Page 190 of 642
PDF/HTML Page 221 of 673
single page version
यथा लोकस्य व्याप्यव्यापकभावेन स्वभावत एवोत्पद्यमानेषु गुणदोषेषु व्याप्यव्यापक- भावाभावेऽपि तदुत्पादको राजेत्युपचारः, तथा पुद्गलद्रव्यस्य व्याप्यव्यापकभावेन स्वभावत एवोत्पद्यमानेषु गुणदोषेषु व्याप्यव्यापकभावाभावेऽपि तदुत्पादको जीव इत्युपचारः ।
ગાથાર્થઃ — [ यथा ] જેમ [ राजा ] રાજાને [ दोषगुणोत्पादकः इति ] પ્રજાના દોષ અને ગુણનો ઉત્પન્ન કરનાર [ व्यवहारात् ] વ્યવહારથી [ आलपितः ] કહ્યો છે, [ तथा ] તેમ [ जीवः ] જીવને [ द्रव्यगुणोत्पादकः ] પુદ્ગલદ્રવ્યનાં દ્રવ્ય-ગુણનો ઉત્પન્ન કરનાર [ व्यवहारात् ] વ્યવહારથી [ भणितः ] કહ્યો છે.
ટીકાઃ — જેમ પ્રજાના ગુણદોષોને અને પ્રજાને વ્યાપ્યવ્યાપકભાવ હોવાને લીધે સ્વ- ભાવથી જ (પ્રજાના પોતાના ભાવથી જ) તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં — જોકે તે ગુણદોષોને અને રાજાને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે તોપણ — ‘તેમનો ઉત્પાદક રાજા છે’ એવો ઉપચાર કરવામાં આવે છે; તેવી રીતે પુદ્ગલદ્રવ્યના ગુણદોષોને અને પુદ્ગલદ્રવ્યને વ્યાપ્યવ્યાપકભાવ હોવાને લીધે સ્વ-ભાવથી જ (પુદ્ગલદ્રવ્યના પોતાના ભાવથી જ) તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં — જોકે તે ગુણદોષોને અને જીવને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે તોપણ — ‘તેમનો ઉત્પાદક જીવ છે’ એવો ઉપચાર કરવામાં આવે છે.
ભાવાર્થઃ — જગતમાં કહેવાય છે કે જેવો રાજા તેવી પ્રજા. આમ કહીને પ્રજાના ગુણદોષનો ઉત્પન્ન કરનાર રાજાને કહેવામાં આવે છે. એવી જ રીતે પુદ્ગલદ્રવ્યના ગુણદોષનો ઉત્પન્ન કરનાર જીવને કહેવામાં આવે છે. પરમાર્થદ્રષ્ટિએ જોતાં એ સત્ય નથી, ઉપચાર છે.
હવે આગળની ગાથાની સૂચનિકારૂપ કાવ્ય કહે છેઃ —
Page 191 of 642
PDF/HTML Page 222 of 673
single page version
कस्तर्हि तत्कुरुत इत्यभिशङ्कयैव ।
सङ्कीर्त्यते शृणुत पुद्गलकर्मकर्तृ ।।६३।।
શ્લોકાર્થઃ — ‘[ यदि पुद्गलकर्म जीवः न एव करोति ] જો પુદ્ગલકર્મને જીવ કરતો નથી [ तर्हि ] તો [ तत् कः कुरुते ] તેને કોણ કરે છે?’ [ इति अभिशङ्कया एव ] એવી આશંકા કરીને, [ एतर्हि ] હવે [ तीव्र-रय-मोह-निवर्हणाय ] તીવ્ર વેગવાળા મોહનો (કર્તાકર્મપણાના અજ્ઞાનનો) નાશ કરવા માટે, [ पुद्गलकर्मकर्तृ सङ्कीर्त्यते ] ‘પુદ્ગલકર્મનો કર્તા કોણ છે’ તે કહીએ છીએ; [ शृणुत ] તે (હે જ્ઞાનના ઇચ્છક પુરુષો!) તમે સાંભળો. ૬૩.
પુદ્ગલકર્મનો કર્તા કોણ છે તે હવે કહે છેઃ —
Page 192 of 642
PDF/HTML Page 223 of 673
single page version
ગાથાર્થઃ — [ चत्वारः ] ચાર [ सामान्यप्रत्ययाः ] સામાન્ય ✽પ્રત્યયો [ खलु ] નિશ્ચયથી [ बन्धकर्तारः ] બંધના કર્તા [ भण्यन्ते ] કહેવામાં આવે છે — [ मिथ्यात्वम् ] મિથ્યાત્વ, [ अविरमणं ] અવિરમણ [ च ] તથા [ कषाययोगौ ] કષાય અને યોગ (એ ચાર) [ बोद्धव्याः ] જાણવા. [ पुनः अपि च ] અને વળી [ तेषां ] તેમનો, [ अयं ] આ [ त्रयोदशविकल्पः ] તેર પ્રકારનો [ भेदः तु ] ભેદ [ भणितः ] કહેવામાં આવ્યો છે — [ मिथ्यादृष्टयादिः ] મિથ્યાદ્રષ્ટિ(ગુણસ્થાન)થી માંડીને [ सयोगिनः चरमान्तः यावत् ] સયોગકેવળી(ગુણસ્થાન)ના ચરમ સમય સુધીનો. [ एते ] આ (પ્રત્યયો અથવા ગુણસ્થાનો) [ खलु ] કે જેઓ નિશ્ચયથી [ अचेतनाः ] અચેતન છે [ यस्मात् ] કારણ કે [ पुद्गलकर्मोदयसम्भवाः ] પુદ્ગલકર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે [ ते ] તેઓ [ यदि ] જો [ कर्म ] કર્મ [ कुर्वन्ति ] કરે તો ભલે કરે; [ तेषां ] તેમનો (કર્મોનો) [ वेदकः अपि ] ભોક્તા પણ [ आत्मा न ] આત્મા નથી. [ यस्मात् ] જેથી [ एते ] આ [ गुणसंज्ञिताः तु ] ‘ગુણ’ નામના [ प्रत्ययाः ] પ્રત્યયો [ कर्म ] કર્મ [ कुर्वन्ति ] કરે છે [ तस्मात् ] તેથી [ जीवः ] જીવ તો [ अकर्ता ] કર્મનો અકર્તા છે [ च ] અને [ गुणाः ] ‘ગુણો’ જ [ कर्माणि ] કર્મોને [ कुर्वन्ति ] કરે છે. ✽પ્રત્યયો = કર્મબંધનાં કારણો અર્થાત્ આસ્રવો
Page 193 of 642
PDF/HTML Page 224 of 673
single page version
पुद्गलकर्मणः किल पुद्गलद्रव्यमेवैकं कर्तृ; तद्विशेषाः मिथ्यात्वाविरतिकषाययोगा बन्धस्य सामान्यहेतुतया चत्वारः कर्तारः । ते एव विकल्प्यमाना मिथ्यादृष्टयादिसयोगकेवल्यन्तास्त्रयोदश कर्तारः । अथैते पुद्गलकर्मविपाकविकल्पत्वादत्यन्तमचेतनाः सन्तस्त्रयोदश कर्तारः केवला एव यदि व्याप्यव्यापकभावेन किञ्चनापि पुद्गलकर्म कुर्युस्तदा कुर्युरेव; किं जीवस्यात्रापतितम् ? अथायं तर्कः — पुद्गलमयमिथ्यात्वादीन् वेदयमानो जीवः स्वयमेव मिथ्यादृष्टिर्भूत्वा पुद्गलकर्म करोति । स किलाविवेकः, यतो न खल्वात्मा भाव्यभावकभावाभावात् पुद्गलद्रव्यमयमिथ्यात्वादि- वेदकोऽपि, कथं पुनः पुद्गलकर्मणः कर्ता नाम ? अथैतदायातम् — यतः पुद्गलद्रव्यमयानां चतुर्णां सामान्यप्रत्ययानां विकल्पास्त्रयोदश विशेषप्रत्यया गुणशब्दवाच्याः केवला एव कुर्वन्ति कर्माणि, ततः पुद्गलकर्मणामकर्ता जीवो, गुणा एव तत्कर्तारः । ते तु पुद्गलद्रव्यमेव । ततः स्थितं पुद्गलकर्मणः पुद्गलद्रव्यमेवैकं कर्तृ ।
ટીકાઃ — ખરેખર પુદ્ગલકર્મનો, પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે; તેના વિશેષો — મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ બંધના સામાન્ય હેતુઓ હોવાથી ચાર કર્તા છે; તેઓ જ ભેદરૂપ કરવામાં આવતાં (અર્થાત્ તેમના જ ભેદ પાડવામાં આવતાં), મિથ્યાદ્રષ્ટિથી માંડીને સયોગકેવળી સુધીના તેર કર્તા છે. હવે, જેઓ પુદ્ગલકર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે એવા આ તેર કર્તાઓ જ કેવળ વ્યાપ્યવ્યાપકભાવે કાંઈ પણ પુદ્ગલકર્મને જો કરે તો ભલે કરે; તેમાં જીવને શું આવ્યું? (કાંઈ જ નહિ.) અહીં આ તર્ક છે કે ‘‘પુદ્ગલમય મિથ્યાત્વાદિને વેદતો (ભોગવતો) જીવ પોતે જ મિથ્યાદ્રષ્ટિ થઈને પુદ્ગલકર્મને કરે છે’’. (તેનું સમાધાન ઃ — ) આ તર્ક ખરેખર અવિવેક છે, કારણ કે ભાવ્યભાવકભાવનો અભાવ હોવાથી આત્મા નિશ્ચયથી પુદ્ગલ- દ્રવ્યમય મિથ્યાત્વાદિનો ભોક્તા પણ નથી, તો પછી પુદ્ગલકર્મનો કર્તા કેમ હોય? માટે એમ ફલિત થયું કે — જેથી પુદ્ગલદ્રવ્યમય ચાર સામાન્યપ્રત્યયોના ભેદરૂપ તેર વિશેષપ્રત્યયો કે જેઓ ‘ગુણ’ શબ્દથી કહેવામાં આવે છે (અર્થાત્ જેમનું નામ ગુણસ્થાન છે) તેઓ જ કેવળ કર્મોને કરે છે, તેથી જીવ પુદ્ગલકર્મોનો અકર્તા છે, ‘ગુણો’ જ તેમના કર્તા છે; અને તે ‘ગુણો’ તો પુદ્ગલદ્રવ્ય જ છે; તેથી એમ ઠર્યું કે પુદ્ગલકર્મનો પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે.
ભાવાર્થઃ — શાસ્ત્રમાં પ્રત્યયોને બંધના કર્તા કહેવામાં આવ્યા છે. ગુણસ્થાનો પણ વિશેષ પ્રત્યયો જ છે તેથી એ ગુણસ્થાનો બંધના કર્તા છે અર્થાત્ પુદ્ગલકર્મના કર્તા છે. વળી મિથ્યાત્વાદિ સામાન્ય પ્રત્યયો કે ગુણસ્થાનરૂપ વિશેષ પ્રત્યયો અચેતન પુદ્ગલદ્રવ્યમય જ છે, તેથી એમ સિદ્ધ થયું કે પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મનું કર્તા ( – કરનારું) છે; જીવ કર્તા નથી. જીવને પુદ્ગલકર્મનો કર્તા માનવો તે અજ્ઞાન છે.
Page 194 of 642
PDF/HTML Page 225 of 673
single page version
વળી જીવને અને તે પ્રત્યયોને એકપણું નથી એમ હવે કહે છે ઃ —
ગાથાર્થ ઃ — [यथा] જેમ [जीवस्य] જીવને [उपयोगः] ઉપયોગ [अनन्यः] અનન્ય અર્થાત્ એકરૂપ છે [तथा] તેમ [यदि] જો [क्रोधः अपि] ક્રોધ પણ [अनन्यः] અનન્ય હોય તો [एवम्] એ રીતે [जीवस्य] જીવને [च] અને [अजीवस्य] અજીવને [अनन्यत्वम्] અનન્યપણું
Page 195 of 642
PDF/HTML Page 226 of 673
single page version
यदि यथा जीवस्य तन्मयत्वाज्जीवादनन्य उपयोगस्तथा जडः क्रोधोऽप्यनन्य एवेति
प्रतिपत्तिस्तदा चिद्रूपजडयोरनन्यत्वाज्जीवस्योपयोगमयत्ववज्जडक्रोधमयत्वापत्तिः । तथा सति तु य एव
जीवः स एवाजीव इति द्रव्यान्तरलुप्तिः । एवं प्रत्ययनोकर्मकर्मणामपि जीवादनन्यत्वप्रतिपत्तावयमेव
दोषः । अथैतद्दोषभयादन्य एवोपयोगात्मा जीवोऽन्य एव जडस्वभावः क्रोधः इत्यभ्युपगमः, तर्हि
यथोपयोगात्मनो जीवादन्यो जडस्वभावः क्रोधः तथा प्रत्ययनोकर्मकर्माण्यप्यन्यान्येव, जड- स्वभावत्वाविशेषात् । नास्ति जीवप्रत्यययोरेकत्वम् । [आपन्नम्] આવી પડ્યું. [एवम् च] એમ થતાં, [इह] આ જગતમાં [यः तु] જે [जीवः] જીવ
છે [सः एव तु] તે જ [नियमतः] નિયમથી [तथा] તેવી જ રીતે [अजीवः] અજીવ ઠર્યો; (બન્નેનું અનન્યપણું હોવામાં આ દોષ આવ્યો;) [प्रत्ययनोकर्मकर्मणाम्] પ્રત્યય, નોકર્મ અને કર્મના [एकत्वे] એકપણામાં અર્થાત્ અનન્યપણામાં પણ [अयम् दोषः] આ જ દોષ આવે છે. [अथ] હવે જો (આ દોષના ભયથી) [ते] તારા મતમાં [क्रोधः] ક્રોધ [अन्यः] અન્ય છે અને [उपयोगात्मकः] ઉપયોગસ્વરૂપ [चेतयिता] આત્મા [अन्यः] અન્ય [भवति] છે, તો [यथा क्रोधः] જેમ ક્રોધ [तथा] તેમ [प्रत्ययाः] પ્રત્યયો [कर्म] કર્મ અને [नोकर्म अपि] નોકર્મ પણ [अन्यत्] આત્માથી અન્ય જ છે.
ટીકાઃ — જેમ જીવના ઉપયોગમયપણાને લીધે જીવથી ઉપયોગ અનન્ય છે તેમ જડ ક્રોધ પણ અનન્ય જ છે એવી જો ૧પ્રતિપત્તિ કરવામાં આવે, તો ૨ચિદ્રૂપના અને જડના અનન્યપણાને લીધે જીવને ઉપયોગમયપણાની માફક જડ ક્રોધમયપણું પણ આવી પડે. એમ થતાં તો જે જીવ તે જ અજીવ ઠરે, — એ રીતે અન્ય દ્રવ્યનો લોપ થાય. આ પ્રમાણે પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ જીવથી અનન્ય છે એવી પ્રતિપત્તિમાં પણ આ જ દોષ આવે છે. હવે જો આ દોષના ભયથી એમ સ્વીકારવામાં આવે કે ઉપયોગાત્મક જીવ અન્ય જ છે અને જડસ્વભાવ ક્રોધ અન્ય જ છે, તો જેમ ઉપયોગાત્મક જીવથી જડસ્વભાવ ક્રોધ અન્ય છે તેમ પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ અન્ય જ છે કારણ કે તેમના જડસ્વભાવપણામાં તફાવત નથી (અર્થાત્ જેમ ક્રોધ જડ છે તેમ પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ જડ છે). આ રીતે જીવને અને પ્રત્યયને એકપણું નથી.
ભાવાર્થઃ — મિથ્યાત્વાદિ આસ્રવ તો જડસ્વભાવ છે અને જીવ ચેતનસ્વભાવ છે. જો જડ અને ચેતન એક થઈ જાય તો ભિન્ન દ્રવ્યનો લોપ થઈ જાય એ મોટો દોષ આવે. માટે આસ્રવને અને આત્માને એકપણું નથી એ નિશ્ચયનયનો સિદ્ધાંત છે. ૧. પ્રતિપત્તિ = પ્રતીતિ; પ્રતિપાદન. ૨. ચિદ્રૂપ = જીવ
Page 196 of 642
PDF/HTML Page 227 of 673
single page version
હવે સાંખ્યમતના અનુયાયી શિષ્ય પ્રતિ પુદ્ગલદ્રવ્યનું પરિણામસ્વભાવપણું સિદ્ધ કરે છે (અર્થાત્ સાંખ્યમતી પ્રકૃતિ-પુરુષને અપરિણામી માને છે તેને સમજાવે છે)ઃ —
Page 197 of 642
PDF/HTML Page 228 of 673
single page version
ગાથાર્થઃ — [इदम् पुद्गलद्रव्यम्] આ પુદ્ગલદ્રવ્ય [जीवे] જીવમાં [स्वयं] સ્વયં [बद्धं न] બંધાયું નથી અને [कर्मभावेन] કર્મભાવે [स्वयं] સ્વયં [न परिणमते] પરિણમતું નથી [यदि] એમ જો માનવામાં આવે [तदा] તો તે [अपरिणामी] અપરિણામી [भवति] ઠરે છે; [च] અને [कार्मणवर्गणासु] કાર્મણવર્ગણાઓ [कर्मभावेन] કર્મભાવે [अपरिणममानासु] નહિ પરિણમતાં, [संसारस्य] સંસારનો [अभावः] અભાવ [प्रसजति] ઠરે છે [वा] અથવા [सांख्यसमयः] સાંખ્યમતનો પ્રસંગ આવે છે.
વળી [जीवः] જીવ [पुद्गलद्रव्याणि] પુદ્ગલદ્રવ્યોને [कर्मभावेन] કર્મભાવે [परिणामयति] પરિણમાવે છે એમ માનવામાં આવે તો એ પ્રશ્ન થાય છે કે [स्वयम् अपरिणममानानि] સ્વયં નહિ પરિણમતી એવી [तानि] તે વર્ગણાઓને [चेतयिता] ચેતન આત્મા [कथं नु] કેમ [परिणामयति] પરિણમાવી શકે? [अथ] અથવા જો [पुद्गलम् द्रव्यम्] પુદ્ગલદ્રવ્ય [स्वयमेव हि] પોતાની મેળે જ [कर्मभावेन] કર્મભાવે [परिणमते] પરિણમે છે એમ માનવામાં આવે, તો [जीवः] જીવ [कर्म] કર્મને અર્થાત્ પુદ્ગલદ્રવ્યને [कर्मत्वम्] કર્મપણે [परिणामयति] પરિણમાવે છે [इति] એમ કહેવું [मिथ्या] મિથ્યા ઠરે છે.
[नियमात्] માટે જેમ નિયમથી [कर्मपरिणतं] *કર્મરૂપે પરિણમેલું [पुद्गलम् द्रव्यम्] પુદ્ગલદ્રવ્ય [कर्म चैव] કર્મ જ [भवति] છે [तथा] તેવી રીતે [ज्ञानावरणादिपरिणतं] જ્ઞાનાવરણાદિ- રૂપે પરિણમેલું [तत्] પુદ્ગલદ્રવ્ય [तत् च एव] જ્ઞાનાવરણાદિ જ [जानीत] જાણો. * કર્મ = કર્તાનું કાર્ય, જેમ કે — માટીનું કર્મ ઘડો.
Page 198 of 642
PDF/HTML Page 229 of 673
single page version
यदि पुद्गलद्रव्यं जीवे स्वयमबद्धं सत्कर्मभावेन स्वयमेव न परिणमेत, तदा तदपरिणाम्येव स्यात् । तथा सति संसाराभावः । अथ जीवः पुद्गलद्रव्यं कर्मभावेन परिणामयति ततो न संसाराभावः इति तर्कः । किं स्वयमपरिणममानं परिणममानं वा जीवः पुद्गलद्रव्यं कर्मभावेन परिणामयेत् ? न तावत्तत्स्वयमपरिणममानं परेण परिणमयितुं पार्येत; न हि स्वतोऽसती शक्तिः कर्तुमन्येन पार्यते । स्वयं परिणममानं तु न परं परिणमयितारमपेक्षेत; न हि वस्तुशक्तयः परमपेक्षन्ते । ततः पुद्गलद्रव्यं परिणामस्वभावं स्वयमेवास्तु । तथा सति कलशपरिणता मृत्तिका स्वयं कलश इव जडस्वभावज्ञानावरणादिकर्मपरिणतं तदेव स्वयं ज्ञानावरणादिकर्म स्यात् । इति सिद्धं पुद्गलद्रव्यस्य परिणामस्वभावत्वम् ।
स्वभावभूता परिणामशक्तिः ।
यमात्मनस्तस्य स एव कर्ता ।।६४।।
ટીકાઃ — જો પુદ્ગલદ્રવ્ય જીવમાં સ્વયં નહિ બંધાયું થકું કર્મભાવે સ્વયમેવ ન પરિણમે, તો તે અપરિણામી જ ઠરે. એમ થતાં, સંસારનો અભાવ થાય. (કારણ કે પુદ્ગલદ્રવ્ય કર્મરૂપે ન પરિણમે તો જીવ કર્મરહિત ઠરે; તો પછી સંસાર કોનો?) અહીં જો એમ તર્ક કરવામાં આવે કે ‘‘જીવ પુદ્ગલદ્રવ્યને કર્મભાવે પરિણમાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી’’, તો તેનું નિરાકરણ બે પક્ષ લઈને કરવામાં આવે છેઃ — શું જીવ સ્વયં અપરિણમતા પુદ્ગલદ્રવ્યને કર્મભાવે પરિણમાવે કે સ્વયં પરિણમતાને? પ્રથમ, સ્વયં અપરિણમતાને પર વડે પરિણમાવી શકાય નહિ; કારણ કે (વસ્તુમાં) જે શક્તિ સ્વતઃ (પોતાથી જ) ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. (માટે પ્રથમ પક્ષ અસત્ય છે.) અને સ્વયં પરિણમતાને તો પર (અન્ય) પરિણમાવનારની અપેક્ષા ન હોય; કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. (માટે બીજો પક્ષ પણ અસત્ય છે.) તેથી પુદ્ગલદ્રવ્ય પરિણમનસ્વભાવવાળું સ્વયમેવ હો. એમ હોતાં (હોવાથી), જેમ ઘડારૂપે પરિણમેલી માટી જ પોતે ઘડો છે તેમ, જડ સ્વભાવવાળા જ્ઞાનાવરણાદિકર્મરૂપે પરિણમેલું પુદ્ગલદ્રવ્ય જ પોતે જ્ઞાનાવરણાદિકર્મ છે. આ રીતે પુદ્ગલદ્રવ્યનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [इति] આ રીતે [पुद्गलस्य] પુદ્ગલદ્રવ્યની [स्वभावभूता परिणामशक्तिः] સ્વભાવભૂત પરિણમનશક્તિ [खलु अविघ्ना स्थिता] નિર્વિઘ્ન સિદ્ધ થઈ. [तस्यां स्थितायां] એ
Page 199 of 642
PDF/HTML Page 230 of 673
single page version
સિદ્ધ થતાં, [सः आत्मनः यम् भावं करोति] પુદ્ગલદ્રવ્ય પોતાના જે ભાવને કરે છે [तस्य सः एव कर्ता] તેનો તે પુદ્ગલદ્રવ્ય જ કર્તા છે.
ભાવાર્થઃ — સર્વ દ્રવ્યો પરિણમનસ્વભાવવાળાં છે તેથી પોતપોતાના ભાવના પોતે જ કર્તા છે. પુદ્ગલદ્રવ્ય પણ પોતાના જે ભાવને કરે છે તેનો પોતે જ કર્તા છે. ૬૪.
હવે જીવનું પરિણામીપણું સિદ્ધ કરે છેઃ —
Page 200 of 642
PDF/HTML Page 231 of 673
single page version
ગાથાર્થઃ — સાંખ્યમતના અનુયાયી શિષ્ય પ્રતિ આચાર્ય કહે છે કે હે ભાઈ! [एषः] આ [जीवः] જીવ [कर्मणि] કર્મમાં [स्वयं] સ્વયં [बद्धः न] બંધાયો નથી અને [क्रोधादिभिः] ક્રોધાદિભાવે [स्वयं] સ્વયં [न परिणमते] પરિણમતો નથી [यदि तव] એમ જો તારો મત હોય [तदा] તો તે (જીવ) [अपरिणामी] અપરિણામી [भवति] ઠરે છે; અને [जीवे] જીવ [स्वयं] પોતે [क्रोधादिभिः भावैः] ક્રોધાદિભાવે [अपरिणममाने] નહિ પરિણમતાં, [संसारस्य] સંસારનો [अभावः] અભાવ [प्रसजति] ઠરે છે [वा] અથવા [सांख्यसमयः] સાંખ્યમતનો પ્રસંગ આવે છે.
[पुद्गलकर्म क्रोधः] વળી પુદ્ગલકર્મ જે ક્રોધ તે [जीवं] જીવને [क्रोधत्वम्] ક્રોધપણે [परिणामयति] પરિણમાવે છે એમ તું માને તો એ પ્રશ્ન થાય છે કે [स्वयम् अपरिणममानं] સ્વયં નહિ પરિણમતા એવા [तं] તે જીવને [क्रोधः] ક્રોધ [कथं नु] કેમ [परिणामयति] પરિણમાવી શકે? [अथ] અથવા જો [आत्मा] આત્મા [स्वयम्] પોતાની મેળે [क्रोधभावेन] ક્રોધભાવે [परिणमते] પરિણમે છે [एषा ते बुद्धिः] એમ તારી બુદ્ધિ હોય, તો [क्रोधः] ક્રોધ [जीवं] જીવને
Page 201 of 642
PDF/HTML Page 232 of 673
single page version
यदि कर्मणि स्वयमबद्धः सन् जीवः क्रोधादिभावेन स्वयमेव न परिणमेत तदा स किलापरिणाम्येव स्यात् । तथा सति संसाराभावः । अथ पुद्गलकर्म क्रोधादि जीवं क्रोधादिभावेन परिणामयति ततो न संसाराभाव इति तर्कः । किं स्वयमपरिणममानं परिणममानं वा पुद्गलकर्म क्रोधादि जीवं क्रोधादिभावेन परिणामयेत् ? न तावत्स्वयमपरिणममानः परेण परिणमयितुं पार्येत; न हि स्वतोऽसती शक्तिः कर्तुमन्येन पार्यते । स्वयं परिणममानस्तु न परं परिणमयितारमपेक्षेत; न हि वस्तुशक्तयः परमपेक्षन्ते । ततो जीवः परिणामस्वभावः स्वयमेवास्तु । तथा सति गरुड- ध्यानपरिणतः साधकः स्वयं गरुड इवाज्ञानस्वभावक्रोधादिपरिणतोपयोगः स एव स्वयं क्रोधादिः स्यात् । इति सिद्धं जीवस्य परिणामस्वभावत्वम् । [क्रोधत्वम्] ક્રોધપણે [परिणामयति] પરિણમાવે છે [इति] એમ કહેવું [मिथ्या] મિથ્યા ઠરે છે.
માટે એ સિદ્ધાંત છે કે [क्रोधोपयुक्तः] ક્રોધમાં ઉપયુક્ત (અર્થાત્ જેનો ઉપયોગ ક્રોધાકારે પરિણમ્યો છે એવો) [आत्मा] આત્મા [क्रोधः] ક્રોધ જ છે, [मानोपयुक्तः] માનમાં ઉપયુક્ત આત્મા [मानः एव] માન જ છે, [मायोपयुक्तः] માયામાં ઉપયુક્ત આત્મા [माया] માયા છે [च] અને [लोभोपयुक्तः] લોભમાં ઉપયુક્ત આત્મા [लोभः] લોભ [भवति] છે.
ટીકાઃ — જો જીવ કર્મમાં સ્વયં નહિ બંધાયો થકો ક્રોધાદિભાવે સ્વયમેવ ન પરિણમે તો તે ખરેખર અપરિણામી જ ઠરે. એમ થતાં સંસારનો અભાવ થાય. અહીં જો એમ તર્ક કરવામાં આવે કે ‘‘પુદ્ગલકર્મ જે ક્રોધાદિક તે જીવને ક્રોધાદિભાવે પરિણમાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી’’, તો તેનું નિરાકરણ બે પક્ષ લઈને કરવામાં આવે છેઃ — પુદ્ગલકર્મ ક્રોધાદિક છે તે સ્વયં અપરિણમતા જીવને ક્રોધાદિભાવે પરિણમાવે કે સ્વયં પરિણમતાને? પ્રથમ, સ્વયં અપરિણમતાને પર વડે પરિણમાવી શકાય નહિ; કારણ કે (વસ્તુમાં) જે શક્તિ સ્વતઃ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. અને સ્વયં પરિણમતાને તો પર (અન્ય) પરિણમાવનારની અપેક્ષા ન હોય; કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. (આ રીતે બન્ને પક્ષ અસત્ય છે.) તેથી જીવ પરિણમનસ્વભાવવાળો સ્વયમેવ હો. એમ હોતાં (હોવાથી), જેમ ગરુડના ધ્યાનરૂપે પરિણમેલો મંત્રસાધક પોતે ગરુડ છે તેમ, અજ્ઞાનસ્વભાવવાળા ક્રોધાદિરૂપે જેનો ઉપયોગ પરિણમ્યો છે એવો જીવ જ પોતે ક્રોધાદિ છે. આ રીતે જીવનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું.
ભાવાર્થઃ — જીવ પરિણામસ્વભાવ છે. જ્યારે પોતાનો ઉપયોગ ક્રોધાદિરૂપે પરિણમે છે ત્યારે પોતે ક્રોધાદિરૂપ જ થાય છે એમ જાણવું.
Page 202 of 642
PDF/HTML Page 233 of 673
single page version
स्वभावभूता परिणामशक्तिः ।
यं स्वस्य तस्यैव भवेत्स कर्ता ।।६५।।
एवमयमात्मा स्वयमेव परिणामस्वभावोऽपि यमेव भावमात्मनः करोति तस्यैव
શ્લોકાર્થ ઃ — [इति ] આ રીતે [ जीवस्य ] જીવની [ स्वभावभूता परिणामशक्तिः ] સ્વભાવભૂત પરિણમનશક્તિ [निरन्तराया स्थिता ] નિર્વિઘ્ન સિદ્ધ થઈ. [तस्यां स्थितायां ] એ સિદ્ધ થતાં, [सः स्वस्य यं भावं करोति ] જીવ પોતાના જે ભાવને કરે છે [तस्य एव सः कर्ता भवेत् ] તેનો તે કર્તા થાય છે.
ભાવાર્થ ઃ — જીવ પણ પરિણામી છે; તેથી પોતે જે ભાવરૂપે પરિણમે છે તેનો કર્તા થાય છે. ૬૫.
જ્ઞાની જ્ઞાનમય ભાવનો અને અજ્ઞાની અજ્ઞાનમય ભાવનો કર્તા છે એમ હવે કહે છે ઃ —
ગાથાર્થ ઃ — [ आत्मा ] આત્મા [ यं भावम् ] જે ભાવને [ करोति ] કરે છે [ तस्य कर्मणः ] તે ભાવરૂપ કર્મનો [ सः ] તે [ कर्ता ] કર્તા [ भवति ] થાય છે; [ ज्ञानिनः ] જ્ઞાનીને તો [ सः ] તે ભાવ [ ज्ञानमयः ] જ્ઞાનમય છે અને [ अज्ञानिनः ] અજ્ઞાનીને [ अज्ञानमयः ] અજ્ઞાનમય છે.
ટીકા ઃ — આ રીતે આ આત્મા સ્વયમેવ પરિણામસ્વભાવવાળો છે તોપણ પોતાના જે
Page 203 of 642
PDF/HTML Page 234 of 673
single page version
कर्मतामापद्यमानस्य कर्तृत्वमापद्येत । स तु ज्ञानिनः सम्यक्स्वपरविवेकेनात्यन्तोदितविविक्तात्म- ख्यातित्वात् ज्ञानमय एव स्यात् । अज्ञानिनः तु सम्यक्स्वपरविवेकाभावेनात्यन्तप्रत्यस्तमित- विविक्तात्मख्यातित्वादज्ञानमय एव स्यात् ।
अज्ञानिनो हि सम्यक्स्वपरविवेकाभावेनात्यन्तप्रत्यस्तमितविविक्तात्मख्यातित्वाद्यस्मादज्ञानमय ભાવને કરે છે તે ભાવનો જ — કર્મપણાને પામેલાનો — કર્તા તે થાય છે (અર્થાત્ તે ભાવ આત્માનું કર્મ છે અને આત્મા તેનો કર્તા છે). તે ભાવ જ્ઞાનીને જ્ઞાનમય જ છે કારણ કે તેને સમ્યક્ પ્રકારે સ્વપરના વિવેક વડે (સર્વ પરદ્રવ્યભાવોથી) ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી છે. અને તે ભાવ અજ્ઞાનીને તો અજ્ઞાનમય જ છે કારણ કે તેને સમ્યક્ પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ છે.
ભાવાર્થ ઃ — જ્ઞાનીને તો સ્વપરનું ભેદજ્ઞાન થયું છે તેથી તેને પોતાના જ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે; અને અજ્ઞાનીને સ્વપરનું ભેદજ્ઞાન નથી તેથી તેને અજ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે.
જ્ઞાનમય ભાવથી શું થાય છે અને અજ્ઞાનમય ભાવથી શું થાય છે તે હવે કહે છેઃ —
ગાથાર્થ ઃ — [ अज्ञानिनः ] અજ્ઞાનીને [ अज्ञानमयः ] અજ્ઞાનમય [ भावः ] ભાવ છે [ तेन ] તેથી અજ્ઞાની [ कर्माणि ] કર્મોને [ करोति ] કરે છે, [ ज्ञानिनः तु ] અને જ્ઞાનીને તો [ ज्ञानमयः ] જ્ઞાનમય (ભાવ) છે [ तस्मात् तु ] તેથી જ્ઞાની [ कर्माणि ] કર્મોને [ न करोति ] કરતો નથી.
ટીકા ઃ — અજ્ઞાનીને, સમ્યક્ પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે ભિન્ન
Page 204 of 642
PDF/HTML Page 235 of 673
single page version
एव भावः स्यात्, तस्मिंस्तु सति स्वपरयोरेकत्वाध्यासेन ज्ञानमात्रात्स्वस्मात्प्रभ्रष्टः पराभ्यां रागद्वेषाभ्यां सममेकीभूय प्रवर्तिताहङ्कारः स्वयं किलैषोऽहं रज्ये रुष्यामीति रज्यते रुष्यति च; तस्मादज्ञानमयभावादज्ञानी परौ रागद्वेषावात्मानं कुर्वन् करोति कर्माणि ।
ज्ञानिनस्तु सम्यक्स्वपरविवेकेनात्यन्तोदितविविक्तात्मख्यातित्वाद्यस्मात् ज्ञानमय एव भावः
स्यात्, तस्मिंस्तु सति स्वपरयोर्नानात्वविज्ञानेन ज्ञानमात्रे स्वस्मिन्सुनिविष्टः पराभ्यां रागद्वेषाभ्यां पृथग्भूततया स्वरसत एव निवृत्ताहङ्कारः स्वयं किल केवलं जानात्येव, न रज्यते, न च रुष्यति; तस्मात् ज्ञानमयभावात् ज्ञानी परौ रागद्वेषावात्मानमकुर्वन्न करोति कर्माणि ।
આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ હોવાથી, અજ્ઞાનમય ભાવ જ હોય છે, અને તે હોતાં (હોવાથી), સ્વપરના એકત્વના અધ્યાસને લીધે જ્ઞાનમાત્ર એવા પોતામાંથી (આત્મસ્વરૂપમાંથી) ભ્રષ્ટ થયેલો, પર એવા રાગદ્વેષ સાથે એક થઈને જેને અહંકાર પ્રવર્ત્યો છે એવો પોતે ‘આ હું ખરેખર રાગી છું, દ્વેષી છું (અર્થાત્ આ હું રાગ કરું છું, દ્વેષ કરું છું)’ એમ (માનતો થકો) રાગી અને દ્વેષી થાય છે; તેથી અજ્ઞાનમય ભાવને લીધે અજ્ઞાની પોતાને પર એવા રાગદ્વેષરૂપ કરતો થકો કર્મોને કરે છે.
જ્ઞાનીને તો, સમ્યક્ પ્રકારે સ્વપરના વિવેક વડે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી હોવાથી, જ્ઞાનમય ભાવ જ હોય છે, અને તે હોતાં, સ્વપરના નાનાત્વના વિજ્ઞાનને લીધે જ્ઞાનમાત્ર એવા પોતામાં સુનિવિષ્ટ (સમ્યક્ પ્રકારે સ્થિતિ) થયેલો, પર એવા રાગદ્વેષથી પૃથગ્ભૂતપણાને ( ભિન્નપણાને) લીધે નિજરસથી જ જેને અહંકાર નિવૃત્ત થયો છે એવો પોતે ખરેખર કેવળ જાણે જ છે, રાગી અને દ્વેષી થતો નથી (અર્થાત્ રાગ અને દ્વેષ કરતો નથી); તેથી જ્ઞાનમય ભાવને લીધે જ્ઞાની પોતાને પર એવા રાગદ્વેષરૂપ નહિ કરતો થકો કર્મોને કરતો નથી.
ભાવાર્થ ઃ — આ આત્માને ક્રોધાદિક મોહનીય કર્મની પ્રકૃતિનો (અર્થાત્ રાગદ્વેષનો) ઉદય આવતાં, પોતાના ઉપયોગમાં તેનો રાગદ્વેષરૂપ મલિન સ્વાદ આવે છે. અજ્ઞાનીને સ્વપરનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ માને છે કે ‘‘આ રાગદ્વેષરૂપ મલિન ઉપયોગ છે તે જ મારું સ્વરૂપ છે — તે જ હું છું’’. આમ રાગદ્વેષમાં અહંબુદ્ધિ કરતો અજ્ઞાની પોતાને રાગીદ્વેષી કરે છે; તેથી તે કર્મોને કરે છે. આ પ્રમાણે અજ્ઞાનમય ભાવથી કર્મબંધ થાય છે.
જ્ઞાનીને ભેદજ્ઞાન હોવાથી તે એમ જાણે છે કે ‘‘જ્ઞાનમાત્ર શુદ્ધ ઉપયોગ છે તે જ મારું સ્વરૂપ છે — તે જ હું છું; રાગદ્વેષ છે તે કર્મનો રસ છે — મારું સ્વરૂપ નથી’’. આમ રાગદ્વેષમાં અહંબુદ્ધિ નહિ કરતો જ્ઞાની પોતાને રાગીદ્વેષી કરતો નથી, કેવળ જ્ઞાતા જ રહે છે; તેથી તે
Page 205 of 642
PDF/HTML Page 236 of 673
single page version
કર્મોને કરતો નથી. આ પ્રમાણે જ્ઞાનમય ભાવથી કર્મબંધ થતો નથી.
હવે આગળની ગાથાના અર્થની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ ज्ञानिनः कुतः ज्ञानमयः एव भावः भवेत् ] અહીં પ્રશ્ન છે કે જ્ઞાનીને કેમ જ્ઞાનમય જ ભાવ હોય [ पुनः ] અને [ अन्यः न ] અન્ય (અર્થાત્ અજ્ઞાનમય) ન હોય? [ अज्ञानिनः कुतः सर्वः अयम् अज्ञानमयः ] વળી અજ્ઞાનીને કેમ સર્વ ભાવ અજ્ઞાનમય જ હોય અને [ अन्यः न ] અન્ય (અર્થાત્ જ્ઞાનમય) ન હોય? ૬૬.
આ જ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ —
ગાથાર્થઃ — [ यस्मात् ] કારણ કે [ ज्ञानमयात् भावात् च ] જ્ઞાનમય ભાવમાંથી [ ज्ञानमयः एव ] જ્ઞાનમય જ [ भावः ] ભાવ [ जायते ] ઉત્પન્ન થાય છે [ तस्मात् ] તેથી [ ज्ञानिनः ] જ્ઞાનીના [ सर्वे भावाः ] સર્વ ભાવો [ खलु ] ખરેખર [ ज्ञानमयाः ] જ્ઞાનમય જ હોય છે. [ च ] અને, [ यस्मात् ] કારણ કે [ अज्ञानमयात् भावात् ] અજ્ઞાનમય ભાવમાંથી [ अज्ञानः एव ] અજ્ઞાનમય
Page 206 of 642
PDF/HTML Page 237 of 673
single page version
यतो ह्यज्ञानमयाद्भावाद्यः कश्चनापि भावो भवति स सर्वोऽप्यज्ञानमयत्वमनति- वर्तमानोऽज्ञानमय एव स्यात्, ततः सर्वे एवाज्ञानमया अज्ञानिनो भावाः । यतश्च ज्ञानमयाद्भावाद्यः कश्चनापि भावो भवति स सर्वोऽपि ज्ञानमयत्वमनतिवर्तमानो ज्ञानमय एव स्यात्, ततः सर्वे एव ज्ञानमया ज्ञानिनो भावाः ।
જ [ भावः ] ભાવ [ जायते ] ઉત્પન્ન થાય છે [ तस्मात् ] તેથી [ अज्ञानिनः ] અજ્ઞાનીના [ भावाः ] ભાવો [ अज्ञानमयाः ] અજ્ઞાનમય જ હોય છે.
ટીકાઃ — ખરેખર અજ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય અજ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો અજ્ઞાનમય જ હોય છે, તેથી અજ્ઞાનીના ભાવો બધાય અજ્ઞાનમય હોય છે. અને જ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય જ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો જ્ઞાનમય જ હોય છે, તેથી જ્ઞાનીના ભાવો બધાય જ્ઞાનમય હોય છે.
ભાવાર્થઃ — જ્ઞાનીનું પરિણમન અજ્ઞાનીના પરિણમન કરતાં જુદી જ જાતનું છે. અજ્ઞાનીનું પરિણમન અજ્ઞાનમય છે, જ્ઞાનીનું જ્ઞાનમય છે; તેથી અજ્ઞાનીના ક્રોધ, માન, વ્રત, તપ ઇત્યાદિ સર્વ ભાવો અજ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી અજ્ઞાનમય જ છે અને જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી જ્ઞાનમય જ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ ज्ञानिनः ] જ્ઞાનીના [ सर्वे भावाः ] સર્વ ભાવો [ ज्ञाननिर्वृत्ताः हि ] જ્ઞાનથી નીપજેલા ( – રચાયેલા) [ भवन्ति ] હોય છે [ तु ] અને [ अज्ञानिनः ] અજ્ઞાનીના [ सर्वे अपि ते ] સર્વ ભાવો [ अज्ञाननिर्वृत्ताः ] અજ્ઞાનથી નીપજેલા ( – રચાયેલા) [ भवन्ति ] હોય છે. ૬૭.
Page 207 of 642
PDF/HTML Page 238 of 673
single page version
यथा खलु पुद्गलस्य स्वयं परिणामस्वभावत्वे सत्यपि, कारणानुविधायित्वात् कार्याणां, जाम्बूनदमयाद्भावाज्जाम्बूनदजातिमनतिवर्तमाना जाम्बूनदकुण्डलादय एव भावा
હવે આ અર્થને દ્રષ્ટાંતથી દ્રઢ કરે છેઃ —
ગાથાર્થઃ — [ यथा ] જેમ [ कनकमयात् भावात् ] સુવર્ણમય ભાવમાંથી [ कुण्डलादयः भावाः ] સુવર્ણમય કુંડળ વગેરે ભાવો [ जायन्ते ] થાય છે [ तु ] અને [ अयोमयकात् भावात् ] લોહમય ભાવમાંથી [ कटकादयः ] લોહમય કડાં વગેરે ભાવો [ जायन्ते ] થાય છે, [ तथा ] તેમ [ अज्ञानिनः ] અજ્ઞાનીને (અજ્ઞાનમય ભાવમાંથી) [ बहुविधाः अपि ] અનેક પ્રકારના [ अज्ञानमयाः भावाः ] અજ્ઞાનમય ભાવો [ जायन्ते ] થાય છે [ तु ] અને [ ज्ञानिनः ] જ્ઞાનીને (જ્ઞાનમય ભાવમાંથી) [ सर्वे ] સર્વ [ ज्ञानमयाः भावाः ] જ્ઞાનમય ભાવો [ भवन्ति ] થાય છે.
ટીકાઃ — જેવી રીતે પુદ્ગલ સ્વયં પરિણામસ્વભાવવાળું હોવા છતાં, કારણ જેવાં કાર્યો થતાં હોવાથી, સુવર્ણમય ભાવમાંથી, સુવર્ણજાતિને નહિ ઉલ્લંઘતા એવા સુવર્ણમય કુંડળ આદિ
Page 208 of 642
PDF/HTML Page 239 of 673
single page version
भवेयुः, न पुनः कालायसवलयादयः, कालायसमयाद्भावाच्च कालायसजातिमनतिवर्तमानाः कालायसवलयादय एव भवेयुः, न पुनर्जाम्बूनदकुण्डलादयः । तथा जीवस्य स्वयं परिणाम- स्वभावत्वे सत्यपि, कारणानुविधायित्वादेव कार्याणां, अज्ञानिनः स्वयमज्ञानमयाद्भावादज्ञान- जातिमनतिवर्तमाना विविधा अप्यज्ञानमया एव भावा भवेयुः, न पुनर्ज्ञानमयाः, ज्ञानिनश्च स्वयं ज्ञानमयाद्भावाज्ज्ञानजातिमनतिवर्तमानाः सर्वे ज्ञानमया एव भावा भवेयुः, न पुनरज्ञानमयाः ।
ભાવો જ થાય પરંતુ લોખંડમય કડાં આદિ ભાવો ન થાય, અને લોખંડમય ભાવમાંથી, લોખંડજાતિને નહિ ઉલ્લંઘતા એવા લોખંડમય કડાં આદિ ભાવો જ થાય પરંતુ સુવર્ણમય કુંડળ આદિ ભાવો ન થાય; તેવી રીતે જીવ સ્વયં પરિણામસ્વભાવવાળો હોવા છતાં, કારણ જેવાં જ કાર્યો થતાં હોવાથી, અજ્ઞાનીને — કે જે પોતે અજ્ઞાનમય ભાવ છે તેને — અજ્ઞાનમય ભાવમાંથી, અજ્ઞાનજાતિને નહિ ઉલ્લંઘતા એવા અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો જ થાય પરંતુ જ્ઞાનમય ભાવો ન થાય, અને જ્ઞાનીને — કે જે પોતે જ્ઞાનમય ભાવ છે તેને — જ્ઞાનમય ભાવમાંથી, જ્ઞાનની જાતિને નહિ ઉલ્લંઘતા એવા સર્વ જ્ઞાનમય ભાવો જ થાય પરંતુ અજ્ઞાનમય ભાવો ન થાય.
ભાવાર્થઃ — ‘જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય છે’ એ ન્યાયે જેમ લોખંડમાંથી લોખંડમય કડાં વગેરે વસ્તુઓ થાય છે અને સુવર્ણમાંથી સુવર્ણમય આભૂષણો થાય છે, તેમ અજ્ઞાની પોતે અજ્ઞાનમય ભાવ હોવાથી તેને (અજ્ઞાનમય ભાવમાંથી) અજ્ઞાનમય ભાવો જ થાય છે અને જ્ઞાની પોતે જ્ઞાનમય ભાવ હોવાથી તેને (જ્ઞાનમય ભાવમાંથી) જ્ઞાનમય ભાવો જ થાય છે.
અજ્ઞાનીને શુભાશુભ ભાવોમાં આત્મબુદ્ધિ હોવાથી તેના સર્વ ભાવો અજ્ઞાનમય જ છે.
અવિરત સમ્યગ્દ્રષ્ટિ( – જ્ઞાની)ને જોકે ચારિત્રમોહના ઉદયે ક્રોધાદિક ભાવો પ્રવર્તે છે તોપણ તેને તે ભાવોમાં આત્મબુદ્ધિ નથી, તે તેમને પરના નિમિત્તથી થયેલી ઉપાધિ માને છે. તેને ક્રોધાદિક કર્મો ઉદયમાં આવીને ખરી જાય છે — આગામી એવો બંધ કરતાં નથી કે જેથી સંસારનું ભ્રમણ વધે; કારણ કે (જ્ઞાની) પોતે ઉદ્યમી થઈને ક્રોધાદિભાવરૂપે પરિણમતો નથી અને જોકે ઉદયની બળજોરીથી પરિણમે છે તોપણ જ્ઞાતાપણું ચૂકીને પરિણમતો નથી; જ્ઞાનીનું સ્વામિત્વ નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે તેથી તે ક્રોધાદિભાવોનો અન્ય જ્ઞેયોની માફક જ્ઞાતા જ છે, કર્તા નથી. આ રીતે જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય જ છે.
Page 209 of 642
PDF/HTML Page 240 of 673
single page version
હવે આગળની ગાથાની સૂચનાના અર્થરૂપ શ્લોક કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ अज्ञानी ] અજ્ઞાની [ अज्ञानमयभावानाम् भूमिकाम् ] (પોતાના) અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં [ व्याप्य ] વ્યાપીને [ द्रव्यकर्मनिमित्तानां भावानाम् ] (આગામી) દ્રવ્યકર્મનાં નિમિત્ત જે (અજ્ઞાનાદિક) ભાવો તેમના [ हेतुताम् एति ] હેતુપણાને પામે છે (અર્થાત્ દ્રવ્યકર્મનાં નિમિત્તરૂપ ભાવોનો હેતુ બને છે). ૬૮.
આ જ અર્થ પાંચ ગાથાઓથી કહે છેઃ —