Samaysar (Gujarati). Gatha: 210-227 ; Kalash: 146-153.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 19 of 34

 

Page 330 of 642
PDF/HTML Page 361 of 673
single page version

*શ્લોકાર્થઃ[ इत्थं ] આ રીતે [ समस्तम् एव परिग्रहम् ] સમસ્ત પરિગ્રહને [ सामान्यतः ]
સામાન્યતઃ [ अपास्य ] છોડીને [ अधुना ] હવે [ स्वपरयोः अविवेकहेतुम् अज्ञानम् उज्झितुमनाः अयं ]
સ્વ-પરના અવિવેકના કારણરૂપ અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ [ भूयः ] ફરીને [ तम् एव ]
તેને જ (પરિગ્રહને જ) [ विशेषात् ] વિશેષતઃ [ परिहर्तुम् ] છોડવાને [ प्रवृत्तः ] પ્રવૃત્ત થયો છે.
ભાવાર્થઃસ્વપરને એકરૂપ જાણવાનું કારણ અજ્ઞાન છે. તે અજ્ઞાનને સમસ્તપણે
છોડવા ઇચ્છતા જીવે પ્રથમ તો પરિગ્રહનો સામાન્યતઃ ત્યાગ કર્યો અને હવે (હવેની
ગાથાઓમાં) તે પરિગ્રહને વિશેષતઃ (જુદાં જુદાં નામ લઈને) છોડે છે. ૧૪૫.
જ્ઞાનીને ધર્મનો (પુણ્યનો) પરિગ્રહ નથી એમ પ્રથમ કહે છેઃ
અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પુણ્યને,
તેથી ન પરિગ્રહી પુણ્યનો તે, પુણ્યનો જ્ઞાયક રહે. ૨૧૦.
ગાથાર્થઃ[ अनिच्छः ] અનિચ્છકને [ अपरिग्रहः ] અપરિગ્રહી [ भणितः ] કહ્યો છે [ च ]
અને [ ज्ञानी ] જ્ઞાની [ धर्मम् ] ધર્મને (પુણ્યને) [ न इच्छति ] ઇચ્છતો નથી, [ तेन ] તેથી [ सः ]
તે [ धर्मस्य ] ધર્મનો [ अपरिग्रहः तु ] પરિગ્રહી નથી, [ ज्ञायकः ] (ધર્મનો) જ્ઞાયક જ [ भवति ] છે.
ટીકાઃઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથીજેને ઇચ્છા નથી. ઇચ્છા તો
અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ
* આ કળશનો અર્થ આ પ્રમાણે પણ થાય છેઃ[ इत्थं ] આ રીતે [ स्वपरयोः अविवेकहेतुम् समस्तम्
एव परिग्रहम् ] સ્વ-પરના અવિવેકના કારણરૂપ સમસ્ત પરિગ્રહને [ सामान्यतः ] સામાન્યતઃ [ अपास्य ]
છોડીને [ अधुना ] હવે, [ अज्ञानम् उज्झितुमनाः अयं ] અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ, [ भूयः ]
ફરીને [ तम् एव ] તેને જ [ विशेषात् ] વિશેષતઃ [ परिहर्तुम् ] છોડવાને [ प्रवृत्तः ] પ્રવૃત્ત થયો છે.
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे धम्मं
अपरिग्गहो दु धम्मस्स जाणगो तेण सो होदि ।।२१०।।
अपरिग्रहोऽनिच्छो भणितो ज्ञानी च नेच्छति धर्मम्
अपरिग्रहस्तु धर्मस्य ज्ञायकस्तेन स भवति ।।२१०।।
इच्छा परिग्रहः तस्य परिग्रहो नास्ति यस्येच्छा नास्ति इच्छा त्वज्ञानमयो भावः,
अज्ञानमयो भावस्तु ज्ञानिनो नास्ति, ज्ञानिनो ज्ञानमय एव भावोऽस्ति ततो ज्ञानी अज्ञानमयस्य

Page 331 of 642
PDF/HTML Page 362 of 673
single page version

હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની ધર્મને ઇચ્છતો નથી;
માટે જ્ઞાનીને ધર્મનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ
(જ્ઞાની) ધર્મનો કેવળ જ્ઞાયક જ છે.
હવે, જ્ઞાનીને અધર્મનો (પાપનો) પરિગ્રહ નથી એમ કહે છેઃ
અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પાપને,
તેથી ન પરિગ્રહી પાપનો તે, પાપનો જ્ઞાયક રહે. ૨૧૧.
ગાથાર્થઃ[ अनिच्छः ] અનિચ્છકને [ अपरिग्रहः ] અપરિગ્રહી [ भणितः ] કહ્યો છે [ च ]
અને [ ज्ञानी ] જ્ઞાની [ अधर्मम् ] અધર્મને (પાપને) [ न इच्छति ] ઇચ્છતો નથી, [ तेन ] તેથી [ सः ]
તે [ अधर्मस्य ] અધર્મનો [ अपरिग्रहः ] પરિગ્રહી નથી, [ ज्ञायकः ] (અધર્મનો) જ્ઞાયક જ [ भवति ]
છે.
ટીકાઃઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથીજેને ઇચ્છા નથી. ઇચ્છા તો
અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ
હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અધર્મને ઇચ્છતો નથી;
માટે જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ
(જ્ઞાની) અધર્મનો કેવળ જ્ઞાયક જ છે.
भावस्य इच्छाया अभावाद्धर्मं नेच्छति तेन ज्ञानिनो धर्मपरिग्रहो नास्ति ज्ञानमयस्यैकस्य
ज्ञायकभावस्य भावाद्धर्मस्य केवलं ज्ञायक एवायं स्यात्
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदि अधम्मं
अपरिग्गहो अधम्मस्स जाणगो तेण सो होदि ।।२११।।
अपरिग्रहोऽनिच्छो भणितो ज्ञानी च नेच्छत्यधर्मम्
अपरिग्रहोऽधर्मस्य ज्ञायकस्तेन स भवति ।।२११।।
इच्छा परिग्रहः तस्य परिग्रहो नास्ति यस्येच्छा नास्ति इच्छा त्वज्ञानमयो भावः,
अज्ञानमयो भावस्तु ज्ञानिनो नास्ति, ज्ञानिनो ज्ञानमय एव भावोऽस्ति ततो ज्ञानी अज्ञानमयस्य
भावस्य इच्छाया अभावादधर्मं नेच्छति तेन ज्ञानिनोऽधर्मपरिग्रहो नास्ति ज्ञानमयस्यैकस्य
ज्ञायकभावस्य भावादधर्मस्य केवलं ज्ञायक एवायं स्यात्

Page 332 of 642
PDF/HTML Page 363 of 673
single page version

એ જ પ્રમાણે ગાથામાં ‘અધર્મ’ શબ્દ પલટીને તેની જગ્યાએ રાગ, દ્વેષ, ક્રોધ, માન,
માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન અને સ્પર્શનએ સોળ
શબ્દો મૂકી, સોળ ગાથાસૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
હવે, જ્ઞાનીને આહારનો પણ પરિગ્રહ નથી એમ કહે છેઃ
અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે અશનને,
તેથી ન પરિગ્રહી અશનનો તે, અશનનો જ્ઞાયક રહે. ૨૧૨.
ગાથાર્થઃ[ अनिच्छः ] અનિચ્છકને [ अपरिग्रहः ] અપરિગ્રહી [ भणितः ] કહ્યો છે [ च ]
અને [ ज्ञानी ] જ્ઞાની [ अशनम् ] અશનને (ભોજનને) [ न इच्छति ] ઇચ્છતો નથી, [ तेन ] તેથી
[ सः ] તે [ अशनस्य ] અશનનો [ अपरिग्रहः तु ] પરિગ્રહી નથી, [ ज्ञायकः ] (અશનનો) જ્ઞાયક
[ भवति ] છે.
ટીકાઃઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથીજેને ઇચ્છા નથી. ઇચ્છા તો
અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ
હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અશનને ઇચ્છતો નથી;
માટે જ્ઞાનીને અશનનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ
(જ્ઞાની) અશનનો કેવળ જ્ઞાયક જ છે.
एवमेव चाधर्मपदपरिवर्तनेन रागद्वेषक्रोधमानमायालोभकर्मनोकर्ममनोवचनकायश्रोत्रचक्षु-
र्घ्राणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयानि अनया दिशाऽन्यान्यप्यूह्यानि
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे असणं
अपरिग्गहो दु असणस्स जाणगो तेण सो होदि ।।२१२।।
अपरिग्रहोऽनिच्छो भणितो ज्ञानी च नेच्छत्यशनम्
अपरिग्रहस्त्वशनस्य ज्ञायकस्तेन स भवति ।।२१२।।
इच्छा परिग्रहः तस्य परिग्रहो नास्ति यस्येच्छा नास्ति इच्छा त्वज्ञानमयो भावः,
अज्ञानमयो भावस्तु ज्ञानिनो नास्ति, ज्ञानिनो ज्ञानमय एव भावोऽस्ति ततो ज्ञानी अज्ञानमयस्य
भावस्य इच्छाया अभावादशनं नेच्छति तेन ज्ञानिनोऽशनपरिग्रहो नास्ति ज्ञानमयस्यैकस्य
ज्ञायकभावस्य भावादशनस्य केवलं ज्ञायक एवायं स्यात्

Page 333 of 642
PDF/HTML Page 364 of 673
single page version

ભાવાર્થઃજ્ઞાનીને આહારની પણ ઇચ્છા નથી તેથી જ્ઞાનીને આહાર કરવો તે પણ
પરિગ્રહ નથી. અહીં પ્રશ્ન થાય છે કેઆહાર તો મુનિ પણ કરે છે, તેમને ઇચ્છા છે કે
નહિ? ઇચ્છા વિના આહાર કેમ કરે? તેનું સમાધાનઃઅશાતાવેદનીય કર્મના ઉદયથી
જઠરાગ્નિરૂપ ક્ષુધા ઊપજે છે, વીર્યાંતરાયના ઉદયથી તેની વેદના સહી શકાતી નથી અને
ચારિત્રમોહના ઉદયથી આહારગ્રહણની ઇચ્છા ઉત્પન્ન થાય છે. તે ઇચ્છાને જ્ઞાની કર્મના ઉદયનું
કાર્ય જાણે છે. રોગ સમાન જાણી તેને મટાડવા ચાહે છે. ઇચ્છા પ્રત્યે અનુરાગરૂપ ઇચ્છા
જ્ઞાનીને નથી અર્થાત્
તેને એમ ઇચ્છા નથી કે મારી આ ઇચ્છા સદા રહો. માટે તેને અજ્ઞાનમય
ઇચ્છાનો અભાવ છે. પરજન્ય ઇચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી માટે જ્ઞાની ઇચ્છાનો પણ
જ્ઞાયક જ છે. આ પ્રમાણે શુદ્ધનયની પ્રધાનતાથી કથન જાણવું.
હવે, જ્ઞાનીને પાનનો (પાણી વગેરે પીવાનો ) પણ પરિગ્રહ નથી એમ કહે છેઃ
અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પાનને,
તેથી ન પરિગ્રહી પાનનો તે, પાનનો જ્ઞાયક રહે. ૨૧૩.
ગાથાર્થઃ[ अनिच्छः ] અનિચ્છકને [ अपरिग्रहः ] અપરિગ્રહી [ भणितः ] કહ્યો છે [ च ]
અને [ ज्ञानी ] જ્ઞાની [ पानम् ] પાનને [ न इच्छति ] ઇચ્છતો નથી, [ तेन ] તેથી [ सः ] તે
[ पानस्य ] પાનનો [ अपरिग्रहः तु ] પરિગ્રહી નથી, [ ज्ञायकः ] (પાનનો) જ્ઞાયક જ [ भवति ] છે.
ટીકાઃઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથીજેને ઇચ્છા નથી. ઇચ્છા તો
અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ
હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની પાનને ઇચ્છતો નથી;
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे पाणं
अपरिग्गहो दु पाणस्स जाणगो तेण सो होदि ।।२१३।।
अपरिग्रहोऽनिच्छो भणितो ज्ञानी च नेच्छति पानम्
अपरिग्रहस्तु पानस्य ज्ञायकस्तेन स भवति ।।२१३।।
इच्छा परिग्रहः तस्य परिग्रहो नास्ति यस्येच्छा नास्ति इच्छा त्वज्ञानमयो भावः,
अज्ञानमयो भावस्तु ज्ञानिनो नास्ति, ज्ञानिनो ज्ञानमय एव भावोऽस्ति ततो ज्ञानी अज्ञानमयस्य
भावस्य इच्छाया अभावात् पानं नेच्छति तेन ज्ञानिनः पानपरिग्रहो नास्ति ज्ञानमयस्यैकस्य

Page 334 of 642
PDF/HTML Page 365 of 673
single page version

માટે જ્ઞાનીને પાનનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ
(જ્ઞાની) પાનનો કેવળ જ્ઞાયક જ છે.
ભાવાર્થઃઆહારની ગાથાના ભાવાર્થ પ્રમાણે અહીં પણ સમજવું.
એ રીતે બીજા પણ અનેક પ્રકારના પરજન્ય ભાવોને જ્ઞાની ઇચ્છતો નથી એમ હવે
કહે છેઃ
એ આદિ વિધવિધ ભાવ બહુ જ્ઞાની ન ઇચ્છે સર્વને;
સર્વત્ર આલંબન રહિત બસ નિયત જ્ઞાયકભાવ તે. ૨૧૪.
ગાથાર્થઃ[ एवमादिकान् तु ] ઇત્યાદિક [ विविधान् ] અનેક પ્રકારના [ सर्वान् भावान्
च ] સર્વ ભાવોને [ ज्ञानी ] જ્ઞાની [ न इच्छति ] ઇચ્છતો નથી; [ सर्वत्र निरालम्बः तु ] સર્વત્ર
(બધામાં) નિરાલંબ એવો તે [ नियतः ज्ञायकभावः ] નિશ્ચિત જ્ઞાયકભાવ જ છે.
ટીકાઃઇત્યાદિક બીજા પણ ઘણા પ્રકારના જે પરદ્રવ્યના સ્વભાવો છે તે બધાયને
જ્ઞાની ઇચ્છતો નથી તેથી જ્ઞાનીને સમસ્ત પરદ્રવ્યના ભાવોનો પરિગ્રહ નથી. એ રીતે જ્ઞાનીને
અત્યંત નિષ્પરિગ્રહપણું સિદ્ધ થયું.
હવે એ પ્રમાણે આ, સમસ્ત અન્યભાવોના પરિગ્રહથી શૂન્યપણાને લીધે જેણે સમસ્ત
અજ્ઞાન વમી નાખ્યું છે એવો, સર્વત્ર અત્યંત નિરાલંબ થઈને, નિયત ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ
રહેતો, સાક્ષાત્
વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે.
ज्ञायकभावस्य भावात् केवलं पानकस्य ज्ञायक एवायं स्यात्
एमादिए दु विविहे सव्वे भावे य णेच्छदे णाणी
जाणगभावो णियदो णीरालंबो दु सव्वत्थ ।।२१४।।
एवमादिकांस्तु विविधान् सर्वान् भावांश्च नेच्छति ज्ञानी
ज्ञायकभावो नियतो निरालम्बस्तु सर्वत्र ।।२१४।।
एवमादयोऽन्येऽपि बहुप्रकाराः परद्रव्यस्य ये स्वभावास्तान् सर्वानेव नेच्छति ज्ञानी, तेन
ज्ञानिनः सर्वेषामपि परद्रव्यभावानां परिग्रहो नास्ति इति सिद्धं ज्ञानिनोऽत्यन्तनिष्परिग्रहत्वम्
अथैवमयमशेषभावान्तरपरिग्रहशून्यत्वादुद्वान्तसमस्ताज्ञानः सर्वत्राप्यत्यन्तनिरालम्बो भूत्वा प्रति-

Page 335 of 642
PDF/HTML Page 366 of 673
single page version

ભાવાર્થઃપુણ્ય, પાપ, અશન, પાન વગેરે સર્વ અન્યભાવોનો જ્ઞાનીને પરિગ્રહ નથી
કારણ કે સર્વ પરભાવોને હેય જાણે ત્યારે તેની પ્રાપ્તિની ઇચ્છા થતી નથી.*
હવે આગળની ગાથાની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[ पूर्वबद्ध-निज-कर्म-विपाकात् ] પૂર્વે બંધાયેલા પોતાના કર્મના વિપાકને લીધે
[ ज्ञानिनः यदि उपभोगः भवति तत् भवतु ] જ્ઞાનીને જો ઉપભોગ હોય તો હો, [ अथ च ] પરંતુ
[ रागवियोगात् ] રાગના વિયોગને લીધે (અભાવને લીધે) [ नूनम् ] ખરેખર [ परिग्रहभावम् न
एति ] તે ઉપભોગ પરિગ્રહભાવને પામતો નથી.
ભાવાર્થઃપૂર્વે બંધાયેલા કર્મનો ઉદય આવતાં ઉપભોગસામગ્રી પ્રાપ્ત થાય તેને જો
અજ્ઞાનમય રાગભાવે ભોગવવામાં આવે તો તે ઉપભોગ પરિગ્રહપણાને પામે. પરંતુ જ્ઞાનીને
અજ્ઞાનમય રાગભાવ નથી. તે જાણે છે કે જે પૂર્વે બાંધ્યું હતું તે ઉદયમાં આવી ગયું અને
છૂટી ગયું; હવે હું તેને ભવિષ્યમાં વાંછતો નથી. આ રીતે જ્ઞાનીને રાગરૂપ ઇચ્છા નથી તેથી
તેનો ઉપભોગ પરિગ્રહપણાને પામતો નથી. ૧૪૬.
હવે, જ્ઞાનીને ત્રણે કાળ સંબંધી પરિગ્રહ નથી એમ કહે છેઃ
ઉત્પન્ન ઉદયનો ભોગ નિત્ય વિયોગભાવે જ્ઞાનીને,
ને ભાવી કર્મોદય તણી કાંક્ષા નહીં જ્ઞાની કરે. ૨૧૫.
नियतटङ्कोत्कीर्णैकज्ञायकभावः सन् साक्षाद्विज्ञानघनमात्मानमनुभवति
(स्वागता)
पूर्वबद्धनिजकर्मविपाकात्
ज्ञानिनो यदि भवत्युपभोगः
तद्भवत्वथ च रागवियोगात्
नूनमेति न परिग्रहभावम्
।।१४६।।
उप्पण्णोदयभोगो वियोगबुद्धीए तस्स सो णिच्चं
कंखामणागदस्स य उदयस्स ण कुव्वदे णाणी ।।२१५।।
* પ્રથમ, મોક્ષાભિલાષી સર્વ પરિગ્રહને છોડવા પ્રવૃત્ત થયો હતો; તેણે આ ગાથા સુધીમાં સમસ્ત
પરિગ્રહભાવને છોડ્યો, એ રીતે સમસ્ત અજ્ઞાનને દૂર કર્યું અને જ્ઞાનસ્વરૂપ આત્માને અનુભવ્યો.

Page 336 of 642
PDF/HTML Page 367 of 673
single page version

ગાથાર્થઃ[ उत्पन्नोदयभोगः ] જે ઉત્પન્ન (અર્થાત્ વર્તમાન કાળના) ઉદયનો ભોગ
[ सः ] તે, [ तस्य ] જ્ઞાનીને [ नित्यम् ] સદા [ वियोगबुद्धया ] વિયોગબુદ્ધિએ હોય છે [ च ] અને
[ अनागतस्य उदयस्य ] આગામી (અર્થાત્ ભવિષ્ય કાળના) ઉદયની [ ज्ञानी ] જ્ઞાની [ कांक्षाम् ]
વાંછા [ न करोति ] કરતો નથી.
ટીકાઃકર્મના ઉદયનો ઉપભોગ ત્રણ પ્રકારનો હોયઅતીત (ગયા કાળનો),
પ્રત્યુત્પન્ન (વર્તમાન કાળનો) અને અનાગત (ભવિષ્ય કાળનો). તેમાં પ્રથમ, જે અતીત
ઉપભોગ તે અતીતપણાને લીધે જ (અર્થાત્
વીતી ગયો હોવાને લીધે જ) પરિગ્રહભાવને ધારતો
નથી. અનાગત ઉપભોગ જો વાંછવામાં આવતો હોય તો જ પરિગ્રહભાવને (પરિગ્રહપણાને)
ધારે; અને જે પ્રત્યુત્પન્ન ઉપભોગ તે રાગબુદ્ધિએ પ્રવર્તતો હોય તો જ પરિગ્રહભાવને ધારે.
પ્રત્યુત્પન્ન કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને રાગબુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી કારણ
કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે રાગબુદ્ધિ તેનો અભાવ છે; અને કેવળ વિયોગબુદ્ધિએ જ
(હેયબુદ્ધિએ જ) પ્રવર્તતો તે ખરેખર પરિગ્રહ નથી. માટે પ્રત્યુત્પન્ન કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને
પરિગ્રહ નથી (
પરિગ્રહરૂપ નથી).
જે અનાગત ઉપભોગ તે તો ખરેખર જ્ઞાનીને વાંછિત જ નથી (અર્થાત્ જ્ઞાનીને તેની
વાંછા જ નથી) કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે વાંછા તેનો અભાવ છે. માટે અનાગત
કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહ નથી (
પરિગ્રહરૂપ નથી).
ભાવાર્થઃઅતીત કર્મોદય-ઉપભોગ તો વીતી જ ગયો છે. અનાગત ઉપભોગની
વાંછા નથી; કારણ કે જે કર્મને જ્ઞાની અહિતરૂપ જાણે છે તેના આગામી ઉદયના ભોગની
उत्पन्नोदयभोगो वियोगबुद्धया तस्य स नित्यम्
कांक्षामनागतस्य च उदयस्य न करोति ज्ञानी ।।२१५।।
कर्मोदयोपभोगस्तावत् अतीतः प्रत्युत्पन्नोऽनागतो वा स्यात् तत्रातीतस्तावत्
अतीतत्वादेव स न परिग्रहभावं बिभर्ति अनागतस्तु आकांक्ष्यमाण एव परिग्रहभावं बिभृयात्
प्रत्युत्पन्नस्तु स किल रागबुद्धया प्रवर्तमान एव तथा स्यात् न च प्रत्युत्पन्नः कर्मोदयोपभोगो
ज्ञानिनो रागबुद्धया प्रवर्तमानो दृष्टः, ज्ञानिनोऽज्ञानमयभावस्य रागबुद्धेरभावात् वियोगबुद्धयैव
केवलं प्रवर्तमानस्तु स किल न परिग्रहः स्यात् ततः प्रत्युत्पन्नः कर्मोदयोपभोगो ज्ञानिनः
परिग्रहो न भवेत् अनागतस्तु स किल ज्ञानिनो नाकांक्षित एव, ज्ञानिनोऽज्ञानमय-
भावस्याकांक्षाया अभावात् ततोऽनागतोऽपि कर्मोदयोपभोगो ज्ञानिनः परिग्रहो न भवेत्

Page 337 of 642
PDF/HTML Page 368 of 673
single page version

વાંછા તે કેમ કરે? વર્તમાન ઉપભોગ પ્રત્યે રાગ નથી; કારણ કે જેને હેય જાણે છે તેના
પ્રત્યે રાગ કેમ હોય? આ રીતે જ્ઞાનીને જે ત્રણ કાળ સંબંધી કર્મોદયનો ઉપભોગ તે પરિગ્રહ
નથી. જ્ઞાની જે વર્તમાનમાં ઉપભોગનાં સાધનો ભેળાં કરે છે તે તો પીડા સહી શકાતી નથી
તેનો ઇલાજ કરે છે
રોગી જેમ રોગનો ઇલાજ કરે તેમ. આ, નબળાઈનો દોષ છે.
હવે પૂછે છે કે અનાગત કર્મોદય-ઉપભોગને જ્ઞાની કેમ વાંછતો નથી? તેનો ઉત્તર
કહે છેઃ
રે! વેદ્ય વેદક ભાવ બન્ને સમય સમયે વિણસે,
એ જાણતો જ્ઞાની કદાપિ ન ઉભયની કાંક્ષા કરે. ૨૧૬.
ગાથાર્થઃ[ यः वेदयते ] જે ભાવ વેદે છે (અર્થાત્ વેદકભાવ) અને [ वेद्यते ] જે ભાવ
વેદાય છે (અર્થાત્ વેદ્યભાવ) [ उभयम् ] તે બન્ને ભાવો [ समये समये ] સમયે સમયે [ विनश्यति ]
વિનાશ પામે છે[ तद्ज्ञायकः तु ] એવું જાણનાર [ ज्ञानी ] જ્ઞાની [ उभयम् अपि ] તે બન્ને
ભાવોને [ कदापि ] કદાપિ [ न कांक्षति ] વાંછતો નથી.
ટીકાઃજ્ઞાની તો, સ્વભાવભાવનું ધ્રુવપણું હોવાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવસ્વરૂપ
નિત્ય છે; અને જે *વેદ્ય-વેદક (બે) ભાવો છે તેઓ, વિભાવભાવોનું ઉત્પન્ન થવાપણું અને
વિનાશ થવાપણું હોવાથી, ક્ષણિક છે. ત્યાં, જે ભાવ કાંક્ષમાણ (અર્થાત્ વાંછા કરનારા) એવા
વેદ્યભાવને વેદે છે અર્થાત્ વેદ્યભાવને અનુભવનાર છે તે (વેદકભાવ) જ્યાં સુધીમાં ઉત્પન્ન
થાય ત્યાં સુધીમાં કાંક્ષમાણ (અર્થાત્ વાંછા કરનારો) વેદ્યભાવ વિનાશ પામી જાય છે; તે
कुतोऽनागतमुदयं ज्ञानी नाकांक्षतीति चेत्
जो वेददि वेदिज्जदि समए समए विणस्सदे उभयं
तं जाणगो दु णाणी उभयं पि ण कंखदि कयावि ।।२१६।।
यो वेदयते वेद्यते समये समये विनश्यत्युभयम्
तद्ज्ञायकस्तु ज्ञानी उभयमपि न कांक्षति कदापि ।।२१६।।
ज्ञानी हि तावद् ध्रुवत्वात् स्वभावभावस्य टङ्कोत्कीर्णैकज्ञायकभावो नित्यो भवति, यौ तु
वेद्यवेदकभावौ तौ तूत्पन्नप्रध्वंसित्वाद्विभावभावानां क्षणिकौ भवतः तत्र यो भावः कांक्षमाणं
वेद्यभावं वेदयते स यावद्भवति तावत्कांक्षमाणो वेद्यो भावो विनश्यति; तस्मिन् विनष्टे वेदको भावः
* વેદ્ય = વેદાવાયોગ્ય. વેદક = વેદનાર, અનુભવનાર.
43

Page 338 of 642
PDF/HTML Page 369 of 673
single page version

વિનાશ પામી જતાં, વેદકભાવ શું વેદે? જો એમ કહેવામાં આવે કે કાંક્ષમાણ વેદ્યભાવની પછી
ઉત્પન્ન થતા બીજા વેદ્યભાવને વેદે છે, તો (ત્યાં એમ છે કે) તે બીજો વેદ્યભાવ ઉત્પન્ન થયા
પહેલાં જ તે વેદકભાવ નાશ પામી જાય છે; પછી તે બીજા વેદ્યભાવને કોણ વેદે
? જો એમ
કહેવામાં આવે કે વેદકભાવની પછી ઉત્પન્ન થતો બીજો વેદકભાવ તેને વેદે છે, તો (ત્યાં એમ
છે કે) તે બીજો વેદકભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વેદ્યભાવ વિણસી જાય છે; પછી તે
બીજો વેદકભાવ શું વેદે
? આ રીતે કાંક્ષમાણ ભાવના વેદનની અનવસ્થા છે. તે અનવસ્થાને
જાણતો જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી.
ભાવાર્થઃવેદકભાવ અને વેદ્યભાવને કાળભેદ છે. જ્યારે વેદકભાવ હોય છે ત્યારે
વેદ્યભાવ હોતો નથી અને જ્યારે વેદ્યભાવ હોય છે ત્યારે વેદકભાવ હોતો નથી. જ્યારે
વેદકભાવ આવે છે ત્યારે વેદ્યભાવ વિણસી ગયો હોય છે; પછી વેદકભાવ કોને વેદે
? અને
જ્યારે વેદ્યભાવ આવે છે ત્યારે વેદકભાવ વિણસી ગયો હોય છે; પછી વેદકભાવ વિના વેદ્યને
કોણ વેદે
? આવી અવ્યવસ્થા જાણીને જ્ઞાની પોતે જાણનાર જ રહે છે, વાંછા કરતો નથી.
અહીં પ્રશ્ન થાય છે કેઆત્મા તો નિત્ય છે તેથી તે બન્ને ભાવોને વેદી શકે છે; તો પછી
જ્ઞાની વાંછા કેમ ન કરે? તેનું સમાધાનઃવેદ્ય-વેદક ભાવો વિભાવભાવો છે, સ્વભાવભાવ
નથી, તેથી તેઓ વિનાશિક છે; માટે વાંછા કરનારો એવો વેદ્યભાવ જ્યાં આવે ત્યાં સુધીમાં
વેદકભાવ (ભોગવનારો ભાવ) નાશ પામી જાય છે, અને બીજો વેદકભાવ આવે ત્યાં સુધીમાં
વેદ્યભાવ નાશ પામી જાય છે; એ રીતે વાંછિત ભોગ તો થતો નથી. તેથી જ્ઞાની નિષ્ફળ વાંછા
કેમ કરે
? જ્યાં મનોવાંછિત વેદાતું નથી ત્યાં વાંછા કરવી તે અજ્ઞાન છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[ वेद्य-वेदक-विभाव-चलत्वात् ] વેદ્ય-વેદકરૂપ વિભાવભાવોનું ચળપણું
किं वेदयते ? यदि कांक्षमाणवेद्यभावपृष्ठभाविनमन्यं भावं वेदयते, तदा तद्भवनात्पूर्वं स विनश्यति;
कस्तं वेदयते ? यदि वेदकभावपृष्ठभावी भावोऽन्यस्तं वेदयते, तदा तद्भवनात्पूर्वं स विनश्यति; किं
स वेदयते ? इति कांक्षमाणभाववेदनानवस्था
तां च विजानन् ज्ञानी न किञ्चिदेव कांक्षति
(स्वागता)
वेद्यवेदकविभावचलत्वाद्
वेद्यते न खलु कांक्षितमेव
तेन कांक्षति न किञ्चन विद्वान्
सर्वतोऽप्यतिविरक्तिमुपैति
।।१४७।।

Page 339 of 642
PDF/HTML Page 370 of 673
single page version

(અસ્થિરપણું) હોવાથી [ खलु ] ખરેખર [ कांक्षितम् एव वेद्यते न ] વાંછિત વેદાતું નથી; [ तेन ]
માટે [ विद्वान् किञ्चन कांक्षति न ] જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી; [ सर्वतः अपि अतिविरक्तिम्
उपैति ] સર્વ પ્રત્યે અતિ વિરક્તપણાને (વૈરાગ્યભાવને) પામે છે.
ભાવાર્થઃઅનુભવગોચર જે વેદ્ય-વેદક વિભાવો તેમને કાળભેદ છે, તેમનો મેળાપ
નથી (કારણ કે તેઓ કર્મના નિમિત્તે થતા હોવાથી અસ્થિર છે); માટે જ્ઞાની આગામી કાળ
સંબંધી વાંછા શા માટે કરે
? ૧૪૭.
એ રીતે જ્ઞાનીને સર્વ ઉપભોગો પ્રત્યે વૈરાગ્ય છે એમ હવે કહે છેઃ
સંસારદેહસંબંધી ને બંધોપભોગનિમિત્ત જે,
તે સર્વ અધ્યવસાનઉદયે રાગ થાય ન જ્ઞાનીને. ૨૧૭.
ગાથાર્થઃ[ बन्धोपभोगनिमित्तेषु ] બંધ અને ઉપભોગનાં નિમિત્ત એવા [ संसारदेह-
विषयेषु ] સંસારસંબંધી અને દેહસંબંધી [ अध्यवसानोदयेषु ] અધ્યવસાનના ઉદયોમાં [ ज्ञानिनः ]
જ્ઞાનીને [ रागः ] રાગ [ न एव उत्पद्यते ] ઊપજતો જ નથી.
ટીકાઃઆ લોકમાં જે અધ્યવસાનના ઉદયો છે તેઓ કેટલાક તો સંસારસંબંધી છે
અને કેટલાક શરીરસંબંધી છે. તેમાં, જેટલા સંસારસંબંધી છે તેટલા બંધનનાં નિમિત્ત છે અને
જેટલા શરીરસંબંધી છે તેટલા ઉપભોગનાં નિમિત્ત છે. જેટલા બંધનનાં નિમિત્ત છે તેટલા તો
રાગદ્વેષમોહાદિક છે અને જેટલા ઉપભોગનાં નિમિત્ત છે તેટલા સુખદુઃખાદિક છે. આ બધાયમાં
तथाहि
बंधुवभोगणिमित्ते अज्झवसाणोदएसु णाणिस्स
संसारदेहविसएसु णेव उप्पज्जदे रागो ।।२१७।।
बन्धोपभोगनिमित्तेषु अध्यवसानोदयेषु ज्ञानिनः
संसारदेहविषयेषु नैवोत्पद्यते रागः ।।२१७।।
इह खल्वध्यवसानोदयाः कतरेऽपि संसारविषयाः, कतेरऽपि शरीरविषयाः तत्र यतरे
संसारविषयाः ततरे बन्धनिमित्ताः, यतरे शरीरविषयास्ततरे तूपभोगनिमित्ताः यतरे बन्ध-
निमित्तास्ततरे रागद्वेषमोहाद्याः, यतरे तूपभोगनिमित्तास्ततरे सुखदुःखाद्याः अथामीषु सर्वेष्वपि
ज्ञानिनो नास्ति रागः, नानाद्रव्यस्वभावत्वेन टङ्कोत्कीर्णैक ज्ञायकभावस्वभावस्य तस्य तत्प्रतिषेधात्

Page 340 of 642
PDF/HTML Page 371 of 673
single page version

જ્ઞાનીને રાગ નથી; કારણ કે તેઓ બધાય નાના દ્રવ્યોના સ્વભાવ હોવાથી, ટંકોત્કીર્ણ એક
જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનીને તેમનો નિષેધ છે.
ભાવાર્થઃજે અધ્યવસાનના ઉદયો સંસાર સંબંધી છે અને બંધનનાં નિમિત્ત છે તેઓ
તો રાગ, દ્વેષ, મોહ ઇત્યાદિ છે તથા જે અધ્યવસાનના ઉદયો દેહ સંબંધી છે અને ઉપભોગનાં
નિમિત્ત છે તેઓ સુખ, દુઃખ ઇત્યાદિ છે. તે બધાય (અધ્યવસાનના ઉદયો), નાના દ્રવ્યોના
(અર્થાત્
પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્ય કે જેઓ સંયોગરૂપે છે તેમના) સ્વભાવ છે; જ્ઞાનીનો તો
એક જ્ઞાયકસ્વભાવ છે. માટે જ્ઞાનીને તેમનો નિષેધ છે; તેથી જ્ઞાનીને તેમના પ્રત્યે રાગપ્રીતિ
નથી. પરદ્રવ્ય, પરભાવ સંસારમાં ભ્રમણનાં કારણ છે; તેમના પ્રત્યે પ્રીતિ કરે તો જ્ઞાની શાનો?
હવે આ અર્થના કળશરૂપે તથા આગળના કથનની સૂચનારૂપે શ્લોક કહે છેઃ
શ્લોકાર્થઃ[ इह अकषायितवस्त्रे ] જેમ લોધર, ફટકડી વગેરેથી જે કષાયિત કરવામાં
ન આવ્યું હોય એવા વસ્ત્રમાં [ रङ्गयुक्तिः ] રંગનો સંયોગ, [ अस्वीकृता ] વસ્ત્ર વડે અંગીકાર નહિ
કરાયો થકો, [ बहिः एव हि लुठति ] બહાર જ લોટે છેઅંદર પ્રવેશ કરતો નથી, [ ज्ञानिनः
रागरसरिक्ततया कर्म परिग्रहभावं न हि एति ] તેમ જ્ઞાની રાગરૂપી રસથી રહિત હોવાથી તેને કર્મ
પરિગ્રહપણાને ધારતું નથી.
ભાવાર્થઃજેમ લોધર, ફટકડી વગેરે લગાડ્યા વિના વસ્ત્ર પર રંગ ચડતો નથી તેમ
રાગભાવ વિના જ્ઞાનીને કર્મના ઉદયનો ભોગ પરિગ્રહપણાને પામતો નથી. ૧૪૮.
ફરી કહે છે કેઃ
શ્લોકાર્થઃ[ यतः ] કારણ કે [ ज्ञानवान् ] જ્ઞાની [ स्वरसतः अपि ] નિજ રસથી જ
(स्वागता)
ज्ञानिनो न हि परिग्रहभावं
कर्म रागरसरिक्त तयैति
रङ्गयुक्ति रकषायितवस्त्रे-
ऽस्वीकृतैव हि बहिर्लुठतीह
।।१४८।।
(स्वागता)
ज्ञानवान् स्वरसतोऽपि यतः स्यात्
सर्वरागरसवर्जनशीलः
लिप्यते सकलकर्मभिरेषः
कर्ममध्यपतितोऽपि ततो न
।।१४९।।

Page 341 of 642
PDF/HTML Page 372 of 673
single page version

[ सर्वरागरसवर्जनशीलः ] સર્વ રાગરસના ત્યાગરૂપ સ્વભાવવાળો [ स्यात् ] છે [ ततः ] તેથી [ एषः ]
તે [ कर्ममध्यपतितः अपि ] કર્મ મધ્યે પડ્યો હોવા છતાં પણ [ सकलकर्मभिः ] સર્વ કર્મોથી [ न
लिप्यते ] લેપાતો નથી. ૧૪૯.
હવે આ જ અર્થનું વ્યાખ્યાન ગાથામાં કરે છેઃ
છો સર્વ દ્રવ્યે રાગવર્જક જ્ઞાની કર્મની મધ્યમાં,
પણ રજ થકી લેપાય નહિ, જ્યમ કનક કર્દમમધ્યમાં. ૨૧૮.
પણ સર્વ દ્રવ્યે રાગશીલ અજ્ઞાની કર્મની મધ્યમાં,
તે કર્મરજ લેપાય છે, જ્યમ લોહ કર્દમમધ્યમાં. ૨૧૯.
ગાથાર્થઃ[ ज्ञानी ] જ્ઞાની [ सर्वद्रव्येषु ] કે જે સર્વ દ્રવ્યો પ્રત્યે [ रागप्रहायकः ] રાગ
છોડનારો છે તે [ कर्ममध्यगतः ] કર્મ મધ્યે રહેલો હોય [ तु ] તોપણ [ रजसा ] કર્મરૂપી રજથી
[ नो लिप्यते ] લેપાતો નથી[ यथा ] જેમ [ कनकम् ] સોનું [ कर्दममध्ये ] કાદવ મધ્યે રહેલું હોય
તોપણ લેપાતું નથી તેમ. [ पुनः ] અને [ अज्ञानी ] અજ્ઞાની [ सर्वद्रव्येषु ] કે જે સર્વ દ્રવ્યો પ્રત્યે
[ रक्तः ] રાગી છે તે [ कर्ममध्यगतः ] કર્મ મધ્યે રહ્યો થકો [ कर्मरजसा ] કર્મરજથી [ लिप्यते तु ]
લેપાય છે[ यथा ] જેમ [ लोहम् ] લોખંડ [ कर्दममध्ये ] કાદવ મધ્યે રહ્યું થકું લેપાય છે (અર્થાત્
તેને કાટ લાગે છે) તેમ.
ટીકાઃજેમ ખરેખર સુવર્ણ કાદવ મધ્યે પડ્યું હોય તોપણ કાદવથી લેપાતું નથી
णाणी रागप्पजहो सव्वदव्वेसु कम्ममज्झगदो
णो लिप्पदि रजएण दु कद्दममज्झे जहा कणयं ।।२१८।।
अण्णाणी पुण रत्तो सव्वदव्वेसु कम्ममज्झगदो
लिप्पदि कम्मरएण दु कद्दममज्झे जहा लोहं ।।२१९।।
ज्ञानी रागप्रहायकः सर्वद्रव्येषु कर्ममध्यगतः
नो लिप्यते रजसा तु कर्दममध्ये यथा कनकम् ।।२१८।।
अज्ञानी पुना रक्त : सर्वद्रव्येषु कर्ममध्यगतः
लिप्यते कर्मरजसा तु कर्दममध्ये यथा लोहम् ।।२१९।।
यथा खलु कनकं कर्दममध्यगतमपि कर्दमेन न लिप्यते, तदलेपस्वभावत्वात्; तथा किल

Page 342 of 642
PDF/HTML Page 373 of 673
single page version

(અર્થાત્ તેને કાટ લાગતો નથી) કારણ કે તે કાદવથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળું છે, તેવી
રીતે ખરેખર જ્ઞાની કર્મ મધ્યે રહ્યો હોય તોપણ કર્મથી લેપાતો નથી કારણ કે સર્વ પરદ્રવ્ય
પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ત્યાગરૂપ સ્વભાવપણું હોવાથી જ્ઞાની કર્મથી અલિપ્ત
રહેવાના સ્વભાવવાળો છે. જેમ લોખંડ કાદવ મધ્યે પડ્યુ થકું કાદવથી લેપાય છે (અર્થાત્
તેને કાટ લાગે છે) કારણ કે તે કાદવથી લેપાવાના સ્વભાવવાળું છે, તેવી રીતે ખરેખર અજ્ઞાની
કર્મ મધ્યે રહ્યો થકો કર્મથી લેપાય છે કારણ કે સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ
તેના ગ્રહણરૂપ સ્વભાવપણું હોવાથી અજ્ઞાની કર્મથી લેપાવાના સ્વભાવવાળો છે.
ભાવાર્થઃજેમ કાદવમાં પડેલા સુવર્ણને કાટ લાગતો નથી અને લોખંડને કાટ લાગે
છે, તેમ કર્મ મધ્યે રહેલો જ્ઞાની કર્મથી બંધાતો નથી અને અજ્ઞાની કર્મથી બંધાય છે. આ
જ્ઞાન-અજ્ઞાનનો મહિમા છે.
હવે આ અર્થનું અને આગળના કથનની સૂચનાનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[ इह ] આ લોકમાં [ यस्य याद्रक् यः हि स्वभावः ताद्रक् तस्य वशतः अस्ति ]
જે વસ્તુનો જેવો સ્વભાવ હોય છે તેનો તેવો સ્વભાવ તે વસ્તુના પોતાના વશથી જ (અર્થાત્
પોતાને આધીન જ) હોય છે. [ एषः ] એવો વસ્તુનો જે સ્વભાવ તે, [ परैः ] પરવસ્તુઓ વડે
[ कथञ्चन अपि हि ] કોઈ પણ રીતે [ अन्याद्रशः ] બીજા જેવો [ कर्तुं न शक्यते ] કરી શકાતો
નથી. [ हि ] માટે [ सन्ततं ज्ञानं भवत् ] જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે તે [ कदाचन अपि
अज्ञानं न भवेत् ] કદી પણ અજ્ઞાન થતું નથી; [ ज्ञानिन् ] તેથી હે જ્ઞાની! [ भुंक्ष्व ] તું
(કર્મોદયજનિત) ઉપભોગને ભોગવ, [ इह ] આ જગતમાં [ पर-अपराध-जनितः बन्धः तव नास्ति ]
પરના અપરાધથી ઊપજતો બંધ તને નથી (અર્થાત્ પરના અપરાધથી તને બંધ થતો નથી).
ભાવાર્થઃવસ્તુનો સ્વભાવ વસ્તુને પોતાને આધીન જ છે. માટે જે આત્મા પોતે
ज्ञानी कर्ममध्यगतोऽपि कर्मणा न लिप्यते, सर्वपरद्रव्यकृतरागत्यागशीलत्वे सति तदलेप-
स्वभावत्वात्
यथा लोहं कर्दममध्यगतं सत्कर्दमेन लिप्यते, तल्लेपस्वभावत्वात्; तथा किलाज्ञानी
कर्ममध्यगतः सन् कर्मणा लिप्यते, सर्वपरद्रव्यकृतरागोपादानशीलत्वे सति तल्लेपस्वभावत्वात्
(शार्दूलविक्रीडित)
याद्रक् ताद्रगिहास्ति तस्य वशतो यस्य स्वभावो हि यः
कर्तुं नैष कथञ्चनापि हि परैरन्याद्रशः शक्यते
अज्ञानं न कदाचनापि हि भवेज्ज्ञानं भवत्सन्ततं
ज्ञानिन् भुंक्ष्व परापराधजनितो नास्तीह बन्धस्तव
।।१५०।।

Page 343 of 642
PDF/HTML Page 374 of 673
single page version

જ્ઞાનરૂપે પરિણમે છે તેને પરદ્રવ્ય અજ્ઞાનરૂપે કદી પરિણમાવી શકે નહિ. આમ હોવાથી અહીં
જ્ઞાનીને કહ્યું છે કે
તને પરના અપરાધથી બંધ થતો નથી તેથી તું ઉપભોગને ભોગવ.
ઉપભોગ ભોગવવાથી મને બંધ થશે એવી શંકા ન કર. જો એવી શંકા કરીશ તો ‘પરદ્રવ્ય
વડે આત્માનું બૂરું થાય છે’ એવું માનવાનો પ્રસંગ આવે છે. આ રીતે અહીં જીવને પરદ્રવ્યથી
પોતાનું બૂરું થતું માનવાની શંકા મટાડી છે; ભોગ ભોગવવાની પ્રેરણા કરી સ્વચ્છંદી કર્યો છે
એમ ન સમજવું. સ્વેચ્છાચારી થવું તે તો અજ્ઞાનભાવ છે એમ આગળ કહેશે. ૧૫૦.
હવે આ જ અર્થને દ્રષ્ટાંતથી દ્રઢ કરે છેઃ
જ્યમ શંખ વિવિધ સચિત્ત, મિશ્ર, અચિત્ત દ્રવ્યો ભોગવે,
પણ શંખના શુક્લત્વને નહિ કૃષ્ણ કોઈ કરી શકે; ૨૨૦.
ત્યમ જ્ઞાની વિવિધ સચિત્ત, મિશ્ર, અચિત્ત દ્રવ્યો ભોગવે,
પણ જ્ઞાન જ્ઞાની તણું નહીં અજ્ઞાન કોઈ કરી શકે. ૨૨૧.
જ્યારે સ્વયં તે શંખ શ્વેતસ્વભાવ નિજનો છોડીને
પામે સ્વયં કૃષ્ણત્વ, ત્યારે છોડતો શુક્લત્વને; ૨૨૨.
ત્યમ જ્ઞાની પણ જ્યારે સ્વયં નિજ છોડી જ્ઞાનસ્વભાવને
અજ્ઞાનભાવે પરિણમે, અજ્ઞાનતા ત્યારે લહે. ૨૨૩.
भुंजंतस्स वि विविहे सच्चित्ताचित्तमिस्सिए दव्वे
संखस्स सेदभावो ण वि सक्कदि किण्हगो कादुं ।।२२०।।
तह णाणिस्स वि विविहे सच्चित्ताचित्तमिस्सिए दव्वे
भुंजंतस्स वि णाणं ण सक्कमण्णाणदं णेदुं ।।२२१।।
जइया स एव संखो सेदसहावं तयं पजहिदूण
गच्छेज्ज किण्हभावं तइया सुक्कत्तणं पजहे ।।२२२।।
तह णाणी वि हु जइया णाणसहावं तयं पजहिदूण
अण्णाणेण परिणदो तइया अण्णाणदं गच्छे ।।२२३।।

Page 344 of 642
PDF/HTML Page 375 of 673
single page version

ગાથાર્થઃ[ शंखस्य ] જેમ શંખ [ विविधानि ] અનેક પ્રકારનાં [ सचित्ताचित्तमिश्रितानि ]
સચિત્ત, અચિત્ત અને મિશ્ર [ द्रव्याणि ] દ્રવ્યોને [ भुञ्जानस्य अपि ] ભોગવે છેખાય છે તોપણ
[ श्वेतभावः ] તેનું શ્વેતપણું [ कृष्णकः कर्तुं न अपि शक्यते ] (કોઈથી) કૃષ્ણ કરી શકાતું નથી,
[ तथा ] તેમ [ ज्ञानिनः अपि ] જ્ઞાની પણ [ विविधानि ] અનેક પ્રકારનાં [ सचित्ताचित्तमिश्रितानि ]
સચિત્ત, અચિત્ત અને મિશ્ર [ द्रव्याणि ] દ્રવ્યોને [ भुञ्जानस्य अपि ] ભોગવે તોપણ [ ज्ञानं ] તેનું
જ્ઞાન [ अज्ञानतां नेतुम् न शक्यम् ] (કોઈથી) અજ્ઞાન કરી શકાતું નથી.
[ यदा ] જ્યારે [ सः एव शंखः ] તે જ શંખ (પોતે) [ तकं श्वेतस्वभावं ] તે શ્વેત સ્વભાવને
[ प्रहाय ] છોડીને [ कृष्णभावं गच्छेत् ] કૃષ્ણભાવને પામે (અર્થાત્ કૃષ્ણભાવે પરિણમે) [ तदा ]
ત્યારે [ शुक्लत्वं प्रजह्यात् ] શ્વેતપણાને છોડે (અર્થાત્ કાળો બને), [ तथा ] તેવી રીતે [ खलु ]
ખરેખર [ ज्ञानी अपि ] જ્ઞાની પણ (પોતે) [ यदा ] જ્યારે [ तकं ज्ञानस्वभावं ] તે જ્ઞાનસ્વભાવને
[ प्रहाय ] છોડીને [ अज्ञानेन ] અજ્ઞાનરૂપે [ परिणतः ] પરિણમે [ तदा ] ત્યારે [ अज्ञानतां ]
અજ્ઞાનપણાને [ गच्छेत् ] પામે.
ટીકાઃજેમ શંખ પરદ્રવ્યને ભોગવેખાય તોપણ તેનું શ્વેતપણું પર વડે કૃષ્ણ કરી
શકાતું નથી કારણ કે પર અર્થાત્ પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત (અર્થાત્
કારણ) બની શકતું નથી, તેવી રીતે જ્ઞાની પરદ્રવ્યને ભોગવે તોપણ તેનું જ્ઞાન પર વડે અજ્ઞાન
કરી શકાતું નથી કારણ કે પર અર્થાત્
પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત
भुञ्जानस्यापि विविधानि सचित्ताचित्तमिश्रितानि द्रव्याणि
शंखस्य श्वेतभावो नापि शक्यते कृष्णकः कर्तुम् ।।२२०।।
तथा ज्ञानिनोऽपि विविधानि सचित्ताचित्तमिश्रितानि द्रव्याणि
भुञ्जानस्यापि ज्ञानं न शक्यमज्ञानतां नेतुम् ।।२२१।।
यदा स एव शंखः श्वेतस्वभावं तकं प्रहाय
गच्छेत् कृष्णभावं तदा शुक्लत्वं प्रजह्यात् ।।२२२।।
तथा ज्ञान्यपि खलु यदा ज्ञानस्वभावं तकं प्रहाय
अज्ञानेन परिणतस्तदा अज्ञानतां गच्छेत् ।।२२३।।
यथा खलु शंखस्य परद्रव्यमुपभुञ्जानस्यापि न परेण श्वेतभावः कृष्णः कर्तुं शक्येत,
परस्य परभावत्वनिमित्तत्वानुपपत्तेः, तथा किल ज्ञानिनः परद्रव्यमुपभुञ्जानस्यापि न परेण
ज्ञानमज्ञानं कर्तुं शक्येत, परस्य परभावत्वनिमित्तत्वानुपपत्तेः
ततो ज्ञानिनः परापराधनिमित्तो

Page 345 of 642
PDF/HTML Page 376 of 673
single page version

બની શકતું નથી. માટે જ્ઞાનીને પરના અપરાધના નિમિત્તે બંધ થતો નથી.
વળી જ્યારે તે જ શંખ, પરદ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો થકો, શ્વેતભાવને
છોડીને સ્વયમેવ કૃષ્ણભાવે પરિણમે ત્યારે તેનો શ્વેતભાવ સ્વયંકૃત કૃષ્ણભાવ થાય (અર્થાત્
પોતાથી જ કરવામાં આવેલા કૃષ્ણભાવરૂપ થાય), તેવી રીતે જ્યારે તે જ જ્ઞાની, પરદ્રવ્યને
ભોગવતો અથવા નહિ ભોગવતો થકો, જ્ઞાનને છોડીને સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે તેનું
જ્ઞાન સ્વયંકૃત અજ્ઞાન થાય. માટે જ્ઞાનીને જો (બંધ) થાય તો પોતાના જ અપરાધના નિમિત્તે
(અર્થાત્
પોતે જ અજ્ઞાનપણે પરિણમે ત્યારે) બંધ થાય છે.
ભાવાર્થઃજેમ શંખ કે જે શ્વેત છે તે પરના ભક્ષણથી કાળો થતો નથી પરંતુ જ્યારે
પોતે જ કાલિમારૂપે પરિણમે ત્યારે કાળો થાય છે, તેવી રીતે જ્ઞાની પરના ઉપભોગથી અજ્ઞાની
થતો નથી પરંતુ જ્યારે પોતે જ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે અજ્ઞાની થાય છે અને ત્યારે બંધ
કરે છે.
હવે આનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[ ज्ञानिन् ] હે જ્ઞાની, [ जातु किञ्चित् कर्म कर्तुम् उचितं न ] તારે કદી કાંઈ
પણ કર્મ કરવું યોગ્ય નથી [ तथापि ] તોપણ [ यदि उच्यते ] જો તું એમ કહે છે કે ‘[ परं मे
जातु न, भुंक्षे ] પરદ્રવ્ય મારું તો કદી નથી અને હું તેને ભોગવું છું’, [ भोः दुर्भुक्तः एव असि ]
તો તને કહેવામાં આવે છે (અર્થાત્ અમે કહીએ છીએ) કે હે ભાઈ, તું ખોટી (ખરાબ)
રીતે જ ભોગવનાર છે; [ हन्त ] જે તારું નથી તેને તું ભોગવે છે એ મહા ખેદ છે! [ यदि
उपभोगतः बन्धः न स्यात् ] જો તું કહે કે ‘પરદ્રવ્યના ઉપભોગથી બંધ થતો નથી એમ સિદ્ધાંતમાં
नास्ति बन्धः यथा च यदा स एव शंखः परद्रव्यमुपभुञ्जानोऽनुपभुञ्जानो वा श्वेतभावं प्रहाय
स्वयमेव कृष्णभावेन परिणमते तदास्य श्वेतभावः स्वयंकृतः कृष्णभावः स्यात्, तथा यदा स
एव ज्ञानी परद्रव्यमुपभुञ्जानोऽनुपभुञ्जानो वा ज्ञानं प्रहाय स्वयमेवाज्ञानेन परिणमते तदास्य ज्ञानं
स्वयंकृतमज्ञानं स्यात्
ततो ज्ञानिनो यदि (बन्धः) स्वापराधनिमित्तो बन्धः
(शार्दूलविक्रीडित)
ज्ञानिन् कर्म न जातु कर्तुमुचितं किञ्चित्तथाप्युच्यते
भुंक्षे हन्त न जातु मे यदि परं दुर्भुक्त एवासि भोः
बन्धः स्यादुपभोगतो यदि न तत्किं कामचारोऽस्ति ते
ज्ञानं सन्वस बन्धमेष्यपरथा स्वस्यापराधाद्ध्रुवम्
।।१५१।।
44

Page 346 of 642
PDF/HTML Page 377 of 673
single page version

કહ્યું છે માટે ભોગવું છું’, [ तत् किं ते कामचारः अस्ति ] તો શું તને ભોગવવાની ઇચ્છા છે?
[ ज्ञानं सन् वस ] જ્ઞાનરૂપ થઈને વસ (શુદ્ધ સ્વરૂપમાં નિવાસ કર), [ अपरथा ] નહિ તો
(અર્થાત્ જો ભોગવવાની ઇચ્છા કરીશઅજ્ઞાનરૂપે પરિણમીશ તો) [ ध्रुवम् स्वस्य अपराधात्
बन्धम् एषि ] તું ચોક્કસ પોતાના અપરાધથી બંધને પામીશ.
ભાવાર્થઃજ્ઞાનીને કર્મ તો કરવું જ ઉચિત નથી. જો પરદ્રવ્ય જાણીને પણ તેને
ભોગવે તો એ યોગ્ય નથી. પરદ્રવ્યના ભોગવનારને તો જગતમાં ચોર કહેવામાં આવે છે,
અન્યાયી કહેવામાં આવે છે. વળી ઉપભોગથી બંધ કહ્યો નથી તે તો, જ્ઞાની ઇચ્છા વિના પરની
બળજોરીથી ઉદયમાં આવેલાને ભોગવે ત્યાં તેને બંધ કહ્યો નથી. જો પોતે ઇચ્છાથી ભોગવે
તો તો પોતે અપરાધી થયો, ત્યાં બંધ કેમ ન થાય
? ૧૫૧.
હવે આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[ यत् किल कर्म एव कर्तारं स्वफलेन बलात् नो योजयेत् ] કર્મ જ તેના
કર્તાને પોતાના ફળ સાથે બળજોરીથી જોડતું નથી (કે તું મારા ફળને ભોગવ), [ फललिप्सुः
एव हि कुर्वाणः कर्मणः यत् फलं प्राप्नोति ] *ફળની ઇચ્છાવાળો જ કર્મ કરતો થકો કર્મના ફળને
પામે છે; [ ज्ञानं सन् ] માટે જ્ઞાનરૂપે રહેતો અને [ तद्-अपास्त-रागरचनः ] જેણે કર્મ પ્રત્યે રાગની
રચના દૂર કરી છે એવો [ मुनिः ] મુનિ, [ तत्-फल-परित्याग-एक-शीलः ] કર્મના ફળના
પરિત્યાગરૂપ જ જેનો એક સ્વભાવ છે એવો હોવાથી, [ कर्म कुर्वाणः अपि हि ] કર્મ કરતો
છતો પણ [ कर्मणा नो बध्यते ] કર્મથી બંધાતો નથી.
ભાવાર્થઃકર્મ તો કર્તાને જબરદસ્તીથી પોતાના ફળ સાથે જોડતું નથી પરંતુ જે
કર્મને કરતો થકો તેના ફળની ઇચ્છા કરે તે જ તેનું ફળ પામે છે. માટે જે જ્ઞાનરૂપે વર્તે
છે અને રાગ વિના કર્મ કરે છે એવો મુનિ કર્મથી બંધાતો નથી કારણ કે તેને કર્મના ફળની
ઇચ્છા નથી. ૧૫૨.
(शार्दूलविक्रीडित)
कर्तारं स्वफलेन यत्किल बलात्कर्मैव नो योजयेत्
कुर्वाणः फललिप्सुरेव हि फलं प्राप्नोति यत्कर्मणः
ज्ञानं संस्तदपास्तरागरचनो नो बध्यते कर्मणा
कुर्वाणोऽपि हि कर्म तत्फलपरित्यागैकशीलो मुनिः
।।१५२।।
* કર્મનું ફળ એટલે (૧) રંજિત પરિણામ, અથવા તો (૨) સુખ (રંજિત પરિણામ) ઉત્પન્ન કરનારા
આગામી ભોગો.

Page 347 of 642
PDF/HTML Page 378 of 673
single page version

હવે આ અર્થને દ્રષ્ટાંતથી દ્રઢ કરે છેઃ
જ્યમ જગતમાં કો પુરુષ વૃત્તિનિમિત્ત સેવે ભૂપને,
તો ભૂપ પણ સુખજનક વિધવિધ ભોગ આપે પુરુષને; ૨૨૪.
ત્યમ જીવપુરુષ પણ કર્મરજનું સુખઅરથ સેવન કરે,
તો કર્મ પણ સુખજનક વિધવિધ ભોગ આપે જીવને. ૨૨૫.
વળી તે જ નર જ્યમ વૃત્તિ અર્થે ભૂપને સેવે નહીં,
તો ભૂપ પણ સુખજનક વિધવિધ ભોગને આપે નહીં; ૨૨૬.
સુદ્રષ્ટિને ત્યમ વિષય અર્થે કર્મરજસેવન નથી,
તો કર્મ પણ સુખજનક વિધવિધ ભોગને દેતાં નથી. ૨૨૭.
ગાથાર્થઃ[ यथा ] જેમ [ इह ] આ જગતમાં [ कः अपि पुरुषः ] કોઈ પુરુષ
[ वृत्तिनिमित्तं तु ] આજીવિકા અર્થે [ राजानम् ] રાજાને [ सेवते ] સેવે છે [ तद् ] તો [ सः राजा
अपि ] તે રાજા પણ તેને [ सुखोत्पादकान् ] સુખ ઉત્પન્ન કરનારા [ विविधान् ] અનેક પ્રકારના
पुरिसो जह को वि इहं वित्तिणिमित्तं तु सेवदे रायं
तो सो वि देदि राया विविहे भोगे सुहुप्पाए ।।२२४।।
एमेव जीवपुरिसो कम्मरयं सेवदे सुहणिमित्तं
तो सो वि देदि कम्मो विविहे भोगे सुहुप्पाए ।।२२५।।
जह पुण सो च्चिय पुरिसो वित्तिणिमित्तं ण सेवदे रायं
तो सो ण देदि राया विविहे भोगे सुहुप्पाए ।।२२६।।
एमेव सम्मदिट्ठी विसयत्थं सेवदे ण कम्मरयं
तो सो ण देदि कम्मो विविहे भोगे सुहुप्पाए ।।२२७।।
पुरुषो यथा कोऽपीह वृत्तिनिमित्तं तु सेवते राजानम्
तत्सोऽपि ददाति राजा विविधान् भोगान् सुखोत्पादकान् ।।२२४।।
एवमेव जीवपुरुषः कर्मरजः सेवते सुखनिमित्तम्
तत्तदपि ददाति कर्म विविधान् भोगान् सुखोत्पादकान् ।।२२५।।

Page 348 of 642
PDF/HTML Page 379 of 673
single page version

[ भोगान् ] ભોગો [ ददाति ] આપે છે, [ एवम् एव ] તેવી જ રીતે [ जीवपुरुषः ] જીવપુરુષ
[ सुखनिमित्तम् ] સુખ અર્થે [ कर्मरजः ] કર્મરજને [ सेवते ] સેવે છે [ तद् ] તો [ तत् कर्म अपि ]
તે કર્મ પણ તેને [ सुखोत्पादकान् ] સુખ ઉત્પન્ન કરનારા [ विविधान् ] અનેક પ્રકારના [ भोगान् ]
ભોગો [ ददाति ] આપે છે.
[ पुनः ] વળી [ यथा ] જેમ [ सः एव पुरुषः ] તે જ પુરુષ [ वृत्तिनिमित्तं ] આજીવિકા અર્થે
[ राजानम् ] રાજાને [ न सेवते ] નથી સેવતો [ तद् ] તો [ सः राजा अपि ] તે રાજા પણ તેને
[ सुखोत्पादकान् ] સુખ ઉત્પન્ન કરનારા [ विविधान् ] અનેક પ્રકારના [ भोगान् ] ભોગો [ न ददाति ]
નથી આપતો, [ एवम् एव ] તેવી જ રીતે [ सम्यग्द्रष्टिः ] સમ્યગ્દ્રષ્ટિ [ विषयार्थं ] વિષય અર્થે
[ कर्मरजः ] કર્મરજને [ न सेवते ] નથી સેવતો [ तद् ] તો (અર્થાત્ તેથી) [ तत् कर्म ] તે કર્મ પણ
તેને [ सुखोत्पादकान् ] સુખ ઉત્પન્ન કરનારા [ विविधान् ] અનેક પ્રકારના [ भोगान् ] ભોગો [ न
ददाति ] નથી આપતું.
ટીકાઃજેમ કોઈ પુરુષ ફળ અર્થે રાજાને સેવે છે તો તે રાજા તેને ફળ આપે છે,
તેમ જીવ ફળ અર્થે કર્મને સેવે છે તો તે કર્મ તેને ફળ આપે છે. વળી જેમ તે જ પુરુષ ફળ
અર્થે રાજાને નથી સેવતો તો તે રાજા તેને ફળ નથી આપતો, તેમ સમ્યગ્દ્રષ્ટિ ફળ અર્થે કર્મને
નથી સેવતો તો (અર્થાત્
તેથી) તે કર્મ તેને ફળ નથી આપતું. એમ તાત્પર્ય (અર્થાત્ કહેવાનો
આશય) છે.
ભાવાર્થઃઅહીં એક આશય તો આ પ્રમાણે છેઃઅજ્ઞાની વિષયસુખ અર્થે અર્થાત્
રંજિત પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવે છે તેથી તે કર્મ તેને (વર્તમાનમાં) રંજિત પરિણામ
આપે છે. જ્ઞાની વિષયસુખ અર્થે અર્થાત્
રંજિત પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવતો નથી તેથી
તે કર્મ તેને રંજિત પરિણામ ઉત્પન્ન કરતું નથી.
यथा पुनः स एव पुरुषो वृत्तिनिमित्तं न सेवते राजानम्
तत्सोऽपि न ददाति राजा विविधान् भोगान् सुखोत्पादकान् ।।२२६।।
एवमेव सम्यग्द्रष्टिः विषयार्थं सेवते न कर्मरजः
तत्तन्न ददाति कर्म विविधान् भोगान् सुखोत्पादकान् ।।२२७।।
यथा कश्चित्पुरुषो फलार्थं राजानं सेवते ततः स राजा तस्य फलं ददाति, तथा जीवः
फलार्थं कर्म सेवते ततस्तत्कर्म तस्य फलं ददाति यथा च स एव पुरुष फलार्थं राजानं न
सेवते ततः स राजा तस्य फलं न ददाति, तथा सम्यग्द्रष्टिः फलार्थं कर्म न सेवते ततस्तत्कर्म
तस्य फलं न ददातीति तात्पर्यम्

Page 349 of 642
PDF/HTML Page 380 of 673
single page version

બીજો આશય આ પ્રમાણે છેઃઅજ્ઞાની સુખ (રાગાદિપરિણામ) ઉત્પન્ન કરનારા
આગામી ભોગોની અભિલાષાથી વ્રત, તપ વગેરે શુભ કર્મ કરે છે તેથી તે કર્મ તેને રાગાદિ-
પરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગો આપે છે. જ્ઞાનીની બાબતમાં આથી વિપરીત સમજવું.
આ રીતે અજ્ઞાની ફળની વાંછાથી કર્મ કરે છે તેથી તે ફળને પામે છે અને જ્ઞાની ફળની
વાંછા વિના કર્મ કરે છે તેથી તે ફળને પામતો નથી.
હવે, ‘‘જેને ફળની વાંછા નથી તે કર્મ શા માટે કરે?’’ એવી આશંકા દૂર કરવાને કાવ્ય
કહે છેઃ
શ્લોકાર્થઃ[ येन फलं त्यक्तं सः कर्म कुरुते इति वयं न प्रतीमः ] જેણે કર્મનું ફળ છોડ્યું
છે તે કર્મ કરે એમ તો અમે પ્રતીતિ કરી શકતા નથી. [ किन्तु ] પરંતુ ત્યાં એટલું વિશેષ છે
કે[ अस्य अपि कुतः अपि किंचित् अपि तत् कर्म अवशेन आपतेत् ] તેને (જ્ઞાનીને) પણ કોઈ
કારણે કાંઈક એવું કર્મ અવશપણે (તેના વશ વિના) આવી પડે છે. [ तस्मिन् आपतिते तु ]
તે આવી પડતાં પણ, [ अकम्प-परम-ज्ञानस्वभावे स्थितः ज्ञानी ] જે અકંપ પરમજ્ઞાનસ્વભાવમાં સ્થિત
છે એવો જ્ઞાની [ कर्म ] કર્મ [ किं कुरुते अथ किं न कुरुते ] કરે છે કે નથી કરતો [ इति कः
जानाति ] તે કોણ જાણે?
ભાવાર્થઃજ્ઞાનીને પરવશે કર્મ આવી પડે છે તોપણ જ્ઞાની જ્ઞાનથી ચલાયમાન થતો
નથી. માટે જ્ઞાનથી અચલાયમાન તે જ્ઞાની કર્મ કરે છે કે નથી કરતો તે કોણ જાણે? જ્ઞાનીની
વાત જ્ઞાની જ જાણે. જ્ઞાનીના પરિણામ જાણવાનું સામર્થ્ય અજ્ઞાનીનું નથી.
અવિરત સમ્યગ્દ્રષ્ટિથી માંડીને ઉપરના બધાય જ્ઞાની જ સમજવા. તેમાં, અવિરત
સમ્યગ્દ્રષ્ટિ, દેશવિરત સમ્યગ્દ્રષ્ટિ અને આહારવિહાર કરતા મુનિઓને બાહ્યક્રિયાકર્મ પ્રવર્તે છે,
તોપણ જ્ઞાનસ્વભાવથી અચલિત હોવાને લીધે નિશ્ચયથી તેઓ બાહ્યક્રિયાકર્મના કર્તા નથી, જ્ઞાનના
જ કર્તા છે. અંતરંગ મિથ્યાત્વના અભાવથી તથા યથાસંભવ કષાયના અભાવથી તેમના પરિણામ
ઉજ્જ્વળ છે. તે ઉજ્જ્વળતાને તેઓ જ (
જ્ઞાનીઓ જ) જાણે છે, મિથ્યાદ્રષ્ટિઓ તે
(शार्दूलविक्रीडित)
त्यक्तं येन फलं स कर्म कुरुते नेति प्रतीमो वयं
किंत्वस्यापि कुतोऽपि किञ्चिदपि तत्कर्मावशेनापतेत्
तस्मिन्नापतिते त्वकम्पपरमज्ञानस्वभावे स्थितो
ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते कर्मेति जानाति कः
।।१५३।।