Purusharth Siddhi Upay (Gujarati). Introduction; Thanks & our request; Version History; Corrigenda (Corrections) From Internet Version 1 to Version 2; Differences between Physical book & Version 1; Edition Information; Pujya Gurudev Shree KanjiSwami; Publisher's Note; Prastaavna; Contents; PurusarthSiddhi-Upay; Mangalacharan (Pt. Todarmalji); Mangalacharan (Amrutchandra Acharya); Shlok: 1-5 ; Bhoomika.

Next Page >


Combined PDF/HTML Page 1 of 10

 

Page -11 of 186
PDF/HTML Page 1 of 198
single page version

શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવ વિરચિત

પુરુષાર્થસિદ્ધિ– ઉપાય

મૂળ શ્લોકો, ગુજરાતી અન્વયાર્થ અને પંડિતપ્રવર
ટોડરમલજીકૃત ટીકા ઉપરથી

ગુજરાતી અનુવાદ

ઃ અનુવાદકઃ
બ્ર. વ્રજલાલ ગિરધરલાલ શાહ
બી.એ (ઓનર્સ); એસ.ટી.સી.; રાષ્ટ્રભાષારત્ન.
વઢવાણ શહેર
–ઃ પ્રકાશકઃ–
શ્રી વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ
ભાવનગર (સૌરાષ્ટ્ર)


Page -10 of 186
PDF/HTML Page 2 of 198
single page version

This shastra has been kindly donated by Madhubhai Shah, London, UK who has paid for it to be "electronised" and made available on the internet in memory of Mrs Hiruben Rajpar Shah and Mrs Savitaben Jivraj Shah.

Version history

Version Number Date Comments
002 17 March 2012 Corrections made –
see Corrigenda.
001 10 February 200 1st Internet Version


Page -9 of 186
PDF/HTML Page 3 of 198
single page version

Corrigenda
Location
Current Text –
Mistake highlighted in
red
Correction –
highlighted in red
સમ્યગ્જ્ઞાન પછી
ચાત્રિ
૪૪
સમ્યગ્જ્ઞાન પછી
ચારિત્ર
૪૪
(
–ઃ
Contents page
અનુક્રમણિકાઃ–
),
th
4
line, right hand side
of page,
ચારિત્રનું
લાક્ષણ
૪ત્ર
ચારિત્રનું
લક્ષણ
૪ત્ર
–ઃ
(
Contents page
અનુક્રમણિકાઃ–
),
th
5
line, right hand side
of page,
[अपवादिकी]
અપવાદરૂપ
[अपवादिकी]
અપવાદરૂપ
Shastra Page 67,
Gatha 75, Anvaiyarth,
line 4 3 (Verfied
against Gujarati
scanned version &
Hindi scanned version
)
નિવૃત્તિ
[विचित्ररूपा]
નિવૃત્તિ
[विचित्ररूपा]
અનેકરૂપ
.
જે
અનેકરૂપ
.
છે
મનુષ્ય, ગૃહ, સંપદા
વગેર
મનુષ્ય, ગૃહ, સંપદા
વગેર

Shastra Page 99,
Gatha 128, Anvaiyarth,
line 2 3 (Verfied
against Gujarati
scanned version)
[त्यक्तुम्]
છોડવાને
[न
[त्यक्तुम्]
છોડવાને
[न
शक्य]
સમર્થ ન હોય
शक्य]
સમર્થ ન હોય
[सः]
તે પરિગ્રહ
[सः]
તે પરિગ્રહ
રહે અર્થાત્ વિષયકષાયોમાંથી
ચિત્ત સદા વિરક્ત જ રહે છે
તેથી પ્રત્યેક ગૃહસ્થે
રહે અર્થાત્ વિષયકષાયોમાંથી
ચિત્ત સદા વિરક્ત જ રહે છે
તેથી પ્રત્યેક ગૃહસ્થે
Shastra Page 114,
Gatha 152, Bhavarth,
line 3 (Verfied against
Tika in this gujarati
version & Hindi
scanned version of this
shastra
)
ઉપવાસ
સામાયિક
વિવિક્ત શય્યાસન,
વિવિક્ત શય્યાસન,
Shastra Page 152,
Gatha 198, Anvayarth,
line 2 (Verfied against
mool gatha in this
Gujarati version &
Anvayarth in Hindi
scanned version of this
shastra
)
[रसत्यागः]
રસ પરિત્યાગ,
[रसत्यागः]
રસ પરિત્યાગ,
[
कालक्लेश
ः]
કાયક્લેશ
[
कायक्लेश
ः]
કાયક્લેશ
[च]
અને
[वृत्तेः
[च]
અને
[वृत्तेः
પ્રકારના
શાસ્ત્રોની
સ્વાધ્યાય
પ્રકારના
શાસ્ત્રોનુ
સ્વાધ્યાય
Shastra Page 154,
Gatha 199, tika, line 2
(Same text verfied
against Hindi scanned
version of this shastra
)
કરવી
, શીખવું, શીખવવું,
કરવું,
શીખવું, શીખવવું,
વિચારવું, મનન કરવું. એ
સ્વાધ્યાય
વિચારવું, મનન કરવું. એ
સ્વાધ્યાય
[प्रत्याख्यानं]
પ્રત્યાખ્યાન
[प्रत्याख्यानं]
પ્રત્યાખ્યાન
Shastra Page 155,
Gatha 201, Anvayarth,
line 2 (Verfied against
scanned Gujarati
version
)
[च]
અને
[वपुषो
[च]
અને
[वपुषो
व्युत्सर्गः]
કાર્યોત્સર્ગ
[इति]
व्युत्सर्गः]
કાયોત્સર્ગ
[इति]
એ રીતે
[इदम्]
એ રીતે
[इदम्]


Page -8 of 186
PDF/HTML Page 4 of 198
single page version

અરતિ, અલાભ, મચ્છર
વગેરેના ડંશ, નિન્દા,
અરતિ, અલાભ, મચ્છર
વગેરેના ડંશ, નિન્દા,
Shastra Page 163,
Gatha 206-208, Tika,
line 5 (Verfied against
anvayarth in this
Gujarati version & Tika
in Hindi scanned
version of this shastra
)
રોગ,
રોગનુ
દુઃખ,
શરીરનો મળ, કાંટા
દુઃખ,
શરીરનો મળ, કાંટા
વગેરે લાગવા,
વગેરે લાગવા,
અજ્ઞાન, અદર્શન, જ્ઞાન,
આદરસત્કાર, શયન
અજ્ઞાન, અદર્શન, જ્ઞાન,
આદરસત્કાર, શયન,
Shastra Page 163,
Gatha 206-208, Tika,
line 7 (Verfied against
anvayarth in this
Gujarati version & Tika
in Hindi scanned
version of this shastra
)
, ચાલવું,
ચાલવું,
આસન
અને
સ્ત્રીના
વધ,
આસન
અને
સ્ત્રી –
બાવીસ
બાવીસ
આ તરસ છીપી નથી.
નરકગતિ અને તિર્યંચગતિમાં
તેં ઘણી તરસ
આ તરસ છીપી નથી.
નરકગતિ અને તિર્યંચગતિમાં
તેં ઘણી તરસ
Shastra Page 164,
Gatha 206-208, line 4
(Verfied Gujarati
scanned version &
Hindi scanned version
of this shastra
)
સહજ
કરી છે
સહન
કરી છે
અને ત્યાં
અને ત્યાં

Previous Version Differences
Sr.
Page
No.
Line
No.
2nd Edition (Printed) 1st Internet Edition
Version 001
अि
अि
1
24
4
તુર
તુર
2
28
6
નત્રય
રત્
નત્રય
3
32
20
સમ્યગ્દર્શન
ની
સમ્યગ્દર્શન
થી
4
34
25
આ તેનાં
આપ્તનાં
5
38
Last
[निश्च
यः
]
[निश्चय
तः
]
6
53
19
ચંડા
ચંડા
7
57
16
कृ
छे्र
कृ
च्छे्र
8
75
5
વગેરે કહેવા
વગેરે
વચન
કહેવા
9
81
10
પ્રત્યાખ્યાનાવણ
પ્રત્યાખ્યાનાવ
10
120
18
ર્ષા
સમિતિ
ર્યા
સમિતિ
11
157
12


Page -7 of 186
PDF/HTML Page 5 of 198
single page version

વિક્રમ સંવત ૨૦૨૨
દ્વિતીયાવૃત્તિઃ પ્રત ૨૧૦૦

વીર સંવત ૨પ૦૪ વિક્રમ સંવત ૨૦૩૪

ઃમુદ્રકઃ
મગનલાલ જૈન
અજિત મુદ્રણાલય,
સોનગઢ (સૌરાષ્ટ્ર)


Page -6 of 186
PDF/HTML Page 6 of 198
single page version

પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી


Page -5 of 186
PDF/HTML Page 7 of 198
single page version

શ્રી પુરુષાર્થ સિદ્ધયુપાયદર્શક સંતોને નમસ્કાર!

–ઃ પ્રકાશકીય નિવેદનઃ–

અતિ પ્રશસ્ત અધ્યાત્મવિદ્યાકુશળ તથા જિનાગમમર્મજ્ઞ શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે ‘પુરુષાર્થસિદ્ધયુપાય’ અપર નામ ‘જિનપ્રવચનરહસ્ય–કોષ’ ની રચના કરી છે. તેના પર આચાર્યકલ્પ પં. શ્રી ટોડરમલજીકૃત ભાષા–ટીકા મૂળ ઢૂંઢારીમાં છે. તેનો ગુજરાતી ભાષામાં આ અનુવાદ બીજી આવૃત્તિમાં પ્રસિદ્ધ કરીને મુમુક્ષુઓને આપતાં અત્યાનંદ અનુભવાય છે.

પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ રચેલ દેશભાષામય ટીકા અપૂર્ણ રહી ગયેલ છે. ત્યારબાદ પં.શ્રી દૌલતરામજીએ વિ. સં. ૧૮૨૭માં તે પૂર્ણ કરેલ છે.

આ ગ્રંથ વીર સં. ૨૪પ૬માં શ્રી દુલીચંદજી પરવાર, માલિક જિનવાણી પ્રચારક કાર્યાલય, કલકત્તા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ, પણ તેમાં અનેક અશુદ્ધિઓ રહી જવા પામેલ; તેથી અત્યંત સાવધાની અને શ્રમપૂર્વક તેને શુદ્ધ કરીને આ ગુજરાતી ભાષાંતર તૈયાર કરવામાં આવેલ છે. આ ગ્રંથ ઉપરોક્ત પ્રકાશકની સંમતિ લઈને છપાવ્યો છે અને સંમતિ આપવા બદલ તેમનો આભાર માનવામાં આવે છે.

સર્વજ્ઞ વીતરાગ કથિત વસ્તુસ્વભાવદર્શક જૈનધર્મનું માહાત્મ્ય, અહિંસાદિ વ્રતોનું સ્વરૂપ, ગૃહસ્થોચિત નીતિમય વ્યવહારધર્મ અર્થાત્ સમ્યગ્દર્શનપૂર્વક યથાપદવી ચારિત્રમય જૈનત્વ શું છે તેનું અત્યંત સુગમ શૈલીથી વર્ણન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આત્મહિત માટે પુરુષાર્થનો ધારાવાહી સ્ત્રોત જેઓ નિરંતર વહાવી રહ્યા છે એવા આત્મજ્ઞ સંત પૂજ્ય શ્રી કાનજીસ્વામી પાસેથી પ્રેરણા પામીને સદ્ધર્મપ્રેમી બ્ર. ભાઈશ્રી વ્રજલાલ ગિરધરલાલ શાહે આ અનુવાદ તૈયાર કરી આપ્યો છે.

બ્ર. શ્રી વ્રજલાલભાઈ બી. એ. (ઓનર્સ) એસ. ટી. સી. હોવા ઉપરાંત રાષ્ટ્રભાષારત્ન છે. તેઓ અતિ નમ્ર, વૈરાગ્યશીલ, બાલબ્રહ્મચારી, ઉત્તમ ધાર્મિકવૃત્તિવાળા, નિઃસ્પૃહી સજ્જન છે. વઢવાણ શહેરની હાઈસ્કૂલમાં પ્રતિષ્ઠાપ્રાપ્ત શિક્ષક છે.


Page -4 of 186
PDF/HTML Page 8 of 198
single page version

તેઓ દર વર્ષે બંને વેકેશનોમાં સોનગઢ આવીને પૂજ્ય ગુરુદેવશ્રીનાં કલ્યાણપથપ્રદર્શક પ્રવચનોનો તથા અધ્યાત્મચર્ચાનો અલભ્ય લાભ લ્યે છે. ગ્રીષ્માવકાશમાં સોનગઢમાં ચાલતા ધાર્મિક શિક્ષણવર્ગમાં વિધાર્થીઓને તેમની સચોટ શૈલીથી શિક્ષણ પણ આપે છે. તેમણે આ શાસ્ત્રનો ગુજરાતી અનુવાદ જિનવાણી પ્રત્યેની ભક્તિવશ, અત્યંત ઉલ્લાસપૂર્વક, તદ્ન નિઃસ્પૃહભાવે કરી આપ્યો છે. તે માટે આ સંસ્થા તેમની અત્યંત ઋણી છે અને ધન્યવાદ આપવા સાથે તેમનો આભાર માને છે.

સોનગઢમાં અજિત મુદ્રણાલયના માલિક શ્રી મગનલાલ જૈને પૂરેપૂરી સાવધાની રાખીને સુંદર ઢંગથી આ ગ્રંથ છાપી આપ્યો તે બદલ તેમનો આભાર માનીએ છીએ.

પરમશ્રુતપ્રભાવક–મંડળ દ્વારા સંચાલિત રાયચંદ્ર જૈન શાસ્ત્રમાળા, મુંબઈ તરફથી પ્રકાશિત ‘‘પુરુષાર્થસિદ્ધયુપાય’’ ગ્રંથમાં છપાયેલ મૂળ શ્લોકો તથા અન્વયાર્થ સંશોધનકાર્યમાં ઉપકારભૂત થયા છે, તથા તેમાંથી સમાધિમરણ અર્થાત્ સલ્લેખના ધર્મ સંબંધી લેખ ઉદ્ધૃત કરેલ છે, તે બદલ ઉપરોક્ત મંડળનો આભાર માનવામાં આવે છે.

જિનેન્દ્ર કથિત નિશ્ચય–વ્યવહારની સંધિવાળું સુલભ વર્ણન આ ગ્રંથમાંથી વાંચી– વિચારીને, નયપક્ષના રાગથી મધ્યસ્થ થઈ જિજ્ઞાસુઓ સ્વસન્મુખતારૂપ અપૂર્વ સમ્યગ્દર્શન– જ્ઞાન–ચારિત્રની પ્રાપ્તિ માટે નિરંતર પુરુષાર્થવંત બનો એ ભાવના. ભાવનગર ઃ નિવેદકઃ પોસ વદ પ ટ્રસ્ટીગણ સં. ૨૦૩૪ શ્રી વીતરાગ સત્સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ ભાવનગર


Page -3 of 186
PDF/HTML Page 9 of 198
single page version

આ ગ્રંથનું નામ ‘પુરુષાર્થસિદ્ધયુપાય’ અથવા ‘જિનપ્રવચનરહસ્ય–કોષ’ છે. પુરુષ અર્થાત્ આત્માના પ્રયોજનની સિદ્ધિનો ઉપાય અથવા જૈનસિદ્ધાંતનાં રહસ્યોનો ભંડાર–એવો તેનો અર્થ થાય છે. સમસ્ત દુઃખરૂપી સંસારનું મૂળ મિથ્યાશ્રદ્ધા છે અને સત્યસુખરૂપી ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. તે સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક નિજાત્મસ્વરૂપમાં લીન થવું તે પુરુષાર્થની સિદ્ધિનો ઉપાય છે. અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ જ પુરુષાર્થસિદ્ધિ–ઉપાય છે.

આ ગ્રન્થના રચયિતા શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ છે. આધ્યાત્મિક વિદ્વાનોમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય પછી જો કોઈનું નામ લેવામાં આવે તો તે શ્રી અમૃતચંદ્રાચાર્ય છે. આવા મહાન અને ઉત્તમ પ્રજ્ઞાવંત આચાર્યદેવના વિષયમાં તેમની સાહિત્ય–રચના સિવાય અન્ય કાંઈ પણ સામગ્રી ઉપલબ્ધ નથી. તેઓ આ ભરતક્ષેત્રમાં સ્વરૂપાનંદની મસ્તીમાં ઝુલતા, પ્રચુર સંવેદનસ્વરૂપ સ્વસંવેદનથી આત્મવૈભવ પોતામાં પ્રગટ કરનાર અનેક ઉત્તમ ગુણોના ધારક મહાન સંત હતા. વળી તેઓ ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય વિરચિત પરમાગમ શ્રી સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાયસંગ્રહ શાસ્ત્રના અદ્વિતીય ટીકાકાર તથા ‘કલિકાલ ગણધર’ ની ઉપમાને પ્રાપ્ત હતા.

ઉપરોક્ત શાસ્ત્રોની સંસ્કૃત ટીકા ઉપરાંત ‘તત્ત્વાર્થસાર’ અને ‘પુરુષાર્થસિદ્ધયુપાય’ તેમની મૌલિક રચના છે. તેના અભ્યાસીઓ તેમની સર્વોત્તમ પ્રજ્ઞાની મુક્ત કંઠે પ્રશંસા કરે છે. આત્મજ્ઞ સંત પૂજ્ય શ્રી કાનજીસ્વામી તો અનેક વખત ફરમાવે છે કે ‘ગણધરદેવ તુલ્ય તેમની સંસ્કૃત ટીકા ન હોત તો ભગવાન શ્રી કુંદકુંદાચાર્યનું હાર્દ સમજી શકાત નહિ. તેમણે સર્વજ્ઞ પરમાત્માની વાણીના અપૂર્વ, અચિંત્ય રહસ્ય ખોલ્યાં છે.’ એવા મહાન્ યોગીશ્વરને અત્યંત ભક્તિભાવે નમસ્કાર હો!

પુરુષાર્થસિદ્ધયુપાય ઉપર ત્રણ ટીકાઓ ઉપલબ્ધ છે. પ્રથમ સંસ્કૃત ટીકા છે તેના કર્તા અજ્ઞાત છે, બીજી ટીકા પંડિતપ્રવર શ્રી ટોડરમલજી તથા પં. શ્રી દૌલતરામજી કૃત ઢૂંઢારી ભાષામાં છે ત્રીજી ટીકા પં. શ્રી ભૂધર મિશ્ર રચિત વ્રજભાષામાં છે.

બીજી ટીકા પ્રસિદ્ધ ભાષાટીકાકાર પં. પ્રવર શ્રી ટોડરમલજીની અંતિમ કૃતિ હોય એમ લાગે છે કારણ કે તે અપૂર્ણ રહી ગઈ છે. જો તેઓ જીવિત હોત તો


Page -2 of 186
PDF/HTML Page 10 of 198
single page version

અવશ્ય તેને પૂર્ણ કરત. ત્યારબાદ આ ટીકા જયપુરના મહારાજા પૃથ્વીસિંહજીના મુખ્ય દીવાન શ્રી રતનચંદજીની પ્રેરણાથી પં. શ્રી દૌલતરામજીએ સં. ૧૮૨૭માં પૂર્ણ કરી છે. તે ટીકાનો ગુજરાતી અનુવાદ આ ગ્રંથમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે એ રીતે બંને પંડિતોનો ઉપકાર છે.

જૈનધર્મ જ અહિંસાપ્રધાન છે. નિશ્ચય–અહિંસા તો વીતરાગી શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર છે તેનું, તથા વ્યવહાર–અહિંસાનું વાસ્તવિક સ્વરૂપ શ્રી જિનેન્દ્રકથિત શાસ્ત્રોમાં પ્રરૂપવામાં આવ્યું છે.

હિંસ્ય, હિંસક, હિંસા અને હિંસાનું ફળ– એ ચાર બાબતોના જ્ઞાન વિના તથા ભૂતાર્થ નિજજ્ઞાયકસ્વભાવનો આશ્રય કર્યા વિના હિંસાનો યથાર્થ ત્યાગ થઈ શકતો નથી. શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે અહિંસાનું વર્ણન જે અપૂર્વ શૈલીથી આ ગ્રંથમાં કર્યું છે તેવું અન્ય મતના કોઈ ગ્રંથમાં છે જ નહિ. તેમણે મિથ્યાશ્રદ્ધા ઉપરાંત હિંસા, અસત્ય, ચૌર્ય, અબ્રહ્મ અને પરિગ્રહાદિ પાપોને ખૂબીની સાથે કેવળ હિંસારૂપ જ સાબિત કરેલ છે. વર્તમાનમાં તો પશુવધ, માંસભક્ષણ અને અભક્ષ્યાદિના પ્રચાર દ્વારા હિંસાની જ પુષ્ટિ થઈ રહી છે, તેના ત્યાગ વગર વિશ્વમાં શાંતિની પ્રાપ્તિ થવી અસંભવિત છે. તેથી સર્વજ્ઞ વીતરાગ કથિત અહિંસાના રહસ્યને સમજી જગતના સર્વ જીવો શાંતિનો અનુભવ કરો એ જ ભાવના. સોનગઢ –બ્ર ગુલાબચંદ જૈન તા. ૨–૯–૬૬


Page -1 of 186
PDF/HTML Page 11 of 198
single page version

વિષય
પૃષ્ઠ
વિષય
પૃષ્ઠ
પં. ટોડરમલજીનું મંગળાચરણ
સમ્યક્ચારિત્રનું વ્યાખ્યાન
૪૪
શ્રી અમૃતચંદ્રાચાર્યનું મંગળાચરણ
૨ સમ્યક્ચારિત્ર કોણે અંગીકાર કરવું?
૪૪
ભૂમિકા
૬ સમ્યગ્જ્ઞાન પછી ચારિત્ર
૪૪
વક્તાનું લક્ષણ
૬ ચારિત્રનું લક્ષણ
૪પ
નિશ્ચય–વ્યવહારનયનું સ્વરૂપ
૬ ચારિત્રનું ભેદ અને સ્વામી
૪૬
શ્રોતા કેવા ગુણવાળા હોવા જોઈએ
૧૧ પાંચ પાપ એક હિંસારૂપ જ છે.
૪૭
ગ્રંથ પ્રારંભ
૧૩
અહિંસાવ્રત
૪૮
પુરુષનું સ્વરૂપ
૧૩ હિંસા–અહિંસાનું લક્ષણ અને તેનો ભેદ
૪૮
કર્ત્તા–ભોક્તા
૧પ હિંસા છોડવા માટે પ્રથમ શું કરવું
૬૦
પુરુષાર્થના પ્રયોજનની સિદ્ધિ
૧૬ મદ્ય, માસ, મધના દોષ અને તેનાથી
પુદ્ગલ અને જીવ સ્વયં પરિણમે છે
૧૭ અમર્યાદિત હિંસા
૬૧
સંસારનું મૂળ કારણ
૧૯ પાંચ ઉદુમ્બર ફળના દોષ, તેના ભક્ષણ
પુરુષાર્થસિદ્ધિનો ઉપાય
૨૧ કરનારને વિશિષ્ટ રાગરૂપ હિંસા
૬પ
મુનિની અલૌકિક વૃત્તિ
૨૧ એ આઠ પદાર્થોનો ત્યાગ કરનાર જૈન–
ઉપદેશ દેવાનો ક્રમ
૨૨ ધર્મના ઉપદેશને પાત્ર થાય છે.
૬૭
ક્રમ ભંગ કરનાર દંડને પાત્ર
૨૩ હિંસાદિકનો ત્યાગ
૬૭
શ્રાવકધર્મ વ્યાખ્યાન
૨પ સ્વચ્છંદપણાનો નિષેધ
૬૯
પ્રથમ સમ્યક્ત્વ જ અંગીકાર કરવું
૨૬ અહિંસા ધર્મને સાધતાં કુયુક્તિયોથી
સમ્યક્ત્વનું લક્ષણ
૨૬ સાવધાન કરે છે
૬૯
સાત તત્ત્વો
૨૭
સત્યવ્રત
૭૭
સમ્યક્ત્વના આઠ અંગ
૩૦ તેનો ભેદ
૭૭
સમ્યગ્જ્ઞાન અધિકાર
૩૭ ચૌર્ય પાપનું વર્ણન
૮૩
પ્રમાણ–નયોનું સ્વરૂપ
૩૭
અચૌર્ય વ્રત
૮૬?
પ્રથમ સમ્યક્ત્વ પછી જ્ઞાન કેમ?
૩૯ કુશીનું સ્વરૂપ
૮૬
બન્ને સાથે છે તો કારણ–કાર્ય શું?
૪૦
બ્રહ્મચર્ય વ્રત
૮૬?
સમ્યગ્જ્ઞાનનું લક્ષણ
૪૧ પરિગ્રહ પાપનું સ્વરૂપ
૮૯
સમ્યગ્જ્ઞાનના આઠ અંગ
૪૨ તેના ભેદ
૯૧


Page 0 of 186
PDF/HTML Page 12 of 198
single page version

વિષય
પૃષ્ઠ
વિષય
પૃષ્ઠ
હિંસા–અહિંસા
૯૨ બાર વ્રતોનો અતિચાર
૧૪૧
બન્ને પરિગ્રહોમાં હિંસા
૯૩ અતિચાર ત્યાગનું ફળ
૧૪૮?
અપરિગ્રહ વ્રત
૯૯
સકળચારિત્રનું વ્યાખ્યાન
૧પ૧
બાહ્યપરિગ્રહ ત્યાગનો ક્રમ
૯૯ તપના બે ભેદ
૧પ૧
રાત્રિભોજનમાં ભાવહિંસા; દ્રવ્યહિંસા
૧૦૪ બાહ્ય–અભ્યંતર તપના ભેદ
૧પ૨
સાત શીલવ્રત
૧૦પ મુનિવ્રત ધારણ કરવાનો ઉપદેશ
૧પ૪
૧–દિગ્વ્રત
૧૦પ છ આવશ્યક
૧પપ
૨–દેશવ્રત
૧૦૬ ત્રણગુપ્તિ
૧પ૬
૩–અનર્થદંડવ્રત
૧૦૭ પાંચ સમિતિ
૧પ૭
તેના પાંચ ભેદ
૧૦૬ દશ ધર્મો
૧પ૮
ચાર શિક્ષાવ્રત
૧૧૨ બાર ભાવનાઓ
૧પ૯
પહેલું સામાયિક શિક્ષાવ્રત
૧૧૨ બાવીશ પરિષહો
૧૬૨
સામાયિકની વિધિ
૧૧૨ રત્નત્રય માટે પ્રેરણા
૧૬૮
બીજું શિક્ષાવ્રત–પ્રોષધોપવાસ
૧૧૪ અપૂર્ણરત્નત્રય છે તેનાથી બંધ થતો
ઉપવાસના દિવસ–રાત્રિનું કર્તવ્ય
૧૧પ નથી પણ રાગથી થાય છે
૧૬૯
ઉપવાસમાં વિશેષપણે અહિંસાની પુષ્ટિ
૧૧૮ અંશેરાગ, અંશે સમ્યક્રત્નત્રયનું ફળ
૧૭૦
ત્રીજું શિક્ષાવ્રત–ભોગોપભોગપરિમાણ
૧૨૦ કર્મોનો બંધ અને તેમાં કારણ
૧૭૨
તેના ભેદ
૧૨૧ રત્નત્રયથી બંધ થતો નથી
૧૭૪
ચોથુંજ શિક્ષાવ્રત–વૈયાવૃત્ય
૧૨૬ તીર્થંકરાદિ નામકર્મનો બંધ પણ
દાતાના સાત ગુણ
૧૨૭ રત્નત્રયવડે થતો નથી
૧૭પ
નવધા ભક્તિના નામ
૧૨૭ રત્નત્રયધર્મ મોક્ષનું જ કારણ છે;
કેવી વસ્તુનું દાન દેવું
૧૨૮ પુણ્યાસ્ત્રવ તે શુભોપયોગનો અપરાધ
૧૭૭
છે.
પાત્રોના ભેદ
૧૨૯ નિશ્ચય–વ્યવહાર મોક્ષમાર્ગ
૧૭૮
દાન આપવાથી હિંસાનો ત્યાગ
૧૩૧ પરમાત્મા
૧૭૯
સલ્લેખનાધર્મ વ્યાખ્યાન
૧૩૩ જૈનનીતિ–નયવિવક્ષા
૧૮૦
સમાધિમરણની વિધિ
૧૩પ શાસ્ત્રરચના શબ્દોએ કરી છે
અમારાથી
તેમાં કાંઈ કરાયું નથી
૧૮૧
સલ્લેખના પણ અહિંસા છે
૧૩૯
શ્લોકોની વર્ણાનુક્રમણિકા
૧૮૩


Page 1 of 186
PDF/HTML Page 13 of 198
single page version

श्रीजिनाय नमः
શ્રીમદ્–અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત

પુરુષાર્થસિદ્ધિ–ઉપાય

આચાર્યકલ્પ શ્રી પં. ટોડરમલજીકૃત ભાષાવચનિકાનો
ગુજરાતી અનુવાદ

મંગલાચરણ

(દોહા)– પરમ પુરુષ નિજ અર્થને, સાધિ થયા ગુણવૃંદ;
આનન્દામૃતચન્દ્રને, વંદું છું સુખકંદ.
બાની બિન બૈન ન બને, બૈન બિના બિન નૈન;
નૈન બિના ના બાન બન, નમોં બાનિ બિન બૈન.
ગુરુ ઉર ભાવૈ આપ પર, તારક, બારક પાપ;
સુરગુરુ ગાવૈ આપ પર, હારક વાચ કલાપ. ૩
મૈં નમો નગન જૈન જિન, જ્ઞાન ધ્યાન ધન લીન;
મૈન માન વિન દાનઘન, એન હીન તન છીન. ૪

ભાવાર્થઃ– જે પરમ પુરુષ નિજ સ્વરૂપ સાધીને શુદ્ધગુણ સમૂહરૂપે થયા તે સુખકન્દ આનંદસ્વરૂપ શ્રી અમૃતચંદ્રાચાર્યને વંદું છું. ૧. વાણીનો યોગ ન હોય તો વર્ણન થાય નહીં, જિનવાણીના વર્ણન વિના જ્ઞાનચક્ષુ ન હોય, ભાવભાસનરૂપ જ્ઞાનચક્ષુ વિના વર્ણનને નિમિત્ત કહી શકાતું નથી, નિરક્ષરી જિનવાણીને નમસ્કાર હો. ૨. શ્રીગુરુ કેવા છે? કે હૃદયમાં સ્વ–પર ભેદવિજ્ઞાન ભાવે છે, તારક છે, પાપનું નિવારણ કરનારા છે; વચનબલી વાદીને જીતનારા જે સુરગુરુ તેઓ ભેદવિજ્ઞાન ગાય છે–ભક્તિ કરે છે.


Page 2 of 186
PDF/HTML Page 14 of 198
single page version

હું જિનમુદ્રાધારક જૈન નગ્ન દિગમ્બર મુનિને નમસ્કાર કરું છું કે જેઓ જ્ઞાન–ધ્યાનરૂપી ધન–સ્વરૂપમાં લીન છે, કામ, માન (ઘમંડ, કર્તૃત્વ, મમત્વ)થી રહિત, મેઘ સમાન ધર્મોપદેશની વૃષ્ટિ કરનારા, પાપરહિત અને ક્ષીણકાય છે, અર્થાત્ કષાય અને કાયા ક્ષીણ છે તથા જ્ઞાનસ્વરૂપમાં બેહદ પુષ્ટ છે. ૪.

(કવિત્ત– સવૈયા મનહર ૩૧ વર્ણ)

કોઈ નર નિશ્ચયથી આતમાને શુદ્ધ માની,
થયા છે સ્વચ્છંદ ન પિછાને નિજ શુદ્ધતા;
કોઈ વ્યવહાર દાન તપ શીલ ભાવને જ
આતમાનું હિત માની છાંડે નહિ મૂઢતા;
કોઈ વ્યવહારનય–નિશ્ચયના મારગને
ભિન્નભિન્ન જાણીને કરે છે નિજ ઉદ્ધતા;
જાણે જ્યારે નિશ્ચયના ભેદ વ્યવહાર સહુ,
કારણને ઉપચાર માને ત્યારે બુદ્ધતા.
(દોહા)– શ્રીગુરુ પરમ દયાળ થઈ દિયો સત્ય ઉપદેશ,
જ્ઞાની માને જાણીને, મૂઢ ગ્રહે છે કલેશ.

હવે ગ્રન્થકર્તા શ્રી અમૃતચન્દ્રાચાર્યદેવ મંગલાચરણનિમિત્તે પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરીને આ જીવનું પ્રયોજન સિદ્ધ થવાના કારણભૂત નિશ્ચય અને વ્યવહાર મોક્ષમાર્ગની એકતારૂપ ઉપદેશ જેમાં છે એવા ગ્રન્થનો આરંભ કરે છે.

सूत्रावतारः–

(આર્યા છન્દ)

तज्जयति परं ज्योतिः समं समस्तैरनन्तपर्यायैः।
दर्पणतल इव सकला प्रतिफलति पदार्थमालिका यत्र ।। १।।

અન્વયાર્થઃ– [यत्र] જેમાં [दर्पणतल इव] દર્પણની સપાટીની પેઠે [सकला] બધા [पदार्थमालिका] પદાર્થોનો સમૂહ [समस्तैरनन्तपर्यायैः समं] અતીત, અનાગત અને વર્તમાનકાળના સમસ્ત અનંત પર્યાયો સહિત [प्रतिफलति] પ્રતિબિંબિત થાય છે, [तत्] તે [परं ज्योतिः] સર્વોત્કૃષ્ટ શુદ્ધચેતનાસ્વરૂપ પ્રકાશ [जयति] જયવંત વર્તો.


Page 3 of 186
PDF/HTML Page 15 of 198
single page version

ટીકાઃ– ‘तत् परं ज्योतिः जयति’ –તે પરમ જ્યોતિ–સર્વોત્કૃષ્ટ શુદ્ધ ચેતનાનો પ્રકાશ જયવંત વર્તે છે. તે કેવો છે? ‘यत्र सकला पदार्थमालिका प्रतिफलति– જે શુદ્ધ ચેતના પ્રકાશમાં બધા જ જીવાદિ પદાર્થોનો સમૂહ પ્રતિબિંબિત થાય છે. કેવી રીતે? ‘समस्तैः अनन्त पर्यायैः समं’–પોતાના સમસ્ત અનંત પર્યાયો સહિત પ્રતિબિંબિત થાય છે.

ભાવાર્થઃ– શુદ્ધ ચેતના પ્રકાશનો કોઈ એવો જ મહિમા છે કે તેમાં જેટલા પદાર્થો છે તે બધા જ પોતાના આકાર સહિત પ્રતિમા સમાન થાય છે. કયા દ્રષ્ટાંતે? ‘दर्पणतल इव– અરીસાના ઉપરના ભાગમાં ઘટપટાદિ પ્રતિબિંબિત થાય છે તેમ. અહીં અરીસાનું દ્રષ્ટાંત આપ્યું છે તેનું પ્રયોજન એ જાણવું કે અરીસાને એવી ઈચ્છા નથી કે હું આ પદાર્થોને પ્રતિબિંબિત કરું. જેમ લોઢાની સોય લોહચુંબકની પાસે પોતાની મેળે જાય છે તેમ અરીસો પોતાનું સ્વરૂપ છોડી તેમને પ્રતિબિંબિત કરવા માટે પદાર્થની સમીપે જતો નથી. વળી તે પદાર્થો પણ પોતાનું સ્વરૂપ છોડીને તે અરીસામાં પેસતા નથી. જેમ કોઈ પુરુષ (બીજા) કોઈ પુરુષને કહે કે અમારું આ કામ કરો જ, તેમ તે પદાર્થો પોતાને પ્રતિબિંબિત કરવાની અરીસાને પ્રાર્થના પણ કરતા નથી. સહજ જ એવો સંબંધ છે કે જેવો તે પદાર્થોનો આકાર છે તેવા જ આકારરૂપે અરીસામાં પ્રતિબિંબિત થાય છે. પ્રતિબિંબિ પડતાં અરીસો એમ માનતો નથી કે આ પદાર્થો મારા માટે ભલા છે, ઉપકારી છે, રાગ કરવા યોગ્ય છે, બધા પદાર્થો પ્રત્યે સમાન ભાવ પ્રવર્તે છે. જેવી રીતે અરીસામાં કેટલાક ઘટપટાદિ પદાર્થો પ્રતિબિંબિત થાય છે તેવી જ રીતે જ્ઞાનરૂપી દર્પણમાં સમસ્ત જીવાદિ પ્રતિબિંબિત થાય છે એવું કોઈ દ્રવ્ય કે પર્યાય નથી જે જ્ઞાનમાં ન આવ્યું હોય. આવા શુદ્ધ ચૈતન્યરૂપ પ્રકાશનો સર્વોત્કૃષ્ટ મહિમા સ્તુતિ કરવા યોગ્ય છે.

અહીં કોઈ પ્રશ્ન કરે છે કે અહીં ગુણનું સ્તવન કર્યું, કોઈ પદાર્થનું નામ ન લીધું તેનું કારણ શું? પહેલાં પદાર્થનું નામ લેવું જોઈએ અને પછી ગુણનું વર્ણન કરવું જોઈએ. તેનો ઉત્તરઃ– અહીં આચાર્યે પોતાનું પરીક્ષાપ્રધાનપણું પ્રગટ કર્યું છે. ભક્ત બે પ્રકારના છે–એક આજ્ઞાપ્રધાન, બીજા પરીક્ષાપ્રધાન. જે જીવો પરંપરા માર્ગવડે ગમે તેવા દેવ–ગુરુનો ઉપદેશ પ્રમાણ કરીને વિનયાદિ ક્રિયારૂપ પ્રવર્તે તેને આજ્ઞાપ્રધાન કહીએ અને જેઓ પોતાના સમ્યગ્જ્ઞાન વડે પહેલાં સ્તુતિ કરવા યોગ્ય ગુણનો નિશ્ચય કરે અને પછી જેમનામાં તે ગુણ હોય તેમના પ્રત્યે વિનયાદિ ક્રિયારૂપ પ્રવર્તે તેને પરીક્ષાપ્રધાન કહીએ. કેમ કે કોઈ પદ, વેશ અથવા


Page 4 of 186
PDF/HTML Page 16 of 198
single page version

સ્થાન પૂજ્ય નથી, ગુણ પૂજ્ય છે તેથી અહીં શુદ્ધ ચેતના પ્રકાશરૂપ ગુણ સ્તુતિ કરવા યોગ્ય છે એમ આચાર્યે નિશ્ચય કર્યો. જેમનામાં એવો ગુણ હોય તે સહજ જ સ્તૃતિ કરવા યોગ્ય થયો. કારણ કે જે ગુણ છે તે દ્રવ્યના આશ્રયે છે, જુદો નથી એમ વિચારીને નિશ્ચય કરીએ તો એવો ગુણ પ્રગટરૂપ અરિહંત અને સિદ્ધમાં હોય છે. આ રીતે પોતાના ઈષ્ટદેવનું સ્તવન કર્યું. ૧.

હવે ઈષ્ટ આગમનું સ્તવન કરે છે.

परमागमस्य जीवं निषिद्धजात्यन्धसिन्धुरविधानम्।
सकलनयविलसितानां विरोधमथनं नमाम्यनेकान्तम्।। २।।

અન્વયાર્થઃ– [निषिद्धजात्यन्धसिन्धुरविधानम्] જન્મથી અંધ પુરુષોના હાથીના વિધાનનો નિષેધ કરનાર [सकलनयविलसितानाम्] સમસ્ત નયોથી પ્રકાશિત વસ્તુસ્વભાવોના [विरोध मथनं] વિરોધોને દૂર કરનાર [परमागमस्य] ઉત્કૃષ્ટ જૈન સિદ્ધાન્તના [जीवं] જીવભૂત[अनेकान्तम्] અનેકાન્તને–એક પક્ષરહિત સ્યાદ્વાદને હું અમૃતચંદ્રસૂરિ [नमामि] નમસ્કાર કરું છું.

ટીકાઃ– ‘अहं अनेकान्तं नमामि’– હું–ગ્રંથકર્તા અનેકાન્ત–એકપક્ષ રહિત સ્યાદ્વાદને નમસ્કાર કરું છું. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જિનાગમને નમસ્કાર કરવા હતા, અહીં સ્યાદ્વાદને નમસ્કાર કર્યા તેનું કારણ શું? તેનો ઉત્તર–જે સ્યાદ્વાદને અમે નમસ્કાર કર્યા તે કેવો છે? ‘परमागमस्य जीवं’– ઉત્કૃષ્ટ જૈન સિદ્ધાંતના જીવભૂત છે.

ભાવાર્થઃ– જેમ શરીર જીવ સહિત કાર્યકારી છે, જીવ વિનાનું મૃતક શરીર કાંઈ કામનું નથી તેમ જૈન સિદ્ધાંત છે તે વચનાત્મક છે, વચન ક્રમવર્તી છે. તે જે કથન કરે છે તે એક નયની પ્રધાનતાથી કરે છે, પરન્તુ જૈન સિદ્ધાંત સર્વત્ર સ્યાદ્વાદથી વ્યાપ્ત છે. જ્યાં એક નયની પ્રધાનતા છે ત્યાં બીજો નય સાપેક્ષ છે તેથી જૈન સિદ્ધાંત આ જીવને કાર્યકારી છે. અન્યમતના સિદ્ધાંત એક પક્ષથી દૂષિત છે, સ્યાદ્વાદરહિત છે માટે કાર્યકારી નથી. જે જૈનશાસ્ત્રના ઉપદેશને પણ પોતાના અજ્ઞાનથી સ્યાદ્વાદરહિત શ્રદ્ધે છે તેને વિપરીત ફળ મળે છે. માટે સ્યાદ્વાદ પરમાગમના જીવભૂત છે. તેને નમસ્કાર કરું છું.

વળી કેવો છે સ્યાદ્વાદ? ‘निषिद्धजात्यन्धसिन्धुरविधानं’ જન્માંધ પુરુષોનું હસ્તિ–વિધાન જેણે દૂર કર્યું છે એવો છે. જેમ ઘણા જન્માંધ પુરુષો મળ્‌યા. તેમણે _________________________________________________________________ ङ्क्त पाठान्तर बीज


Page 5 of 186
PDF/HTML Page 17 of 198
single page version

એક હાથીના અનેક અંગ પોતાની સ્પર્શન્દ્રિયથી જુદા જુદા જાણ્યા. આંખો વિના આખા સર્વાંગ હાથીને ન જાણવાથી હાથીનું સ્વરૂપ અનેક પ્રકારે કહીને (એક અંગને જ સર્વાંગ ગણીને) પરસ્પર વાદ કરવા લાગ્યા. ત્યાં આંખો વાળો પુરુષ હાથીનો યથાર્થ નિર્ણય કરીને તેમની ભિન્ન ભિન્ન કલ્પનાને દૂર કરે છે, તેમ અજ્ઞાની એક વસ્તુના અનેક અંગોનો પોતાની બુદ્ધિથી જુદી જુદી અન્ય અન્ય રીતિથી નિશ્ચય કરે છે. સમ્યગ્જ્ઞાન વિના સર્વાંગ (સંપૂર્ણ) વસ્તુને ન જાણવાથી એકાંતરૂપ વસ્તુ માનીને પરસ્પર વાદ કરે છે ત્યાં સ્યાદ્વાદ વિદ્યાના બળ વડે સમ્યગ્જ્ઞાની યથાર્થપણે વસ્તુનો નિર્ણય કરી તેમની ભિન્ન ભિન્ન કલ્પના દૂર કરે છે. તેનું ઉદાહરણ–

સાંખ્યમતી વસ્તુને નિત્ય જ માને છે, બૌદ્ધમતી ક્ષણિક જ માને છે, સ્યાદ્વાદી કહે છે કે જો વસ્તુ સર્વથા નિત્ય જ હોય તો અનેક અવસ્થાનું પલટવું થાય છે તે કેવી રીતે બને છે? જો વસ્તુને સર્વથા ક્ષણિક માનીએ તો ‘જે વસ્તુ પહેલાં દેખી હતી તે આ જ છે’ એવું પ્રત્યભિજ્ઞાન કેવી રીતે થાય છે? માટે કથંચિત્ દ્રવ્યની અપેક્ષાએ વસ્તુ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ ક્ષણિક છે. આ રીતે સ્યાદ્વાદ વડે સર્વાંગ વસ્તુનો નિર્ણય કરવામાં આવે ત્યારે એકાંત શ્રદ્ધાનો નિષેધ થાય છે. વળી કેવો છે સ્યાદ્વાદ? ‘सकलनयविलसितानां विरोधमथनं’ સમસ્ત નયોથી પ્રકાશિત જે વસ્તુનો સ્વભાવ તેના વિરોધને દૂર કરે છે.

ભાવાર્થઃ– નયવિવક્ષાથી વસ્તુમાં અનેક સ્વભાવો છે. વળી તેમાં પરસ્પર વિરોધ છે. જેમ કે અસ્તિ અને નાસ્તિનું પ્રતિપક્ષપણું છે, પરન્તુ જ્યારે સ્યાદ્વાદથી સ્થાપન કરીએ ત્યારે સર્વ વિરોધ દૂર થાય છે. કેવી રીતે? એક જ પદાર્થ કથંચિત્ સ્વચતુષ્ટયની અપેક્ષાએ અસ્તિરૂપ છે, કથંચિત્ પરચતુષ્ટયની અપેક્ષાએ નાસ્તિરૂપ છે. કથંચિત્ સમુદાયની અપેક્ષાએ એકરૂપ છે, કથંચિત્ ગુણપર્યાયની અપેક્ષાએ અનેકરૂપ છે. કથંચિત્ સંજ્ઞા, સંખ્યા, લક્ષણની અપેક્ષાએ ગુણ– પર્યાયાદિ અનેક–ભેદરૂપ છે, કથંચિત્ સત્ની અપેક્ષાએ અભેદરૂપ છે. કથંચિત્ દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે, કથંચિત્ પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. આ રીતે સ્યાદ્વાદ સર્વ વિરોધને દૂર કરે છે. સ્યાત્ એટલે કથંચિત્ નય અપેક્ષાએ, વાદ એટલે વસ્તુસ્વભાવનું કથન તેને સ્યાદ્વાદ કહે છે, તેને નમસ્કાર કર્યા. ૨.

આગળ આચાર્ય ગ્રન્થ કરવાની પ્રતિજ્ઞા કરે છે.

लोकत्रयैकनेत्रं निरूप्य परमागमं प्रयत्नेन।
अस्माभिरुपोद्ध्रियते विदुषां पुरुषार्थसिद्धयुपायोऽयम्।। ३।।


Page 6 of 186
PDF/HTML Page 18 of 198
single page version

અન્વયાર્થઃ– [लोकत्रयैकनेत्रं] ત્રણ લોક સંબંધી પદાર્થોને પ્રકાશિત કરવામાં અદ્વિતીય નેત્ર [परमागमं] ઉત્કૃષ્ટ જૈનાગમને [प्रयत्नेन] અનેક પ્રકારના ઉપાયોથી [निरूप्य] જાણીને અર્થાત્ પરંપરા જૈન સિદ્ધાંતોના નિરૂપણપૂર્વક [अस्माभिः] અમારા વડે [विदुषां] વિદ્વાનોને માટે [अयं][पुरुषार्थसिद्धयुपायः] પુરુષાર્થસિદ્ધિઉપાય નામનો ગ્રન્થ [उपोद्ध्रियते] ઉદ્ધાર કરવામાં આવે છે.

ટીકાઃ– ‘अस्माभिः विदुषां अयं पुरुषार्थसिद्धयुपायः’ उपोद्ध्रियते’ –અમે ગ્રન્થકર્તા જ્ઞાની જીવોને માટે આ પુરુષાર્થસિદ્ધિઉપાય નામનો ગ્રન્થ અથવા ચૈતન્યપુરુષનું પ્રયોજન સિદ્ધ કરવાનો ઉપાય પ્રગટ કરીએ છીએ. ‘किं कृत्वा’ –કેવી રીતે? ‘प्रयत्नेन’–અનેક પ્રકારે ઉદ્યમ કરીને સાવધાનતાથી–‘परमागमं निरूप्य’– પરંપરાથી જૈન સિદ્ધાન્તનો વિચાર કરીને.

ભાવાર્થઃ– જેવી રીતે કેવળી, શ્રુતકેવળી અને આચાર્યોના ઉપદેશની પરંપરા છે તેનો વિચાર કરીને અમે ઉપદેશ કરીએ છીએ, સ્વમતિથી કલ્પિત રચના કરતા નથી. કેવાં છે પરમાગમ? ‘लोकत्रयैकनेत्रं’– ત્રણે લોકમાં ત્રણ લોક સંબંધી પદાર્થોને બતાવવા માટે અદ્વિતીય નેત્ર છે. ૩.

આ ગ્રન્થ ની શરૂઆતમાં વક્તા, શ્રોતા અને ગ્રન્થનું વર્ણન કરવું જોઈએ. એવી પરંપરા છે.

માટે પ્રથમ જ વક્તાનું લક્ષણ કહે છે–

मुख्योपचारविवरण–निरस्तदुस्तरविनेय दुबोेर्धाः।
व्यवहारनिश्चयज्ञाः प्रवर्तयन्ते
जगति तीर्थम्।। ४।।

અન્વયાર્થઃ– [मुख्योपचारविवरणनिरस्तदुस्तरविनेय दुर्बोधाः] મુખ્ય અને ઉપચાર કથનના વિવેચન વડે પ્રગટપણે શિષ્યોનો દુર્નિવાર અજ્ઞાનભાવ જેમણે નષ્ટ કર્યો છે તેવા તથા [व्यवहारनिश्चयज्ञाः] વ્યવહારનય અને નિશ્ચયનયના જાણનાર એવા આચાર્યો [जगति] જગતમાં [तीर्थं] ધર્મતીર્થ [प्रवर्तयन्ते] પ્રવર્તાવે છે.

ટીકાઃ– ‘व्यवहारनिश्चयज्ञाः जगति तीर्थं प्रवर्तयन्ते’– વ્યવહાર અને નિશ્ચયના જાણનાર આચાર્યો આ લોકમાં ધર્મતીર્થ પ્રવર્તાવે છે. કેવા છે આચાર્ય? ‘मुख्योपचारविवरणनिरस्तदुस्तरविनेय दुर्बोधाः’– મુખ્ય અને ઉપચાર કથનવડે શિષ્યના અપાર અજ્ઞાનભાવનો જેમણે નાશ કર્યો છે એવા છે.


Page 7 of 186
PDF/HTML Page 19 of 198
single page version

ભાવાર્થઃ– ઉપદેશદાતા આચાર્યમાં અનેક ગુણો જોઈએ. પણ વ્યવહાર અને નિશ્ચયનયનું જાણપણું મુખ્ય જોઈએ. શા માટે? જીવોને અનાદિનો અજ્ઞાનભાવ છે તે મુખ્ય (– નિશ્ચય) કથન અને ઉપચાર (–વ્યવહાર)કથનના જાણપણાથી દૂર થાય છે. ત્યાં મુખ્ય કથન તો નિશ્ચયનયને આધીન છે. તે જ બતાવીએ છીએ. ‘‘સ્વાશ્રિત તે નિશ્ચય.’’ જે પોતાના જ આશ્રયે હોય તેને નિશ્ચય કહીએ. જે દ્રવ્યના અસ્તિત્વમાં જે ભાવ પ્રાપ્ત હોય તે દ્રવ્યમાં તેનું જ સ્થાપન કરવું, પરમાણુમાત્ર પણ અન્ય કલ્પના ન કરવી તેને સ્વાશ્રિત કહીએ. તેનું જે કથન તેને મુખ્ય કહીએ. એને જાણવાથી અનાદિ શરીરાદિ પરદ્રવ્યમાં એકત્વશ્રદ્ધાનરૂપ અજ્ઞાનભાવનો અભાવ થાય છે. ભેદવિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સર્વ પરદ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો અનુભવ થાય છે. ત્યાં પરમાનંદદશામાં મગ્ન થઈ કેવળદશાને પામે છે. જે અજ્ઞાની આને જાણ્યા વિના ધર્મમાં લાગે છે તે શરીરાશ્રિત ક્રિયાકાંડને ઉપાદેય જાણી, સંસારનું કારણ જે શુભોપયોગ તેને જ મુક્તિનું કારણ માની, સ્વરૂપથી ભ્રષ્ટ થયો થકો સંસારમાં ભમે છે. તેથી મુખ્ય (–નિશ્ચય) કથનનું જાણપણું અવશ્ય જોઈએ. તે નિશ્ચયનયને આધીન છે તેથી ઉપદેશદાતા નિશ્ચયનયના જાણનાર જોઈએ. કારણ કે પોતે જ ન જાણે તે શિષ્યોને કેવી રીતે સમજાવી શકે?

વળી ‘‘પરાશ્રિતો વ્યવહારઃ’’ જે પરદ્રવ્યને આશ્રિત હોય તેને વ્યવહાર કહીએ. કિંચિત્માત્ર કારણ પામીને અન્ય દ્રવ્યનો ભાવ અન્ય દ્રવ્યમાં સ્થાપન કરે તેને પરાશ્રિત કહે છે. તેનું જે કથન તેને ઉપચાર કથન કહે છે. એને જાણીને શરીરાદિ સાથે સંબંધરૂપ સંસારદશા છે તેને જાણીને, સંસારનાં કારણ જે આસ્રવબંધ તેને ઓળખી, મુક્તિ થવાના ઉપાય જે સંવર– નિર્જરા તેમાં પ્રવર્તે. અજ્ઞાની એને જાણ્યા વિના શુદ્ધોપયોગી થવા ઈચ્છે છે તે પહેલાં જ વ્યવહારસાધનને છોડીને પાપાચરણમાં જોડાઈ, નરકાદિક દુઃખસંકટમાં જઈને પડે છે. તેથી ઉપચાર કથનનું પણ જાણપણું જોઈએ. તે વ્યવહારનયને આધીન છે તેથી ઉપદેશદાતાને વ્યવહારનું પણ જાણપણું જોઇએ. આ રીતે બન્ને નયોના જાણનાર આચાર્ય ધર્મતીર્થના પ્રવર્તક છે, બીજા નહિ. ૪.

આગળ કહે છે કે આચાર્ય બેય નયોનો ઉપદેશ કેવી રીતે કરે છે?

निश्चयमिह भूतार्थं व्यवहारं वर्णयन्त्यभूतार्थम्।
भूतार्थबोधविमुखः प्रायः सर्वोऽपि
संसारः।। ५।।


Page 8 of 186
PDF/HTML Page 20 of 198
single page version

અન્વયાર્થઃ– [इह] આ ગં્રથમાં[निश्चयं] નિશ્ચયનયને [भूतार्थ] ભૂતાર્થ અને [व्यवहारं] વ્યવહારનયને[अभूतार्थ] અભૂતાર્થ [वर्णयन्ति] વર્ણન કરે છે. [प्रायः] ઘણું કરીને [भूतार्थबोधविमुखः] ભૂતાર્થ અર્થાત્ નિશ્ચયનયના જ્ઞાનથી વિરુદ્ધ જે અભિપ્રાય છે, તે [सर्वोऽपि] બધોય [संसार] સંસાર સ્વરૂપ છે.

ટીકાઃ– ‘इह निश्चयं भूतार्थ व्यवहारं अभूतार्थ वर्णयन्ति’ આચાર્ય આ બન્ને નયોમાં નિશ્ચયનયને ભૂતાર્થ કહે છે અને વ્યવહારનયને અભૂતાર્થ કહે છે.

ભાવાર્થઃ– ભૂતાર્થ નામ સત્યાર્થનું છે. ભૂત એટલે જે પદાર્થમાં હોય તે અને અર્થ એટલે ‘ભાવ.’ તેને જે પ્રકાશે, બીજી કલ્પના ન કરે તેને ‘ભૂતાર્થ’ કહીએ. જેમ કે સત્યવાદી સત્ય જ કહે, કલ્પના કરીને કહે નહિ. તે જ બતાવીએ છીએ. જોકે જીવ અને પુદ્ગલનો અનાદિથી એકક્ષેત્રાવગાહ સંબંધ છે, બન્ને મળેલા જેવા દેખાય છે તોપણ નિશ્ચયનય આત્મદ્રવ્યને શરીરાદિ પર દ્રવ્યોથી ભિન્ન જ પ્રકાશે છે. તે જ ભિન્નતા મુક્તિ દશામાં પ્રગટ થાય છે. માટે નિશ્ચયનય સત્યાર્થ છે.

વળી અભૂતાર્થ નામ અસત્યાર્થનું છે. અભૂત એટલે જે પદાર્થમાં ન હોય તે અર્થ એટલે ભાવ, તેને જે પ્રકાશે અનેક કલ્પના કરે તેને અભૂતાર્થ કહીએ. જેમ જૂઠું બોલનાર માણસ જરાપણ કારણનું બહાનું– છળ પામે તો અનેક કલ્પના કરી તાદશ કરી બતાવે. તે જ કહીએ છીએ. જોકે જીવ અને પુદ્ગલની સત્તા ભિન્ન છે, સ્વભાવ ભિન્ન છે, પ્રદેશ ભિન્ન છે તોપણ એકક્ષેત્રાવગાહ સંબંધનું છળ (બ્હાનું) પ્રાપ્ત કરીને ‘‘આત્મદ્રવ્યને શરીરાદિ પરદ્રવ્યથી એકપણું કહે છે,’’ મુક્ત દશામાં પ્રગટ ભિન્નતા થાય છે એમ વ્યવહારનય પોતે જ ભિન્ન ભિન્ન પ્રકાશવાને તૈયાર થાય છે. તેથી વ્યવહારનય અસત્યાર્થ છે. प्रायः भूतार्थबोधमुखः सर्वोऽपि संसारः– અતિશયપણે સત્યાર્થ જે નિશ્ચયનય તેના જાણપણાથી ઉલટો જે પરિણામ (અભિપ્રાય) તે બધોય સંસાર સ્વરૂપ છે.

ભાવાર્થઃ– સંસાર કોઈ જુદો પદાર્થ નથી. આ આત્માના પરિણામ નિશ્ચયનયના શ્રદ્ધાનથી વિમુખ થઈ, શરીરાદિ પરદ્રવ્ય સાથે એકત્વ શ્રદ્ધાનરૂપ પ્રવર્તે તેનું જ નામ સંસાર. તેથી જે સંસારથી મુક્ત થવા ઈચ્છે છે તેણે શુદ્ધનયની સન્મુખ રહેવું યોગ્ય છે.

તે જ બતાવીએ છીએ. જેમ ઘણા મનુષ્ય કાદવના સંયોગથી જેનું નિર્મળપણું આચ્છાદિત થયું છે એવા સમળ જળને જ પીએ છે અને કોઈ પોતાના હાથવડે