Samaysar (Gujarati). Kalash: 215-221 ; Gatha: 366-382.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 28 of 34

 

Page 510 of 642
PDF/HTML Page 541 of 673
single page version

तर्हि न कस्यापि दर्शकः, दर्शको दर्शक एवेति निश्चयः
अपि च सेटिकात्र तावच्छवेतगुणनिर्भरस्वभावं द्रव्यम् तस्य तु व्यवहारेण
श्वैत्यं कुडयादिपरद्रव्यम् अथात्र कुडयादेः परद्रव्यस्य श्वैत्यस्य श्वेतयित्री सेटिका किं भवति
किं न भवतीति तदुभयतत्त्वसम्बन्धो मीमांस्यतेयदि सेटिका कुडयादेर्भवति तदा
यस्य यद्भवति तत्तदेव भवति यथात्मनो ज्ञानं भवदात्मैव भवतीति तत्त्वसम्बन्धे जीवति
सेटिका कुडयादेर्भवन्ती कुडयादिरेव भवेत्, एवं सति सेटिकायाः स्वद्रव्योच्छेदः
न च
द्रव्यान्तरसङ्क्रमस्य पूर्वमेव प्रतिषिद्धत्वाद्द्रव्यस्यास्त्युच्छेदः ततो न भवति सेटिका कुडयादेः
यदि न भवति सेटिका कुडयादेस्तर्हि कस्य सेटिका भवति ? सेटिकाया एव सेटिका
भवति
ननु कतराऽन्या सेटिका सेटिकाया यस्याः सेटिका भवति ? न खल्वन्या
છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી દર્શક
કોઈનો નથી, દર્શક દર્શક જ છે
એ નિશ્ચય છે.
(આ રીતે અહીં એમ બતાવ્યું કેઃ ‘આત્મા પરદ્રવ્યને દેખે છે અથવા શ્રદ્ધે છે’
એ વ્યવહારકથન છે; ‘આત્મા પોતાને દેખે છે અથવા શ્રદ્ધે છે’એમ કહેવામાં પણ સ્વ
-સ્વામીઅંશરૂપ વ્યવહાર છે; ‘દર્શક દર્શક જ છે’એ નિશ્ચય છે.)
વળી (જેવી રીતે જ્ઞાયક તથા દર્શક વિષે દ્રષ્ટાંત-દાર્ષ્ટાંતથી કહ્યું) એવી જ રીતે અપોહક
(ત્યાજક, ત્યાગ કરનાર) વિષે કહેવામાં આવે છેઃઆ જગતમાં ખડી છે તે શ્વેતગુણથી
ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. ભીંત-આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ખડીનું શ્વૈત્ય છે (અર્થાત્ ખડી
વડે શ્વેત કરાવાયોગ્ય પદાર્થ છે). હવે, ‘શ્વેત કરનારી ખડી, શ્વેત કરાવાયોગ્ય જે ભીંત-આદિ
પરદ્રવ્ય તેની છે કે નથી?’
એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે
છેઃજો ખડી ભીંત-આદિ પરદ્રવ્યની હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ ‘જેનું જે હોય
તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે;’આવો તાત્ત્વિક સંબંધ
જીવંત હોવાથી, ખડી જો ભીંત-આદિની હોય તો ખડી તે ભીંત-આદિ જ હોય (અર્થાત્ ખડી
ભીંત-આદિસ્વરૂપ જ હોવી જોઈએ); એમ હોતાં, ખડીના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ
દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે
જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ખડી ભીંત-આદિની નથી. (આગળ વિચારીએઃ)
જો ખડી ભીંત-આદિની નથી તો ખડી કોની છે? ખડીની જ ખડી છે. (આ) ખડીથી જુદી
એવી બીજી કઈ ખડી છે કે જેની (આ) ખડી છે? (આ) ખડીથી જુદી અન્ય કોઈ ખડી

Page 511 of 642
PDF/HTML Page 542 of 673
single page version

सेटिका सेटिकायाः, किन्तु स्वस्वाम्यंशावेवान्यौ किमत्र साध्यं स्वस्वाम्यंशव्यवहारेण ? न
किमपि तर्हि न कस्यापि सेटिका, सेटिका सेटिकैवेति निश्चयः यथायं
द्रष्टान्तस्तथायं दार्ष्टान्तिक :चेतयितात्र तावद् ज्ञानदर्शनगुणनिर्भरपरापोहनात्मक-
स्वभावं द्रव्यम् तस्य तु व्यवहारेणापोह्यं पुद्गलादिपरद्रव्यम् अथात्र पुद्गलादेः परद्रव्यस्या-
पोह्यस्यापोहकश्चेतयिता किं भवति किं न भवतीति तदुभयतत्त्वसम्बन्धो मीमांस्यते
यदि चेतयिता पुद्गलादेर्भवति तदा यस्य यद्भवति तत्तदेव भवति यथात्मनो ज्ञानं
भवदात्मैव भवतीति तत्त्वसम्बन्धे जीवति चेतयिता पुद्गलादेर्भवन् पुद्गलादिरेव भवेत्; एवं
सति चेतयितुः स्वद्रव्योच्छेदः
न च द्रव्यान्तरसङ्क्रमस्य पूर्वमेव प्रतिषिद्धत्वाद्द्रव्यस्यास्त्युच्छेदः
ततो न भवति चेतयिता पुद्गलादेः यदि न भवति चेतयिता पुद्गलादेस्तर्हि कस्य
चेतयिता भवति ? चेतयितुरेव चेतयिता भवति ननु कतरोऽन्यश्चेतयिता चेतयितुर्यस्य
चेतयिता भवति ? न खल्वन्यश्चेतयिता चेतयितुः, किन्तु स्वस्वाम्यंशावेवान्यौ किमत्र
નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી
શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી ખડી કોઈની નથી, ખડી ખડી જ છે
એ નિશ્ચય
છે. જેમ આ દ્રષ્ટાંત છે, તેમ આ (નીચે પ્રમાણે) દાર્ષ્ટાંત છેઃઆ જગતમાં જે ચેતયિતા
છે તે, જેનો જ્ઞાનદર્શનગુણથી ભરેલો, પરના અપોહનસ્વરૂપ (ત્યાગસ્વરૂપ) સ્વભાવ છે એવું
દ્રવ્ય છે. પુદ્ગલાદિ પરદ્રવ્ય વ્યવહારે તે ચેતયિતાનું અપોહ્ય (ત્યાજ્ય, ત્યાગવાયોગ્ય પદાર્થ)
છે. હવે, ‘અપોહક (ત્યાજક) ચેતયિતા, અપોહ્ય (ત્યાજ્ય) જે પુદ્ગલાદિ પરદ્રવ્ય તેનો છે
કે નથી?’
એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છેઃજો ચેતયિતા
પુદ્ગલાદિનો હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ ‘જેનું જે હોય તે તે જ હોય, જેમ
આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે;’
આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી,
ચેતયિતા જો પુદ્ગલાદિનો હોય તો ચેતયિતા તે પુદ્ગલાદિ જ હોય (અર્થાત્ ચેતયિતા
પુદ્ગલાદિસ્વરૂપ જ હોવો જોઈએ); એમ હોતાં, ચેતયિતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ
દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો
પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ચેતયિતા પુદ્ગલાદિનો નથી.
(આગળ વિચારીએઃ) જો ચેતયિતા પુદ્ગલાદિનો નથી તો ચેતયિતા કોનો છે? ચેતયિતાનો
જ ચેતયિતા છે. (આ) ચેતયિતાથી જુદો એવો બીજો કયો ચેતયિતા છે કે જેનો
(આ) ચેતયિતા છે? (આ) ચેતયિતાથી જુદો અન્ય કોઈ ચેતયિતા નથી, પરંતુ તેઓ બે સ્વ
-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય

Page 512 of 642
PDF/HTML Page 543 of 673
single page version

साध्यं स्वस्वाम्यंशव्यवहारेण ? न किमपि तर्हि न कस्याप्यपोहकः, अपोहकोऽपोहक
एवेति निश्चयः
अथ व्यवहारव्याख्यानम्यथा च सैव सेटिका श्वेतगुणनिर्भरस्वभावा स्वयं
कुडयादिपरद्रव्यस्वभावेनापरिणममाना कुडयादिपरद्रव्यं चात्मस्वभावेनापरिणमयन्ती कुडयादि-
परद्रव्यनिमित्तकेनात्मनः श्वेतगुणनिर्भरस्वभावस्य परिणामेनोत्पद्यमाना कुडयादिपरद्रव्यं सेटिका-
निमित्तकेनात्मनः स्वभावस्य परिणामेनोत्पद्यमानमात्मनः स्वभावेन श्वेतयतीति व्यवह्रियते,
तथा चेतयितापि ज्ञानगुणनिर्भरस्वभावः स्वयं पुद्गलादिपरद्रव्यस्वभावेनापरिणममानः पुद्गलादि-
परद्रव्यं चात्मस्वभावेनापरिणमयन् पुद्गलादिपरद्रव्यनिमित्तकेनात्मनो ज्ञानगुणनिर्भरस्वभावस्य
परिणामेनोत्पद्यमानः पुद्गलादिपरद्रव्यं चेतयितृनिमित्तकेनात्मनः स्वभावस्य परिणामेनोत्पद्य-
मानमात्मनः स्वभावेन जानातीति व्यवह्रियते
નથી. તો પછી અપોહક (અર્થાત્ ત્યાગ કરનાર) કોઈનો નથી, અપોહક અપોહક જ છે
એ નિશ્ચય છે.
(આ રીતે અહીં એમ બતાવ્યું કેઃ ‘આત્મા પરદ્રવ્યને અપોહે છે અર્થાત્ ત્યાગે છે’
એ વ્યવહારકથન છે; ‘આત્મા જ્ઞાનદર્શનમય એવા પોતાને ગ્રહે છે’એમ કહેવામાં પણ
સ્વ-સ્વામીઅંશરૂપ વ્યવહાર છે; ‘અપોહક અપોહક જ છે’એ નિશ્ચય છે.)
હવે વ્યવહારનું વ્યાખ્યાન કરવામાં આવે છેઃ
જેવી રીતે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળી તે જ ખડી, પોતે ભીંત-આદિ પરદ્રવ્યના
સ્વભાવે નહિ પરિણમતી થકી અને ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતી
થકી, ભીંત-આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના શ્વેતગુણથી ભરેલા સ્વભાવના
પરિણામ વડે ઊપજતી થકી, ખડી જેને નિમિત્ત છે એવા પોતાના (
ભીંત આદિના)
સ્વભાવના પરિણામ વડે ઊપજતા ભીંત-આદિ પરદ્રવ્યને, પોતાના (ખડીના) સ્વભાવથી
શ્વેત કરે છેએમ વ્યવહાર કરવામાં આવે છે; તેવી રીતે જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવવાળો
ચેતયિતા પણ, પોતે પુદ્ગલાદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતો થકો અને પુદ્ગલાદિ
પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતો થકો, પુદ્ગલાદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા
પોતાના જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઊપજતો થકો, ચેતયિતા જેને નિમિત્ત
છે એવા પોતાના (
પુદ્ગલાદિના) સ્વભાવના પરિણામ વડે ઊપજતા પુદ્ગલાદિ પરદ્રવ્યને,
પોતાના (ચેતયિતાના
) સ્વભાવથી જાણે છેએમ વ્યવહાર કરવામાં આવે છે.

Page 513 of 642
PDF/HTML Page 544 of 673
single page version

किञ्चयथा च सैव सेटिका श्वेतगुणनिर्भरस्वभावा स्वयं कुडयादिपरद्रव्यस्वभावेना-
परिणममाना कुडयादिपरद्रव्यं चात्मस्वभावेनापरिणमयन्ती कुडयादिपरद्रव्यनिमित्तकेनात्मनः
श्वेतगुणनिर्भरस्वभावस्य परिणामेनोत्पद्यमाना कुडयादिपरद्रव्यं सेटिकानिमित्तकेनात्मनः स्वभावस्य
परिणामेनोत्पद्यमानमात्मनः स्वभावेन श्वेतयतीति व्यवह्रियते, तथा चेतयितापि दर्शनगुण-
निर्भरस्वभावः स्वयं पुद्गलादिपरद्रव्यस्वभावेनापरिणममानः पुद्गलादिपरद्रव्यं चात्मस्वभावेना-
परिणमयन् पुद्गलादिपरद्रव्यनिमित्तकेनात्मनो दर्शनगुणनिर्भरस्वभावस्य परिणामेनोत्पद्यमानः
पुद्गलादिपरद्रव्यं चेतयितृनिमित्तकेनात्मनः स्वभावस्य परिणामेनोत्पद्यमानमात्मनः स्वभावेन
पश्यतीति व्यवह्रियते
अपि चयथा च सैव सेटिका श्वेतगुणनिर्भरस्वभावा स्वयं कुडयादिपरद्रव्य-
स्वभावेनापरिणममाना कुडयादिपरद्रव्यं चात्मस्वभावेनापरिणमयन्ती कुडयादिपरद्रव्यनिमित्त-
केनात्मनः श्वेतगुणनिर्भरस्वभावस्य परिणामेनोत्पद्यमाना कुडयादिपरद्रव्यं सेटिकानिमित्तकेनात्मनः
વળી (જેવી રીતે જ્ઞાનગુણનો વ્યવહાર કહ્યો) એવી જ રીતે દર્શનગુણનો વ્યવહાર કહેવામાં
આવે છેઃજેવી રીતે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળી તે જ ખડી, પોતે ભીંત-આદિ પરદ્રવ્યના
સ્વભાવે નહિ પરિણમતી થકી અને ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતી
થકી, ભીંત-આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના શ્વેતગુણથી ભરેલા સ્વભાવના પરિણામ
વડે ઊપજતી થકી, ખડી જેને નિમિત્ત છે એવા પોતાના (
ભીંત આદિના) સ્વભાવના પરિણામ
વડે ઊપજતા ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના (ખડીના) સ્વભાવથી શ્વેત કરે છેએમ વ્યવહાર
કરવામાં આવે છે; તેવી રીતે દર્શનગુણથી ભરેલા સ્વભાવવાળો ચેતયિતા પણ, પોતે પુદ્ગલાદિ
પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતો થકો અને પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે
નહિ પરિણમાવતો થકો, પુદ્ગલાદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના દર્શનગુણથી
ભરેલા સ્વભાવના પરિણામ વડે ઊપજતો થકો, ચેતયિતા જેને નિમિત્ત છે એવા પોતાના
(
પુદ્ગલાદિના) સ્વભાવના પરિણામ વડે ઊપજતા પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના
(ચેતયિતાના) સ્વભાવથી દેખે છે અથવા શ્રદ્ધે છેએમ વ્યવહાર કરવામાં આવે છે.
વળી (જેવી રીતે જ્ઞાન-દર્શન ગુણોનો વ્યવહાર કહ્યો) એવી જ રીતે ચારિત્રગુણનો
વ્યવહાર કહેવામાં આવે છેઃજેવી રીતે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળી તે જ ખડી, પોતે
ભીંત-આદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતી થકી અને ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે
નહિ પરિણમાવતી થકી, ભીંત-આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના શ્વેતગુણથી ભરેલા
65

Page 514 of 642
PDF/HTML Page 545 of 673
single page version

स्वभावस्य परिणामेनोत्पद्यमानमात्मनः स्वभावेन श्वेतयतीति व्यवह्रियते, तथा चेतयितापि
ज्ञानदर्शनगुणनिर्भरपरापोहनात्मकस्वभावः स्वयं पुद्गलादिपरद्रव्यस्वभावेनापरिणममानः पुद्गलादि-
परद्रव्यं चात्मस्वभावेनापरिणमयन् पुद्गलादिपरद्रव्यनिमित्तकेनात्मनो ज्ञानदर्शनगुणनिर्भर-
परापोहनात्मकस्वभावस्य परिणामेनोत्पद्यमानः पुद्गलादिपरद्रव्यं चेतयितृनिमित्तकेनात्मनः स्वभावस्य
परिणामेनोत्पद्यमानमात्मनः स्वभावेनापोहतीति व्यवह्रियते
एवमयमात्मनो ज्ञानदर्शनचारित्रपर्यायाणां निश्चयव्यवहारप्रकारः एवमेवान्येषां सर्वेषामपि
पर्यायाणां द्रष्टव्यः
સ્વભાવના પરિણામ વડે ઊપજતી થકી, ખડી જેને નિમિત્ત છે એવા પોતાના (ભીંત આદિના)
સ્વભાવના પરિણામ વડે ઊપજતા ભીંત-આદિ પરદ્રવ્યને, પોતાના (ખડીના) સ્વભાવથી શ્વેત
કરે છેએમ વ્યવહાર કરવામાં આવે છે; તેવી રીતે જેનો જ્ઞાનદર્શનગુણથી ભરેલો, પરના
અપોહનસ્વરૂપ સ્વભાવ છે એવો ચેતયિતા પણ, પોતે પુદ્ગલાદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ
પરિણમતો થકો અને પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતો થકો, પુદ્ગલાદિ
પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના જ્ઞાનદર્શનગુણથી ભરેલા પર-અપોહનાત્મક (
પરના
ત્યાગસ્વરૂપ) સ્વભાવના પરિણામ વડે ઊપજતો થકો, ચેતયિતા જેને નિમિત્ત છે એવા પોતાના
(
પુદ્ગલાદિના) સ્વભાવના પરિણામ વડે ઊપજતા પુદ્ગલાદિ પરદ્રવ્યને, પોતાના
(ચેતયિતાના) સ્વભાવથી અપોહે છે અર્થાત્ ત્યાગે છેએમ વ્યવહાર કરવામાં આવે છે.
એ રીતે આ, આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર પર્યાયોનો નિશ્ચય-વ્યવહાર પ્રકાર છે. એ
જ પ્રમાણે બીજા પણ સમસ્ત પર્યાયોનો નિશ્ચય-વ્યવહાર પ્રકાર સમજવો.
ભાવાર્થઃશુદ્ધનયથી આત્માનો એક ચેતનામાત્ર સ્વભાવ છે. તેના પરિણામ જાણવું,
દેખવું, શ્રદ્ધવું, નિવૃત્ત થવું ઇત્યાદિ છે. ત્યાં નિશ્ચયનયથી વિચારવામાં આવે તો આત્માને
પરદ્રવ્યનો જ્ઞાયક નથી કહી શકાતો, દર્શક નથી કહી શકાતો, શ્રદ્ધાન કરનારો નથી કહી
શકાતો, ત્યાગ કરનારો નથી કહી શકાતો; કારણ કે પરદ્રવ્યને અને આત્માને નિશ્ચયથી કાંઈ
પણ સંબંધ નથી. જે જ્ઞાન, દર્શન, શ્રદ્ધાન, ત્યાગ ઇત્યાદિ ભાવો છે, તે પોતે જ છે; ભાવ-
ભાવકનો ભેદ કહેવો તે પણ વ્યવહાર છે. નિશ્ચયથી ભાવ અને ભાવ કરનારનો ભેદ નથી.
હવે વ્યવહારનય વિષે. વ્યવહારનયથી આત્માને પરદ્રવ્યનો જ્ઞાતા, દ્રષ્ટા, શ્રદ્ધા કરનાર,
ત્યાગ કરનાર કહેવામાં આવે છે; કારણ કે પરદ્રવ્યને અને આત્માને નિમિત્તનૈમિત્તિકભાવ છે.
જ્ઞાનાદિ ભાવોને પરદ્રવ્ય નિમિત્ત થતું હોવાથી વ્યવહારી જનો કહે છે કે
આત્મા પરદ્રવ્યને

Page 515 of 642
PDF/HTML Page 546 of 673
single page version

(शार्दूलविक्रीडित)
शुद्धद्रव्यनिरूपणार्पितमतेस्तत्त्वं समुत्पश्यतो
नैकद्रव्यगतं चकास्ति किमपि द्रव्यान्तरं जातुचित्
ज्ञानं ज्ञेयमवैति यत्तु तदयं शुद्धस्वभावोदयः
किं द्रव्यान्तरचुम्बनाकुलधियस्तत्त्वाच्च्यवन्ते जनाः
।।२१५।।
(मन्दाक्रान्ता)
शुद्धद्रव्यस्वरसभवनात्किं स्वभावस्य शेष-
मन्यद्द्रव्यं भवति यदि वा तस्य किं स्यात्स्वभावः
ज्योत्स्नारूपं स्नपयति भुवं नैव तस्यास्ति भूमि-
र्ज्ञानं ज्ञेयं कलयति सदा ज्ञेयमस्यास्ति नैव
।।२१६।।
જાણે છે, પરદ્રવ્યને દેખે છે, પરદ્રવ્યનું શ્રદ્ધાન કરે છે, પરદ્રવ્યને ત્યાગે છે.
એ પ્રમાણે નિશ્ચય-વ્યવહારના પ્રકારને જાણી યથાવત્ (જેમ કહ્યું છે તેમ) શ્રદ્ધાન કરવું.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[शुद्ध-द्रव्य-निरूपण-अर्पित-मतेः तत्त्वं समुत्पश्यतः] જેણે શુદ્ધ દ્રવ્યના
નિરૂપણમાં બુદ્ધિને સ્થાપીલગાડી છે અને જે તત્ત્વને અનુભવે છે, તે પુરુષને [एक-द्रव्य-गतं
किम्-अपि द्रव्य-अन्तरं जातुचित् न चकास्ति] એક દ્રવ્યની અંદર કોઈ પણ અન્ય દ્રવ્ય રહેલું
બિલકુલ (કદાપિ) ભાસતું નથી. [यत् तु ज्ञानं ज्ञेयम् अवैति तत् अयं शुद्ध-स्वभाव-उदयः] જ્ઞાન
જ્ઞેયને જાણે છે તે તો આ જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે. [जनाः] આમ છે તો પછી લોકો
[द्रव्य-अन्तर-चुम्बन-आकुल-धियः] જ્ઞાનને અન્ય દ્રવ્ય સાથે સ્પર્શ હોવાની માન્યતાથી આકુળ
બુદ્ધિવાળા થયા થકા [तत्त्वात्] તત્ત્વથી (શુદ્ધ સ્વરૂપથી) [किं च्यवन्ते] શા માટે ચ્યુત થાય છે?
ભાવાર્થઃશુદ્ધનયની દ્રષ્ટિથી તત્ત્વનું સ્વરૂપ વિચારતાં અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં
પ્રવેશ દેખાતો નથી. જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે તે તો આ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ
છે; કાંઈ જ્ઞાન તેમને સ્પર્શતું નથી કે તેઓ જ્ઞાનને સ્પર્શતાં નથી. આમ હોવા છતાં, જ્ઞાનમાં
અન્ય દ્રવ્યોનો પ્રતિભાસ દેખીને આ લોકો ‘જ્ઞાનને પરજ્ઞેયો સાથે પરમાર્થ સંબંધ છે’ એવું
માનતા થકા જ્ઞાનસ્વરૂપથી ચ્યુત થાય છે, તે તેમનું અજ્ઞાન છે. તેમના પર કરુણા કરીને
આચાર્યદેવ કહે છે કે
આ લોકો તત્ત્વથી કાં ચ્યુત થાય છે? ૨૧૫.

Page 516 of 642
PDF/HTML Page 547 of 673
single page version

(मन्दाक्रान्ता)
रागद्वेषद्वयमुदयते तावदेतन्न यावत्
ज्ञानं ज्ञानं भवति न पुनर्बोध्यतां याति बोध्यम्
ज्ञानं ज्ञानं भवतु तदिदं न्यक्कृताज्ञानभावं
भावाभावौ भवति तिरयन् येन पूर्णस्वभावः
।।२१७।।
ફરી આ જ અર્થને દ્રઢ કરે છેઃ
શ્લોકાર્થઃ[शुद्ध-द्रव्य-स्वरस-भवनात्] શુદ્ધ દ્રવ્યનું (આત્મા આદિ દ્રવ્યનું) નિજરસરૂપે
(અર્થાત્ જ્ઞાન આદિ સ્વભાવે) પરિણમન થતું હોવાથી, [शेषम् अन्यत्-द्रव्यं किं स्वभावस्य भवति]
બાકીનું કોઈ અન્યદ્રવ્ય શું તે (જ્ઞાનાદિ) સ્વભાવનું થઈ શકે? (ન જ થઈ શકે.) [यदि वा स्वभावः
किं तस्य स्यात्] અથવા શું તે (જ્ઞાનાદિ) સ્વભાવ કોઈ અન્યદ્રવ્યનો થઈ શકે? (ન જ થઈ શકે.
પરમાર્થે એક દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે સંબંધ નથી.) [ज्योत्स्नारूपं भुवं स्नपयति] ચાંદનીનું રૂપ પૃથ્વીને
ઉજ્જ્વળ કરે છે [भूमिः तस्य न एव अस्ति] તોપણ પૃથ્વી ચાંદનીની થતી જ નથી; [ज्ञानं ज्ञेयं
सदा कलयति] તેવી રીતે જ્ઞાન જ્ઞેયને સદા જાણે છે [ज्ञेयम् अस्य अस्ति न एव] તોપણ જ્ઞેય જ્ઞાનનું
થતું જ નથી.
ભાવાર્થઃશુદ્ધનયની દ્રષ્ટિથી જોવામાં આવે તો કોઈ દ્રવ્યનો સ્વભાવ કોઈ અન્ય
દ્રવ્યરૂપે થતો નથી. જેમ ચાંદની પૃથ્વીને ઉજ્જ્વળ કરે છે પરંતુ પૃથ્વી ચાંદનીની જરા પણ થતી
નથી, તેમ જ્ઞાન જ્ઞેયને જાણે છે પરંતુ જ્ઞેય જ્ઞાનનું જરા પણ થતું નથી. આત્માનો જ્ઞાનસ્વભાવ
હોવાથી તેની સ્વચ્છતામાં જ્ઞેય સ્વયમેવ ઝળકે છે, પરંતુ જ્ઞાનમાં તે જ્ઞેયોનો પ્રવેશ નથી. ૨૧૬.
હવે આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[तावत् राग-द्वेष-द्वयम् उदयते] ત્યાં સુધી રાગ-દ્વેષનું દ્વંદ્વ ઉદય પામે છે
(ઉત્પન્ન થાય છે) [यावत् एतत् ज्ञानं ज्ञानं न भवति] કે જ્યાં સુધી આ જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય
[पुनः बोध्यम् बोध्यतां न याति] અને જ્ઞેય જ્ઞેયપણાને ન પામે. [तत् इदं ज्ञानं न्यक्कृत-अज्ञानभावं
ज्ञानं भवतु] માટે આ જ્ઞાન, અજ્ઞાનભાવને દૂર કરીને, જ્ઞાનરૂપ થાઓ[येन भाव-अभावौ तिरयन्
पूर्णस्वभावः भवति] કે જેથી ભાવ-અભાવને (રાગ-દ્વેષને) અટકાવી દેતો પૂર્ણસ્વભાવ (પ્રગટ) થાય.
ભાવાર્થઃજ્યાં સુધી જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય, જ્ઞેય જ્ઞેયરૂપ ન થાય, ત્યાં સુધી રાગદ્વેષ
ઊપજે છે; માટે આ જ્ઞાન, અજ્ઞાનભાવને દૂર કરીને, જ્ઞાનરૂપ થાઓ, કે જેથી જ્ઞાનમાં જે ભાવ
અને અભાવરૂપ બે અવસ્થાઓ થાય છે તે મટી જાય અને જ્ઞાન પૂર્ણસ્વભાવને પામી જાય. એ
પ્રાર્થના છે. ૨૧૭.

Page 517 of 642
PDF/HTML Page 548 of 673
single page version

दंसणणाणचरित्तं किंचि वि णत्थि दु अचेदणे विसए
तम्हा किं घादयदे चेदयिदा तेसु विसएसु ।।३६६।।
दंसणणाणचरित्तं किंचि वि णत्थि दु अचेदणे कम्मे
तम्हा किं घादयदे चेदयिदा तम्हि कम्मम्हि ।।३६७।।
दंसणणाणचरित्तं किंचि वि णत्थि दु अचेदणे काए
तम्हा किं घादयदे चेदयिदा तेसु काएसु ।।३६८।।
णाणस्स दंसणस्स य भणिदो घादो तहा चरित्तस्स
ण वि तहिं पोग्गलदव्वस्स को वि घादो दु णिद्दिट्ठो ।।३६९।।
जीवस्स जे गुणा केइ णत्थि खलु ते परेसु दव्वेसु
तम्हा सम्मादिट्ठिस्स णत्थि रागो दु विसएसु ।।३७०।।
‘જ્ઞાન અને જ્ઞેય તદ્દન ભિન્ન છે, આત્માના દર્શનજ્ઞાનચારિત્રાદિ કોઈ ગુણો પરદ્રવ્યોમાં
નથી’ એમ જાણતો હોવાથી સમ્યગ્દ્રષ્ટિને વિષયો પ્રત્યે રાગ થતો નથી; વળી રાગદ્વેષાદિ જડ
વિષયોમાં પણ નથી; તેઓ માત્ર અજ્ઞાનદશામાં વર્તતા જીવના પરિણામ છે.
આવા અર્થની
ગાથાઓ હવે કહે છેઃ
ચારિત્ર-દર્શન-જ્ઞાન જરીયે નહિ અચેતન વિષયમાં,
તે કારણે આ આતમા શું હણી શકે તે વિષયમાં? ૩૬૬.
ચારિત્ર-દર્શન-જ્ઞાન જરીયે નહિ અચેતન કર્મમાં,
તે કારણે આ આતમા શું હણી શકે તે કર્મમાં? ૩૬૭.
ચારિત્ર-દર્શન-જ્ઞાન જરીયે નહિ અચેતન કાયમાં,
તે કારણે આ આતમા શું હણી શકે તે કાયમાં? ૩૬૮.
છે જ્ઞાનનો, દર્શન તણો, ઉપઘાત ભાખ્યો ચરિતનો,
ત્યાં કાંઈ પણ ભાખ્યો નથી ઉપઘાત પુદ્ગલદ્રવ્યનો. ૩૬૯.
જે ગુણ જીવ તણા, ખરે તે કોઈ નહિ પરદ્રવ્યમાં,
તે કારણે વિષયો પ્રતિ સુદ્રષ્ટિ જીવને રાગ ના. ૩૭૦.

Page 518 of 642
PDF/HTML Page 549 of 673
single page version

रागो दोसो मोहो जीवस्सेव य अणण्णपरिणामा
एदेण कारणेण दु सद्दादिसु णत्थि रागादी ।।३७१।।
दर्शनज्ञानचारित्रं किञ्चिदपि नास्ति त्वचेतने विषये
तस्मात्किं हन्ति चेतयिता तेषु विषयेषु ।।३६६।।
दर्शनज्ञानचारित्रं किञ्चिदपि नास्ति त्वचेतने कर्मणि
तस्मात्किं हन्ति चेतयिता तत्र कर्मणि ।।३६७।।
दर्शनज्ञानचारित्रं किञ्चिदपि नास्ति त्वचेतने काये
तस्मात्किं हन्ति चेतयिता तेषु कायेषु ।।३६८।।
ज्ञानस्य दर्शनस्य च भणितो घातस्तथा चारित्रस्य
नापि तत्र पुद्गलद्रव्यस्य कोऽपि घातस्तु निर्दिष्टः ।।३६९।।
વળી રાગ, દ્વેષ, વિમોહ તો જીવના અનન્ય પરિણામ છે,
તે કારણે શબ્દાદિ વિષયોમાં નહીં રાગાદિ છે. ૩૭૧.
ગાથાર્થઃ[दर्शनज्ञानचारित्रम्] દર્શન-જ્ઞાન-ચારિત્ર [अचेतने विषये तु] અચેતન
વિષયમાં [किञ्चित् अपि] જરા પણ [न अस्ति] નથી, [तस्मात्] તેથી [चेतयिता] આત્મા [तेषु
विषयेषु] તે વિષયોમાં [किं हन्ति] શું હણે (અર્થાત્ શાનો ઘાત કરી શકે)?
[दर्शनज्ञानचारित्रम्] દર્શન-જ્ઞાન-ચારિત્ર [अचेतने कर्मणि तु] અચેતન કર્મમાં [किञ्चित्
अपि] જરા પણ [न अस्ति] નથી, [तस्मात्] તેથી [चेतयिता] આત્મા [तत्र कर्मणि] તે કર્મમાં
[किं हन्ति] શું હણે? (કાંઈ હણી શકતો નથી.)
[दर्शनज्ञानचारित्रम्] દર્શન-જ્ઞાન-ચારિત્ર [अचेतने काये तु] અચેતન કાયામાં [किञ्चित्
अपि] જરા પણ [न अस्ति] નથી, [तस्मात्] તેથી [चेतयिता] આત્મા [तेषु कायेषु] તે કાયાઓમાં
[किं हन्ति] શું હણે? (કાંઈ હણી શકતો નથી.)
[ज्ञानस्य] જ્ઞાનનો, [दर्शनस्य च] દર્શનનો [तथा चारित्रस्य] તથા ચારિત્રનો [घातः भणितः]
ઘાત કહ્યો છે, [तत्र] ત્યાં [पुद्गलद्रव्यस्य] પુદ્ગલદ્રવ્યનો [घातः तु] ઘાત [कः अपि] જરા પણ
[न अपि निर्दिष्टः] કહ્યો નથી. (દર્શન-જ્ઞાન-ચારિત્ર હણાતાં પુદ્ગલદ્રવ્ય હણાતું નથી.)

Page 519 of 642
PDF/HTML Page 550 of 673
single page version

जीवस्य ये गुणाः केचिन्न सन्ति खलु ते परेषु द्रव्येषु
तस्मात्सम्यग्द्रष्टेर्नास्ति रागस्तु विषयेषु ।।३७०।।
रागो द्वेषो मोहो जीवस्यैव चानन्यपरिणामाः
एतेन कारणेन तु शब्दादिषु न सन्ति रागादयः ।।३७१।।
यद्धि यत्र भवति तत्तद्घाते हन्यत एव, यथा प्रदीपघाते प्रकाशो हन्यते; यत्र च
यद्भवति तत्तद्घाते हन्यत एव, यथा प्रकाशघाते प्रदीपो हन्यते यत्तु यत्र न भवति
तत्तद्घाते न हन्यते, यथा घटघाते घटप्रदीपो न हन्यते; यत्र च यन्न भवति तत्तद्घाते
न हन्यते, यथा घटप्रदीपघाते घटो न हन्यते
अथात्मनो धर्मा दर्शनज्ञानचारित्राणि
पुद्गलद्रव्यघातेऽपि न हन्यन्ते, न च दर्शनज्ञानचारित्राणां घातेऽपि पुद्गलद्रव्यं हन्यते;
एवं दर्शनज्ञानचारित्राणि पुद्गलद्रव्ये न भवन्तीत्यायाति; अन्यथा तद्घाते पुद्गलद्रव्य-
(આ રીતે) [ये केचित्] જે કોઈ [जीवस्य गुणाः] જીવના ગુણો છે, [ते खलु] તે ખરેખર
[परेषु द्रव्येषु] પર દ્રવ્યોમાં [न सन्ति] નથી; [तस्मात्] તેથી [सम्यग्द्रष्टेः] સમ્યગ્દ્રષ્ટિને [विषयेषु]
વિષયો પ્રત્યે [रागः तु] રાગ [न अस्ति] નથી.
[च] વળી [रागः द्वेषः मोहः] રાગ, દ્વેષ અને મોહ [जीवस्य एव] જીવના જ
[अनन्यपरिणामाः] અનન્ય (એકરૂપ) પરિણામ છે, [एतेन कारणेन तु] તે કારણે [रागादयः]
રાગાદિક [शब्दादिषु] શબ્દાદિ વિષયોમાં (પણ) [न सन्ति] નથી.
(રાગદ્વેષાદિ સમ્યગ્દ્રષ્ટિ આત્મામાં નથી તેમ જ જડ વિષયોમાં નથી, માત્ર અજ્ઞાન-
દશામાં રહેલા જીવના પરિણામ છે.)
ટીકાઃખરેખર જે જેમાં હોય તે તેનો ઘાત થતાં હણાય જ છે (અર્થાત્ આધારનો
ઘાત થતાં આધેયનો ઘાત થાય જ છે), જેમ દીવાનો ઘાત થતાં (દીવામાં રહેલો) પ્રકાશ હણાય
છે; તથા જેમાં જે હોય તે તેનો ઘાત થતાં હણાય જ છે (અર્થાત્
આધેયનો ઘાત થતાં આધારનો
ઘાત થાય જ છે), જેમ પ્રકાશનો ઘાત થતાં દીવો હણાય છે. વળી જે જેમાં ન હોય તે તેનો
ઘાત થતાં હણાતું નથી, જેમ ઘટનો ઘાત થતાં
*ઘટ-પ્રદીપ હણાતો નથી; તથા જેમાં જે ન
હોય તે તેનો ઘાત થતાં હણાતું નથી, જેમ ઘટ-પ્રદીપનો ઘાત થતાં ઘટ હણાતો નથી. (એ
પ્રમાણે ન્યાય કહ્યો.) હવે, આત્માના ધર્મો
દર્શન, જ્ઞાન અને ચારિત્રપુદ્ગલદ્રવ્યનો ઘાત
થવા છતાં હણાતા નથી અને દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત થવા છતાં પુદ્ગલદ્રવ્ય હણાતું નથી
* ઘટ-પ્રદીપ = ઘડામાં મૂકેલો દીવો. (પરમાર્થે દીવો ઘડામાં નથી, ઘડામાં તો ઘડાના જ ગુણો છે.)

Page 520 of 642
PDF/HTML Page 551 of 673
single page version

घातस्य, पुद्गलद्रव्यघाते तद्घातस्य दुर्निवारत्वात् यत एवं ततो ये यावन्तः
केचनापि जीवगुणास्ते सर्वेऽपि परद्रव्येषु न सन्तीति सम्यक् पश्यामः, अन्यथा
अत्रापि जीवगुणघाते पुद्गलद्रव्यघातस्य, पुद्गलद्रव्यघाते जीवगुणघातस्य च दुर्निवारत्वात्
यद्येवं तर्हि कुतः सम्यग्द्रष्टेर्भवति रागो विषयेषु ? न कुतोऽपि तर्हि रागस्य कतरा
खानिः ? रागद्वेषमोहा हि जीवस्यैवाज्ञानमयाः परिणामाः, ततः परद्रव्यत्वाद्विषयेषु न
सन्ति, अज्ञानाभावात्सम्यग्
द्रष्टौ तु न भवन्ति एवं ते विषयेष्वसन्तः सम्यग्द्रष्टेर्न भवन्तो,
न भवन्त्येव
(એ તો સ્પષ્ટ છે); માટે એ રીતે ‘દર્શન-જ્ઞાન-ચારિત્ર પુદ્ગલદ્રવ્યમાં નથી’ એમ ફલિત (સિદ્ધ)
થાય છે; કારણ કે, જો એમ ન હોય તો દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત થતાં પુદ્ગલદ્રવ્યનો ઘાત,
અને પુદ્ગલદ્રવ્યનો ઘાત થતાં દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત અનિવાર્ય થાય (અર્થાત્
અવશ્ય થવો
જોઈએ). આમ છે તેથી જે કોઈ જેટલા જીવના ગુણો છે તે બધાય પરદ્રવ્યોમાં નથી એમ
અમે સમ્યક્ પ્રકારે દેખીએ છીએ (
માનીએ છીએ); કારણ કે, જો એમ ન હોય તો, અહીં
પણ જીવના ગુણોનો ઘાત થતાં પુદ્ગલદ્રવ્યનો ઘાત, અને પુદ્ગલદ્રવ્યનો ઘાત થતાં જીવના
ગુણોનો ઘાત અનિવાર્ય થાય. (આ રીતે સિદ્ધ થયું કે જીવના કોઈ ગુણો પુદ્ગલદ્રવ્યમાં નથી.)
(પ્રશ્નઃ-) જો આમ છે તો સમ્યગ્દ્રષ્ટિને વિષયોમાં રાગ કયા કારણે થાય છે?
(ઉત્તરઃ-) કોઈ પણ કારણે થતો નથી. (પ્રશ્નઃ) તો પછી રાગની કઈ ખાણ છે?
(ઉત્તરઃ-) રાગ-દ્વેષ-મોહ, જીવના જ અજ્ઞાનમય પરિણામ છે (અર્થાત્ જીવનું અજ્ઞાન જ
રાગાદિક ઊપજવાની ખાણ છે); માટે તે રાગદ્વેષમોહ, વિષયોમાં નથી કારણ કે વિષયો પરદ્રવ્ય
છે, અને સમ્યગ્દ્રષ્ટિમાં (પણ) નથી કારણ કે તેને અજ્ઞાનનો અભાવ છે; આ રીતે રાગદ્વેષમોહ,
વિષયોમાં નહિ હોવાથી અને સમ્યગ્દ્રષ્ટિને (પણ) નહિ હોવાથી, (તેઓ) છે જ નહિ.
ભાવાર્થઃઆત્માને અજ્ઞાનમય પરિણામરૂપ રાગદ્વેષમોહ ઉત્પન્ન થતાં આત્માના
દર્શન-જ્ઞાન-ચારિત્રાદિ ગુણો હણાય છે, પરંતુ તે ગુણો હણાતાં છતાં અચેતન પુદ્ગલદ્રવ્ય હણાતું
નથી; વળી પુદ્ગલદ્રવ્ય હણાતાં દર્શન-જ્ઞાન-ચારિત્રાદિ હણાતાં નથી; માટે જીવના કોઈ ગુણો
પુદ્ગલદ્રવ્યમાં નથી. આવું જાણતા સમ્યગ્દ્રષ્ટિને અચેતન વિષયોમાં રાગાદિ થતા નથી. રાગ-
દ્વેષમોહ પુદ્ગલદ્રવ્યમાં નથી, જીવના જ અસ્તિત્વમાં અજ્ઞાનથી ઊપજે છે; જ્યારે અજ્ઞાનનો
અભાવ થાય અર્થાત
્ સમ્યગ્દ્રષ્ટિ થાય ત્યારે તેઓ ઊપજતા નથી. આ રીતે રાગદ્વેષમોહ
પુદ્ગલમાં નથી તેમ જ સમ્યગ્દ્રષ્ટિમાં પણ નથી, તેથી શુદ્ધદ્રવ્યદ્રષ્ટિથી જોતાં તેઓ છે જ નહિ.
પર્યાયદ્રષ્ટિથી જોતાં જીવને અજ્ઞાન-અવસ્થામાં તેઓ છે. એ પ્રમાણે જાણવું.

Page 521 of 642
PDF/HTML Page 552 of 673
single page version

(मन्दाक्रान्ता)
रागद्वेषाविह हि भवति ज्ञानमज्ञानभावात्
तौ वस्तुत्वप्रणिहित
द्रशा द्रश्यमानौ न किञ्चित्
सम्यग्द्रष्टिः क्षपयतु ततस्तत्त्वद्रष्टया स्फु टं तौ
ज्ञानज्योतिर्ज्वलति सहजं येन पूर्णाचलार्चिः ।।२१८।।
(शालिनी)
रागद्वेषोत्पादकं तत्त्वद्रष्टया
नान्यद्द्रव्यं वीक्ष्यते किञ्चनापि
सर्वद्रव्योत्पत्तिरन्तश्चकास्ति
व्यक्तात्यन्तं स्वस्वभावेन यस्मात्
।।२१९।।
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[इह ज्ञानम् हि अज्ञानभावात् राग-द्वेषौ भवति] આ જગતમાં જ્ઞાન જ
અજ્ઞાનભાવથી રાગદ્વેષરૂપે પરિણમે છે; [वस्तुत्व-प्रणिहित-द्रशा द्रश्यमानौ तौ किञ्चित् न]
વસ્તુત્વમાં મૂકેલી (સ્થાપેલી, એકાગ્ર કરેલી) દ્રષ્ટિ વડે જોતાં (અર્થાત્ દ્રવ્યદ્રષ્ટિથી જોતાં),
તે રાગદ્વેષ કાંઈ જ નથી (દ્રવ્યરૂપ જુદી વસ્તુ નથી). [ततः सम्यग्द्रष्टिः तत्त्वद्रष्टया तौ स्फु टं
क्षपयतु] માટે (આચાર્યદેવ પ્રેરણા કરે છે કે) સમ્યગ્દ્રષ્ટિ પુરુષ તત્ત્વદ્રષ્ટિ વડે તેમને (રાગદ્વેષને)
પ્રગટ રીતે ક્ષય કરો, [येन पूर्ण-अचल-अर्चिः सहजं ज्ञानज्योतिः ज्वलति] કે જેથી, પૂર્ણ અને અચળ
જેનો પ્રકાશ છે એવી (દેદીપ્યમાન) સહજ જ્ઞાનજ્યોતિ પ્રકાશે.
ભાવાર્થઃરાગદ્વેષ કોઈ જુદું દ્રવ્ય નથી, જીવને અજ્ઞાનભાવથી (રાગદ્વેષરૂપ
પરિણામ) થાય છે; માટે સમ્યગ્દ્રષ્ટિ થઈને તત્ત્વદ્રષ્ટિથી જોવામાં આવે તો તેઓ (રાગદ્વેષ)
કાંઈ પણ વસ્તુ નથી એમ દેખાય છે, અને ઘાતિકર્મનો નાશ થઇ કેવળજ્ઞાન ઊપજે છે. ૨૧૮.
‘અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યને ગુણ ઉપજાવી શકતું નથી’ એમ હવેની ગાથામાં કહેશે; તેની
સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છેઃ
શ્લોકાર્થઃ[तत्त्वद्रष्टया] તત્ત્વદ્રષ્ટિથી જોતાં, [राग-द्वेष-उत्पादकं अन्यत् द्रव्यं किञ्चन
अपि न वीक्ष्यते] રાગદ્વેષને ઉપજાવનારું અન્ય દ્રવ્ય જરાય દેખાતું નથી, [यस्मात् सर्व-द्रव्य-उत्पत्तिः
स्वस्वभावेन अन्तः अत्यन्तं व्यक्ता चकास्ति] કારણ કે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતાના સ્વભાવથી
જ થતી અંતરંગમાં અત્યંત પ્રગટ પ્રકાશે છે.
66

Page 522 of 642
PDF/HTML Page 553 of 673
single page version

अण्णदविएण अण्णदवियस्स णो कीरए गुणुप्पाओ
तम्हा दु सव्वदव्वा उप्पज्जंते सहावेण ।।३७२।।
अन्यद्रव्येणान्यद्रव्यस्य न क्रियते गुणोत्पादः
तस्मात्तु सर्वद्रव्याण्युत्पद्यन्ते स्वभावेन ।।३७२।।
न च जीवस्य परद्रव्यं रागादीनुत्पादयतीति शङ्कयम्; अन्यद्रव्येणान्यद्रव्यगुणोत्पाद-
करणस्यायोगात्; सर्वद्रव्याणां स्वभावेनैवोत्पादात् तथाहिमृत्तिका कुम्भभावेनोत्पद्यमाना
किं कुम्भकारस्वभावेनोत्पद्यते, किं मृत्तिकास्वभावेन ? यदि कुम्भकारस्वभावेनोत्पद्यते तदा
कुम्भकरणाहङ्कारनिर्भरपुरुषाधिष्ठितव्यापृतकरपुरुषशरीराकारः कुम्भः स्यात्
न च तथास्ति,
ભાવાર્થઃરાગદ્વેષ ચેતનના જ પરિણામ છે. અન્ય દ્રવ્ય આત્માને રાગદ્વેષ ઉપજાવી
શકતું નથી; કારણ કે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતપોતાના સ્વભાવથી જ થાય છે, અન્ય દ્રવ્યમાં
અન્ય દ્રવ્યના ગુણપર્યાયોની ઉત્પત્તિ થતી નથી. ૨૧૯.
હવે આ અર્થને ગાથામાં કહે છેઃ
કો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદ નહિ ગુણનો કરે,
તેથી બધાંયે દ્રવ્ય નિજ સ્વભાવથી ઊપજે ખરે. ૩૭૨.
ગાથાર્થઃ[अन्यद्रव्येण] અન્ય દ્રવ્યથી [अन्यद्रव्यस्य] અન્ય દ્રવ્યને [गुणोत्पादः] ગુણની
ઉત્પત્તિ [न क्रियते] કરી શકાતી નથી; [तस्मात् तु] તેથી (એ સિદ્ધાંત છે કે) [सर्वद्रव्याणि] સર્વ
દ્રવ્યો [स्वभावेन] પોતપોતાના સ્વભાવથી [उत्पद्यन्ते] ઊપજે છે.
ટીકાઃવળી જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી; કારણ કે
અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે; કેમ કે સર્વ દ્રવ્યોનો
સ્વભાવથી જ ઉત્પાદ થાય છે. આ વાત દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છેઃ
માટી કુંભભાવે (ઘડા-ભાવે) ઊપજતી થકી શું કુંભારના સ્વભાવથી ઊપજે છે કે
માટીના સ્વભાવથી ઊપજે છે? જો કુંભારના સ્વભાવથી ઊપજતી હોય તો જેમાં ઘડો કરવાના
અહંકારથી ભરેલો પુરુષ રહેલો છે અને જેનો હાથ (ઘડો કરવાનો) વ્યાપાર કરે છે એવું
જે પુરુષનું શરીર તેના આકારે ઘડો થવો જોઈએ. પરંતુ એમ તો થતું નથી, કારણ કે
અન્યદ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. જો આમ છે
--

Page 523 of 642
PDF/HTML Page 554 of 673
single page version

द्रव्यान्तरस्वभावेन द्रव्यपरिणामोत्पादस्यादर्शनात् यद्येवं तर्हि मृत्तिका कुम्भकारस्वभावेन
नोत्पद्यते, किन्तु मृत्तिकास्वभावेनैव, स्वस्वभावेन द्रव्यपरिणामोत्पादस्य दर्शनात् एवं च
सति मृत्तिकायाः स्वस्वभावानतिक्रमान्न कुम्भकारः कुम्भस्योत्पादक एव; मृत्तिकैव
कुम्भकारस्वभावमस्पृशन्ती स्वस्वभावेन कुम्भभावेनोत्पद्यते
एवं सर्वाण्यपि द्रव्याणि
स्वपरिणामपर्यायेणोत्पद्यमानानि किं निमित्तभूतद्रव्यान्तरस्वभावेनोत्पद्यन्ते, किं स्वस्वभावेन ?
यदि निमित्तभूतद्रव्यान्तरस्वभावेनोत्पद्यन्ते तदा निमित्तभूतपरद्रव्याकारस्तत्परिणामः स्यात्
च तथास्ति, द्रव्यान्तरस्वभावेन द्रव्यपरिणमोत्पादस्यादर्शनात् यद्येवं तर्हि न सर्वद्रव्याणि
निमित्तभूतपरद्रव्यस्वभावेनोत्पद्यन्ते, किन्तु स्वस्वभावेनैव, स्वस्वभावेन द्रव्यपरिणामोत्पादस्य
दर्शनात्
एवं च सति सर्वद्रव्याणां स्वस्वभावानतिक्रमान्न निमित्तभूतद्रव्यान्तराणि
स्वपरिणामस्योत्पादकान्येव; सर्वद्रव्याण्येव निमित्तभूतद्रव्यान्तरस्वभावमस्पृशन्ति स्वस्वभावेन
स्वपरिणामभावेनोत्पद्यन्ते
अतो न परद्रव्यं जीवस्य रागादीनामुत्पादकमुत्पश्यामो यस्मै
कुप्यामः
તો પછી માટી કુંભારના સ્વભાવથી ઊપજતી નથી, પરંતુ માટીના સ્વભાવથી જ ઊપજે
છે કારણ કે (દ્રવ્યના) પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આમ
હોવાથી, માટી પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતી હોવાને લીધે, કુંભાર ઘડાનો ઉત્પાદક છે
જ નહિ; માટી જ, કુંભારના સ્વભાવને નહિ સ્પર્શતી થકી, પોતાના સ્વભાવથી કુંભભાવે
ઊપજે છે.
એવી રીતેબધાંય દ્રવ્યો સ્વપરિણામપર્યાયે (અર્થાત્ પોતાના પરિણામભાવરૂપે)
ઊપજતાં થકાં, નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવથી ઊપજે છે કે પોતાના સ્વભાવથી ઊપજે
છે? જો નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવથી ઊપજતાં હોય તો નિમિત્તભૂત અન્યદ્રવ્યોના
આકારે તેમના પરિણામ થવા જોઈએ. પરંતુ એમ તો થતું નથી, કારણ કે અન્યદ્રવ્યના
સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. જો આમ છે તો સર્વ દ્રવ્યો
નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવથી ઊપજતાં નથી, પરંતુ પોતાના સ્વભાવથી જ ઊપજે છે
કારણ કે (દ્રવ્યના) પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આમ
હોવાથી, સર્વ દ્રવ્યો પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતાં હોવાને લીધે, નિમિત્તભૂત અન્યદ્રવ્યો
પોતાના (અર્થાત
્ સર્વ દ્રવ્યોના) પરિણામના ઉત્પાદક છે જ નહિ; સર્વ દ્રવ્યો જ, નિમિત્તભૂત
અન્યદ્રવ્યોના સ્વભાવને નહિ સ્પર્શતાં થકાં, પોતાના સ્વભાવથી પોતાના પરિણામભાવે
ઊપજે છે.

Page 524 of 642
PDF/HTML Page 555 of 673
single page version

(मालिनी)
यदिह भवति रागद्वेषदोषप्रसूतिः
कतरदपि परेषां दूषणं नास्ति तत्र
स्वयमयमपराधी तत्र सर्पत्यबोधो
भवतु विदितमस्तं यात्वबोधोऽस्मि बोधः
।।२२०।।
માટે (આચાર્યદેવ કહે છે કે) જીવને રાગાદિનું ઉત્પાદક અમે પરદ્રવ્યને દેખતા
(માનતા, સમજતા) નથી કે જેના પર કોપ કરીએ.
ભાવાર્થઃઆત્માને રાગાદિક ઊપજે છે તે પોતાના જ અશુદ્ધ પરિણામ છે.
નિશ્ચયનયથી વિચારવામાં આવે તો અન્યદ્રવ્ય રાગાદિકનું ઉપજાવનાર નથી, અન્યદ્રવ્ય તેમનું
નિમિત્તમાત્ર છે; કારણ કે અન્યદ્રવ્યને અન્યદ્રવ્ય ગુણપર્યાય ઉપજાવતું નથી એ નિયમ છે. જેઓ
એમ માને છે
એવો એકાંત કરે છેકે ‘પરદ્રવ્ય જ મને રાગાદિક ઉપજાવે છે’, તેઓ
નયવિભાગને સમજ્યા નથી, મિથ્યાદ્રષ્ટિ છે. એ રાગાદિક જીવના સત્ત્વમાં ઊપજે છે, પરદ્રવ્ય
તો નિમિત્તમાત્ર છે
એમ માનવું તે સમ્યગ્જ્ઞાન છે. માટે આચાર્યમહારાજ કહે છે કેઅમે
રાગદ્વેષની ઉત્પત્તિમાં અન્ય દ્રવ્ય પર શા માટે કોપ કરીએ? રાગદ્વેષનું ઊપજવું તે પોતાનો
જ અપરાધ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[इह] આ આત્મામાં [यत् राग-द्वेष-दोष-प्रसूतिः भवति] જે રાગદ્વેષરૂપ
દોષોની ઉત્પત્તિ થાય છે [तत्र परेषां कतरत् अपि दूषणं नास्ति] ત્યાં પરદ્રવ્યનો કાંઈ પણ દોષ
નથી, [तत्र स्वयम् अपराधी अयम् अबोधः सर्पति] ત્યાં તો સ્વયં અપરાધી એવું આ અજ્ઞાન
જ ફેલાય છે;[विदितम् भवतु] એ પ્રમાણે વિદિત થાઓ અને [अबोधः अस्तं यातु] અજ્ઞાન
અસ્ત થઈ જાઓ; [बोधः अस्मि] હું તો જ્ઞાન છું.
ભાવાર્થઃઅજ્ઞાની જીવ રાગદ્વેષની ઉત્પત્તિ પરદ્રવ્યથી થતી માનીને પરદ્રવ્ય ઉપર
કોપ કરે છે કે ‘આ પરદ્રવ્ય મને રાગદ્વેષ ઉપજાવે છે, તેને દૂર કરું’. એવા અજ્ઞાની જીવને
સમજાવવાને આચાર્યદેવ ઉપદેશ કરે છે કે
રાગદ્વેષની ઉત્પત્તિ અજ્ઞાનથી આત્મામાં જ થાય
છે અને તે આત્માના જ અશુદ્ધ પરિણામ છે. માટે એ અજ્ઞાનને નાશ કરો, સમ્યગ્જ્ઞાન પ્રગટ
કરો, આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ અનુભવ કરો; પરદ્રવ્યને રાગદ્વેષનું ઉપજાવનારું માનીને તેના
પર કોપ ન કરો. ૨૨૦.

Page 525 of 642
PDF/HTML Page 556 of 673
single page version

(रथोद्धता)
रागजन्मनि निमित्ततां पर-
द्रव्यमेव कलयन्ति ये तु ते
उत्तरन्ति न हि मोहवाहिनीं
शुद्धबोधविधुरान्धबुद्धयः
।।२२१।।
હવે આ જ અર્થ દ્રઢ કરવાને અને આગળના કથનની સૂચના કરવાને કાવ્ય કહે
છેઃ
શ્લોકાર્થઃ[ये तु राग-जन्मनि परद्रव्यम् एव निमित्ततां कलयन्ति] જેઓ રાગની
ઉત્પત્તિમાં પરદ્રવ્યનું જ નિમિત્તપણું (કારણપણું) માને છે, (પોતાનું કાંઈ કારણપણું માનતા
નથી,)
[ते शुद्ध-बोध-विधुर-अन्ध-बुद्धयः] તેઓજેમની બુદ્ધિ શુદ્ધજ્ઞાનરહિત અંધ છે એવા
(અર્થાત્ જેમની બુદ્ધિ શુદ્ધનયના વિષયભૂત શુદ્ધ આત્મસ્વરૂપના જ્ઞાનથી રહિત અંધ છે
એવા)[मोह-वाहिनीं न हि उत्तरन्ति] મોહનદીને ઊતરી શકતા નથી.
ભાવાર્થઃશુદ્ધનયનો વિષય આત્મા અનંત શક્તિવાળો, ચૈતન્યચમત્કારમાત્ર, નિત્ય,
અભેદ, એક છે. તે પોતાના જ અપરાધથી રાગદ્વેષરૂપે પરિણમે છે. એવું નથી કે જેમ
નિમિત્તભૂત પરદ્રવ્ય પરિણમાવે તેમ આત્મા પરિણમે છે અને તેમાં આત્માનો કાંઈ પુરુષાર્થ
જ નથી. આવું આત્માના સ્વરૂપનું જ્ઞાન જેમને નથી તેઓ એમ માને છે કે પરદ્રવ્ય આત્માને
જેમ પરિણમાવે તેમ આત્મા પરિણમે છે. આવું માનનારા મોહરૂપી નદીને ઊતરી શકતા નથી
(અથવા મોહની સેનાને હરાવી શકતા નથી), તેમને રાગદ્વેષ મટતા નથી; કારણ કે રાગદ્વેષ
કરવામાં જો પોતાનો પુરુષાર્થ હોય તો જ તેમને મટાડવામાં પણ હોય, પરંતુ જો પરના કરાવ્યા
જ રાગદ્વેષ થતા હોય તો પર તો રાગદ્વેષ કરાવ્યા જ કરે, ત્યાં આત્મા તેમને ક્યાંથી મટાડી
શકે? માટે, રાગદ્વેષ પોતાના કર્યા થાય છે અને પોતાના મટાડ્યા મટે છે
એમ કથંચિત
માનવું તે સમ્યગ્જ્ઞાન છે. ૨૨૧.
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દાદિરૂપે પરિણમતાં પુદ્ગલો આત્માને કાંઈ કહેતાં નથી
કે ‘તુ અમને જાણ’, અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી.
બન્ને તદ્દન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન
(
સંબંધ વિનાનો, તટસ્થ) છે, તોપણ અજ્ઞાની જીવ સ્પર્શાદિકને સારાં-નરસાં માનીને રાગીદ્વેષી
થાય છે તે તેનું અજ્ઞાન છે.આવા અર્થની ગાથાઓ હવે કહે છેઃ

Page 526 of 642
PDF/HTML Page 557 of 673
single page version

णिंदिदसंथुदवयणाणि पोग्गला परिणमंति बहुगाणि
ताणि सुणिदूण रूसदि तूसदि य पुणो अहं भणिदो ।।३७३।।
पोग्गलदव्वं सद्दत्तपरिणदं तस्स जदि गुणो अण्णो
तम्हा ण तुमं भणिदो किंचि वि किं रूससि अबुद्धो ।।३७४।।
असुहो सुहो व सद्दो ण तं भणदि सुणसु मं ति सो चेव
ण य एदि विणिग्गहिदुं सोदविसयमागदं सद्दं ।।३७५।।
असुहं सुहं व रूवं ण तं भणदि पेच्छ मं ति सो चेव
ण य एदि विणिग्गहिदुं चक्खुविसयमागदं रूवं ।।३७६।।
असुहो सुहो व गंधो ण तं भणदि जिग्घ मं ति सो चेव
ण य एदि विणिग्गहिदुं घाणविसयमागदं गंधं ।।३७७।।
असुहो सुहो व रसो ण तं भणदि रसय मं ति सो चेव
ण य एदि विणिग्गहिदुं रसणविसयमागदं तु रसं ।।३७८।।
રે! પુદ્ગલો બહુવિધ નિંદા-સ્તુતિવચનરૂપ પરિણમે,
તેને સુણી, ‘મુજને કહ્યું’ ગણી, રોષ તોષ જીવો કરે. ૩૭૩.
પુદ્ગલદરવ શબ્દત્વપરિણત, તેહનો ગુણ અન્ય છે,
તો નવ કહ્યું કંઈ પણ તને, હે અબુધ! રોષ તું ક્યમ કરે? ૩૭૪.
શુભ કે અશુભ જે શબ્દ તે ‘તું સુણ મને’ ન તને કહે,
ને જીવ પણ ગ્રહવા ન જાયે કર્ણગોચર શબ્દને; ૩૭૫.
શુભ કે અશુભ જે રૂપ તે ‘તું જો મને’ ન તને કહે,
ને જીવ પણ ગ્રહવા ન જાયે ચક્ષુગોચર રૂપને; ૩૭૬.
શુભ કે અશુભ જે ગંધ તે ‘તું સૂંઘ મુજને’ નવ કહે,
ને જીવ પણ ગ્રહવા ન જાયે ઘ્રાણગોચર ગંધને; ૩૭૭.
શુભ કે અશુભ રસ જેહ તે ‘તું ચાખ મુજને’ નવ કહે,
ને જીવ પણ ગ્રહવા ન જાયે રસનગોચર રસ અરે! ૩૭૮.

Page 527 of 642
PDF/HTML Page 558 of 673
single page version

असुहो सुहो व फासो ण तं भणदि फु ससु मं ति सो चेव
ण य एदि विणिग्गहिदुं कायविसयमागदं फासं ।।३७९।।
असुहो सुहो व गुणो ण तं भणदि बुज्झ मं ति सो चेव
ण य एदि विणिग्गहिदुं बुद्धिविसयमागदं तु गुणं ।।३८०।।
असुहं सुहं व दव्वं ण तं भणदि बुज्झ मं ति सो चेव
ण य एदि विणिग्गहिदुं बुद्धिविसयमागदं दव्वं ।।३८१।।
एयं तु जाणिऊणं उवसमं णेव गच्छदे मूढो
णिग्गहमणा परस्स य सयं च बुद्धिं सिवमपत्तो ।।३८२।।
निन्दितसंस्तुतवचनानि पुद्गलाः परिणमन्ति बहुकानि
तानि श्रुत्वा रुष्यति तुष्यति च पुनरहं भणितः ।।३७३।।
पुद्गलद्रव्यं शब्दत्वपरिणतं तस्य यदि गुणोऽन्यः
तस्मान्न त्वं भणितः किञ्चिदपि किं रुष्यस्यबुद्धः ।।३७४।।
શુભ કે અશુભ જે સ્પર્શ તે ‘તું સ્પર્શ મુજને’ નવ કહે,
ને જીવ પણ ગ્રહવા ન જાયે કાયગોચર સ્પર્શને; ૩૭૯.
શુભ કે અશુભ જે ગુણ તે ‘તું જાણ મુજને’ નવ કહે,
ને જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિગોચર ગુણને; ૩૮૦.
શુભ કે અશુભ જે દ્રવ્ય તે ‘તું જાણ મુજને’ નવ કહે,
ને જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિગોચર દ્રવ્યને. ૩૮૧.
આ જાણીને પણ મૂઢ જીવ પામે નહીં ઉપશમ અરે!
શિવ બુદ્ધિને પામેલ નહિ એ પર ગ્રહણ કરવા ચહે. ૩૮૨.
ગાથાર્થઃ[बहुकानि] બહુ પ્રકારનાં [निन्दितसंस्तुतवचनानि] નિંદાનાં અને સ્તુતિનાં
વચનોરૂપે [पुद्गलाः] પુદ્ગલો [परिणमन्ति] પરિણમે છે; [तानि श्रुत्वा पुनः] તેમને સાંભળીને
અજ્ઞાની જીવ [अहं भणितः] ‘મને કહ્યું’ એમ માનીને [रुष्यति तुष्यति च] રોષ તથા તોષ કરે
છે (અર્થાત્ ગુસ્સે થાય છે તથા ખુશી થાય છે).

Page 528 of 642
PDF/HTML Page 559 of 673
single page version

अशुभः शुभो वा शब्दो न त्वां भणति शृणु मामिति स एव
न चैति विनिर्ग्रहीतुं श्रोत्रविषयमागतं शब्दम् ।।३७५।।
अशुभं शुभं वा रूपं न त्वां भणति पश्य मामिति स एव
न चैति विनिर्ग्रहीतुं चक्षुर्विषयमागतं रूपम् ।।३७६।।
अशुभः शुभो वा गन्धो न त्वां भणति जिघ्र मामिति स एव
न चैति विनिर्ग्रहीतुं घ्राणविषयमागतं गन्धम् ।।३७७।।
अशुभः शुभो वा रसो न त्वां भणति रसय मामिति स एव
न चैति विनिर्ग्रहीतुं रसनविषयमागतं तु रसम् ।।३७८।।
[पुद्गलद्रव्यं] પુદ્ગલદ્રવ્ય [शब्दत्वपरिणतं] શબ્દપણે પરિણમ્યું છે; [तस्य गुणः] તેનો ગુણ
[यदि अन्यः] જો (તારાથી) અન્ય છે, [तस्मात्] તો હે અજ્ઞાની જીવ! [त्वं न किञ्चित् अपि
भणितः] તને કાંઈ પણ કહ્યું નથી; [अबुद्धः] તું અજ્ઞાની થયો થકો [किं रुष्यसि] રોષ શા
માટે કરે છે?
[अशुभः वा शुभः शब्दः] અશુભ અથવા શુભ શબ્દ [त्वां न भणति] તને એમ નથી
કહેતો કે [माम् शृणु इति] ‘તું મને સાંભળ’; [सः एव च] અને આત્મા પણ (પોતાના સ્થાનથી
છૂટીને), [श्रोत्रविषयम् आगतं शब्दम्] શ્રોત્રેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને [विनिर्ग्रहीतुं न एति]
ગ્રહવા (જાણવા) જતો નથી.
[अशुभं वा शुभं रूपं] અશુભ અથવા શુભ રૂપ [त्वां न भणति] તને એમ નથી કહેતું
કે [माम् पश्य इति] ‘તું મને જો’; [सः एव च] અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને),
[चक्षुर्विषयम् आगतं] ચક્ષુ-ઇન્દ્રિયના વિષયમાં આવેલા (અર્થાત્ ચક્ષુગોચર થયેલા) [रूपम्] રૂપનેે
[विनिर्ग्रहीतुं न एति] ગ્રહવા જતો નથી.
[अशुभः वा शुभः गन्धः] અશુભ અથવા શુભ ગંધ [त्वां न भणति] તને એમ નથી
કહેતી કે [माम् जिघ्र इति] ‘તું મને સૂંઘ’; [सः एव च] અને આત્મા પણ [घ्राणविषयम् आगतं
गन्धम्] ઘ્રાણેેન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને [विनिर्ग्रहीतुं न एति] (પોતાના સ્થાનથી ચ્યુત
થઈને) ગ્રહવા જતો નથી.
[अशुभः वा शुभः रसः] અશુભ અથવા શુભ રસ [त्वां न भणति] તને એમ નથી કહેતો
કે [माम् रसय इति] ‘તું મને ચાખ’; [सः एव च] અને આત્મા પણ [रसनविषयम् आगतं तु
रसम्] રસના-ઇન્દ્રિયના વિષયમાં આવેલા રસને [विनिर्ग्रहीतुं न एति] (પોતાના સ્થાનથી છૂટીને)
ગ્રહવા જતો નથી.

Page 529 of 642
PDF/HTML Page 560 of 673
single page version

अशुभः शुभो वा स्पर्शो न त्वां भणति स्पृश मामिति स एव
न चैति विनिर्ग्रहीतुं कायविषयमागतं स्पर्शम् ।।३७९।।
अशुभः शुभो वा गुणो न त्वां भणति बुध्यस्व मामिति स एव
न चैति विनिर्ग्रहीतुं बुद्धिविषयमागतं तु गुणम् ।।३८०।।
अशुभं शुभं वा द्रव्यं न त्वां भणति बुध्यस्व मामिति स एव
न चैति विनिर्ग्रहीतुं बुद्धिविषयमागतं द्रव्यम् ।।३८१।।
एतत्तु ज्ञात्वा उपशमं नैव गच्छति मूढः
विनिर्ग्रहमनाः परस्य च स्वयं च बुद्धिं शिवामप्राप्तः ।।३८२।।
यथेह बहिरर्थो घटपटादिः, देवदत्तो यज्ञदत्तमिव हस्ते गृहीत्वा, ‘मां प्रकाशय’ इति
स्वप्रकाशने न प्रदीपं प्रयोजयति, न च प्रदीपोऽप्ययःकान्तोपलकृष्टायःसूचीवत् स्वस्थानात्प्रच्युत्य
[अशुभः वा शुभः स्पर्शः] અશુભ અથવા શુભ સ્પર્શ [त्वां न भणति] તને એમ નથી કહેતો
કે [माम् स्पृश इति] ‘તું મને સ્પર્શ’; [सः एव च] અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને),
[कायविषयम् आगतं स्पर्शम्] કાયાના (સ્પર્શેન્દ્રિયના) વિષયમાં આવેલા સ્પર્શને [विनिर्ग्रहीतुं न
एति] ગ્રહવા જતો નથી.
[अशुभः वा शुभः गुणः] અશુભ અથવા શુભ ગુણ [त्वां न भणति] તને એમ નથી કહેતો
કે [माम् बुध्यस्व इति] ‘તું મને જાણ’; [सः एव च] અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને),
[बुद्धिविषयम् आगतं तु गुणम्] બુદ્ધિના વિષયમાં આવેલા ગુણને [विनिर्ग्रहीतुं न एति] ગ્રહવા જતો
નથી.
[अशुभं वा शुभं द्रव्यं] અશુભ અથવા શુભ દ્રવ્ય [त्वां न भणति] તને એમ નથી કહેતું કે
[माम् बुध्यस्व इति] ‘તું મને જાણ’; [सः एव च] અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને),
[बुद्धिविषयम् आगतं द्रव्यम्] બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને [विनिर्ग्रहीतुं न एति] ગ્રહવા જતો
નથી.
[एतत् तु ज्ञात्वा] આવું જાણીને પણ [मूढः] મૂઢ જીવ [उपशमं न एव गच्छति] ઉપશમને
પામતો નથી; [च] અને [शिवाम् बुद्धिम् अप्राप्तः च स्वयं] શિવ બુદ્ધિને (કલ્યાણકારી બુદ્ધિને,
સમ્યગ્જ્ઞાનને) નહિ પામેલો પોતે [परस्य विनिर्ग्रहमनाः] પરને ગ્રહવાનું મન કરે છે.
ટીકાઃપ્રથમ દ્રષ્ટાંત કહે છેઃ આ જગતમાં બાહ્યપદાર્થઘટપટાદિ, જેમ દેવદત્ત
નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ, દીવાને સ્વપ્રકાશનમાં
67