Samaysar (Gujarati). Kalash: 154-163 ; Gatha: 228-241 ; Bandh Adhikar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 20 of 34

 

Page 350 of 642
PDF/HTML Page 381 of 673
single page version

ઉજ્જ્વળતાને જાણતા નથી. મિથ્યાદ્રષ્ટિ તો બહિરાત્મા છે, બહારથી જ ભલું બૂરું માને છે;
અંતરાત્માની ગતિ બહિરાત્મા શું જાણે
? ૧૫૩.
હવે, આ જ અર્થના સમર્થનરૂપે અને આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[ यत् भय-चलत्-त्रैलोक्य-मुक्त-अध्वनि वज्रे पतति अपि ] જેના ભયથી
ચલાયમાન થતાખળભળી જતાત્રણે લોક પોતાનો માર્ગ છોડી દે છે એવો વજ્રપાત થવા
છતાં, [ अमी ] આ સમ્યગ્દ્રષ્ટિ જીવો, [ निसर्ग-निर्भयतया ] સ્વભાવથી જ નિર્ભય હોવાને લીધે,
[ सर्वाम् एव शङ्कां विहाय ] સમસ્ત શંકા છોડીને, [ स्वयं स्वम् अवध्य-बोध-वपुषं जानन्तः ] પોતે
પોતાને (અર્થાત્ આત્માને) જેનું જ્ઞાનરૂપી શરીર અવધ્ય (અર્થાત્ કોઈથી હણી શકાય નહિ
એવું) છે એવો જાણતા થકા, [ बोधात् च्यवन्ते न हि ] જ્ઞાનથી ચ્યુત થતા નથી. [ इदं परं साहसम्
सम्यग्द्रष्टयः एव क र्तुं क्षमन्ते ] આવું પરમ સાહસ કરવાને માત્ર સમ્યગ્દ્રષ્ટિઓ જ સમર્થ છે.
ભાવાર્થઃસમ્યગ્દ્રષ્ટિ નિઃશંકિતગુણ સહિત હોય છે તેથી ગમે તેવા શુભાશુભ
કર્મના ઉદય વખતે પણ તેઓ જ્ઞાનરૂપે જ પરિણમે છે. જેના ભયથી ત્રણ લોકના જીવો કંપી
ઊઠે છે
ખળભળી જાય છે અને પોતાનો માર્ગ છોડી દે છે એવો વજ્રપાત થવા છતાં
સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાના સ્વરૂપને જ્ઞાનશરીરવાળું માનતો થકો જ્ઞાનથી ચલાયમાન થતો નથી.
તેને એમ શંકા નથી થતી કે આ વજ્રપાતથી મારો નાશ થઈ જશે; પર્યાયનો વિનાશ થાય
તો ઠીક જ છે કારણ કે તેનો તો વિનાશિક સ્વભાવ જ છે. ૧૫૪.
હવે આ અર્થને ગાથા દ્વારા કહે છેઃ
સમ્યક્ત્વવંત જીવો નિઃશંકિત, તેથી છે નિર્ભય અને
છે સપ્તભયપ્રવિમુક્ત જેથી, તેથી તે નિઃશંક છે. ૨૨૮.
(शार्दूलविक्रीडित)
सम्यग्द्रष्टय एव साहसमिदं कर्तुं क्षमन्ते परं
यद्वज्रेऽपि पतत्यमी भयचलत्त्रैलोक्यमुक्ताध्वनि
सर्वामेव निसर्गनिर्भयतया शङ्कां विहाय स्वयं
जानन्तः स्वमवध्यबोधवपुषं बोधाच्च्यवन्ते न हि
।।१५४।।
सम्माद्दिट्ठी जीवा णिस्संका होंति णिब्भया तेण
सत्तभयविप्पमुक्का जम्हा तम्हा दु णिस्संका ।।२२८।।

Page 351 of 642
PDF/HTML Page 382 of 673
single page version

ગાથાર્થઃ[ सम्यग्दृष्टयः जीवाः ] સમ્યગ્દ્રષ્ટિ જીવો [ निश्शङ्काः भवन्ति ] નિઃશંક
હોય છે [ तेन ] તેથી [ निर्भयाः ] નિર્ભય હોય છે; [ तु ] અને [ यस्मात् ] કારણ કે
[ सप्तभयविप्रमुक्ताः ] સપ્ત ભયથી રહિત હોય છે [ तस्मात् ] તેથી [ निश्शङ्काः ] નિઃશંક હોય છે
(અડોલ હોય છે).
ટીકાઃકારણ કે સમ્યગ્દ્રષ્ટિઓ સદાય સર્વ કર્મોનાં ફળ પ્રત્યે નિરભિલાષ હોવાથી
કર્મ પ્રત્યે અત્યંત નિરપેક્ષપણે વર્તે છે, તેથી ખરેખર તેઓ અત્યંત નિઃશંક દારુણ (દ્રઢ)
નિશ્ચયવાળા હોવાથી અત્યંત નિર્ભય છે એમ સંભાવના કરવામાં આવે છે (અર્થાત્
એમ
યોગ્યપણે ગણવામાં આવે છે).
હવે સાત ભયનાં કળશરૂપ કાવ્યો કહેવામાં આવે છે, તેમાં પ્રથમ આ લોકના તથા
પરલોકના એમ બે ભયનું એક કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[ एषः ] આ ચિત્સ્વરૂપ લોક જ [ विविक्तात्मनः ] ભિન્ન આત્માનો
(અર્થાત્ પરથી ભિન્નપણે પરિણમતા આત્માનો) [ शाश्वतः एक : सक ल-व्यक्त : लोक : ] શાશ્વત,
એક અને સકલવ્યક્ત (સર્વ કાળે પ્રગટ એવો) લોક છે; [ यत् ] કારણ કે [ के वलम् चित्-
लोकं ] માત્ર ચિત્સ્વરૂપ લોકને [ अयं स्वयमेव एक क : लोक यति ] આ જ્ઞાની આત્મા સ્વયમેવ
એકલો અવલોકે છેઅનુભવે છે. આ ચિત્સ્વરૂપ લોક જ તારો છે, [ तद्-अपरः ] તેનાથી
બીજો કોઈ લોક[ अयं लोक : अपरः ] આ લોક કે પરલોક[ तव न ] તારો નથી એમ જ્ઞાની
વિચારે છે, જાણે છે, [ तस्य तद्-भीः कु तः अस्ति ] તેથી જ્ઞાનીને આ લોકનો તથા પરલોકનો
सम्यग्द्रष्टयो जीवा निश्शङ्का भवन्ति निर्भयास्तेन
सप्तभयविप्रमुक्ता यस्मात्तस्मात्तु निश्शङ्काः ।।२२८।।
येन नित्यमेव सम्यग्द्रष्टयः सकलकर्मफलनिरभिलाषाः सन्तोऽत्यन्तकर्मनिरपेक्षतया वर्तन्ते,
तेन नूनमेते अत्यन्तनिश्शङ्कदारुणाध्यवसायाः सन्तोऽत्यन्तनिर्भयाः सम्भाव्यन्ते
(शार्दूलविक्रीडित)
लोकः शाश्वत एक एष सकलव्यक्तो विविक्तात्मन-
श्चिल्लोकं स्वयमेव केवलमयं यल्लोकयत्येककः
लोकोऽयं न तवापरस्तदपरस्तस्यास्ति तद्भीः कुतो
निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति
।।१५५।।

Page 352 of 642
PDF/HTML Page 383 of 673
single page version

ભય ક્યાંથી હોય? [ सः स्वयं सततं निश्शङ्कः सहजं ज्ञानं सदा विन्दति ] તે તો પોતે નિરંતર
નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને (પોતાના જ્ઞાનસ્વભાવને) સદા અનુભવે છે.
ભાવાર્થઃ‘આ ભવમાં જીવન પર્યંત અનુકૂળ સામગ્રી રહેશે કે નહિ?’ એવી ચિંતા
રહે તે આ લોકનો ભય છે. ‘પરભવમાં મારું શું થશે?’ એવી ચિંતા રહે તે પરલોકનો ભય
છે. જ્ઞાની જાણે છે કે
આ ચૈતન્ય જ મારો એક, નિત્ય લોક છે કે જે સર્વ કાળે પ્રગટ
છે. આ સિવાયનો બીજો કોઈ લોક મારો નથી. આ મારો ચૈતન્યસ્વરૂપ લોક તો કોઈથી
બગાડ્યો બગડતો નથી. આવું જાણતા જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય ક્યાંથી હોય
?
કદી ન હોય. તે તો પોતાને સ્વાભાવિક જ્ઞાનરૂપ જ અનુભવે છે. ૧૫૫.
હવે વેદનાભયનું કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[ निर्भेद-उदित-वेद्य-वेदक -बलात् ] અભેદસ્વરૂપ વર્તતા વેદ્ય-વેદકના બળથી
(અર્થાત્ વેદ્ય અને વેદક અભેદ જ હોય છે એવી વસ્તુસ્થિતિના બળથી) [ यद् एकं अचलं
ज्ञानं स्वयं अनाकु लैः सदा वेद्यते ] એક અચળ જ્ઞાન જ સ્વયં નિરાકુળ પુરુષો વડે (જ્ઞાનીઓ
વડે) સદા વેદાય છે, [ एषा एका एव हि वेदना ] તે આ એક જ વેદના (જ્ઞાનવેદન)
જ્ઞાનીઓને છે. (આત્મા વેદનાર છે અને જ્ઞાન વેદાવાયોગ્ય છે.) [ ज्ञानिनः अन्या आगत-वेदना
एव हि न एव भवेत् ] જ્ઞાનીને બીજી કોઈ આવેલી (પુદ્ગલથી થયેલી) વેદના હોતી
જ નથી, [ तद्-भीः कु तः ] તેથી તેને વેદનાનો ભય ક્યાંથી હોય? [ सः स्वयं सततं
निश्शङ्कः सहजं ज्ञानं सदा विन्दति ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને
સદા અનુભવે છે.
ભાવાર્થઃસુખદુઃખને ભોગવવું તે વેદના છે. જ્ઞાનીને પોતાના એક જ્ઞાનમાત્ર
સ્વરૂપનો જ ભોગવટો છે. તે પુદ્ગલથી થયેલી વેદનાને વેદના જ જાણતો નથી. માટે જ્ઞાનીને
વેદનાભય નથી. તે તો સદા નિર્ભય વર્તતો થકો જ્ઞાનને અનુભવે છે. ૧૫૬.
(शार्दूलविक्रीडित)
एषैकैव हि वेदना यदचलं ज्ञानं स्वयं वेद्यते
निर्भेदोदितवेद्यवेदकबलादेकं सदानाकुलैः
नैवान्यागतवेदनैव हि भवेत्तद्भीः कुतो ज्ञानिनो
निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति
।।१५६।।

Page 353 of 642
PDF/HTML Page 384 of 673
single page version

(शार्दूलविक्रीडित)
यत्सन्नाशमुपैति तन्न नियतं व्यक्ते ति वस्तुस्थिति-
र्ज्ञानं सत्स्वयमेव तत्किल ततस्त्रातं किमस्यापरैः
अस्यात्राणमतो न किञ्चन भवेत्तद्भीः कुतो ज्ञानिनो
निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति
।।१५७।।
(शार्दूलविक्रीडित)
स्वं रूपं किल वस्तुनोऽस्ति परमा गुप्तिः स्वरूपे न य-
च्छक्त : कोऽपि परः प्रवेष्टुमकृतं ज्ञानं स्वरूपं च नुः
अस्यागुप्तिरतो न काचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो
निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति
।।१५८।।
હવે અરક્ષાભયનું કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[यत् सत् तत् नाशं न उपैति इति वस्तुस्थितिः नियतं व्यक्ता] જે સત્ છે તે
નાશ પામતું નથી એવી વસ્તુસ્થિતિ નિયતપણે પ્રગટ છે. [तत् ज्ञानं किल स्वयमेव सत् ] આ જ્ઞાન
પણ સ્વયમેવ સત્ (અર્થાત્ સત્સ્વરૂપ વસ્તુ) છે (માટે નાશ પામતું નથી), [ततः अपरैः अस्य
त्रातं किं] તેથી વળી પર વડે તેનું રક્ષણ શું? [अतः अस्य किञ्चन अत्राणं न भवेत् ] આ રીતે
(જ્ઞાન પોતાથી જ રક્ષિત હોવાથી) તેનું જરા પણ અરક્ષણ થઈ શકતું નથી [ज्ञानिनः तद्-भी कुतः]
માટે (આવું જાણતા) જ્ઞાનીને અરક્ષાનો ભય ક્યાંથી હોય? [सः स्वयं सततं निश्शंकः सहजं ज्ञानं
सदा विन्दति] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.
ભાવાર્થઃસત્તાસ્વરૂપ વસ્તુનો કદી નાશ થતો નથી. જ્ઞાન પણ પોતે સત્તાસ્વરૂપ વસ્તુ
છે; તેથી તે એવું નથી કે જેની બીજાઓ વડે રક્ષા કરવામાં આવે તો રહે, નહિ તો નષ્ટ થઈ
જાય. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને અરક્ષાનો ભય નથી; તે તો નિઃશંક વર્તતો થકો પોતે
પોતાના સ્વાભાવિક જ્ઞાનને સદા અનુભવે છે. ૧૫૭.
હવે અગુપ્તિભયનું કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[किल स्वं रूपं वस्तुनः परमा गुप्तिः अस्ति] ખરેખર વસ્તુનું સ્વ-રૂપ જ
(અર્થાત્ નિજ રૂપ જ) વસ્તુની પરમ ‘ગુપ્તિ’ છે [यत् स्वरूपे कः अपि परः प्रवेष्टुम् न शक्त :]
કારણ કે સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી; [च] અને [अकृतं ज्ञानं नुः स्वरूपं] અકૃત
જ્ઞાન (જે કોઈથી કરવામાં આવ્યું નથી એવું સ્વાભાવિક જ્ઞાન) પુરુષનું અર્થાત્ આત્માનું
45

Page 354 of 642
PDF/HTML Page 385 of 673
single page version

(शार्दूलविक्रीडित)
प्राणोच्छेदमुदाहरन्ति मरणं प्राणाः किलास्यात्मनो
ज्ञानं तत्स्वयमेव शाश्वततया नोच्छिद्यते जातुचित्
तस्यातो मरणं न किञ्चन भवेत्तद्भीः कुतो ज्ञानिनो
निश्शङ्क सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति
।।१५९।।
સ્વરૂપ છે; (તેથી જ્ઞાન આત્માની પરમ ગુપ્તિ છે.) [अतः अस्य न काचन अगुप्तिः भवेत्] માટે
આત્માનું જરા પણ અગુપ્તપણું નહિ હોવાથી [ज्ञानिनः तद्-भीः कुतः] જ્ઞાનીને અગુપ્તિનો ભય
ક્યાંથી હોય? [सः स्वयं सततं निश्शंकः सहजं ज्ञानं सदा विन्दति] તે તો પોતે નિરંતર નિઃશંક
વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.
ભાવાર્થઃ‘ગુપ્તિ’ એટલે જેમાં કોઈ ચોર વગેરે પ્રવેશ ન કરી શકે એવો કિલ્લો,
ભોંયરું વગેરે; તેમાં પ્રાણી નિર્ભયપણે વસી શકે છે. એવો ગુપ્ત પ્રદેશ ન હોય પણ ખુલ્લો પ્રદેશ
હોય તો તેમાં રહેનાર પ્રાણીને અગુપ્તપણાને લીધે ભય રહે છે. જ્ઞાની જાણે છે કે
વસ્તુના
નિજ સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુપ્તિ
અર્થાત્
અભેદ્ય કિલ્લો છે. પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ જ્ઞાન છે; તે જ્ઞાનસ્વરૂપમાં રહેલો
આત્મા ગુપ્ત છે કારણ કે જ્ઞાનસ્વરૂપમાં બીજું કોઈ પ્રવેશી શકતું નથી. આવું જાણતા જ્ઞાનીને
અગુપ્તપણાનો ભય ક્યાંથી હોય? તે તો નિઃશંક વર્તતો થકો પોતાના સ્વાભાવિક જ્ઞાનસ્વરૂપને
નિરંતર અનુભવે છે. ૧૫૮.
હવે મરણભયનું કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[प्राणोच्छेदम् मरणं उदाहरन्ति] પ્રાણોના નાશને (લોકો) મરણ કહે છે. [अस्य
आत्मनः प्राणाः किल ज्ञानं] આ આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે. [तत् स्वयमेव शाश्वततया
जातुचित् न उच्छिद्यते] તે (જ્ઞાન) સ્વયમેવ શાશ્વત હોવાથી તેનો કદાપિ નાશ થતો નથી; [अतः
तस्य मरणं किञ्चन न भवेत्] માટે આત્માનું મરણ બિલકુલ થતું નથી. [ज्ञानिनः तद्-भीः कुतः]
તેથી (આવું જાણતા) જ્ઞાનીને મરણનો ભય ક્યાંથી હોય? [सः स्वयं सततं निश्शङ्कः सहजं ज्ञानं
सदा विन्दति] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.
ભાવાર્થઃઇંદ્રિયાદિ પ્રાણો નાશ પામે તેને લોકો મરણ કહે છે. પરંતુ આત્માને
પરમાર્થે ઇંદ્રિયાદિ પ્રાણ નથી, તેને તો જ્ઞાન પ્રાણ છે. જ્ઞાન અવિનાશી છેતેનો નાશ થતો
નથી; તેથી આત્માને મરણ નથી. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને મરણનો ભય નથી; તે

Page 355 of 642
PDF/HTML Page 386 of 673
single page version

(शार्दूलविक्रीडित)
एकं ज्ञानमनाद्यनन्तमचलं सिद्धं किलैतत्स्वतो
यावत्तावदिदं सदैव हि भवेन्नात्र द्वितीयोदयः
तन्नाकस्मिकमत्र किञ्चन भवेत्तद्भीः कुतो ज्ञानिनो
निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति
।।१६०।।
તો નિઃશંક વર્તતો થકો પોતાના જ્ઞાનસ્વરૂપને નિરંતર અનુભવે છે. ૧૫૯.
હવે આકસ્મિકભયનું કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[एतत् स्वतः सिद्धं ज्ञानम् किल एकं] આ સ્વતઃસિદ્ધ જ્ઞાન એક છે,
[अनादि] અનાદિ છે, [अनन्तम्] અનંત છે, [अचलं] અચળ છે. [इदं यावत् तावत् सदा एव
हि भवेत्] તે જ્યાં સુધી છે ત્યાં સુધી સદાય તે જ છે, [अत्र द्वितीयोदयः न] તેમાં બીજાનો
ઉદય નથી. [तत्] માટે [अत्र आकस्मिकम् किञ्चन न भवेत्] આ જ્ઞાનમાં આકસ્મિક (અણધાર્યું,
એકાએક) કાંઈ પણ થતું નથી. [ज्ञानिनः तद्-भीः कुतः] આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો
ભય ક્યાંથી હોય? [सः स्वयं सततं निश्शङ्कः सहजं ज्ञानं सदा विन्दति] તે તો પોતે નિરંતર નિઃશંક
વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.
ભાવાર્થઃ‘કાંઈ અણધાર્યું અનિષ્ટ એકાએક ઉત્પન્ન થશે તો?’ એવો ભય રહે તે
આકસ્મિકભય છે. જ્ઞાની જાણે છે કેઆત્માનું જ્ઞાન પોતાથી જ સિદ્ધ, અનાદિ, અનંત,
અચળ, એક છે. તેમાં બીજું કાંઈ ઉત્પન્ન થઈ શકતું નથી; માટે તેમાં અણધાર્યું કાંઈ પણ
ક્યાંથી થાય અર્થાત્
અકસ્માત ક્યાંથી બને? આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય હોતો
નથી, તે તો નિઃશંક વર્તતો થકો પોતાના જ્ઞાનભાવને નિરંતર અનુભવે છે.
આ રીતે જ્ઞાનીને સાત ભય હોતા નથી.
પ્રશ્નઃ
અવિરતસમ્યગ્દ્રષ્ટિ આદિને પણ જ્ઞાની કહ્યા છે અને તેમને તો ભયપ્રકૃતિનો
ઉદય હોય છે તથા તેના નિમિત્તે તેમને ભય થતો પણ જોવામાં આવે છે; તો પછી જ્ઞાની
નિર્ભય કઈ રીતે છે?
સમાધાનઃભયપ્રકૃતિના ઉદયના નિમિત્તથી જ્ઞાનીને ભય ઊપજે છે. વળી અંતરાયના
પ્રબળ ઉદયથી નિર્બળ હોવાને લીધે તે ભયની પીડા નહિ સહી શકવાથી જ્ઞાની તે ભયનો
ઇલાજ પણ કરે છે. પરંતુ તેને એવો ભય હોતો નથી કે જેથી જીવ સ્વરૂપનાં જ્ઞાનશ્રદ્ધાનથી
ચ્યુત થાય. વળી જે ભય ઊપજે છે તે મોહકર્મની ભય નામની પ્રકૃતિનો દોષ છે; તેનો પોતે

Page 356 of 642
PDF/HTML Page 387 of 673
single page version

(मन्दाक्रान्ता)
टङ्कोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्वभाजः
सम्यग्दृष्टेर्यदिह सकलं घ्नन्ति लक्ष्माणि कर्म
तत्तस्यास्मिन्पुनरपि मनाक्कर्मणो नास्ति बन्धः
पूर्वोपात्तं तदनुभवतो निश्चितं निर्ज̄रैव
।।१६१।।
जो चत्तारि वि पाए छिंददि ते कम्मबंधमोहकरे
सो णिस्संको चेदा सम्मादिट्ठी मुणेदव्वो ।।२२९।।
સ્વામી થઈને કર્તા થતો નથી, જ્ઞાતા જ રહે છે. માટે જ્ઞાનીને ભય નથી. ૧૬૦.
હવે આગળની (સમ્યગ્દ્રષ્ટિના નિઃશંકિત આદિ ચિહ્નો વિષેની) ગાથાઓની સૂચનારૂપે
કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[टङ्कोत्कीर्ण-स्वरस-निचित-ज्ञान-सर्वस्व-भाजः सम्यग्दृष्टेः] ટંકોત્કીર્ણ એવું જે
નિજ રસથી ભરપૂર જ્ઞાન તેના સર્વસ્વને ભોગવનાર સમ્યગ્દ્રષ્ટિને [यद् इह लक्ष्माणि] જે નિઃશંકિત
આદિ ચિહ્નો છે તે [सकलं कर्म] સમસ્ત કર્મને [घ्नन्ति] હણે છે; [तत्] માટે, [अस्मिन्] કર્મનો
ઉદય વર્તતાં છતાં, [तस्य] સમ્યગ્દ્રષ્ટિને [पुनः] ફરીને [कर्मणः बन्धः] કર્મનો બંધ [मनाक् अपि]
જરા પણ [नास्ति] થતો નથી, [पूर्वोपात्तं] પરંતુ જે કર્મ પૂર્વે બંધાયું હતું [तद्-अनुभवतः] તેના
ઉદયને ભોગવતાં તેને [निश्चितं] નિયમથી [निर्जरा एव] તે કર્મની નિર્જરા જ થાય છે.
ભાવાર્થઃસમ્યગ્દ્રષ્ટિ પૂર્વે બંધાયેલી ભય આદિ પ્રકૃતિઓના ઉદયને ભોગવે છે
તોપણ નિઃશંકિત આદિ ગુણો વર્તતા હોવાથી તેને શંકાદિકૃત (શંકાદિના નિમિત્તે થતો) બંધ
થતો નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા જ થાય છે. ૧૬૧.
હવે આ કથનને ગાથાઓ દ્વારા કહે છે, તેમાં પ્રથમ નિઃશંકિત અંગની (અથવા
નિઃશંકિત ગુણનીચિહ્નની) ગાથા કહે છેઃ
જે કર્મબંધનમોહકર્તા પાદ ચારે છેદતો,
ચિન્મૂર્તિ તે શંકારહિત સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૨૯.
૧. નિઃશંકિત = સંદેહ અથવા ભય રહિત
૨. શંકા = સંદેહ; કલ્પિત ભય.

Page 357 of 642
PDF/HTML Page 388 of 673
single page version

यश्चतुरोऽपि पादान् छिनत्ति तान् कर्मबन्धमोहकरान्
स निश्शङ्कश्चेतयिता सम्यग्द्रष्टिर्ज्ञातव्यः ।।२२९।।
यतो हि सम्यग्द्रष्टिः टङ्कोत्कीर्णैकज्ञायकभावमयत्वेन कर्मबन्धशङ्काकरमिथ्यात्वादि-
भावाभावान्निश्शङ्कः, ततोऽस्य शङ्काकृतो नास्ति बन्धः, किन्तु निर्ज̄रैव
जो दु ण करेदि कंखं कम्मफलेसु तह सव्वधम्मेसु
सो णिक्कंखो चेदा सम्मादिट्ठी मुणेदव्वो ।।२३०।।
यस्तु न करोति कांक्षां कर्मफलेषु तथा सर्वधर्मेषु
स निष्कांक्षश्चेतयिता सम्यग्द्रष्टिर्ज्ञातव्यः ।।२३०।।
ગાથાર્થઃ[यः चेतयिता] જે *ચેતયિતા, [कर्मबन्धमोहकरान्] કર્મબંધ સંબંધી મોહ
કરનારા (અર્થાત્ જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો ભ્રમ કરનારા) [तान् चतुरः अपि
पादान्] મિથ્યાત્વાદિ ભાવોરૂપ ચારે પાયાને [छिनत्ति] છેદે છે, [सः] તે [निश्शङ्कः] નિઃશંક
[सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [ज्ञातव्यः] જાણવો.
ટીકાઃકારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એવા એક જ્ઞાયકભાવમયપણાને લીધે કર્મબંધ
સંબંધી શંકા કરનારા (અર્થાત્ જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો સંદેહ અથવા ભય
કરનારા) મિથ્યાત્વાદિ ભાવોનો (તેને) અભાવ હોવાથી, નિઃશંક છે તેથી તેને શંકાકૃત બંધ નથી
પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થઃસમ્યગ્દ્રષ્ટિને જે કર્મનો ઉદય આવે છે તેનો તે, સ્વામિત્વના અભાવને લીધે,
કર્તા થતો નથી. માટે ભયપ્રકૃતિનો ઉદય આવતાં છતાં પણ સમ્યગ્દ્રષ્ટિ જીવ નિઃશંક રહે છે,
સ્વરૂપથી ચ્યુત થતો નથી. આમ હોવાથી તેને શંકાકૃત બંધ થતો નથી, કર્મ રસ આપીને ખરી
જાય છે.
હવે નિઃકાંક્ષિત ગુણની ગાથા કહે છેઃ
જે કર્મફળ ને સર્વ ધર્મ તણી ન કાંક્ષા રાખતો,
ચિન્મૂર્તિ તે કાંક્ષારહિત સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૩૦.
ગાથાર્થઃ[यः चेतयिता] જે ચેતયિતા [कर्मफलेषु] કર્મોનાં ફળો પ્રત્યે [तथा] તથા
* ચેતયિતા = ચેતનાર; જાણનાર-દેખનાર; આત્મા.

Page 358 of 642
PDF/HTML Page 389 of 673
single page version

यतो हि सम्यग्दृष्टिः टङ्कोत्कीर्णैकज्ञायकभावमयत्वेन सर्वेष्वपि कर्मफलेषु सर्वेषु वस्तुधर्मेषु
च कांक्षाभावान्निष्कांक्षः, ततोऽस्य कांक्षाकृतो नास्ति बन्धः, किन्तु निर्ज̄रैव
जो ण करेदि दुगुंछं चेदा सव्वेसिमेव धम्माणं
सो खलु णिव्विदिगिच्छो सम्मादिट्ठी मुणेदव्वो ।।२३१।।
यो न करोति जुगुप्सां चेतयिता सर्वेषामेव धर्माणाम्
स खलु निर्विचिकित्सः सम्यग्दृष्टिर्ज्ञातव्यः ।।२३१।।
यतो हि सम्यग्दृष्टिः टङ्कोत्कीर्णैकज्ञायकभावमयत्वेन सर्वेष्वपि वस्तुधर्मेषु जुगुप्सा-
[सर्वधर्मेषु] સર્વ ધર્મો પ્રત્યે [कांक्षां] કાંક્ષા [न तु करोति] કરતો નથી [सः] તે [निष्कांक्षः
सम्यग्दृष्टिः] નિષ્કાંક્ષ સમ્યગ્દ્રષ્ટિ [ज्ञातव्यः] જાણવો.
ટીકાઃકારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાંય કર્મ-
ફળો પ્રત્યે તથા બધા વસ્તુધર્મો પ્રત્યે કાંક્ષાનો (તેને) અભાવ હોવાથી, નિષ્કાંક્ષ (નિર્વાંછક) છે,
તેથી તેને કાંક્ષાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થઃસમ્યગ્દ્રષ્ટિને સમસ્ત કર્મનાં ફળોની વાંછા નથી; વળી તેને સર્વ ધર્મોની
વાંછા નથી, એટલે કે કનકપણું, પાષાણપણું વગેરે તેમ જ નિંદા, પ્રશંસા આદિનાં વચન વગેરે
વસ્તુધર્મોની અર્થાત્
પુદ્ગલસ્વભાવોની તેને વાંછા નથીતેમના પ્રત્યે સમભાવ છે, અથવા તો
અન્યમતીઓએ માનેલા અનેક પ્રકારના સર્વથા એકાંતપક્ષી વ્યવહારધર્મોની તેને વાંછા નથી
તે ધર્મોનો આદર નથી. આ રીતે સમ્યગ્દ્રષ્ટિ વાંછારહિત હોવાથી તેને વાંછાથી થતો બંધ નથી.
વર્તમાન પીડા સહી શકાતી નથી તેથી તેને મટાડવાના ઇલાજની વાંછા સમ્યગ્દ્રષ્ટિને ચારિત્રમોહના
ઉદયને લીધે હોય છે, પરંતુ તે વાંછાનો કર્તા પોતે થતો નથી, કર્મનો ઉદય જાણી તેનો જ્ઞાતા
જ રહે છે; માટે વાંછાકૃત બંધ તેને નથી.
હવે નિર્વિચિકિત્સા ગુણની ગાથા કહે છેઃ
સૌ કોઈ ધર્મ વિષે જુગુપ્સાભાવ જે નહિ ધારતો,
ચિન્મૂર્તિ નિર્વિચિકિત્સ સમકિતદ્રષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૧.
ગાથાર્થઃ[यः चेतयिता] જે ચેતયિતા [सर्वेषाम् एव] બધાય [धर्माणाम्] ધર્મો (વસ્તુના
સ્વભાવો) પ્રત્યે [जुगुप्सां] જુગુપ્સા (ગ્લાનિ) [न करोति] કરતો નથી [सः] તે [खलु] નિશ્ચયથી
[निर्विचिकित्सः] નિર્વિચિકિત્સ (વિચિકિત્સાદોષ રહિત) [सम्यग्दृष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [ज्ञातव्यः] જાણવો.

Page 359 of 642
PDF/HTML Page 390 of 673
single page version

भावान्निर्विचिकित्सः, ततोऽस्य विचिकित्साकृतो नास्ति बन्धः, किन्तु निर्ज̄रैव
जो हवदि असम्मूढो चेदा सद्दिट्ठि सव्वभावेसु
सो खलु अमूढदिट्ठी सम्मादिट्ठी मुणेदव्वो ।।२३२।।
यो भवति असम्मूढः चेतयिता सद्दृष्टिः सर्वभावेषु
स खलु अमूढद्रष्टिः सम्यग्द्रष्टिर्ज्ञातव्यः ।।२३२।।
यतो हि सम्यग्द्रष्टिः टङ्कोत्कीर्णैकज्ञायकभावमयत्वेन सर्वेष्वपि भावेषु मोहाभावादमूढद्रष्टिः,
ततोऽस्य मूढद्रष्टिकृतो नास्ति बन्धः, किन्तु निर्ज̄रैव
ટીકાઃકારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાય વસ્તુ-
ધર્મો પ્રત્યે જુગુપ્સાનો (તેને) અભાવ હોવાથી, નિર્વિચિકિત્સ (જુગુપ્સા રહિત) છે, તેથી તેને
વિચિકિત્સાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થઃસમ્યગ્દ્રષ્ટિ વસ્તુના ધર્મો પ્રત્યે (અર્થાત્ ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ આદિ
ભાવો પ્રત્યે તથા વિષ્ટા આદિ મલિન દ્રવ્યો પ્રત્યે) જુગુપ્સા કરતો નથી. જુગુપ્સા નામની
કર્મપ્રકૃતિનો ઉદય આવે છે તોપણ પોતે તેનો કર્તા થતો નથી તેથી જુગુપ્સાકૃત બંધ તેને થતો
નથી, પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જાય છે તેથી નિર્જરા જ થાય છે.
હવે અમૂઢદ્રષ્ટિ અંગની ગાથા કહે છેઃ
સંમૂઢ નહિ જે સર્વ ભાવે,સત્ય દ્રષ્ટિ ધારતો,
તે મૂઢદ્રષ્ટિરહિત સમકિતદ્રષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૨.
ગાથાર્થઃ[यः चेतयिता] જે ચેતયિતા [सर्वभावेषु] સર્વ ભાવોમાં [असम्मूढः] અમૂઢ
છે[सद्दृष्टिः] યથાર્થ દ્રષ્ટિવાળો [भवति] છે, [सः] તે [खलु] ખરેખર [अमूढद्रष्टिः] અમૂઢદ્રષ્ટિ
[सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [ज्ञातव्यः] જાણવો.
ટીકાઃકારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાય ભાવોમાં
મોહનો (તેને) અભાવ હોવાથી, અમૂઢદ્રષ્ટિ છે, તેથી તેને મૂઢદ્રષ્ટિકૃત બંધ નથી પરંતુ નિર્જરા
જ છે.
ભાવાર્થઃસમ્યગ્દ્રષ્ટિ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે; તેને રાગદ્વેષમોહનો
અભાવ હોવાથી તેની કોઈ પદાર્થ પર અયથાર્થ દ્રષ્ટિ પડતી નથી. ચારિત્રમોહના ઉદયથી ઇષ્ટાનિષ્ટ

Page 360 of 642
PDF/HTML Page 391 of 673
single page version

जो सिद्धभत्तिजुत्तो उवगूहणगो दु सव्वधम्माणं
सो उवगूहणकारी सम्मादिट्ठी मुणेदव्वो ।।२३३।।
यः सिद्धभक्ति युक्त : उपगूहनकस्तु सर्वधर्माणाम्
स उपगूहनकारी सम्यग्द्रष्टिर्ज्ञातव्यः ।।२३३।।
यतो हि सम्यग्द्रष्टिः टङ्कोत्कीर्णैकज्ञायकभावमयत्वेन समस्तात्मशक्तीनामुपबृंहणादुप-
बृंहकः, ततोऽस्य जीवशक्तिदौर्बल्यकृतो नास्ति बन्धः, किन्तु निर्ज̄रैव
ભાવો ઊપજે તોપણ તેને ઉદયનું બળવાનપણું જાણીને તે ભાવોનો પોતે કર્તા થતો નથી તેથી તેને
મૂઢદ્રષ્ટિકૃત બંધ થતો નથી પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જતી હોવાથી નિર્જરા જ થાય છે.
હવે ઉપગૂહન ગુણની ગાથા કહે છેઃ
જે સિદ્ધભક્તિસહિત છે, ઉપગૂહક છે સૌ ધર્મનો,
ચિન્મૂર્તિ તે ઉપગૂહનકર સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૩૩.
ગાથાર્થઃ[यः] જે (ચેતયિતા) [सिद्धभक्ति युक्त :] સિદ્ધની (શુદ્ધાત્માની) ભક્તિ સહિત
છે [तु] અને [सर्वधर्माणाम् उपगूहनकः] પર વસ્તુના સર્વ ધર્મોને ગોપવનાર છે (અર્થાત્ રાગાદિ
પરભાવોમાં જોડાતો નથી) [सः] તે [उपगूहनकारी] ઉપગૂહનકારી [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ
[ज्ञातव्यः] જાણવો.
ટીકાઃકારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમસ્ત
આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી, ઉપબૃંહક અર્થાત્ આત્મશક્તિનો વધારનાર છે, તેથી
તેને જીવની શક્તિની દુર્બળતાથી (અર્થાત્ મંદતાથી) થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થઃસમ્યગ્દ્રષ્ટિ ઉપગૂહનગુણ સહિત છે. ઉપગૂહન એટલે ગોપવવું તે. અહીં
નિશ્ચયનયને પ્રધાન કરીને કહ્યું છે કે સમ્યગ્દ્રષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડેલો છે,
અને જ્યાં ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડ્યો ત્યાં અન્ય ધર્મો પર દ્રષ્ટિ જ ન રહી તેથી તે સર્વ
અન્ય ધર્મોનો ગોપવનાર છે અને આત્મશક્તિનો વધારનાર છે.
આ ગુણનું બીજું નામ ‘ઉપબૃંહણ’ પણ છે. ઉપબૃંહણ એટલે વધારવું તે. સમ્યગ્દ્રષ્ટિએ
પોતાનો ઉપયોગ સિદ્ધના સ્વરૂપમાં જોડેલો હોવાથી તેના આત્માની સર્વ શક્તિઓ વધે છે
આત્મા પુષ્ટ થાય છે માટે તે ઉપબૃંહણગુણવાળો છે.
આ રીતે સમ્યગ્દ્રષ્ટિને આત્મશક્તિની વૃદ્ધિ થતી હોવાથી તેને દુર્બળતાથી જે બંધ થતો

Page 361 of 642
PDF/HTML Page 392 of 673
single page version

હતો તે થતો નથી, નિર્જરા જ થાય છે. જોકે જ્યાં સુધી અંતરાયનો ઉદય છે ત્યાં સુધી
નિર્બળતા છે તોપણ તેના અભિપ્રાયમાં નિર્બળતા નથી, પોતાની શક્તિ અનુસાર કર્મના ઉદયને
જીતવાનો મહાન ઉદ્યમ વર્તે છે.
હવે સ્થિતિકરણ ગુણની ગાથા કહે છેઃ
ઉન્માર્ગગમને સ્વાત્મને પણ માર્ગમાં જે સ્થાપતો,
ચિન્મૂર્તિ તે સ્થિતિકરણયુત સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૩૪.
ગાથાર્થઃ[यः चेतयिता] જે ચેતયિતા [उन्मार्गं गच्छन्तं] ઉન્માર્ગે જતા
[स्वकम् अपि] પોતાના આત્માને પણ [मार्गे] માર્ગમાં [स्थापयति] સ્થાપે છે, [सः] તે
[स्थितिकरणयुक्त :] સ્થિતિકરણયુક્ત (સ્થિતિકરણગુણ સહિત) [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [ज्ञातव्यः]
જાણવો.
ટીકાઃકારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે, જો પોતાનો
આત્મા માર્ગથી (અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગથી) ચ્યુત થાય તો તેને માર્ગમાં
જ સ્થિત કરતો હોવાથી, સ્થિતિકારી છે, તેથી તેને માર્ગથી ચ્યુત થવાના કારણે થતો બંધ નથી
પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થઃજે, પોતાના સ્વરૂપરૂપી મોક્ષમાર્ગથી ચ્યુત થતા પોતાના આત્માને
માર્ગમાં (મોક્ષમાર્ગમાં) સ્થિત કરે તે સ્થિતિકરણગુણયુક્ત છે. તેને માર્ગથી ચ્યુત થવાના
કારણે થતો બંધ નથી પરંતુ ઉદય આવેલાં કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા
જ છે.
उम्मग्गं गच्छंतं सगं पि मग्गे ठवेदि जो चेदा
सो ठिदिकरणाजुत्तो सम्मादिट्ठी मुणेदव्वो ।।२३४।।
उन्मार्गं गच्छन्तं स्वकमपि मार्गे स्थापयति यश्चेतयिता
स स्थितिकरणयुक्त : सम्यग्द्रष्टिर्ज्ञातव्यः ।।२३४।।
यतो हि सम्यग्द्रष्टिः टङ्कोत्कीर्णैकज्ञायकभावमयत्वेन मार्गात्प्रच्युतस्यात्मनो मार्गे एव
स्थितिकरणात् स्थितिकारी, ततोऽस्य मार्गच्यवनकृतो नास्ति बन्धः, किन्तु निर्ज̄रैव
46

Page 362 of 642
PDF/HTML Page 393 of 673
single page version

હવે વાત્સલ્ય ગુણની ગાથા કહે છેઃ
જે મોક્ષમાર્ગે ‘સાધુ’ત્રયનું વત્સલત્વ કરે અહો!
ચિન્મૂર્તિ તે વાત્સલ્યયુત સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૩૫.
ગાથાર્થઃ[यः] જે (ચેતયિતા) [मोक्षमार्गे] મોક્ષમાર્ગમાં રહેલા [त्रयाणां
साधूनां] સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી ત્રણ સાધકોસાધનો પ્રત્યે (અથવા વ્યવહારે આચાર્ય,
ઉપાધ્યાય અને મુનિએ ત્રણ સાધુઓ પ્રત્યે) [वत्सलत्वं करोति] વાત્સલ્ય કરે છે, [सः] તે
[वत्सलभावयुतः] વત્સલભાવયુક્ત (વત્સલભાવ સહિત) [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [ज्ञातव्यः]
જાણવો.
ટીકાઃકારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમ્યગ્દર્શન-
જ્ઞાન-ચારિત્રને પોતાથી અભેદબુદ્ધિએ સમ્યક્પણે દેખતો (અનુભવતો) હોવાથી, માર્ગ-
વત્સલ અર્થાત્ મોક્ષમાર્ગ પ્રત્યે અતિ પ્રીતિવાળો છે, તેથી તેને માર્ગની *અનુપલબ્ધિથી થતો
બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થઃવત્સલપણું એટલે પ્રીતિભાવ. જે જીવ મોક્ષમાર્ગરૂપી પોતાના સ્વરૂપ પ્રત્યે
પ્રીતિવાળોઅનુરાગવાળો હોય તેને માર્ગની અપ્રાપ્તિથી થતો બંધ નથી, કર્મ રસ દઈને ખરી
જતાં હોવાથી નિર્જરા જ છે.
* અનુપલબ્ધિ = પ્રત્યક્ષ ન હોવું તે; અજ્ઞાન; અપ્રાપ્તિ.
जो कुणदि वच्छलत्तं तिण्हं साहूण मोक्खमग्गम्हि
सो वच्छलभावजुदो सम्मादिट्ठी मुणेदव्वो ।।२३५।।
यः करोति वत्सलत्वं त्रयाणां साधूनां मोक्षमार्गे
स वत्सलभावयुतः सम्यग्द्रष्टिर्ज्ञातव्यः ।।२३५।।
यतो हि सम्यग्द्रष्टिः टङ्कोत्कीर्णैकज्ञायकभावमयत्वेन सम्यग्दर्शनज्ञानचारित्राणां स्व-
स्मादभेदबुद्धया सम्यग्दर्शनान्मार्गवत्सलः, ततोऽस्य मार्गानुपलम्भकृतो नास्ति बन्धः, किन्तु
निर्ज̄रैव

Page 363 of 642
PDF/HTML Page 394 of 673
single page version

હવે પ્રભાવના ગુણની ગાથા કહે છેઃ
ચિન્મૂર્તિ મન-રથપંથમાં વિદ્યારથારૂઢ ઘૂમતો,
તે જિનજ્ઞાનપ્રભાવકર સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૩૬.
ગાથાર્થઃ[यः चेतयिता] જે ચેતયિતા [विद्यारथम् आरूढः] વિદ્યારૂપી રથમાં આરૂઢ
થયો થકો (ચડ્યો થકો) [मनोरथपथेषु] મનરૂપી રથ-પંથમાં (અર્થાત્ જ્ઞાનરૂપી જે રથને
ચાલવાનો માર્ગ તેમાં) [भ्रमति] ભ્રમણ કરે છે, [सः] તે [जिनज्ञानप्रभावी] જિનેશ્વરના જ્ઞાનની
પ્રભાવના કરનારો [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [ज्ञातव्यः] જાણવો.
ટીકાઃકારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે જ્ઞાનની
સમસ્ત શક્તિને પ્રગટ કરવાવિકસાવવાફેલાવવા વડે પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી,
પ્રભાવના કરનાર છે, તેથી તેને જ્ઞાનની પ્રભાવનાના અપ્રકર્ષથી (અર્થાત્ જ્ઞાનની પ્રભાવના નહિ
વધારવાથી) થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થઃપ્રભાવના એટલે પ્રગટ કરવું, ઉદ્યોત કરવો વગેરે; માટે જે પોતાના
જ્ઞાનને નિરંતર અભ્યાસથી પ્રગટ કરે છેવધારે છે, તેને પ્રભાવના અંગ હોય છે. તેને
અપ્રભાવનાકૃત કર્મબંધ નથી, કર્મ રસ દઈને ખરી જાય છે તેથી નિર્જરા જ છે.
આ ગાથામાં નિશ્ચયપ્રભાવનાનું સ્વરૂપ કહ્યું છે. જેમ જિનબિંબને રથમાં સ્થાપીને નગર,
વન વગેરેમાં ફેરવી વ્યવહારપ્રભાવના કરવામાં આવે છે, તેમ જે વિદ્યારૂપી (જ્ઞાનરૂપી) રથમાં
આત્માને સ્થાપી મનરૂપી (જ્ઞાનરૂપી) માર્ગમાં ભ્રમણ કરે તે જ્ઞાનની પ્રભાવનાયુક્ત સમ્યગ્દ્રષ્ટિ
છે, તે નિશ્ચયપ્રભાવના કરનાર છે.
આ પ્રમાણે ઉપરની ગાથાઓમાં સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાનીને નિઃશંકિત આદિ આઠ
विज्जारहमारूढो मणोरहपहेसु भमइ जो चेदा
सो जिणणाणपहावी सम्मादिट्ठी मुणेदव्वो ।।२३६।।
विद्यारथमारूढः मनोरथपथेषु भ्रमति यश्चेतयिता
स जिनज्ञानप्रभावी सम्यग्द्रष्टिर्ज्ञातव्यः ।।२३६।।
यतो हि सम्यग्द्रष्टिः, टङ्कोत्कीर्णैकज्ञायकभावमयत्वेन ज्ञानस्य समस्तशक्ति प्रबोधेन
प्रभावजननात्प्रभावनाकरः, ततोऽस्य ज्ञानप्रभावनाऽप्रकर्षकृतो नास्ति बन्धः, किन्तु निर्ज̄रैव

Page 364 of 642
PDF/HTML Page 395 of 673
single page version

ગુણો નિર્જરાનાં કારણ કહ્યા. એવી જ રીતે અન્ય પણ સમ્યક્ત્વના ગુણો નિર્જરાનાં કારણ
જાણવા.
આ ગ્રંથમાં નિશ્ચયનયપ્રધાન કથન હોવાથી નિઃશંકિત આદિ ગુણોનું નિશ્ચય સ્વરૂપ
(સ્વ-આશ્રિત સ્વરૂપ) અહીં બતાવવામાં આવ્યું છે. તેનો સંક્ષેપ (સારાંશ) આ પ્રમાણે છે
જે સમ્યગ્દ્રષ્ટિ આત્મા પોતાનાં જ્ઞાન-શ્રદ્ધાનમાં નિઃશંક હોય, ભયના નિમિત્તે સ્વરૂપથી ડગે નહિ
અથવા સંદેહયુક્ત ન થાય, તેને નિઃશંકિત ગુણ હોય છે.
૧. જે કર્મનાં ફળની વાંછા ન કરે
તથા અન્ય વસ્તુના ધર્મોની વાંછા ન કરે, તેને નિઃકાંક્ષિત ગુણ હોય છે. ૨. જે વસ્તુના ધર્મો
પ્રત્યે ગ્લાનિ ન કરે, તેને નિર્વિચિકિત્સા ગુણ હોય છે. ૩. જે સ્વરૂપમાં મૂઢ ન હોય, સ્વરૂપને
યથાર્થ જાણે, તેને અમૂઢદ્રષ્ટિ ગુણ હોય છે. ૪. જે આત્માને શુદ્ધ સ્વરૂપમાં જોડે, આત્માની
શક્તિ વધારે, અન્ય ધર્મોને ગૌણ કરે, તેને ઉપબૃંહણ અથવા ઉપગૂહન ગુણ હોય છે. ૫. જે
સ્વરૂપથી ચ્યુત થતા આત્માને સ્વરૂપમાં સ્થાપે, તેને સ્થિતિકરણ ગુણ હોય છે. ૬. જે પોતાના
સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગ રાખે, તેને વાત્સલ્ય ગુણ હોય છે. ૭. જે આત્માના જ્ઞાનગુણને
પ્રકાશિત કરેપ્રગટ કરે, તેને પ્રભાવના ગુણ હોય છે. ૮. આ બધાય ગુણો તેમના પ્રતિપક્ષી
દોષો વડે જે કર્મબંધ થતો હતો તેને થવા દેતા નથી. વળી આ ગુણોના સદ્ભાવમાં,
ચારિત્રમોહના ઉદયરૂપ શંકાદિ પ્રવર્તે તોપણ તેમની (
શંકાદિની) નિર્જરા જ થઈ જાય છે,
નવો બંધ થતો નથી; કારણ કે બંધ તો પ્રધાનતાથી મિથ્યાત્વની હયાતીમાં જ કહ્યો છે.
સિદ્ધાંતમાં ગુણસ્થાનોની પરિપાટીમાં ચારિત્રમોહના ઉદયનિમિત્તે સમ્યગ્દ્રષ્ટિને જે બંધ
કહ્યો છે તે પણ નિર્જરારૂપ જ (નિર્જરા સમાન જ) જાણવો કારણ કે સમ્યગ્દ્રષ્ટિને જેમ
પૂર્વે મિથ્યાત્વના ઉદય વખતે બંધાયેલું કર્મ ખરી જાય છે તેમ નવીન બંધાયેલું કર્મ પણ ખરી
જાય છે; તેને તે કર્મના સ્વામીપણાનો અભાવ હોવાથી તે આગામી બંધરૂપ નથી, નિર્જરારૂપ
જ છે. જેવી રીતે
કોઈ પુરુષ પરાયું દ્રવ્ય ઉધાર લાવે તેમાં તેને મમત્વબુદ્ધિ નથી, વર્તમાનમાં
તે દ્રવ્યથી કાંઈ કાર્ય કરી લેવું હોય તે કરીને કરાર પ્રમાણે નિયત સમયે ધણીને આપી દે
છે; નિયત સમય આવતાં સુધી તે દ્રવ્ય પોતાના ઘરમાં પડ્યું રહે તોપણ તે પ્રત્યે મમત્વ નહિ
હોવાથી તે પુરુષને તે દ્રવ્યનું બંધન નથી, ધણીને દઈ દીધા બરાબર જ છે; તેવી જ રીતે
જ્ઞાની કર્મદ્રવ્યને પરાયું જાણતો હોવાથી તેને તે પ્રત્યે મમત્વ નથી માટે તે મોજૂદ હોવા છતાં
નિર્જરી ગયા સમાન જ છે એમ જાણવું.
(मन्दाक्रान्ता)
रुन्धन् बन्धं नवमिति निजैः सङ्गतोऽष्टाभिरङ्गैः
प्राग्बद्धं तु क्षयमुपनयन् निर्जरोज्जृम्भणेन

Page 365 of 642
PDF/HTML Page 396 of 673
single page version

આ નિઃશંકિત આદિ આઠ ગુણો વ્યવહારનયે વ્યવહારમોક્ષમાર્ગ પર નીચે પ્રમાણે
લગાવવાઃજિનવચનમાં સંદેહ ન કરવો, ભય આવ્યે વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રથી ડગવું
નહિ, તે નિઃશંકિતપણું છે. ૧. સંસાર-દેહ-ભોગની વાંછાથી તથા પરમતની વાંછાથી વ્યવહાર-
મોક્ષમાર્ગથી ડગવું નહિ તે નિષ્કાંક્ષિતપણું છે. ૨. અપવિત્ર, દુર્ગંધવાળીએવી એવી વસ્તુઓના
નિમિત્તે વ્યવહારમોક્ષમાર્ગની પ્રવૃત્તિ પ્રત્યે ગ્લાનિ ન કરવી તે નિર્વિચિકિત્સા છે. ૩. દેવ, ગુરુ,
શાસ્ત્ર, લોકની પ્રવૃત્તિ, અન્યમતાદિકના તત્ત્વાર્થનું સ્વરૂપઇત્યાદિમાં મૂઢતા ન રાખવી, યથાર્થ
જાણી પ્રવર્તવું તે અમૂઢદ્રષ્ટિ છે. ૪. ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય તો તેને ગૌણ
કરવો અને વ્યવહારમોક્ષમાર્ગની પ્રવૃત્તિને વધારવી તે ઉપગૂહન અથવા ઉપબૃંહણ છે. ૫.
વ્યવહારમોક્ષમાર્ગથી ચ્યુત થતા આત્માને સ્થિત કરવો તે સ્થિતિકરણ છે. ૬. વ્યવહાર-
મોક્ષમાર્ગમાં પ્રવર્તનાર પર વિશેષ અનુરાગ હોવો તે વાત્સલ્ય છે. ૭. વ્યવહારમોક્ષમાર્ગનો અનેક
ઉપાયો વડે ઉદ્યોત કરવો તે પ્રભાવના છે. ૮. આ પ્રમાણે આઠે ગુણોનું સ્વરૂપ વ્યવહારનયને
પ્રધાન કરીને કહ્યું. અહીં નિશ્ચયપ્રધાન કથનમાં તે વ્યવહારસ્વરૂપની ગૌણતા છે. સમ્યગ્જ્ઞાનરૂપ
પ્રમાણદ્રષ્ટિમાં બન્ને પ્રધાન છે. સ્યાદ્વાદમતમાં કાંઈ વિરોધ નથી.
હવે, નિર્જરાનું યથાર્થ સ્વરૂપ જાણનાર અને કર્મના નવીન બંધને રોકી નિર્જરા કરનાર
જે સમ્યગ્દ્રષ્ટિ તેનો મહિમા કરી નિર્જરા અધિકાર પૂર્ણ કરે છેઃ
શ્લોકાર્થઃ[इति नवम् बन्धं रुन्धन्] એ પ્રમાણે નવીન બંધને રોકતો અને [निजैः
अष्टाभिः अङ्गैः सङ्गतः निर्जरा-उज्जृम्भणेन प्राग्बद्धं तु क्षयम् उपनयम्] (પોતે) પોતાનાં આઠ અંગો
સહિત હોવાના કારણે નિર્જરા પ્રગટવાથી પૂર્વબદ્ધ કર્મોને નાશ કરી નાખતો [सम्यग्द्रष्टिः]
સમ્યગ્દ્રષ્ટિ જીવ [स्वयम्] પોતે [अतिरसात्] અતિ રસથી (અર્થાત્ નિજરસમાં મસ્ત થયો થકો)
[आदि-मध्य-अन्तमुक्तं ज्ञानं भूत्वा] આદિ-મધ્ય-અંત રહિત (સર્વવ્યાપક, એકપ્રવાહરૂપ ધારાવાહી)
જ્ઞાનરૂપ થઈને [गगन-आभोग-रङ्गं विगाह्य] આકાશના વિસ્તારરૂપી રંગભૂમિમાં અવગાહન કરીને
(અર્થાત્ જ્ઞાન વડે સમસ્ત ગગનમંડળમાં વ્યાપીને) [नटति] નૃત્ય કરે છે.
ભાવાર્થઃસમ્યગ્દ્રષ્ટિને શંકાદિકૃત નવીન બંધ તો થતો નથી અને પોતે આઠ અંગો
સહિત હોવાને લીધે નિર્જરાનો ઉદય હોવાથી તેને પૂર્વ બંધનો નાશ થાય છે. તેથી તે ધારાવાહી
જ્ઞાનરૂપી રસનું પાન કરીને, જેમ કોઈ પુરુષ મદ્ય પીને મગ્ન થયો થકો નૃત્યના અખાડામાં
નૃત્ય કરે તેમ, નિર્મળ આકાશરૂપી રંગભૂમિમાં નૃત્ય કરે છે.
सम्यग्द्रष्टिः स्वयमतिरसादादिमध्यान्तमुक्तं
ज्ञानं भूत्वा नटति गगनाभोगरङ्गं विगाह्य ।।१६२।।

Page 366 of 642
PDF/HTML Page 397 of 673
single page version

પ્રશ્નઃસમ્યગ્દ્રષ્ટિને નિર્જરા થાય છે, બંધ થતો નથી એમ તમે કહેતા આવ્યા છો.
પરંતુ સિદ્ધાંતમાં ગુણસ્થાનોની પરિપાટીમાં અવિરત સમ્યગ્દ્રષ્ટિ વગેરેને બંધ કહેવામાં આવ્યો
છે. વળી ઘાતિકર્મોનું કાર્ય આત્માના ગુણોનો ઘાત કરવાનું છે તેથી દર્શન, જ્ઞાન, સુખ,
વીર્ય
એ ગુણોનો ઘાત પણ વિદ્યમાન છે. ચારિત્રમોહનો ઉદય નવીન બંધ પણ કરે છે.
જો મોહના ઉદયમાં પણ બંધ ન માનવામાં આવે તો તો મિથ્યાદ્રષ્ટિને મિથ્યાત્વ
-અનંતાનુબંધીનો ઉદય હોવા છતાં બંધ નથી એમ પણ કેમ ન મનાય?
સમાધાનઃબંધ થવામાં મુખ્ય કારણ મિથ્યાત્વ-અનંતાનુબંધીનો ઉદય જ છે; અને
સમ્યગ્દ્રષ્ટિને તો તેમના ઉદયનો અભાવ છે. ચારિત્રમોહના ઉદયથી જોકે સુખગુણનો ઘાત
છે તથા મિથ્યાત્વ-અનંતાનુબંધી સિવાય અને તેમની સાથે રહેનારી અન્ય પ્રકૃતિઓ સિવાય
બાકીની ઘાતિકર્મોની પ્રકૃતિઓનો અલ્પ સ્થિતિ-અનુભાગવાળો બંધ તેમ જ બાકીની
અઘાતિકર્મોની પ્રકૃતિઓનો બંધ થાય છે, તોપણ જેવો મિથ્યાત્વ-અનંતાનુબંધી સહિત થાય
છે તેવો નથી થતો. અનંત સંસારનું કારણ તો મિથ્યાત્વ-અનંતાનુબંધી જ છે; તેમનો અભાવ
થયા પછી તેમનો બંધ થતો નથી; અને જ્યાં આત્મા જ્ઞાની થયો ત્યાં અન્ય બંધની કોણ
ગણતરી કરે? વૃક્ષની જડ કપાયા પછી લીલાં પાંદડાં રહેવાની અવધિ કેટલી? માટે આ
અધ્યાત્મશાસ્ત્રમાં સામાન્યપણે જ્ઞાની-અજ્ઞાની હોવા વિષે જ પ્રધાન કથન છે. જ્ઞાની થયા
પછી જે કાંઈ કર્મ રહ્યાં હોય તે સહજ જ મટતાં જવાનાં. નીચેના દ્રષ્ટાંત પ્રમાણે જ્ઞાનીનું
સમજવું. કોઈ પુરુષ દરિદ્ર હોવાથી ઝૂંપડીમાં રહેતો હતો. તેને ભાગ્યના ઉદયથી ધન
સહિત મોટા મહેલની પ્રાપ્તિ થઈ તેથી તે મહેલમાં રહેવા ગયો. જોકે તે મહેલમાં
ઘણા દિવસનો કચરો ભર્યો હતો તોપણ જે દિવસે તેણે આવીને મહેલમાં પ્રવેશ કર્યો તે
દિવસથી જ તે મહેલનો ધણી બની ગયો, સંપદાવાન થઈ ગયો. હવે કચરો ઝાડવાનો છે
તે અનુક્રમે પોતાના બળ અનુસાર ઝાડે છે. જ્યારે બધો કચરો ઝડાઈ જશે અને
મહેલ ઉજ્જ્વળ બની જશે ત્યારે તે પરમાનંદ ભોગવશે. આવી જ રીતે જ્ઞાનીનું
જાણવું. ૧૬૨.
ટીકાઃઆ પ્રમાણે નિર્જરા (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગઈ.
ભાવાર્થઃએ રીતે, નિર્જરા કે જેણે રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો તે પોતાનું સ્વરૂપ
પ્રગટ બતાવીને બહાર નીકળી ગઈ.
इति निर्जरा निष्क्रान्ता

Page 367 of 642
PDF/HTML Page 398 of 673
single page version

સમ્યકવંત મહંત સદા સમભાવ રહૈ દુઃખ સંકટ આયે,
કર્મ નવીન બંધૈ ન તબૈ અર પૂરવ બંધ ઝડૈ વિન ભાયે;
પૂરણ અંગ સુદર્શનરૂપ ધરૈ નિત જ્ઞાન બઢૈ નિજ પાયે,
યોં શિવમારગ સાધિ નિરંતર આનંદરૂપ નિજાતમ થાયે.
આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની)
શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં નિર્જરાનો પ્રરૂપક છઠ્ઠો અંક
સમાપ્ત થયો.
इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ निर्जराप्ररूपकः
षष्ठोऽङ्कः ।।

Page 368 of 642
PDF/HTML Page 399 of 673
single page version

अथ प्रविशति बन्धः
(शार्दूलविक्रीडित)
रागोद्गारमहारसेन सक लं कृत्वा प्रमत्तं जगत्
क्रीडन्तं रसभावनिर्भरमहानाटयेन बन्धं धुनत्
आनन्दामृतनित्यभोजि सहजावस्थां स्फु टं नाटयद्
धीरोदारमनाकुलं निरुपधि ज्ञानं समुन्मज्जति
।।१६३।।
-૭-
બંધ અધિકાર
રાગાદિકથી કર્મનો, બંધ જાણી મુનિરાય,
તજે તેહ સમભાવથી, નમું સદા તસુ પાય.
પ્રથમ ટીકાકાર કહે છે કે ‘હવે બંધ પ્રવેશ કરે છે’. જેમ નૃત્યના અખાડામાં સ્વાંગ
પ્રવેશ કરે તેમ રંગભૂમિમાં બંધતત્ત્વનો સ્વાંગ પ્રવેશ કરે છે.
ત્યાં પ્રથમ જ, સર્વ તત્ત્વોને યથાર્થ જાણનારું જે સમ્યગ્જ્ઞાન છે તે બંધને દૂર કરતું
પ્રગટ થાય છે એવા અર્થનું મંગળરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[राग-उद्गार-महारसेन सकलं जगत् प्रमत्तं कृत्वा] જે (બંધ) રાગના ઉદયરૂપી
મહા રસ (દારૂ) વડે સમસ્ત જગતને પ્રમત્ત (મતવાલું, ગાફેલ) કરીને, [रस-भाव-निर्भर-महा-
नाटयेन क्रीडन्तं बन्धं] રસના ભાવથી (અર્થાત્ રાગરૂપી ઘેલછાથી) ભરેલા મોટા નૃત્ય વડે ખેલી
(નાચી) રહ્યો છે એવા બંધને [धुनत्] ઉડાડી દેતુંદૂર કરતું, [ज्ञानं] જ્ઞાન [समुन्मज्जति] ઉદય
પામે છે. કેવું છે જ્ઞાન? [आनन्द-अमृत-नित्य-भोजि] આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન કરનારું
છે, [सहज-अवस्थां स्फु टं नाटयत्] પોતાની જાણનક્રિયારૂપ સહજ અવસ્થાને પ્રગટ નચાવી રહ્યું
છે, [धीर-उदारम्] ધીર છે, ઉદાર (અર્થાત્ મોટા વિસ્તારવાળું, નિશ્ચળ) છે, [अनाकुलं] અનાકુળ
(અર્થાત્ જેમાં કાંઈ આકુળતાનું કારણ નથી એવું) છે, [निरुपधि] નિરુપધિ (અર્થાત્ પરિગ્રહ
રહિત, જેમાં કાંઈ પરદ્રવ્ય સંબંધી ગ્રહણત્યાગ નથી એવું) છે.

Page 369 of 642
PDF/HTML Page 400 of 673
single page version

ભાવાર્થઃબંધતત્ત્વે રંગભૂમિમાં પ્રવેશ કર્યો છે, તેને ઉડાવી દઈને જે જ્ઞાન પોતે
પ્રગટ થઈ નૃત્ય કરશે તે જ્ઞાનનો મહિમા આ કાવ્યમાં પ્રગટ કર્યો છે. એવા અનંત જ્ઞાનસ્વરૂપ
જે આત્મા તે સદા પ્રગટ રહો. ૧૬૩.
હવે બંધતત્ત્વનું સ્વરૂપ વિચારે છે; તેમાં પ્રથમ, બંધના કારણને સ્પષ્ટ રીતે કહે છેઃ
જેવી રીતે કો પુરુષ પોતે તેલનું મર્દન કરી,
વ્યાયામ કરતો શસ્ત્રથી બહુ રજભર્યા સ્થાને રહી; ૨૩૭.
વળી તાડ, કદળી, વાંસ આદિ છિન્નભિન્ન કરે અને
ઉપઘાત તેહ સચિત્ત તેમ અચિત્ત દ્રવ્ય તણો કરે. ૨૩૮.
બહુ જાતનાં કરણો વડે ઉપઘાત કરતા તેહને,
નિશ્ચય થકી ચિંતન કરો, રજબંધ થાય શું કારણે? ૨૩૯.
એમ જાણવું નિશ્ચય થકીચીકણાઈ જે તે નર વિષે
રજબંધકારણ તે જ છે, નહિ કાયચેષ્ટા શેષ જે. ૨૪૦.
ચેષ્ટા વિવિધમાં વર્તતો એ રીત મિથ્યાદ્રષ્ટિ જે,
ઉપયોગમાં રાગાદિ કરતો રજ થકી લેપાય તે. ૨૪૧.
जह णाम को वि पुरिसो णेहब्भत्तो दु रेणुबहुलम्मि
ठाणम्मि ठाइदूण य करेदि सत्थेहिं वायामं ।।२३७।।
छिंददि भिंददि य तहा तालीतलकयलिवंसपिंडीओ
सच्चित्ताचित्ताणं करेदि दव्वाणमुवघादं ।।२३८।।
उवघादं कुव्वंतस्स तस्स णाणाविहेहिं करणेहिं
णिच्छयदो चिंतेज्ज हु किंपच्चयगो दु रयबंधो ।।२३९।।
जो सो दु णेहभावो तम्हि णरे तेण तस्स रयबंधो
णिच्छयदो विण्णेयं ण कायचेट्ठाहिं सेसाहिं ।।२४०।।
एवं मिच्छादिट्ठी वट्टंतो बहुविहासु चिट्ठासु
रागादी उवओगे कुव्वंतो लिप्पदि रएण ।।२४१।।
47