Samaysar (Gujarati). Gatha: 44-55 ; Kalash: 34-37.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 7 of 34

 

Page 90 of 642
PDF/HTML Page 121 of 673
single page version

नान्यस्यानुपलभ्यमानत्वादिति केचित् मज्जितावदुभयात्मकत्वादात्मकर्मोभयमेव जीवः कार्त्स्न्यतः
कर्मणोऽतिरिक्तत्वेनान्यस्यानुपलभ्यमानत्वादिति केचित् अर्थक्रियासमर्थः कर्मसंयोग एव जीवः
कर्मसंयोगात्खटवाया इवाष्टकाष्ठसंयोगादतिरिक्तत्वेनान्यस्यानुपलभ्यमानत्वादिति केचित्
एवमेवंप्रकारा इतरेऽपि बहुप्रकाराः परमात्मेति व्यपदिशन्ति दुर्मेधसः, किन्तु न ते
परमार्थवादिभिः परमार्थवादिन इति निर्दिश्यन्ते
कुतः
જે કર્મનો અનુભવ તે જ જીવ છે કારણ કે સુખ-દુઃખથી અન્ય જુદો કોઈ જીવ દેખવામાં
આવતો નથી. ૬. કોઈ કહે છે કે શિખંડની જેમ ઉભયરૂપ મળેલાં જે આત્મા અને કર્મ,
તે બન્ને મળેલાં જ જીવ છે કારણ કે સમસ્તપણે (
સંપૂર્ણપણે) કર્મથી અન્ય જુદો કોઈ જીવ
જોવામાં આવતો નથી. ૭. કોઈ કહે છે કે અર્થક્રિયામાં (પ્રયોજનભૂત ક્રિયામાં) સમર્થ એવો
જે કર્મનો સંયોગ તે જ જીવ છે કારણ કે જેમ આઠ લાકડાંના સંયોગથી અન્ય જુદો કોઈ
ખાટલો જોવામાં આવતો નથી તેમ કર્મના સંયોગથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો
નથી. (
આઠ લાકડાં મળી ખાટલો થયો ત્યારે અર્થક્રિયામાં સમર્થ થયો; તે રીતે અહીં પણ
જાણવું.) ૮. આ પ્રમાણે આઠ પ્રકાર તો આ કહ્યા અને એવા એવા અન્ય પણ અનેક
પ્રકારના દુર્બુદ્ધિઓ (અનેક પ્રકારે) પરને આત્મા કહે છે; પરંતુ તેમને પરમાર્થના
જાણનારાઓ સત્યાર્થવાદી કહેતા નથી.
ભાવાર્થજીવ-અજીવ બન્ને અનાદિથી એકક્ષેત્રાવગાહસંયોગરૂપ મળી રહ્યાં છે
અને અનાદિથી જ જીવની પુદ્ગલના સંયોગથી અનેક વિકારસહિત અવસ્થાઓ થઈ રહી
છે. પરમાર્થદ્રષ્ટિએ જોતાં, જીવ તો પોતાના ચૈતન્યત્વ આદિ ભાવોને છોડતો નથી અને
પુદ્ગલ પોતાના મૂર્તિક જડત્વ આદિને છોડતું નથી. પરંતુ જે પરમાર્થને જાણતા નથી તેઓ
સંયોગથી થયેલા ભાવોને જ જીવ કહે છે; કારણ કે પરમાર્થે જીવનું સ્વરૂપ પુદ્ગલથી ભિન્ન
સર્વજ્ઞને દેખાય છે તેમ જ સર્વજ્ઞની પરંપરાનાં આગમથી જાણી શકાય છે, તેથી જેમના
મતમાં સર્વજ્ઞ નથી તેઓ પોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી કહે છે. તેમાંથી વેદાંતી,
મીમાંસક, સાંખ્ય, યોગ, બૌદ્ધ, નૈયાયિક, વૈશેષિક, ચાર્વાક આદિ મતોના આશય લઈ આઠ
પ્રકાર તો પ્રગટ કહ્યા; અને અન્ય પણ પોતપોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી અનેક પ્રકારે
કહે છે તે ક્યાં સુધી કહેવા
?
એવું કહેનારા સત્યાર્થવાદી કેમ નથી તે કહે છે

Page 91 of 642
PDF/HTML Page 122 of 673
single page version

एदे सव्वे भावा पोग्गलदव्वपरिणामणिप्पण्णा
केवलिजिणेहिं भणिया कह ते जीवो त्ति वुच्चंति ।।४४।।
एते सर्वे भावाः पुद्गलद्रव्यपरिणामनिष्पन्नाः
केवलिजिनैर्भणिताः कथं ते जीव इत्युच्यन्ते ।।४४।।
यतः एतेऽध्यवसानादयः समस्ता एव भावा भगवद्भिर्विश्वसाक्षिभिरर्हद्भिः
पुद्गलद्रव्यपरिणाममयत्वेन प्रज्ञप्ताः सन्तश्चैतन्यशून्यात्पुद्गलद्रव्यादतिरिक्तत्वेन प्रज्ञाप्यमानं
चैतन्यस्वभावं जीवद्रव्यं भवितुं नोत्सहन्ते; ततो न खल्वागमयुक्तिस्वानुभवैर्बाधितपक्षत्वात्
तदात्मवादिनः परमार्थवादिनः
एतदेव सर्वज्ञवचनं तावदागमः इयं तु स्वानुभवगर्भिता
युक्तिःन खलु नैसर्गिकरागद्वेषकल्माषितमध्यवसानं जीवस्तथाविधाध्यवसानात्कार्तस्वरस्येव
श्यामिकाया अतिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्यमानत्वात् न खल्वना-
પુદ્ગલ તણા પરિણામથી નીપજેલ સર્વે ભાવ આ
સહુ કેવળીજિન ભાખિયા, તે જીવ કેમ કહો ભલા? ૪૪.
ગાથાર્થ[एते] આ પૂર્વે કહેલાં અધ્યવસાન આદિ [सर्वे भावाः] ભાવો છે તે બધાય
[पुद्गलद्रव्यपरिणामनिष्पन्नाः] પુદ્ગલદ્રવ્યના પરિણામથી નીપજ્યા છે એમ [केवलिजिनैः] કેવળી
સર્વજ્ઞ જિનદેવોએ [भणिताः] કહ્યું છે [ते] તેમને [जीवः इति] જીવ એમ [कथं उच्यन्ते] કેમ
કહી શકાય?
ટીકાઆ અધ્યવસાનાદિ ભાવો છે તે બધાય, વિશ્વને (સમસ્ત પદાર્થોને) સાક્ષાત્
દેખનારા ભગવાન (વીતરાગ સર્વજ્ઞ) અર્હંતદેવો વડે, પુદ્ગલદ્રવ્યના પરિણામમય કહેવામાં
આવ્યા હોવાથી, તેઓ ચૈતન્યસ્વભાવમય જીવદ્રવ્ય થવા સમર્થ નથી કે જે જીવદ્રવ્ય
ચૈતન્યભાવથી શૂન્ય એવા પુદ્ગલદ્રવ્યથી અતિરિક્ત (
ભિન્ન) કહેવામાં આવ્યું છે; માટે જેઓ
આ અધ્યવસાનાદિકને જીવ કહે છે તેઓ ખરેખર પરમાર્થવાદી નથી કેમ કે આગમ, યુક્તિ
અને સ્વાનુભવથી તેમનો પક્ષ બાધિત છે. તેમાં, ‘તેઓ જીવ નથી’ એવું આ સર્વજ્ઞનું વચન
છે તે તો આગમ છે અને આ (
નીચે પ્રમાણે) સ્વાનુભવગર્ભિત યુક્તિ છેઃસ્વયમેવ
ઉત્પન્ન થયેલા એવા રાગ-દ્વેષ વડે મલિન અધ્યવસાન છે તે જીવ નથી કારણ કે,
કાલિમા(
કાળપ)થી જુદા સુવર્ણની જેમ, એવા અધ્યવસાનથી જુદો અન્ય ચિત્સ્વભાવરૂપ જીવ

Page 92 of 642
PDF/HTML Page 123 of 673
single page version

द्यनन्तपूर्वापरीभूतावयवैकसंसरणलक्षणक्रियारूपेण क्रीडत्कर्मैव जीवः कर्मणोऽतिरिक्तत्वेनान्यस्य
चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्यमानत्वात्
न खलु तीव्रमन्दानुभवभिद्यमानदुरन्तरागरस-
निर्भराध्यवसानसन्तानो जीवस्ततोऽतिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्य-
मानत्वात्
न खलु नवपुराणावस्थादिभेदेन प्रवर्तमानं नोकर्म जीवः शरीरादतिरिक्तत्वेनान्यस्य
चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्यमानत्वात् न खलु विश्वमपि पुण्यपापरूपेणाक्रामन्
कर्मविपाको जीवः शुभाशुभभावादतिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्य-
मानत्वात्
न खलु सातासातरूपेणाभिव्याप्तसमस्ततीव्रमन्दत्वगुणाभ्यां भिद्यमानः कर्मानुभवो जीवः
सुखदुःखातिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्यमानत्वात् न खलु मज्जिताव-
दुभयात्मकत्वादात्मकर्मोभयं जीवः कार्त्स्न्यतः कर्मणोऽतिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः
ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પ્રત્યક્ષ ચૈતન્યભાવને જુદો અનુભવે
છે. ૧. અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે એવી જે એક
સંસરણરૂપ ક્રિયા તે-રૂપે ક્રીડા કરતું કર્મ છે તે પણ જીવ નથી કારણ કે કર્મથી જુદો અન્ય
ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્
તેઓ તેને પ્રત્યક્ષ
અનુભવે છે. ૨. તીવ્ર-મંદ અનુભવથી ભેદરૂપ થતાં, દુરંત રાગરસથી ભરેલાં અધ્યવસાનોની
સંતતિ પણ જીવ નથી કારણ કે તે સંતતિથી અન્ય જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ
વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્
તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૩. નવી પુરાણી
અવસ્થાદિકના ભેદથી પ્રવર્તતું જે નોકર્મ તે પણ જીવ નથી કારણ કે શરીરથી અન્ય જુદો
ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્
તેઓ તેને પ્રત્યક્ષ
અનુભવે છે. ૪. સમસ્ત જગતને પુણ્યપાપરૂપે વ્યાપતો કર્મનો વિપાક છે તે પણ જીવ નથી
કારણ કે શુભાશુભ ભાવથી અન્ય જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં
ઉપલભ્યમાન છે અર્થાત્
તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૫. શાતા-અશાતારૂપે વ્યાપ્ત જે
સમસ્ત તીવ્રમંદપણારૂપ ગુણો તે વડે ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ તે પણ જીવ નથી
કારણ કે સુખ-દુઃખથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં
ઉપલભ્યમાન છે અર્થાત્
તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૬. શિખંડની જેમ
ઉભયાત્મકપણે મળેલાં જે આત્મા અને કર્મ તે બન્ને મળેલાં પણ જીવ નથી કારણ કે
સમસ્તપણે (સંપૂર્ણપણે) કર્મથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં
ઉપલભ્યમાન છે અર્થાત્
તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૭. અર્થક્રિયામાં સમર્થ એવો
જે કર્મનો સંયોગ તે પણ જીવ નથી કારણ કે, આઠ કાષ્ઠના સંયોગથી (-ખાટલાથી) જુદો

Page 93 of 642
PDF/HTML Page 124 of 673
single page version

स्वयमुपलभ्यमानत्वात् न खल्वर्थक्रियासमर्थः कर्मसंयोगो जीवः कर्मसंयोगात् खटवाशायिनः
पुरुषस्येवाष्टकाष्ठसंयोगादतिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्यमानत्वादिति
इह खलु पुद्गलभिन्नात्मोपलब्धिं प्रति विप्रतिपन्नः साम्नैवैवमनुशास्यः
(मालिनी)
विरम किमपरेणाकार्यकोलाहलेन
स्वयमपि निभृतः सन्
पश्य षण्मासमेकम्
हृदयसरसि पुंसः पुद्गलाद्भिन्नधाम्नो
ननु किमनुपलब्धिर्भाति किञ्चोपलब्धिः
।।३४।।
જે ખાટલામાં સૂનારો પુરુષ તેની જેમ, કર્મસંયોગથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ
ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્
તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૮. (આ
જ રીતે અન્ય કોઈ બીજા પ્રકારે કહે ત્યાં પણ આ જ યુક્તિ જાણવી.)
[ભાવાર્થચૈતન્યસ્વભાવરૂપ જીવ, સર્વ પરભાવોથી જુદો, ભેદજ્ઞાનીઓને
અનુભવગોચર છે; તેથી જેમ અજ્ઞાની માને છે તેમ નથી.]
અહીં પુદ્ગલથી ભિન્ન આત્માની ઉપલબ્ધિ પ્રત્યે વિરોધ કરનાર (-પુદ્ગલને જ
આત્મા જાણનાર) પુરુષને (તેના હિતરૂપ આત્મપ્રાપ્તિની વાત કહી) મીઠાશથી (અને
સમભાવથી) જ આ પ્રમાણે ઉપદેશ કરવો એમ કાવ્યમાં કહે છેઃ
શ્લોકાર્થહે ભવ્ય! તને [अपरेण] બીજો [अकार्य-कोलाहलेन] નકામો કોલાહલ
કરવાથી [किम्] શો લાભ છે? [विरम] એ કોલાહલથી તું વિરક્ત થા અને [एकम्] એક
ચૈતન્યમાત્ર વસ્તુને [स्वयम् अपि] પોતે [निभृतः सन्] નિશ્ચળ લીન થઈ [पश्य षण्मासम्] દેખ;
એવો છ મહિના અભ્યાસ કર અને જો (તપાસ) કે એમ કરવાથી [हृदय-सरसि] પોતાના
હૃદયસરોવરમાં [पुद्गलात् भिन्नधाम्नः] જેનું તેજ-પ્રતાપ-પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે એવા [पुंसः]
આત્માની [ननु किम् अनुपलब्धिः भाति] પ્રાપ્તિ નથી થતી [किं च उपलब्धिः] કે થાય છે.
ભાવાર્થજો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ અવશ્ય થાય; જો
પરવસ્તુ હોય તો તેની તો પ્રાપ્તિ ન થાય. પોતાનું સ્વરૂપ તો મોજૂદ છે, પણ ભૂલી રહ્યો
છે; જો ચેતીને દેખે તો પાસે જ છે. અહીં છ મહિનાનો અભ્યાસ કહ્યો તેથી એમ ન
સમજવું કે એટલો જ વખત લાગે. તેનું થવું તો અંતર્મૂહૂર્તમાત્રમાં જ છે, પરંતુ શિષ્યને બહુ

Page 94 of 642
PDF/HTML Page 125 of 673
single page version

कथं चिदन्वयप्रतिभासेऽप्यध्यवसानादयः पुद्गलस्वभावा इति चेत्
अट्ठविहं पि य कम्मं सव्वं पोग्गलमयं जिणा बेंति
जस्स फलं तं वुच्चदि दुक्खं ति विपच्चमाणस्स ।।४५।।
अष्टविधमपि च कर्म सर्वं पुद्गलमयं जिना ब्रुवन्ति
यस्य फलं तदुच्यते दुःखमिति विपच्यमानस्य ।।४५।।
अध्यवसानादिभावनिर्वर्तकमष्टविधमपि च कर्म समस्तमेव पुद्गलमयमिति किल सकलज्ञ-
प्रज्ञप्तिः तस्य तु यद्विपाककाष्ठामधिरूढस्य फलत्वेनाभिलप्यते तदनाकुलत्वलक्षणसौख्याख्यात्म-
स्वभावविलक्षणत्वात्किल दुःखं तदन्तःपातिन एव किलाकुलत्वलक्षणा अध्यवसानादिभावाः
કઠિન લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે. જો સમજવામાં બહુ કાળ લાગે તો છ
મહિનાથી અધિક નહિ લાગે; તેથી અન્ય નિષ્પ્રયોજન કોલાહલ છોડી આમાં લાગવાથી
જલદી સ્વરૂપની પ્રાપ્તિ થશે એવો ઉપદેશ છે. ૩૪.
હવે શિષ્ય પૂછે છે કે આ અધ્યવસાનાદિ ભાવો જીવ ન કહ્યા, અન્ય ચૈતન્યસ્વભાવ
જીવ કહ્યો; તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે, (ચૈતન્ય સિવાય
જડને તો દેખાતા નથી,) છતાં તેમને પુદ્ગલના સ્વભાવ કેમ કહ્યા
? તેના ઉત્તરનું ગાથાસૂત્ર
કહે છે
રે! કર્મ અષ્ટ પ્રકારનું જિન સર્વ પુદ્ગલમય કહે,
પરિપાક સમયે જેહનું ફળ દુઃખ નામ પ્રસિદ્ધ છે. ૪૫.
ગાથાર્થ[अष्टविधम् अपि च] આઠે પ્રકારનું [कर्म] કર્મ છે તે [सर्वं] સર્વ [पुद्गलमयं]
પુદ્ગલમય છે એમ [जिनाः] જિનભગવાન સર્વજ્ઞદેવો [ब्रुवन्ति] કહે છે[यस्य विपच्यमानस्य] જે
પક્વ થઈ ઉદયમાં આવતા કર્મનું [फलं] ફળ [ तत् ] પ્રસિદ્ધ [दुःखम्] દુઃખ છે [इति उच्यते]
એમ કહ્યું છે.
ટીકાઅધ્યવસાન આદિ સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારું જે આઠે પ્રકારનું
જ્ઞાનાવરણ આદિ કર્મ છે તે બધુંય પુદ્ગલમય છે એવું સર્વજ્ઞનું વચન છે. વિપાકની હદે
પહોંચેલા તે કર્મના ફળપણે જે કહેવામાં આવે છે તે (એટલે કે કર્મફળ), અનાકુળતાલક્ષણ
જે સુખ નામનો આત્મસ્વભાવ તેનાથી વિલક્ષણ હોવાથી, દુઃખ છે. તે દુઃખમાં જ

Page 95 of 642
PDF/HTML Page 126 of 673
single page version

ततो न ते चिदन्वयविभ्रमेऽप्यात्मस्वभावाः, किन्तु पुद्गलस्वभावाः
यद्यध्यवसानादयः पुद्गलस्वभावास्तदा कथं जीवत्वेन सूचिता इति चेत्
ववहारस्स दरीसणमुवएसो वण्णिदो जिणवरेहिं
जीवा एदे सव्वे अज्झवसाणादओ भावा ।।४६।।
व्यवहारस्य दर्शनमुपदेशो वर्णितो जिनवरैः
जीवा एते सर्वेऽध्यवसानादयो भावाः ।।४६।।
सर्वे एवैतेऽध्यवसानादयो भावाः जीवा इति यद्भगवद्भिः सकलज्ञैः प्रज्ञप्तं तदभूतार्थस्यापि
व्यवहारस्यापि दर्शनम् व्यवहारो हि व्यवहारिणां म्लेच्छभाषेव म्लेच्छानां परमार्थप्रतिपादकत्वाद-
परमार्थोऽपि तीर्थप्रवृत्तिनिमित्तं दर्शयितुं न्याय्य एव तमन्तरेण तु शरीराज्जीवस्य परमार्थतो
આકુળતાલક્ષણ અધ્યવસાન આદિ ભાવો સમાવેશ પામે છે; તેથી, જોકે તેઓ ચૈતન્ય સાથે
સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે તોપણ, તેઓ આત્માના સ્વભાવો નથી પણ પુદ્ગલ-
સ્વભાવો છે.
ભાવાર્થકર્મનો ઉદય આવે ત્યારે આ આત્મા દુઃખરૂપ પરિણમે છે અને દુઃખરૂપ
ભાવ છે તે અધ્યવસાન છે તેથી દુઃખરૂપ ભાવમાં (અધ્યવસાનમાં) ચેતનતાનો ભ્રમ ઊપજે
છે. પરમાર્થે દુઃખરૂપ ભાવ ચેતન નથી, કર્મજન્ય છે તેથી જડ જ છે.
હવે પૂછે છે કે જો અધ્યવસાનાદિ ભાવો છે તે પુદ્ગલસ્વભાવો છે તો સર્વજ્ઞના
આગમમાં તેમને જીવપણે કેમ કહેવામાં આવ્યા છે? તેના ઉત્તરનું ગાથાસૂત્ર કહે છેઃ
વ્યવહાર એ દર્શાવિયો જિનવર તણા ઉપદેશમાં,
આ સર્વ અધ્યવસાન આદિ ભાવ જ્યાં જીવ વર્ણવ્યા. ૪૬.
ગાથાર્થ[एते सर्वे] આ સર્વ [अध्यवसानादयः भावाः] અધ્યવસાનાદિ ભાવો છે તે
[जीवाः] જીવ છે એવો [जिनवरैः] જિનવરોએ [उपदेशः वर्णितः] જે ઉપદેશ વર્ણવ્યો છે તે
[व्यवहारस्य दर्शनम्] વ્યવહારનય દર્શાવ્યો છે.
ટીકાઆ બધાય અધ્યવસાનાદિ ભાવો જીવ છે એવું જે ભગવાન સર્વજ્ઞદેવોએ
કહ્યું છે તે, જોકે વ્યવહારનય અભૂતાર્થ છે તોપણ, વ્યવહારનયને પણ દર્શાવ્યો છે; કારણ
કે જેમ મ્લેચ્છભાષા મ્લેચ્છોને વસ્તુસ્વરૂપ જણાવે છે તેમ વ્યવહારનય વ્યવહારી જીવોને

Page 96 of 642
PDF/HTML Page 127 of 673
single page version

भेददर्शनात्त्रसस्थावराणां भस्मन इव निःशङ्कमुपमर्दनेन हिंसाऽभावाद्भवत्येव बन्धस्याभावः तथा
रक्तद्विष्टविमूढो जीवो बध्यमानो मोचनीय इति रागद्वेषमोहेभ्यो जीवस्य परमार्थतो भेददर्शनेन
मोक्षोपायपरिग्रहणाभावात् भवत्येव मोक्षस्याभावः
अथ केन दृष्टान्तेन प्रवृत्तो व्यवहार इति चेत्
राया हु णिग्गदो त्ति य एसो बलसमुदयस्स आदेसो
ववहारेण दु वुच्चदि तत्थेक्को णिग्गदो राया ।।४७।।
પરમાર્થનો કહેનાર છે તેથી, અપરમાર્થભૂત હોવા છતાં પણ, ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટે
(વ્યવહારનય) દર્શાવવો ન્યાયસંગત જ છે. પરંતુ જો વ્યવહાર ન દર્શાવવામાં આવે તો,
પરમાર્થે (
પરમાર્થનયે) શરીરથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી, જેમ ભસ્મને
મસળી નાખવામાં હિંસાનો અભાવ છે તેમ, ત્રસસ્થાવર જીવોનું નિઃશંકપણે મર્દન (ઘાત)
કરવામાં પણ હિંસાનો અભાવ ઠરશે અને તેથી બંધનો જ અભાવ ઠરશે; વળી પરમાર્થ દ્વારા
રાગ-દ્વેષ-મોહથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી, ‘રાગી, દ્વેષી, મોહી જીવ કર્મથી
બંધાય છે તેને છોડાવવો’
એમ મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે અને તેથી મોક્ષનો
જ અભાવ થશે. (આમ જો વ્યવહારનય ન દર્શાવવામાં આવે તો બંધ-મોક્ષનો અભાવ
ઠરે છે.)
ભાવાર્થપરમાર્થનય તો જીવને શરીર તથા રાગદ્વેષમોહથી ભિન્ન કહે છે. જો તેનો
એકાંત કરવામાં આવે તો શરીર તથા રાગદ્વેષમોહ પુદ્ગલમય ઠરે અને તો પછી પુદ્ગલને
ઘાતવાથી હિંસા થતી નથી અને રાગદ્વેષમોહથી બંધ થતો નથી. આમ, પરમાર્થથી જે સંસાર-
મોક્ષ બન્નેનો અભાવ કહ્યો છે તે જ એકાંતે ઠરશે. પરંતુ આવું એકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ નથી;
અવસ્તુનું શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ અવસ્તુરૂપ જ છે. માટે વ્યવહારનયનો ઉપદેશ ન્યાયપ્રાપ્ત
છે. આ રીતે સ્યાદ્વાદથી બન્ને નયોનો વિરોધ મટાડી શ્રદ્ધાન કરવું તે સમ્યક્ત્વ છે.
હવે શિષ્ય પૂછે છે કે આ વ્યવહારનય કયા દ્રષ્ટાંતથી પ્રવર્ત્યો છે? તેનો ઉત્તર કહે
છે
નિર્ગમન આ નૃપનું થયુંનિર્દેશ સૈન્યસમૂહને,
વ્યવહારથી કહેવાય એ, પણ ભૂપ એમાં એક છે; ૪૭.

Page 97 of 642
PDF/HTML Page 128 of 673
single page version

एमेव य ववहारो अज्झवसाणादिअण्णभावाणं
जीवो त्ति कदो सुत्ते तत्थेक्को णिच्छिदो जीवो ।।४८।।
राजा खलु निर्गत इत्येष बलसमुदयस्यादेशः
व्यवहारेण तूच्यते तत्रैको निर्गतो राजा ।।४७।।
एवमेव च व्यवहारोऽध्यवसानाद्यन्यभावानाम्
जीव इति कृतः सूत्रे तत्रैको निश्चितो जीवः ।।४८।।
यथैष राजा पंच योजनान्यभिव्याप्य निष्क्रामतीत्येकस्य पंच योजनान्यभिव्याप्तुम-
शक्यत्वाद्वयवहारिणां बलसमुदाये राजेति व्यवहारः, परमार्थतस्त्वेक एव राजा; तथैष जीवः समग्रं
रागग्राममभिव्याप्य प्रवर्तत इत्येकस्य समग्रं रागग्राममभिव्याप्तुमशक्यत्वाद्वयवहारिणामध्यव-
सानादिष्वन्यभावेषु जीव इति व्यवहारः, परमार्थतस्त्वेक एव जीवः
ત્યમ સર્વ અધ્યવસાન આદિ અન્યભાવો જીવ છે,
સૂત્રે કર્યો વ્યવહાર, પણ ત્યાં જીવ નિશ્ચય એક છે. ૪૮.
ગાથાર્થજેમ કોઈ રાજા સેના સહિત નીકળ્યો ત્યાં [राजा खलु निर्गतः] ‘આ રાજા
નીકળ્યો’ [इति एषः] એમ આ જે [बलसमुदयस्य] સેનાના સમુદાયને [आदेशः] કહેવામાં આવે
છે તે [व्यवहारेण तु उच्यते] વ્યવહારથી કહેવામાં આવે છે, [तत्र] તે સેનામાં (વાસ્તવિકપણે)
[एकः निर्गतः राजा] રાજા તો એક જ નીકળ્યો છે; [एवम् एव च] તેવી જ રીતે [अध्यवसानाद्यन्य-
भावानाम्] અધ્યવસાન આદિ અન્યભાવોને [जीवः इति] ‘(આ) જીવ છે’ એમ [सूत्रे]
પરમાગમમાં કહ્યું છે તે [व्यवहारः कृतः] વ્યવહાર કર્યો છે, [तत्र निश्चितः] નિશ્ચયથી
વિચારવામાં આવે તો તેમનામાં [जीवः एकः] જીવ તો એક જ છે.
ટીકાઃજેમ આ રાજા પાંચ યોજનના ફેલાવથી નીકળી રહ્યો છે એમ કહેવું તે, એક
રાજાનું પાંચ યોજનમાં ફેલાવું અશક્ય હોવાથી, વ્યવહારી લોકોનો સેનાસમુદાયમાં રાજા
કહેવારૂપ વ્યવહાર છે; પરમાર્થથી તો રાજા એક જ છે, (સેના રાજા નથી); તેવી રીતે આ
જીવ સમગ્ર રાગગ્રામમાં (
રાગનાં સ્થાનોમાં) વ્યાપીને પ્રવર્તી રહ્યો છે એમ કહેવું તે, એક
જીવનું સમગ્ર રાગગ્રામમાં વ્યાપવું અશક્ય હોવાથી, વ્યવહારી લોકોનો અધ્યવસાનાદિક
અન્યભાવોમાં જીવ કહેવારૂપ વ્યવહાર છે; પરમાર્થથી તો જીવ એક જ છે, (અધ્યવસાનાદિક
ભાવો જીવ નથી).
13

Page 98 of 642
PDF/HTML Page 129 of 673
single page version

यद्येवं तर्हि किंलक्षणोऽसावेकष्टङ्कोत्कीर्णः परमार्थजीव इति पृष्टः प्राह
अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसद्दं
जाण अलिंगग्गहणं जीवमणिद्दिट्ठसंठाणं ।।४९।।
अरसमरूपमगन्धमव्यक्तं चेतनागुणमशब्दम्
जानीहि अलिङ्गग्रहणं जीवमनिर्दिष्टसंस्थानम् ।।४९।।
यः खलु पुद्गलद्रव्यादन्यत्वेनाविद्यमानरसगुणत्वात्, पुद्गलद्रव्यगुणेभ्यो भिन्नत्वेन
स्वयमरसगुणत्वात्, परमार्थतः पुद्गलद्रव्यस्वामित्वाभावाद्द्रव्येन्द्रियावष्टम्भेनारसनात्, स्वभावतः
क्षायोपशमिकभावाभावाद्भावेन्द्रियावलम्बेनारसनात्, सकलसाधारणैकसंवेदनपरिणामस्वभावत्वा-
त्केवलरसवेदनापरिणामापन्नत्वेनारसनात्, सकलज्ञेयज्ञायकतादात्म्यस्य निषेधाद्रसपरिच्छेदपरिणत-
હવે શિષ્ય પૂછે છે કે એ અધ્યવસાનાદિ ભાવો છે તે જીવ નથી તો તે એક, ટંકોત્કીર્ણ,
પરમાર્થસ્વરૂપ જીવ કેવો છે? તેનું લક્ષણ શું છે? એ પ્રશ્નનો ઉત્તર કહે છેઃ
જીવ ચેતનાગુણ, શબ્દ-રસ-રૂપ-ગંધ-વ્યક્તિવિહીન છે,
નિર્દિષ્ટ નહિ સંસ્થાન જીવનું, ગ્રહણ લિંગ થકી નહીં. ૪૯.
ગાથાર્થહે ભવ્ય! તું [जीवम्] જીવને [अरसम्] રસરહિત, [अरूपम्] રૂપરહિત,
[अगन्धम्] ગંધરહિત, [अव्यक्तं] અવ્યક્ત અર્થાત્ ઇંદ્રિયોને ગોચર નથી એવો, [चेतनागुणम्]
ચેતના જેનો ગુણ છે એવો, [अशब्दम्] શબ્દરહિત, [अलिङ्गग्रहणं] કોઈ ચિહ્નથી જેનું ગ્રહણ
નથી એવો અને [अनिर्दिष्टसंस्थानम्] જેનો કોઈ આકાર કહેવાતો નથી એવો [जानीहि] જાણ.
ટીકાજે જીવ છે તે ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં રસગુણ વિદ્યમાન
નથી માટે અરસ છે. ૧. પુદ્ગલદ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ રસગુણ નથી
માટે અરસ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના
આલંબન વડે પણ રસ ચાખતો નથી માટે અરસ છે. ૩. પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં
આવે તો ક્ષાયોપશમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ
રસ ચાખતો નથી માટે અરસ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ
સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રસવેદનાપરિણામને પામીને રસ
ચાખતો નથી માટે અરસ છે. ૫. (તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે પરંતુ) સકલ
જ્ઞેયજ્ઞાયકના તાદાત્મ્યનો (-એકરૂપ થવાનો) નિષેધ હોવાથી રસના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં

Page 99 of 642
PDF/HTML Page 130 of 673
single page version

त्वेऽपि स्वयं रसरूपेणापरिणमनाच्चारसः तथा पुद्गलद्रव्यादन्यत्वेनाविद्यमानरूपगुणत्वात्,
पुद्गलद्रव्यगुणेभ्यो भिन्नत्वेन स्वयमरूपगुणत्वात्, परमार्थतः पुद्गलद्रव्यस्वामित्वाभावा-
द्द्रव्येन्द्रियावष्टम्भेनारूपणात्, स्वभावतः क्षायोपशमिकभावाभावाद्भावेन्द्रियावलम्बेनारूपणात्,
सकलसाधारणैकसंवेदनपरिणामस्वभावत्वात्केवलरूपवेदनापरिणामापन्नत्वेनारूपणात्, सकलज्ञेय-
ज्ञायकतादात्म्यस्य निषेधाद्रूपपरिच्छेदपरिणतत्वेऽपि स्वयं रूपरूपेणापरिणमनाच्चारूपः
तथा
पुद्गलद्रव्यादन्यत्वेनाविद्यमानगन्धगुणत्वात्, पुद्गलद्रव्यगुणेभ्यो भिन्नत्वेन स्वयमगन्धगुणत्वात्,
परमार्थतः पुद्गलद्रव्यस्वामित्वाभावाद्द्रव्येन्द्रियावष्टम्भेनागन्धनात्, स्वभावतः क्षायोपशमिकभावा-
भावाद्भावेन्द्रियावलम्बेनागन्धनात्, सकलसाधारणैकसंवेदनपरिणामस्वभावत्वात्केवलगन्धवेदना-
परिणामापन्नत्वेनागन्धनात्, सकलज्ञेयज्ञायकतादात्म्यस्य निषेधाद्गन्धपरिच्छेदपरिणतत्वेऽपि स्वयं
પણ પોતે રસરૂપે પરિણમતો નથી માટે અરસ છે. ૬. આમ છ પ્રકારે રસના નિષેધથી તે
અરસ છે.
એ રીતે, જીવ ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં રૂપગુણ વિદ્યમાન નથી
માટે અરૂપ છે. ૧. પુદ્ગલદ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ રૂપગુણ નથી માટે
અરૂપ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના
આલંબન વડે પણ રૂપ દેખતો નથી માટે અરૂપ છે. ૩. પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં
આવે તો ક્ષાયોપશમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ
રૂપ દેખતો નથી માટે અરૂપ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ
સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રૂપવેદનાપરિણામને પામીને રૂપ
દેખતો નથી માટે અરૂપ છે. ૫. (તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે પરંતુ) સકલ જ્ઞેયજ્ઞાયકના
તાદાત્મ્યનો નિષેધ હોવાથી રૂપના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે રૂપરૂપે પરિણમતો નથી
માટે અરૂપ છે. ૬. આમ છ પ્રકારે રૂપના નિષેધથી તે અરૂપ છે.
એ રીતે, જીવ ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં ગંધગુણ વિદ્યમાન નથી
માટે અગંધ છે. ૧. પુદ્ગલદ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ ગંધગુણ નથી માટે
અગંધ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના
આલંબન વડે પણ ગંધ સૂંઘતો નથી માટે અગંધ છે. ૩. પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં
આવે તો ક્ષાયોપશમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ
ગંધ સૂંઘતો નથી માટે અગંધ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ
સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક ગંધવેદનાપરિણામને પામીને ગંધ

Page 100 of 642
PDF/HTML Page 131 of 673
single page version

गन्धरूपेणापरिणमनाच्चागन्धः तथा पुद्गलद्रव्यादन्यत्वेनाविद्यमानस्पर्शगुणत्वात्, पुद्गलद्रव्यगुणेभ्यो
भिन्नत्वेन स्वयमस्पर्शगुणत्वात्, परमार्थतः पुद्गलद्रव्यस्वामित्वाभावाद्द्रव्येन्द्रियावष्टम्भेनास्पर्शनात्,
स्वभावतः क्षायोपशमिकभावाभावाद्भावेन्द्रियावलम्बेनास्पर्शनात्, सकलसाधारणैकसंवेदनपरिणाम-
स्वभावत्वात्केवलस्पर्शवेदनापरिणामापन्नत्वेनास्पर्शनात्, सकलज्ञेयज्ञायकतादात्म्यस्य निषेधात्स्पर्श-
परिच्छेदपरिणतत्वेऽपि स्वयं स्पर्शरूपेणापरिणमनाच्चास्पर्शः
तथा पुद्गलद्रव्यादन्यत्वेनाविद्यमान-
शब्दपर्यायत्वात्, पुद्गलद्रव्यपर्यायेभ्यो भिन्नत्वेन स्वयमशब्दपर्यायत्वात्, परमार्थतः पुद्गलद्रव्य-
स्वामित्वाभावाद्द्रव्येन्द्रियावष्टम्भेन शब्दाश्रवणात्, स्वभावतः क्षायोपशमिकभावाभावाद्भावे-
न्द्रियावलम्बेन शब्दाश्रवणात्, सकलसाधारणैक संवेदनपरिणामस्वभावत्वात्केवलशब्दवेदना-
परिणामापन्नत्वेन शब्दाश्रवणात्, सकलज्ञेयज्ञायकतादात्म्यस्य निषेधाच्छब्दपरिच्छेदपरिणतत्वेऽपि
સૂંઘતો નથી માટે અગંધ છે. ૫. (તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે. પરંતુ) સકલ
જ્ઞેયજ્ઞાયકના તાદાત્મ્યનો નિષેધ હોવાથી ગંધના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે ગંધરૂપે
પરિણમતો નથી માટે અગંધ છે. ૬. આમ છ પ્રકારે ગંધના નિષેધથી તે અગંધ છે.
એ રીતે, જીવ ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં સ્પર્શગુણ વિદ્યમાન નથી માટે
અસ્પર્શ છે. ૧. પુદ્ગલદ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ સ્પર્શગુણ નથી માટે
અસ્પર્શ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના
આલંબન વડે પણ સ્પર્શને સ્પર્શતો નથી માટે અસ્પર્શ છે. ૩. પોતાના સ્વભાવની દ્રષ્ટિથી
જોવામાં આવે તો ક્ષાયોપશમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન
વડે પણ સ્પર્શને સ્પર્શતો નથી માટે અસ્પર્શ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા
એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક સ્પર્શવેદનાપરિણામને પામીને
સ્પર્શને સ્પર્શતો નથી માટે અસ્પર્શ છે. ૫. (
તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે પરંતુ) સકલ
જ્ઞેયજ્ઞાયકના તાદાત્મ્યનો નિષેધ હોવાથી સ્પર્શના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે સ્પર્શરૂપે
પરિણમતો નથી માટે અસ્પર્શ છે. ૬. આમ છ પ્રકારે સ્પર્શના નિષેધથી તે અસ્પર્શ છે.
એ રીતે, જીવ ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં શબ્દપર્યાય વિદ્યમાન નથી
માટે અશબ્દ છે. ૧. પુદ્ગલદ્રવ્યના પર્યાયોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ શબ્દપર્યાય નથી
માટે અશબ્દ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના
આલંબન વડે પણ શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે. ૩. પોતાના સ્વભાવની દ્રષ્ટિથી
જોવામાં આવે તો ક્ષાયોપશમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન
વડે પણ શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ

Page 101 of 642
PDF/HTML Page 132 of 673
single page version

એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક શબ્દવેદના-
પરિણામને પામીને શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે. ૫. (તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન
થાય છે પરંતુ) સકલ જ્ઞેયજ્ઞાયકના તાદાત્મ્યનો નિષેધ હોવાથી શબ્દના જ્ઞાનરૂપે પરિણમતાં
છતાં પણ પોતે શબ્દરૂપે પરિણમતો નથી માટે અશબ્દ છે. ૬. આમ છ પ્રકારે શબ્દના
નિષેધથી તે અશબ્દ છે.
(હવે ‘અનિર્દિષ્ટસંસ્થાન’ વિશેષણ સમજાવે છે) પુદ્ગલદ્રવ્ય વડે રચાયેલું જે
શરીર તેના સંસ્થાન(આકાર)થી જીવને સંસ્થાનવાળો કહી શકાતો નથી માટે જીવ
અનિર્દિષ્ટસંસ્થાન છે. ૧. પોતાના નિયત સ્વભાવથી અનિયત સંસ્થાનવાળા અનંત શરીરોમાં
રહે છે માટે અનિર્દિષ્ટસંસ્થાન છે. ૨. સંસ્થાન નામકર્મનો વિપાક (ફળ) પુદ્ગલોમાં જ
કહેવામાં આવે છે (તેથી તેના નિમિત્તથી પણ આકાર નથી) માટે અનિર્દિષ્ટસંસ્થાન છે. ૩.
જુદાં જુદાં સંસ્થાનરૂપે પરિણમેલી સમસ્ત વસ્તુઓનાં સ્વરૂપ સાથે જેની સ્વાભાવિક
સંવેદનશક્તિ સંબંધિત (અર્થાત
્ તદાકાર) છે એવો હોવા છતાં પણ જેને સમસ્ત લોકના
મિલાપથી (સંબંધથી) રહિત નિર્મળ (જ્ઞાનમાત્ર) અનુભૂતિ થઈ રહી છે એવો હોવાથી પોતે
અત્યંતપણે સંસ્થાન વિનાનો છે માટે અનિર્દિષ્ટસંસ્થાન છે. ૪. આમ ચાર હેતુથી સંસ્થાનનો
નિષેધ કહ્યો.
(હવે ‘અવ્યક્ત’ વિશેષણને સિદ્ધ કરે છે) છ દ્રવ્યસ્વરૂપ લોક જે જ્ઞેય છે અને
વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. ૧. કષાયોનો સમૂહ જે ભાવકભાવ વ્યક્ત
છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. ૨. ચિત્સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ
નિમગ્ન (અંતર્ભૂત) છે માટે અવ્યક્ત છે. ૩. ક્ષણિક વ્યક્તિમાત્ર નથી માટે અવ્યક્ત છે. ૪.
વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને
स्वयं शब्दरूपेणापरिणमनाच्चाशब्दः द्रव्यान्तरारब्धशरीरसंस्थानेनैव संस्थान इति निर्देष्टुमशक्यत्वात्,
नियतस्वभावेनानियतसंस्थानानन्तशरीरवर्तित्वात्, संस्थाननामकर्मविपाकस्य पुद्गलेषु निर्दिश्यमान-
त्वात्, प्रतिविशिष्टसंस्थानपरिणतसमस्तवस्तुतत्त्वसंवलितसहजसंवेदनशक्तित्वेऽपि स्वयमखिललोक-
संवलनशून्योपजायमाननिर्मलानुभूतितयात्यन्तमसंस्थानत्वाच्चानिर्दिष्टसंस्थानः
षड्द्रव्यात्मकलोका-
ज्ज्ञेयाद्वयक्तादन्यत्वात्, कषायचक्राद्भावकाद्वयक्तादन्यत्वात्, चित्सामान्यनिमग्नसमस्तव्यक्तित्वात्,
क्षणिकव्यक्तिमात्राभावात्, व्यक्ताव्यक्तविमिश्रप्रतिभासेऽपि व्यक्तास्पर्शत्वात्, स्वयमेव हि बहिरन्तः
स्फु टमनुभूयमानत्वेऽपि व्यक्तोपेक्षणेन प्रद्योतमानत्वाच्चाव्यक्तः
रसरूपगन्धस्पर्शशब्दसंस्थानव्यक्तत्वा-
भावेऽपि स्वसंवेदनबलेन नित्यमात्मप्रत्यक्षत्वे सत्यनुमेयमात्रत्वाभावादलिङ्गग्रहणः समस्त-

Page 102 of 642
PDF/HTML Page 133 of 673
single page version

સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે. ૫. પોતે પોતાથી જ બાહ્ય-અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો
હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન (પ્રકાશમાન) છે માટે
અવ્યક્ત છે. ૬. આમ છ હેતુથી અવ્યક્તપણું સિદ્ધ કર્યું.
આ પ્રમાણે રસ, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ, સંસ્થાન અને વ્યક્તપણાનો અભાવ હોવા
છતાં પણ સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી અનુમાનગોચરમાત્રપણાના અભાવને
લીધે (જીવને) અલિંગગ્રહણ કહેવામાં આવે છે.
પોતાના અનુભવમાં આવતા ચેતનાગુણ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે તેથી
(જીવ) ચેતનાગુણવાળો છે. કેવો છે ચેતનાગુણ? જે સમસ્ત વિપ્રતિપત્તિઓનો (જીવને અન્ય
પ્રકારે માનવારૂપ ઝઘડાઓનો) નાશ કરનાર છે, જેણે પોતાનું સર્વસ્વ ભેદજ્ઞાની જીવોને સોંપી
દીધું છે, જે સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરી જાણે કે અત્યંત તૃપ્તિ વડે ઠરી ગયો હોય
તેમ (અર્થાત્
અત્યંત સ્વરૂપ-સૌખ્ય વડે તૃપ્ત તૃપ્ત હોવાને લીધે સ્વરૂપમાંથી બહાર નીકળવાનો
અનુદ્યમી હોય તેમ) સર્વ કાળે કિંચિત્માત્ર પણ ચલાયમાન થતો નથી અને એ રીતે સદાય
જરા પણ નહિ ચળતું અન્યદ્રવ્યથી અસાધારણપણું હોવાથી જે (અસાધારણ) સ્વભાવભૂત છે.
આવો ચૈતન્યરૂપ પરમાર્થસ્વરૂપ જીવ છે. જેનો પ્રકાશ નિર્મળ છે એવો આ
ભગવાન આ લોકમાં એક, ટંકોત્કીર્ણ, ભિન્ન જ્યોતિરૂપ વિરાજમાન છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહી એવા આત્માના અનુભવની પ્રેરણા કરે છે
શ્લોકાર્થ[ चित्-शक्ति-रिक्तं ] ચિત્શક્તિથી રહિત [ सकलम् अपि ] અન્ય સકળ
ભાવોને [अह्नाय] મૂળથી [विहाय] છોડીને [च] અને [स्फु टतरम्] પ્રગટપણે [स्वं चित्-शक्तिमात्रम्]
विप्रतिपत्तिप्रमाथिना विवेचकजनसमर्पितसर्वस्वेन सकलमपि लोकालोकं कवलीकृत्यात्यन्तसौहित्य-
मन्थरेणेव सकलकालमेव मनागप्यविचलितानन्यसाधारणतया स्वभावभूतेन स्वयमनुभूयमानेन
चेतनागुणेन नित्यमेवान्तःप्रकाशमानत्वात् चेतनागुणश्च
स खलु भगवानमलालोक
इहैकष्टङ्कोत्कीर्णः प्रत्यग्ज्योतिर्जीवः
(मालिनी)
सकलमपि विहायाह्नाय चिच्छक्तिरिक्तं
स्फु टतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रम्
इममुपरि चरन्तं चारु विश्वस्य साक्षात्
कलयतु परमात्मात्मानमात्मन्यनन्तम्
।।३५।।

Page 103 of 642
PDF/HTML Page 134 of 673
single page version

પોતાના ચિત્શક્તિમાત્ર ભાવનું [अवगाह्य] અવગાહન કરીને, [आत्मा] ભવ્ય આત્મા [विश्वस्य
उपरि] સમસ્ત પદાર્થસમૂહરૂપ લોકના ઉપર [चारु चरन्तं] સુંદર રીતે પ્રવર્તતા એવા [इमम्]
[परम्] એક કેવળ [अनन्तम्] અવિનાશી [आत्मानम्] આત્માનો [आत्मनि] આત્મામાં જ
[साक्षात् कलयतु] અભ્યાસ કરો, સાક્ષાત્ અનુભવ કરો.
ભાવાર્થઆ આત્મા પરમાર્થે સમસ્ત અન્યભાવોથી રહિત ચૈતન્યશક્તિમાત્ર છે;
તેના અનુભવનો અભ્યાસ કરો એમ ઉપદેશ છે. ૩૫.
હવે ચિત્શક્તિથી અન્ય જે ભાવો છે તે બધા પુદ્ગલદ્રવ્યસંબંધી છે એવી આગળની
(છ) ગાથાની સૂચનિકારૂપે શ્લોક કહે છેઃ
શ્લોકાર્થ[चित्-शक्ति-व्याप्त-सर्वस्व-सारः] ચૈતન્યશક્તિથી વ્યાપ્ત જેનો સર્વસ્વ-સાર
છે એવો [अयम् जीवः] આ જીવ [इयान्] એટલો જ માત્ર છે; [अतः अतिरिक्ताः]
ચિત્શક્તિથી શૂન્ય [अमी भावाः] જે આ ભાવો છે [सर्वे अपि] તે બધાય [पौद्गलिकाः]
પુદ્ગલજન્ય છેપુદ્ગલના જ છે. ૩૬.
એવા એ ભાવોનું વ્યાખ્યાન છ ગાથાઓમાં કરે છે
નથી વર્ણ જીવને, ગંધ નહિ, નહિ સ્પર્શ, રસ જીવને નહીં,
નહિ રૂપ કે ન શરીર, નહિ સંસ્થાન, સંહનને નહીં; ૫૦.
નથી રાગ જીવને, દ્વેષ નહિ, વળી મોહ જીવને છે નહીં,
નહિ પ્રત્યયો, નહિ કર્મ કે નોકર્મ પણ જીવને નહીં; ૫૧.
(अनुष्टुभ्)
चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयम्
अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौद्गलिका अमी ।।३६।।
जीवस्स णत्थि वण्णो ण वि गंधो ण वि रसो ण वि य फासो
ण वि रूवं ण सरीरं ण वि संठाणं ण संहणणं ।।५०।।
जीवस्स णत्थि रागो ण वि दोसो णेव विज्जदे मोहो
णो पच्चया ण कम्मं णोकम्मं चावि से णत्थि ।।५१।।

Page 104 of 642
PDF/HTML Page 135 of 673
single page version

નથી વર્ગ જીવને, વર્ગણા નહિ, સ્પર્ધકો કંઈ છે નહીં,
અધ્યાત્મસ્થાન ન જીવને, અનુભાગસ્થાનો પણ નહીં; ૫૨.
જીવને નથી કંઈ યોગસ્થાનો, બંધસ્થાનો છે નહીં,
નહિ ઉદયસ્થાનો જીવને, કો માર્ગણાસ્થાનો નહીં; ૫૩.
સ્થિતિબંધસ્થાન ન જીવને, સંકલેશસ્થાનો પણ નહીં,
સ્થાનો વિશુદ્ધિ તણાં ન, સંયમલબ્ધિનાં સ્થાનો નહીં; ૫૪.
નથી જીવસ્થાનો જીવને, ગુણસ્થાન પણ જીવને નહીં,
પરિણામ પુદ્ગલદ્રવ્યના આ સર્વ હોવાથી નક્કી. ૫૫.
ગાથાર્થ[जीवस्य] જીવને [वर्णः] વર્ણ [नास्ति] નથી, [न अपि गन्धः] ગંધ પણ
નથી, [रसः अपि न] રસ પણ નથી [च] અને [स्पर्शः अपि न] સ્પર્શ પણ નથી, [रूपं अपि
न] રૂપ પણ નથી, [न शरीरं] શરીર પણ નથી, [संस्थानं अपि न] સંસ્થાન પણ નથી, [संहननम्
न] સંહનન પણ નથી; [जीवस्य] જીવને [रागः नास्ति] રાગ પણ નથી, [द्वेषः अपि न] દ્વેષ
जीवस्स णत्थि वग्गो ण वग्गणा णेव फड्ढया केई
णो अज्झप्पट्ठाणा णेव य अणुभागठाणाणि ।।५२।।
जीवस्स णत्थि केई जोयट्ठाणा ण बंधठाणा वा
णेव य उदयट्ठाणा ण मग्गणट्ठाणया केई ।।५३।।
णो ठिदिबंधट्ठाणा जीवस्स ण संकिलेसठाणा वा
णेव विसोहिट्ठाणा णो संजमलद्धिठाणा वा ।।५४।।
णेव य जीवट्ठाणा ण गुणट्ठाणा य अत्थि जीवस्स
जेण दु एदे सव्वे पोग्गलदव्वस्स परिणामा ।।५५।।
जीवस्य नास्ति वर्णो नापि गन्धो नापि रसो नापि च स्पर्शः
नापि रूपं न शरीरं नापि संस्थानं न संहननम् ।।५०।।

Page 105 of 642
PDF/HTML Page 136 of 673
single page version

પણ નથી, [मोहः] મોહ પણ [न एव विद्यते] વિદ્યમાન નથી, [प्रत्ययाः नो] પ્રત્યયો (આસ્રવો)
પણ નથી, [कर्म न] કર્મ પણ નથી [च] અને [नोकर्म अपि] નોકર્મ પણ [तस्य नास्ति] તેને
નથી; [जीवस्य] જીવને [वर्गः नास्ति] વર્ગ નથી, [वर्गणा न] વર્ગણા નથી, [कानिचित् स्पर्धकानि
न एव] કોઈ સ્પર્ધકો પણ નથી, [अध्यात्मस्थानानि नो] અધ્યાત્મસ્થાનો પણ નથી [च] અને
[अनुभागस्थानानि] અનુભાગસ્થાનો પણ [न एव] નથી; [जीवस्य] જીવને [कानिचित्
योगस्थानानि] કોઈ યોગસ્થાનો પણ [न सन्ति] નથી [वा] અથવા [बन्धस्थानानि न] બંધસ્થાનો
પણ નથી, [च] વળી [उदयस्थानानि] ઉદયસ્થાનો પણ [न एव] નથી, [कानिचित् मार्गणास्थानानि
न] કોઈ માર્ગણાસ્થાનો પણ નથી; [जीवस्य] જીવને [स्थितिबन्धस्थानानि नो] સ્થિતિબંધસ્થાનો
પણ નથી [वा] અથવા [संक्लेशस्थानानि न] સંક્લેશસ્થાનો પણ નથી, [विशुद्धिस्थानानि]
વિશુદ્ધિસ્થાનો પણ [न एव] નથી [वा] અથવા [संयमलब्धिस्थानानि] સંયમલબ્ધિસ્થાનો પણ [नो]
નથી; [च] વળી [जीवस्य] જીવને [जीवस्थानानि] જીવસ્થાનો પણ [न एव] નથી [वा] અથવા
[गुणस्थानानि] ગુણસ્થાનો પણ [न सन्ति] નથી; [येन तु] કારણ કે [एते सर्वे] આ બધા
[पुद्गलद्रव्यस्य] પુદ્ગલદ્રવ્યના [परिणामाः] પરિણામ છે.
ટીકાજે કાળો, લીલો, પીળો, રાતો અથવા ધોળો વર્ણ છે તે બધોય જીવને નથી
કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧. જે સુરભિ
जीवस्य नास्ति रागो नापि द्वेषो नैव विद्यते मोहः
नो प्रत्यया न कर्म नोकर्म चापि तस्य नास्ति ।।५१।।
जीवस्य नास्ति वर्गो न वर्गणा नैव स्पर्धकानि कानिचित्
नो अध्यात्मस्थानानि नैव चानुभागस्थानानि ।।५२।।
जीवस्य न सन्ति कानिचिद्योगस्थानानि न बन्धस्थानानि वा
नैव चोदयस्थानानि न मार्गणास्थानानि कानिचित् ।।५३।।
नो स्थितिबन्धस्थानानि जीवस्य न संक्लेशस्थानानि वा
नैव विशुद्धिस्थानानि नो संयमलब्धिस्थानानि वा ।।५४।।
नैव च जीवस्थानानि न गुणस्थानानि वा सन्ति जीवस्य
येन त्वेते सर्वे पुद्गलद्रव्यस्य परिणामाः ।।५५।।
यः कृष्णो हरितः पीतो रक्तः श्वेतो वा वर्णः स सर्वोऽपि नास्ति जीवस्य, पुद्गल-
द्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् यः सुरभिर्दुरभिर्वा गन्धः स सर्वोऽपि नास्ति जीवस्य,
14

Page 106 of 642
PDF/HTML Page 137 of 673
single page version

અથવા દુરભિ ગંધ છે તે બધીયે જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી
(
પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨. જે કડવો, કષાયલો, તીખો, ખાટો અથવા મીઠો રસ છે
તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી
ભિન્ન છે. ૩. જે ચીકણો, લૂખો, શીત, ઉષ્ણ, ભારે, હલકો, કોમળ અથવા કઠોર સ્પર્શ છે તે
બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (
પોતાની) અનુભૂતિથી ભિન્ન
છે. ૪. જે સ્પર્શાદિસામાન્યપરિણામમાત્ર રૂપ છે તે જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના
પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૫. જે ઔદારિક, વૈક્રિયિક, આહારક,
તૈજસ અથવા કાર્મણ શરીર છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય
હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૬. જે સમચતુરસ્ર, ન્યગ્રોધપરિમંડળ, સ્વાતિક, કુબ્જક,
વામન અથવા હુંડક સંસ્થાન છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય
હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૭. જે વજ્રર્ષભનારાચ, વજ્રનારાચ, નારાચ,
અર્ધનારાચ, કીલિકા અથવા અસંપ્રાપ્તાસૃપાટિકા સંહનન છે તે બધુંય જીવને નથી કારણ કે તે
પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૮. જે પ્રીતિરૂપ રાગ છે
તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી
ભિન્ન છે. ૯. જે અપ્રીતિરૂપ દ્વેષ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય
હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૦. જે યથાર્થ તત્ત્વની અપ્રતિપત્તિરૂપ (અપ્રાપ્તિરૂપ)
पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् यः कटुकः कषायः तिक्तोऽम्लो मधुरो वा रसः
स सर्वोऽपि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् यः स्निग्धो
रूक्षः शीतः उष्णो गुरुर्लघुर्मृदुः कठिनो वा स्पर्शः स सर्वोऽपि नास्ति जीवस्य,
पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्
यत्स्पर्शादिसामान्यपरिणाममात्रं रूपं तन्नास्ति
जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् यदौदारिकं वैक्रियिकमाहारकं तैजसं
कार्मणं वा शरीरं तत्सर्वमपि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्
सत्समचतुरस्रं न्यग्रोधपरिमण्डलं स्वाति कुब्जं वामनं हुण्डं वा संस्थानं तत्सर्वमपि नास्ति जीवस्य,
पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्
यद्वज्रर्षभनाराचं वज्रनाराचं नाराचमर्धनाराचं
कीलिका असम्प्राप्तासृपाटिका वा संहननं तत्सर्वमपि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे
सत्यनुभूतेर्भिन्नत्वात्
यः प्रीतिरूपो रागः स सर्वोऽपि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे
सत्यनुभूतेर्भिन्नत्वात् योऽप्रीतिरूपो द्वेषः स सर्वोऽपि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे
सत्यनुभूतेर्भिन्नत्वात् यस्तत्त्वाप्रतिपत्तिरूपो मोहः स सर्वोऽपि नास्ति जीवस्य,

Page 107 of 642
PDF/HTML Page 138 of 673
single page version

મોહ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની)
અનુભૂતિથી ભિન્ન છે. ૧૧. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ જેમનાં લક્ષણ છે એવા જે
પ્રત્યયો તે બધાય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની)
અનુભૂતિથી ભિન્ન છે. ૧૨. જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ,
ગોત્ર અને અંતરાયરૂપ કર્મ છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય
હોવાથી (
પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૩. જે છ પર્યાપ્તિયોગ્ય અને ત્રણ શરીરયોગ્ય
વસ્તુ(-પુદ્ગલસ્કંધ)રૂપ નોકર્મ છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય
હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૪. જે કર્મના રસની શક્તિઓના (અર્થાત્
અવિભાગ પરિચ્છેદોના) સમૂહરૂપ વર્ગ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના
પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૫. જે વર્ગોના સમૂહરૂપ વર્ગણા છે
તે બધીયે જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી
ભિન્ન છે. ૧૬. જે મંદતીવ્ર રસવાળાં કર્મદળોના વિશિષ્ટ ન્યાસ(-જમાવ)રૂપ (અર્થાત્ વર્ગણાઓના
સમૂહરૂપ) સ્પર્ધકો છે તે બધાય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી
(
પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૭. સ્વપરના એકપણાનો અધ્યાસ હોય ત્યારે (વર્તતાં),
વિશુદ્ધ ચૈતન્યપરિણામથી જુદાપણું જેમનું લક્ષણ છે એવાં જે અધ્યાત્મસ્થાનો છે તે બધાંય જીવને
નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (
પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૮.
જુદી જુદી પ્રકૃતિઓના રસના પરિણામ જેમનું લક્ષણ એવાં જે અનુભાગસ્થાનો તે બધાંય જીવને
पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् ये मिथ्यात्वाविरतिकषाययोगलक्षणाः प्रत्ययास्ते
सर्वेऽपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् यद् ज्ञानावरणीय-
दर्शनावरणीयवेदनीयमोहनीयायुर्नामगोत्रान्तरायरूपं कर्म तत्सर्वमपि नास्ति जीवस्य, पुद्गल-
द्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्
यत्षट्पर्याप्तित्रिशरीरयोग्यवस्तुरूपं नोकर्म तत्सर्वमपि
नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् यः शक्तिसमूहलक्षणो वर्गः स
सर्वोऽपि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् या वर्गसमूहलक्षणा वर्गणा
सा सर्वापि नास्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् यानि
मन्दतीव्ररसकर्मदलविशिष्टन्यासलक्षणानि स्पर्धकानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गल-
द्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्
यानि स्वपरैकत्वाध्यासे सति विशुद्धचित्परिणामाति-
रिक्तत्वलक्षणान्यध्यात्मस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे
सत्यनुभूतेर्भिन्नत्वात्
यानि प्रतिविशिष्टप्रकृतिरसपरिणामलक्षणान्यनुभागस्थानानि तानि सर्वाण्यपि

Page 108 of 642
PDF/HTML Page 139 of 673
single page version

નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૯.
કાયવર્ગણા, વચનવર્ગણા અને મનોવર્ગણાનું કંપન જેમનું લક્ષણ છે એવાં જે યોગસ્થાનો તે બધાંય
જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન
છે. ૨૦. જુદી જુદી પ્રકૃતિઓના પરિણામ જેમનું લક્ષણ છે એવાં જે બંધસ્થાનો તે બધાંય જીવને
નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૧.
પોતાનું ફળ ઉત્પન્ન કરવામાં સમર્થ કર્મ-અવસ્થા જેમનું લક્ષણ છે એવાં જે ઉદયસ્થાનો તે બધાંય
જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન
છે. ૨૨. ગતિ, ઇંદ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્ય, સમ્યક્ત્વ,
સંજ્ઞા અને આહાર જેમનાં લક્ષણ છે એવાં જે માર્ગણાસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે
તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૩. જુદી જુદી
પ્રકૃતિઓનું અમુક મુદત સુધી સાથે રહેવું તે જેમનું લક્ષણ છે એવાં જે સ્થિતિબંધસ્થાનો તે બધાંય
જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન
છે. ૨૪. કષાયના વિપાકનું અતિશયપણું જેમનું લક્ષણ છે એવાં જે સંક્લેશસ્થાનો તે બધાંય જીવને
નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૫.
કષાયના વિપાકનું મંદપણું જેમનું લક્ષણ છે એવાં જે વિશુદ્ધિસ્થાનો તે બધાંય જીવને નથી કારણ
કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૬. ચારિત્રમોહના
न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् यानि कायवाङ्मनोवर्गणा-
परिस्पन्दलक्षणानि योगस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे
सत्यनुभूतेर्भिन्नत्वात्
यानि प्रतिविशिष्टप्रकृतिपरिणामलक्षणानि बन्धस्थानानि तानि सर्वाण्यपि न
सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् यानि स्वफलसम्पादन-
समर्थकर्मावस्थालक्षणान्युदयस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे
सत्यनुभूतेर्भिन्नत्वात्
यानि गतीन्द्रियकाययोगवेदकषायज्ञानसंयमदर्शनलेश्याभव्यसम्यक्त्व-
संज्ञाहारलक्षणानि मार्गणास्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे
सत्यनुभूतेर्भिन्नत्वात्
यानि प्रतिविशिष्टप्रकृतिकालान्तरसहत्वलक्षणानि स्थितिबन्धस्थानानि तानि
सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् यानि
कषायविपाकोद्रेकलक्षणानि संक्लेशस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गल-
द्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्
यानि कषायविपाकानुद्रेकलक्षणानि विशुद्धिस्थानानि तानि
सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् यानि चारित्रमोह-

Page 109 of 642
PDF/HTML Page 140 of 673
single page version

વિપાકની ક્રમશઃ નિવૃત્તિ જેમનું લક્ષણ છે એવાં જે સંયમલબ્ધિસ્થાનો તે બધાંય જીવને નથી કારણ
કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૭. પર્યાપ્ત તેમ
જ અપર્યાપ્ત એવાં બાદર ને સૂક્ષ્મ એકેંદ્રિય, દ્વીંદ્રિય, ત્રીંદ્રિય, ચતુરિંદ્રિય અને સંજ્ઞી તથા અસંજ્ઞી
પંચેંદ્રિય જેમનાં લક્ષણ છે એવાં જે જીવસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના
પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૮. મિથ્યાદ્રષ્ટિ, સાસાદન સમ્યગ્દ્રષ્ટિ,
સમ્યગ્મિથ્યાદ્રષ્ટિ, અસંયતસમ્યગ્દ્રષ્ટિ, સંયતાસંયત, પ્રમત્તસંયત, અપ્રમત્તસંયત, અપૂર્વકરણ
-ઉપશમક તથા ક્ષપક, અનિવૃત્તિબાદરસાંપરાય-ઉપશમક તથા ક્ષપક, સૂક્ષ્મસાંપરાય-ઉપશમક
તથા ક્ષપક, ઉપશાંતકષાય, ક્ષીણકષાય, સયોગકેવળી અને અયોગકેવળી જેમનાં લક્ષણ છે એવાં
જે ગુણસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની)
અનુભૂતિથી ભિન્ન છે. ૨૯. (આ પ્રમાણે આ બધાય પુદ્ગલદ્રવ્યના પરિણામમય ભાવો છે; તે
બધા, જીવના નથી. જીવ તો પરમાર્થે ચૈતન્યશક્તિમાત્ર છે.)
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે
શ્લોકાર્થ[वर्ण-आद्याः] જે વર્ણાદિક [वा] અથવા [राग-मोह-आदयः वा] રાગ-
મોહાદિક [भावाः] ભાવો કહ્યા [सर्वे एव] તે બધાય [अस्य पुंसः] આ પુરુષથી (આત્માથી)
[भिन्नाः] ભિન્ન છે [तेन एव] તેથી [अन्तःतत्त्वतः पश्यतः] અંતર્દ્રષ્ટિ વડે જોનારને [अमी नो
विपाकक्रमनिवृत्तिलक्षणानि संयमलब्धिस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्य-
परिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्
यानि पर्याप्तापर्याप्तबादरसूक्ष्मैकेन्द्रियद्वीन्द्रियत्रीन्द्रिय-
चतुरिन्द्रियसंज्ञ्यसंज्ञिपञ्चेन्द्रियलक्षणानि जीवस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य,
पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात्
यानि मिथ्यादृष्टिसासादनसम्यग्दृष्टिसम्यग्मिथ्या-
दृष्टयसंयतसम्यग्दृष्टिसंयतासंयतप्रमत्तसंयताप्रमत्तसंयतापूर्वकरणोपशमकक्षपकानिवृत्तिबादरसाम्प-
रायोपशमकक्षपकसूक्ष्मसाम्परायोपशमकक्षपकोपशान्तकषायक्षीणकषायसयोगकेवल्ययोगकेवलि-
लक्षणानि गुणस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे
सत्यनुभूतेर्भिन्नत्वात्
(शालिनी)
वर्णाद्या वा रागमोहादयो वा
भिन्ना भावाः सर्व एवास्य पुंसः
तेनैवान्तस्तत्त्वतः पश्यतोऽमी
नो दृष्टाः स्युर्दृष्टमेकं परं स्यात्
।।३७।।