Samaysar (Gujarati). Gatha: 262-277 ; Kalash: 171-173.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 22 of 34

 

Page 390 of 642
PDF/HTML Page 421 of 673
single page version

કારણ છે એમ બરાબર નક્કી કરવું. અને પુણ્ય-પાપપણે (પુણ્ય-પાપરૂપે) બંધનું બે-પણું હોવાથી
બંધના કારણનો ભેદ ન શોધવો (અર્થાત્
એમ ન માનવું કે પુણ્યબંધનું કારણ બીજું છે અને
પાપબંધનું કારણ કોઈ બીજું છે); કારણ કે એક જ આ અધ્યવસાય ‘દુઃખી કરું છું, મારું
છું’ એમ અને ‘સુખી કરું છું, જિવાડું છું’ એમ બે પ્રકારે શુભ-અશુભ અહંકારરસથી
ભરેલાપણા વડે પુણ્ય અને પાપ
બન્નેના બંધનું કારણ હોવામાં અવિરોધ છે (અર્થાત્ એક
જ અધ્યવસાયથી પુણ્ય અને પાપબન્નેનો બંધ થવામાં કોઈ વિરોધ નથી).
ભાવાર્થઃઆ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે. તેમાં, ‘જિવાડું છું, સુખી
કરું છું’ એવા શુભ અહંકારથી ભરેલો તે શુભ અધ્યવસાય છે અને ‘મારું છું, દુઃખી કરું
છું’ એવા અશુભ અહંકારથી ભરેલો તે અશુભ અધ્યવસાય છે. અહંકારરૂપ મિથ્યાભાવ તો
બન્નેમાં છે; તેથી અજ્ઞાનમયપણે બન્ને અધ્યવસાય એક જ છે. માટે એમ ન માનવું કે પુણ્યનું
કારણ બીજું છે અને પાપનું કારણ બીજું છે. અજ્ઞાનમય અધ્યવસાય જ બન્નેનું કારણ છે.
‘આ રીતે ખરેખર હિંસાનો અધ્યવસાય જ હિંસા છે એમ ફલિત થયું’એમ હવે
કહે છેઃ
મારોન મારો જીવને, છે બંધ અધ્યવસાનથી,
આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચયનય થકી. ૨૬૨.
ગાથાર્થઃ[सत्त्वान्] જીવોને [मारयतु] મારો [वा मा मारयतु] અથવા ન મારો
[बन्धः] કર્મબંધ [अध्यवसितेन] અધ્યવસાનથી જ થાય છે. [एषः] આ, [निश्चयनयस्य] નિશ્ચયનયે,
[जीवानां] જીવોના [बन्धसमासः] બંધનો સંક્ષેપ છે.
धारणीयम् न च पुण्यपापत्वेन द्वित्वाद्बन्धस्य तद्धेत्वन्तरमन्वेष्टव्यं; एकेनैवानेनाध्यवसायेन
दुःखयामि मारयामि इति, सुखयामि जीवयामीति च द्विधा शुभाशुभाहङ्काररसनिर्भरतया द्वयोरपि
पुण्यपापयोर्बन्धहेतुत्वस्याविरोधात्
एवं हि हिंसाध्यवसाय एव हिंसेत्यायातम्
अज्झवसिदेण बंधो सत्ते मारेउ मा व मारेउ
एसो बंधसमासो जीवाणं णिच्छयणयस्स ।।२६२।।
अध्यवसितेन बन्धः सत्त्वान् मारयतु मा वा मारयतु
एष बन्धसमासो जीवानां निश्चयनयस्य ।।२६२।।

Page 391 of 642
PDF/HTML Page 422 of 673
single page version

ટીકાઃપર જીવોને પોતાના કર્મના ઉદયની વિચિત્રતાના વશે પ્રાણોનો વ્યપરોપ
(ઉચ્છેદ, વિયોગ) કદાચિત્ થાઓ, કદાચિત્ ન થાઓ,‘હું હણું છું’ એવો જે અહંકારરસથી
ભરેલો હિંસામાં અધ્યવસાય (અર્થાત્ હિંસાનો અધ્યવસાય) તે જ નિશ્ચયથી તેને ( હિંસાનો
અધ્યવસાય કરનારા જીવને) બંધનું કારણ છે, કેમ કે નિશ્ચયથી પરનો ભાવ એવો જે પ્રાણોનો
વ્યપરોપ તે પરથી કરાવો અશક્ય છે (અર્થાત્
તે પરથી કરી શકાતો નથી).
ભાવાર્થઃનિશ્ચયનયે બીજાના પ્રાણોનો વિયોગ બીજાથી કરી શકાતો નથી; તેના
પોતાના કર્મના ઉદયની વિચિત્રતાવશ કદાચિત્ થાય છે, કદાચિત્ નથી થતો. માટે જે એમ
માને છેઅહંકાર કરે છે કે ‘હું પર જીવને મારું છું’, તેનો તે અહંકારરૂપ અધ્યવસાય
અજ્ઞાનમય છે. તે અધ્યવસાય જ હિંસા છેપોતાના વિશુદ્ધ ચૈતન્યપ્રાણનો ઘાત છે, અને તે
જ બંધનું કારણ છે. આ નિશ્ચયનયનો મત છે.
અહીં વ્યવહારનયને ગૌણ કરીને કહ્યું છે એમ જાણવું. માટે તે કથન કથંચિત્ (અર્થાત્
અપેક્ષાપૂર્વક) છે એમ સમજવું; સર્વથા એકાંતપક્ષ તો મિથ્યાત્વ છે.
હવે, (હિંસા-અહિંસાની જેમ સર્વ કાર્યોમાં) અધ્યવસાયને જ પાપ-પુણ્યના બંધના
કારણપણે દર્શાવે છેઃ
એમ અલીકમાંહી, અદત્તમાં, અબ્રહ્મ ને પરિગ્રહ વિષે
જે થાય અધ્યવસાન તેથી પાપબંધન થાય છે. ૨૬૩.
એ રીત સત્યે, દત્તમાં, વળી બ્રહ્મ ને અપરિગ્રહે
જે થાય અધ્યવસાન તેથી પુણ્યબંધન થાય છે. ૨૬૪.
परजीवानां स्वकर्मोदयवैचित्र्यवशेन प्राणव्यपरोपः कदाचिद्भवतु, कदाचिन्मा भवतु, य एव
हिनस्मीत्यहङ्काररसनिर्भरो हिंसायामध्यवसायः स एव निश्चयतस्तस्य बन्धहेतुः, निश्चयेन परभावस्य
प्राणव्यपरोपस्य परेण कर्तुमशक्यत्वात्
अथाध्यवसायं पापपुण्ययोर्बन्धहेतुत्वेन दर्शयति
एवमलिए अदत्ते अबंभचेरे परिग्गहे चेव
कीरदि अज्झवसाणं जं तेण दु बज्झदे पावं ।।२६३।।
तह वि य सच्चे दत्ते बंभे अप्परिग्गहत्तणे चेव
कीरदि अज्झवसाणं जं तेण दु बज्झदे पुण्णं ।।२६४।।

Page 392 of 642
PDF/HTML Page 423 of 673
single page version

ગાથાર્થઃ[एवम्] એ રીતે (અર્થાત્ પૂર્વે હિંસાના અધ્યવસાય વિષે કહ્યું તેમ)
[अलीके] અસત્યમાં, [अदत्ते] અદત્તમાં, [अब्रह्मचर्ये] અબ્રહ્મચર્યમાં [च एव] અને [परिग्रहे]
પરિગ્રહમાં [यत्] જે [अध्यवसानं] અધ્યવસાન [क्रियते] કરવામાં આવે [तेन तु] તેનાથી [पापं
बध्यते] પાપનો બંધ થાય છે; [तथापि च] અને તેવી જ રીતે [सत्ये] સત્યમાં, [दत्ते] દત્તમાં,
[ब्रह्मणि] બ્રહ્મચર્યમાં [च एव] અને [अपरिग्रहत्वे] અપરિગ્રહમાં [यत्] જે [अध्यवसानं]
અધ્યવસાન [क्रियते] કરવામાં આવે [तेन तु] તેનાથી [पुण्यं बध्यते] પુણ્યનો બંધ થાય છે.
ટીકાઃએ રીતે (પૂર્વોક્ત રીતે) અજ્ઞાનથી આ જે હિંસામાં અધ્યવસાય કરવામાં
આવે છે તેમ અસત્ય, અદત્ત, અબ્રહ્મચર્ય અને પરિગ્રહમાં પણ જે (અધ્યવસાય) કરવામાં
આવે, તે બધોય પાપના બંધનું એકમાત્ર (
એકનું એક) કારણ છે; અને જે અહિંસામાં
અધ્યવસાય કરવામાં આવે છે તેમ જે સત્ય, દત્ત, બ્રહ્મચર્ય અને અપરિગ્રહમાં પણ
(અધ્યવસાય) કરવામાં આવે, તે બધોય પુણ્યના બંધનું એકમાત્ર કારણ છે.
ભાવાર્થઃજેમ હિંસામાં અધ્યવસાય તે પાપબંધનું કારણ કહ્યું છે તેમ અસત્ય,
અદત્ત (વગર દીધેલું લેવું તે, ચોરી), અબ્રહ્મચર્ય અને પરિગ્રહતેમનામાં અધ્યવસાય તે
પણ પાપબંધનું કારણ છે. વળી જેમ અહિંસામાં અધ્યવસાય તે પુણ્યબંધનું કારણ છે તેમ સત્ય,
દત્ત (
દીધેલું લેવું તે), બ્રહ્મચર્ય અને અપરિગ્રહતેમનામાં અધ્યવસાય તે પણ પુણ્યબંધનું
કારણ છે. આ રીતે, પાંચ પાપોમાં (અવ્રતોમાં) અધ્યવસાય કરવામાં આવે તે પાપબંધનું કારણ
છે અને પાંચ (એકદેશ કે સર્વદેશ) વ્રતોમાં અધ્યવસાય કરવામાં આવે તે પુણ્યબંધનું કારણ
છે. પાપ અને પુણ્ય બન્નેના બંધનમાં, અધ્યવસાય જ એકમાત્ર બંધ-કારણ છે.
एवमलीकेऽदत्तेऽब्रह्मचर्ये परिग्रहे चैव
क्रियतेऽध्यवसानं यत्तेन तु बध्यते पापम् ।।२६३।।
तथापि च सत्ये दत्ते ब्रह्मणि अपरिग्रहत्वे चैव
क्रियतेऽध्यवसानं यत्तेन तु बध्यते पुण्यम् ।।२६४।।
एवमयमज्ञानात् यो यथा हिंसायां विधीयतेऽध्यवसायः, तथा असत्यादत्ताब्रह्म-
परिग्रहेषु यश्च विधीयते स सर्वोऽपि केवल एव पापबन्धहेतुः यस्तु अहिंसायां यथा
विधीयते अध्यवसायः, तथा यश्च सत्यदत्तब्रह्मापरिग्रहेषु विधीयते स सर्वोऽपि केवल एव
पुण्यबन्धहेतुः

Page 393 of 642
PDF/HTML Page 424 of 673
single page version

વળી ‘બાહ્યવસ્તુ તે બીજું પણ બંધનું કારણ હશે’ એવી શંકા ન કરવી. (‘અધ્યવસાય
તે બંધનું એક કારણ હશે અને બાહ્યવસ્તુ તે બંધનું બીજું કારણ હશે’ એવી પણ શંકા કરવી
યોગ્ય નથી; અધ્યવસાય જ એકનું એક બંધનું કારણ છે, બાહ્યવસ્તુ બંધનું કારણ નથી.) આવા
અર્થની ગાથા હવે કહે છેઃ
જે થાય અધ્યવસાન જીવને, વસ્તુ-આશ્રિત તે બને,
પણ વસ્તુથી નથી બંધ, અધ્યવસાનમાત્રથી બંધ છે. ૨૬૫.
ગાથાર્થઃ[पुनः] વળી, [जीवानाम्] જીવોને [यत्] જે [अध्यवसानं तु] અધ્યવસાન
[भवति] થાય છે તે [वस्तु] વસ્તુને [प्रतीत्य] અવલંબીને થાય છે [च तु] તોપણ [वस्तुतः] વસ્તુથી
[न बन्धः] બંધ નથી, [अध्यवसानेन] અધ્યવસાનથી જ [बन्धः अस्ति] બંધ છે.
ટીકાઃઅધ્યવસાન જ બંધનું કારણ છે; બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, કેમ કે બંધનું
કારણ જે અધ્યવસાન તેના કારણપણાથી જ બાહ્યવસ્તુને ચરિતાર્થપણું છે (અર્થાત્ બંધનું કારણ
જે અધ્યવસાન તેનું કારણ થવામાં જ બાહ્યવસ્તુનું કાર્યક્ષેત્ર પૂરું થાય છે, તે કાંઈ બંધનું કારણ
થતી નથી). અહીં પ્રશ્ન થાય છે કે
જો બાહ્યવસ્તુ બંધનું કારણ નથી તો (‘બાહ્યવસ્તુનો
પ્રસંગ ન કરો, ત્યાગ કરો’ એમ) બાહ્યવસ્તુનો પ્રતિષેધ (નિષેધ) શા માટે કરવામાં આવે છે?
તેનું સમાધાનઃ
અધ્યવસાનના પ્રતિષેધ અર્થે બાહ્યવસ્તુનો પ્રતિષેધ કરવામાં આવે છે.
અધ્યવસાનને બાહ્યવસ્તુ આશ્રયભૂત છે; બાહ્યવસ્તુનો આશ્રય કર્યા વિના અધ્યવસાન પોતાના
સ્વરૂપને પામતું નથી અર્થાત્
ઊપજતું નથી. જો બાહ્યવસ્તુનો આશ્રય કર્યા વિના પણ અધ્યવસાન
न च बाह्यवस्तु द्वितीयोऽपि बन्धहेतुरिति शङ्कयम्
वत्थुं पडुच्च जं पुण अज्झवसाणं तु होदि जीवाणं
ण य वत्थुदो दु बंधो अज्झवसाणेण बंधोत्थि ।।२६५।।
वस्तु प्रतीत्य यत्पुनरध्यवसानं तु भवति जीवानाम्
न च वस्तुतस्तु बन्धोऽध्यवसानेन बन्धोऽस्ति ।।२६५।।
अध्यवसानमेव बन्धहेतुः, न तु बाह्यवस्तु, तस्य बन्धहेतोरध्यवसानस्य हेतुत्वेनैव
चरितार्थत्वात् तर्हि किमर्थो बाह्यवस्तुप्रतिषेधः ? अध्यवसानप्रतिषेधार्थः अध्यवसानस्य हि
बाह्यवस्तु आश्रयभूतं; न हि बाह्यवस्त्वनाश्रित्य अध्यवसानमात्मानं लभते यदि
बाह्यवस्त्वनाश्रित्यापि अध्यवसानं जायेत तदा, यथा वीरसूसुतस्याश्रयभूतस्य सद्भावे
50

Page 394 of 642
PDF/HTML Page 425 of 673
single page version

ઊપજતું હોય તો, જેમ આશ્રયભૂત એવા *વીરજનનીના પુત્રના સદ્ભાવમાં (કોઈને) એવો
અધ્યવસાય ઊપજે છે કે ‘હું વીરજનનીના પુત્રને હણું છું’ તેમ આશ્રયભૂત એવા વંધ્યાપુત્રના
અસદ્ભાવમાં પણ (કોઈને) એવો અધ્યવસાય ઊપજે (
ઊપજવો જોઈએ) કે ‘હું વંધ્યાપુત્રને
(વાંઝણીના પુત્રને) હણું છું’. પરંતુ એવો અધ્યવસાય તો (કોઈને) ઊપજતો નથી. (જ્યાં વંધ્યાનો
પુત્ર જ નથી ત્યાં મારવાનો અધ્યવસાય ક્યાંથી ઊપજે?) માટે એવો નિયમ છે કે
(બાહ્યવસ્તુરૂપ) આશ્રય વિના અધ્યવસાન હોતું નથી. અને તેથી જ અધ્યવસાનને આશ્રયભૂત
એવી જે બાહ્યવસ્તુ તેનો અત્યંત પ્રતિષેધ છે, કેમ કે કારણના પ્રતિષેધથી જ કાર્યનો પ્રતિષેધ
થાય છે. (બાહ્યવસ્તુ અધ્યવસાનનું કારણ છે તેથી તેના પ્રતિષેધથી અધ્યવસાનનો પ્રતિષેધ થાય
છે). પરંતુ, જોકે બાહ્યવસ્તુ બંધના કારણનું (અર્થાત
્ અધ્યવસાનનું) કારણ છે તોપણ તે
(બાહ્યવસ્તુ) બંધનું કારણ નથી; કેમ કે ઇર્યાસમિતિમાં પરિણમેલા મુનીંદ્રના પગ વડે હણાઇ
જતા એવા કોઈ ઝડપથી આવી પડતા કાળપ્રેરિત ઊડતા જીવડાની માફક, બાહ્યવસ્તુ
કે જે
બંધના કારણનું કારણ છે તેબંધનું કારણ નહિ થતી હોવાથી, બાહ્યવસ્તુને બંધનું કારણપણું
માનવામાં અનૈકાંતિક હેત્વાભાસપણું છેવ્યભિચાર આવે છે. (આમ નિશ્ચયથી બાહ્યવસ્તુને
બંધનું કારણપણું નિર્બાધ રીતે સિદ્ધ થતું નથી.) માટે બાહ્યવસ્તુ કે જે જીવને અતદ્ભાવરૂપ છે
તે બંધનું કારણ નથી; અધ્યવસાન કે જે જીવને તદ્ભાવરૂપ છે તે જ બંધનું કારણ છે.
ભાવાર્થઃબંધનું કારણ નિશ્ચયથી અધ્યવસાન જ છે; અને જે બાહ્યવસ્તુઓ છે તે
અધ્યવસાનનું આલંબન છેતેમને આલંબીને અધ્યવસાન ઊપજે છે, તેથી તેમને અધ્યવસાનનું
કારણ કહેવામાં આવે છે. બાહ્યવસ્તુ વિના નિરાશ્રયપણે અધ્યવસાન ઊપજતાં નથી તેથી
બાહ્યવસ્તુઓનો ત્યાગ કરાવવામાં આવે છે. જો બંધનું કારણ બાહ્યવસ્તુ કહેવામાં આવે તો તેમાં
વ્યભિચાર આવે છે. (કારણ હોવા છતાં કોઈ સ્થળે કાર્ય દેખાય અને કોઈ સ્થળે કાર્ય ન દેખાય
તેને વ્યભિચાર કહે છે અને એવા કારણને વ્યભિચારી
અનૈકાંતિકકારણાભાસ કહે છે.)
वीरसूसुतं हिनस्मीत्यध्यवसायो जायते, तथा वन्ध्यासुतस्याश्रयभूतस्यासद्भावेऽपि वन्ध्यासुतं
हिनस्मीत्यध्यवसायो जायेत
न च जायते ततो निराश्रयं नास्त्यध्यवसानमिति नियमः तत
एव चाध्यवसानाश्रयभूतस्य बाह्यवस्तुनोऽत्यन्तप्रतिषेधः, हेतुप्रतिषेधेनैव हेतुमत्प्रतिषेधात् न च
बन्धहेतुहेतुत्वे सत्यपि बाह्यवस्तु बन्धहेतुः स्यात्, ईर्यासमितिपरिणतयतीन्द्रपदव्यापाद्यमान-
वेगापतत्कालचोदितकुलिङ्गवत्, बाह्यवस्तुनो बन्धहेतुहेतोरबन्धहेतुत्वेन बन्धहेतुत्वस्यानैकान्तिक-
त्वात्
अतो न बाह्यवस्तु जीवस्यातद्भावो बन्धहेतुः, अध्यवसानमेव तस्य तद्भावो बन्धहेतुः
* વીરજનની = શૂરવીરને જન્મ આપનારી; શૂરવીરની માતા.

Page 395 of 642
PDF/HTML Page 426 of 673
single page version

કોઈ મુનિ ઈર્યાસમિતિપૂર્વક યત્નથી ગમન કરતા હોય તેમના પગ તળે કોઈ ઊડતું જીવડું વેગથી
આવી પડીને મરી ગયું તો તેની હિંસા મુનિને લાગતી નથી. અહીં બાહ્ય દ્રષ્ટિથી જોવામાં આવે
તો હિંસા થઈ, પરંતુ મુનિને હિંસાનો અધ્યવસાય નહિ હોવાથી તેમને બંધ થતો નથી. જેમ
તે પગ નીચે મરી જતું જીવડું મુનિને બંધનું કારણ નથી તેમ અન્ય બાહ્યવસ્તુઓ વિષે પણ
સમજવું. આ રીતે બાહ્યવસ્તુને બંધનું કારણ માનવામાં વ્યભિચાર આવતો હોવાથી બાહ્યવસ્તુ
બંધનું કારણ નથી એમ સિદ્ધ થયું. વળી બાહ્યવસ્તુ વિના નિરાશ્રયે અધ્યવસાન થતાં નથી તેથી
બાહ્યવસ્તુનો નિષેધ પણ છે જ.
આ રીતે બંધના કારણપણે (કારણ તરીકે) નક્કી કરવામાં આવેલું જે અધ્યવસાન તે
પોતાની અર્થક્રિયા કરનારું નહિ હોવાથી મિથ્યા છેએમ હવે દર્શાવે છેઃ
કરું છું દુખી-સુખી જીવને, વળી બદ્ધ-મુક્ત કરું અરે!
આ મૂઢ મતિ તુજ છે નિરર્થક, તેથી છે મિથ્યા ખરે. ૨૬૬.
ગાથાર્થઃહે ભાઈ! ‘[जीवान्] હું જીવોને [दुःखितसुखितान्] દુઃખી-સુખી [करोमि] કરું
છું, [बन्धयामि] બંધાવું છું [तथा विमोचयामि] તથા મુકાવું છું, [या एषा ते मूढमतिः] એવી જે
આ તારી મૂઢ મતિ (મોહિત બુદ્ધિ) છે [सा] તે [निरर्थिका] નિરર્થક હોવાથી [खलु] ખરેખર
[मिथ्या] મિથ્યા (ખોટી) છે.
ટીકાઃહું પર જીવોને દુઃખી કરું છું, સુખી કરું છું ઇત્યાદિ તથા બંધાવું છું, મુકાવું
છું ઇત્યાદિ જે આ અધ્યવસાન છે તે બધુંય, પરભાવનો પરમાં વ્યાપાર નહિ હોવાને લીધે
एवं बन्धहेतुत्वेन निर्धारितस्याध्यवसानस्य स्वार्थक्रियाकारित्वाभावेन मिथ्यात्वं
दर्शयति
दुक्खिदसुहिदे जीवे करेमि बंधेमि तह विमोचेमि
जा एसा मूढमदी णिरत्थया सा हु दे मिच्छा ।।२६६।।
दुःखितसुखितान् जीवान् करोमि बन्धयामि तथा विमोचयामि
या एषा मूढमतिः निरर्थिका सा खलु ते मिथ्या ।।२६६।।
परान् जीवान् दुःखयामि सुखयामीत्यादि, बन्धयामि मोचयामीत्यादि वा, यदेतदध्यवसानं
तत्सर्वमपि, परभावस्य परस्मिन्नव्याप्रियमाणत्वेन स्वार्थक्रियाकारित्वाभावात्, खकुसुमं

Page 396 of 642
PDF/HTML Page 427 of 673
single page version

પોતાની અર્થક્રિયા કરનારું નહિ હોવાથી, ‘હું આકાશના ફૂલને ચૂંટું છું’ એવા અધ્યવસાનની
માફક મિથ્યારૂપ છે, કેવળ પોતાના અનર્થને માટે જ છે (અર્થાત્
માત્ર પોતાને જ નુકસાનનું
કારણ થાય છે, પરને તો કાંઈ કરી શકતું નથી).
ભાવાર્થઃજે પોતાની અર્થક્રિયા (પ્રયોજનભૂત ક્રિયા) કરી શકતું નથી તે નિરર્થક
છે, અથવા જેનો વિષય નથી તે નિરર્થક છે. જીવ પર જીવોને દુઃખી-સુખી આદિ કરવાની
બુદ્ધિ કરે છે, પરંતુ પર જીવો તો પોતાના કર્યા દુઃખી-સુખી થતા નથી; તેથી તે બુદ્ધિ નિરર્થક
છે અને નિરર્થક હોવાથી મિથ્યા છે
ખોટી છે.
હવે પૂછે છે કે અધ્યવસાય પોતાની અર્થક્રિયા કરનારું કઈ રીતે નથી? તેનો ઉત્તર
કહે છેઃ
સૌ જીવ અધ્યવસાનકારણ કર્મથી બંધાય જ્યાં
ને મોક્ષમાર્ગે સ્થિત જીવો મુકાય, તું શું કરે ભલા? ૨૬૭.
ગાથાર્થઃહે ભાઈ! [यदि हि] જો ખરેખર [अध्यवसाननिमित्तं] અધ્યવસાનના નિમિત્તે
[जीवाः] જીવો [कर्मणा बध्यन्ते] કર્મથી બંધાય છે [च] અને [मोक्षमार्गे स्थिताः] મોક્ષમાર્ગમાં સ્થિત
[मुच्यन्ते] મુકાય છે, [तद्] તો [त्वम् किं करोषि] તું શું કરે છે? (તારો તો બાંધવા-છોડવાનો
અભિપ્રાય વિફળ ગયો.)
ટીકાઃ‘હું બંધાવું છું, મુકાવું છું’ એવું જે અધ્યવસાન છે તેની પોતાની અર્થક્રિયા
જીવોને બાંધવા, મૂકવા (મુક્ત કરવા, છોડવા) તે છે. પરંતુ જીવ તો, આ અધ્યવસાયનો સદ્ભાવ
હોવા છતાં પણ, પોતાના સરાગ-વીતરાગ પરિણામના અભાવથી નથી બંધાતો, નથી મુકાતો; અને
लुनामीत्यध्यवसानवन्मिथ्यारूपं, केवलमात्मनोऽनर्थायैव
कुतो नाध्यवसानं स्वार्थक्रियाकारीति चेत्
अज्झवसाणणिमित्तं जीवा बज्झंति कम्मणा जदि हि
मुच्चंति मोक्खमग्गे ठिदा य ता किं करेसि तुमं ।।२६७।।
अध्यवसाननिमित्तं जीवा बध्यन्ते कर्मणा यदि हि
मुच्यन्ते मोक्षमार्गे स्थिताश्च तत् किं करोषि त्वम् ।।२६७।।
यत्किल बन्धयामि मोचयामीत्यध्यवसानं तस्य हि स्वार्थक्रिया यद्बन्धनं मोचनं
जीवानाम् जीवस्त्वस्याध्यवसायस्य सद्भावेऽपि सरागवीतरागयोः स्वपरिणामयोः अभावान्न बध्यते,

Page 397 of 642
PDF/HTML Page 428 of 673
single page version

પોતાના સરાગ-વીતરાગ પરિણામના સદ્ભાવથી, તે અધ્યવસાયનો અભાવ હોવા છતાં પણ,
બંધાય છે, મુકાય છે. માટે પરમાં અકિંચિત્કર હોવાથી (અર્થાત્
કાંઈ નહિ કરી શકતું હોવાથી )
આ અધ્યવસાન પોતાની અર્થક્રિયા કરનારું નથી; અને તેથી મિથ્યા જ છે.આવો ભાવ
(આશય) છે.
ભાવાર્થઃજે હેતુ કાંઈ પણ ન કરે તે અકિંચિત્કર કહેવાય છે. આ બાંધવા-છોડવાનું
અધ્યવસાન પણ પરમાં કાંઈ કરતું નથી; કારણ કે તે અધ્યવસાન ન હોય તોપણ જીવ પોતાના
સરાગ-વીતરાગ પરિણામથી બંધ-મોક્ષને પામે છે, અને તે અધ્યવસાન હોય તોપણ પોતાના
સરાગ-વીતરાગ પરિણામના અભાવથી બંધ-મોક્ષને નથી પામતો. આ રીતે અધ્યવસાન પરમાં
અકિંચિત્કર હોવાથી સ્વ-અર્થક્રિયા કરનારું નથી અને તેથી મિથ્યા છે.
હવે આ અર્થના કળશરૂપે અને આગળના કથનની સૂચનિકારૂપે શ્લોક કહે છેઃ
શ્લોકાર્થઃ[अनेन निष्फलेन अध्यवसायेन मोहितः] આ નિષ્ફળ (નિરર્થક)
અધ્યવસાયથી મોહિત થયો થકો [आत्मा] આત્મા [तत् किञ्चन अपि न एव अस्ति यत् आत्मानं
न करोति] પોતાને સર્વરૂપ કરે છે,એવું કાંઈ પણ નથી કે જે-રૂપ પોતાને ન કરતો હોય.
ભાવાર્થઃઆ આત્મા મિથ્યા અભિપ્રાયથી ભૂલ્યો થકો ચતુર્ગતિ-સંસારમાં જેટલી
અવસ્થાઓ છે, જેટલા પદાર્થો છે તે સર્વરૂપ પોતાને થયેલો માને છે; પોતાના શુદ્ધ સ્વરૂપને
નથી ઓળખતો. ૧૭૧.
હવે આ અર્થને સ્પષ્ટ રીતે ગાથામાં કહે છેઃ
તિર્યંચ, નારક, દેવ, માનવ, પુણ્ય-પાપ વિવિધ જે,
તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. ૨૬૮.
न मुच्यते; सरागवीतरागयोः स्वपरिणामयोः सद्भावात्तस्याध्यवसायस्याभावेऽपि बध्यते, मुच्यते च
ततः परत्राकिञ्चित्करत्वान्नेदमध्यवसानं स्वार्थक्रियाकारि; ततश्च मिथ्यैवेति भावः
(अनुष्टुभ्)
अनेनाध्यवसायेन निष्फलेन विमोहितः
तत्किञ्चनापि नैवास्ति नात्मात्मानं करोति यत् ।।१७१।।
सव्वे करेदि जीवो अज्झवसाणेण तिरियणेरइए
देवमणुए य सव्वे पुण्णं पावं च णेयविहं ।।२६८।।

Page 398 of 642
PDF/HTML Page 429 of 673
single page version

વળી એમ ધર્મ-અધર્મ, જીવ-અજીવ, લોક-અલોક જે,
તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. ૨૬૯.
ગાથાર્થઃ[जीवः] જીવ [अध्यवसानेन] અધ્યવસાનથી [तिर्यङ्नैरयिकान्] તિર્યંચ, નારક,
[देवमनुजान् च] દેવ અને મનુષ્ય [सर्वान्] એ સર્વ પર્યાયો, [च] તથા [नैकविधम्] અનેક પ્રકારનાં
[पुण्यं पापं] પુણ્ય અને પાપ[सर्वान्] એ બધારૂપ [करोति] પોતાને કરે છે. [तथा च] વળી
તેવી રીતે [जीवः] જીવ [अध्यवसानेन] અધ્યવસાનથી [धर्माधर्मं ] ધર્મ-અધર્મ, [जीवाजीवौ] જીવ-
અજીવ [च] અને [अलोकलोकं] લોક-અલોક[सर्वान्] એ બધારૂપ [आत्मानम् करोति] પોતાને
કરે છે.
ટીકાઃજેવી રીતે આ આત્મા પૂર્વોક્ત પ્રકારે *ક્રિયા જેનો ગર્ભ છે એવા હિંસાના
અધ્યવસાનથી પોતાને હિંસક કરે છે, (અહિંસાના અધ્યવસાનથી પોતાને અહિંસક કરે છે) અને
અન્ય અધ્યવસાનોથી પોતાને અન્ય કરે છે, તેવી જ રીતે ઉદયમાં આવતા નારકના અધ્યવસાનથી
પોતાને નારક (
નારકી) કરે છે, ઉદયમાં આવતા તિર્યંચના અધ્યવસાનથી પોતાને તિર્યંચ કરે
છે, ઉદયમાં આવતા મનુષ્યના અધ્યવસાનથી પોતાને મનુષ્ય કરે છે, ઉદયમાં આવતા દેવના
અધ્યવસાનથી પોતાને દેવ કરે છે, ઉદયમાં આવતા સુખ આદિ પુણ્યના અધ્યવસાનથી પોતાને
धम्माधम्मं च तहा जीवाजीवे अलोगलोगं च
सव्वे करेदि जीवो अज्झवसाणेण अप्पाणं ।।२६९।।
सर्वान् करोति जीवोऽध्यवसानेन तिर्यङ्नैरयिकान्
देवमनुजांश्च सर्वान् पुण्यं पापं च नैकविधम् ।।२६८।।
धर्माधर्मं च तथा जीवाजीवौ अलोकलोकं च
सर्वान् करोति जीवः अध्यवसानेन आत्मानम् ।।२६९।।
यथायमेवं क्रियागर्भहिंसाध्यवसानेन हिंसकं, इतराध्यवसानैरितरं च आत्मात्मानं कुर्यात्,
तथा विपच्यमाननारकाध्यवसानेन नारकं, विपच्यमानतिर्यगध्यवसानेन तिर्यञ्चं, विपच्यमान-
मनुष्याध्यवसानेन मनुष्यं, विपच्यमानदेवाध्यवसानेन देवं, विपच्यमानसुखादिपुण्याध्यवसानेन
* હિંસા આદિનાં અધ્યવસાનો રાગદ્વેષના ઉદયમય એવી હણવા આદિની ક્રિયાઓથી ભરેલાં છે, અર્થાત્
તે ક્રિયાઓ સાથે આત્માનું તન્મયપણું હોવાની માન્યતારૂપ છે.

Page 399 of 642
PDF/HTML Page 430 of 673
single page version

પુણ્યરૂપ કરે છે અને ઉદયમાં આવતા દુઃખ આદિ પાપના અધ્યવસાનથી પોતાને પાપરૂપ કરે
છે; વળી તેવી જ રીતે જાણવામાં આવતો જે ધર્મ (અર્થાત્
ધર્માસ્તિકાય) તેના અધ્યવસાનથી
પોતાને ધર્મરૂપ કરે છે, જાણવામાં આવતા અધર્મના (અર્થાત્ અધર્માસ્તિકાયના) અધ્યવસાનથી
પોતાને અધર્મરૂપ કરે છે, જાણવામાં આવતા અન્ય જીવના અધ્યવસાનથી પોતાને અન્યજીવરૂપ
કરે છે, જાણવામાં આવતા પુદ્ગલના અધ્યવસાનથી પોતાને પુદ્ગલરૂપ કરે છે, જાણવામાં
આવતા લોકાકાશના અધ્યવસાનથી પોતાને લોકાકાશરૂપ કરે છે અને જાણવામાં આવતા
અલોકાકાશના અધ્યવસાનથી પોતાને અલોકાકાશરૂપ કરે છે. (આ રીતે આત્મા અધ્યવસાનથી
પોતાને સર્વરૂપ કરે છે.)
ભાવાર્થઃઆ અધ્યવસાન અજ્ઞાનરૂપ છે તેથી તેને પોતાનું પરમાર્થ સ્વરૂપ ન જાણવું.
તે અધ્યવસાનથી જ આત્મા પોતાને અનેક અવસ્થારૂપ કરે છે અર્થાત્ તેમનામાં પોતાપણું માની
પ્રવર્તે છે.
હવે આ અર્થના કળશરૂપે તથા આગળના કથનની સૂચનિકારૂપે કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[विश्वात् विभक्तः अपि हि] વિશ્વથી (સમસ્ત દ્રવ્યોથી) ભિન્ન હોવા
છતાં [आत्मा] આત્મા [यत्-प्रभावात् आत्मानम् विश्वम् विदधाति] જેના પ્રભાવથી પોતાને વિશ્વરૂપ
કરે છે [एषः अध्यवसायः] એવો આ અધ્યવસાય[मोह-एक-कन्दः] કે જેનું મોહ જ એક
મૂળ છે તે[येषां इह नास्ति] જેમને નથી [ते एव यतयः] તે જ મુનિઓ છે. ૧૭૨.
આ અધ્યવસાય જેમને નથી તે મુનિઓ કર્મથી લેપાતા નથીએમ હવે ગાથામાં કહે
છેઃ
पुण्यं, विपच्यमानदुःखादिपापाध्यवसानेन पापमात्मानं कुर्यात् तथैव च ज्ञायमानधर्माध्यवसानेन
धर्मं, ज्ञायमानाधर्माध्यवसानेनाधर्मं, ज्ञायमानजीवान्तराध्यवसानेन जीवान्तरं, ज्ञायमानपुद्गलाध्यव-
सानेन पुद्गलं, ज्ञायमानलोकाकाशाध्यवसानेन लोकाकाशं, ज्ञायमानालोकाकाशाध्यवसानेना-
लोकाकाशमात्मानं कुर्यात्
(इन्द्रवज्रा)
विश्वाद्विभक्तोऽपि हि यत्प्रभावा-
दात्मानमात्मा विदधाति विश्वम्
मोहैककन्दोऽध्यवसाय एष
नास्तीह येषां यतयस्त एव
।।१७२।।

Page 400 of 642
PDF/HTML Page 431 of 673
single page version

એ આદિ અધ્યવસાન વિધવિધ વર્તતાં નહિ જેમને,
તે મુનિવરો લેપાય નહિ શુભ કે અશુભ કર્મો વડે. ૨૭૦.
ગાથાર્થઃ[एतानि] આ (પૂર્વે કહેલાં) [एवमादीनि] તથા આવાં બીજાં પણ
[अध्यवसानानि] અધ્યવસાન [येषाम्] જેમને [न सन्ति] નથી, [ते मुनयः] તે મુનિઓ [अशुभेन]
અશુભ [वा शुभेन] કે શુભ [कर्मणा] કર્મથી [न लिप्यन्ते] લેપાતા નથી.
ટીકાઃઆ જે ત્રણ પ્રકારનાં અધ્યવસાનો છે તે બધાંય પોતે અજ્ઞાનાદિરૂપ (અર્થાત્
અજ્ઞાન, મિથ્યાદર્શન અને અચારિત્રરૂપ) હોવાથી શુભાશુભ કર્મબંધનાં નિમિત્ત છે. તે વિશેષ
સમજાવવામાં આવે છેઃ
‘હું (પર જીવોને) હણું છું’ ઇત્યાદિ જે આ અધ્યવસાન છે તે
અધ્યવસાનવાળા જીવને, જ્ઞાનમયપણાને લીધે સત્રૂપ અહેતુક જ્ઞપ્તિ જ જેની એક ક્રિયા
છે એવા આત્માનો અને રાગદ્વેષના ઉદયમય એવી હનન આદિ ક્રિયાઓનો વિશેષ નહિ
જાણવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે, ભિન્ન
एदाणि णत्थि जेसिं अज्झवसाणाणि एवमादीणि
ते असुहेण सुहेण व कम्मेण मुणी ण लिप्पंति ।।२७०।।
एतानि न सन्ति येषामध्यवसानान्येवमादीनि
ते अशुभेन शुभेन वा कर्मणा मुनयो न लिप्यन्ते ।।२७०।।
एतानि किल यानि त्रिविधान्यध्यवसानानि तानि समस्तान्यपि शुभाशुभ-
कर्मबन्धनिमित्तानि, स्वयमज्ञानादिरूपत्वात् तथाहियदिदं हिनस्मीत्याद्यध्यवसानं तत्,
ज्ञानमयत्वेनात्मनः सदहेतुकज्ञप्त्येकक्रियस्य रागद्वेषविपाकमयीनां हननादिक्रियाणां च विशेषाज्ञानेन
विविक्तात्माज्ञानात्, अस्ति तावदज्ञानं, विविक्तात्मादर्शनादस्ति च मिथ्यादर्शनं,
૧. સત્રૂપ = સત્તાસ્વરૂપ; અસ્તિત્વસ્વરૂપ. (આત્મા જ્ઞાનમય છે તેથી સત્રૂપ અહેતુક જ્ઞપ્તિ જ તેની એક
ક્રિયા છે.)
૨. અહેતુક = જેનું કોઈ કારણ નથી એવી; અકારણ; સ્વયંસિદ્ધ; સહજ.
૩. જ્ઞપ્તિ = જાણવું તે; જાણનક્રિયા. (જ્ઞપ્તિક્રિયા સત
્રૂપ છે, અને સત્રૂપ હોવાથી અહેતુક છે.)
૪. હનન = હણવું તે; હણવારૂપ ક્રિયા. (હણવું વગેરે ક્રિયાઓ રાગદ્વેષના ઉદયમય છે.)
૫. વિશેષ = તફાવત; ભિન્ન લક્ષણ.

Page 401 of 642
PDF/HTML Page 432 of 673
single page version

આત્માનું અદર્શન (અશ્રદ્ધાન) હોવાથી (તે અધ્યવસાન) મિથ્યાદર્શન છે અને ભિન્ન આત્માનું
અનાચરણ હોવાથી (તે અધ્યવસાન) અચારિત્ર છે. [
વળી ‘હું નારક છું’ ઇત્યાદિ જે અધ્યવસાન
છે તે અધ્યવસાનવાળા જીવને પણ, જ્ઞાનમયપણાને લીધે સત્રૂપ અહેતુક જ્ઞાયક જ જેનો એક
ભાવ છે એવા આત્માનો અને કર્મોદયજનિત નારક આદિ ભાવોનો વિશેષ નહિ જાણવાને લીધે
ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે, ભિન્ન આત્માનું અદર્શન
હોવાથી (તે અધ્યવસાન) મિથ્યાદર્શન છે અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી (તે
અધ્યવસાન) અચારિત્ર છે.] વળી ‘આ ધર્મદ્રવ્ય જણાય છે’ ઇત્યાદિ જે અધ્યવસાન છે તે
અધ્યવસાનવાળા જીવને પણ,
*જ્ઞાનમયપણાને લીધે સત્રૂપ અહેતુક જ્ઞાન જ જેનું એક રૂપ
છે એવા આત્માનો અને જ્ઞેયમય એવાં ધર્માદિક રૂપોનો વિશેષ નહિ જાણવાને લીધે ભિન્ન
આત્માનું અજ્ઞાન હોવાથી, તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે, ભિન્ન આત્માનું અદર્શન
હોવાથી (તે અધ્યવસાન) મિથ્યાદર્શન છે અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી (તે
અધ્યવસાન) અચારિત્ર છે. માટે આ સમસ્ત અધ્યવસાનો બંધનાં જ નિમિત્ત છે.
માત્ર જેમને આ અધ્યવસાનો વિદ્યમાન નથી તે જ કોઈક ( વિરલ) મુનિકુંજરો
(મુનિવરો), સત્રૂપ અહેતુક જ્ઞપ્તિ જ જેની એક ક્રિયા છે, સત્રૂપ અહેતુક જ્ઞાયક જ જેનો
એક ભાવ છે અને સત્રૂપ અહેતુક જ્ઞાન જ જેનું એક રૂપ છે એવા ભિન્ન આત્માને
(સર્વ અન્યદ્રવ્યભાવોથી જુદા આત્માને) જાણતા થકા, સમ્યક્ પ્રકારે દેખતા (શ્રદ્ધતા) થકા
અને અનુચરતા થકા, સ્વચ્છ અને સ્વચ્છંદપણે ઉદયમાન (અર્થાત્ સ્વાધીનપણે પ્રકાશમાન)
એવી અમંદ અંતર્જ્યોતિને અજ્ઞાનાદિરૂપપણાનો અત્યંત અભાવ હોવાથી (અર્થાત્ અંતરંગમાં
विविक्तात्मानाचरणादस्ति चाचारित्रम् [यत्पुनः नारकोऽहमित्याद्यध्यवसानं तदपि, ज्ञानमय-
त्वेनात्मनः सदहेतुकज्ञायकैकभावस्य कर्मोदयजनितानां नारकादिभावानां च विशेषाज्ञानेन
विविक्तात्माज्ञानादस्ति तावदज्ञानं, विविक्तात्मादर्शनादस्ति च मिथ्यादर्शनं, विविक्तात्माना-
चरणादस्ति चाचारित्रम्
] यत्पुनरेष धर्मो ज्ञायत इत्याद्यध्यवसानं तदपि, ज्ञानमयत्वेनात्मनः
सदहेतुकज्ञानैकरूपस्य ज्ञेयमयानां धर्मादिरूपाणां च विशेषाज्ञानेन विविक्तात्माज्ञानात्, अस्ति
तावदज्ञानं, विविक्तात्मादर्शनादस्ति च मिथ्यादर्शनं, विविक्तात्मानाचरणादस्ति चाचारित्रम्
ततो
बन्धनिमित्तान्येवैतानि समस्तान्यध्यवसानानि येषामेवैतानि न विद्यन्ते त एव मुनिकुञ्जराः
केचन, सदहेतुकज्ञप्त्येकक्रियं, सदहेतुकज्ञायकैकभावं, सदहेतुकज्ञानैकरूपं च विविक्तमात्मानं
जानन्तः, सम्यक्पश्यन्तोऽनुचरन्तश्च, स्वच्छस्वच्छन्दोद्यदमन्दान्तर्ज्योतिषोऽत्यन्तमज्ञानादिरूपत्वा-
* આત્મા જ્ઞાનમય છે તેથી સત્રૂપ અહેતુક જ્ઞાન જ તેનું એક રૂપ છે.
51

Page 402 of 642
PDF/HTML Page 433 of 673
single page version

પ્રકાશતી જ્ઞાનજ્યોતિ જરા પણ અજ્ઞાનરૂપ, મિથ્યાદર્શનરૂપ અને અચારિત્રરૂપ નહિ થતી
હોવાથી) શુભ કે અશુભ કર્મથી ખરેખર લેપાતા નથી.
ભાવાર્થઃઆ જે અધ્યવસાનો છે તે ‘હું પરને હણું છું’ એ પ્રકારનાં છે, ‘હું નારક
છું’ એ પ્રકારનાં છે તથા ‘હું પરદ્રવ્યને જાણું છું’ એ પ્રકારનાં છે. તેઓ, જ્યાં સુધી આત્માનો
ને રાગાદિકનો, આત્માનો ને નારકાદિ કર્મોદયજનિત ભાવોનો તથા આત્માનો ને જ્ઞેયરૂપ
અન્યદ્રવ્યોનો ભેદ ન જાણ્યો હોય, ત્યાં સુધી પ્રવર્તે છે. તેઓ ભેદજ્ઞાનના અભાવને લીધે
મિથ્યાજ્ઞાનરૂપ છે, મિથ્યાદર્શનરૂપ છે અને મિથ્યાચારિત્રરૂપ છે; એમ ત્રણ પ્રકારે પ્રવર્તે છે.
તે અધ્યવસાનો જેમને નથી તે મુનિકુંજરો છે. તેઓ આત્માને સમ્યક્ જાણે છે, સમ્યક્ શ્રદ્ધે
છે અને સમ્યક્ આચરે છે, તેથી અજ્ઞાનના અભાવથી સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ થયા થકા
કર્મોથી લેપાતા નથી.
‘‘અધ્યવસાન શબ્દ વારંવાર કહેતા આવ્યા છો, તે અધ્યવસાન શું છે? તેનું સ્વરૂપ
બરાબર સમજવામાં નથી આવ્યું.’’ આમ પૂછવામાં આવતાં, હવે અધ્યવસાનનું સ્વરૂપ ગાથામાં
કહે છેઃ
બુદ્ધિ, મતિ, વ્યવસાય, અધ્યવસાન, વળી વિજ્ઞાન ને
પરિણામ, ચિત્ત ને ભાવશબ્દો સર્વ આ એકાર્થ છે. ૨૭૧.
ગાથાર્થઃ[बुद्धिः] બુદ્ધિ, [व्यवसायः अपि च] વ્યવસાય, [अध्यवसानं] અધ્યવસાન,
[मतिः च] મતિ, [विज्ञानम् ] વિજ્ઞાન, [चित्तं] ચિત્ત, [भावः] ભાવ [च] અને
[परिणामः] પરિણામ[सर्वं ] એ બધા [एकार्थम् एव] એકાર્થ જ છે (નામ જુદાં છે, અર્થ
જુદા નથી).
भावात्, शुभेनाशुभेन वा कर्मणा न खलु लिप्येरन्
किमेतदध्यवसानं नामेति चेत्
बुद्धी ववसाओ वि य अज्झवसाणं मदी य विण्णाणं
एक्कट्ठमेव सव्वं चित्तं भावो य परिणामो ।।२७१।।
बुद्धिर्व्यवसायोऽपि च अध्यवसानं मतिश्च विज्ञानम्
एकार्थमेव सर्वं चित्तं भावश्च परिणामः ।।२७१।।

Page 403 of 642
PDF/HTML Page 434 of 673
single page version

ટીકાઃસ્વ-પરનો અવિવેક હોય (અર્થાત્ સ્વ-પરનું ભેદજ્ઞાન ન હોય) ત્યારે જીવની
અધ્યવસિતિમાત્ર તે અધ્યવસાન છે; અને તે જ (અર્થાત્ જેને અધ્યવસાન કહ્યું તે જ) બોધન-
માત્રપણાથી બુદ્ધિ છે, વ્યવસાનમાત્રપણાથી વ્યવસાય છે, મનનમાત્રપણાથી મતિ છે, વિજ્ઞપ્તિ-
માત્રપણાથી વિજ્ઞાન છે, ચેતનામાત્રપણાથી ચિત્ત છે, ચેતનના ભવનમાત્રપણાથી ભાવ છે,
ચેતનના પરિણમનમાત્રપણાથી પરિણામ છે. (આ રીતે આ બધાય શબ્દો એકાર્થ છે.)
ભાવાર્થઃઆ જે બુદ્ધિ આદિ આઠ નામોથી કહ્યા તે બધાય ચેતન આત્માના
પરિણામ છે. જ્યાં સુધી સ્વપરનું ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી જીવને જે પોતાના ને પરના
એકપણાના નિશ્ચયરૂપ પરિણતિ વર્તે છે તેને બુદ્ધિ આદિ આઠ નામોથી કહેવામાં આવે છે.
‘અધ્યવસાન ત્યાગવાયોગ્ય કહ્યાં છે તેથી એમ સમજાય છે કે વ્યવહારનો ત્યાગ કરાવ્યો
છે અને નિશ્ચયનું ગ્રહણ કરાવ્યું છે’એવા અર્થનું, આગળના કથનની સૂચનારૂપ કાવ્ય હવે
કહે છેઃ
શ્લોકાર્થઃઆચાર્યદેવ કહે છે કેઃ[सर्वत्र यद् अध्यवसानम्] સર્વ વસ્તુઓમાં જે
અધ્યવસાન થાય છે [अखिलं] તે બધાંય (અધ્યવસાન) [जिनैः] જિન ભગવાનોએ [एवम्]
પૂર્વોક્ત રીતે [त्याज्यं उक्तं] ત્યાગવાયોગ્ય કહ્યાં છે [तत्] તેથી [मन्ये] અમે એમ માનીએ છીએ
કે [अन्य-आश्रयः व्यवहारः एव निखिलः अपि त्याजितः] ‘પર જેનો આશ્રય છે એવો વ્યવહાર
स्वपरयोरविवेके सति जीवस्याध्यवसितिमात्रमध्यवसानं; तदेव च बोधनमात्रत्वाद्बुद्धिः,
व्यवसानमात्रत्वाद्वयवसायः, मननमात्रत्वान्मतिः, विज्ञप्तिमात्रत्वाद्विज्ञानं, चेतनामात्रत्वाच्चित्तं, चितो
भवनमात्रत्वाद्भावः, चितः परिणमनमात्रत्वात्परिणामः
(शार्दूलविक्रीडित)
सर्वत्राध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्तं जिनै-
स्तन्मन्ये व्यवहार एव निखिलोऽप्यन्याश्रयस्त्याजितः
सम्यङ्निश्चयमेकमेव तदमी निष्कम्पमाक्रम्य किं
शुद्धज्ञानघने महिम्नि न निजे बध्नन्ति सन्तो धृतिम्
।।१७३।।
૧. અધ્યવસિતિ = (એકમાં બીજાની માન્યતાપૂર્વક) પરિણતિ; (મિથ્યા) નિશ્ચિતિ; (ખોટો) નિશ્ચય
હોવો તે.
૨. વ્યવસાન = કામમાં લાગ્યા રહેવું તે; ઉદ્યમી હોવું તે; નિશ્ચય હોવો તે.
૩. મનન = માનવું તે; જાણવું તે.

Page 404 of 642
PDF/HTML Page 435 of 673
single page version

જ સઘળોય છોડાવ્યો છે’. [तत्] તો પછી, [अमी सन्तः] આ સત્પુરુષો [एकम् सम्यक् निश्चयम्
एव निष्कम्पम् आक्रम्य] એક સમ્યક્ નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને [शुद्धज्ञानघने निजे
महिम्नि] શુદ્ધજ્ઞાનઘનસ્વરૂપ નિજ મહિમામાં (આત્મસ્વરૂપમાં) [धृतिम् किं न बध्नन्ति] સ્થિરતા
કેમ ધરતા નથી?
ભાવાર્થઃજિનેશ્વરદેવે અન્ય પદાર્થોમાં આત્મબુદ્ધિરૂપ અધ્યવસાન છોડાવ્યાં છે તેથી
આ પરાશ્રિત વ્યવહાર જ બધોય છોડાવ્યો છે એમ જાણવું. માટે ‘શુદ્ધજ્ઞાનસ્વરૂપ પોતાના
આત્મામાં સ્થિરતા રાખો’ એવો શુદ્ધનિશ્ચયના ગ્રહણનો ઉપદેશ આચાર્યદેવે કર્યો છે. વળી, ‘‘જો
ભગવાને અધ્યવસાન છોડાવ્યાં છે તો હવે સત્પુરુષો નિશ્ચયને નિષ્કંપપણે અંગીકાર કરી સ્વરૂપમાં
કેમ નથી ઠરતા
એ અમને અચરજ છે’’ એમ કહીને આચાર્યદેવે આશ્ચર્ય બતાવ્યું છે. ૧૭૩.
હવે આ અર્થને ગાથામાં કહે છેઃ
વ્યવહારનય એ રીત જાણ નિષિદ્ધ નિશ્ચયનય થકી;
નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. ૨૭૨.
ગાથાર્થઃ[एवं] એ રીતે (પૂર્વોક્ત રીતે) [व्यवहारनयः] (પરાશ્રિત એવો) વ્યવહારનય
[निश्चयनयेन] નિશ્ચયનય વડે [प्रतिषिद्धः जानीहि] નિષિદ્ધ જાણ; [पुनः निश्चयनयाश्रिताः] નિશ્ચયનયને
આશ્રિત [मुनयः] મુનિઓ [निर्वाणम्] નિર્વાણને [प्राप्नुवन्ति] પામે છે.
ટીકાઃઆત્માશ્રિત (અર્થાત્ સ્વ-આશ્રિત) નિશ્ચયનય છે, પરાશ્રિત (અર્થાત્ પરને
આશ્રિત) વ્યવહારનય છે. ત્યાં, પૂર્વોક્ત રીતે પરાશ્રિત સમસ્ત અધ્યવસાન (અર્થાત્ પોતાના ને
પરના એકપણાની માન્યતાપૂર્વક પરિણમન) બંધનું કારણ હોવાને લીધે મુમુક્ષુને તેનો
(
અધ્યવસાનનો) નિષેધ કરતા એવા નિશ્ચયનય વડે ખરેખર વ્યવહારનયનો જ નિષેધ કરાયો
एवं ववहारणओ पडिसिद्धो जाण णिच्छयणएण
णिच्छयणयासिदा पुण मुणिणो पावंति णिव्वाणं ।।२७२।।
एवं व्यवहारनयः प्रतिषिद्धो जानीहि निश्चयनयेन
निश्चयनयाश्रिताः पुनर्मुनयः प्राप्नुवन्ति निर्वाणम् ।।२७२।।
आत्माश्रितो निश्चयनयः, पराश्रितो व्यवहारनयः तत्रैवं निश्चयनयेन पराश्रितं
समस्तमध्यवसानं बन्धहेतुत्वेन मुमुक्षोः प्रतिषेधयता व्यवहारनय एव किल प्रतिषिद्धः, तस्यापि

Page 405 of 642
PDF/HTML Page 436 of 673
single page version

છે, કારણ કે વ્યવહારનયને પણ પરાશ્રિતપણું સમાન જ છે (જેમ અધ્યવસાન પરાશ્રિત છે
તેમ વ્યવહારનય પણ પરાશ્રિત છે, તેમાં તફાવત નથી). અને આ વ્યવહારનય એ રીતે નિષેધવા-
યોગ્ય જ છે; કારણ કે આત્માશ્રિત નિશ્ચયનયનો આશ્રય કરનારાઓ જ (કર્મથી) મુક્ત થાય છે
અને પરાશ્રિત વ્યવહારનયનો આશ્રય તો એકાંતે નહિ મુક્ત થતો એવો અભવ્ય પણ કરે છે.
ભાવાર્થઃઆત્માને પરના નિમિત્તથી જે અનેક ભાવો થાય છે તે બધા
વ્યવહારનયના વિષય હોવાથી વ્યવહારનય તો પરાશ્રિત છે, અને જે એક પોતાનો સ્વાભાવિક
ભાવ છે તે જ નિશ્ચયનયનો વિષય હોવાથી નિશ્ચયનય આત્માશ્રિત છે. અધ્યવસાન પણ
વ્યવહારનયનો જ વિષય છે તેથી અધ્યવસાનનો ત્યાગ તે વ્યવહારનયનો જ ત્યાગ છે, અને
પહેલાંની ગાથાઓમાં અધ્યવસાનના ત્યાગનો ઉપદેશ છે તે વ્યવહારનયના જ ત્યાગનો ઉપદેશ
છે. આ પ્રમાણે નિશ્ચયનયને પ્રધાન કરીને વ્યવહારનયના ત્યાગનો ઉપદેશ કર્યો છે તેનું કારણ
એ છે કે
જેઓ નિશ્ચયના આશ્રયે પ્રવર્તે છે તેઓ જ કર્મથી છૂટે છે અને જેઓ એકાંતે
વ્યવહારનયના જ આશ્રયે પ્રવર્તે છે તેઓ કર્મથી કદી છૂટતા નથી.
હવે પૂછે છે કે અભવ્ય જીવ પણ વ્યવહારનયનો કઈ રીતે આશ્રય કરે છે? તેનો
ઉત્તર કહે છેઃ
જિનવરકહેલાં વ્રત, સમિતિ, ગુપ્તિ વળી તપ-શીલને
કરતાં છતાંય અભવ્ય જીવ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે. ૨૭૩.
ગાથાર્થઃ[जिनवरैः] જિનવરોએ [प्रज्ञप्तम्] કહેલાં [व्रतसमितिगुप्तयः] વ્રત, સમિતિ,
ગુપ્તિ, [शीलतपः] શીલ, તપ [कुर्वन् अपि] કરતાં છતાં પણ [अभव्यः] અભવ્ય જીવ
पराश्रितत्वाविशेषात् प्रतिषेध्य एव चायं, आत्माश्रितनिश्चयनयाश्रितानामेव मुच्यमानत्वात्,
पराश्रितव्यवहारनयस्यैकान्तेनामुच्यमानेनाभव्येनाप्याश्रीयमाणत्वाच्च
कथमभव्येनाप्याश्रीयते व्यवहारनयः इति चेत्
वदसमिदीगुत्तीओ सीलतवं जिणवरेहि पण्णत्तं
कुव्वंतो वि अभव्वो अण्णाणी मिच्छदिट्ठी दु ।।२७३।।
व्रतसमितिगुप्तयः शीलतपो जिनवरैः प्रज्ञप्तम्
कुर्वन्नप्यभव्योऽज्ञानी मिथ्याद्रष्टिस्तु ।।२७३।।

Page 406 of 642
PDF/HTML Page 437 of 673
single page version

[अज्ञानी] અજ્ઞાની [मिथ्याद्रष्टिः तु] અને મિથ્યાદ્રષ્ટિ છે.
ટીકાઃશીલ અને તપથી પરિપૂર્ણ, ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ પ્રત્યે સાવધાની
ભરેલું, અહિંસાદિ પાંચ મહાવ્રતરૂપ વ્યવહારચારિત્ર અભવ્ય પણ કરે છે અર્થાત્ પાળે છે;
તોપણ તે (અભવ્ય) નિશ્ચારિત્ર (ચારિત્રરહિત), અજ્ઞાની અને મિથ્યાદ્રષ્ટિ જ છે કારણ કે
નિશ્ચયચારિત્રના કારણરૂપ જ્ઞાન-શ્રદ્ધાનથી શૂન્ય છે.
ભાવાર્થઃઅભવ્ય જીવ મહાવ્રત-સમિતિ-ગુપ્તિરૂપ વ્યવહાર ચારિત્ર પાળે તોપણ
નિશ્ચય સમ્યગ્જ્ઞાનશ્રદ્ધાન વિના તે ચારિત્ર ‘સમ્યક્ચારિત્ર’ નામ પામતું નથી; માટે તે અજ્ઞાની,
મિથ્યાદ્રષ્ટિ અને નિશ્ચારિત્ર જ છે.
હવે શિષ્ય પૂછે છે કેતેને અગિયાર અંગનું જ્ઞાન તો હોય છે; છતાં તેને અજ્ઞાની
કેમ કહ્યો? તેનો ઉત્તર કહે છેઃ
મુક્તિ તણી શ્રદ્ધારહિત અભવ્ય જીવ શાસ્ત્રો ભણે,
પણ જ્ઞાનની શ્રદ્ધારહિતને પઠન એ નહિ ગુણ કરે. ૨૭૪.
ગાથાર્થઃ[मोक्षम् अश्रद्दधानः] મોક્ષને નહિ શ્રદ્ધતો એવો [यः अभव्यसत्त्वः] જે
અભવ્યજીવ છે તે [तु अधीयीत] શાસ્ત્રો તો ભણે છે, [तु] પરંતુ [ज्ञानं अश्रद्दधानस्य] જ્ઞાનને
નહિ શ્રદ્ધતા એવા તેને [पाठः] શાસ્ત્રપઠન [गुणम् न करोति] ગુણ કરતું નથી.
ટીકાઃપ્રથમ તો મોક્ષને જ અભવ્ય જીવ, (પોતે) શુદ્ધજ્ઞાનમય આત્માના જ્ઞાનથી
शीलतपःपरिपूर्णं त्रिगुप्तिपंचसमितिपरिकलितमहिंसादिपञ्चमहाव्रतरूपं व्यवहारचारित्रं
अभव्योऽपि कुर्यात्, तथापि च निश्चारित्रोऽज्ञानी मिथ्याद्रष्टिरेव, निश्चयचारित्रहेतुभूतज्ञानश्रद्धान-
शून्यत्वात्
तस्यैकादशाङ्गज्ञानमस्ति इति चेत्
मोक्खं असद्दहंतो अभवियसत्तो दु जो अधीएज्ज
पाठो ण करेदि गुणं असद्दहंतस्स णाणं तु ।।२७४।।
मोक्षमश्रद्दधानोऽभव्यसत्त्वस्तु योऽधीयीत
पाठो न करोति गुणमश्रद्दधानस्य ज्ञानं तु ।।२७४।।
मोक्षं हि न तावदभव्यः श्रद्धत्ते, शुद्धज्ञानमयात्मज्ञानशून्यत्वात् ततो ज्ञानमपि नासौ

Page 407 of 642
PDF/HTML Page 438 of 673
single page version

શૂન્ય હોવાને લીધે, નથી શ્રદ્ધતો. તેથી જ્ઞાનને પણ તે નથી શ્રદ્ધતો. અને જ્ઞાનને નહિ શ્રદ્ધતો
તે, આચારાંગ આદિ અગિયાર અંગરૂપ શ્રુતને (શાસ્ત્રને) ભણતો હોવા છતાં, શાસ્ત્ર ભણવાનો
જે ગુણ તેના અભાવને લીધે જ્ઞાની નથી. જે ભિન્નવસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન તે શાસ્ત્ર
ભણવાનો ગુણ છે; અને તે તો (અર્થાત્
એવું શુદ્ધાત્મજ્ઞાન તો), ભિન્નવસ્તુભૂત જ્ઞાનને નહિ
શ્રદ્ધતા એવા અભવ્યને શાસ્ત્ર-ભણતર વડે કરી શકાતું નથી (અર્થાત્ શાસ્ત્ર-ભણતર તેને
શુદ્ધાત્મજ્ઞાન કરી શકતું નથી); માટે તેને શાસ્ત્ર ભણવાના ગુણનો અભાવ છે; અને તેથી જ્ઞાન-
શ્રદ્ધાનના અભાવને લીધે તે અજ્ઞાની ઠર્યો
નક્કી થયો.
ભાવાર્થઃઅભવ્ય જીવ અગિયાર અંગ ભણે તોપણ તેને શુદ્ધ આત્માનું જ્ઞાન-શ્રદ્ધાન
થતું નથી; તેથી તેને શાસ્ત્રના ભણતરે ગુણ ન કર્યો; અને તેથી તે અજ્ઞાની જ છે.
ફરી શિષ્ય પૂછે છે કેઅભવ્યને ધર્મનું શ્રદ્ધાન તો હોય છે; છતાં ‘તેને શ્રદ્ધાન નથી’
એમ કેમ કહ્યું? તેનો ઉત્તર હવે કહે છેઃ
તે ધર્મને શ્રદ્ધે, પ્રતીત, રુચિ અને સ્પર્શન કરે,
તે ભોગહેતુ ધર્મને, નહિ કર્મક્ષયના હેતુને. ૨૭૫.
ગાથાર્થઃ[सः] તે (અભવ્ય જીવ) [ भोगनिमित्तं धर्मं ] ભોગના નિમિત્તરૂપ ધર્મને
[श्रद्दधाति च] શ્રદ્ધે છે, [प्रत्येति च] તેની જ પ્રતીત કરે છે, [रोचयति च] તેની જ રુચિ
કરે છે [तथा पुनः स्पृशति च] અને તેને જ સ્પર્શે છે, [न तु कर्मक्षयनिमित्तम्] પરંતુ
श्रद्धत्ते ज्ञानमश्रद्दधानश्चाचाराद्येकादशाङ्गं श्रुतमधीयानोऽपि श्रुताध्ययनगुणाभावान्न ज्ञानी स्यात्
स किल गुणः श्रुताध्ययनस्य यद्विविक्तवस्तुभूतज्ञानमयात्मज्ञानं; तच्च विविक्तवस्तुभूतं ज्ञानम-
श्रद्दधानस्याभव्यस्य श्रुताध्ययनेन न विधातुं शक्येत
ततस्तस्य तद्गुणाभावः ततश्च
ज्ञानश्रद्धानाभावात् सोऽज्ञानीति प्रतिनियतः
तस्य धर्मश्रद्धानमस्तीति चेत्
सद्दहदि य पत्तेदि य रोचेदि य तह पुणो य फासेदि
धम्मं भोगणिमित्तं ण दु सो कम्मक्खयणिमित्तं ।।२७५।।
श्रद्दधाति च प्रत्येति च रोचयति च तथा पुनश्च स्पृशति
धर्मं भोगनिमित्तं न तु स कर्मक्षयनिमित्तम् ।।२७५।।

Page 408 of 642
PDF/HTML Page 439 of 673
single page version

કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને નહિ. (કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને નથી શ્રદ્ધતો, નથી તેની પ્રતીત
કરતો, નથી તેની રુચિ કરતો અને નથી તેને સ્પર્શતો.)
ટીકાઃઅભવ્ય જીવ નિત્યકર્મફળચેતનારૂપ વસ્તુને શ્રદ્ધે છે પરંતુ નિત્યજ્ઞાનચેતના-
માત્ર વસ્તુને નથી શ્રદ્ધતો કારણ કે તે (અભવ્ય) સદાય (સ્વપરના) ભેદવિજ્ઞાનને અયોગ્ય છે.
માટે તે (અભવ્ય જીવ) કર્મથી છૂટવાના નિમિત્તરૂપ, જ્ઞાનમાત્ર, ભૂતાર્થ (સત્યાર્થ) ધર્મને નથી
શ્રદ્ધતો, ભોગના નિમિત્તરૂપ, શુભકર્મમાત્ર, અભૂતાર્થ ધર્મને જ શ્રદ્ધે છે; તેથી જ તે અભૂતાર્થ
ધર્મનાં શ્રદ્ધાન, પ્રતીત, રુચિ અને સ્પર્શનથી ઉપરના ગ્રૈવેયક સુધીના ભોગમાત્રને પામે છે પરંતુ
કદાપિ કર્મથી છૂટતો નથી. તેથી તેને ભૂતાર્થ ધર્મના શ્રદ્ધાનના અભાવને લીધે (સાચું) શ્રદ્ધાન
પણ નથી.
આમ હોવાથી નિશ્ચયનય વડે વ્યવહારનયનો નિષેધ યોગ્ય જ છે.
ભાવાર્થઃઅભવ્ય જીવને ભેદજ્ઞાન થવાની યોગ્યતા નહિ હોવાથી તે કર્મફળચેતનાને
જાણે છે પરંતુ જ્ઞાનચેતનાને જાણતો નથી; તેથી શુદ્ધ આત્મિક ધર્મનું શ્રદ્ધાન તેને નથી. તે શુભ
કર્મને જ ધર્મ સમજી શ્રદ્ધાન કરે છે તેથી તેના ફળ તરીકે ગ્રૈવેયક સુધીના ભોગને પામે છે
પરંતુ કર્મનો ક્ષય થતો નથી. આ રીતે સત્યાર્થ ધર્મનું શ્રદ્ધાન નહિ હોવાથી તેને શ્રદ્ધાન જ કહી
શકાતું નથી.
આ પ્રમાણે વ્યવહારનયને આશ્રિત અભવ્ય જીવને જ્ઞાન-શ્રદ્ધાન નહિ હોવાથી નિશ્ચયનય
વડે કરવામાં આવતો વ્યવહારનો નિષેધ યોગ્ય જ છે.
અહીં એટલું વિશેષ જાણવું કેઆ હેતુવાદરૂપ અનુભવપ્રધાન ગ્રંથ છે તેથી તેમાં ભવ્ય
-અભવ્યનો અનુભવની અપેક્ષાએ નિર્ણય છે. હવે જો આને અહેતુવાદ આગમ સાથે મેળવીએ
તો
અભવ્યને વ્યવહારનયના પક્ષનો સૂક્ષ્મ, કેવળીગમ્ય આશય રહી જાય છે કે જે છદ્મસ્થને
અનુભવગોચર નથી પણ હોતો, માત્ર સર્વજ્ઞદેવ જાણે છે; એ રીતે કેવળ વ્યવહારનો પક્ષ
રહેવાથી તેને સર્વથા એકાંતરૂપ મિથ્યાત્વ રહે છે. અભવ્યને આ વ્યવહારનયના પક્ષનો આશય
સર્વથા કદી પણ મટતો જ નથી.
अभव्यो हि नित्यकर्मफलचेतनारूपं वस्तु श्रद्धत्ते, नित्यज्ञानचेतनामात्रं न तु श्रद्धत्ते,
नित्यमेव भेदविज्ञानानर्हत्वात् ततः स कर्ममोक्षनिमित्तं ज्ञानमात्रं भूतार्थं धर्मं न श्रद्धत्ते, भोग-
निमित्तं शुभकर्ममात्रमभूतार्थमेव श्रद्धत्ते तत एवासौ अभूतार्थधर्मश्रद्धानप्रत्ययनरोचनस्पर्शनै-
रुपरितनग्रैवेयकभोगमात्रमास्कन्देत्, न पुनः कदाचनापि विमुच्येत ततोऽस्य भूतार्थधर्म-
श्रद्धानाभावात् श्रद्धानमपि नास्ति एवं सति तु निश्चयनयस्य व्यवहारनयप्रतिषेधो युज्यत एव

Page 409 of 642
PDF/HTML Page 440 of 673
single page version

હવે પૂછે છે કે ‘‘નિશ્ચયનય વડે નિષેધ્ય (અર્થાત્ નિષેધાવાયોગ્ય) જે વ્યવહારનય, અને
વ્યવહારનયનો નિષેધક જે નિશ્ચયનયતે બન્ને નયો કેવા છે?’’ એવું પૂછવામાં આવતાં
વ્યવહાર અને નિશ્ચયનું સ્વરૂપ કહે છેઃ
‘આચાર’ આદિ જ્ઞાન છે, જીવાદિ દર્શન જાણવું,
ષટ્જીવનિકાય ચરિત છે,એ કથન નય વ્યવહારનું. ૨૭૬.
મુજ આત્મ નિશ્ચય જ્ઞાન છે, મુજ આત્મ દર્શન-ચરિત છે,
મુજ આત્મ પ્રત્યાખ્યાન ને મુજ આત્મ સંવર-યોગ છે. ૨૭૭.
ગાથાર્થઃ[आचारादि] આચારાંગ આદિ શાસ્ત્રો તે [ज्ञानं] જ્ઞાન છે, [जीवादि] જીવ
આદિ તત્ત્વો તે [दर्शनं विज्ञेयम् च] દર્શન જાણવું [च] અને [षड्जीवनिकायं] છ જીવ-નિકાય તે
[चरित्रं] ચારિત્ર છે[तथा तु] એમ તો [व्यवहारः भणति] વ્યવહારનય કહે છે.
[खलु] નિશ્ચયથી [मम आत्मा] મારો આત્મા જ [ज्ञानम्] જ્ઞાન છે, [मे आत्मा] મારો આત્મા
[दर्शनं चरित्रं च] દર્શન અને ચારિત્ર છે, [आत्मा] મારો આત્મા જ [प्रत्याख्यानम्] પ્રત્યાખ્યાન
છે, [मे आत्मा] મારો આત્મા જ [संवरः योगः] સંવર અને યોગ (સમાધિ, ધ્યાન) છે.
ટીકાઃઆચારાંગ આદિ શબ્દશ્રુત તે જ્ઞાન છે કારણ કે તે (શબ્દશ્રુત) જ્ઞાનનો
कीदृशौ प्रतिषेध्यप्रतिषेधकौ व्यवहारनिश्चयनयाविति चेत्
आयारादी णाणं जीवादी दंसणं च विण्णेयं
छज्जीवणिकं च तहा भणदि चरित्तं तु ववहारो ।।२७६।।
आदा खु मज्झ णाणं आदा मे दंसणं चरित्तं च
आदा पच्चक्खाणं आदा मे संवरो जोगो ।।२७७।।
आचारादि ज्ञानं जीवादि दर्शनं च विज्ञेयम्
षड्जीवनिकायं च तथा भणति चरित्रं तु व्यवहारः ।।२७६।।
आत्मा खलु मम ज्ञानमात्मा मे दर्शनं चरित्रं च
आत्मा प्रत्याख्यानमात्मा मे संवरो योगः ।।२७७।।
आचारादिशब्दश्रुतं ज्ञानस्याश्रयत्वाज्ज्ञानं, जीवादयो नवपदार्था दर्शनस्याश्रय-
52