે).
જુઓ “જીવ, ભાવપર્યાય પ્રવર્તતા આત્મદ્રવ્યરૂપે કર્તાપણાને ધરતો” પોતાની પર્યાય આત્મા
(ની) વિકારીપણે કે અવિકારી પરિણમે, તો તે પોતાના કારણે છે. બહુ જ જોરથી કર્મનો ઉદય આવ્યો
તો’ આત્માને વિકાર થયો. એ વાત વીતરાગમાર્ગમાં ત્રણ કાળમાં નથી. સમજાણું કાંઈ...? આ વાત
તો અમે ૭૧ (ની સાલ) થી કહેતા આવ્યા છીએ. ૭૧ ની સાલ. ચોસઠ વર્ષ થયાં. છાસઠ તો આ
દીક્ષા લીધી, આ દુકાન છોડયા પછી (થયા). છાસઠ વર્ષ તો દુકાન છોડયા ને થયા, દીક્ષા લીધી ૭૦
ની સાલ (માં) ૭૧ (ની સલ) લાઠીમાં અમારું ચોમાસું હતું ત્યારથી અમે (આ વાત) કહીએ છીએ
કેઃ વિકાર જે થાય તે પોતાની પર્યાયથી થાય છે, પોતાના અપરાધથી થાય છે. કર્મથી બિલકુલ નહીં,
(બીજા ગુરુભાઈ હતા) વિપરીત...! ગરબડ થઈ, તકરાર થઈ હતી, ગુરુ હતા તે તો બહુ સમજતા,
બીજા એક શેઠ હતા. દસ, લાખ (રૂપીયા) તે વખતે (તેમની પાસે હતા). તેમણે કહ્યુંઃ “આ ક્યાંથી,
આ વળી ક્યાંથી કાઢયું..? અમે તો ક્યાંય સાંભળ્‌યું નથી, અમારા ગુરુ તો કહેતા નથી.” કહ્યુંઃ
સિદ્ધાંત એમ કહે છે. ભગવાનની વાણીઃ સિદ્ધાંત એમ કહે છે કે આત્મામાં વિકાર થાય છે તે
ષટ્કારકની પરિણતિ પોતાથી થાય છે. કર્મના કારણે નહીં, કર્મની પર્યાય તે તેના ષટ્કારકથી થાય છે,
આત્માથી નહીં,
(શ્રોતાઃ) નિમિત્તથી થાય તો સ્વભાવ થઈ જાય...? (ઉત્તરઃ) નહી. એ વિભાવ પણ
સ્વભાવ છે. એ આપણે આવી ગયું છે. આમાં (આ ગાથાની ટીકામાં) આપણે આવી ગયું છે.
સ્વભાવવિશેષો - આ રાગપર્યાય પોતાના દ્રવ્ય-ગુણથી થાય છે. એ આપણે આવી ગયું છે જુઓઃ
“સ્વભાવવિશેષોરૂપ અનેકપણાની આપત્તિ તે ગુણાત્મક વિભાવપર્યાય છે” -સ્વભાવવિશેષોરૂપ
અનેકત્વ આપત્તિ તે ગુણાત્મક વિભાવપર્યાય છે. એ આવી ગયું છે. સ્વભાવ છે. ‘સ્વભવનં સ્વભાવઃ’
પોતાની પર્યાયમાં થયું તો ‘સ્વનું ભવન તે સ્વભાવ’ (છે). સ્વભાવનો અર્થ અહીંયાં નિર્મળ જ ન લેવો.
પોતાની પર્યાયમાં વિભાવિક - શક્તિથી વિભાવ થયો. આત્મામાં એક વૈભાવિક ગુણ છે. અનાદિ -
અનંત છે. એ વૈભાવિકગુણ નિમિત્તને આધિન પોતાથી થાય ત્યારે વિકાર થાય છે. કર્મથી વિકાર નહીં.
આકરું કામ છે ભાઈ...! આ તો અમારી (વાત) ૭૧ની સાલથી - ૬૪ વર્ષ થયાં - બહાર વાત પાડી’
તી. જૈનમાં કર્મથી વિકાર થાય છે એવું કહેવામાં આવે છે એ વાત જૂઠી છે. જૈન પરમેશ્વર એમ કહેતા
નથી. સમજાણું કાંઈ...?
“પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક સમયની અવસ્થા એ પોતાના દ્રવ્ય – ગુણથી

Page 45 of 540
PDF/HTML Page 54 of 549
single page version

ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૪પ
થાય છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. બાકી એ પર્યાય પોતાના ષટ્કારકથી થઈ છે એ નિશ્ચય છે.
પરથી થાય છે એ વાત તો અહીંયાં છે જ નહીં.”
વાસ્તવમાં આ, સર્વ પદાર્થોની દ્રવ્યગુણર્પાય સ્વભાવની પ્રકાશક-જુઓ! ત્યાં વિભાવ કહ્યો
અહીં સ્વભાવ કીધો. ભાઈ...! શું કહ્યું એ...? પહેલા કહ્યું હતું કે ગુણમાં રૂપાદિક છે - પરમાણુમાં -
તો નિમિત્ત અને સ્વઉપાદાન - બેઉથી થયું (તેથી) સ્વભાવ (પર્યાય) (હોવા છતાં) વિભાવ
(પર્યાય) કહેવામાં આવી છે. એ અહીંયાં લીધું. જુઓ...! દ્રવ્ય-ગુણ-પર્યાય... ની જુઓ પ્રકાશક,
પારમેશ્વરી વ્યવસ્થા- પરમેશ્વરી કહેલી વ્યવસ્થા ભલી - ઉત્તમ-પૂર્ણ - યોગ્ય છે. સર્વજ્ઞની (આ
વાત) દિગંબરમાં જ છે, બીજે ક્યાંય નથી. આહા... હા..! શ્વેતાંબરમાં કે સ્થાનકવાસીમાં તો છે જ
નહીં. એને તો અજૈન કહેવામાં આવ્યા છે. અન્યમતિ - ‘મોક્ષમાર્ગપ્રકાશક’ પાંચમા અધ્યાયમાં (છે).
જેવા વેદાંતી - ઈશ્વરવાદી - ઈશ્વરકર્ત્તાની જેમ સ્થાનકવાસી, દેરાવાસીને અન્યમતિમાં નાખ્યા છે.
આહા...હા...!
અહીંયાં કહે છે કેઃ પ્રભુ...! વીતરાગે કહેલા દ્રવ્ય-ગુણ-પર્યાયનું (સ્વરૂપ) સમજવું હોય તો,
દ્રવ્ય પણ ગુણથી સ્વતંત્ર છે, ગુણ પણ દ્રવ્યથી સ્વતંત્ર છે અને પર્યાય પણ પોતાના ષટ્કારકપણે
સ્વતંત્ર છે. આ જૈનદર્શનની પદાર્થની વ્યવસ્થા છે. (પદાર્થનું બંધારણ છે). ચાહે તો સ્વભાવિકપર્યાય
હો કે વિભાવિકપર્યાય હો, પણ ષટ્કારકથી પોતાની પર્યાય પોતાથી ઉત્પન્ન થાય છે. સમજાય છે...?
આ જુદી જાત છે...!!
(શ્રોતાઃ) ટોપી સીવવામાં દરજીએ શું કર્યું છે. (ઉત્તરઃ) કાંઈ કર્યું નથી.
દરજીએ પોતાની રાગની (ટોપી સીવવાની ઈચ્છાની) પર્યાય કરી, એણે ટોપીની કદી સ્પર્શ પણ કર્યો
નથી...!
એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતુંય નથી ને...! એ “સમયસાર” ત્રીજી ગાથામાં આવ્યું છે. (કેવા
છે તે સર્વ પદાર્થો...? પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને (સમૂહને) ચુંબે
છે-સ્પર્શે છે તો પણ જેઓ પરસ્પર એક બીજાને સ્પર્શ કરતા નથી.)-શ્રી સમયસાર ગાથા-૩ ટીકા

Page 46 of 540
PDF/HTML Page 55 of 549
single page version

ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૪૬
આહા...હા! ‘સમયસાર’ ત્રીજી ગાથામાં છે કે પ્રત્યેક દ્રવ્ય પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયને ચુંબે
છે. પરને કદી ચુંબ્યા નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને ચુંબતું નથી એવો પાઠ છે સંસ્કૃત ટીકામાં. પ્રત્યેક
દ્રવ્ય પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયને સ્પર્શે છે, ચુંબે છે. પણ પરદ્રવ્યની પર્યાયને કોઈ દ્રવ્ય ચુંબતું નથી,
સ્પર્શતું નથી, અડતું નથી. આહા...હા! આવી વાત ક્યાં (બીજે છે કે સાંભળવા મળે) અત્યારે તો
(બધે) ગરબડ બહુ! પંડિતોએ પણ ગરબડ મચાવી દીધી છે. જરાપણ સમકિતની ખબર ન મળે!
નિમિત્તથી થાય છે. નિમિત્તથી થાય છે (એમ પંડિતો કીધા કરે છે પણ) ધૂળેય (નિમિત્તથી) નથી
થતું. નિમિત્ત નિમિત્તમાં છે. એ (ઉપાદાનની) પર્યાયને સ્પર્શે છે કે નિમિત્તથી થાય? (કદી ન થાય)
આહા...હા!
“ખરેખર આ સર્વ પદાર્થોના દ્રવ્યગુણપર્યાય સ્વભાવની પ્રકાશક પારમેશ્વરી (પરમેશ્વરે કહેલી)
વ્યવસ્થા ભલી – ઉત્તમ – પૂર્ણ યોગ્ય છે, બીજી કોઈ નહીં.” - અરે! આ વાત સાંભળવા મળે નહીં, ક્યારે
બેસે એને?! ‘બીજી કોઈ નહીં’ પરમેશ્વરે જે કહ્યુંઃ દ્રવ્ય-ગુણ-પર્યાય (નું સ્વરૂપ). એ સિવાય બીજા કોઈ
(વસ્તુસ્વરૂપની વાત) કહે તે બધી વાત જૂઠી છે! પરમેશ્વરે કહ્યું તે વાત સત્ય છે.
‘કારણ કે ઘણાય
(જીવો) પર્યાયમાત્રને અવલંબીને પર્યાયમાત્રને અવલંબીને (એટલે) પોતાની માનીને તત્ત્વની
અપ્રતિપત્તિ જેનું લક્ષણ છે.”
તત્ત્વનું અજ્ઞાન જેનું લક્ષણ (છે). ‘એવા મોહને પામતા થકા પરસમય
થાય છે.’
એ પરસમય છે એટલે તે મિથ્યાદ્રષ્ટિ છે. આહા... હા! સમજાણું કાંઈ?
(અહીંયાં કહે છે કેઃ) ઘણા અજ્ઞાની જીવો પર્યાયને જે પોતાનું સ્વરૂપ માને છે. ૯૩ ગાથામાં
આવ્યું ને...! અસમાનજાતીય (દ્રવ્યપર્યાય). શરીર અને આત્મા એ અસમાનજાતીય (દ્રવ્યપર્યાય) છે.
(અજ્ઞાની) એ શરીરને પોતાનું માને છે. શરીરની ક્રિયા હું કરું છું એમ માને છે. (શરીરની ક્રિયા
હાલવાની - ચાલવાની એ મારાથી થાય છે એમ માને છે.) શરીર હલે છે ચાલે છે તે પોતાથી છે.
(ત્યારે અજ્ઞાની દલીલ કરે છે કે) મડદું કેમ ચાલતું નથી? અરે! સાંભળે તો ખરો! મડદું છે એ
પરમાણુ (નો પિંડ) છે. તેની પણ ત્યાં પર્યાયો (થાય) છે. પર્યાય વગર કોઇ દ્રવ્ય હોય નહીં. ત્રણ
કાળમાં કોઇ દ્રવ્ય (ક્યારેય) પર્યાય વગરનું હોય નહીં. ‘પર્યાય વિહોણું દ્રવ્ય ન હોય’ એ
‘પંચાસ્તિકાય’ માં છે. એ પર્યાય પોતાથી થઈ છે ચાહે તે વિકાર હો કે અવિકાર હો, ચાહે તે સ્વભાવ
(પર્યાય) હો કે ચાહે તે (વિભાવપર્યાય હો.) આહા...હા! આવો માર્ગ છે બાપુ! અત્યારે તો બધો
લોપ કરી નાખ્યો છે, બધો! આમાં... આમ થાય ને...! વ્યવહાર-રત્નત્રય કરતાં કરતાં નિશ્ચય થાય
છે...! (એ) બધું મિથ્યાત્વભાવ છે.
અહીંયાં તો એ કહ્યું કેઃ સમ્યગ્દર્શનની પર્યાય, પોતાના દ્રવ્ય-ગુણથી ઉત્પન્ન થાય છે. રાગથી
નહીં. વ્યવહારરત્નત્રય કરતાં કરતાં નિશ્ચય સમ્યગ્દર્શન - મોક્ષમાર્ગ થાય છે એવું છે નહીં. અહીંયાં તો
એ કહ્યું કે સમ્યગ્દર્શનની પર્યાય કે સમ્યક્ચારિત્રની પર્યાય, એના ઉત્પાદક તો દ્રવ્ય-ગુણ છે, દ્રવ્ય-
ગુણથી ઉત્પન્ન થઈ છે, રાગથી નહીં. (એ અજ્ઞાની લોકો) વ્યવહાર રત્નત્રય (શુભભાવ) સાધક છે,
નિશ્ચય રત્નત્રય સાધ્ય છે એમ કહે છે, દયા, દાન, વ્રત, ભક્તિ, તપ કરો, એનાથી નિશ્ચય પ્રગટશે.
(પણ એ માન્યતા) બધું મિથ્યાત્વ છે, જૂઠ છે! આહા...હા!
અહીંયાં તો કહે છે કે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની પર્યાય પોતાના દ્રવ્ય-ગુણથી થાય છે એ
સિદ્ધ કરવું છે. નિશ્ચયથી તો એ સમ્યગ્દર્શનની પર્યાય પોતાના ષટ્કારકથી પોતાથી સ્વયં ઉત્પન્ન થઈ
છે. રાગથી

Page 47 of 540
PDF/HTML Page 56 of 549
single page version

ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૪૭
તો નહીં પણ દ્રવ્ય-ગુણથી પણ નહીં. એ પર્યાય છે તો “સત્” છે તે અહેતુક છે. ‘સત્’ ને હેતુની
જરૂર નથી.
પર્યાય સત્ છે. દ્રવ્ય સત્ છે. “उत्पादव्ययध्रौव्ययुक्त सत्” ઉત્પાદ, વ્યય, ધ્રુવ ત્રણેય સત્ છે.
‘સત્’ ને બીજા હેતુની જરૂર નહી. આગળ ગાથા-૧૦૧માં આવશે કે દરેક પર્યાયની ઉત્પતિ (એટલે)
ઉત્પાદ તે પોતાથી છે. એ ઉત્પાદ છે તે દ્રવ્ય - ગુણથી પણ નહીં. ઉત્પાદ છે તે વ્યયથી નહીં, ઉત્પાદ
ધ્રુવથી પણ નહીં, ધ્રુવ ઉત્પાદથી નહીં, ધ્રુવ વ્યયથી નહીં, વ્યયથી વ્યય, (ઉત્પાદથી ઉત્પાદ, ધ્રુવથી
ધ્રુવ) વ્યય ઉત્પાદથી નહીં, વ્યય ધ્રુવથી નહીં, દરેક - ઉત્પાદ, વ્યય, ધ્રુવ પોતાથી છે. દરેક ધ્રુવ
પોતાથી સ્વતંત્ર, દરેક ઉત્પાદ પોતાથી સ્વતંત્ર, દરેક વ્યય પોતાથી સ્વતંત્ર (છે) - આમ એ ગાથામાં
આવશે. આહા...હા...હા! સમજાય છે કાંઈ? ૧૦૨ ગાથામાં આવશે (પર્યાયની) ‘જન્મક્ષણ’ (ની
વાત). આપણે ઘણીવાર વ્યાખ્યાન થઈ ગયા છે. દરેક પદાર્થની જે પર્યાય છે તેની ઉત્પત્તિનો કાળ
હોય છે, તેની જન્મક્ષણ હોય છે. પાઠ છે સંસ્કૃતમાં. પ્રત્યેક દ્રવ્યની જે સમયે જે પર્યાય થાય છે તે
તેનો ઉત્પત્તિનો કાળ છે. ‘જન્મક્ષણ’ ઉત્પત્તિનો કાળ છે, પરને કારણે નથી થતી (તે પર્યાય)
આહા...હા...હા...! (અજ્ઞાની લોક) પછી આ સોનગઢવાળાઓનું એકાંત કહે છે ને...! એ... વ્યવહારને
માનતા નથી! નિમિત્તને માનતા નથી! - બધી ખબર છે બાપુ, સાંભળને...! વ્યવયહારથી કંઈક થાય
છે, નિમિત્તથી થાય છે, પરને માનતા નથી
(શ્રોતાઃ) વ્યવહારની એને ખબર નથી..! (ઉત્તરઃ)
નિશ્ચય - વ્યવહારની તને ખબર નથી ભાઈ! વ્યવહાર એ પણ રાગની પર્યાય છે. અને સમ્યગ્દર્શનની
પર્યાય તો નિર્મળ છે. તો વ્યવહારની - રાગની પર્યાયથી નિર્મળ પર્યાય થાય છે? (ના..) અહીંયાં
તો (કહ્યું) નિર્મળ પર્યાય થાય છે તે દ્રવ્ય - ગુણથી થાય છે. એ પણ વ્યવહાર છે, બાકી
સમ્યગ્દર્શનની પર્યાય જે થાય છે તે પોતાના ષટ્કારકથી પોતાથી થાય છે એ નિશ્ચય છે. (એ પર્યાય)
રાગથી નહીં, (પોતાના) દ્રવ્ય-ગુણથી પણ નહીં. આવી વાતો આકરી પડે લોકોને! અત્યારે ચાલતું
ગરબડ છે બધું. પંડિતોએ અંદર (તત્ત્વની વાતમાં) ગરબડ મચાવી દીધી છે! લોકો પણ બિચારા! કહે
‘જે નારાયણ’ (એટલે કંઈ વિચારવું જ નહીં.)
અહીંયાં (તો કહે છે) દરેક દ્રવ્યની, દરેક સમયની પર્યાય, પોતાના ષટ્કારકથી ઉત્પન્ન થાય છે
તેને નિમિત્તની અપેક્ષા નથી, (પોતાના) દ્રવ્ય-ગુણની અપેક્ષા નથી, (નિરપેક્ષ ઉત્પન્ન થાય છે)
આહા...હા...! ભગવાને તો ઢંઢેરો (સ્વતંત્રતાનો) પીટયો છે! ઢંઢેરો (પીટયો છે.) સમજાણું કાંઈ?
“કારણ કે ઘણાય (જીવો) પર્યાયમાત્રને અવલંબીને - ઘણા જીવો તો પર્યાય- માત્રનું
અવલંબન કરીને તત્ત્વની અપ્રતિપત્તિ’ એટલે તત્ત્વનું અજ્ઞાન ‘જેનું લક્ષણ છે એવા મોહને પામતા
થકા પરસમય છે.’ - એ પરસમય છે, પોતાની પર્યાય, પરથી ઉત્પન્ન થાય છે અને પરની પર્યાય,
મારાથી ઉત્પન્ન થાય છે એમ માનવાવાળા પરસમય છે, મિથ્યાદ્રષ્ટિ છે, સ્વસમયમાં આવ્યા નથી,
આત્મામાં આવ્યા નથી. (તેથી) મિથ્યાત્વ છે.
ભાવાર્થઃ–
‘પદાર્થ દ્રવ્યસ્વરૂપ છે. દ્રવ્ય અનંતગુણમય છે. દ્રવ્યો અને ગુણોથી પર્યાયો થાય છે.’ આ પાઠ
કાલે થયો. દ્રવ્યો અને ગુણોથી પર્યાય થાય છે, પરથી નહીં. છે? ભાવાર્થઃ – ‘પર્યાયો બે પ્રકારના છેઃ
(૧) દ્રવ્યપર્યાય; (૨) ગુણપર્યાય. દ્રવ્યપર્યાયના બે ભેદ (છે). સમાનજાતીય - બે,

Page 48 of 540
PDF/HTML Page 57 of 549
single page version

ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૪૮
ત્રણ, ચાર પરમાણુનો સ્કંધ એ સમાનજાતીય દ્રવ્યપર્યાય છે. તેમાં દ્રવ્યપર્યાયો બે પ્રકારના છેઃ (૧)
સમાનજાતીય – જેમ કે દ્વિઅણુક, ત્રિઅણુક વગેરે સ્કંધ, (૨) અસમાનજાતીય – જેમ કે મનુષ્ય, દેવ
વગેરે...’
અસમાનજાતીય - મનુષ્ય અને દેવ (વગેરે) એ અસમાનજાતીય (દ્રવ્યપર્યાય) છે.
ગુણપર્યાયના પણ બે ભેદ (છે) સ્વભાવપર્યાય - જેમ કે સિદ્ધપર્યાયો એ સ્વભાવપર્યાય. વિભાવપર્યાય
-જેમ કે સ્વ-પર હેતુક. મતિજ્ઞાનને પણ સ્વ-પર હેતુક કહ્યું કેમ કે જ્ઞાનાવરણીય (કર્મ) નો
ક્ષયોપશમ નિમિત્ત છે, મતિજ્ઞાન ઉત્પન્ન થયું તે પોતાના ઉપાદાનથી સ્વતંત્ર છે. આહા..હા...હા..!
જ્ઞાનાવરણીયથી પરિણમવું પડયું?! ગોમ્મટારમાં આવે છે કે જ્ઞાનાવરણીય જ્ઞાનને આવરણ કરે! તો
(તેમાં) આવરણ બીજી ચીજ છે. જ્ઞાન બીજી ચીજ છે. (જ્ઞાનાવરણીય કર્મ આવરણ કરે) એ વાત
સાચી છે જ નહીં, એ તો નિમિત્તનું કથન ત્યાં કર્યું છે.
(શ્રોતાઃ) પરદ્રવ્ય આવરણ કરે? (ઉત્તરઃ)
પર દ્રવ્ય આવરણ કરે પોતાની પર્યાયને? એ પરદ્રવ્ય સ્પર્શ કરતું નથી તો આવરણ શી રીતે કરે?
(કદી ન કરે) પોતાની પર્યાયમાં, વિપરીત (પણા) ની પર્યાય કરીએ, એ આવરણ છે. આહા... હા!
‘ગુણપર્યાયો પણ બે પ્રકારના છેઃ (૧) સ્વભાવપર્યાય –જેમ કે સિદ્ધ પર્યાયો; (૨)
વિભાવપર્યાય – જેમ કે મતિજ્ઞાન.’ લ્યો, ગુણપર્યાયના બે ભેદ છે. સ્વભાવપર્યાય- જેમ કે સિદ્ધ
પર્યાયો. વિભાવપર્યાય-જેમ કે સ્વ-પર હેતુક મતિજ્ઞાન. સ્વ. પરહેતુક કહીને નિમિત્ત છે એટલું કહ્યું.
નિમિત્ત છે પણ એનાથી (નિમિત્તથી) થતું નથી. નિમિત્તથી થાય છે કે નથી થતું તે વ્યવહારનું કથન
છે. અભૂતાર્થનયે કહેવામાં આવે છે.
“આવું જિનેંદ્ર ભગવાનની વાણીએ દર્શાવેલું સર્વ પદાર્થોનું દ્રવ્ય – ગુણપર્યાય સ્વરૂપ જ
યથાર્થ છે.’ ભગવાને જે આ (વસ્તુસ્વરૂપ) કહ્યું તે જ યથાર્થ છે. ‘જે જીવો દ્રવ્ય–ગુણને નહિ જાણતા
થકા કેવળ પર્યાયને જ અવલંબે છે.’
- એક સમયની અવલંબન પર્યાયનું લે છે (આધાર લે છે).
દ્રવ્ય-ગુણ ત્રિકાળ આનંદનો નાથ પ્રભુ, ધ્રુવ છે. એનો આશ્રય લેતા નથી અને પર્યાયનો (જ)
આશ્રય લે છે તો મિથ્યાદ્રષ્ટિ છે. આહા... હા! (ધ્રુવનો આશ્રય લેવાનું) આકરું કામ છે!!
‘તેઓ નિજસ્વભાવને નહિ જાણતા થકા પરસમય છે.’ આહા... હા! શું કહે છે? કેઃ જે જીવ,
દ્રવ્ય-ગુણને જાણતા નથી. પોતાનું (આત્મ) દ્રવ્ય, અનંત ગુણનું પિંડ, અને તે અનંતગુણ સ્વતંત્ર,
એનો તો આશ્રય નહીં ને માત્ર પર્યાયનું જ આલંબન લે છે. એક સમયની પર્યાયનું -
અસમાનજાતીય દ્રવ્યપર્યાયનું આલંબન લે છે. એ નિજસ્વભાવને નહિ જાણતા થકા - એક સમયની
પર્યાયમાં જ દ્રષ્ટિ રાખી છે. - પરસમય, મિથ્યાદ્રષ્ટિ છે. આત્મા આનંદસ્વરૂપ, ભગવાન જ્ઞાયક જેનો
સ્વભાવ ત્રિકાળ આનંદ (સ્વરૂપ છે). એને ન જાણતા, એક સમયની પર્યાયમાં માત્ર, દ્રષ્ટિ રાખી છે
પરસમય - મિથ્યાદ્રષ્ટિ છે! આહા! પરસમય એટલે મિથ્યાદ્રષ્ટિ. એની જૈનની ખબર નથી! એ જૈન
નહીં. પોતાની પર્યાયમાં રાગ થાય છે અને પરના જ્ઞાનનો ક્ષયોપશમ (છે). એનો આશ્રય લે છે અને
(આત્મ) દ્રવ્યનો આશ્રય લેતા નથી એ જૈન નથી. ફરીને,... પરનો આશ્રય તો નહીં, પણ પોતાના
આત્મામાં જે પર્યાય છે ક્ષણિક, એનો આશ્રય લે છે અને દ્રવ્ય-ગુણ ત્રિકાળીનો, આશ્રય લેતા નથી -
એ પરસમય મિથ્યાદ્રષ્ટિ-અજૈન છે. આહ...હા...હા..!

Page 49 of 540
PDF/HTML Page 58 of 549
single page version

ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૪૯
(પર્યાયનો આશ્રય છોડવો) આકરું કામ છે બાપુ! દુનિયા (ને) તો જાણીએ છીએ ને...! અહીંયાં તો
નેવું વર્ષ (આ શરીરના) થયાં. પંડિતજી! શરીરને નેવું - નેવું, નવ અને શૂન્ય, ૬૬ વર્ષ તો દીક્ષાને
(થયાં) ૬૭ વર્ષથી દુકાન છોડી. દુકાન ઉપર પણ અમે તો (શાસ્ત્રો) વાંચતા હતા. ૬૪ કે ૬પ ની
સાલથી. પિતાજી ગુજરી ગયા. દુકાન હતી. પાલેજ દુકાને ૬પ સાલથી અમે શાસ્ત્ર વાંચતા. શ્વેતાંબરના.
ત્યાં તો બધા શ્વેતાંબર હતા ને...! સ્થાનકવાસી હતા પણ એ તો શ્વેતાંબરનો (ફાંટો છે ને...!) ત્યાં
‘અધ્યાત્મકલ્પદ્રુમ’ એક છે શ્વેતાંબરના... એ પહેલાં મળ્‌યું. ૬પની સાલથી. ૬૩માં દુકાન (સંભાળતા)
અને ચોસઠની સાલથી અમે શાસ્ત્ર વાંચતા. પણ શ્વેતાંબર હતા. ત્યાં તો શ્વેતાંબર શાસ્ત્રો હતા.
‘અધ્યાત્મકલ્પદ્રુમ’ પહેલાં મળ્‌યું. ૬૪- ૬પની સાલની વાત છે. ૧૮-૧૯ વર્ષની ઉંમર (હતી). તો
‘અધ્યાત્મકલ્પદ્રુમ’ વાંચીએ પણ તત્ત્વની વાત કંઈ નહીં. પછી સૂયગડાંગ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન
જોયાં દુકાને, દુકાન ઉપર જોયાં. ૬પ-૬૬ની સાલ-૭૦ વરસ પહેલાંની વાત છે! અહીંયાં તો જિંદગી
એમાં જ (શાસ્ત્રાભ્યાસમાં જ) ગઈ છે.
(શ્રોતાઃ) કરોડો શ્લોકો આપે વાંચેલા છે...! (ઉત્તરઃ)
આહા...હા! કરોડો! શ્વેતાંબરના બધા જોયાં છે, આપણા દિગંબરના બધા જોયાં છે, કરોડો શ્લોકો!
આહા...હા...!
અહીંયાં કહે છે કેઃ આત્મા પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં તો છે. પણ પર્યાયનો આશ્રય કરે છે
- એક સમયની અવસ્થાનો આશ્રય કરે છે અને એનું અવલંબન લે છે ત્રિકાળીનું - ધ્રવનું અવલંબન
લેતા નથી. - તે પરસમય-મિથ્યાદ્રષ્ટિ છે. પર્યાયબુદ્ધિ મૂઢ જીવ છે. જુઓ પાછળ ગાથા-૯૩
(મૂળગાથા).
‘पर्ययमूढा हि परसमयाः’ એ દરેક આત્મા, પોતાની પર્યાયનો આશ્રય લે છે પણ
ત્રિકાળી ભગવાન આત્મા - દ્રવ્યસ્વભાવનો આશ્રય નથી લેતા તે પર્યાયમૂઢ - મિથ્યાદ્રષ્ટિ છે. આહા...
હા! એ ભગવાન! દિગંબર સંતો! એ આ તીર્થંકરની વાણી કહેવાવાળા છે. બીજે ક્યાંય (આ વાણી)
છે નહીં. આ દિગંબર જૈન એ કોઈ પક્ષ નહીં, કોઈ પંથ નહીં, વાડો નહીં. વસ્તુનું સ્વરૂપ છે. -
વસ્તુનું સ્વરૂપ આવું છે એને અહીંયાં કહેવામાં આવ્યું છે. આવું (વસ્તુસ્વરૂપ) દિગંબર સંતોએ કહ્યું
છે અને તોપણ (એ) કહે છે કે આ ભગવાન ત્રિલોકનાથે કહ્યું છે (ભગવાનની આ વાણી છે)
પોતાની વાત નથી. આહા..હા!
વિશેષ કહેશે.

Page 50 of 540
PDF/HTML Page 59 of 549
single page version

ગાથા – ૯૪ પ્રવચનસાર પ્રવચનો પ૦
હવે * આનુષંગિક એવી આ જ સ્વસમય-પરસમયની વ્યવસ્થા (અર્થાત્ સ્વસમય અને
પરસમયનો ભેદ) નક્કી કરીને (તે વાતનો) ઉપસંહાર કરે છેઃ-
जे पज्जयेसु णिरदा जीवा परसमयिग त्ति णिद्धिठ्ठा ।
आदसहावम्मि ठिदा ते सगसमया मुणेदव्वा ।। ९४।।
ये पर्यायेषु निरता जीवाः परसमयिका इति निर्दिष्टाः ।
आत्मस्वभावे स्थितास्ते स्वकसमया ज्ञातव्याः
।। ९४।।
પર્યાયમાં રત જીવ જે તે ‘પરસમય’ નિર્દિષ્ટ છે;
આત્મસ્વભાવે સ્થિત જે તે ‘સ્વકસમય’ જ્ઞાતવ્ય છે. ૯૪.
ગાથા–૯૪
અન્વયાર્થઃ– [ये जीवाः] જે જીવો [पर्यायेषु निरताः] પર્યાયોમાં લીન છે [परसमयिकाः इति
निर्दिष्टाः] તેમને પરસમય કહેવામાં આવ્યા છે; [आत्मस्वभावे स्थिताः] જે જીવો આત્મસ્વભાવમાં
સ્થિત છે [ते] તે [स्वकसमयाः ज्ञातव्याः] સ્વસમય જાણવા.
ટીકાઃ– જેઓ જીવપુદ્ગલાત્મક અસમાનજાતીય દ્રવ્યપર્યાયનો - કે જે સકળ અવિદ્યાઓનું એક
મૂળ છે તેનો - આશ્રય કરતા થકા યથોકત આત્મસ્વભાવની સંભાવના કરવાને નપુંસક હોવાથી તેમાં
જ બળ ધારણ કરે છે (અર્થાત્ તે અસમાનજાતીય દ્રવ્યપર્યાય પ્રત્યે જ જોરવાળા છે), તેઓ - જેમને
નિરર્ગળ એકાંતદ્રષ્ટિ ઊછળે છે એવા - ‘આ હું મનુષ્ય જ છું, મારું જ મનુષ્ય શરીર છે’ એમ
અહંકાર - મમકાર વડે ઠગાતા થકા, અવિચલિતચેતનાવિલાસમાત્ર આત્મવ્યવહારથી ચ્યુત થઈને, જેમાં
સમસ્ત ક્રિયાકલાપને છાતી - સરસો ભેટવામાં આવે છે એવા મનુષ્યવ્યવહારનો આશ્રય કરીને રાગી
અને દ્વેષી થતા થકા પરદ્રવ્યરૂપ કર્મ સાથે સંગતપણાને લીધે (-પરદ્રવ્યરૂપ કર્મ સાથે જોડાતા હોવાને
લીધે) ખરેખર પરસમય થાય છે અર્થાત્ પરસમયરૂપે પરિણમે છે.
અને જેઓ અસંકીર્ણ દ્રવ્ય-ગુણ-પર્યાયો વડે સુસ્થિત એવા ભગવાન આત્માના સ્વભાવનો -
કે જે સકળ વિદ્યાઓનું મૂળ છે તેનો - આશ્રય કરીને યથોકત આત્મસ્વભાવની સંભાવનામાં સમર્થ
હોવાને લીધે પર્યાયમાત્ર પ્રત્યેનું બળ (જોર) દૂર કરીને આત્માના સ્વભાવમાં જ સ્થિતિ કરે છે (-
લીન થાય છે),
----------------------------------------------------------------------
૧. યથોકત- (પૂર્વ ગાથામાં) જેવો કહ્યો તેવો. ૨ સંભાવના - સંચેતન; અનુભવ; માન્યતા; આદર.
૩. નિરર્ગળ - અંકુશ વિનાની; બેહદ. (જેઓ મનુષ્યાદિ પર્યાયમાં લીન છે, તેમને બેહદ એકાંતદ્રષ્ટિ ઊછળે છે.)
૪. અહંકાર- ‘હું’ પણું. પ. મમકાર- “મારા” પણું.
૬. આત્મવ્યવહાર-આત્મારૂપ વર્તન; આત્મારૂપ કાર્ય; આત્મારૂપ વ્યાપાર.
૭. મનુષ્યવ્યવહાર-મનુષ્યરૂપ વર્તન (અર્થાત્ “હું મનુષ્ય જ છું” એવી માન્યતાપૂર્વકનું વર્તન)
૮. જે જીવ પર સાથે એકપણાની માન્યતાપૂર્વક જોડાય તેને પરસમય કહેવામાં આવે છે.
૯. અસંકીર્ણ = ભેળસેળ નહિ એવા; સ્પષ્ટપણે ભિન્ન (ભગવાન આત્મસ્વભાવ સ્પષ્ટ - ભિન્ન (પર સાથે ભેળસેળ નહિ એવા) દ્રવ્ય-
ગુણ-પર્યાયો વડે સુસ્થિત છે.)
* આનુષંગિક-પૂર્વ ગાથાના કથન સાથે સંબંધવાળી.

Page 51 of 540
PDF/HTML Page 60 of 549
single page version

ગાથા – ૯૪ પ્રવચનસાર પ્રવચનો પ૧
તેઓ - જેમણે સહજ ખીલેલી અનેકાંતદ્રષ્ટિ વડે સમસ્ત એકાંતદ્રષ્ટિના પરિગ્રહના આગ્રહો (-પકડો)
પ્રક્ષીણ કર્યા છે એવા - મનુષ્યાદિ ગતિઓમાં અને તે ગતિઓના શરીરોમાં અહંકાર- મમકાર નહિ
કરતાં અનેક ઓરડાઓમાં સંચારિત રત્નદીપકની માફક એકરૂપ જ આત્માને ઉપલબ્ધ કરતા થકા
(અનુભવતા થકા), અવિચલિતચેતના વિલાસમાત્ર આત્મવ્યવહારને અંગીકાર કરીને, જેમાં સમસ્ત
ક્રિયાકલાપને ભેટવામાં આવે છે એવા મનુષ્યવ્યવહારનો આશ્રય નહિ કરતા થકા, રાગદ્વેષના ઉન્મેષ
અટકી ગયા હોવાને લીધે પરમ ઉદાસીનતાને અવલંબતા થકા, સમસ્ત પરદ્રવ્યની સંગતિ દૂર કરી
હોવાને લીધે કેળવ સ્વદ્રવ્ય સાથે સંગતપણું હોવાથી ખરેખર સ્વસમય થાય છે અર્થાત્ સ્વસમયરૂપે
પરિણમે છે.
માટે સ્વસમય જ આત્માનું તત્ત્વ છે.
ભાવાર્થઃ– ‘હું મનુષ્ય છું, શરીરાદિની સમસ્ત ક્રિયાઓ હું કરું છું, સ્ત્રી - પુત્ર-ધનાદિકના
ગ્રહણત્યાગનો હું સ્વામી છું’ વગેરે માનવું તે મનુષ્યવ્યવહાર (મનુષ્યરૂપ વર્તન) છે; ‘માત્ર અચલિત
ચેતના તે જ હું છું’ એમ માનવું - પરિણમવું તે આત્મવ્યવહાર (આત્મારૂપ વર્તન) છે.
જેઓ મનુષ્યાદિપર્યાયમાં લીન છે, તે એકાંતદ્રષ્ટિવાળા લોકો મનુષ્યવ્યવહારનો આશ્રય કરતા
હોવાથી રાગીદ્વેષી થાય છે અને એ રીતે પરદ્રવ્યરૂપ કર્મ સાથે સંબંધ કરતા હોવાથી તેઓ પરસમય છે;
અને જેઓ ભગવાન આત્મસ્વભાવમાં જ સ્થિત છે, તે અનેકાંતદ્રષ્ટિવાળા લોકો મનુષ્યવ્યવહારનો
આશ્રય નહિં કરતાં આત્મવ્યવહારનો આશ્રય કરતા હોવાથી રાગીદ્વેષી થતા નથી અર્થાત્ પરમ
ઉદાસીન રહે છે અને એ રીતે પરદ્રવ્યરૂપ કર્મ સાથે સંબંધ નહિ કરતાં કેવળ સ્વદ્રવ્ય સાથે જ સંબંધ
કરતા હોવાથી તેઓ સ્વસમય છે. ૯૪.









----------------------------------------------------------------------
૧. પરિગ્રહ - સ્વીકાર; અંગીકાર.
૨. સંચારિત-લઈ જવામાં આવતા. (જેમ જુદા જુદા ઓરડામાં લઈ જવામાં આવતો રત્નદીપક એકરૂપ જ છે, તે બિલકુલ ઓરડારૂપ
થતો નથી અને ઓરડાની ક્રિયા કરતો નથી, તેમ જુદા જુદા શરીરોમાં પ્રવેશતો આત્મા એકરૂપ જ છે, તે બિલકુલ શરીરરૂપ નથી
અને શરીરની ક્રિયા કરતો નથી - આમ જ્ઞાની જાણે છે.)
૩. ઉન્મેષ-પ્રગટ થવું તે; પ્રાકટય; સ્ફુરણ.
૪. જે જીવ સ્વ સાથે એકતાની માન્યતાપૂર્વક (સ્વ સાથે) જોડાય તેને સ્વસમય કહેવામાં આવે છે.

Page 52 of 540
PDF/HTML Page 61 of 549
single page version

ગાથા – ૯૪ પ્રવચનસાર પ્રવચનો પ૨
પ્રવચનઃ તા. ૩૦–૩૧. પ. ૭૯.
“હવે આનુષંગિક - એટલે પૂર્વગાથાના કથન સાથે સંબંધવાળી, એવી આ જ સ્વસમય
પરસમયની વ્યવસ્થા (અર્થાત્ સ્વસમય–પરસમયનો ભેદ) નક્કી કરીને (તે વાતનો) ઉપસંહાર કરે
છે.”
‘પ્રવચનસાર’ ગાથા-૯૪
जे पज्जयेसु णिरदा जीवा परसमयिग ति णिद्धिट्ठा।
आदसहावम्मि ठिदा ते सगसमया मुणेदव्वा।।
પર્યાયમાં રત જીવ જે તે ‘પરસમય’ નિર્દિષ્ટ છે;
આત્મસ્વભાવે સ્થિત જે તે ‘સ્વકસમય’ જ્ઞાતવ્ય છે. હરિગીત

* ટીકા
ઃ- જુઓ! અસમાનજાતીય (દ્રવ્યપર્યાય) પહેલા લીધી. “જેઓ જીવપુદ્ગલાત્મક
અસમાનજાતીય દ્રવ્યપર્યાયનો – કે જે સકળ અવિદ્યાઓનું એક મૂળ છે તેનો - આ હા... હા...! અહીં
પર્યાયમૂઢને શરીરની સાથે લઈ લીધો. પર્યાયની દ્રષ્ટિ છે એની દ્રષ્ટિ પર ઉપર જાય છે. તો એ
‘શરીરની પર્યાય મારી છે ને શરીર પર્યાય હું કરું છું’ એવો જે મૂઢ જીવ (એની આવી માન્યતા)
“સકળ અવિદ્યાઓનું મૂળ એ છે” અસમાનજાતીય - (એટલે) જીવ અને પુદ્ગલ (નો સંયોગ) છે.
બન્નેને એક માને છે અને હું પુદ્ગલને કરી શકું છું, પુદ્ગલ મને કરી શકે છે. એવું જે અજ્ઞાન-અવિદ્યા
એ બધું (મિથ્યા અભિપ્રાય) અવિદ્યાનું મૂળ છે. આહા...! ટીકા છે અમૃતચંદ્રાચાર્યની! અસમાનજાતીય
લીધું છે ભાઈ! આત્મામાં અસમાનજાતીય ક્યાં? આત્મા, આત્મા સમાનજાતીય છે. પુદ્ગલને આત્મા
(એક સાથે દેખાય છે) એને એ (મૂઢ) એક માને છે. શરીરને આત્મા માને છે. પર્યાયદ્રષ્ટિવાળાની
દ્રષ્ટિ શરીર ઉપર જાય છે. અને પર્યાયદ્રષ્ટિ છોડીને જે દ્રવ્યદ્રષ્ટિ થઈ તેની દ્રષ્ટિ આત્મા ઉપર, ધ્રુવ
ઉપર છે. સમકિતીની દ્રષ્ટિ ધ્રુવ ઉપર છે. મિથ્યાત્વીની દ્રષ્ટિ, પર્યાય ઉપર છે (એટલે કે) હોય છે દ્રષ્ટિ
શરીર ઉપર - પર ઉપર તેની દ્રષ્ટિ જાય છે. આહા... હા..! આવું ઝીણું હવે એ કરતાં (આવું સમજવા
કરતાં) દયા પાળે, વ્રત કરે, ભક્તિ કરે (ધર્મ થઈ જાય) સહેલું સટ! રખડવાનું! આહા...! આ
મારગ!!
“જેઓ જીવપુદ્ગલાત્મક અસમાનજાતીય દ્રવ્યપર્યાયનો – કે જે સકળ અવિદ્યાઓનું એક
મૂળ છે” - મિથ્યાત્વ નું મૂળ છે.” તેનો આશ્રય કરતા થકા યથોકત આત્મસ્વભાવની સંભાવના
કરવાને”
છે... ને? ‘યથોકત’ - જેવું છે તેવું (સ્વરૂપ) (૯૩) ગાથામાં કહ્યું હતું. સંભાવના નામ
સંચેતન; અનુભવ; માન્યતા; આદર. (અજ્ઞાની મૂઢ) આત્મસ્વભાવની સંભાવના
----------------------------------------------------------------------
* ટીકા, મૂળ ગાથા અને અન્વયાર્થ માટે જુઓ પાના નં. પ૦

Page 53 of 540
PDF/HTML Page 62 of 549
single page version

ગાથા – ૯૪ પ્રવચનસાર પ્રવચનો પ૩
કરવાને એ તો ‘નપુંસક’ છે. એને તો સંસ્કૃતમાં ‘क्लीब’ કહ્યું છે. સંસ્કૃતમાં क्लीब (શબ્દ) છે. જે કોઈ
પ્રાણી, રાગ અને શરીરની અવસ્થા મારી છે એવું માને છે એ નપુંસક છે; પાવૈયા - હીજડા છે! એ
નપુંસકને વીર્ય હોતું નથી, તો પ્રજા થતી નથી. એમ પરને - શરીરને મારું છે, શરીરની ક્રિયા હું કરી શકું
છું એમ માનવું અને એ (માન્યતા) રાગ છે એવડો જ હું છું એમ માનવું - (એ માન્યતા ધરનાર)
નપુંસક છે એને ધર્મની પ્રજા (પર્યાય) ઉત્પન્ન થતી નથી. આહા...હા...હા...! આકરી વાત છે.
‘સમયસાર.’ માં ‘क्लीब’ બે વાર આવ્યું છે. ગાથા-૩૯ ‘इह खलु तदसाधारणलक्षणा–
कलनात्क्लीबत्वेनात्यन्तविमूढाः’ તથા ગાથા - ૧પ૪ ‘दूरन्तकर्मचक्रोत्तरण ‘क्लीब’ तया’
‘क्लीब’ - નપુંસક પુણ્યને ધર્મ માનવાવાળા પાવૈયા - નપુસંજક - હીજડા છે. વ્યવહારરત્નત્રયથી
નિશ્ચયરત્નત્રય થાય છે એમ માનવાવાળા નપુંસક છે એમ કહે છે. કેમકે વ્યવહારરત્નત્રય રાગ છે
અને નિશ્ચયરત્નત્રય તો વીતરાગી પર્યાય છે. તો વીતરાગી પર્યાય તો પોતાના દ્રવ્યસ્વભાવથી ઉત્પન્ન
થાય છે.
રાગથી નહીં, અહા... હા! આમાં (‘પ્રવચનસાર’ માં) નપુંસક એકવાર આવ્યું (છે) ને આ
બીજીવાર (અહીંયાં) આવ્યું છે. અને સમયસારમાં (પણ) બે વાર છે. (અજ્ઞાની, મૂઢ, પુણ્યથી ધર્મ
માનનારને)
‘क्लीब’ કીધા છે. પાઠમાં છે, અહીંયા (આ ગાથામાં) સંસ્કૃત ટીકામાં બીજી લીટીમાં છે.
જુઓ! ‘ययोदितात्मस्वभावसंभावनक्लीवा...’ બીજી ગાથામાં (“જ્ઞેય અધિકાર’ ની) વચ્ચે છે.
‘નપુસંક’ કહે છે. આહા.. હા!
(અહીંયાં) ભગવાન તો એમ કહે છે કે આત્માનું જે વીર્ય છે - (પુરુષાર્થ) ગુણ - એ
પુરુષાર્થ - વીર્ય, સ્વરૂપની રચના કરે છે. વિભાવની રચના કરે એ (આત્મ) વીર્ય નહીં. ૪૭
શક્તિમાં એમ કહે છે. ધીરેથી સમજો! ફરીને... (કહીએ)! આ વીર્યગુણ લીધો ને...! “સમયસાર’
છેલ્લે (પરિશિષ્ટ) માં ૪૭ શક્તિઓ છે - ૪૭ ગુણ છે. એમાં પુરુષાર્થ ગુણ લીધો છે. વીર્યગુણ
ત્રિકાળી (છે). ભગવાને કહ્યો છે. ‘સ્વરૂપની (આત્મસ્વરૂપની) રચનાના સામર્થ્યરૂપ વીર્યશક્તિ’.
પ.
-એ પુરુષાર્થ ગુણનું કાર્ય સ્વરૂપની રચના સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની રચના કરે એને વીર્ય
(શક્તિ) કહીએ. પણ એને છોડીને રાગની રચના કરે એને નપુંસક કહીએ આહા... હા! (પુણ્યના
પક્ષવાળાને) આકરું લાગે! આવો કઈ જાતનો ઉપદેશ કે’ આંહી!
શું કહે છે કેઃ ‘આત્મસ્વભાવની સંભાવના કરવાને નપુંસક’ - ત્રિકાળી ભગવાન ધ્રુવભાવ,
પરમપારિણામિકભાવ, સ્વભાવભાવ પોતાનો સ્વભાવભાવ ત્રિકાળીનો (તેનો) આશ્રય ન લઈને,
પર્યાયમાં રાગનો આશ્રય કરે છે એને અહીં પ્રભુ નપુંસક કહે છે. અમૃતચંદ્રાચાર્ય સંત! મુનિ છે!
પંચમહાવ્રતધારી (ભાવલિંગી સાધુ) છે! આહા... હા! વીર્યગુણમાં એ કહ્યું કેઃ આત્મામાં વીર્યગુણ છે
ત્રિકાળ એ તો શુદ્ધ (પર્યાય) ની રચના કરે છે. એને વીર્ય કહીએ. જે વીર્ય પુણ્ય ને પાપ,
શુભાશુભભાવની રચના કરે એ પોતાનું (આત્મ) વીર્ય નહીં, એ બળ નહી, નામર્દાઈ છે. એ
‘સમયસાર’ માં આવી ગયું છે. (ત્યાં) ગાથા-૩૯ ને ૧પ૪માં નામર્દ કહ્યું છે. રાગની રચના કરીને
ધર્મ માનવાવાળા છે એ નામર્દ છે, મર્દ નહીં, આહા... હા!

Page 54 of 540
PDF/HTML Page 63 of 549
single page version

ગાથા – ૯૪ પ્રવચનસાર પ્રવચનો પ૪
પંડિતજી! કઠણ લાગે (પણ) આ તો પરમાત્માની વાણી છે. પ્રભુ! આ કોઈને કંઈ કહેણ આવ્યા
(અંતર અનુભવથી વાણી આવી) આ તો સર્વજ્ઞ ત્રિલોકનાથ, પરમાત્મા, સીમંધરસ્વામી ભગવાન-
એની આ વાણી છે, આહા... હા!
શું કહ્યું કેઃ “જીવ–પુદ્ગલસ્વરૂપ અસમાનજાતીય દ્રવ્યપર્યાય – કે જે સકળ અવિદ્યાઓનું મૂળ
છે.” -રાગની ક્રિયા હું કરું છું; શરીરની ક્રિયા હું કરું છું એ (અભિપ્રાય) સર્વ મિથ્યાત્વનું મૂળ છે.
‘તેનો આશ્રય કરતા થકા યથોકત આત્મસ્વભાવ.” જે ત્રિકાળી સ્વભાવ છે. છે તો દ્રવ્ય-ગુણ-
પર્યાય. શું કીધું એ? શું કહે છે કેઃ આ સ્વભાવ-આત્માનો સ્વભાવ - ને વિપરીત અને પરભાવ કર્મ-
શરીર (આદિ) એને પોતાના માને છે એ પરસમય, મિથ્યાદ્રષ્ટિ છે. આહા... હા...! પોતાનો
દ્રવ્યસ્વભાવ એ ઓલામાં (ગાથા-૯૩) માં કીધો છે. ‘સર્વ પદાર્થોનું દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપ જ
યથાર્થ છે.”
- એ દ્રવ્ય- ગુણ- પર્યાયનું સ્વરૂપ ભગવાને કહ્યું એમાં એ ત્રણેમાંથી (માત્ર) પર્યાયનો
આશ્રય લે છે તે મિથ્યાદ્રષ્ટિ છે. છે તો દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય (પોતાના પોતામાં) પોતાનામાં
(પર્યાય) પરને કારણે નહી છતાં (માત્ર) પર્યાયનો આશ્રય લેવો નહી. એ ત્રિકાળી ભગવાન
(આત્મ) સ્વભાવનો આશ્રય લેવો એ સમયને સમકિત છે.