Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 195-210 ; Sakal Charitra vyakhyan.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 9 of 10

 

Page 149 of 186
PDF/HTML Page 161 of 198
single page version

રાખવી, ૩–આહારની વસ્તુઓ લીલા પાંદડાથી ઢાંકવી, ૪–મુનિ મહારાજને આવવાનો સમય હોય ત્યારે ઘરે ન મળવું અને પ–પોતાને ઘેર મુનિ મહારાજને માટે આહારની વિધિ ન મળી શકવાને કારણે અથવા પોતાના ઘરે ન આવવાને કારણે જો બીજા શ્રાવકને ઘરે મુનિને આહારદાન થાય તો તે શ્રાવકપ્રત્યે દ્વેષ રાખવો–આ પાંચ અતિચાર અતિથિસંવિભાગ શિક્ષાવ્રતના છે. ૧૯૪.

સલ્લેખનાના પાંચ અતિચાર

जीवितमरणाशंसे सुहृदनुरागः सुखानुबन्धश्च।
सनिदानः पञ्चैते भवन्ति
सल्लेखनाकाले।। १९५।।

અન્વયાર્થઃ– [जीवितमरणाशंसे] જીવનની આશંસા, મરણની આશંસા, [सुहृदनुरागः] સુહૃદ અર્થાત્ મિત્ર પ્રતિ અનુરાગ, [सुखानुबन्धः] સુખનો અનુબન્ધ [च] અને [सनिदानः] નિદાન સહિત–[एते] [पंच] પાંચ અતિચાર [सल्लेखनाकाले] સમાધિમરણના સમયે [भवन्ति] હોય છે.

ટીકાઃ– ‘जीविताशंसा मरणाशंसा सुहृदनुरागः सुखानुबन्धः च सनिदानः इति एते पंच सल्लेखनाकाले अतीचाराः सन्ति।’ અર્થઃ–૧. સલ્લેખના ધારણ કર્યા પછી જીવવાની ઇચ્છા કરવી, ૨. સલ્લેખના ધારણ કર્યા પછી જો કાંઈ વેદના થતી હોય તો એવી ઇચ્છા કરવી કે હું જલદી મરણ પામું, ૩. પૂર્વના મિત્રોનું સ્મરણ કરવું કે તે સારો મિત્ર હતો, હું તેની સાથે રમતો હતો વગેરે, ૪. પૂર્વે જે શાતાની સામગ્રી ભોગવી હતી તેને યાદ કરવી, તે ભોગ હવે કયારે મળશે એવું સ્મરણ કરવું, પ. આગામી કાળમાં સારા સારા ભોગોની પ્રાપ્તિની ઇચ્છા કરવી. – આ પાંચ સલ્લેખનાના અતિચાર છે.

ભાવાર્થઃ– આ રીતે ૧ સમ્યગ્દર્શન, પ અણુવ્રત, ૩ ગુણવ્રત, ૪ શિક્ષાવ્રત, અને ૧ સલ્લેખના–એ ચૌદના સિત્તેર અતિચારોનું વર્ણન કરી ચૂકયા. તેથી નૈષ્ઠિક શ્રાવકે આ બધાનું જ્યાંસુધી બની શકે ત્યાંસુધી યથાશક્તિ અતિચારરહિત પાલન કરવું, તો જ મનુષ્યભવ મળવો સાર્થક છે.

આ ઉપર બતાવેલા ચૌદ વ્રત ત્રણે પ્રકારના શ્રાવક પાળે છે. ૧. પાક્ષિક _________________________________________________________________ ૧. નિશ્ચયસમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક પ્રથમના બે કષાયની ચોકડીના અભાવરૂપ શુદ્ધભાવરૂપ (અંશે

વીતરાગી સ્વાશ્રયરૂપ) નિશ્ચયવ્રતનું પાલન કરે છે તે જીવને સાચાં અણુવ્રત હોય છે;
નિશ્ચયસમ્યગ્દર્શન ન હોય તો તેનાં વ્રત–તપને સર્વજ્ઞદેવે બાળવ્રત (–અજ્ઞાનવ્રત) અને અજ્ઞાનતપ
કહ્યાં છે. એમ સર્વત્ર સમજવું.


Page 150 of 186
PDF/HTML Page 162 of 198
single page version

શ્રાવક સમ્યગ્દર્શનનો ધારક હોય છે, તે સાત વ્યસનોનો ત્યાગી અને આઠ મૂળગુણોનો પાળનાર છે. ૨. નૈષ્ઠિક શ્રાવક ઉપરની વાતો સહિત બાર વ્રતોનું પાલન કરે છે. એ નૈષ્ઠિક અવસ્થા જીવનપર્યંત રહે છે. ૩. સાધક–શ્રાવક જ્યારે મરણનો સમય નિકટ આવી જાય છે ત્યારે તે નૈષ્ઠિક શ્રાવક સાધક અવસ્થાને પ્રાપ્ત થઈ શકે છે. –આ રીતે જે મનુષ્ય આ ત્રણે અવસ્થાઓને પ્રાપ્ત કરે છે તે અવશ્ય સ્વર્ગને પામી શકે છે અને પરંપરાએ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. એ જ મોક્ષપ્રાપ્તિનો ક્રમ છે. ૧૯પ.

અતિચારનો ત્યાગ કરવાનું ફળ

इत्येतानतिचारानपरानपि संप्रतर्क्य परिवर्ज्य।
सम्यक्त्वव्रतशीलैरमलैः पुरुषार्थसिद्धिमेत्यचिरात्।। १९६।।

અન્વયાર્થઃ– [इति] એ પ્રકારે ગૃહસ્થ [एतान्] આ પૂર્વે કહેલા [अतिचारान्] અતિચાર અને [अपरान्] બીજા દોષ ઉત્પન્ન કરનાર અતિક્રમ, વ્યતિક્રમ આદિનો [अपि] પણ [संप्रतर्क्य] વિચાર કરીને [परिवर्ज्य] છોડીને [अमलैः] નિર્મળ [सम्यक्त्वव्रतशीलैः] સમ્યકત્વ, વ્રત અને શીલ દ્વારા [अचिरात्] થોડા જ કાળમાં [पुरुषार्थसिद्धिम्] પુરુષના પ્રયોજનની સિદ્ધિ [एति] પામે છે.

ટીકાઃ– ‘इति एतान् अतिचारान् अपि अपरान् सम्प्रतर्क्य च परिवर्ज्य अमलैः सम्यक्त्वव्रतशीलैः अचिरात् पुरुषार्थसिद्धिम् एति।’ અર્થઃ–આ રીતે આ અતિચાર અને બીજા પણ જે દોષ છે તેને સારી રીતે વિચારીને છોડે છે અને નિર્દોષ સમ્યગ્દર્શન, પ અણુવ્રત, ૪ શિક્ષાવ્રત, ૩ ગુણવ્રત–એ બધા વ્રતોના પાલન દ્વારા જીવ શીઘ્ર જ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે.

ભાવાર્થઃ– પુરુષ નામ આત્માનું છે અને અર્થ નામ મોક્ષનું છે. આ રીતે (સ્વાશ્રિત નિશ્ચયશુદ્ધિ સહિત) વ્રતોના પાલનથી સમ્યક્ચારિત્રની પ્રાપ્તિ થાય છે અને સમ્યક્ચારિત્રની પ્રાપ્તિ થવાથી શીઘ્ર જ મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. તપ વિના સમ્યક્ચારિત્રની પ્રાપ્તિ થતી નથી.૧૯૬. _________________________________________________________________ ૧. સમ્યક્તપનો અર્થ શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અથવા નિજપરમાત્માના આશ્રયે નિશ્ચયસમ્યગ્દર્શન–

જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધિવડે શુભાશુભ ઇચ્છાઓના નિરોધપૂર્વક આત્મામાં નિર્મળ–નિરાકુળ જ્ઞાન–
આનંદના અનુભવથી અખંડિત પ્રતાપવંત રહેવું; નિસ્તરંગ ચૈતન્યરૂપે શોભિત થવું તે તપ છે. આવું
નિશ્ચયતપ ભૂમિકાનુસાર સાધકને હોય છે. ત્યાં બાહ્યમાં ૧૨ પ્રકારના તપમાંથી યથાયોગ્ય નિમિત્ત
હોય છે, તેનું જ્ઞાન કરાવવા માટે તેને વ્યવહારતપ કહેવાય છે. (વિશેષપણે સમજવા માટે જુઓ
મોક્ષમાર્ગ પ્રકાશક અ
૭, નિર્જરાતત્ત્વની શ્રદ્ધાની અયથાર્થતા).


Page 151 of 186
PDF/HTML Page 163 of 198
single page version

चारित्रान्तर्भावात् तपोपि मोक्षाङ्गमागमे गदितम्।
अनिगूहितनिजवीर्यैस्तदपि निषेव्यं समाहितस्वान्तैः।।१९७।।

અન્વયાર્થઃ– [आगमे] જૈન આગમમાં [चारित्रान्तर्भावात्] ચારિત્રનું અન્તર્વર્તી હોવાથી [तपः] તપને [अपि] પણ [मोक्षाङ्गम्] મોક્ષનું અંગ [गदितम्] કહેવામાં આવ્યું છે, તેથી [अनिगूहितनिजवीर्यैः] પોતાનું પરાક્રમ ન છુપાવનાર તથા [समाहितस्वान्तैः] સાવધાન ચિત્તવાળા પુરુષોએ [तदपि] તે તપનું પણ [निषेव्यम्] સેવન કરવા યોગ્ય છે.

ટીકાઃ– ‘चारित्रान्तर्भावात् तपः अपि आगमे मोक्षाङ्गम् गदितम् अतः एव अनिगूहितनिजवीर्यैः समाहितस्वान्तैः तदपि निषेव्यम्।’ અર્થઃ–સમ્યક્ચારિત્રમાં સમાવેશ પામતું હોવાથી તપને પણ શાસ્ત્રોમાં મોક્ષનું કારણ કહ્યું છે, તેથી પોતાની શક્તિ છુપાવ્યા વિના પોતાનું મન વશ રાખી તે તપનું પણ આચરણ કરવું જોઈએ.

ભાવાર્થઃ– તપ એક પ્રકારે વ્યવહારચારિત્ર છે. (ભૂતાર્થનો આશ્રય કરનારને) વ્યવહારચારિત્રથી નિશ્ચયચારિત્ર કે જે સમ્યક્ચારિત્ર છે તેની પ્રાપ્તિ થાય છે અર્થાત્ એ નિયમ છે કે તપશ્ચરણ વિના નિશ્ચય સમ્યક્ચારિત્રની પ્રાપ્તિ થતી જ નથી તેથી મોક્ષ ઇચ્છનાર પુરુષોએ અવશ્ય તપ ધારણ કરવું જોઈએ. ૧૯૭.

[નોંધઃ– ચારિત્ર તો વીતરાગતા છે અને તે નિજ શુદ્ધાત્માના આશ્રયે જ પ્રગટે છે. પણ ત્યાં તે કાળે વ્યવહારચરણ કેવું હોય તે બતાવવા તેને વ્યવહારનયથી કારણ કહ્યું છે. રાગ છે તે બાધક જ છે પણ તે તે ભૂમિકાને યોગ્ય રાગ તે ગુણસ્થાનનો નાશક નથી એટલો મેળ બતાવવા માટે ઉપચાર–વ્યવહાર નિરૂપણની એ રીત છે. રાગ કરતાં કરતાં નિશ્ચયચારિત્ર થાય નહિ એમ પ્રથમથી જ નિઃસંદેહપણે પ્રતીતિ કરવી જોઈએ.]

બાહ્ય અને અંતરંગ એવા ભેદથી તપ બે પ્રકારનું છે. પહેલાં બાહ્ય તપના ભેદ બતાવે છેઃ–

अनशनमवमौदर्यं विविक्तशय्यासनं रसत्यागः।
कायक्लेशो वृत्तेः सङ्खया च निषेव्यमिति तपो बाह्यम्।। १९८।।


Page 152 of 186
PDF/HTML Page 164 of 198
single page version

અન્વયાર્થઃ– [अनशनम्] અનશન, [अवमौदर्यं] ઊણોદર, [विविक्त शय्यासनं] વિવિક્ત શય્યાસન, [रसत्यागः] રસ પરિત્યાગ, [कायक्लेशः] કાયક્લેશ [च] અને [वृत्तेः संख्या] વૃત્તિની સંખ્યા–[इति] એ રીતે [बाह्यं तपः] બાહ્યતપનું [निषेव्यम्] સેવન કરવા યોગ્ય છે.

ટીકાઃ– ‘अनशनं अवमौदर्यं विविक्तशय्यासनं रसत्यागः कायक्लेशः च वृत्तेः संख्याः बाह्यं तपः इति निषेव्यम्।’ અર્થઃ–૧–અનશન તપ–અર્થાત્ ઉપવાસ દ્વારા ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો. ખાદ્ય, સ્વાદ્ય, લેહ્ય અને પેય એ–રીતે આહાર ચાર પ્રકારનો છે. ૨– અવમૌદ્રર્ય તપ–એટલે એકાશન કરવું, ભૂખથી ઓછું ખાવું, એ બેઉ પ્રકારના તપ દ્વારા કર્મોની નિર્જરા થાય છે અને ધ્યાનની પ્રાપ્તિ થાય છે. નિદ્રા મટે છે, દોષ ઘટે છે, સંતોષ થાય છે, સ્વાધ્યાય કરવામાં મન લાગે છે. ૩–વિવિક્ત શય્યાસન–જ્યાં મનુષ્યોનું આવાગમન ન હોય એવા એકાંત સ્થાનમાં વાસ કરવો. ૪–રસત્યાગ–દૂધ, દહીં, ઘી, સાકર અને તેલ–આ પાંચ રસનો ત્યાગ અને મીઠાનો તેમ જ લીલોતરીનો પણ ત્યાગ કરવો તેને રસત્યાગ કહે છે. જોકે રસ તો પાંચ જ છે તોપણ ઇન્દ્રિયસંયમની અપેક્ષાએ સાતેનો ત્યાગ કરવો જોઈએ. એના ત્યાગનો ક્રમ મીઠું, લીલોતરી, સાકર, ઘી, દૂધ, દહીં અને તેલ એ પ્રમાણે છે. અને તે રવિવારના દિવસથી શરૂ કરવું જોઈએ. પ–કાયક્લેશ–શરીરને પરિષહ ઉપજાવીને પીડા સહન કરવી તેનું નામ કાયક્લેશ છે આ કાયક્લેશનો અભ્યાસ કરવાથી અનેક કઠોર ઉપસર્ગ સહન કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે, શરીર સાથેનો મમત્વભાવ ઘટે છે અને રાગનો અભાવ થાય છે. ૬– વૃત્તિસંખ્યા–વૃત્તિની મર્યાદા કરી લેવી. જેમ કે આજે મને આવું ભોજન મળે તો હું આહાર કરીશ અથવા આટલાં ઘરે ભોજન માટે જઈશ વગેરે પ્રકારથી નિયમ કરી લેવો. આ રીતે છ પ્રકારનાં બાહ્યતપનું નિરૂપણ કર્યું. ૧૯૮.

હવે અંતરંગ તપોનું નિરૂપણ કરે છેઃ–

અંતરંગ તપના છ ભેદ

विनयो वैयावृत्त्यं प्रायश्चित्तं तथैव चोत्सर्गः।
स्वाध्यायोऽथ ध्यानं भवति निषेव्यं तपोऽन्तरङ्गमिति।।१९९।।

અન્વયાર્થઃ– [विनयः] વિનય, [वैयावृत्त्यं] વૈયાવૃત્ય, [प्रायश्चितं] પ્રાયશ્ચિત્ત [तथैव च] અને એવી જ રીતે [उत्सर्गः] ઉત્સર્ગ, [स्वाध्यायः] સ્વાધ્યાય [अथ]


Page 153 of 186
PDF/HTML Page 165 of 198
single page version

અને [ध्यानं] ધ્યાન–[इति] એ રીતે [अन्तरङ्गम्] અંતરંગ [तपः] તપ [निषेव्यं] સેવન કરવા યોગ્ય [भवति] છે.

ટીકાઃ– ‘विनयः वैयावृत्त्यं प्रायश्चित्तं च उत्सर्गः तथैव स्वाध्यायः ध्यानं इति अन्तरंगतपः निषेव्यम्।’ અર્થઃ–૧–વિનય–વિનય અંતરંગતપ ચાર પ્રકારનું છે. ૧. દર્શન વિનય, ૨. જ્ઞાન વિનય, ૩. ચારિત્ર વિનય અને ૪. ઉપચાર વિનય.

૧. સમ્યગદર્શનની પ્રાપ્તિનો ઉપાય કરવો, સમ્યગ્દર્શનના મહાત્મ્યનો પ્રચાર કરવો, સમ્યગ્દ્રષ્ટિ જીવોની વૃદ્ધિ થાય તેવા પ્રયત્નો કરવા તથા પોતાનું સમ્યગ્દર્શન સદા નિર્દોષ રાખવું– એ દર્શનવિનય છે. ૨. જ્ઞાનની પ્રાપ્તિ કરવી, જ્ઞાનનો પ્રચાર કરવો, સ્વાધ્યાયશાળા, વિદ્યાલય ખોલાવવાં, શાસ્ત્રો વહેંચવા–એ બધો જ્ઞાનવિનય છે. ૩. ચારિત્ર પ્રાપ્ત કરવું, ચારિત્રનો ઉપદેશ દેવો વગેરે ચારિત્રવિનય છે. ૪. રત્નત્રયધારકોનો અને બીજા ધર્માત્મા ભાઈઓનો શારીરિક વિનય કરવો, તે આવે ત્યારે ઊભા થવું, નમસ્કાર કરવા, હાથ જોડવા, પગે પડવું વગેરે–એ બધો ઉપચારવિનય છે. તીર્થક્ષેત્રની વંદના કરવી એ પણ ઉપચારવિનય છે, પૂજા–ભક્તિ કરવી એ પણ ઉપચારવિનય છે. રત્નત્રયની પ્રાપ્તિ કરવી એ જ સાચો વિનય છે. આ રીતે વિનયતપનું વર્ણન પૂર્ણ કર્યું.

૨–વૈયાવૃત્ત્યપોતાના ગુરુ વગેરે આચાર્ય, ઉપાધ્યાય, સર્વ સાધુ, અર્જિકા, શ્રાવક, શ્રાવિકા, ત્યાગી ઇત્યાદિ ધર્માત્મા સજ્જ્નોની સેવા–સુશ્રૂષા કરવી એને વૈયાવૃત્ત્ય કહે છે. કોઈ વાર કોઈ વ્રતધારીને રોગ થઈ જતાં શુદ્ધ પ્રાસુક ઔષધથી તેમનો રોગ દૂર કરવો, જંગલોમાં વસતિકા, કુટી વગેરે બનાવવાં, એ બધું વૈયાવૃત્ત્ય જ છે.

૩–પ્રાયશ્ચિત્ત–પ્રમાદથી જે કાંઈ દોષ થઈ ગયો હોય તેને પોતાના ગુરુ સામે પ્રગટ કરવો, તેમના કહેવા પ્રમાણે તે દોષને દોષ માનીને તથા આગામી કાળમાં તે પ્રમાણે ન કરવાની પ્રતિજ્ઞા કરીને જે કાંઈ દંડ દે તે દંડનો સ્વીકાર કરવો તેને પ્રાયશ્ચિત્ત અંતરંગતપ કહે છે. એનાથી વ્રત–ચારિત્રની શુદ્ધિ થાય છે. ૧. આલોચન, ૨. પ્રતિક્રમણ, ૩. આલોચન પ્રતિક્રમણ, ૪. વિવેક, પ. વ્યુત્સર્ગ, ૬. તપ, ૭. છેદ, ૮. પરિહાર અને ૯. ઉપસ્થાપના–એ રીતે પ્રાયશ્ચિત્તના નવ ભેદ છે.

૪–ઉત્સર્ગ–શરીરમાં મમત્વનો ત્યાગ કરવો તથા ક્રોધાદિ કષાયોનો ત્યાગ કરવો અને સંસારની વસ્તુઓને પોતાની ન માનવી ઇત્યાદિ મમત્વ–અહંકારબુદ્ધિનો ત્યાગ કરવો તેને જ ઉત્સર્ગ નામનું અંતરંગતપ કહે છે.


Page 154 of 186
PDF/HTML Page 166 of 198
single page version

પ. સ્વાધ્યાય–પ્રથમાનુયોગ, ચરણાનુયોગ, કરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ, એ ચારે પ્રકારના શાસ્ત્રોનુ સ્વાધ્યાય કરવું, શીખવું, શીખવવું, વિચારવું, મનન કરવું. એ સ્વાધ્યાય કરવાથી સમ્યગ્જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અન્ય જીવોને સમ્યગ્જ્ઞાનનો બોધ થાય છે, પરિણામ સ્થિર રહે છે, સંસારથી વૈરાગ્ય થાય છે, ધર્મની વૃદ્ધિ થાય છે વગેરે અનેક ગુણ પ્રગટ થાય છે, તેથી સ્વાધ્યાય કરવી જોઈએ.

૬. ધ્યાન–એકાગ્રચિત્ત થઈને સમસ્ત આરંભ–પરિગ્રહથી મુક્ત થઈ પંચપરમેષ્ઠી અને આત્માનું ધ્યાન કરવું તેને જ ધ્યાન કહે છે. તે આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન–એ રીતે ચાર પ્રકારનું છે. તેમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન સંસારનાં કારણ છે તથા ધર્મધ્યાન અને શુકલધ્યાન મોક્ષનાં કારણ છે.

ધ્યાનના સામાન્ય રીતે ત્રણ ભેદ થઈ શકે છે–અશુભધ્યાન, શુભધ્યાન અને શુદ્ધધ્યાન. તેથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ બે અશુભધ્યાન છે, ધર્મધ્યાન શુભધ્યાન છે અને શુકલધ્યાન શુદ્ધધ્યાન છે. માટે મોક્ષાર્થી જીવોએ ધર્મધ્યાન અને શુકલધ્યાન અવશ્ય અપનાવવું જોઈએ. ધ્યાનના અવલંબનરૂપે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત–એ ચાર ભેદ છે. એનું વિશેષ વર્ણન પણ જ્ઞાનાર્ણવ ગ્રન્થમાંથી જાણી લેવું. અહીં લખવાથી ઘણો વિસ્તાર થઈ જશે.

ભાવાર્થઃ– અહીં એ વાત જાણી લેવી બહુ જરૂરી છે કે બાહ્યતપ અને અંતરંગ તપમાં શું તફાવત છે. બાહ્યતપમાં કેવળ બાહ્યપદાર્થ તથા શરીરની ક્રિયા જ પ્રધાન કારણ હોય છે અને અંતરંગ તપમાં આત્મીય ભાવ તથા મનનું અવલંબન જ પ્રધાન કારણ પડે છે. જેમ અગ્નિ સોનાને શુદ્ધ બનાવે છે તેમ આ બન્ને પ્રકારના તપ આત્માને શુદ્ધ બનાવે છે. કારણ કે તપ વિના ચારિત્ર હોતું નથી અને ચારિત્ર વિના કર્મોની નિર્જરા થતી નથી, માટે આ બન્ને પ્રકારના તપનું આચરણ અવશ્ય કરવું જોઈએ. અહીં સુધી ગૃહસ્થના વ્રતોનું વર્ણન કર્યું. હવે ત્યારપછી શ્રી અમૃતચન્દ્રસ્વામી મુનિઓના ચારિત્રનું વર્ણન કરે છે. મુનિપદ ધારણ કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ કદી થતી નથી માટે મોક્ષાર્થી ભવ્યાત્માઓએ જ્યાંસુધી બની શકે ત્યાંસુધી સમસ્ત આરંભ–પરિગ્રહનો ત્યાગ કરીને મુનિપદ ધારણ કરી, આઠ કર્મોનો ક્ષય કરી મોક્ષની પ્રાપ્તિ કરવી જોઈએ. ૧૯૯.

મુનિવ્રત ધારણ કરવાનો ઉપદેશ

जिनपुङ्गवप्रवचने मुनीश्वराणां यदुक्तमाचरणम्।
सुनिरूप्य निजां पदवीं शक्तिं च निषेव्यमेतदपि।। २००।।


Page 155 of 186
PDF/HTML Page 167 of 198
single page version

અન્વયાર્થઃ– [जिनपुङ्गवप्रवचने] જિનેશ્વરના સિદ્ધાન્તમાં [मुनीश्वराणां] મુનીશ્વર અર્થાત્ સકલવ્રતધારીઓનું [यत्] જે [आचरणम्] આચરણ [उक्तम्] કહ્યું છે, [एतत्] [अपि] પણ ગૃહસ્થોએ [निजां] પોતાનાં [पदवीं] પદ [च] અને [शक्ति] શક્તિનો [सुनिरूप्य] સારી રીતે વિચાર કરીને [निषेव्यम्] સેવન કરવા યોગ્ય છે.

ટીકાઃ– ‘जिनपुङ्गवप्रवचने मुनीश्वराणां यत् आचरणं उक्तम् एतत् अपि निजां पदवीं सुनिरूप्य शक्तिं च सुनिरूप्य निषेव्यम्।’ અર્થઃ–અર્હંત ભગવાન તથા ગણધરાદિએ કહેલાં જિનશાસ્ત્રોમાં જે મુનિ–મહાત્માઓનું સર્વદેશ ત્યાગરૂપ આચરણ કહ્યું છે તે આચરણ પોતાના પદની યોગ્યતા અને પોતાની શક્તિ જોઈને અવશ્ય આચરવું જોઈએ.

ભાવાર્થઃ– જ્યાંસુધી બની શકે ત્યાંસુધી પ્રત્યેક આત્મકલ્યાણાર્થીએ મુનિપદનો સ્વીકાર કરીને પોતાના આત્માનું કલ્યાણ કરવું જોઈએ. જો તે કોઈ પણ રીતે સર્વદેશવ્રતનું પૂર્ણપણે પાલન ન કરી શકે તો પહેલાં અણુવ્રત પાળવાં જોઈએ અને પછી મહાવ્રત ધારણ કરવાં જોઈએ. ૨૦૦.

છ આવશ્યકનું વર્ણન

इदमावश्यकषट्कं समतास्तववन्दनाप्रतिक्रमणम्।
प्रत्याख्यानं वपुषो व्युत्सर्गश्चेति कर्त्तव्यम्।। २०१।।

અન્વયાર્થઃ– [समतास्तववन्दनाप्रतिक्रमणम्] સમતા, સ્તવન, વંદના, પ્રતિક્રમણ, [प्रत्याख्यानं] પ્રત્યાખ્યાન [च] અને [वपुषो व्युत्सर्गः] કાયોત્સર્ગ–[इति] એ રીતે [इदम्] [आवश्यकषट्कं] છ આવશ્યક [कर्त्तव्यम्] કરવાં જોઈએ.

ટીકાઃ– ‘समता स्तव वन्दना प्रतिक्रमणं प्रत्याख्यानं वपुषो व्युत्सर्गः इति इदं आवश्यक षट्कम्।’

૧. સમતા–સમસ્ત જીવો પર સમતાભાવ રાખવો અથવા સામાયિક કરવી.

૨. સ્તવ–શ્રી ભગવાન અર્હંતદેવ–તીર્થંકર ભગવાનના ગુણોનું કીર્તન કરવું અર્થાત્ સ્તુતિ કરવી. એ સ્તવ વ્યવહારસ્તવ અને નિશ્ચયસ્તવ–એમ બે પ્રકારે છે.

૩. વંદના–પાંચ પરમેષ્ઠીને પ્રત્યક્ષ અથવા પરોક્ષરૂપે સાષ્ટાંગ નમસ્કાર કરવા.


Page 156 of 186
PDF/HTML Page 168 of 198
single page version

૪. પ્રતિક્રમણ–પોતે કરેલા દોષોનો પશ્ચાત્તાપ કરવો. અર્થાત્ જ્યારે પોતાનાથી કોઈ દોષ કે ભૂલ થઈ જાય ત્યારે તે પોતાના ગુરુ સમક્ષ પ્રગટ કરી તે ભૂલ માની લેવી એ જ પ્રતિક્રમણ છે.

પ. પ્રત્યાખ્યાન–જે રત્નત્રયમાં વિઘ્ન ઉત્પન્ન કરનાર છે તેને મન, વચન અને કાયાથી રોકવા અને તેમનો ત્યાગ કરવો તેને જ પ્રત્યાખ્યાન કહે છે. આ પ્રત્યાખ્યાન ૧. અખંડિત, ૨. સાકાર, ૩. નિરાકાર, ૪. પરિમાન, પ. ઇતરત્, ૬. વર્તનીપાત, ૭. સહેતુક ઇત્યાદિ ભેદથી ૧૦ પ્રકારનું છે.

૬. વ્યુત્સર્ગ–શરીરનું મમત્વ છોડીને વિશેષ પ્રકારના આસનપૂર્વક ધ્યાન કરવું એ વ્યુત્સર્ગ નામનું છઠ્ઠું આવશ્યક છે.

ભાવાર્થઃ– આ રીતે છ આવશ્યકોનું વર્ણન કર્યું કે જે મુનિઓએ અને શ્રાવકોએ પણ પાળવું જોઈએ. મુનિ અને શ્રાવકોએ તેમનું પાલન પ્રતિદિન જરૂર કરવું જોઈએ તેથી જ એમનું નામ આવશ્યક છે. માટે મુનિઓએ તેનું પાલન સર્વદેશ કરવું જોઈએ અને શ્રાવકોએ પોતાની યોગ્યતા અનુસાર એકદેશ કરવું જોઈએ. ૨૦૧.

ત્રણ ગુપ્તિઓનું વર્ણન

सम्यग्दण्डो वपुषः सम्यग्दण्डस्तथा च वचनस्य।
मनसः सम्यग्दण्डो गुप्तीनां त्रितयमवगम्यम्।। २०२।।

અન્વયાર્થઃ– [वपुषः] શરીરને [सम्यग्दण्डः] સારી રીતે–શાસ્ત્રોક્ત વિધિથી વશ કરવું, [तथा] તથા [वचनस्य] વચનનું [सम्यग्दण्डः] સારી રીતે અવરોધન કરવું [च] અને [मनसः] મનનો [सम्यग्दण्डः] સમ્યક્પણે નિરોધ કરવો–આ રીતે [गुप्तीनां त्रितयम्] ત્રણ ગુપ્તિઓને [अवगम्यम्] જાણવી જોઈએ.

ટીકાઃ– ‘वपुषः सम्यग्दण्डः तथा वचनस्य सम्यग्दण्डः च मनसः सम्यग्दण्डः इति गुप्तीनां त्रितयं समनुगम्यम्।’ અર્થઃ–શરીરને વશ કરવું, વચનને વશ કરવાં અને મનને વશ કરવું–આ ત્રણે ગુપ્તિ જાણવી જોઈએ.

ભાવાર્થઃ– ગુપ્તિ નામ ગોપવવાનું અથવા છુપાવવાનું છે. જેમ કે મનની ક્રિયા રોકવી એટલે મનની ચંચળતા રોકી એકાગ્રતા કરી લેવી તે મનગુપ્તિ છે તથા વચનને ન બોલવા તે વચનગુપ્તિ છે અને શરીરની ક્રિયા રોકવી અર્થાત્ સ્થિર થઈ જવું તે કાયગુપ્તિ છે. આ ત્રણે ગુપ્તિઓમાંથી મનોગુપ્તિનું પાલન જ ઘણું કઠિન છે.


Page 157 of 186
PDF/HTML Page 169 of 198
single page version

જે મુનિને મનગુપ્તિ હોય છે તેમને અવધિજ્ઞાન અવશ્ય નિયમથી હોય છે. જ્યારે ત્રણે ગુપ્તિ થઈ જાય છે ત્યારે આત્મધ્યાન હોય છે. ૨૦૨.

પાંચ સમિતિ

सम्यग्गमनागमनं सम्यग्भाषा तथैषणा सम्यक्।
सम्यग्ग्रहनिक्षेपौ
व्युत्सर्गः सम्यगिति समितिः।। २०३।।

અન્વયાર્થઃ– [सम्यग्गमनागमनं] સાવધાનીથી સારી રીતે ગમન અને આગમન, [सम्यग्भाषा] ઉત્તમ હિતમિતરૂપ વચન, [सम्यक् एषणा] યોગ્ય આહારનું ગ્રહણ, [सम्यग्ग्रहनिक्षेपौ] પદાર્થનું યત્નપૂર્વક ગ્રહણ અને યત્નપૂર્વક ક્ષેપણ કરવું [तथा] અને [सम्यग्व्युत्सर्गः] પ્રાસુક ભૂમિ જોઈને મળ–મૂત્રાદિનો ત્યાગ કરવો–[इति] એ રીતે આ પાંચ [समितिः] સમિતિ છે.

ટીકાઃ– ‘सम्यग्गमनागमनं सम्यग्भाषा तथा सम्यक् एषणा च सम्यग्ग्रहनिक्षेपः सम्यक् व्युत्सर्गः इति् (पंच) समितिः।’ અર્થઃ–૧–ઈર્યાસમિતિ–બે ઘડી સૂર્ય ઊગ્યા પછી રસ્તો પ્રાસુક થઈ ગયા પછી યત્નાચારપૂર્વક ચાર હાથ પ્રમાણ જમીન જોઈ સંભાળીને આવવું–જવું.

૨–ભાષાસમિતિ–હિતકારી અને થોડાં એવાં વચન બોલવાં કે જે સાંભળતાં કોઈ પણ પ્રાણીને દુઃખ ન થાય.

૩–એષણાસમિતિ–છેંતાળીસ દોષ, બત્રીસ અંતરાય ટાળીને ઉત્તમ કુલીન શ્રાવકને ઘેર આચારસહિત વિધિપૂર્વક શુદ્ધ પ્રાસુક આહાર એકવાર લેવો.

૪–આદાનનિક્ષેપણસમિતિ–યત્નાચારપૂર્વક જોઈ સંભાળીને પુસ્તક, પીંછી, કમંડળ વગેરે લેવું–મૂકવું.

પ–પ્રતિષ્ઠાપનાસમિતિ–જોઈ સંભાળીને નિર્જીવ સ્થાનમાં કફ, મળ, મૂત્ર વગેરેનો ત્યાગ કરવો, લીલોતરી ઉપર અથવા ભીની જમીન પર મળત્યાગ ન કરવો. –આ રીતે સમિતિનું વર્ણન કર્યું. આ પાંચે સમિતિ ગુપ્તિના પાલનમાં સહાયક થાય છે અને જેવી રીતે સમિતિનું કથન કર્યું છે તે પ્રકારે પાલન તો મુનિમહારાજ જ કરે છે, તોપણ જેટલું બની શકે તેટલું શ્રાવકે પણ પાલન કરવું જોઈએ. જેમ કે શ્રાવકે જોઈ સંભાળીને ચાલવું જોઈએ, ઓછું અને હિતકારી વચન બોલવું જોઈએ, શુદ્ધ પ્રાસુક આહાર લેવો, બધી વસ્તુઓ જોઈ સંભાળીને લેવી–મૂકવી અને જોઈ


Page 158 of 186
PDF/HTML Page 170 of 198
single page version

સંભાળીને જીવરહિત સ્થાનમાં મળ–મૂત્ર વગેરેનું ક્ષેપણ કરવું. એ રીતે યથાશક્તિ શ્રાવકોએ પાલન કરવું જોઈએ. ૨૦૩.

દશ ધર્મો

धर्मः सेव्यः क्षान्तिर्मृदुत्वमृजुता च शौचमथ सत्यम्।
आकिञ्चन्यं ब्रह्म त्यागश्च तपश्च संयमश्चेति।। २०४।।

અન્વયાર્થઃ– [क्षान्तिः] ક્ષમા, [मृदुत्वम्] માર્દવ, [ऋजुता] સરળપણું અર્થાત્ આર્જવ, [शौचम्] શૌચ, [अथ] પછી [सत्यम्] સત્ય, [च] તથા [आकिंञ्चन्यं] આકિંચન, [ब्रह्म] બ્રહ્મચર્ય, [च] અને [त्यागः] ત્યાગ, [च] અને [तपः] તપ, [च] અને [संयमः] સંયમ–[इति] એ રીતે [धर्मः] દશ પ્રકારનો ધર્મ [सेव्यः] સેવન કરવા યોગ્ય છે.

ટીકાઃ– क्षान्तिः मृदुत्वं ऋजुता च शौचम् अथ सत्यम् आकिञ्चन्यं ब्रह्म च त्यागः च तपः च संयमः इति धर्मः सेव्यः। અર્થઃ–૧–ક્રોધનો ત્યાગ કરી ક્ષમા ધારણ કરવી તે ઉત્તમક્ષમા પહેલો ધર્મ છે. ૨–માન કષાયનો ત્યાગ કરીને કોમળતા ધારણ કરવી તે ઉત્તમ માર્દવ નામનો બીજો ધર્મ છે. ૩–માયાચાર (કપટ)નો ત્યાગ કરીને સરળતા ધારણ કરવી તે આર્જવ નામનો ત્રીજો ધર્મ છે. ૪–લોભનો ત્યાગ કરી સંતોષ ધારણ કરવો તે શૌચ નામનો ચોથો ધર્મ છે. શૌચ નામ શુદ્ધિનું છે. આ શુદ્ધિ બે પ્રકારની છે. ૧ બાહ્યશુદ્ધિ, ૨ અંતરંગશુદ્ધિ. સ્નાન વગેરેથી શરીરને પવિત્ર રાખવું એ બાહ્યશુદ્ધિ છે અને લોભકષાયનો ત્યાગ કરવો એ અંતરંગશુદ્ધિ છે. આ બન્ને પ્રકારની શુદ્ધિ કરવી એને જ શૌચધર્મ કહે છે. અહીં આ એક વાત વિચારવા જેવી છે કે આ બન્ને શુદ્ધિ ગૃહસ્થ–શ્રાવકની અપેક્ષાએ જ છે, મુનિની અપેક્ષાએ નથી; કારણ કે મુનિમહારાજને તો અંતરંગશુદ્ધિની જ મુખ્યતા છે.

પ–બીજાને દુઃખ ઉત્પન્ન કરનાર, નિન્દનીય કપટી વચનો ન બોલવાં તેને સત્ય કહે છે અને એ જ પાંચમો ઉત્તમ સત્યધર્મ છે. ૬–પાંચ ઇન્દ્રિયના વિષયોને તથા મનના વિષયને રોકવા અને છ કાયના જીવોની હિંસા ન કરવી એને જ સંયમ કહે છે. વ્રતોનું ધ્યાન કરવાથી, સમિતિઓનું પાલન કરવાથી, કષાયોનો નિગ્રહ કરવાથી અને મન–વચન–કાયાને વશ રાખવાથી આ સંયમનું પાલન થાય છે. એ જ છઠ્ઠો સંયમ ધર્મ છે. ૭–જેવી રીતે સોનાનો મેલ દૂર કરવા માટે અગ્નિનો તાપ દેવામાં આવે છે તેવી જ રીતે આત્મા સાથે લાગેલાં કર્મો દૂર કરવાને માટે (સર્વજ્ઞ–વીતરાગ કથિત)


Page 159 of 186
PDF/HTML Page 171 of 198
single page version

તપ કરવામાં આવે છે. આ તપ બાર પ્રકારના છે. એ સાતમો તપધર્મ છે. ૮–લોકમાં આહાર, ઔષધ, અભય અને જ્ઞાનદાન આપવું તેને ત્યાગધર્મ કહે છે, પરંતુ એ ત્યાગ પણ સાચો ત્યાગ નથી. ક્રોધાદિ કષાયોનો ત્યાગ કરવો તે જ સાચો ત્યાગ છે. માટે પ્રત્યક્ષપણે મુનિમહારાજ કાંઈ દાન કરતા નથી તોપણ વાસ્તવમાં કષાયોનો ત્યાગ કરનાર તેઓ જ સાચા દાની છે અને જે વખતે જે જીવને લોભકષાયનો ત્યાગ થઈ ગયો તેને બાહ્ય પદાર્થોનો તો ત્યાગ થઈ જ ગયો, કેમકે લોભકષાય છોડયા વિના બાહ્ય વસ્તુનો ત્યાગ થતો નથી. તેથી એમ સિદ્ધ થયું કે (તત્ત્વજ્ઞાનના બળ વડે) લોભાદિ કષાયોનો ત્યાગ કરવો એ જ સાચો ત્યાગ છે, તે જ દાન છે.

૯–મમત્વબુદ્ધિનો ત્યાગ કરવો તે આકિંચન્ય ધર્મ છે. ચૌદ પ્રકારના અંતરંગ પરિગ્રહ અને દસ પ્રકારના બાહ્ય પરિગ્રહ–એ બન્ને પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરી દેવો તે જ ઉત્તમ આકિંચન્ય ધર્મ છે. ૧૦–સંસારના સર્વ પદાર્થો પ્રત્યેથી મનની વૃત્તિ ખસેડીને કેવળ એક આત્મામાં જ રમણ કરી શકે તે બ્રહ્મચર્ય.

એ દશા તે વખતે થઈ શકે છે કે જ્યારે આત્મા પાંચે ઇન્દ્રિયોના વિષયોને રોકવા માટે સમર્થ હોય તથા ખાસ કરીને સ્પર્શેન્દ્રિયના વિષય અર્થાત્ કાયવાસનાને જીતવા માટે સમર્થ થઈ જાય, અને તે કાયવાસનાનો ત્યાગ ત્યારે જ થાય છે કે જ્યારે સ્ત્રી માત્રનો ત્યાગી થાય અર્થાત્ સંસારની સ્ત્રી માત્રને મન–વચન–કાયાથી ત્યાગે. પણ એવો ત્યાગ તો કેવળ એક મુનિમહારાજ જ કરી શકે છે; શ્રાવક તો એકદેશ ત્યાગ કરી શકે છે અર્થાત્ પોતાની સ્ત્રીમાં સંતોષ રાખીને પોતાની સ્ત્રી સિવાય બાકીની સંસારની સમસ્ત સ્ત્રીઓને માતા, બેન કે પુત્રી સમાન જ જાણે છે–એ જ એકદેશ બ્રહ્મચર્યનું પાલન છે.

ભાવાર્થઃ– આ રીતે આ દશ ધર્મોનું વર્ણન કર્યું. તે ધર્મોનું પાલન કરવું એ પ્રત્યેક પ્રાણીનું મુખ્ય કર્તવ્ય છે, કારણ કે આ જ દશ ધર્મ મોક્ષમાર્ગનું સાધન કરવા માટે મુખ્ય કારણ છે. ૨૦૪.

બાર ભાવનાઓનું નિરૂપણ

अध्रुवमशरणमेकत्वमन्यताऽशौचमास्रवो जन्मः।
लोकवृषबोधिसंवरनिर्जराः
सततमनुप्रेक्ष्याः।। २०५।।

અન્વયાર્થઃ– [अध्रुवम्] અધ્રુવ, [अशरणम्] અશરણ, [एकत्वम्] એકત્વ, [अन्यता] અન્યત્વ, [अशौचम्] અશુચિ, [आस्रवः] આસ્રવ, [जन्म] સંસાર,


Page 160 of 186
PDF/HTML Page 172 of 198
single page version

[लोकवृषबोधिसंवरनिर्जराः] લોક, ધર્મ, બોધિદુર્લભ, સંવર અને નિર્જરા [एता द्वादशभावना] એ બાર ભાવનાઓનું [सततम्] નિરંતર [अनुप्रेक्ष्याः] વારંવાર ચિંતવન અને મનન કરવું જોઈએ.

ટીકાઃ– ‘अध्रुवं अशरणं जन्म एकत्वं अन्यता अशौचं आस्रवः संवरः निर्जरा लोक बोधि वृषः इति द्वादश अनुप्रेक्ष्याः सततं भावनीयाः।’

અર્થઃ– ૧. અનિત્ય ભાવના–સંસારની સમસ્ત વસ્તુઓ શરીર, ભોગાદિ બધું નાશવાન છે, આત્મા નિત્ય છે, ધ્રુવ છે, માટે અધ્રુવ વસ્તુને છોડીને ધ્રુવ વસ્તુમાં ચિત્ત લગાવવું એને જ અનિત્ય ભાવના કહે છે.

૨. અશરણ ભાવના–આ જગતમાં કોઈ કોઈને શરણ નથી, બધા પ્રાણી કાળને વશ છે, કાળથી બચાવનાર કોઈ નથી. વ્યવહારનયથી ચાર શરણ છે–અર્હંતનું શરણ, સિદ્ધનું શરણ, સાધુનું શરણ અને જૈનધર્મનું શરણ, અને વાસ્તવમાં નિશ્ચયનયથી કેવળ પોતાનો આત્મા જ શરણ છે, બીજું નહિ. એવો (સ્વસન્મુખતા–સહિત) વિચાર કરવો તે આ બીજી અશરણ ભાવના છે.

૩. સંસાર ભાવના–સંસાર બહુ દુઃખરૂપ છે, ચારે ગતિમાં કયાંય પણ સુખ નથી. નરક ગતિમાં તો પ્રગટરૂપ તાડન, ભેદન–છેદન, ઇત્યાદિ ઘણાં દુઃખ છે, તિર્યંચ ગતિમાં ભૂખ, તરસ, ઘણો ભાર લાદવો વગેરે દુઃખ છે. મનુષ્ય ગતિમાં પણ અનેક ચિંતા, વ્યાકુળતા વગેરે ઘણાં દુઃખ છે, દેવગતિમાં પણ વિષય–વાસના છે અને નાના દેવો મોટા દેવોનો વૈભવ જોઈને દુઃખી થાય છે, દેવોનું આયુષ્ય લાંબું અને દેવાંગનાઓનું આયુષ્ય ટૂંકું હોવાથી વિયોગમાં અવશ્ય દુઃખ થાય છે. મરણના છ માસ અગાઉ જ્યારે માળા કરમાવા લાગે છે ત્યારે અત્યંત ખેદ અને દુઃખ થાય છે વગેરે પ્રકારે દેવગતિમાં પણ ઘણાં દુઃખ છે. એક સુખ માત્ર પંચમગતિ અર્થાત્ મોક્ષમાં છે તેથી પ્રત્યેક પ્રાણીએ ચાર ગતિરૂપ સંસારથી ઉદાસીન થઈને પંચમગતિ પ્રાપ્ત કરવાનો ઉપાય કરવો જોઈએ. આવું હંમેશાં ચિંતન કરતા રહેવું તે ત્રીજી સંસાર ભાવના છે.

૪. એકત્વ ભાવના–આ આત્મા સદા એકલો જ છે. જન્મમાં તથા મરણમાં એકલો છે, તેનો કોઈ સંગી નથી. તે સુખ ભોગવવામાં એકલો, સંસારભ્રમણ કરવામાં એકલો, નિર્વાણ થવામાં પણ એકલો. સદા આત્મા એકલો જ રહે છે, તેનો સાથી કોઈ નથી એવું હંમેશાં વિચારવું તેને એકત્વ ભાવના કહે છે.

પ. અન્યત્વ ભાવના–સંસારના જેટલા પદાર્થો છે તે બધા જુદા જુદા છે, કોઈ પદાર્થ કોઈ પદાર્થમાં મળેલો નથી, મન, વચન, કાયા એ બધાં આત્માથી જુદાં છે.


Page 161 of 186
PDF/HTML Page 173 of 198
single page version

જ્યારે આ શરીર, મન અને વચન પણ આત્માથી જુદાં છે તો આ પ્રગટરૂપે જુદાં એવાં ઘર, મકાન વગેરે એક કેવી રીતે હોઈ શકે? આ જાતનું વારંવાર ચિંતવન કરવું તે અન્યત્વ ભાવના છે.

૬. અશુચિ ભાવના–આ શરીર સદૈવ નવદ્વારથી વહેતા મળ–મૂત્રનો ખજાનો મહા અશુચિરૂપ છે અને આત્મા જ્ઞાનમય મહા પવિત્ર છે, તો આત્માનો શરીરાદિથી સંબંધ કેવી રીતે હોઈ શકે? એમ વારંવાર ચિંતવન કરવું તે છઠ્ઠી અશુચિ ભાવના છે.

૭. આસ્રવ ભાવના–પ મિથ્યાત્વ, ૧૨ અવિરતિ, ૨પ કષાય, ૧પ યોગ–એ આસ્રવના પ૭ ભેદ છે. આ ભેદો વડે આ જીવ હંમેશાં કર્મોનો આસ્રવ કર્યા કરે છે. જ્યાંસુધી (શુદ્ધભાવરૂપ સંવર વડે) તે આસ્રવોનો ત્યાગ ન થાય ત્યાંસુધી આ જીવ સંસારમાંથી છૂટી શકતો નથી. અર્થાત્ જીવને આ આસ્રવ જ દુઃખદાયક પદાર્થ છે –એમ વારંવાર ચિંતવન કરવું તેને જ આસ્રવભાવના કહે છે.

૮. સંવર ભાવના–કર્મોના આગમનને રોકવું તેને જ સંવર કહે છે. આ સંવર જ સંસારથી છોડાવનાર અને મોક્ષમાં પહોંચાડનાર છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દશ ધર્મ, બાર ભાવના, બાવીસ પરિષહ, પાંચ પ્રકારના ચારિત્ર –એ બધાં સંવરનાં કારણ છે. બધા પ્રાણીઓએ આ બધાં કારણોને ધારણ કરી સંવરની પ્રાપ્તિ કરવી જોઈએ. –એવું વારંવાર ચિંતવન કરવું તેને જ સંવર ભાવના કહે છે.

૯. નિર્જરા ભાવના–કર્મોનો એકદેશ ક્ષય થવો તેને નિર્જરા કહે છે. આ નિર્જરા બે પ્રકારની છેઃ સવિપાક નિર્જરા અને અવિપાક નિર્જરા. સવિપાક નિર્જરા તો સંસારના સમસ્ત જીવોને સદૈવ થયા જ કરે છે પણ અવિપાક નિર્જરા તપ વગેરે કરવાથી જ થાય છે અને અવિપાક નિર્જરા વિના જીવ સંસારથી મુક્ત થઈ શકતો નથી. માટે મોક્ષાર્થી જીવોએ આ અવિપાક નિર્જરા અવશ્ય કરવી જોઈએ. –એવું વારંવાર ચિંતવન કરવું તેને જ નિર્જરા ભાવના કહે છે.

૧૦. લોક ભાવના–આ અનાદિનિધન લોક કોઈએ બનાવ્યો નથી, કોઈ એનો રક્ષક નથી કે કોઈ એનો નાશ કરનાર નથી. એ સ્વયંસિદ્ધ અવિનાશી–કદી પણ નાશ ન પામનાર છે. આ લોકના ત્રણ ભાગ છે. અધોલોક, મધ્યલોક અને ઊર્ધ્વલોક. આ જીવ અનાદિકાળથી આ ત્રણે લોકમાં ભ્રમણ કરી રહ્યો છે. આ ત્રણે લોકમાં સુખનો અંશ પણ નથી, એ મહાન દુઃખની ખાણ છે. આ લોકનો નિવાસ કયારે ટૂટે એવો વારંવાર વિચાર કરવો એને જ લોકભાવના કહે છે.


Page 162 of 186
PDF/HTML Page 174 of 198
single page version

૧૧. બોધિદુર્લભ ભાવના–સંસારમાં બધી જ વસ્તુઓ સુલભ છે અર્થાત્ શીઘ્ર જ બધાને પ્રાપ્ત થઈ શકે છે, પણ જો કાંઈ દુર્લભ અને કઠિન હોય તો તે એક કેવળજ્ઞાન છે. અને કેવળજ્ઞાન વિના આ જીવને મોક્ષ મળી શકતો નથી, માટે પ્રત્યેક પ્રાણીએ તે જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરવામાં તત્પર અને પ્રયત્નશીલ થવું જોઈએ. જ્યાંસુધી કેવળજ્ઞાનની પ્રાપ્તિ નહિ થાય ત્યાંસુધી આ આત્મા સંસારમાં ભ્રમણ કરતો જ રહેશે. તેથી હે આત્મા! જો તારે વાસ્તવિક સુખની પ્રાપ્તિ કરવી હોય તો તું શીઘ્ર ચાર ઘાતિકર્મોનો નાશ કરી શીઘ્ર જ કેવળજ્ઞાનને પ્રાપ્ત કર. –આ પ્રકારનું વારંવાર ચિંતવન કરતા રહેવું તેને જ બોધિદુર્લભ ભાવના કહે છે.

૧૨. ધર્મભાવના–વાસ્તવમાં જીવને સુખ આપનારી વસ્તુ એક ધર્મ છે, કેમકે ધર્મ નામ સ્વભાવનું છે. પ્રત્યેક વસ્તુનો જે સ્વભાવ છે તેને જ ધર્મ કહે છે. જ્યારે તે દ્રવ્ય પોતાના સ્વભાવમાં પરિણમન કરે છે ત્યારે તે સુખી અને શુદ્ધ કહેવાય છે. આ આત્માનો જે જ્ઞાનગુણ છે તે જ એનો ધર્મ છે. જ્યાંસુધી તે જ્ઞાનધર્મનો અથવા સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર એ ત્રણે ધર્મોનો પૂર્ણ વિકાસ નહિ થાય ત્યાંસુધી આ આત્મા સંસારના બંધનમાંથી છૂટી શકતો નથી.

ઉત્તમ ક્ષમા, માર્દવ વગેરે પણ આત્માના જ ધર્મ છે તથા દયા કરવી એ પણ આત્માનો ધર્મ છે. જોકે આ ધર્મ પ્રત્યેક સંસારી આત્મામાં વિરાજમાન છે તોપણ જ્યાંસુધી એનો આત્મામાં વિકાસ ન થાય ત્યાંસુધી આ આત્મા સંસારરૂપી જેલમાંથી છૂટી શકતો નથી અર્થાત્ મોક્ષ પામી શકતો નથી, માટે આ પ્રમાણે વારંવાર ચિંતવન કરતા રહેવું એને જ ધર્મભાવના કહે છે.–આ રીતે બાર ભાવનાઓનું વર્ણન કર્યું કેમકે સંસારથી વૈરાગ્ય ઉત્પન્ન કરવામાં એ પ્રધાન સહાયક છે. બાર ભાવનાઓનું ચિંતવન કરવાથી આ વૈરાગ્યની પુષ્ટિ થાય છે માટે એનું સદૈવ ચિંતવન કરવું જોઈએ. ૨૦પ.

બાવીશ પરિષહો

क्षुत्तृष्णा हिममुष्णं नग्नत्वं याचनारतिरलाभः।
दंशो मशकादीनामाक्रोशो व्याधिदुःखमङ्गमलम्।। २०६।।

स्पर्शश्च तृणादीनामज्ञानमदर्शनं तथा प्रज्ञा।
सत्कारपुरस्कारः शय्या चर्या वधो निषद्या स्त्री।। २०७।।


Page 163 of 186
PDF/HTML Page 175 of 198
single page version

द्वाविंशतिरप्येते परिषोढव्याः परीषहाः सततम्।
संक्लेशमुक्तमनसा
संक्लेशनिमित्तभीतेन।। २०८।।

અન્વયાર્થઃ– [संक्लेश मुक्तमनसा] સંક્લેશરહિત ચિત્તવાળા અને [संक्लेश– निमित्तभीतेन] સંક્લેશના નિમિત્તથી અર્થાત્ સંસારથી ભયભીત સાધુએ [सततम्] નિરંતર [क्षुत्] ક્ષુધા, [तृष्णा] તૃષા, [हिमम्] શીત, [उष्णं] ઉષ્ણ, [नग्नत्वं] નગ્નપણું, [याचना] પ્રાર્થના, [अरतिः] અરતિ, [अलाभः] અલાભ, [मशकादीनां दंशः] મચ્છરાદિનું કરડવું, [आक्रोशः] કુવચન, [व्याधिदुःखम्] રોગનું દુઃખ, [अङ्गमलम्] શરીરનો મળ, [तृणादीनां स्पर्शः] તૃણાદિકનો સ્પર્શ, [अज्ञानम्] અજ્ઞાન, [अदर्शनम्] અદર્શન, [तथा प्रज्ञा] એ જ રીતે પ્રજ્ઞા, [सत्कारपुरस्कारः] સત્કાર–પુરસ્કાર, [शय्या] શયન, [चर्य्या] ગમન, [वधः] વધ, [निषद्या] બેસવું તે, [च] અને [स्त्री] સ્ત્રી–[एते] [द्वाविंशतिः] બાવીસ [परीषहाः] પરીષહ [अपि] પણ [परिषोढव्याः] સહન કરવા યોગ્ય છે.

ટીકાઃ– ‘क्षुत् तृष्णा हिमं उष्णं नग्नत्वं याचना अरतिः अलाभः मशकादीनां दंशः आक्रोशः व्याधिदुःखं अङ्गमलं तृणादीनां स्पर्शः अज्ञानं अदर्शनं तथा प्रज्ञा सत्कारपुरस्कारः शय्या चर्या वधः निषद्या स्त्री एते द्वाविंशतिः अपि परीषहाः संक्लेशमुक्तमनसा संक्लेशनिमित्तभीतेन सततं परिषोढव्याः।’ અર્થઃ–ભૂખ, તરસ, ઠંડી, ગરમી, નગ્નપણું, યાચના, અરતિ, અલાભ, મચ્છર વગેરેના ડંશ, નિન્દા, રોગનુ દુઃખ, શરીરનો મળ, કાંટા વગેરે લાગવા, અજ્ઞાન, અદર્શન, જ્ઞાન, આદરસત્કાર, શયન, ચાલવું, વધ, આસન અને સ્ત્રી – એ બાવીસ પરીષહોને મુનિઓ સંક્લેશ દૂર કરીને અને સંક્લેશભાવથી ડરતા સદૈવ સહન કરે છે. હવે અહીં બાવીસ પરિષહોનું સંક્ષેપમાં વર્ણન કરે છેઃ–

૧. ક્ષુધા પરિષહ–બધા જીવો ભૂખના કારણે ઘણા દુઃખી થાય છે પણ મુનિમહારાજને જ્યારે ભૂખની પીડા હોય ત્યારે તેમણે એમ વિચારવું જોઈએ કે હે જીવ! તું અનાદિકાળથી સંસારમાં ભટકી રહ્યો છે, તેં અનેક પ્રકારની વસ્તુઓનું ભક્ષણ કર્યું છે પણ આજ સુધી તારી ભૂખ શાન્ત થઈ નથી તથા નરકગતિમાં પણ ખૂબ ભૂખ સહન કરી. હવે તું અત્યારે મોક્ષની પ્રાપ્તિ માટે તૈયાર થઈ રહ્યો છે, આ તારું શરીર અહીં જ રહી જશે તેથી (શાન્ત જ્ઞાનાનંદ સ્વરૂપમાં લીનતા વડે) ભૂખનો નાશ કરી દે કે જેથી શીઘ્ર જ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. આ પ્રકારનો વિચાર કરતાં મુનિ ભૂખને જીતે.


Page 164 of 186
PDF/HTML Page 176 of 198
single page version

૨. તૃષા પરિષહ–બધા જીવો તરસથી ખૂબ દુઃખી થાય છે. જ્યારે મુનિમહારાજ ઉનાળાના વખતે પર્વતની ટોચ ઉપર બેઠા હોય છે અને તેમને તરસ લાગે છે તે વખતે તેમણે એમ વિચારવું જોઈએ કે હે જીવ! તેં સંસારમાં ભટકતાં આખા સંસારનું પાણી પીધું છે તોપણ આ તરસ છીપી નથી. નરકગતિ અને તિર્યંચગતિમાં તેં ઘણી તરસ સહજ કરી છે અને ત્યાં થોડું પણ પાણી પીવા માટે મળ્‌યું નથી, તેથી હવે તું તરસ સહન કર અને આત્મધ્યાનમાં મન લગાવ કે જેથી આ તરસ કાયમને માટે મટી જાય. આ રીતે ચિંતવન કરીને તરસની પીડા સહન કરવી–એને જ તૃષા પરિષહ કહે છે.

૩. શીત પરિષહ–ઠંડીથી સંસારના પ્રાણીઓ ખૂબ દુઃખી થાય છે. લીલાંછમ વૃક્ષો પણ બળી જાય છે એવી પોષ અને માહ મહિનાની ઠંડીમાં પણ મુનિમહારાજ સરોવર કે નદીને કિનારે બેસીને ધ્યાન કરે છે. તે વખતે જ્યારે ઠંડીની પીડા થાય છે તો તે મુનિમહારાજ એવો વિચાર કરે છે કે હે જીવ! તેં અનાદિકાળથી ઘણી ઠંડી સહન કરી છે અને તે ઠંડી દૂર કરવાને ઘણા ઉપાય પણ કર્યા પરંતુ આજ સુધી ઠંડી મટી નથી. હવે તેં મુનિવ્રત ધારણ કર્યાં છે, આ જ પદથી મોક્ષની પ્રાપ્તિ થશે, તેથી હે જીવ! તું આ ઠંડીની બાધા–પીડા સારી રીતે સહન કર. આમ ચિંતવન–વિચાર કરીને આત્મધ્યાનમાં લીન થવું તેને જ શીત પરિષહ કહે છે.

૪. ઉષ્ણ પરિષહ–ઉનાળાની ઋતુમાં સૂર્ય ખૂબ તપી રહ્યો છે, આખી દુનિયાના પ્રાણીઓ ગરમીની પીડાથી વ્યાકુળ થઈ રહ્યા છે. નદી, સરોવરનું જળ સૂકાઈ ગયું છે એવા વખતે મુનિમહારાજ પથ્થરની શિલા પર બેસીને એમ વિચાર કરે છે કે હે આત્મા! તેં અગ્નિપર્યાય ધારણ કરીને ખૂબ ગરમી સહન કરી છે, નરકગતિમાં ખૂબ ગરમી સહન કરી છે, તો અત્યારે કઈ વધારે ગરમી છે? આ વખતે તો તેં મુનિવ્રત ધારણ કર્યાં છે, આટલી થોડીક ગરમીની બાધા આનંદથી સહન કર –આમ ચિંતવન કરતાં ઉષ્ણ પરિષહને જીતે છે–એને ઉષ્ણ પરિષહ કહે છે.

પ. નગ્ન પરિષહ–મુનિરાજ સમસ્ત પ્રકારનાં વસ્ત્રોનો ત્યાગ કરીને નગ્નદિગંબરપણે રહેતાં અખંડ બ્રહ્મચર્યનું પાલન કરીને પોતાના આત્મધ્યાનમાં લીન રહે છે. નગ્ન રહેવાથી રંચમાત્ર દુઃખ માનતા નથી પણ હંમેશાં પોતાના આત્મામાં લીન રહે છે–એને જ નગ્ન પરિષહ કહે છે.

૬. યાચના પરિષહ–મુનિરાજને ભલે મહિનાઓ સુધી આહાર ન મળે, વર્ષો સુધી પણ ન મળે છતાં તે મુનિરાજ કદી કોઈ શ્રાવક પાસે આહારની યાચના કરતા


Page 165 of 186
PDF/HTML Page 177 of 198
single page version

નથી, તેથી જ મુનિની વૃત્તિને સિંહવૃત્તિ કહી છે. –આ રીતે યાચના પરિષહને જીતે છે.

૭. અરતિ પરિષહ–જગતના જીવો ઇષ્ટ પદાર્થ મળતાં રતિ માને છે અને અનિષ્ટ પદાર્થ મળતાં અરતિ–ખેદ માને છે, પણ તે પરમયોગી ભલે જંગલમાં રહે, કોઈ તેમને ભલા (સારા) કહે, કોઈ તેમને બૂરા (ખરાબ) કહે તોપણ કદી પોતાના ચિત્તમાં ખેદ કરતા નથી. આ રીતે અરતિ પરિષહને જીતે છે.

૮. અલાભ પરિષહ–જેમ આહાર વગેરે ન મળવાથી તેની યાચના કરતા નથી તેમ મહિનાઓ સુધી આહારની પ્રાપ્તિ ન થવા છતાં પણ પોતાના મનમાં રંચમાત્ર પણ ખેદ લાવતા નથી. એ રીતે અલાભ પરિષહનો જય કરે છે.

૯. દંશમશક પરિષહ–ડાંસ, મચ્છર, કીડી, મકોડા વગેરેના ડંખની પીડા સંસારના પ્રાણીઓ સહન કરી શકતા નથી, યોગી પુરુષો તે બધાની બાધા–પીડા સહન કરે છે. કીડા વગેરે જંતુઓ નગ્ન શરીરને ખૂબ બાધા–પીડા ઉત્પન્ન કરે છે, પણ મુનિમહારાજ મનમાં ખેદ કરતા નથી. આ રીતે દંશમશક પરિષહને જીતે છે.

૧૦. આક્રોશ પરિષહ–જો કોઈ મુનિરાજની નિંદા કરે, કુવચન કહે, ગાળ વગેરે દે તો તેને સાંભળીને જરાપણ ખેદ કરતા નથી પણ ઉત્તમક્ષમા જ ધારણ કરે છે. એ રીતે યોગીઓ આક્રોશ પરિષહ જીતે છે.

૧૧. રોગ પરિષહ–પૂર્વના અશાતાવેદનીય કર્મના ઉદયથી જો શરીરમાં કોઈ પીડા થાય તો મુનિમહારાજ તે રોગથી દુઃખી થતા નથી પણ પોતાના પૂર્વકર્મનું ફળ જાણી આત્મધ્યાનમાં લીન રહે છે. એને રોગ પરિષહ કહે છે.

૧૨. મળ પરિષહ–મુનિમહારાજને સ્નાન વગેરે ન કરવાથી ધૂળ, પરસેવો આદિ આવવાના કારણે મેલ જેવું જામી જાય છે પણ તેના તરફ તેમનું ધ્યાન જતું નથી, કારણ કે પોતાના આત્મગુણોમાં જ લીન રહે છે. એને જ મળ પરિષહ કહે છે.

૧૩. તૃણસ્પર્શ પરિષહ–ચાલતી વખતે અથવા બેસતી વખતે જીવોની રક્ષા કરવામાં તત્પર તે મુનિમહારાજને જો કાંટા, કાંકરા વગેરે પેસી જાય તો તે પીડા દૂર કરવા માટે કાંઈ પણ ઉપાય કરતા નથી પરંતુ પોતાના આત્મધ્યાનમાં જ લીન રહે છે તેને તૃણસ્પર્શ પરિષહ કહે છે.

૧૪. અજ્ઞાન પરિષહ–સંસારના બધા પ્રાણીઓ અજ્ઞાનથી દુઃખી થઈ રહ્યા છે. તેવી જ રીતે જો કોઈ યોગીને પૂર્વ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થવાથી તથા ઘણું


Page 166 of 186
PDF/HTML Page 178 of 198
single page version

તપ કરવા છતાં પણ તથા પઠન–પાઠનનો ઉદ્યમ કરવા છતાં પણ જો જ્ઞાનની વૃદ્ધિ ન થઈ શકે તોપણ તે મુનિરાજ પોતાના મનમાં ખેદ ન કરે કે મને હજી સુધી જ્ઞાન ન થયું. એને અજ્ઞાન પરિષહ કહે છે.

૧પ. અદર્શન પરિષહ–જગતના જીવો સમસ્ત કાર્યો પોતાના પ્રયોજનની સિદ્ધિ માટે કરે છે, ત્યાં જો પુરુષાર્થ કરવા છતાં પણ પ્રયોજનની સિદ્ધિ ન થાય તો ક્લેશ માને છે, પણ તે મુનિરાજ એવો વિચાર કરતા નથી કે હું ખૂબ તપ કરું છું, સ્વાધ્યાય કરું છું, સમસ્ત કષાયો ઉપર વિજય મેળવી ચૂકયો છું, સંયમ પાળું છું, પણ આજ સુધીમાં મને કોઈ ઋદ્ધિ પેદા થઈ નહિ, જ્ઞાનાતિશય થયો નહિ, તો શું આ તપ વગેરેનું કાંઈ ફળ હશે કે નહિ?–એ પ્રકારે તેમના મનમાં કદી સંશય થતો નથી એને અદર્શન પરિષહ કહે છે.

૧૬. પ્રજ્ઞા પરિષહ–સંસારના જીવોને જો થોડું પણ જ્ઞાન થઈ જાય તો તેનું અભિમાન કરવા લાગી જાય છે, પણ મુનિમહારાજને અવધિજ્ઞાન કે મનઃપર્યયજ્ઞાન પણ થઈ જાય તોપણ તેમને પોતાના જ્ઞાનનું અભિમાન–ઘમંડ થતું નથી, એને જ પ્રજ્ઞા પરિષહ કહે છે.

૧૭. સત્કારપુરસ્કાર પરિષહ–દેવ, મનુષ્ય, તિર્યંચ, સંસારના બધા જીવો આદરસત્કારથી હર્ષિત થાય છે, સત્કાર કરનાર પ્રત્યે મૈત્રી રાખે છે અને અનાદર કરનાર પ્રત્યે શત્રુતા રાખે છે. અજ્ઞાની જીવ અનેક કુગુરુઓ અને કુદેવોને પૂજ્યા કરે છે, પણ મુનિમહારાજના મનમાં એવી ભાવના ઉત્પન્ન થતી નથી કે કોઈ પૂજા કરતું નથી, અર્થાત્ તેઓ કોઈની પાસેથી આદર–સન્માન ઇચ્છતા નથી. આ રીતે સત્કાર–પુરસ્કાર–પરિષહવિજયી કહેવાય છે.

૧૮. શય્યા પરિષહ–જગતના જીવ વિષયના અભિલાષી થઈને કોમળ શય્યા ઉપર શયન કરે છે અને મુનિમહારાજ વનવાસી બનીને કાંકરાવાળી જમીન ઉપર પાછલી રાતે એક પડખે થોડી નિદ્રા લે છે. ક્ષીણ શરીરમાં જો કાંકરા કે પથ્થર વાગે તોપણ દુઃખ માનતા નથી, પરંતુ એવી ભાવના ભાવે છે કે હે આત્મા! તેં નરકમાં તીવ્ર વેદના સહન કરી છે, ત્યાંના જેવી બીજી કોઈ વિષભૂમિ નથી, એનો તું નકામો ખેદ કરે છે. તેં ત્રૈલોકયપૂજ્ય જિનમુદ્રા ધારણ કરી છે, તું મોક્ષને ઇચ્છે છે તેથી મોહરૂપી નિદ્રાને જીત, સદા જાગ્રત થા, પોતાના સ્વરૂપમાં મગ્ન થા. આ રીતે શય્યા પરિષહને જીતે છે.


Page 167 of 186
PDF/HTML Page 179 of 198
single page version

૧૯. ચર્ય્યા પરિષહ–ગમન કરતાં સંસારના જીવો ઘોડા, હાથી, રથ, પાલખી વગેરે ઉપર બેસીને ગમન કરે છે તથા તિર્યંચ પણ ગમન કરવામાં દુઃખ માને છે, પણ મુનિમહારાજ સદૈવ માર્ગ જોઈને ચાલે છે. કાંકરા, પથ્થર, કાંટા વગેરે ખૂંચતાં જરાય ખેદ માનતા નથી. આ રીતે ચર્ય્યા પરિષહને જીતે છે.

૨૦. વધ પરિષહ–ભવવાસી જીવ મારવા–પીટવાથી સદા ડરે છે, પણ મુનિમહારાજને જો કોઈ મારે, પીટે, બાંધે, કોઈ કાંઈ પણ કરે, છતાં રંચમાત્ર પણ ખેદ પામતા નથી. તેઓ એવી ભાવના રાખે છે કે હે આત્મા! તું તો અવિનાશી ચિદાનન્દમય છો, તને દુઃખ આપનાર કોણ છે? તને કોણ મારી શકે છે? કોણ પીટી શકે છે? આમ વધ પરિષહને જીતે છે.

૨૧. નિષદ્યા પરિષહ– સંસારના સમસ્ત જીવ ઉત્તમ મનોજ્ઞ સ્થાનમાં બેસીને સુખ માને છે, પણ મુનિમહારાજ સકળ પરિગ્રહનો ત્યાગ કરી નિર્જન વનમાં જ્યાં સિંહ વગેરે અનેક ક્રૂર જાનવરો વસે છે ત્યાં પર્વતની ગુફાઓમાં, શિખરો ઉપર અથવા સ્મશાન ભૂમિમાં નિવાસ કરે છે પરંતુ રંચમાત્ર પણ દુઃખ માનતા નથી. આ રીતે નિષદ્યા પરિષહને જીતે છે.

૨૨. સ્ત્રી પરિષહ– જગતના જીવ ઘણું કરીને બધી સ્ત્રીઓ દ્વારા પોતાને સુખી માને છે અને તેની સાથે હાસ્ય–કુતૂહલની વાતો કરીને આનંદ માને છે. પણ મુનિમહારાજ સારી સારી સુંદર સ્ત્રીઓનાં સુંદર વચનો સાંભળવા છતાં પણ હાવભાવ–વિલાસ–વિભ્રમ–કૌતુકની ક્રિયાઓ જોવા છતાં પણ જરાય વિચલિત થતા નથી પણ અખંડ બ્રહ્મચર્યનું પાલન કરી પોતાના આત્મધ્યાનમાં લીન રહે છે. આ રીતે સ્ત્રી પરિષહને જીતે છે.–આ રીતે બાવીસ પરિષહ નિરંતર સહન કરવા જોઈએ. જે મુનિ સંસારપરિભ્રમણના દુઃખથી કંપાયમાન છે તે દ્રઢ ચિત્તવાળા બનીને બાવીસ પરિષહો સહન કરે, કાયરતા ન કરે. જે મુનિરાજ પરિષહ સહન કરી શકતા નથી તેમનું ચિત્ત નિશ્ચલ થઈ શકતું નથી અને ચિત્તની નિશ્ચલતા વિના ધ્યાન થઈ શકતું નથી, ધ્યાન વિના કર્મોનો નાશ થઈ શકતો નથી અને કર્મોનો નાશ થયા વિના મોક્ષ થઈ શકતો નથી; તેથી મોક્ષના અભિલાષીએ અવશ્ય જ પરિષહ સહન કરવા જોઈએ. આ રીતે બાવીસ પરિષહોનું વર્ણન કર્યું. ૨૦૮.

આગળ એમ બતાવે છે કે મોક્ષાભિલાષીએ રત્નત્રયનું સેવન કરવું જોઈએ.

इति रत्नत्रयमेतत्प्रतिसमयं विकलमपि गृहस्थेन।
परिपालनीयमनिशं
निरत्ययां मुक्तिमभिलषिता।। २०९।।


Page 168 of 186
PDF/HTML Page 180 of 198
single page version

અન્વયાર્થઃ– [इति] આ રીતે [एतत्] પૂર્વોક્ત [रत्नत्रयम्] સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ રત્નત્રય [विकलम्] એકદેશ [अपि] પણ [निरत्ययां] અવિનાશી [मुक्तिम्] મુક્તિને [अभिलषिता] ચાહનાર [गृहस्थेन] ગૃહસ્થે [अनिशं] નિરંતર [प्रतिसमयं] સમયે સમયે [परिपालनीयम्] સેવવા યોગ્ય છે.

ટીકાઃ– ‘इति एतत् रत्नत्रयं प्रतिसमयं विकलं अपि निरत्ययां मुक्तिं अभिलषिता गृहस्थेन अनिशं परिपालनीयम्।’ અર્થઃ–આ રીતે આ રત્નત્રય અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રનું ગૃહસ્થ શ્રાવકે પણ એકદેશપણે સદૈવ મોક્ષને ઇચ્છતો થકો પાલન કરવું જોઈએ.

ભાવાર્થઃ– મુનિને રત્નત્રય પૂર્ણરૂપે છે અને ગૃહસ્થ શ્રાવક સમ્પૂર્ણ રત્નત્રયનું પાલન કરી શકતો નથી તેથી તેણે એકદેશ પાલન કરવું જોઈએ પણ રત્નત્રયથી વિમુખ થવું ન જોઈએ, કેમકે રત્નત્રય જ મોક્ષનું કારણ છે. મુનિને રત્નત્રય મહાવ્રતના યોગથી સાક્ષાત્ મોક્ષનું કારણ છે અને શ્રાવકને અણુવ્રતના યોગથી પરંપરા મોક્ષનું કારણ છે, અર્થાત્ જે શ્રાવકને સમ્યગ્દર્શન થઈ જશે તેનું અલ્પજ્ઞાન પણ સમ્યગ્જ્ઞાન અને અણુવ્રત પણ સમ્યક્ચારિત્ર કહેવાશે, તેથી રત્નત્રયનું ધારણ કરવું ઘણું જરૂરી છે.

સાત તત્ત્વોની શ્રદ્ધા કરવી તે વ્યવહારસમ્યગ્દર્શન અને નિજસ્વરૂપની શ્રદ્ધા અર્થાત્ સ્વાનુભવ થવો તે નિશ્ચયસમ્યગ્દર્શન છે. જિનાગમથી આગમપૂર્વક જે સાતે પદાર્થોને જાણી લેવા તે વ્યવહારસમ્યગ્જ્ઞાન અને નિજસ્વરૂપનું ભાન અર્થાત્ આત્મજ્ઞાન થવું તે નિશ્ચયસમ્યગ્જ્ઞાન છે. અશુભકાર્યોની નિવૃત્તિપૂર્વક શુભકાર્યોમાં પ્રવૃત્તિ કરવી તે વ્યવહારસમ્યક્ચારિત્ર અને શુભપ્રવૃત્તિથી પણ નિવૃત્ત થઈને શુદ્ધોપયોગરૂપ નિજસ્વરૂપમાં સ્થિર થવું તે નિશ્ચયસમ્યક્ચારિત્ર છે.–આ રીતે સંક્ષેપથી રત્નત્રયનું શ્રાવકે એકદેશપણે અવશ્ય જ પાલન કરવું જોઈએ. રત્નત્રય વિના કોઈનું પણ કલ્યાણ નથી. ૨૦૯.

ગૃહસ્થોએ શીઘ્ર મુનિવ્રત ધારણ કરવું જોઈએ, એમ બતાવે છેઃ–

बद्धोद्यमेन नित्यं लब्ध्वा समयं च बोधिलाभस्य।
पदमवलम्ब्य मुनीनां कर्त्तव्यं सपदि परिपूर्णम्।। २१०।।

અન્વયાર્થઃ– [च] અને આ વિકલરત્નત્રય [नित्यं] નિરંતર [बद्धोद्यमेन] ઉદ્યમ કરવામાં તત્પર એવા મોક્ષાભિલાષી ગૃહસ્થે [बोधिलाभस्य] રત્નત્રયના લાભનો