Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 171-194 ; Sallekhna Dharma Vyakhyan.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 8 of 10

 

Page 129 of 186
PDF/HTML Page 141 of 198
single page version

वृद्धिकरम्] ઉત્તમ તપ તથા સ્વાધ્યાયની વૃદ્ધિ કરનાર છે [तत् एव] તે જ [देयं] દેવા યોગ્ય છે.

ટીકાઃ– ‘यत् (वस्तु) रागद्वेष असंयम मद दुःख भयादिकं न कुरुते तत् एव मुतपः स्वाध्यायवृद्धिकरं द्रव्यं देयम्।’–અર્થઃ–જે વસ્તુ રાગ, દ્વેષ, અસંયમ, મદ, દુઃખ અને ભય ઉત્પત્તિનું કારણ નથી અને જે વસ્તુ તપ અને શાસ્ત્રના સ્વાધ્યાયને વધારનાર છે તેનું જ દાન કરવું જોઈએ.

ભાવાર્થઃ– જે દ્રવ્યનું દાન આપવાથી પોતાના કર્મોની નિર્જરા થાય અને પાત્રજીવોને તપ, સ્વાધ્યાય વગેરેની વૃદ્ધિ થાય તેવાં દ્રવ્યોનું જ દાન શ્રાવકે આપવું જોઈએ. જેનાથી આળસ વગેરેની વૃદ્ધિ થાય એવાં ગરિષ્ઠ ભોજન વગેરેનું દાન આપવું નહિ. આવું ઉત્કૃષ્ટ દાન ચાર પ્રકારનું છે. ૧–આહારદાન–શરીરની સ્થિરતા માટે આહાર આપવો તે પહેલું દાન છે. ૨– ઔષધદાન–રોગાદિની પીડા દૂર કરવા માટે ઔષધ આપવું તે બીજું દાન છે. ૩–જ્ઞાનદાન– અજ્ઞાનનો નાશ અને જ્ઞાનનો વિકાસ કરવા માટે શાસ્ત્ર વગેરે આપવાં તે ત્રીજું જ્ઞાનદાન છે. ૪–અભયદાન–જંગલમાં ઝૂંપડી, વસતિકા, ધર્મશાળા વગેરે બંધાવી આપવી. અંધારાવાળા રસ્તામાં પ્રકાશ આદિ થાય તેવી વ્યવસ્થા કરાવી આપવી તે ચોથું અભયદાન છે. આ રીતે આત્મકલ્યાણના નિમિત્તે દાન આપવું તે જ ખરું દાન છે. પણ જે વસ્તુઓનું દાન આપવાથી સંસારના વિષય આદિ અને રાગદ્વેષની વૃદ્ધિ થાય એવું દાન ન આપવું જોઈએ.

જેમ કે–પૃથ્વીનું દાન, હાથી, ઘોડા, સોનું, ચાંદી, સ્ત્રી વગેરેનું દાન કરવું તે. જેનાથી રાગદ્વેષની વૃદ્ધિ થાય તેને જ કુદાન કહે છે. આવું દાન કરવાથી હલકી ગતિના બંધ સિવાય બીજું કાંઈ થતું નથી, માટે એવું કુદાન ન કરવું જોઈએ. ૧૭૦.

હવે પાત્રોના ભેદ બતાવે છેઃ–

पात्रं त्रिभेदमुक्तं संयोगो मोक्षकारणगुणानाम्।
अविरतसम्यग्द्रष्टिः विरताविरतश्च सकलविरतश्च।। १७१।।

અન્વયાર્થઃ– [मोक्षकारणगुणानाम्] મોક્ષના કારણરૂપ ગુણોનો અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ ગુણોનો [संयोगः] સંયોગ જેમાં હોય, એવા [पात्रं] પાત્ર [अविरतसम्यग्द्रष्टिः] વ્રતરહિત સમ્યગ્દ્રષ્ટિ [च] તથા [विरताविरतः] દેશવ્રતી [च] અને [सकलविरतः] મહાવ્રતી [त्रिभेदम्] ત્રણ ભેદરૂપ [उक्तम्] કહેલ છે.


Page 130 of 186
PDF/HTML Page 142 of 198
single page version

ટીકાઃ– ‘मोक्षकारणगुणानां संयोगः पात्रं त्रिभेदं उक्तं सकलविरतः च विरताविरतः च अविरतसम्यग्द्रष्टिः च इति।’–અર્થઃ–મોક્ષના કારણ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર– એ ત્રણેનો સંયોગ જેમાં હોય તેને પાત્ર કહે છે. ઉત્તમ, મધ્યમ અને જઘન્યપાત્રના ભેદથી તેના ત્રણ પ્રકાર છે.

ભાવાર્થઃ– સમ્યક્ત્વસહિત મુનિને ઉત્તમપાત્ર, સમ્યક્ત્વસહિત દેશવ્રત પાળનાર શ્રાવકને મધ્યમપાત્ર અને વ્રતરહિત સમ્યક્ત્વસહિત શ્રાવકને જઘન્યપાત્ર કહે છે. જે જીવને સમ્યગ્દર્શન થઈ ગયું છે તે જ પાત્ર કહેવાવાને યોગ્ય છે. સમ્યગ્દર્શનના અભાવમાં કોઈ પ્રકારની પાત્રતા હોઈ શકતી નથી. તેથી દ્રવ્યલિંગી મુનિ પાત્ર નથી પણ ઉત્તમ કુપાત્ર છે, કેમ કે તેને સમ્યગ્દર્શન નથી. પણ અહીં વિચારવા જેવી વાત એ છે કે પાત્રના ભેદ વ્યવહારસમ્યગ્દર્શનની અપેક્ષાથી છે કે નિશ્ચયસમ્યગ્દર્શનની અપેક્ષાએ? જો નિશ્ચયસમ્યગ્દર્શનની અપેક્ષાએ માનવામાં આવે તો તો ઉત્તમપાત્રની ઓળખાણ કરવી તે કુપાત્રની બુદ્ધિની બહારની વાત છે અને જો વ્યવહારસમ્યગ્દર્શનની અપેક્ષાએ માનવામાં આવે તો પહેલા ગુણસ્થાનવાળો જીવ પણ વ્યવહારસમ્યગ્દ્રષ્ટિ હોઈ શકે છે અને તે ઉત્તમપાત્રની ગણનામાં આવી શકે છે. તેથી દ્રવ્યલિંગી મુનિ પણ ઉત્તમપાત્ર હોઈ શકે છે અને એ જ ઠીક લાગે છે. કારણ કે પાત્રની ઓળખાણ કરવી એ શ્રાવકનું કામ છે. શ્રાવક જે વાતની જેટલી પરીક્ષા કરી શકે છે તેટલી જ કરશે તેથી દ્રવ્યલિંગીને પણ (વ્યવહાર) પાત્રતા હોઈ શકે છે. માટે વ્યવહારસમ્યગ્દર્શનથી પાત્રોની પરીક્ષા કરીને તેમને યથાયોગ્ય વિનય, આદરપૂર્વક દાન દેવું અને તે સિવાય દુઃખી પ્રાણીઓને ભક્તિભાવ વિના કરુણાથી દાન આપવું જોઈએ.

જે દુઃખી નથી, પોતાની આજીવિકા કરવાને સમર્થ છે, વ્યસની અને વ્યભિચારી છે તેમને દાન ન આપવું જોઈએ. તેમને દાન આપવાથી અનેક પાપ ઉત્પન્ન થાય છે, માટે એવા જીવોને દાન નહિ આપવું જોઈએ. ઉત્તમપાત્રને દાન દેવાથી ઉત્તમ ભોગભૂમિ, મધ્યમપાત્રને દાન દેવાથી મધ્યમ ભોગભૂમિ, અને જઘન્યપાત્રને દાન દેવાથી જઘન્ય ભોગભૂમિ તથા કુપાત્રને દાન દેવાથી કુભોગભૂમિ મળે છે. અપાત્રને દાન આપવાથી નરકાદિ ગતિની પ્રાપ્તિ થાય છે.

જેમ કે રયણસારમાં કહ્યું છે કેઃ–

सप्पुरिसाणं दाणं कप्पतरूणं फलाण सोहं वा।
लोहीणं दाणं जई विमाण सोहा सव्वस्स जाणेह।।


Page 131 of 186
PDF/HTML Page 143 of 198
single page version

અર્થઃ– સત્પુરુષોને દાન દેવાથી કલ્પતરુની જેમ શોભા પણ થાય છે અને મનવાંછિત ફળની પ્રાપ્તિ પણ થાય છે. લોભી, પાપી પુરુષોને દાન આપવાથી મડદાની ઠાઠડીની જેમ શોભા તો થાય પણ દુઃખ પણ થાય છે. જેમ કે મડદાની ઠાઠડી શણગારીને કાઢવાથી લોકમાં કીર્તિ થાય પણ ઘરના સ્વામીને દુઃખ આપનાર બને છે, એવી જ રીતે અપાત્ર વગેરેને દાન આપવાથી સંસારમાં લોકો તો વખાણ કરે છે પણ તેનું ફળ ખરાબ જ થાય છે, સારું થતું નથી. ૧૭૧.

દાન આપવાથી હિંસાનો ત્યાગ થાય છેઃ–

हिंसायाः पर्यायो लोभोऽत्र निरस्यते यतो दाने।
तस्मादतिथिवितरणं
हिंसाप्युपरमणमेवेष्टम्।। १७२।।

અન્વયાર્થઃ– [यतः] કારણ કે [अत्र दाने] અહીં દાનમાં [हिंसायाः] હિંસાના [पर्यायः] પર્યાય [लोभः] લોભનો [निरस्यते] નાશ કરવામાં આવે છે, [तस्मात्] તેથી [अतिथिवितरणं] અતિથિદાનને [हिंसाव्युपरमणमेव] હિંસાનો ત્યાગ જ [इष्टम्] કહ્યો છે.

ટીકાઃ– ‘यतः अत्र दाने हिंसायाः पर्यायः लोभः तिरस्यते तस्मात् अतिथि वितरणं हिंसाव्युपरमणं एव इष्टम्।’ અર્થઃ–આ દાનમાં હિંસાનો એક ભેદ જે લોભ છે તેનો ત્યાગ થાય છે તેથી અતિથિ પાત્રને દાન દેવું તે હિંસાનો જ ત્યાગ છે.

ભાવાર્થઃ– ખરેખર જ્યારે આપણો અંતરંગ કષાય જે લોભ છે તેનો ત્યાગ થાય છે ત્યારે જ આપણા પરિણામ બાહ્ય વસ્તુમાં વિતરણ કરવાના થાય છે, તેથી લોભ કષાયનો ત્યાગ જ ખરું દાન છે અને લોભ કષાય ભાવહિંસાનો એક ભેદ છે, તેથી જે સત્પુરુષ દાન કરે છે તેઓ જ ખરી રીતે અહિંસાવ્રત પાળે છે. ૧૭૨.

गृहमागताय गुणिने मधुकरवृत्या परानपीडयते।
वितरति यो नातिथये स कथं न हि लोभवान् भवति।। १७३।।

અન્વયાર્થઃ– [यः] જે ગૃહસ્થ [गृहमागताय] ઘેર આવેલા [गुणिने] સંયમાદિ ગુણવાન એવા અને [मधुकरवृत्या] ભ્રમર સમાન વૃત્તિથી [परान्] બીજાઓને [अपीडयते] પીડા ન દેવાવાળા [अतिथये] અતિથિ સાધુને [न वितरति] ભોજનાદિ દેતો નથી, [सः] તે [लोभवान्] લોભી [कथं] કેમ [न हि भवति] ન હોય?


Page 132 of 186
PDF/HTML Page 144 of 198
single page version

ટીકાઃ– ‘यः गृहमागताय गुणिने परान् अपीडयते अतिथये न वितरति सः लोभवान् कथं न भवति।’ અર્થઃ–પોતાની મેળે–સ્વયમેવ ઘેર આવેલા તથા રત્નત્રયાદિ ગુણસહિત અને ભમરા જેવી વૃત્તિથી દાતાને તકલીફ ન આપનાર એવા અતિથિ મુનિ મહારાજ વગેરે છે, તેમને જે શ્રાવક ગૃહસ્થ દાન દેતો નથી તે શ્રાવક લોભ–હિંસા સહિત કેમ ન હોય? અવશ્ય જ હોય છે.

ભાવાર્થઃ– જેવી રીતે ભમરો બધાં ફૂલોની વાસ લે છે પણ કોઈ ફૂલને પીડા ઉપજાવતો નથી તેવી જ રીતે મુનિ મહારાજ વગેરે પણ કોઈ પણ શ્રાવક ગૃહસ્થને પીડા પહોંચાડતા નથી. તેમને એમ કહેતા નથી કે અમારે માટે ભોજન બનાવો અથવા આપો. પણ શ્રાવક પોતે જ્યારે આદરપૂર્વક બોલાવે છે ત્યારે તેઓ થોડો લૂખો સૂકો શુદ્ધ પ્રાસુક જેવો આહાર મળે છે તેવો જ ગ્રહણ કરી લે છે; તેથી જે શ્રાવક આવા સંતોષી વ્રતીને જો દાન ન આપે તો તે અવશ્ય હિંસાનો ભાગીદાર થાય છે. ૧૭૩.

कृतमात्मार्थं मुनये ददाति भक्तमिति भावितस्त्यागः।
अरतिविषादविमुक्तः शिथिलितलोभो
भवत्यहिंसैव।।
१७४।।

અન્વયાર્થઃ– [आत्मार्थं] પોતાને માટે [कृतम्] બનાવેલ [भक्तम्] ભોજન [मुनये] મુનિને [ददाति] આપે–[इति] આ રીતે [भावितः] ભાવપૂર્વક [अरतिविषादविमुक्तः] અપ્રેમ અને વિષાદરહિત તથા [शिथिलितलोभः] લોભને શિથિલ કરનાર [त्यागः] દાન [अहिंसा एव] અહિંસા સ્વરૂપ જ [भवति] છે.

ટીકાઃ– ‘आत्मार्थं कृतं भुक्तं मुनये ददाति इति भावितः त्यागः अरतिविषादविमुक्तः शिथिलितलोभः अहिंसैव भवति।’–અર્થઃ–પોતાને માટે બનાવેલું ભોજન તે હું મુનિ મહારાજને આપું છું એમ ત્યાગભાવનો સ્વીકાર કરી તથા શોક અને વિષાદનો ત્યાગ કરી જેનો લોભ શિથિલ થયો છે એવા શ્રાવકને અવશ્ય અહિંસા હોય છે.

ભાવાર્થઃ– આ અતિથિસંવિભાગ–વૈયાવૃત્ત શિક્ષાવ્રતમાં દ્રવ્ય–અહિંસા તો પ્રગટ જ છે કેમ કે દાન દેવાથી બીજાની ક્ષુધા–તૃષાની પીડા મટે છે તથા દાતા લોભનો ત્યાગ કરે છે તેથી ભાવ–અહિંસા પણ થાય છે અર્થાત્ દાન કરનાર પૂર્ણ અહિંસાવ્રતનું પાલન કરે છે. આ રીતે સાત શીલવ્રતોનું વર્ણન પૂરું થયું. ૧૭૪.

(અહીં સુધી શ્રાવકનાં બાર વ્રતોનું વર્ણન પૂરું થયું)


Page 133 of 186
PDF/HTML Page 145 of 198
single page version

હવે સલ્લેખનાનું સ્વરૂપ કહે છેઃ–

इयमेकैव समर्था धर्मस्वं मे मया समं नेतुम्।
सततमिति भावनीया पश्चिमसल्लेखना भक्त्या।। १७५।।

અન્વયાર્થઃ– [इयम्] [एका] એક [पश्चिमसल्लेखना एव] મરણના અંતે થવાવાળી સંલેખના જ [मे] મારા [धर्मस्वं] ધર્મરૂપી ધનને [मया] મારી [समं] સાથે [नेतुम्] લઈ જવાને [समर्था] સમર્થ છે. [इति] એ રીતે [भक्त्या] ભક્તિ સહિત [सततम्] નિરંતર [भावनीया] ભાવના કરવી જોઈએ.

ટીકાઃ– ‘इयम् एकैव मे धर्मस्वं मया समं नेतुम् समर्था इति इतौः पश्चिमसल्लेखना भक्त्या सततं भावनीया।’ અર્થઃ–આ માત્ર એકલી સંલેખના જ મારા ધર્મને મારી સાથે લઈ જવાને સમર્થ છે તે કારણે દરેક મનુષ્યે આ અંતિમ સંલેખના અથવા સમાધિમરણની ભક્તિથી સદા ભાવના કરવી જોઈએ.

ભાવાર્થઃ– સંસારનાં કારણ ક્રોધાદિ કષાય છે અને તેમનાં કારણ આહાર વગેરે પરિગ્રહમાં ઇચ્છા છે. (સ્વસન્મુખતાના બળવડે) એ બધાંને ઘટાડવાં તેને જ સંલેખના કહે છે. આ સંલેખના પણ બે પ્રકારની છે. એક ક્રમે ક્રમે ત્યાગ કરવો અને બીજી સર્વથા ત્યાગ કરવો. તેથી વિચાર કરીને શ્રાવકે પોતાના મરણના અંત સમયે જરૂર જ સંલેખના કરવી જોઈએ. મેં જે જીવનપર્યંત પુણ્યરૂપ કાર્ય કર્યું છે તથા ધર્મનું પાલન કર્યું છે તે ધર્મને મારી સાથે પહોંચાડવાને માટે આ એક સંલેખના જ સમર્થ છે–એવો વિચાર કરી શ્રાવકે અવશ્ય સમાધિમરણ કરવું.૧૭પ.

मरणान्तेऽवश्यमहं विधिना सल्लेखनां करिष्यामि।
इति भावनापरिणतोऽनागतमपि पालयेदिदं शीलम्।।
१७६।।

_________________________________________________________________ ૧. સત્ સમ્યક્પ્રકારે, લેખના કષાયને ક્ષીણ–કૃશ કરવાને સલ્લેખના કહે છે. તે અભ્યંતર અને

બાહ્ય બે ભેદરૂપ છે. કાયને કૃશ કરવાને બાહ્ય અને આંતરિક ક્રોધાદિ કષાયોનો કૃશ કરવાને
અભ્યંતર સલ્લેખના કહે છે.


Page 134 of 186
PDF/HTML Page 146 of 198
single page version

અન્વયાર્થઃ– [अहं] હું [मरणान्ते] મરણના સમયે [अवश्यं] અવશ્ય [विधिना] શાસ્ત્રોક્ત વિધિથી [सल्लेखनां] સમાધિમરણ [करिष्यामि] કરીશ–[इति] એ રીતે [भावना परिणतः] ભાવનારૂપ પરિણતિ કરીને [अनागतमपि] મરણકાળ આવવા પહેલાં જ [इदं] [शीलं] સંલેખના વ્રત [पालयेत्] પાળવું અર્થાત્ અંગીકાર કરવું જોઈએ.

ટીકાઃ– ‘अहं मरणान्ते अवश्यं विधिना सल्लेखनां करिष्यामि–इति भावना परिणतः अनागतं अपि शीलं पालयेत्।’ અર્થઃ–હું મરણ સમયે અવશ્ય જ વિધિપૂર્વક સમાધિમરણ કરીશ–એવી ભાવનાસહિત શ્રાવક જે પ્રાપ્ત થયેલ નથી તેવા શીલ (સ્વભાવ)ને પ્રાપ્ત કરી લે છે.

ભાવાર્થઃ– શ્રાવકે આ વાતનો વિચાર સદૈવ કરવો જોઈએ કે હું મારા મરણ વખતે અવશ્ય જ સંલેખના કરીશ. કારણ કે મરણ વખતે પ્રાયઃ મનુષ્યોના પરિણામ બહુ દુઃખી થઈ જાય છે તથા કુટુંબીજનો અને ધનાદિથી મમત્વભાવ છૂટતો નથી. જેણે મમત્વભાવ છોડી દીધો તેણે સંલેખના કરી. મમત્વભાવ છૂટી જવાથી પાપનો બંધ થતો નથી તથા નરકાદિ ગતિનો બંધ થતો નથી, તેથી મરણ વખતે જરૂર જ સંલેખના કરવાના પરિણામ રાખવા જોઈએ. ૧૭૬.

मरणेऽवश्यं भाविनि कषायसल्लेखनातनूकरणमात्रे।
रागादिमन्तरेण व्याप्रियमाणस्य
नात्मघातोऽस्ति।। १७७।।

અન્વયાર્થઃ– [अवश्यं] અવશ્ય [भाविनि] થવાવાળું [मरणे ‘सति’] મરણ થતાં [कषायसल्लेखनातनूकरणमात्रे] કષાય સલ્લેખનાના કૃશ કરવા માત્રના વ્યાપારમાં [व्याप्रियमाणस्य] પ્રવર્તમાન પુરુષને [रागादिमन्तरेण] રાગાદિભાવોના અભાવમાં [आत्मघातः] આત્મઘાત [नास्ति] નથી.

ટીકાઃ– ‘अवश्यं भाविनि कषायसल्लेखनातनूकरणमात्रे मरणे रागादिमन्तरेण व्याप्रियमाणस्य आत्मघातः न अस्ति।’–અર્થઃ–અવશ્ય જ થનાર જે મરણ છે તેમાં કષાયનો ત્યાગ કરતાં રાગદ્વેષ વિના પ્રાણત્યાગ કરનાર જે પુરુષ છે તેને આત્મઘાત થઈ શકતો નથી.

ભાવાર્થઃ– સંલેખના કરનાર પુરુષની ઇચ્છા એવી નથી કે હું જબરજસ્તીથી મરણ કરું પણ એનો અભિપ્રાય એવો હોય છે કે જબરજસ્તીથી મરણ થવા લાગે


Page 135 of 186
PDF/HTML Page 147 of 198
single page version

ત્યારે મારા પરિણામ શુદ્ધ રહે અને હું સંસારના વિષય–ભોગોથી મમત્વનો ત્યાગ કરી દઉં. તેના મરણમાં જો રાગદ્વેષ થાય તો જ આત્મઘાત થાય. પણ જે મનુષ્ય રાગદ્વેષનો ત્યાગ કરી રહ્યો છે તેને આત્મઘાત થઈ શકતો નથી. ૧૭૭.

આત્મઘાતી કોણ છે તે હવે બતાવે છેઃ–

यो हि कषायाविष्टः कुम्भकजलधूमकेतुविषशस्त्रैः।
व्यपरोपयति प्राणान् तस्य
स्यात्सत्यमात्मवधः।। १७८।।

અન્વયાર્થઃ– [हि] નિશ્ચયથી [कषायाविष्टः] ક્રોધાદિ કષાયોથી ઘેરાયેલો [यः] જે પુરુષ [कुम्भकजलधूमकेतुविषशस्त्रैः] શ્વાસનિરોધ, જળ, અગ્નિ, વિષ, શસ્ત્રાદિથી પોતાના [प्राणान्] પ્રાણને [व्यपरोपयति] પૃથક્ કરે છે [तस्य] તેને [आत्मवधः] આત્મઘાત [सत्यम्] ખરેખર [स्यात्] થાય છે.

ટીકાઃ– ‘हि यः (श्रावकः) कषायाविष्टः (सन्) कुम्भक–जल–धूमकेतु–विषशस्त्रैः प्राणान् व्यपरोपयति तस्य आत्मवधः सत्यं स्यात्।’–અર્થઃ–જે જીવ ક્રોધાદિ કષાય સંયુક્ત થયો થકો શ્વાસ રોકીને, વા જળથી, અગ્નિથી, વિષથી કે હથિયાર વગેરેથી પોતાના પ્રાણનો વિયોગ કરે છે તેને સદા આપઘાતનો દોષ થાય છે.

ભાવાર્થઃ– ક્રોધ–માન–માયા–લોભ ઇત્યાદિ કષાયોની તીવ્રતાથી જે પોતાના પ્રાણનો ઘાત કરવો તેને જ આપઘાત–મરણ કહે છે. ૧૭૮.

વિશેષઃ– સલ્લેખના ધર્મ (સમાધિમરણ વિધિ) ગૃહસ્થ અને મુનિ બેઉને છે, સલ્લેખના અથવા સંન્યાસમરણનો એક જ અર્થ છે. માટે બાર વ્રતો પછી સલ્લેખનાનું વર્ણન કર્યું છે. આ સલ્લેખનાવ્રતની ઉત્કૃષ્ટ મર્યાદા બાર વર્ષ સુધીની છે;–એમ શ્રી વીરનંદી આચાર્યકૃત યત્યાચારમાં કહ્યું છે.

જ્યારે શરીર કોઈ અસાધ્ય રોગથી અથવા વૃદ્ધાવસ્થાથી અસમર્થ થઈ જાય, દેવ– મનુષ્યાદિકૃત કોઈ દુર્નિવાર ઉપસર્ગ આવી પડે, કોઈ મહા દુષ્કાળથી ધાન્યાદિ ભોજ્ય પદાર્થો દુષ્પ્રાપ્ય થઈ જાય અથવા ધર્મનો નાશ કરવાવાળાં કોઈ વિશેષ કારણ આવી મળે ત્યારે પોતાના શરીરને પાકી ગયેલા પાન સમાન અથવા તેલરહિત દીપક સમાન આપોઆપ વિનાશસન્મુખ જાણી, સંન્યાસ ધારણ કરે. જો મરણમાં કોઈ પ્રકારે સંદેહ હોય તો મર્યાદાપૂર્વક એવી પ્રતિજ્ઞા કરે, કે જો આ ઉપસર્ગમાં મારું આયુ પૂર્ણ થઈ જશે તો (મૃત્યુ થઈ જશે તો) મારે આહારાદિનો સર્વથા ત્યાગ છે


Page 136 of 186
PDF/HTML Page 148 of 198
single page version

અને કદાચિત્ જીવન બાકી રહેશે તો આહારાદિકને ગ્રહણ કરીશ. આ સંન્યાસ ગ્રહણ કરવાનો ક્રમ છે.

રોગાદિક થતાં યથાશક્તિ ઔષધ કરે પણ જ્યારે અસાધ્ય રોગ થઈ જાય, કોઈ રીતે ઉપચારથી લાભ ન થાય ત્યારે આ શરીર, દુષ્ટ સમાન સર્વથા ત્યાગ કરવા યોગ્ય કહ્યું છે, અને ઇચ્છિત ફળ દાતા ધર્મ વિશેષતાથી પાલન કરવા યોગ્ય કહેલ છે. શરીર મરણ બાદ બીજું પણ મળે છે પરંતુ ધર્મપાલન કરવાની યોગ્યતા પામવી અતિશય દુર્લભ છે. આથી વિધિપૂર્વક દેહના ત્યાગમાં દુઃખી ન થતાં સંયમપૂર્વક મન–વચન–કાયાનો ઉપયોગ આત્મામાં એકત્રિત કરવો જોઈએ અને ‘‘જન્મ, જરા તથા મૃત્યુ શરીર સંબંધી છે, મને નથી’’–એવું ચિંતવન કરી નિર્મમત્વી થઈ, વિધિપૂર્વક આહાર ઘટાડી, પોતાના ત્રિકાળી અકષાય જ્ઞાતામાત્ર સ્વરૂપના લક્ષે કાયા કૃશ કરવી જોઈએ અને શાસ્ત્રામૃતના પાનથી કષાયોને પાતળા પાડવા જોઈએ, પછી ચાર પ્રકારના સંઘની સાક્ષી વડે સમાધિમરણમાં સાવધાન–ઉદ્યમવંત થવું.

અંતની આરાધનાથી ચિરકાળથી કરેલી સમ્યક્ વ્રત–નિયમરૂપ ધર્મ આરાધના સફળ થઈ જાય છે, કેમકે તેથી ક્ષણભરમાં ઘણા કાળથી સંચિત પાપનો નાશ થઈ જાય છે. અને જો અંત મરણ બગડી જાય અર્થાત્ અસંયમપૂર્વક યા દેહમાં એકતા–બુદ્ધિપૂર્વક મૃત્યુ થઈ જાય તો કરેલી ધર્મારાધના નિષ્ફળ થઈ જાય છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે, ‘‘જો અંત સમય સમાધિમરણ કરી લેવાથી ક્ષણમાત્રમાં પૂર્વ પાપોનો નાશ થઈ જાય છે તો પછી યુવાઅવસ્થામાં ધર્મ કરવાની શી જરૂર છે? અંત સમયે સંન્યાસ ધારણ કરી લેવાથી જ સર્વ મનોરથ સિદ્ધ થઈ જશે,’’ તો તેનું સમાધાન–જે જીવ પોતાની પૂર્વઅવસ્થામાં ધર્મથી વિમુખ રહે છે અર્થાત્ જેમણે તત્ત્વજ્ઞાનપૂર્વક વ્રત–નિયમ આદિ ધર્મારાધના નથી કરી તે જીવ અંતકાળમાં ધર્મસન્મુખ અર્થાત્ સંન્યાસયુક્ત કદી થઈ શકતો નથી. કેમકે–ચંદ્રપ્રભચરિત્ર પ્રથમ સર્ગમાં કહ્યું છે કે ‘‘चिरन्तनाभ्यासनिबन्धनेरितागुणेषु दोषेषु च जायते मतिः’’ અર્થાત્ ચિરકાળના અભ્યાસથી પ્રેરિત કરવામાં આવેલી બુદ્ધિ ગુણ અથવા દોષોમાં જાય છે. જે વસ્ત્ર પ્રથમથી જ ઉજળું કરેલું હોય છે તેની ઉપર મનપસંદ રંગ ચઢી શકે છે, પણ જે વસ્ત્ર પ્રથમથી મેલું છે તેની ઉપર કદીપણ રંગ ચઢાવી શકાતો નથી. માટે સમાધિમરણ તે જ ધારણ કરી શકે છે કે જે પ્રથમ અવસ્થાથી જ ધર્મની આરાધનામાં બરાબર સાવધાન રહેલો હોય. હાં, કોઈ સ્થાને એવું પણ જોવામાં આવે છે કે જેણે _________________________________________________________________ ૧. ચાર પ્રકારના સંઘ મુનિ, અર્જિકા, શ્રાવક, શ્રાવિકા.


Page 137 of 186
PDF/HTML Page 149 of 198
single page version

આજીવન ધર્મસેવનમાં ચિત્ત લગાડયું નહોતું તે પણ અપૂર્વ વિવેકનું બળ પ્રાપ્ત કરી સમાધિમરણ એટલે સંન્યાસપૂર્વક મરણ કરીને સ્વર્ગાદિક સુખોને પામી ગયા પણ તે તો કાકતાલીય ન્યાયવત્ અતિ કઠિન છે. (તાડવૃક્ષથી ફળ તૂટવું ને ઊડતા કાગડાના મોઢામાં તેની પ્રાપ્તિ થઈ જવી જેમ કઠિન છે તેમ સંસ્કારહીન જીવન વડે સમાધિમરણ પામવું કઠણ છે.) માટે સર્વજ્ઞ વીતરાગનાં વચનો પ્રતિ શ્રદ્ધાવાન છે તેમણે ઉપર કહી શંકાને પોતાના ચિત્તમાં કદીપણ સ્થાન આપવું નહિ.

સમાધિમરણના ઇચ્છુક પુરુષો બને ત્યાંસુધી જિનેશ્વર ભગવાનની જન્માદિ તીર્થભૂમિનો આશ્રય ગ્રહણ કરે, જો તેમ ન બની શકે તો મંદિર અથવા સંયમીજનોના આશ્રયમાં રહે. સંન્યાસાર્થી તીર્થક્ષેત્રે જતી વખતે બધા સાથે ક્ષમા યાચના કરે અને પોતે પણ મન–વચન– કાયપૂર્વક સર્વને ક્ષમા કરે. અંત સમયે ક્ષમા કરવાવાળો સંસારનો પારગામી થાય છે, અને વૈર– વિરોધ રાખનારો અર્થાત્ ક્ષમા ન રાખનાર અનંત સંસારી થાય છે. સંન્યાસાર્થીએ પુત્ર, કલત્રાદિ કુટુમ્બીઓથી તથા સાંસારિક સર્વ સંપદાથી સર્વથા મોહ છોડી (નિર્મોહી નિજ આત્માને ભજવો જોઈએ.) ઉત્તમ સાધક ધર્માત્માઓની સહાય લેવી કેમકે સાધર્મી તથા આચાર્યોની સહાયથી અશુભકર્મ યથેષ્ટ બાધાનું કારણ બનતાં નથી. વ્રતના અતિચારો સાધર્મીઓ અથવા આચાર્ય સન્મુખ પ્રગટ કરીને નિઃશલ્ય થઈ પ્રતિક્રમણ–પ્રાયશ્ચિત શાસ્ત્રમાં કહેલી વિધિઓથી શોધન કરવું જોઈએ.

નિર્મળભાવરૂપી અમૃતથી સિંચિત સમાધિમરણને માટે પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મસ્તક રાખે. જો શ્રાવક મહાવ્રતની યાચના કરે, તો નિર્ણાયક આચાર્યને ઉચિત છે કે તેને મહાવ્રત દે, મહાવ્રત ગ્રહણમાં નગ્ન થવું જોઈએ. અર્જિકાને પણ અંતકાળ ઉપસ્થિત થતાં એકાન્ત સ્થાનમાં વસ્ત્રોનો ત્યાગ કરવો ઉચિત કહેલ છે. સંથારા વખતે અનેક પ્રકારના યોગ્ય આહાર દેખાડી ભોજન કરાવે. અથવા જો તેને અજ્ઞાનતાવશ ભોજનમાં આસક્ત સમજે, તો પરમાર્થજ્ઞાતા આચાર્ય તેને ઉત્તમ પ્રભાવશાલી વ્યાખ્યાન દ્વારા એમ સમજાવે કે–

હે જિતેન્દ્રિય, તું ભોજન–શયનાદિરૂપ કલ્પિત પુદ્ગલોને હજી પણ ઉપકારી સમજે છે! અને એમ માને છે કે આમાંથી કોઈ પુદ્ગલ એવાં પણ છે કે મેં ભોગવ્યા નથી. એ તો મહાન આશ્ચર્યની વાત છે! ભલા વિચાર તો કર કે આ મૂર્તિક પુદ્ગળ તારા અરૂપીમાં કોઈ પ્રકારે મળી શકે તેમ છે? માત્ર ઇન્દ્રિયોના ગ્રહણ પૂર્વક તેને અનુભવીને તેં એમ માની લીધું છે કે હું જ તેનો ભોગ કરું છું, તો હે...દૂરદર્શી,


Page 138 of 186
PDF/HTML Page 150 of 198
single page version

હવે આવી ભ્રાન્ત બુદ્ધિને સર્વથા છોડી દે અને નિર્મળજ્ઞાનાનંદમય આત્મતત્ત્વમાં લવલીન થા. આ તે જ સમય છે કે જેમાં જ્ઞાની જીવ શુદ્ધતામાં સાવધાન રહે છે અને ભેદજ્ઞાનના બળથી ચિંતવન કરે છે કે હું અન્ય છું અને એ પુદ્ગલ દેહાદિ મારાથી સર્વથા ભિન્ન જુદા જ પદાર્થ છે. માટે હે મહાશય! પરદ્રવ્યોથી મોહ તુરત જ છોડ અને પોતાના આત્મામાં નિશ્ચલ–સ્થિર રહેવાનો પ્રયત્ન કર. જો કોઈ પુદ્ગલમાં આસક્ત રહીને મરણ પામીશ તો યાદ રાખજે કે તને હલકા–તુચ્છ જંતુ થઈ, આ પુદ્ગલોનું ભક્ષણ અનંતવાર કરવું પડશે. આ ભોજનથી તું શરીરનો ઉપકાર કરવા ચાહે છે તો કોઈ રીતે પણ યોગ્ય નથી. કેમકે શરીર એવું કૃતધ્ની છે કે તે કોઈના કરેલા ઉપકારને માને નહિ, માટે ભોજનની ઇચ્છા છોડી, કેવળ આત્મહિતમાં ચિત્ત જોડવું તે જ બુદ્ધિમત્તા છે.

આ પ્રકારે હિતોપદેશરૂપી અમૃતધારા પડવાથી અન્નની તૃષ્ણા દૂર કરી કવલાહાર છોડાવે તથા દૂધ આદિ પીવાયોગ્ય વસ્તુ વધારે, પછી ક્રમે ક્રમે ગરમ જળ લેવા માત્રનો નિયમ કરાવે. જો ઉનાળો, મારવાડ જેવો દેશ તથા પિત્ત પ્રકૃતિના કારણે તૃષાની પીડા સહન કરવા અસમર્થ હોય તો માત્ર ઠંડું પાણી લેવાનું રાખે, અને શિક્ષા દે કે હે આરાધક! હે આર્ય! પરમાગમમાં પ્રશંસનીય મારણાંતિક સલ્લેખના અત્યંત દુર્લભ વર્ણવી છે, માટે તારે વિચાર પૂર્વક અતિચાર આદિ દોષોથી તેની રક્ષા કરવી.

પછી અશક્તિની વૃદ્ધિ દેખીને, મરણકાળ નજીક છે એમ નિર્ણય થતાં આચાર્ય સમસ્ત સંઘની અનુમતિથી સંન્યાસમાં નિશ્ચલતા માટે પાણીનો પણ ત્યાગ કરાવે. આવા અનુક્રમથી ચારે પ્રકારના આહારનો ત્યાગ થતાં સમસ્ત સંઘથી ક્ષમા કરાવે અને નિર્વિઘ્ન સમાધિની સિદ્ધિને માટે કાયોત્સર્ગ કરે. ત્યાર પછી વચનામૃતનું સિંચન કરે અર્થાત્ સંસારથી વૈરાગ્ય ઉત્પન્ન કરવાવાળા કારણોનો ઉક્ત આરાધકના કાનમાં, મન્દ મન્દ વાણીથી જપ કરે. શ્રેણિક, વારિષેણ, સુભગાદિનાં દ્રષ્ટાન્ત સંભળાવે અને વ્યવહાર–આરાધનામાં સ્થિર થઈ, નિશ્ચય–આરાધનાની તત્પરતા માટે આમ ઉપદેશ કરે કે–

હે આરાધક! શ્રુતસ્કંધનું ‘‘एगो मे सासदा आदा’’ ઇત્યાદિ વાકય ‘‘णमो अरहंताणं’’ ઇત્યાદિ પદ અને ‘अर्हं’ ઇત્યાદિ અક્ષર–એમાંથી જે તને રુચિકર લાગે, તેનો આશ્રય કરીને તારા ચિત્તને તન્મય કર! હે આર્ય! ‘હું એક શાશ્વત આત્મા છું’ એ શ્રુતજ્ઞાનથી પોતાના આત્માનો નિશ્ચય કર! સ્વસંવેદનથી આત્માની ભાવના કર! સમસ્ત


Page 139 of 186
PDF/HTML Page 151 of 198
single page version

ચિંતાઓથી પૃથક્ થઈને પ્રાણવિસર્જન કર! અને જો તારું મન કોઈ ક્ષુધા પરીષહથી અથવા કોઈ ઉપસર્ગથી વિક્ષિપ્ત (વ્યગ્ર) થઈ ગયું હોય તો નરકાદિ વેદનાઓનું સ્મરણ કરીને જ્ઞાનામૃતરૂપ સરોવરમાં પ્રવેશ કર. કેમકે અજ્ઞાની જીવ શરીરમાં આત્મબુદ્ધિ અર્થાત્ ‘‘હું દુઃખી છું હું સુખી છું–એવા સંકલ્પ કરીને દુઃખી થયા કરે છે, પરંતુ ભેદવિજ્ઞાની જીવ આત્મા અને દેહને ભિન્ન ભિન્ન માનીને દેહને કારણે સુખી–દુઃખી થતો નથી, પણ વિચારે છે કે મને મરણ જ નથી તો પછી ભય કોનો? મને રોગ નથી પછી વેદના કેવી? હું બાળક, વૃદ્ધ યા તરુણ નથી તો પછી મનોવેદના કેવી? હે મહાભાગ્ય! આ જરાક જેટલા શારીરિક દુઃખથી કાયર થઈને પ્રતિજ્ઞાથી જરાપણ ચ્યુત ન થઈશ, દ્રઢચિત્ત થઈને પરમ નિર્જરાની અભિલાષ કર. જો, જ્યાંસુધી તું આત્મચિન્તવન કરતો થકો સંન્યાસ ગ્રહણ કરીને સંથારામાં બેઠો છો, ત્યાંસુધી ક્ષણે ક્ષણે તને પ્રચુર કર્મોનો વિનાશ થાય છે! શું તું ધીરવીર પાંડવોનું ચરિત્ર ભૂલી ગયો છે? જેમને લોઢાનાં ઘરેણાં અગ્નિથી તપાવી શત્રુએ પહેરાવ્યાં હતાં તોપણ તપસ્યાથી કિંચિત્ પણ ચ્યુત ન થતાં આત્મધ્યાનથી મોક્ષને પામ્યા! શું તે મહાસુકુમાર સુકુમાલકુમારનું ચરિત્ર સાંભળ્‌યું નથી? જેનું શરીર શિયાળે થોડું થોડું કરડીને અતિશય કષ્ટ દેવા માટે ઘણા દિવસ (ત્રણ દિવસ) સુધી ભક્ષણ કર્યું હતું, પરંતુ કિંચિત્ પણ માર્ગચ્યુત ન થતાં જેમણે સર્વાર્થસિદ્ધિ સ્વર્ગ પાપ્ત કર્યું હતું. એવાં અસંખ્ય ઉદાહરણ શાસ્ત્રમાં છે જેમાં દુસ્સહ ઉપસર્ગો સહન કરીને અનેક સાધુઓએ સ્વાર્થસિદ્ધિ કરી છે. શું તારું આ કર્તવ્ય નથી કે તેમનું અનુકરણ કરીને જીવન–ધનાદિમાં નિર્વાંછક થઈ, અંર્ત–બાહ્ય પરિગ્રહના ત્યાગપૂર્વક સામ્યભાવથી નિરુપાધિમાં સ્થિર થઈ આનંદામૃતનું પાન કરવું! અને ઉપરોક્ત ઉપદેશથી સમ્યક્ પ્રકારે કષાયને પાતળા કરી–કૃશ કરી રત્નત્રયની ભાવનારૂપ પરિણમનથી પંચ નમસ્કાર–મંત્ર સ્મરણ પૂર્વક સમાધિમરણ કરવું જોઈએ.–આ સમાધિમરણની સંક્ષેપ વિધિ છે.

સલ્લેખના પણ અહિંસા છે

नीयन्तेऽत्र कषाया हिंसाया हेतवो यतस्तनुताम्।
सल्लेखनामपि
ततः प्राहुरहिंसाप्रसिद्धयर्थम्।। १७९।।

અન્વયાર્થઃ– [यतः] કારણ કે [अत्र] આ સંન્યાસ મરણમાં [हिंसायाः] હિંસાના [हेतवः] હેતુભૂત [कषायाः] કષાય [तनुताम्] ક્ષીણતાને [नीयन्ते] પામે છે [ततः] તેથી [सल्लेखनामपि] સંન્યાસને પણ આચાર્યો [अहिंसाप्रसिद्धयर्थ] અહિંસાની સિદ્ધિ માટે [प्राहुः] કહે છે.


Page 140 of 186
PDF/HTML Page 152 of 198
single page version

ટીકાઃ– ‘यतः हिंसायाः हेतवः कषायाः अत्र (सल्लेखनायां) तनुतां नीयन्ते ततः सल्लेखनाम् अहिंसा प्रसिद्धयर्थम् प्राहुः।’–અર્થઃ–હિંસાના કારણ કષાય છે, તે આ સંલેખનામાં ક્ષીણ થઈ જાય છે તેથી સંલેખનાને પણ અહિંસાની પુષ્ટિ માટે કહી છે.

ભાવાર્થઃ– આ સંન્યાસમાં કષાયો ઘટે છે અને કષાય જ હિંસાનું મૂળ કારણ છે, તેથી સંન્યાસનો સ્વીકાર કરવાથી અહિંસા વ્રતની જ સિદ્ધિ થાય છે. ૧૭૯.

इति यो व्रतरक्षार्थं सततं पालयति सकलशीलानि।
वरयति
पतिंवरेव स्वयमेव तमुत्सुका शिवपदश्रीः।। १८०।।

અન્વયાર્થઃ– [यः] જે [इति] આ રીતે [व्रतरक्षार्थं] પંચ અણુવ્રતોની રક્ષા માટે [सकलशीलानि] સમસ્ત શીલોને [सततं] નિરંતર [पालयति] પાળે છે [तम्] તે પુરુષને [शिवपदश्रीः] મોક્ષપદની લક્ષ્મી [उत्सुका] અતિશય ઉત્કંઠિત [पतिंवरा इव] સ્વયંવરની કન્યાની જેમ [स्वयमेव] પોતે જ [वरयति] સ્વીકાર કરે છે, અર્થાત્ પ્રાપ્ત થાય છે.

‘इति यः व्रतरक्षार्थं सकलशीलानि सततं पालयति तं उत्सुका शिवपदश्रीः पतिंवरा इव स्वयमेव वरयति।’ અર્થઃ–આ રીતે જે પાંચે અણુવ્રતોની રક્ષા માટે સાત શીલવ્રત પાળે છે તેને મોક્ષરૂપી લક્ષ્મી ઉત્સુક થઈને સ્વયંવરમાં કન્યાની જેમ પોતે જ વરે છે.

ભાવાર્થઃ– જેમ સ્વયંવરમાં કન્યા પોતાની મેળે ઓળખીને યોગ્ય પતિને વરે છે, તેમ મુક્તિરૂપી લક્ષ્મી વ્રતી અને સમાધિમરણ કરનાર શ્રાવકને પોતે જ પ્રાપ્ત થાય છે. ૧૮૦.

આ રીતે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત, એક સંલેખના અને એક સમ્યક્ત્વ–આ રીતે શ્રાવકની ચૌદ વાતોનું વર્ણન કર્યું.

હવે તેના પાંચ પાંચ અતિચારોનું વર્ણન કરે છેઃ–

अतिचाराः सम्यक्त्वे व्रतेषु शीलेषु पञ्च पञ्चेति।
सप्ततिरमी
यथोदितशुद्धिप्रतिबन्धिनो हेयाः।। १८१।।

અન્વયાર્થઃ– [सम्यक्त्वे] સમ્યક્ત્વમાં [व्रतेषु] વ્રતોમાં અને [शीलेषु] શીલોમાં [पञ्च पञ्चेति] પાંચ પાંચના ક્રમથી [अमी] [सप्ततिः] સિત્તેર


Page 141 of 186
PDF/HTML Page 153 of 198
single page version

[यथोदितशुद्धिप्रतिबन्धिनः] યથાર્થ શુદ્ધિને રોકનાર [अतिचाराः] અતિચાર [हेयाः] છોડવા યોગ્ય છે.

ટીકાઃ– ‘सम्यक्त्वे व्रतेषु (सल्लेखना पञ्च) पञ्च पञ्च अतिचाराः इति अमी सप्ततिः यथोदितशुद्धिप्रतिबन्धिनः हेयाः।’ અર્થઃ–સમ્યગ્દર્શનમાં, પાંચ અણુવ્રતોમાં, ત્રણ ગુણવ્રતોમાં, ચાર શિક્ષાવ્રતોમાં અને સંલેખનામાં પ્રત્યેકના પાંચ પાંચ અતિચાર છે. આ રીતે એ સિત્તેર અતિચાર છે તે બધા વ્રતોની શુદ્ધિને દોષ લગાડનાર છે.

ભાવાર્થઃ– વ્રતનો સર્વદેશ ભંગ કરવો તેને અનાચાર કહે છે અને એકદેશ ભંગ થવો તે અતિચાર કહેવાય છે. આ રીતે ઉપર કહેલી શ્રાવકની ચૌદ વાતોના સિત્તેર અતિચાર થાય છે. ૧૮૧.

સમ્યગ્દર્શનના પાંચ અતિચાર

शङ्का तथैव काङ्क्षा विचिकित्सा संस्तवोऽन्यद्रष्टीनाम्।
मनसा च तत्प्रशंसा
सम्यग्द्रष्टेरतीचाराः।। १८२।।

અન્વયાર્થઃ– [शङ्का] સંદેહ [काङ्क्षा] વાંછા [विचिकित्सा] ગ્લાનિ [तथैव] તેવી જ રીતે [अन्यद्रष्टीनाम्] મિથ્યાદ્રષ્ટિઓની [संस्तवः] સ્તુતિ [च] અને [मनसा] મનથી [तत्प्रशंसा] તે અન્ય મતવાળાઓની પ્રશંસા કરવી તે [सम्यग्द्रष्टेः] સમ્યગ્દ્રષ્ટિના [अतीचाराः] અતિચાર છે.

ટીકાઃ– ‘शङ्का तथैव काङ्क्षा विचिकित्सा अन्यद्रष्टीनाम् संस्तवः च मनसा प्रशंसा सम्यग्द्रष्टेः अतीचाराः भवन्ति।’–અર્થઃ–(૧) જિનવચનમાં શંકા કરવી, (૨) વ્રતો પાળીને સંસારનાં સુખોની ઇચ્છા કરવી. (૩) મુનિ વગેરેનું શરીર જોઈને ઘૃણા કરવી, (૪) મિથ્યાદ્રષ્ટિઓની સ્તુતિ કરવી, અને (પ) તેમનાં કાર્યોની મનથી પ્રશંસા કરવી. –આ સમ્યગ્દર્શનના પાંચ અતિચાર છે.

ભાવાર્થઃ– જ્યાંસુધી આ પાંચ અતિચારોનો ત્યાગ થતો નથી ત્યાંસુધી તે નિશ્ચયસમ્યગ્દ્રષ્ટિ થઈ શકતો નથી. ૧૮૨.

અહિંસા અણુવ્રતના પાંચ અતિચાર

छेदनताडनबन्धा भारस्यारोपणं समधिकस्य।
पानान्नयोश्च रोधः
पञ्चाहिंसाव्रतस्येति।। १८३।।


Page 142 of 186
PDF/HTML Page 154 of 198
single page version

અન્વયાર્થઃ– [अहिंसाव्रतस्य] અહિંસા વ્રતના [छेदनताडनबन्धाः] છેદવું, તાડન કરવું, બાંધવું, [समधिकस्य] અતિશય વધારે [भारस्य] બોજો [आरोपणं] લાદવો, [च] અને [पानान्नयोः] અન્ન–પાણી [रोधः] રોકવા અર્થાત્ ન દેવા [इति] એ રીતે [पञ्च] પાંચ અતિચાર છે.

ટીકાઃ– ‘छेदन ताडन बन्धाः समधिकस्य भारस्य आरोपणं पानान्नयोश्च रोधः इति पञ्च अहिंसाव्रतस्य अतीचाराः।’ અર્થઃ–છેદન અર્થાત્ કાન, નાક, હાથ વગેરે કાપવા, તાડન અર્થાત્ લાકડી, ચાબૂક, આર વગેરેથી મારવું, બંધ અર્થાત્ એક જગ્યાએ બાંધીને રોકી રાખવું, અધિક ભાર લાદવો તથા યોગ્ય સમયે ઘાસ, ચારો, પાણી વગેરે ન આપવાં–એ અહિંસા અણુવ્રતના પાંચ અતિચાર છે. ૧૮૩.

સત્ય અણુવ્રતના પાંચ અતિચાર

मिथ्योपदेशदानं रहसोऽभ्याख्यानकूटलेखकृती।
न्यासापहारवचनं
साकारमन्त्रभेदश्च।। १८४।।

અન્વયાર્થઃ– [मिथ्योपदेशदानं] જૂઠો ઉપદેશ આપવો, [रहसोऽभ्याख्यानकूट– लेखकृती] એકાન્તની ગુપ્ત વાતો પ્રગટ કરવી, જૂઠાં લખાણ કરવાં, [न्यासापहारवचनं] થાપણ ઓળવવાનું વચન કહેવું [च] અને [साकारमन्त्रभेदः] કાયાની ચેષ્ટાઓથી જાણીને બીજાનો અભિપ્રાય પ્રગટ કરવો–એ પાંચ સત્ય અણુવ્રતના અતિચાર છે.

ટીકાઃ– ‘मिथ्योपदेशदानं रहसोऽभ्याख्यानं कूटलेखकृती न्यासापहारवचनं साकार मन्त्रभेदश्च इति सत्याणुव्रतस्य पञ्च अतिचाराः सन्ति।’ અર્થઃ–૧–જૂઠો ઉપદેશ આપવો કે જેથી જીવોનું અહિત થાય, ૨–કોઈ સ્ત્રી પુરુષની ગુપ્ત વાત પ્રગટ કરવી, ૩–જૂઠા લેખ લખવા તથા જૂઠી રસીદ વગેરે પોતે લખવી, ૪–કોઈની થાપણ પચાવી પાડવી, પ–કોઈની આકૃતિ જોઈને તેનો અભિપ્રાય પ્રગટ કરી દેવો–એ પાંચ સત્ય અણુવ્રતના અતિચાર છે.

ભાવાર્થઃ– એવો જૂઠો ઉપદેશ આપવો કે જેથી લોકો ધર્મ છોડીને અધર્મમાં લાગી જાય અને પોતાની પાસે કોઈ થાપણ મૂકી ગયું હોય અને તે ભૂલી ગયો તથા ઓછી વસ્તુ માગવા લાગ્યો ત્યારે તેને એમ કહેવું કે જેટલી હોય તેટલી લઈ જાવ,


Page 143 of 186
PDF/HTML Page 155 of 198
single page version

એને ન્યાસઅપહાર કહે છે. જૂઠી રસીદો લખી આપવી અથવા પરાણે લખાવી લેવી કૂટલેખ છે. ૧૮૪.

અચૌર્ય અણુવ્રતના પાંચ અતિચાર

प्रतिरूपव्यवहारः स्तेननियोगस्तदाहृतादानम्।
राजविरोधातिक्रमहीनाधिकमानकरणे च।। १८५।।

અન્વયાર્થઃ– [प्रतिरूपव्यवहारः] પ્રતિરૂપ વ્યવહાર એટલે સાચી વસ્તુમાં ખોટી વસ્તુ ભેળવીને વેચવી, [स्तेननियोगः] ચોરી કરનારાઓને મદદ કરવી, [तदाहृतादानम्] ચોરે લાવેલી વસ્તુઓ રાખવી, [च] અને [राजविरोधातिक्रमहीनाधिकमानकरणे] રાજાએ પ્રચલિત કરેલા નિયમોનું ઉલ્લંઘન કરવું, માપવાના કે તોળવાના ગજ, કાંટા, તોલા વગેરેના માપમાં હીનાધિક કરવું–(एते पञ्चास्तेयव्रतस्य) એ પાંચ અચૌર્યવ્રતના અતિચાર છે.

ટીકાઃ– ‘प्रतिरूपव्यवहारः स्तेननियोगः तदाहृतादानम् राजविरोधातिक्रमः च हीनाधिकमानकरणे इति अचौर्याणुव्रतस्य पञ्च अतीचाराः सन्ति।’ અર્થઃ–૧. જૂઠી વસ્તુને (અશુદ્ધ વસ્તુને) ઠીક જેવી કરીને સાચી વસ્તુમાં ભેળવીને ચલાવવી, એનું નામ પ્રતિરૂપ વ્યવહાર છે, ૨. ચોરીની પ્રેરણા કરવી અથવા ચોરી કરવાનો ઉપાય બતાવવો એ બીજો સ્તેનપ્રયોગ અતિચાર છે, ૩. ચોરીની વસ્તુ ખરીદવી એ ત્રીજો અતિચાર છે, ૪. રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું અથવા રાજાનો કર ન આપવો એ ચોથો અતિચાર છે. પ. અધિક મૂલ્યવાળી વસ્તુમાં ઓછા મૂલ્યવાળી વસ્તુ ભેળવવી, માપવા–તોળવાનાં વાસણ, ત્રાજવાં વગેરે ઓછાંવત્તાં રાખવાં એ પાંચમો અતિચાર છે. –આ પાંચ અચૌર્ય અણુવ્રતના અતિચાર છે. ૧૮પ.

બ્રહ્મચર્ય અણુવ્રતના પાંચ અતિચાર બતાવે છેઃ–

स्मरतीव्राभिनिवेशोऽनङ्गक्रीडान्यपरिणयनकरणम्।
अपरिगृहीतेतरयोर्गमने चेत्वरिकयोः
पञ्च।। १८६।।

અન્વયાર્થઃ– [स्मरतीव्राभिनिवेशः] કામસેવનની અતિશય ઇચ્છા રાખવી, [अनङ्गक्रीडा] યોગ્ય અંગો સિવાય બીજાં અંગો સાથે કામક્રીડા કરવી, [अन्यपरिणयनकरणम्] બીજાના વિવાહ કરવા [च] અને [अपरिगृहीतेतरयोः] કુંવારી કે પરણેલી


Page 144 of 186
PDF/HTML Page 156 of 198
single page version

[इत्वरिकयोः] વ્યભિચારિણી સ્ત્રીઓ પાસે [गमने] જવું. લેણદેણાદિનો વ્યવહાર રાખવો. [एते ब्रह्मव्रतस्य] એ બ્રહ્મચર્યવ્રતના [पञ्च] પાંચ અતિચાર છે.

ટીકાઃ– ‘स्मरतीव्राभिनिवेशः अनङ्गक्रीडा अन्यपरिणयनकरणं इत्वरिकयोः अपरिगृहीता गमनं च इत्वरिका परिगृहिता गमनं च इति पञ्च अतीचाराः ब्रह्मचर्याणुव्रतस्य सन्ति।’ અર્થઃ– ૧. કામ–ભોગ–વિષય સેવન કરવાની બહુ લાલસા રાખવી, ૨. જે અંગ વિષય સેવન કરવાના નથી તેવાં મુખ, નાભિ, સ્તન વગેરે અનંગોમાં રમણ કરવું, ૩. બીજાના પુત્ર–પુત્રીઓના વિવાહ કરાવવા, ૪. વ્યભિચારિણી વેશ્યા તથા કન્યા વગેરે સાથે લેણદેણ આદિ વ્યવહાર રાખે, વાર્તા કરે, રૂપ–શૃંગાર દેખે, પ–વ્યભિચારિણી બીજાની સ્ત્રી સાથે પણ એ પ્રમાણે કરવું–એ પાંચ બ્રહ્મચર્ય અણુવ્રતના અતિચાર છે. ૧૮૬.

પરિગ્રહપરિણામ વ્રતના પાંચ અતિચાર

वास्तुक्षेत्राष्टापदहिरण्यधनधान्यदासदासीनाम्।
कुप्यस्य भेदयोरपि परिमाणातिक्रियाः
पञ्च।। १८७।।

અન્વયાર્થઃ– [वास्तुक्षेत्राष्टापदहिरण्यधनधान्यदासदासीनाम्] ઘર, ભૂમિ, સોનું, ચાંદી, ધન, ધાન્ય, દાસ, દાસી અને [कुप्यस्य] સુવર્ણાદિ ધાતુઓ સિવાય વસ્ત્રાદિના [भेदयोः] બબ્બે ભેદોનાં [अपि] પણ [परिमाणातिक्रियाः] પરિમાણનું ઉલ્લંઘન કરવું–[एते अपरिग्रहव्रतस्य] એ અપરિગ્રહવ્રતના [पञ्च] પાંચ અતિચાર છે.

ટીકાઃ– ‘वास्तु क्षेत्र परिमाणातिक्रमः, अष्टापदहिरण्यपरिमाणातिक्रमः, धनधान्य– परिमाणातिक्रमः, दासदासीपरिमाणातिक्रमः, अपि कुप्यस्य भेदयोः परिमाणातिक्रमः इति पंच परिग्रहपरिमाणव्रतस्य अतीचाराः सन्ति।’ અર્થ–૧–ઘર અને ક્ષેત્રનું પરિમાણ વધારી દેવું, ૨– સોના–ચાંદીનું પરિમાણ વધારી દેવું, ૩–ગાય, ભેંસ, ઘોડા, ઘઉં, ચણા વગેરેનું પરિમાણ વધારી દેવું, ૪–દાસ–દાસીનું પરિમાણ વધારી દેવું, પ–કૃપ્ય એટલે ગરમ અને સુતરાઉ–એ બન્ને પ્રકારનાં વસ્ત્રોનું પરિમાણ વધારી દેવું; –એ રીતે આ પાંચ પરિગ્રહપરિમાણવ્રતના અતિચાર છે.૧૮૭. _________________________________________________________________ ૧. રત્નકરંડ શ્રાવકાચાર ગા ૬૦ માં ઇત્વરિકાગમનનો અર્થ–‘ઇત્વરિકા જે વ્યભિચારિણી સ્ત્રી તેને ઘરે

જવું અથવા તેને પોતાના ઘેર બોલાવી (ધનાદિ) લેણદેણ રાખે, પરસ્પર વાર્તા કરે, શ્રૃંગાર દેખે તે
ઇત્વરિકાગમન નામે અતિચાર છે.


Page 145 of 186
PDF/HTML Page 157 of 198
single page version

દિગ્વ્રતના પાંચ અતિચાર બતાવે છેઃ–

ऊर्ध्वमधस्तात्तिर्यग्व्यतिक्रमाः क्षेत्रवृद्धिराधानम्।
स्मृत्यन्तरस्य गदिताः पञ्चेति
प्रथमशीलस्य।। १८८।।

અન્વયાર્થઃ– [ऊर्ध्वमधस्तात्तिर्यग्व्यतिक्रमाः] ઉપર, નીચે અને સમાન ભૂમિની કરેલી મર્યાદાનું ઉલ્લંઘન કરવું અર્થાત્ જેટલું પ્રમાણ કર્યું હોય તેનાથી બહાર ચાલ્યા જવું, [क्षेत्रवृद्धिः] પરિમાણ કરેલા ક્ષેત્રની લોભાદિવશ વૃદ્ધ કરવી અને [स्मृत्यन्तरस्य] સ્મૃતિ સિવાયના ક્ષેત્રની મર્યાદા [आधानम्] ધારણ કરવી અર્થાત્ યાદ ન રાખવી, [इति] એ રીતે [पञ्च] પાંચ અતિચાર [प्रथमशीलस्य] પ્રથમ શીલ અર્થાત્ દિગ્વ્રતનાં [गदिताः] કહેવામાં આવ્યા છે.

ટીકાઃ– ‘ऊर्ध्व व्यतिक्रमः अधस्तात् व्यतिक्रमः तिर्यक् व्यतिक्रमः क्षेत्रवृद्धिः, स्मृत्यन्तरस्य आधानम् इति पञ्च अतीचाराः प्रथमशीलस्य दिग्व्रतस्य सन्ति।’ અર્થઃ–૧. મર્યાદા કરેલી ઉપરની દિશાઓનું ઉલ્લંઘન કરવું, ૨. મર્યાદા કરેલી નીચેની દિશાઓનું ઉલ્લંઘન કરવું, ૩. મર્યાદા કરેલી તિર્યક્ દિશાઓનું ઉલ્લંઘન કરવું, ૪. મર્યાદા કરેલા ક્ષેત્રને વધારવું, પ. પરિમાણ કરેલી મર્યાદાને ભૂલી જઈને હદ વધારી દેવી–એ પાંચ અતિચાર દિગ્વ્રતનાં છે. ૧૮૮.

દેશવ્રતના પાંચ અતિચાર

प्रेष्यस्य संप्रयोजनमानयनं शब्दरूपविनिपातौ।
क्षेपोऽपि पुद्गलानां द्वितीयशीलस्य पञ्चेति।। १८९।।

અન્વયાર્થઃ– [प्रेष्यस्य संप्रयोजनम्] પ્રમાણ કરેલા ક્ષેત્રની બહાર બીજા મનુષ્યને મોકલવો, [आनयनं] ત્યાંથી કોઈ વસ્તુ મંગાવવી, [शब्दरूपविनिपातौ] શબ્દ સંભળાવવા, રૂપ બતાવીને ઈશારા કરવા અને [पुद्गलानां] કાંકરા વગેરે પુદ્ગલો [क्षेपोऽपि] પણ ફેંકવા– [इति] આ રીતે [पञ्च] પાંચ અતિચાર [द्वितीयशीलस्य] બીજા શીલના અર્થાત્ દેશવ્રતના કહેવામાં આવ્યા છે.

ટીકાઃ– ‘प्रेष्यस्य संप्रयोजनम् आनयनं शब्दविनिपातौ रूपविनिपातौ पुद्गलानां क्षेपः इति पञ्च अतीचाराः द्वितीयशीलस्य सन्ति।’ અર્થઃ–૧. મર્યાદા બહાર નોકર–ચાકરને મોકલવા, ૨. મર્યાદા બહારથી કોઈ વસ્તુ મંગાવવી, ૩. મર્યાદા બહાર શબ્દ


Page 146 of 186
PDF/HTML Page 158 of 198
single page version

કરીને–બોલીને પોતાનું કામ કરવું, ૪. મર્યાદાની બહાર પોતાનું રૂપ દેખાડીને સ્વાર્થ સાધવો, પ. મર્યાદા બહાર કોઈ ચીજ વગેરે ફેંકીને પણ પોતાનું કાર્ય કરી લેવું–એ પાંચ દેશવ્રતના અતિચાર છે. ૧૮૯.

અનર્થદંડત્યાગ વ્રતના પાંચ અતિચાર

कन्दर्पः कौत्कुच्यं भोगानर्थक्यमपि च मौखर्यम्।
असमीक्षिताधिकरणं
तृतीयशीलस्य पञ्चेति।। १९०।।

અન્વયાર્થઃ– [कन्दर्पः] કામનાં વચન બોલવાં, [कौत्कुच्यं] ભાંડરૂપ અયોગ્ય કાયચેષ્ટા કરવી, [भोगानर्थक्यम्] ભોગ–ઉપભોગના પદાર્થોનું અનર્થકય, [मौखर्यम्] વાચાળપણું [च] અને [असमीक्षिताधिकरणं] વિચાર કર્યા વિના કાર્ય કરવું; [इति] એ રીતે [तृतीयशीलस्य] ત્રીજા શીલ અર્થાત્ અનર્થદંડવિરતિ વ્રતના [अपि] પણ [पंच] પાંચ અતિચાર છે.

ટીકાઃ– ‘‘कन्दर्पः कौत्कुच्यं भोगानर्थक्यम् मौखर्यम् च असमीक्षिताधिकरणं इति तृतीयशीलस्य पञ्च अतीचाराः सन्ति।’’ અર્થઃ–૧–હાસ્ય સહિત ભાંડ વચન બોલવાં, ૨–કાયાથી કુચેષ્ટા કરવી, ૩–પ્રયોજનથી અધિક ભોગના પદાર્થો ભેગા કરવા તથા નામ ગ્રહણ કરવું, ૪– લડાઈ–ઝગડા કરાવનાર વચનો બોલવાં, પ–પ્રયોજન વિના મન, વચન, કાયાનો વ્યાપાર વધારતા જવું–એ જ પાંચ અનર્થદંડત્યાગવ્રતના અતિચાર છે. ૧૯૦.

સામાયિક શિક્ષાવ્રતનાં પાંચ અતિચાર

वचनमनःकायानां दुःप्रणिधानं त्वनादरश्चैव।
स्मृत्यनुपस्थानयुताः पञ्चेति चतुर्थशीलस्य।। १९१।।

અન્વયાર્થઃ– [स्मृत्यनुपस्थानयुताः] સ્મૃતિઅનુપસ્થાન સહિત, [वचनमनःकायानां] વચન, મન અને કાયાની [दुःप्रणिधानं] ખોટી પ્રવૃત્તિ[तु] અને [अनादरः] અનાદર–[इति] એ રીતે [चतुर्थशीलस्य] ચોથા શીલ અર્થાત્ સામાયિકવ્રતના [पंच] પાંચ [एव] અતિચાર છે.

ટીકાઃ– ‘वचनप्रणिधानं, मनःप्रणिधानं, कायप्रणिधानं तु अनादरः च स्मृत्यनुपस्थानयुताः इति पंच चतुर्थशीलस्य अतीचाराः सन्ति।’ અર્થઃ–૧–વચનનો દુરુપયોગ કરવો અર્થાત્ સામાયિક કરતી વખતે મન્ત્રનું ઉચ્ચારણ અથવા સામાયિક પાઠનું


Page 147 of 186
PDF/HTML Page 159 of 198
single page version

ઉચ્ચારણ બરાબર ન કરવું, ૨–મનનો દુરુપયોગ અર્થાત્ મનમાં ખરાબ ભાવના ઉત્પન્ન થવી, મનમાં અનેક સંકલ્પ–વિકલ્પ ઊઠવા, ૩–કાયાનો દુરુપયોગ અર્થાત્ સામાયિક કરતી વખતે હાથ–પગ હલાવવા, ૪–અનાદર અર્થાત્ સામાયિક આદરપૂર્વક ન કરતાં વેઠની જેમ પૂર્ણ કરવું, પ–સ્મૃત્યનુપસ્થાન એટલે સામાયિકનો પાઠ ભૂલી જવો–એ સામાયિક શિક્ષાવ્રતના પાંચ અતિચાર છે.

સામાયિકમાં મન, વચન, કાયા એ ત્રણેની એકાગ્રતાની ઘણી જ આવશ્યકતા છે. એ ત્રણેને વશ કર્યા વિના સામાયિક થઈ શકતી જ નથી. માટે તેને અવશ્ય જ વશ કરવા જોઈએ.૧૯૧.

પ્રોષધોપવાસ શિક્ષાવ્રતના પાંચ અતિચાર

अनवेक्षिताप्रमार्जितमादानं संस्तरस्तथोत्सर्गः।
स्मृत्यनुपस्थानमनादरश्च
पञ्चोपवासस्य।। १९२।।

અન્વયાર્થઃ– [अनवेक्षिताप्रमार्जितमादानं] જોયા વિના કે શુદ્ધ કર્યા વિના ગ્રહણ કરવું, [संस्तरः] પથારી પાથરવી [तथा] તથા [उत्सर्गः] મળ–મૂત્રનો ત્યાગ કરવો, [स्मृत्यनुपस्थानम्] ઉપવાસની વિધિ ભૂલી જવી [च] અને [अनादरः] અનાદર–એ [उपवासस्य] ઉપવાસના [पञ्च] પાંચ અતિચાર છે.

ટીકાઃ– ‘१–अनवेक्षिताप्रमार्जितमादानं २–अनवेक्षिताप्रमार्जित संस्तरः ३– अनवेक्षिताप्रमार्जित उत्सर्गः ४–स्मृत्यनुपस्थानम् ५–अनादरश्च इति पञ्च अतीचाराः उपवासस्य सन्ति।’ અર્થઃ–૧–જોયા વિના તથા પોંછયા વિના કોઈ વસ્તુ ગ્રહણ કરવી, ૨–જોયા વિના સાફ કર્યા વિના પથારી પાથરવી, ૩–જોયા વિના સાફ કર્યા વિના મળ–મૂત્રનો ત્યાગ કરવો, ૪–ઉપવાસની વિધિ ભૂલી જવી અને પ–તપ કે ઉપવાસની વિધિમાં અનાદર (ઉદાસીનતા) કરવો–એ પાંચ પ્રોષધઉપવાસવ્રતના અતિચાર છે. ૧૯૨.

ભોગ–ઉપભોગપરિમાણ શિક્ષાવ્રતના પાંચ અતિચાર

आहारो हि सचित्तः सचित्तमिश्र सचित्तसंबन्धः।
दुष्पक्वोऽभिषवोपि च पञ्चामी
षष्ठशीलस्य।। १९३।।

અન્વયાર્થઃ– [हि] નિશ્ચયથી [सचितः आहारः] સચિત્ત આહાર, [सचित्त–


Page 148 of 186
PDF/HTML Page 160 of 198
single page version

मिश्रः] સચિત્ત મિશ્ર આહાર, [सचित्तसम्बन्धः] સચિત્તના સંબંધવાળો આહાર [दुष्पक्वः] દુષ્પકવ આહાર, [च अपि] અને [अभिषवः] અભિષવ આહાર, [अमी][पञ्च] પાંચ અતિચાર [षष्ठशीलस्य] છઠ્ઠા શીલ અર્થાત્ ભોગ–ઉપભોગ–પરિમાણવ્રતના છે.

ટીકાઃ– ‘हि सचितः आहारः सचित्तमिश्रः आहारः सचित्तसंबन्धः आहारः च दुःपक्वः आहारः अभिषवाहारः इति अमी पञ्च अतीचाराः षष्ठशीलस्य सन्ति।’ ૧–જીવસહિત કાચી લીલી (લીલોતરી) વસ્તુનો આહાર લેવો, ૨–લીલોતરીના મિશ્રણવાળી વસ્તુનો આહાર લેવો, ૩–લીલોતરી ઢાંકી હોય તેવી વસ્તુનો આહાર લેવો, ૪–એવી વસ્તુનો આહાર કરવો જે સારી રીતે રંધાયેલી ન હોય, અતિ રંધાયેલી વા અધકચરી રંધાયેલી હોય તથા પ–ગરિષ્ઠ, કામોદ્દીપક વસ્તુનો આહાર કરવો. –એ પાંચ ભોગોપભોગપરિમાણવ્રતના અતિચાર છે.

ભાવાર્થઃ– જોકે આ ભોગોપભોગપરિમાણ શિક્ષાવ્રત પાળનાર શ્રાવક હજી સચિત્તનો ત્યાગી નથી તોપણ સચિત્તત્યાગ પ્રતિમાના પાલનના અભ્યાસ માટે તથા ખાવાના પદાર્થોમાં અધિક લાલસા મટાડવા માટે જ તેણે આ અતિચાર ટાળવા જોઈએ. ૧૯૨.

વૈયાવૃત્ત અતિથિસંવિભાગના પાંચ અતિચાર

परदातृव्यपदेशः सचित्तनिक्षेपतत्पिधाने च।
कालस्यातिक्रमणं मात्सर्य्यं चेत्यतिथिदाने।। १९४।।

અન્વયાર્થઃ– [परदातृव्यपदेशः] પરદાતૃવ્યપદેશ, [सचित्तनिक्षेपतत्पिधाने च] સચિત્તનિક્ષેપ અને સચિત્તપિધાન, [कालस्यातिक्रमणं] કાળનો અતિક્રમ [च] અને [मात्सर्य्यं] માત્સર્ય–[इति] એ રીતે [अतिथिदाने] અતિથિસંવિભાગવ્રતના પાંચ અતિચાર છે.

ટીકાઃ– ‘अतिथिदाने परदातृव्यपदेशः अतिथिदाने सचित्तनिक्षेपः अतिथिदाने सचित्तपिधानं अतिथिदाने कालस्य अतिक्रमणं च अतिथिदाने मात्सर्य्यं–इति पञ्च अतीचाराः वैयाव्रतस्य सन्ति।’ અર્થઃ–૧–ઘરનું કામ અધિક હોવાથી પોતાના હાથે દાન ન દેતાં બીજાના હાથે અપાવવું, ૨–આહારની વસ્તુને લીલા પાંદડામાં મૂકી _________________________________________________________________ ૧. દુગ્ધ ધૃતાદિક રસમિશ્રિત કામોત્પાદક આહાર.