Purusharth Siddhi Upay (Gujarati). Aparigrah Vrat; Shlok: 111-142 ; 7 (Saat) Sheel Vrat.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 6 of 10

 

Page 89 of 186
PDF/HTML Page 101 of 198
single page version

પરિગ્રહ પાપનું સ્વરૂપ

या मूर्च्छा नामेयं विज्ञातव्यः परिग्रहो ह्येषः।
मोहोदयादुदीर्णो
मूर्च्छा तु ममत्वपरिणामः।। १११।।

અન્વયાર્થઃ– [इयं][या] જે [मूर्च्छा नाम] મૂર્ચ્છા છે [एषः] એને જ [हि] નિશ્ચયથી [परिग्रहः] પરિગ્રહ [विज्ञातव्यः] જાણવો જોઈએ. [तु] અને [मोहोदयात्] મોહના ઉદયથી [उदीर्णः] ઉત્પન્ન થયેલ [ममत्वपरिणामः] મમત્વરૂપ પરિણામ જ [मूर्च्छा] મૂર્ચ્છા છે.

ટીકાઃ– ‘या इयं मूर्च्छा नाम हि एषः परिग्रहः विज्ञातव्यः तु (पुनः) मोहोदयात् उदीर्णः ममत्वपरिणाम मूर्च्छा (अस्ति)’ – હે ભવ્ય જીવો! જે આ મૂર્ચ્છા છે તે જ ખરેખર પરિગ્રહ છે. મૂર્ચ્છા એટલે શું? તે કહે છે. ચારિત્રમોહનીય કર્મના ઉદયથી ઉદયને પ્રાપ્ત થયેલ જે મમત્વપરિણામ (અર્થાત્ આ મારું છે એવા પરિણામ) તેને જ મૂર્ચ્છા કહે છે. ૧૧૧.

મમત્વપરિણામ જ વાસ્તવિક પરિગ્રહ છે એ વાતને દ્રઢ કરે છેઃ–

मूर्छालक्षणकरणात् सुघटा व्याप्तिः परिग्रहत्वस्य।
सग्रन्थो मूर्च्छावान विनापि
किल शेषमङ्गेभ्यः।। ११२।।

અન્વયાર્થઃ– [परिग्रहत्वस्य] પરિગ્રહપણાનું [मूर्छालक्षणकरणात्] મૂર્છા લક્ષણ કરવાથી [व्याप्तिः] વ્યાપ્તિ [सुघटा] સારી રીતે ઘટિત થાય છે, કેમ કે [शेषसङ्गेभ्यः] બીજા પરિગ્રહ [विना अपि] વિના પણ [मूर्छावान्] મૂર્છા કરનાર પુરુષ [किल] નિશ્ચયથી [सग्रन्थः] બાહ્ય પરિગ્રહ સહિત છે.

ટીકાઃ– ‘परिग्रहत्वस्य मूर्छालक्षणकरणात् व्याप्तिः सुघटा (यतः) किल शेषसंगेभ्यः विना अपि मूर्छावान् सग्रन्थः भवति’– પરિગ્રહના ભાવનું લક્ષણ મૂર્ચ્છા કર્યું તેમાં વ્યાપ્તિ બરાબર બને છે. કેમ કે ધન–ધાન્યાદિ બાહ્ય પરિગ્રહ વિના પણ મમત્વપરિણામવાળો જીવ પરિગ્રહ સહિત હોય છે.

ભાવાર્થઃ– સાહચર્યના નિયમને વ્યાપ્તિ કહે છે, અર્થાત્ જ્યાં લક્ષણ હોય ત્યાં લક્ષ્ય પણ હોય તેનું નામ વ્યાપ્તિ છે. તેથી જ્યાં જ્યાં મૂર્ચ્છા છે ત્યાં ત્યાં અવશ્ય પરિગ્રહ છે અને જ્યાં મૂર્ચ્છા નથી ત્યાં પરિગ્રહ પણ નથી. મૂર્ચ્છાની પરિગ્રહની સાથે


Page 90 of 186
PDF/HTML Page 102 of 198
single page version

વ્યાપ્તિ છે. કોઈ જીવ નગ્ન છે, બાહ્ય પરિગ્રહથી રહિત છે, પણ જો અંતરંગમાં મૂર્ચ્છા અર્થાત્ મમત્વપરિણામ છે તો તે પરિગ્રહવાન જ છે. અને એક મમત્વના ત્યાગી દિગંબર મુનિને પીંછી, કમંડળરૂપ બાહ્ય પરિગ્રહ હોવા છતાં પણ અંતરંગમાં મમત્વ નથી તેથી તે વાસ્તવિક પરિગ્રહથી રહિત જ છે. ૧૧૨.

શંકાકારની શંકા

यद्येवं भवति तदा परिग्रहो न खलु कोऽपि बहिरङ्ग।
भवति नितरां यतोऽसौ
धत्ते मूर्छानिमित्तत्वम्।। ११३।।

અન્વયાર્થઃ– [यदि]જો [एवं] આમ [भवति] છે અર્થાત્ મૂર્ચ્છા જ પરિગ્રહ હોય [तदा તો [खलु] નિશ્ચયથી [बहिरङ्गः परिग्रहः] બાહ્ય પરિગ્રહ [कः अपि] કાંઈ પણ [न भवति] નહિ સિદ્ધ થાય, તો એમ નથી [यतः] કેમ કે [असौ] એ બાહ્ય પરિગ્રહ [मूर्छानिमित्तत्वम्] મૂર્ચ્છાના નિમિત્તપણાને [नितरां] અતિશયપણે [धत्ते] ધારણ કરે છે.

ટીકાઃ– પ્રશ્ન– ‘खलु यदि एवं भवति तदा बहिरंगः कोऽपि परिग्रहः न (स्यात्)

ઉત્તરઃ– यः असौ (बहिरंगः) नितरां मूर्छानिमित्तत्वम् धत्ते’– અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જો નિશ્ચયથી મૂર્ચ્છાનું જ નામ પરિગ્રહ છે તો પછી ધન–ધાન્યાદિ બાહ્યવસ્તુ પરિગ્રહ ન ઠરી. એને પરિગ્રહ શા માટે કહો છો? શ્રીગુરુ ઉત્તર આપે છેઃ–આ બાહ્ય ધન–ધાન્યાદિ તો અત્યંતપણે પરિગ્રહ છે કેમ કે બાહ્યવસ્તુ જ મૂર્ચ્છાનું કારણ છે.

ભાવાર્થઃ– પરિગ્રહનું લક્ષણ તો મૂર્ચ્છા જ છે. પણ બાહ્ય ધન–ધાન્યાદિ વસ્તુ મૂર્ચ્છા ઉપજાવવાને (નિમિત્ત) કારણ છે માટે તેને પણ પરિગ્રહ કહીએ છીએ. ૧૧૩.

શંકાકારની શંકા

एवमतिव्याप्तिः स्यात्परिग्रहस्येति चेद्भवेन्नैवम्।
यस्मादकषायाणां कर्मग्रहणे
न मूर्च्छास्ति।। ११४।।

અન્વયાર્થઃ– [एवं] આ રીતે [परिग्रहस्य] બાહ્ય પરિગ્રહની [अतिव्याप्तिः] અતિવ્યાપ્તિ [स्यात्] થાય છે [इति चेत्] એમ જો કદાચ કહો તો [एवं] એમ [न भवेत्] થતું નથી [यस्मात्] કારણ કે [अकषायाणां] કષાયરહિત અર્થાત્ વીતરાગી પુરુષોને [कर्मग्रहणे] કાર્મણવર્ગણાના ગ્રહણમાં [मूर्च्छा] મૂર્ચ્છા [नास्ति] નથી.


Page 91 of 186
PDF/HTML Page 103 of 198
single page version

ટીકાઃ– ‘एवं परिग्रहस्य अतिव्याप्तिः स्यात् इति चेत् न एवं भवेत् यस्मात् अकषायाणां कर्मग्रहणे मूर्च्छा नास्ति’– અર્થઃ– અહીં કોઈ પ્રશ્ન કરે કે જો પરિગ્રહને મૂર્ચ્છા ઉત્પન્ન કરવાનું નિશ્ચયકારણ કહેશો તો (मूर्च्छा परिग्रहः) એ લક્ષણમાં અતિવ્યાપ્તિ દોષ આવશે, કેમકે અર્હંત અવસ્થામાં પણ કાર્મણવર્ગણા તથા નોકર્મવર્ગણા–એ બન્નેના ગ્રહણરૂપ પરિગ્રહ છે ત્યાં પણ મૂર્ચ્છા થઈ જશે. તો તેમ નથી, કારણ કે કષાયરહિત જીવોને કર્મ–નોકર્મનું ગ્રહણ હોવા છતાં પણ મૂર્ચ્છા અર્થાત્ મમત્વપરિણામ નથી.

ભાવાર્થઃ– અતિવ્યાપ્તિ તો ત્યારે થાય જો નિષ્પરિગ્રહી વીતરાગી મહાપુરુષોને મૂર્ચ્છા હોય. તે તો તેમને હોતી નથી, માટે વીતરાગી અર્હંત ભગવાનને કર્મ–નોકર્મનું ગ્રહણ હોવા છતાં પણ મૂર્ચ્છા વિના પરિગ્રહ નામ પામતું નથી. તેથી અતિવ્યાપ્તિ દોષ નથી. બાહ્યવસ્તુ મૂર્ચ્છા ઉપજાવવાનું કારણમાત્ર છે તેથી તેને ઉપચારથી પરિગ્રહ કહી દીધેલ છે. વાસ્તવમાં પરિગ્રહનું લક્ષણ મૂર્ચ્છા જ છે. ૧૧૪.

પરિગ્રહના ભેદ

अतिसंक्षेपाद् द्विविधः स भवेदाभ्यन्तरश्च बाह्यश्च।
प्रथमश्चतुर्दशविधो भवति द्विविधो
द्वितीयस्तु।। ११५।।

અન્વયાર્થઃ– [सः] તે પરિગ્રહ [अतिसंक्षेपात्] અત્યંત સંક્ષિપ્તપણે [आभ्यन्तरः] અંતરંગ [च] અને [बाह्मः] બહિરંગ [द्विविधः] બે પ્રકારે [भवेत्] છે [च] અને [प्रथमः] પહેલો અંતરંગ પરિગ્રહ [चतुर्दशविधः] ચૌદ પ્રકારનો [तु] તથા [द्वितीयः] બીજો બહિરંગ પરિગ્રહ [द्विविधः] બે પ્રકારનો [भवति] છે.

ટીકાઃ– ‘स (परिग्रहः) अति संक्षेपात् द्विविधः आभ्यन्तरः बाह्यश्च प्रथमः (आभ्यन्तरः) चतुर्दशविधः भवति द्वितीयस्तु द्विविधः भवति’– અર્થઃ– તે પરિગ્રહ સંક્ષેપમાં બે પ્રકારનો છે. પહેલો આભ્યંતર, બીજો બાહ્ય. અંતરંગ આત્માના પરિણામને આભ્યંતર પરિગ્રહ કહે છે અને બહારના બધા પદાર્થોને બાહ્ય પરિગ્રહ કહે છે. પહેલો પરિગ્રહ ચૌદ પ્રકારનો છે, બીજો બાહ્ય પરિગ્રહ બે પ્રકારનો છે. ૧૧પ.

આભ્યંતર પરિગ્રહના ચૌદ ભેદ

मिथ्यात्ववेदरागास्तथैव हास्यादयश्च षड् दोषा।
चत्वारश्च कषायाश्चतुर्दशाभ्यन्तरा
ग्रन्थाः।। ११६।।


Page 92 of 186
PDF/HTML Page 104 of 198
single page version

અન્વયાર્થઃ– [मिथ्यात्ववेदरागाः] મિથ્યાત્વ, સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદના રાગ [तथैव च] એ જ રીતે [हास्यादयः] હાસ્યાદિ અર્થાત્ હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા એ [षड् दोषाः] છ દોષ [च] અને [चत्वारः] ચાર અર્થાત્ ક્રોધ, માન, માયા, લોભ અથવા અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણી અને સંજ્વલન એ ચાર [कषाया] કષાયભાવ–આ રીતે [आभ्यन्तराः ग्रन्थाः] અંતરંગ પરિગ્રહ [चतुर्दश] ચૌદ છે.

ટીકાઃ– ‘आभ्यन्तराः ग्रन्थाः मिथ्यात्ववेदरागाः तथैव हास्यादयः षड् दोषाः च चत्वारः कषायाः –चतुर्दश (भवति)’– અર્થઃ– આભ્યંતર પરિગ્રહ ૧૪ પ્રકારનો છે. ૧ મિથ્યાત્વ, ૨ પુરુષવેદ, ૩ સ્ત્રીવેદ, ૪ નપુંસકવેદ તથા પ હાસ્ય, ૬ રતિ, ૭ અરતિ, ૮ શોક, ૯ભય, ૧૦ જુગુપ્સા અને ૧૧ ક્રોધ, ૧૨ માન, ૧૩ માયા, ૧૪ લોભ–એ ૧૪ આભ્યંતર પરિગ્રહ છે. ૧૧૬.

બાહ્ય પરિગ્રહના બે ભેદ

अथ निश्चित्तसचितौ बाह्यस्य परिग्रहस्य भेदौ द्वौ।
नैषः कदापि सङ्गः सर्वोऽप्यतिवर्तते
हिंसाम्।। ११७।।

અન્વયાર્થઃ– [अथ] ત્યાર પછી [बाह्यस्य] બહિરંગ [परिग्रहस्य] પરિગ્રહનાં [निश्चित्तसचित्तौ] અચિત્ત અને સચિત્ત એ [द्वौ] બે [भेदौ] ભેદ છે. [एषः] [सर्वः अपि] બધાય [सङ्ग] પરિગ્રહ [कदापि] કોઈપણ કાળે [हिंसाम्] હિંસાનું [न अतिवर्तते] ઉલ્લંઘન કરતા નથી અર્થાત્ કોઈપણ પરિગ્રહ કદીપણ હિંસારહિત નથી.

ટીકાઃ– ‘अथ बाह्यस्य परिग्रहस्य निश्चित सचित्तौ द्वौ भेदौ (भवतः) एषः सर्वोऽपि (परिग्रहः) सङ्ग हिंसाम् कदापि न अतिवर्तते’– અર્થઃ– બાહ્ય પરિગ્રહનાં ચેતન અને અચેતન એ બે ભેદ છે. આ જે બધોય પરિગ્રહ છે તે હિંસાનું ઉલ્લંઘન કરતો નથી, અર્થાત્ હિંસા વિના પરિગ્રહ હોતો નથી. ૧૧૭.

હિંસા–અહિંસાનું લક્ષણ

उभयपरिग्रहवर्जंनमाचार्याः सूचयन्त्यहिंसेति।
द्विविधपरिग्रहवहनं
हिंसेति जिनप्रवचनज्ञाः।। ११८।।


Page 93 of 186
PDF/HTML Page 105 of 198
single page version

અન્વયાર્થઃ– [जिनप्रवचनज्ञाः] જૈન સિદ્ધાંતના જ્ઞાતા [आचार्याः] આચાર્યો [उभयपरिग्रहवर्जंनम्] બન્ને પ્રકારનાં પરિગ્રહનાં ત્યાગને [अहिंसा] અહિંસા [इति] એમ અને [द्विविधपरिग्रहवहनं] બન્ને પ્રકારના પરિગ્રહનાં ધારણને [हिंसा इति] હિંસા એમ [सूचयन्ति] સૂચવે–કહે છે.

ટીકાઃ– ‘जिन प्रवचनज्ञाः आचार्योः उभयपरिग्रहवर्जनं अहिंसा (भवति) इति सूचयन्ति तथा द्विविधपरिग्रहवहनं हिंसा (भवति) इति सूचयन्ति’– અર્થઃ– જૈન સિદ્ધાંતને જાણનાર આચાર્યો, ‘બન્ને પ્રકારના અંતરંગ અને બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરવો તે અહિંસા છે અને બન્ને પ્રકારના પરિગ્રહને ધારણ કરવો તે હિંસા છે’ એમ કહે છે. પરિગ્રહત્યાગ વિના અહિંસાની સિદ્ધિ નથી. ૧૧૮.

બન્ને પરિગ્રહોમાં હિંસા છે એમ બતાવે છેઃ–

हिंसापर्यायत्वात् सिद्धा हिंसान्तरङ्गसङ्गेषु।
बहिरङ्गेषु तु नियतं प्रयातु र्मर्छैव हिंसात्वम्।। ११९।।

અન્વયાર્થઃ– [हिंसापर्यायत्वात्] હિંસાના પર્યાયરૂપ હોવાથી [अन्तरङ्गसङ्गेषु] અંતરંગ પરિગ્રહોમાં [हिंसा] હિંસા [सिद्धा] સ્વયંસિદ્ધ છે [तु] અને [बहिरङ्गेषु] બહિરંગ પરિગ્રહોમાં [मूर्छा] મમત્વપરિણામ [एव] [हिंसात्वम्] હિંસાભાવને [नियतम्] નિશ્ચયથી [प्रयातु] પ્રાપ્ત થાય છે.

ટીકાઃ– ‘अन्तरंगसंगेषु हिंसापर्यायत्वात् हिंसा सिद्धा तु (पुनः) बहिरङ्गेषु नियतं मूर्छैव हिंसात्वं प्रयातु’– અંતરંગ ૧૪ પ્રકારના પરિગ્રહોમાં બધા જ ભેદ હિંસાના પર્યાય હોવાથી હિંસા સિદ્ધ જ છે. બહિરંગ પરિગ્રહમાં નિશ્ચયથી મમત્વપરિણામ છે તે હિંસાને પ્રાપ્ત થાય છે.

ભાવાર્થઃ– અંતરંગ પરિગ્રહ જે મિથ્યાત્વાદિ ૧૪ પ્રકારનો છે તે બધું જીવનું વિભાવ (–વિકારી) પરિણામ છે. તે કારણે તે તો હિંસા જ છે, પરંતુ બાહ્યવસ્તુમાં પણ નિશ્ચયથી મમત્વપરિણામ છે તે જ હિંસાનું કારણ છે. બાહ્યવસ્તુમાં જે મમત્વપરિણામ છે તેનું જ નામ પરિગ્રહ છે. કેવળીને સમવસરણાદિ વિભૂતિ હોય છે પણ મમત્વપરિણામ વિના પરિગ્રહ નથી. અથવા જે કોઈ પરિગ્રહને અંગીકાર કરીને કહે કે મારે તો મમત્વપરિણામ નથી તો તે જૂઠું છે, કારણ કે મમત્વ વિના અંગીકાર થાય નહિ. ૧૧૯.

જો બહિરંગ પદાર્થમાં મમત્વપરિણામનું હોવું જ પરિગ્રહ છે તો બધામાં સરખો જ પરિગ્રહજન્ય પાપબંધ થવો જોઈએ.


Page 94 of 186
PDF/HTML Page 106 of 198
single page version

एवं न विशेषः स्यादुन्दुरुरिपुहरिणशावकादीनाम्।
नैवं भवति विशेषस्तेषां मूर्छाविशेषेण।। १२०।।

અન્વયાર્થઃ– [एवं] જો એમ જ હોય અર્થાત્ બહિરંગ પરિગ્રહમાં મમત્વપરિણામનું નામ જ મૂર્છા હોય તો [उन्दुरुरिपुहरिणशावकादीनां] બિલાડી અને હરણનાં બચ્ચાં વગેરેમા[विशेषः] કાંઈ વિશેષતા [न स्यात्] નહિ રહે. પણ [एवं] એમ [न भवति] નથી, કારણ કે [मूर्छाविशेषेण] મમત્વપરિણામોની વિશેષતાથી [तेषां] તે બિલાડી અને હરણના બચ્ચાં વગેરે જીવોમાં [विशेषः] વિશેષતા છે, અર્થાત્ સમાનતા નથી.

ટીકાઃ– પ્રશ્ન–‘यदि एवं हि तर्हि उन्दुरुरिपु–हरिणशावकादीनाम् विशेषः न।

ઉત્તરઃ– एवं न भवति–तेषां मूर्छाविशेषण विशेषः भवति।’– અહીં કોઈ શંકા કરે છે કે જો બાહ્ય પદાર્થમાં જ મમત્વપરિણામ હિંસાનું કારણ છે અને તે મમત્વપરિણામ સામાન્ય રીતે બધા જીવોને હોય છે તો બધા જ જીવોને સરખું પાપ થવું જોઈએ. જેમ કે માંસાહારી બિલાડી અને ઘાસ ખાનાર હરણના બચ્ચામાં ભોજન કરવા સંબંધી મમત્વપરિણામ સામાન્યપણે સરખા જ છે. ત્યારે આચાર્ય ભગવાન તેને ઉત્તર આપે છે કે એમ નથી. બિલાડી અને હરણનાં બચ્ચાંની બાબતમાં પણ વિશેષતા છે, સમાનતા નથી. કેમકે બિલાડીને તો માંસ ખાવાના પરિણામ છે અને હરણનાં બચ્ચાંને ઘાસ ખાવાના પરિણામ છે. બસ, આ મમત્વવિશેષ હોવાથી વિશેષતા છે. ૧૨૦.

મમત્વ–મૂર્છામાં વિશેષતા

हरिततृणाङ्कुरचारिणिमन्दा मृगशावके भवति मूर्छा।
उन्दुरनिकरोन्माथिनि मार्जारे सैव
जायते तीव्रा।। १२१।।

અન્વયાર્થઃ– [हरिततृणाङ्कुरचारिणि] લીલા ઘાસના અંકુર ખાનાર [मृगशावके] હરણના બચ્ચામાં [मूर्छा] મૂર્છા [मन्दा] મંદ [भवति] હોય છે અને [स एव] તે જ મૂર્છા [उन्दुरनिकरोन्माथिनि] ઉંદરોના સમૂહનું ઉન્મથન કરનાર [मार्जारे] બિલાડીમાં [तीव्रा] તીવ્ર [जायते] હોય છે.

ટીકાઃ– ‘हरिततृणाङ्कुरचारिणि मृगशावके मन्दा मूर्छा भवति तथा सैव मूर्छा उन्दुरनिकरोन्माथिनि मार्जारे तीव्रा जायते’– અર્થઃ–લીલા ઘાસના અંકુર ખાનાર


Page 95 of 186
PDF/HTML Page 107 of 198
single page version

હરણનું બચ્ચું છે તેને ઘાસ ખાવામાં પણ મમત્વ બહુ ઓછું છે, અને ઉંદરોના સમૂહને ખાનાર બિલાડીને ઉંદર ખાવામાં બહુ તીવ્ર મમત્વ છે. બસ આ જ વિશેષતા છે.

ભાવાર્થઃ– પ્રથમ તો હરણના બચ્ચાને લીલા ઘાસમાં અધિક લાલસા નથી, પછી ખાવામાં ઘણી સરાગતા પણ નથી તથા ખાતી વખતે જો જરાપણ ભય પ્રાપ્ત થાય તો તે જ વખતે છોડીને ભાગી જાય છે. તેથી જણાય છે કે તેને અત્યંત આસક્તિ નથી. ઉંદરોના સમૂહને મારનાર બિલાડીને ઉંદર ખાવાની લાલસા ઘણી છે, પછી ઉંદરોને માર્યા પછી તેને ખાવામાં સરાગતા પણ ઘણી છે તથા જે વખતે તે ઉંદરોને ખાતી હોય ત્યારે તેના ઉપર લાકડી પણ પડે તોયે મહામુશ્કેલીએ તેને છોડે છે, તેથી જણાય છે કે હરણના બચ્ચા અને બિલાડીની મૂર્ચ્છામાં ઘણો ફેર છે. એવી જ રીતે ઘણા આરંભ–પરિગ્રહવાળા અને અલ્પ આરંભ–પરિગ્રહવાળામાં પણ તફાવત જાણવો. ૧૨૧.

આગળ આ પ્રયોજન સિદ્ધ કરે છેઃ–

निर्बाधं संसिध्येत् कार्यविशेषो हि कारणविशेषात्।
औधस्यखण्डयोरिह माधुर्य्यप्रीतिभेद
इव।। १२२।।

અન્વયાર્થઃ– [औधस्यखण्डयोः] દૂધ અને સાકરમાં [माधुर्य्यप्रीतिभेदः इव] મધુરતાના પ્રીતિભેદની જેમ [इह] આ લોકમાં [हि] નિશ્ચયથી [कारणविशेषात्] કારણની વિશેષતાથી [कार्यविशेषः] કાર્યની વિશેષતા [निर्बाधं] બાધારહિતપણે [संसिध्यते्] સારી રીતે સિદ્ધ થાય છે.

ટીકાઃ– हि कारणविशेषात् कार्यविशेषः निर्बाध संसिध्येत् यथा औधस्यखण्डयोः इह माधुर्य्यप्रीतिभेदः इव भवति– અર્થઃ– નિશ્ચયથી કારણની વિશેષતા હોવાથી કાર્યની વિશેષતા છે. જેમ ગાયના દૂધમાં અને ખાંડમાં ઓછીવત્તી મિઠાશ હોય છે તે જ ઓછીવત્તી પ્રીતિ ઉત્પન્ન કરે છે. ગાયના સ્તન ઉપર જે દૂધ રહેવાની થેલી છે તેને ઔધ કહે છે, તેમાંથી ઉત્પન્ન થયેલને ઔધસ એટલે દૂધ કહે છે.

ભાવાર્થઃ– એવો નિયમ છે કે જેવું કારણ હોય તેવું જ કાર્ય ઉત્પન્ન થાય છે. જેમ દૂધમાં મિઠાશ ઓછી છે અને સાકરમાં મિઠાશ વધારે છે તેથી દૂધમાં પ્રીતિ ઓછી થાય છે અને સાકરમાં પ્રીતિ વધારે થાય છે. ૧૨૨.


Page 96 of 186
PDF/HTML Page 108 of 198
single page version

ઉદાહરણ કહે છેઃ–

माधुर्यप्रीतिः किल दुग्धे मन्दैव मन्दमाधुर्ये।
सैवोत्कटमाधुर्ये
खण्डे व्यपदिश्यते तीव्रा।। १२३।।

અન્વયાર્થઃ– [किल] નિશ્ચયથી [मन्दमाधुर्ये] ઓછી મિઠાશવાળા [दुग्धे] દૂધમાં [माधुर्यप्रीतिः] મિઠાશની રુચિ [मन्दा] થોડી [एव] [व्यपदिश्यते] કહેવામાં આવે છે અને [सा एव] તે જ મિઠાશની રુચિ [उत्कटमाधुर्ये] અત્યંત મિઠાશવાળી [खण्डे] સાકરમાં [तीव्रा] અધિક કહેવામાં આવે છે.

ટીકાઃ– ‘किल मन्दमाधुर्ये दुग्धे माधुर्यप्रीतिः मंदा व्यपदिश्यते तथा सेव माधुर्यप्रीतिः उत्कटमाधुर्ये खण्डे तीव्रा व्यपदिश्यते’– અર્થઃ– નિશ્ચયથી થોડી મિઠાશવાળા દૂધમાં મિષ્ટરસની રુચિવાળા પુરુષને રુચિ બહુ થોડી હોય છે અને ઘણી મિઠાશવાળી સાકરમાં તે જ પુરુષને રુચિ ઘણી વધારે હોય છે.

ભાવાર્થઃ– જેમ કોઈ મનુષ્ય મિષ્ટરસનો અભિલાષી છે તો તેની રુચિ દૂધમાં ઓછી હોય છે અને ખાંડમાં વધારે હોય છે; તેમ જે મનુષ્યને જેટલો પદાર્થોમાં મમત્વભાવ હશે તે તે પુરુષ તેટલો જ હિંસાનો ભાગીદાર થશે, વધારેનો નહિ. ભલે તેની પાસે તે પદાર્થો હાજર હોય કે ન હોય. અહીં કોઈ ઘણા આરંભ–પરિગ્રહ કરવાવાળો જીવ કહે કે અમને મમત્વભાવ નથી, પણ પરિગ્રહ ઘણો છે તો એમ બની શકે નહિ. કેમ કે જો મમત્વભાવ નહોતો તો બાહ્ય પરિગ્રહ એકત્ર જ શા માટે કર્યો? અને જો બાહ્ય પરિગ્રહ હોવા છતાં પણ તે જો મમત્વનો ત્યાગી હોય તો તે આ બાહ્ય પદાર્થોને એક ક્ષણમાં છોડી શકે છે. માટે સિદ્ધ થયું કે મમત્વભાવ વિના બાહ્ય પદાર્થોનો સંગ્રહ થઈ શકતો નથી. જેમ જેમ આપણો મમત્વભાવ વધતો જાય છે તેમ તેમ આપણે બાહ્ય પદાર્થોનો સંગ્રહ પણ કરતા જઈએ છીએ. ભાવહિંસા વિના દ્રવ્યહિંસા બની શકે છે પણ મમત્વભાવ વિના બાહ્ય પદાર્થોનો સંગ્રહ થઈ શકતો નથી. ૧૨૩.

પરિગ્રહ ત્યાગવાનો ઉપાય

तत्त्वार्थाश्रद्धाने निर्युक्तं प्रथममेव मिथ्यात्वम्।
सम्यर्ग्दशनचौराः प्रथमकषायाश्च
चत्वारः।। १२४।।


Page 97 of 186
PDF/HTML Page 109 of 198
single page version

અન્વયાર્થઃ– [प्रथमम्] પહેલાં [एव] [तत्त्वार्थाश्रद्धाने] તત્ત્વાર્થના અશ્રદ્ધાનમાં જેને [निर्युक्तं] સંયુક્ત કર્યા છે એવા [मिथ्यात्वं] મિથ્યાત્વ [च] અને [सम्यग्दर्शनचौराः] સમ્યગ્દર્શનના ચોર [चत्वारः] ચાર [प्रथमकषायाः] પહેલાં કષાય અર્થાત્ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ છે.

ટીકાઃ– ‘प्रथमं तत्त्वार्थाश्रद्धाने मिथ्यात्वं निर्युक्तं–एवं मिथ्यात्वं च चत्वारः प्रथम कषायाः सम्यग्दर्शनचौराः सन्ति’– અર્થઃ– પહેલાં તત્ત્વાર્થના મિથ્યાશ્રદ્ધાનમાં સંયુક્ત કર્યા છે અર્થાત્ પહેલો મિથ્યાત્વ નામનો અંતરંગ પરિગ્રહ છે અને પહેલી ચોકડી અર્થાત્ અનંતાનુબંધી ક્રોધ–માન–માયા–લોભ એ ચાર છે. આ રીતે સમ્યગ્દર્શનના એ પાંચ ચોર છે. જ્યાંસુધી એનો નાશ થતો નથી ત્યાંસુધી સમ્યગ્દર્શન થતું નથી.

ભાવાર્થઃ– અહીં એમ બતાવે છે કે આ અંતરંગ ચૌદ પ્રકારના પરિગ્રહોનો કેવી રીતે ત્યાગ કરવો જોઈએ. પહેલાં જ્યારે શ્રાવક સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે ત્યારે મિથ્યાત્વ અને અનંતાનુબંધી ચોકડીનો નાશ કરે છે. અનાદિ મિથ્યાદ્રષ્ટિની અપેક્ષાએ પાંચનો નાશ થાય છે અને સાદિ (મિથ્યાદ્રષ્ટિ)ની અપેક્ષાએ સાતનો નાશ થાય છે.

બાકીના બીજા બતાવે છેઃ–

प्रविहाय च द्वितीयान् देशचरित्रस्य सन्मुखायातः।
नियतं ते हि कषायाः देशचरित्रं
निरुन्धन्ति।। १२५।।

અન્વયાર્થઃ– [च] અને [द्वितीयान्] બીજા કષાય અર્થાત્ અપ્રત્યાખ્યાનાવરણી ક્રોધ–માન–માયા–લોભને [प्रविहाय] છોડીને [देशचरित्रस्य] દેશચારિત્રની [सन्मुखायातः] સન્મુખ આવે છે, [हि] કારણ કે [ते] તે [कषायाः] કષાય [नियतं] નક્કીપણે [देशचरित्रं] એકદેશ ચારિત્રને [निरुन्धन्ति] રોકે છે.

ટીકાઃ– ‘च श्रावकाः द्वितीयान् अप्रत्याख्यान क्रोधादीन् चतुष्कान् प्रविहाय देशचरित्रस्य सन्मुखायातः भवन्ति हि ते कषायाः नियतं देशचरित्रं निरुन्धन्ति।’ _________________________________________________________________ ૧. જેમ હિંસાના પ્રકરણમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પુરુષથી જો બાહ્ય હિંસા થઈ જાય અને તેના

પરિણામ તે હિંસા કરવાના ન હોય–શુદ્ધ હોય, તો તે હિંસાનો ભાગીદાર થતો નથી.

૨. મિથ્યાત્વ, સમ્યગ્મિથ્યાત્વ અને સમ્યગ્પ્રકૃતિમિથ્યાત્વ.


Page 98 of 186
PDF/HTML Page 110 of 198
single page version

અર્થઃ– સમ્યગ્દ્રષ્ટિ શ્રાવક તે અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ–માન–માયા–લોભ–આ ચારે કષાયોનો નાશ કરીને એકદેશ ચારિત્ર સન્મુખ થાય છે અર્થાત્ ગ્રહણ કરે છે. કારણ કે નિશ્ચયથી તે જ અપ્રત્યાખ્યાનાવરણ આદિ ચારે દેશચારિત્ર–શ્રાવકનાં વ્રતોનો ઘાત કરે છે આ રીતે આ ત્રીજો ભેદ અંતરંગ પરિગ્રહનો થયો. ૧૨પ.

निजशक्त्या शेषाणां सर्वेषामन्तरङ्गसङ्गानाम्।
कर्त्तव्यः परिहारो
मार्दवशौचादिभावनया।। १२६।।

અન્વયાર્થઃ– માટે[निजशक्त्या] પોતાની શક્તિથી [मार्दवशौचादिभावनया] માર્દવ, શૌચ, સંયમાદિ દશલક્ષણ ધર્મદ્વારા [शेषाणां] બાકીના [सर्वेषाम्] બધાય [अन्तरङ्गसङ्गानाम्] અંતરંગ પરિગ્રહોનો [परिहारः] ત્યાગ [कर्त्तव्यः] કરવો જોઈએ.

ટીકાઃ– ‘शेषाणां सर्वेषाम् अंतरंगसंगानाम् निजशक्त्या मार्दव शौचादि भावनया परिहारः कर्त्तव्यः’– અર્થઃ– અને બાકીના જે ૧૦ પ્રકારના અંતરંગ પરિગ્રહ છે તેમને પોતાની શક્તિ અનુસાર પોતાના કોમળ પરિણામ તથા સંતોષરૂપી ભાવનાથી છોડવા અર્થાત્ યથાક્રમ બધાનો ત્યાગ કરવો.

ભાવાર્થઃ– અંતરંગ પરિગ્રહ ૧૪ પ્રકારના છે તેમનાં નામ આ જ ગ્રન્થમાં શ્લોક ૧૧૬માં બતાવ્યાં છે. ૧ મિથ્યાત્વ, ૪ ચોકડીરૂપ ચાર કષાય, તથા ૯ હાસ્યાદિ નોકષાય– આ રીતે ૧૪ ભેદ છે. તેમનો ક્રમપૂર્વક ત્યાગ કરવો. તેમાંથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી ૪ કષાય છે તે સમ્યગ્દર્શન અને સ્વરૂપાચરણરૂપ ચારિત્રનો ઘાત કરે છે. અપ્રત્યાખ્યાનાવરણી નામે ચાર કષાય છે તે દેશચારિત્રનો ઘાત કરે છે અર્થાત્ શ્રાવકપદ થવા દેતા નથી. પ્રત્યાખ્યાનાવરણી નામે ચાર કષાય તે સકલસંયમનો ઘાત કરે છે અર્થાત્ મુનિપદ થવા દેતા નથી. તથા સંજ્વલનાદિ ૪ અને હાસ્યાદિ ૬ તથા ૩ વેદ–એ બધા યથાખ્યાતચારિત્રના ઘાતમાં નિમિત્ત છે. (નિજશક્તિના બળથી) આ રીતે આ બધાં વ્રતોને ક્રમપૂર્વક ધારણ કરીને, અંતરંગ પરિગ્રહને ક્રમપૂર્વક છોડવો જોઈએ. ૧૨૬. _________________________________________________________________ ૧. પ્રત્યાખ્યાનાવરણ–અ ઈષત્ થોડા, પ્રત્યાખ્યાન ત્યાગને, આવરણ આચ્છાદિત કરવાવાળા. ૨. નોકષાય ૧ હાસ્ય, ર રતિ, ૩ અરતિ ૪ શોક, પ ભય, ૬ જુગુપ્સા (ગ્લાનિ), ૭ સ્ત્રીવેદ, ૮

પુરુષવેદ, ૯ નપુંસકવેદ


Page 99 of 186
PDF/HTML Page 111 of 198
single page version

બાહ્ય પરિગ્રહ ત્યાગવાનો ક્રમ

बहिरङ्गादपि सङ्गात् यस्मात्प्रभवत्यसंयमोऽनुचितः।
परिवर्जयेदशेषं
तमचित्तं वा सचित्तं वा।। १२७।।

અન્વયાર્થઃ– [वा] તથા [तम्] તે બાહ્ય પરિગ્રહને [अचित्तं] ભલે તે અચેતન હોય [वा] કે [सचित्तं] સચેતન હોય, [अशेषं] સમ્પૂર્ણપણે [परिवर्जयेत्] છોડી દેવા જોઈએ. [यस्मात्] કારણ કે [बहिरङ्गात्] બહિરંગ [सङ्गात्] પરિગ્રહથી [अपि] પણ [अनुचितः] અયોગ્ય અથવા નિંદ્ય [असंयमः] અસંયમ [प्रभवति] થાય છે.

ટીકાઃ– ‘यस्मात् बहिरंगात् अपि संगात् अनुचितः असंयमः भवति तस्मात् चं अचित्तं सचित्तं वा अशेषं परिग्रहं परिवर्जयेत्’–અર્થઃ– જેથી બાહ્ય ધન–ધાન્યાદિ પરિગ્રહથી પણ મહાન અસંયમ થાય છે અર્થાત્ જ્યાંસુધી પરિગ્રહ રહે છે ત્યાંસુધી સંયમનું સારી રીતે પાલન થઈ શકતું નથી. તેથી તે બાહ્ય પરિગ્રહ ભલે સજીવ હોય કે અજીવ હોય– બન્ને પ્રકારનો પરિગ્રહ છોડવો જોઈએ.

ભાવાર્થઃ– બાહ્ય પરિગ્રહમાં સંસારના જેટલા કોઈ પદાર્થો છે તે બધા પ્રાયઃ આવી જાય છે. તેથી બાહ્ય પરિગ્રહનાં સજીવ અને અજીવ એવા બે ભેદ કર્યા છે. રૂપિયા, પૈસા ખેતી વગેરે અજીવ પરિગ્રહ છે અને હાથી, ઘોડા, બળદ, નોકર, ચાકર એ સજીવ પરિગ્રહ છે. એનો પણ ત્યાગ એકદેશ અને સર્વદેશ થાય છે. ૧૨૭.

જે સર્વદેશ ત્યાગ ન કરી શકે તે એકદેશ ત્યાગ કરે

योऽपि न शक्यस्त्यक्तुं धनधान्यमनुष्यवास्तुवित्तादिः।
सोऽपि
तनूकरणीयो निवृत्तिरूपं यतस्तत्त्वम्।। १२८।।

અન્વયાર્થઃ– [अपि] અને [यः] જે [धनधान्यमनुष्यवास्तुवित्तादिः] ધન, ધાન્ય, મનુષ્ય, ગૃહ, સંપદા વગેરે [त्यक्तुम्] છોડવાને [न शक्य] સમર્થ ન હોય [सः] તે પરિગ્રહ [अपि] પણ [तनू] ઓછો [करणीयः] કરવો જોઈએ. [यतः] કારણ કે [निवृत्तिरूपं] ત્યાગરૂપ જ [तत्त्वम्] વસ્તુનું સ્વરૂપ છે. _________________________________________________________________ ૧. તત્ત્વ નિવૃત્તિરૂપ છે તેનો અર્થઃ– દરેક વસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર સ્વકાળ અને સ્વભાવથી સદાય

પરિપૂર્ણ જ છે અને પરદ્રવ્યાદિકથી શૂન્ય અર્થાત્ નિવૃત્તિરૂપ જ છે વર્તમાન અશુદ્ધદશામાં પરદ્રવ્યના
આલંબનવડે રાગી જીવને બાહ્ય–સામગ્રી પ્રત્યે મમત્વરૂપ રાગ ભૂમિકાનુસાર હોય છે. તેનો


Page 100 of 186
PDF/HTML Page 112 of 198
single page version

ટીકાઃ– ‘योऽपि मनुष्यः धन्यधान्यमनुष्यवास्तुवित्तादिः त्यक्तुम् न शक्तः सोऽपि मनुष्यः धन्यधान्यादिकः तनूकरणीयः यतः तत्त्वं निवृत्तिरूपं अस्ति।’– અર્થઃ– જે પ્રાણી ધન, ધાન્ય, વાસ્તુ મનુષ્યાદિ બહિરંગ (દસ પ્રકારના) પરિગ્રહને સર્વથા છોડવાને અશક્ત હોય તેણે તેમાંથી થોડો પરિગ્રહ રાખવાનું પરિમાણ કરવું જોઈએ. કારણ કે તત્ત્વ ત્યાગરૂપ છે.

ભાવાર્થઃ– બહિરંગ પરિગ્રહ મૂળ સજીવ અને અજીવના ભેદથી બે પ્રકારના છે. બન્નેના દશ ભેદ છે. ખેતર, મકાન, ચાંદી, સોનું, ધન, ચાર પગવાળા પશુ, વસ્ત્ર–પાત્ર, અનાજ, દાસી, દાસ વગેરે એ બાહ્ય પરિગ્રહના દશ ભેદ છે. એનો જો સંપૂર્ણ ત્યાગ ન કરી શકે તો તેમાંથી પોતાની જરૂર જેટલાનું પરિમાણ કરીને રાખે અને બાકીનાનો ત્યાગ કરે, કારણ કે ત્યાગરૂપ જ તત્ત્વનું સ્વરૂપ છે. જ્યાંસુધી આ આત્મા ત્યાગધર્મનું આચરણ નહિ કરે ત્યાંસુધી તેને મોક્ષ મળશે નહિ. નિવૃત્તિ નામ પણ મોક્ષનું જ છે. આ રીતે હિંસાદિ પાંચે પાપોનું વિસ્તૃત વર્ણન કર્યું. ૧૨૮.

रात्रौ भुञ्जानानां यस्मादनिवारिता भवति हिंसा।
हिंसाविरतैस्तस्मात् त्यक्तव्या
रात्रिभुक्तिरपि।। १२९।।

અન્વયાર્થઃ– [यस्मात्] કારણ કે [रात्रौ] રાત્રે [भुञ्जानानां] ભોજન કરનારાને [हिंसा] હિંસા [अनिवारिता] અનિવાર્ય [भवति] થાય છે. [तस्मात्] તેથી [हिंसाविरतैः] હિંંસાના ત્યાગીઓએ [रात्रिभुक्तिः अपि] રાત્રિભોજનનો પણ [त्यक्तव्या] ત્યાગ કરવો જોઈએ. _________________________________________________________________

સ્વાશ્રયના બળ વડે ત્યાગ કરાવવા માટે બાહ્ય પદાર્થના ત્યાગનો ઉપદેશ છે. વાસ્તવમાં તો
આત્માને પરવસ્તુનો ત્યાગ જ છે પણ જે કંઈ રાગ, મમત્વભાવ છે તેના ત્યાગરૂપ નિર્મળ પરિણામ
જેટલા અંશે થાય છે તેટલા જ અંશે રાગાદિની ઉત્પત્તિ થતી જ નથી. જ્યાં આવું હોય ત્યાં તે
જીવને પર વસ્તુના ત્યાગનો કર્તા કહેવો તે તે જાતના અભાવરૂપ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે
અસદ્ભૂત વ્યવહારનયનું કથન છે. (નિશ્ચયસમ્યગ્દર્શન વિના અજ્ઞાનીના હઠરૂપ ત્યાગને વ્યવહારે
પણ ધર્મ સંજ્ઞા નથી.)

૧. દાસી દાસાદિને દ્વિપદ બે પગવાળાં કહેવામાં આવે છે. ૨. ત્યાગધર્મ જેમ પ્રકાશની ઉત્પત્તિ વિના અંધારું ટળે જ નહિ તેમ નિજ શુદ્ધાત્માના આશ્રય વડે

નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન અને સ્વરૂપમાં એકાગ્રતારૂપ શુદ્ધ પરિણતિની પ્રાપ્તિ કર્યા વિના રાગનો ત્યાગ
અર્થાત્ વીતરાગી ધર્મરૂપ મોક્ષનો ઉપાય અને મોક્ષ મળે નહી.


Page 101 of 186
PDF/HTML Page 113 of 198
single page version

ટીકાઃ– ‘यस्मात् रात्रौ भुञ्जानानां अनिवारिता हिंसा भवति तस्मात् हिंसाविरतैंः रात्रिभुक्तिः अपि त्यक्तव्या’–અર્થઃ–રાત્રે ખાનારને હિંસા અવશ્ય જ થાય છે માટે હિંસાના ત્યાગીઓએ રાત્રિભોજનનો ત્યાગ અવશ્ય જ કરવો જોઈએ.

ભાવાર્થઃ– રાત્રે ભોજન કરવાથી જીવોની હિંસા અવશ્ય થાય છે. પ્રાયઃ એવાં નાનાં નાનાં ઘણાં જંતુઓ છે કે જે રાત્રે જ ગમન કરે છે અને દીવાના પ્રકાશના પ્રેમથી દીવાની (દીપકની) પાસે આવે છે, માટે રાત્રે ચૂલો સળગાવવામાં, પાણી આદિ ભરવામાં, ઘંટીથી દળવામાં, ભોજન બનાવવામાં નિયમથી અસંખ્ય જંતુઓનો ઘાત થાય છે. માટે હિંસાનો ત્યાગ કરનાર દયાળુ મનુષ્યોએ રાત્રે ખાવાનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ.

રાત્રિભોજનમાં ભાવહિંસા પણ થાય છેઃ–

रागाद्युदयपरत्वादनिवृत्तिर्नातिवर्तते हिंसाम्।
रात्रिं दिवमाहरतः कथं हि हिंसा न संभवति।। १३०।।

અન્વયાર્થઃ– [अनिवृतिः] અત્યાગભાવ [रागाद्युदयपरत्वात्] રાગાદિભાવોના ઉદયની ઉત્કટતાથી [हिंसाम्] હિંસાને [न अतिवर्तते] ઉલ્લંઘીને વર્તતા નથી, તો [रात्रिं दिवम्] રાતે અને દિવસે [आहरतः] આહાર કરનારને [हि] નિશ્ચયથી [हिंसा] હિંસા [कथं] કેમ [न संभवति] ન સંભવે?

ટીકાઃ– ‘रागादिउदयपरत्वात् अनिवृत्तिः अत्यागः हिंसां न अतिवर्तते यतः रात्रिं दिवं आहरतः–भुञ्जानस्य हि हिंसा कथं न संभवति?–अपितु संभवति एव।’– અર્થઃ–રાગાદિભાવ ઉત્કૃષ્ટ હોવાને લીધે રાગાદિનું અત્યાગપણું હિંસાનું ઉલ્લંઘન કરી શકતું નથી. અર્થાત્ જ્યાંસુધી રાગાદિનો ત્યાગ નથી ત્યાં સુધી અહિંસા નથી, હિંસા જ છે. તો પછી રાતે અને દિવસે ખાનારને હિંસા કેમ ન હોય? નિયમથી હોય જ. રાગાદિનું હોવું જ વાસ્તવિક હિંસાનું લક્ષણ છે. ૧૩૦.

શંકાકારની શંકા

यद्येवं तर्हि दिवा कर्तव्यो भोजनस्य परिहारः।
भोक्तव्यं तु निशायां नेत्थं नित्यं भवति हिंसा।। १३१।।

અન્વયાર્થઃ– [यदि एवं] જો એમ છે અર્થાત્ સદાકાળ ભોજન કરવામાં હિંસા છે [तर्हि] તો [दिवा भोजनस्य] દિવસના ભોજનનો [परिहारः] ત્યાગ


Page 102 of 186
PDF/HTML Page 114 of 198
single page version

[कर्तव्यः] કરવો જોઈએ [तु] અને [निशायां] રાત્રે [भोक्तव्यं] ભોજન કરવું જોઈએ. કેમકે [इत्थं] એ રીતે [हिंसा] હિંસા [नित्यं] સદાકાળ [न भवति] નહિ થાય.

ટીકાઃ– ‘यदि एवं तर्हि दिवा भोजनस्य परिहारः कर्तव्यः तु निशायां भोक्तव्यं इत्थं नित्यं हिंसा न भवति’– અર્થઃ– અહીં કોઈ તર્ક કરે છે કે જો દિવસે અને રાતે–બન્ને વખતે ભોજન કરવાથી હિંસા થાય છે તો દિવસે ભોજન ન કરવું જોઈએ અને રાત્રે ભોજન કરવું જોઈએ જેથી હંમેશાં હિંસા નહિ થાય. એવો જ નિયમ શા માટે કરવો કે દિવસે જ ભોજન કરવું અને રાત્રે ન કરવું?

આચાર્ય તેનો ઉત્તર આપે છેઃ–

नैवं वासरभुक्तेर्भवति हि रागोऽधिको रजनिभुक्तौ।
अन्नकवलस्य भुक्तेर्भुक्ताविव
मांसकवलस्य।। १३२।।

અન્વયાર્થઃ– [एवं न] એમ નથી. કારણ કે [अन्नकवलस्य] અન્નના કોળિયાના [भुक्तेः] ભોજનથી [मांसकवलस्य] માંસના કોળિયાના [भुक्तौ इव] ભોજનમાં જેમ રાગ અધિક થાય છે તેવી જ રીતે [वासरभुक्तेः] દિવસના ભોજન કરતાં [रजनिभुक्तौ] રાત્રિભોજનમાં [हि] નિશ્ચયથી [रागाधिकः] અધિક રાગ [भवति] થાય છે.

ટીકાઃ– ‘हि रजनिभुक्तौ अधिकः रागः भवति वासरभुक्ते एवं न भवति यथा अन्नकवलस्य भुक्तौ मांसकवलस्य भुक्तौ इव’–અર્થઃ–નિશ્ચયથી રાત્રે ભોજન કરવામાં અધિક રાગભાવ છે અને દિવસે ભોજન કરવામાં ઓછો રાગભાવ છે. જેમ અન્નના ભોજનમાં રાગભાવ ઓછો છે અને માંસના ભોજનમાં રાગભાવ અધિક છે.

ભાવાર્થઃ– પેટ ભરવાની અપેક્ષાએ તો બન્ને ભોજન સરખા જ છે. પણ પ્રત્યેક પ્રાણીને અન્ન, દૂધ, ઘી, વગેરે ખાવામાં તો સાધારણ રાગભાવ છે અર્થાત્ ઓછી લોલુપતા છે કેમ કે અન્નનો આહાર તો સર્વ મનુષ્યોને સહ્ય જ છે તેથી પ્રાયઃ ઘણા પ્રાણીઓ તો અન્નનું જ ભોજન કરે છે; પણ માંસના ભોજનમાં કામાદિની અપેક્ષાએ અથવા શરીરના મોહની અપેક્ષાએ વિશેષ રાગભાવ હોય છે કેમકે માંસનું ભોજન બધા મનુષ્યોનો સ્વાભાવિક–પ્રાકૃતિક આહાર નથી. તેવી જ રીતે દિવસના ભોજનમાં પ્રાયઃ બધા પ્રાણીઓનો સાધારણ રાગભાવ છે કેમકે દિવસનું ભોજન સર્વ પ્રાણીઓને હોય છે, અને રાતના ભોજનમાં કામાદિની અપેક્ષાએ તથા શરીરમાં અધિક સ્નેહની


Page 103 of 186
PDF/HTML Page 115 of 198
single page version

અપેક્ષાએ અધિક રાગભાવ છે તેથી રાતનું ભોજન બહુ ઓછા માણસોને હોય છે. એ સ્વાભાવિક વાત છે કે દિવસે ભોજન કરવાથી જેટલું સારી રીતે પાચન થાય છે અને જેટલું સારું સ્વાસ્થ્ય રહે છે તેટલું રાત્રે ખાવાથી કદી રહી શકતું નથી. માટે રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ અને દિવસે જ ખાવું જોઈએ. તેથી શંકાકારની જે શંકા હતી તેનું નિરાકરણ થયું. ૧૩૨.

રાત્રિભોજનમાં દ્રવ્યહિંસા

अर्कालोकेन विना भुञ्जानः परिहरेत् कथं हिंसाम्।
अपि बोधितः प्रदीपे
भोज्यजुषां सूक्ष्मजीवानाम्।। १३३।।

અન્વયાર્થઃ– તથા [अर्कालोकेन विना] સૂર્યના પ્રકાશ વિના રાત્રે [भुञ्जानः] ભોજન કરનાર મનુષ્ય [बोधितः प्रदीपे] સળગાવેલા દીવામાં [अपि] પણ [भोज्यजुषां] ભોજનમાં મળેલા [सूक्ष्मजीवानाम्] સૂક્ષ્મ જંતુઓની [हिंसा] હિંસા [कथं] કેવી રીતે [परिहरेत्] છોડી શકે?

ટીકાઃ– ‘बोधिते प्रदीपे अपि अर्कालोकेन विना भुञ्जानः भोज्यजुषां सूक्ष्मजन्तूनाम् हिंसां कथं परिहरेत्’–અર્થઃ–રાત્રે દીવો સળગાવવા છતાં પણ સૂર્યના પ્રકાશ વિના રાત્રે ભોજન કરનાર મનુષ્ય, ભોજનમાં પ્રીતિ રાખનાર જે સૂક્ષ્મ જંતુઓ વગેરે છે તેની હિંસાથી બચી શકતો નથી.

ભાવાર્થઃ– જે પુરુષ રાત્રે દીવા વિના ભોજન કરે છે તેના આહારમાં જો મોટા મોટા ઉંદર વગેરે પણ આવી જાય તોય ખબર પડતી નથી, અને જે પુરુષ રાત્રે દીવો સળગાવી ભોજન કરે છે તેના ભોજનમાં દીવાના સંબંધથી તથા ભોજ્યપદાર્થના સંબંધથી આવનારા નાનાં નાનાં પતંગિયાં, ફૂદાં વગેરે અવશ્ય ભોજનમાં પડે છે અને તેમની અવશ્ય હિંસા થાય છે. તે કારણે એમ સાબિત થયું કે રાત્રે ભોજન કરનાર મનુષ્ય દ્રવ્યહિંસા અને ભાવહિંસા–એ બન્ને પ્રકારની હિંસાને રોકી શકતો નથી. માટે અહિંસાવ્રત પાળનારે રાત્રિભોજન અવશ્ય ત્યાગવું જોઈએ. જે મનુષ્ય રાત્રે શિંગોડાંનાં ભજિયાં વગેરે બનાવીને ખાય છે તેઓ પણ બન્ને પ્રકારની હિંસા કરે છે. ૧૩૩.

किं वा बहुप्रलपितैरिति सिद्धं यो मनोवचनकायैः।
परिहरति रात्रिभुक्तिं
सततमहिंसां स पालयति।। १३४।।


Page 104 of 186
PDF/HTML Page 116 of 198
single page version

અન્વયાર્થઃ– [वा] અથવા [बहुप्रलपितैः] ઘણા પ્રલાપથી [किं] શું? [यः] જે પુરુષ [मनोवचनकायैः] મન, વચન અને કાયાથી [रात्रिभुक्तिं] રાત્રિભોજનનો [परिहरति] ત્યાગ કરે છે [सः] તે [सततम्] નિરંતર [अहिंसां] અહિંસાનું [पालयति] પાલન કરે છે [इति सिद्धम्] એમ સિદ્ધ થયું.

ટીકાઃ– ‘वा बहुप्रलपितैः किं इति सिद्धं यः मनोवचनकायैः रात्रिभुक्तिं परिहरति स सततं अहिंसां पालयति’–અર્થઃ–અથવા ઘણું કહેવાથી શું? એ વાત સિદ્ધ થઈ કે જે મનુષ્ય મન, વચન, કાયાથી રાત્રિભોજનનો ત્યાગ કરે છે તે હંમેશાં અહિંસાનું પાલન કરે છે.

ભાવાર્થઃ– રાત્રે ભોજન કરવામાં અને રાત્રે ભોજન બનાવવામાં હંમેશાં હિંસા છે. રાત્રે ભોજન કરવાની અપેક્ષાએ રાત્રે ભોજન બનાવવામાં ઘણી વધારે હિંસા થાય છે. તેથી પહેલાં અહિંસાવ્રત પાળનારાઓએ રાત્રે બનેલા દરેક પદાર્થનો ત્યાગ કરવો જોઈએ. ખાસ કરીને બજારના બનેલા પદાર્થોનો તો બિલકુલ ત્યાગ જ કરી દેવો જોઈએ પણ જો પાક્ષિક શ્રાવક કોઈ રીતે સમ્પૂર્ણ ત્યાગ કરી ન શકે તો પાણી, પાન, મેવો વગેરે કે જેમાં રાતે બિલકુલ આરંભ કરવો પડતો નથી તેનું ગ્રહણ કરે તો કરી શકે છે, તે પણ જો તેને પાણી વિના ચાલતું ન હોય તો. ૧૩૪.

इत्यत्र त्रितयात्मनि मार्गे मोक्षस्य ये स्वहितकामाः।
अनुपरतं प्रयतन्ते प्रयान्ति
ते मुक्तिमचिरेण।। १३५।।

અન્વયાર્થઃ– [इति] એ રીતે [अत्र] આ લોકમાં [ये] જે [स्वहितकामाः] પોતાના હિતના ઇચ્છુક [मोक्षस्य] મોક્ષના [त्रितयात्मनि] રત્નત્રયાત્મક [मार्गे] માર્ગમાં [अनुपरतं] સર્વદા અટકયા વિના [प्रयतन्ते] પ્રયત્ન કરે છે [ते] તે પુરુષ [मुक्तिम्] મોક્ષમાં [अचिरेण] શીઘ્ર જ [प्रयान्ति] ગમન કરે છે.

ટીકાઃ– ‘ये (पुरुषाः) स्वहितकामाः इत्यत्र त्रितयात्मनि मोक्षमार्गे अनुपरतं प्रयतन्ते ते (पुरुषाः) अचिरेण मुक्तिं प्रयान्ति’– અર્થઃ–જે જીવ પોતાના હિતને ઇચ્છતા થકા આ રીતે રત્નત્રયરૂપ મોક્ષમાર્ગમાં હંમેશાં પ્રયત્ન કરતા રહે છે તે જીવ તરત જ મોક્ષને પામે છે. જીવમાત્રનું હિત મોક્ષ છે, સંસારમાં બીજે કયાંય આનંદ નથી. તેથી જે જીવ મોક્ષમાં જવા ઇચ્છે છે તેમણે સદૈવ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ જે મોક્ષમાર્ગ છે તેમાં સદૈવ જ પ્રયત્ન કર્યા કરવો. જો આપણે


Page 105 of 186
PDF/HTML Page 117 of 198
single page version

મોક્ષની વાતો કર્યા કરીએ અને મોક્ષના માર્ગની ખોજ કરીએ નહિ તથા તેના અનુસારે ચાલીએ નહિ તો આપણે કદી મોક્ષને પામી શકીએ નહિ અને જે જીવો તેના માર્ગમાં ચાલે છે અર્થાત્ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી લે છે તે જીવ તરત જ મોક્ષના પરમધામમાં પહોંચી જાય છે. આ રીતે (–તત્ત્વજ્ઞાનપૂર્વક) પાંચે પાપના ત્યાગપૂર્વક પાંચે અણુવ્રતનું તથા રાત્રિભોજનત્યાગનું વર્ણન કરીને હવે સાત શીલવ્રતોનું વર્ણન કરે છે. કેમ કે સાત શીલવ્રત પાંચ અણુવ્રતની રક્ષા કરવા માટે નગરના કોટ સમાન છે. જેમ કિલ્લો નગરનું રક્ષણ કરે છે તેવી જ રીતે સાત શીલવ્રત પાંચે અણુવ્રતની રક્ષા કરે છે. ૧૩પ.

परिधय इव नगराणि व्रतानि किल पालयन्ति शीलानि।
व्रतपालनाय तस्माच्छीलान्यपि
पालनीयानि।। १३६।।

અન્વયાર્થઃ– [किल] નિશ્ચયથી [परिधयः इव] જેમ કોટ, કિલ્લો [नगराणि] નગરોની રક્ષા કરે છે તેવી જ રીતે [शीलानि] ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત–એ સાત શીલ [व्रतानि] પાંચે અણુવ્રતોનું [पालयन्ति] પાલન અર્થાત્ રક્ષણ છે. [तस्मात्] માટે [व्रतपालनाय] વ્રતોનું પાલન કરવા માટે [शीलानि] સાત શીલવ્રતો [अपि] પણ [पालनीयानि] પાળવાં જોઈએ.

ટીકાઃ– ‘किल शीलानि व्रतानि पालयन्ति परिधयः नगराणि इव तस्मात् व्रतपालनाय शीलानि अपि पालनीयानि’–અર્થઃ–નિશ્ચયથી જે સાત શીલવ્રત છે તે પાંચે અણુવ્રતની રક્ષા કરે છે, જેમ કોટ નગરની રક્ષા કરે છે. તેથી પાંચે અણુવ્રતોનું પાલન કરવા માટે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ સાત શીલવ્રતો અવશ્ય પાળવાં જ જોઈએ. હવે તેનું જ વર્ણન કરે છે તે સાંભળો. ત્રણ ગુણવ્રતોનાં નામઃ–૧ દિગ્વ્રત, ૨ દેશવ્રત, ૩ અનર્થદંડત્યાગવ્રત. ચાર શિક્ષાવ્રતનાં નામઃ–૧ સામાયિક. ૨ પ્રોષધોપવાસ, ૩ ભોગોપભોગપરિમાણવ્રત, ૪ વૈયાવૃત્ત. ૧૩૬.

પહેલાં દિગ્વ્રત નામના ગુણવ્રતનું સ્વરૂપ કહે છેઃ–

प्रविधाय सुप्रसिद्धैर्मर्यादां सर्वतोप्यभिज्ञानैः।
प्राच्यादिभ्यो दिग्भ्यः कर्तव्या विरतिरविचलिता।। १३७।।

અન્વયાર્થઃ– [सुप्रसिद्धैः] સારી રીતે પ્રસિદ્ધ [अभिज्ञानैः] ગામ, નદી, પર્વતાદિ જુદાં જુદાં લક્ષણોથી [सर्वतः] બધી દિશાએ [मर्यादां] મર્યાદા [प्रविधाय]


Page 106 of 186
PDF/HTML Page 118 of 198
single page version

કરીને [प्राच्यादिभ्यः] પૂર્વાદિ [दिग्भ्यः] દિશાઓમાં [अविचलिता विरतिः] ગમન ન કરવાની પ્રતિજ્ઞા [कर्तव्या] કરવી જોઈએ.

ટીકાઃ– ‘सुप्रसिद्धैः अभिज्ञानैः सर्वतः मर्यादां प्रविधाय प्राच्यादिभ्यः दिग्भ्यः अविचलिता विरतिः कर्तव्या’–અર્થઃ–પ્રસિદ્ધપણે જાણેલા જે મહાન પર્વતાદિ, નગરાદિ અથવા સમુદ્રાદિવડે ચારે દિશામાં જિંદગીપર્યંત મર્યાદા બાંધીને ચાર દિશા, ચાર વિદિશા અને ઉપર તથા નીચે–એ રીતે દશે દિશાઓમાં જવાની પ્રતિજ્ઞા કરી લેવી અને પછી જિંદગીપર્યંત આ મર્યાદાની બહાર ન જવું તેને દિગ્વ્રત કહે છે. અહીં પહાડ વગેરે તથા હવાઈ જહાજથી ચડવાની અપેક્ષાએ ઉપરની દિશા અને કૂવા કે સમુદ્રાદિમાં જવાની અપેક્ષાએ નીચેની દિશાનું ગ્રહણ કર્યું છે. ૧૩૭.

દિગ્વ્રત પાળવાનું ફળ

इति नियमितदिग्भागे प्रवर्तते यस्ततो बहिस्तस्य।
सकलासंयमविरहाद्भवत्यहिंसाव्रतं
पूर्णम्।। १३८।।

અન્વયાર્થઃ– [यः] જે [इति] આ રીતે [नियमितदिग्भावे] મર્યાદા કરેલી દિશાઓની અંદર [प्रवर्तते] રહે છે [तस्य] તે પુરુષને [ततः] તે ક્ષેત્રની [बहिः] બહારના [सकलासंयमविरहात्] સમસ્ત અસંયમના ત્યાગના કારણે [पूर्णं] પરિપૂર્ણ [अहिंसाव्रतं] અહિંસાવ્રત [भवति] થાય છે.

ટીકાઃ– ‘यः (पुरुषः) इति नियमित दिग्भागे प्रवर्तते तस्य ततः बहिः सकलासंयमविरहात् पूर्णं अहिंसाव्रतं भवति।’–અર્થઃ–જે મનુષ્ય આ રીતે મર્યાદા કરેલા દશે દિશાઓના ક્ષેત્રની અંદર જ પોતાનું બધું કામ કરે છે તેને તે દિશાઓની બહાર અહિંસા મહાવ્રત પળાય છે. માટે દિગ્વ્રત પાળવાથી અહિંસાવ્રત પુષ્ટ થાય છે. ૧૩૮.

દેશવ્રતનું સ્વરૂપ

तत्रापि च परिमाणं ग्रामापणभवनपाटकादीनाम्।
प्रविधाय नियतकालं करणीयं विरमणं देशात्।। १३९।।

અન્વયાર્થઃ– [च] અને [तत्र अपि] તે દિગ્વ્રતમાં પણ [ग्रामापणभवनपाटकादीनाम्] ગામ, બજાર, મકાન, શેરી વગેરેનું [परिमाणं] પરિમાણ [प्रविधाय]


Page 107 of 186
PDF/HTML Page 119 of 198
single page version

કરીને [देशात्] મર્યાદા કરેલા ક્ષેત્રમાંથી બહાર [नियतकालं] જવાનો કોઈ નક્કી કરેલા સમય સુધી [विरमणं] ત્યાગ [करणीयं] કરવો જોઈએ.

ટીકાઃ– ‘तत्रापि च दिग्व्रतोऽपि च ग्रामापणभवनपाटकादीनाम् नियतकालं परिमाणं प्रविधाय देशात् विरमणं करणीयम्।’–અર્થઃ–જે દશે દિશાઓની મર્યાદા દિગ્વ્રતમાં કરી હતી તેમાં પણ ગામ, બજાર, ઘર, શેરી વગેરે સુધી એક દિવસ, એક અઠવાડિયું, પખવાડિયું, મહિનો, અયન, વર્ષ વગેરે નિશ્ચિત કાળ સુધી જવા–આવવાનું પરિમાણ કરીને બહારના ક્ષેત્રથી વિરક્ત થવું એને જ દેશવ્રત કહે છે. આ દેશવ્રતથી પણ અહિંસા પળાય છે. ૧૩૯.

इति विरतो बहुदेशात् तदुत्थहिंसाविशेषपरिहारात्।
तत्कालं
विमलमतिः श्रयत्यहिंसां विशेषेण।। १४०।।

અન્વયાર્થઃ– [इति] આ રીતે [बहुदेशात् विरतः] ઘણા ક્ષેત્રનો ત્યાગ કરનાર [विमलमतिः] નિર્મળ બુદ્ધિવાળો શ્રાવક [तत्कालं] તે નિયમિત કાળે [तदुत्थहिंसाविशेषपरिहारात्] મર્યાદાકૃત ક્ષેત્રથી ઉત્પન્ન થયેલી હિંસા વિશેષના ત્યાગથી [विशेषेण] વિશેષપણે [अहिंसां] અહિંસાવ્રતનો [श्रयति] આશ્રય કરે છે.

ટીકાઃ– ‘इति बहुदेशात् विरतो विमलमतिः तत्कालं तदुत्थहिंसाविशेषपरिहारात् विशेषेण अहिंसां श्रयति।’–અર્થઃ–આ રીતે દિગ્વ્રતમાં કરેલા ક્ષેત્રનું પરિમાણ કરીને તે ક્ષેત્ર બહાર હિંસાનો ત્યાગ થવા છતાં પણ ઉત્તમ બુદ્ધિવાળો શ્રાવક જો તે વખતે બીજા પણ થોડા ક્ષેત્રની મર્યાદા કરે છે તો તે વિશેષપણે અહિંસાનું આશ્રય કરે છે. જે મનુષ્યે જીવનપર્યંત દક્ષિણમાં કન્યાકુમારી અને ઉત્તરમાં હિમાલય સુધીનું દિગ્વ્રત કર્યું છે તે કાયમ તો હિમાલય જતો નથી તેથી તે દરરોજ એવી પ્રતિજ્ઞા કરે છે કે આજ હું ‘છપારા’ ગામમાં જ રહીશ, બહાર નહીં જાઉં. તો જે દિવસે તે ‘છપારા’ સુધીનો જ નિયમ કરે છે તેને તે દિવસે ‘છપારા’ની બહારના પ્રદેશમાં અહિંસા મહાવ્રતનું પાલન થાય છે. ૧૪૦.

ત્રીજા અનર્થદંડત્યાગ નામના ગુણવ્રતનું સ્વરૂપઃ–

પ્રયોજન વિનાના પાપનો ત્યાગ કરવો તેને અનર્થદંડત્યાગવ્રત કહે છે. તેના પાંચ ભેદ છેઃ–૧. અપધ્યાનત્યાગવ્રત, ૨. પાપોપદેશત્યાગવ્રત, ૩. પ્રમાદચર્યાત્યાગવ્રત, ૪. હિંસાદાનત્યાગવ્રત, અને પ. દુઃશ્રુતિત્યાગવ્રત.


Page 108 of 186
PDF/HTML Page 120 of 198
single page version

અપધ્યાનઅનર્થદંડત્યાગવ્રતનું સ્વરૂપઃ–

पापर्द्धिजयपराजयसङ्गरपरदारगमनचौर्याद्याः ।
न कदाचनापि चिन्त्याः पापफलं केवलं यस्मात्।। १४१।।

અન્વયાર્થઃ– [पापर्द्धि–जय–पराजय–सङ्गरपरदारगमन–चौर्याद्याः] શિકાર, જય, પરાજય, યુદ્ધ, પરસ્ત્રીગમન, ચોરી, આદિનું [कदाचनापि] કોઈ પણ સમયે [न चिन्त्याः] ચિંતવન ન કરવું જોઈએ [यस्मात्] કારણ કે આ અપધ્યાનોનું [केवलं] માત્ર [पापफलं] પાપ જ ફળ છે.

ટીકાઃ– ‘पापर्द्धि जय पराजय संगरपरदारगमन चौर्याद्याः कदाचन अपि न चिन्त्याः यस्मात् केवल पापफलं भवति’–અર્થઃ–શિકાર કરવાનું, સંગ્રામમાં કોઈની જીત અને હારનું, પરસ્ત્રીગમનનું, ચોરી કરવાનું ઇત્યાદિ ખરાબ કાર્યો કે જે કરવાથી કેવળ પાપ જ થાય છે., તેનું કદીપણ ચિંતવન ન કરવું જોઈએ એને જ અપધ્યાન–અનર્થદંડત્યાગવ્રત કહે છે. ખોટા (ખરાબ) ધ્યાનનું નામ અપધ્યાન છે, તેથી જે વાતનો વિચાર કરવાથી કેવળ પાપનો જ બંધ થાય તેને જ અપધ્યાન કહે છે. તેનો ત્યાગ કરવો તે અપધ્યાનઅનર્થદંડત્યાગવ્રત કહે છે. ૧૪૧.

પાપોપદેશ નામના અનર્થદંડત્યાગવ્રતનું સ્વરૂપઃ–

विद्यावाणिज्यमषीकृषिसेवाशिल्पजीविनां पुंसाम्।
पापोपदेशदानं
कदाचिदपि नैव वक्तव्यम्।। १४२।।

અન્વયાર્થઃ– [विद्या–वाणिज्य–मषी–कृषि–सेवा–शिल्पजीविनां] વિદ્યા, વ્યાપાર, લેખનકળા, ખેતી, નોકરી અને કારીગરીથી નિર્વાહ ચલાવનાર [पुंसाम्] પુરુષોને [पापोपदेशदानं] પાપનો ઉપદેશ મળે એવું [वचनं] વચન [कदाचित् अपि] કોઈ પણ વખતે [नैव] [वक्तव्यम्] બોલવું જોઈએ.

ટીકાઃ– ‘विद्या वाणिज्य मषी कृषि सेवा शिल्प जीविनां पुंसाम् पापोपदेशदानं वचनं कदाचित् अपि नैव वक्तव्यम्।’–અર્થઃ–વિદ્યા અર્થાત્ વૈદક–જ્યોતિષ કરનાર, વ્યાપાર કરનાર, લેખનકાર્ય કરનાર, ખેતી કરનાર, નોકરી–ચાકરી કરનાર અને લુહાર, સોની, દરજી વગેરેનું કામ કરનારને આ જ કામ કરવાના અને બીજા જે કોઈ પાપબંધ કરનારાં કાર્ય છે તેનો કોઈને પણ ઉપદેશ આપવો ન જોઈએ. એને જ