Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 23-44 ; Samyak-Gnan Adhikar; Samyak-Charitra Vyakhyan; Ahimsa Vrat.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 10

 

Page 29 of 186
PDF/HTML Page 41 of 198
single page version

પ. સંવરતત્ત્વજીવના રાગાદિ પરિણામના અભાવથી પુદ્ગલોનું ન આવવું તેને સંવર કહીએ.

૬. નિર્જરાતત્ત્વ જીવના શુદ્ધોપયોગના બળથી પૂર્વે બંધાયેલાં કર્મોનો એકદેશ નાશ થવો તેને સંવરપૂર્વક નિર્જરા કહીએ. કર્મફળને ભોગવીને નિર્જરા કરવામાં આવે તે નિર્જરા મોક્ષને આપે નહિ.

૭. મોક્ષતત્ત્વ સર્વથા કર્મનો નાશ થતાં જીવનો નિજભાવ પ્રગટ થવો તેને મોક્ષ કહીએ. આ સાત તત્ત્વાર્થ જાણવાં. પુણ્ય–પાપ આસ્રવાદિનાં ભેદ છે, માટે જુદાં કહ્યાં નથી આ રીત આ તત્ત્વાર્થનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શનનું લક્ષણ કહીએ.

પ્રશ્નઃ– આ લક્ષણમાં અવ્યાપ્તિદોષ આવે છે. કેવી રીત? જે સમયે સમ્યગ્દ્રષ્ટિ વિષય– કષાયની તીવ્રતારૂપે પરિણમે છે ત્યારે એવું શ્રદ્ધાન કયાં હોય છે? લક્ષણ તો એવું કહેવું જોઈએ કે સર્વ લક્ષ્યમાં તે સદાકાળ હોય.

ઉત્તરઃ– જીવના બે ભાવ છે. એક શ્રદ્ધાનરૂપ છે. બીજો પરિણમનરૂપ છે. શ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વનું લક્ષણ છે, પરિણામરૂપ ચારિત્રનું લક્ષણ છે. સમ્યગ્દષ્ટિ વિષયકષાયના પરિણમનરૂપ થયો છે, શ્રદ્ધાનમાં પ્રતીતિ યથાવત્ છે. જેમ નોકર શેઠનો ચાકર છે. તેના અંતરંગમાં એવી પ્રતીતિ છે કે આ બધું શેઠનું કાર્ય છે, મારું ઘર જુદું જ છે. પરિણામો વડે તો શેઠના કામમાં પ્રવર્તે છે, તે શેઠના કામને ‘મારું મારું’ કહે છે, નફો કે ખોટ જાય ત્યાં હર્ષ–શોક પણ કરે છે. તે પ્રતીતિને વારંવાર સંભારતો પણ નથી. પણ જ્યારે તે શેઠનો અને પોતાનો હિસાબ કરે છે ત્યારે જેવી પ્રતીતિ અંતરંગમાં હતી તે પ્રગટ કરે છે. શેઠના કાર્યમાં પ્રવર્તતાં તે શક્તિ પ્રતીતિરૂપ રહે છે. કદાચિત્ જો તે શેઠનું ધન ચોરીને તેને પોતાનું જાણે તો તેને અપરાધી કહીએ. વળી તે નોકર શેઠની નોકરીને પરાધીન દુઃખદાયક જાણે છે. પરંતુ પોતાના ધનના બળ વિના આજીવિકાવશ તેના કામમાં પ્રવર્તે છે, તેમ જ્ઞાની કર્મના ઉદયને ભોગવે છે.

એના અંતરંગમાં એવી પ્રતીત છે કે આ બધો દેખાવનો ઠાઠ છે, મારું સ્વરૂપ જુદું જ છે. પરિણામો વડે ઔદયિક ભાવોમાં પરિણમે છે. ઉદયના સંબંધને કારણે ‘મારું–મારું’ પણ કહે છે, ઈષ્ટ–અનિષ્ટમાં હર્ષ–વિવાદ પણ કરે છે. તે પોતાની પ્રતીતિને વારંવાર સંભારતો પણ નથી. પણ જે વખતે તે કર્મ અને પોતાના સ્વરૂપનો વિચાર કરે ત્યારે જેવી પ્રતીતિ અંતરંગમાં હતી તેવી જ પ્રગટ કરે છે. વળી તે


Page 30 of 186
PDF/HTML Page 42 of 198
single page version

કર્મના ઉદયમાં તે પ્રતીતિ શક્તિરૂપ રહે છે તે કદીપણ તે કર્મના ઉદયને શ્રદ્ધાનમાં પોતાનો જાણે તો તેને મિથ્યાત્વી કહીએ.

વળી તે જ્ઞાની કર્મના ઉદયને પરાધીન દુઃખ જાણે છે. પરંતુ પોતાના શુદ્ધોપયોગના બળ વિના પૂર્વબદ્ધ કર્મને વશ થઈ કર્મના ઔદયિક ભાવોમાં પ્રવર્તે છે. આ રીતે સમ્યગ્દ્રષ્ટિને તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શન પરિણમનરૂપ તો નિર્બાધપણે નિરન્તર જ છે, પણ જ્ઞાનોપયોગ અપેક્ષાથી જોવામાં આવે તો સામાન્યરૂપ અથવા વિશેષરૂપ, શક્તિ અવસ્થામાં કે વ્યક્ત અવસ્થામાં સદાકાળ હોય છે.

પ્રશ્નઃ– ભલે, આ લક્ષણમાં અવ્યાપ્તિ દોષ તો નથી, પણ અતિવ્યાપ્તિ દોષ તો લાગે છે? કારણ કે દ્રવ્યલિંગી મુનિ જિનપ્રણીત સાત તત્ત્વોને જ માને છે, અન્યમતના કલ્પિત તત્ત્વોને માનતા નથી. લક્ષણ તો એવું કહેવું જોઈએ કે લક્ષ્ય વિના બીજા સ્થાનમાં ન હોય.

ઉત્તરઃ– દ્રવ્યલિંગી મુનિ જિનપ્રણીત તત્ત્વને જ માને છે, પરંતુ વિપરીત અભિનિવેશ સહિત માને છે, શરીરાશ્રિત ક્રિયાકાંડને પોતાના જાણે છે, તેથી અજીવતત્ત્વમાં જીવતત્ત્વ માન્યું. વળી આસ્રવબંધરૂપ શીલ, સંયમાદિકરૂપ પરિણામ તેને સંવર–નિર્જરારૂપ માની મોક્ષનું કારણ માને છે. દ્રવ્યલિંગી પાપથી તો વિરક્ત થયો છે પણ પુણ્યમાં ઉપાદેયબુદ્ધિથી પરિણમ્યો છે માટે તત્ત્વાર્થશ્રદ્ધાન નથી. આ રીતે (વિપરીત અભિપ્રાય રહિત) તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન અંગીકાર કરવું. ૨૨.

સમ્યક્ત્વના આઠ અંગોનું વર્ણન.

૧–નિઃશંકિત અંગ

सकलमनेकान्तात्मकमिदमुक्तं वस्तुजातमखिलज्ञैः।
किमु सत्यमसत्यं वा न जातु
शङ्केति कर्तव्या।। २३।।

અન્વયાર્થઃ– [अखिलज्ञैः] સર્વજ્ઞદેવે [उक्तं] કહેલો [इदं][सकलं] સમસ્ત [वस्तुजातं] વસ્તુસમૂહ [अनेकान्तात्मकं] અનેક સ્વભાવરૂપ છે તે [किमु सत्यं] શું સત્ય છે? [वा असत्यं] અથવા જૂઠ છે [इति] એવી [शंका] શંકા [जातु] કદીપણ [न] [कर्तव्या] કરવી જોઈએ. _________________________________________________________________ ૧. શીલ શુભભાવરૂપ વ્યવહાર બ્રહ્મચર્ય.


Page 31 of 186
PDF/HTML Page 43 of 198
single page version

ટીકાઃ– ‘‘अखिलज्ञैः इदं सकलं वस्तुजातं अनेकान्तात्मकं उक्तं किमु सत्यं वा असत्यं वा। जातु इति शंका न कर्तव्या’’– સર્વજ્ઞદેવે આ સમસ્ત જીવાદિ પદાર્થોનો સમૂહ અનેકાન્તાત્મક એટલે અનેક સ્વભાવસહિત કહ્યો છે તે શું સાચું છે કે જૂઠું છે–કદી એવી શંકા ન કરવી.

ભાવાર્થઃ– શંકા નામ સંશયનું છે. જિનપ્રણીત પદાર્થોમાં સંદેહ ન કરવો તેને નિઃશંકિત નામનું અંગ કહીએ. ૨૩.

૨– નિઃકાંક્ષિત અંગ

इह जन्मनि विभवादीन्यमुत्र चिक्रित्वकेशवत्वादीन्।
एकान्तवाददूषितपरसमयानपि च
नाकांक्षेत्।। २४।।

અન્વયાર્થઃ– [इह] [जन्मनि] લોકમાં [विभवादीनि] ઐશ્વર્ય, સંપદા આદિ, [अमुत्र] પરલોકમાં [चिक्रत्वकेशवत्वादीन्] ચક્રવર્તી, નારાયણઆદિ પદોને [च] અને [एकान्तवाददूषितपरसमयान्] એકાન્તવાદથી દૂષિત અન્ય ધર્મોને [अपि] પણ [न आकांक्षेत्] ચાહે નહિ.

ટીકાઃ– ‘‘इह जन्मनि विभवादीनि न आकांक्षेत्’’ સમ્યગ્દ્રષ્ટિ આ લોકમાં તો સંપદા વગેરે અને પુત્રાદિને ચાહે નહિ. ‘च अमुत्र चक्रित्व केशवत्वादीन् न आकांक्षेत्’– વળી પરલોકમાં ચક્રવર્તીપદ, નારાયણપદ અને આદિ શબ્દથી ઈન્દ્રાદિ પદને ચાહતા નથી. ‘एकान्तवाददूषितपरसमयान् अपि न आकांक्षेत्– વસ્તુના એકાન્તસ્વભાવનું કથન કરવાને લીધે દૂષણ સહિત જે અન્યમત તેને પણ ચાહતા નથી.

ભાવાર્થઃ– નિઃકાંક્ષિત નામ વાંચ્છા રહિતનું છે. કારણ કે આ લોક સંબંધી પુણ્યના ફળને ચાહતા નથી તેથી સમ્યક્ત્વી પુણ્યના ફળરૂપ ઈન્દ્રિયના વિષયોને _________________________________________________________________

૧. સ્વામી સમંતભદ્રાચાર્યકૃત રત્નકરંડશ્રાવકાચાર ગા ૧૧ માં કહ્યું છે કે– તત્ત્વ આ જ છે, આવું જ છે, અન્ય નથી અથવા બીજી રીતે નથી. એવી નિષ્કમ્પ તલવારની તીક્ષ્ણધાર સમાન સન્માર્ગમાં સંશય રહિત રુચિ–વિશ્વાસને નિઃશંકિત અંગ કહે છે.

૨. નિઃકાંક્ષા (વિષયોની–વિષયના સાધનોની અભિલાષા–આશાને કાંક્ષા કહે છે) અર્થાત્ કર્મને વશ થઈને, અંતવાળા, ઉદયમાં દુઃખમિશ્રિત અને પાપના બીજરૂપ સુખમાં અનિત્યતાનું શ્રદ્ધાન થવું તે નિઃકાંક્ષિત અંગ છે. (રત્ન શ્રા ગા ૧૨)


Page 32 of 186
PDF/HTML Page 44 of 198
single page version

આકુળતાના નિમિત્ત હોવાથી દુઃખરૂપ જ માને છે. વળી અન્યમતી નાના પ્રકારની એકાન્તરૂપ કલ્પના કરે છે તેને ભલા જાણી ચાહતા નથી. ૨૪.

૩. નિર્વિચિકિત્સા અંગ

क्षुत्तृष्णाशीतोष्णप्रभृतिषु नानाविधेषु भावेषु।
द्रव्येषु पुरुषादिषु विचिकित्सा नैव करणीया।। २५।।

અન્વયાર્થઃ– [क्षुत्तृष्णाशीतोष्णप्रभृतिषु] ભૂખ, તરસ, ઠંડી, ગરમી વગેરે [नानाविधेषु] નાના પ્રકારના [भावेषु] ભાવોમાં અને [पुरीषादिषु] વિષ્ટા આદિ [द्रव्येषु] પદાર્થોમાં [विचिकित्सा] ગ્લાનિ [नैव][करणीया] કરવી જોઈએ.

ટીકાઃ– ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ વગેરે નાના પ્રકારના દુઃખદાયક પર્યાયો અને અપવિત્ર વિષ્ટા આદિ પદાર્થોમાં ગ્લાનિ ન કરવી.

ભાવાર્થઃ– વિચિકિત્સા નામ અણગમાનું છે, અથવા ગ્લાનિનું છે. તેનાથી રહિત તે નિર્વિચિકિત્સા. પાપના ઉદયથી દુઃખદાયક ભાવનો સંયોગ થતાં ઉદ્વેગરૂપ ન થવું, કારણ કે ઉદયાધીન કાર્ય પોતાને વશ નથી. એ દુઃખથી અમૂર્તિક આત્માનો ઘાત પણ નથી. વળી વિષ્ટાદિ નિંદ્ય વસ્તુમાં ગ્લાનિરૂપ ન થવું કારણ કે વસ્તુનો એવો જ સ્વભાવ છે. એમાં આત્માને શું? અથવા જે શરીરમાં આ આત્મા વસે છે તેમાં તો બધી જ વસ્તુ નિંદ્ય છે. ૨પ.

અમૂઢદ્રષ્ટિ અંગ

लोके शास्त्राभासे समयाभासे च देवताभासे।
नित्यमपि तत्त्वरुचिना कर्तव्यममूढद्रष्टित्वम्।। २६।।

_________________________________________________________________

૧. નિર્વિચિકિત્સા અંગ રત્નત્રય અર્થાત્ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રથી પવિત્ર પરન્તુ સ્વાભાવિક અપવિત્ર શરીરમાં (મુનિ–ધર્માત્માના મલિન શરીરમાં) ગ્લાનિ–સૂગ ન કરવી પણ તેમના ગુણોમાં પ્રીતિ કરવી તેને નિર્જુગુપ્સા અંગ કહે છે (રત્ન શ્રા ગા ૧૩)

૨. અમૂઢત્વ દુઃખદાયક ખોટા માર્ગો અથવા કુત્સિતધર્મોમાં અને કુમાર્ગોમાં રહેલાં પુરુષોમાં (ભલે તે લૌકિકમાં પ્રખ્યાત હોય) મનથી પ્રામાણિક માને નહી, કાયાથી પ્રશંસા અને વચનથી સ્તુતિ ન કરે તેને અમૂઢદ્રષ્ટિ કહે છે (ગા ૧૪)

૩. સમયાભાસ યથાર્થમાં જે પદાર્થ તત્ત્વાર્થ નથી પણ ભ્રમબુદ્ધિથી તેવાં દેખાવા લાગે, જેમકે મિથ્યાદ્રષ્ટિઓનાં બનાવેલાં શાસ્ત્ર યથાર્થમાં તો શાસ્ત્ર નથી જ પરન્તુ ભ્રમથી શાસ્ત્ર જેવાં ભાસે છે તે શાસ્ત્રાભાસ–સમયાભાસ છે.


Page 33 of 186
PDF/HTML Page 45 of 198
single page version

અન્વયાર્થઃ– [लोके] લોકમાં, [शास्त्राभासे] શાસ્ત્રાભાસમાં, [समयाभासे] ધર્માભાસમાં [च] અને [देवाभासे] દેવાભાસમાં [तत्त्वरुचिना] તત્ત્વોમાં રુચિવાળા સમ્યગ્દ્રષ્ટિ પુરુષે [नित्यमपि] સદાય [अमूढद्रष्टित्वम्] મૂઢતારહિત શ્રદ્ધાન [कर्तव्यम्] કરવું જોઈએ.

ટીકાઃ– ‘‘तत्त्वरुचिना नित्यं अपि अमूढद्रष्टित्वं कर्तव्यम्’’–તત્ત્વશ્રદ્ધાનવાળા પુરુષે હંમેશા અમૂઢદ્રષ્ટિ થવું યોગ્ય છે. મૂઢદ્રષ્ટિ યથાર્થ જ્ઞાનરહિતનું નામ છે, તે શ્રદ્ધાનવાળા થવું યોગ્ય નથી. કયાં કયાં?

लोके લોકમાં ઘણા માણસો વિપરીત ભાવમાં પ્રવર્તતા હોય તોપણ પોતે તેમની જેમ (દેખાદેખીથી) ન પ્રવર્તવું.

शास्त्राभासे શાસ્ત્ર જેવા લાગતા, અન્ય વાદીઓએ નીપજાવેલા ગ્રન્થોમાં રુચિરૂપ ન પ્રવર્તવું

समयाभासे સાચા મત જેવા લાગતા અન્યમતમાં કોઈ ક્રિયા ભલી જેવી દેખીને તેમાં ભલું જાણીને ન પ્રવર્તવું. અથવા સમય એટલે પદાર્થ સરખાં લાગે તેવાં અન્યવાદીઓએ કહેલાં કલ્પિત તત્ત્વો તેમાં યુક્તિ જેવું જોઈને સત્યબુદ્ધિ ન કરવી.

देवताभासे દેવ જેવા પ્રતિભાસે એવા, અરિહંત દેવ સિવાય અન્ય દેવોમાં કાંઈક ચમત્કારાદિ દેખીને વિનયરૂપ ન પ્રવર્તવું કાર વડે બીજા પણ જે ગુરુ જેવા પ્રતિભાસે એવા વિષય–કષાય વડે લંપટી, વેશધારીઓ તેના પ્રત્યે વિનયરૂપ ન પ્રવર્તવું. એ પ્રમાણે યથાર્થ જ્ઞાનથી ભ્રષ્ટ થવાના કારણો તેમાં સાવધાન રહેવું. ૨૬.

ઉપગૂહન અંગ

धर्मोऽभिवर्द्धनीयः सदात्मनो मार्दवादिभावनया।
परदोषनिगूहनमपि
विघेयमुपबृंहणगुणार्थम्।। २७।।

અન્વયાર્થઃ– [उपबृंहणगुणार्थं] ઉપબૃંહણ નામના ગુણ અર્થે [मार्दवादिभावनया] માર્દવ, ક્ષમા, સંતોષાદિ ભાવનાઓ વડે [सदा] નિરંતર [आत्मनो धर्मः] પોતાના આત્માના ધર્મની અર્થાત્ શુદ્ધ સ્વભાવની [अभिवर्द्धनीयः] વૃદ્ધિ કરવી _________________________________________________________________

૧. ઉપગુહનત્વ મોક્ષમાર્ગ પોતે તો શુદ્ધ જ છે તેની અશક્ત અને અજ્ઞાની જીવોના આશ્રયે થતી નિંદાને દૂર કરવી તેને ઉપગૂહન કહે છે [સ્વસન્મુખતાના બળ વડે શુદ્ધિની વૃદ્ધિ કરવી તેને ઉપબૃંહણ અંગ કહે છે.] (ગા ૧પ રત્ન શ્રાવકાચાર)


Page 34 of 186
PDF/HTML Page 46 of 198
single page version

જોઇએ અને [परदोषनिगूहनमपि] બીજાના દોષોને ગુપ્ત રાખવા પણ [विधेयम्] જોઈએ. (એ પણ કર્તવ્ય છે.)

ટીકાઃ– ‘‘उपबृंहणं गुणार्थ मार्दवादिभावनया सदा आत्मनः धर्मः अभिवर्द्धनीयः’’। ઉપબૃંહણ નામના ગુણને માટે માર્દવ એટલે કોમળ પરિણામ અને આદિ શબ્દથી ક્ષમા, સંતોષાદિની ભાવના વડે સદા પોતાના આત્માનો નિજ સ્વભાવ પ્રગટપણે વધારવો.‘परदोषनिगूहनमपि विघेयम्।’– અન્ય જીવના જે કોઈ અક્રિયારૂપ દોષ હોય તેને પ્રગટ ન કરવા, દાબી દેવા એ પણ કરવું.

ભાવાર્થઃ– ઉપબૃંહણ નામ વધારવાનું છે. પોતાના આત્માનો ધર્મ વધારવો. વળી આ ધર્મનું નામ ઉપગૂહન પણ કહ્યું છે. તે અપેક્ષાએ દોષ ઢાંકવાનું કહ્યું. બીજાના દોષ પ્રગટ કરવાથી તેને દુઃખ ઊપજે છે. ૨૭.

સ્થિતિકરણ અંગ

कामक्रोधमदादिषु चलयितुमुदितेषु वर्त्मनो न्यायात्।
श्रुतमात्मनः परस्य च युक्त्या स्थितिकरणमपि कार्यम्।। २८।।

અન્વયાર્થઃ– [कामक्रोधमदादिषु] કામ, ક્રોધ, મદ, લોભાદિ વિકાર [न्यायात् वर्त्मनः] ન્યાયમાર્ગથી અર્થાત્ ધર્મમાર્ગથી चिलयितुम्] વિચલિત કરવાને માટે [उदितेषु] પ્રગટ થયા હોય ત્યારે [श्रुतं] શાસ્ત્ર અનુસાર [आत्मनः परस्य च] પોતાની અને પરની [स्थितिकरणं] સ્થિરતા [अपि] પણ [कार्यम्] કરવી જોઈએ.

ટીકાઃ– ‘‘काम क्रोध मदादिषु न्यायात् वर्त्मनः चलयितुं उदितेषु आत्मनः परस्य च श्रुतं युक्त्या स्थितिकरणं अपि कार्यम्।’’ મૈથુનના ભાવ, ક્રોધના, માનના ભાવ અને આદિ શબ્દથી લોભાદિકના ભાવ ન્યાયરૂપ ધર્મમાર્ગથી ભ્રષ્ટ કરનારા છે, માટે તે પ્રગટ થતાં પોતાને અને અન્ય જીવોને શાસ્ત્ર પ્રમાણે યુક્તિવડે ધર્મમાં સ્થિર કરવા તે કાર્ય પણ શ્રદ્ધાનવાળાએ કરવા યોગ્ય છે.

ભાવાર્થઃ– ભ્રષ્ટને ધર્મમાં સ્થાપવો તેનું નામ સ્થિતિકરણ કહીએ. ધર્મથી જે ભ્રષ્ટ થાય છે તે કામ, ક્રોધાદિને વશ થવાથી થાય છે. તેથી જો એના નિમિત્તે _________________________________________________________________

૧. સ્થિતિકરણત્વ સમ્યગ્દર્શનથી અને સમ્યગ્ચારિત્રથી ચલાયમાન થતાં જીવોને ધર્મવત્સલ વિદ્વાનો દ્વારા સ્થિરીભૂત કરવામાં આવે તેને સ્થિતિકરણ અંગ કહે છે. (ગા ૧૬)


Page 35 of 186
PDF/HTML Page 47 of 198
single page version

પોતાના પરિણામ ભ્રષ્ટ થાય તો પોતે યુક્તિ વડે ધર્મમાં સ્થિર થવું, અન્ય જીવ ભ્રષ્ટ થાય તો તેને જેમ બને તેમ ધર્મમાં દ્રઢ કરવો. ૨૮.

૭. વાત્સલ્ય અંગ

अनवरतमहिंसायां शिवसुखलक्ष्मीनिबन्धने धर्मे।
सर्वेष्वपि च सधर्मिषु
परमं वात्सल्यमालम्ब्यम्।। २९।।

અન્વયાર્થઃ– [शिवसुखलक्ष्मी निबन्धने] મોક્ષસુખરૂપ સંપદાના કારણભૂત [धर्मे] ધર્મમાં [अहिंसायां] અહિંસામાં [च] અને [सर्वेष्वपि] બધાય [सधार्मिषु] સાધર્મીજનોમાં [अनवरतं] સતત [परमं] ઉત્કૃષ્ટ [वात्सल्यं] વાત્સલ્ય અથવા પ્રીતિનું [आलम्ब्यम्] આલંબન કરવું જોઈએ.

ટીકાઃ– મોક્ષસુખની સંપદાના કારણભૂત એવો જે હિંસારહિત જિનપ્રણીત ધર્મ તેમાં અને તે ધર્મસહિત એવા બધાય ધર્મીઓમાં ઉત્કૃષ્ટ વાત્સલ્ય નિરંતર રાખવું.

ભાવાર્થઃ– વાત્સલ્ય ગાયને વાછરડા પ્રત્યે હોય તેવી પ્રીતિને કહે છે. જેમ વાછરડા પ્રત્યેના પ્રેમને લીધે ગાય સિંહની સામે જાય છે–એવા વિચારથી કે મારું ભક્ષણ કરીને આ વાછરડાનું ભલું થઈ જાય તો ઘણું સારું. એવી પ્રીતિ ધર્મમાં અને ધર્માત્મા સાધર્મીમાં જોઈએ. જે તન, મન, ધન, –સર્વસ્વ ખરચીને પોતાની પ્રીતિ પાળે. ૨૯.

૮ પ્રભાવના અંગ

आत्मा प्रभावनीयो रत्नत्रयतेजसा सततमेव।
दान तपोजिनपूजाविद्यातिशयैश्च जिनधर्मः।। ३०।।

અન્વયાર્થઃ– [सततमेव] નિરંતર[रत्नत्रयतेजसा] રત્નત્રયના તેજથી [आत्मा] પોતાના આત્માને [प्रभावनीयः] પ્રભાવનાયુક્ત કરવો જોઈએ. [च] અને [दानतपोजिनपूजाविद्यातिशयैः] દાન, તપ, જિનપૂજન અને વિદ્યાના અતિશયથી અર્થાત્ એની વૃદ્ધિ કરીને [जिनधर्मः] જૈનધર્મની [प्रभावनीयः] પ્રભાવના કરવી જોઈએ. _________________________________________________________________

૧. વાત્સલ્ય પોતાના સમૂહના ધર્માત્મા જીવોનો સાચા ભાવથી કપટ રહિત, યથાયોગ્ય સત્કાર કરવો તે.


Page 36 of 186
PDF/HTML Page 48 of 198
single page version

ટીકાઃ– ‘‘रत्नत्रयतेजसा सततं एव आत्मा प्रभावनीयः’’– રત્નત્રયના તેજથી નિરંતર પોતાના આત્માને પ્રભાવનાસંયુક્ત કરવો જોઈએ. અને ‘‘दानतपोजिनपूजाविद्यातिशयैः जिनधर्मः प्रभावनीयः’’– વળી દાન, તપ, જિનપૂજા, વિદ્યા, ચમત્કારાદિ વડે જૈનધર્મને પ્રભાવનાસંયુક્ત કરવો.

ભાવાર્થઃ– પ્રભાવના એટલે અત્યંતપણે પ્રગટ કરવું. પોતાના આત્માનો અતિશય તો રત્નત્રયનો પ્રતાપ વધવાથી પ્રગટ થાય છે. અને જૈનધર્મનો અતિશય ઘણાં દાન–દયાવડે ઉગ્ર તપ કરીને, ખૂબ ધન ખર્ચી ભગવાનની પૂજા કરાવીને, શાસ્ત્રાભ્યાસ કરીને તથા નિર્દોષ દેવાદિના ચમત્કારવડે (જૈનધર્મની મહિમા) પ્રગટ થાય છે, તેથી આવો અતિશય પ્રગટ કરવો. આ રીતે સમ્યકત્વનાં આઠ અંગ કહ્યાં તે કોઈ સમ્યગ્દ્રષ્ટિને પૂરેપરાં હોય છે, કોઈને થોડા હોય છે, કોઈને ગૌણપણે હોય છે, કોઈને મુખ્યરૂપે હોય છે. પરંતુ સમ્યકત્વની શોભા તો ત્યારે જ થાય જ્યારે એ આઠે અંગ સંપૂર્ણ મુખ્યપણે, પ્રગટ પ્રત્યક્ષ ભાસે. આ રીતે સમ્યકત્વ અંગીકાર કર્યા પછી ધર્મી ગૃહસ્થે શું કરવું તે આગળ કહીએ છીએ. ૩૦.

આ પ્રમાણે શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિ વિરચિત પુરુષાર્થસિદ્ધિ ઉપાય જેનું બીજું નામ પ્રવચનરહસ્ય કોષ છે તેમાં સમ્યગ્દર્શન વર્ણન નામે પ્રથમ અધિકાર. _________________________________________________________________

૧. પ્રભાવના અજ્ઞાન–અંધકારનો ફેલાવ તેને જે રીતે થઈ શકે તે રીતે દૂર કરીને જિનશાસનનાં માહાત્મ્યનો પ્રકાશ કરવો તે પ્રભાવના છે. (રત્ન. શ્રાવકાચાર ગા. ૧૮)


Page 37 of 186
PDF/HTML Page 49 of 198
single page version

इत्याश्रितसम्यक्त्वैः सम्यग्ज्ञानं निरुप्य यत्नेन।
आम्नाययुक्तियोगैः समुपास्यं नित्यमात्महितैः।। ३१।।

पृथगाराधनमिष्टं दर्शनसहभाविनोऽपि बोधस्य।
लक्षणभेदेन यतो नानात्वं संभवत्यनयोः।। ३२।।

અન્વયાર્થઃ– [इति] એ રીતે [आश्रितसम्यक्त्वैः] જેમણે સમ્યકત્વનો આશ્રય લીધો છે તેવા [आत्महितैः] આત્માના હિતકારી પુરુષોએ [नित्यं] સર્વદા [आम्नाययुक्तियोगैः] જિનાગમની પરંપરા અને યુક્તિ અર્થાત્ પ્રમાણ નયના અનુયોગવડે [निरुप्य] વિચારીને [यत्नेन] પ્રયત્નપૂર્વક [सम्यग्ज्ञानं] સમ્યગ્જ્ઞાનનું [समुपास्यं] સારી રીતે સેવન કરવું યોગ્ય છે. [दर्शनसहभाविनोऽपि] સમ્યગ્દર્શનની સાથે ઉત્પન્ન થવા છતાં પણ [बोधस्य] સમ્યગ્જ્ઞાનનું [पृथगाराधनं] જુદું જ આરાધન કરવું [इष्टं] કલ્યાણકારી છે. [यतः] કારણ કે [अनयोः] આ બન્નેમાં અર્થાત્ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનમાં [लक्षणभेदेन] લક્ષણના ભેદથી [नानात्वं] ભિન્નતા [संभवति] સંભવે છે.

ટીકાઃ– ‘‘इत्याश्रित सम्यक्त्वैः आत्महितै च यत्नेन सम्यग्ज्ञानं समुपास्यम्’’– રીતે જેમણે સમ્યકત્વ અંગીકાર કર્યું એવા પોતાના આત્માનું હિત કરનાર ધર્માત્મા જીવોએ જે– તે ઉપાયે સમ્યગ્જ્ઞાન સેવવું યોગ્ય છે.

ભાવાર્થઃ– સમ્યકત્વને અંગીકાર કર્યા પછી સમ્યગ્જ્ઞાન ને અંગીકાર કરવું. किं कृत्य– કેવી રીતે સેવવું? ‘‘आम्नाययुक्तियोगैः निरुप्य’’ આમ્નાય એટલે જિનાગમની પરંપરા અને યુક્તિ એટલે પ્રમાણ– નયના અનુયોગથી સારી રીતે તે સમ્યગ્જ્ઞાનનો વિચાર–નિર્ણય કરીને તેનું સેવન કરવું.

ભાવાર્થઃ– જે પદાર્થનું સ્વરૂપ જિનાગમની પરંપરા સાથે મળતું આવે તેને પ્રમાણ– નયવડે પોતાના ઉપયોગમાં બરાબર ગોઠવી, યથાર્થ જાણે તેનું નામ સમ્યગ્જ્ઞાનનું સેવવું. તે પ્રમાણ–નયનું સ્વરૂપ થોડું લખીએ છીએ.


Page 38 of 186
PDF/HTML Page 50 of 198
single page version

પ્રમાણ–નયનું સંક્ષેપ સ્વરૂપ

પ્રમાણ નામ સમ્યગ્જ્ઞાનનું છે. તે પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદથી બે પ્રકારે છે. ત્યાં પ્રત્યક્ષના બે ભેદ છે. જે જ્ઞાન કેવળ આત્માને જ આધીન થઈ જેટલો પોતાનો વિષય છે તેને વિશદતાથી સ્પષ્ટ જાણે તેને પારમાર્થિક પ્રત્યક્ષ કહીએ. તેના પણ બે ભેદ છે. અવિધજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન તો એકદેશ પ્રત્યક્ષ છે, કેવળજ્ઞાન સર્વપ્રત્યક્ષ છે વળી જે નેત્રાદિ ઈન્દ્રિયો દ્વારા વર્ણાદિકને સાક્ષાત્ ગ્રહણ કરે અર્થાત્ જાણે તેને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહીએ. પરમાર્થથી આ જાણવું પરોક્ષ જ છે, કારણ કે સ્પષ્ટ જાણપણું નથી. તેનું ઉદાહરણઃ– જેમ આંખ વડે કોઈ વસ્તુને સફેદ જાણી, તેમાં મલિનતાનું પણ મિશ્રણ છે. અમુક અંશ શ્વેત છે અને અમુક મલિન છે એમ આને સ્પષ્ટ પ્રતિભાસતું નથી તેથી એને વ્યવહારમાત્ર પ્રત્યક્ષ છે પરંતુ આચાર્ય પરોક્ષ જ કહે છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનથી જે જાણવું થાય તે બધું પરોક્ષ નામ પામે છે.

પરોક્ષ પ્રમાણ– જે જ્ઞાન પોતાના વિષયને સ્પષ્ટ ન જાણે તેને પરોક્ષ પ્રમાણ કહીએ. તેના પાંચ ભેદ છે. ૧. સ્મૃતિ, ૨. પ્રત્યભિજ્ઞાન, ૩. તર્ક, ૪.અનુમાન, પ. આગમ. આ પાંચ ભેદ જાણવા.

૧. સ્મૃતિ– પૂર્વે જે પદાર્થને જાણ્યો હતો તેને યાદ કરીને કાળાંતરમાં જે જાણીએ તેને સ્મૃતિ કહીએ છીએ.

૨. પ્રત્યભિજ્ઞાન– જેમ પહેલાં કોઈ પુરુષને જોયો હતો પછી તેને યાદ કર્યો કે આ તે જ પુરુષ છે જેને મેં પહેલાં જોયો હતો. જે પહેલાંની વાત યાદ કરીને પ્રત્યક્ષ પદાર્થનો નિશ્ચય કરવામાં આવે તેને પ્રત્યભિજ્ઞાન કહીએ છીએ. જેમ પહેલાં એમ સાંભળ્‌યું હતું કે રોઝ નામનું જાનવર (પશુ) ગાય જેવું હોય છે. ત્યાં કદાચ વનમાં રોઝને જોયું ત્યારે એ વાત યાદ કરી કે ગાય જેવું રોઝ હોય છે એમ સાંભળ્‌યું હતું તે રોઝ જાનવર આ જ છે.

૩. તર્ક– વ્યાપ્તિના જ્ઞાનને તર્ક કહીએ છીએ. ‘આના વિના તે નહિ’ એને વ્યાપ્તિ કહીએ. જેમ અગ્નિ વિના ધૂમાડો ન હોય, આત્મા વિના ચેતના ન હોય. આ વ્યાપ્તિના જ્ઞાનને તર્ક કહીએ.

૪. અનુમાન–લક્ષણવડે પદાર્થનો નિશ્ચય કરીએ તેને અનુમાન કહીએ છીએ. જેમ કોઈ પર્વતમાંથી ધૂમાડો નીકળતો દેખી નિશ્ચય કરવો કે અહીં અગ્નિ છે.

પ. આગમ– આપ્તનાં વચનના નિમિત્તે પદાર્થને જાણવો તેને આગમ કહીએ


Page 39 of 186
PDF/HTML Page 51 of 198
single page version

છીએ. જેમ શાસ્ત્ર વડે લોકનું સ્વરૂપ જાણીએ. આ રીતે પાંચ ભેદ પરોક્ષ પ્રમાણના જાણવા.

નય

શ્રુતજ્ઞાનપ્રમાણનો જે અંશ તેને નય કહીએ. પ્રમાણવડે જે પદાર્થ જાણ્યો હતો તેના એક ધર્મને મુખ્ય કરીને અનુભવ કરાવે તેને નય કહીએ. તેના બે ભેદ છે. (દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક) જે દ્રવ્યને મુખ્ય કરી અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિક નય. તેના ત્રણ ભેદ છે.

૧. નૈગમ– જે સકંલ્પ માત્રથી પદાર્થનું ગ્રહણ કરવું–જાણવું તેને નૈગમ કહીએ. જેમકે કથરોટ બનાવવા માટે કોઈ લાકડું લેવા જાય છે, તેને કોઈએ પૂછયું, ‘‘તું કયાં જાય છે?’’ તેણે ઉત્તર આપ્યો કે હું કથરોટ લેવા જાઉ છું. જ્યાં તે જાય છે ત્યાં તેને કથરોટ તો નહિ મળે પણ ત્યાંથી લાકડું લાવી તે કથરોટ બનાવશે.

૨. સંગ્રહ– સામાન્યરૂપથી પદાર્થોના ગ્રહણને સંગ્રહનય કહીએ છીએ. જેમકે– છ જાતિના સમસ્ત દ્રવ્યો દ્રવ્યસંજ્ઞા–લક્ષણ સહિત છે. એ છ દ્રવ્યોના સમૂહને દ્રવ્ય કહેવું તે.

૩. વ્યવહારનય– સામાન્યરૂપથી જાણેલ દ્રવ્યના વિશેષ (ભેદ) કરવા તેને વ્યવહાર કહીએ. જેમકે દ્રવ્યના છ ભેદ કરવા. આ રીતે એટલા દ્રવ્યાર્થિકનય કહ્યા.

પર્યાયાર્થિકનયના ચાર ભેદ છે. ઋજુસૂત્રનય વર્તમાન પર્યાયમાત્રને જાણે છે. શબ્દનય, સમભિરૂઢ અને એવંભૂતનય તે શબ્દનય છે.

પદાર્થમાં જ મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન તો અવશ્ય થાય છે પરંતુ એના વિશેષ વડે જુદું આરાધન કરવાનું કહ્યું છે. શા માટે? ‘‘यतः लक्षणभेदेन अनयोः नानात्वं संभवति।’’ કારણ કે લક્ષણભેદથી એ બન્નેમાં ભિન્નપણું સંભવે છે. સમ્યકત્વનું લક્ષણ યથાર્થ શ્રદ્ધાન છે, આનું (– જ્ઞાનનું) લક્ષણ યથાર્થ જાણવું છે, તેથી એને જુદા કહ્યા. ૩૧–૩૨

આગળ સમ્યકત્વ પછી જ્ઞાન કહેવાનું કારણ બતાવે છેઃ–

सम्यग्ज्ञानं कार्यं सम्यक्त्वं कारणं वदन्ति जिनाः।
ज्ञानाराधनमिष्टं सम्यक्त्वानन्तरं तस्मात्।। ३३।।


Page 40 of 186
PDF/HTML Page 52 of 198
single page version

અન્વયાર્થઃ– [जिनाः] જિનેન્દ્રદેવ [सम्यग्ज्ञानं] સમ્યગ્જ્ઞાનને [कार्यं] કાર્ય અને [सम्यक्त्वं] સમ્યકત્વને [कारणं] કારણ [वदन्ति] કહે છે. [तस्मात्] તેથી [सम्यक्त्वानन्तरं] સમ્યકત્વ પછી તુરત જ [ज्ञानाराधनं] જ્ઞાનની આરાધના [इष्टम्] યોગ્ય છે.

ટીકાઃ– ‘‘जिनाः सम्यग्ज्ञानं कार्यं सम्यक्त्वं कारणं वदन्ति’’– જિનદેવ સમ્યગ્જ્ઞાનને કાર્ય કહે છે, સમ્યકત્વને કારણ કહે છે.

ભાવાર્થઃ– મતિજ્ઞાન પદાર્થને તો જાણતું હતું પરંતુ સમ્યકત્વ વિના તેનું નામ કુમતિ અને કુશ્રુતજ્ઞાન હતું તે જ જ્ઞાન જે સમયે સમ્યકત્વ થયું તે જ સમયે મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન નામ પામ્યું, તેથી જ્ઞાન તો હતું પણ સમ્યક્પણું સમ્યક્ત્વથી જ થયું. માટે સમ્યકત્વ તો કારણરૂપ છે, સમ્યગ્જ્ઞાન કાર્યરૂપ છે. ‘तस्मात् सम्यक्त्वानन्तरं ज्ञानाराधनं इष्टम्’– માટે સમ્યકત્વ પછી જ જ્ઞાનની આરાધના યોગ્ય છે. કારણ કે કારણથી કાર્ય થાય છે. ૩૩.

પ્રશ્નઃ– કારણ–કાર્ય તો આગળ–પાછળ હોય તો કહેવાય. આ તો બન્ને સાથે છે તો કારણ–કાર્યપણું કેવી રીતે સંભવે છે? તેનો ઉત્તર આગળ કહે છે.

कारणकार्यविधानं समकालं जायमानयोरपि हि।
दीपप्रकाशयोरिव सम्यक्त्वज्ञानयोः सुघटम्।। ३४।।

અન્વયાર્થઃ– [हि] ખરેખર [सम्यक्त्वज्ञानयोः] સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન બન્ને [समकालं] એક સમયે [जायमानयोः अपि] ઉત્પન્ન થવા છતાં પણ [दीपप्रकाशयोः] દીવો અને પ્રકાશની [इव] જેમ [कारणकार्यविधानं] કારણ અને કાર્યની વિધિ [सुधटम्] સારી રીતે ઘટિત થાય છે.

ટીકાઃ– ‘‘हि सम्यक्त्वज्ञानयोः समकालं जायमानयोः अपि कारणकार्यविधानं सुधटम्’’– નિશ્ચયથી સમ્યગ્દર્શન સમ્યગ્જ્ઞાન એક જ સમયે ઉત્પન્ન થાય છે. તોપણ તેમાં કારણ–કાર્યનો પ્રકાર યથાર્થ વર્તે છે. કયા દ્રષ્ટાંતે? ‘दीपप्रकाशयोः इव’– જેમ દીવો અને પ્રકાશ એક જ સમયે પ્રગટ થાય છે તોપણ દીવો પ્રકાશનું કારણ છે, પ્રકાશ કાર્ય છે, કેમકે દીવાથી પ્રકાશ થાય છે. તેવી રીતે સમ્યગ્દર્શન સમ્યગ્જ્ઞાનનું કારણ છે સમ્યગ્જ્ઞાન કાર્ય છે; કેમકે સમ્યકત્વથી સમ્યગ્જ્ઞાન નામ પામે છે. ૩૪.


Page 41 of 186
PDF/HTML Page 53 of 198
single page version

આ સમ્યગ્જ્ઞાનનું લક્ષણ કહે છેઃ–

कर्त्तव्योऽध्यवसायः सदनेकान्तात्मकेषु तत्त्वेषु।
संशयविपर्य्ययानध्यवसायविविक्तमात्मरुपं तत्।। ३५।।

અન્વયાર્થઃ– [सदनेकान्तात्मकेषु] પ્રશસ્ત અનેકાન્તાત્મક અર્થાત્ અનેક સ્વભાવવાળા [तत्त्वेषु] તત્ત્વો અથવા પદાર્થોમાં [अध्यवसायः] નિર્ણય [कर्त्तव्यः] કરવા યોગ્ય છે અને [तत्] તે સમ્યગ્જ્ઞાન [संशयविपर्य्ययानध्यवसायविविक्तं] સંશય, વિપર્યય અને વિમોહ રહિત [आत्मरुपं] આત્માનું નિજ સ્વરૂપ છે.

ટીકાઃ– ‘‘सदनेकान्तात्मकेषु तत्त्वेषु अध्यवसायः कर्तव्यः’– અનેકાન્ત છે સ્વભાવ જેનો એવા પદાર્થોમાં જાણપણું કરવું યોગ્ય છે.

ભાવાર્થઃ– પદાર્થના સ્વરૂપને યથાર્થ જાણવાનું નામ સમ્યગ્જ્ઞાન છે. તે પદાર્થ અનેકાન્ત સ્વભાવને ધારણ કરે છે. અનેક ઘણા, અંત ધર્મ. એમ પોતાના અનંતધર્મને–સ્વભાવને ધારણ કરે છે તેનું જાણપણું અવશ્ય કરવું જોઈએ. જો સમ્યક્ પ્રકારે વસ્તુને ઓળખે તો કરોડો કારણ મળવા છતાં પણ અશ્રદ્ધાની ન થાય. ‘तत् आत्मरुपं वर्तते’– તે સમ્યગ્જ્ઞાન આત્માનું સ્વરૂપ છે. કારણ કે જે આ સાચું જ્ઞાન ઉત્પન્ન થયું છે તે કેવળજ્ઞાનમાં મળી શાશ્વત રહેશે. કેવું છે જ્ઞાન? ‘संशयविपर्ययाध्यवसाय विविक्तम्’– સંશય, વિપર્યય અને વિમોહ–એ ત્રણ ભાવથી રહિત છે.

સંશયઃ– વિરુદ્ધ બે તરફનું જ્ઞાન હોય તેને સંશય કહે છે. જેમ રાત્રે કોઈને જોઈને સંદેહ થયો કે આ પદાર્થ માણસ પણ પ્રતિભાસે છે અને વ્યંતર જેવો પણ પ્રતિભાસે છે.

વિપર્યયઃ– અન્યથા (વિપરીત) રૂપ એક તરફનું જ્ઞાન હોય તેને વિપર્યય કહે છે. જેમકે મનુષ્યમાં વ્યંતરની પ્રતીતિ કરવી.

અનધ્યવસાયઃ– ‘કાંઈક છે’ એટલું જ જાણપણું હોય, વિશેષ વિચાર ન કરે તેને અનધ્યવસાય (અથવા વિમોહ) કહે છે. જેમકે ગમન કરતાં તૃણના સ્પર્શનું જ્ઞાન થાય તે. આ ત્રણ ભાવથી રહિત યથાર્થ જ્ઞાનનું નામ સમ્યગ્જ્ઞાન કહીએ. અહીં ઘટપટાદિ પદાર્થોના વિશેષ જાણવા માટે ઉદ્યમી રહેવાનું બતાવ્યું નથી પણ સંસાર–મોક્ષના કારણભૂત જે પદાર્થો છે તેને યથાર્થ જાણવા માટે ઉદ્યમી રહેવાનો ઉપદેશ આપ્યો છે.


Page 42 of 186
PDF/HTML Page 54 of 198
single page version

પ્રશ્નઃ– સમ્યગ્દ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિને જાણપણું તો એકસરખું હોય છે છતાં સમ્યક્પણું અને મિથ્યાપણું નામ શા માટે પામ્યું?

ઉત્તરઃ– સમ્યગ્દ્રષ્ટિને મૂળભૂત જીવાદિ પદાર્થોની ખબર છે તેથી જેટલા ઉત્તર પદાર્થો (વિશેષ પદાર્થો) જાણવામાં આવે તે બધાને યથાર્થપણે સાધે છે તેથી સમ્યગ્દ્રષ્ટિના જ્ઞાનને સમ્યક્રૂપ કહ્યું છે. મિથ્યાદ્રષ્ટિને મૂળ પદાર્થોની ખબર નથી તેથી જેટલા ઉત્તર પદાર્થો જાણવામાં આવે તે સર્વને પણ અયથાર્થરૂપ સાધે છે તેથી મિથ્યાદ્રષ્ટિના જ્ઞાનને મિથ્યારૂપ કહીએ છીએ.૩પ.

આગળ આ સમ્યગ્જ્ઞાનનાં આઠ અંગ કહે છેઃ–

ग्रन्थार्थोभयपूर्णं काले विनयेन सोपधानं च।
बहुमानेन समन्वितमनिह्नवं ज्ञानमाराध्यम्।। ३६।।

અન્વયાર્થઃ– [ग्रन्थार्थोभयपूर्णं] ગ્રન્થરૂપ [શબ્દરૂપ], અર્થરૂપ અને ઉભય અર્થાત્ શબ્દ અર્થરૂપ શુદ્ધતાથી પરિપૂર્ણ, [काले] કાળમાં અર્થાત્ અધ્યયનકાળમાં આરાધવા યોગ્ય, [विनयेन] મન, વચન, કાયાની શુદ્ધતાસ્વરૂપ વિનય [च] અને [सोपधानं] ધારણા યુક્ત [बहुमानेन] અત્યંત સન્માનથી અર્થાત્ દેવ–ગુરુ–શાસ્ત્રનાં વંદન, નમસ્કારાદિ [समन्वितं] સહિત તથા [अनिह्नवं] વિદ્યાગુરુને છુપાવ્યા વિના [ज्ञानं] જ્ઞાન [आराध्यम्] આરાધવા યોગ્ય છે.

ટીકાઃ– ‘ज्ञानं आराध्यम्’ શ્રદ્ધાવાન પુરુષોએ સમ્યગ્જ્ઞાન આરાધવા યોગ્ય છે. કેવું છે જ્ઞાન? ‘ग्रन्थार्थोभयपूर्णम्’– શબ્દરૂપ છે, અર્થરૂપ છે, અને ઉભયથી પૂર્ણ છે.

ભાવાર્થઃ– ૧. વ્યંજનાચાર– જ્યાં માત્ર શબ્દના પાઠનું જ જાણપણું હોય તેને વ્યંજનાચાર અંગ કહીએ.

૨. અર્થાચાર– જ્યાં કેવળ અર્થ માત્રના પ્રયોજન સહિત જાણપણું હોય તેને અર્થાચાર કહીએ અને

૩. ઉભયાચાર–જ્યાં શબ્દ અને અર્થ બન્નેમાં સમ્પૂર્ણ જાણપણું હોય તેને શબ્દાર્થ ઉભયપૂર્ણ અંગ કહીએ. આ ત્રણ અંગ કહ્યા. વળી જ્ઞાન કયારે આરાધવું?

૪. કાલાચાર– કાળે જે કાળે જે જ્ઞાનનો વિચાર જોઈએ તે જ કરવો (સૂર્યોદય, સૂર્યાસ્ત, બપોર અને મધ્યરાત્રિ તેના પહેલા અને પછીના મુહૂર્ત તે સંધ્યાકાળ છે, તે કાળ છોડીને બાકીના ચાર ઉત્તમ કાળોમાં પઠન–પાઠનાદિરૂપ સ્વાધ્યાય


Page 43 of 186
PDF/HTML Page 55 of 198
single page version

કરવો તેને કાલાચાર કહે છે. ચારે સંધ્યાકાળની છેલ્લી બે ઘડીઓમાં, દિગૂદાહ, ઉલ્કાપાત, વજ્રપાત, ઈન્દ્રધનુષ્ય, સૂર્ય–ચંદ્રગ્રહણ, તોફાન, ભૂકમ્પ, આદિ ઉત્પાતોના કાળે સિદ્ધાન્તગ્રન્થોનું પઠન–પાઠન વર્જિત છે. હાં, સ્તોત્ર–આરાધના, ધર્મકથાદિકના ગ્રંથ વાંચી શકાય છે.)

પ. વિનયાચાર– વળી કેવી રીતે જ્ઞાન આરાધવું? विनयेनનમ્રતાયુક્ત થવું, ઉદ્ધત ન થવું.

૬. ઉપધાનાચાર– વળી કેવું જ્ઞાન આરાધવું? सोपधानंધારણા સહિત જ્ઞાનને ભૂલવું નહિં; ઉપધાનસહિત ખૂબ જ્ઞાનનું આરાધન કરવું તે છઠ્ઠું અંગ છે.

૭. બહુમાનાચાર– તથા કેવું છે જ્ઞાન? बहुमानेन समन्वितम्જ્ઞાનનો, પુસ્તક– શાસ્ત્રનો અથવા શીખવનારનો ખૂબ આદર કરવો–તે સહિત જ્ઞાનનું આરાધન તે સાતમું અંગ છે.

૮. અનિહ્નવાચાર– વળી કેવું જ્ઞાન? ‘अनिह्नवंજે શાસ્ત્ર તથા ગુરુથી પોતાને જ્ઞાન થયું છે તેને છુપાવવા નહીં. આ આઠ અંગ (સમ્યગ્જ્ઞાનના વિનયનાં) છે. આ રીતે સમ્યગ્જ્ઞાન અંગીકાર કરવું. ૩૬.

એમ શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિ વિરચિત પુરુષાર્થસિદ્ધિ–ઉપાય જેનું બીજું નામ જિનપ્રવચનરહસ્ય કોષ છે તેમાં સમ્યગ્જ્ઞાન વર્ણન નામનો બીજો અધિકાર.


Page 44 of 186
PDF/HTML Page 56 of 198
single page version

સમ્યગ્જ્ઞાન અંગીકાર કર્યા પછી ધર્માત્મા પુરુષોએ શું કરવું તે કહીએ છીએઃ–

विगलितदर्शनमोहैः समञ्जसज्ञानविदिततत्त्वार्थैः।
नित्यमपि निःप्रकम्पैः सम्यक्चारित्रमालम्ब्यम्।। ३७।।

અન્વયાર્થઃ– [विगलितदर्शनमोहैः] જેમણે દર્શનમોહનો નાશ કર્યો છે, [समञ्जसज्ञानविदिततत्त्वार्थैः] સમ્યગ્જ્ઞાન વડે જેમણે તત્ત્વાર્થ જાણ્યા છે, [नित्यमपि निःप्रकम्पैः] જે સદાકાળ અકંપ અર્થાત્ દ્રઢચિત્તવાળા છે એવા પુરુષો દ્વારા [सम्यक्चारित्रं] સમ્યક્ચારિત્ર [आलम्ब्यम्] અવલંબન કરવા યોગ્ય છે.

ટીકાઃ– ‘सम्यक्चारित्रं आलम्ब्यम्’– સમ્યક્ચારિત્ર અંગીકાર કરવું. કેવા જીવોએ સમ્યક્ચારિત્ર અંગીકાર કરવું? ‘विगलितदर्शनमोहैः’– જેમના દર્શનમોહનો નાશ થયો છે અને દર્શનમોહના નાશથી જે તત્ત્વશ્રદ્ધાની થયા છે. વળી કેવા છે? ‘समञ्जसज्ञानविदिततत्त्वार्थैः’– જેમણે સમ્યગ્જ્ઞાનથી તત્ત્વાર્થ જાણ્યા છે. વળી કેવા છે? ‘नित्यमपि निःप्रकम्पैः’– ધારણ કરેલા આચરણમાં નિરન્તર નિષ્કંપ છે. ગ્રહણ કરેલા આચરણને કોઈપણ રીતે છોડતા નથી. એવા જીવોએ સમ્યક્ચારિત્ર અંગીકાર કરવું.

ભાવાર્થઃ– પહેલાં સમ્યદ્રષ્ટિ થઈને સમ્યગ્જ્ઞાની થાય અને પછી નિશ્ચલવૃત્તિ ધારણ કરીને સમ્યક્ચારિત્ર અંગીકાર કરવાનું કારણ કહે છે. ૩૭.

न हि सम्यग्व्यपदेशं चरित्रमज्ञानपूर्वकं लभते।
ज्ञानानन्तरमुक्तं चारित्राराधनं तस्मात्।। ३८।।

અન્વયાર્થઃ– [अज्ञानपूर्वकं चरित्रं] અજ્ઞાન સહિતનું ચારિત્ર [सम्यग्व्यपदेशं] સમ્યક્ નામ [न हि लभते] પામતું નથી. [तस्मात्] માટે [ज्ञानानन्तरं] સમ્યગ્જ્ઞાન પછી [चारित्राराधनं] ચારિત્રનું આરાધન [उक्तम्] કહ્યું છે.

ટીકાઃ– ‘अज्ञानपूर्वकं चारित्रं सम्यग्व्यपदेशं न हि लभते’ જેની પૂર્વે અજ્ઞાન ભાવ છે તેનું ચારિત્ર સમ્યક્ નામ પામતું નથી. પહેલાં જો સમ્યગ્જ્ઞાન ન હોય અને પાપક્રિયાનો ત્યાગ કરી ચારિત્રભાર ધારણ કરે તો તે ચારિત્ર સમ્યક્ નામ પામતું નથી.


Page 45 of 186
PDF/HTML Page 57 of 198
single page version

જેમ જાણ્યા વિના ઔષધિનું સેવન કરે તો મરણ જ થાય, તેમ જ્ઞાન વિના ચારિત્રનું સેવન સંસાર વધારે છે. જીવ વિનાના મૃત શરીરમાં ઈન્દ્રિયના આકાર શા કામના? તેમ જ્ઞાન વિના શરીરનો વેશ કે ક્રિયાકાંડના સાધનથી શુદ્ધોપયોગની પ્રાપ્તિ થતી નથી. ‘तस्मात् ज्ञानानन्तरं चारित्राराधनं उक्तम्’– માટે સમ્યગ્જ્ઞાન મેળવ્યા પછી ચારિત્રનું આરાધન કહ્યું છે. ૩૮.

ચારિત્રનું લક્ષણ

चारित्रं भवति यतः समस्तसावद्ययोगपरिहरणात्।
सकलकषायविमुक्तं
विशदमुदासीनमात्मरुपं तत्।। ३९।।

અન્વયાર્થઃ– [यतः] કારણ કે [तत्] તે [चारित्रं] ચારિત્ર [समस्तसावद्ययोगपरिहरणात्] સમસ્ત પાપયુક્ત મન, વચન, કાયાના યોગના ત્યાગથી, [सकलकषायविमुक्तं] સંપૂર્ણ કષાય રહિત, [विशदं] નિર્મળ, [उदासीनं] પરપદાર્થોથી વિરક્તતારૂપ અને [आत्मरुपं] આત્મસ્વરૂપ [भवति] હોય છે.

ટીકાઃ– ‘यतः समस्त सावद्ययोगपरिहरणात् चारित्रं भवति’– સમસ્ત પાપસહિત મન, વચન, કાયાના યોગનો ત્યાગ કરવાથી ચારિત્ર થાય છે. મુનિ પહેલાં સામાયિક ચારિત્ર અંગીકાર કરે છે ત્યારે એવી પ્રતિજ્ઞા કરે છે. ‘अहं सर्वसावद्ययोगविरतोऽस्मि’– હું સર્વપાપસહિતના યોગનો ત્યાગી છું. કેવું છે. ચારિત્ર? ‘सकलकषायविमुक्तम्’– સમસ્ત કષાયોથી રહિત છે. સમસ્ત કષાયનો અભાવ થતાં યથાખ્યાત ચારિત્ર થાય છે. વળી કેવું છે? ‘विशदम्’– નિર્મળ છે. આત્મસરોવર કષાયરૂપી કાદવથી મેલું હતું કષાય જતાં સહેજે નિર્મળતા થઈ. વળી કેવું છે? ‘उदासीनम्’– પરદ્રવ્યથી વિરક્ત સ્વરૂપ છે. ‘तत् आत्मरुपं वर्तते– તે ચારિત્ર આત્માનું સ્વરૂપ છે. કષાયરહિત જે આત્માનું સ્વરૂપ પ્રગટ થયું તે જ સદાકાળ રહેશે, તે અપેક્ષાએ આત્માનું સ્વરૂપ છે, નવીન આવરણ કદીપણ નથી. સામાયિક ચારિત્રમાં સકળચારિત્ર થયું પણ સંજ્વલન કષાયના સદ્ભાવથી મલિનતા ન ગઈ. તેથી જ્યારે સકળ કષાયરહિત થયા ત્યારે યથાખ્યાત નામ પામ્યું, જેવું ચારિત્રનું સ્વરૂપ હતું તેવું પ્રગટ થયું.

પ્રશ્નઃ– શુભોપયોગરૂપ ભાવ છે તે ચારિત્ર છે કે નહિ?

ઉત્તરઃ– શુભોપયોગરૂપ વિશુદ્ધ પરિણામોથી હોય છે. વિશુદ્ધતા નામ મંદ કષાયનું છે. તેથી કષાયની હીનતાથી કથંચિત્ ચારિત્ર નામ પામે છે.


Page 46 of 186
PDF/HTML Page 58 of 198
single page version

પ્રશ્નઃ– દેવ–ગુરુ–શાસ્ત્ર, શીલ, તપ, સંયમાદિમાં અત્યંત રાગરૂપ પ્રવર્તે તેને મંદ કષાય કેવી રીતે કહેવાય?

ઉત્તરઃ– વિષય–કષાયાદિના રાગની અપેક્ષાએ તે મંદ કષાય જ છે. કારણ કે એના રાગમાં ક્રોધ, માન, માયા તો છે જ નહિ. એને પ્રીતિભાવની અપેક્ષાએ લોભ છે. તેમાં પણ કાંઈ સાંસારિક પ્રયોજન નથી, તેથી લોભ–કષાયની પણ મંદતા છે. ત્યાં પણ જ્ઞાની જીવ રાગભાવના પ્રેર્યા, અશુભ રાગ છોડી શુભ રાગમાં પ્રવર્તે છે, શુભ રાગને ઉપાદેયરૂપ તો શ્રદ્ધતા નથી પણ તેને પોતાના શુદ્ધોપયોગરૂપ ચારિત્રમાં મલિનતાનું કારણ જ જાણે છે. અશુભોપયોગમાં તો કષાયની તીવ્રતા થઈ છે તેથી તે કોઈ પણ પ્રકારે ચારિત્ર નામ પામતુ નથી. ૩૯.

ચારિત્રના ભેદ

हिंसातोऽनृतवचनात्स्तेयादब्रह्मतः परिग्रहतः।
कार्त्स्न्यैकदेशविरतेश्चारित्रं
जायते द्विविधम्।। ४०।।

અન્વયાર્થઃ– [हिंसात] હિંસાથી, [अनृतवचनात्] અસત્ય ભાષણથી, [स्तेयात्] ચોરીથી, [अब्रह्मतः] કુશીલથી અને [परिग्रहतः] પરિગ્રહથી [कार्त्स्न्यैकदेशविरते] સર્વદેશ અને એકદેશ ત્યાગથી તે [चारित्रं] ચારિત્ર [द्विविधम्] બે પ્રકારનું [जायते] હોય છે.

ટીકાઃ– ‘चारित्रं द्विविधं जायते’– ચારિત્ર બે પ્રકારે ઊપજે છે. કેવી રીતે? ‘हिंसातः, अनृतवचनात्, स्तेयात्, अब्रह्मतः, परिग्रहतः, कार्त्स्न्यैकदेशविरतेः– હિંસા, જૂઠું, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહના સર્વદેશ અને એકદેશ ત્યાગથી. ચારિત્રના બે ભેદ છે.

ભાવાર્થઃ– હિંસાદિકનું વર્ણન આગળ કરીશું. તેના સર્વથા ત્યાગને સકળચારિત્ર કહીએ અને એકદેશ ત્યાગને દેશચારિત્ર કહીએ. ૪૦.

આગળ આ બન્ને પ્રકારના ચારિત્રના સ્વામી બતાવે છેઃ–

निरतः कार्त्स्न्यनिवृत्तौ भवति यतिः समयसारभूतोऽयम्।
या त्वेकदेशविरतिर्निरतस्तस्यामुपासको
भवति।। ४१।।


Page 47 of 186
PDF/HTML Page 59 of 198
single page version

અન્વયાર્થઃ– [कार्त्स्न्यनिवृत्तौ] સર્વથા–સર્વદેશ ત્યાગમાં [निरतः] લીન [अयं यतिः] આ મુનિ [समयसारभूतः] શુદ્ધોપયોગરૂપ સ્વરૂપમાં આચરણ કરનાર [भवति] હોય છે. [या तु एकदेशविरतिः] અને જે એકદેશવિરતિ છે [तस्यां निरतः] તેમાં લાગેલો [उपासकः] ઉપાસક અર્થાત્ શ્રાવક [भवति] હોય છે.

ટીકાઃ– ‘‘कार्त्स्न्यनिवृत्तौ निरतः अयं यतिः भवति’’– (અંતરંગમાં તો ત્રણ કષાયરહિત શુદ્ધિનું બળ છે જેને તથા) પાંચ પાપના સર્વથા–સર્વદેશ ત્યાગમાં જે જીવ લાગેલો છે તે મુનિ છે. ‘‘अयं समयसारभूतः’’–આ મુનિ શુદ્ધોપયોગરૂપ શુદ્ધાત્માસ્વરૂપ જ છે. મુનિ છે તે શુદ્ધોપયોગસ્વરૂપ જ છે. જે શુભોપયોગરૂપ ભાવ છે તે પણ આ મુનિની પદવીમાં કાલિમા સમાન છે. ‘‘तु एकदेशविरतिः तस्यां निरतः उपासकः भवति’’– જે પાંચ પાપના કદાચિત્ એકદેશ ત્યાગમાં લાગેલો જીવ છે તે શ્રાવક છે.

ભાવાર્થઃ–

સકળચારિત્રના સ્વામી તો મુનિ છે અને દેશચારિત્રના સ્વામી શ્રાવક

છે.૪૧.

આગળ કહે છે કે આ પાંચ પાપ એક હિંસારૂપ જ છેઃ–

आत्मपरिणामहिंसनहेतुत्वात्सर्वमेव हिंसैतत्।
अनृतवचनादिकेवलमुदाहृतं
शिष्यबोधाय।। ४२।।

અન્વયાર્થઃ– [आत्मपरिणामहिंसनहेतुत्वात्] આત્માના શુદ્ધોપયોગરૂપ પરિણામોનો ઘાત થવાના હેતુથી [एतत्सर्वं] આ બધું [हिंसैव] હિંસા જ છે. [अनृतवचनादि] અનૃત વચનાદિના ભેદ [केवलं] કેવળ [शिष्यबोधाय] શિષ્યોને સમજાવવા માટે [उदाहृतम्] ઉદાહરણરૂપ કહ્યા છે.

ટીકાઃ– ‘सर्वं एतत् हिंसा एव’– સમસ્ત આ પાંચ પાપ કહ્યા છે તે હિંસા જ છે. શા માટે? ‘आत्मपरिणामहिंसनहेतुत्वात्’– આત્માના શુદ્ધોપયોગરૂપ પરિણમનના ઘાતના કારણ છે તેથી સર્વ હિંસા જ છે.

પ્રશ્નઃ– જો હિંસા જ હોય તો બીજા ભેદ શા માટે કહ્યા?

ઉત્તરઃ– ‘अनृतवचनादि केवलं शिष्यबोधाय उदाहृतम्’– અનૃત વચન વગેરે જે ભેદ તે માત્ર શિષ્યને સમજાવવાના નિમિત્તે ઉદાહરણરૂપ કહ્યા છે. શિષ્ય હિંસાના


Page 48 of 186
PDF/HTML Page 60 of 198
single page version

વિશેષને ન જાણે તો હિંસાનાં ઉદાહરણ અનૃત વચનાદિ કહ્યાં છે. હિંસાનો એક ભેદ અનૃત વચન છે, એક ચોરી છે– એમ ઉદાહરણરૂપે જાણવું. ૪૨.

આગળ હિંસાનું સ્વરૂપ કહે છેઃ–

यत्खलुकषाययोगात्प्राणानां व्यभावरुपाणाम्।
व्यपरोपणस्य करणं सुनिश्चिता भवति सा हिंसा।। ४३।।

અન્વયાર્થઃ– [कषाययोगात्] કષાયરૂપે પરિણમેલા મન, વચન, કાયાના યોગથી [यत्] જે [द्रव्यभावरुपाणाम्] દ્રવ્ય અને ભાવરૂપ બે પ્રકારના [प्राणानां] પ્રાણોનું [व्यपरोपणस्य करणं] વ્યપરોપણ કરવું–ઘાત કરવો [सा] તે [खलु] નિશ્ચયથી [सुनिश्चिता] સારી રીતે નક્કી કરેલી [हिंसा] હિંસા [भवति] છે.

ટીકાઃ– ‘खलु कषाययोगात् यत् द्रव्यभावरुपाणां प्राणानां व्यपरोपणस्यकरणं सा सुनिश्चिता हिंसा भवति’– નિશ્ચયથી કષાયરૂપ પરિણમેલા મન, વચન, કાયાના યોગના હેતુથી દ્રવ્યભાવરૂપ બે પ્રકારના પ્રાણોને પીડવા, ઘાતવા તે ખરેખર હિંસા છે.

ભાવાર્થઃ– પોતાના મનમાં, વચનમાં કે શરીરમાં ક્રોધ–કષાય પ્રગટ થયો. તેનાથી પ્રથમ તો પોતાના શુદ્ધોપયોગરૂપ ભાવપ્રાણનો ઘાત થયો. આ હિંસા તો પોતાના ભાવપ્રાણના વ્યપરોપણથી થઈ, તે તો પહેલાં જ થઈ. બીજા હિંસા તો થાય કે ન પણ થાય. પાછળથી કદાચિત્ તીવ્ર કષાયરૂપ થાય અને પોતાના દીર્ઘશ્વાસાદિથી અથવા હાથ–પગવડે પોતાના અંગને પીડા ઉપજાવી અથવા આપઘાત કરી મરી ગયો તે પોતાના દ્રવ્યપ્રાણના ઘાતરૂપ હિંસા થઈ. વળી જે કષાયથી અન્ય જીવને કુવચન કહ્યા, મર્મભેદી હાસ્ય કર્યું અથવા જે રીતે તેનું અંતરંગ પીડિત થઈ કષાયરૂપ પરિણમે તેવું કાર્ય કર્યું, ત્યાં પરના ભાવપ્રાણના વ્યપરોપણથી હિંસા થાય છે. જ્યાં કષાયના વશે પ્રમાદી થયો, બીજા જીવના શરીરને પીડા કરી અથવા પ્રાણનાશ કર્યા ત્યાં પરના દ્રવ્યપ્રાણના ઘાતથી હિંસા થઈ. આ રીતે હિંસાનું સ્વરૂપ કહ્યું. ૪૩.

આગળ હિંસા અને અહિંસાનું નિશ્ચયે લક્ષણવર્ણન કરે છેઃ–

अप्रादुर्भावः खलु रागादीनां भवत्यहिंसेति।
तेषामेवोत्पत्तिर्हिंसेति जिनागमस्य संक्षेपः।। ४४।।